________________
ઉપર જણાવ્યા મુજબ સિદ્ધિ'નું વર્ણન કરીને તેના ફળસ્વરૂપ વિનિયોગ નામના આશયનું વર્ણન કરાય છે
सिद्धेश्चोत्तरकाएँ विनियोगोऽवन्ध्यमेतदेतस्मिन् । सत्यन्वयसम्पत्त्या सुन्दरमिति तत्परं यावत् ॥३-११॥
સિદ્ધિનું ઉત્તર કાર્ય, વિનિયોગ' નામનો આશયવિશેષ જાણવો. આ વિનિયોગ નામનો આશય પ્રાપ્ત થયે છતે પૂર્વે સિદ્ધ થયેલા અહિંસાદિધર્મનો અન્વય-અવિચ્છેદ થતો હોવાથી તે તે ધર્મ અવધ્ય એટલે ચોક્કસ જ વિવક્ષિત એવા ફળનું મોક્ષનું કારણ બને છે, જે ક્રમે કરી સુંદર પરમોચ્ચકોટિનું બને છે.” આ પ્રમાણે અગિયારમી ગાથાનો સામાન્યાર્થ છે. | આશય એ છે કે-સિદ્ધિ પ્રાપ્ત થયા પછી થનારું કાર્ય વિનિયોગ નામના આશય તરીકે જાણવું. આ વિનિયોગને લઈને નિરન્તર અહિંસાદિ ધર્મની પ્રાપ્તિ થવાથી કાલાન્તરે તે અનુષ્ઠાન સુંદર અને સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત થાય છે, જેથી તે અનુષ્ઠાન અવધ્ય-સફળ-ચોક્કસ જ મોક્ષસ્વરૂપ ફળને આપનારું-બને છે, પણ નિષ્ફળ જતું નથી. આથી સમજી શકાશે કે વિનિયોગના કારણે અહિંસાદિસ્વરૂપ ધર્માનુષ્ઠાનનો અનેક જન્મોમાં સંક્રમ થવાથી શ્રેષ્ઠ કોટિના ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. આ રીતે પ્રકૃષ્ટ ધર્માનુષ્ઠાનની પ્રાપ્તિ પ્રત્યે વિનિયોગ કારણ બને છે. - ભાવાર્થ એ છે કે અહિંસાદિસ્વરૂપ ધર્મસ્થાનની પ્રાપ્તિ
સ્ટ બાદ સ્વ અને પરના ઉપકારનો વિચ્છેદ ન થાય-એ રીતે તે તે ધર્મનો વિનિયોગ-વ્યાપાર પ્રયત્ન કરવો જોઈએ. અહિંસાદિસ્વરૂપ ધર્મ વગેરે પોતાને જે રીતે પ્રાપ્ત થયું છે તેવું