________________
ઊહાદિરહિત પ્રથમ શ્રુતમય જ્ઞાન હોય છે. મધ્યમ ચિંતામય જ્ઞાન ઊહાદિસહિત હોય છે અને ચરમભાવનામય જ્ઞાન હિતકર હોય છે. શ્રુતમયાદિ ત્રણ જ્ઞાનને છોડીને અન્ય જે બોધ છે તે મોહના કારણે થતો હોવાથી વિપર્યય સ્વરૂપ હોય છે.” આ પ્રમાણે છઠ્ઠી ગાથાનો અક્ષરાર્થ છે.
1. આશય એ છે કે; શુશ્રુષાના કારણે શ્રવણાદિ દ્વારા બોધનો પ્રવાહ વહે છે. તે બોધ ત્રણ પ્રકારનો છે. એમાં પ્રથમ જે શ્રતમય બોધ છે તે ઊહ અને અપોહ વગેરેથી રહિત હોય છે. કોઈ પણ વાક્ય સાંભળવામાત્રથી જે અર્થ પ્રતીત થાય છે તે અંગે વાસ્તવિક નિર્ણય થાય એ માટે કરાતી વિચારણાને ઊહ કહેવાય છે. એ વિચારણા વખતે જણાતા વિષયમાં જે જે ધર્મ નથી તે તે ધર્મને દૂર કરવા માટે જે વિચારણા કરાય છે તેને અપોહ કહેવાય છે. ઊહાપોહાદિથી રહિત શ્રમયજ્ઞાન હોય છે. ચિંતામયજ્ઞાન ઊહાપોહાદિથી સહિત હોય છે. ભાવનામય જ્ઞાન હિત કરવાના ફળવાળું હોય છે અર્થાત્ તે એકાંતે હિતને કરનારું બને છે. શ્રુતજ્ઞાનાદિનું સ્વરૂપ હવે પછીની ગાથાઓથી વર્ણવાશે. આ ત્રણ જ્ઞાનથી ભિન્ન જે જ્ઞાન છે; તે વિપર્યયમિથ્યાજ્ઞાન સ્વરૂપ છે. કારણ કે તે જ્ઞાન મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી થયેલું હોય છે. તેથી તેવા જ્ઞાનને ખરી રીતે બોઘ સ્વરૂપ જ મનાતું નથી. ૧૧-દા
ત્રણ પ્રકારના જ્ઞાનમાંના કૃતમય જ્ઞાનનું સ્વરૂપ વર્ણવાય છે – .