SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુસચ્ચેષ્ટા છે. ૧૩-૧૧ પાંચ પ્રકારની સાધુસચ્ચેષ્ટાઓમાં ગુરુવિનયનું સ્વરૂપ જણાવાય છે – औचित्याद् गुरुवृत्तिर्बहुमानस्तत्कृतज्ञताचित्तम् । आज्ञायोगस्तत्सत्यकरणता चेति गुरुविनयः ॥१३-२॥ “ઔચિત્યથી પૂ. ગુરુભગવંતના કાર્યમાં પ્રવૃત્તિ કરવી; તેમના વિશે બહુમાન ધારણ કરવું; તેઓશ્રીએ કરેલા ઉપકારોની સ્મૃતિથી યુક્ત ચિત્તને ધારણ કરવું; આજ્ઞાનું પાલન કરવું; તેમ જ પૂ. ગુરુભગવંતે જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે જ કરવું.વગેરે ગુરુવિનય છે.” આ પ્રમાણે બીજી ગાથાનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. ગુરુભગવંતની અપેક્ષાએ તેઓશ્રીને આવશ્યક એવા વૈયાવૃત્યાદિ કાર્ય દ્વારા તેઓશ્રીને વિશે વર્તવું-તેને ગુરુવૃત્તિ સ્વરૂપ વિનય કહેવાય છે. ગુરુવૃત્તિ' આ બહુમાનનું વિશેષણ છે એમ માનીએ તો ગુરુવૃત્તિ-આ પદનો અર્થ ગુરુવિષયક અથવા ગુરુમાં રહેનાર આવી થાય છે. શિષ્યની અપેક્ષાએ પૂ. ગુરુદેવશ્રીની ઊંચી ભૂમિકા હોવાથી “આ મારા કરતાં મહાન છે' આવા પ્રકારના, ગુરુના વિષયવાળા બહુમાનને ગુરુવિનય કહેવાય છે. અથવા સ્વજન્યવૈયાવૃત્યપ્રતિયોગિત્વસંબંધથી ગુરુમાં રહેલ બહુમાન ગુરુવિનય છે. સ્વ-બહુમાનથી ઉત્પન્ન થયેલ વૈયાવૃજ્યનું પ્રતિયોગિત્વ [જનું વૈયાવૃત્ય કરાય છે તેમનામાં વૈયાવૃજ્યનું
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy