________________
નિર્દોષબુદ્ધિવાળા પૂ. ગુરુભગવંત આ અસાધારણ ધર્મને શુશ્રુષાના કારણે શ્રવણાદિમાં પ્રવૃત્ત થયેલા શ્રોતાઓમાં પ્રગટ કરે છે, જે નિર્વાણ સ્વરૂપ ફળને આપનારો બને છે. કારણ કે એવા શ્રોતાઓમાં ઉપર જણાવેલા ઘર્મસ્વરૂપ અવધ્ય [ચોક્કસ ફળને આપનારું] નિર્વાણબીજને વાવવાનું સામર્થ્ય પૂ. ગુરુભગવંતમાં છે. એ સામર્થ્યને લઈને તે તે જીવોમાં તેવાં બીજને વાવેલાં હોવાથી ચોક્કસ જ તે તે જીવોને નિર્વાણ ફળની પ્રાપ્તિ થાય છે. આશય સ્પષ્ટ છે કે યોગ્ય રીતે કરેલું કામ પૂર્ણપણે ફલને પ્રાપ્ત કરાવનારું બને છે. બાલ, મધ્યમ કે પંડિતજનની યોગ્યતાને જોઈને પૂ. ગુરુભગવંત તેમને ઉચિત એવી દેશના આપી ઘર્મબીજને વાવે છે. યોગ્ય કક્ષામાં વાવેલું એ બીજ અંતે ચોક્કસ ફલને આપનારું નીવડે છે. બીજ ગમે તેટલું સારું હોય પરંતુ યોગ્ય રીતે, યોગ્ય ભૂમિમાં અને યોગ્ય કાલે વાવવામાં આવે નહિ તો તે ફલપ્રદ નથી બનતું. આવું ધર્મબીજને વાવવામાં પણ બનતું હોય છે. માટે નિર્દોષબુદ્ધિવાળા પૂ. ગુરુભગવંત યોગ્ય જીવોને યોગ્ય કાલે અને યોગ્ય રીતે ધર્મદેશના આપે છે. અને તેથી પ્રાપ્ત થયેલું તે ધર્મબીજ ચોક્કસ જ નિર્વાણપદને પ્રાપ્ત કરાવે છે. આથી સમજી શકાશે કે ઔચિત્યપૂર્વકની કોઈ પણ પ્રવૃત્તિ ચોક્કસ ફળને પ્રાપ્ત કરાવે છે. આર-૧
| | તિ દ્વિતીયં ષોડશમ્ |