________________
છે. એ ધર્મના શ્રવણને વિશે સતત આદર રાખવો જોઈએ. હિતની અભિલાષાવાળા ઉત્તમ પુરુષોએ પરમતારક ઘર્મનું પુણ્યશ્રવણ બહુશ્રુત મહાત્માઓના સનિધાને કરવું જોઈએ. આ પ્રાર્થનાસ્વરૂપ વચન પૂ.આ.ભ. શ્રી. હરિભદ્ર સૂ. મહારાજાનું છે કે, બહુશ્રુત મહાત્માઓની પાસે ધર્મ સાંભળવો.
અથવા આગમસ્વરૂપ એ વચન મનોહર છે અને કલ્યાણકારી છે. તેથી વચનોથી જણાવેલા ઘર્મના શ્રવણમાં જે પ્રયત્ન કરવાનો છે તે પ્રયત્ન બહુશ્રુત મહાત્માઓની પાસે જ કરવાનું કલ્યાણકારી છે. જે બહુશ્રુત નથી તેવાની પાસે ધર્મશ્રવણ પણ કરવાથી વિપરીત અર્થના ગ્રહણથી પાપનો સંભવ છે. તેથી ધર્મશ્રવણ પણ બહુશ્રુત મહાત્માઓની પાસે જ કરવું.
અથવા આ ગાથા ગ્રંથકારશ્રીને છોડીને બીજા કોઈ અનુયાયી મહાત્માએ બનાવી છે. ગ્રંથકાર પરમર્ષિની સ્તુતિ કરતાં તેઓશ્રી જણાવે છે કે પ્રકરણાન્તર્ગત ઘર્મસંબંધી આ વચન શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજાનું છે. તેથી ઘર્મશ્રવણમાં પ્રયત્ન બહુશ્રુત મહાત્માની પાસે જ કરવો. કારણ કે અબહુશ્રુતો તો શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજાનાં વચનો સમજાવી નહિ શકે- આ રીતે ગ્રંથકાર પરમર્ષિના વચનનું માહાત્મા દર્શાવવા પૂર્વક તેઓશ્રીની સ્તવના કરાઈ છે. /૧૬-૧૭
વિ ષોડશ છોડશમ્ II II થીષોડશમૂupપvi સમાધ્યમ્ II अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ||
xxxx -