________________
અર્થને જણાવનારું આ જ્ઞાન નથી. કારણ કે તે જ્ઞાન સંશયસ્વરૂપ હોવાથી અજ્ઞાન છે અને આ કૃતમય જ્ઞાન જ્ઞાનસ્વરૂપે છે.
લોઢું કે માટી વગેરેથી બનાવેલી કોઠીમાં પડેલા બીજની જેમ આ શ્રુતમય જ્ઞાન છે. કોઠીમાં રહેલું બીજ અનાજ ન હોવા છતાં તેમાં અનાજ પ્રાપ્ત કરાવવાની જેમ યોગ્યતા છે; તેમ આ કૃતમય જ્ઞાનમાં ભાવનામય જ્ઞાનને પ્રાપ્ત કરાવવાની યોગ્યતા છે. તેથી તેને કોઠીમાં રહેલા બીજની ઉપમા આપી છે. આ શ્રુતમયજ્ઞાન મિથ્યા અભિનિવેશ[આ આમ જ છે-એવા અસદ્ગહથી સારી રીતે મુક્ત છે. કારણ કે શ્રુતમયજ્ઞાનથી જે પદાર્થમાત્રનું જ્ઞાન થયું છે, તેનાથી જણાતી કોઈ પણ અનુપપત્તિનું પૂર્વાપર અસંગતિનું નિરાકરણ કરવાની મુખ્યતા રહેલી છે. જે સમજાયું છે તે બરાબર જ છે એવી જાતનો કોઈ અભિનિવેશ આ જ્ઞાનમાં નથી. યથાશ્રુત વાક્યના શ્રવણમાત્રથી જે પદાર્થજ્ઞાન થાય ત્યાં એટલામાત્રથી થોડી વિચારણાદિ કરવાથી થોડી-ઘણી અસદ્ગતિ તો જણાય. પરંતુ તે વખતે જે સમજાયું છે તે જ બરાબર... ઈત્યાદિ અસગ્ગહ ન હોવાથી શ્રુતમય જ્ઞાનની ઉત્તરક્ષણમાં ચિંતામય અને ભાવનામય જ્ઞાનના આવિર્ભાવ માટે અવકાશ રહે છે. અન્યથા એવો અવકાશ ન રહે તો શ્રુતમયજ્ઞાનને જ્ઞાન માનવાના બદલે અજ્ઞાન - અબોધ માનવાનો પ્રસન્ગ આવશે. ./૧૧-ાા,
હવે ચિંતામયજ્ઞાનનું સ્વરૂપ જણાવાય છે