________________
વિઘ્નજયથી સહિત હોય છે. આ ત્રણ પ્રકારના વિઘ્નજયને દૃષ્ટાન્તથી વર્ણવતાં .ગાથાનાં છેલ્લાં બે પદોથી જણાવ્યું છે કે—માર્ગમાં પ્રવર્તેલા પુરુષને જેમ કંટકવિઘ્નજય, જ્વરવિઘ્નજય અને મોહવિઘ્નજય હોય છે તેમ અહીં મોક્ષમાર્ગમાં પ્રવર્તેલા ધર્માત્માને કંટક-વિદન-જયસમાન હીનવિઘ્નજય; જ્વરવિઘ્નજયસમાન મધ્યમવિઘ્નજય અને મોહવિઘ્નજયસમાન ઉત્કૃષ્ટવિઘ્નજય હોય છે.
કહેવાનો આશય એ છે કે - કોઈ એક પુરુષ કોઈ કાર્યપ્રસંગે ઈષ્ટસ્થાને જવા માટે માર્ગે પ્રવૃત્ત થયો હોય ત્યારે કાંટાળા તે માર્ગમાં તેને સરળતાથી જવામાં કાંટાનું વિઘ્ન ઉત્પન્ન થાય છે. જો તે વિઘ્ન ન હોય તો ઈષ્ટ સ્થાને આકુલતા વિના જઈ શકે છે. આવી જ રીતે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત મુમુક્ષુજનને કાંટાના વિઘ્નના જયસમાન પહેલો હીનવિઘ્નનજય પ્રાપ્ત થાય છે. અહીં મોક્ષમાર્ગે પ્રવૃત્ત થયેલા મુમુક્ષુને ધર્મસ્થાન સ્થિતિ]માં વિઘ્નનાં કારણ શીત, ઉષ્ણ વગેરે બધા જ પ્રતિકૂલ પરીષહો કાંટાજેવાં વિઘ્ન છે. એ વિઘ્નોથી પીડાયેલાને; તે ધર્મનો અર્થી હોવા છતાં ધર્મની પ્રવૃત્તિ આકુલતા વિના કરવાનું શક્ય બનતું નથી. તેથી એ વિઘ્નને આધીન બન્યા વિના ગમે તે રીતે ધર્મની પ્રવૃત્તિ આકુલતા વિના ચાલુ રહે - એ જોવું જોઈએ. આને જ પ્રથમ હીનવિઘ્નજય કહેવાય છે. વિઘ્નનો જય કરવાના પરિણામવિશેષને જ અહીં વિઘ્નજય કહેવાય છે. બાહ્યકંટકવિઘ્નજયના દૃષ્ટાન્તથી તે અહીં જણાવાયો છે.
ઉપર જણાવ્યા મુજબ માર્ગમાં પ્રવૃત્ત થયેલાને જ્યારે
૯૫