________________
પ્રવૃત્તિને રોકવા પૂર્વક શુભ પ્રવૃત્તિ કરવી તેને અનુક્રમે મનોગુમિ, વચનગુપ્તિ અને કાયમુર્તિ કહેવાય છે. શ્રી વીતરાગ પરમાત્માનું પરમતારક પ્રવચન આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ આઠ માતાઓથી ઉત્પન્ન થયું છે. તેથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ ચારિત્રાચારને પ્રવચનમાતારૂપે વર્ણવ્યો છે. આ લોક કે પરલોક સંબંધી કલ્યાણને ઈચ્છતા પૂ. સાધુભગવંતોએ કોઈ પણ સંયોગોમાં એક ક્ષણ માટે પણ પાંચસમિતિ કે ત્રણ. ગુપ્તિઓનો ત્યાગ નહિ કરવો જોઈએ. પોતાની માતાનો ત્યાગ નહિ કરવાથી અને તેને અનુસરવાથી જેવી રીતે પુત્રનું હિત થાય છે, તેવી રીતે પૂ. સાધુભગવંતોને પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓનો ત્યાગ નહિ કરવાના કારણે અને રાત-દિવસ તેને અનુસરવાના કારણે હિતની પ્રાપ્તિ થાય છે. ર-૮.
મધ્યમબુદ્ધિવાળા જીવોને બીજું પણ જે જણાવવાનું છે તે જણાવે છે --
एतत्सचिवस्य सदा साधो नियमान्न भवभयं भवति । भवति च हितमत्यन्तं फलदं विधिनाऽऽगमग्रहणम् ॥२-९॥
આઠ પ્રવચનમાતાઓથી સહિત એવા પૂ. સાધુમહાત્માને કાયમ માટે નિયમે કરી ભવભ્રમણનો ભય હોતો નથી. તેમ જ વિધિપૂર્વક વાચના - પ્રચ્છનાદિરૂપે આગમગ્રહણ [અધ્યયન કરવા સ્વરૂપ હિત, અત્યન્ત ફળને આપવાવાળું થાય છે.” આ પ્રમાણે નવમી ચાથાનો શબ્દાર્થ