________________
મંદબુદ્ધિવાળા આત્માઓના હિત માટે અને પોતાના સ્મરણ માટે, ભવવિરહમોક્ષની સિદ્ધિસ્વરૂપ ફળવાળા આ ભાવો દ્વાદશાગ્રીમાંથી સમુદ્ધર્યા છે.” આ પ્રમાણે સોળમી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે-શેષ આગમની અપેક્ષાએ સૂત્ર અને અર્થને આશ્રયીને જેનું વચન પ્રકૃષ્ટ [શ્રેષ્ઠ છે તેને પ્રવચન કહેવાય છે. તે દ્વાદશાર્ગી સ્વરૂપ પ્રવચનથી પૂર્વે પ્રરૂપેલા છે તે ભાવો કોઈ પણ જાતની વિપ્રતિપત્તિ વિના ઉદ્ઘત કર્યા છે. એનું પ્રયોજન પોતાનું અનુસ્મરણ છે અને વિસ્તારથી એ ભાવોનું અવગાહન કરવાની જેમનામાં બુદ્ધિની ક્ષમતા નથી એવા મંદબુદ્ધિવાળા જીવોનું હિત છે. પોતાના અનુસ્મરણ માટે અને મંદમતિજીવોના હિત માટે સમુદ્ભૂત એ ભાવો મોક્ષની સિદ્ધિ-પ્રાપ્તિ સ્વરૂપ ફળવાળા છે. [૧-૧ી .
- પ્રકરણના અંતે પૂર્વોક્ત ભાવાર્થના સમ્યજ્ઞાન માટે ઉપાય તરીકે બહુશ્રુત આત્માઓની ભક્તિને ગ્રંથકાર પરમર્ષિ જણાવે છે – - ઘર્મશ્રવણે પત્નઃ સતત હાર્યો વકૃતસવીરે |
हितकाङ्क्षिभिर्नृसिंहै वचनं ननु हारिभद्रमिदम् ॥१६-१७॥
હિતના અર્થી એવા ઉત્તમ પુરુષોએ બહુશ્રુત વ્યક્તિઓ પાસે ધર્મ સાંભળવાનો પ્રયત્ન સતત કરવો-આ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનું વચન છે.” આ પ્રમાણે સત્તરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય સ્પષ્ટ છે. દુર્ગતિમાં પડતા એવા આત્માને ધારી રાખે તે ધર્મ છે જે શ્રત અને ચારિત્ર સ્વરૂપ