________________
છે. બીજું સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી. તે પરતત્ત્વ જ પરમાત્મસ્વરૂપ પર બમ મનાય છે. કારણ કે એના સિવાય બીજું કોઈ બૃહત્તમ નથી. પર બર્મને છોડીને બીજા સંસારીઓનું સ્વરૂપ અપરબ્રહ્મ છે.
આ પરતત્ત્વવિષયક જ્ઞાનવિશેષ સ્વરૂપ અનાલંબન યોગ કે જે લોક અને લોકોત્તર શાસનમાં સુંદર તરીકે સર્વ જગતમાં પ્રસિદ્ધ છે, તે પણ તેના પરતત્ત્વવિષયકત્વના સંબંધના કારણે છે. આથી આ પરતત્ત્વની પ્રશંસા થાય છે. ૧૫-૭.
આ નિરાલંબનઅનાલમ્બન) યોગ ક્યો છે અને કેટલો કાળ એ હોય છે ? આ જિજ્ઞાસામાં જણાવાય છે–
सामर्थ्ययोगतो या तत्र दिदृक्षेत्यसङ्गशक्त्याढ्या । सानालम्बनयोगः प्रोक्तस्तदर्शनं यावत् ॥१५-८॥
સામર્થ્યયોગના કારણે અસગશક્તિથી પરિપૂર્ણ એવી; પરતત્ત્વદર્શન થાય ત્યાં સુધી જે પરતત્ત્વ જોવાની ઈચ્છા છે તે અનાલંબનયોગ છે.” આ પ્રમાણે આઠમી ગાથાનો અર્થ છે. તેનું તાત્પર્ય એ છે કે-“શાસે જેનો ઉપાય બતાવ્યો છે અને શક્તિ-સામર્થ્યના ઉક[માત્રાતિશયથી વિશેષ રીતે શાસ્ત્રના વિષયથી જે અતિક્રાન્ત છે; તે આ સામર્થ્યનામનો ઉત્તમ યોગ છે.” આ પ્રમાણે જેનું સ્વરૂપ વર્ણવાયું છે તે સામર્થ્યયોગ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ ક્ષપકશ્રેણીમાં બીજા અપૂર્વકરણ પ્રસંગે પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વખતે જે અપૂર્વકરણ હોય છે તે પ્રથમ અપૂર્વકરણ પ્રથમગુણસ્થાનકે