________________
દીક્ષાના નિમિત્તત્વની સિદ્ધિ કર્યા વિના દીક્ષા-સ્વરૂપ નામાદિની સ્થાપનાનું દરેકનું સ્વતંત્ર રીતે ફળનું વર્ણન કરવા પૂર્વક નામાદિની સ્થાપનામાં પ્રયત્ન કરવો જોઈએ-એ આ નવમી ગાથા દ્વારા જણાવ્યું છે. કીર્ત્તિ પ્રશંસાવિશેષ છે. આરોગ્ય રોગરહિત અવસ્થા સ્વરૂપ છે. પૂર્વે ઉત્પન્ન થયેલા, જન્મથી જ થયેલા અથવા તો કોઈ પણ નિમિત્તે થનારા જે રોગ છે તેના અભાવને આરોગ્ય કહેવાય છે. ‘ધ્રુવ’ પદનો અર્થ આમ તો સ્થિર છે; પરંતુ અહીં એ ભાવપ્રધાન નિર્દેશ હોવાથી તેનો અર્થ સ્થિરતા છે. ભાવાચાર્યપણું વગેરે અહીં ‘પવ' શબ્દથી વિવક્ષિત છે. આ પૂર્વે [દીક્ષાગ્રહણ પૂર્વે] જે કીર્તિ, આરોગ્ય, ધ્રુવત્વ અને પદ પ્રાપ્ત થયાં ન હતાં તેની પ્રાપ્તિ અહીં સંપ્રાપ્તિ પદથી જણાવી છે. તેને અનુક્રમે નિયમે કરી જણાવનારા, નામાદિના ન્યાસ [સ્થાપના] છે. આ પ્રમાણે પૂજ્ય આચાર્યભગવંતો જણાવે છે. તેથી નામાદિની સ્થાપના કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. નામાદિના ન્યાસથી શિષ્યને અનુક્રમે કીર્ત્તિ, આરોગ્ય, સ્વૈર્ય અને ભાવાચાર્યાદિ પદની પ્રાપ્તિ થાય-એ માટે અત્યંત આદર ધારણ કરવો જોઈએ.
ગ્રંથનો આશય એ છે કે, જે નામ એના અર્થને અનુસરતું હોય તે નામના શ્રવણમાત્રથી જ તેના અર્થની પ્રતીતિ થવાથી વિદ્વાનોના તેમ જ સામાન્ય બુદ્ધિમાનોના મન પ્રસન્ન થાય છે અને તેથી તે નામના શિષ્યને કીર્તિ-પ્રશંસા પ્રાપ્ત થાય છે. જેમ સુધર્મસ્વામી, ભદ્રબાહુસ્વામી આદિ મહાત્માઓને તેઓશ્રીના નામ પ્રમાણે કીર્તિ પ્રાપ્ત થઈ હતી. સ્થાપના; અહીં રજોહરણ અને મુખવસ્તિકા[મુહપત્તી] વગેરે સાધુવેષને ધારણ કરવા સ્વરૂપ છે. તેથી તેવા વેષને ધારણ
૩૪૭