SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ તરવા માટેનું એક સુંદર આલંબન પ્રાપ્ત થશે. છેદ-૩ * શ્રી જિનાલયના નિર્માણનું કાર્ય - સંબંધી વિધિમાં શુદ્ધભૂમિનું સ્વરૂપ જણાવાય છે - शुद्धा तु वास्तुविद्याविहिता सन्न्यायतश्च योपात्ता । न परोपतापहेतुश्च सा जिनेन्द्रैः समाख्याताः ॥६-४॥ “જે ભૂમિ વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ નથી; સમ્યગ્નીતિથી પ્રાપ્ત કરેલી હોય અને પ્રાપ્ત કરતી વખતે કે કર્યા પછી બીજા લોકોને પીડાનું કારણ બની ન હોય એ ભૂમિને શ્રી જિનાલયના નિર્માણ માટે શ્રી જિનેશ્વરદેવોએ શુદ્ધ જણાવી છે.”- આ પ્રમાણે ચોથી ગાથાનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે પરમતારક શ્રી જિનાલયના નિર્માણ માટે જે ભૂમિ લેવાની છે; તે ભૂમિ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબ સુગંધી માટીવાળી અને અસ્થિ હાડકાંવગેરે શલ્યથી રહિત હોવી જોઈએ. સુગંધી માટીવાળી પૃથ્વીને છોડીને અન્ય; ખરાબ ગંધવાળી માટી વગેરે જેમાં છે તેમ જ અસ્થિ વગેરે શલ્ય જેમાં છે એવી ભૂમિ વાસ્તુશાસ્ત્ર મુજબ શ્રી જિનમંદિર માટે અશુદ્ધ મનાય છે. એવી ભૂમિમાં શ્રી જિનમંદિરનું નિર્માણ કરાય નહિ. મંદિર માટે જ્યારે ખનનવિધિ કરાય ત્યારે જે ભૂમિમાં પાણી નીકળે નહિ તે ભૂમિ પણ શુદ્ધ મનાતી નથી. આવા વખતે ભૂમિની શુદ્ધિ વાસ્તુશાસ્ત્રના જ્ઞાતાઓ જે પ્રમાણે કહે તેમ કરી લેવી જોઈએ. પૂ. સાધુભગવંતો માટે એવી મર્યાદા ન હોવાથી ખૂબ જ ચીવટથી પોતાની મર્યાદાનું તેઓએ
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy