________________
મોક્ષમાર્ગની સાધનાના કાળમાં આ બંન્ને મલો તરફ થોડું ધ્યાન આપવાની જરૂર છે. અવિધિસેવા અને પૌદ્ગલિકસુખનો આશય આપણી ક્રિયાઓને અને આપણા ભાવને ખૂબ જ મલિન બનાવે છે. અવિધિની રતિ અને અધ્યાત્મભાવનો અભાવ-અનધ્યાત્મભાવ; આ બંન્ને મલોએ બાહ્ય અને આંતરિક ધર્મને મલિન બનાવવાનું નિરંતર શરૂ કર્યું છે. આમ છતાં વર્તમાનમાં આ વિષયમાં લગભગ ચિંતા નાશ પામી છે-એમ જણાયા કરે છે. મુમુક્ષુઓએ ઉપર જણાવેલા બંન્ને મલોને દૂર કરવા પ્રયત્નશીલ બની રહે જોઈએ.. II૫-૧૧॥
***
છઠ્ઠી ગાથામાં ‘આગમના અધ્યારોપ-ભ્રમથી અવિધિસેવા થાય છે'- આ પ્રમાણે જણાવ્યું છે, એ જ વસ્તુને વિપર્યયવ્યતિરેકથી અર્થાત્ એના નિષેધસ્વરૂપે જણાવાય છે
विधिसेवा दानादौ सूत्रानुगता तु सा नियोगेन । गुरुपारतन्त्र्ययोगादौचित्याच्चैव सर्वत्र ॥५- १२॥
-
છઠ્ઠી ગાથામાં આ પૂર્વે જણાવ્યું છે કે દાનાદિધર્મના વિષયમાં; આગમમાં ભ્રાન્તિ થવાથી અવિધિસેવા થાય છે. એમ જણાવ્યું હતું. હવે આ બારમી ગાથાથી આગમના અધ્યારોના અભાવથી જે થાય છે-તે જણાવાય છે.
“ગુરુપારતન્ત્યના યોગથી અને સર્વત્ર ઔચિત્યના આસેવનથી દાનાદિના વિષયમાં; આગમને અનુસરી નિયમે કરી વિધિસેવા થાય છે.”- આ પ્રમાણે બારમી ગાથાનો અર્થ છે.
૧૬૨