________________
હોય છે. આ પાપના કારણે એ યોગની પ્રવૃત્તિ ભવાન્તરે યોગીઓના કુળમાં જન્મનો જ બાધ કરે છે. ઉદ્વેગના કારણે કરવી પડતી ક્રિયાઓના કરનારાને યોગીના કુળમાં જન્મ પ્રાપ્ત થતો નથી, પરિણામે યોગમાર્ગની પ્રાપ્તિ પણ થતી નથી. યોગની પ્રવૃત્તિ જ યોગમાં બાધા પહોંચાડે-એ કેટલું વિચિત્ર છે : એ સમજી શકાય છે. આવી વિચિત્ર પરિસ્થિતિ ઉદ્વેગના કારણે સર્જાય છે. ઉદ્વિગ્ન થયેલા-ક્રિયાને કરનારા-ને જન્માન્તરમાં યોગીઓનું કુળ પ્રાપ્ત થતું નથી - એ વાત યોગીજનો સારી રીતે માને છે. ૧૪-૫॥
***
હવે ક્ષેપ નામના દોષનું વર્ણન કરાય છે क्षेपेऽपि चाप्रबन्धादिष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः शालिरपि फलावहः पुंसः || १४-६॥
-
“ક્ષેપ નામનો દોષ હોતે છતે પણ યોગક્રિયાનું સાતત્ય ન હોવાથી તે ક્રિયા ક્યારે પણ ઈષ્ટફળની સિદ્ધિ માટે થતી નથી. વારંવાર ઉખેડવાથી ડાંગર પણ પુરુષોને ફળદાયી બનતી નથી.”-આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ જે ક્રિયા કરતા હોઈએ તેમાં વચ્ચે વચ્ચે બીજા કામમાં ચિત્તને જોડવું તેને ક્ષેપ નામનો દોષ કહેવાય છે. આ દોષના કારણે ચિત્તની પ્રબન્ધતા ક્રિયામાં ન રહેવાથી તે ક્રિયામાં સાતત્ય રહેતું નથી. ફળની પ્રાપ્તિ માટે જે ચિત્તની સ્થિરતા જોઈએ તે રહેતી નથી. તેના બદલે ચિત્ત શિથિલ-અસ્થિરમૂળવાળું બને છે. તેથી કોઈ
૩૮૭