________________
ઉપર જણાવેલા ત્રણ અર્થ થાય છે. વિવેકના અભાવે બાલ જીવો અસત્ પ્રવૃત્તિને કરનારા હોય છે. આગમમાં જેનો નિષેધ કરાયો છે એવી પણ પ્રવૃત્તિ કોઈ કોઈ વાર કરે છે. અથવા તો પોતાની શક્તિ, દ્રવ્ય કે કાળ વગેરેની અનુકૂળતા હોવા છતાં સર્વદા પ્રવૃત્તિને કરતા નથી. મધ્યમબુદ્ધિવાળા મધ્યમ આચારવાળા હોય છે. આગમના રહસ્યને પામેલા ન હોવાથી મધ્યમબુદ્ધિવાળા જીવો પ્રવચનાનુસાર કાર્યમાં પ્રવર્તતા નથી. જ્યારે પંડિત પુરુષો તો આ પ્રવચનપ્રભાવક તત્ત્વમાર્ગમાં જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગનું અનુસરણ કરનારા હોય છે. આગમના નિરંતર પરિશીલનથી આગમના તાત્પર્યને સારી રીતે તેઓ સમજે છે. તેથી જ તેઓ સંસારથી પાર પામવા માટે સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ મોક્ષમાર્ગ સ્વરૂપ તત્ત્વમાર્ગના અનુસરણ વિના બીજો કોઈ જ માર્ગ નથી-એ નિશ્ચિતપણે જાણતા હોય છે. સંપૂર્ણપણે એ પરમતારક મોક્ષમાર્ગની પ્રાપ્તિ વહેલામાં વહેલી તકે થાય તો જ આ સંસારનો ઉચ્છેદ થાય-એનો ખ્યાલ કરી પંડિતજનો પોતાને અને પોતાના પરિચયમાં આવનાર આત્માઓને જ્ઞાન-દર્શન- . ચારિત્રની વૃદ્ધિ થાય એ માટે પ્રયત્નશીલ હોય છે. આથી સમજી શકાશે કે સામાન્યથી બાલ જીવો નિષિધકાર્યને કરનારા હોય છે. મધ્યમ જીવો વિશિષ્ટ વિવેકવાળા ન હોવાથી “આ ગુરુ છે અને આ લઘુ છે આવા જ્ઞાનથી થઈ શકનારાં જે કાર્ય છે તે કાર્યને નહિ આચરનારા અને સૂત્રના સામાન્યજ્ઞાનમાત્રથી કાર્ય કરનારા હોવાથી મધ્યમ કક્ષાના આચારવાળા હોય છે. જેમાં મહેનત વધારે હોય છે અને