________________
આપવી જોઈએ. આ પ્રમાણે અપાતી દીક્ષા મોક્ષનું બીજકારણ બને છે. અન્યથા અયોગ્યને અપાતી દીક્ષા અત્યંત અનિષ્ટ ફળને અર્થોદ્ દુઃખે કરી જેનો અંત આવે એવા દુરન્તસંસારસ્વરૂપ ફળને આપનારી બને છે.
આથી સમજી શકાશે કે યોગ્યતા કેટલી મહત્ત્વની છે. જે દીક્ષા સંસારનો સર્વથા ઉચ્છેદ કરનારી છે એ દીક્ષા સંસારવૃદ્ધિનું જો કારણ બનતી હોય તો તેમાં જીવની અયોગ્યતાને છોડીને બીજું કોઈ કારણ નથી. કોઈ વાર આપણા ભવનિસ્તારક પૂ. ગુરુદેવશ્રીએ આપણી ઉપર વિશ્વાસ મૂકી નજીકમાં જ યોગ્યતા પ્રાપ્ત થઈ જશે એમ સમજીને આપણને દીક્ષા આપી પણ દીધી હોય તો; એ વખતે ગમે તે રીતે યોગ્યતાનું સંપાદન કરી તેઓશ્રીના વિશ્વાસનું ધામ બની રહેવું જોઈએ. એકાંતે નિરવદ્ય એવી દીક્ષા કોઈ પણ રીતે દુરન્ત સંસારનું કારણ ન બને એ માટે પ્રયત્નશીલ બની રહેવું જોઈએ. ફળસિદ્ધિ માટે મહત્ત્વનું અંગ યોગ્યતા છે. એની ઉપેક્ષા કરીને ગમે તેને ગમે તે રીતે દીક્ષા આપવાથી સ્વ-પરનું કોઈ પણ જાતનું હિત નહિ થાય. |૧૨-૬॥
***
દીક્ષાનું સ્વરૂપ વર્ણવાય છે
देशसमग्राख्येयं विरतिर्न्यासोऽत्र तद्वति च सम्यक् । तन्नामादिस्थापनमविद्रुतं स्वगुरुयोजनतः ॥ १२-७॥
દેશ અને સમગ્ર નામની જે વિરતિ છે-તેને દીક્ષા કહેવાય છે. દેશથી અને સર્વથા જેમણે વિરતિને ગ્રહણ કરી
૩૪૩૭