________________
કાર્યની સિદ્ધિમાં કોઈ જ વિશેષતા હોતી નથી. સામાન્ય રીતે લોકોત્તર કાર્યની સિદ્ધિ, બાહ્ય સાધનો કરતાં આત્યંતર ભાવના કારણે જ પ્રાપ્ત થતી હોય છે. એ ભૂલવા જેવું નથી. ll૭-કા
ચોથી ગાથામાં ‘ચિત્તનો વિનાશ પ્રતિષિદ્ધ છે.આ પ્રમાણે કહ્યું છે, એનું પ્રબળ કારણ હવે જણાવાય છે -
अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया । सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्त्तव्या ॥७-७॥
“શિલ્પીને વિશે કરાયેલી અપ્રીતિ પણ પરમાર્થથી ભગવાન શ્રીજિનેશ્વરદેવને વિશે જાણવી. આ અપ્રીતિ સર્વ અપાયનું નિમિત્ત છે. તેથી પાપસ્વરૂપ આ અપ્રીતિ કરવી નહિ.”-આ પ્રમાણે સાતમી ગાથાનો શબ્દાર્થ છે. કહેવાનો આશય આમ જુઓ તો સ્પષ્ટ છે. ખૂબ જ માર્મિક રીતે જે વાત આ ગાથામાં કરી છે, તે કોઈ પણ રીતે વિસ્મરણીય નથી.
પ્રતિમાજી કરાવતી વખતે જે શિલ્પીને કામ આપ્યું હોય તેની પ્રત્યે જો કોઈ પણ કારણે અપ્રીતિ થાય તો ચિત્તનો વિનાશ થાય છે. પરિણામે હવે કામ આપ્યું છે તો પૂરું કરાવો'-આવો ભાવ આવવાથી પ્રતિમાજીના નિર્માણ કાર્ય ઉપર તેની અસર ખરાબ રીતે પડે છે. પ્રતિમાજીના નિર્માણકાર્ય પ્રત્યે રુચિ હોય તો તે આત્મા; તે કાર્ય બગડે નહિ-એ માટે પૂરતો પ્રયત્ન કરે. જે કાર્ય કરવાથી વિવક્ષિત કાર્ય ખરાબ થતું હોય તે કાર્ય; કાર્યરુચિવાળો ન કરે-એ