________________
કરવા દ્વારા ફળવિશેષનું કારણ બને છે. આ આશયથી જ વ્યવહારભાષ્યમાં જણાવ્યું છે કે-“સમગ્ર અલંકારથી અલંકૃત અને વાસ્તુ-શિલ્પશાસ્ત્રોક્ત લક્ષણોથી યુક્ત એવી પ્રતિમાને જોઈને જેમ મન આનંદને પામે તેમ નિર્જરા થાય-એમ જાણવું.'' બાહ્યવિશેષતા સર્વથા અનુપયોગિની હોય તો બાહ્યભાવને આશ્રયીને વ્યવહારભાષ્યમાં જણાવેલી એ વાત સંગત નહિ બને.. ૭-૧૨
***
ઉપર જણાવ્યા મુજબ આશયવિશેષના કારણે વિશિષ્ટ ફળ મળે છે. એમાં જે આશયવિશેષ પ્રશસ્ત હોવાથી વિશિષ્ટ ફળનું કારણ બને છે, તે આશયવિશેષ જણાવાય છે
आगमतन्त्रः सततं तंद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । चेष्टायां तत्स्मृतिमान् शस्तः खल्वाशयविशेषः ॥ ७-१३॥
“નિરંતર આગમને અનુસરનારો, આગમને અનુસરનારાઓ પ્રત્યેની ભક્તિ વગેરે લિંગોથી જણાતો અને તે તે કાર્ય કરતી વખતે આગમના સ્મરણથી યુક્ત જે આશય હોય છે તેને પ્રશસ્ત આશય કહેવાય છે.’-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે.
આશય એ છે કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલું કોઈ પણ અનુષ્ઠાન આશયવિશેષથી શુદ્ધ હોય તો જ તેનું ફળ મળે છે-એ સમજી શકાય છે. અનુષ્ઠાન આશયશુદ્ધ ત્યારે મનાય છે કે જ્યારે એ અનુષ્ઠાન આગમાનુસારી હોય છે. અનુષ્ઠાન કરતી વખતે; જે જે આત્માઓ આગમને
૨૨૧