________________
અધિકગુણવાળા છે. આગળની ગાથામાં જેનું વર્ણન કરાશે તે પરમાત્માસંબંધી શિલ્પીના મનોરથોને પૂર્ણ કરીને ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન વડે શુદ્ધ ભાવથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. આ રીતે શિલ્પીના મનોરથો પૂર્ણ થવાથી તેને પ્રીતિ થાય છે. ગમે તેમ પણ શિલ્પીને પ્રીતિ થાય તેમ કરવું જોઈએ. આપણી ઈચ્છા ન હોય તોપણ શિલ્પીને પ્રીતિ થાય તેમ કરવું જોઈએ. શિલ્પીને કોઈ ઈચ્છા ન હોય તો તેને ઈચ્છા થાય એમ કરવું જોઈએ. આ બધી વિગત આગળની ગાથામાં જણાવાશે.
પ્રતિમાજી ભરાવવા માટે જે દ્રવ્ય [ધન] વાપરવાનું છે તે દ્રવ્ય ન્યાય[સવ્યવહાર]થી પ્રાપ્ત થયેલું હોવું જોઈએ. અન્યાય[ચોરી વગેરે]થી પ્રાપ્ત કરેલા ધનથી પરમાત્માનું પરમતારક બિંબ ભરાવાય નહિ. સામાન્ય રીતે કોઈ ધર્માનુષ્ઠાન અન્યાયથી પ્રાપ્ત કરેલા ધન વડે થાય નહિ. ન્યાયથી ઉપાર્જેલા દ્રવ્ય વડે શુદ્ધભાવથી [નિર્મળ અંતઃકરણથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ. રાગ, દ્વેષ અને મોહ-આ ત્રણ મનના મેલ છે. રાગાદિને આધીન બન્યા વિના નિર્મળ મનથી જ પ્રતિમાજી ભરાવવાં જોઈએ: આ લોકાદિના ફળના આશયથી અથવા તો ગતાનુગતિકરૂપે અજ્ઞાનથી પ્રતિમાજી ભરાવવાદિ સ્વરૂપ કોઈ પણ ધર્માનુષ્ઠાન કરાય નહિ. સંસારના સુખના રાગથી; દુઃખ ઉપરના દ્વેષથી અને દેખાદેખી રીતથી ધર્માનુષ્ઠાન જેમ થાય છે તેમ પ્રતિમાજી પણ ભરાવવાનું શક્ય છે. એનો નિષેધ કરવા માટે અહીં ભાવશુઘેન આ પદ છે. ન્યાયથી પ્રાપ્ત વિત્ત હોય અને શુદ્ધ
૨૧૫