________________
પરમાત્માના સ્વરૂપની જ વિશેષતા જણાવાય છે – निर्वाणसाधनं भुवि भव्यानामय्यमतुलमाहात्म्यम् । . . सुरसिद्धयोगिवन्यं वरेण्यशब्दाभिधेयं च ॥१५-४॥
“મોક્ષનું પ્રાપક, પૃથ્વીમાં બધા ભવ્યયોગ્ય જીવોમાં શ્રેષ્ઠ, અતુલમહિમાવાળું, દેવતાઓ વિદ્યામંત્રાદિ-સિદ્ધપુરુષો અને યોગી જનોને વંદનીય તેમ જ શ્રેષ્ઠ[વરેણ્ય શબ્દોથી વાચ્યકિહેવાયોગ્ય] પરમાત્માનું સ્વરૂપ ધ્યેય છે.” આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે પરમાત્માનું સ્વરૂપ તેના ધ્યાનાદિ દ્વારા પરમપદને પ્રાપ્ત કરાવનારું છે અથવા સુખનું સાધન છે. આ પૃથ્વી ઉપર બધા ભવ્ય જીવોમાં પ્રધાન-મુખ્ય છે. અતુલમહિમાવંતું એટલે કે અસાધારણ પ્રભાવવાળું તે સ્વરૂપ છે. દેવતાઓ વિદ્યામંત્રાદિ જેને સિદ્ધ છે એવા સિદ્ધ પુરુષો અને યોગી જનોથી વંદાયેલું પરમાત્માનું સ્વરૂપ છે અને અહંતુ, શમ્મુ, બુદ્ધ, પરમેશ્વર, સર્વજ્ઞ, જિન અને પરબહ્મ..વગેરે વરેણ્ય શબ્દોથી વર્ણવાતું સ્વરૂપ પરમાત્માનું છે. એવું શ્રી જિનેન્દ્રરૂપ ધ્યેય છે. આ પ્રમાણે પહેલી ગાથાના “શેયં નિજ આ પદની સાથે આ ગાથાનો સંબંધ છે.
આ રીતે ચાર ગાથાઓ સ્વરૂપ મહાવાક્યથી ધ્યેય સ્વરૂપ પરમાત્માના રૂપનું વર્ણન કર્યું. નીચે જણાવ્યા મુજબ સળંગ રીતે તે યાદ રાખી શકાય. ૧. સદુપદેશ દ્વારા સર્વને હિતકર. ૨. સૌન્દર્યાદિથી અનુપમ. ૩. અતિશયોથી સંપન. ૪. ઋદ્ધિઓથી યુક્ત. ૫. સ્વસ્વભાષામાં પરિણમનારી વાણીથી દેશનાને આપનારું. ૬. તત્ત્વકાયસ્વભાવવાળું૭.