________________
આત્મપરિણામના અચિનન્ય સામર્થ્યથી રાગ-દ્વેષની તીવ્રપરિણતિસ્વરૂપ ગ્રન્થિ ભેદાય છે. એના યોગે જે જીવે સમ્યગ્દર્શન સ્વરૂપ અમૃતરસનો અનુભવ કર્યો છે તે સમ્યક્તઅમૃતરસના જાણકાર પુણ્યાત્માને; લાંબા કાળથી સારી રીતે સેવેલા પણ મિથ્યાત્વમોહનીય વગેરે પાપ પ્રત્યે ઉત્કટ ઈચ્છા સ્વરૂપ બહુમાન થતું નથી. તેમ જ પાપના કારણે થનારા પ્રવચનના ઉપઘાતાદિ કાર્ય પ્રત્યે પણ તેવું બહુમાન થતું નથી. અહીં, દૃષ્ટાંતમાં જણાવેલા કુભક્તરસજેવું મિથ્યાત્વમોહનીય વગેરે પાપ છે. અને અમૃતરસાસ્વાદ-જેવો તેવા પ્રકારનો સમ્યગુદર્શનાદિ સ્વરૂપ આત્માનો ભાવપરિણામ જાણવો. | મુમુક્ષુ આત્માઓએ એ યાદ રાખવાની જરૂર છે કે પાપ તરીકે અહીં મિથ્યાત્વમોહનીય વગેરેને જણાવ્યું છે. રાગ - દ્વેષની તીવ્રપરિણતિસ્વરૂપ ગ્રન્થિના કારણે મિથ્યાત્વમોહનીયસ્વરૂપ પાપનો નાશ થતો નથી. અનાદિકાળથી ચારગતિમય આ સંસારમાં પરિભ્રમણનું જો કોઈ કારણ હોય તો તે રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ છે. શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ સ્વરૂપ આત્મપરિણામથી એ ગ્રન્થિને જાણીને અપૂર્વકરણ સ્વરૂપ આત્મપરિણામના અચિજ્ય સામર્થ્યથી અનાદિકાળની રાગલેષની તીવ્ર પરિણતિ ભેદાય છે. ગ્રન્થિભેદ વિના અથવા તો તે ભેદવાના લક્ષ્ય વિના કોઈ પણ ધર્માનુષ્ઠાન મોક્ષસાધક બનતું નથી. ધર્માનુષ્ઠાનો પાછળનો એ આશય આજે લગભગ વીસરાયો છે. મોક્ષસાધક યોગો અસંખ્ય છે. પરન્તુ એ બોલતાં પહેલાં એ યાદ રાખવાની જરૂર છે કે અસંખ્ય