________________
હોવા છતાં કુભક્ત[ખરાબ અન્નના રસને તુરત જ છોડી દઈને સારી રીતે અમૃતને જ ઈચ્છે છે.
આશય એ છે કે વર્ષોથી નિરંતર જે માણસ ખરાબ અન્નથી લાલન-પાલજ કરાયેલો છે તેને નિરંતર ખરાબ જ સંસ્કાર પડેલા છે. ગાથામાં “વહુવારુ”-આ પ્રમાણે દ્વિતીયા વિભક્તિનો નિર્દેશ કરીને ખરાબ સંસ્કારોની નિરંતરતા જણાવી છે. આવો પણ માણસ જ્યારે પણ અમૃતરસનો જાણકાર, બની અમૃતરસની પ્રાપ્તિના ઉપાયને સાંભળે છે ત્યારે તે ક્ષણે જ ખરાબ અનના રસનો ત્યાગ કરી દેવતાઓના ભોજનરૂપે પ્રસિદ્ધ એવા અમૃતને જ સારી રીતે ઈચ્છે છે, જે સર્વસિસંપન હોવાથી અત્યંત સ્પૃહણીય હોય છે. તેના આસ્વાદ માટે બીજા કોઈ જ દ્રવ્યની અપેક્ષા ન હોવાથી તે અમૃતમાં નિરુપાધિ-સ્પૃહણીયતા હોય છે.. li૩-૧૪
ઉપર જણાવ્યા મુજબ દૃષ્ટાંતને જણાવીને પ્રકૃતિ વિષયમાં સંગત કરતાં ફરમાવ્યું છે કે -
एवं त्वपूर्वकरणात् सम्यक्त्वामृतरसज्ञ इह जीवः । चिरकालासेवितमपि न जातु बहुमन्यते पापम् ॥३-१५॥
આવી રીતે [ઉપર જણાવેલા દૃષ્ટાંતની રીતે] અપૂર્વકરણ સ્વરૂપ આત્મપરિણામના કારણે સમ્યક્ત-સ્વરૂપ અમૃતરસનો જ્ઞાતા એવો જીવ અહીં લાંબા કાળથી સેવેલા પણ પાપનું ક્યારે પણ બહુમાન કરતો નથી.” આ પ્રમાણે સામાન્ય ગાથાર્થ છે. આશય એ છે કે અપૂર્વકરણ સ્વરૂપ