________________
હોય પરંતુ મનમાં એવો કોઈ ભાવ ના હોય તો તે રીતે કરાયેલી પાપની નિંદા પાપજાગુપ્તાનું પ્રતીક નહિ બને. તે એક જાતનો દંભ છે.
વર્તમાનમાં મન-વચન-કાયાથી ત્રિવિધ [કરવું, કરાવવું અને અનુમોદવું પાપનો ત્યાગ કરવા સ્વરૂપ પાપાકરણ છે. અને ભવિષ્યકાળમાં થનારી પાપપ્રવૃત્તિના વિષયમાં કોઈ પણ જાતની વિચારણા ન કરવી તે પાપાચિંતા છે. કાલાનુક્રમે પાપોદ્ગ, પાપાકરણ અને પાપાચિંતા-એ પાપજુગુપ્સા છે. અથવા ત્રણ કાળના ક્રમના બદલે કાયા, વચન અને મન-આ ત્રણ યોગના ક્રમે પાપજુગુપ્સા [પાપપરિહાર કરવી જોઈએ. કાયાથી પાપનો ઉદ્વેગ, વચનથી પાપાકરણ અને મનથી પાપની અચિંતા એ પાપજુગુપ્સા છે. મન-વચન-કાયાને આશ્રયી ક્રમ રાખવાથી દરેક વખતે પાપજુગુપ્સા એકસ્વરૂપે વર્ણવાય છે. અને કાળને આશ્રયી ક્રમ રાખવાથી પાપજુગુપ્સા તેવા પ્રકારની એકસ્વરૂપે વર્ણવાતી નથી. એટલો ફરક છે. I૪-પા
હવે નિર્મળબોધસ્વરૂપ ચોથા ધર્મસિદ્ધિના લિંગનું વર્ણન કરાય છે -
निर्मलबोधोऽप्येवं शुश्रूषाभावसम्भवो ज्ञेयः । शमगर्भशास्त्रयोगाच्छ्तचिन्ताभावनासारः ॥४-६॥
“રાગ-દ્વેષના અભાવ સ્વરૂપ શમ ગર્ભિત શાસ્ત્રના યોગે શુશ્રુષા[સાંભળવાની ઈચ્છાના કારણે ઉત્પન્ન થયેલ