________________
દીક્ષિત થયેલા પૂ. સાધુમહાત્મા પણ ખૂબ જ આદરપૂર્વક સાધુભગવંતોની ગુરુવિનયાદિની સચ્ચેષ્ટા સારી રીતે [કલાદિની અપેક્ષાએ અવિપરીત પણ કરે છે. ૧૨-૧દા
| | રૂતિ વશ ષોડશવમ્ | | # # # | | ગણ ત્રયોદશ ઘોડશવં પ્રારતે
આ પૂર્વે, પૂ. સાધુમહાત્મા સાધુસચ્ચેષ્ટા કરે છે તે જણાવ્યું છે. એ સાધુસચ્ચેષ્ટા જ હવે જણાવાય છે –
गुरुविनयः स्वाध्यायो योगाभ्यासः परार्थकरणं च । इतिकर्त्तव्यतया सह विज्ञेया साधुसच्चेष्टा ॥१३-१॥
ગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ અને પરાર્થકરણ, ઈતિકર્તવ્યતા સાથે સાધુઓની સચ્ચેષ્ટા જાણવી.'-આ પ્રમાણે પહેલી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કેગુરુવિનય, સ્વાધ્યાય, યોગાભ્યાસ, પરાર્થકરણ અને ઈતિકર્તવ્યતા : આ પાંચ સાધુસચ્ચેષ્ટા છે. એમાં ગુરુવિનયનું સ્વરૂપ આગળ કહેવાશે. સારી રીતે શાસ્ત્રની મર્યાદાએ જે અધ્યયન છે તેને સ્વાધ્યાય કહેવાય છે. અથવા આત્મલક્ષી અધ્યયનને સ્વાધ્યાય કહેવાય છે. એનું સ્વરૂપ હવે પછીની ગાથામાં વર્ણવાશે. ધ્યાનમાં અભ્યાસ-પરિચયને યોગાભ્યાસ કહેવાય છે. આનું પણ સ્વરૂપ આગળ જણાવાશે તે છે. બીજાની ઉપર ઉપકાર કરવા સ્વરૂપ પરાર્થકરણનું સ્વરૂપ પણ હવે પછી વર્ણવાશે. આગળ વર્ણવવામાં આવનારી ઈતિકર્તવ્યતા સાથે ગુરુવિનયાદિ સુંદર કોટિના બાહ્ય આચાર સ્વરૂપ