________________
શમસ્વરૂપ શાંત પરિણતિમાં કોઈ પણ નિમિત્તને લઈને સામાન્ય ખજવાળ ઊપડે છે. એને દૂર કરવા કટુ વચનાદિનો પ્રયોગ કરવા વગેરે દ્વારા શમનું ઘર્ષણ થાય છે. પછી આનંદ થાય છે-સારું લાગે છે, આને જ ક્રોધકહૂતિ કહેવાય છે. પરિણામે પરિણતિ શિમપરિણતિ વિકૃત બને છે, જે ધર્મતત્ત્વને પામેલા માટે અપાયસ્વરૂપ છે. ધર્મતત્ત્વની સિદ્ધિને . જણાવનારું એ લક્ષણ નથી. ૪-લા
હવે ઉપર જણાવેલા વિષયતૃષ્ણા વગેરે વિશેષ પાપવિકારોમાંના વિષયતૃષ્ણાનું લક્ષણ-સ્વરૂપ જણાવાય છે
गम्यागम्यविभागं त्यक्त्वा सर्वत्र वर्तते जन्तुः । विषयेष्ववितृप्तात्मा यतो भृशं विषयतृष्णेयम् ॥४-१०॥
જેણીના કારણે ગમ્ય અને અગમ્ય એવા કોઈ પણ જાતના વિભાગનો વિચાર કર્યા વિના એ વિભાગનો ત્યાગ કરી વિષયોમાં તૃપ્તિ નહિ પામેલો એવો આત્મા અત્યંત પ્રવૃત્તિ કરે છે, તે આ વિષયતૃષ્ણા કહેવાય છે.”- આ પ્રમાણે દશમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર જણાવેલા પાપવિકારોમાં વિષયતૃષ્ણાસ્વરૂપ પાપનો વિકાર ખૂબ જ ખરાબ છે. એ વિષયતૃષ્ણાના કારણે ગમ્ય . વિવાયોગ્ય અને અગમ્ય [સેવવા અયોગ્ય] તેમ જ ભક્ષ્ય અને અભક્ષ્ય પેય અને અપેય તથા ઈચ્છનીય અને અનિચ્છનીય આવો કોઈ પણ પ્રકારનો વિભાગ કર્યા વિના એટલે કે ગમ્ય, ભક્ષ્ય વગેરેનું આસેવન અને અગમ્ય,