________________
કર્યો ન હોત તો ચાલત, પરંતુ પૂર્વાચાર્યભગવન્તાદિએ કરેલું એ નિરૂપણ વિસ્તૃત હોવાથી પ્રકરણકારશ્રીએ અહીં સંક્ષેપથી નિરૂપણ કરવા માટે પ્રયત્ન કર્યો છે. આ રીતે સંક્ષેપથી નિરૂપણ કરવા સ્વરૂપ પ્રયોજન ગાથામાં સમાન આ પદથી સ્પષ્ટ કર્યું છે. સંક્ષિપ્તરુચિવાળા જીવો માટે આ પ્રકરણ ખૂબ જ ઉપકારક છે. ૧-૧
પહેલી ગાથામાં વર્ણવેલાં સધર્મપરીક્ષકના ત્રણ પ્રકારની પ્રવૃત્તિને જણાવવા દ્વારા તેમનું નિરૂપણ કરતાં જણાવ્યું છે કે -
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥१-२॥
ગાથાનો શબ્દાર્થ સ્પષ્ટ છે. આશય એ છે કે સદ્દધર્મની પરીક્ષા કરનારા જીવો ત્રણ પ્રકારના છે. બાલ, મધ્યમ અને પંડિત-આ ત્રણ પ્રકારના સદ્ધર્મપરીક્ષકોમાં જે બાલ જીવો છે તેઓ સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે મુખ્યપણે બાહ્યવેષને-આકારને જુએ છે. ઘર્મના અર્થી હોવા છતાં સદ્ધર્મની પરીક્ષા કરતી વખતે તેઓ બાહ્ય વેષને જ મુખ્ય ગણે છે. કારણ કે તેમનામાં બાહ્ય આચારાદિ અને આભ્યન્તર પરિણતિ-એ બંનેમાં જે અંતર છે, એ સમજવા માટે આવશ્યક એવો વિવેક હોતો નથી. બાલ જીવોને, ધર્મના અર્થી હોવા છતાં વિવેકનિકલ અહીં ગણાવ્યા છે. સંસારસુખના અર્થી તરીકે બાલ જીવોને અહીં વર્ણવ્યા નથી. સંસારસમુદ્રથી પાર ઊતરવા કે ઉતારવાદિ માટે પ્રયત્નશીલ બની સધર્મની