________________
આ શક્કાના સમાધાનમાં દ્વેષ ન કરવાનું જણાવાય છે— तत्रापि च न द्वेषः कार्यो विषयस्तु यत्नतो मृग्यः । तस्यापि न सवचनं सर्वं यत्प्रवचनादन्यत् ॥ १६-१३॥
“મૂલાગમના એકદેશભૂત આગમાન્તરમાં પણ દ્વેષ કરવો નહિ. પરંતુ તેના વિષયને પ્રયત્નપૂર્વક વિચારવો. તેના પણ બધાં સચનો પ્રવચનથી ભિન્ન નથી.’-આ પ્રમાણે તેરમી ગાથાનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે મૂલાગમના એકદેશભૂત આગમાન્તરમાં પણ દ્વેષ કર્યા વિના તેના વિષયનું અન્વેષણ પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. તેના અર્થની અનુપપત્તિના પરિહાર માટે પૂરતો પ્રયત્ન કરવો. કારણ કે ગુણરસિક મહાત્માઓ બીજાના વચનની અનુપપત્તિનો પરિહાર કરવામાં તત્પરસ્વભાવવાળા હોય છે.
યપિ આ રીતે જ જો પ્રયત્ન કરવાનો હોય તો તેમના બધાં જ વચનોને પ્રમાણ માની લેવાં જોઈએ. પરંતુ તે આગમાન્તરનાં બધાં જ વચનો સત્-પ્રમાણભૂત નથી. જે પ્રવચનથી[મૂલાગમથી] અન્ય છે, તે પ્રમાણભૂત નથી. પરંતુ જે મૂલાગમને અનુસરનારાં છે તે સદ્ જ છે અર્થાત્ પ્રમાણભૂત છે. તેથી તેમનાં બધાં વચનોને પ્રમાણભૂત માની શકાશે નહિ.
ઉપર જણાવ્યા મુજબ આગમાન્તરમાં દ્વેષ કર્યા વિના તેના વિષયની અનુપપત્તિના પરિહાર માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એ શક્ય નથી. કારણ કે ઉપપત્ન અર્થના વચનની અનુપપત્તિની શકાનો પરિહાર વસ્તુતઃ કરવાનો છે. સર્વથા અનુપપન્ન અર્થમાં તો એ કરવાનું નથી.
૪૪૧