________________
એ વખતે યોગી (ધ્યાન કરનાર)નું ચિત્ત પરમાત્માને વિશે સારી રીતે સ્થાપન કરાય છે. તત્ત્વ(પરમાત્મતત્ત્વ) જ્ઞાનના સંસ્કારથી કરાતું એ ધ્યાન; પરમાત્મતત્ત્વને પામેલા સિદ્ધ યોગીજનોના સ્મરણપૂર્વક કરાયેલું હોવાથી તે વિશુદ્ધિવાળું ધ્યાન; ઈષ્ટ(પરમપદ)ફળને પ્રાપ્ત કરાવનારું હોય છે. કારણ કે જે, જે કાર્યને વિશે સિદ્ધ છે; તેનું અનુસ્મરણ તે કાર્યની સિદ્ધિ માટે થાય છે. પરમાત્મસ્વરૂપને પામેલા સિદ્ધયોગીનું સ્મરણ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે કારણ બને છે. આગમનું અનુસરણ; પરમાત્મામાં ચિત્તનો વિન્યાસ; તત્ત્વજ્ઞાનના સંસ્કાર અને સિદ્ધયોગીનું સ્મરણ - આ ચારના કારણે પરમાત્માનું ધ્યાન ધ્યાતાને પરમપદસ્વરૂપ ઈષ્ટફળને આપનારું બને છે. અને આવા પ્રકારના વિશુદ્ધ ધ્યાન દ્વારા આત્માના પરમાત્મસ્વરૂપના આવિર્ભાવ માટે આપણે પ્રયત્નશીલ બની રહીએ એ જ એકની એક સદા માટેની શુભાભિલાષા. II૧૪-૧૬
છે તિ ચતુર્દશ વોડશમ્ |
अथ पञ्चदशं षोडशकं प्रारभ्यते । આ પૂર્વે ધ્યાનનું વર્ણન કર્યું હવે ધ્યાનના વિષયભૂત ધ્યેયના સ્વરૂપનું વર્ણન કરાય છે –
सर्वजगद्वितमनुपममतिशयसन्दोहमृद्धिसंयुक्तम् । ध्येयं जिनेन्द्ररूपं सदसि गदत् तत्परं चैव ॥१५-१॥ “સકલ વિશ્વના હિતને કરનારું, અનુપમ, અતિશયોના