________________
અભક્ષ્ય વગેરેનો પરિહાર કર્યા વિના પ્રાણી સર્વત્ર ગમ્ય કે અગમ્ય; ભક્ષ્ય કે અભક્ષ્ય અને પેય કે અપેય વગેરેમાં ચિકાર પ્રવૃત્તિ કરે છે. જાણે કે અત્યાર સુધી કોઈ પણ જાતના વિષયની પ્રાપ્તિ થઈ જ નથી. દરેક જાતના અનુકૂળ એવા શબ્દાદિ વિષયોમાં સદાને માટે તૃપ્તિ વિનાનો થઈ ચિકાર પ્રમાણમાં અભિલાષાને ધારણ કરી તે આત્મા વિષયોના પરિભોગ માટે પ્રયત્નશીલ બને છે. આવી જાતની પ્રવૃત્તિનું, જે વિષયતૃષ્ણા કારણ બને છે તે ‘વિષયતૃષ્ણા’ પ્રથમ પાપનો વિકાર છે. આવા વિકારની પરવશતાથી જીવની વિષયાભિલાષા ક્યારે પણ શાંત થતી નથી.
.
મોક્ષમાર્ગની સાધનામાં પ્રવૃત્ત બનેલા મુમુક્ષુ જનોને ‘વિષયતૃષ્ણા’સ્વરૂપ પાપનો વિકાર નડતો નથી. વિષયોની ભયંકરતાનો જેને ખ્યાલ છે, એવા આત્માઓ વિષયની તૃષ્ણાથી દૂર રહેતા હોય છે. વિવેકશૂન્ય બનાવનારી એ વિષયતૃષ્ણાની પરવશતા આત્માના ધર્મારોગ્યને હાનિ પહોંચાડે છે. મુમુક્ષુ આત્માઓને એ પાલવે નહિ, તેથી શક્ય પ્રયત્ને વિષયતૃષ્ણાને દૂર કરવી જોઈએ..૪-૧૦||
***
છે -
હવે દૃષ્ટિસંમોહસ્વરૂપ પાપવિકારનું સ્વરૂપ જણાવાય
गुणतस्तुल्ये तत्त्वे संज्ञाभेदागमान्यथादृष्टिः । भवति यतोऽसावधमो दोषः खलु दृष्टिसंमोहः ॥४- ११ ॥
“ઉપકારસ્વરૂપ ફલને આશ્રયી તત્ત્વ એકસરખું]
૧૩૦