________________
वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्याभिनिवेशरहितमलम् ॥११-७॥ .
વાક્યાર્થમાત્ર જેનો વિષય છે અને જે મિથ્યા અભિનિવેશથી સારી રીતે રહિત છે; એવું કોઠીમાં રહેલા બીજજેવું જે જ્ઞાન છે, તે શ્રુતજ્ઞાન છે.”-આ પ્રમાણે સાતમી તે ગાથાનો અર્થ છે. આ ગાથાનો આશય સમજતાં પૂર્વે એ સમજી લેવું જોઈએ કે શુશ્રૂષાના કારણે થનારાં ત્રણ જ્ઞાનમાંના પ્રથમ ‘શ્રુતમય જ્ઞાન'નું અહીં નિરૂપણ કરાયું છે. મોહના કારણે ઉત્પન્ન થનારા અબોધસ્વરૂપ જ્ઞાનનું [વિપર્યયનું] અહીં નિરૂપણ નથી. અબોધ-સ્વરૂપ જ્ઞાનથી શ્રુતજ્ઞાનાદિની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વની મંદતાદિના પ્રભાવે શ્રુતજ્ઞાનાદિત્રયની પ્રાપ્તિ થતી હોય છે. અનુક્રમે એ ત્રણનું અહીં નિરૂપણ શરૂ કરાયું છે.
એમાં જે જ્ઞાન વાક્યાર્થમાત્રનું જ અવગાહન કરે છે, તે શ્રુતજ્ઞાન છે. સ્વપર [સકલ] શાસ્ત્રમાં રહેલા કોઈ પણ વચનનો જે વિરોધી ન હોય એવા અર્થનો નિર્ણય કરાવનાર વચનને અહીં વાક્ય કહેવાય છે. 7 હિંસ્યાત્ સર્વભૂતાનિ [કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી]; નામૃત વહેતુ [અસત્ય બોલવું નહિ]...ઈત્યાદિ વાક્યો સકલશાસ્રના અવિરોધી અર્થને જણાવનારાં છે. એ વાક્યના અર્થમાત્રનું અવગાહન શ્રુતમયજ્ઞાનથી થાય છે. પ્રમાણ અને નયની અપેક્ષાએ આ જ્ઞાનમાં એ વાક્યાર્થની વિચારણા નથી. માત્ર યથાશ્રુત વાક્યાર્થનું જ અહીં જ્ઞાન છે. પરસ્પર જુદા જુદા વિષયને જણાવનારા શાસ્ત્રના અવયવ[અંગ]ભૂત પદમાત્રથી જણાતા
૩૧૬
.