________________
સમજી શકાય છે. શિલ્પી પ્રત્યે અપ્રીતિ કરવાથી પ્રતિમાજીનું કાર્ય બગડે છે-એ જાણ્યા પછી પણ જો અપ્રીતિ કરાય તો એનો અર્થ એ છે કે પ્રતિમાજીનું કાર્ય બગડે-એની કોઈ ચિંતા નથી. આ પ્રમાણે કાર્ય પ્રત્યે અરુચિ જણાય છે. કારણ કે કારણની અરુચિ અપ્રીતિ કાર્યની અરુચિમૂલક હોય છે. પ્રતિમાજીના કારણભૂત શિલ્પી પ્રત્યેની અરુચિ-અપ્રીતિ; વસ્તુતઃ પરમાત્મા પ્રત્યેની અપ્રીતિના કારણે છે. જે આ અપ્રીતિ પામસ્વરૂપ છે અને સર્વ અપાયમોક્ષમાર્ગમાં વિદનનું નિમિત્ત છે, તેથી કોઈ પણ રીતે આવી અપ્રીતિ કરવી નહિ જોઈએ. ૭-
શ્રી જિનબિંબનું નિર્માણ કરતી વખતે શિલ્પીને અપ્રીતિ ન થાય તેમ વર્તવાનું આ પૂર્વે જણાવ્યું. હવે તેને પ્રીતિ થાય તેમ કરીને શ્રી જિનબિંબ ભરાવવું જોઈએ-તે જણાવાય છે
अधिकगुणस्थै नियमात् कारयितव्यं स्वदौहृदै र्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ॥७-८॥
અધિકગુણવાળા એવા પરમાત્મા સંબંધી શિલ્પીને પોતાને થયેલા જે મનોરથો છે તેનાથી યુક્ત એટલે તેને પૂરા કરવા દ્વારા ચોક્કસપણે ન્યાયથી પ્રાપ્ત થયેલા ધનથી નિર્મળ અંતઃકરણથી શ્રી જિનબિંબ કરાવવું જોઈએ.” આ પ્રમાણે આઠમી ગાથાનો અક્ષરાર્થ છે.
આશય એ છે કે, જેમનું બિંબ કરાય છે તે બિંબના પ્રતિયોગી કહેવાય છે. બિંબના પ્રતિયોગી પરમાત્મા