________________
ભાવસંપન્નતાનું મહત્ત્વ ઘણું છે, જેની અત્યારે ઘોર ઉપેક્ષા સેવાય છે. પરમાત્માની સર્વોત્કૃષ્ટપકારિતાનો યથાર્થ રીતે ખ્યાલ આવે તો ભાવ આવ્યા વિના નહીં રહે. સામાન્ય કોટિનો પણ ઉપકાર કરનારા પ્રત્યે જો અહોભાવ આવતો હોય તો સર્વોત્કૃષ્ટ ઉપકાર કરનારા પરમાત્માની પ્રત્યે ભાવ ન આવવાનું કોઈ જ કારણ નથી. - છેલ્લી નિર્વાણસાધની પૂજામાં તે પૂજાને કરનારા પુણ્યાત્માઓ ત્રણ લોકમાં જે સારામાં સારી વસ્તુ છે, તેને પ્રાપ્ત કરી તેનાથી પૂજા કરવાની ભાવનાવાળા હોય છે. આ લોકમાં જે ઉત્તમોત્તમ દ્રવ્ય છે તેનાથી તો તેઓ દરરોજ પૂજા કરતા હોય છે. પરંતુ ત્રણ લોકમાં સુંદર એવા નંદનવન વગેરે સ્થાને પ્રાપ્ત થતાં પારિજાતનાં પુષ્પો વગેરે દ્રવ્યને તેઓ મનથી પ્રાપ્ત કરે છે. અપ્રશસ્તમાર્ગમાં વિષયોનું સંપાદન મનથી કરવાનું આપણા માટે પ્રસિદ્ધ છે. જે મળ્યું છે એને સારામાં સારું માનીને ઉપયોગમાં લઈને પરમતૃપ્તિનો અનુભવ કરવાનું કાર્ય લગભગ દરરોજનું છે. ઈદ્રાદિ દેવો વગેરે પરમાત્માની પૂજા માટે જેવાં દ્રવ્યો વાપરે છે એવાં દ્રવ્યોના અભાવમાં મનથી જ એ દ્રવ્યોની કલ્પના કરીને ઉપલભ્ય ઉત્તમોત્તમ દ્રવ્યથી “મનોયોગસારા” પૂજા કરાય છે. આવી પૂજાને કરનારા પુણ્યાત્માઓ “પવિત્રગુણાવિયોગસારસંત્રિમથી પર' હોય છે. આશય એ છે કે ત્રીજી-છેલ્લી નિર્વાણ સાધની પૂજા કરનારા બરાબર સમજે છે કે સમગ્ર ગુણોથી અધિક શ્રેિષ્ઠી પરમાત્મસ્વરૂપ સબ્રહ્મ છે તેમ જ અજરામરત્વસ્વરૂપ એ પરમાત્મસ્વરૂપ હોવાથી સદ્યોગ