________________
શ્રી જિનાલય બંધાવવાનું આ પૂર્વે કહ્યું છે, તે વિષયમાં વિધિ જણાવાય છે -
कारणविधानमेतच्छुद्धा भूमिर्दलं च दादि । भृतकानतिसंधानं स्वाशयवृद्धिः समासेन ॥६-३॥
“શ્રી જિનેશ્વરદેવનું પરમતારક મંદિર બંધાવતી વખતે; શુદ્ધ ભૂમિ, કાષ્ઠ પાષાણ વગેરે તેનાં સાધનો, નોકરોને ઠગવા નહિ અને શુભ પરિણામની વૃદ્ધિ - આ પ્રમાણે સંક્ષેપથી વિધિ છે.”- આ પ્રમાણે ત્રીજી ગાથાનો સામાન્ય અર્થ છે. આશય એ છે કે અનંતજ્ઞાનીઓની પરમતારક આજ્ઞા મુજબ શ્રી જિનાલય બંધાવવાનું જ્યારે પણ ચોક્કસ કરાય ત્યારે આવું પરમકલ્યાણને કરનારું કાર્ય જેમતેમ ન થાય પરંતુ વિધિપૂર્વક થાય એ માટે મુમુક્ષુઓને જે વિધિ સાચવવાનો છે - એનું વર્ણન આ ગાળામાં કર્યું છે. શ્રીજિનમંદિરનું નિર્માણ, બધા જીવો પોતે જ કરે - એ શક્ય નથી. આવા વખતે એ કાર્ય બીજા શિલ્પી વગેરે દ્વારા કરાવવાનું હોય છે. આ રીતે બીજાની પાસે કાર્ય કરાવવાનું પ્રયોજકવ્યાપાર-નિર્વર્તન કહેવાય છે. આ નિર્વર્તનસ્વરૂપ અહીં કારણ છે. “કારણ' પદનો અર્થ - હેતુ તરીકે પ્રસિદ્ધ છે. પરંતુ અહીં એ અર્થ અભિપ્રેત નથી; ' ઉપર જણાવ્યા મુજબ “કરાવવું” અર્થ અભિપ્રેત છે. . - આ ગાથામાં શ્રી જિનાલય કરાવતી વખતના વિધિનો, ભૂમિ, દલ [અવયવ-અંગ-સામગ્રી]; કર્મકર [મજૂર વગેરે) અને સ્વપરિણામઃ આ ચારને આશ્રયી વિચાર કર્યો છે. શ્રી જિનમંદિર જે ભૂમિ ઉપર બંધાવવાનું છે તે ભૂમિ શુદ્ધ હોવી જોઈએ. ગમે તે અશુદ્ધભૂમિ ઉપર શ્રીજિનાલયનું નિર્માણકાર્ય