________________
થાય છે.
સામાન્ય રીતે દુનિયાના કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ વખતે ઓછા-વધતા પ્રમાણમાં પ્રાયઃ વિદનો આવતાં જ હોય છે. આવી સ્થિતિમાં એ વિનોથી ગભરાઈને જો કાર્ય પડતું મૂકી દેવામાં આવે તો દુનિયામાં કોઈ માણસ કોઈ કાર્ય કરી શકશે નહીં. પરન્તુ એ વિદનોને જીતીને બધાં જ કાર્ય પૂર્ણ કરવાનું સત્ત્વ મેળવી લેવાય તો બધાં જ કાર્યો આપણે પૂર્ણ કરી શકીએ. મોક્ષમાર્ગની સાધના દરમ્યાન પણ પ્રાયઃ ઉપર જણાવ્યા મુજબ અનેક વિદનો આવતાં હોય છે. આવા વખતે મુમુક્ષુજનો શરીરની ચિંતા છોડી માત્ર ઈષ્ટસિદ્ધિનું જ લક્ષ્ય રાખે અને ગુરુપારતન્ય કેળવી લે તો હીન, મધ્યમ કે ઉત્કૃષ્ટ વિદનજય કરવાનું અદ્ભુત સામર્થ્ય તેઓ પ્રાપ્ત કરી શકશે. દુનિયાનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વિધ્વજય કરવાનું અનિવાર્ય ન હોય. વર્તમાનમાં પ્રાયઃ ધર્મ એ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં તેની આરાધના કરનારાને વિદનજય કરવાનું અનિવાર્ય ન જણાય ! લોકોત્તર ધર્મની પ્રવૃત્તિ માટે ઉપર જણાવ્યા મુજબ વિદનજય કર્યા વિના કોઈ પણ રીતે ચાલે એવું નથી-એ ગાથાનો પરમાર્થ કોઈ પણ રીતે વિસ્મરણીય નથી. ૩-લા
ત્રીજા વિશનજયસ્વરૂપ આશયવિશેષનું નિરૂપણ કરીને સિદ્ધિસ્વરૂપ ચોથા આશયનું નિરૂપણ કરાય છે. •
सिद्धिस्तत्तद्धर्मस्थानावाप्तिरिह तात्त्विकी ज्ञेया । अधिके विनयादियुता हीने च दयादिगुणसारा ॥३-१०॥