SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ છે તેમને વિશે આગમ-પ્રસિદ્ધ નામાદિની ઉપદ્રવથી રહિતપણે પોતાના ગુર્વાદિની પરંપરા મુજબ સ્થાપના કરવા સ્વરૂપ દીક્ષામાં ન્યાસ છે.'’-આ પ્રમાણે સાતમી ગાથાનો અર્થ છે. આશય એ છે કે દેશાખ્ય અને સમગ્રાખ્ય વિરતિને એટલે કે દેશવિરતિ અને સર્વવિરતિને દીક્ષા કહેવાય છે. આ દીક્ષામાં વ્રતન્યાસ; નામાદિની સ્થાપના સ્વરૂપ છે. દેશદીક્ષાસંપન્ન અને સમગ્ર[સર્વ-સર્વથા]દીક્ષાસંપન્ન પુરુષ [આત્મા]માં; શ્રી વીતરાગ્રપરમાત્માના પરમતારક પ્રવચનમાં પ્રસિદ્ધ એવા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની સ્થાપના ઉપદ્રવરહિતપણે કરવામાં આવે છે. જે કાળમાં વ્રતની પ્રતિજ્ઞા ગ્રહણ કરાય છે, તે કાળમાં વિહિત એવો આ નામાદિસ્થાપનનો આચાર પોતાના પૂજ્ય એવા ગુર્વાદિ દ્વારા કરાવવાનો હોય છે. તેઓ પોતાના પૂર્વમહાત્માઓની આચરણા મુજબ દીક્ષામાં નામાદિની સ્થાપના સ્વરૂપ ન્યાસ કરે છે. નામાદિની સ્થાપના સ્વરૂપ ન્યાસ જ વસ્તુતઃ દીક્ષા છે. બાકીનો બધો વિધિ ઉપચાર છે. એ બધો વિધિ વસ્તુતઃ નામાદિના ન્યાસ માટે છે. ૧૨-૭ા *** પોતાના ગુરુદેવશ્રી દ્વારા કરાયેલ પ્રસાદસ્વરૂપ નામાદિનો ન્યાસ દીક્ષાનું નિમિત્ત કઈ રીતે બને ? [અર્થાર્ ન બને] એવું માનનારાની પ્રત્યે શંકાનું નિરાકરણ કરાય છે -- नामनिमित्तं तत्त्वं तथा तथा चोद्धृतं पुरा यदिह - तत्स्थापना तु दीक्षा तत्त्वेनान्यस्तदुपचारः ॥१२- ८॥ ૩૪૪
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy