________________
છતાં તે સુખની અસારતા તેમ જ કાદાચિત્કતાસદાને માટે ન રહેવું તે]ના કારણે તે સુખમાં જે ઉપેક્ષા છે તે નિર્વેદસારા નામની ત્રીજી ઉપેક્ષાભાવના છે.
તત્ત્વ એટલે વસ્તુસ્વભાવ-એ છે સારભૂત જેમાં એવી ઉપેક્ષાભાવનાને ચોથી તત્ત્વસારા નામની ઉપેક્ષાભાવના કહેવાય છે. રમણીય કે અરમણીય એવી જીવ અને અજીવ સ્વરૂપ વસ્તુમાં પરમાર્થથી રાગ કે દ્વેષને ઉત્પન્ન કરવાનું કોઈ સામર્થ્ય નથી. એ વસ્તુને પામી એમાં રાગ કે દ્વેષ જાગે છે તેનું કારણ મોવિકારના કારણે ઉત્પન્ન થયેલો આપણો પોતાનો દોષ જ છે. જીવાજીવાદિ વસ્તુઓ તો પોતાના સ્વરૂપમાં જ વ્યવસ્થિત છે. આપણા રાગદ્વેષની પરિણતિમાં એ વસ્તુઓનો કોઈ દોષ નથી. એ વસ્તુમાં સુખદુઃખની કારણતા નથી. આ પ્રમાણેના પરિભાવનથી વસ્તુમાત્રમાં જે માધ્યસ્થ્ય-ઉપેક્ષા સેવાય છે તેને તત્ત્વસારા ઉપેક્ષાભાવના કહેવાય છે. નિર્વેદના અભાવમાં પણ આ ભાવના હોય છે. માત્ર બાહ્ય સ્વિભિન્ન પર] અર્થના પરિભાવનથી જ આ ભાવનાનો આવિર્ભાવ થાય છે. ૧૩-૧૦
***
ઉપર જણાવેલી મૈત્રી વગેરે ભાવનાઓ કેવા આત્માઓને પરિણમે છે-તે જણાવાય છે
-
एताः खल्वभ्यासात् क्रमेण वचनानुसारिणां पुंसाम् । सद्वृत्तानां सततं श्राद्धानां परिणमन्त्युच्चैः ॥१३-११॥ગાથાર્થ સ્પષ્ટ છે કે પૂર્વે વર્ણવેલી મૈત્રી, પ્રમોદ, કરુણા
૩૭૨