________________
પ્રસન્ન કરી તેમની અનુમતિ પ્રાપ્ત કરી તે કાષ્ઠ લેવું જોઈએ. આવી જ રીતે જે વનમાં તિર્યંચો [પશુઓ રહેતા હોય અથવા જે મનુષ્યોના માલિકીનું વન હોય તે તિર્યંચોને તકલીફ ન પડે-એ રીતે અને તે મનુષ્યોની સંમતિપૂર્વક કાષ્ઠ લાવવું જોઈએ. ગમે તેમ લાવવાથી અનેક જાતના ઉપદ્રવોની સંભાવના રહે છે. . ઉપર જણાવ્યા મુજબ કાષ્ઠ લાવતી વખતે એનો પણ
ખ્યાલ રાખવો જોઈએ કે કાષ્ઠ પ્રગુણ-સીધું હોવું જોઈએ. વાંકું કાષ્ઠ શ્રી જિનાલય માટે ન ચાલે. પ્રગુણ-સરળ કાષ્ઠ પણ ખેરના લાકડાની જેમ સ્થિર અને મજબૂત હોવું જોઈએ. મજબૂત-સ્થિર કાષ્ઠ પણ નવું-તાજું હોવું જોઈએ, જીર્ણ થયેલું નહિ હોવું જોઈએ. અને આ કાષ્ઠ ગાંઠ વગેરે દોષોથી તદ્દન રહિત હોવું જોઈએ. બળેલું કે ગાંઠવાળું કાષ્ઠ શ્રી જિનમંદિરના નિર્માણ માટે વપરાય નહિ-એનો ચોક્કસ ખ્યાલ રાખવો જોઈએ. -૮
સાતમી ગાથામાં “દલ” [સામગ્રી વિધિપૂર્વક લાવેલું હોવું જોઈએ એમ જણાવ્યું છે, તે વિધિને જણાવાય છે -
सर्वत्र शकुनपूर्व ग्रहणादावत्र वर्तितव्यमिति । पूर्णकलशादिरूपश्चित्तोत्साहानुगः शकुनः ॥६-९॥
શ્રી જિનાલય માટે ઈટો વગેરે લેતી વખતે તેમ જ લાવવા વગેરે વખતે બધે શકુન જોઈને પ્રવૃત્તિ કરવી જોઈએ. પાણીથી ભરેલ કળશાદિ શુભ વસ્તુઓ બાહ્યશકુન છે અને