________________
અનુષ્ઠાન ગમે તેટલું સારું જણાતું હોય તોપણ તે પરિણામે સારું નથી. .
આ રીતે ન્યાયપ્રાપ્ત અર્થના સદ્વ્યયથી વિવેકપૂર્વક પણ અનુષ્ઠાન કરનારા પુણ્યાત્માઓના પરિણામ કોઈવાર નષ્ટ થતા જોવાય છે; તેથી શ્રી જિનાલયને બંધાવનારા આત્માઓ વધતા પરિણામવાળા હોવા જોઈએ-એ પ્રમાણે “ીતાશય પદથી જણાવ્યું છે. આત્માની વિચિત્ર કર્મપરિણતિ વગેરે કારણે જીવની શુભપરિણામધારા દરેક વખતે સ્થિર રહેતી નથી. પરમતારક શ્રી જિનાલયના નિર્માણના વિષયમાં શરૂઆતમાં જે પરિણામ હોય છે તે પરિણામ પ્રતિદિન વધતા હોવા જોઈએ. આવા પરિણામથી બંધાવેલું શ્રી જિનમંદિર સ્વપરના પરમકલ્યાણનું કારણ બને છે. પ્રારંભમાં પરિણામ; સારામાં સારું કરવાનો હોય છે, પરંતુ પાછળથી ગમે તે કારણે એ કાર્ય પતાવવાના પરિણામ જાગે છે, જેથી લગભગ વેઠ ઉતારવા જેવું બને છે. આવું ન બને-એ માટે શ્રી જિનાલયનું નિર્માણ કરવાની ભાવનાવાળા આત્માઓ વધતા પરિણામવાળા હોવા જોઈએ-એમ જણાવ્યું છે. ગમે તે કારણ હોય પરંતુ કાર્યારંભ વખતનો ઉલ્લાસ કાર્યસમાપ્તિ વખતે લગભગ જણાતો નથી. ધનની મૂચ્છ ઊતરે અને ઔદાર્ય કેળવી લેવાય તો પરિણામની ધારા વધતી રહે. “ધન છે માટે વાપરવાનું નથી, ધન છોડવું છે માટે વાપરવાનું છે - આ સમજાય તો કાર્યારંભ વખતનો ઉલ્લાસ પડી નહિ જાય.
શ્રી જિનાલયનું નિર્માણકાર્ય કરનારા સુંદર-અનિંદનીય આચારવાળા હોવા જોઈએ. જો તેઓ સદાચારી ન હોય તો