________________
પ્રતિભાસ થવા છતાં તે વખતે હેય-ઉપાદેયનો વિભાગ જણાતો નથી. તેથી હેય અને ઉપાદેયતાને વિષય બનાવ્યા વિનાનું એ જ્ઞાન માત્ર વિષયપ્રતિભાસી છે, જે અજ્ઞાનાવરણીય મિથ્યાત્વ-સહચરિત જ્ઞાનાવરણીય] કર્મના ક્ષયોપશમથી થાય છે. જ્યારે આત્મપરિણામવાળું જ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. આવા વિષયપ્રતિભાસાખ્ય જ્ઞાનથી ભિન્ન આત્મ-પરિણતિમદ્ જ્ઞાન છે. આ જ્ઞાન ભવ [સંસાર] સ્વરૂપ રોગનો ઉચ્છેદ કરતું હોવાથી સુંદર ઔષધ સ્વરૂપ છે. આવી આત્મપરિણતિવાળા જ્ઞાનની ઉપસ્થિતિ વખતે ચારિત્રમોહનીયાદિ કર્મના ઉદયને લઈને મોક્ષના સાધન ચારિત્રમાં પ્રતિબંધ-વિઘ્ન થાય તોપણ તેમાં [ચારિત્રમાં] શ્રદ્ધા, બહુમાન વગેરે હોવાથી બીજો કોઈ અપાય થતો ન હોવાથી તે ઔષધ [આગમવચનનો પરિણામ નિર્દોષ છે. સારું પણ ઔષધ જો અપાયનું કારણ બને તો તે નિર્દોષ કહેવાય નહિ-એ સમજી શકાય છે.
આ રીતે ઉપર જણાવેલું આગમવચન પરિણામ પામ્યું છતે શ્રેષ્ઠ કોટિનો સદ્બોધ વિરતિસ્વરૂપ સદનુષ્ઠાનનો હેતુ બને છે. ‘તત્ત્વસંવેદન' નામનાં પ્રકાશ-જ્ઞાનસ્વરૂપ આ સદ્બોધ સાનના આવરણભૂત કર્મના હ્રાસથી પ્રગટે છે. એ, શુદ્ધ ઉપાદેયતા અને હેયતાદિ વિષયનું અવગાહન કરતો હોવાથી સર્વથા પાપથી વિરામ પામવા સ્વરૂપ વિરતિચારિત્રનું કારણ બને છે. આથી સમજી શકાશે કે મોક્ષસ્વરૂપ ફળના કારણસ્વરૂપ વિરતિનું-સદનુષ્ઠાનનું કારણ હોવાથી ઉપર જણાવ્યા મુજબ આગમવચનના પરિણામની મુખ્યતા
૧૫૭