________________
દરેક યોગીઓને હોતું નથી; પરન્તુ બહુલતયા પ્રવૃત્તચક્રયોગીઓને હોય છે. રાત અને દિવસ પ્રવર્તતા અનુષ્ઠાનના સમુદાયવાળા આત્માને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. ખેદાદિ આઠ દોષોના પરિહારથી કરવા યોગ્ય એવું પ્રશસ્ત ધ્યાન પણ આવા જ યોગી જનોને હોય છે. કારણ કે તેઓને આવો ધ્યાનનો અધિકાર પ્રાપ્ત થયેલો છે. આથી તેમના દ્વારા કરાતું ધ્યાન અધિકૃત અને પ્રશસ્ત મનાય છે – આ પ્રમાણે યોગના જ્ઞાતા આચાર્યભગવન્તો કહે છે. ગોત્રયોગી, કુલયોગી, પ્રવૃત્તચયોગી અને નિષ્પનયોગીઃ આ ચાર પ્રકારના યોગીઓ છે.
યોગીઓના કુળમાં જેઓ જન્મ્યા છે પરંતુ તેમના આચારને પાળતા નથી તેમને ગોત્રયોગી કહેવાય છે. જેઓ , યોગીઓના કુળમાં જન્મ્યા છે અને તેમના આચારને પાળે છે તેમને કુલયોગી કહેવાય છે. જેઓ યોગીઓના કુળમાં જન્મ્યા નથી અને તેમના આચારને પાળે છે તેમને પ્રવૃત્તચક્રયોગી કહેવાય છે. તેમ જ યોગની સિદ્ધિ જેમને થયેલી છે; તેમને નિષ્પનયોગી કહેવાય છે. ll૧૪-૧૪
આ રીતે અયોગી જનોને ઉચિત એવા ખેદાદિ આઠ દોષોથી રહિત બનીને ધ્યાન ધરવું જોઈએ, તે જણાવીને હવે દેશાદિને આશ્રયીને ધ્યાન કઈ રીતે કરવું તે જણાવાય છે
शुद्धे विविक्तदेशे सम्यक्संयमितकाययोगस्य । कायोत्सर्गेण दृढं यद्वा पर्यङ्कबन्धेन ॥१४-१५॥ .
“પવિત્ર અને લોકોની જ્યાં અવર-જવર નથી એવા એકાત્ત સ્થાનમાં સારી રીતે શરીરને સંયમિત કરીને