SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રકાર પરમર્ષિઓએ જણાવ્યા છે. પોતપોતાની યોગ્યતાનુસાર તે તે ઉપાયોને આરાધી કાલક્રમે મુમુક્ષુ આત્માઓને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. કોઈ આત્મા વિલંબ વિના તે જ ભવે પરમપદને પ્રાપ્ત કરે છે. અને કોઈ આત્મા ભવાંતરે સ્વર્ગાદિને પ્રાપ્ત કરી પરમપદને પ્રાપ્ત કરે છે. એમાં સહકારી કારણોનો ભાવ અને અભાવે કામ કરે છે. આટલામાત્રથી એ લોકોએ સંસારસુખ માટે ધર્મ કર્યો હતો અને તેથી સંસારસુખ માટે પણ ધર્મ કરી શકાય છે.”ઈત્યાદિ જણાવવાનું ઉચિત નથી. એક જ આશયથી આરંભેલી પણ સાધના તથાવિધ સામગ્રીના અભાવે સિદ્ધિમાં વિલંબ કરે-એ સમજી શકાય છે. અન્યથા પરંપરાએ મોક્ષસાધક અનુષ્ઠાનો માત્ર અભ્યદયસાધક છે-એમ માનવાનો પ્રસંગ આવશે..ઈત્યાદિ બરાબર સમજી લેવું જોઈએ. શ્રી વીતરાગપરમાત્માના પરમતારક શાસનમાં આશયનું શું મહત્ત્વ છે, તે આપણે જાણીએ છીએ. ૧૦-૯ આ પૂર્વે વર્ણવેલાં ચાર અનુષ્ઠાનોમાં જે જે અનુષ્ઠાનમાં જે જે ક્ષમાધર્મનો સમાવેશ થાય છે-તે; પાંચ પ્રકારની ક્ષમાને આશ્રયીને જણાવાય છે –' उपकार्यपकारिविपाकवचनधर्मोत्तरा मता शान्तिः । आयद्वये त्रिभेदा घरमद्वितये द्विभेदेति ॥१०-१०॥ “ઉપકારી, અપકારી, વિપાક, વચન અને ધર્મ જેમાં પ્રધાન છે-એવી પાંચ પ્રકારની ક્ષમા છે. આ પાંચ પ્રકારની
SR No.005740
Book TitleShodshak Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2002
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy