________________
હોય છે. પાપના ઉપાર્જનના ત્રણ પ્રકારને “ગિરિ' કહેવાય છે. કોઈ પણ સાધ્વાચાર એ ત્રિકોટિથી શુદ્ધ રિહિત]જ વિહિત છે. * બીજી રીતિએ વિચારીએ તો-શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલું સમગ્ર પ્રવચન પૂ. સાધુ-ભગવન્તોના આચારનો વિષય છે. તેથી સમસ્ત-આઠ પ્રવચનની માતાઓના પાલન સ્વરૂપ સાધ્વાચાર પરમતારક પ્રવચનસ્વરૂપ છે. શ્રી વિતરાગ પરમાત્માના પરમતારક વચનસ્વરૂપ એ પ્રવચન; કષ, છેદ અને તાપથી પરિશુદ્ધ હોય છે. શ્રી ધર્મબિંદુ વગેરે ગ્રન્થમાં કષ, છેદ અને તાપનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે. જે ગ્રન્થમાં પૂરતા પ્રમાણમાં વિધાનો અને નિષેધો ઉપલબ્ધ હોય છે-એ ગ્રન્થ [દર્શન, પ્રવચન, આગમને કષશુદ્ધ કહેવાય છે. એ વિધિ અને નિષેધના પાલનાદિ માટે ઉચિત રીતે ઉપાયો જેમાં બતાવ્યા હોય છેતે ગ્રન્થને છેદશુદ્ધ કહેવાય છે અને તે તે ઉપાયોના સેવનાદિથી જે મોક્ષ વગેરે ફળ પ્રાપ્ત થાય છે-એ ફળ વાસ્તવિક રીતે સંગત થાય એ માટે આત્મા વગેરેનું વાસ્તવિક સ્વરૂપ જે ગ્રન્થમાં વર્ણવ્યું હોય તે ગ્રન્થ તાપશુદ્ધ કહેવાય છે. - આશય એ છે કે દરેક દર્શનકાર પોતપોતાના ગ્રન્થને પરમસત્ય અને નિર્દોષ જણાવતા હોય છે. આગમને પ્રમાણ માનનારા પોતાના આગમને પ્રમાણ માને, બીજાના આગમને પ્રમાણ ન માને - એ સમજી શકાય છે. આવા વખતે મુમુક્ષુ - આત્માઓનું કર્તવ્ય છે કે આગમની પરીક્ષા કરી તેના