Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
Catalog link: https://jainqq.org/explore/002136/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ उत्तराध्ययन सूत्र एक परिशीलन થયેની એક પરિશીલના अनुवादक लेखक प्रो. अरुण शांतिलाल जोशी डॉ. सुदर्शन लाल जैन सम्पादक डॉ. रमणलाल ची० शाह पार्श्वनाथ विद्यापीठ, वाराणसी dein Echantion unternacional Rrivate & Personal use only www.jainalitary.org. Page #2 -------------------------------------------------------------------------- ________________ Jai Edu For Priv Bersonal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ વિદ્યાપીઠ ગ્રન્થમાલા-૧૩૫ ઉત્તરાધ્યયન સૂત્ર એક પરિશીલન (હિન્દી ગ્રંથનો અનુવાદ) લેખક ડૉ સુદર્શન લાલ જૈન પ્રોફેસર, સંસ્કૃત-વિભાગ કાશી હિન્દૂ વિશ્વવિદ્યાલય, વારાણસી અનુવાદક પ્રા૦ અરુણ શાંતિલાલ જોશી નિવૃત્ત વ્યાખ્યાતા, શામાદાસ કૉલેજ ભાવનગર પ્રધાન સમ્પાદક પ્રો. સાગરમલ જૈન विद्यापीठ પાર્શ્વનાથ વિદ્યાપીઠ વારાણસી Page #4 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથ વિદ્યાપીઠ ગ્રન્થમાલા-૧૩૫ પુસ્તક લેખક અનુવાદક પ્રકાશક મુદ્રક C I.S.B.N. દૂરભાષ સંખ્યા ફેક્સ B પ્રથમ સંસ્કરણ : મૂલ્ય ટાઈપસેટિંગ : : :. : પાર્શ્વનાથ વિદ્યાપીઠ, Printed at : O : Title Author Translated By : Publisher : મુદ્રાંકન ડી ૫૭, ગૌતમ નગર, એલટીઝ, બોરીવલી (વેસ્ટ) મુમ્બઈ ૪૦૦ ૦૯૨ : થદ્ધમાન મુદ્રણાલય, ભેલૂપુર, વારાણસી : પાર્શ્વનાથ વિદ્યાપીઠ : ParŚwanātha Vidyāpitha Series No. : 135 : Telephone No. : Fax No. First Edition Price : : : Typesetting at : ઉત્તરાધ્યયન સૂત્ર : એક પરિશીલન ડોં સુદર્શન લાલ જૈન પ્રા॰ અરુણ શાંતિલાલ જોશી : આઈટીઆઈ રોડ, કરાદી યારાણસી-૫ ૩૧૬૫૨૧, ૩૧૮૦૪૬ : ૦૫૪૨-૩૧૮૦૪૬ ૨૦૦૧ ૩૦૦.૦૦ રુપયે માત્ર 81-86715-64-9 Uttaradhyayan Sutra: Ek Pariśilana Dr. Surdarshan Lal Jain Porf. Arun Shantilal Joshi Pārswanatha Vidhyāpitha I.T.I. Road, Karaundi, Varanasi-5. 316521, 318046 0542-318046 2001 Rs. 300.00 only Mudrankan, D/57, Gautam Nagar, L.T. Road, Borivali (West), Mumbai-400 092. Vardhaman Mudranalaya, Bhelupur, Varanasi. Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રય ગુરુવર્ય ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્યને સાદર સમર્પિત Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન સૌજન્ય : શ્રી બિપિનભાઈ જેન મુંબઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથનો પરિચય જૈન આગમ-સાહિત્યમાં ‘ઉત્તરાધ્યયન’નું એક વિશિષ્ટ સ્થાન છે. દિગંબર-સાહિત્યમાં પણ તેનો સાદર ઉલ્લેખ થયો છે. આ સૂત્રનું પરિશીલન ડૉ. સુદર્શનલાલ જૈને લખ્યું છે. ડૉ. જૈનને શેઠ નાથાલાલ એમ. પારેખના સ્મરણાર્થે એમના પરિવાર દ્વારા રિસર્ચ સ્કોલરશિપ આપવામાં આવી હતી. ગ્રન્થના પ્રાસ્તાવિકમાં ‘ઉત્તરાધ્યયન’ના કાલ આદિનો વિચાર કરવામાં આવ્યો છે. દરેક પ્રકરણના અંતમાં સુગમ સરળ અનુ શીલન પણ આપેલ છે. વિશ્વ અનાદિ છે. તે રીતે અનંત પણ છે. તે કાયમ હતું અને સદાકાલ રહેશે; કોઇ ઇશ્વર કે કર્તાએ તેને નિર્યું નથી. તે સ્વયંભૂ છે. તેમાં એવી હકીકતો હાજર છે જેને કારણે તે સ્વચાલિત યંત્રની જેમ નિરંતર ચાલ્યા કરે છે. આપણને તે જેટલું પ્રતીત થાય છે તેટલું જ તે સત્ય અને નક્કર છે. નિઃસંદેહ તેમાં નિરંતર પરિવર્તન થતું રહે છે. પણ તેનો સર્વથા નાશ થતો નથી. સૂત્રમાં સંસારની અસારતા, નશ્વરતા, ભ્રમરૂપતા વગેરે જે કાંઈ કહેવાયું છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્ત કરવામાં આવેલ છે. સોનું, તાંબુ, લોખંડ, ગંધક વગેરે ધાતુઓ વિશ્વમાં બીજા પદાર્થો સાથે મિશ્રિત રૂપે પ્રાપ્ત થાય છે. તે રીતે પ્રાણી પણ બે પદાર્થો-જીવ (ચેતન) અને અજીવ (અચેતન)ના મિશ્રિત રૂપમાં ઉપલબ્ધ થાય છે. સહુથી અધિક વિકસિત પ્રાણી મનુષ્ય છે અને તેણે જોયું કે એક અદષ્ટ તત્ત્વ જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે શેષ શરી૨ નિરર્થક અને વ્યર્થ બની જાય છે. તેનું કોઇ પ્રયોજન રહેતું નથી. તેથી તેનો નિકાલ કરવામાં આવે છે. એ અદષ્ટ દ્રવ્ય જ્યારે વિદ્યમાન હતું ત્યારે જ મનુષ્ય કે પ્રાણીનું અસ્તિત્વ હતું. તે ચેતન તત્ત્વ જતું રહે છે ત્યારે મૃત્યુનો અનુભવ થાય છે. પરિણામે એ પ્રાણદાતા તત્ત્વને શોધી કાઢવાનો વિચાર મનુષ્યના મનમાં ઉત્પન્ન થયો. જૈન તત્ત્વવેત્તાઓએ આત્મા (જીવ)ને સ્વતંત્ર તત્ત્વના સ્વરૂપે માન્યો. એ તત્ત્વ દરેક પ્રાણીમાં મૂળતઃ એક જ પ્રકારનું-સમાન ગુણોવાળું પ્રતીત થયું છે. દરેક પ્રાણીના જીવ Page #8 -------------------------------------------------------------------------- ________________ [૧]. સાથે બીજા દ્રવ્યનો જે સંબંધ રહ્યો હતો તેને કારણે બાહ્ય તફાવત નજરે ચઢતો હતો. તે બીજું દ્રવ્ય રૂપી અચેતન મુગલ છે. તેનાં લક્ષણો છેઃ શબ્દ, અધૂતર, પ્રકાશ, કાન્તિ, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને વર્તમાન વિજ્ઞાનના Matter અને Energy પણ પુદ્ગલ છે. રાગદ્વેષને કારણે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલ સારાં તથા ખરાબ કાર્યો પણ પુદ્ગલ છે. મિશ્રિત ધાતુઓને અસલ કે શુદ્ધ રૂપમાં લાવવા માટે અનેક વિધિ કરવામાં આવે છે. તે રીતે મનુષ્યના જીવ તત્ત્વને મિશ્રિત અજીવ તત્ત્વથી સ્વતંત્ર રૂપમાં લાવવા માટે અર્થાત્ મુક્ત કરવા માટે વિધિપૂર્વકના પ્રયત્નો જરૂરી છે. ઉત્તરાધ્યયનસૂત્ર'નો એ વર્ણવિષય છે. આ ગ્રંથના નિર્માતાએ એ વિષયનું સરળ, સ્વાભાવિક ભાષામાં સુંદર વર્ણન કરેલ છે. ડૉ. રઘુવીરના શબ્દોમાં જોઇએ તો જૈન તત્ત્વવેતાઓએ Godless Sprituality (નિરીશ્વર અધ્યાત્મવાદ)નો વિકાસ કરેલ છે. પ્રાણીમાત્ર સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ એમ તેઓ નિશ્ચિત રૂપે માને છે. પરસ્પર મૈત્રી સ્વયં પર રાખેલ સંયમ ઉપર આધાર રાખે છે. આ આચારના વિકાસનો સર્વપ્રથમ નિયમ અહિંસાથી આરંભાય છે. જીવને કઈ રીતે અજીવથી પૃથફ કરી શકાય છે તેના સાધારણ અને વિશેષ ઉપાયોને લગતા સાધ્વાચારને બે પ્રકરણોમાં અને રત્નત્રયને વિસ્તૃત રીતે નિર્દેશવામાં આવેલ છે. આ ઉપરાંત મુક્તિ અને તેની અલૌકિકતાની પણ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે. આ હિંદી પ્રકાશનનો ખર્ચ શ્રી મુનીલાલ અને ભાઈ લોકનાથે પોતાના પિતાશ્રી લાલા લદ્દામાલની પુણ્ય સ્મૃતિમાં કરેલ છે. લાલાજી લાહોરના પ્રતિષ્ઠિત નૌલખા ઓશવાળ વંશના હતા. તેમનો જન્મ વિ. સં. ૧૯૩૪માં થયો હતો. પિતાનું નામ લાલા ધર્મચંદ્ર અને માતાનું નામ ભગવાનદેવી હતું. પાંચ વર્ષની ઉંમરે માતાની અને ચૌદ વર્ષની ઉંમરે પિતાની શીળી છાયા કાયમ માટે ગુમાવી બેઠેલા તેમના ઉપર પરિવારનો ભાર આવી પડ્યો. તેમણે સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો અને વ્યાપારમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી. ધર્માચરણમાં પણ દઢ નિષ્ઠાવાન રહ્યા. તેમના Page #9 -------------------------------------------------------------------------- ________________ [9] મનની વિશાળતાને કારણે કોઇ યાચક તેમનાથી નિરાશ થયો ન હતો. જ્ઞાન, ધ્યાન, સેવા અને પરમાર્થના કામોમાં એમણે ધનનો સદુપયોગ કર્યો. જીવન નિત્ય-નિયમાનુસાર તેમણે વ્યતીત કર્યું. જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે અન્ય હિન્દુ શીખોની જેમ લાલાજીએ વિશાળ કારભાર છોડી પાકિસ્તાનમાં આવેલ પંજાબનો ત્યાગ કરી ભારતમાં આશ્રય લીધો. દિલ્હીમાં આવી તેમણે પોતાનો મૂળ વ્યવસાય શરૂ કર્યો. તેમના પરિવારે વ્યવસાયને ખૂબ વિકસાવ્યો. નવાં કારખાનાં પણ સ્થાપ્યાં. તેમની દુકાને સાબુ ખરીદનારાઓની ભીડ રહેતી. વિ. સં. ૨૦૧૨માં તેમનું દેહાવસાન થયું. તેના એકવીશ દિવસ પહેલાંથી તેમણે સાંસારિક મોહ છોડવાના પ્રયત્નનો આરંભ કરેલ અને સ્વબળશુદ્ધિ માટે ધ્યાનમાં તલ્લીન રહેવાનું શરૂ કરેલું. શેઠ નાથાલાલ એમ. પારેખ કે જેમની પુણ્ય સ્મૃતિમાં ડૉ. જૈનને રિસર્ચ સ્કોલરશિપ આપવામાં આવી તેમનો સંક્ષિપ્ત પરિચય નીચે મુજબ છે ઃ સૌરાષ્ટ્રમાં આવેલ જેતપુર નામના ગામમાં સન ૧૯૦૯માં શ્રી નાથાલાલ પારેખનો જન્મ થયો હતો. તેઓ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમના પિતાજીનો દેહાંત થયો. પરિણામે એમના લાલનપાલનનો બોજો એમની માતા ઉપર આવી પડ્યો. તેમને એકવીશ વર્ષની ઉંમરે ચોખાની મિલમાં કામ કરવા માટે રંગૂન જવું પડ્યું. ત્યાંથી પાછા ફરતાં મુંબઇમાં એક શીશીના વેપારીની દુકાનમાં લહીયા તરીકે એમની નિયુક્તિ થઇ. ત્યાર પછી એમણે જાતે વેપાર કરવાનો નિશ્ચય કર્યો અને ઘરે ઘરે ફરીને ખાલી શીશીઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું. તેમનો સંપર્ક એક જાણીતી જર્મન કંપની સાથે થયો અને પછી તેમનો પ્રેસ સ્થપાતાં લેબલ ઉદ્યોગમાં તેમણે ઘણી સફળતા પ્રાપ્ત કરી. તે અરસામાં શ્રી પારેખ સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવા લાગ્યા અને પોતાની યોગ્યતા અનુસાર તેમણે બે ડઝનથી વધારે સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રસ્ટી, અધ્યક્ષ અથવા મંત્રી તરીકેનાં Page #10 -------------------------------------------------------------------------- ________________ [૮] સ્થાન શોભાવ્યાં. તેઓ જન્મભૂમિ-સમૂહના સમાચારપત્રોના માલિક એવા સૌરાષ્ટ્ર-ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. કોંગ્રેસ સાથેના વિશેષ સંબંધને કારણે શ્રી પારેખ મુંબઇ પ્રાન્તીય કોંગ્રેસ કમિટીની સ્મારિકા-સમિતિના તથા વિત્ત-સમિતિના અધ્યક્ષ થયા હતા. તેઓ વિધાન પરિષદના સભ્ય હતા અને ફરીવાર ૧૯૬૪માં બિનહરીફ રીતે ચૂંટાયા હતા. તેમની પ્રશંસનીય સેવાથી પ્રભાવિત થઇ સરકારે તેમને જસ્ટીસ ઓફ પીસ'ની ઉપાધિ બક્ષી હતી અને આ પદના ગૌરવની રક્ષા શ્રી પારેખે આજીવન પર્યંત કરી હતી. ઇ પ્રક Page #11 -------------------------------------------------------------------------- ________________ મૂળ ગ્રંથનું પ્રકાશકીય પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીના ‘નાથાલાલ પારેખ શોધ-છાત્ર' ડૉ. સુદર્શનલાલ જૈન રચિત ‘ઉત્તરાધ્યયન સૂત્ર એક પરિશીલન' નામનો પ્રસ્તુત પ્રબંધ, ‘સોહનલાલ જૈન ધર્મ પ્રચારક સમિતિ’ દ્વારા પ્રકાશિત શોધ-ગ્રંથોમાં પાંચમું સ્થાન ધરાવે છે. ડૉ. સુદર્શનલાલ જૈન, સમિતિના છઠ્ઠા સફળ શોધ-છાત્ર છે. તેમના પછી સમિતિના પાંચ અન્ય શોધ-છાત્રોએ અત્યાર સુધીમાં સફળતા પ્રાપ્ત કરેલ છે. અત્યારે સાત શોધ-છાત્રો વિભિન્ન જૈન વિષયો ઉપર પી.એચ.ડી.ની પદવી માટે પ્રબંધ લખી રહ્યા છે. પ્રસ્તુત પ્રબંધમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ જૈન આગમ ગ્રંથ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’નું સર્વાંગીણ સમીક્ષાત્મક અધ્યયન પ્રસ્તુત કરવામાં આવેલ છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' પ્રાકૃત ભાષામાં લખાયેલ એક ઉત્કૃષ્ટ ધાર્મિક કાવ્ય-ગ્રંથ છે. તેમાં મુખ્યત્વે મુનિઓના આચાર-વિચાર અને જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાન્તોની ચર્ચા કરવામાં આવી છે. ‘ઉત્ત૨૨ાધ્યયન-સૂત્ર’નું અનેક આચાર્યો અને વિદ્વાનોએ અનેક રીતે અધ્યયન તથા વિવેચન કરેલ છે. પ્રસ્તુત પ્રબંધ આ શ્રૃંખલામાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરશે એ બાબતમાં કોઇ સંદેહ નથી. ગ્રંથના અધ્યયનથી ‘ઉત્તરાધ્યયન સૂત્ર’નું હાર્દ સરળતાથી સમજી શકાશે. સમિતિ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન’ના અધ્યક્ષ ડૉ. મોહનલાલ મહેતા પ્રત્યે કૃતજ્ઞ છે. તેમણે પ્રસ્તુત ગ્રંથનું પર્યાપ્ત પરિશ્રમપૂર્વક સંપાદન કરેલ છે. આ ગ્રંથ સ્વર્ગીય લાલા લદ્દામલજી જૈનની પુણ્યસમૃતિમાં પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. સમિતિ આ પ્રકાશન સંબંધિત બધા મહાનુભાવોનો આભાર માને છે. n હરજસરાય જૈન મંત્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ મૂળ લેખકનું પ્રાકથન સેવાઓની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સંશોધન કાર્ય માટેની મારી ઉત્તર અભિલાષા જોઈને પરમ પૂજ્ય ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્ય: અધ્યક્ષ, સંસ્કૃત-પાલિ વિભાગ ; કાશી વિશ્વ વિદ્યાલય દ્વારા મને જૈન આગમસાહિત્યના સુપ્રસિદ્ધ ગ્રંથ “ઉત્તરાધ્યન-સૂત્ર” ઉપર સંશોધન કાર્ય કરવાની સલાહ પ્રાપ્ત થઈ અને એમના નિર્દેશન અંગેની અનુમતિ પણ મળી. ગ્રંથનું અધ્યયન કર્યા બાદ મેં અનુભવ્યું કે આ ગ્રંથ ઉપર અન્ય જૈન-આગમ ગ્રંથો કરતાં વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય અસ્તિત્વ ધરાવે છે. છતાં તેનું વૈજ્ઞાનિક અને સમાલોચનાત્મક અધ્યયન ખૂબ જ આવશ્યક અને સમયાનુસાર છે. જો કે શાર્પેન્ટિયર, યાકોબી, વિન્ટરનિટ્ઝ વગેરે પશ્ચિમના વિદ્વાનોએ તેના સાહિત્યિક, ધાર્મિક, દાર્શનિક વગેરે પાસાંઓના મહત્ત્વ પ્રત્યે નિર્દેશ કર્યો છે પણ ગ્રંથના અંતરંગ વિષયનું સર્વાગીણ સમાલોચનાત્મક અધ્યયન પ્રસ્તુત કર્યું નથી. મારું સંશોધન કાર્ય પૂરું થયા બાદ એક વર્ષ પછી આચાર્ય તુલસી કૃત ‘ઉત્તરાધ્યયન સૂત્ર : એક સમીક્ષાત્મક અધ્યયન' પ્રકાશિત કર્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે તુલસીકૃત પ્રબંધ ગ્રંથમાં મૂળ ગ્રંથના વિષયને સરળ રીતે સુબોધ શૈલીમાં રજૂ કરવામાં આવેલ છે. જ્યારે આચાર્ય તુલસીકૃત પ્રબંધમાં મૂળ અને ટીકા ગ્રંથો વગેરેનું મિશ્રણ થઈ જતાં “ઉત્તરાધ્યયન સૂત્ર'નો મૂળ વિષય ગૌણ બની ગયેલ છે. આ કારણે પ્રસ્તુત પ્રબંધના પ્રકાશનની આવશ્યકતા પૂર્વવત રહી છે. પ્રસ્તુ પ્રબંધમાં પ્રાસ્તાવિક સાથે આઠ પ્રકરમો ઉપરાંત ચાર પરિશિષ્ટો આપવામાં આવ્યાં છે. પ્રબંધના અંતે સહાયક ગ્રંથ સૂચી, કોઠાઓ તથા વૃત્તચિત્રો આપેલ છે. પ્રત્યેક પ્રકરણના અંતે સમાલોચનાત્મક અનુશીલન આપવામાં આવેલ છે. અંતિમ પ્રકરણમાં સમસ્ત પ્રબંધનો પરિશીલનાત્મક ઉપસંહાર પ્રસ્તુત કરવામાં આવેલ છે તેથી પ્રસ્તુત પ્રબંધનું નામ “ઉત્તરાધ્યયન સૂત્ર એક પરીશીલન' રાખવામાં આવેલ છે. આચાર્ય તુલસીકૃત પ્રબંધ કરતાં આ પ્રબંધ જુદો છે એમ દર્શાવવા માટે પણ આ નામ રાખવું ઉચિત છે એમ માનવામાં આવ્યું. Page #13 -------------------------------------------------------------------------- ________________ [૧૧] પ્રસ્તુત પ્રબંધના પ્રાસ્તાવિકમાં જૈન આગમ-સાહિત્યના ઉત્તરાધ્યયનસૂત્રનું સ્થાન, વિષય-પરિચય, રચનાકાળ, નામકરણનું કારણ, ભાષાશૈલી, મહત્ત્વ તથા ટીકા-સાહિત્ય સાથે વિવિધ સંસ્કરણોની સૂચી આપવામાં આવી છે. ત્યાર પછી પ્રથમ પ્રકરણમાં વિશ્વની ભૌગોલિક રચના, સૃષ્ટિતત્ત્વ અને દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલ છે. બીજા પ્રકરણમાં સંસારની દુઃખરૂપતા અને તેનાં કારણોનો વિચાર કરતી વખતે કર્મના સિદ્ધાન્તનું વર્ણન ક૨વામાં આવેલ છે. ત્રીજા પ્રકરણમાં મુક્તિમાર્ગનું વર્ણન કરતી વખતે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયનો વિચાર કરવામાં આવેલ છે. ચતુર્થ પ્રકરણમાં ગ્રંથના મુખ્ય પ્રતિપાદ્ય વિષય સાધુઓના સામાન્ય સદાચારનો અને પાંચમા પ્રકરણમાં સાધુઓના વિશેષ સદાચાર (તપ)નું વર્ણન કરવામાં આવેલ છે. છઠ્ઠા પ્રકરણમાં સંપૂર્ણ સાધનાના ફળરૂપે પ્રાપ્ત થતી ‘મુક્તિ’ તથા સાતમા પ્રકરણમાં સમાજ અને સંસ્કૃતિનું વિવેચન કરવામાં આવેલ છે. આઠમા પ્રકરણમાં ગ્રંથની ઉપયોગિતાનું વર્ણન કરતી વખતે સંપૂર્ણ ગ્રંથનું પરિશીલનાત્મક સિંહાવલોકન કરવામાં આવેલ છે . ચાર પરિશિષ્ટોમાંથી પ્રથમ પરિશિષ્ટમાં કથાસંવાદ રજૂ કરેલ છે. બીજામાં ગ્રંથોલિખિત રાજા વગેરે મહાપુરુષોનો પરિચય આપવામાં આવેલ છે. ત્રીજામાં સાધ્વાચાર સંબંધી કેટલાક વિશિષ્ટ તથ્યો દર્શાવલે છે. ચતુર્થમાં ગ્રંથોલિખિત દેશો તથા નગરોનો પરિચય આપવામાં આવેલ છે. મૂળ ગ્રંથનું અનુસરણ કરતાં સંપૂર્ણ પ્રબંધને આ રીતે સુવ્યવસ્થિત સ્વરૂપે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. પ્રસ્તુત પ્રબંધ જો કે ૨૦ માર્ચ ૧૯૬૭ના દિવસે પૂર્ણ થયેલ હતો પરંતુ પીએચ.ડી.ની પદવી મળતાં અને પ્રકાશન કાર્યમાં ત્રણ વર્ષનો વિલંબ થયો. આ દરમ્યાન મેં મારા પ્રબંધને યથાસંભવ ફરીથી પરિમાર્જિત અને પરિવર્ધિત કર્યો. આજે તેને છપાયેલ સ્વરૂપે વિદ્વાનો સમક્ષ પ્રસ્તુત કરતાં આનંદનો અનુભવ થાય છે. આ રીતે જો કે આ પ્રબંધને સર્વાંગીણ સુંદર બનાવવાનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવેલ છે, છતાં પણ માનવની શક્તિઓ સીમિત હોવાથી Page #14 -------------------------------------------------------------------------- ________________ [૧૨] હું આ ગ્રંથ પૂર્ણ છે એવો દાવો કરતો નથી. જો આ ગ્રંથથી પાઠકોને થોડો પણ લાભ થાય તો હું મારા પરિશ્રમને સફળ માનીશ. અંતમાં, જેમણે પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષરૂપે મને પ્રોત્સાહિત કર્યો છે તે બધા સકનો પ્રત્યે આભાર પ્રકટ કરવો એ મારું કર્તવ્ય છે એમ સમજું છું. આ સાથે હું પ્રસ્તુત પ્રબંધ લખવામાં મને મદદ કરી છે તે બધા ગ્રંથો, ગ્રંથકારો તથા ગ્રંથસંપાદકોનો આભારી છું. સર્વપ્રથમ હું શ્રદ્ધેય પૂજ્ય ગુરુવર્ય ડૉ. સિદ્ધેશ્વર ભટ્ટાચાર્યનો આભારી છું. એમણે પોતાનો બહુમૂલ્ય સમય ફાળવી, માર્ગદર્શન વગેરે આપી આ પ્રબંધને આ સ્વરૂપે પ્રસ્તુત કરવા યોગ્ય બનાવ્યો. ત્યારબાદ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ-સંસ્થાનના અધ્યક્ષ ડૉ. મોહનલાલ મહેતા કે જેમણે પ્રસ્તુત પ્રબંધના સંપાદનમાં બહુમૂલ્ય યોગદાન આપેલ છે તેમનો આભારી છું. પ્રબંધલેખનના સમયે આર્થિક, પુસ્તકીય અને આવાસીય સુવિધાઓ આપનાર પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન તથા સ્યાદવાદ મહાવિદ્યાલય તથા ત્યાંના સર્વે પદાધિકારીઓનો પણ હું આભારી છું. પં. દલસુખભાઈ માલવણિયા તથા ડૉ. નથમલ ટાટિયાનો પ્રસ્તુત પ્રબંધનું પરીક્ષણ કરી બહુમૂલ્ય સૂચનો આપવા બદલ હું આભારી છું. સુદર્શનલાલ જૈન પ્રાધ્યાપક, સંસ્કૃત-પાલિ વિભાગ કાશી વિશ્વવિદ્યાલય વારાણસી Page #15 -------------------------------------------------------------------------- ________________ लेखकीय उत्तराध्ययनसूत्र श्वेताम्बर जैन आगम का एक महत्त्वपूर्ण मूल ग्रन्थ है। इस पर जब मैंने शोधकार्य प्रारम्भ किया था तब मुझे आशा नहीं थी कि इसका अन्य भाषा में अनुवाद होगा। सन् १९६७ में पी-एच०डी० उपाधि प्राप्त करने के बाद मेरी नियुक्ति वर्धमान कालेज बिजनौर में प्राध्यापक के पद पर हो गई। वहाँ एक वर्ष तक कार्य करने के बाद मेरी नियुक्ति सन् १९६८ में काशी हिन्दू विश्वविद्यालय में हो गई। यहाँ आने के बाद सन् १९७० में यह शोधप्रबन्ध सोहन लाल जैन धर्म प्रचारक समिति अमृतसर द्वारा संचालित पार्श्वनाथ विद्यापीठ वाराणसी से प्रकाशित हुआ। प्रकाशन के बाद उत्तर प्रदेश शासन द्वारा यह शोधप्रबन्ध पुरस्कृत किया गया। कुछ समय के बाद प्रो० अरुण शान्तिलाल जोशी, व्याख्याता, शामणदास कालेज, भावनगर का एक पत्र मुझे मिला जिसमें उन्होंने हिन्दी भाषा में लिखित इस शोधप्रबन्ध की उपयोगिता देखकर इसका गुजराती भाषा में अनुवाद करने की अनुमति मांगी जिसे मैंने सहर्ष स्वीकार कर लिया। यह मेरे लिए भी गौरव की बात थी कि मेरी प्रथम रचना का इतना महत्त्व आंका जा रहा है। दिसम्बर १९८२ में इसका गुजराती अनुवाद हो गया था और पार्श्वनाथ विद्यापीठ के तत्कालीन निदेशक डॉ० सागरमल जी ने इस महत्त्वपूर्ण अनुवाद को देखकर पार्श्वनाथ विद्यापीठ से ही प्रकाशित करने की स्वीकृति भी प्रदान कर दी थी परन्तु वाराणसी में गुजराती भाषा के अच्छे टंकण का अभाव होने से उन्नीस वर्ष की लम्बी प्रतीक्षा के बाद अब इसका प्रकाशन हो रहा है। इसके प्रकाशन में श्री रमण भाई शाह तथा उनके मित्र श्री विपिन भाई जैन का सहयोग सराहनीय है। इतने वर्षों के बाद भी इसका प्रकाशन इसकी उपयोगिता को सिद्ध करता है। इसके लिए मैं अग्रज श्री जोशी जी के प्रति भी आभार प्रकट करना अपना कर्त्तव्य समझता हूँ जिन्होंने इतना सुन्दर गुजराती अनुवाद करके गुजराती भाईयों के लिए इसके अध्ययन का मार्ग प्रशस्त किया है। कालान्तर में मैंने विविध विषयों पर अन्य ग्रन्थ और लेख भी लिखे हैं जो पुरस्कृत भी हुए हैं और समादर को भी प्राप्त हुए हैं। ग्रन्थों में प्राकृत-दीपिका, संस्कृत-प्रवेशिका, तर्कसंग्रह (हिन्दी व्याख्या), मुनिसुव्रतकाव्य (हिन्दी अनुवाद), कर्पूरमंजरी (हिन्दी-संस्कृत व्याख्या), देव शास्त्र गुरु आदि। वर्तमान में आचार्य हरिभद्रसूरि के न्यायग्रन्थ 'अनेकान्त जयपताका' का हिन्दी अनुवाद कर रहा हूँ। आशा Page #16 -------------------------------------------------------------------------- ________________ है, इस कठिन ग्रन्थ को आप सभी की शुभकामनाओं से सुबोध बना सकूँगा। अन्त में मैं डॉ. सागरमल जैन मन्त्री पार्श्वनाथ विद्यापीठ (पूर्व निदेशक) के प्रति किन शब्दों में आभार प्रकट करूँ जिनके योगदान के बिना यह अनुवाद प्रकाशित नहीं हो सकता था, मेरे पास शब्द नहीं हैं। जैन विद्या के प्रति समर्पित व्यक्तित्व वाले विद्यापीठ के पूर्व मन्त्री श्री भूपेन्द्र जी एवं श्री इन्द्रभति जी का भी आभारी हूँ जिनका परोक्ष सहयोग इस ग्रन्थ के प्रकाशन में रहा है। श्री अरुण जोशी जी, श्री रमण भाई शाह जी, श्री विपिन जैन जी एवं श्री विजय जी के प्रति पुन: आभार प्रकट करते हुए इस गुजराती अनुवाद की सफलता की कामना करता हूँ। वाराणसी दिनाङ्क १३.५.२००१ डॉ० सुदर्शन लाल जैन प्रोफेसर, संस्कृत-विभाग काशी हिन्दू विश्वविद्यालय Page #17 -------------------------------------------------------------------------- ________________ [૧૩] અનુવાદકનું પુરોવચન આદરણીય શ્રી સુદર્શનલાલ જૈન દ્વારા શોધ-પ્રબંધ તરીકે તૈયાર કરવામાં આવેલ ગ્રંથ “ઉત્તરાધ્યયનસૂત્ર એક પરિશીલન' મારા વાંચવામાં આવ્યો. ગહન વિષયની તેમાં કરવામાં આવેલ વિશદ છણાવટથી હું ખૂબ જ પ્રભાવિત થયો અને ગુજરાતી ભાષામાં આ ગ્રંથનો અનુવાદ કરવાની મને ઈચ્છા થઈ. અનુમતિ માટે મેં શ્રી સુદર્શનલાલજીને પત્ર લખ્યો અને તેમણે ખૂબ જ આનંદથી અનુમતિ તો આપી જ પણ પાર્શ્વનાથ શોધ-સંસ્થાનના તે સમયના નિદેશક શ્રી ડૉ. સાગરમલજી જૈન દ્વારા અનુવાદ છપાવી આપવામાં આવશે એવી પણ શક્યતાનો નિર્દેશ કર્યો. મેં ગ્રંથનો અનુવાદ ૧૫ ડીસેમ્બર ૧૯૮૨ના રોજ સંપન્ન કર્યો પણ આયોજનિક અગવડને કારણે ગ્રંથ છપાવવાનું શક્ય ન બન્યું. એવામાં એપ્રિલ ૧૯૯૮માં માનનીય શ્રી ડૉ. રમણલાલ ચી. શાહ તેમના મિત્ર શ્રી બિપિનભાઈ જૈન સાથે પાર્શ્વનાથ શોધ-સંસ્થાનની મુલાકાતે ગયા ત્યારે ડૉ. શ્રી રમણભાઈની વિનંતિને માન આપી તેમના મિત્ર શ્રી બિપિનભાઈ જૈને અનુવાદ છપાવવા માટે આર્થિક સહાય કરવાની તૈયારી દર્શાવી. સંપાદક તરીકેનું કાર્ય કરવાની સંમતિ પ્રો. તારાબહેન રમણભાઈ શાહે આપી. આ રીતે આ અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે એ મારે મન ખૂબ જ આનંદની વાત છે. ઝેરોક્ષ અંગેનું કામ સરસ રીતે કરી આપનાર બહેન શ્રી શારદાબહેન તથા ડૉ. ડી. ડી. ઝાલાનો આભાર. અનુવાદકનું કાર્ય ચાલતું હતું ત્યારે મારે નિવાસસ્થાને પધારેલ માનનીય સ્વ.શ્રી દલસુખભાઇ માલવાણીયા અને માનનીય સ્વ.શ્રી ભોગીલાલ સાંડેસરાએ મારા અનુવાદના કાર્યમાં વેગ આવે એવું પ્રોત્સાહન આપેલું. મારા આ નમ્ર પ્રયાસમાં સહાયરૂપ થનાર સર્વે મહાનુભાવો તથા પ્રેસના કાર્યકરો પ્રત્યે ઊંડા આદરની લાગણી દર્શાવી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. તા. ૨૫મી માર્ચ ૨૦૦૧ અરુણ શાં. જોષી ભાવનગર Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩. ૩. આ. ટી. ૩. ધા. ટી. ૩. તુ. ૩. નિ. ૩. કે. ટી. ૩. શા. ૩. સી. . જિ. નૈ. . નૈ. મો. નૈ. મૈં. થૈ. મૈં. મા. સ. વૈ. સા. રૂ.પૂ. હૈ. સા. રૃ. ૬. ડૉ. નૈ. तर्क सं. ત. મૂ. ૬. ૩. E Y. परि પા. ટિ. પા. યો. પ્રાંસા. ફ્. ૬. બા. ૬. વ. સંકેત-સૂચિ - ઉત્તરાધ્યયન સૂત્ર - ઉત્તરાધ્યયન આત્મારામ ટીકા - ઉત્તરાધ્યયન ઘાસીલાલ ટીકા - ઉત્તરાધ્યયન આચાર્ય તુલસી - ઉત્તરાધ્યયન નિર્યુક્તિ - ઉત્તરાધ્યયન નેમિચંદ્ર ટીકા - ઉત્તરાધ્યયન શાર્પેન્ટિયર - उत्तराध्ययन एक समीक्षात्मक टीका - હિસ્ટ્રી ઓફ ઘી કેૌનિકલ લિટરેચર ઓફ ધી જૈન્સ - જૈન ધર્મ-કૈલાસચંદ્ર –ગોમ્મરસાર જીવ કાંડ - જુઓ *. નૈ. - જૈન આગમ સાહિત્યમાં ભારતીય સમાજ - જૈન સાહિત્યનો ઇતિહાસ પૂર્વપીઠિકા - જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ - ડૉક્ટ્રીન ઓફ ધી જૈન્સ – તર્કસંગ્રહ - तत्त्वार्थ सूत्र – દશવૈકાલિક તથા ઉત્તરાધ્યયન (આચાર્ય તુલસી) -પૃષ્ઠ - પરિશિષ્ટ પાદ ટિપ્પણ - પાતંજલ યોગદર્શન પ્રાકૃત સાહિત્યનો ઇતિહાસ - બૌદ્ધદર્શન – ભારતીય દર્શન-બલદેવ Page #19 -------------------------------------------------------------------------- ________________ મા. ૬. રા. - ભારતીય દર્શન-રાધાકૃષ્ણન મા. સં. હૈ. યો. – ભારતીય સંસ્કૃતિમાં જૈન દર્શનનું યોગદાન - મહાભારતની નામાનુક્રમણિકા મહા. ના. - સમવાયાંગ સૂત્ર સાંખ્યકારિકા समवा. માં. [. મે. વુ. . સ્થા. મૂ. હિ. ૬. હિ. હિ. જે. હ્રિ. વૈ. [૧૫] - સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ - સ્થાનાંગસૂત્ર - હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર - જુઓ છે. જિ. વૈ. Page #20 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રાસ્તાવિક જૈન આગમોમાં ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્રનો પરિચય રચિયતા અને રચનાકાળ ઉત્તરાધ્યયન સૂત્ર-આવું નામ શા માટે ? ભાષાશૈલી અને મહત્ત્વ ટીકાસાહિત્ય પ્રકરણ : ૧ દ્રવ્ય વિચાર, લોક રચના, ઊર્ધ્વ લોક, મધ્ય લોક, અધો લોક, ષડ્ દ્રવ્ય, ચેતન દ્રવ્ય, સંસારી જીવોના વિભાજનનો સ્રોત, સ્થાવર જીવ, ત્રસ જીવ, દ્રવ્યલક્ષણ, ગુણ, પર્યાય, અનુશીલન પ્રકરણ : ૨ સંસાર, સંસારની દુઃખરૂપતા, તિર્યંચ અને નરકગતિનાં કષ્ટ, મનુષ્ય અને દેવગતિ સુખોમાં દુઃખરૂપતા, વિષયભોગ જન્ય સુખોમાં સુખાભાસ, દુઃખરૂપ સંસારની કારણ-કાર્ય પરંપરા, કર્મબંધ, કર્મબંધ શબ્દનો-અર્થ, વિષયમતાનું કારણ-કર્મબંધ, કર્મસિદ્ધાંત ભાગ્યવાદ નથી, કર્મોના પ્રમુખ ભેદપ્રભેદ, કર્મોની સંખ્યા, ક્ષેત્ર, સ્થિતિ, કાળ વગેરે, કર્મબંધમાં સહાયક લેશ્યાઓ, અનુશીલન પૃષ્ઠ છ ૧૪ ૨૬ ૩૭ ૪૦ ૪૭ ૫૩ થી ૧૨૮ ૧૨૯ થી ૧૭૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ [૧૭] પ્રકરણ-૩ ૧૭૯ થી ૨૪૬ રત્નત્રય, નવ તત્ત્વ, મુક્તિનું સાધન-રત્નત્રય, સમ્યગુ દર્શન, સન્ દર્શનનાં આઠ અંગો, સમ્યગુ. દર્શનના ભેદ, સમ્યજ્ઞાન, જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર, ગુરુશિષ્ય સંબંધ, ગુરુના કર્તવ્ય, સમ્યફ ચારિત્ર, સમ્યક ચારિત્રના મુખ્ય પાંચ પ્રકાર, ચારિત્રનું વિભાજન : બીજો પ્રકાર, અનુશીલન પ્રકરણ : ૪ ૨૪૭ સામાન્ય સાધ્વાચાર, વિશેષ સાધ્વાચાર, દીક્ષાની ઉત્થાનિકા, દીક્ષા લેવાનો અધિકારી, દીક્ષા માટે માતાપિતાની અનુમતિ, પરિવાર અને સાંસારિક વિષય ભોગોનો ત્યાગ, દીક્ષા પલાયનવાદ નથી, દીક્ષા ગુરુ, વસ્ત્રાભૂષણનો ત્યાગ અને કેશલોચ, બાહ્ય ઉપકરણ અથવા ઉપાધિ, સામાન્ય ઉપકરણ, વિશેષ ઉપકરણ, પાંચ મહાવ્રત, અહિંસા-મહાવ્રત, સત્ય-મહાવ્રત, અચૌર્ય-મહાવ્રત, બ્રહ્મચર્યમહાવ્રત, અપરિગ્રહ-મહાવ્રત, મહાવ્રતોના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના, પ્રવચનમાળાગુપ્તિ અને સમિતિ, ગુપ્તિ-પ્રવૃત્તિ-નિરોધ, સમિતિઓ-પ્રવૃત્તિમાં સાવધાની, પણ્ આવશ્યક, સમાચારી, સમાચારીનાં દશ અંગ, દિનચર્યા અને રાત્રિચર્યા, વસતિ અથવા ઉપાશ્રય, નિવાસયોગ્ય ભૂમિ કેવી હોય?, આહાર, કઈ પરિસ્થિતિઓમાં આહાર ગ્રહણ કરવો, કેવો પ્રકારનો આહાર લેવો?, આહારની બાબતમાં અન્ય જ્ઞાતવ્ય બાબતો, અનુશીલન Page #22 -------------------------------------------------------------------------- ________________ [૧૮]. પ્રકરણ : ૫ ૩૨૯ વિશેષ સાધ્વાચાર, તપશ્ચર્યા-તપ, તપના પ્રકારો, બાહ્ય તપ, અનશન તપ, ઊણોદરી તપ, ભિક્ષાચર્યા તપ, રસપરિત્યાગ તપ, કાય-કલેશ તપ, પ્રતિ સંલીનતા તપ, પાયશ્ચિત તપ,વિનય તપ, વૈયાવૃત્ય તપ, સ્વાધ્યાય તપ, ધ્યાન તપ, કાયોત્સર્ગ અથવા વ્યુત્સર્ગ તપ, પરીષહ-જય, પરીષહ જયના ભેદ અને સ્વરૂપ, પરીષહ જયની કઠોરતા, સાધુની પ્રતિમાઓ, પ્રતિમા–અનશન તપ વિશેષનો અભ્યાસ, સમાધિમરણ-સંલ્લેખના, સમાધિમરણ આત્મઘાત નથી, સમાધિમરણ ના ભેદ, સમાધિમરણની અવધિ, સમાધિમરણની વિધિ, સમાધિમરણની સફળતા, અનુશીલન પ્રકરણ : ૬. ૩૭પ થી ૩૯૦ મુક્તિ, મુક્તિના અર્થમાં પ્રયુક્ત કેટલાક શબ્દો, મોક્ષમાં જીવની અવસ્થા, મુક્તોના એકત્રીશ ગુણ, સાદિ મુક્તિ, મુક્તાત્માઓનો નિવાસ, મુક્તિ કોને? ક્યારે ? ક્યાંથી ?, મુક્ત જીવોની એકરૂપતા, જીવનમુક્ત, અનુશીલન પ્રકરણ : ૭ ૩૮૧ થી ૪૩૬ સમાજ અને સંસ્કૃતિ, વર્ણાશ્રમ વ્યવસ્થા, જાતિ અને વર્ણવ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, પારિવારિક વ્યવસ્થા, માતા-પિતા અને પુત્ર, ભાઈ, બંધુ, નારી, રીતિ-રિવાજ અને પ્રથાઓ, યજ્ઞ, વિવાહ-પ્રથા, સૌંદર્ય પ્રસાધન, દાહ-સંસ્કાર, પશુપાલન, ખાનપાન, મનોરંજનના સાધન, વ્યાપાર અને સમુદ્રયાત્રા, રોગોપચાર, મંત્ર શક્તિ અને શુકનમાં Page #23 -------------------------------------------------------------------------- ________________ [૧૯] વિશ્વાસ, રાજ્યવ્યવસ્થા અને માનવપ્રવૃત્તિ, રાજ્ય વ્યવસ્થા, માનવ પ્રવૃત્તિઓ, ધાર્મિક અને દાર્શનિક સંપ્રદાય, અનુશીલન પ્રકરણ : ૮ ઉપસંહાર પરિશિષ્ટ-૧ કથાસંવાદ પરિશિષ્ટ-૨ વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય પરિશિષ્ટ ઃ સાધ્વાચાર સંબંધી બીજાં તથ્યો પરિશિષ્ટ : ૪ દેશ તથા નગર ૪૩૭ થી ૪૪૭ ૪૪૯ ૪૭૩ ૪૮૮ ૪૯૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ Page #25 -------------------------------------------------------------------------- ________________ - જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' પ્રાસ્તાવિક જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ઉત્તરાધ્યયન-સૂત્ર' અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક જૈન આગમ ગ્રંથ છે. ભગવાન મહાવીર (ઈ. પૂ. છઠ્ઠી શતાબ્દી)ના જે ઉપદેશોને તેમના શિષ્યોએ સૂત્રગ્રંથોના રૂપે નિબદ્ધ કર્યા તે ગ્રંથો “આગમ” અથવા “શ્રુત'ના નામે પ્રસિદ્ધ થયા છે. આ ગ્રંથો કે જે ભગવાન મહાવીરના સાક્ષાત્ પ્રધાન શિષ્યો (ગણાધરો)ની રચના છે તે અંગ પ્રવિષ્ટ' (અંગ) કહેવાય છે અને બાકીના જે ઉત્તરવર્તી શ્રુતજ્ઞ શિષ્યો દ્વારા રચાયેલ છે તે “અંગબાહ્ય' (અનંગ) કહેવાય છે. તેમાં સાક્ષાત્ મહાવીરના શિષ્યો દ્વારા રચાયેલ હોવાથી અંગ ગ્રંથોનું પ્રાધાન્ય છે. તેને બૌદ્ધ “ત્રિપિટક"ની જેમ “મરિપિટક તથા બ્રાહ્મણોના પ્રાચીનતમ ગ્રંથ વેદોની જેમ “વેદ” કહેવામાં આવ્યા છે. તેની સંખ્યા ૧ર નિયત થઈ હોવાથી તેને “દ્વાદશાંગ" પણ કહેવામાં આવે છે. ૧ પ્રાચીન કાળમાં તેને “શ્રત' કહેતા અને શ્રુતજ્ઞાનીને “શ્રુતકેવલી”. વર્તમાનમાં આગમ શબ્દ અધિક પ્રચલિત છે. જુઓ : જે. સા. બુ. ઈ. ભાગ-૧, પ્રસ્તાવના, પૃ. ૩૧. २ तं जहा- अंगपविटुं, अंगबाहिरं च । सेरी तं अंगबाहिरं दुविहं पण्णत्तं । तं जहा-आवस्सयं च आवस्सयवइरित्तं च । –નવી, મૂત્ર ૪૩. यद् गणधरशिष्यप्रशिष्यैरारा तीयैरधीगतश्रुतार्थतत्वैः कालदोषादल्प मेघायुर्बलानां प्राणिनामनुग्रहार्थमुपनिबद्धं संक्षिप्ताङ्गार्थवचनविन्यासं तदङ्गबाह्यम् । –તત્વાર્થવર્તિ, ૧. ૨૦. ૧૩. उ दुवलसंगे गणिपिडगे-समवा. सूत्र १ तथा १३६ ४ दुवालसंगं वा प्रवचनं वेदो પ્રા. આ. રૂ. 5. ૪૪. ૫ એજન.બાર અંગો-આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, વ્યાખ્યાન પ્રજ્ઞપ્તિ (ભગવતી), જ્ઞાતાધર્મકથા, ઉપાસગદશા, અંત:કૂદશા, અનુત્તરૌપપાતિકદશા, પ્રશવ્યાકરા, વિપાકશ્રુત અને દષ્ટિવાદ. Page #26 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આ રીતે અર્થરૂપે આ સર્વ અંગ-ગ્રંથો મહાવીર પ્રણીત જ છે; પરંતુ શબ્દ રૂપે ગાધર પ્રણીત છે. - આ ઉપરાંત, જે અંગબાહ્ય આગમ-ગ્રંથો છે તે પ્રાચીન પરંપરા અનુસાર પ્રાથમિક રીતે બે ભાગોમાં વિભક્ત થયા છે-આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત. આવશ્યકમાં ૬ ગ્રંથો હતા જે આધુનિક સમયમાં એક આવશ્યક-સૂત્રમાં જ સમાવેશ પામ્યા છે. આવશ્યક-વ્યતિરિક્તના વળી કલિક અને ઉત્કાલિક-એવા બે પ્રકારો પાડવામાં આવ્યા છે અને પ્રત્યેકના પેટપ્રકારો પડે છે. જેનું અધ્યયન દિવસ કે રાત્રિના પ્રથમ કે અંતિમ પ્રહર વખતે એટલે કે કોઈ નિશ્ચિત સમયે થાય છે તેને “કાલિક” અને જેનું અધ્યયન તે સિવાયના સમયે થાય છે તેને ઉત્કાલિક” કહેવામાં આવે છે. “ઉત્તરાધ્યયન' જેવા ગ્રંથો કાલિકશ્રત છે અને દશવૈકાલિક' વગેરે ઉત્કાલિક છે. १ अत्यं भासइ अरहा गंथंति गणहरानिडणं । सासणस्स हिय हाए तओ सुत्तं पवत्तइ ।। આવશ્ય - નિર્યુક્તિ ગાથા ૧૯૨ ૨. જુઓ પૃ. ૧ પાદટિપ્પણા ૨ ૩ એજન આવશ્કના છ ગ્રન્થોનાં નામ : સામાયિક, ચતુર્વિશતિસ્વ, વન્દન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. यदि हनिशाप्रथमचरिमपौरूषीद्वय एव पठयते तत्कालेन निर्वृत्तं कालिकं उत्तराध्ययनादि । यत्पुन: कालवेलावर्ज पठयते तदूर्ध्वं कालिकादित्युत्कालिकम् - दशवैकालिकादीति । સ્થા. સૂ. ૭૧, અભયવૃત્તિ, નંદીસૂત્ર ૪૩, ૪૭માં તેની વિસ્તૃત સૂચિ આપવામાં આવી છે. तद्ङ्गबाहमनेकविधम् - कालिकमुत्कालिकमत्येवमादिविकल्पात् । स्वाध्यायकाले नियत्तकालं कालिकम् । अनियतकालमुत्कालिकम् । तद्भेदा उत्तराध्ययनादयोडनेकविधाः । -તત્ત્વાર્થ વાર્તિક ૧-ર૦-૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' આ રીતે, કાલિક તથા ઉત્કાલિક જેવા ભેદો માત્ર અંગબાહ્ય આવશ્યક વ્યતિરિક્ત ગ્રંથોમાં જ પાડવામાં આવ્યા છે. પરવર્તી સમયમાં, દૃષ્ટિવાદને બાદ કરતાં, શેષ અગિયાર ગ્રંથોને પણ કાલિક ગાવામાં આવ્યા છે'. દૃષ્ટિવાદની બાબતમાં સ્પષ્ટ પ્રમાણ મળતું ન હોવાથી તે કાલિક છે ઉત્કાલિક એ નક્કી થઈ શકતું નથી. પરંતુ, અગિયાર અંગરૂપ કાલિક કે શ્રુતની સાથે ક્યાંક ક્યાંક દૃષ્ટિવાદને પણ ગણતરીમાં લેવાય છેરે. દૃષ્ટિવાદનો ઉચ્છેદ થઈ ગયો હતો એ જ આનું કારણ લાગે છે. દિગમ્બર-પરંપરામાં અંગબાહ્ય ગ્રંથોને જ માત્ર કાલિક અને ઉત્કાલિક એ રીતે વિભક્ત કરવામાં આવ્યા છે. અંગ ગ્રંથોને નહીં. આ રીતે, આગમ-સાહિત્યના પ્રાચીન વિભાજન અનુસાર, ઉત્તરાધ્યયનસૂત્ર, અંગબાહ્ય આવશ્યક-વ્યતિરિક્ત કાલિક શ્રુતનો એક પ્રકાર છે. વર્તમાન પરંપરામાં, અંગબાહ્યનું વિભાજન ભિન્ન પ્રકારે કરવામાં આવે છે. પ્રાચીન આગમ-ગ્રંથોમાં એવું વિભાજન જોવા મળતું નથી. જાણવા મળતી માહિતી પ્રમાણે આ પ્રકારના વિભાજનનો સર્વપ્રથમ ઉલ્લેખ શ્રી ભાવપ્રભસૂરિ (૧૮મી શતાબ્દી) દ્વારા વિરચિત જૈન ધર્મવર સ્તોત્ર (શ્લોક : ૩૦)ની સ્વોપજ્ઞ ૩ १. इहैकादशाडरूपं सर्वमपि श्रुत कालग्रहणादिविधिनाऽधीयत इति कालिकमुच्यते । -વિશેષાવરયમાષ્ય —મલધારી ટીકા ગાથા ૨૨૯૪ વિશેષ- નૈ. સા. રૂ. ૬. પૃ. ૫૭૬-૫૭૮. २ कालियसुअ दिट्ठीवाए य एक्कारस अंगाई पइण्णगं दिट्ठिवाओ य । –૩. ૨૮. ૨૩. ઉત્તરાધ્યયનમાં અન્યત્ર દ્વાદશાડ્રગ (વારસંવિ યુદ્ધે ૩. ૨૩. ૭; ટુવાલતન ખિળવાય ૩. ૨૪. ૩) તથા અંગ અને અંગબાહ્ય સૂત્ર ના રૂપે પણ ઉલ્લેખ મળે છે. ૩ જુઓ પૃ. ૨ પાદટિપ્પણ ૫ -આવયનિર્યુત્તિ. ૭૬૪. Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ટીકામાં મળે છે. તદનુસાર વિભાજન-ક્રમ નીચે પ્રમાણે છે : १ अथ उत्तराध्ययन १ आवश्यक २ पिण्डनियुक्ति तथा ओघनियुक्ति ३ दशवैकालिक ૪ત વત્વરિમૂવમૂત્ર... ગાથા : इक्कारस अंगाइ बारस उवंगाइ दस पयत्राई । छ छेय मूल चउरो नंदी अणुयोग पणयाला ॥ જૈન ધર્મવરસ્તોત્ર-સ્વોપણ ટીકા પૃ. ૯૪ આ પ્રાકૃત ગાથા તથા આગમ ગ્રંથોના સ્પષ્ટ વિભાજન પરથી પ્રતીત થાય છે કે તેના પહેલાં પણ આ પ્રકારનું વિભાજન થઈ ચૂક્યું હતું. આ તુલસીએ દ.ઉ.-ભૂમિકા પૂ. ૬, ૯માં સમયસુંદર (વિ.સં. ૧૬૭૨) કૂત “સામાચારિશતક'નો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે તેમાં દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિડનિયુક્તિ અને ઉત્તરાધ્યયનને મૂળસૂત્ર માનેલ છે. “પ્રભાવક ચરિત” (વિ.સં. ૧૩૩૪) માં, પણ અંગ, ઉપાંગ, મૂળ અને છેદના ભેદ પાડેલ છે તે પરથી પ્રાચીન વિભાજનનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે? ततश्चतुर्विध : कार्योऽनुयोगोऽतः परं मया . ततोऽङ्गोपाङगमूलाख्यग्रन्थच्छेदकृतागमः ।। આર્યરક્ષિત પ્રબંધ' શ્લોક ૨૪૧ કયા કયા ગ્રન્થ કયા કયા વિભાગમાં ગણાતા હતા તે “પ્રભાવક ચરિત'ના આ ઉલ્લેખથી સિદ્ધ થતું નથી. પરંતુ આવું વિભાજન પહેલાંથી અસ્તિત્વમાં હતું અને તેને આર્યરક્ષિતે ચાર અનુયોગોમાં વિભક્ત કર્યું. ભદ્રબાહુ (દ્વિતીય)ની “આવશ્યક નિર્યુક્તિ' (વિ.સં. ૬ઠ્ઠી શતાબ્દી)માં કલ્પાદિને છેદસૂત્રોમાં પરિગતિ કરવામાં આવેલ છે તે પરથી આવું વિભાજન ઘણું જ પ્રાચીન હતું એવી માહિતી મળે છે ? जं च महाकप्पसुयं जाणि य सेसाणिं छेयसुत्ताणि... “આવશ્યક નિર્યુક્તિ’ ગા. ૭૭૮ તથા જુઓ : વિશેષાવશ્યક ભાષ્ય ગાથા રર૯૫. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' આાગમ અંગ (૧ર) અંગ બાહ્ય | ઉપાંગ (૧૨) | મૂળસૂત્ર (૪) | છેદસૂત્ર (૬) અવિભાજિત (નંદી અને અનુયોગ) પ્રકીર્ણ (૧૦) આ દષ્ટિએ સામાન્ય રીતે આગમ ગ્રંથો કુલ ૪૬ મનાયા છે. તેમાં બારમા અંગ “દષ્ટિવાદ”ને લુપ્ત માનવાથી ૪૫ આગમ ગ્રંથોની પરંપરા છે. ૧ બાર ઉપાંગો આ પ્રમાણે છે : ઓપપાતિક, રાજકશ્રીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના, સૂર્યપ્રાતિ, જેબૂદ્વીપ પ્રજ્ઞતિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, કલ્પિકા, કલ્પાવતંસિકા, પુષ્પિકા, પુષ્પચૂલા અને વૃષ્ટિાદશા. અંતિમ પાંચને નિરયાવલિયા પણ કહેવામાં આવે છે. આનો અંગો સાથે વસ્તુતઃ કોઇ સંબંધ નથી છતાં, આને રૂઢિથી ઉપાંગ ગયાં છે. માત્ર પાંચ નિરયાવલિયા માટે ઉપાંગ તરીકેનું નામ મળે છે. જુઓ : જે. સા. બુ. ઇ. ભાગ-૨, પૃ. ૭, ૮ ૨ છ છેદ સુત્રો આ રીતે છે : નિશીથ, મહાનિશીથ, વ્યવહાર, આચારદશા અથવા દશાશ્રુત સ્કન્ધ, બૃહત્કલ્પ તથા પંચકલ્પ અથવા તકલ્પ. આમાં સાધુધર્મનું પાલન કરતી વખતે લાગેલ દોષોની પ્રાયશ્ચિત વિધિનું વર્ણન છે; માટે તે છેદસૂત્ર કહેવાય છે. ૩ જો કે નંદી (સૂત્ર ૪૩)માં કાલિક શ્રુતને તથા ઉત્તરાધ્યયનમાં (જુઓ પૃ. ૩. પાદટિપ્પા ૨) અંગાતિરિક્ત ને પ્રકીર્ણ ગોલ છે પરંતુ વર્તમાનમાં તેની સંખ્યા ૧૦ની નિયત છેઃ ચતુદશરણા, આતુપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, સંસ્તારક, તંડુલ વૈચારિક, ચન્દ્રવેધ્યક, દેવેન્દ્રસ્તવ, ગશિવિદ્યા, મહાપ્રત્યાખ્યાન તથા વીરસ્તવ. આ નામોમાં સંપ્રદાયગત કેટલુંક અંતર પણ છે. ૪ શ્વેતામ્બર સ્થાનકવાસી આમાંથી ૩૨ તથા કેટલાક મૂર્તિપૂજક શ્વેતામ્બર ૮૪ આગમોને માને છે. જુઓ : પ્રા. સા. ઇ. પૃ. ૩૩-૩૪ની ફુટનોટ . Page #30 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન દિગમ્બર સંપ્રદાયમાં આ પ્રકારનું વિભાજન જોવા મળતું નથી. તેમાં મૂળભૂત રીતે અંગ અને અંગબાહ્ય એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. પછીથી અંગના ૧૨ અને અંગબાહ્યના ૧૪ ભેદ પાડવામાં આવેલા છે. આમ દિગંબર સંપ્રદાયમાં ર૬ આગમોને માન્ય ગણ્યાં છે. પરંતુ, એમનું માનવું છે કે દૃષ્ટિવાદ નામના અંગવિશેષને આધારે લખાયેલ “પખંડાગમ” અને “કષાય-પ્રાભૃત” સિવાયના બાકીના અંગ અને અંગબાહ્ય વિચ્છિન્ન થઈ ગયા છે; જ્યારે શ્વેતામ્બર પરંપરા અનુસાર દૃષ્ટિવાદનો વિચ્છેદ થયો છે અને શેષ આગમ અવિચ્છિન્ન છે. દિગમ્બર-પરંપરામાં અંગબાહ્યનાં જે ૧૪ ભેદો છે તે નીચે મુજબ છે : ૧. સામાયિક, ૨. ચતુર્વિશતિસ્તવ, ૩. વન્દના, ૪. પ્રતિક્રમણ, ૫. વૈનાયિક, ૬. કૃતિકર્મ, ૭. દશવૈકાલિક, ૮. ઉત્તરાધ્યયન, ૯. કલ્પવ્યવહાર, ૧૦. કલ્યાકલ્પ, ૧૧. મહાકલ્પ, ૧ર. પુંડરીક, ૧૩. મહાપુંડરીક, ૧૪. નિષિદ્વિકા. આમાં શરૂઆતના છ ભેદો ક્રમશઃ છ આવશ્યકરૂપ છે તથા અંતના છ ભેદોનો સમાવેશ શ્વેતાંબર સંમત કલ્પ, વ્યવહાર અને નિશીથ નામના છેદસૂત્રોમાં થાય એમ માનવામાં આવે છે. બાકીનાં બે એટલે કે દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન એ મહત્ત્વપૂર્ણ મૂલસૂત્ર છે. આમ, વર્તમાનકાલીન પ્રચલિત પરંપરામાં ઉત્તરાધ્યયનને અંગબાહ્ય મૂલસૂત્રના ભેદોમાં ગણવામાં આવે છે. પરંતુ, ઉત્તરાધ્યયનને મૂલસૂત્ર કેમ કહેવામાં આવે છે ? આ બાબતનો વિચાર કરતાં પહેલાં મૂલસૂત્રો પ્રત્યે દષ્ટિપાત કરવો જરૂરી ૧ ધવલાટીકા-પખંડાગ, પુસ્તક ૧. પૃ. ૯૬ ગો. જી. ગાથા ૩૬૬-૪૬૭. ૨ આ બંને ગ્રન્થ અંગના ૧ર ભેદોમાંથી દષ્ટિવાદમાં સમાવેશ પામે છે. જુઓ : ષખંડાગમ ભૂમિકા પૃ. ૭૧. ૩ જુઓ : ભા. સં. જે. યો. પૃ. ૫૪ જે. સા. ઇ. પૂ. મૃ. ૬૭૯. Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' મૂલસૂત્ર : સામાન્ય રીતે મૂલસૂત્રોની સંખ્યા ચારની માનવામાં આવે છે, પરંતુ, કેટલાક વિદ્વાનો ઉત્તરાધ્યયન, આવશ્યક અને દશવૈકાલિક એ ત્રણને મૂલસૂત્રમાં ગો છે. વિન્ટરનિષ્ઠ આદિ વિદ્વાનો ચોથા મૂલસૂત્ર તરીકે પિંડનિર્યુક્તિને માને છે. પરંતુ, કેટલાક દશવૈકાલિક અને પિંડનિર્યુક્તિને બદલે ઓઘનિર્યુક્તિ અને પાકિસૂત્રને મૂલસૂત્ર માને છે તથા કેટલાક પિંડનિયુક્તિ અને ઓશનિયુક્તિને છેદસૂત્ર પણ ગણે છે. સ્થાનકવાસી (શ્વેતાંબર) દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અને અનુયોગદ્વાર એ ચારને મૂલસૂત્ર માને છે. પરંતુ, ૮૪ આગમ માનનારાઓ આવશ્યકની સાથે પાંચ મૂલસૂત્રને માને છે. પ્રો કાપડિયાએ દશવૈકાલિકની બે ચૂલિકાઓને પણ મૂલસૂત્ર તરીકે ગણાવી છે. આમ મૂલસૂત્રોની સંખ્યા અને નામોમાં પર્યાપ્ત અંતર જોવા મળે છે. છતાં, ઉત્તરાધ્યયનને મૂલસૂત્ર માનવામાં કોઈને સંદેહ પડ્યો નથી તથા ક્રમમાં અંતર હોવા છતાં મોટા ભાગના વિદ્વાનો ઉત્તરાધ્યનને પ્રથમ મૂલસૂત્ર માને છે. ૧ જે. સા. બુ. ઇ. ભાગ ૨, પૃ. ૧૪૩-૧૪૪ ૨ હિ. ઇ. લિ. ભાગ ૨, પૃ. ૪ર૬, જે. સા. બુ. ઈ. ભાગ-૧, પ્રસ્તાવના પૃ. ૨૮. ૩ હિ. ઈ. લિ. ભાગ-૨, પૃ. ૪૩૦. ૪ પ્રા, સા. ઇ. પૃ. ૩૩ પાદટિપ્પણ ૫ હિ. ઇ. લિ. જે. પૃ. ૪૮ ૬ મૂલસૂત્રોની સંખ્યા અને ક્રમની બાબતમાં વિભિન્ન મતો નીચે મુજબ છે: વિદ્વાન સંખ્યા ક્રમ ૧. ભાવપ્રભસૂરિ ઉત્તરાધ્યયન, આવશ્યક, પિડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ તથા દશવૈકાલિક ૨ સમયસુંદર ૪ દશવૈકાલિક, ઓઘનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ અને ઉત્તરાધ્યયન ઉદ્ભૂતદ. 3. ભૂમિકા ૪ ૩ સ્થાનકવાસી તથા તેરાપંથી શ્વેતામ્બર ૪ કેટલાક મૂર્તિપૂજક શ્વેતામ્બર ૫ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નંદી અને અનુયોગદ્વાર ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આવશ્યક, નંદી, અનુયોગદ્વાર અનુસંધાન પછીના પૃષ્ઠ પર Page #32 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન સંખ્યા, નામ અને ક્રમની જેમ “મૂલસૂત્ર'નો અર્થ પણ વિવાદાસ્પદ રહેલ છે. આને મૂલસૂત્ર કેમ કહેવામાં આવે છે ? આ બાબત વિદ્વાનોએ ભિન્ન ભિન્ન તર્ક રજૂ કર્યા છે. કારણ કે એવો કોઈ પ્રાચીન ઉલ્લેખ સ્પષ્ટ રીતે મળતો નથી કે જેમાં અર્થની સ્પષ્ટતા કરવામાં આવી હોય. મૂલસૂત્રોનાં નામોમાં અંતર હોવાથી પણ તેનું સ્પષ્ટ કથન કરવું મુશ્કેલ છે. “મૂલસૂત્ર' શબ્દના અર્થનો વિચાર કરતાં પહેલાં એ જરૂરી છે કે સર્વ સામાન્ય મૂલસૂત્રોનો પ્રથમ સંક્ષિપ્ત પરિચય આપવામાં આવે. પાદટીપ અનુસંધાન પાછળનું ૫ પ્રો. વેબર અને ૩ ઉત્તરાધ્યયન, આવશ્યક અને પ્રો. બુલર દશવૈકાલિક ૬ ડૉ. શારપેન્ટીયર, ૪ ઉત્તરાધ્યનયન, આવશ્યક, ડૉ. વીટરનિઝ અને દશવૈકાલિક અને પિંડનિર્યુક્તિ ડૉ. ગરિની ૭ પ્રો. શુબ્રિગ ઉત્તરાધ્યયન, દશ વૈકાલિક આવશ્યક, પિડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ. ૮ પ્રો. હીરાલાલ આવશ્યક, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, કાપડીયા દશવૈકાલિક ચૂલિકા, પિંડનિર્યુક્તિ અને ઓઘનિર્યુક્તિ. ૯ ડૉ. જગદીશચંદ્ર, ૪ ઉત્તરાધ્યયન, દશવૈકાલિક આવશ્યક અને પં. દલસુખભાઇ પિંડનિર્યુક્તિ અથવા ઉત્તરાધ્યયન, માલવણીયા અને આવશ્યક, દશવૈકાલિક અને ડૉ. મોહનલાલ મહેતા પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ. ૧૦ આચાર્ય તુલસી ૨ દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન વિશેષ માટે જુઓ : જે. સા. બુ. ઈ. ભાગ-૨, પૃ. ૧૪૪ જે. સા. બુ. ઈ. ભાગ-૧, પ્રસ્તાવના પૃ. ૨૮, હિ. કે. લિ. જે. પૃ.૪૪-૪૮, પ્રા. સા. ઇ. પૃ. ૩૫, દ. . ભૂમિકા પૃ. ૭-૮. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં 'ઉત્તરાધ્યયન-સૂત્ર' ૧ ઉત્તરાધ્યયન : આ એક ધાર્મિક શ્રમણ કાવ્ય-ગ્રંથ છે. તેમાં તાજા દીક્ષિત થયેલા સાધુઓના સામાન્ય આચાર-વિચાર વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાંક ક્યાંક જૈનદર્શનના સામાન્ય મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. તેની વિશેષ ચર્ચા આગળ ઉપર કરવામાં આવશે. ૨ દશવૈકાલિક : આ પણ ઉત્તરાધ્યયનની જેમ આચારધર્મનું પ્રતિપાદક ધાર્મિક શ્રમણ-કાવ્ય છે. તેમાં વિનય, નીતિ-ઉપદેશ અને સુભાષિતોની પ્રચુરતા છે. કેટલાંક અધ્યયન તથા ગાથાઓ ઉત્તરાધ્યયન અને આચારાંગ સાથે સામ્ય ધરાવે છે'. તેના રચયિતા શય્યભવ (ઈ.પૂ. ૪૫૨-૪૨૯) છે. ભદ્રબાહુની નિર્યુક્તિ અનુસાર તેનું ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વના ત્રીજા અધિકાર (વસ્તુ)માંથી લેવામાં આવેલ છે. પછીના સમયમાં તેના પર પુષ્કળ ટીકાસાહિત્ય લખવામાં આવ્યું છે. ભાષા અને વિષયની દૃષ્ટિએ આ પણ ઉત્તરાધ્યયનની જેમ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે. ૩ આવશ્યક : નંદીસૂત્રના વર્ગીકરણ અનુસાર પહેલાં આ છ સ્વતંત્ર ગ્રંથોના સ્વરૂપે હતું. પણ હવે તે એક જ ગ્રંથના રૂપે વિદ્યમાન છે. તેમા સાધુઓની આવશ્યક છ નિત્યક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પર સમય જતાં વિપુલ ટીકા સાહિત્ય લખાયું. ૪ પિંડનિર્યુક્તિ : આ દશવેકાલિક સૂત્રના ‘પિંડેu’ નામના પાંચમા અધ્યયન ઉપર લખાયેલ ભદ્રબાહુ-રચિત કૃતિ છે. વિસ્તાર અને મહત્ત્વને લીધે તેને પૃથક્ ગ્રંથના રૂપે માનવામાં આવે છે. પિંડ એટલે ભોજન. તેમા સાધુના ભોજન વિષયક સિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે. તેમાં વર્ણવાયેલ ભોજન સંબંધી સાધુના નિયમોમાંથી અનેક મહત્ત્વની બાબતો જાણવા મળે છે. ૯ ૧ જે. સા. બૃ. ઇ. ભાગ-૨, પૃ. ૧૮૧, હિ. કે. બિ. જૈ. પૃ. ૧૫૬. ૨ પ્રાચીન કાળમાં સમસ્ત શ્રુતજ્ઞાન ૧૪-પૂર્વ ગ્રંથોમાં સમાવિષ્ટ થયેલું હતું. તેનાં નામ આ પ્રમાણે છે : ઉત્પાદ, અગ્રાયણી, વીર્યપ્રવાદ, અસ્તિ-નાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સમયપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવન્ધ્ય, પ્રાણાવાય, ક્રિયાવિશાલ અને બિન્દુસાર. ૩ દકશવૈકાલિક-નિર્યુક્તિ, ગાથા ૧૬-૧૭. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૫ ઓથનિર્યુક્તિ : ઓઘનો અર્થ છે ઃ સામાન્ય. તેમાં સાધુના સામાન્ય આચાર-વિચારનું દૃષ્ટાંતશૈલીમાં વર્ણન છે. તેમાથી શ્રમણ સંઘના ઈતિહાસ વિષે જાણવા મળે છે. ગ્રંથમાં વચ્ચે વચ્ચે કથાઓ પણ આપવામાં આવી છે. આ પણ પિંડનિર્યુક્તિની જેમ ભદ્રબાહુની જ રચના છે. ૬-૭ નંદી અને અનુયોગદ્દાર : આ બંને ગ્રંથો આગમોના પરિશિષ્ટ તરીકેનું કામ કરે છે. તેથી તેને ચૂલિકાસૂત્ર કહે છે. આગમોના અધ્યયન માટે આ પ્રાથમિક ભૂમિકા પૂરી પાડે છે. ‘નંદી’માં ખાસ કરીને જ્ઞાનની ચર્ચા છે અને ‘અનુયોગદ્વાર’માં મૂળભૂત સિદ્ધાંતો અને પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ છે. ‘નંદી’ની રચના દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે કરી છે જ્યારે ‘અનુયોગદ્વાર’ની આર્યરક્ષિતે. આ બંને રચનાઓ મહાવીર-નિર્વાણ પછી ઘણા સમય બાદ લખાઈ હતી. ૧૦ ૮ પાક્ષિક સૂત્ર : આમાં સાધુના પાક્ષિક પ્રતિક્રમણ (આવશ્યકનો એક પ્રકાર) વર્ણિત છે. ૯ દશવૈકાલિક ચૂલિકાઓ : વાસ્તવમાં તો આ ‘દશવૈકાલિક’ના જ અંશ રૂપે છે. માટે તેનો જુદો ઉલ્લેખ કરવો ઉચિત નથી. તેમાં સંસાર પ્રત્યેની રાગભાવનાનો ત્યાગ તથા સાધુઓના મઘ-માંસ આદિના ત્યાગનો ઉપદેશ આપી, કર્તવ્ય-કર્મ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ, આ સંભાવ્ય મૂલસૂત્રોનો સંક્ષિપ્ત પરિચય જોતાં જો કે મૂલસૂત્રનો અર્થ તો સ્પષ્ટ થતો નથી છતાં, અન્ય અંગબાહ્ય ગ્રંથો કરતાં આ ગ્રંથોમાં મૂળરૂપતા, પ્રામાણિકતા અને ઉપયોગિતાને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. વાસ્તવિક રીતે, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક'ને મૂળસૂત્ર માનવાં યોગ્ય છે કારણ કે તે પ્રાચીન પણ છે તથા સાધુ-જીવનના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રામાણિક પ્રતિપાદન પણ કરે છે. અન્ય ગ્રંથો કે જે મૂલસૂત્રોમાં ગણાવા ૧ આચાર્ય તુલસી ૬. ઉં. ભૂમિકા પૃષ્ઠ પર જણાવે છે કે અંગબાહ્ય આગમ ગ્રંથોના આવશ્યક અને અનાવશ્યક વ્યતિરિક્તિ એવા બે વિભાગોમાં આવશ્યકને પોતાનું સ્વતંત્ર અને મહત્ત્વપૂર્ણ સ્થાન હોવાથી ‘આવશ્યક’ને મૂલસૂત્રોની સંખ્યામાં સંમિલિત કરવાનો કોઇ હેતુ પ્રસ્તુત નથી. આચાર્યનું આ કથન યોગ્ય લાગતું નથી કારણ કે વર્તમાન પરંપરામાં જે અંગબાહ્ય (અનુસંધાન પાદટીપ પાના પછીના પર) Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' ૧૧ લાગ્યા છે તેનું કારણ તેમનું મહત્ત્વ પ્રગટ કરવા માટેનું અથવા તેમનો મૂળઆગમ-ગ્રંથો સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું હોઈ શકે. જેમ કે, પિંડનિર્યુક્તિ દશવૈકાલિક સાથે અને ઓશનિયુક્તિ “આવશ્યક નિયુક્ત સાથે સંબંધિત હોવાથી, પાકિસૂત્ર “આવશ્યક'નો જ એક ભાગ હોવાથી, દશવૈકાલિક-ચૂલિકાઓ દશવૈકાલિકનો જ અંશ હોવાથી તથા નંદી અને અનુયોગદ્વાર સમસ્ત આગમગ્રંથોની વિશ્લેષણાત્મક ભૂમિકા હોવાથી તેને મૂલસૂત્રો સાથે જોડવામાં આવેલ છે. આ તથ્યની પુષ્ટિ કરતાં પહેલાં મૂલસૂત્રના વિષયમાં ભિન્ન ભિન્ન વિદ્વાનોના મતોનું પર્યવેક્ષણ આવશ્યક છે. ૧ જાલ શાપેન્ટિયરે મહાવીરના શબ્દ હોવાથી તેને મૂલસૂત્ર ગોલ છે. પરંતુ આ કથન યોગ્ય નથી કારણ કે મહાવીરના શબ્દ હોવાને લીધે આચારાંગ વગેરેને જ મૂલ સંજ્ઞા આપી શકાય, અંગબાહ્યને નહીં, આ ઉપરાંત, અંગ અને અંગબાહ્ય એ બધા ગ્રંથોનો સંબંધ અર્થની દષ્ટિએ મહાવીરના વચનો સાથે છે. દશવૈકાલિક” શર્થભવની રચના હોવાથી તથા પિંડનિર્યુક્તિ વગેરે પણ પછીની (અનુસંધાન પૃષ્ઠ પાછળની પાદટિપ) ગ્રંથોને છેદસૂત્ર, મૂલસૂત્ર, પ્રકીર્ણ આદિ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે તેમાં, “આવશ્યક'ને કયા વિભાગમાં રાખી શકાય ? “આવશ્યક મહત્ત્વપૂર્ણ હોવાથી તેને મૂલસૂત્રમાં જ ગાવું યોગ્ય છે. તેને અન્ય વિભાગમાં ન રાખી શકાય. માટે, કાં તો તેને મૂલસૂત્ર વિભાગમાં રાખી શકાય અથવા અન્ય પ્રકારના વિભાગની કલ્પના કરવામાં આવે. આચાર્ય તુલસી (દ.ઉ. ભૂમિકા ૫. ૬) મૂલસૂત્ર કહેવરાવવા માટેનું કારણ બતાવતાં લખે છે-“આચારની જાણકારી માટે આચારાંગ મૂલભૂત હતું, તે રીતે દશવૈકાલિક પણ આચારજ્ઞાન માટે મૂલભૂત બની ગયું છે. સંભવ છે કે શરૂઆતમાં વાંચવામાં આવવાને કારણો તથા મુનિની અનેક મૂલભૂત પ્રવૃત્તિઓનું ઉદ્બોધક હોવાને કારણે તેને મૂલસૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય.” આથી પણ સ્પષ્ટ થાય છે કે આવશ્યક મુનિની જરુરી ક્રિયાનું પ્રતિપાદન હોવાના સંબંધે કેમ મૂલસૂત્ર ન ગણાય ? 9 ... Muta in the Sense of Original text' and perhaps not so much in opposition to the later abridgments and commentaries as merely to denote the actual words of Mahavira himself. ઉ. શા. ભૂમ્િકા પૃ. ૩૨. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧ર ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન રચના હોવાથી ઉપર્યુક્ત કથન યોગ્ય નથી. એ કથન કેટલેક અંશે ‘ઉત્તરાધ્યયન' અને “આવશ્યક’ની અપેક્ષાએ યોગ્ય છે. જાણવા મળે છે કે શાપેન્ટિયરના આ કથનનો આધાર ‘ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથા છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન મહાવીર “ઉત્તરાધ્યયન'ના ૩૬ અધ્યયનોનું વર્ણાન કરીને પરિનિર્વાણા, પામ્યા. આ જ રીતે, “સમયે મોયંમ મા પમાયણ”, સુવે છે મારું તેને મળવા વિમવાયે? આદિ' સૂત્ર સ્થળને પણ આધાર ગણી શકાય. ડૉ. ગેરિનો" અને પ્રો. પટવર્ધનનો પણ આ જ મત છે. ૨ પ્રો. વિન્ટર્નિઝ મૂલ શબ્દનો અર્થ ટીકાઓ માટે આધારભૂત મૂલગ્રંથ' તરીકે કરેલ છે. એમ કહેવાનું તાત્પર્ય એ છે કે આ સૂત્ર ગ્રંથો ઉપર મહત્ત્વપૂર્ણ १ इय पाउकरे बुद्धे नायए परिनिव्वुए । छत्तीसं उत्तरज्झाए भवसिद्धीयसंबुडे ।। –૩. ૩૬. ર૬૨. ૨ ઉ. ૧૦-૧-૩૬ ૩ એજન ૧૬-૧-ગદ્ય ૪ ૨૯-૧ (પ્રારંભિક ગદ્ય); -૧ (ગદ્ય), ૪૬ વગેરે 4 Guerinot (La Religion, Djaina, P.79) Translates Muisutra by 'trates originaux.' કે. લિ. જે. ય. ૪૨. & 'Thus the term Mula-Sutra would mean 'the original text' i.e. "the text containing the original words of Mahavira (as received directly from his mouth) દી દશવૈકાલિક સૂત્ર : એ સ્ટડી મૃ. ૧૬ o Why these texts are called 'root-sutras' is not quite clear. Gen erally the word mula is used in the sense of 'fundemental text' in the contradistinction to the commentary. Now as there are old and important commentaries in existance precisely in the case of these texts, they were probably termed "Mula-texts.' હિ. ઇ. લિ. ભાગ-૨ પૃ. ૪૬૬ પાદટિપ્પણ-૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સુગ” ૧૩ પ્રાચીન ટીકાઓ ઉપલબ્ધ થાય છે. આ ટીકાઓથી મૂળ ગ્રંથનું જુદાપણું દર્શાવવા માટે જ “મૂલસૂત્ર' એવા શબ્દનો પ્રયોગ થયો છે. પરંતુ આ કથન યોગ્ય લાગતું નથી કારણ કે માત્ર ટીકાઓથી જુદાપણું દર્શાવવા જ “મૂલ” શબ્દનો પ્રયોગ થયો નથી. પિંડનિયુક્તિ અને ઓશનિયુક્તિ પણ વાસ્તવમાં તો ટીકાઓ જ છે. આ ઉપરાંત, અન્ય કેટલાય એવા ગ્રંથો છે કે જેના પર ટીકાઓ લખવામાં આવી છે પણ તેમને કેમ ભૂલસૂત્ર કહેવામાં નથી આવતાં ? અનેક ટીકાઓ તો ગ્રંથની પ્રસિદ્ધિ, ઉપયોગિતા અને પ્રામાણિકતાનો ખ્યાલ આપે છે. વેબર પણ મૂલસૂત્ર શબ્દનો અર્થ સૂત્રથી વિશેષ કાંઈ માનતા નથી. ૩ ડૉ. શબ્રિગે પ્રારંભિક સાધુ-જીવનના મૂળભૂત નિયમોના પ્રતિપાદક હોવાને કારણે તેને મૂલસૂત્ર વણોલ છે*. પ્રો. એચ. આર. કાપડીયા, ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રી, આચાર્ય તુલસી વગેરે વિદ્વાન કેટલાક સંશોધનને આધારે આ સિદ્ધાંતોના પક્ષમાં છે. ઘણે અંશે આ કથન ઉચિત પણ લાગે છે. આ વિભન્ન મતો તપાસતાં તથા “મૂલાચાર”, “મૂલારાધના' આદિ ગ્રંથોમાં પ્રયુક્ત “મૂલ” શબ્દનો અર્થ જોતાં જાણી શકાય છે કે “મૂલ”નો અર્થ થાય : બીજરૂપતા. ઉત્તરાધ્યયન વગેરે મૂલસૂત્રોમાં અંગગ્રંથોમાં રહેલા સિદ્ધાન્ત અને ૧ જુઓ - જે. સા. ઈ. પૂ. પૃ. ૭૦૧ 2 This is designation seems to mean that these four works are intended to ser the Jain monks and nuns in the biginning () of their career. રરાવેલાસ્ટિય-સુત્ત ભૂમિમ પૃ. ૩. ( ત . 0િ. . ૫, ૪૨) 3 'My personal view is the same as one expressed by Prof. Schubring and mentioned on P. 42. છે. ૪િ. નૈ. પૃ. ૪૩ ૪ તેમા ગૌર સાહિત્ય માં ગાવનાત્મક તિહાસ પૃ. ૧૯૨ ૫ ૨.૩. ભૂમિકા પૃ. ૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આચારોનું બીજ રૂપે વર્ણન કરવામાં આવેલ છે. તેનું અધ્યયન કરવાથી અન્ય સૂત્રગ્રંથો સમજવા સરળ થઈ જાય છે. આથી આ ગ્રંથોનું અધ્યયન અન્ય ગ્રંથો કરતાં પહેલાં કરવામાં આવતું. આ ગ્રંથો સરળ છે તથા નવદીક્ષિત સાધુઓ માટે પ્રારંભિક અભ્યાસાવસ્થામાં સિદ્ધાંત અને આચારનું જ્ઞાન આપવા માટે ઉપયોગી પણ છે. આમ “મૂળસૂત્ર'નું તાત્પર્ય એ છે કે તે નવદીક્ષિત સાધુઓને પ્રારંભિક અભ્યાસની અવસ્થામાં સાધુ જીવનના મૂળભૂત આચાર અને સિદ્ધાંતોનું સરળ રીતે સ્પષ્ટ જ્ઞાન આપે. અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ “મૂલસૂત્રનો વિચાર અંગબાહ્ય ગ્રંથોની અપેક્ષાએ કરવામાં આવ્યો છે, કારણ કે અંગપ્રવિષ્ટ બધા ગ્રંથ ગણા-ધર પ્રણીત હોવાથી મૂલગ્રંથ જ છે. મૂલરૂપતા અને પ્રાચીનતાની દષ્ટિએ અંગબાહ્ય ગ્રંથોમાં ત્રણ જ મૂલસૂત્ર છે. બાકીની પિંડનિર્યુક્તિ આદિ રચનાઓ પોતાના મહત્ત્વને કારણે મૂલસૂત્રોમાં ગણાય છે. ઉત્તરાધ્યયન-સૂત્રનો પરિચય ઉત્તરાધ્યયનમાં ૩૬ અધ્યયન (અધ્યાય) છે. તેમાં સામાન્ય રૂપે સાધુના આચાર અને તત્ત્વજ્ઞાનનું સરળ અને સુબોધ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. સમવાયાંગ સૂત્રના ૩૬મા સમવાયમાં ઉત્તરાધ્યયનના જે ૩૬ અધ્યયનોનાં નામ મળે છે તેના કરતાં વર્તમાન ઉત્તરાધ્યયનના અધ્યયનના નામોમાં ક્યાંક તફાવત પડે છે. નામોમાં સામાન્ય તફાવત દેખાય છે છતાં વિષયની દૃષ્ટિએ બીજું કોઈ અંતર જોવા મળતું નથી કારણ કે બંને પ્રકારના નામો સાથે વિષયગત १ आयारस्स उ उवरि, उत्तरज्झयणा उ आसि पुव्वं तु । दसवैयालिय उवरि इयाणि किं ते न होति उ॥ -व्यवहारभाष्य उद्देशक 3, गाथा १७६ विशेश्चायं यथा-शय्यंभवं यावदेषक्रमः तदाड रतस्तु दशवैकालिकोत्तरकालं पठयन्त इति । -उ. बृहद्वृत्ति पत्र ५ ૨ ૩ત્તરાધ્યયન -નિ%િ અને સમવાયાં અનુસાર ઉત્તરાધ્યયનના નામાદિ વિષયનું સામ્ય અને વૈશમ્ય અનસંધાન પછીના પાનાની પાદટિપ. Page #39 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં 'ઉત્તરાધ્યયન-સૂત્ર' સંગતિનો મેળ બેસે છે. આ ૩૬ અધ્યયનોનાં નામાદિ આ પ્રકારે છે : ક્રમ અધ્યયનનામ ઉત્તરાધ્યયન અનુસાર ૧ વિળયપુયં ૨ परीसह ૩ ૪ ૫ ૬ चउरंगिज्जं असंखयं अकाममरणं नियंठ खुड्डागनियंठ ओरब्भं ૭ ८ ૯ १० दुमपत्तयं ૧૧ વસ્તુપુખ્ત ૧૨ રિસ ૧૩ વિત્તમંફ્ ૧૪ ૩સુગરિષ્ન ૧૫ સમિવુ ૧૬ સમાહિતાનું काविलिज्जं णमिपव्वज्जा અધ્યયન નામ સમવાયાંગ અનુસાર विणयसुयं परीसह चाउरंगिज्जं असंखयं સૂત્ર-સંખ્યા આત્મારામ ટીકા અનુસાર પદ્યાગદ્ય दुमपत्तयं बहुसुयपूजा हरिएसिज्जं ૪૮+ ૪૬+૩ चित्तसंभूयं उसुकारिज्जं भिक्खुगं समाहिठाणा 20+-- अकाममरणिज्जं ૩૨+-- ૧૩+-- पुरिसविज्जा ૧૭+૧ उरभिज्जं ૩૦+-- काविलिज्जं ૨૦+-- नमिपव्वज्जा ૬ર+ ૩૭+-- ૩+ ૪૭+-- ૩૫+-- ૫૩+ - ૧૬+-- ૧૭+૧૦ વિષયસ્તુ ઉત્તરાધ્યયન અનુસાર ૧૫ વિનય પ્રાપ્ત કષ્ટ-સહનનું વિધાન ચાર દુર્લભ અંગોનું પ્રતિપાદન પ્રમાદ અને અપ્રમાદનું કથન મરણ વિભક્તિ (અકામ અને સકામ મરણ) વિદ્યા અને આચરણ રસલોલુપનાનો ત્યાગ અલોભ નિકંપભાવ અનુશાસન બહુશ્રુતની પૂજા તપનું ઐશ્વર્ય નિદાન (ભોગાભિલાષા) અનિદાન ભિક્ષુના ગુરા બ્રહ્મચર્યની (ઉ.તુ.૧ર) ગુપ્તિઓ અનુસંધાન પૃ. પછીની પા. ટિ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ વિનયશ્રુત : આમાં ૪૮ ગાથાઓ (પદ) છે અને તેમાં વિનયધર્મનું વર્ણન ક૨વામાં આવ્યું છે. પ્રસંગવશ વિનીત અને અવિનીત શિષ્યોના ગુણાદોષાદિના વર્ણન સાથે ગુરુના કર્તવ્યોનું પણ વર્ણન છે. ગુરુ, શિષ્ય, સંબંધ જાણવા માટે આ અધ્યયન બહુ જ ઉપયોગી છે. ‘દશવૈકાલિક'નું નવમું અધ્યયન પણ વિનય વિષયક છે. ૧૬ અનુસંધાન પૃ. પાછળનું १७ पावसमणिज्जं १८ संजईज्जं ૧૯ મિયનારિયા २० नियंठिज्जं (મદાનિયંત્ર) ૨૧ સમુત્ક્રાન્ત્િ ૨૨ રનેમીય २३ सिगोयमिज्जं ૨૪ સમિઓ (વયળમાયા) ૨૫ નન્નબ્ન ૨૬ સામાયી २७ खुलुंकिज्जं ૨૮ મુવાડું ૨૯ અપ્પમાઓ (સમ્મત્તપરમ) पावसमणिज्जं संजज्जं मियचारिया अणाहपव्वज्जा समितीओ जनतिज्जं +-- ૫૪+-- समुद्दपालिज्जं ૨૪૧ रहने मज्ज ૫૧+-- गोयमकेसिज्जं समायारी खलुकिज्जं मोक्खमग्गई अप्पमाओ ૯૯+= ૬O+ ૮૬+ ૨૭+ ૪૫+-- ૪૫+ ૧૭+ ૩૬+-- ૭૪+ પાપવર્જન ભોગ અને ઋદ્ધિ (ઉ.તુ.૫૩)નો ત્યાગ અપરિકર્મ (ઉ..૯૮) (ઉ.તુ.૯૮) પોતાની પરિચર્યા ન કરવી. અનાથતા વિચિત્ર ચર્ચા (આચરણ) આચરણનું સ્થિરીકરણ (ઉ.શા.૪૯) (ઉ.તુ.૪૯) ધર્મ (ચતુર્યામ પંચયામ રૂપ)નું સ્થિરીકરણ સમિતિઓ (ગુપ્તિઓ સાથે) બ્રાહ્મણના ગુણ (ઉ.તુ.૪૩) સામાચારી (ઉ.તુ.૪૩) અશઠતા મોક્ષમાર્ગ અપ્રમાદ અનુસંધાન પૃ. પછીની પા. ટિ. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' ૨ પરીષહ : સાધુના સંયમી જીવનમાં આવનારી પ્રમુખ રર બાધાઓ ઉપર વિજય મેળવવા માટે પ્રત્યેકનું બબ્બે પદ્યોમાં વર્ણન કરવામાં આવ્યું છે. પ્રારંભમાં ભૂમિકા રૂપે કેટલાક ગદ્યખંડો છે અને અંતે ઉપસંહારાત્મક પદ્ય છે. ૩ ચતુરંગીય : ૨૦ ગાથાઓમાં મોક્ષના સાધનભૂત ચાર દૂર્લભ અંગોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રસંગવશ કર્મોની વિચિત્રતા અને દેવોના અમરત્વનું ખંડન પણ કરવામાં આવ્યું છે. ૪ અસંસ્કૃત : ૧૩ ગાથાઓમાં સંસારની ક્ષણાભંગુરતાનું પ્રતિપાદન કરીને, ભારંડપક્ષીનું દૃષ્ટાંત આપી અપ્રમત રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે, તેમાં જીવનના અસંસ્કૃત રૂપ (નશ્વરતા)નું ચિત્રણ હોવાથી તેનું નામ ‘અસંસ્કૃત’ રાખવામાં આવ્યું છે. આ સહુથી નાનું અધ્યયન છે. ૫ એકામમરણ : આમાં ૩૨ ગાથાઓ છે. તેમાં ધાર્મિક અને અધાર્મિકના મૃત્યુનું વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મહીન સામાન્ય વ્યક્તિઓના મૃત્યુને અકામમરણ અને ધાર્મિક વ્યક્તિઓના મૃત્યુને સકામમરા, સમાધિમરણ, પંડિતમરણ વગેરે નામોથી વ્યક્ત કરવામાં આવેલ છે. સામાન્ય વ્યક્તિઓના મરણને આધારે તેનું નામ ‘અકામમરણ’ રાખવામાં આવ્યું છે. અનુસંધાન પૃ. પાછળનું 30 तव ૩૧ ૧૨૦ ૩૨ માયાળું 33 कम्मप्पयडी ३४ लेसा ૩૫ અળવારમશે ३९ जीवाजीवविभत्ती वोमग्गो चरणविही पमायठाणाई कम्मपगडी लेसज्झयणं अणगारमग्गे નીવાનીવિત્તી 39+-- ૨૧+ - ૧૧૧+-- ૨૫+-- ૬૧+-- ૨૧+ - ૨૬૯+-- તપસ્યા ચારિત્ર્ય પ્રમાદસ્થાન કર્મ લેશ્યા ભિક્ષુના ગુણ જુઓ : ઉ. નિ. ગાથા ૧૩-૨૬, ૨૩૬, ૪૨૫, ૪૫૮, ૫૦૩. સમવા. ૩૬મો અધ્યાય જીવ-અજીવનું વિવેચન (ઉ.શા.ર૬૭) (ઉ.તુ.ર૬૮) ૧૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૬ શુલ્લક-નિર્ચન્થીય : આમાં ૧૭ ગાથાઓની સાથે અંતે કેટલાક ગદ્ય ખંડો છે. વિદ્વાન કોણ ? મૂર્ખ કોણ ? તેનો પરિચય આપીને જૈન સાધુના સામાન્ય આચાર-વિચારનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી તેનું નામ “ક્ષુલ્લક'નિર્ઝન્થીય' રાખવામાં આવ્યું છે. “સમયાયોગ'માં તેનું નામ આ અધ્યયનની પ્રથમ ગાથા (ઝાવંતવિજ્ઞા|રિસા)ને આધારે “પુરુષવિદા' રાખવામાં આવ્યું છે.” ૭ એલય ( ૩ય) ઃ એલય અને ઉરભ્રનો અર્થ થાય : બકરો. શરૂઆતમાં અતિથિના ભોજન માટે સ્વામી દ્વારા પાળવામાં આવતા બકરા વગેરેના દૃષ્ટાંતથી સંસારાસક્ત જીવોની દુર્દશાનો ખ્યાલ આપવામાં આવ્યું છે. બકરાનું દષ્ટાંત મુખ્ય હોવાથી આ અધ્યયનનું નામ “એલય” રાખવામાં આવ્યું છે. તેમાં ૩૦ ગાથાઓ છે. ૮ કપિલીય ? આના પ્રરૂપક કપિલ ઋષિ હોવાથી નામ “કપિલીય' રાખવામાં આવેલ છે. તેમાં ર૦ ગાથાઓ દ્વારા દુર્ગતિમાંથી બચવા માટે લોભત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૯ નમિપ્રવજ્યા : આમાં ૬ર ગાથાઓ છે. તેમાં પ્રવ્રજ્યાર્થે અભિનિષ્ક્રમણ કરનાર રાજર્ષિ નમિ અને બ્રાહ્મણવેષધારી ઈન્દ્ર વચ્ચેનો આધ્યાત્મિક સંવાદ વર્ણવાયો છે. તેમાં પ્રવ્રજ્યા સમયે સામાન્ય વ્યક્તિના માનસિક અંતર્લેન્દ્રનું સુંદર ચિત્રણ આપવામાં આવેલ છે. આ સંવાદમાં બ્રાહ્મણ પ્રશ્નો પૂછે છે અને પ્રવજ્યાભિલાષી રાજર્ષિ નમિ ઉત્તર આપતી વખતે તે માનસિક અંતર્લૅન્દ્રોનું સમાધાન કરે છે. આ પ્રકારનું અંતર્લૅન્દ્ર ઘણું કરીને બધા પ્રવ્રજિતોના મનમાં થાય એ સ્વાભાવિક છે. નમિની પ્રવજ્યાનું વર્ણન હોવાથી એ પ્રમાણેનું નામ આપવામાં આવ્યું છે. ૧૦ દ્રુમપત્રક : આમાં ૩૭ ગાથાઓ છે. પ્રારંભમાં વૃક્ષનાં પીળા પાંદડાનાં દૃષ્ટાંતથી જીવનની ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એથી આ અધ્યયનનું નામ દ્રુમપત્રક રાખવામાં આવ્યું છે. આમાં ગૌતમને અનુલક્ષીને સાધુઓને અપ્રમત રહેવા માટેનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રત્યેક ગાથાના અંતમાં “સમયે યમ મા પમાયણ' તથા અંતિમ ગાથામાં સિદ્ધિ ડું ” પદ આવે છે. १ इह एस धम्मे अक्खाए कविलेणं च विशुद्धपत्रेणं । ઉ. ૮. ૨૦. Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ૧૧ બહુશ્રુત-પૂજા : આમાં ૩ર ગાથાઓમાં શાસ્ત્રજ્ઞ વ્યક્તિ (બહુશ્રત)ની પ્રશંસા કરવામાં આવી છે. પ્રારંભમાં “વિનય અધ્યયનની જેમ વિનીત અને અવિનીત શિષ્યોના ગુણદોષાદિનું વર્ણન કરવામાં આવ્યું છે. વિનીતને બહુશ્રુત અને અવિનીતને અબહુશ્રુત કહેવામાં આવેલ છે. ૧૨ હરિકેશીય : આમાં ૪૭ ગાથાઓ છે. તેમાં ચાંડાળ જેવી નીચ જાતિમાં ઉત્પન્ન થયેલ હરિકેશિબલ મુનિના ઉદાર ચરિત્રનું વર્ણન છે. આ ઉપરાંત, હરિકેશિબલ અને બ્રાહ્મણો વચ્ચે થયેલા સંવાદમાં કર્મથી જાતિવાદની સ્થાપના, તપનો પ્રકર્ષ તથા અહિંસા-યજ્ઞની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૧૩ ચિત્તસંભૂતીય : આમાં ચિત્ત અને સંભૂત નામના બે ભાઈઓના છે જન્મોની પૂર્વ કથાનો સંકેત છે. નિદાન-બંધને કારણે, ભોગાસક્ત સંભૂતના જીવ (બ્રહ્મદત્ત ચક્રવર્તી)નું પતન તથા સંયમી ચિત્તમુનિનું ઉત્થાન પ્રદર્શિત કરી જીવોને ધર્માભિમુખ થવાનો તથા તેના ફળની અભિલાષા (નિદાન) ન રાખવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એ પણ જણાવવામાં આવ્યું છે કે સાધુધર્મનું પાલન ન કરી શકનાર વ્યક્તિએ ગૃહસ્વધર્મનું પાલન તો અવશ્ય કરવું જોઈએ. આમાં ૩૫ ગાથાઓ છે. ૧૪ ઈષકારીય : આમાં પ૩ ગાથાઓમાં, ઈષકાર નગરના છ જીવોના અભિનિષ્ક્રિમણનું વૈરાગ્યોત્પાદક વન હોવાથી આનું નામ ઈષકારીય' રાખવામાં આવ્યું છે. આમાં પતિ-પત્ની તથા પિતા-પુત્ર વચ્ચે થયેલ સંવાદ દાર્શનિક વિષયો સાથે સંબંધ ધરાવે છે છતાં પ્રભાવોત્પાદક છે. ૧૫ સભિક્ષુ ? આની ૧૬ ગાથાઓમાં સાધુઓના સામાન્ય ગુણોનું વર્ણન છે. પ્રત્યેક ગાથાના અંતમાં “સ મિQ' પદ આવે છે માટે આ પ્રકારનું નામ આપવામાં આવ્યું છે. “દશવૈકાલિક”ના દસમા અધ્યયનનું નામ પણ “સ મિq' ૧૬ બ્રહ્મચર્ય-સમાધિસ્થાન : આની ૧૭ ગાથાઓમાં બ્રહ્મચર્યની રક્ષા માટે ૧૦ વસ્તુઓનો ત્યાગ પ્રદર્શિત કરવામાં આવેલ છે. બ્રહ્મચર્યનું મહત્ત્વ પ્રગટ કરનાર આ અધ્યયન ગદ્ય અને પદ્યમાં પુનરાવૃત્ત થયેલું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૭ પાપ-શ્રમણીય : આમાં પથભ્રષ્ટ શ્રમણ (સાધુ)નું વન હોવાથી તેનું નામ “પાપ શ્રમણી” રાખવામાં આવેલ છે. તેની રવ ગાથાઓમાં ત્રીજીથી શરૂ કરી ૧૯મી ગાથા સુધી પ્રત્યેકના અંતે “પાવળિ રિ ગુરુ પદ આપે છે. - ૧૮ સંજયં: આની ૫૪ ગાથાઓમાં રાજર્ષિ સંજયે દીક્ષા લીધી એ વર્ણન છે. સાધુધર્મમાં દીક્ષિત થઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક રાજાઓનો પ્રસંગોપાત ઉલ્લેખ છે. ૧૯/પુત્રીય : આમાં ૯૯ ગાથાઓ છે. તેમાં મૃગાપુત્રની વૈરાગ્ય સંબંધી કથાની સાથે મૃગાપુત્ર અને તેના માતા-પિતાની વચ્ચે થયેલ સંવાદ આપવામાં આવ્યો છે જે ખુબ જ સુંદર છે. એમાં સાધુઓના આચારના પ્રતિપાદન સાથે પ્રસંગવશ નારકીય કષ્ટોનું પરા વર્ણન છે. મૃગચર્યાના દૃષ્ટાંત દ્વારા ભિક્ષાચર્યાનું વર્ણન કરવામાં આવેલ હોવાથી સંભવતઃ સમવાયાંગમાં તેનું નામ “મૃગચર્યા' આપવામાં આવ્યું હોય અને પછીથી મૃગાપુત્રની પ્રધાનતાને કારણે “મૃગાપુત્રીય એમ રાખવામાં આવ્યું હોય. ર૦ મહાનિર્ચન્થીય ? આમા ૬૦ ગાથાઓ છે. તેનાં અનાથી મુનિ અને રાજા શ્રેણિક વચ્ચે સનાથ અને અનાથ વિષયક સંવાદ રજૂ થયો છે અને તે ખૂબ જ રોચક છે. અનાથી મુનિની પ્રવ્રજ્યાની ઘટનાનું વિશેષ રૂપે વર્ણન આપવામાં આવેલ હોવાથી “સમવાયાંગમાં સંભવતઃ “અનાથ પ્રવજ્યા’ નામ આપવામાં આવ્યું હશે. પ્રાકૃત-ગ્રંથમાં જે “મહાનિર્ઝન્થીય' એવું નામ મળે છે ૧ કેટલાક ટીકાકારોએ આ અધ્યયનનું સંસ્કૃત નામ સંચય' લખ્યું છે. પણ પ્રાકૃતમાં “સંગફુન્ન” નામ છે. સંજય રાજાનું વર્ણન હોવાથી “સંગા' નામ જ યોગ્ય લાગે છે. યાકોબી તથા નિર્યુક્તિકાર પણ આમ જ માને છે. જુઓ - સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૮૦. ઉ. નિ. ગાથા ૩૪૯ २ मग्गं कुसीलाण जहाय सव्वं महानियंठाण वए पहेणं । –૩. ર૦. પ૧. महानियष्ठिज्जमिणं महासुयं से काहए महया वित्थरेणं । –૩. ૨૦. પ૩. Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' તેનો સંકેત આ અધ્યયનની બે ગાથાઓમાં જોઈ શકાય છે. મહાનિર્ચથીનો અર્થ થાય સર્વવિરત સાધુ. એ રીતે ક્ષુલ્લક નિર્ચન્થીય અધ્યયનનું જ વિશેષ રૂપે વર્ણન કરેલ હોવાથી આનું નામ “મહાનિર્ચન્થીય' રાખવામાં આવ્યું છે. ર૧ સમુદ્રપાલીય : આમાં ૨૪ ગાથાઓ છે. તેમાં વણિકપુત્ર સમુદ્રપાળની વાર્તા સાથે પ્રસંગોપાત સાધુના આચારોનું પણ વન છે. રર રથનેમીય ? આની ૫૧ ગાથાઓમાં યદુવંશી અરિષ્ટનેમી, કૃષ્ણા, રાજીમતી, રથનેમિ વગેરેના ચરિત્ર-ચિત્રણા છે. આ અધ્યયન અનેક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. રથનેમિ સંયમય્યત થાય છે ત્યારે રામતીના ઉપદેશથી સંયમ દઢ બને છે. એવી ઘટના મુખ્ય હોવાથી તેનું નામ “રથનેમિય' રાખવામાં આવ્યું છે. બીજી રીતે, રામતી અને અરિષ્ટનેમિની પ્રભાવોભાદક-ઘટનાને આધારે પણ આ અધ્યયનનું નામ આપી શકાયું હોત. દેશવૈકાલિકનું દ્રુમપુષ્યિત’ અધ્યયન આની સાથે સામ્ય ધરાવે છે. ૨૩ કેશિગોતમીય : આમાં ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશી અને ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ વચ્ચે એક જ ધર્મમાં સચેલ-અચલ, ચાર મહાવ્રત અને પાંચ મહાવ્રત રૂપ પરસ્પર વિપરીત દ્વિવિધ ધર્મવિષયભેદને અનુલક્ષીને એક સંવાદ થાય છે. તેમાં, ધર્મમાં સમયાનુકૂળ પરિવર્તન જરૂરી સમજીને સમન્વય કરવામાં આવેલ છે. આ અધ્યયન અનેક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. એ વર્તમાનમાં પ્રચલિત ધર્મવિષયક મતભેદોના સમન્વયની પ્રેરણા આપે છે. આમાં જૈન ધર્મના શ્વેતામ્બર અને દિગમ્બર એવા બે સંપ્રદાયોના ભેદનો સ્ત્રોત પણ સ્પષ્ટ રીતે પરિલક્ષિત થાય છે. તેમાં ૮૯ ગાથાઓ છે. ૨૪ સમિતીય : નેમિચન્દ્રની વૃત્તિમાં તેનું નામ “પ્રવચનમાતા' એવું મળે છે. કારણ કે તેમાં પ્રવચનમાતાઓ (ગુપ્તિ અને સમિતિ)નું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રવચનમાતાના અર્થમાં “સમિતિ શબ્દનો પણ પ્રયોગ થવાથી “સમિતીય १ अट्ठपवयणमायाओ समिई गुत्ती तहेव य । ૩. ૨૪. ૧. एयाओ अट्ठ समिईओ समायेण वियाहिया । -૩. ૨૪. ૧. Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન નામ પણ યોગ્ય છે`. આની ગાથાઓની સંખ્યા ૨૭ની છે. ૨૫ યજ્ઞીય : આમાં ૪૫ ગાથાઓ છે. જયઘોષ નામના મુનિ યજ્ઞમંડપમાં બ્રાહ્મણો સાથે થનારા સંવાદમાં સાચા બ્રાહ્માનું સ્વરૂપ, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા અને કર્મ થકી જાતિવાદની સ્થાપના કરતી વખતે સાધુના આચારનું વર્ણન કરે છે. તેની ૧૯ થી ૨૯ ગાથાઓમાં અંતે તે વયં બ્રૂમ માળ' પદ પુનરાવૃત્તિ પામે છે. ‘સમિક્ષુ’ અને પાપ-પ્રમળીય' અધ્યયનની જેમ આનું નામ ‘સત્રાત્તળ’ રાખી શકાયું હોત પરંતુ બ્રાહ્મણોના મુખ્યકર્મ યજ્ઞને દૃષ્ટિમાં રાખી યજ્ઞવિષયક આધ્યાત્મિક વ્યાખ્યા અહીં આપેલ હોવાથી તેનું નામ ‘યજ્ઞીય’ રાખવામાં આવ્યું છે. જો કે “યજ્ઞીય’ અધ્યયનમાં પણ યજ્ઞવિષયક ઘટના વર્ણિત છે પરંતુ, ત્યાં હરિકેશીને જ પ્રાધાન્ય આપવામાં આવેલ હોવાથી ‘રિòગીય’ નામ રાખવામાં આવ્યું છે. ૨૨ ૨૬ સામાચારી : આમાં ૫૩ ગાથાઓ છે. સાધુની સામાન્ય દિન અને રાતની સમ્યક્ ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ સામાચારી રાખવામાં આવેલ છે. ૨૭ ખલુંકીય : આનો અર્થ છે ઃ દુષ્ટ બળદ. આમાં દુષ્ટ બળદના દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યોની ક્રિયાઓનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી તેનું આવું નામ રાખવામાં આવેલ છે. અવિનીત શિષ્યોનો સંપર્ક થતાં સાધુએ શું કરવું તે પણ અહીં નિર્દેશાયું છે. ગાથાઓની સંખ્યા ૧૭ની છે. ૨૮ મોક્ષમાર્ગગતિ : આમાં ૩૬ ગાથાઓ છે. મોક્ષમાર્ગ-(રત્નત્રય)નું વર્ણન હોવાથી તેનું નામ ‘મોક્ષમાર્ગગતિ’ રાખવામાં આવેલ છે. ૨૯ સમ્યકત્વ-પરાક્રમ : આમાં જ્ઞાન, શ્રદ્ધા (દર્શન), અને સદાચારના વિભિન્ન અંશોને આધારે ૭૩ પ્રશ્નોત્તરોમાં આધ્યાત્મિક વિકાસનું વર્ણન ક૨વામાં આવેલ છે. આ આખું અધ્યયન ગદ્યમાં છે. બીજા અને સોળમા અધ્યયનની જેમ ‘સુર્ય મે આતં તેન માવયા' આદિ ગદ્યાંશ અધ્યયનની શરૂઆતમાં પુનરાવૃત્તિ Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' પામેલ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સમ્યકત્વ રૂપ હોવાથી તેનું નામ ‘સમ્યકત્વપરાક્રમ' રાખવામાં આવેલ છે. ‘સમવાયાંગ'માં તેનું નામ ‘અપ્રમાદ’ છે. પરંતુ, પ્રકૃતગ્રંથમાં આ અધ્યયનનું નામ સ્પષ્ટ રૂપે સમ્યકત્વ-પરાક્રમ જ મળે છે`. એથી પ્રતીત થાય છે કે સંભવત: આ અધ્યયન લુપ્ત થઈ ગયું હોય અને પછીથી ગદ્ય-ખંડમાં લખવામાં આવ્યું હોય. આમાં વર્ણિત ૭૩ પ્રશ્નોત્તરોનું વર્ણન ઓછાવત્તા અંશે ‘ભગવતી સૂત્ર’ (વ્યાખ્યાપ્રજ્ઞત્તિ)માં પણ મળે છે. ૩૦ તપોમાર્ગ : આમાં તપશ્ચર્યાનું વર્ણન હોવાથી તેનું નામ તપોમાર્ગ છે. તેમાં ૩૭ ગાથાઓ છે. ૩૧ ચરણવિધિ : આમાં ૧ થી ૩૩ની સંખ્યાને માધ્યમ બનાવીને ક્રમશઃ સાધુના ચારિત્ર્ય અને જ્ઞાન સંબંધી કેટલાક સિદ્ધાંતોનું વર્ણન છે. પ્રથમ ગાથામાં ચારિત્ર્યની વિધિનું વર્ણન હોવાથી તેનું નામ ‘ચરાવિધિ’ રાખવામાં આવ્યું છે. ‘સમવાયાંગ’ અને ‘સ્થાનાંગસૂત્ર’માં પણ આ રીતે સંખ્યા-ગણના દ્વારા જેન સિદ્ધાંતોનું વર્ણન જોવા મળે છે. ‘ઉત્તરાધ્યયન'માં સિદ્ધાંતોનો સંકેત છે, જ્યારે ‘સમવાયાંગ’ વગેરેમાં વિસ્તૃત વર્ણન છે. આની ૨૧ ગાથાઓમાંથી ૭-૨૦ના અંતિમ બે ચરણો ૧૪ ગાથાઓમાં પુનરુક્તિ પામ્યા છે. ત્રીજાથી છઠ્ઠા પદ્યમાં ત્રીજા ચરણની માત્ર ક્રિયામાં પરિવર્તન છે. બાકીના અંતિમ બે ચરણો પૂર્વવત પુન્નુરક્તિ પામ્યાં છે. ૩૨ પ્રમાદસ્થાનીય : ઈન્દ્રિયોની રાગ-દ્વેષમયી પ્રવૃત્તને પ્રમાદસ્થાનીય ગણીને આ અધ્યયનનું નામ ‘પ્રમાદસ્થાનીય’ રાખવામાં આવ્યું છે. આમાં ૧૧૧ ગાથાઓ છે. તેની ર૧મી ગાથામાં વર્ણિત વિષય”નો જ પછીની ગાથાઓમાં વિસ્તાર १. इह खलु सम्मत्तपरक्कमे नाम अज्झयणे समणेण भगवया महावीरेण कासवेणं पवेइए जं सम्मं...। ૨ સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃષ્ઠ ૮ 3 जे इन्द्रियाणं विसया मणुन्ना न तेसु भावं निसिरे कयाई । न यामणुत्रेसु मणं पि कुज्जा समाहिकामे समणे तपस्सी || ૨૩ ઉ. ૨૯નો પ્રારંભિક તથા ૭૪મો ગદ્યાંશ –૩. ૩૨. ૨૧. Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કરવામાં આવ્યો છે. તેમાં મનોજ્ઞામનોશ વિષયો તરફ પ્રવૃત્ત થયેલ ઈન્દ્રિયોની વૃત્તિને રોકવાનો મુખ્ય રૂપે ઉપદેશ આપવામાં આવ્યો છે. ૩૩ કર્મપ્રવૃત્તિ : આમાં ૨૫ ગાથાઓ છે. કર્મોની વિભિન્ન અવસ્થાઓ (પ્રકૃત્તિઓ)નું વર્ણન હોવાથી એનું નામ આ મુજબ રાખવામાં આવ્યું છે. ૩૪ લેશ્યા : આમાં ૬૧ ગાથાઓ છે. કર્મોની સ્થિતિમાં વિશેષ કરીને સહાયક લેશ્યાઓનું વર્ણન આપવામાં આવેલું હોવાથી તેનું નામ ‘લેશ્યા-અધ્યયન' રાખવામાં આવ્યું છે. ૩૫ અનગાર : અનગારનો અર્થ થાય : ગૃહત્યાગી સાધુ. આની ૨૧ ગાથાઓમાં સાધુના ગુણોનું વર્ણન છે. તેથી આ પ્રમાણેનું નામ રાખવામાં આવેલ છે. ૨૪ ૩૬ જીવાજીવ વિભક્તિ : આવું નામ રાખવાનું કારણ એ છે કે આમાં ચેતન (જીવ) અને અચેતન (અજીવ)નું વિસ્તૃત વર્ણન આપવામાં આવ્યું છે. આમાં ૨૬૯ ગાથાઓ છે અને આ સહુથી મોટું અધ્યયન છે. અધ્યયનના અંતમાં સમાધિમરણ (સંલેખના)નું પણ વર્ણન છે. આની અંતિમ ગાથામાં ‘ઉત્તરાધ્યયન’ને ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ કહેવામાં આવેલ છે. ગ્રંથના અધ્યયનોની ૩૬ની સંખ્યાનો સંકેત કરવામાં આવ્યો છે. આમ, આ અધ્યયનોમાં મુખ્ય રૂપે સંસારની અસારતા તથા સાધુના આચારનું વર્ણન આપવામાં આવેલ છે. જો કે ઉત્તરાધ્યયનની ગણના ‘ધર્માકથાનુયોગ’માં કરવામાં આવી છે પરંતુ આમાં આચારનું પ્રતિપાદન હોવાથી ‘ચરણાનુયોગ’નું અને દાર્શનિક સિદ્ધાંતોનું વર્ણન હોવાથી દ્રવ્યામાનુયોગનું પણ મિશ્રણ થઈ ગયું છે. ‘ઉત્તરાધ્યયન’ના આ ૩૬ અધ્યયનોમાં કેટલાંક અધ્યયન શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. કેટલાક ‘ધમ્મપદ’ની જેમ ઉપદેશાત્મક છે, કેટલાંક સાધુના આચાર અને નીતિનો ખ્યાલ આપે છે તો કેટલાંક કથા અને १. अत्र धम्माणुयोगेनाधिकारः । -ઉ. ચૂર્ણિ પૃષ્ઠ ૧. Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ૨૫ સંવાદ દ્વારા સાધુના આચારનું જ પ્રતિપાદન કરે છે. મુખ્યરૂપે વિભાજન નીચે મુજબ થઈ શકે. (અ) શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનાં પ્રતિપાદક અધ્યયન : ૨૪મું સમિતીય, ર૬મું સામાચારી, ૨૮મું મોક્ષમાર્ગગતિ, ૨૯મું સમ્યકત્વ-પરાક્રમ, ૩૦મું તપોમાર્ગ, ૩૧મું ચરણાવિધિ, ૩૩મું કર્મપ્રકૃતિ, ૩૪મું વેશ્યા અને ૩૬મું જીવાજીવવિભક્તિ. આ ઉપરાંત બીજા અને ૧૬માનો ગદ્ય ભાગ. (બ) નીતિ તથા ઉપદેશપ્રધાન અધ્યયન : પ્રથમ વિનય, બીજું પરીષહ, ૩જું ચતુરંગીય, ૪થું અસંસ્કૃત, પમું અકામમરા, ૬ઠું ક્ષુલ્લક નિર્ચન્થીય, ૭મું એલય, ૮ કાપલીય, ૧૦મું દૃમ પત્રક, ૧૧મું બહુશ્રુતપૂજા, ૧૫મું સભિક્ષુ, ૧૬મું બ્રહ્મચર્ય-સમાધિસ્થાન (પદ્યભાગ), ૧૭મું પાપ શ્રમણીય, ૨૭મું ખલુંકીય, ૩રમું પ્રમાદ સ્થાનીય અને ૩૫મું અનગાર. (સ) આખ્યાનાત્મક અધ્યયન : ૯મું નમિપ્રવજ્યા, વરમું હરિકેશીય, ૧૩મું ચિત્તસંભૂતીય, ૧૪મું ઈષકારીય, ૧૮મું સંજય (સંયતીય), ૧૯મું મૃગાપુત્રીય, ૨૦મું મહાનિર્ચન્થીય, ર૧મું સમુદ્ર પાલીય, રમું રથનેમીય, ર૩મું કેશિગૌતમીય અને ૨૫મું યજ્ઞય. આ રીતે ઉપર જે અધ્યયનોનું વિભાજન કરવામાં આવ્યું છે તે પ્રધાનતાની દૃષ્ટિએ છે'. અન્યથા આવું વિભાજન સંભવી શકે નહિ કારણ કે મોટે ભાગે બધાં અધ્યયનોમાં સૈદ્ધાત્ત્વિક ચર્ચા વગેરેનું મિશ્રણા છે. ઉપર્યુક્ત જે અધ્યયનોની ગાથા-સંખ્યા આપવામાં આવી છે તે માટે આત્મારામજીના સંસ્કરણનો આધાર લેવામાં આવ્યો છે. ત્યાં ક્યાંક બે કે ત્રાની સંખ્યાનો તફાવત પડે છે પરંતુ, કોઈ ખાસ મહત્ત્વપૂર્ણ તફાવત પડતો નથી. આ અધ્યયનોમાં પરસ્પર જો કે ૧ ડૉ. નેમિચંદ્ર પોતાના પ્રાકૃત ભાષા અને સાહિત્યના આલોચનાત્મક ઈતિહાસ (પૃ. ૧૯૩)માં “યજ્ઞીય અધ્યયનને આ વિભાગમાં મૂક્યું નથી પણ કપિલીયને મૂક્યું છે. “ઉત્તરાધ્યયન'ની ટીકાઓમાં કપિલ-ષિની કથા મળે છે અને તેની પુષ્ટિ ઉત્તરાધ્યયનનાં કેટલાક પદ્યોથી થાય છે. આ અધ્યયનમાં આખ્યાનનું એટલું પ્રાધાન્ય નથી જેટલું ઉપદેશનું છે. કારણ કે આ અધ્યયનમાં દુર્ગતિમાં ન લઈ જનાર કર્મના વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે છે ત્યારે કપિલ ઋષિ તેનો જવાબ આપે છે એવું અંતિમ ગાથામાંથી ફલિત થાય છે. એવો સંભવ છે કે અનુસંધાન સામેના પાના પર Page #50 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કોઈ સંબંધ પ્રતીત થતો નથી. પરંતુ કેટલાક ટીકાકારોએ તેઓમાં સંબંધ સ્થાપવાની કોશિષ કરી છે ખરી. રચયિતા અને રચનાકાળ : ‘ઉત્તરાધ્યયન’ કોઈ એક વ્યક્તિ દ્વારા કોઈ એક સમયે લખાયેલી રચના નથી પરંતુ, એ એક સંકલન-ગ્રંથ છે. શુદ્ધ સૈદ્ધાન્તિક વિષયોનું પ્રતિપાદન કરનારા અધ્યયન તથા ગદ્ય ભાગ સમયની દૃષ્ટિએ પછીનાં લાગે છે. બાકીનો ભાગ સરખામણીમાં અધિક પ્રાચીન લાગે છે. તેમાં પણ સમયે સમયે સંશોધન ૨૬ અનુસંધાન પાદટિપ પાછળના પાનાની ચાલુ એમણે જે ઉપદેશ આપ્યો છે તે એમના જીવન સાથે સંબંધિત હોય, અને ટીકાકારોએ તેને અપનાવી લીધો હોય, અથવા એમ પણ બને કે તેનું પૂર્વ રૂપ બીજું જ હોય. શાર્પેન્ટીયરે પણ પોતાના પુસ્તક ‘ઉત્તરાધ્યયનની ભૂમિકા’ પૃષ્ઠ ૪૪માં ઉપર જણાવેલ તથ્યને સ્વીકાર્યું છે. સમ્યકત્વ-પરાક્રમમાં જો કે પ્રશ્નોત્તર શૈલી છે પરંતુ એ શુદ્ધ સૈદ્ધાન્તિક અને વર્ણનાત્મક છે. એલય-અધ્યયનમાં બકરાના દૃષ્ટાન્તની પ્રમુખતા છે તેથી તેને આખ્યાનાત્મક કહી શકાય. પણ, વાસ્તવમાં ત્યાં પ્રધાનતા નીતિ અને ઉપદેશની જ છે. જ્યાં સુધી યજ્ઞીય અધ્યયનને લાગે વળગે છે ત્યાં સુધી તેમાં સ્પષ્ટ રીતે બે બ્રાહ્મણોનો સંવાદ છે તેથી તેને આખ્યાનાત્મક વિભાગમાં રાખવું જ ઉચિત છે. આચાર્ય તુલસી (ઉત્તરાયળાળિ ભાગ-૧ ભૂમિકા પૃષ્ઠ ૧) એ અધ્યયનોના વિભાજનને આ પ્રમાણે વ્યક્ત કર્યું છે. ૧ ધર્મકથાત્મક ૧૪ અધ્યયન : ૭ થી ૯, ૧૨ થી ૧૪, ૧૮ થી ૨૩, ૨૫, ૨૭ ૨ ઉપદેશાત્મક ૬ અધ્યયન : ૧, ૩ થી ૬, ૧૦ ૩. આચારાત્મક ૯ અધ્યયન : ૨, ૧૧, ૧૫ થી ૧૭, ૨૪, ૨૬, ૩૨, ૩૫ ૪ સૈદ્ધાન્તિક ૭ અધ્યયન : ૨૮ થી ૩૧, ૩૩ થી ૩૪, ૩૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ર૭ અને પરિવર્તન થતાં રહ્યા છે. આગમોના સંકલન માટે શ્વેતાંબર-સંપ્રદાય અનુસાર થયેલ ત્રણા (વાચનાઓ) સંમેલનોમાંથી આ વાતની પુષ્ટિ મળે છે. ભગવાન મહાવીરના નિર્વાણ (ઈ.પૂ. પર૭)થી લગભગ ૧૬૦ વર્ષ પછી ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં મગધમાં ભયંકર દુષ્કાળ પડ્યો તેથી અનેક સાધુઓ ભદ્રબાહુના નેતૃત્વમાં સમુદ્રતટ તરફ ચાલ્યા ગયા. જે ન જઈ શક્યા તેઓ સ્થૂળભદ્ર (સ્વર્ગમન વી. નિ. સં. ર૧૯)ની સાથે ત્યાં જ રહ્યા. દુકાળ પૂરો થતાં, સ્થૂળભદ્રના નેતૃત્વમાં પાટલિપુત્રમાં જૈન સાધુઓનું એક સંમેલન ભરાયું અને મૌખિક પરંપરાથી સચવાયેલા અંગ ગ્રંથોનું સંકલન કરવામાં આવ્યું. બારમું અંગ “દૃષ્ટિવાદ” માત્ર ભદ્રબાહુને જ યાદ હતું. તેથી તેનું સંકલન થઈ શક્યું નહિ અને ધીમે ધીમે તે લુપ્ત થઈ ગયું. તેના પછી (મહાવીર-નિર્વાણાના ૮૨૭ કે ૮૪૦ વર્ષ પછી, ઈ. સ. ૩૦૦-૩૧૩)ના સમયમાં આર્ય ઋન્ટિલના નેતૃત્વમાં બીજું સંમેલન મથુરામાં ભરાયું. આ સંમેલનમાં જેને જે યાદ હતું તેને સંકલિત કરવામાં આવ્યું લગભગ આ જ અરસામાં નાગાર્જુનસૂરિના નેતૃત્વમાં વલભી (સૌરાષ્ટ્ર)માં એક બીજું સંમેલન ભરાયું. તે પછી બંને નેતાઓ પરસ્પર મળી ન શક્યા તેથી પાઠભેદ રહી ગયો. મહાવીર નિર્વાણ પછી ૯૮૦-૯૯૩ વર્ષ બાદ વલભીમાં જ દેવર્ધિગણિ ક્ષમાશ્રમના નેતૃત્વમાં એક ત્રીજું સંમેલન થયું. તેને ચોથું પણ ગણી શકાય. આ સંમેલનમાં આગમોને સંકલિત કરી ૧ પ્રા. સા. ઈ. પૃ. ૩૬-૩૯ બૌદ્ધ સાહિત્યમાં પણ આ રીતની ત્રણ સંગીતિયોનો ઉલ્લેખ મળે છે. તેમાં ગ્રંથોને વ્યવસ્થિત કરવામાં આવેલા. અંતિમ બૌદ્ધ-સંગીતિ બુદ્ધપરિનિર્વાણ બાદ ર૩૬ વર્ષ અશોકના રાજ્યકાળમાં ભરાઈ હતી. જેનની અંતિમ વાચના ઘણી પછીથી (વિ.નિ. ૯૮૦-૯૩૩)માં થઈ. જેનોના સંમેલનની જેમ બૌદ્ધ-સંગીતિયોનું કારણ દુકાળ ન હતો. જુઓ - બુદ્ધચર્યા પૃ. ૫૪૮-૫૮૦માંથી Page #52 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન લિપિબદ્ધ કરવામાં આવ્યાં. વર્તમાનમાં ઉપલબ્ધ બધા આગમ-ગ્રંથ આ સંમેલનમાં લિપિબદ્ધ થઈ ગયાં. આથી સ્પષ્ટ છે કે દુકાળ વગેરેને કારણે તથા મૌખિક પરંપરા ચાલી આવવાને કારણે સ્વાભાવિક છે કે વિસ્મૃતિને કારણે આગમોમાં સમયે સમયે પરિવર્તન અને સંશોધન કરવામાં આવ્યાં હોય તથા સંમેલનો ભરી તેને સુવ્યવસ્થિત કરવામાં આવ્યા હોય. આ રીતે ઈ. પૂ. પાંચમી સદીથી ઈ. સ. પાંચમી સદીના હજાર વર્ષના ગાળામાં તેમાં અનેક પરિવર્તન અને સંશોધન થતાં રહ્યાં અને પરિણામે જૈન આગમ-ગ્રંથ પોતાના સંપૂર્ણ મૂળ રૂપે સચવાઈ ન શક્યા. તેથી ઉત્તરાધ્યયન'માં એમ ન થયું હોય એમ સંભવે નહિ. દેવર્ધિગહિની અધ્યક્ષતામાં લિપિબદ્ધ “સમવાયાંગમાં ઉત્તરાધ્યયન’નાં અધ્યયનોનાં નામ જુદી રીતે આપવામાં આવેલ છે તેથી સ્પષ્ટ છે કે વર્તમાન “ઉત્તરાધ્યયનમાં દેવર્ધિગણિની વાચના બાદ પણ કેટલુંક સંશોધન અવશ્ય થયું છે. પાઠભેદ, વિષયનું પુનરાવર્તન વગેરે કેટલાંક સામાન્ય તત્ત્વો છે જેનાથી સંશોધન અને પુનરાવર્તનની સાબિતી મળે છે. આવાં પરિવર્તનો થયા છતાં પણ “ઉત્તરાધ્યયન'ની મૂળરૂપતા અધિક નષ્ટ થઈ નથી. હવે અહીં, કેટલાંક તથ્યોને આધારે તેના પ્રાચીન રૂપ અને અર્વાચીન રૂપનો વિચાર કરવામાં આવશે. ‘ઉત્તરાધ્યયન” પર મળતા ટીકા સાહિત્યમાં સર્વપ્રથમ આચાર્ય ભદ્રબાહુની નિર્યુક્તિ મળે છે. તેમનો સમય વિ. સં. ૫૦૦-૬૦૦ની વચ્ચેનો સિદ્ધ થાય છે. એથી એટલું તો સ્પષ્ટ થાય છે કે આ સમય પહેલાં “ઉત્તરાધ્યયન' પોતાની પૂર્ણ સ્થિતિમાં આવી ચૂક્યું હતું. દિગંબર-પરંપરામાં પણ તેનો સાદર ઉલ્લેખ મળે છે તેથી સ્પષ્ટ થાય છે કે સંઘભેદ થયા પહેલાં તેને માન્યતા પ્રાપ્ત થઈ ૧ દિગમ્બર-પરંપરા આવી જાતની વાચનાઓને પ્રામાણિક માનતી નથી. તે અનુસાર મહાવીર-નિર્વાણાથી ૬૩૮ વર્ષ બાદ સુધી અંગજ્ઞાનની પરંપરા રહી હતી. પણ તેને સંકલિત કરવાનો કે લિપિબદ્ધ કરવાનો કોઈ સામુહિક પ્રયત્ન થયો ન હતો. જુઓ જે. સા. ઈ. પૂ. પૃ. પર૮ ૨ “શ્રમણા સપ્ટેમ્બર ૧૯૫૪ પૃ. ૧૫. Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' ગઈ હતી. જો એમ ન હોત તો તેમાં તેનો ઉલ્લેખ ન મળત. વળી, ‘દશવૈકાલિક’ની રચનામાં, ‘ઉત્તરાધ્યયન'ના અંશોનો આધાર હોવાથી, તથા ‘દશવૈકાલિક’ની રચના થયા બાદ, ‘ઉત્તરાધ્યયન’નો દશવૈકાલિક પછી પઠન કરવાનો ઉલ્લેખ હોવાથી, દશવૈકાલિક' પહેલાં તેની રચના થઈ ગયેલી હોવી જોઈએ. ‘દશવૈકાલિક’ના કર્તા શય્યભવસૂરિનો સમય મહાવીર-નિર્વાણના ૭૫ વર્ષ બાદ માનવામાં આવે છે. ‘ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથા તથા અન્યત્ર પણ ઉલ્લેખિત આ પ્રકારના પ્રમાણોથી પ્રતીત થાય છે કે તેના ઉપદેષ્ટા સાક્ષાત્ મહાવીર છે. તેમણે નિર્વાણ-પ્રાપ્તિના અંતિમ સમયમાં ન પૂછાયા હોય એવા પ્રશ્નોના ઉત્તરના સ્વરૂપે ઉપદેશ આપેલો અને ત્યારબાદ તેમને પરિનિર્વાણ પ્રાપ્ત થયું હતું. સંભવતઃ એથી જ શાર્પેન્ટિયર ‘ઉત્તરાધ્યયન’ની ભૂમિકામાં તેને મહાવીરના વચન તરીકે સ્વીકારે છે. આ રીતે ‘ઉત્તરાધ્યયન'ની પ્રાચીનતા મહાવીરના નિર્વાણકાળ જેટલી છે. પરંતુ, આનાથી વિરુદ્ધ ઉલ્લેખ પણ મળે છે, જેમ કે ‘સમવાયાંગસૂત્ર’ના ૫૫માં સમવાયમાં, ૫૫ પુણ્યફલવિપાક અને ૫૫ પાપફલવિપાકના અધ્યયનોનું કથન છે અન એ ઉપરાંત તેમાં મહાવીરના પરિનિર્વાણને પ્રદર્શિત કરવામાં આવેલ છેă. પરંતુ ૩૬મા સમવાયમાં, જ્યાં ‘ઉત્તરાધ્યયન'ના અધ્યયનોનાં નામો ૧ જુઓ - પૃ. ૧૪. પા. ટિ. ૧. ૧ જુઓ - પૃ. ૧૨. પા. ટિ. ૧. 3 षट्त्रिंशत्तमाप्रश्नव्याकरणान्यभिधाय च । प्रधान नामाध्ययनं जगद्गुरुभावयत् ॥ ત્રિવિષ્ટિરાાપુરુષવરિત્ર, ૧૦-૧૩-૨૨૪. तेणं कालेणं... पणपन्नं अज्झयणाई कलाणफल विवागाई पणपत्रं अज्झयणाइं पावफल विवागाई छत्तीसं अपुट्ठवागरणाई वागरित्ता पहाणं नाम अज्झयणं... परिनिव्वुडे सव्वदुक्खपणे । પસૂત્ર ૧૧૪ ૧૧મી વાચના -રિવંશપુરાળ ૧૦-૧૩૪ उत्तराध्ययनं वीर निरवाणगमनं तथा ૪ જુઓ અનુસંધાન પૃષ્ટ ૩૦ની પાદટિપ ૨૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ગણાવવામાં આવ્યા છે ત્યાં એવો કોઈ ઉલ્લેખ નથી. આ ઉપરાંત કલ્પસૂત્ર'માં ઉલ્લેખિત પાઠથી પ્રતીત થાય છે કે ભગવાને પોતાના પરિનિર્વાણના સમયે, પપ પુણ્યફલવિપાક અને પપ પાપફલવિપાકનું કથન કરેલું અને તે ઉપરાંત ન પૂછાયેલ હોવા છતાં ૩૬ અધ્યયનોનું પણ કથન કરેલું. “કલ્પસૂત્ર'ના આ ઉલ્લેખથી ગ્રંથમાં ઉલ્લેખાયેલી કારિકા (૩૬. ર૬૯)નો “સમવાયાંગ' સાથે સમન્વય સધાય છે. ગ્રંથમાં એક સ્થાને વળી બીજી આવા પ્રકારની ગાથા છે જેમાં ક્ષત્રિય-ઋષિ, સંજય મુનિને કહે છે કે વિદ્યા અને ચારિત્ર્યથી સંપન્ન સત્યવાદી અને પરાક્રમી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે આ તત્ત્વને પ્રગટ કરીને પરિનિર્વાણ પ્રાપ્ત કરેલું. આ ઉલ્લેખોથી સિદ્ધ થાય છે કે “ઉત્તરાધ્યયન'માં મહાવીરનો અંતિમ ઉપદેશ છે. હવે અહીં એક શંકા ઉત્પન્ન થાય છે કે આમ સ્વીકારતાં, નિયુક્તિ અને તેના આધારે લખાયેલ જિનદાસગણિ મહત્તરની ચૂર્ણાિ અને વાદિવેતાલ શાંતિસૂરિની ટીકાનું આ કથન કે ઉત્તરાધ્યયનનાં કેટલાંક અધ્યયન અંગ ગ્રંથોમાંથી (જેમકેદષ્ટિવાદમાંથી પરીષ૬) લેવામાં આવેલ છે; કેટલાંક જિન-ભાષિત (જેમ કે તુમપત્ર) છે; કેટલાંક પ્રત્યેક-બુદ્ધ (જેમકે પછીય) દ્વારા પ્રરૂપિત છે અને અનુસંધાન પૃષ્ટ ર૯ની પાદટિપ समणे भगवं महावीरे अंतिमराइयंसि पणपत्रं अज्झयणाई कलाणफलविवागांई पणपत्रं अज्झयणाइं पापफल विवागाइं वागरित्ता सिद्धै जाव सव्वदुःखप्पहीणे । १ छत्तीसं उत्तरज्झयणा पण्णपत्ता तं जहा...। સમવા ૩૬મો સમવાય ૨ જુઓ – પૃષ્ઠ ૨૯ પાદટિપ ૩. 3 इइ पाउकरे बुद्धे नायए परिणिन्दुए । विज्जाचरणसंपन्ने सच्चे सच्चपरक्कमे ।। –૩. ૧૮-૨૪. Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' કેટલાંક સંવાદ રૂપે (જેમ કે વેરીગૌતમીય) કહેવાયાં છે–તો આ બધાની સંગતિ કેવી રીતે થશે ? સંભવ છે કે નિર્યુક્તિકારનું ઉપર મુજબનું કથન ‘ઉત્તરાધ્યયન’ એક કર્તુક રચના નથી એ કથનને આધારે કરવામાં આવેલું છે. માટે નિર્યુક્તિકાર ૩૬મા અધ્યયનની અંતિમ ગાથાની નિર્યુક્તિમાં ‘ઉત્તરાધ્યયન’નું મહત્ત્વ વ્યક્ત કરતાં સ્પષ્ટ રૂપે તેને જિન-પ્રણીત કહે છે. આ રીતે ‘ઉત્તરાધ્યયન’ના રચનાકાળની અવધિ મહાવીર-નિર્વાણના સમય સુધી પહોંચે છે. ઉત્તરકાળ તરફ દૃષ્ટિ દોડાવતાં પ્રતીત થાય છે કે તેમાં કેટલોક અંશ પછીથી જોડી દેવામાં આવ્યો છે, તે લગભગ ત્રીજી વલ્લભી-વાચના સુધીનો છે. દિગંબર ગ્રંથોમાં ‘ઉત્તરાધ્યયન’નો જે વિષય દર્શાવવામાં આવ્યો છે તે પરથી બીજા પરીષહ અધ્યયનને બાદ કરતાં બાકીનો અધિકાંશ ભાગ સંઘભેદ પછીનો પ્રતીત થાય છે. આ પરથી ઓછામાં ઓછું એટલું તો સ્પષ્ટ થાય છે કે १. अंगप्पभवा जिणभासिया य पत्तेयबुद्धसंवाया । बंधे मुक्खे य कया छत्तीसं उत्तरज्झयणा ।। ૬. નિ. ગાથા ૪; એ જ નિર્યુક્તિ ઉપર શાંતિસૂરિની ટીકા, પૃષ્ઠ ૫; ૩. પૂર્ણિ પૃષ્ઠ ૭. २ चउव्विहोवसग्गाणं बावीस परिस्सहाणं च सहणविहाणं । सहणफलमेदम्हादो एदमुत्तरमिदि च उत्तरज्झेणं वण्णेदि । સાયપાદુડ-નયથવા ટીા, ભાગ-૧ પૃષ્ઠ ૧૨૦ उत्तरज्झयणं उग्गमुप्पायणेसणदोसगयपायच्छित्तविहाणं कालादिविसेसिदं परूवेदि । —પત્તુણ્ડાયામ, પુસ્તક ૯ પૃષ્ઠ ૧૯૦ उत्तराणि अहिज्जेति उत्तरज्झयणं पदं जिणिदेहिं । बावीसपरीसहाणं उवसग्गाणं च सहणविहिं । वण्णेदि तप्फलमवि एवं पण्हे च उत्तरं एवं । कहदि गुरुसीसयाण पइण्णिय अट्ठमं तं खु । I ૩૧ ૧૫ત્તિ-વૃત્ઝિા ગાથા ૨૫-૨૬ —ધવા (પડતુણ્ડા।મ-ટી) પૃષ્ઠ ૯૭. (સહારનપુર-પ્રતિ, લિખિત) उत्तरज्झयणं उत्तरपदाणि वण्णेइ । Page #56 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ‘ઉત્તરાધ્યયન’ પોતાના અપરિવર્તિત રૂપમાં રહેલ નથી. ‘ભગવતી-આરાધના’ ઉપર લખવામાં આવેલી, અપરાજિતસૂરિની સંસ્કૃત ટીકામાંથી ‘ઉત્તરાધ્યયન’ના બે પઘો ઉદ્ધૃત કરતી વખતે પંડિત કૈલાશચંદ્ર શાસ્ત્રી પોતાના ‘જૈન સાહિત્યના ઈતિહાસ'માં લખે છે કે ‘વર્તમાન ઉત્તરાધ્યયન'માં આ પઘો' જોવા મળતાં નથી, તેથી ‘ઉત્તરાધ્યયન'માં વલભી-વાચના પછી પણ પરિવર્તન થયેલ છે. આટલું થયું હોવા છતાં, મૂળરૂપતાનો અધિક અભાવ થયો નથી, કારણ કે વર્તમાન ‘ઉત્તરાધ્યયન'માં તે બંને પઘ નજીવા પરિવર્તન સાથે હજી પણ મોજૂદ છે. ૩૨ જ્યારે આપણે ‘ઉત્તરાધ્યયન’ના અંત ભાગનું અવલોકન કરીએ છીએ ત્યારે જોવા મળે છે કે તેમાં કેટલીક એવી હકીકતો પણ છે જેને આધારે કેટલાક અંશોને મહાવીર-નિર્વાણ પછી ઘણા સમય બાદની રચના ગણી શકાય. જેમ કે : ૧ અંગ-ગ્રંથોમાં અગિયાર અંગોથી વિલક્ષણ દૃષ્ટિવાદનો ઉલ્લેખ એમ સિદ્ધ કરે છે કે તે સમય સુધીમાં દૃષ્ટિવાદનો લોપ થઈ ગયો હતો. ‘દૃષ્ટિવાદ’ના મહત્ત્વને પ્રગટ કરવા માટે આવું કથન કરવામાં આવ્યું હોય એમ કહી શકાય તેમ નથી કારણ કે ‘આચારાંગ’નું મહત્ત્વ સહુથી વધારે માનવામાં આવ્યું છે. આ ઉપરાંત જ્યાં સાધુને કેટલાક ગ્રંથોના અધ્યયનમાં યત્નશીલ થવાનું કહેવામાં १ परिचित्तेसु वत्थेसु ण पुणो वेलमादिए । अचेलपवरे भिक्खू जिणरूपधरे सदा ॥ सचेलगो सुखी भवदि असुखी वावि अचेलगो । अहं तो सचेलो होक्खामि इदि भिक्खू न चिंतए || (ઉષ્કૃત-ભાવતી આરાધના-જૈ. સા. ઈ. પૂ.પૃ. ૫૨૫-૫૨૭) ૨ સરખાવો ઃ परजणेहिं वतथेहिं होक्खामि त्ति अचेल अदुवा सचेले होक्खामि इह भिक्खू न चिंतए || एगयाऽचेलए होइ सचेले आवि ए गया । एवं धम्मं हियं नच्चा नाणी नो परिदेवए ॥ ૩ જુઓ પૃષ્ઠ ૩ પાઇટિપ ૨. -૩. ૨. ૧૨. ૧૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' ૩૩ આવ્યું છે તે ૩૧માં અધ્યયનમાં “દૃષ્ટિવાદનો સમાવેશ કેમ કરી લેવામાં આવ્યો નથી ? ૨ “સૂત્રરુચિ-સમ્યગ્દર્શન'ના લક્ષણામાં અંગ અને અંગબાહ્ય ગ્રંથોનો તથા અભિગન-રુચિ' સમ્યગ્દર્શનના લક્ષણામાં “પ્રકીર્ણકગ્રંથોનો ઉલ્લેખ થયો છે. એથી સ્પષ્ટ થાય છે કે એ અરસામાં અંગ, અંગબાહ્ય અને પ્રકીર્ણક ગ્રંથોની રચના અવશ્ય થઈ ગઈ હતી. ૩ ચરણવિધિ નામના ૩૧મા અધ્યયનમાં, સાધુએ “સૂત્રકૃતાંગ', “જ્ઞાતાસૂત્ર' અને પ્રકલ્પ (આચારંગ”-નિશીથ સહિત) એ અંગગ્રંથો તથા દશાબ્દિ (દશાશ્રુત, કલ્પ અને વ્યવહાર) અંગબાહ્ય ગ્રંથોના અધ્યયનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ એવું વિધાન છે. એથી સ્પષ્ટ થાય છે કે ત્યાં સુધીમાં આ ગ્રંથો પોતાના મહત્ત્વને કારણે પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા. જો એમ ન થયું હોય તો સાધુએ તે ગ્રંથોના અધ્યયનમાં પ્રયત્નશીલ રહેવું એવો ઉલ્લેખ ન થયો હોત. ૪ ગ્રંથમાં અનેક જગાએ “આમ ભગવાને કહ્યુ છે', “કપિલ ઋષિએ આમ કહ્યું છે' જેવા ગ્રંથોક્ત વચનોની પ્રામાણિકતાથી એ સ્પષ્ટ થાય છે કે આ ગ્રંથ સાક્ષાત્ મહાવીર-પ્રીત નથી પરંતુ અર્થત: મહાવીર પ્રણીત ગણાય અને શબ્દની દષ્ટિએ બીજી કોઈ વ્યક્તિ દ્વારા રચિત ગણાય. આનો આથી વધુ સ્પષ્ટ ઉલ્લેખ ૧૦માં અધ્યયનની અંતિમ ગાથા (વૃદ્ધાસ નિષ્ણ માલિય, સુદરમકૃપગોવસોદિય)માં મળે છે. આ ઉપરાંત, અંગ ગ્રંથોનું પ્રાયન મહાવીરના પ્રધાન શિષ્યો દ્વારા અને અંગબાહ્યનું નિર્માણ ઉત્તરવર્તી શિષ્યો દ્વારા થયું છે. એ હકીકત પણ સિદ્ધ કરે છે કે ઉત્તરાધ્યયન' શબ્દતઃ મહાવીર પ્રણીત નથી. પણ તેમના શિષ્યો દ્વારા રચાયેલ છે. ૧ એજન ઉ. ૩૧-૧૩-૧૪, ૧૬-૧૮ વિશેષ માટે જુઓ : પરિશિષ્ટ ૩ ૩ જુઓ પૃ. ૧૮, પા. ટિ. ૧; પૃ. ર૩, પા. રિ. ૧; ઉ. બીજા અને ૧૬માં અધ્યયનનું પ્રારંભિક ગદ્ય. Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ૫ કેશિગોતમ-સંવાદના સચેલકત્વ (સાંતરોત્તર) અને અચલકત્વવિષયક સંવાદથી સંઘભેદનો સ્પષ્ટ સંકેત મળે છે. - ૬ દ્રવ્ય, ગુણા, પર્યાય જેવા સૈદ્ધાત્તિક વિષયોની એટલી સંક્ષિપ્ત અને પરિમાર્જિત પરિભાષાઓ એ સિદ્ધ કરે છે કે એનું પ્રણયન દાર્શનિક ક્રાન્તિના કાળમાં થયું છે કારણ કે આગમોમાં આ પ્રકારની સંક્ષિપ્ત પરિભાષાઓ ઉપલબ્ધ થતી નથી પણ મોટે ભાગે તેમાં વિવરણાત્મક અર્થ જ મળે છે. ૭ “ઉત્તરાધ્યયન'નો પ્રાયઃ બહુવચનાત્મક પ્રયોગ મળે છે તેથી જાણી શકાય કે તેની રચના એક વ્યક્તિ દ્વારા થઈ નથી પણ તે અનેક અધ્યયનોનું સંકલન છે. આ બધાં તથ્યોને આધારે કહી શકાય કે વર્તમાન “ઉત્તરાધ્યયન' કોઈ એક સમયની કે કોઈ એક વ્યક્તિની રચના નથી પણ એક સંકલન ગ્રંથ છે અને તેની રચના કોઈ નિશ્ચિત કાળમાં થઈ નથી પણ જુદા જુદા સમયે થઈ છે. તેમાં જોવા મળતાં પરિવર્તન અને સંશોધન વગેરે મહાવીર નિર્વાણના સમયથી માંડી ત્રીજી વલ્લભી-વાચનાના સમય (મહાવીર-નિર્વાણથી લગભગ હજાર વર્ષ-ઈ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પાંચમી સદી) સુધીમાં અથવા તેથી પણ કેટલાક १ गुणाणमासवो दव्वं एग दव्वस्सिया गुणा । लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे ।। ૩. ૨૮. ૬. તથા જુઓ પ્રકરણ-૧ ધર્માદિ દ્રવ્યોની પરિભાષા २ एतेसिं चेव छत्तीसाए उत्तरज्झयणाणं समुदय-समितिसमागमेणं उत्तरज्झयणभावसुतक्खंधेति लब्भइ ताणि पुण छत्तीसं उत्तरज्झयणाणि इमेंहि नामेहिं अणुगंतव्वाणि । ૩. – પૃષ્ઠ ૮ તથા જુઓ : પૃ. ૧ર, પાદટિપ ૧, પૃ. ૩૧, પાદટિપ ૧, પૃ. ૩૬, પાદટિપ ૧, નંદીસૂત્ર ૪૩. ૩. વૃદ્ઘત્તિ, પત્ર ૫. સમવા. સમવાય ૩૬. Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' ૩૫ સમય પછીનાં પ્રતીત થાય છે. કારણ કે તૃતીય વાચના વખતે લિપિબદ્ધ કરવામાં આવેલ “સમવાયાંગ-સૂત્રમાં “ઉત્તરાધ્યયન'ના જે ૩૬ અધ્યયનોનાં નામોનો ઉલ્લેખ મળે છે તેની સાથે વર્તમાનમાં ઉપલબ્ધ “ઉત્તરાધ્યયન’નાં નામોમાં જરા તફાવત જોવા મળે છે. આ તફાવત જો કે નગણ્ય છે છતાં, તેનાથી પરિવર્તન અને સંશોધનનો સ્પષ્ટ ખ્યાલ મળે છે. નિર્યુક્તિકાર (છઠ્ઠી શતાબ્દી) પ્રકૃત ગ્રંથને અનેક કર્તાની રચના તરીકે સ્વીકારે છે છતાં “ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથાના વ્યાખ્યાનમાં તેને ભગવાન મહાવીરના પરિનિર્વાણ સમયનો ઉપદેશ માને છે. વાસ્તવમાં, નિર્યુક્તિકારનું ઉપર જણાવેલ કથન પ્રકત પદ્યની વ્યાખ્યા માત્ર છે. સંભવ છે, કે આ પદ્ય ઉત્તરાધ્યયન'ના મહત્ત્વને પ્રગટ કરવા માટે પાછળથી જોડી દેવામાં આવ્યું હોય અને નિર્યુક્તિકારે પૂર્વ-પરંપરાનો નિર્વાહ કર્યો હોય. ૩૬માં અધ્યયનની અંત ભાગની કેટલીક ગાથાઓ તપાસતાં; તથા ૧૮માં અધ્યયનની ૨૪મી ગાથા સાથે ૩૬મા અધ્યયનની અંતિમ ગાથાને સરખાવતાં ઉપર જણાવેલ કથનની પુષ્ટિ થાય છે. બૃહદ્ વૃત્તિકાર શાંત્યાચાર્ય પણ “ઉત્તરાધ્યયન'ને ભગવાન મહાવીરના પરિનિર્વાણના સમયનો અંતિમ ઉપદેશ ગણાવા પૂર્ણતઃ તૈયાર નથી. માટે એમણે વુિ' શબ્દનો અર્થ “સ્વસ્થ થયેલ” એવો કર્યો છે. १ इह पाउकरे बुद्धे नायए परिणिव्वुए । विज्जाचरणसंपने सच्चे सच्चपरक्कमे ॥ –૩. ૧૮. ૨૪. આ ઉદાહરાને પૃ. ૧૨ પા. ટિ. ૧ સાથે મેળવી જુઓ. २ अथवा पाउकरे, त्ति प्रादुरकार्षित् प्रकाशितवान्, शेषं पूर्ववत् नवरं परिनिर्वृत : क्रोधादिदहनोपशमत : समन्तात् स्वस्थीभूतः । –૩. વૃત્તિ , પત્ર ૭૧ર इत्येवं रूपं 'पाउकरे' त्ति प्रादुकार्षीत प्रकटितवान्... परिनिर्वृत : कषायानल विध्यापनात् समन्तात् शीतीभूत: ।। –૩. વૃદ્ઘત્તિ, પત્ર ૪૪૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન નિર્યુક્તિકારે ગ્રંથની પ્રશંસામાં ‘ઉત્તરાધ્યયન'ને ‘જિન પ્રીત' કહેલ છે. તેનું તાત્પર્ય શબ્દત: જિન પ્રાણતતા સાથે નથી પણ અર્થતઃ જિન પ્રાણીતતા સાથે છે. અર્થની દૃષ્ટિએ બધા માન્ય ગ્રંથો જિનપ્રણીત જ છે અન્યથા તેમાં પ્રામાણ્યનો અભાવ થાય. ‘ઉત્તરાધ્યયન' અંગબાહ્ય ગ્રંથ હોવાથી પણ સ્પષ્ટ થાય છે કે તેની રચના ન તો ભગવાન મહાવીરે કરી છે કે ન તો એમના મુખ્ય શિષ્યોએ; પણ ઉત્તરવર્તી શ્રુતજ્ઞોએ તેની રચના કરી છે. આથી બૃહત્કૃત્તિકાર ‘જિન’ શબ્દનો અર્થ ‘શ્રુતિજિન’ કે ‘શ્રુતકેવલી’ એવો કરે છે . આ વિવેચનથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘ઉત્તરાધ્યયન’ શબ્દતઃ ભગવાન મહાવીર દ્વારા પ્રણીત નથી. આ ઉપરાંત, તેનું પ્રારંભિક રૂપ ‘દશવૈકાલિક’ની રચના (વી. નિ. ૧લી શતાબ્દી, ઈ. પૂ. ૪૫૨-૪૨૯) પહેલાં નિર્ધારિત થઈ ગયેલું હતું કારણ કે ‘દશવૈકાલિક’ની રચના થઈ ગયા બાદ, ‘ઉત્તરાધ્યયન'ની અધ્યયન પરંપરાનો ક્રમ બીજો કે ત્રીજો થઈ ગયો હતો”. ચૂર્ણિના એક વૈકલ્પિક ઉદ્ધરણાના આધારે, ‘ઉત્તરાધ્યયન’નું છઠ્ઠું અધ્યયન ભગવાન પાર્શ્વ દ્વારા કથિત છેTM. એવું આચાર્ય તુલસીનું કથન યોગ્ય લાગતું નથી. ૩૬ १. जे किर भवसिद्धीया परित्तसंसारिया य जे भव्वा । किर पढंति एए छत्तीसं उत्तरज्झाए | तम्हा जिणपण्णते अणंतगम-पज्जवेहि संजुत्ते । अज्झाए जहजोगं गुरुप्पसाया अहिज्जिज्जा | ૨ તથ્યાન્તિને : શ્રુતબિનાિિમ : પ્રરૂપિતા: / ૩ જુઓ - પૃ. ૧૪, પા. ટિ. ૧. ४ केचिदन्यथा पठन्ति एवं से उदाहु अरहा पासे पुरिसादाणीए भगवंते वेसालीए बुद्धे परिणुव्वुडे ॥ તથા જુઓ હૈં. ૩. ભૂમિકા રૃ. ૨૪-૨૯ —૩. કે. પૃ. પૃષ્ઠ ૩૯૧ —૩. વૃદ્ધૃત્તિ પત્ર ૭૧૩ 6. ચૂર્ણિ પૃષ્ઠ ૧૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' ૩૭ આ રીતે જોતાં, “ઉત્તરાધ્યયન'ની રચનાનો આદિકાળ વી.નિ.ની પ્રથમ શતાબ્દીનો પ્રારંભિક કાળ નિશ્ચિત થાય છે. “ઉત્તરાધ્યયન'માં દેવર્ધિગણની વાચના સમયે (વી.ની. ૯૮૦-૯૯૩) તથા તેના પછી કેટલાક સમય બાદના ગાળામાં પરિવર્તન ઉપલબ્ધ થવાથી તેનું અંતિમ રૂપ વી.ની. ૧૦૦૦ વર્ષ પછીના સમયમાં અસ્તિત્વમાં આવ્યું લાગે છે. તેના સંવાદ, કથા અને ઉપદેશપ્રધાન અધ્યયનોનું પ્રાયન સૈદ્ધાત્તિક અધ્યયનો કરતાં પ્રાચીન પ્રતીત થાય છે. આ બધી બાબતો પર વિચાર કરતાં આપણે એવા નિષ્કર્ષ ઉપર પહોંચીએ છીએ કે ઉપલબ્ધ “ઉત્તરાધ્યયન'માં ભગવાન મહાવીરના નિર્વાણાથી માંડી લગભગ હજાર વર્ષ સુધીની વિચારધારા મોજૂદ છે. માટે “ઉત્તરાધ્યયન' કોઈ એક વ્યક્તિની કોઈ એક કાળવિશેષની રચના નથી પણ વિભિન્ન સમયે સંકલિત કરવામાં આવેલ એક સંકલન ગ્રંથ છે. શાર્પન્ટિયર, વિન્ટરનિટ્ઝ વગેરે બધા વિદ્વાનો પ્રાય: આ મત સાથે સહમત છે. ઉત્તરાધ્યયન સૂત્ર : આ નામ શા માટે ? ઉત્તરાધ્યયનસૂત્ર'માં ત્રણ શબ્દો છે : ઉત્તરઅધ્યયન-સૂત્ર ઉત્તર’ શબ્દના ત્રણ અર્થ સંભવે છે: ૧ પ્રધાન, ૨ જવાબ અને ૩ પછીથી થયેલું. જો કે १ तथा, ऋषिभाषितान्युत्तराध्यनानि तेषु च नमि-कपिलादिमहर्षीणां सम्बन्धनि प्रायो धर्माखयानकान्येव कथ्यन्त इति धर्मकथानुयोग एव तत्र व्यवस्थापितः । –વિશેષાવષ્યમાર્ગ (ગાથા રર૯૪) મલધારી ટીકા પૃષ્ઠ ૯૩૧ ૨ જુઓ – પૃષ્ઠ ૪૪ પા. ટિ. ૧, પૃ. ૪૫ પા. ટિ. ૧. ૩ નિર્યુક્તિકાર પણ ઉત્તર' શબ્દના સંભવિત અર્થોને સૂચિત કરતાં લખે છે કે : जहण्णं सुत्तरं खलु उक्कोसं वाअणुत्तरं होई । सेसाई उत्तराई अणुत्तराई च नेयाणि ।। –૩. નિ. ગાથા ૨ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન અધ્યયન' શબ્દનો અર્થ “વાંચવું' એમ થાય છે પરંતુ, અહીં તે શબ્દ પરિચ્છેદ (પ્રકરણ કે અધ્યાય)ના અર્થમાં પ્રયોજાયેલ છે. નિર્યુક્તિકાર અને ચૂર્ણિકારે તેનો જરા વિશેષ અર્થ પણ આપ્યો છે. પરંતુ, તાત્પર્ય તો પરિચ્છેદ તરીકેનું જ છે કારણ કે ગ્રંથમાં પ્રત્યેક પરિચ્છેદ માટે “અધ્યયન' શબ્દનો પ્રયોગ થયો છે. સૂત્ર શબ્દનો સામાન્ય અર્થ: જેમાં શબ્દ ઓછા હોય અને અર્થ વિપુલ હોય. જેમ કે : તત્ત્વાર્થસૂત્ર, પાતંજલ-યોગ-સૂત્ર, બ્રહ્મસૂત્ર વગેરે, “ઉત્તરાધ્યયન'માં એવા પ્રકારની સૂત્રરૂપતા નથી પણ એ સામાન્ય અર્થથી વિરુદ્ધ અહીં તો શબ્દોનો વિસ્તાર જ અધિક પ્રમાણમાં છે. જો કે “ચરણવિધિ' જેવાં કેટલાંક અધ્યયનનોમાં કેટલાંક સ્થળો એવાં છે ખરાં જ્યાં શબ્દ ઓછા અને અર્થ વધારે હોય ! મોટે ભાગે બીજે તો વિષયનો વિસ્તાર જ અધિક પ્રમાણમાં છે. આત્મારામજીએ “ઉત્તરાધ્યયન'ની ભૂમિકામાં કેટલીક નિર્યુક્તિની ગાથાઓ ઉદ્ધત કરી છે તથા સૂત્ર શબ્દની અનેક પ્રકારે વ્યુત્પત્તિ આપીને તેને “સૂત્રગ્રંથ' તરીકે સિદ્ધ કર્યો છે પણ સામાન્ય વ્યવહારમાં પ્રયુક્ત શબ્દનું લક્ષણ અહીં બંધબેસતું થતું નથી. તેનું પ્રાકૃત રૂ૫ “સુત્ત” છે અને તે વૈદિક સૂક્તો (મંત્રો)ની જ જેમ “ગાથા'ના અર્થનું સૂચન કરે છે. “ઉત્તરાધ્યયન-સૂત્ર'નો સામાન્ય અર્થ આવો છે. ઉત્તર' શબ્દના અર્થની બાબતમાં “મૂલસૂત્ર' શબ્દની જેમ વિદ્વાનોની દૃષ્ટિએ મતભેદ છે, એનું કારણ ઉત્તરાધ્યયન'ની રચનાના વિષયમાં વિભિન્ન સંકેતો ગણી શકાય. તેથી અહીં “ઉત્તર’ શબ્દનો અર્થ વિચારણીય છે. अज्झप्पस्साणयणं कम्माणं अवचओ उवचियाणं । अणुचयओ व णगाणं तम्हा अज्झयणमिच्छति ।। अहिगम्मति व अत्था अणेण अहियं व णयणमिच्छति । अहियं च साहु गच्छइ तम्हा अज्झयण मिच्छति ।। –૩. નિ ગાથા ૬-૭ તથા જુઓ - વૃત્તિ પૃ. ૬-૭ પૂff પૃ. ૬-૭ ૨ ૩. મા. . ભૂમિકા પૃ. ૧૩-ર૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' નિર્યુક્તિકારે ‘ઉત્તર’ શબ્દનો અર્થ આમ કર્યો છે; જેનું ‘આચારાંગ' વગેરે પછી અધ્યયન કરવામાં આવે તે. આનો અર્થ એવો થયો કે ‘આચારાંગાદિ’ પછી વંચાતા હોવાથી આને ‘ઉત્તર’ એવું નામ આપવામાં આવ્યું. ચૂર્ણિકાર, બૃહદ્ વૃત્તિકાર આદિ આ મતનું સમર્થન કરે છે. ઉત્તર શબ્દ પૂર્વ-સાપેક્ષ હોવાથી તથા ‘ઉત્તરકાંડ’, ‘ઉત્તરરામચરિત’ વગેરેમાં પ્રયુક્ત શબ્દનો અર્થ પશ્ચાદ્ભાવી થતો હોવાથી ‘ઉત્તરાધ્યયન’માં પ્રયુક્ત ‘ઉત્તર’ શબ્દનો અર્થ ‘પશ્ચાદ્ભાવી' એમ કરવો યોગ્ય લાગે છે. તેના અધ્યયન ઉત્તરોત્તર પ્રધાન (શ્રેષ્ઠ) છે માટે આવું નામ આપવામાં આવ્યું છે એમ ઉપલબ્ધ ‘ઉત્તરાધ્યયન’ના આધારે કહી શકાય તેમ નથી. એ રીતે ‘જવાબ' (પૂછ્યા વગરના પ્રશ્નોના ઉત્તર) એવો અર્થ પણ ઉપલબ્ધ રચનાની દષ્ટિએ યોગ્ય લાગતો નથી. જો કે ધવલા-ટીકા આદિ દિગમ્બર-ગ્રંથો તથા કલ્પ-સૂત્ર, ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત આદિ શ્વેતાંબર-ગ્રંથોમાં ઉલ્લિખિત ‘ઉત્તરાધ્યયન’ના વિષય સાથે આ અર્થ મહામહેનતે સંગત થાય છે. પરંતુ, ઉપલબ્ધ, ‘ઉત્તરાધ્યયન’ના આધારે એમ કહેવું સંભવે તેમ નથી. ઉપર્યુક્ત વિવેચનથી ‘ઉત્તર’ શબ્દનો અર્થ ‘પાશ્ચાદ્ભાવી’ જ સિદ્ધ થાય છે. અહીં એક પ્રશ્ન વળી ઉદ્ભવે છે કે ‘પદ્માભાવી' શબ્દનું શું તાત્પર્ય છે ? પછીની રચના કે પછીથી જેનું અધ્યયન કરવામાં આવે ? મારી માન્યતા પ્રમાણે ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ આદિ શ્વેતામ્બર-ગ્રંથો તથા ગોમ્મટસાર-જીવકાંડ આદિ દિગમ્બર ગ્રંથોના આધારે પછીથી જેવું અધ્યયન કરવામાં આવે એવો અર્થ १ कम उत्तरेण पगयं आयारस्सेव उवरिमाइं तु । तम्हा उ उत्तरा खुल अज्झयणा हुंति णायव्वा ॥ —૩. નિ ગાથા ૩. ૨૩. નિ. ગાથા ઉપર ચૂર્ણિ અને વૃવૃત્તિ તથા જુઓ પૃષ્ઠ ૧૪, પા. ટિ. ૧ उ उत्तराणि अधीयंते पठ्यंते आत्मन्निति उत्तराध्ययनम् । -ગો. ની. નીલપ્રશ્નોધિની સંસ્કૃત-ટીા । તથા જુઓ - પૃ. ૨૯, પા. ટિ. ૩, પૃ. ૩૧ પા. ટિ. ૨ ૩૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ 0 ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ઉચિત પ્રતીત થાય છે. “ઉત્તરાધ્યયન'માં પ્રયોજેલ “અધ્યયન’ શબ્દને લીધે પણ આ જ અર્થ યોગ્ય લાગે છે કારણ કે બીજા કોઈ આગમ ગ્રંથની સાથે અધ્યયન શબ્દનો પ્રયોગ થયો નથી. ભાષા-શૈલી અને મહત્ત્વ : ભાષા-શૈલીની દષ્ટિએ “ઉત્તરાધ્યયન'નું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. ભાષા શાસ્ત્રીઓની દષ્ટિમાં “ઉત્તરાધ્યયન'ની ભાષા અત્યંત પ્રાચીન છે. આચાર્ય તુલસીએ ‘ઉત્તરાધ્યયન'ની ભાષાને મહારાષ્ટ્રીથી પ્રભાવિત એવી અર્ધમાગધી ગણી છે. ભાષા તથા વિષયની પ્રાચીનતાની દષ્ટિએ સમસ્ત “અંગ” અને “અંગબાહ્ય' આગમ-સાહિત્યમાં આચારાંગ' અને “સૂત્રકતાંગ'ની ભાષા પછી ત્રીજા સ્થાને “ઉત્તરાધ્યયન’નું નામ ગણાવવામાં આવે છે. ભાષા-શૈલીની ૧ ૩. ૩. ભૂમિકા પૃ. ૪૨-૪૩. વ્યાકરણ-વિમર્શ માટે જુઓ ર. ૩. ભૂમિકા પૃ. ૩૭-૩૯; ૩. સમી. પૃ. ૪૭૧-૧૮૮ છંદોવિમર્શ માટે જુઓ ૩. સી. પૃ. ૪૬૩-૪૭૦ છે. The language of this canon is a Prakrit which is known as Arsa (i.e. the language of the Rsis) or Ardha Magadhi (i. e. "halfMagadhi'). Mahavira Himself is said to have preached in this language. There is however, a difference between the language of prose and that of verses. As was the cae with the Pali verses in the Buddhist canon here too, the verses present more archai forms. The most archai language is to be found in the Ayaramga-Sutta, and next to this, in the Suyagadamga-Sutta and the Uttarjjhayana. Ardha-Magadhi is quite different from Jaina Maharastri, the dialect of the non-canonical Jaina texts. –દિ. રૂ. ૪િ. મા-૨ પૃ. ૪૩૦-૪૩૧ Four canonical texts the first three of which are not unimportant even from the literavy point of view, are described as MulaSutras –એજન પૃષ્ઠ ૪૬૫-૬૬. Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' ૪૧ દૃષ્ટિએ આમાં સાહિત્યિક ગુણો પણ હાજર છે. તેને માત્ર નીરસ અને શુષ્ક સાહિત્ય કહી શકાય તેમ નથી. જો કે ગ્રંથમાં અનેક પુનરુક્તિઓ આવે છે અને સૈદ્ધાત્તિક અધ્યયનોમાં નીરસતા પણ છે છતાં, અન્ય આગમ-ગ્રંથોની તુલનામાં આની ભાષા-શૈલી સાહિત્યિક, સરળ, નૈસર્ગિક, ઉપદેશાત્મક, દૃષ્ટાંત-અલંકારબહુલ અને સુષાષિતાત્મક છે. જો “ઉત્તરાધ્યયન'માંથી સૈદ્ધાત્તિક (વર્ણનાત્મક) પ્રકરણોને જુદાં કરવામાં આવે તો એ વિશુદ્ધ ધાર્મિક કાવ્ય-ગ્રંથ બની જાય એમ કહેવામાં જરાય સંદેહ નથી. ઉપદેશાત્મકતા અને પુનરુક્તિઓ હોવા છતાં તેનું સાહિત્યિક મહત્ત્વ ઓછું થતું નથી કારણ કે ઉપમા, દષ્ટાન્ન આદિ અલંકારોને કારણ આખ્યાનો અને સંવાદોના હૃદયસ્પર્શી પ્રયોગથી તેમાં પ્રભાવશાલિતા આવી ગઈ છે જેમ કે : ૧ ઉપમા અને દૃષ્ટાંત અલંકાર : વિષયને સુબોધ બનાવવા માટે પ્રચલિત દૃષ્ટાંતોનો પ્રયોગ ખૂબ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. જેમ કે રાત્રી અને દિનનું 6 2 0 0 દે છે 6 ૧ જ ૧ “ઉત્તરાધ્યયન'માં પ્રયુક્ત ઉપમા અને દૃષ્ટાંત અલંકારોની સૂચી અધ્યયન ગાથા સંખ્યા અધ્યયન ગાથા સંખ્યા સંખ્યા સંખ્યા - ૪, ૫, ૧૨, ૩૭, ૩૯, ૪૫ ૨ ૩, ૧૦, ૧૭, ૨૪ ૫, ૧૨, ૧૪ ૩, ૫-૬, ૮ ૫ ૪, ૧૦, ૧૪-૧૬, ૨૭ ૬ ૧૬ ૧-૯, ૧૧, ૧૪, ૧૫, ૨૩, ૨૪ પ-૭, ૯, ૧૮ ૪૮, પ૩, ૬ર ૧-૨, ૨૮, ૩૩ ૧૫-૩૧ ૧૨, ૨૬, ૨૭ ૨૨, ૩૦-૩૧ ૧૪ ૧, ૧૮, ૨૯-૩૦, ૩૩-૩૬, ૪૧-૪૮ ૧૬ ૧૩ ૨૦-૨૧ ૧૮ ૧૩, ૧૫, ૩૯, ૪૭, ૪૮, પર ૧૯ ૩, ૧૨, ૧૪, ૧૮-૨૪, ૩૪, ૩૬-૪૩, ૪૮-૪૯, પ૧, ૫૪, ૫૬-૫૮, ૬૪-૬૮, ૭૦, ૭૮-૮૦, ૮૭-૮૮, ૯૩, ૯૭. અનુસંધાન પૃષ્ઠ પછીની પાદટિપ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સમાપન થતાં, વૃક્ષનું પાંદડું જે રીતે પીળું થઈને ખરી પડે છે તેમ મનુષ્યોનું જીવન પણ (પરિવર્તનશીલ-નશ્વર) છે. માટે હે ગૌતમ ! ક્ષણભર પરા પ્રમાદ ન કરીશ. અહીં ઉપદેશ પણ છે અને સરળ દૃષ્ટાંત દ્વારા વિષયને સ્પષ્ટ પણ કરવામાં આવેલ છે. એથી પાઠકના હૃદય ઉપર અમીટ છાપ પડી જાય છે. આવા અન્ય ઉપમા અને દૃષ્ટાંત અલંકારોના પ્રયોગો પ્રકૃત ગ્રંથમાં અનેક પ્રમાણમાં થયા છે. ૨ પ્રતીકાત્મક-રૂપક : ધર્મની આધ્યાત્મિક વ્યાખ્યામાં પ્રતીકાત્મક રૂપકોનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે ઈન્દ્ર-નમિ સંવાદમાં દીક્ષા વિષયક, કેશિગૌતમ સંવાદમાં ધર્મભદવિષયક, હરિકેશીય અધ્યયનમાં યજ્ઞવિષયક વગેરે. આ રીતે મહાનિર્ઝન્થીય અધ્યયનમાં અનાથી મુનિ અનાથ શબ્દની વ્યાખ્યામાં વક્રોક્તિનો પ્રયોગ કરે છે. ર૧ અનુસંધાન પૃ. પાછલાની પાદટિપ ૨૦ ૩, ૨૦-૨૧, ૪૨, ૪૪, ૪૭-૪૮, ૫૦, ૫૮, ૬૦ ૨૨ ૭, ૧૦, ૩૦, ૪૧, ૪૪-૪૭, ૭, ૧૪, ૧૭, ૧૯, ૨૩-૨૪ ૧૮ ૨૩ ૨૫ ૧૭-૧૯, ર૧, ર૭, ૪૨-૪૩ ૮, ૧૩-૧૪, ૧૬ ૨૮ રર ૧૫, ૫૯ ૩૦ ૫, ૬ ૬, ૧૦-૧૩, ૧૮, ૨૦, ૨૪-૩૪, ૩૯,૪૭, ૫૦, ૬૦, ૬૩, ૭૩, ૭૬, ૮૬, ૮૯, ૯૯ ૩૪ ૪-૧૯ ૩૬ ૬૦-૬૧ નોંધઃ આમાંથી કેટલાંક દૃષ્ટાંત સામાન્ય છે અને કેટલાક પ્રકારાન્તરે પણ સામેલ કરવામાં આવ્યાં છે. १ दुम पत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । . एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए । –૩, ૧૦. ૧. Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' ૩ સુભાષિત' : ધર્મપ્રધાન ગ્રંથ હોવાથી આમાં સ્વાભાવિક રીતે સુભાષિતોનો પ્રયોગ થયો છે. ઉપમા અને પ્રતીકાત્મક-રૂપક અલંકારોના પ્રયોગમાં સુભાષિતોની ઝલક ખૂબ સુંદર લાગે છે. ૪ પુનરુક્તિ : માણસોની પ્રવૃત્તિ વિષય-ભોગ પ્રત્યે ખૂબ જ રહેતી હોવાથી તથા ધર્મના પ્રચારનો શરૂઆતનો સમય હોવાથી પ્રતિપાદ્ય વિષયના સ્પષ્ટીકરણ માટે પુનરુક્તિનો પ્રયોગ સ્વાભાવિક છે. ક્યાંક એક ચરણ, ક્યાંક બે ચરણ, ક્યાંક ત્રણ તથા ક્યાંક-ક્યાંક સંપૂર્ણ ગાથા જેમની તેમ પુનરુક્ત થઈ છે. શબ્દ અને અર્થની આ પુનરુક્તિ દોષજનક નથી કારણ કે વિષયના સ્પષ્ટીકરણ માટે આ પ્રકારની શૈલીનો પ્રયોગ વેદો અને બૌદ્ધ ત્રિપિટક ગ્રંથોમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ૫ કથા અને સંવાદ : કથા વિભાગમાં ગણાવવામાં આવેલ અધ્યયનોમાં કથા અને સંવાદો દ્વારા ધાર્મિક અને દાર્શનિક વિષયો સમજાવવામાં આવ્યા છે. ૪૩ ૧ ઉ. (૧) ૨-૫, ૭, ૨૮, ૨૯, ૩૭-૩૯, ૪૪, ૪૫, (૨) ૧૬, ૧૭, (3) ૧, ૫, ૭-૧૨; (૪) ૩-૬, ૯-૧૩, (૫) ૫, ૯-૧૦, ૧૪-૧૬, ૨૧, ૨૨, ૨૪, (૬) ૩, ૬-૧૬, (૭) ૪, ૭, ૯, ૧૧-૧૨, (૮) ૨, ૫-૬, ૯, (૯) ૯-૧૦, ૧૨-૧૩, ૧૫-૧૬, ૩૪-૩૬, ૪૮, ૫૩, (૧૦) ૧-૨, ૨૮, ૨૯, ૩૩, (૧૧) ૧૪-૧૬, (૧૨) ૨૬-૨૭, (૧૩) ૨૨, ૨૫, ૩૦, ૩૧, (૧૪) ૧૯, ૨૩-૨૪, ૨૯, ૩૪, ૩૬, ૪૧-૪૪, (૧૫) ૧૫, (૧૭)૨૦, ૨૧, (૨૧) ૨૦, (૨૫) ૪૧-૪૩, (૩૧) ૩૩, (૩૨) ૧૬-૧૭ વગેરે. ૨તે વયં જૂન માદળ આ ચરણ ૨૫, ૧૯-૨૯, ૩૪માં તથા ‘સમયં ગોયમ મા પમાય’ આ ચરણ ૧૦, ૧-૩૬મા જેમનું તેમ પુનરુક્ત થયું છે. ને મિવસ્તુ નયર્ફ નિષ્ન’, ‘સે ન અસ્જીદ્દ મંડલ્ફે’ આ બંને ચરણો ૩૧, ૭-૨૦માં પુનરુક્ત છે. યમનું નિામિત્તા દેારણ ચોર્ડે । તેક મિં રાયરિસિ ટેવિન્દ્રો ફળ મદનવી’ (૯, ૧૧, ૧૭ વગેરે) આ ઈન્ક્રોક્તિ અને દ્યમમાં નિમિત્તા’ (૯, ૮, ૧૩ વગેરે) આ નમિની ઉક્તિ (ચારેય ચરણ સહિત) નવ નવ વાર પુનરુક્તિ થઈ છે. આવાં અન્ય કેટલાં સ્થળો છે જેનો અહીં ઉલ્લેખ કરવો અશક્ય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન જેમ કે : ઈન્દ્ર-નમિ સંવાદમાં પ્રવજ્યા સમયે ઉત્પન્ન થનાર અંતર્લેન્દ્રનું સમાધાન, હરિકેશી અને બ્રાહ્મણોના સંવાદમાં યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા, મૃગાપુત્ર અને તેના માતાપિતા વચ્ચે થયેલા સંવાદમાં સાધુના આચારનું પ્રતિપાદન. આવા બીજા કેટલાંય સંવાદસ્થળો છે જે ખૂબ જ સમયોચિત અને પ્રભાવોત્પાદક છે. જેમ કે : અનાથીમુનિ અને રાજા શ્રેણિક વચ્ચે થયેલ અનાથ-વિષયક સંવાદ ભૃગુપુરોહિત અને તેના બે પુત્રો વચ્ચે થયેલા આત્માના અસ્તિત્વ-વિષયક સંવાદ ભૃગુપુરોહિત અને તેની પત્ની કમલાવતી વચ્ચે થયેલ રાજાના કર્તવ્ય વિષયક સંવાદ, કેશિ અને ગૌતમ વચ્ચે થયેલ આધ્યાત્મિક સંવાદ. આ બધી હકીકતોને કારણે, વિન્ટરનિઝિ, કાનજીભાઈ પટેલ વગેરે ઉત્તરાધ્યયનને શ્રમણ ધાર્મિક-કાવ્ય તરીકે સ્વીકારે છે. આ ઉપરાંત યાકોબી ૧ Above all the first Mula-sutra the Uttarijhayana or Uttaradhyansutra, as a religious poem is one of the most valuable portions of the canon. The work consisting of 36 sections, is a compilation of various texts, which belongs to various periods, the oldest nucleus consists of valuable poems--series of Gnomic aphorisms, parables and simles, dialogues and ballads--which belong to the ascetic poetry of ancient India and also have their parallels in Buddhist literature in part. હિ. ઈ. લિ. પૃ. ૪૬૬ તથા જુઓ શ્રમણ -મે જૂન ૧૯૬૪, પૃ. ૪૮ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર' શાપેન્ટિયર, વિન્ટરનિષ્ટઝ વગેરે પ્રસિદ્ધ વિદ્વાનોએ આની સરખામણી ધમ્મપદ, સુત્તનિપાત, જાતક, મહાભારત વગેરે પ્રસિદ્ધ જૈનેતર ગ્રંથો સાથે કરી છે. ૧ સરખાવો : ઉત્તરાધ્યયન ધમ્મપદ ઉત્તરાધ્યયન સુત્ત-નિપાત ૧-૧૫ ૧ર-૪ મહાનિર્ચન્થય પવન્ધાસુર ૯-૩૪ ૩૦મું અધ્યયન મહાવગ-૧ ૯-૪૦ ૮-૭ ઉત્તરાધ્યયન મહાભારત ૯-૪૪ પ-૧૧ ૧ ઈશકારીયા શાંતિપર્વ ૨૫-૨૭ ર૬-૧૯ (અ. ૧૪) (અ. ૧૭૫. ૨૭૭) ૨૫-૨૯ ર૬-૨૫ ૨.નમિપ્રવ્રજ્યા શાન્તિપર્વ ૨૫-૩૪ ર૬-૪૦ (અ. ૯). (અં. ૧૭૮, ર૭૬) ઉત્તરાધ્યયન જાતક ચિત્તસંભૂતીય ચિત્તસંભૂત (અ. ૧૩) (સં. ૪૯૮) ઈષકારીય હાસ્થિપાલજાતક (બ્રગુપુરોહિત અ. ૧૪) (સં. ૫૦૯) હરિકેશીબલ માતંગજાતક (અ. ૧૨) (સં. ૪૯૭) ૪ નમિસ્ત્રજ્યા મહાજનક જાતક અ. ૯ સં. પ૩૯ We find here many sayings which excel in aptiutde of comparison of pithiness of language. as in the Sutta-Nipata and the Dhammapada, some of these series of sayings are bound together by a common refrain. -દિ. રૂ. ૪. ૪૬૬. The Uttaradhyayana is not the work of one single author, but is a collection of materials in age and derived from different sources. It was perhaps in its original contents more like the old Buddhist works, the Dhammapada and the Sutta-Nipata. –૩. રા. ભૂમિકા પૃ. ૪૦ અનુસંધાન પૃ. ૪૬ની પાદટિપ Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન આચારાંગ”, “સૂત્રકતાંગ', “દશવૈકાલિક' આદિ જૈન આગમ-ગ્રંથો સાથે પણ તેની સરખામણી કરવામાં આવી છે. આમ “ઉત્તરાધ્યયન-સૂત્ર' માત્ર અંગબાહ્ય-ગ્રંથો કરતાં જ નહિ પણ “સમવાયાંગ' વગેરે અંગ-ગ્રંથી કરતાં પણ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે એમ સિદ્ધ થાય છે. “ઉત્તરાધ્યયન'ના ૩૬માં અધ્યયનના અંતિમ પદ્યની નિયુક્તિમાં આચાર્ય ભદ્રબાહુએ તેનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં, તેને જિનપ્રણીત તથા અનંત ગૂઢ શબ્દાર્થયુક્ત જણાવ્યું છે. નિર્યુક્તિકારના આ કથનથી ઉત્તરાધ્યયન'નું મહત્ત્વ તથા તેની પ્રાચીનતાએ બંનેનો બોઘ થાય છે. દિગંબર-પરંપરામાં તેનો સવિશેષ ઉલ્લેખ થયેલો છે. અનુસંધાન પૃ. પાછળની પાદટિપ તથા જુઓ – કિ. રૂ. 6િ. પૃ.૪૬૭-૪૭૦, ૩. મા. હી ભૂમિકા પૃ. રર-રપ, 3. સી. . રૂ. ભાગ ૨-૨ પૃ. ૧૪૭, ૧૫ર, ૧૫૬, ૧૫૭, ૧૫૯, ૧૬૩, ૧૬૫, ૧૬૭, ૩. સમી. સ્થાન સંક્રમણ, પ્રત્યેક યુદ્ધ તથા તુસ્ટનાત્મક અધ્યયન કર ૨૫૫-૩૭૦-૪૩૯-૪૫૫. १ उत्तराध्ययन दशवैकालिक उत्तराध्ययन सूत्रकृतांग રર. ૪૨-૪૬ ૨. ૭૦-૧૦ ૩ર. ૧૮ ૩. ૩. ૧૬. विनय विनय-समाधि ઉત્તરાધ્યયન'ના રૂપમાં અધ્યયનમાં પ્રથમ નવમું તથા “સૂત્રકૃતાંગ' પ્રથમ ભાગના सभिक्षु अध्ययन નવમાં તથા બારમા અધ્યયનમાં પંદરમું દસમું બ્રાહ્મણ અને જૈન સાધુને સરખા દર્શાવવામાં આવ્યા છે. ઉત્તરાધ્યયન ભગવતી ર૯મું અધ્યયન ૧૭-૩-૬૦૦ જુઓ જેન સાહિત્ય ખૂ. ઈ. ભાગ-૨ પૃષ્ઠ ૧૮૧ ૨ જુઓ : પૃષ્ઠ ૩૬ પાદટિપ ૧. सभिक्षु Page #71 -------------------------------------------------------------------------- ________________ ४७ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' તથા તેના વિપુલ ટીકા સાહિત્ય, તેના મહત્ત્વ અને પ્રાચીનતાની સાથે તેની લોકપ્રિયતાનો પણ પરિચય મળે છે. સંક્ષેપમાં કહેવું હોય તો, કહી શકાય કે ઉત્તરાધ્યયન' અંગબાહ્ય ગ્રંથ હોવા છતાં પણ અંગગ્રંથોથી જરાય ન્યૂન મહત્ત્વપૂર્ણ નથી. આ સિવાય તે ઉપદેશાત્મક, ધાર્મિક તથા દાર્શનિક હોવાને કારણો પણ. તેમાં ધાર્મિક-કાવ્યના સામાન્ય ગુણનો અભાવ જોવા મળતો નથી. સાહિત્ય સમાજનું દર્પણ હોય છે તે દૃષ્ટિએ, ‘ઉત્તરાધ્યયન'માં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિ વગેરેનું પણ આલેખન સમાવિષ્ટ થયેલું છે. વિવિધ પ્રકારના સંવાદો, પ્રતીકો, ઉપમાઓ, સુભાષિતો વગેરેના પ્રયોગથી તે રોચક બન્યું છે. આ કારણો જૈન સમાજમાં ઉત્તરાધ્યયન’ને હિન્દુઓની “ભગવદ્ગીતા તથા બૌદ્ધોના ધમ્મપદની જેમ મહત્ત્વપૂર્ણ રચના માનવામાં આવે છે. ટીકા-સાહિત્ય : પાલિ-ત્રિપિટક ઉપર લખાયેલી અઢકથાની જેમ જેમ આગમ-સાહિત્ય પર પણ કાલાંતરે વિપુલ વ્યાખ્યા સાહિત્ય લખાયું હતું. “ઉત્તરાધ્યયન’નાં મહત્ત્વ અને લોકપ્રિયતાને કારણે તેના પર અપેક્ષાકૃત વધારે પ્રમાણમાં વ્યાખ્યાત્મક સાહિત્ય લખાયેલું છે. કથાનક, સરસ સંવાદ અને સલસ રચનાશૈલીને કારણે અંગ અને અંગબાહ્ય ગ્રંથોમાં તેની લોકપ્રિયતા સહુથી વધારે રહી છે. આના પરિણામે, કાલાંતરમાં ઉત્તરાધ્યયન ઉપર સહુથી વધારે ટીકા-ગ્રંથો લખાયા. કેટલાક મુખ્ય ટીકા-ગ્રંથો નીચે મુજબ છે : ૧ નિર્યુક્ટિઃ વ્યાખ્યાત્મક-સાહિત્યમાં નિયુક્તિનું સ્થાન સર્વોપરિ છે. નિર્યુક્તિનો અર્થ છે ઃ સૂત્રમાં નિબદ્ધ અર્થનું સયુક્તિક પ્રતિપાદન. “ઉત્તરાધ્યયન' ઉપર ૧ વિનામેવ મૂત્રાર્થના | : ? –રિષ યોગને –ાર્વત્રિવૃત્તિ પૃષ્ઠ ૪. (ઉદ્ધત : પ્રા. સા. ઇ.). પૃષ્ઠ ૧૯૪ની પાદટિપ Page #72 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સહુથી પ્રાચીન ટીકા ભદ્રબાહુ દ્વિતીય (વિ.ની ૬ઠ્ઠી સદી) દ્વારા રચવામાં આવેલ નિર્યુક્તિ છે, તેમાં પ્રાકૃત ભાષામાં નિબદ્ધ ૫૫૯ ગાથાઓ છે. એ મૂળ ‘ઉત્તરાધ્યયન’ની ગાથાઓ (લગભગ ૧૭૪૬ ગાથાઓ તથા ૮૭ ગદ્યાંશ) કરતાં ઘણી ઓછી છે. તે બહુ જ સંક્ષિપ્ત અને સાંકેતિક હોવાથી સમય જતાં ‘ઉત્તરાધ્યયન’ની સાથે નિર્યુક્તિ ઉપર પણ ટીકાઓ લખાઈ. ‘ઉત્તરાધ્યયન’ના ગુરુ-પરંપરાગત અર્થને સમજવા માટે ભદ્રબાહુની નિર્યુક્તિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેથી એ નિર્યુક્તિ, ઉત્તરવર્તી બધા ટીકા-ગ્રંથો માટે આધારભીંતની ગરજ સારે છે. તેમાં વિષયને સ્પષ્ટ કરવા માટે ક્યાંક ક્યાંક દૃષ્ટાંતો અને કથાનકોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે'. ૪૮ ૨ ચૂર્ણિ : ‘ઉત્તરાધ્યયન' અને તેના પરની નિર્યુક્તિ ઉપર જિનદાસ મહત્તર (ઈ. સ. ૬ઠ્ઠી શતાબ્દી) દ્વારા સર્વપ્રથમ ચૂર્ણિની રચના થઈ. તેમાં મૂળગ્રંથની સાથે નિર્યુક્તિના અર્થને સ્પષ્ટ કરવામાં આવેલ છે. આ રચના પ્રાકૃત-સંસ્કૃત ભાષા સાથે મિશ્રિત ગદ્યમાં છે. તેમાં કેટલાક શબ્દોની વિચિત્ર વ્યુત્પતિઓ પણ આપવામાં આવી છે. ભાષાશાસ્ત્રીની દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનું ચિત્રા પણ આમાં મળે છે. તેમાં અંતિમ અઢાર અધ્યયનોની વ્યાખ્યા ખૂબ સંક્ષેપમાં કરવામાં આવી છે. ૩ શિષ્ય : હિતા ટીકા અથવા બૃહદ્વૃત્તિ: (પાઈય-ટીકા) આના રચનાકાર વાદિવેતાલ શાંતિસૂરિ (મૃત્યુ સન્ ૧૦૪૦) છે. આ, ‘ઉત્તરાધ્યયન’ અને તેની નિર્યુક્તિ ઉપર સંસ્કૃત-ગઘમાં લખાયેલી ટીકા છે. આ પણ અનેક દૃષ્ટિએ १. कडए ते कुंडले य ते अंजियक्खि । तियलते य ते । पवणस्स उड्डाहकारिए । दुट्ठा सेहि । कतो सि आगया ।। राईसरिसमित्ताणि परछिद्दाणि पाससि अप्पणो बिलमित्ताणि पासंतोऽपि न पाससि ।। २ धूर्णत इति घोरा, परतः क्रामतीति पराक्रम : पर: वा क्रामति... दस्ते एभिरिति दन्ता : । –૩, ૧૩૯૮-૧૪૦. —૩. પૂર્ણ પૃ. ૨૦૮. Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' ૪૯ મહત્ત્વપૂર્ણ છે'. સંસ્કૃત-ટીકાઓમાં આ સહુથી વધુ મહત્ત્વપૂર્ણ છે. વચ્ચે વચ્ચે પ્રાકૃત કથાઓ પણ ઉદ્ધૃત કરવામાં આવી છે. ૪ સુખબોધા – ટીકા અથવા વૃત્તિ-શાંતિસૂરિની શિષ્ય-હિતા ટીકાના આધારે બૃહદ્ ગચ્છીય શ્રી નેમિચન્દ્રાચાર્યે (વિ.સં. ૧૧૨૯) મૂળ-ગ્રંથ ઉપર સંસ્કૃતગદ્યમાં સુખબોઘા-ટીકાની રચના કરી છે. તેમાં નિર્યુક્તિની ગાથાઓને પણ તે તે સ્થળે ઉદ્ધૃત કરવામા આવી છે. દીક્ષા પ્રાપ્ત કર્યા પહેલાં તેઓનું નામ દેવેન્દ્રગણિ હતું. સંસ્કૃતમાં મૂળ સૂત્રગ્રંથનું અધ્યયન કરનાર માટે આ ખૂબ જ ઉપયોગી ટીકા છે. આ ઉપરાંત, સમય જતાં, અન્ય અનેક વિદ્વાનોએ ‘ઉત્તરાધ્યયન' ઉપર અનેક વ્યાખ્યાત્મક ટીકાઓ લખી છે. જેમકે-તપાગચ્છાચાર્ય દેવસુન્દરસૂરિના શિષ્ય જ્ઞાનસાગરસૂરિ (વિ.સં. ૧૪૪૧)ની ‘અવસૂરિ', મહિમરત્નના શિષ્ય વિનયહંસ (વિ.સં. ૧૫૬૭-૮૧)ની ‘વૃત્તિ’ સિદ્ધાન્તસૂરિના શિષ્ય કિર્તીવલ્લભગણિ (વિ.સં. ૧૫૫૨)ની ‘ટીકા’ ખરતરગચ્છીય જિનભદ્રસુરિના શિષ્ય કમલસંયમ ઉપાધ્યાય (વિ.સં. ૧૫૫૪)ની ‘વૃત્તિ’, તપોરત્નવાચક (વિ.સં. ૧૫૫૦)ની ‘લઘુવૃત્તિ’, મેરુતંગસૂરિના શિષ્ય માણિક્યશેખરસૂરિની ‘દીપિકા ટિકા', મહેશ્વરસૂરિના શિષ્ય અજિતદેવસૂરિ (વિ. સં. ૧૬૨૯)ની ‘ટીકા’, ગુણશેખરની ‘ચૂર્ણિ’, લક્ષ્મીવલ્લભ (વિ.સં. ૧૮મી સદી)ની ‘દીપિકા’, ભાવવિજયગણિ (વિ.સન. ૧૬૮૯)ની ‘વૃત્તિ’, હર્ષદનન્દનગણિ (વિ.સં. ૧૭૧૧)ની ‘ટીકા’, ધર્મમંદિર ઉપાધ્યાય (વિ .સં. ૧૭૫૦)ની ‘મકરન્દટીકા’, ઉદયસાગર (વિ.સં. ૧૫૪૬)ની ‘દીપિકા-ટીકા', હર્ષકુલ (વિ. સં. ૧૬૦૦)ની ‘દીપિકા', અમરદેવસૂરિની ‘ટીકા', શાન્તિભદ્રાચાર્યની ‘વૃત્તિ', મુનિચન્દ્રસૂરિની ટીકા, ૧ ઉ. શા. ભૂમિકા પૃ. પર-પ૩ ૨ શાર્પેન્ટિયરે પણ આ ટીકાને ‘શિષ્ય-હિતા' ટીકા કરતાં વધારે ઉપયોગી ગોલ છે અને તેનો ઉપોગ તેમણે કર્યો છે. --જુઓ - ઉ. શા. પ્રાક્કથન ૫. ૬ તથા ભૂમિકા પૃ. ૫૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન જ્ઞાન શીલગણિાની “અવસૂરિ' વગેરે આ ટીકાઓમાંની મોટા ભાગની અપ્રકાશિત છે. વર્તમાન સમયમાં, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી અનુવાદ વગેરેની સાથે કેટલીક ટીકાઓ પ્રકાશિત થઈ છે. ગ્રંથની લોકપ્રિયતા અને મહત્ત્વના કારણે વર્તમાનમાં તેનાં વિવિધ સંસ્કરણો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અને ભવિષ્યમાં પણ પ્રકાશિત થતાં રહેશે. જાર્લ શાર્પેટિયરની અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણી ૧ જિનરત્નકોશ-ગ્રંથવિભાગ પૃ. ૪૨-૪૬માં વિસ્તૃત સૂચી છે. તથા જુઓ - જૈન ભારતી વર્ષ ૭ અંક ૩૩ પૃ. ૫૬૫-૫૬૮. ૨ (f) અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પા સાથે કાર્લ શાર્પેટિયરનું સંશોધિત મૂળ સંસ્કરણા સન્ ૧૯રર (8) યાકોબીનો અંગ્રેજી અનુવાદ સે. બુ. ઈ. ભાગ-૪૫ ઓક્સફર્ડ ૧૮૯૫ (T) લક્ષ્મીવલ્લભની અર્થદીપિકા-ટીકાની સાથે ગુજરાતી ભાષાનુવાદ. આગમ સંગ્રહ, કલકત્તા સન ૧૯૩૪-૩૭ (૫) જયકીર્તિ-ટીકાની સાથે હિરાલાલ હંસરાજ, જામનગર સન ૧૯૦૯ (ડ) ભ્રદ્રબાહુની નિયુક્તિ અને શાંતિસૂરિની શિષ્ય-હિતા ટીકાની સાથે દેવચન્દ્રલાલભાઈ જૈન પુસ્તકોદ્વાર, મુંબઈ-સન ૧૯૧૬-૧૭ (1) ભાવવિજય ગણિની સૂત્રવૃત્તિ (વિવૃત્તિ) સહિત, વિનયભક્તિ સુંદરચરણ ગ્રંથમાળા વેપાપ વિ. સં. ૧૯૯૭ (૪) કમલસંયમની ટીકાની સાથે યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવનગર સન્ ૧૯૨૭ (ક) નેમિચંદ્રની સુખબોધા વૃત્તિ સહિત આત્મવલ્લભગ્રંથાવલી, બલાદ, અમદાવાદ સન ૧૯૩૭ (3) જિનદાસગરિ મહત્તરની ચૂર્ષિ માત્ર, શ્વેતાંબર સંસ્થા ઈન્દોર પ્રકાશન સન ૧૯૩૩, () ઘાસીલાલ કૃત પ્રિયદર્શીની સંસ્કૃત ટીકા અને હિન્દી ગુજરાતી અનુવાદ સાથે. જૈન શાસ્ત્રો દ્વાર સમિતિ રાજકોટ સન્ ૧૯૫૯-૬૧ (૪) લક્ષ્મીવલ્લભ ટીકા અને ગુજરાતી અનુવાદ સાથે મુદ્રક શ્રીશચન્દ્ર ભટ્ટાચાર્ય કલકત્તા૭૧. (૩) ભોગીલાલ સાંડેસરા (ઉં. ૧-૧૮)ના ગુજરાતી અનુવાદ સાથે, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯પર (૪) રતનલાલ દોશીના હિન્દી અનુવાદ સાથે શ્રી અ. ભા. સાધુમાર્ગી જૈન સંસ્કૃતિ રક્ષક સંઘ, સેલાના (મ. પ્ર.) વી. સં. ૨૪૮૯ (૪) આત્મારામના હિન્દી અનુવાદ વિ. ની સાથે જૈન શાસ્ત્રમાળા કાર્યલય લાહોર સન્ ૧૯૩૬-૪૨ (બ) ઘેવરચંદ્ર બાંઠિયાના Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન આગમોમાં ઉત્તરાધ્યયન-સૂત્ર' પ૧ સાથે સંશોધિત મૂલપાઠ, સેક્રેડ બુક્સ ઑફ ધ ઈસ્ટ ભાગ-૪પમાં યાકોબીએ આપેલ અંગ્રેજી અનુવાદ આર. ડી. વાડેકર તથા એન. વ્હી. વૈદ્યનો સંશોધિત મૂળપાઠ, ભોગીલાલ સાંડેસરાનો મૂળ સાથેનો ગુજરાતી અનુવાદ, આત્મારામજનો મૂળ સાથેનો હિન્દી અનુવાદ, આચાર્ય તુલસીનો મૂળ સાથેનો હિન્દી અનુવાદ વગેરે “ઉત્તરાધ્યયનના મહત્ત્વપૂર્ણ સંસ્કરણો છે. આ રીતે, “ઉત્તરાધ્યયન'ના આ વિપુલ વ્યાખ્યાત્મક ટીકા સાહિત્ય ઉપરથી તેનાં મહત્ત્વ અને લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. અનુવાદ સાથે, સેઠિયા જૈન ગ્રંથમાળા, બીકાનેર સન ૧૯૫૩ (ત) મુનિ અમોલકના હિન્દી અનુવાદ સાથે (હૈદરાબાદ જૈન શાસ્ત્રો દ્વારા મુદ્રણાલય વી. સં. ર૪૪૬) () મુનિ ત્રિલોક, આત્મારામ શોધ સંસ્થાન, હોંશિયારપુર, પંજાબ, (પૃથક્ અધ્યયનના રૂપે પ્રકાશિત થઈ રહેલ છે) (ર) મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ-એ નામે ગુજરાતી છાયાનુવાદ, ગોપાલદાસ જીવાભાઈ પટેલ, જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ, અમદાવાદ સન્ ૧૯૩૮ (૧) ગુજરાતી અર્થ અને કથાઓ વગેરે સાથે (૧૦૧૫), જૈન પ્રાપ્ય વિદ્યાભવન, અમદાવાદ સન ૧૯૫૪ (૧) મૂલસુરાણિ, સંપાદક શ્રી કહેયાલાલ કમલ' ગુરુકુળ પ્રિન્ટીંગ પ્રેસ થાવર વિ. સં. ૨૦૧૦ (૫) મુનિ સૌભાગ્યચંદ્ર સંતબાલ (હિન્દી માત્ર) શ્વે. સ્થા. જૈન કોન્ફરન્સ મુંબઈ વિ. સં. ૧૯૯૨ (5) આર. ડી. વાડેકર તથા એન. છી. વૈદ્ય (મૂલમાત્ર) અમદાવાદ પૂના૧૯૫૪ (૧) જીવરાજ ઘેલાભાઈ દોશી (મૂલમાત્ર) અમદાવાદ સન્ ૧૯૧૧ (૫) ગુજરાતી અનુવાદ સંતલાલ, અમદાવાદ () આચાર્ય તુલસી, હિન્દી અનુવાદ વગેરે સાથે આગમ અનુસંધાન ગ્રંથમાળા સન્ ૧૯૬૭ વગેરે. આ વિવિધ સંસ્કરણો સિવાય બીજાં પણા સંસ્કરણો, લેખો વગેરે ઉત્તરાધ્યયન'ના વિવિધ અંશો પર સમયે સમયે પ્રકાશિત થયા છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ દ્રવ્ય-વિચાર આ દષ્ટિગોચર થતું વિશ્વ, આપણને જેવડું દેખાય છે એવડું જ છે કે તેનાથી પણા પર કંઈક છે! તેનો પ્રારંભ ક્યારથી થયો ? તેનો ક્યારેય અંત આવશે કે નહીં ? તેના મૂળમાં એવું શું છે કે જેથી તેનો આટલો વિકાસ થયો ? તેના મૂળમાં કંઈ છે કે નહીં ? અથવા આ માત્ર ભ્રમ છે ? તેનો કોઈ વ્યવસ્થાપક છે કે નહીં ? જેવા અનેક પ્રશ્નો આજે પણ માનવના હૃદયમાં જિજ્ઞાસા જગાડે છે. આ જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નોનું સમાધાન વિભિન્ન તત્ત્વવેત્તાઓએ વિભિન્ન પ્રકારે કર્યું છે. આજનું વિજ્ઞાન પણ આ સત્યની શોધ કાજે સતત પ્રયત્નશીલ છે. જૈન તત્ત્વજ્ઞાન પર આધારિત ‘ઉત્તરાધ્યયન-સૂત્ર” દ્વારા આ બાબતમાં જે જાણકારી પ્રાપ્ત થાય છે તેને નીચે પ્રમાણે અભિવ્યક્ત કરી શકાય. ૧. પ્રત્યક્ષ દષ્ટિ-ગોચર થતા આ સંસારથી પર ગણાય એવું ઘણાં છે. આપણને જે દેખાય છે તે તો સમુદ્રના એક બિન્દુ બરાબર પણ નથી. આજનું વિજ્ઞાન જે શોધ કરી શક્યું છે તે પણ ઘણી જ અલ્પ છે. આ પ્રત્યક્ષ-દૃશ્યમાન સંસાર અને તેનાથી પર અનંત-ભાગને આપણે “વિશ્વ' કહીએ છીએ. તેથી આ વિશ્વના વિસ્તારનું માત્ર અનુમાન કરી શકાય છે. મુખ્યતઃ આ વિશ્વના બે ભાગ છે: ૧. જ્યાં સૃષ્ટિ-તત્ત્વોની હાજરી છે (ત લોક) અને ૨. જ્યાં શુદ્ધ આકાશ સિવાય અન્ય બધી સૃષ્ટિ-તત્ત્વોનો પૂર્ણ અભાવ છે (તે અલોક) આમાંથી જેટલાં ભાગમાં સૃષ્ટિતમ વિદ્યમાન છે તેની તો કંઈક સીમા છે. પરંતુ, તેનાથી પર જે સૃષ્ટિતત્ત્વોથી શૂન્ય શુદ્ધ આકાશનો પ્રદેશ છે તેની તો Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન કોઈ સીમા નથી. ૨. આ વિશ્વનો પ્રારંભ ક્યારથી થયો અને એ ક્યાં સુધી ચાલ્યા કરશે? આ બાબત કોઈ સીમા નિર્ધારિત થઈ નથી. ઘણું કરીને બધાં ભારતીય દર્શન આ બાબતમાં એકમત છે કે આ સૃષ્ટિનો પ્રારંભ કાળ તથા તેનો અંતકાળ છે જ નહીં. તેથી તેને અનાદિ અને અનંત કહેવામાં આવે છે. કોઈ વસ્તુના વર્તમાન અવસ્થા-વિશેષને દષ્ટિમાં રાખતાં, પ્રારંભ અને અંતે બંને સંભવે છે. ૩. આ વિશ્વ શૂન્યવાદી બોદ્ધોની માન્યતા પ્રમાણે “અભાવ રૂપ' (શૂન્ય રૂપ), તથા વેદાંતીઓની માન્યતા મુજબ કલ્પના પ્રસ્ત (માયારૂપ) નથી. પરંતુ તે એટલું સત્ય અને નક્કર છે જેટલું તે પ્રતીત થાય છે. એ હકીકત ખરી જ કે તેમાં પ્રત્યેક ક્ષણ પરિવર્તન થઈ રહ્યું છે પણ પરિવર્તન થયા કરતું હોવા છતાં તેનો સર્વથા વિનાશ થવાનો નથી. કારણ કે એ સર્વમાન્ય સિદ્ધાંત છે કે વિદ્યમાન (સ)નો ક્યારેય વિનાશ થતો નથી અને અવિદ્યમાન (મસા)નો ક્યારેય આવિર્ભાવ થતો નથી. સંસારની અસારતા, નશ્વરતા, ભ્રમરૂપતા વગેરેનું જે વર્ણન ગ્રંથમાં કરવામાં આવેલું છે તે આધ્યાત્મિક દષ્ટિએ થયું છે. ૪. આ વિશ્વનો વ્યવસ્થાપક અથવા રચયિતા કોઈ ઈશ્વર વગેરે નથી. આ, સ્વચારિત યંત્રની જેમ સતત અને અબાધ રૂપે ચાલી રહેલ છે. આ ઉપર્યુક્ત તથ્યોનું વિશ્લેષણ આવશ્યક હોવાથી સર્વપ્રથમ લોક-રચનાનું નિરૂપણ કરવામાં આવશે. લોકરચના પહેલાં જણાવવામાં આવ્યું કે આ વિશ્વ બે ભાગોમાં વિભક્ત થયેલું છે? પુરૂષ, સ્ત્રી, ગાય, બળદ, કીડા, પથ્થર, જલાશય વગેરેની જ્યાં સ્થિતિ છે તે એક ભાગ તેને લોક” અથવા “લોકાકાશ” કહેવામાં આવે છે અને જ્યાં સ્ત્રી, પુરુષ, ગાય, જલાશય વગેરે કોઈનું અસ્તિત્વ ત્રિકાળમાં પણ સંભવે નહીં તે १ नासतो विद्यते भावो नाभावो विद्यते सतः । – તા ૨. ૧૬. Page #79 -------------------------------------------------------------------------- ________________ પપ બીજો ભાગ-તે માત્ર આકાશ પ્રદેશ છે અને તેને “અલોક” અથવા “અલોકાકાશ' કહેવામાં આવે છે. આ પ્રકારના વિભાજનનો આધાર છે સૃષ્ટિ તત્ત્વોની હાજરી અને ગેરહાજરી. જો આવું વિભાજન ન કરવામાં આવ્યું હોત તો આ વિશ્વને અસીમ માનવું પડત. આકાશ-પ્રદેશની કોઈ સીમા ન હોવાથી તેની લોકબહાર (અલોકમાં) પણ સત્તા માનવામાં આવી છે. અલોકની કોઈ સીમા ન હોવાથી તથા ત્યાં કોઈ પણ જીવની ગતિ સંભવતી ન હોવાથી, વિવેચનીય વિષય “લોક” જ છે. ક્ષેત્રીની દષ્ટિએ લોકને ત્રણ ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. ૧ ઉપરનો ભાગ (ઊર્ધ્વલોક) ૨. વચ્ચેનો ભાગ (તિર્યક અથવા મધ્યલોક) અને ૩ નીચેનો ભાગ (અધોલોક). લોકના જે આ ત્રણ ભાગ પાડવામાં આવ્યા તેનું જો કે ગ્રન્થમાં વિસ્તૃત વર્ણન નથી છતાં પણ તે સમજ્યા વગર આગળનું વિવેચન સમજવું સરળ ન હોવાથી ગ્રંથમાં મળતા સંકેતોને આધારે ત્રણ લોકનું વર્ણન કરવું જરૂરી છે. ઊર્ધ્વલોક : જ્યાં આપણો નિવાસ છે તેનાથી ઉપરના ભાગને “ઊર્વલોક' કહેવામાં આવે છે. ઊર્ધ્વલોકમાં મુખ્ય રૂપે દેવોનો નિવાસ હોવાથી તેને દેવલોક, બ્રહ્મલોક, १ जीवा चेव अजीवा य एस लोए वियाहिए । अजीवदेसमागासे अलोए से वियाहिए । –૩. ૩૬. ૨. તથા જુઓ – ઉ. ૨૮. ૭, ૩૬. ૭. ૨ ગટ્ટુ પદે ય તિર્ષિ ૨ા. –૩. ૩૬. ૫૦. તથા જુઓ - ઉ. ૩૬. ૫૪. ૩ વિશેષ માટે જુઓ - તત્ત્વાર્થસૂત્ર, અધ્યાયઃ ૩, ત્રિલોકપ્રજ્ઞપ્તિ, જીવાભિગમસૂત્ર, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ભગવતીસૂત્ર વગેરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન યક્ષલોક તથા સ્વર્ગલોક પણ કહેવામાં આવે છે'. આ ઊર્ધ્વલોકમાં ઉપર-ઉપર દેવતાઓનાં અનેક વિમાનો છે. સર્વ પ્રકારની અભિલાષાઓ પૂર્ણ કરનાર ‘સર્વાર્થસિદ્ધિ’ નામના અંતિમ વિમાનથી ૧ર યોજન (લગભગ ૪૮૦૦૦ કોસ ક્ષેત્ર-પ્રમાણ) ઉપર એક ‘સિદ્ધ-શિલા’ છે. આ સિદ્ધ-શિલા ૪૫ યોજન લાંબી અને એટલી જ પહોળી છે. તેનો પરિઘ (ઘેરાવો) આ અંતરથી ત્રણ ગણો વધારે (૧૪૨ ૩૦૨૪૯ યોજનથી જરા વધારે) છે. મધ્ય ભાગમાં તેની જાડાઈ આઠ યોજન છે અને તે ક્રમશ ચારે બાજુથી કૃશ થતાં થતાં માખીની પાંખ કરતાં પણ વધારે પાતળી થઈ ગઈ છે. તેનો આકાર ઉઘાડેલી છત્રી સમાન છે. શંખ, અંક-રત્ન (શ્વેત કાંતિ ધરાવતું રત્ન-વિશેષ) અને કુન્દ પુષ્પ સમાન સ્વભાવે કરીને સફેદ, નિર્મળ, કલ્યાણકારિણી અને સુવર્ણમય હોવાથી તેને ‘સીતા’ એવું નામ આપવામાં આવ્યું છે. ઉપરના ભાગમાં અતિ હળવી હોવાથી તેનો ‘ઈષત્યાગભારા' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનાથી ઉપર એક યોજન-પ્રમાણ-વાળા ક્ષેત્રને ‘લોકાન્તભાગ' કહેવામાં આવે છે. કારણ કે તેના પછી લોકની સીમા પૂરી થાય છે અને અલોકનો આરંભ થાય છે. આ એક યોજન-પ્રમાણ લોકાન્તભાગના ઉપર કોસના છઠ્ઠા ભાગમાં મુક્તઆત્માઓનો નિવાસ માનવામાં આવ્યો છે”. ગ્રન્થમાં ‘લોકાન્ત'ને જ ‘લોકાગ્ર’ ૧ ‘ઝૂમ્મર્ડ વિં’ —૩. ૧. ૨૨; ટેવોનુઓ સંતો’ -૩. ૧૯, ૮; ‘સે સુપ્ લક્ષ્મજોશો' —–૩. ૧૮. ૨૯.; રાત્ઝે નલ્લુસોચયં’ -૩. ૧. ૨૪; ‘સાર્ समिद्धे सुरलोगम्मे' ~૩. ૧૪. ૧. ૨. અવસૂરિકારે આઠ યોજન પ્રમાણમાં ‘ઉત્સવાઘાઙગુલ’થી તથા ‘અનુયોગદ્વાર’માં ‘પ્રમાણાઙગુલ’થી ક્ષેત્ર-સીમા માપવાની કલ્પના કરી છે તેથી ક્ષેત્ર-સીમામાં ઘણું અંતર પડે છે. -ઉ. આ. ટી. પૃ. ૧૬૬૮. 3 वारसहिं जोयव्वणेहिं सवइवट्ठस्सुवरिं भवे । ईसिपव्भारनामा उ पृढवी छत्तसंठिया ॥ पणयालसयसहस्सा जोयणांण तु आयया । तावइयं चैव चित्थिण्णा तिगुणो तस्सेव परिरओ ॥ अट्ठजोयणवाहला सा मज्झम्मि वियाहिया । परिहायन्ती चरिमन्ते मच्छियापत्ता तणुयरो || Page #81 -------------------------------------------------------------------------- ________________ પણ કહેવામાં આવેલ છે કારણ કે આ પ્રદેશ લોકનો સર્વશ્રેષ્ઠ ભાગ હોવાથી શીર્ષ સ્થાનાપન્ન પણ છે. મધ્યલોક (તિર્યલોક): ગ્રન્થમાં મધ્યલોકને ‘તિર્થંગ્લોક’ પણ કહેવામાં આવેલ છે. કારણ કે આ લોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર પરસ્પર એકબીજાને ઘેરીને તિર્યક્ રૂપે (આજુબાજુ) સ્વયંભુરમા સમુદ્ર સુધી રહેલ છે. તથા તેનો આકાર ઊભા કરેલ મૃદંગના અર્ધભાગ જેવો છે. આટલાવિશાળ ક્ષેત્રમાં માત્ર અઢી દ્વીપોમાં જ માનવનો નિવાસ માનવામાં આવ્યો છે૪. અઢી દ્વીપને જ ‘સમયક્ષેત્રિક’પ કહેવામાં अज्जुउणसुवण्णगमई सा पुढवी निम्मला सहावेणं । उत्ताणगच्छत्तसंठिया य भणिया जिणवरेहिं || संखंककुंदसंकासा पंडुरा निम्मला सुहा । सीयाए जोयणे तत्तो लोयंतो उ वियाहिओ ।। जोयणस्स उ जो तत्थ कोसो उवरम्मि भवे । तस्स को स्स छब्भाए सिद्धणोगाहणा भवे ॥ તથા જુઓ - ડા. જે. પૃ. ૨૪૬ १ अलोए पडिडया सिद्धा लोयग्गे य पइट्ठिया । ૨ તથા જુઓ - પૃ. ૫૫. પા. ટિ. ૨. ૩ તત્ત્વસમુય, પૃ. ૬૭. તા વૃત-વિત્ર ?-૨. ४ प्राङ् मानुषोत्तरान्मनुष्याः । ૫૭ —૩. ૩૬. ૫૭. ૬૨. —તા. સૂ. ૩. ૩૫. ૫ જ્યાં સમય, આવલિકા, પક્ષ, માસ, ઋતુ, અયન આદિનો કાલવિભાગ જાણી શકાય તે સમય-ક્ષેત્ર છે. તેનું બીજું નામ મનુષ્ય-ક્ષેત્ર પણ છે કારણ કે જન્મથી મનુષ્ય કેવળ સમય-ક્ષેત્ર (અઢી દ્વીપ)માં જ મળી આવે છે. સમય-ક્ષેત્રની બહાર અનુસંધાન પૃ. ૫૮ની પા. ટિ. -૩. ૩૬. ૫૬. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આવે છે'. આ અઢી દ્વીપોનાં નામ આ પ્રમાણે છે : જંબુદ્રીપ, ઘાતકી ખંડદ્વીપ અને અડધો પુષ્કદ્વીપ (પુષ્કરાર્ધ). આ અઢી દ્વીપની રચના એક સરખી છે; તફાવત માત્ર એટલો છે કે તેમનું ક્ષેત્ર ક્રમશ: બમણું-બમણું થતું ગયું છે. પુષ્કરદ્વીપના મધ્યમાં માનુષોત્તર પર્વત આવી ગયેલ હોવાથી પુષ્કરદ્વીપને અડધો ગણવામાં આવેલ છે. તેથી તેનું ક્ષેત્ર-ફળ ઘાતકીખંડ દ્વીપના ક્ષેત્રફળ જેટલું જ છેરું. જંબુદ્વીપમાં સાત પ્રમુખ ક્ષેત્ર છે: ભરત, હેમવત, હરિ, વિદેહ, રમ્યક, હેરણ્યવત અને ઐરાવત. વિદેહ-ક્ષેત્રમાં બીજાં બે મુખ્ય ક્ષેત્ર છે અને તેમનાં નામો આ પ્રમાણે છે : દેવકુરુ અને ઉત્તરકુરુ. ઘાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપમાં આ બધાં ક્ષેત્રોની બમણી-બમણી સંખ્યા છે. આ બધાં ક્ષેત્ર કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતદ્વીપના ભેદથી ત્રણ ભાગોમાં વિભાજિત થાય છે . : કાલ-વિભાગ નથી હોતો કારણ કે મનુષ્ય-ક્ષેત્રમાં વિદ્યવાન સૂર્ય-ચંદ્ર જ પોતાની ગતિ દ્વારા સમય, માસ વગેરેનું વિભાજન કરે છે. મનુષ્ય ક્ષેત્રની બહાર જો કે અસંખ્યાત સૂર્ય અને ચંદ્ર છે પણ તે ગતિશીલ નથી તેથી વ્યવહાર-કાળનો વિભાગ મનુષ્યક્ષેત્ર સુધી જ સિમિત હોવાથી મનુષ્યક્ષેત્રને ‘સમયક્ષેત્ર' કહેવામાં આવે છે. જુઓ - ઉત્તર મળળિ (આ. તુસી) ભાગ-૨ પૃ. ૩૧૬. १. समए समयखेत्तिए । ૧૩. ૩૬. ૭. ૨. આ ક્ષેત્રોમાં થાળી આકારનો જંબુદ્રીપ બધાની વચ્ચે છે. તેની ચારે બાજુ લવણસમુદ્ર છે. તેના પછી, બંગડીના આકારે ઘાતકીખંડ દ્વીપ લવણસમુદ્રની ચારે બાજુ વીંટળાયેલ છે. તેના પછી, ઘાતકીખંડદ્વીપની ચારે બાજુ કાલોદધિસમુદ્ર છે. તેના પછી, કાલોદધિસમુદ્રની ચારે બાજુ પુષ્કરદ્વીપ છે. આમ, આગળ ઉપર પણ, સમુદ્ર અને દ્વીપના ક્રમે, સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી ૨ચના થયેલી છે. 3 भरतहैमवतहरिविदेहर म्यकहैरण्यवत्तैरावतवर्षा: क्षेत्राणि । : ४ कम्मअकम्मभूमा य अंतरद्दीवया तहा । पन्नरसतीसविहा भैया अट्ठवीसई । संखा उ कमसो तेसिं इइ एसा वियाहिया || —7. TM. ૩. ૧૦. -૩. ૩૬. ૧૧૫. : ૩. ૩૬. ૧૧૬. Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૯ (ક) કર્મભૂમિ- મનુષ્ય જ્યાં કૃષિ, વાણિજ્ય, શિલ્પકળા, વગેરે દ્વારા જીવન નિર્વાહ કરે છે અર્થાતું જ્યાં કર્મ કર્યા વગર જીવન-યાપન સંભવે નહિ તેને “કર્મભૂમિ' કહેવામાં આવે છે. અહીં રહેલ જીવ જ, સહુથી મોટું પાપ-કર્મ અને સહુથી મોટું પુણ્ય-કમ કરી શકે છે. તેની સીમામાં ભરત, ઐરાવત, તથા મહા વિદેહ (દેવકુર અને ઉત્તર કુરુ સિવાયનો વિદેહનો ભાગ)- આ ત્રણ ક્ષેત્ર આવે છે. આ ત્રણ ક્ષેત્ર જ અઢી દ્વીપોમાં ૧૫ ક્ષેત્રોની સંખ્યા પૂરી કરે છે. જેમકે-જંબૂદ્વીપમાં એક ભરત, બે એરાવત અને બે મહાવિદેહ છે. પુષ્કરઅર્ધદ્વીપમાં બે ભરત, બે ઐરાવત તથા બે મહાવિદેહ છે. આમ, અઢી દ્વીપોમાં કર્મભૂમિના કુલ મળીને ૧૫ ક્ષેત્ર છે. આજનું વિજ્ઞાન જેટલા ભૂ-ખંડની શોધ કરી શક્યું છે તે બધા કર્મભૂમિના જંબૂદ્વીપમાં રહેલ ભરત ક્ષેત્રનો નાનકડો ભાગ છે. આ પરથી પૂર્ણ મધ્યલોક તથા ત્રણે લોકોના વિસ્તારનો ખ્યાલ માત્ર અનુમાનથી આવી શકે છે. (ખ) અકર્મભૂમિ (ભોગભૂમિ)- જ્યાં, કૃષિ આદિ કર્મ કર્યા વગર જ ભોગોપભોગની સામગ્રી ઉપલબ્ધ થઇ જાય છે અને જીવન-યાપન કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી તેને “અકર્મભૂમિ' કહેવામાં આવે છે. અહીં ભોગોપભોગની સામગ્રી ઈચ્છા સેવવા માત્રથી મળી જાય છે. પરિણામે લોકો ભોગોમાં લીન રહે છે. તેથી તેને “ભોગભૂમિ' પણ કહે છે. આદિકાળનો પ્રાકૃતિક-સામ્યવાદ જે ઇતિહાસમાં જોવા મળે છે તેનું મોટે ભાગે સુવિકસિત રૂપ ભોગભૂમિના વિષયમાં જોવા મળે છે. દેવતાઓના સુખની જેમ, અહીં સુખની જ પ્રધાનતા છે. બાકીના (કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છોડીને) ૩૦ ક્ષેત્રોમાં १ भरतैरावतविदेहा: कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः । –1. ખૂ. ૩. ૩૭. ૨ એજન તથા ૩. ૩૬૨૬૨ (માત્મારામ-ર) ૩ એજન Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ભોગભૂમિયો માનવામાં આવી છે. જેમકે-જંબુદ્વીપમાં એક હેમવત, એક હરિ એક રમ્યક એક હેરવત, એક દેવકર અને એક ઉત્તરકુરુ-આ છ ક્ષેત્ર છે. એ જ રીતે ઘાતકીખંડ દ્વીપ અને પુષ્કરાર્ધ દ્વીપમાં હેમવતાદિ પ્રત્યેકના બે બે ક્ષેત્ર હોવાથી બંનેના ૧૨-૧ર ક્ષેત્ર થાય છે. આમ કુલ ગણતરી કરતાં અકર્મભૂમિનાં ૩૦ ક્ષેત્ર માનવામાં આવેલ છે. (ગ) અંતરદ્વીપ-કર્મભૂમિ અને અકર્મભૂમિના પ્રદેશ સિવાય, સમુદ્રની મધ્યમાં જે દીપ રહી જાય છે તેને “અંતરદ્વીપ' કહેવામાં આવે છે. તેનાં ૨૮ ક્ષેત્રોમાં પણ મનુષ્યોનો નિવાસ માનવામાં આવ્યો છે. આમ આ મધ્યલોક આટલો વિશાલ હોવા છતાં પણ ત્રણે લોકોના ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું ક્ષેત્રફળ નહીંવત્ છે. અધોલોક આ મધ્યલોકની નીચે આવેલો પ્રદેશ છે. તેમાં ક્રમશ: નીચે અને નીચે સાત પૃથ્વીઓ છે. તે ક્રમશ: સાત નર્કના નામથી પ્રસિદ્ધ છે. તેમાં મુખ્યત્વે નારકી ૧ એજન ૨ જંબુદ્વીબની ચારે બાજુ ફેલાયેલ લવણસમુદ્રમાં હિમવાનું પર્વત સંબંધી ૨૮ અંતરદ્વીપ છે. તે અને સાત ચતુષ્કોમાં વિદ્યમાન છે. ક્રમશ: તેમનાં નામો આ મુજબ છે : પ્રથમ ચતુષ્ક – એકોક, આભાષિક, લાંગુલિક અને વૈષાણિક દ્વિતીય ચતુષ્ક – હયક, ગજકર્ણ, ગોકર્ણ અને શક્લીક તૃતીય ચતુષ્ક – આદર્શમુખ, મેષમુખ, હયમુખ અને ગજમુખ ચતુર્થ ચતુષ્ક – અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ પંચમ ચતુષ્ક – અશ્વકર્ણા, સિહક, ગજકર્ણ અને કર્ણ પ્રાવરા ષષ્ઠ ચતુષ્ક – ઉલ્કામુખ, વિદ્યુમ્મુખ, જિદ્વામુખ અને મેઘમુખ સપ્તમ ચતુષ્ક – ઘનદત્ત, ગૂઢદત્ત, શ્રેષ્ઠદત્ત અને શુદ્ધદત્ત આ પ્રકારે શિખરણપર્વત સંબંધી પણ ૨૮ અંતરદ્વીપ છે. આમ કુલ મળીને ૧૬ અંતદ્વીપ થાય છે. પરંતુ, બંનેને જુદા માનીને ગ્રંથમાં અંતદ્વીપોના ૨૮ અવાત્તરદ્વીપ ગણાવવામાં આવ્યા છે. જુઓ, ર૬. ૧૯૬. (આત્મારામ ટીકા પૃ. ૧૭૫૯-૧૭૬૦; ઘાસીલાલ ટીકા ભાગ-૪ પૃ. ૯૦૫. ૯૦૭) Page #85 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર જીવોનો નિવાસ છે. તેનાં નામ ક્રમશઃ આમ છે: રત્નપ્રભા, શર્કરપ્રભા, વાસુકપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા તથા મહાતમ-પ્રભા'. અહીં જે પ્રભા' (કાન્તિ) શબ્દ જોડાયો છે તે તેના રંગને અભિવ્યકત કરે છે. આમ, આ લોક-રચના ત્રણ પ્રમુખ ભાગોમાંથી ઊદ્ગલોકના સહુથી ઉપરના ભાગમાં મુક્ત આત્માઓ વસે છે. તેની નીચે “સિદ્ધશિલા” નામની પૃથ્વી છે તથા તેની નીચે દેવતાઓનાં આકાશગામી વિમાનો છે. તેની નીચે, મધ્યલોકમાં મુખ્યરૂપે માનવ જગત છે. તેના પછી, સહુથી નીચે અધોલોકમાં નર્ક સંબંધી સાત પૃથ્વીઓ છે અને તેમાં મોટે ભાગે નારકીય જીવો રહે છે. આ લોકની સીમાની ચારે બાજુ અનંત-સમારહિત અલોકાકાશ છે. આ લોક-રચના એટલી વિશાળ અને જટિલ છે કે આજનું વિજ્ઞાન તેના ખૂબ જ સૂક્ષ્મ-અંશને જ જાણી શક્યું છે. ષ દ્રવ્ય સંપૂર્ણ લોકમાં સામાનયુ રીતે બે જ પ્રકારનાં તત્ત્વો જોવા મળે છે. ચેતન અને અચેતન. ગ્રંથમાં તેને માટેનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે : જીવ-દ્રવ્ય અને અજીવ દ્રવ્ય.૨ આ બે દ્રવ્યોના સંયોગ અને વિયોગને લીધે જ આ વિવિધ પ્રકારની સૃષ્ટિનો આવિર્ભાવ તથા તિરોભાવ થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે આ બંને દ્રવ્ય કે જે તત્ત્વ પણ કહેવાય છે તે સાંખ્યદર્શના પુરુષ (ચેતન) અને પ્રકૃતિ (અચેતન)ની સાથે એકરૂપ નથી. જો કે ચેતન-તત્ત્વ १ नेरइया सत्तविहा पुढवीसू सत्तसू भवे । रयणासभक्कराभा बालुयाभा य आहिया ।। पंकाभा घूमामा तमा तमतमा तहा । -૩. ૩૬. ૧૫૬-૧પ૭. વિશેષ : લોકમાં કુલ આઠ પૃથ્વીઓ છે. તેમાંથી સાત અધોલોકમાં છે અને એક સિદ્ધશિલા નામની પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. મધ્યલોકમાં જે પૃથ્વી છે તે અદ્યોલોકની રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટી છે. ૨ જુઓ પૃ. પપ પા. ટિ. ૧. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સાંગના પુરુષની જેમ અનેક છે પણ તેના સ્વરૂપમાં ભિન્નતા છે. એ રીતે અચેતન તત્ત્વ પણ અનેક છે. તે સાંખ્યની પ્રાકૃતિની જેમ એકરૂપ નથી પમ મુખ્યરૂપે પાંચ સ્વતંત્ર તત્ત્વોથી યુક્ત છે. એ પાંચ અચેતન તત્ત્વોનાં નામ છે: ગતિદ્રવ્ય (ધર્મદ્રવ્ય), સ્થિતિદ્રવ્ય (અધર્મદ્રવ્ય), સમયદ્રવ્ય (કાલ), પ્રદેશદ્રવ્ય (આકાશ) અને રૂપીદ્રવ્ય (પુદ્ગલ). કોઈ એક અચેતન-તત્ત્વમાંથી આ પાંચેનો આવિર્ભાવ થયો હોય એમ નથી. પણ આ પાંચેય દ્રવ્ય પોતાની રીતે પૂર્ણ રીતે સ્વતંત્ર છે. ચેતન અને અચેતન ગુરાના સદ્ભાવ અને અસદ્ભાવને આધારે જ લોકના સમસ્ત દ્રવ્યોને ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. માટે મુખ્ય રૂપે ચેતન અને અચેતન એવા બે મૂળતત્ત્વ માનવાને કારણે સાંખ્યની જેમ તેને તવાદ ન કહી શકાય. બેથી વધારે મૂળ તત્ત્વની સત્તા સ્વીકારવાથી તેને બહુત્વવાદ જ કહી શકાય. જે રીતે ચેતન ગુણાના સદ્દભાવ અને અસદ્ભાવના આધારે દ્રવ્યોના બે ભેદ સંભવે છે તેમ રુપાદિગણના સભાવ અને અસદુભાવથી બહુ પ્રદેશવ (અસ્તિકાય) અને એક પ્રદેશ૦ (એક-પ્રદેશવર્તી-અનાસ્તિકાય)ના આધારે, લોક-પ્રમાણાવ અને લોકાલોકપ્રમાણત્વના આધારે, એકત્વ સંખ્યાવિશિષ્ટત્વ અને બહુત્વ સંખ્યા વિશિષ્ટત્વ આદિના આધારે હજી પણ વધારે બીજા અનેક દ્વતાત્મક ભેદ સંભવે છે. તેનું આગળ ઉપર પ્રસંગોપાત વર્ણન કરવામાં આવશે. પરંતુ, આ પ્રકારનું ઢેતાત્મક-વિભાજન ગ્રંથમાં અભિપ્રેત નથી કારણ કે તેને કારણે ચેતનતત્ત્વની સ્વતંત્ર સત્તાને ઘણો મોટો આઘાત લાગે છે અને ખાસ તો એ કે અચેતન-તત્ત્વથી ચેતન તત્ત્વની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવી એ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી આ પ્રકારનું ઢેતાત્મક-વિભાજન સંભવે છે છતાં પણ લોકાલોકમાં પ્રાપ્ત થતા બધાં દ્રવ્યોને મુખ્ય રૂપે ૬ સ્વતંત્ર ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. આ છ દ્રવ્યોના સ્વતંત્ર ભેદોમાં ચેતન १ धम्मो अधम्मो आगासं काली पुग्गल-जन्तवो । एस लोगो त्ति पनत्तो जिणेहिं बरदंसिहि ।। –૩. ૨૮. ૭. Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : કાવ્ય-વિચાર ૬૩ જીવ-દ્રવ્ય ઉપરાંત અચેતન દ્રવ્ય સંબંધી પાંચ સ્વતંત્ર દ્રવ્યોને પણ ભેળવવામાં આવેલ છે. આ રીતે ૬ દ્રવ્યોનાં નામ આ રીતે છે: ૧. ચેતન-જીવ, ૨. રૂપી-અચેતન-પુદ્ગલ, ૩. ગતિ-હેતુ-ધર્મ, ૪. સ્થિતિ હેતુ અધર્મ, ૫. સમય-કાળ અને ૬. પ્રદેશ (અવકાશ)આકાશ. જો કે આ છ દ્રવ્યોમાંથી જીવ, પુદ્ગલ, અને કાળ દ્રવ્યના અન્ય અવાંતર અનેક સ્વતંત્ર ભેદ પડે છે પરંતુ તેને સામાન્ય ગુણની અપેક્ષાએ અનેક સ્વતંત્ર ભેદ પડે છે પરંતુ તેને સામાન્ય ગુણની અપેક્ષાએ એકમાં અંતર્ભાવ કરીને છે જ સ્વતંત્ર દ્રવ્યોને ગણાવવામાં આવેલ છે. આ છ દ્રવ્યો ઉપરાંત સંપૂર્ણ લોક અને અલોકમાં બીજું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ છ મૂળ દ્રવ્યો વડે જ આ સૃષ્ટિનું સંચાલન થાય છે. એ ઉપરાંત, ઈશ્વર વગેરે બીજું કોઈ સંચાલક તત્ત્વ નથી. અલ્પ વિષય હોવાથી પ્રથમ અચેતન-દ્રવ્યનું વર્ણન કરવામાં આવશે. અચેતન દ્રવ્ય : જેનામાં જાણવાની કે જોવાની શક્તિ ન હોય તે અચેતન-દ્રવ્ય. મુખ્યત્વે તેના બે પ્રકાર છે. ૧. જેમાં રૂપાદિનો સદુભાવ હોય તે “રૂપી' અને ૨. જેમાં રૂપાદિનો અભાવ હોય તે “અરૂપી”. જેનો કોઈ નક્કર આકાર-પ્રકાર વગેરે સંભવતો હોય તેને “રૂપી અથવા મૂર્ત કહે છે. તથા જેનો કોઈ નક્કર આકાર સંભવતો નથી તેને “અરૂપી” અથવા અમૂર્ત કહે છે. આ બંને પ્રકારોમાં રૂપીદ્રવ્યનો મુખ્યત્વે એક જ પ્રકાર છે. અને તેને “પુદ્ગલ' કહેવાય છે. અરૂપીઅચેતન દ્રવ્યના મુખ્ય ચાર પ્રકારો છે અને તેનાં નામો છે: ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આમ કુલ મળીને અચેતન, દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે. १ रूविणो चेवरूवी य अजीवा दुविहा भवे । अरूवी दसहा वुत्ता रूविणौ य चउब्विहा । –૩. ૩૬. ૪. તથા જુઓ - ઉ. ૩૬. ર૪૯. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન એ ઉપરાંત જે બીજા અવાન્તર ભેદ પાડવામાં આવ્યા છે તે બધા આના જ અવાન્તર રૂપ છે. અચેતન દ્રવ્યના અવાન્તર ભેદ નીચે મુજબ છે. અચેતન-અજીવ દ્રવ્ય રૂપી (જુગલ) અરૂપી અરૂપી સ્કન્ધ દેશ પ્રદેશ પરમાણું ધર્મ અધર્મ આકાશ કાલ સ્કન્ધ દેશ પ્રર્દશ સ્કન્ધ દેશ પ્રર્દશ સ્કન્ધ દેશ પ્રદેશ હવે, ક્રમશઃ આ દ્રવ્યોનો વિચાર કરવામાં આવશે. (ક) : રૂપી અચેતન-દ્રવ્ય (પુદ્ગલ) : જેમાં રૂપ, રસ, ગધે, સ્પર્શ, અને આકાર હોય તેને રૂપી અચેતન દ્રવ્ય કહેવામાં આવે છે. જેને સાંભળી શકાય, ખાઈ શકાય, તોડી શકાય, જોઈ શકાય તે સર્વ રૂપી અચેતન દ્રવ્ય છે. તેને એક વિશેષ નામ આપવામાં આવ્યું છે: પુદ્ગલ” છ દ્રવ્યોમાં “પુદ્ગલ” જ એક માત્ર એવું દ્રવ્ય છે જેમાં રૂપાદિ ગુણ જોવા મળે છે. ૧ એજન घम्मस्थिकाए तद्देसे तप्पएसे य आहिए । अहम्मो तस्स देसे य तप्पएसे य आहिए । आगासे तस्स देसे य तप्पएस य आहिए । अद्धासमए चेव अरूवी दसहा भवे ॥ –-૩. ૩૬. ૫-૬. खंधा य खंधदेसा य तप्पएसा तहेव य । परमाणुओ य बोद्धव्वा रूविणो य चउनिहा ॥ –૩. ૩૬. ૧૦. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર રૂપાદિ ગુણોના ભેદ-પ્રભેદ અને તેનો પરસ્પર સંબંધ : પુદ્ગલ દ્રવ્યમાં જોવા મળતા રૂપાદિ ગુણોના મુખ્ય પાંચ ભેદ છે. તેના એટલે કે તે પાંચ ભેદોના બીજા અવાન્તર પચ્ચીશ ભેદ નીચે મુજબ છે. ૧. રૂપ (વર્ણ)-દ્રવ્યમાં જોવા મળતો વર્ણ કે જેનો બોધ આપણી આંખો દ્વારા થાય છે તેને ‘રૂપ’ કે ‘વર્ણ’ કહેવામાં આવે છે. તેના મુખ્ય પાંચ પ્રાક૨ આ મુજબ છેઃ કાળો (કૃષ્ણ), ભૂરો (નીલ), લાલ (લોહિત), પીળો (પીત) અને સફેદ (શ્વેત). આ પ્રમુખ પાંચ રંગો ઉપરાંત જે રંગો આપણને જોવા મળે છે તે ઉપર જણાવેલ રંગોના મિશ્રણાથી થાય છે. માટે તેનું જુદું કથન કર્યા સિવાય તે રંગોમાં તેનો અંતર્ભાવ કરી લેવામાં આવેલ છે. ૨. રસ-જેનો બોધ આપાને જિલ્લા નામની ઇન્દ્રિયથી થાય છે તે સ્વાદ એટલે રસ. તેના પણ પ્રમુખ પાંચ ભેદ ગણાવવામાં આવ્યા છે : તીખો (ત્તિત્ત્ત) કડવો (કટુ), તૂરો, ખાટો અને મીઠો. ૩. ગંધ- નાસિકા ઇન્દ્રિય દ્વારા જેનો અનુભવ થાય છે તે સુગન્ધ કે દુર્ગન્ધને 'ગન્ધ' કહેવામાં આવે છે. તેના બે પ્રકાર છે-સુગન્ધ (જેના પ્રત્યે આસક્તિ વધે તે જેમકે-ચંદન વગેરેમાંથી નીકળતી ગંધ), અને દુર્ગન્ધ (જેના પ્રત્યે ધૃણા થાય જેમકે લસણા આદિમાંથી નીકળતી ગંધ). અમુક વસ્તુઓ સુગન્ધવાળી કે અમુક દુર્ગન્ધવાળી છે એવા પ્રકારનું વિભાજન સંભવતું નથી કારણ કે આ વિષયમાં અલગ-અલગ જીવની અનુભૂતિ જુદી જુદી હોય છે. १. वण्णओ परिणया जे उ पंचहा ते पकित्तिया । किण्हा नीला य लोहिया, हालिद्दा सुक्किला तहा ।। संठाणओ परिणया जे उ पंचहा ते पकित्तिया । परिमंडला य वट्टा य तंसा चउरंसमायया ।। ન્યાય દર્શનમાં રૂપાદિના ભેદ-પ્રભેદ જુદી રીતે ગણાવેલ છે. જુઓ - તર્કસંગ્રહ, પ્રત્યક્ષ-પરિચ્છેદ, પૃ. ૧૧-૧૨. ૬૫ —૩. ૩૬. ૧૬-૨૧. Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન એક જ વસ્તુ કોઈને સુગન્ધિત લાગે તો બીજા કોઈને દુર્ગન્ધિત. ૪. સ્પર્શ-હાથ વગેરેથી સ્પર્શ કરતાં થતા અનુભવને “સ્પર્શ' કહેવામાં આવે છે. તે મુખ્ય રૂપે આઠ પ્રકારનો છે. કઠોર (કર્કશ), મુલાયમ (મૃદુ), વજનદાર (ગુરુ), હળવો (લઘુ), ઠંડો (શીત), ગરમ (ઉષ્ણ), ચીકણો (સ્નિગ્ધ), અને રુક્ષ. ૫. સંસ્થાન-આકૃતિ અથવા આકાર (રચના)ને સંસ્થાન કહેવામાં આવે છે. તેનો બોધ ચક્ષુ ઇન્દ્રિય તથા સ્પર્શેન્દ્રિયથી આપણને થાય છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે: ગોળાકાર (પરિમંડલ-બંગડીની જેમ ગોળ), વૃત્તાકાર (દડાની જેમ વર્તુળાકાર), ત્રિકોણાકાર (રાસ), ચતુષ્કોણ (ચતુરસ-ચાર ખુણા વાળો) અને લંબાકાર (આયત). રૂપાદિના આ પાંચ ભેદોમાં પરસ્પર સંબંધ પણ છે. જે દ્રવ્યમાં રૂપના પાંચ ભેદોમાંથી કોઈ એક રૂપ હશે તેમાં રસાદિના અવાજોર ભેદોમાંથી પણ પ્રત્યેકનો કોઈને કોઈ ભેદ જરૂર હશે. કોઈ પણ રૂપી દ્રવ્ય એવું નથી જેમાં કોઈ ને કોઈ રસ, સ્પર્શ, ગંધ અને આકાર ન હોય. અર્થાત્ જેમાં રૂપાદિમાંથી કોઈ ગુણ પ્રગટ રૂપે હશે તેમાં અન્ય રસાદિ બધા ગુણો પણ કોઈ ને કોઈ માત્રામાં અવશ્ય જોવા મળશે. કારણ કે જેમાં રૂપ હોય તેમાં રસાદિ ગુણ ન હોય એ વાત સંભવે નહિ. સ્થિતિ-વિશેષને લીધે થતા પ્રકારોની સંખ્યા ગ્રંથમાં ૪૮રની ગણાવવામાં આવી છે જેમ કે રૂપના પાંચ ભેદોનો રસાદિ વીસ ભેદો સાથે સંયોગ થતાં (૫ X ૨૦)=૧૦૦ ભેદ રૂપ સંબંધી થાય. પાંચ રસના ભેદોનો અન્ય રૂપાદિભેદ સાથે સંયોગ થતાં, (૫૪૨૦)=૧૦૦ ભેદ રસ-સંબંધી થાય. १ वण्णओ जे भवे किण्हे भइए से उ गंधओ । रसओ फासओ चेव भइए संठाणओवि य ।। ..... .... जे आययसंठाणे भइए से उ वण्णओ । गंधओ रसओ चेव भइए, फासओवि य ।। -૩. ૩૬. રર-૪૬. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ગન્ધના બે ભેદોનો તેવા ભિન્ન ભિન્ન રૂપાદિના ૨૩ ભેદો સાથે સંયોગ થતાં (૨ x ૨૩)=૪૬ ભેદ ગંધ સંબંધી થાય. સ્પર્શના આઠ ભેદોનો તેમાંથી ભિન્ન આદિના ૧૭ ભેદો સાથે સંયોગ થતાં (૮ x ૧૭)=૧૩૬ ભેદ સ્પર્શ-સંબંધી થાય.૧ સંસ્થાનના પાંચ ભેદોનો તેનાથી ભિન્ન રૂપાદિના ૨૦ ભેદો સાથે સંયોગ થતાં (૫ X ૨૦)=૧૦૦ ભેદ સંસ્થાન સંબંધી થાય. અહીં આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે સ્વજાતીયનો સ્વજાતીય સાથે સંયોગ થાય નહિ. કારણ કે જે કુષ્ણવવાળો હોય તે ચેતવર્ણ ન થાય. ગ્રન્થમાં રૂપાદિના જે ૪૮૨ ભેદ ગણાવવામાં આવ્યા છે તે સામાન્ય રીતે ગણાવેલ છે. નહીંતર તો રૂપાદિના તરતમભાવની દૃષ્ટિએ જો ઉપર્યુક્ત પ્રકારો પાડવામાં આવે તો રૂપાદિના ભેદો અનેકની સંખ્યામાં થઈ શકે. વાયુ આદિમાં રૂપાદિની સિદ્ધિ-રૂપાદિના અરસપરસના સંબંધને જોતાં લાગે છે કે જેમાં કોઈપણ રૂપ હોય તેમાં કોઈ ને કોઈ રસ, ગંધ, સ્પર્શ અને આકાર પણ અવશ્ય હોય. એ રીતે જેમાં કોઈ રસ કે ગન્ધ કે સ્પર્શ અથવા આકાર હોય તેમાં તેનાથી ભિન્ન બીજો ગુણ પણ કોઈ ને કોઈ માત્રામાં અવશ્ય હોય. એવું કોઈ રૂપી દ્રવ્ય નહીં હોય જેમાં રૂપ તો હોય પરંતુ રૂપ-રસ આદિ ન હોય. અથવા ગંધ તો હોય પણ રૂપ-રસ આદિ ન હોય. એમ સંભવે કે અન્ય રસાદિ ગુણોની સ્પષ્ટ પ્રતીતિ ન (પણ) થાય. માટે કોઈ પુદગલ-વિશેષમાં કોઈ ગણા વિશેષનો સર્વથા અભાવ નથી. આ રીતે આ સિદ્ધાંતથી, વૈજ્ઞાનિકો દ્વારા પરિકલ્પિત વાયુનું આ લક્ષણ કે “જે રૂપરહિત સ્પર્શવાળી વસ્તુ હોય તે ૧ પ્રજ્ઞાપના-સૂત્રની વૃત્તિમાં સ્પર્શના ૮૪ (ભેદ) ભંગ ગણાવવામાં આવ્યા છે. તેનો એ આધાર છે કે કકર્શ સ્પર્શવાળો તેનાથી વિરુદ્ધ મૃદુસ્પર્શ સિવાય અન્ય સજાતીય સ્પર્શવાળો પણ બની શકે છે. આ રીતે અન્ય સ્પર્શવાળો પણ તેનાથી વિરુદ્ધ સ્પર્શ સિવાયના અન્ય સ્પર્શવાળો બની શકે છે તેથી સ્પર્શના (૨૩ X ૮) = ૧૮૪ ભેદ સંભવે છે. -ઉ. આ. ટી. પૃ. ૧૬૫૫. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વાયુ- (એ લક્ષણ) યોગ્ય નથી. કારણ કે વૈશેષિકો વાયુમાં સ્પર્શને સ્વીકારે છે પણ તેને રૂપ-રસ આદિથી રહિત માને છે. અનુભવવામાં આવે છે કે જ્યારે વાયુ કોઈ દિવાલ આદિ સાથે રોકાય છે ત્યારે તેનો કોઈ ને કોઈ નક્કર આકાર અવશ્ય હોવો જોઈએ. નહીંતર વાયુ દિવાલ વગેરેથી રોકાય નહિ. વાયુમાં જો કોઈ નક્કર આકાર હોય તો તેમાં કોઈ ને કોઈ રૂપ પણ અવશ્ય હોવું જોઈએ; ભલે તે પ્રત્યક્ષ ન દેખાતું હોય ! આ તર્કના આધારે એમ ન કહી શકાય કે ચેતન આત્મા પણ કોઈ વસ્તુ છે તેથી તેમાં પણ રૂપાદિ હોવાં જોઈએ. આત્મા કોઈ એવી નક્કર વસ્તુ નથી કે જે દિવાલ વગેરેથી રોકી શખાય. વાયુની જેમ જળ વગેરેમાં પણ રૂપાદિ પાંચેય ગુણોનો સદ્ભાવ છે. કારણ કે પૃથ્વી આદિ બધાં દ્રવ્ય જ્યારે રૂપી પુદ્ગલના વિકાર (પર્યાય) છે ત્યારે તેમાં રૂપાદિ પાંચેય ગુણા કેમ ન હોય? માટે જ્યાં રૂપાદિમાંથી કોઈપણ ગુણા પ્રગટ થાય, ત્યાં રસાદિ અન્ય ગુણ પણ કોઈ ને કોઈ અંશમાં અવશ્ય હોય. આ રીતે જલાદિમાં પાંચેય ગુણોનો સદુભાવ ન માનનારા વૈશેષિકોની માન્યતાનું ખંડન થઈ જાય છે. પુગલનું લક્ષણ-ગ્રન્થમાં પુદ્ગલનું લક્ષણ આપતી વખતે, શબ્દ, અંધકાર, ઉદ્યોત (પ્રકાશ) પ્રભા (કાન્તિ), છાયા, આતપ, વર્ણ, રસ, ગબ્ધ, અને સ્પર્શ-આ દસ નામો ગણાવવામાં આવ્યાં છે. એમ કહેવાનું તાત્પર્ય એ કે १ रूपरहितस्पर्शवान्यायुः । –ત સંઘ૬, પૃ. ૭. વૈશેષિકદર્શન માને છે કે પૃથ્વીમાં રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શ આ ચાર ગુણા જોવા મળે છે પરંતુ, જળમાં ગધનો, તેજમાં ગન્ધનો અને રસનો, અને વાયુમાં રૂપ રસ અને ગન્ધનો અભાવ હોય છે. વેદાન્તદર્શન પ્રમાણો આ સર્વ બ્રહ્મનો વિકાર છે. તેનો ઉત્પત્તિક્રમ આમ છે – આકાશમાંથી વાયુ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ અને જળમાંથી પૃથ્વી. २ सन्धयार-उज्जोओ पभा छाया तवो इ वा । वण्णरसगन्धफासा पुग्गलाणं तु लक्खणं ।। –૩. ૨૮. ૧ર. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૬૯ શબ્દાદિ પણ પુદ્ગલ છે. શબ્દ અન્ધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ આ બધાં પુદ્ગલ જ છે એમ સિદ્ધ કરવા માટે જ પુદ્ગલના લક્ષામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. નહીંતર તો વર્ષાદ કહેતી વખતે જ પુદ્ગલની વ્યાખ્યા થઈ જાત અને એમ તત્ત્વાર્થસૂત્રકારે કરેલ પણ છે'. અહીં એક વાત એ વિચારણીય છે કે પુદ્ગલના લક્ષણમાં વર્ણાદિના ઉલ્લેખ સાથે સંસ્થાન (આકાર)ને કેમ છોડી દેવામાં આવેલ છે ? રૂપાદિના ભેદોમાં તો સંસ્થાનને પણ ગણાવવામાં આવેલ છે. તત્ત્વાર્થસૂત્રકારે પણ પુદ્ગલના લક્ષામાં સંસ્થાનનો સમાવેશ કર્યો નથી. પણ પુદ્ગલની વિભિન્ન અવસ્થાઓ (પર્યાઓ)નો ઉલ્લેખ કરતી વખતે શબ્દાદિની સાથે સંસ્થાનનો પણ તત્ત્વાર્થ સૂત્રકારે સમાવેશ કર્યો છે . એથી પ્રતીતિ થાય છે કે પુદ્ગલના લક્ષણામાં સંસ્થાનનો સમાવેશ સમજી લેવાનો છે. કારણ કે જો કોઈ પુદ્ગલમાં રૂપાદિ ચાર ગુણોનો સદ્ભાવ (અસ્તિત્વ) હોય તો તેનો કોઈ ને કોઈ આકાર પણ અવશ્ય હોવો જોઈએ. માટે ગ્રન્થમાં પુદ્ગલના સ્વભાવ (પરિણામ)નું વર્ણન કરતી વખતે સ્પષ્ટરૂપે રૂપાદિકષાય ગુણોથી તેને યુક્ત દર્શાવવામાં આવેલ છે. શબ્દાદિમાં પુદ્ગલત્વની સિદ્ધિવૈશેષિક દર્શનમાં શબ્દને આકાશનો ગુણ માનેલ છેă. જ્યારે અહીં શબ્દને પુદ્ગલ દ્રવ્યની વિશેષ અવસ્થા (પર્યાય) માનવામાં આવેલ છે. આપણે શ્રવણેન્દ્રિયથી શબ્દનું જ્ઞાન મેળવીએ છીએ પરંતુ તેમાં રૂપ નથી, રસ નથી १. स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः । २ शब्दबन्धसौक्ष्म्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतबन्तश्च । 3 वण्णओ गंधओ चैव रसओ फासओ तहा । ठाणओ य विनेओ परिणामो तेसि पंचहा || ४ शब्दगुणकमाकाशम् । —ત. સૂ. ૫. ૨૩. ~હૈં. મૂ. ૫. ૨૪. ૧૩. ૩૬. ૧૫. —ત સંગ્રહ, પૃ. ૬. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન તેમજ ગન્ધ પણ નથી. આ કઠોર છે કે મૃદુ એમ અડકીને કહી શકાય એવો શબ્દનો સ્પર્શ પણ થતો નથી. પરંતુ, કર્મેન્દ્રિયથી શબ્દનો સંપર્ક થતાં તેનું જ્ઞાન જરૂર થાય છે. આપણે શબ્દને ઉત્પન્ન કરવા માટે તાલુ વગેરે દ્વારા પ્રયત્ન કરીએ છીએ અને તેને ધ્વનિ-મુદ્રિત પણ કરી શકીએ છીએ જેથી જાણી શકાય છે કે તેનો કોઈ આકાર અને સ્પર્શ પણ હોવો જોઈએ. જ્યારે તેમાં આકાર અને સ્પર્શ છે તો રૂપાદિ અન્ય ગુણ પણ અવશ્ય હોવા જોઈએ. પણ તેનું આપણને પ્રત્યક્ષ જ્ઞાન નથી. શબ્દની જેમ ‘’અંધકાર’ પણ પ્રકાશનો અભાવ માત્ર નથી પણ રૂપાદિથી યુક્ત હોવાથી તે પણ પુદ્ગલની વિશેષ-અવસ્થા (પર્યાય) છે. જો પ્રકાશનો અભાવ એટલે જ અંધકાર એમ હોત તો તેનું પ્રત્યક્ષ જ્ઞાન ન થાત કારણ કે અભાવનો ક્યારેય પ્રત્યક્ષાત્મક અનુભવ થતો નથી. જો કે પ્રકાશ આવતાં અંધકાર નષ્ટ થઈ જાય છે અને પ્રકાશ દૂર થતાં અંધકાર છવાઈ જાય છે ખરો પરંતુ તેથી ઊલટું પણ કહી શકાય કે અંધકાર આવતાં પ્રકાશ ચાલ્યો જાય છે અને અંધકાર ચાલ્યો જતાં પ્રકાશ આવે છે. આથી અંધકાર અભાવમાત્ર નથી પણ પ્રકાશની જેમ સત્તાત્મક પુદ્ગલ દ્રવ્ય છે. આ રીતે ‘છાયા’, ‘આતપ’, ‘પ્રભા’ અને ‘ઉદ્યોત’ વગેરેને પણ પુદ્ગલ-દ્રવ્યના પર્યાય માનવા જોઈએ. વિજ્ઞાન પણ આ હકીકતને સ્વીકારે છે`. આ રીતે શબ્દ, અન્ધકાર આદિમાં રૂપાદિ ગુણોનું અસ્તિત્વ હોવાથી એ બધાં પુદ્ગલદ્રવ્ય રૂપ જ છે. એ ઉપરાંત, પૃથ્વી, જળ, તેજ (અગ્નિ) અને વાયુ-આ ચારેય ભૌતિક દ્રવ્ય, વૈશેષિકોની માન્યતા પ્રમાણે સ્વતંત્ર નથી પણ એ બધાં પુદ્ગલનાં જ વિભિન્ન અવસ્થા-વિશેષ (પર્યાય) છે; વળી આ ઉપરાંત, રાગ-દ્વેષને કારણે માનવ દ્વારા થયેલ સારાં અને ખરાબ કર્મો પણ પુદ્ગલરૂપ જ છે. તેનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે. આ રીતે આધુનિક વિજ્ઞાનનાં મેટર અને એનર્જી પુદ્ગલરૂપ જ છે . • 06 ૧ જુઓ – મોક્ષશાસ્ત્ર (૫. ૨૩. ૨૪.) ૫. ફૂલચન્દ્ર, પૃ. ૨૨૬-૨૩૬. - ૨. પંવાસ્તિાય (ગાથા ૮૨)માં પુદ્ગલના સમસ્ત-વિષયનો ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - અનુસંધાન પૃ. ૭૧ની પા. ટિ. Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર પુદ્ગલના ભેદો અને તેનું સ્વરૂપ-ગ્રંથમાં રૂપી પુદ્ગલ-દ્રવ્યના જે ચાર ભેદોનો ઉલ્લેખ કરવામાં વેલ છે તેનાં નામ આ પ્રમાણે છે :-૧. સ્કંધ (સમુદાય), ૨. દેશ (સ્કંધનો કલ્પિત ભાગ), ૩. પ્રદેશ (સ્કંધને મળેલો સમૂહાત્મક દ્રવ્યનો સહુથી નાનો અવિભાજ્ય અંશ), ૪. પરમાણુ (સ્કંધથી જુદો સહુથી નાનો અવિભાજ્ય અંશ). ઓછામાં ઓછા બે ભાગોમાં વિભક્ત કહી શકાય એવા (રૂપી દ્રવ્યના) ભાગને સ્કંધ (સમૂહ-સમુદાય) કહેવામાં આવે છે. દૃષ્ટિગોચર થતાં બધાં દ્રવ્યો સ્કન્ધરૂપ જ છે. કારણ કે તેને બે કે વધારે ભાગોમાં વિભક્ત કરી શકાય છે. રૂપી દ્રવ્યનો એ ભાગ કે જે બે ભાગોમાં વિભક્ત ન થઈ શકે એટલો સહુથી નાનો અંશ (જે સમૂહાત્મક દ્રવ્યથી છૂટો હોય છે તે) ‘પરમાણુ’ કહેવાય છે. જ્યારે પરમાણુ કોઈ સમૂહાત્મક દ્રવ્ય સાથે સંબદ્ધ થઈ જાય છે ત્યારે તેને ‘પ્રદેશ’ કહેવામાં આવે છે. અર્થાત્ સ્કંધના સહુથી નાના અંશને પ્રદેશ... સહુથી નાનો અવિભાજ્ય અંશ સ્કન્ધથી છૂટો પડી જાય ત્યારે તેને પરમાણુ કહે છે. મોટા સ્કંધનો કલ્પિત ભાગ-વિશેષ કે જે સહુથી નાનો અંશ ન હોય તેને ‘દેશ' કહેવામાં આવે છે॰. આ રીતે ‘દેશ' અને ‘પ્રદેશ’ આ બે ભેદો સ્કન્ધ રૂપ હોવાથી. પુદ્ગલ દ્રવ્યના બે જ મુખ્ય ભેદ પડે છે ઃ સ્કન્ધ અને પરમાણુ. તત્ત્વાર્થ સૂત્રકારે પુદ્ગલ-દ્રવ્યના અણુ અને સ્કંધ એવા બે જ ભેદ અનુસંધાન પૃ. ૭૦ની પા. ટિ. १ उवभोज्जमिंदिएहिं य इंदिय काया मणो य कम्माणि । जं हवदि मुत्तमण्णं तं सव्वं पुग्गलं जाणे ।। જુઓ - ઉ. આ. ટી. પૃ. ૧૬૩૨. પંચાસ્તિકાય (ગાથા ૭૪-૭૫)માં પણ પુદ્ગલના આ પ્રકારના ચાર ભેદ ક૨વામાં આવ્યા છે. પરંતુ તેમાં સ્કંધના અડધા ભાગને ‘દેશ’ અને ચોથા ભાગને ‘પ્રદેશ' કહેલ છે. खंधा य खंधदेसा खंधपदेसा य होंति परमाणू । इदि ते चदुव्वियप्पा पुग्गलकाया मुणेयव्वा ।। खंधं सयलसमत्थं तस्स टु अद्धं भांति देसोत्ति । अद्धद्धं च पदेशो परमाणू चेव अविभागी ।। ૨ આવ: ારવ | ૩૧ 1. સૂ. ૫. ૨૫: Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કર્યા છે. પરમાણુનું ચક્ષુથી જો કે પ્રત્યક્ષ-જ્ઞાન થતું નથી. છતાં તેમાં રૂપાદિનો અભાવ નથી. જો તેમાં રૂપાદિનો અભાવ માની લેવામાં આવશે તો તેમાં પુદ્ગલનું સામાન્ય લક્ષણ બંધબેસતું થશે નહિ અને અનેક પરમાણુઓનો સંયોગ થવા છતાં સ્કન્દમાં ક્યારેય રૂપાદિની પ્રતીતિ થશે નહિ કારણ કે સર્વથા અસતમાંથી ક્યારેય સત્ ઉત્પન્ન થાય નહિ. પરમાણુ અતિસૂક્ષ્મ હોવાને કારણે તેના રૂપાદિની પ્રતીતિ થતી નથી. પુદ્ગલ પરમાણુ આકાશના એક પ્રદેશ (અતિસૂક્ષ્મ સ્થાન)માં અને પુદ્ગલ સ્કન્દ આકાશના ઘણા પ્રદેશ (અધિકસ્થાન)માં રહે છે. આમ સામાન્ય રીતે, યુગલ સ્કન્ધ અધિ–સ્થાન (બહુ પ્રદેશ)ને ઘેરીને રહે છે પણ કેટલાક અન્ય એવા પણ છે કે જે પોતાના ગુણ વિશેષને કારણો એક પ્રદેશમાં રહી જાય છે. આમ વ્યક્તિની અપેક્ષાએ, પરમાણુ એકદેશી હોવા છતાં પણ શક્તિની અપેક્ષાએ તેમાં પણ બહુ પ્રદેશીપણું માનવામાં આવ્યું છે. માટે પુદ્ગલ-દ્રવ્યની સ્થિતિ એક કરતાં વધારે પ્રદેશમાં હોવાને કારણે તેને “જૈન દર્શન માં “અસ્તિકાય” કહેવામાં આવે છે. અસ્તિકાયનો અર્થ થાય છે. જે ઘણા પ્રદેશમાં રહેતું હોય. ધારા-પ્રવાહની અપેક્ષાએ આ સ્કન્ધ અને પરમાણુ અનાદિકાળથી અસ્તિત્વમાં १ एगत्तेण पुहुत्तेण खंधा य परमाणु य । लोएगदेसे लोए य भइयव्वा ते उ खेत्तओ ।। –૩. ૩૬. ૧૧. अणवश्च महान्तश्च व्यक्तिशक्तिरूपाभ्यामिति परमाणूनामेकप्रदेशात्मकत्वेऽपि તત્સદ્ધિ: –પંવતિય-તત્ત્વદીપા ટીશ, . ૨૩. २ जीवा पुग्गलकाया धम्माधम्मा तहेव आयासं । अत्थितम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥ વાતિય, માથા ૪. તે વેવ ગત્વિયા ........ –પંડ્યાતિભવ, પથી ૬. Page #97 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર ૭૩ છે અને અનંતકાળ સુધી રહેશે. તેમનો ક્યારેય અભાવ ન હતો અને થશે પણ નહિ. પરંતુ, અમુક સ્થિતિ વિશેષની સરખામણીની દષ્ટિએ સ્કન્ધ અને પરમાણુના પ્રારંભ અને અંતકાળ પણ સંભવે છે. અર્થાત્ સ્થિતિ-વિશેષની અપેક્ષાએ સ્કન્ધ અને પરમાણુમાં ઉત્પત્તિ અને વિનાશ બંને થાય છે. આ ઉત્પત્તિ અને વિનાશની એક સીમા છે, જેમકે જો કોઈ પરમાણુ કે સ્કન્ધ કોઈ એક નિશ્ચિત સ્થાને રહે તો તે અધિકમાં અધિક (ઉત્કૃષ્ટ) અસંખ્યાત કાલ (સંખ્યાતીત વર્ષો સુધી અને ઓછામાં ઓછું (જધન્ય) એક ક્ષણ (સમય) સુધી ત્યાં રહેશે. આ ઉત્કૃષ્ટ અવધિ પછી તે કોઈ ને કોઈ નિમિત્તને પ્રાપ્ત કરીને અન્ય ક્ષેત્રમાં અવશ્ય જતાં રહેશે. જો કોઈ પરમાણુ કે સ્કન્ધ કોઈ વિવક્ષિત સ્થાનમાંથી અન્ય સ્થાનમાં જતાં રહે તો તેને ફરીવાર તે મૂળ સ્થાને આવતાં ઓછામાં ઓછી એક ક્ષણ અને વધારેમાં વધારે અનન્તકાળનો સમય લાગી શકે. મધ્યસીમાનો કાળ ઓછામાં ઓછી (જઘન્ય) અને અધિકમાં અધિક (ઉત્કૃષ્ટ) સીમાની વચ્ચેનો કોઈપણ હોઈ શકે છે. આમ રૂપાદિ ગુણોથી યુક્ત જે વસ્તુ દષ્ટિગોચર થાય છે તે સહુ પુદ્ગલ દ્રવ્ય છે. બૌદ્ધદર્શનમાં પણ પુદ્ગલ” શબ્દનો પ્રયોગ જોવા મળે છે પરંતુ ત્યાં તેનો પ્રયોગ શરીરધારી-પ્રાણીઓ માટે કરવામાં આવેલ છે. १ एत्तो कालविभागं तु तेसिं वुच्छं वउव्विहं । संतइं पण तेऽणाई अपज्जवसिया वि य ॥ ठिई पड्च्च साईया । सपज्जवसिया वि य । असंखकालमुक्कोसं इक्कं समयं जहत्रयं ।। अजीवाण य रूवीणं ठिई एसा वियाहिया । अणंतकालमुक्कोसं इक्कं समयं जहनयं ।। अजीवण य रूवीणं अंतरेय वियाहियं । –૩. ૩૬. ૧૧-૧૪. २ पालि अंग्रेजी शब्दकोष, पवर्ग, पृ. ८५. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના (ખ) અરૂપી અચેતન-દ્રવ્ય (ધર્મ-અધર્મ-આકાશ-કાલ) રૂપાદિથી રહિત અચેતન-દ્રવ્ય મુખ્યત્વે ચાર પ્રકારનું છે અને અવાજોર ભેદો સાથે તેના દસ પ્રકાર થાય છે. તેના અવાન્તર ભેદ કાલ્પનિક છે. તેના પ્રમુખ ચાર ભેદોનાં નામ આ રીતે છે: ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશ-દ્રવ્ય અને કાલદ્રવ્ય ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશ દ્રવ્ય બહુપ્રદેશીય હોવાથી તેને પુગલની જેમ સ્કંધ, દેશ અને પ્રદેશના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના પ્રદર્શિત કરવામાં આવે છે. આ એક અખંડ રૂપ દ્રવ્ય હોવાથી તેનો પરમાણુરૂપ ચોથો પ્રકાર પાડવામાં આવેલ નથી. કાલદ્રવ્ય પરમાણુરૂપ જ હોવાથી તેનો કોઈ અવાત્તર ભેદ પાડવામાં આવ્યો નથી કારણ કે બહુપ્રદેશીય દ્રવ્યમાં જ સ્કલ્પ, દેશ અને પ્રદેશ એવા અવાજોર ભેદ પાડી શકાય છે. ધર્માદિ દ્રવ્યો પરમાણુ રૂપ ન હોવાથી અને બહુમદેશીય (અસ્તિકાય) હોવાથી ગ્રંથમાં ધર્માદિ દ્રવ્યોને સંખ્યાની અપેક્ષાએ એક-એક અખંડદ્રવ્ય બતાવવામાં આવેલ છે. કાલ-દ્રવ્ય પરમાણુરૂપ હોવાથી તથા એક પ્રદેશી (અનસ્તિકાય) હોવાથી તેને અનેક સંખ્યાવાળા બતાવવામાં આવેલ છે. આ કારણો, તત્ત્વાર્થસૂત્રકારે પણ કાલદ્રવ્યને છોડીને શેષ ધર્માદિ ત્રણ અચેતન દ્રવ્યોને બહુપ્રદેશીય (અસ્તિકાય) તથા નિષ્ક્રિય કહેલ છે. આ ચારેય દ્રવ્ય અરૂપી હોવાથી ભાવાત્મક તથા શક્તિરૂપ છે. તેને આપણે આપણી આંખોથી જોઈ નથી શકતા. એનાં કાર્યોથી તેની સત્તાની માત્ર કલ્પના १ धम्मो अधम्मो आगासं दव्वं इक्किक्कमाहियं । अणंताणि य दव्वाणि कालो पुग्गलजंतवो ।। -૩. ૨૮. ૮. २ अजीवकाया धर्माधर्माकाश पुद्गलाः । –ત. . ૫. ૧. % आ आकाशादेक द्रव्वाणि । निष्क्रियाणि च । –ત, જૂ. ૫. ૬-૭. Page #99 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૭૫ કરી શકાય છે. આ ચારેય દ્રવ્યોનો ક્યારેય વિનાશ થતો નથી તેમજ તેમની ઉત્પત્તિ પણ થતી નથી. તેથી તેમને સત્તતિ-પ્રવાહ તરીકે નહીં પણ અનાદિઅનંત તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. અપેક્ષા-વિશેષની દૃષ્ટિએ તેમાં આદિ સાન્તતા (ઉત્પત્તિ-વિનાશ) પણ છે. જો કે ગ્રન્થમાં માત્ર કાલ-દ્રવ્યની બાબતમાં જ સાદિ-સાન્તતાનું કથન છે પરંતુ ઉપાધિની અપેક્ષાથી ધર્માદિ દ્રવ્યોમાં પણ સાદિ-સાન્તતા અભીષ્ટ છે. છે*. ધર્મ અને અધર્મ-આ બે દ્રવ્યનું સ્થિતિ-ક્ષેત્ર લોકનું સીમા–પ્રમાણ (અસંખ્યાત-પ્રદેશી) માનવામાં આવેલ છે. આકાશ દ્રવ્ય લોક અને અલોકમાં વર્તમાન હોવાથી તેને લોકાલોક પ્રમાણ (અનંત પ્રદેશ) વાળું માનવામાં આવેલું છે. મનુષ્યલોકમાં જ ઘડીયાળ, ઘંટ આદિ રૂપે કાળની ગણના કરવામાં આવે છે તે કારણે કાલ-દ્રવ્યને અઢી-દ્વીપ પ્રયાણ (સમય ક્ષેત્રિય) કહેવામાં આવેલ છે. બીજી રીતે, અન્ય દ્રવ્યોની જેમ તે પણ લોકપ્રમાણ જ છે. કારણ કે એમ ન માનવામાં આવે તો અઢી-દ્વીપની બહાર કાલદ્રવ્યકત પરિવર્તન કેવી રીતે સંભવી શકે? માટે, અન્યત્ર જેન-ગ્રંથોમાં १ धम्माधम्मागासा तिनि वि एए अणाइया । अपज्जवसिया चेव सव्वद्धं तु वियाहिया । समए वि संतइ पप्प एवमेव वियाहिए । आएसं पप्प सईए सपज्जवसिए वि य ॥ –૩. ૩૬. ૮-૯. ૨ એજન 3 धम्माधम्मे य दो चेव लोगमित्ता वियाहिए । लोगालोगे य आगासे समए समयखेत्तिए ।। –૩. ૩૬. ૭. समयावलिकापक्षमासत्वंयनसञ्जिताः । नृलोक एव कालस्य वृत्तिर्नान्यत्र कुत्रचित् ॥ –૩ તથા જુઓ – પૃ. ૫૭. પા. ટિ. ૫. ૪ જુઓ – પૃ. ૫૫. પા. ટિ. ૧. ૩. વ. ટી., મા I-૬, પૃ. ૬૯૪. Page #100 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાલદ્રવ્યને પણ લોક-પ્રમાણ માનવામાં આવેલ છે. આ ધર્માદિ અરૂપી અચેતન દ્રવ્યોનું સ્વરૂપ આ પ્રમાણે છે: ૧. ધર્મદ્રવ્ય-અહીં ધર્મદ્રવ્યનું તાત્પર્ય પુણ્ય ને લગતું નથી પણ ગતિમાં સહાયતા દેનાર દ્રવ્ય-વિશેષને લગતું છે. માટે, ગ્રન્થમાં ગતિને ધર્મનું લક્ષણા કહેવામાં આવ્યું છે. ધર્મદ્રવ્ય ગતિમાન ચેતન અને પુદ્ગલનું માત્ર ગતિમાં સહાયક કારણ છે, પ્રેરક કારણ નથી. વાસ્તવમાં ગતિ ચેતન અને પુદ્ગલમાં જ છે. તેને આપણો રેલના પાટાની જેવું ગતિનું માધ્યમ કહી શકીએ. આ લોકાકાશ-પ્રમાણ એક અખંડ દ્રવ્ય હોવાથી સ્વતઃ નિષ્ક્રિય છે. લોકની સીમાની બહાર, ચેતન અને પુદ્ગલનું ગમન ન થઈ શકે તેથી તેને લોકના સીમાપ્રમાણાવાળું માનવામાં આવે છે. અલોકમાં આવી ગતિના માધ્યમનો અભાવ હોવાથી ત્યાં જીવાદિની ગતિનો નિરોધ થઈ જાય છે. ૨. અધર્મદ્રવ્ય-ધર્મદ્રવ્યની જેમ આ પણ, પાપરૂપ અધર્મનું વાચક નથી પરંતુ, આના દ્વારા ક્રિયાથી દ્રવ્ય એવાં ચેતન અને પુદ્ગલને રોકવામાં સહાયતા મળે છે. તેથી “સ્થિતિને અધર્મનું લક્ષણ ગણવામાં આવેલ છે. અર્થાત્ સ્થિર રહેનાર દ્રવ્યો (જીવ-પુદ્ગલ)ને રોકવામાં મદદ કરવાનું તેનું કાર્ય છે. આ રીતે, આ ધર્મ-દ્રવ્યથી વિપરીત પ્રકારનું દ્રવ્ય છે. ધર્મદ્રવ્ય ગમનમાં સહાયક છે તો અધર્મદ્રવ્ય સ્થિર થવામાં સહાયક છે. બાકીનાં તેનાં બધાં લક્ષમણ ધર્મદ્રવ્ય જેવાં છે. ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યમાં માનવાનું મૂળ કારણ સૃષ્ટિના નિયન્તા તરીકે ઈશ્વરને ન માનવાનું અને વસ્તુ-વ્યવસ્થાની સાથે લોકાલોકનું વિભાજન સુનિયોજિત ૧ મ. સં. નૈ., પૃ. ૨૨૨. ૨ | નવો ૩ મો ! -૩. ૨૮. ૯. ૩ પંચાસ્તિવ, માથા ૮૩, ૮૬, R. નૈ., પૃ. ૨૩. ४ अहम्मो ठाणलक्खणो । -૩. ૨૮. ૯. Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર બનાવી રાખવાનું છે. પ્રેરક કારણ ન માનીને માત્ર સહાયક કારણ માનવાનું કારા, પૂર્ણ વ્યક્તિ સ્વાતંત્ર્યને ટકાવી રાખવાનું છે તથા દ્રવ્યોમાં પરસ્પર સંઘર્ષ ન થવા દેવાનું છે. વિશ્વમાં જે હલનચલનરૂપ ક્રિયા જોવા મળે છે તે બધામાં ધર્મ-દ્રવ્ય કામ કરે છે. અને જે હલનચલનની ક્રિયાથી રહિત છે તે બધામાં અધર્મ દ્રવ્ય કાર્ય કરે છે. બંને અચેતન અને નિષ્ક્રિય હોવા છતાં, ગતિ-સ્થિતિમાં સહાયક કારણ માત્ર હોવાથી પરસ્પરમાં ઝઘડો થવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. ઝઘડો સક્રિય દ્રવ્યોમાં જ સંભવે, નિષ્ક્રિયમાં નહિ. અહીં એક વાત વળી એ પણ વિચારણીય છે કે ગતિ અને સ્થિતિમાં સહાયક આ બે દ્રવ્યોનાં ક્રમશઃ નામ ધર્મ અને અધર્મ શા માટે રાખવામાં આવ્યાં? બધે તો ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ ક્રમશઃ પુણ્યરૂપ અને પાપરૂપ કાર્યોના અર્થમાં પ્રચલિત છે. આ ઉપરાંત, પ્રકૃત ગ્રંથમાં પણ ધર્મ અને અધર્મ શબ્દનો પ્રયોગ અનુક્રમે સારાં અને ખરાબ કાર્યોના અર્થમાં થયેલ છે`. એથી માલૂમ થાય છે કે તેના મૂળમાં ધાર્મિક ભાવના કાર્ય કરે છે. તે ભાવના એવી કે, અધર્મ (ખરાબ કાર્ય) કરનાર સંસારમાં પડ્યો રહે છે અને ધર્મ (શુભકાર્ય) કરનાર સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે ઉપર ગમન કરે છે. તેથી ધર્મને ગતિનું અને અધર્મ (સંસારમાં સ્થિત રહેવાથી) ને સ્થિતિનું સહાયક કારણ માનીને તેનાં નામ અનુક્રમે ગતિ અને સ્થિતિ એવાં ન રાખીને ધર્મ અને અધર્મ એ પ્રમાણે રાખવામાં આવેલ છે. ૩. આકાશ દ્રવ્ય-દ્રવ્યોને સ્થિર થવા માટે સ્થાન (અવકાશ) આપવાનું કામ આકાશ કરે છે, તે બધાં દ્રવ્યોનું આધારભૂત ભાજન (પાત્ર-વિશેષ) છેરે. ચેતન અને અચેતન દ્રવ્યોને સ્થિર રહેવા માટે કોઈ આધાર-વિશેષની કલ્પના જરૂરી હતી કારણ કે આધાર વગર આ દ્રવ્યો ક્યાં સ્થિર થાય? તે માટે જે દ્રવ્યની કલ્પના કરવામાં આવી તે ‘આકાશ’ છે, તે કોઈ નક્કર દ્રવ્ય નથી પરંતુ ખાલી સ્થાન એ જ આકાશ. જ્યાં આપણે ઊઠીએ છીએ, બેસીએ છીએ, ચાલી ૧ ૩. ૨૦. ૨૮; ૭. ૧૪-૨૧. २ भायणं सव्वदव्वाणं नहं ओगाहलक्खणं । 66 ૧૩. ૨૮. ૯. Page #102 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છીએ, સૂઈએ છીએ ત્યાં બધે આકાશ છે. અલોકમાં પણ એવાં કોઈ પ્રદેશ નથી જ્યાં આકાશ ન હોય એવા દ્રવ્યની સત્તા સ્વીકારવાથી દ્રવ્ય અનાધાર બનતાં નથી. નહીંતર તો, આધાર વગર આધેય ક્યાં રહેત? સર્વશક્તિ સંપન્ન ઈશ્વર-દ્રવ્યનો સ્વીકાર કરવાથી આવાં દ્રવ્યની કલ્પના નિરર્થક થાત. જો કે, બૌદ્ધ, વૈશેષિક, સાંખ્ય અને વેદાતં દર્શનોમાં પણ આકાશદ્રવ્યને માનવામાં આવેલ છે પરંતુ પ્રકૃત ગ્રંથમાં સ્વીકારેલ આકાશ-દ્રવ્ય સાથે તેનો ભેદ છે. બૌદ્ધદર્શનમાં આકાશનું સ્વરૂપ આવરણાભાવ તરીકેનું છે તથા તેને અસંસ્કૃત ધર્મો (જેમાં ઉત્પત્તિ-વિનાશ ન થાય)માં ગણાવવામાં આવેલ છે. પરંતુ, ‘ઉત્તરાધ્યયન’માં આકાશને અભાવાત્મક તરીકે સ્વીકારવામાં આવ્યું નથી. તે ઉપરાંત, આકાશને અસંસ્કૃતધર્મ પણ ન કહી શકાય કારણ કે તેમાં ઉત્પત્તિવિનાશ અને સ્થિરતારૂપ દ્રવ્યનું સામાન્ય લક્ષણા જોવા મળે છે. દ્રવ્યના આ સ્વરૂપનું આગળ ઉપર વિવેચન કરવામાં આવશે. વૈશેષિક દર્શનમાં જો કે આકાશને એક સ્વતંત્ર દ્રવ્ય માનવામાં આવેલ છે. પરંતુ તેમાં તેને શબ્દગુણનું જનક ગણાવામાં આવેલ છે. તે ઉપરાંત ‘દિશા’ને આકાશથી પૃથક્ માનેલ નથી. કારણ કે આકાશના પ્રદેશોમાં જ દિશાની કલ્પના કરવામાં આવે છે. વળી, આકાશ શબ્દ-ગુણનું જનક પણ ન થઈ શકે. કારણ કે શબ્દ મૂર્ત પુદ્ગલ-વિશેષ છે અને આકાશ અમૂર્ત દ્રવ્ય છે. અમૂર્ત દ્રવ્ય મૂર્તનું જનક કેવી રીતે થઈ શકે? એ રીતે પ્રકૃતિ (અચેતન)નો વિકાર કે બ્રહ્મનો વિવર્ત પણ આકાશ ન થઈ શકે . કારણ કે આકાશ એક સ્વતંત્ર દ્રવ્ય છે. ૭૮ ૧ નૌ. ૬., પૃ. ૨૯૬. .. ૨ તત્ર દ્રવ્યાળિ પૃથિપ્લેનોવાાારાાભિમનાંસિ નવેવ .......... રામુળમાારમ્ । તત્ત્વે વિમુનિત્યં ચ ........ પ્રાવ્યાવિવ્યવહાર તુક્િ। -તર્ક સં. પૃ. ૨, ૯. ૩ આકાશને વેદાંતદર્શનમાં બ્રહ્મનો વિવર્ત તથા સાંખ્યદર્શનમાં પ્રકૃત્તિનો વિકાર માનવામાં આવેલ છે. -જુઓ - વેદાન્તસાર પૃ. ૩૨, સાં. કા., શ્લોક ૩. Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૭૯ જો કે ધર્મદ્રવ્યની જેમ આકાશના પણ સ્કન્ધ, દેશ અને પ્રદેશ એવા ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં બીજી રીતે પણ બે ભેદ પાડેલા જોવા મળે છે. લોકાકાશ અને અલોકાકાશ. આકાશના જેટલા ભાગમાં ધર્માદિ દ્રવ્યોની સત્તા છે તે પ્રદેશને લોકાકાશ કહેવામાં આવે છે. જ્યારે, જ્યાં ધર્માદિ દ્રવ્યોની સત્તા નથી (અલોક)-માત્ર આકાશ જ આકાશ છે તે પ્રદેશ એટલે અલોકાકાશ. આમ, આકાશનું આ વિવિધ વિભાજન લોકની સીમાને આધારે કરવામાં આવ્યું છે. આકાશના ઉપર્યુક્ત બધા ભેદ કાલ્પનિક કે ઉપાધિજન્ય છે. કારણ કે આ રીતે, આકાશના ઘટાકાશ, મઠાકાશ આદિ અનેક ભેદ પાડી શકાય છે. વાસ્તવમાં, આકાશ પણ ધર્માદિ-દ્રવ્યની જેમ એક અખંડ અસ્તિકાય દ્રવ્ય છે જેને પુદ્ગલની જેમ તોડીને બે ભાગમાં વિભક્ત કરી શકાય નહિ. અલોકમાં ધર્માદિ દ્રવ્યોનો અભાવ હોવાથી અલોકાકાશમાં આશ્રય પ્રદાન રૂપ આકાશના સામાન્ય લક્ષણનો અભાવ છે એવું કહી શકાય તેમ નથી. કારણ કે આકાશ અલોકમાં પણ આશ્રય દેવા માટે તૈયાર છે. કોઈ દ્રવ્ય, કોઈ કારણે ત્યાં આશ્રય પ્રાપ્ત કરવા ન જાય તો તેમાં આકાશનો શો દોષ? વાસ્તવમાં ધર્મ અને અધર્મ દ્રવ્યનું પ્રતિબંધક હોવાથી જ અલોકાકાશમાં અન્ય દ્રવ્યોની સત્તા નથી. સીમારહિત હોવાને કારણે આકાશને અનંત માનવામાં આવેલ છે. આધુનિક દર્શન-શાસ્ત્રમાં ધર્મ અધર્મ અને આકાશ-આ ત્રણે દ્રવ્યોની શક્તિઓ આકાશમાં જ માનવામાં આવે છે. ૧ જુઓ પૃ. ૫૫. પા. ટિ. ૧. પૃ. ૭૫. પા. ટિ. ૩. ૨ જુઓ પૃ. ૭૪. પા. ટિ. ૧. પૃ. ૫૫. પા. ટિ. ૧. 3 इच्छा हु आगाससमा अणन्तिया । –૩. ૯. ૪૮. તથા જુઓ પૃ. પપ. પા. ટિ. ૧. 4 These three functions of subsistence, motion and rest are assigned to space in modern philosophy. -ભા. દ. રા., પૃ. ૩૧૬. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૪. કાલદ્રવ્ય-દ્રવ્યોમાં થનાર પરિવર્તનથી જે સમયની ગણના કરવામાં આવે છે તેને “વર્તના” કહેવામાં આવે છે અને વસ્તુમાત્રના પરિવર્તનમાં કારણ રૂપ વર્તના” કાલનું લક્ષણ છે.૧ જેન દર્શનમાં કાલના બે ભેદ પાડવામાં આવ્યા છે. નિલયકાલ અને વહારકાલ. ગ્રંથમાં કાલને જે અઢીદ્વીપ પ્રમાણ (સમય ક્ષેત્રિક) ગણોલ છે તે વ્યવહારકાલની રીતે છે. કારણ કે પરિવર્તન તો સર્વ ક્ષેત્રોમાં પ્રત્યેક સમયે થતું રહે છે અને તેની (નિશ્વયકાલની) દ્રવ્યાત્મક સત્તા સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. ગ્રંથમાં વ્યવહાર કાલની દષ્ટિથી જ કાલને એપ્લાય સમય પણ કહેલ છે. હાલના જેટલા ભેદ સંભવે છે તે બધા વ્યવહારની દૃષ્ટિએ જ સંભવે છે. કારણ કે કાલ પરમાણરૂપ હોવાથી ગ્રંથમાં અનંત સંખ્યાવાળા કાલનો એક જ ભેદ ગણાવેલ છે. બૌદ્ધ અને વૈશેષિક દર્શનમાં પણ કાલનો વ્યવહાર થાય છે. બૌદ્ધ દર્શનમાં કાલ સ્વભાવસિદ્ધ દ્રવ્ય નથી. તે માત્ર વ્યાવહારિક કાલ છે. १ वत्तणा लक्खणो कालो । –૩. ૨૮. ૧૦. ૨ મ. સં. નૈ., પૃ. ૨૨૨; ત. . ૬. ૨૨-૪૬ (સર્વાર્થસિદ્ધિ ટો) ૩ આ દેશજ શબ્દ છે. તેનો અર્થ = સૂર્ય આદિની ક્રિયા (પરિભ્રમણ)થી અભિવ્યક્ત થતો સમય. –ફગાવો, પૃ. પર. कालशब्दो हि वर्णप्रमाणकालादिष्वपि वर्तत, ततोऽद्धाशब्देन विशिष्यत इति, अयंच...वसेयः। -સ્થાનાલ્ગસૂત્ર (૪. ૧, ર૬૪) વૃત્તિ, પત્ર ૧૯૦ (૫) ભાગ-૨ આ તુલસી પૃ. ૩૧૫. પા. ટિ. ૧. તથા જુઓ - પૃ. ૭૫. પા. ટિ. ૩, ૪ જુઓ – પૃ. ૬૪. પા. ટિ, ૧. ५ सो पनेस सभावती अविज्जमानत्ता पचत्तिमत्तको एवा ति वेदितव्वो । –સંક્રાત્રિની ૧. ૩. ૧૬. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૮૧ વૈશેષિક દર્શનમાં કાલ વ્યાપક અને એક છે. પરંતુ, પ્રસ્તુત ગ્રંથમાં કાલ અણારૂપ અને અનેક સંખ્યાવાળો છે. કેટલાક શ્વેતાંબર જૈન-આચાર્ય કાલની સ્વતંત્ર સત્તા સ્વીકારતા નથી. આ રીતે આ પાંચેય પ્રકારના રૂપી અને અરૂપી અચેતન દ્રવ્યોમાં પુદ્ગલ દ્રવ્ય સિવાયનાં બાકીનાં ચાર દ્રવ્ય ભાવાત્મક, નિષ્ક્રિય અને અરૂપી છે. પુદ્ગલ જ એક એવું દ્રવ્ય છે જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શી પણ શકીએ છીએ. તેનો જીવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે અને જીવોના વિભાજન આદિ માટેનો આધાર પણ તે જ છે. ચેતન-દ્રવ્ય-જીવઃ અચેતન-દ્રવ્ય ઉપરાંત જે દ્રવ્યની સત્તા છે તેનું નામ “જીવ' છે. જેમાં જોવાની તથા જાણવાની શક્તિ હોય એવા ચેતનાત્મક દ્રવ્યને જીવ કહેવામાં આવે છે. ચૈતન્ય હોવાથી જ, થનાર પરિણામને અથવા ચૈતન્યને જ “ઉપયોગ” કહેવામાં આવે છે, તેથી ગ્રન્થમાં જીવનું લક્ષણ ઉપયોગ (ચેતના) છે એમ દર્શાવવામાં આવ્યું છે. જેના દર્શનમાં આ ઉપયોગના મુખ્યત્વે બે પ્રકાર માનવામાં આવ્યા છે. દર્શનોપયોગ (નિરાકારજ્ઞાન-સ્વયંસંવેદનાત્મક) અને જ્ઞાનોપયોગ (સાકાર-જ્ઞાન-પર સંવેદનાત્મક). દર્શન શબ્દનો અર્થ થાયઃ કોઈ વસ્તુ બાબત વિશેષ જાણકારી પ્રાપ્ત કરવી, તેથી જ્ઞાન પહેલાં દર્શન અવશ્ય થાય છે. અહીં દર્શનોપયોગ એટલે સ્વનું નિરાકાર સંવેદન હોવું અને જ્ઞાનોપયોગ એટલે સ્વ १. अतीतादिव्यवहारहेतुः कालः । स चैको विभुर्नित्यश्च । --ત ., પૃ. . ૨ નૈનન-મહેન્દ્રકુમાર, પૃ. ૨૨૩. 3 जीवो उवओगलक्षणो । -૩. ૨૮. ૧૦. ४ उपयोगो लक्षणम् । स द्विविधोऽष्टचतुर्भेदः । –તે. ખૂ. ૨. ૮. ૯. Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અને પરનો સાકાર બોધ થવો. જેમાં જ્ઞાનદર્શનરૂપ ચેતના (ઉપયોગ) નથી તે અચેતન છે અને જેમાં ચૈતન્યનો કોઈક અંશ પણ હાજર છે તે ચેતન અથવા જીવ છે. જીવ એટલે જ આત્મા. ૮૨ ઉપર, જીવનું જે લક્ષણ દર્શાવવામાં આવ્યું છે તે અચેતનથી તેને પૃથક્ કરનાર સ્વરૂપ-લક્ષણ છે. જીવના આ સ્વરૂપનું સમર્થન કરતાં, ગ્રંથમાં બીજી રીતે પણ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન, દર્શન, સુખ, દુ:ખ, ચારિત્ર્ય, તપસ્યા (તપ). વીર્ય અને ઉપયોગ-આ બધાં જીવનાં લક્ષણ છે'. આ લક્ષણમાં જીવનાં જે અસાધારણ ધર્મોનું કથન કરવામાં આવ્યું છે તે માત્ર જીવમાં જ સંભવે છે. જો કે વીર્ય (સામર્થ્ય) અચેતનમાં પણ જોવા મળે છે. પરંતુ, અચેતન સંબંધી વીર્ય ઉપયોગ-શૂન્ય હોવાથી અહીં અભીષ્ટ નથી, કારણ કે જ્ઞાન-દર્શન આદિ અસાધારણ ધર્મોનો સંબંધ છેવટે તો ઉપયોગ સાથે જ છે. ઉપયોગ હોય તો જ જ્ઞાન, દર્શન આદિ જોઈ શકાય છે. માટે જીવના પ્રથમ લક્ષણમાં માત્ર ઉપયોગને જ જીવનું લક્ષણ ગાવામાં આવેલ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં પણ ઉપયોગને જીવનું લક્ષણ ગણાવી તેને જ્ઞાન અને દર્શનના ભેદથી બે પ્રકારનો માનવામાં આવેલ છેર માટે ઉપયોગ અથવા ચેતના જ જીવનું પ્રથમ લક્ષણ છે. • શરીરથી પૃથક્ જીવના અસ્તિત્વ બાબત એક સહુથી મોટી શંકા એ છે કે જો તેનું અસ્તિત્વ છે તો તે દેખાતો કેમ નથી ? ‘ઉત્તરાધ્યયન’માં જ્યારે ભૃગુ પુરોહિત વગેરેના પ્રલોભનથી આકર્ષી શકતો નથી ત્યારે તે ધર્મના આધારભૂત આત્માના અસ્તિત્વમાં આવી શંકા કરતાં કહે છેકે જેમ અવિદ્યમાન એવો અગ્નિ અર।િમંથન (બે કાષ્ઠને ઘસવાં)થી, ઘી દૂધમાંથી, તલમાંથી તેલ વગેરે ઉત્પન્ન થાય છે તેમજ ચેતન જીવની ચાર ભૌતિક દ્રવ્યો (પૃથ્વી, જલ, તેજ અને १. नाणं च दंसणं चेव चरितं च तयो तहा । वीरियं उवओगो य एयं जीवस्स लक्खणं ॥ ૨ તથા જુઓ - પૃ. ૮૧. પા. ટિ. ૪. ૧૩. ૨૮. ૧૧. Page #107 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર વાયુ)માંથી ઉત્પત્તિ થાય છે અને તેનાથી છૂટું પડી જતાં ચેતન (જીવ) પણ નષ્ટ થઈ જાય છે. એનાથી જુદું કોઈ અન્ય ચેતનાત્મક સ્વતંત્ર જીવ-દ્રવ્ય નથી. આના ઉત્તરમાં ભ્રગુ પુરોહિતના બંને પુત્રો કહે છે કે આત્મા (જીવ) જો કે રૂપરહિત (અમૂર્ત) છે. તેથી તેનું ગ્રહણ ઇન્દ્રિયો દ્વારા થતું નથી. જે અમૂર્ત છે તે નિત્ય પણ છે. આમ અહીં દર્શાવવામાં આવ્યું છે કે આત્મા અમૂર્ત હોવાથી તેનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, જો મૂર્ત હોવા છતાં વાયુ આપણને દેખાતો નથી તો પછી અમૂર્ત જીવનું પ્રત્યક્ષજ્ઞાન કેવી રીતે થાય? જીવના અસ્તિત્વનું જ્ઞાન તેનાં કાર્યો દ્વારા જ (અનુમાન પ્રમાણથી) થઈ શકે છે. ગ્રન્થમાં એવાં ચાર મુખ્ય કાર્ય ગણાવવામાં આવ્યાં છે અને તેનાથી જીવના અસ્તિત્વનું જ્ઞાન થાય છે. એ મુખ્ય કાર્યો આ પ્રમાણે છે: ૧હું જ્ઞાનવાન છું. ૨ હું મને પોતાને જાણું છું. હું સુખી છું. ૪ હું દુઃખી છે. આવા અને બીજા અનુભવોથી પ્રતીત થાય છે કે શરીર ઉપરાંતનું કોઈ ચેતન દ્રવ્ય છે. ભ્રગુપુરોહિતે અરમિન્થન આદિથી અવિદ્યમાન १ जहा य अग्गी अरणी असन्ती खीरे घयं तेलु महातिलेषु । एमेव जाया सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिढे । –3. ૧૪. ૧૮. ૨ ના રૂરિયો મમુરમાવા મુરાવા વિ ચ હોદ્દ નિવ્યો ! –૩. ૧૪. ૧૯. 3 नाणेणं दंसणेणं च सुहेण य दुहेण य । –૩. ૨૮. ૧૦. ૪ “મારું શરીર', “મારો હાથ' એવો આપણો અનુભવ કરીએ છીએ. આવા ભેદાત્મક અનુભવથી જાણી શકાય છે કે શરીર અને આત્મા ભિન્ન ભિન્ન છે. જો તે બન્ને એક જ હોત તો મારું શરીર' એવો અનુભવ ન થાય. અથવા તો કહેવામાં આવે કે “મારો આત્મા” એવો પણ અનુભવ થાય છે. તો આપણો કહીશું કે તેથી આત્મા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. કારણ કે તે વખતે “મારો' એ શબ્દનો પ્રયોગ શરીર માટે થયો છે. આમ આત્મા શરીરથી ભિન્ન છે એમ સિદ્ધ થાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અગ્નિ વગેરેની ઉત્પત્તિ દર્શાવી તે પણ અનુભવથી વિપરીત છે. જો અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી, તલમાં તેલ પહલેથી અવિદ્યમાન હોત તો તે તેમાંથી ઉત્પન્ન જ ન થાત. જો એ રીતે અસતમાંથી સતું પેદા થવા માંડે તો પછી તેલ વગેરે માટે તલની જ શી જરૂર ? રેતી વગેરેમાંથી પપા તેલ કેમ ન નીકળે ? આ ઉપરાંત, જો શરીરથી ચેતન દ્રવ્ય જુદું ન હોય તો કયા કરાણે મૃત પુરુષને શરીર હોવા છતાં સુખ દુઃખાદિનો અનુભવ થતો નથી ? “વિશેષાવશ્યક ભાષ્ય'માં દર્શાવવામાં આવ્યું છે કે મૃત શરીરમાં જો વાયુનો અભાવ થઈ જાય તો પંપ આદિથી હવા ભરીને તેને જીવિત કરી શકાત. જો તેમાં તેજનો અભાવ થાય તો વાયુની જેમ તેજનો પ્રવેશ કરાવવાથી તેને જીવંત કરી શકાત. જો તેમાં વિશિષ્ટ પ્રકારના તેજનો અભાવ હોય તો તે વિશિષ્ટ તેજ શું છે? આત્મા સિવાય તે તેજ કંઈ નથી. વળી, જેનો નિષેધ કરવામાં આવે છે તેની સત્તા અવશ્ય રહે છે. તેથી પ્રસ્તુત ગ્રંથમાં પણ શરીરને જીવત્વના અભાવમાં તુચ્છ ગણેલ છે. આવા અન્ય અનેક તર્કો દ્વારા મોટા ભાગનાં બધાં આત્મવાદી १ स्याद्-अज्ञातोपालम्भोऽयं, तस्या भूतसमुदायोपलब्धिसिद्धः, न मृतशरीरे व्यभिचारात्, तत्र वाय्वाभावे न व्यभिचार इति चेत्, न, नलिकाप्रयोगप्रक्षेपेऽयनुपलब्धेः। तेजो नास्तीतिचेत्, न, तस्यापि तयैव क्षेपेऽनुपलब्धेः, विशिष्टं तेजोनास्तीति चेत् आत्मभाव इत्यारम्यातां तर्हि भूम्यालिङ्गनम् । –વિષાવરમાણ્વટી–તૃતીયાધર, પૃ. ૧૭. २ यन्निपिव्यते तत् सामान्येन विद्यते एव । –પદ્દનસમુચ્ચય-ગુણરત્ન, પૃ. ૪૮. ૪૯. પાશ્ચાત્યદર્શનમાં આધુનિકયુગના સંસ્થાપક દેકાર્ટ પણ આ રીતે જ આત્માને સિદ્ધ કરે છે. –જુઓ પાશ્ચાત્યદર્શન પૃ. ૮૬. ૮૮. ३ तं एक्कगं तुच्छशरीरंग से । –૩. ૧૩. ૨૫. Page #109 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર ૮૫ ભારતીય દર્શન જીવ અથવા આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે. ઉત્તરાધ્યયન'માં જીવના સામાન્ય ચેતન ગુણ ઉપરાંત કેટલાક બીજા ગુણો પણ દર્શાવાયા છે જે તેને અજીવથી જુદા પાડનારા તો નથી પણ જીવના સ્વરૂપનો ખ્યાલ તો જરૂર આપે છે. જેમકે : ૧. જીવ અમૂર્ત છે-'સંસારાવસ્થામાં જીવ શરીરના સંબંધને લીધે જો કે મૂર્તિ જેવો છે. પરંતુ વાસ્તવિક રીતે રૂપ, રસ, ગંધ વગેરેથી રહિત હોવાથી તેને અમૂર્ત સ્વભાવવાળો માનવામાં આવેલ છે. અમૂર્ત સ્વભાવ હોવાને કારણે જ તે આપણી ઈન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ થતો નથી. ૨. જીવ અવિનશ્વર છે-જે અમૂર્ત છે તેનો શસ્ત્રાદિથી વિનાશ સંભવતો નથી તેથી તે અજર-અમર પણ છે. ગીતામાં પણ તેને અજર-અમર કહેલો છે. ગ્રન્થમાં એ માટે, નશ્વર સંસારમાં જીવને સારવાર વસ્તુ માનેલ છે. અનાદિ કાળથી શરીર સાથે સંબંધ હોવાથી જીવ એક શરીરનો નાશ થતાં બીજા શરીરને પ્રાપ્ત કરે છે માટે શરીર-સંબંધને કારણે તે અનિત્ય પણ છે. ૩. જીવ સ્વદેશપરિમાણવાળો છે-“આત્મા સ્વત: અમૂર્ત છે પરંતુ શરીરના ૧ જુઓ – પૃ. ૮૩. પા. ટિ. ૨. તથા પ્રવચનસાર ૨. ૮૦. ૨ એજન : नस्थिजीवस्स नासु त्ति । –૩. ૨. ર૭. રૂ ના નિદરતે...... દી ઢીમાને શારીરે ! –ીતા ૨. ૧૯. ર૦. ४ जहा गेहे पलित्तम्मि तस्स गेहस्स जो पइ । सारभांडाणि नीणेइ असारं अवउज्झइ ।। एवं लोए पलित्तम्मि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुब्मेहिं अणुमनिओ । –૩. ૧૯. રર-ર૪. ५ उस्सेहो जस्स जो होई भवम्मि चरिमम्मि उ। तिभागहिणो तत्तो य सिद्धाणोगाहणा भवे ॥ –૩. ૩૬. ૬૪. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન સંબંધથી મૂર્ત જેવો રહેલ છે. માટે જીવમાં સ્વત: કોઈ આકાર-પ્રકાર વગેરે ન હોવાથી શરીરના સંબંધને કારણે તેને સ્વદેહ-પરિમાણવાળો માનવામાં આવેલ છે. જીવ સ્વદેહપરિમાણ-વાળો હોવાથી તે નથી વ્યાપક કે નથી અણુરૂપ. પરંતુ, નાના કે મોટા શરીરમાં જેટલું સ્થાન પ્રાપ્ત કરે છે તેટલામાં જ તે વિસ્તાર કે સંકોચ પ્રાપ્ત કરીને રહે છે. જો તેને સ્વદેહ-પરિમાણાવાળો ન માનીને વ્યાપક માનવામાં આવે તો તેને શરીરની બહાર પણ સંવેદન થવું જોઈતું હતું. જો અણરૂપ માનવામાં આવે તો પૂર્ણ શરીરમાં સંવેદન ન થાત. આપણને સરીર-પ્રદેશ માત્રમાં સંવેદન થાય છે; શરીરના એક-પ્રદેશમાં કે શરીરની બહાર નહીં, તેથી આત્માને શરીર-પરિમાણાવાળો માનવામાં આવેલ છે. અહીં એક પ્રશ્ન એ થાય કે મુક્ત જીવોને શરીરરૂપી બંધન ન હોવાથી તેણે સમસ્તલોકમાં વ્યાપ્ત થવું જોઈએ. અહીં જાણવા મળે છે કે મુક્ત-જીવોને વ્યાપક માનવાથી શરીર-પ્રમાણાવાળા સિદ્ધાંતનો વિરોધ થાય છે. તેથી તેને પણ વ્યાપક ન માનીને પૂર્વ જન્મનું કારણ શરીર-પ્રમાણાની અપેક્ષાએ ૧/૩ ભાગ ન્યૂન માનવાનું કારણ એ છે કે શરીરમાં કેટલોક ભાગ ૧/૩ ભાગ ન્યૂન ક્ષેત્ર માનેલ છે. બંધનનો અભાવ હોવાથી તથા તેમાં સંકોચ-વિકાસનો સ્વભાવ હોવાથી મુક્તજીવને માટે “અરૂપતા કે વ્યાપકતા થવી જોઈતી હતી. તેનો અભાવ માની શકાતો નથી કારણ કે સતુના ક્યારેય વિનાશ થતો નથી. ૪. જીવ કર્તા-ભોક્તા તથા પૂર્ણ સ્વતંત્ર છે-સ્વયંના ઉત્થાન અને પતનમાં ૧ એજન २ अप्पा नई वेयरणी अप्पा मे कूडसामली । अप्पा कामदुहा घेणू अप्पा मे नन्दणं वणं ।। अपा कत्ता विकत्ता य दुहाण य सुहाण य । अप्पा मित्तममित्तं च दुप्पट्ठिय सुपट्टिओ ॥ –૩, ૨૦. ૩૬-૩૭. Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર જીવને પૂર્ણ સ્વતંત્ર, કર્તા અને ભોક્તા માનેલ છે. તેથી ગ્રંથમાં કહેવાયું છેઆત્મા પોતાનો કર્તા, વિકર્તા (ઉત્થાન અને પતનનો), સારો મિત્ર, ખરાબ શત્રુ, વૈતરણી નદી (એક નારકી નદી જે દુ:ખકર છે), કૂટ શાલ્મલ વૃક્ષ (દુ:ખ દેનાર વૃક્ષ), કામ દુધા ઘેન તથા નંદન વન (આ બંને સુખકર છે) છે. આનું તાત્પર્ય એ કે આત્મા જેવું ઈચ્છે તેવું કર્મ કરીને પોતાને સારા કે ખોટા માર્ગે લઈ જઈ શકે છે. જો સારું કામ કરે તો પોતાનો સહુથી મોટો મિત્ર બને છે. કામધેનુ બને છે તથા નંદનવન પણ થાય છે. જો ખરાબ કાર્ય કરે તો પોતાનો સહુથી મોટો શત્રુ થાય છે, વૈતરણી તથા કૂટ શાલ્મલિ બને છે. તેમાં ઈશ્વર-કર્તક કોઈ હસ્તક્ષેપ થતો નથી. જીવ જેવું કરે છે તેવું ભોગવે છે. સારાં કામ કરે તો સુખી થાય છે અને ખરાબ કામ કરે તો દુઃખી થાય છે. ૫. જીવ ઊર્ધ્વગમન-સ્વભાવવાળો છે-મુક્ત-જીવોનો નિવાસ લોકના ઉપરના ભાગમાં માનવામાં આવે છે તેથી જીવનો સ્વભાવ પણ ઊર્ધ્વગમન કરવાવાળો માનવો જોઈએ. તે બંધનને કારણે નીચે (સંસારમાં પડેલો છે. જો આમ ન માનવામાં આવે તો મુક્ત જીવો જ્યાં તેઓ શરીરનો ત્યાગ કરે ત્યાં જ રહેતા હોત. આ રીતે ગ્રંથમાં જીવને જ્ઞાન-દર્શનસ્વભાવરૂપ, ચેતનગુણા ઉપરાંત અમૂર્ત, નિત્ય, સ્વદેહપરિમાણ, કર્તા, ભોક્તા, સ્વતંત્ર, ઊર્ધ્વગમન સ્વભાવયુક્ત તથા નશ્વર સંસારમાં સારભૂત દ્રવ્ય માનવામાં આવેલ છે. જીવનું આવું જ સ્વરૂપ અન્ય જૈન ગ્રંથોમાં પણ જોવા મળે છે. ૧ એજન २ अलोए पडिहया सिद्धा लोयग्गे य पइट्ठिया । इहं बोदिं वइत्ताणं तत्थ गंतूण सिज्झई ।। –3. ૩૬. ૫૬. તરત મૂર્ણ છાત્રોનાલ્ ...............તથાતિપરિણમીત્રા –1. સૂ. ૧૦. પ-૬. 3 जीवो उवओगमओ अमुत्तिकत्ता सदेह परिमाणो । भोत्ता संसारत्यो मुत्तो सो विस्ससोड्डगई । -વ્યસંગ્રહ, ગાથા ૨. તથા જુઓ - ભગવતીસૂત્ર ૨. ૧0; સ્થાનાન્ન ૫. ૩. પ૩.; નવપદાર્થ, પૃ., ૨૯. Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જીવોના પ્રકાર- જીવોની સંખ્યા ગ્રંથમાં કાલદ્રવ્યોની જેમ અનંતની દર્શાવવામાં આવી છે'. હવા, પાણી, પૃથ્વી, અગ્નિ, છોડ, કૂતરો, બિલ્લી, પશુ, સ્ત્રી, પુરુષ વગેરેમાં સર્વત્ર જીવોની સત્તા માનવામાં આવી છે. આ બધા જીવોને સર્વપ્રથમ મુક્ત અને બદ્ધની દૃષ્ટિએ બે ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેને જ અનુક્રમે ‘સિદ્ધ’ અને ‘સંસારી’ના નામે પણ ઉલ્લેખવામાં આવેલા છે. તેને અનુક્રમે ‘અશરીરી' તથા ‘સશરીરી' પણ કહી શકાય; કારણ કે બધા મુક્ત જીવ શરીર રહિત હોય છે અને બધા સંસારી જીવ શરીર-સહિત હોય છે. એવો કોઈ સમય કે સ્થાન નથી કે જ્યારે સંસારી-જીવ શરીર-રહિત હોય. મૃત્યુ પછી (એક શરીર છોડી બીજામાં જતી વખતે) પણ તે એક વિશેષ પ્રકારના શરીર (કાર્મા-શરીર)થી જોડાયેલ રહે છે. આ સિદ્ધ અને સંસારી જીવોના સ્વરૂપાદિનો ખ્યાલ નીચે પ્રમાણે આપવામાં આવેલ છે : ૧. સિદ્ધ જીવ-જે બંધનથી રહિત સ્વ-સ્વરૂપમાં રહે છે તેને સિદ્ધ જીવ કહેવામાં આવે છે. તેને બંધનના અભાવથી ‘મુક્ત’, શરીરથી રહિત હોવાથી ‘અશરીરી’ અને પૂર્ણજ્ઞાનથી યુક્ત હોવાથી ‘બુદ્ધ' કહેવામાં આવે છે. તેમનો નિવાસ લોકથી ઉપરના ભાગમાં (લોકાન્તમાં) દર્શાવવામાં આવ્યો છે. તેમનો આકાર પૂર્વજન્મના શરીર કરતાં ૧/૩ ભાગ ન્યૂન હોય છે. તેઓ અનંત-દર્શન અને અનંતજ્ઞાન સહિત અનંત સુખવાળા પણ છે. એમનાં સુખોની આગળ આપણાં સુખો તુચ્છ (નગણ્ય) છે. તેમને સંસારમાં ફરી આવવાપણું રહેતું નથી. આત્માનું જે શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે એ સ્વરૂપમાં સર્વદા રહે છે. ८८ જો કે સિદ્ધ જીવોના જ્ઞાન, દર્શન, સુખ આદિમાં કોઈ તફાવત નથી કારણ કે બધા સર્વજ્ઞ, સર્વદર્શી, અનંત સુખોથી યુક્ત તથા સકળ બંધનોથી રહિત છે. ૧ જુઓ - પૃ. પા. ટિ. ૧. २ संसारत्था य सिद्धा य दुविहा जीवा वियाहिया । संसारिणो मुक्ताश्च । ૩ ૬. ૧૦. ૩૫; ૩૬. ૪૮-૬૭; વિશેષ માટે જુઓ - પ્રકરણ ૬. ૩. ૩૬. ૪૮, ૨૪૯. —તા. પૂ. ૨. ૧૦. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર પરંતુ, પૂર્વજન્મની ઉપાધિની દૃષ્ટિએ તેમના પણ અનેક ભેદ પડી શકે. ૨. સંસારી જીવ-જે કરેલાં કર્મોનાં ફળ ભોગવવા માટે પરતંત્ર છે તથા શરીરથી જોડાયેલ છે તે બધા સંસારી-જીવ છે. તેમને ‘બદ્ધ’ કે ‘સશરીરી’ જીવ પણ કહી શકાય. તેઓ જો કે કર્મ કરવામાં સ્વતંત્ર છે પરંતુ, તેનું ફળ ભોગવવામાં પરતંત્ર છે. તેમને કર્મ-ફળ ભોગવવા માટે શરીરનો આશ્રય લેવો પડે છે. સંસારનો અર્થ થાયઃ આવાગમન. અર્થાત્ જ્યાં કર્મ-ફળ ભોગવવા માટે એક શરીરને બદલે બીજું શરીર ગ્રહણ કરવું પડે અથવા જન્મ-મરણના ફેરામાં અટવાવું પડે તેને ‘સંસાર’ કહેવામાં આવે છે. તેથી ‘સંસારી’ લોકમાં નિવાસ કરે તે જ નહિ કારણ કે એમ માનવાથી સિદ્ધ જીવ પણ લોકની અંદ૨ જ રહેવાને કારણે સંસારી કહેવાશે. આ રીતે, સંસારી એટલે તે કે જે પોતાના શુદ્ધ-સ્વરૂપને પ્રાપ્ત ન કરતાં કર્મ-ફળ ભોગવવા માટે પરતંત્ર છે. તથા શરીર સાથે જોડાયેલ છે. સંસારી જીવોનાં મુખ્ય રૂપે પાંચ પ્રકારનાં શરીર માનવામાં આવ્યાં છે'. ૧. ઔદારિક-એવું સ્થૂળ શરીર કે જેનું છેદન-ભેદન થઈ શકે છે. ૨. વૈક્રિયક-જેનું છેદન-ભેદન ન થઈ શકે પણ સ્વેચ્છાથી નાનું, મોટું, પાતળું, જાડું એવાં અનેક રૂપ કરી શકાય. ૩ આહારક-કોઈ વિશેષ અવસર વખતે મુનિ દ્વારા બનાવવામાં આવેલ શરીર ૪ તેજસ-અન્નાદિ પાચન-ક્રિયામાં તેજ ઉત્પન્ન કરનાર અને ૫ કાર્મા-પુણ્યપાપ રૂપ કર્મોનો પિંડ. આ પાંચ પ્રકારના શરીરોમાંથી તેજસ અને કાર્મણ શરીર પ્રત્યેક સંસારી જીવની સાથે સર્વદા રહે છે. તેથી તેનો જીવ સાથે અનાદિ સંબંધ છે. આ બે શરીરો ઉપરાંત જીવિત અવસ્થામાં જીવ સાથે ઔદારિક તથા વૈક્રિયકમાંથી કોઈ એક શરીર વધારામાં રહે છે. આ રીતે સામાન્યતઃ જીવિત અવસ્થામાં એક જીવની સાથે ત્રણ શરીર १ तओ ओरालियतेयकम्माइं सव्वाहिं विप्पजहणाहिं विप्पजहित्ता औदारिकवैक्रियकाहारकतैजसकार्मणानि शरीराणि । તથા જુઓ - ૨. ૩૭-૪૯. ૮૯ ૧૩. ૨૯. ૭૩. —. સૂ. ૨. ૩૬. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના રહે છે. ઔદારિક અને વૈક્રિયક શરીરનો અભાવ માત્ર મૃત્યુ કાળે થાય છે. બીજો જન્મ લેતાં, દારિક અને વૈક્રિયકમાંથી કોઈ ને કોઈ શરીર પુનઃ પ્રાપ્ત થઈ જાય છે. સાધારણ રીતે મનુષ્ય અને પશુ-પક્ષીઓ (તિર્યંચો)માં ઔદારિકશરીર જોવા મળે છે. દેવ અને નારકીઓમાં વૈક્રિયક શરીર જોવા મળે છે માટે સંસારી જીવોને “સશરીરી” કે “બદ્ધ” કહેવામાં કાંઈ વાંધો નથી. સંસારી જીવોના વિભાજનનો સ્રોતઃ ગ્રંથમાં સંસારી-જીવોના વિભાજન માટેના અનેક સ્રોત છે જેમાંના કેટલાક નીચે મુજબ છે : ૧. ગમન કરવાની શક્તિ-જે જીવ એક સ્થાનેથી બીજે સ્થાને જઈ શકવા સમર્થ છે તેમને એક વિભાગમાં રાખવામાં આવે છે અને જે એવા સામર્થ્યવાળા નથી તેને બીજા વિભાગમાં રાખવામાં આવે છે. ગ્રંથમાં તેમના નામ અનુક્રમે ત્રસ” અને “સ્થાવર આપેલ છે. આ વિભાજનને મૂળ આધાર માનીને આગમનું વિભાજન કરવામાં આવ્યું છે. અહીં એક વાત યાદ રાખવા જેવી છે કે બધા જીવ સક્રિય છે છતાં ગતિશીલતાને આધારે જે વિભાજન કરવામાં આવ્યું છે તે વર્તમાન સમયમાં ચાલવા-ફરવાની શક્તિની દષ્ટિએ છે. ૨ શરીરની સ્થૂળતા અને સૂક્ષ્મતા'- જેમનું શરીર સ્થળ છે તેને એક વિભાગમાં અને જેમનું શરીર સૂક્ષ્મ (લઘુ) છે તેમને બીજા વિભાગમાં રાખી १ संसारत्था उ जे जीवा दुविहा ते वियाहिया । तसा य थावरा चेव थावरा तिविहा तहिं । -૩. ૩૬. ૬૮. તથા જુઓ – ઉ. ૫. ૮, ૮, ૧૦, રપ-ર૩, ત. સૂ. ૨. ૧ર. २ तसाणं थावराणं च सुहुमाणं बादराण य । –૩. ૩૪. ૯. તથા જુઓ - ભા. સં. જે. પૃ. ર૧૮-૨૧૯. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર શકાય. અહીં જાડા શરીરને તથા પાતળા શરીરને અનુલક્ષીને સ્થૂળતા કે સૂક્ષ્મતા શબ્દો સમજવાના નથી. પરંતુ, જે દિવાલ આદિથી અગ્નિના કિરણોની જેમ અટકે નહિ તે સૂક્ષ્મ છે. આ વિષયમાં ગ્રન્થમાં એક કર્મ-વિશેષ (નામકર્મ) સ્વીકારવામાં આવેલ છે, તેનું વર્ણન આગળ ઉપર કરવામાં આવશે. ૩. શરીરની ઉત્પત્તિ (જન્મ) - જે, માતા-પિતાનો સંયોગ થતાં માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થાય છે તે “ગર્ભજ' છે. જે માતા-પિતાના સંયોગ વગર અહીં તહીં અપવિત્ર-સ્થળે પેદા થાય તે સંમૂર્ણિમ કહેવાય છે. જે કોઈ સ્થાનવિશેષમાંથી એવી રીતે ઊભા થાય જાણે કે સૂઈને જાગ્યાં છે તેવું લાગે તે ઉપપાદજન્મવાળા જીવો છે. મનુષ્ય અને પશુ આદિમાં પ્રથમ બે પ્રકારના જન્મ સંભવે છે. દેવ અને નારકિયોમાં ત્રીજા પ્રકારનો જન્મ થાય છે. આ રીતે, શરીરની ઉત્પત્તિ (જન્મ)ના આધારે સંસારી જીવોના ત્રણ ભેદ પડે છે. ૪. શરીરની પૂર્ણતા તથા અપૂર્ણતા - શરીરની પૂર્ણતાથી એમ સમજવાનું છે કે જે જીવને જે પ્રકારનું શરીર પ્રાપ્ત કરવાનું છે તેનો પૂર્ણ આકાપ્રકાર હોવો, જેને શરીરની પૂર્ણતા પ્રાપ્ત થઈ ચૂકી છે તે પર્યાપ્ત' કહેવાય છે અને જેને શરીરની પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ તે “અપર્યાપ્તક' કહેવાય છે. જેનદર્શનમાં છ પર્યાપ્તિઓ માનવામાં આવી છે અને તેની માત્રા જુદા જુદા જીવોમાં જુદી જુદી નક્કી થયેલી હોય છે. १ संमुच्छिमा य मणुया गम्भवक्कंतिया तहा । –૩. ૩૬. ૧૯૪. તથા જુઓ ભા. સં. જે., પૃ. ર૧૮-૨૧૯. २ पज्जन्तपज्जत्ता एवमेव दुहा पुणो । -૩. ૩૬. ૭૦. તથા જુઓ - ઉ. ૩૬. ૮૪, ૯૨, ૧૦૮, ૧૧૭ વગેરે. 3 आहारसरीरिंदियपज्जत्ती आणपाणभासमणो । चत्तारिं पंच छप्पि य एइंदियवियलसण्णीणं ।। -ગો. જી. ગાથા ૧૧૮ (ટીકા સહિત) T 1 i di I Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૫. જન્મ સંબંધી શરીરની અવસ્થા-વિશેષ (ગતિ) - જન્મ સંબંધી શરીરની મુખ્ય ચાર અવસ્થાઓ (પર્યાય) છે અને તેને “ગતિ'ના નામે વ્યક્ત કરેલ છે. જો કે “ગતિ' શબ્દનો સામાન્ય અર્થ “ગમન” છે પરંતુ અહીં દેવાદિ ચાર અવસ્થા-વિશેષોમાં જીવ ગમન કરે છે તે કારણે તેને “ગતિ' નામ આપવામાં આવ્યું છે. આ બાબતમાં એક પ્રકારનું કર્મ-વિશેષ સ્વીકારવામાં આવ્યું છે અને તેના આધારે તેની વ્યાખ્યા કરવામાં આવી છે. આ ગતિ-ભેદના આધારે જીવનાં જે ચાર ભેદ પાડવામાં આવ્યા છે તેમાં નામ છે: દેવ, મનુષ્ય, તિર્યક, (પશુ-પક્ષી-વૃક્ષ) વગેરે અને નર્ક. ૬. ધર્માચરણ-અહિંસા વગેરે ધર્મનું જે પાલન કરે છે તે “સનાથી જીવ” કહેવાય છે અને જે એવું નથી કરતા તે “અનાથી જીવ' કહેવાય છે. આમ બે ભેદ પડ્યા છે. બીજી રીતે તેને ત્રણ ભાગોમાં પણ વિભક્ત કરવામાં આવે છે. જેમકે: મનુષ્યજન્મને મૂળ ધન માનીને ૧ મૂળ ધનરક્ષક-એવાં કાર્યો કરનાર કે જેનાથી માનવજન્મની ફરીવાર પ્રાપ્તિ થાય. ૨ મૂળધન વિનાશક-પશુ અને નકદિ યોનિઓમાં જન્મ લે છે અને ૩ મૂળધનવર્ધક-જે સારાં કાર્યો કરીને દેવપણાને પ્રાપ્ત કરે છે. १ पंचिदिया उ जे जीया चउब्विहा ते वियाहिया । नेरइया तिरिक्खा य मणुया देवा य आहिया ॥ –૩. ૩૬. ૧૧૫. २ इमा हु अत्रा वि अणाहया निवा तामेगचित्तो निहूओ सुणेहि मे ।। नियण्ठधम्म लहियाण वी जहा सीयन्ति एगे बहुकायरा नरा ॥ –૩. ૨૦. ૩૮. तुझं सुलद्धं ख मणुस्सजम्मं लाभा सुलद्धा य तुमे महेसी । तुब्भे सणाहा य सबन्ध्वा य जं मे ठिया मग्गि जिणुत्तमाण । ૩. ૨૦. પપ. 3 माणुसत्तं भवे मूलं लाभो देवगई भवे । मूलच्छेए जीवाणं नरगतिरिक्खत्तणं धुवं ।। –૩, ૭. ૧૬. તથા જુઓ - ઉ. ૭. ૧૪, ૨૧. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૭. જ્ઞાનેન્દ્રિયો૧- પાંચ ઇન્દ્રિયોને જ્ઞાનના સ્રોત તરીકે માનવામાં આવેલ છે. ક્રમ પ્રમાણે તેનાં નામ આ પ્રમાણે છે. સ્પર્શ, રસના, ઘ્રાણ, ચક્ષુ, તથા કર્ણ. આમાંથી જે ક્રમશઃ એક ઈન્દ્રિયવાળા છે તે ‘એકેન્દ્રિય', બે વાળા ‘દ્વીન્દ્રિય’, ત્રાવાળા ‘ત્રીન્દ્રિય’, ચાર વાળા ‘ચતુરિન્દ્રિય’ અને પાંચ ઇન્દ્રિયોવાળા હોય તે ‘પંચેન્દ્રિય’ જીવ કહેવાય છે. આ ઇન્દ્રિયોની સંખ્યામાં વૃદ્ધિ ક્રમશઃ જ થાય છે. આમ આ કેટલાક મુખ્ય પ્રકારો છે અને તેના આધારે જીવોનું વિભાજન કરવામાં આવે છે. શરીરમાં જોવા મળતા રૂપાદિના તરતમભાવ તથા સ્થાનવિશેષ વગેરેને આધારે જીવના અનન્ત પ્રકારો થઈ શકે, જેની સૂચના માત્ર ગ્રંથમાં આપવામાં આવી છેૐ. વસ્તુત: આ બધા ભેદ શુદ્ધ જીવના નથી પણ શરીરાદિની ઉપાધિથી વિશિષ્ટ જીવ (આત્મા)ના છે. ગમન કરવાની શક્તિની અપેક્ષાએ જે ત્રસ અને સ્થાવરના ભેદથી બે ભેદો પાડવામાં આવેલા તેમાંથી પ્રથમ સ્થાવર જીવોના ભેદાદિનો હવે વિચાર કરવામાં આવશે. સ્થાવર જીવઃ ચાલવા ફરવાની શક્તિથી રહિત જીવો સ્થાવર કહેવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે : १. उराला तसा जे उ चउहा ते पकित्तिया । वेइंदिया तेइंदिया चउरो पंचिदिया चेव || २ एएसि वण्णओ चेव गंधओ रसफासओ । ठाणादेसओ वावि विहाणाई सहस्ससो || તથા જુઓ - ઉ. ૩૬. ૯૧, ૧૦૫, ૧૧૬, ૧૨૫ વગેરે. 3 पुढवी आउजीवा य तहेव य वणस्सई । इच्चेए थावरा तिविहा तेसिं भेए सुणेह मे ।। તથા જુઓ - ઉ. ૩૬. ૬૮. ૯૩ -૩. ૩૬. ૧૨૬. ૧૩. ૩૬. ૮૩. ૧૩. ૩૬. ૬૯. Page #118 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧. પૃથ્વી શરીરવાળા (પૃથિવીયિ) ૨. જળ શરીર વાળા (નારી) ૩. વનસ્પતિ શરીરવાળા (વનસ્પતિકાયિક). આ ગમનકર્તૃક વિભાજક રેખા ગ્રંથમાં સર્વત્ર જોવા મળતી નથી. કારણ કે બીજે અગ્નિ શરીરવાળા (અગ્નિકાયિક) તથા વાયુશરીરવાળા (વાયુકાયિક) એકેન્દ્રિય જીવોને પણ એમની સાથે જ ગાવવામાં આવ્યા છે અને બાકીના-ને ‘ત્રસ’ કહેવામાં આવ્યા છે'. એ રીતે, જ્યાં ત્રસ જીવના પ્રકારો ગણાવવામાં આવ્યા છે ત્યાં દ્વીન્દ્રિયાદિને પ્રધાન (૩રાહ) ત્રસ કહેવામાં આવેલ છે. એનો અર્થ એ થયો કે વાયુકાયિક અને તેજસ્કાયિકને કોઈક દૃષ્ટિએ ત્રસ કહી શકાય છે અને બીજી રીતે તે સ્થાવર પણ છે. તેથી આપણે તેને અપ્રધાન ત્રસ પણ કહી શકીએ. અહીં એક વાત વિચારણીય છે કે જે રીતે અગ્નિનું ઊર્ધ્વગમન કરવાથી તથા વાયુનું તિર્યક્રમન કરવાથી તેમાં ત્રસરૂપતા માનવામાં આવે છે. તે રીતે જળમાં પણ અધોગમન તથા વનસ્પતિઓમાં ઊર્ધ્વ અને અધોગમન બંને હોવાથી જલકાયિક અને વનસ્પતિકાયિકમાં ત્રસરૂપતા કેમ નથી ગણી ? એમ કહેવાનો અર્થ એ છે કે જો અગ્નિને ત્રસ કહી શકાય તો વનસ્પતિને પણ ત્રસ કહેવી જોઈએ. કારણ કે તે બંને પોતાના મૂલ સ્થાનનો સર્વથા ત્યાગ ન કરીને જ ગમન કરે છે. જો વાયુને પોતાના સ્થાનમાંથી દૂર થવાને કારણે ત્રસ કહેવામાં આવે તો જળમાં પણ એજ વાત લાગુ પડતી હોવાથી તેને પણ ત્રસ કહેવું જોઈએ. જાણાવા મળે છે કે આ બાબતમાં પહેલાં પણ સ્થાવર જીવોના વિભાજનમાં મતાંતરો રહેલ છે તેથી ‘ઉત્તરાધ્યયન’માં ઘણી જગાએ છઃકાયના જીવોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. છ કાયના જીવોમાં પાંચ સ્થાવર અને એક ત્રસનો પ્રકાર ગણી લેવામાં આવ્યો છે. १ पुढवी - आउक्काए तेऊ - वाऊ - वणस्सइ-तसाणं । તથા જુઓ - ઉ. ર૬. ૩૧. २ इत्तो उ तसे तिविहे वृच्छामि अणुपुब्वसो । तेऊ बाऊ य बोधव्वा उराला य तसा तहा ॥ ૯૪ તથા જુઓ - ઉ. ૩૬. ૧૦૭, ૧૨૬. ૩ જુઓ - પૃ. ૯૪, પાટ ટિ. ૧. ૩. ૨૬. ૩૦. -૩. ૩૬. ૧૦૬. Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર ૯૫ આ રીતે, અગ્નિકાયિક અને વાયુકાયિક જીવોમાં સ્થાવરપણાનું પ્રાધાન્ય હોવાથી તથા વિષયનું સામ્ય હોવાથી અહીં એકેન્દ્રિયના પાંચ ભેદોને દષ્ટિમાં રાખીને વિચાર કરવામાં આવશે. ૧. પૃથ્વીકાયિક જીવ-જેનું પૃથ્વી જ શરીર છે તેને પૃથ્વીકાયિક જીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મ અને સ્થળ તરીકેના બે ભેદ પ્રથમ પાડવામાં આવ્યા પછી બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા અવાજોર બે બે ભેદ પાડવામાં આવ્યા છે. સ્થળ પર્યાપીકને પ્રથમ તો મૃદુ (શ્લષ્ણા) અને કઠિન (ખર) એવા બે ભાગોમાં વિભક્ત કરેલ છે. ત્યારબાદ, મૃદુ-પૃથ્વીના સાત અને ખરપૃથ્વીના છત્રીશ પ્રકારોને ગણાવવામાં આવ્યા છે. (ક) મૃદુ-પૃથ્વીના સાત પ્રકાર- કાળી, ભૂરી, લાલ, પીળી, શ્વેત, પાંડુ તથા પનકમૃત્તિકા (આકાશમાં ફેલાનાર અતિ સૂક્ષ્મ રજ) એવા સાત પ્રકાર પાડેલ છે. આ બધા ભેદ રંગને આધારે ગણાવવામાં આવ્યા છે. (ખ) ખર પૃથ્વીના છત્રીશ પ્રકાર- શુદ્ધ-પૃથ્વી (સમૂહરૂ૫), શર્કરા, રેતી, પથ્થર, શિલા, લવણ, ક્ષાર, લોખંડ, તાંબુ, ત્રપુ, સીસું, ચાંદી, સોનું, વજ (હીરો) હરિતાલ (પીળી અને સફેદ), હિંગ લુક (ગિરફ), મન:શિલા, સાસક (એક જાતનું રત્ન). અંજન (સુરમો), પરવાળું; અભ્રપટલ (અબરખ), અન્નવાલક, ગોમેદક, રુચ, અંક, સ્ફટિક-લોહિતાક્ષ, મરકત-મસારગલ્લ, १ दुविहा पुढवीजीवा य सुहुमा बायरा तहा । पज्जन्तमपज्जत्ता एवमेव दुहा पुणो । –૩. રૂ. ૭૦. २ वायरा जे उ पज्जत्ता दुविहा ते वियाहिया । सण्हा खरा य बोधव्वा सण्हा सत्तविहा तहिं ।। एए खर पुढवीए भेया छत्तीसमाहिया । एगविहमनाणत्ता सुहमा तत्थ वियाहिया ।। –૩. ૩૬. ૭૬-૭૭. Page #120 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ભુજમોચક, ઇન્દ્રિનીલ, ચંદનગેરુ-હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચંદ્રપ્રભ, વૈદૂર્ય, જલકાત્ત અને સૂર્યકાન્ત-ખરપૃથ્વીના આ ૩૬ પ્રકારોમાં કઠોર સ્પર્શયુક્ત ધાતુ, પાષાણ, મણિ વગેરેને ગણાવવામાં આવ્યા છે. ગોમેદકથી માંડી અંત સુધીના બધા ભેદ ખાસ પ્રકારનાં રત્નોનાં નામ છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ એક જ પ્રકારનો છે. ૨. અપકાયિક જીવ-જેનું શરીર જળ છે તેને અપમાયિક જીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મ-પર્યાપ્ત, સૂક્ષ્મ-અપર્યાપ્ત, સ્થૂળ-પર્યાપ્ત અને સ્થળ અપર્યાપ્તના ભેદથી પૃથ્વીકાયિકની જેમ તેના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. સ્થળ અથવા બાદર-પર્યાપ્ત જીવોના પાંચ પ્રકારો ગણાવેલ છે. જેમકે: શુદ્ધોદક (મદ્ય અથવા સમુદ્ર વગેરેનું જળ), અવશ્યાય (ઝાકળા, હરતનુ, મહિકા અને હિમ (બરફ). ૩. વનસ્પતિકાયિક જીવ-જેનું શરીર વનસ્પતિ જ છે તેને વનસ્પતિકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીના ભેદોથી જેમ તેના પણ સૂક્ષ્મપર્યાપ્ત, સૂક્ષ્મ અપર્યાપીક સ્થળ પર્યાપ્ત, સ્થળ અપર્યાપ્ત એવા ચાર ભેદ ગણાવવામાં આવ્યા છે. સ્થૂળ-પર્યાપ્તના વળી બે ભાગ પાડવામાં આવ્યા છે. ૧ સાધારણ શરીર (જેના શરીરમાં એકથી વધુ જીવો નિવાસ કરે છે અને એકના આહાર વગેરેથી ૧ એજન ૨ ફુવા માસનીવા ૩. (શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ ની જેમ). -૩. ૩૬. ૮૪. 3 वायरा जे उ पज्जता पंचहा ते पकित्तिया । सुद्धोदए य उस्से हरतण महिया हिमे ॥ –૩. ૩૬. ૮૬. ४ 'हरतुन:' स्निग्धपृथिवोसमुद्भवः तृणाग्रबिन्दुः ‘महिका' कर्ममासेषु सूक्ष्मवर्षम् । –૩. ને. વૃ. 9. ૩૮. ૫ વિદા વણસનીવા...(શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ની જેમ) . –૩. ૩૬. ૨૨. ६ बायरा जे उ पज्जता दुविहा ते वियाहिवा । साहारणसरीरा य पत्तेगा य तहेव य ।। -૩. ૩૬. ૧૩. Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧: દ્રવ્ય-વિચાર બધાનું પોષણ થાય છે) તથા ૨. પ્રત્યેક-શરીર (જેના શરીરમાં એક જ જીવ રહે છે. અથવા જે શરીરનો એક જ સ્વામી હોય છે). આ પછી, આ બંનેના અનેક ભેદોમાંથી કેટલાક અવાજોર પ્રકારોને ગણાવવામાં આવેલ છે. જેમકે : (ક) સાધારણ-શરીર બાદર (ધૂળ) પર્યાપ્તના કેટલાક પ્રકાર- આલુ, મૂળો, આદુ, હરિલી, સિરિલી, સિસિરિલી, યાવતિક, કન્ટલી, પલાંડુ (ડુંગળી), લસણ, કુહુવત, લોહિની, હુતાણી, દૂત, મૂડ, કૃષ્ણ, વ્રજકન્દ, સૂરણ, અશ્વકર્ણા, સિહકર્ણ, મુલુંઢી, હળદર, આદિ અનેક કન્દમૂળ આ વિભાગમાં સમાવિષ્ટ થયેલ છે. એમનાં નામોનો ખ્યાલ વૈદ્યાક નિઘંટુ તથા દેશદેશાંતરની ભાષાઓ દ્વારા આવે છે. (ખ) પ્રત્યેક-શરીર બાદર (ધૂળ) પર્યાપીઠના કેટલાક પ્રકાર-વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ (નવમાલિકા વગેરે), લતા (ચંપક વગેરે), વલ્લી (કારેલાં વગેરે) તૃણ (ઘાસ), વલય (નારિયેલ વગેરે). તેમાં છાલ વલયાકાર હોય છે, શાખાઓ નથી હોતી, પર્વજ જે ગાંઠ વાળાં હોય છે) જેમકે વાંસ, શેરડી વગેરે, કહુ (કુ-પૃથ્વી; તેનું ભેદન કરીને ઉત્પન્ન થનારાં છત્રાકાર), જલરૂહ (કમલ વગેરે), ઔષધિતૃણ (શાલ્યાદિ ધાન), હરિતકાય જેવા અનેક વૃક્ષ તથા છોડ આ વિભાગમાં સમાવેશ પામ્યાં છે. ૪. અગ્નિકાયિક જીવ-અગ્નિ જેવું શરીર છે તેને અગ્નિકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીની જેમ તેના પણ ચાર ભેદ છે. તેમાંથી બાદર १. पत्तेयसरीरा उ णेगहा ते पकित्तिया । मुसुंढी य हलिद्दा य णेगहा एवमायओ ।। –૩. ૩૬. ૨૪-૧૨. ૨ સુવિદ તેનીવા ૩. (શેષ પૃ. ૯૫, પા. ટિ. ૧ ની જેમ) I ૩. ૩૬. ૨૦૮. Page #122 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન (સ્થળ) પર્યાપ્તના અનેક ભેદો છે'. જેમકે: અંગારો (ધૂળ રહિત અગ્નિ), મુર્મુર (ભસ્મયુક્ત અગ્નિકા), અગ્નિ (સામાન્ય શુદ્ધ અગ્નિ), અર્ચિ (સમૂલ અગ્નિશિખા), જ્વાળા (મૂળરહિત અગ્નિશિખા), ઉલ્કા, વિદ્યુત વગેરે. ૯૮ ૫ વાયુકાયિક જીવ-વાયુ જ જેનું શરીર છે તેવા જીવોને વાયુકાયિક જીવ કહેવામાં આવે છે. પૃથ્વીકાયિકની જેમ તેના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાંથી બાદર-પર્યાપ્ત વાયુકાયિકના અનેક પ્રકારો પાડવામાં આવેલા છે. જેમકે : ઉત્કલિકા (અટકી અટકીને વહેનાર), મંડલિકા (ચક્રાકાર), ઘન (નર્કમાં વહેનાર), ગુંજા (અવાજ કરનાર), શુદ્ધ (મંદ મંદ પવન), સંવર્તક (ઘાસનાં તાખલાંને સાથે ઉડાડનાર) વગેરે. આ રીતે, ગ્રન્થમાં સંક્ષેપમાં સ્થૂળ (બાદ૨) એકેન્દ્રિય, સ્થાવર જીવોનું વિભાજન ક૨વામાં આવેલ છે. રૂપાદિના તરતમભાવથી તેના બીજા અવાન્તર અનેક પ્રકારો પાડી શકાય છે”. સૂક્ષ્મ એકેન્દ્રિય બધા જ સ્થાવર જીવોનો એક એક પ્રકાર જ દર્શાવવામાં આવેલ છે". કારણ કે સ્થૂળમાં જ અવાન્તર ભેદ સંભવે છે. બધા સૂક્ષ્મ જીવ જો કે કોઈથી અવરોધી શકાતા નથી માટે સર્વ १. बायरा जे उ पज्जता णेगहा ते वियाहिया । इंगाले मुम्मुरे अगणी अच्चिजाला तहेव य ।। उक्का विज्जू य बोधव्वा गहा एवमायओ । विहमणाणत्ता सुहमा ते वियाहिया ।। ૨ રુવિદા વાડનીવા ૩... (શેષ પૃ. ૯૫, પા. ટિ, ૧ ની જેમ) । 3 बायरा जे उ पज्जता पंचहा ते पकित्तिया । उपकलिया मंडलिया घणगुंजा सुद्धवाया य । संवट्टगवाया य णेगहा एवमायओ । ૪ જુઓ - પૃ. ૯૪, પાટ ટિ. ૨. ५ एगविहमणाणत्ता सुहमा तत्थ वियाहिया । सुहमा सव्वलोम्मि एगदेसे य बायरा ॥ -૩. ૩૬. ૧૦૨-‰° °. -૩. ૩૬. ૧૧૭. ૩. રૂ. ૧o૮-‰‰°. -૩. ૩૬. ૭૭-૭૮, ૮૬, ૧૦૦, ૧૧૯-૧૨૦. Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૯૯ લોકવ્યાપી છે. તેમનું ગમન સિદ્ધોના નિવાસસ્થાન સુધી સંભવે છે. તેથી પ્રારંભમાં લોકનું જે વિભાજન કરવામાં આવ્યું તે જીવોના નિવાસને આધારે થયેલું નથી. બાદરકાયિક જીવ જો કે અવરોધ પ્રાપ્ત કરે છે તેથી તેનો નિવાસ લોકના એક ભાગમાં માનવામાં આવેલ છે. આ એકેન્દ્રિય સ્થાવર જીવોની સંતાન-પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે તથા અનંતકાળ સુધી ચાલ્યા કરશે. પરંતુ જ્યારે આપણો કોઈ જીવ-વિશેષનો અવસ્થા-વિશેષની દૃષ્ટિએ વિચાર કરીએ છીએ ત્યારે તેનો “પ્રારંભ” પણ છે અને અંત પણ છે. આ બધા એકેન્દ્રિય સ્થાવર જીવોનું આયુષ્ય (ભવસ્થિતિ) ઓછામાં ઓછું અંત મુહૂર્ત (એક અતિ સૂક્ષ્મ ક્ષણાથી માંડી ૪૮ મિનીટ સુધી) તથા વધારેમાં વધારે પૃથ્વીકાયિકનાં રર હજાર વર્ષ, અપકાયિકનાં સાત (૭) હજાર વર્ષ, વનસ્પતિકાયિકનાં ૧૦ હજાર વર્ષ, અનિકાયિકનાં ૩ દિવસ-રાત અને વાયુકાયિકનાં ૩ હજાર વર્ષનું છે. આ આયુષ્ય સમાપ્ત થતાં, આ જીવ નિયમ પ્રમાણે એક શરીર છોડી બીજાને ધારણ કરે છે. જો એક પૃથ્વીકાયિક જીવ મટીને પુનઃપુન પૃથ્વીકાયિક જીવ જ બનતો રહે તો તેને કાયસ્થિતિ' કહેવામાં આવે છે. આ કાયસ્થિતિ બધા એકેન્દ્રિય સ્થાવર જીવો માટેની ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત તથા વધારેમાં વધારે વનસ્પતિ કાયિકને બાદ કરતાં બાકીનાની અસંખ્યાતકાલ (સંખ્યાતીત વર્ષ સુધીની છે. વનસ્પતિકાયિકની અધિકતમ ૧ એજન २ संतई पप्प णाईया अपज्जवसियावि य । ठिइं पहुच्च साईया सपज्जवसियावि य ॥ –ઉ. ૩૬. ૭૯, ૮૭, ૧૦૧, ૧૧, ૧૨૧. 3 बावीसहस्साई वासाणुक्कोसिया भवे । आउठिई पुढवीणं अंतोमुहत्तं जहनिया ॥ –૩. રૂદ્. ૮૦. કવિ આદિ માટે જુઓ - ઉ. ૩૬. ૮૮. ૨૦૨, ૨૨૩, ૨૨. Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાયસ્થિતિ અનંતકાળ સુધીની દર્શાવવામાં આવી છે`. જો કોઈ પૃથ્વીકાયનો જીવ મટીને કોઈ બીજી કાયાવાળો જીવ બની જાય તો ત્યારબાદ કાલાંતરે ફરીવાર પૃથ્વી-કાયિક જીવ બને છે. આ વ્યવધાન-કાલને સ્વકાય-અંતર અથવા અંતર્માન કહેવાય. આવા પ્રકારનો અંતર્માન ઓછામાં ઓછો અંતર્મુહૂર્તનો અને વધારેમાં વધારે અનંતકાળ સુધીનો હોય છે પરંતુ વનસ્પતિકાયિકનો અધિકતમ ફાળ અસંખ્યાત-કાળ છે. 900 આ રીતે, આ એકેન્દ્રિય સ્થાવર જીવોમાં જીવત્વનો સ્વીકાર કરવાને કારણે જ જૈન-સાધુને પૃથ્વી આદિ ઉપર મળ-મૂત્રનો ત્યાગ કરતી વખતે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. પૃથ્વી આદિમાં જીવત્વનો સ્વીકાર કરવાથી પુદ્ગલ-દ્રવ્યનો અભાવ થતો નથી. કારણ કે પૃથ્વી આદિની કાયાવાળા જીવોનું १. असंखकालमुक्कोसा अंतोमुहुत्तं जहत्रिया । काठई पुढवीणं तं कायं तु अमुंचओ ॥ अणंतकालमुक्कोसा अंतोमुहुतं जहनिया । कायठिई पणगाणं तं कायं तु अमुंचओ ॥ २ अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहत्रयं । विजढंमि सए कार पुढवीजीवाणं अंतरं ॥ તથા જુઓ - ઉ. ૧૦. ૫, ૯. અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૮૯, ૧૧૪, ૧૨૩, ૧૦, ૬ ૮. असंखकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्न्रयं । विजढम्म सए का पणगजीवाण अंतरं । -~૩. રૂ૬. ૮૬. —૩. ૨૬.૧૦રૂ. ~~૩. ૩૬. ૮૨. અપ, તેજ અને વાયુ માટે જુઓ - ઉ. ૩૬, ૯૦, ૧૧૫, ૧૨૪. उच्चारसमिति | ૩ જુઓ - પ્રકરણ ૪, -૩. ૨૬. ૧૦૪. Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦૧ શરીર તો પુદગલનું જ છે. પૃથ્વી આદિમાં જીવોનું અસ્તિત્વ હોવાથી મહાભારતમાં પણ સંસારને અનેક જીવોથી ભરેલો દર્શાવવામાં આવેલ છે. ત્રસ જીવઃ બે ઈન્દ્રિયોથી માંડી પાંચ ઈન્દ્રિયોવાળા જીવને ત્રસ જીવ કહેવામાં આવે છે. તેને જ ગ્રન્થમાં પ્રધાન-ત્રસ કહેવામાં આવેલ છે. તેના પ્રથમ તો દ્વિ-ઇન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એવા ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં સ્થાવર જીવોની જેમ “સૂક્ષ્મ સૂક્ષ્મ નામનો પ્રકાર...આકાશમાં (નાના) હોઈ શકે છે પરંતુ, એટલા સૂક્ષ્મ નથી કે જે દિવાલ વગેરેથી પણ રોકાય નહિ. માટે ગ્રન્થમાં દ્વિન્દ્રિયાદિ જીવોના પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે પ્રથમ પ્રકાર પાડવામાં આવ્યા છે. પરંતુ, પંચેન્દ્રિય જીવોની બાબતમાં એવા ભેદ દર્શાવનારી કોઈ ગાથા મળતી નથી. ક્રિક્રિયાદિ ત્રસ જીવોના ભેદો નીચે પ્રમાણે છે: ૧. દ્વિત્રિય જીવ-જે સ્પર્શ અને રસના એ બે ઈન્દ્રિયોથી યુક્ત છે તે દ્વીન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે : કૃમિ (વિષ્ટા આદિ અપવિત્ર જગાએ ઉત્પન્ન થનાર), સુમંગલ, અલસ (એ વર્ષા ઋતુમાં ઉત્પન્ન થાય છે), માતૃવાહક १ उदके बहवः प्राणा: पृथिव्यां च फलेषु च । न च कश्चित्र तान् हन्ति किमन्यत् प्राणयापनात् । सूक्ष्मयोनीनि भूतानि तर्कगम्यानि कानिचित् । पक्ष्मणोऽपि निपातेन येषां स्यात् एकन्धपर्ययः ।। -મહાભારત, શાન્તિપર્વ, ૧૫. રપ-ર૬. ૨ જુઓ – પૃ. ૯૩. પા. ટિ. ૧. 3 वेइंदिया उ जे जीवा दुविहा ते पकित्तिया । पज्जत्तमपज्जत्ता तेसिं भेए सुणेह मे ।। –૩. ૩૬. ૬ર૭. આ રીતે ત્રીક્રિયાદિ માટે જુઓ ઉ. ૩૬. ૧૩૬, ૧૪૫ તથા અ. ટી. પૃ. ૧૭૧૭. ४ किमिणो सोमंगला चेव...णेगहा एवमायओ। –૩. ૩૬. ૨૨૮૧૩૦. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન (કાષ્ઠભક્ષક ઉઘઈ), વાસીમુખ, શક્તિ, શંખ, લઘુશંખ, પલ્લક, અનુપલ્લક, વરાટક (કોડી), જલોકા, જાલકા, ચંદના વગેરે. ૨. ત્રિક્રિય જીવ- જે સ્પર્શ, રસના અને ઘાણા એ ત્રણ ઇન્દ્રિયોથી યુક્ત છે તે ત્રીન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે: કુન્યૂ, પિપીલિકા, ઉદસા, ઉત્કલિકા, ઉપદેહિકા, તૃણાહારક, કાષ્ઠહારક, માલુકા, પત્રહારક, કાર્યાસિક, અસ્થિજાત તિક, ત્રપુષ, મિંગજ, શતાવરી, ગુલ્મી, ઇન્દ્રકાયિક, ઇન્દ્રગોપક વગેરે. ૩. ચતુરિન્દ્રિય જીવ- જે સ્પર્શ, રસના, ઘાણ અને ચક્ષુ એ ચાર ઇન્દ્રિયોથી યુક્ત છે તે ચતુરિન્દ્રિય જીવ કહેવાય છે. જેમકે : અશ્વિકા, પૌકિકા, મક્ષિકા, મચ્છ૨, ભમરો, કીડો, પતંગીયું, ટિંકણા, કુંકણા, કુલ્ફર, શૃંગરીટી, નભ્યાવર્ત, વીંછી, “ગરીટક, વિરલી, અક્ષિવેધક, અક્ષિતા, માગધ, અક્ષિરોડક, વિચિત્ર, ચિત્રપટક, ઉપધિજલકા, જલકારી, નીચક, તામ્રક વગેરે. ઉપર્યુક્ત ત્રણ પ્રકારના દ્વિદ્રિયાદિ જીવ સ્કૂળ હોવાથી લોકના એક ભાગમાં રહે છે. તે અનાદિકાળથી અસ્તિત્વમાં છે અને અનંતકાળ સુધી રહેશે. આ કોઈ જીવ-વિશેષની સ્થિતિ, વિશેષની દૃષ્ટિએ આદિ અને સાત્ત પણ છે. એમનું આયુષ્ય ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત તથા વધુમાં વધુ દ્વિન્દ્રિયનું ૧ર વર્ષ, ત્રીન્દ્રિયનું ૪૯ દિવસ અને ચતુરિન્દ્રિયનું છ માસનું છે. કાયસ્થિતિ ઓછામાં ૧ કુંવીડુિં.....કવિ ઈવમીયો ! –૩. રૂદ્. શરૂ૭-૨૩૨. २ अंधिया पोत्तिया देव मच्छिया मसगा तहा । इय चउरिदिया एए णेगहा एवमायओ –૩. ૩૬. ૨૪૬-૨૪૬. 3 लोगेगदेसे ते सव्वे न सव्वस्थ वियाहिया । –૩. ર૬. ૨૩૦, ૨૩, ૨૪૨. ૪ ઉ. ૩૬. ૧૩૧, ૧૪૦, ૧૫૦ (શષ પૃ. ૯૯, પા. ટિ. ૨ ની જેમ) I ५ वासाई वारसा वेव उक्कोसेण वियाहिया । वेदियआउठिई अंतोमुहत्तं जहत्रिया ।। –૩. રૂદ્ર. ૨૩૨. Page #127 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦૩ ઓછી અન્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે સંખ્યાતકાળ સુધીની છે. અન્તર્માન ઓછામાં ઓછું અન્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે અનન્તકાળનું છે. રૂપાદિના તારતમ્યથી તેના પણ સ્થાવર જીવોની જેમ હજારો ભેદ પડી શકે છે. એકેન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીના બધા જીવ તિર્યંચ જ કહેવાય છે. ૪. પંચેન્દ્રિય જીવ- જે સ્પર્શ, રસના, ઘાણ, ચહ્યું અને કર્ણ આ પાંચ ઇન્દ્રિયોથી યુક્ત છે તે પંચેન્દ્રિય જીવ કહેવાય છે. બધા જીવોમાં પંચેન્દ્રિય જીવોની જ પ્રધાનતા છે. નર્ક, તિર્યંચ, મનુષ્ય અને દેવ ગતિના ભેદથી એને ચાર પ્રકારે વિભક્ત કરવામાં આવેલ છે. તેમનો વિશેષ પરિચય નીચે મુજબ નારકી- જે પાપ કર્મોને કારણે દુઃખો ભોગવે છે તથા અધોલોકમાં નિવાસ કરે છે તેને નારકી જીવ કહેવામાં આવે છે. અનુસંધાન પૃ. ૧૦રની પા. ટિ. एगूणपण्णहोरत्ता उक्कोसेण वियाहिया तेइंदियआउठिई अंतोमुहत्तं जहनिया ।। –૩. ૩૬. ૨૪. छच्चेव य मासाऊ उक्कोसेण वियाहिया । वउरिदियआउठिई अंतोमुहत्तं जहत्रिया । –૩. ૩૬.૧૨. १ संखिज्जकालमुक्कोसा अंतोमुहत्तं जहनिया । वेइंदियकायठिई तं कायं तु अमुंचओ ॥ –૩. ૩૬. ૨૩૩. તથા જુઓ – ઉ. ૩૬. ૧૪૨, ૧૫ર; ૧૦. ૧૦-૧૨. अणंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहत्रयं । वेइंदियजीवामं अंतरं च वियाहियं ।। -૩. ૩૬.૦૪. આ રીતે ત્રીન્દ્રિય આદિ માટે જુઓ – ઉ. ૩૬. ૧૪૩, ૧૫૩. ૩ જુઓ – પૃ. ૯૨. પા. ટિ. ૧. Page #128 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આ બધા નપુંસક અને ઉપપાદ-જન્મવાળા હોય છે. અધોલોકમાં નીચે અને નીચે સાત પૃથ્વીઓ હોવાથી તેના જ નામ પ્રમાણે સાત નર્ક માનવામાં આવેલ છે. અને તેને નર્કોમાં નિવાસ કરનારા જીવોના ભેદથી નારકીઓના પણ સાત પ્રકાર પાડવામાં આવ્યા છે. એમની અધિકતમ આયુ ક્રમશઃ (ઉપરથી નીચે તરફના નર્કમાં) ૧ સાગર, ૩ સાગર, ૭ સાગર, ૧૦ સાગર, ૧૭ સાગર, રર સાગર, અને ૩૩ સાગર છે. પ્રથમ નર્કની ઓછામાં ઓછી આયુ ૧૦ હજાર વર્ષ તથા અન્ય નર્કોમાં પૂર્વ-પૂર્વ નર્કોની ઉત્કૃષ્ટ આયુ જ પછી-પછીનાં નર્કોમાં નિમ્નતમ આયુ છે. નારકી જીવ મટીને પુનઃ નર્કોમાં ઉત્પન્ન થતા નથી. માટે એમની આયુ (ભવસ્થિતિ) અને કાયસ્થિતિમાં કોઈ તફાવત નથી. અર્થાતુ નારકી જીવોની જે સામાન્ય આયુ (ભવસ્થિતિ) દર્શાવવામાં १ देवनारकाणामुपादः । औपपादिकं वैक्रियिकम् । लब्धिप्रत्यय च । नारक सम्मूर्छिनो नपुंसकानि । न देवाः । –ત. રૂ. ૨૩૪, ૪૬-૪૭, ૧૦-૧૨. ૨ જુઓ – પૃ. ૬૧. પા. ટિ. ૧. ૩ સાગર યા સાગરોપમનો અર્થ – સદ્યોત્પન્ન (તાજા જન્મેલા) બકરાના અભેદ્ય સૂક્ષ્મતમ વાળના ટૂકડાઓથી ભરેલ એક યોજન લાંબા અને તેટલા જ પહોળા ખાડામાંથી જો દર સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢી લેવામાં આવે તો જેટલા સમયમાં તે ખાડો ખાલી થઈ જાય તે સમને પલ્ય, પલ્યોપમ અથવા પાલિ કહેવાય. એવા દસ (કરોડxકરોડ) પલ્યોનો સમય “સાગર” અથવા સાગરોપમ થાય છે. ४ सागरोवममेगं तु उक्कोसेण वियाहिया । पढमाए जहनेणं दसवाससहस्सिया ॥ तिण्णेव सागराऊ उक्कोसेण वियाहिया । तेत्तीससागराऊ उक्कोसेण वियाहिया । सत्तमाए जहत्रेणं बावीसं सागरोवमा ।। --૩. ૩૬. ૨૬ ૦-૨૬૬. Page #129 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦પ આવી છે એટલી જ તેની કાયસ્થિતિ પણ છે. બાકીની ક્ષેત્ર તથા કાલ સંબંધી બધી બાબતો ચતુરિન્દ્રિય જેવી જ છે. આ નારકી જીવોનાં દુ:ખ, મનુષ્યનાં દુઃખોની સરખામણીમાં ઘણાં જ વધારે છે અને નીચ-નીચેનાં નરકોનાં દુઃખ પૂર્વ-પૂર્વનાં નરકોની સરખામણીમાં અનેક ગણાં વધારે છે. આ નરકોમાં કેવા પ્રકારનાં કષ્ટો ભોગવવાં પડે છે તેનું વિશેષ વર્ણન આગળ ઉપર કરવામાં આવશે. તિર્યંચ-એકેન્દ્રિયથી શરૂ કરી ચાર ઇન્દ્રિયોવાળા જીવ તથા પંચેન્દ્રિયોમાં પશુ-પક્ષી વગેરેને તિર્યંચ કહેવામાં આવે છે. ઉત્પત્તિની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચોના બે ભેદ પડે છે. ૧. સંમૂર્ણિમ અને ર. ગર્ભજ. બંનેના વળી જલ, સ્થળ, અને આકાશમાં ચાલવાની શક્તિની અપેક્ષાએ ત્રણ-ત્રણ ભેદ પાડવામાં આવ્યા છે". १. देवे नेरइए य अइगओ उक्कोसं जीवो उ संवसे । इक्किक्कभवगहणे समयं गोयम मा पमायए ।। –૩. ૨૦. ૨૪. जा चेव उ आउठिई नेरइयाणं वियाहिया । सा तेसिं कायठिई जहन्नक्कोसिया भवे ॥ –૩. ૩૬. ૨૬૭. ૨ ક. ૩૬. ૧૫૮-૧૫૯, ૧૬૮-૧૬૯. 3 जहा इहं अगणी उण्हो इत्तोऽणंतगुणो तहिं । मरएसु वेयणा उण्हा अस्साया वेइया मए ।। –૩. ૨૧. ૪૮. તથા જુઓ - ઉ. ૧૯. ૪૯; પ્રકરણ ૨, નારકીય કષ્ટ. ४ पंचिदियतिरिक्खाओ दुविहा ते वियाहिया । समुच्छिमतिरिक्खाओ गमवक्कंतिया तहा ॥ –૩. ૩૬. ૨૭૦. जरायुजाण्डजपोतानां गर्भः । शेषाणा सम्मूर्च्छनम् । –ત. સૂ. ૨. રૂરૂ-રૂ૪. ५ दुविहा ते भवे तिविहा जलयरा थलयरा तहा । नहयरा य बोधव्वा तेसिं भेए सुणेह मे ॥ –૩. ૩૬. ૨૭૨. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ક. જલચર તિર્યંચ-જળમાં હાલવા-ચાલવાને કારણે તેને જળચર તિર્યંચ કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. તેનાં નામ આ પ્રમાણે છે-મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મક૨ અને સંસુમાર ખ. સ્થળચર તિર્યંચ- ભૂમિમાં ગતિ કરતાં હોવાથી તેને સ્થળચર તિર્યંચ કહેવામાં આવે છે. તેમાં કેટલાંક ચાર પગ વાળાં (ચતુષ્પાદ) અને કેટલાંક સરકનારાં (પરિસર્પ) છે. ચાર પગવાળામાં કેટલાંક એક ખરીવાળાં છે. (જેમકે અશ્વ વગેરે). કેટલાંક બે ખરીવાળાં છે (જેમકે ગાય વગેરે). કેટલાંક વર્તુળાકાર (ગંડીપદ-ગોળ પગવાળાં) છે (જેમકે હાથી વગેરે). તથા કેટલાંક નખયુક્ત પગવાળાં (સનખપદ) છે (જેમકે સિંહ વગેરે પશુ). સરકનારા જીવોમાં કેટલાંક ભુજાઓની સહાયથી સરકે છે (ભુજપરિસર્પ) જેમકે ઘો, ગરોળી વગેરે) અને કેટલાંક વક્ષસ્થળની સહાયથી સરકે છે. (ઉર:પરિસર્પ જેમકે સર્પ વગેરે) ગ. નભચર તિર્યંચ-આકાશમાં સ્વચ્છંદ રીતે વિચરવામાં સમર્થ જીવને નભચર તિર્યંચ કહેવામાં આવે છે. એવા જીવ મુખ્યત્વે ચાર પ્રકારના દર્શાવાયાં છે: ૧. ચર્મપક્ષી (ચામડાની પાંખવાળાં જેમકે ચામાચિડીયા) ૨. રોમપક્ષી (હંસ, ચકલી વગેરે) ૩. સમુદ્ગ પક્ષી (જેની પાંખ કાયમ અવિકસિત રહે છે અને ડબાના આકારની જેમ ઢંકાયેલી રહે છે) અને ૪. વિતતપક્ષી (જેની પાંખ સદાકાળ માટે ખુલ્લી રહે છે.) ૧૦૬ १. मच्छा य कच्छपा य गाहा य मगरा तहा । सुसुममारा य बोधव्वा पंचहा जलयराहिया || २ चउप्पया य परिसप्पा दुविहा थलयरा भवे । चउप्पया चउविहा ते मे कित्तयओ सुण || एगखुरा दुखुरा चेव गंडीपय सणप्पया । यमाई गोणमाई गयमाई सीहमाइणो || भुओरगपरिसप्पा य परिसप्पा दुविहा भवे । गोहाई अहिमाई य एक्केक्का रोगहा भवे ॥ 3 चम्मे उलोमपक्खी य तइया समुग्गपक्खिया । विययपक्खी य बोधव्वा पक्खिणो य चउव्विहा || -૩. ૨૬. ૧૭૨. --૩. ૩૬. ૧૭૨-૬૮૬. -૩. ૩૬. ૧૮૭. Page #131 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦૭ આ રીતે, આ બધા પંચેન્દ્રિય તિર્યંચ મુખ્યત્વે ત્રણ પ્રકારના છે. તેમની ઓછામાં ઓછી આવરદા અંતર્મુહૂર્ત તથા વધારેમાં વધારે આવરદા આ પ્રમાણે છેઃ જળચરની એક કરોડ પૂર્વ, સ્થળચરની ત્રણ પલ્યોપમ હોય છે અને નચરની પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણેની એમ દર્શાવવામાં આવ્યું છે. તેમની કાયસ્થિતિ ઓછામાં ઓછી અન્તર્મુહૂર્ત તથા વધારેમાં વધારે ક્રમશઃ પૃથકત્વપૂર્વ કરોડ, ત્રણ પલ્યોપમ સહિત પૃછ કોટિ તથા પલ્યોપમના અસંખ્યય ભાગથી અધિક પૃથક્વ પૂર્વ કોટિની દર્શાવવામાં આવી છે. શેષ ક્ષેત્ર અને કાલસંબંધી સર્વ બાબતો દ્વિન્દ્રિયાદિ પ્રમાણે છે. ૧ ૭૦૫૬૦૦૦ કરોડ વર્ષોનો એક “પૂર્વી થાય છે. બે થી શરૂ કરી નવ સુધી સંખ્યાને “પૃથક્' કહેવામાં આવે છે. તેથી પૃથપૂર્વનો અર્થ થાય : બે થી શરૂ કરી નવ પૂર્વની વચ્ચેની અવધિ. २ एगा य पुनकोडीओ उक्कोसेण वियाहिया । आउठिई जलयराणं अंतोमुहुत्तं जहन्निया ।। -૩. ૩૬. ૨૭. पलिओवमाई तिनि उ उक्कोसेण वियाहिया । आउठिई थलयराणं अंतोमुहुत्तं जहनिया ।। –૩. રૂ. ૧૮૪. पलिओवमस्स भागो असंखेज्जइमो भवे । आउठिई खहयराणं अंतोमुहुत्तं जहनिया ।। --૩. ૨૬. ૧૨૦. ३ पुवकोडिपुहुत्तं तु उक्कोसेण वियाहिया । कायठिई जलयराणं अंतोमुहुत्तं जहन्नयं ।। –૩. ૩૬. ૨૭૬. पलिओवमाइं तिनि उ उक्कोसेण वियाहिया । पुवकोडिपुहुत्तेण अंतोमुहत्तं जहनिया । कायठिई थलयराणं । -૩. ૨૬. ૨૮૬. असंखभागो पलियस्स उक्कोसेण उ साहिया. पुवकोडिपुहुत्तेण अंतोमुहुत्तं जहनिया । कायठिई खहयराणं । –૩ રૂ. ૨૨૬. ૪ ૩. ૩૧. ૨૭૩-૭૪, ૨૭૭૨૭૮, ૨૮ર-૨૮૩, ૧૮૬, ૨૮૮-૨૮૧, ૨૨૨-૨૨૩. Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મનુષ્ય- મધ્યલોકના અઢી દ્વીપ પ્રમાણ મનુષ્ય-ક્ષેત્રમાં નિવાસ કરનારી માનવજાતિનો આ કોટિમાં સમાવેશ થાય છે. તેના સુખાદિ વૈભવને જો કે દેવોના વૈભવની સરખામણીમાં અનંત ગણો હીન દર્શાવવામાં આવેલ છે છતાં, બધા સંસારી જીવોમાં તેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે તથા ચાર દુર્લભ અંગોની પ્રાપ્તિમાં મનુષ્ય જન્મ પણ એક અંગ ગણાય છેકે. પ્રત્યેક જીવનું ચરમ લક્ષ્ય એવો મોક્ષ મનુષ્ય જ મેળવી શકે છે. મનુષ્ય-પર્યાયની પ્રાપ્તિ વિશેષ પુણ્યકર્મથી થાય છેૐ. ગ્રન્થમાં ઉત્પત્તિ-સ્થાનની અપેક્ષાએ મનુષ્યોના તિર્યંચોની જેમ સંમૂર્ત્તિમ અને ગર્ભવ્યુક્રાંતિક (ગર્ભજ) એવા બે પ્રાકોર પાડવામાં આવ્યા છે”. ત્યારબાદ બંને પ્રકારના જીવોની કર્મભૂમિ, અકર્મભૂમિ તથા અંતદ્વીપના ક્ષેત્રો (૧૫+૩૦+૮+૭૩)માં રહેવાની અપેક્ષાએ તેને ક્ષેત્રોના પ્રકારોના આધારે ૧૦૮ १ एवं माणुस्सगा कामा देवकामाण अन्तिए । सहस्सगुणिया भुज्जो आउं कामा य दिव्विया ।। जहा कुसग्गे उदगं समुद्देण समं मिणे एवं माणुस्सा कामा देवकामाण अंतिए || તથા જુઓ - ઉ. ૭. ૨૪. २ चत्तरि परमंगाणि दुलहाणीह जन्तुणो । माणुसत्तं सुइ सद्धा संजमम्मि य वीरियं ॥ दुल्लु खलु माणसे भवे चिरकालेण वि सव्वपाणिणं તથા જુઓ – ઉ. ૧૦, ૧૬. 3 कम्माणं तु पहाणार आणुपुव्वी कयाइ उ । जीवा सोहिमणुप्पत्ता आययंत्ति मणुस्सयं ॥ તથા જુઓ - ઉ. ૩. ૬, ૨૦, ૨૦ .૧૧, ૨૨. ૩૮. ४ मणुया दुविहभेया उ ते मे कित्तयओ सुण । संमुच्छिमा य मणुया गव्भवक्कंत्तिया तहा ।। ~૩. ૭. ૧૨. –૩, ૭. ૨૨. ~૩. રૂ. ૧. –૩. ૧૦. ૪. —૩. રૂ. ૭. —૩. ૩૬. ૧૧૪. Page #133 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૦૯ મનુષ્યોના પણ તોંતેર પ્રકારો ગણાવવામાં આવ્યા છે. તેની ઓછામાં ઓછી આવરદા અન્તર્મુહૂર્ત તથા અધિકતમ આવરદા ત્રણ પલ્યોપમ દર્શાવવામાં આવી છે. એક જગ્યાએ તેનાથી ઓછી એટલે કે સો વર્ષની આવરદા દર્શાવવામાં આવી છે જે વર્તમાનની અપેક્ષાએ જનસામાન્યની આવરદા જણાય છે. કાયસ્થિતિ ત્રણા પલ્યસહિત પૃથક-પૂર્વ-કોટિ છે. એક સ્થળે કોઈપણ વ્યક્તિ દ્વારા સાત કે આઠ વાર સતત મનુષ્ય પર્યાયમાં જન્મ લેવાની સીમા દર્શાવવામાં આવી છે. શેષ ક્ષેત્ર, અન્તર્માન વગેરેનું વર્ણન ચતુરિન્દ્રિય જીવોની જેમ દર્શાવાયેલ છે. १ गब्भबक्कंतिया जे उ तिविहा ते वियाहिया । –૩. ૭. ૨૨૬. संमुच्छिमाण एसेव भेओ होई वियाहियो । -૩. ૩૬ ૧૬૭. વિશેષ માટે જુઓ – પૃ. ૫૭-૬૦ મધ્યલોકનું વર્ણન. २ पालिओवमाइं तित्रि य उक्कोसेण वियाहिया । आउठिई मणुयाणं अंतोमुहत्तं जहनिया ।। –8. ૨૬.૧૧. 3 जाणि जीयन्ति दुम्मेहा ऊणे वाससयाउए । –૩. ૭. ૧૩. ४ पालिओवमाइं तिनिउ उक्कोसेण वियाहिया । पुवकोडिपुहुत्तेणं अंतोमुहुत्तं जहनिया ।। મ ર્ફ મyયા..................... –૩. ૩૬. ૨૦૦-૨૦૨. ५ पंचिंदियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । सत्तट्ठभवगहणे समयं गोयम मा पमायए । –૩. ૨૦. ૨૩. અહીં “પંચિદિય’નો અર્થ તિર્યંચ અને મનુષ્ય એમ થાય છે કારણ કે દેવ અને નારકી પુન: તે જ કાયામાં ઉત્પન્ન થતાં નથી. ૬ ઉ. ૩૬. ૧૯૭-૧૯૮, ર૦૧-૨૦૨. Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧) ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન દેવ-સામાન્ય રીતે, પુણ્ય કર્મોના ફળને ભોગવવા માટે જીવ દેવ પર્યાયને પ્રાપ્ત કરે છે. પુણ્ય કર્મોના પ્રભાવથી મનુષ્ય પર્યાયની અને ખોટાં તપ વગેરેના પ્રભાવથી દેવ-પર્યાયની પણ પ્રાપ્તિ થાય છે. જે ખોટાં તપ વગેરેના પ્રભાવથી દેવ-ગતિને પ્રાપ્ત કરે છે તે ખૂબ જ નીચલી કોટિના દેવ ગણાય છે. સંભવતઃ તેમની સ્થિતિ મનુષ્યો કરતાં પણ વધારે ખરાબ હોય છે. તેથી સર્વ સામાન્ય દેવોની પરિભાષા આ શબ્દોમાં આપી શકાય છે: “જે ઉપવાદ જન્મવાળા તથા જન્મથી જ ઈચ્છાનુકૂળ શરીર ધારણ કરવાનું સામર્થ્ય (વેક્રિયક-શરીરધારી) ધરાવે છે તે સ્ત્રીને અને પુરુષને દેવ કહેવામાં આવે છે. જો કે મનુષ્ય પણ તપ વગેરેના પ્રભાવથી વૈક્રિયક-શરીર ધારણ કરી શકે છે પણ જન્મના પ્રભાવથી તેમ કરી શકતો નથી. જો કે નારકી જીવ ઉપવાદ-જન્મવાળા તથા જન્મથી જ વૈક્રિયક-શરીર ધારણ કરે છે પણ તે નપુંસક જ હોય છે. આ રીતે ઉપપાદજન્મવાળા (ઊંઘતામાંથી જાગતાની જેમ જે પલંગ પરથી ઊઠીને ઊભા થાય છે) સ્ત્રી-પુરુષ” એવું લક્ષણા પણ દેવો માટે આપી શકાય. કારણ કે મનુષ્યો અને તિર્યંચોનો ઉપપાદ-જન્મ થતો નથી તથા નારકી ઉપવાદ-જન્મવાળાં હોવા છતાં, સ્ત્રી કે પુરુષ હોતાં નથી. ઐશ્વર્ય, આવરદા, નિત્ય યૌવન, નિવાસ-ક્ષેત્ર વગેરેના આધારે દેવોનું સ્વરૂપ વર્ણવી શકાય નહીં કારણ કે મનુષ્યો વગેરેમાં પણ ઉત્કૃષ્ટ એશ્વર્ય આદિ જોવા મળે છે તથા કેટલાક નીચલી જાતિના દેવોની સ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. આવરદાની સરખામણીની દૃષ્ટિએ નારકી १ धीरस्स पस्स धीरत्तं सव्वधम्माणवत्तिणो । चिच्चा अधम्मं धम्मिट्टे देवेसु उववज्जई ॥ –૩. ૭. ૨૧. તથા જુઓ - ઉ. ૭. ર૧, ર૬, ૫. ૨૨, ર૬-૨૭. ૨ પરમાણું ય ! –૩. રૂ. ૨૨. અહીં પરમ અધાર્મિક દેવો ને ગણાવવાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક દેવ નીચલી કોટિના પણ હોય છે. તેથી કહેવામાં પણ આવ્યું છે કે : “પતી भावना भावयित्वा देवदुर्गतिं यान्ति, ततश्च च्युताः सन्तः पर्यटन्ति भवसागरमनन्तम् ।' ૩ જુઓ – પૃ. ૧૦૪. પા. ટિ. ૧. Page #135 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૧૧ જીવ પણ દેવોની સમાન આવરદાવાળા હોય છે. એ સિવાય, દેવોને અમર માનવામાં આવતા નથી. દેવોનો નિવાસ માત્ર ઊર્વલોકમાં જ નથી પણ મધ્યલોક અને અધોલોકમાં પણ તેઓનો નિવાસ છે. તેથી પ્રસ્થમાં દેવગતિ' નામનું એક કર્મ-વિશેષ સ્વીકારાયું છે અને તેના ઉદયથી જીવને દેવ-પર્યાયની પ્રાપ્તિ થાય છે. આ દેવોને મુખ્યત્વે ચાર ભાગમાં વિભક્ત કરવામાં આવે છે: ૧. ભવનવાસી (ભવનપતિ), ૨. ચન્તર (સ્વેચ્છાચારી), ૩. જ્યોતિષી (સૂર્ય વગેરે) તથા ૪. વૈમાનિક (વિશેષ પૂજનીય). તેના પેટા પ્રકારોની દૃષ્ટિએ ર૫ ભેદ પાડવામાં આવ્યા છે. એકત્રીશમા અધ્યયનમાં જે ૨૪ પ્રકારના દેવો (રૂપાદિક દેવો)૪ની સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટીકાકારોએ વૈમાનિક દેવોનો એક પ્રકાર માનીને ભવનવાસી વગેરે ચોવીશ દેવોને પણ ગણાવ્યા છે. ભવનવાસી દેવ-ભવનો (મહેલો)માં રહેવાને કારણે તથા તેના સ્વામી હોવાને કારણે તેમને “ભવનવાસી” અથવા “ભવનપતિ' કહેવામાં આવે છે. આહારવિહાર, વેશભૂષા વગેરે રાજકુમારો જેવાં હોવાને કારણે તેમને “કુમાર” શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. તેમની મુખ્ય દસ જાતિઓ છે: ૧ અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩ સુપર્ણકુમાર, ૪ વિઘુકુમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૧ જુઓ - પ્રકરણ ૨, કર્મ-વિભાજન. २ देवा चउब्दिहा वुत्ता ते मे कित्तयओ सुण । भोमिज्ज वाणमंतर जोइस वेमाणिया तहा ।। –૩. રૂદ્. ૨૦ રૂ. તથા જુઓ - ઉ. ૩૪. પ૧. 3 दसहा उ भवणवासी अट्ठहा वणचारिणो । पंचविहा जोइसिया दुविहा वेमाणिया तहा ।। –૩. ૩૬. ર૦૪. ४ रूवाहिएसु सुरेसु य । –૩. રૂ. ૨૬. ૫ ૩. મ. ટી., . ૨૩૨૨;૩. ને , પૃ. ૩૪૮. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૭ ઉદધિકુમાર, ૮ દિકકુમાર, ૯ વાયુકુમાર અને ૧૦ સ્વનિતકુમાર'. તેમનો નિવાસ અપોલોકની પ્રથમ પૃથ્વીનો મધ્યભાગ માનવામાં આવેલ છે. વ્યન્તર દેવ-તેમને “વાણાવ્યન્તર' તથા “વનચારી' દેવ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દેવ ત્રણે લોકમાં સ્વેચ્છાપૂર્વક ભ્રમણ કરતાં કરતાં, પર્વત, વૃક્ષ, વન વગેરેના ગુફા બખોલ જેવાં સ્થળોમાં રહે છે. તેમની મુખ્ય આઠ જાતિઓ દર્શાવવામાં આવી છે-૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંપુરુષ, ૭. મહોર, અન ૮. ગન્ધર્વ. જેમના ઉપર આ દેવો પ્રસન્ન થાય છે તેમની રક્ષા, સેવા વગેરે પણ કરે છે? જ્યોતિષી દેવ-જ્યોતિ રૂપ હોવાને કારણે તેમને જ્યોતિષી દેવ કહેવામાં આવે છે. સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહ અને તારાઓના ભેદથી તેમના મુખ્યત્વે પાંચ પ્રકાર દર્શાવાયા છે. આ દેવોમાંથી કેટલાક સ્થિર છે અને કેટલાક ગતિમાન. મનુષ્ય-ક્ષેત્રના જ્યોતિષી દેવ ગતિમાન છે. તેમના ગમનથી જ ઘડિયાળ, ઘંટ વગેરે રૂપે સમયનું જ્ઞાન થાય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર રહેલા જ્યોતિષી દેવ સ્થિર હોય છે. તેથી કાલદ્રવ્યને મનુષ્ય-ક્ષેત્રપ્રમાણ કહેવામાં આવેલ છે. સૂર્ય ચંદ્ર વગેરે રૂપે જે આ દેવોના પ્રકારો ગણાવવામાં આવ્યા છે તે તેમના નિવાસસ્થાનની અપેક્ષાએ પાડેલ છે. १ असुरा नागसु वण्णा विज्जू अग्गी य आहिया । दीवोदहिदिसा वाया थणिया भवणवासिणो । –૩. રૂદ્. ૨૦૧. २ पिसायभूया जक्खा य रक्खसा किन्नराकिंपुरिसा । महोरगा य गंधव्वा अट्ठविहा वाणमंतरा ।। –૩. ૩૬. ૨૦૬. તથા જુઓ – પૃ. ૧૧૧, પા. ટિ. ૩. ૩ એજન ४ जक्खा हु वेयावडियं करेन्ति । ૩. ૨૨. ૩૨. ५ चंदासूरा य नक्खत्ता गहा तारागणा तहा । ठियावि चारिणो चेव पंचहा जोइसालया ।। –૩. ૩૬. ૨૦૭. Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૧૩ ભવનવાસી વગેરે ત્રણ પ્રકારના દેવોની અધિકતમ આવરદા ક્રમશ: સહેજ અધિક એક સાગર, એક પલ્યોપમ અને લાખ વર્ષ અધિક પલ્યોપમ છે. નિમ્નતમ આવરદા ક્રમશઃ દસ હજાર વર્ષ, દસ હજાર વર્ષ અને પલ્યોપમનો આઠમો ભાગ છે. એમની કાયસ્થિતિ, આવરદા (ભવસ્થિતિ) જેટલી છે કારણ કે નારકી જીવોની જેમ દેવ પણ મૃત્યુ પામીને ફરીથી દેવ થતા નથી. દેવ મૃત્યુ બાદ મનુષ્ય કે તિર્યંચ થાય છે. તેથી દેવોની આવરદા કરતા તેમની કાયસ્થિતિ જુદી હોતી નથી એમ દર્શાવવામાં આવ્યું છે. તેઓની અન્તર્માન, ત્રસ્થિતિ વગેરે બધી બાબતો મનુષ્ય જેવી જ છે. માનિક દેવ- વિશેષ રૂપે માનનીય (સમાનાર્ડ) હોય તથા વિમાનોમાં નિવાસ કરવાને કારણે આ દેવોને વૈમાનિક કહેવામાં આવે છે. આ જ દેવોને ખ્યાલમાં રાખીને મોટે ભાગે દેવોનાં ઐશ્વર્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. તે કલ્પોત્પન્ન અને કલ્પાતીત એમ બે પ્રકારના છે. ક. કલ્પોત્પન્ન વેમાનિક દેવ- કલ્પ” શબ્દનો અર્થ થાયઃ મર્યાદા અથવા કલ્પવૃક્ષ (જે ઈચ્છા કરવા માત્રથી અભીષ્ટ વસ્તુનું પ્રદાન કરે છે). તેથી જે અભીષ્ટ ફળ દેનારા આ કલ્પોમાં ઉત્પન્ન થાય છે તેમને કલ્પોત્પન્ન દેવ કહેવામાં આવે છે. ઇન્દ્ર વગેરેની કલ્પના કલ્પોત્પન્ન દેવોમાં જ થાય છે. કારણ કે તેનાથી ઉપરના બધા દેવોને અહમિન્દ્ર” કહેવામાં આવે છે. તેથી સ્વામી-સેવક ભાવ અહીં જ હોય છે. તેનાથી ઉપર નથી હોતો. કલ્પોની સંખ્યા બારની १ साहियं सागरं एक्कं उक्कोसेण ठिई भवे । पलिओवमट्ठभागो जोइसेसु जहन्निया । -૩. ૩૬. ૨૧૮-૨૨૦. २ जा चेव उ आउठिई देवाणं तु वियाहिया । सा तेसि कायठिई जनुकोसिया भवे ।। –૩. ૩૬. ૨૪૪. તથા જુઓ - મૃ. ૧૦૫, પા. ટિ. ૧. ૩ ઉ. ૩૬. ર૧૬-૧૭, ૨૪૮. ४ वेमाणिया उ जे देवा दुविहा ते वियाहिया । कप्पोवगा य बोधव्वा कप्पाईया तहेव य ।। -૩. ૩૬. ૨૦૮. Page #138 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન હોવાથી તેમના પણ બાર પ્રકારો ગણાવવામાં આવ્યા છે'. તેનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે : સૌધર્મ, ઈશાન, સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક (લાન્તવ), મહાશુક્ર સહસ્રાર, આનત, પ્રાાત, આરણ અને અચ્યુત. આ બધાં ક્રમશ: ઊર્ધ્વલોકની ઉપર આવેલ છે. ૧૧૪ ખ. કલ્યાતીત વૈમાનિક દેવ- કલ્પ એટલે કે મર્યાદા તથા સ્વામી-સેવકભાવથી રહિત હોવાને લીધે આ દેવોને કલ્પાતીત ગાવામાં આવ્યા છે. તેમના બે પ્રકારો છે. ત્રૈવેયક અને અનુત્તરૐ. ૧. પ્રૈવેયક- જે રીતે ગ્રીવા (ડોક)માં કિમતી હાર વગેરે આભૂષણ પહેરવામાં આવે છે તેમ જે પુણ્યશાળી જીવ લોકની ગ્રીવારૂપ ઉપરના ભાગમાં નિવાસ કરે છે. તેમને ત્રૈવેયક કહેવામાં આવે છે. તેમની સંખ્યા નવની દર્શાવાઈ છે અને તે ત્રણ ત્રિકો (અધોભાગના ત્રણ વિભાગ, મધ્યભાગના ત્રણ ભાગ તથા ઊર્ધ્વભાગના ત્રણ ભાગ)માં વિભક્ત થયેલ છે. ૨. અનુત્તર- અનુત્તર એટલે શ્રેષ્ઠ. એમના જેવું ઐશ્વર્ય અન્ય કોઈ સંસારી જીવનું ન હોવાથી તેમને અનુત્તર દેવ કહેવામાં આવે છે. તેમના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ". આગલા ભવમાં નિયમપૂર્વક મુક્ત થનારા જીવ જ અનુત્તર દેવલોકને પ્રાપ્ત કરે છે. તેમની ઉપર અન્ય દેવોનો નિવાસ હોતો નથી. ૧ આ વિષયમાં દિગંબર-શ્વેતાંબરના મતભેદ માટે જુઓ ત. સૂ. ૪. ૧૯ ઉપર પં. ફુલચંદ્ર શાસ્ત્રી અને પં. સુખલાલ સંઘવીની ટીકાઓ. २ कप्पोवगा बारसहा सोहम्मीसाणगा तहा । सकुमारमाहिंदा बम्भलोगा य लंतगा || महासुक्का सहस्सारा आणया पाणया तहा । आरणा अच्चुया चेव इइ कप्पोवगा सुरा ।। 3 कप्पाईया उ जे देवा दुविहा ते वियाहिया । विज्जाणुत्तरा.. ।। ४ गेविज्जा नवविहा तहिं .. ..ય મેવિન્દ્ર સુરા | તથા જુઓ - ઉ. આ. ટી., પૃ. ૧૭૭૨. ५. विजया वेजयंता य जयंता अपराजिया | सव्वत्थसिद्धिगा चैव पंचाणुत्तरा सुरा ॥ —૩. રૂ૬. ૨૦૬-૨૧૦. —૩. ૩૬. ૨૧. ૩. રૂ૬. ૨૧-૨૧૪. ૧૩. રૂ૬. ૨૧૪-૨૧૬. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૧૫ આ છવ્વીશ પ્રકારના વૈમાનિક દેવોમાંથી પ્રથમ સાત દેવો (સૌધર્મથી શરૂ કરી મહાશુક્ર સુધીના)ની અધિકતમ આવરદા ક્રમશ: બે સાગર, સહેજ અધિક બે સાગર, સાત સાગર, સહેજ અધિક સાત સાગર, દસ સાગર, ચૌદ સાગર, સત્તર સાગરની દર્શાવવામાં આવી છે. ત્યાર પછીના સહસાર દેવથી લઈ નવ ગ્રેવેયક સુધીની ક્રમશઃ એક એક સાગર વધારતાં એકત્રીશ સાગર સુધીની છે. પાંચેય પ્રકારના અનુત્તરવાસી દેવોની અધિકતમ આવરદા તેત્રીશ સાગર છે. સૌધર્માદિમાં શરુઆતના પાંચ દેવોની ઓછામાં ઓછી આવરદા ક્રમશ: એક પલ્યોપમ, એક પલ્ય કરતાં સહેજ વધારે, બે સાગર, બે સાગરથી વધારે, અને સાત સાગર છે. ત્યાર પછીના ચાર અનુત્તર સુધીનાની બાબતમાં, પૂર્વ-પૂર્વના દેવોની ઉત્કૃષ્ટ આવરદા પછી-પછી આવતા દેવોની ઓછામાં ઓછી આવરદા હોય છે એમ દર્શાવવામાં આવ્યું છે. સર્વાર્થસિદ્ધિના દેવોની અધિકતમ તથા નિમ્નતમ આવરદા તેત્રીશ સાગરની જ દર્શાવવામાં આવેલ છે. જો કે ગ્રંથમાં ક્યાંક ક્યાંક દેવોની આવરદા અનેક વર્ષનયુત તથા સો દિવ્ય વર્ષની પણ દર્શાવવામાં આવી છે. પણ એ સામાન્ય કથનની અપેક્ષાએ १ दो चेव सागराई उक्कोण वियाहिया । सोहम्मम्मि जहनेणं एगं च पलिओवमं । अजहन्नमणुक्कोसा तेत्तीसं सागरोवमा । महाविमाणे सव्वट्टे ठिई एसा वियाहिया । –૩. ૩૬. ૨૨-૨૪રૂ. ૨ અનેકવર્ષનયુત - ૮૪ લાખ વર્ષોનો એક “પૂર્વાગ' થાય છે. એક પૂર્વાંગને ચોરાશી લાખથી ગુણાતાં એક “પૂર્વી થાય છે. તેને એજ સંખ્યાથી ગુણતાં એક નયુતાંગ' થાય છે. તેને વળી એ સંખ્યાથી ગુણતાં એક “નયુત” થાય છે. એવા અસંખ્ય વર્ષોવાળા નયુતને “અનેકવર્ષનયુત' કહેવામાં આવે છે. -. આ. ટી., પૃ. ૨૮૦. 3 अणेगवासानउया जा सा पण्णावओ ठिई । जाणि जीयन्ति दुम्मेहा ऊणे वाससयाउए । –૩. ૭. ૨૩. अहमासी महापाणे जुइमं वरिससओवमे ।। जा सा पालीमहापाली दिव्वा वरिससओवमा ।। –૩. ૨૮. ૨૮. Page #140 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન માનવામાં આવેલ છે. સૌધર્મ દેવથી લઈ સહસ્રાર દેવ સુધી અધિકતમ અન્તર્માન અનંતકાળ સુધીનું છે તથા નિમ્ન અંતર્માન અન્તર્મુહૂર્ત સુધીનું છે. આનતથી લઈ નવઐવેયક સુધીનું નિમ્ન અન્તર્માન પૃથક્ વર્ષનું છે. કારણ કે આ દેવ મૃત્યુ પામીને એશ્વર્ય સંપન્ન મનુષ્ય જ થાય છે. તેનું ઉત્કૃષ્ટ અંતર્માન અનંતકાળનું છે'. પ્રથમ ચાર અનુત્તર દેવોનું નિમ્ન અંતર્માન પૃથક્ કાળનું છે તથા અધિકતમ અન્તર્માન સંધ્યેય સાગરનું છે. સર્વાર્થસિદ્ધ દેવ એકભવાવતારી હોય છે. તેઓ પોતાનું આયુષ્ય પૂરું કરીને મૃત્યુ બાદ મનુષ્ય તરીકે જન્મે છે અને મનુષ્ય-જન્મ પછી નિયમ-પૂર્વક મુક્ત થાય છે. તેથી તેમના અન્તર્માનનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. બાકીની ક્ષેત્રાદિ સંબંધી બધી બાબતો ભવનવાસી વગેરે દેવો સાથે સામ્ય ધરાવે છે. ૧૧૬ દેવોના વિષયમાં કેટલીક બીજી જાણવા જેવી બાબતો: આ દેવો અજર હોવા છતાં અમર નથી. કારણ કે એક નિશ્ચિત આયુષ્ય બાદ, મનુષ્ય કે તિર્યંચ ગતિમાં જન્મ લઈ પોતાનાં શેષ કર્મોનું ફળ તેઓ અવશ્ય ભોગવે છેă. દેવોનું આયુષ્ય ઘણું વધારે હોવાથી તેમને અમર ગણવામાં આવે છે. સર્વાર્થસિદ્ધિના દેવો પણ દેવોમાં સર્વોત્તમ હોવા છતાં, પોતાનું આયુષ્ય પૂરું થતાં, મનુષ્યલોકમાં જન્મ લે છે. ‘ગીતા'માં પણ કહેવામાં આવ્યું છે કે : પુણ્યકર્મ ક્ષીણ થઈ જતાં દેવ વિશાળ સ્વર્ગલોકમાંથી મનુષ્યલોકમાં પ્રવેશે છે'. આ દેવ પોત પોતાનાં 00 १. अनंतकालमुक्कोसं अंतोमुहुत्तं जहन्नयं । विजढम्मि सए काए देवाणं हुज्ज अंतरं ॥ अणंतकालमुक्कोसं वासपुहुत्तं जन्नयं । आणयाईण देवाणं विज्जाणं तु अंतर || २ संखेज्जसागरुक्कोसं वासपुहुत्तं जहन्नयं । अणुत्तराणं देवाणं अंतरेयं वियाहियं ॥ ૩ ૩. ૩૬. ૨૧૬-૨૧૭, ૨૪૮. ૪ ૯. ૧૪. ૧-૨, ૩. ૧૪, ૧૬; ૯. ૧; ૧૩. ૧૬ ૧૯. ૮. ५. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् । क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति ॥ ---૩. ૩૬. ૨૪-૨૪૬. —–૩. ૨૬. ૨૪૭. —ગીતા ૧. ૨૬. Page #141 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૧૭ બાકી રહેલાં પુણ્ય-કર્મો અનુસાર મનુષ્ય લોકમાં સાંસારિક મનુષ્ય સંબંધી દસ પ્રકારનાં એશ્વર્યોને પ્રાપ્ત કરે છે. એમનાં ઐશ્વર્ય અને પ્રભાવ સામાન્ય મનુષ્યો કરતાં ચઢિયાતાં હોય છે. એમનાં એશ્વર્યોપભોગ સંબંધી દસ સાધનોનાં નામ આ પ્રમાણે છે: ૧ ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્ય, પશુ વગેરેનો સમૂહ. ૨ મિત્ર, ૩ સંબંધીજનો, ૪ ઉચ્ચગોત્ર, ૫ સુન્દરૂપ, ૬ નિરોગી શરીર, ૭ મહાપ્રાજ્ઞ, ૮ વિનય, ૯ યશ અને ૧૦ બળ'. આ રીતે, એ જીવો મનુષ્યલોકમાં આવીને જો વિશુદ્ધ આચારનું પાલન કરે તો મોક્ષ પ્રાપ્ત કરવા સમર્થ બને છે. જો વિશુદ્ધ આચારનું પાલન ન કરે તો તેમને સંસારચક્રમાં ભટકતા હેવું પડે છે?. જે રીતે મનુષ્યો અને તિર્યંચોનું, ઝેર ખાવા વગેરેથી અકાળમરણ જોવા મળે છે તે રીતે દેવોનું અકાળમરણ થતું નથી. તે પોતાના પૂર્ણ આયુષ્યને ભોગવીને જ મૃત્યુ પામે છે. એમનાં ઐશ્વર્ય અને આયુષ્ય આગળ મનુષ્યોનાં એશ્વર્ય અને આયુષ્ય તણખલાના અગ્રભાગ ઉપર રહેલ જળબિન્દુની જેમ નહીંવત છે. સાધારણ મનુષ્યો કરતાં ચક્રવર્તી રાજાઓનું એશ્વર્ય અનેકગણું વધારે હોય છે અને દેવોનું ઐશ્વર્ય તેમનાથી પણ અનેકગણું વધારે હોય છે. તેમનું તેજ અનેક સૂર્યો કરતાં પણ વધારે હોય છે તથા તેઓ ઈચ્છાનુસાર શરીર ધારણ કરી શકે છે . સૌધર્મ દેવલોકથી લઈ અનુત્તર દેવલોક સુધી દેવોનાં યશ, १ तत्थ ठिच्चा जहाठाणं जक्खा आ उक्खए चुया । उवेन्ति माणुस जोणि सदसंगेऽभिजायए ।। તથા જુઓ - ઉ. ૩. ૧૯-૧૮; ૭. ૨૭. २ भोच्चा माणुस्सए भोए अप्पडिरूवे अहाउयं । पुव्वि विसुद्ध सद्धम्मे केवलं बोहि बुज्झिया || તથા જુઓ - પૃ. ૧૦૮, પા. ટિ. ૧. ४ विसालिसेहिं सीलेहिं जक्खा उत्तर उत्तरा । महासुक्का व दिप्ता मन्त्रंता अपुणच्चयं ॥ —૩. રૂ. ૧૬. ૩. રૂ. ૬૬. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના પ્રકાશ, એશ્વર્ય વગેરે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે તથા મોહ કે જે સંસારનો હેતુ છે તે ધીમે ધીમે ઓછો થઈ જાય છે. અસુર, યક્ષ, રાક્ષસ, પિશાચ વગેરે નીચલી કોટિના દેવ ગણાય છે. તેથી ગ્રંથમાં જ્યાં દેવોનાં ઐશ્વર્ય વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે તે શ્રેષ્ઠ દેવોને ખ્યાલમાં રાખીને કરવામાં આવ્યું છે એમ સમજવું. આ રીતે, ચેતન અને અચેતન-રૂપ છ દ્રવ્યોનું વર્ણન કરવામાં આવ્યું. દ્રવ્ય-લક્ષણ છ દ્રવ્યોનું પૃથક પૃથક સ્વરૂપ જાણ્યા બાદ પ્રશ્ન થાય કે આખરે દ્રવ્યનું સ્વરૂપ કેવું છે? શાને આધારે આ છ દ્રવ્યોમાં જ દ્રવ્યતા છે! જૈન દર્શનમાં ઉત્પાદ, વિનાસ અને ધ્રુવતા એ ત્રણ વિશેષણોથી વિશિષ્ટ સત્તા જેને મળી હોય તેને “દ્રવ્ય' કહેવામાં આવે છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે દ્રવ્ય સતરૂપ છે, અભ:વાત્મક નથી. તે વેદાન્તીઓના કહેવા પ્રમાણે કૂટસ્થ-નિત્ય તથા બોદ્ધોના કહેવા પ્રમાણે એકાન્તતઃ અનિત્ય નથી. વાસ્તવિક રીતે દ્રવ્ય નિત્ય હોવા છતાં પણ પ્રતિક્ષણો કંઈક ને કંઈક પરિવર્તન પામે છે. આ પરિવર્તનો થવા છતાં, દ્રવ્યની નિત્યતામાં વાંધો આવતો નથી. १ उत्तराई विमोहाइं जुइमन्ताऽणुपुल्बसो । समाइण्णाइं जक्खेहिं आवासाइं जसंसिणो ।। –3. ૬. ર૬. २ सत् द्रव्यलक्षणम् । उत्पादव्ययध्रौव्ययुक्तं सत् । –7. ખૂ. ૫. ર૧-૩૦. ૩ જેમ સોનાના પિંડમાંથી ઘટ બનાવવામાં આવે ત્યારે પિંડરૂપ પર્યાયનો વિનાશ, ઘટરૂપ પર્યાયની ઉત્પત્તિ અને સુવર્ણરૂપતાની સ્થિરતા ટકી રહે છે તેમ જ દ્રવ્યમાં અનેક પરિવર્તનો થાય છતાં પણ ધ્રુવોશ સર્વથા નાશ પામતો નથી. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૧૯ આમ, દ્રવ્યની આ પરિભાષા પ્રમાણે, દ્રવ્યમાં પરસ્પર બે વિરોધી અંશો છે. ૧. નિત્ય (ધ્રુવ) અને ૨. અનિત્ય (ઉત્પાદ અને વ્યય). નિત્યાંશને “ગુણ' કહેવામાં આવે છે અને અનિત્યાંશને પર્યાય' (અવસ્થા-વિશેષ) કહેવામાં આવે છે. આ બંને અંશ દ્રવ્યથી સર્વથા પૃથક્ નથી કારણ કે ધ્રુવાંશ, પરિવર્તનના અભાવમાં અને પરિવર્તન રૂપ અંશ, ધ્રુવાંશના અભાવમાં નોંધપાત્ર બને નહિ. તેથી “ગુણ’ અને ‘પર્યાયને માત્ર સમજાવી શકાય છે પણ દ્રવ્યમાં તેની પૂથક પૃથક સ્થિતિ દર્શાવી શકાતી નથી. જેમકે અમુક દ્રવ્યાંશ ગુણરૂપ છે અને અમુક પર્યાય રૂપ છે. જે રીતે ગુણ અને પર્યાયોને દ્રવ્યથી પૃથક્ પૃથક્ દર્શાવી શકાતા નથી તે રીતે ગુણા અને પયાર્યોથી પૂથક પૃથક એવા દ્રવ્યને પણ દર્શાવી શકાતું નથી કારણ કે ગુણ અને પર્યાયોથી પૃથક દ્રવ્ય કંઈ જ નથી. તેથી તત્ત્વાર્થસૂત્ર'માં જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય એમ કહેવામાં આવ્યું છે. દ્રવ્યમાં થતી અનુગતાકાર (અભેદાકાર, સમાનાકાર) પ્રતીતિ તો ગુણ છે અને ભૂદાકાર પ્રતીતિ પર્યાય છે. “ગુણ' દ્રવ્યના નિત્ય-ધર્મ છે અને પર્યાયો આગન્તુક ધર્મ છે. ગુણ' દ્રવ્ય-સ્વરૂપ છે અને પર્યાયો તેની ઉપાધિ છે. દ્રવ્યની જેમ ગુણોના પણ પર્યાયો હોય છે અને પર્યાયોના પણ પેટા પર્યાયો હોય છે. ગુણ અને પર્યાય-બંને દ્રવ્યનાં અંગ છે અને દ્રવ્યના આશ્રયે રહે છે. માટે, ગુણ અને પર્યાયોની સાથે દ્રવ્યનો અંગાંગિભાવ તથા આશ્રયાશ્રયિભાવ સંબંધ છે. તેના આ સંબંધને સંયોગ-સંબંધ કહી ન શકાય કારણ કે એકબીજાથી છૂટી પાડી શકાય તેવી વસ્તુઓમાં જ સંયોગસંબંધ હોય છે. આ રીતે ગુણા અને પર્યાયોની દ્રવ્યથી સર્વથા પૃથક્ સ્થિતિ ન હોવાથી આપણે તેમાં તાદાત્મયસંબંધનો સ્વીકાર કરી શકીએ છીએ. ગુણોનો દ્રવ્યની સાથે નિત્ય-સંબંધ હોવાથી ગ્રંથમાં દ્રવ્યનું લક્ષણા આપતાં કહેવાયું છે કે જે “ગુણોનું આશ્રય હોય તે દ્રવ્ય”. ગુણ કોઈને કોઈના આશ્રયે १ गुणपर्यायवद्रव्यम् । –7. . ૧. ૨૮. २ गुणाणमासवो दव् । –૩. ૨૮. ૬. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન રહે છે અને તે જેના આશ્રયે રહે છે તે ‘દ્રવ્ય' છે. આ પરિભાષા મુજબ ગ્રન્થનો આશય એવો નથી કે દ્રવ્યમાં માત્ર ગુણો જ રહે છે કારણ કે દ્રવ્યમાં પર્યાયો પણ રહે છે. તેથી પર્યાયનું લક્ષણ આપતાં લખવામાં આવ્યું છે કે ‘જે દ્રવ્ય અને ગુણ-બંનેના આશ્રયે રહે તે પર્યાય↑ આમ, ગ્રંથમાં વિસ્તારરુચિ સમ્યગ દર્શનના પ્રકરણમાં દ્રવ્યના સર્વ ભાવોને જાણવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેરે. આમ કહેવાનું તાત્પર્ય એ કે વિસ્તાર રુચિવાળાને દ્રવ્યમાં રહેનારી સમસ્ત પર્યાયોનું જ્ઞાન છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં પણ દ્રવ્યનું લક્ષણ ‘ગુણપર્યાયયુક્ત’ એવું સ્વીકારવામાં આવ્યું છે તેથી સ્પષ્ટ થાય છે કે ગુડ્ડાની જેમ પર્યાય પણ દ્રવ્યામિશ્રિતિ છે. ગુણોની સરખામણીમાં પર્યાયોની બાબતમાં એટલી વિશેષતા છે કે તે દ્રવ્યામિશ્રિતિ જ હોય એમ નથી પણ ગુણાશ્રિત પણ હોય છે. ગુણ એકમાત્ર દ્રવ્યના જ આશ્રયે રહે છે માટે ગ્રંથમાં દ્રવ્યના લક્ષણમાં માત્ર ગુણનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે. આ રીતે સિદ્ધ થાય છે કે દ્રવ્ય ન તો ફૂટસ્થ નિત્ય છે અને ન તો એકાન્તઃ અનિત્ય છે પણ ગુણોની સરખામણીમાં નિત્ય અને અપરિવર્તનશીલ છે તથા પર્યાયોની સરખામણીમાં અનિત્ય અને પ્રતિક્ષા પરિવર્તનશીલ છે. જે એકમાત્ર દ્રવ્યના આશ્રયે રહે છે તેને ‘ગુણ' કહેવામાં આવે છે. જેમકેજીવમાં રહેનાર જ્ઞાનાદિ ગુણ છે. વૈશેષિક દર્શનની જેમ ગુણોની સંખ્યા નિયત પણ નથી અને દ્રવ્યથી પૃથક્ એવી તેની સત્તા પણ નથી. ગુણોને કેવળ દ્રવ્યામિશ્રિતિ કહેવાથી એમ પણ સિદ્ધ થાય છે કે ગુણ સ્વત: નિર્ગુણ છે. એટલે કે ગુણોમાં ગુા રહેતા નથી. માટે, પરવર્તી કાળમાં ગુણોનું લક્ષણ આપતાં કહેવાયું છે કે જે દ્રવ્યામિશ્રિતિ તો હોય પણ જે સ્વતઃ નિર્ગુણ હોય १. लक्खणं पज्जवाणं तु उभओ अस्सिया भवे । २ दव्वाण सव्वभावा । 3 एगदव्वस्सिया गुणा । ४ रूपरसगन्ध. ..સંરાચતુર્વિતિનુંળા:// ૫ પૃષ્ઠ ૧ર૧ નં. ૧ને અહીં છાપો –૩. ૨૮. ૬. —૩. ૨૮. ૨૪. -૩. ૨૮. ૬. —ત મં. પૃ. ૨. Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર તે ગુણ. આ ગુણ દ્રવ્યના સહભાગી નિત્ય-ધર્મ છે તથા દ્રવ્યના સ્વરૂપાધાયક પણ છે. તેથી ગુણ અને દ્રવ્યને સર્વથા ભિન્ન કે અભિન્ન ન માનીને શક્તિ અને શક્તિશાળીની જેમ ભિન્નાભિન્ન સમજવા જોઈએ'. પર્યાયઃ દ્રવ્ય અને ગુણ એ બંનેના આશ્રિત રહેનાર ધર્મને ‘પર્યાય' કહેવામાં આવે છેરું. પર્યાયો દ્રવ્ય અને ગુણની વિભિન્ન અવસ્થાઓ છે. ગુણ અને પર્યાયોમાં મુખ્ય તફાવત એ છે કે ગુણ (વસ્તુત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે) સંપૂર્ણ દ્રવ્ય અને તેની સમસ્ત પર્યાયોમાં વ્યાપ્ત થઈને રહે છે પણ પર્યાયો તેમ રહેતી નથી. અર્થાત્ ગુણ દ્રવ્યની સાથે કાયમ રહે છે અને પર્યાયો કાયમ દ્રવ્યમાં એક રૂપે રહેતી નથી પણ ક્રમે ક્રમે બદલાયા કરે છેTM. ગુણોની જેમ પર્યાયોની પણ નિયત એવી કોઈ સીમા નથી. તે પ્રત્યેક ક્ષણે ઉત્પન્ન થાય છે અને વિનાશ પામ્યા કરે છે. કેટલીક પર્યાયો કે જે એક ક્ષા કરતાં વધારે સમય સુધી ટકે છે તેની પોતાની અવાન્તર પર્યાયો પણ હોય છે. આમ, પર્યાયો દ્રવ્યાશ્રિત, ગુણાશ્રિત અને એ રીતે પર્યાયશ્રિત પર્યાયની પણ હોય છે. દીર્ઘકાળ સ્થાયી અન્ય પર્યાયની આશ્રય એવી પર્યાય કોઈ ને કોઈ ગુણ કે દ્રવ્યના આશ્રયે અવશ્ય રહે १. द्रव्याश्रया निर्गुणा गुणा: —7. યૂ. ૫. ૪૬. પૃષ્ઠ ૧૨૦ ઉપર ૫માં ક્રમમાં २ जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं पकुव्वंति ॥ अविभत्तमणण्णत्तं दव्वगुणाणं विभत्तमण्णत्तं । णिच्छति णिच्चयण्हू तव्विवरीदं हि वा तेसिं ॥ ૧૧ —પંચાસ્તિાય, ગાથા ૪૪, ૪૬. ૩ જુઓ - પૃ. ૧૨૦, પા. ટિ. ૧. ४ यावद्द्रव्यभाविनः सकलपर्यायानुवर्तिनो गुणाः वस्तुत्व-रूप-रस- गन्ध-स्पर्शादयः । मृद्द्द्रव्यसम्बन्धिनो हि वस्तुत्वादयः पिण्डादिपर्यायाननुवर्त्तन्ते, न तु पिण्डादय: स्थासादीन् । तत एव पर्यायाणां गुणेभ्यो भेदः । यद्यपि सामान्यविशेषौ पर्यायो तथापि सङ्केतग्रहणनिबन्धनत्वाच्छव्दव्यवहारविषय्वाच्चागमप्रस्तावे तयोः पृथग्निर्देश: । —ન્યાયીપિત્ર, પૃ. ૧૨-૧૨૨. Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧રર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છે તેથી પર્યાયના લક્ષણમાં પર્યાયને ગુણ અને દ્રવ્યની જ આશ્રિત દર્શાવેલ છે. ગુણ અને દ્રવ્યમાં જે અનેક પ્રકારનાં પરિવર્તનો દેખાય છે તે સર્વ પર્યાયોનાં જ પરિવર્તનો છે. તેથી પ્રસ્થમાં એકત્વ, પૃથકત્વ, સંખ્યા, આકાર (સંસ્થાન), સંયોગ અને વિયોગ આ સહુને પર્યાયરૂપ માનેલ છે. ઘર વગેરેમાં જે ભેદવ્યવહાર થાય છે તે પર્યાયને લીધે જ થાય છે. પર્યાયોની પણ પેટાપર્યાયો સ્વીકારવાને લીધે પર્યાયો સર્વથા અનિત્ય નથી. વાસ્તવમાં પર્યાયો દ્રવ્યની ઉપાધિ છે અને દ્રવ્ય ઉપાધિમાન છે. તેથી બંનેમાં ભેદ હોવા છતાં પણ કંઈક અભેદ પણ છે. આ રીતે દ્રવ્ય, ગુણ અને પર્યાયનાં સ્વરૂપ અરસપરસ એટલાં હળીમળી ગયાં છે કે તેને સહેલાઈથી સમજી શકાય તેમ નથી, તેને અરસપરસમાં સંમિલિત રૂપે દર્શાવવાનો હેતુ એ છે કે એકાન્ત રૂપે તેમને ભિન્ન કે અભિન્ન ન માનવામાં આવે. કારણ કે દ્રવ્ય, ગુણ અને પર્યાયો અંદરોઅંદર કોઈ રીતે ભિન્ન અને કોઈ રીતે અભિન્ન છે. ઉપર જે જીવાદિ છ દ્રવ્યો ગણાવવામાં આવ્યાં તે સર્વમાં ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા રૂપ એવું દ્રવ્યનું સામાન્ય લક્ષણ १ एगत्तं च पुहत्तं संखा संठाणमेव य । संजोगा य विभागा य पज्जवाणं तु लक्खणं ॥ –૩. ૨૮, . २ पज्जयविजुदं दव्वं दव्वविजुत्ता य पज्जया णस्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ।। –પંચાતય, ગાથા ૨. ૩ દ્રવ્ય, ગુણ અને પર્યાયોની કંઈક ભિન્નભિન્નતા આપણો એક ઉદાહરણાથી સ્પષ્ટ કરી શકીએ છીએ. જેમ કે – તંતને આપણે એક તંદુત્વ અને વસ્ત્રથી સર્વથા ભિન્ન પણ ન કહી શકીએ અને સર્વથા અભિન્ન પણ ન કહી શકીએ કારણ કે તંતુરૂપી દ્રવ્ય પોતાના તંતુત્વરૂપી ગુણ સાથે તથા વસ્ત્રરૂપી પર્યાય સાથે કંઈક અંશે ભિન્ન અને કંઈક અંશે અભિન્ન છે. જો તેને સર્વથા ભિન્ન માનવામાં આવે તો તંતુ ન રહે તો પણ તંદુત્વ અને વસ્ત્ર રહેવા જોઈએ. જો સર્વથી અભિન્ન માનવામાં આવે તો વસ્ત્રનું કાર્ય તંતુથી જ થઈ જવું જોઈએ. પણ એવું જોવા મળતું નથી કારણ કે પરસ્પર ભિન્ન હોવા છતાં તે કોઈક રીતે અભિન્ન છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર અવશ્ય જોવા મળે છે. કારણ કે દ્રવ્યના સામાન્ય લક્ષાના અભાવમાં તેમાં દ્રવ્યતા જ રહી ન શકે. આ માટે તત્ત્વાર્થ સૂત્રકારે સત્ત્ને દ્રવ્યનું લક્ષણ સ્વીકારી તેને ઉત્પાદ, વિનાશ અને ધ્રુવતા રૂપ માનેલ છે'. જે દ્રવ્યોમાં ઉત્પાદ અને વિનાશરૂપ પરિણામ સ્પષ્ટ દેખાતાં નથી તેમાં પણ સમાનાકારરૂપ પરિણામ જૈન દર્શનને સ્વીકાર્ય છે?. જો દ્રવ્યને એકાન્તતઃ નિત્ય કે અનિત્ય માનવામાં આવશે તો પ્રત્યક્ષ દૃશ્યમાન વસ્તુવ્યવસ્થાની સંગતિ બેસશે નહીં કારણ કે આપણે જોઈએ છીએ કે પ્રત્યેક વસ્તુમાં પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે પણ તેનો સર્વથા અભાવ થતો નથી પણ એક અવસ્થા (પર્યાય)માંથી બીજી અવસ્થાની પ્રાપ્તિ થાય છે અને દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપે હમેશ ટકી રહે છે. માત્ર તેની પર્યાયોમાં જ પરિવર્તન થાય છે. આજનું વિજ્ઞાન પણા આ તથ્યને સ્વીકારે છે. આ રીતે દ્રવ્યના લક્ષણમાં એકાન્તવાદીઓના મતનો સમન્વય કરવામાં આવ્યો છે. અનુશીલન આ પ્રકરણમાં ત્રણ મુખ્ય સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે ઃ ૧. વિશ્વની ભૌગોલિક રચના કેવા પ્રકારની છે? ૨. વિશ્વની રચનામાં કેટલાં મૂળ દ્રવ્યો કાર્ય કરે છે? તથા ૩. દ્રવ્યનું સ્વરૂપ શું છે ? ૧. વિશ્વની રચના સંબંધી વર્ણન તપાસતાં પ્રતીત થાય છે કે આ વિશ્વ અસીમ હોવા છતાં, જેટલા ભાગમાં જીવાદિ છ દ્રવ્યોની સત્તા અસ્તિત્વ ધરાવે છે તેટલા ભાગની એક સીમા છે અને તેનું ઉલ્લંધન આકાશ સિવાય કોઈ પણ દ્રવ્ય કરી શકતું નથી. આ દૃષ્ટિએ આ વિશ્વને મુખ્યત્વે બે ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છેઃ લોક અને અલોક, લોક એવો ભાગ છે જ્યાં જીવાદિ દ્રવ્યોની સત્તા છે અને અલોક એવો પ્રદેશ છે જ્યાં આકાશ સિવાય અન્ય કોઈ ૧ જુઓ - પૃ. ૧૧૮, પા. ટિ. ૨. २ तद्भावः परिणामः । ૧૨૩ —ત. સૂ. ૬. ૪૨. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના દ્રવ્ય નથી. તેથી લોકને લોકાકાશ અને અલોકને અલોકાકાશ પણ કહેવામાં આવેલ છે. વિચારણીય વિષય લોકના જ છે કારણ કે લોકમાં જ સૃષ્ટિ જોવા મળે છે. લોકના ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એવા ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. ઊર્ધ્વલોકમાં મુખ્યત્વે ઉચ્ચ શ્રેણિના દેવતાઓ નિવાસ કરે છે. અધોલોકમાં મુખ્યત્વે નારકીઓ તથા નિમ્ન શ્રેણિના દેવતાઓ નિવાસ કરે છે. મધ્યલોકમાં મુખ્યત્વે મનુષ્યો અને તિર્યંચો નિવાસ કરે છે. આ સિવાય, લોકના સહુથી ઉપરના ભાગમાં મુક્તાત્માઓનો નિવાસ માનવામાં આવ્યો છે. આ ત્રણે લોકની સરખામણીમાં મધ્યલોકની સીમા બહુ જ અલ્પ હોવા છતાં ઘણી વિશાળ છે. વળી, મધ્યલોકના ઘણા નાના ભાગમાં મનુષ્ય-ક્ષેત્રની રચના થયેલી છે અને તે એક જ પ્રકારની છે તથા અઢી દ્વીપોમાં દર્શાવવામાં આવી છે. આમ, આ લોક એક સુનિયોજિત શ્રૃંખલાથી બંધાયેલ છે અને તેના સંબંધમાં કિંઈ વિશેષ કહી શકાતું નથી કારણ કે આપણી મર્યાદા મનુષ્યક્ષેત્રના ખૂબ જ ઓછા ક્ષેત્ર સુધી નક્કી થયેલી છે. તેથી આપણે આ લોક અને લોકાલોકની સીમા બાબત માત્ર કલ્પના કરી શકીએ છીએ. ૨. લોકની રચનાના મૂળમાં જે છ દ્રવ્યોને સ્વીકારવામાં આવ્યા છે તેની સંખ્યા છ જ કેમ છે? સાત કે આઠ, એક કે બે કેમ નથી? એનું કોઈ સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું નથી. જો કે ગ્રંથમાં વ્યક્ત થયેલ તથ્થો અનુસાર એમ પણ કહી શકાય કે દ્રવ્યોની સંખ્યા બેની છે: ચેતન અને અચેતન. ચેતન અને અચેતન આ બે દ્રવ્યોની કલ્પના કરવાથી સૃષ્ટિની વ્યાખ્યા સ્પષ્ટ થતી ન હતી કારણ કે તેના નિયામક એવા કોઈ ઈશ્વર-વિશેષને માનવામાં આવેલ નથી. સામાન્ય રીતે અન્ય દર્શનોમાં સૃષ્ટિના નિયામક એવા એક ઈશ્વર-દ્રવ્યની કલ્પના કરવામાં આવે છે પણ “ઉત્તરાધ્યયન'માં ઈશ્વરને નિયંતા માનવામાં આવેલ નથી કારણ કે જો ઈશ્વર સર્વશક્તિસંપન્ન અને દયાળુ હોય તો તે જીવોને કષ્ટ દેવા માટે સુષ્ટિ જ શા માટે નિર્મ? આ ઉપરાંત એવું માનવાથી ઈશ્વરનો દરજ્જો ઘણો નીચો ઊતરી જાય છે અને વ્યક્તિનું સ્વાતંત્ર્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે, ઈશ્વર તત્ત્વને ન સ્વીકારીને ગતિમાં સહાયક Page #149 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૨૫ ધર્મદ્રવ્ય, સ્થિતિમાં સહાયક અધર્મદ્રવ્ય અને આધારમાં સહાયક આકાશ એવા ત્રણ દ્રવ્યોની કલ્પના કરવામાં આવી. આમ, ઈશ્વર તત્ત્વને નિયજ્ઞા ન માનવાને કારણે ત્રણ દ્રવ્યોની કલ્પના કરવાથી દ્રવ્યોની કુલ સંખ્યા પાંચની થઈ. આ દૃશ્યમાન પરિવર્તન પણ સત્ય છે. તેથી આ પરિવર્તન માટે કારણભૂત કાલદ્રવ્યની પણ કલ્પના કરવી પડી અને તે રીતે દ્રવ્યોની કુલ સંખ્યા છની થઈ ગઈ. ચેતન જીવ-દ્રવ્ય સિવાય બાકીના બધાં અચેતન હોવાથી તેના બે ભાગ પાડવામાં આવ્યા. જો કે આ પાંચ પ્રકારનાં અચેતન દ્રવ્ય કોઈ એક દ્રવ્યમાંથી ઉદ્દભવેલા નથી તેથી તેની સંખ્યા બેની માનવા છતાં મુખ્યત્વે છની માનવામાં આવી. જો એમ ન માનવામાં આવે તો અસ્તિકાય-અનાસ્તિકાય, એકત્વ વિશિષ્ટબહુત્વ વિશિષ્ટ, લોકપ્રમાણ-લોકાલોક પ્રમાણ જેવા કેતાત્મક પ્રકારો સંભવતા હોવાથી ચેતન-જીવદ્રવ્ય ધર્માદિ દ્રવ્યોની કોટિમાં આવી જાય. તેથી અચેતનથી પૃથક્ ચેતન દ્રવ્યની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવા માટે અચેતનથી પૃથક્ એવા ચેતન-દ્રવ્યને માનવામાં આવેલ છે. આ દૃશ્યમાન સંસાર ભ્રમરૂપ નથી પણ જેટલો તે દેખાય છે તેટલો જ સત્ય છે. તેથી ચેતનની સાથે અચેતન દ્રવ્યને પણ સ્વીકારવામાં આવેલ છે. આ ઉપરાંત, વૈશેષિકો દ્વારા પાડવામાં આવેલ વાયુ, દિશા આદિ દ્રવ્યોને ઉપર્યુક્ત છ દ્રવ્યોમાં સમાવી લેવામાં આવેલ છે. ગ્રન્થમાં જો કે સિદ્ધ જીવોને ઈશ્વર સ્થાનાપન્ન માનવામાં આવેલ છે પરંતુ, તેઓ સૃષ્ટિના કર્તા નથી કારણ કે વીતરાગી હોવાથી તેમને સંસારનું કોઈ પ્રયોજન નથી. તેઓ માત્ર પોતાના સ્વ-સ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવા આત્માઓ છે. જો સૃષ્ટિ કર્તા ઈશ્વર છે એમ માનવામાં આવ્યું હોત તો ચેતન, અચેતન ઈશ્વર એમ ત્રણ નૃત્યોની જ સત્તા રહેત અને પછી, ચેતન અને અચેતનને એ ઈશ્વરનાં જ બે રૂપો માની લેવાથી શંકરાચાર્યના બ્રહ્માદ્વૈતની જેમ એક ઈશ્વર-દ્રવ્ય જ બાકી રહેત. પરંતુ, એવું અભીષ્ટ ન હોવાથી અને યથાર્થવાદનું ચિત્રણ કરવાને કારણે દ્રવ્યોની સત્તા માનવામાં આવી છે. એમાં જીવ દ્રવ્ય મુખ્ય છે કારણ કે તેના પૂર્ણ સ્વાતંત્ર્યને સિદ્ધ કરવા માટે જ તેને પોતાની ઉન્નતિ અને પતનનો કર્તા તથા ભોક્તા ગાવામાં આવેલ છે. તેથી જીવને પોતાના પુરુષાર્થ દ્વારા ભગવાન બનવાનું સામર્થ્ય પણ પ્રાપ્ત થયેલું છે. એવું સ્વીકારવામાં નથી આવ્યું Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કે એક પણ મુક્ત-જીવ પુરુષાર્થ વગર નિત્ય મુક્ત થાય. જો કે અનાદિકાળથી મુક્ત જીવોનું અસ્તિત્વ છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ પુરુષાર્થ કર્યા વગર મુક્ત થયેલા છે. તેથી પ્રત્યેક જીવમાં પરમાત્મા બનવાની શક્તિ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. આ ઉપરાંત જીવોની સંખ્યા અનંત છે એમ માનવામાં આવ્યું છે. ચૈતન્યના વિકાસને આધારે કરવામાં આવેલ જીવોનું વિભાજન પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ વિભાજન, ઘણા અંશોમાં પાશ્ચાત્ય દર્શનના લીબ્નીઝના ‘જીવાણુવાદ’ અને બર્ગસાંના ‘રચનાત્મક વિકાસવાદ' સાથે મળતું આવે છે. ‘ઉત્તરાધ્યયન’માં કેટલીક એવી વનસ્પતિએઓનો ઉલ્લેખ છે જેમાં એક સાથે અનેક જીવો રહેતા હોય એવું સ્વીકારવામાં આવ્યું છે. એવા જીવોનું શરીર એક જ હોય છે અને બધાની ક્રિયાઓ એક સાથે થતી હોય છે. આ ઉપરાંત, જે સૂક્ષ્મ જીવો હોય છે તે કોઈ અવરોધથી રોકાતા નથી અને સર્વલોકમાં વ્યાપ્ત થયેલા જીવો ઉપરાંત જે પાંચ પ્રકારના અજીવો દર્શાવવામાં આવ્યા છે તેમાં પુદ્ગલનું વર્ણન ખૂબ મહત્ત્વપૂર્ણ અને વૈજ્ઞાનિક પણ છે. ‘શબ્દ’ને પુદ્ગલના પર્યાય તરીકે સ્વીકારવાથી તથા ‘વાયુ’ વગેરેને રૂપાદિ ગુણોવાળા માનવાથી પુદ્ગલ-વિષયક દૃષ્ટિકોણ કેટલો સૂક્ષ્મ છે તે જાણી શકાય છે. ૩. યથાર્થવાદનું ચિત્રણ હોવાથી દ્રવ્યનું સ્વરૂપ પણ એકાન્તિક રીતે નિત્ય કે અનિત્ય સ્વીકારાયું નથી પણ અનિત્યતાથી અનુસૂત નિત્ય તરીકે સ્વીકારવામાં આવ્યું છે. એવું અનુભવાય પણ છે કે દ્રવ્યમાં પ્રતિક્ષણે કંઈ ને કંઈ પરિવર્તન અવશ્ય થઈ રહ્યું છે અને આવું પરિવર્તન થતું હોવા છતાં, તેમાં કેટલાંક એવાં તથ્યો હાજર છે જેને કારણે આપણે કહી શકીએ છીએ કે આ એજ વસ્તુ છે જેને આપણે કાલે જોઈ હતી. માટે, આવું પરિવર્તન થતું હોવા છતાં, દ્રવ્યનો ક્યારેય પણ સર્વથા અભાવ થતો નથી કારણ કે તે કોઈ ને કોઈ રૂપે રહે તો છે જ. પરિવર્તન દ્રવ્યના કોઈ પર્યાય-વિશેષને કારણે થાય છે પણ ખુદ દ્રવ્યનું થતું નથી. તેથી દ્રવ્યનું સ્વરૂપ એવું જ માનવામાં આવ્યું છે જેથી બંને (નિત્યાનિત્ય) દૃષ્ટિકોણોનો સમન્વય થઈ શકે. ૧૨૬ ૧ ભા. દ. રા., પૃ. ૩૩૪. Page #151 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર ૧૨૭ આ માટે એ પણ જરૂરી હતું કે દ્રવ્યને કોઈ રીતે નિત્ય અને કોઈ રીતે અનિત્ય તરીકે સ્વીકારવામાં આવે. આ રીતે દ્રવ્યના વિષયમાં પ્રવર્તતા નિત્યાનિત્ય સંબંધી વિવાદોનો સમન્વય કરવામાં આવ્યો. નિત્યતા એ દ્રવ્યનો સ્વભાવસિદ્ધ ધર્મ છે અને અનિત્યતા તેની ઉપાધિ છે. તેથી જ કદાચ, ગ્રંથમાં દ્રવ્યના લક્ષણમાં, સાક્ષાત્ પર્યાયાંશનું ગ્રહણ ન કરતાં, ગુણ્યાંશ માત્રનું ગ્રહણ કરવામાં આવેલ છે તથા, પરવર્તી કાળમાં દ્રવ્યનું સ્વરૂપ નિશ્ચયનય (દ્રવ્યાર્થિક નય)ની અપેક્ષાએ નિત્ય અને વ્યવહારનય (પર્યાયાર્થિક નય)ની અપેક્ષાએ અનિત્ય માનવામાં આવેલ છે'. અહીં એક વાત એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે વેદાન્તદર્શનમાં માનવામાં આવેલી પરમાર્થ-સત્તા અને વ્યવહાર-સત્તાના દૃષ્ટિકોણથી દ્રવ્યના નિત્યાનિત્યત્વનું પ્રતિપાદન ન થઈ શકે કારણ કે વેદાન્તદર્શનમાં પરમાર્થસત્તા યથાર્થભૂત છે અને વ્યવહાર સત્તા અયથાર્થભૂત છે. જ્યારે અહીં તો જેટલો દ્રવ્યાંશ સત્ય છે તેટલો જ પર્યાયાંશ પણ સત્ય છે. પર્યાયો દ્રવ્યની ઉપાધિ છે કે જે પ્રતિક્ષણે પરિવર્તિત થયા કરે છે. તેનું પરિવર્તન થતું રહેતું હોવા છતાં, દ્રવ્યની અક્ષુણ્ણતાને વાંધો આવતો નથી એમ પણ નથી કારણ કે જ્યારે પર્યાયો દ્રવ્યથી સર્વથા પૃથક્ નથી તો પછી પર્યાયોમાં પરિવર્તન થતાં, દ્રવ્યમાં ફૂટસ્થ નિત્યતા ટકી રહે એ કેવી રીતે સંભવે ? છતાં પણ, દ્રવ્યને નિત્ય કહેવામાં આવેલ છે. કારણ કે તેમાંના સત્તારૂપ ગુણનો અભાવ થતો નથી. આ પરિવર્તન થયા કરે છે છતાં, ગુણ્ડોની સત્તાને અક્ષુણ્ણ માનવાને કારણે જ બૌદ્ધોના ક્ષકિવાદની ખામીઓનો પ્રસંગ અહીં ઉપસ્થિત થતો નથી. આ રીતે, યથાર્થવાદના પાયા ઉપર ઉપર્યુક્ત સિદ્ધાંતોનું પ્રતિપાદન ગ્રન્થમાં કરવામાં આવ્યું છે. આ સંસાર જે આપણને દેખાય છે તે એટલો જ સત્ય છે જેટલો આપણે તેને અનુભવીએ છીએ. આ ઉપરાંત, આ સૃષ્ટિનો સ્રોત ન તો १. उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सम्भावो । बिगमुप्पादधुवत्तं करोति तस्सेव पज्जाया ।। -પંચાસ્તિાય, ગાયા ૬૬. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ઉપનિષદોની જેમ કોઈ એક જ કેન્દ્ર બિન્દુમાંથી અને ન તો સાંખ્યદર્શનની જેમ ચેતન-અચેતન આ (પ્રકૃતિ-પુરુષરૂપ) બે કેન્દ્રબિન્દુઓમાંથી પ્રવાહમાન થયો નથી પરંતુ, ચેતન-અચેતનરૂપ મુખ્ય છ કેન્દ્ર બિંદુમાંથી તે પ્રવાહમાન થયેલો છે. દ્રવ્ય વેદાન્તીઓની જેમ ન તો સર્વથા નિત્ય છે અને ન તો બોદ્ધોની જેમ સર્વથા અનિત્ય છે પણ, નિત્યાનિત્યાત્મક અને એકાનેકાત્મક છે. १ सर्व खल्विरं ब्रह्म । –છાંખ્યોપનિષદ્ ૩. ૨૪. ?. एकमेवाद्वितीयम् । –છોકોનષત્ ૩. ૨. ૨. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પ્રકરણ ૨ સંસાર ચેતન (જીવ)ની સાથે રૂપી-અચેતન (પુદ્ગલ)નો સંયોગ-વિશેષ થવો એ જ સંસાર છે. તેથી જ્યાં સુધી ચેતન જીવની સાથે રૂપી અચેતન પુગલનો સંબંધ રહે છે ત્યાં સુધી “જીવને “સંસારી” કહેવામાં આવે છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ સંસાર શબ્દનો અર્થ આ પ્રમાણો થાય : સંસરા અથવા પરિભ્રમણ. આ સંસરણ મુખ્યરૂપે ચાર અવસ્થારૂપવાળું દર્શાવવામાં આવ્યું છે અને તેને ગતિ' કહેવામાં આવે છે. તેનાં નામ છે : નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ આ ચાર ગતિઓમાં પોતાનાં શુભ અને અશુભ કર્મોને કારણે જીવને જે જન્મ-મરણ પ્રાપ્ત થાય છે તે જ “સંસાર” છે. તેથી ગ્રંથમાં સંસાર કે સંસારચક્રને જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત દર્શાવવામાં આવેલ છે તથા તેને “ભવ” અથવા “ભવપ્રપંચ” પણ કહેવામાં આવેલ છે. સંસારની દુઃખરૂપતા નરકાદિ ચારેય ગતિતઓ જરા-મરણારૂપ સંસાર-વનની ચાર ભયંકર ખીણ છે. એ દુઃસહ અને ભયંકર શબ્દો તથા દુઃખોથી પૂર્ણ હોવાથી દુર્ગતિરૂપ १ एवं भवसंसारे संसरइ सुहासुहेहिं कम्मेहिं । –૩. ૧૦. ૧૫. २ जाईजरामच्चुभयामिभूया बहिं विहाराभिनिवट्ठचित्ता । संसारचक्कस्य विमोक्खणट्ठा दट्टण ते कामगुणे विरता ।। –૩, ૧૪. ૪. તથા જુઓ – ઉ. ૨૩. ર૪; ૩૬. ૬૩ 3 जरामरणकंतारे चाउरते भयागरे । मए सोढाणि भीमाहं जम्माई मरणाणि य ।। –૩. ૪૭. ૧૯. તથા જુઓ – ઉ. ર૯. રર, ૩૨, ૫૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ગણાયેલી છે. જો કે ભૌતિક સુખ-સુવિધાઓની દષ્ટિએ મનુષ્ય અને દેવગતિને સુગતિ પણ કહેવામાં આવેલ છે. પરંતુ આ ગતિઓની સુખ સુવિધા પણ, કેટલાક સમય બાદ અથવા મૃત્યુ પછી નષ્ટ થઈ જતી હોવાથી દુર્ગતિરૂપ જ છે. તેથી કેવળ સ્વ-સ્વરૂપની પ્રાપ્તિરૂપ સિદ્ધ અવસ્થા (મોક્ષ) જ, સદા સુખોથી પૂર્ણ હોવાને કારણે સુગતિરૂપ કહેવામાં આવેલી છે. આ રીતે, એક માત્ર સિદ્ધ અવસ્થા સુગતિરૂપ હોવાથી, તેની પ્રાપ્તિમાં પ્રમુખ કારણભૂત મનુષ્યગતિને પણ કંઈક અંશે સુગતિરૂપ કહી શકાય કારણ કે મનુષ્ય ગતિવાળો જીવ જ પોતાના સંયમ વગેરેને લીધે સિદ્ધ-અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. તેથી, ગ્રંથમાં મનુષ્યગતિને અપાર વૈભવસંપન્ન દેવગતિ કરતાં પણ દુર્લભ દર્શાવવામાં આવેલ છે. १ सद्दा विविहा भवन्ति लोए, दिव्वा माणुस्सगा तहा तिरिच्छा । ભીમા મા-બેરયા કરી................!! –૩, ૧૫. ૧૪. विणयपडिवने य णं जीवे अणच्चासायणसीले नैरइयतिरिक्खजोणियमणुस्सदेवदुग्गईओ निरंभई । –૩. ર૯. ૪. તથા જુઓ - ઉ. ૨૯. ૨; ૧૯-૧૬, ૪૬-૪૭; ૨૦-૩૧ २ मणुस्सदेव सुगईओ निबंधई । –૩. ર૯, ૪. તથા જુઓ - ઉ. ૩. ૧, ૭, પ્રકરણ ૧ 3 नाणं च दंसणं चेव ... जीवा गच्छान्ति सोग्गइं । –૩. ૨૮, ૩. ४ एकया देवलोएसु नरएसु वि एगया । एगया आसुरं कायं आहाकम्पेहिं गच्छई ।। ......................... कम्मसंगेहि सम्मूढा दुक्खिया बहुवेयणा । अमाणुसासु जोणीसु विणिहम्मति पाणिणो । कम्पाणं तु पहाणाए जाणपुव्वी कयाइ उ । जीय सोहिमणुप्पत्ता आययन्ति मणुस्सयं ।। Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૩૧ તિર્યંચ અને નરકગતિનાં કષ્ટ : દેવગતિ અને મનુષ્યગતિ સિવાય તિર્યંચ અને નરકગતિ ભૌતિક સુખસુવિધાની દૃષ્ટિએ પણ દુર્ગતિરૂપ જ છે, માટે તેને ગ્રંથમાં આપત્તિમૂલક અને વધમલક દર્શાવવામાં આવેલ છે અને તેમાંથી મુક્ત થવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે'. એ બંનેમાંથી નરકગતિ અનેક કષ્ટોથી પૂર્ણ છે. આ નરકગતિમાં પ્રાપ્ત થતાં કષ્ટો મનુષ્યગતિમાં અનુભવાતાં કષ્ટો કરતાં અનંતગણ અધિક છે. મૃગાપુત્રે સંસારના વિષય-ભોગોથી વૈરાગ્ય લેતી વખતે પોતાના પિતાજીને એ નારકીય કષ્ટોનું વર્ણન સંક્ષેપમાં નીચે મુજબ કરેલું છે. હે પિતાજી, જે પ્રકારની વેદનાઓ આ મનુષ્ય જાતિમાં જોવા મળે છે તેનાથી અનંતગણી વેદનાઓ નરકગતિમાં છે તે અત્યંત પ્રચંડ, તીવ્ર, પ્રગાઢ, રૌદ્ર, અસહ્ય અને ભયંકર છે. જેમ કે પ્રજ્વલિત અગ્નિ પર રાખેલા કુન્દકુંભી નામના વાસણમાં નીચે માથું અને ઉપર પગ રખાવીને અનેક વાર ભેંશની જેમ શેકાવું, મહાદાવાગ્નિ સમાન રેતીવાળા પ્રદેશોમાં સંતાપિત થવું, અતિ તીક્ષા કાંટાવાળા ઊંચા શીમળાના વૃક્ષ ઉપર ફેંકીને દોરડી વગેરે દ્વારા ખેંચાખેંચી કરવી, વિભિન્ન પ્રકારના અતિતીક્ષ્ણ હથિયારોથી કાપ-કૂપ કરીને કટકા કરીને વૃક્ષના ટૂકડા હોય એમ જમીન પર ફેંકવા, ભૂંડ અને કૂતરાઓ દ્વારા ઘસડવા, શેરડીની જેમ મોટાં યંત્રોમાં પીલાવું, આગ જેવા તપાવેલા રથમાં જોડીને ચાબૂકોથી મારવું, તીક્ષ્ણ હથિયાર જેવી ચાંચ-વાળા અનેક પ્રકારના ગીધ જેવાં १. दुहओ गई बालस्स आवई वहमूलिया । देवत्तं माणुसत्तं च जं जिए लोलयासढे ॥ तओ जिए सई होइ दुविहं दुग्गइं गए । ढुलहा तस्स उम्मग्गा अद्धाए सुचिरादवि । –૩. ૭, ૧૭-૧૮. તથા જુઓ - ઉ. ૧૯. ૧૧, ૩૪. પ૬, ૩૬. ર૫૭ વગેરે ૨ ૩. ૧૯. ૪૮-૭૪; ૫. ૧૨-૧૩; ૬. ૮. વિશેષ માટે જુઓ – સૂત્રકૃતાંગસૂત્ર ૧.૫, પ્રશ્નવ્યાકરણ અધ્યયન ૧. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન પક્ષીઓ દ્વારા ઠોલાવું, છળપૂર્વક કઠોર બંધનોથી બાંધી હરણાની જેમ મારી નાખવું, પિપાસાથી વ્યાકુળ થઈ વૈતરણી નામની નદીમાં પાણી પીવા જતી વખતે અસ્તરાના જેવી તીક્ષણા ધારથી કાપવું, મુશ્કેલીથી પિપાસા સહન કરવાં છતાં ત્યાં રહેલા અધર્મીઓ દ્વારા, તાંબુ, લોખંડ, સીસું, લાખ વગેરે પદાર્થો ખૂબ ગરમ કરી બૂમો પાડતો હોય છતાં પીવડાવવા, છાંયડો મેળવવાની ઈચ્છાથી વૃક્ષ વગેરેના છાંયાનો આશ્રય લેતાં, તલવારની ધાર જેવા પાંદડાથી કાપવું, યમદૂતોની જેમ પોતાના શરીરને કાપીને તે કકડા ખવડાવવા, શરીર પર તીક્ષ્ણ હથિયારોથી નકશીકામ કરવું, લુહારની જેમ હથોડા ટીપવા વગેરે.” આ પ્રકારના વિવિધ નારકીય કષ્ટો વિષે સાંભળીને આપણાં રૂંવાડા ઊભાં થઈ જાય છે. નારકી જીવોની જેમ તિર્યંચોને પણ અનેક પ્રકારનાં કષ્ટ ભોગવવાં પડે છે જે આપણો પ્રતિક્ષણ પ્રત્યક્ષ જોઈએ છીએ. નારકી અને તિર્યંચોના કષ્ટોમાં તફાવત એ છે કે નારકી જીવોનું કસમયે મૃત્યુ નથી થતું તેથી તેના શરીર વારેવારે છિન્ન-ભિન્ન કરવામાં આવે છતાં પણ પાછાં સંઘાઈ જાય છે જ્યારે તિર્યંચોના શરીર એકવાર કપાયા બાદ પાછાં સંધાઈ જતાં નથી. આ ઉપરાંત, તિર્યંચોને કેટલીક ભૌતિક સુવિધાઓ પણ સાંપડે છે અને તેના કષ્ટો નારકી જીવોના કષ્ટો કરતાં ઘણાં જ ઓછાં હોય છે. આ રીતે, ચારેય ગતિઓના જીવોમાં સહુથી વધારે કષ્ટ નારકીઓને જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને દેવગતિનાં સુખોની દુઃખરૂપતા : આ રીતે, જો કે નરક અને તિર્યંચ યોનિઓમાં જ કષ્ટોની અધિકતા છે પણ મનુષ્ય અને દેવ યોનિઓમાં તો અનેક પ્રકારના વિષય સુખ ઉપલબ્ધ થાય છે છતાં તે ગતિઓને શા માટે કષ્ટપૂર્ણ ગણવામાં આવે છે ? આ બાબતનું એક માત્ર કારણ છે શરીર તથા વિષયભોગોની અનિત્યતા. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે આ જીવન વૃક્ષના પીળા પાંદડા તથા ઝાકળના બિંદુઓ જેવું અલ્પસ્થાયી છે. ફીણના પરપોટા અને વીજળી જેવું ચંચળ છે. ઉપરાંત આ Page #157 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૩૩ જીવન પ્રતિપળ મૃત્યુની સમીપે ગતિ કરી રહ્યું છે. સર્વાર્થસિદ્ધિમાં રહેનારા સર્વોચ્ચ દેવ પણ એ મૃત્યુથી છૂટકારો મેળવી શકતા નથી. મૃત્યુ વખતે બધા સાંસારિક વિષય-ભોગ અહીં જ છૂટી જાય છે અને બીજાઓ તેનો ઉપયોગ કરે છે. માતા, પિતા, ભાઈ, બધુ, પુત્ર, પતિ, પત્ની, મિત્ર વગેરે બધા માણસો મૃત્યુ નથી આવતું ત્યાં સુધી જ સાથ આપે છે કારણ કે મૃત્યુ પછી આ બધા સંબંધીઓ કે જે પ્રાણથી પણ વધારે પ્યારા હતા તે બે ચાર દિવસ શોક કરીને અન્યનો આશ્રય લે છે. તેથી આ વિષય-ભોગો અને સંબંધીજનો પ્રત્યે રાખવામાં આવેલી આસક્તિને મહામોહ તથા ભય ઉત્પન્ન કરનારી ગણાવામાં આવેલી છે. આ ઉપરાંત, ગ્રંથમાં અનાથી મુનિના મુખે એમ કહેવડાવવામાં આવ્યું છે १ दुमपत्तये पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए । कुसगे जह ओसविंदुए थोवंचिट्ठई लंबमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। –૩. ૧૦. ૧-૨. અખિન્ને ગીવીMિ –૩. ૧૮. ૧ર. जीवियं चेव रूपं च विज्जु संपायचंचलं । –૩. ૧૮, ૧૩. તથા જુઓ - ઉ. ૪.૧, ૯; ૭-૧૦, ૧૦. ર૧-૨૭; ૧૩. ૨૧, ર૬, ૧૪. ર૭-૩૨; ૧૯-૧૩-૧૪ २ जहेइ सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसघरा भवंति ।। –૩. ૧૩. ૧ર. तं एक्कगं तुच्छसरीरगं से चिईगयं दहिय उ पावगेण । भज्जा य पुत्तोवि नायओ वा दामारमण्णं अतुसंकमन्ति । –૩, ૧૩. ૨૫. તથા જુઓ - ઉ. ૪. ૧-૪; ૬. ૩-૬; ૧૮, ૧૪-૧૭ વગેરે 3 जहित्तु संगं चं महाकिलेसं महन्तमोहं कसिणं भयाणागं । –૩. ર૧. ૧૧. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના કે બધા પ્રકારના સાધનોથી રાજાઓ પણ અનાથ છે કારણ કે મૃત્યુ અથવા ભયંકર રોગમાંથી કોઈ બચાવી શકતું નથી. જેનો આપણે પ્રતિદિન વિવિધ પ્રકારે શણગાર સજીએ છીએ તે શરીર પણ વિષ્ઠા, મૂત્ર, લીંટ જેવા ધૃણિત પદાર્થોથી ભરેલું છે. આવા અપવિત્ર શરીરમાં મન, વચન અને કાયાથી આસક્ત થઈ જીવ તેનાં રક્ષણ, પોષણ અને સંવર્ધન વગેરેની ચિંતા કર્યા કરે છે. રોગો થતાં, આ શરીરને કારણે જ જીવોને અનેક પ્રકારનાં કષ્ટ પ્રાપ્ત થાય છે. તેથી મૃગાપુત્ર તથા ભૃગુપુરોહિતના બંને પુત્રો આ શરીરને આધિ, વ્યાધિ જરા, મરણ વગેરેથી યુક્ત જાણીને તે માટે ક્ષણભર પણ પ્રસન્નતા અનુભવતા નથી. વિષયભોગ-જન્ય સુખોમાં સુખાભાસ : સંસારના વિષયભોગો માટે સાધનભૂત પાંચ ઈન્દ્રિયોને ચોરૂપ દર્શાવવામાં આવી છે. પાંચેય ઈન્દ્રિયોને ચોરરૂપ એટલા માટે કહેવામાં આવેલ છે કે ૧ ૩. ૨૦. ૯. ૩૦. २ चइत्तु येहं मलपंकपुव्वयं । –૩. ૧. ૪૮. તથા જુઓ - ઉ. ર૪-૧૫; ૧૯-૧૫ 3 जे केइ सरीरे सत्ता वण्णे रुवे य सव्वसो । मणसा कायवक्केणं सब्वे ते दक्खसम्भवा ॥ –8. ૬. ૧૨. ४ माणुसत्ते असारम्मि वाहीरोगाण आलए । जरामरणपत्थम्मि खणंपि न रमामहं ।। जम्मदुक्खं जरादुक्खं रोगा यं मरणाणि य । अहो दुक्खो हु संसारो जत्थ कीसन्ति जंतुणो ।। –૩. ૧૯. ૧૫-૧૩. તથા જુઓ - ઉ. ૫. ૧૧; ૧૪. ૭ ५ आवज्जई इंदियचोरवस्से । ૩. ૩૨. ૧૦૪. તથા જુઓ - ઉ. ૯. ૩૦ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ઃ સંસાર ૧૩પ તેનાથી જીવ વિષયભોગોને ભોગવે છે જેથી શરીરની શક્તિ નષ્ટ થાય છે અને તે અકાળ મરણને પામે છે. આ હકીકતનું વર્ણન ગ્રંથમાં ખૂબ વિસ્તારથી કરવામાં આવ્યું છે. જેમ કે : ચક્ષુ-ઈન્દ્રિયના વિષય રૂ૫, શ્રોત્રેન્દ્રિયના વિષય શબ્દ, ધ્રાણેન્દ્રિયના વિષય ગંધ, રસનેન્દ્રિયના વિષય રસ, સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શ અને મનના વિષય ભાવરૂપ રાગદ્વેષથી પ્રેરિત થઈ જીવ તેની ઉત્પત્તિ તથા તેના રક્ષણામાં અનેક પ્રકારની હિંસા આદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત રહે છે અને તેને ભોગવવાના સમયે પણ સંતોષ પ્રાપ્ત ન કરતાં અસમયે મૃત્યુને પામે છે, જેમ કે - રૂપ (પ્રકાશ)માં અત્યંત આસક્ત પતંગિયું, શબ્દમાં આસક્ત હરણ, ઔષધિની ગંધમાં આસક્ત સર્પ, રસમાં આસક્ત માછલું, શીતલજળના સ્પર્શમાં આસક્ત ભેંશ-મગર અને કામોપભોગમાં આસક્ત હાથી, આ રીતે દ્વેષ કરનારો પણા પોતાના ભાવોને કલુષિત કરીને દુઃખી થાય છે. આમ, ગ્રંથમાં પૃથકપૃથક ઈન્દ્રિયની વિષયાસક્તિનું ફળ અકાલમરણ દર્શાવવામાં આવ્યું છે. તો પછી સર્વ ઈન્દ્રિયના વિષયો પ્રત્યેની આસક્તિનું ફળ તો કેટલું ભયાવહ હશે ? માટે ઈન્દ્રિયોને ચોરૂપ કહેવામાં આવેલ છે. બીજી રીતે જોઈએ તો આ ઈન્દ્રિયો જ્ઞાનાદિની પ્રાપ્તિમાં મદદરૂપ પણ થાય છે. આ જ રીતે, જે પ્રાપ્ત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે અને જે ભોગવવામાં સુખરૂપ લાગે છે એવાં નૃત્ય, ગીત, આભૂષણ, નારીજનનો સમૂહ વગેરે પણ વાસ્તવિક રીતે પલકભરનું સુખ આપતાં નથી. આ બધાં ગળફામાં ફસાયેલી માખીની જેમ કર્મ-જાળમાં બાંધનારા છે. આવી સ્થિતિમાં પાંજરામાં રહેલ પક્ષી ૧ ૩. ૩૨. રર-૧૯. २ सव्वभवेसु अस्साया वेयणा वेदिता मए । निमिसंतरमित्तंपि जे साया नत्थि वेयणा ।। –૩. ૧૯. ૧૫. તથા જુઓ - ઉ. ૭, ૮, ૧૪-૨૧, ૪૧ વગેરે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અને બંધનમાં રહેલ મૃગ જેમ આ વિષયભોગોમાં સુખ ક્યાં છે ? તેથી બધાં ગીતોને વિલાપરૂપ, નૃત્યને એક પ્રકારની વિડંબનારૂપ, આભૂષણોને ભારરૂપ તથા કામાદિભોગોને દુઃખરૂપ દર્શાવવામાં આવેલ છે. ભોગકાળે આ વિષયભોગ જો કે સુંદર અને સુખકર પ્રતીત થાય છે પરંતુ પરિણામે “કિંપાક' નામના વિષફળની જેમ તે પ્રાણઘાતક બને છે. આ ઉપરાંત આ વિષય-ભોગ ભોગવવાથી ઈચ્છારૂપી જ્વાળાઓ અધિક રીતે તીવ્રતર બને છે કારણ કે જેમ જેમ કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય છે તેમ તેમ લોભ (આકાંક્ષા) પણ વૃદ્ધિ પામે છે. આ, આ વિષય-ભોગ ક્ષણવાર માટે કંઈક સુખ અવશ્ય આપે છે પરંતુ, કાળાન્તરે १ नाहं रमे पक्खिणि पंजेरे वा । –૩. ૧૪. ૪૧. મોfપરોવિસ ... वज्झई मच्छिया व खेलम्मि । –૩. ૮. ૫. २. सव्वं विलवियं गीयं सव्वं नट्ट विडम्बियं । सव्वे आभरणा भारा सब्वे कामा दुहावहा ।। –૩. ૧૩. ૧૬. 3 जहा किंपागफलाणं परिणामो न सुन्दरो । एवं भुत्ताण भोगाणं परिणामो न सुन्दरो । –૩. ૧૯. ૧૮. તથા જુઓ - ઉ. ૪. ૧૩; ૧૩. ર0-ર૧; ૧૪, ૧૩, ૧૯-૧૨, ૩૨-૨૦ ४ जहा लाहो तहा लोहो लाहा लोहो पवढई । दोमासकयं कज्जं कोडीए वि न निट्टियं ॥ –૩. ૮. ૧૭. पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । પડિyogi નામેરૂં.... –૩. ૯. ૪૯. તથા જુઓ - ઉ. ૧૪. ૩૯. Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ભયંક૨ કષ્ટો જ ખૂબ માત્રામાં આપે છે. સુખ વાસ્તવમાં તો એમને ત્યાગવામાં જ રહેલું છે - જેમ કે : કોઈ પક્ષીની પાસે માંસનો કકડો જોઈ અન્ય પક્ષીગા તેના પર ઝાપટ મારે છે અને તેની પાસેથી તે કકડો લઈ લેવા માટે તેને અનેક રીતે પીડા આપે છે. જ્યારે તે પછી તે માંસના કકડાને છોડી દે છે ત્યારે અન્ય પક્ષીગણ તેને સતાવવાનું પણ બંધ કરે છે. તેથી ગ્રંથમાં સાંસારિક વિષયભોગોથી મળતા સુખો કરતાં વિષયભોગોથી વિરક્ત મુનિને પ્રાપ્ત થતાં આત્માનંદરૂપી સુખને શ્રેષ્ઠ ગણવામાં આવેલું છે. વિષય-ભોગોમાં આપણને જે સુખ પ્રતીત થાય છે તે આપણા રાગદ્વેષરૂપ મનનો વિકાર છે કારણ કે જીવ જેના પ્રત્યે રાગ કરે છે તેનો સંયોગ થતાં અને જેના પર દ્વેષ કરે છે તેનો નાશ થતાં, પ્રસન્ન થાય છે જેમ જંગલમાં દાવાગ્નિથી બળતાં જંગલી પશુઓને જોઈને અન્ય પશુઓ રાગદ્વેષને કારણે આનંદિત થાય છે તેમ, સંપૂર્ણ સંસાર રાગદ્વેષરૂપી અગ્નિથી સળગી રહ્યો છે. આ ઉપરાંત આ જીવને મૃત્યુરૂપી શિકારી જરારૂપી જાળથી બાંધીને રાત- ત-દિનરૂપી હથિયારની ધારથી પીડે છે”. માટે, સંસારમાં સુખ ક્યાં છે ? જો કોઈ રીતે સાંસારિક १. सामिसं कुललं दिस्स बज्झमाण निरामिसं । आमि सव्वमुज्झित्ता विहरिस्सामि निरामिसा ॥ २ बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं जं भिक्खुणं सीलगुणे रयाणं ॥ 3 दवग्गिणा जहारण्णे उज्झमाणेसु जन्तुसु । अन्ने सत्ता पमोयन्ति रागद्दोसवसं गया || एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । इज्झायाणं न बुज्झामो रागद्दासेग्गिणा जगं ।। ૧૩૭ ૧૩. ૧૪. ૧૬. તથા જુઓ - ઉ. ૯. ૧૨; ૧૪. ૧૦, ૧૯-૧૬, ૨૪-૨૫, ૪૭ ४ मच्चुणाऽव्याहओ लोगो जराए परिवारिओ । अमोहा रयणी वुत्ता एवं तोय ! विजाणहु ॥ --૩. ૧૩, ૧૭. ૧૩. ૧૪. ૪૨. ૪૩. ૩. ૧૪. ૨૧. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન સુખના સાધનભૂત કામોપભોગોને પ્રાપ્ત કરી લેવામાં આવે તો પણ તેની રક્ષા કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે ચંચળ સ્વભાવના હોવાથી સારી રીતે સાચવવામાં આવે તો પણ ઈચ્છાવિરૂદ્ધ છોડીને અન્યત્ર જતાં રહે છે જેમ કે પત્ર, ફળ વગેરેથી રહિત વૃક્ષને પક્ષીગણ છોડીને જતાં રહે છે. આવી પરિસ્થિતિમાં સંસારના વિષય-ભોગોને સુખનાં સાધન કેવી રીતે માની શકાય? તેને તો દુઃખની ખાણ જ કહેવી જોઈએ. વિષય-ભોગ સંબંધી ઈચ્છાઓ અનંત અને ન પૂરી શકાય એવી છે. આ કારણે, વાસ્તવિક સુખની કલ્પના કરવી એ માત્ર મનને સંતોષ દેવા બરાબર છે. જેમને વાસ્તવિકતાનું જ્ઞાન નથી તેઓ જ આ સાંસારિક સુખોને પ્રિય ગણે છે. આ ઉપરાંત, તેઓ અનેક પ્રકારની હિંસાદિ ક્રિયાઓ કરી, માટીને એકઠી કરનાર શિશુનાગ (અળસિયું-દ્વિત્રિય જીવ)ની જેમ મન, વચન, કાયાથી ભોગોમાં મૂર્ણિત થઈને ઈહલોક અને પરલોક સંબંધી દુ:ખોના કારણભૂત १ अच्चेइ कालो तरन्ति राइओ न यावि भोगा पुरिसाण णिच्चा । उविच्च भोगा पुरिसं चयन्ति दुमं जहा खीणफलं व पक्खी । –૩. ૧૩. ૩૧. इमे य बद्धा फन्दन्ति मम हस्थज्जमागया । –૩. ૧૪. ૪૫. २ इमे सरीरं अणिच्चं असुइं असुइ संभवं । असासयावासमिणं दुक्खकेसाण भायणं ।। –૩. ૧૯, ૧૩. તથા જુઓ - ઉ. ૧૯. ૯૯, ૧૦-૩. खणमित्तसुक्खा बहुकालदुक्खा पगामदुक्खा अणिगामसुक्खा । संसारमाक्खस्स विपक्खभूया खाणी अणत्याण उ कामभोगा ।। –૩. ૧૪. ૧૩. 3 हिंसे वाले मुसावाई माइले पिसुणे सढे । भुंजयाणो सुरं मंसं सेयमेयं ति मत्रइ ।। –૩. ૫. ૯. તથા જુઓ - ઉ. ૫. પ-૮, ૯, ૧૧, ૧૩. ૧૭, ૧૪. ૫. Page #163 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર કર્મમળનો સંયમ કરે છે'. આવી સ્થિતિમાં હોવાથી, તેમની ધન-ધાન્યાદિથી સંપન્ન ક્ષત્રિયરાજાની જેમ ભોગોમાંથી નિવૃત્તિ થતી નથી. વારંવાર પ્રતિબોધિત કરવામાં આવે છતાં તે તરફની તેની પ્રવૃત્તિ, કીચડમાં ફસાયેલ હાથી કાંઠાનો પ્રદેશ જોઈ સીધો હોવા છતાં કાદવમાંથી નીકળતો નથી તેમ, અટકતી નથી. ચિત્ત-મુનિ દ્વારા બ્રહ્મરૂપી ચક્રવર્તી વારંવાર પ્રતિબોધિત થાય છે છતાં પણ વિષયોમાંથી વિરક્ત થતો નથી અને અંતે સાતમાં નરકમાં જાય છે . તેથી ગ્રંથમાં, સંસારને પાશરૂપ તથા સમુદ્રની જેવો વિશાળ અને દુસ્તર પ્રદર્શિત કરવામાં આવેલ છે અને તેમાંથી નીકળવાનું કામ ખૂબ જ કપરું છે". - ચાર દૃષ્ટાન્ત - વિષયાસક્ત પુરુષોને પ્રતિબોધિત કરવા માટે ગ્રંથમાં ચાર દૃષ્ટાન્ત આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે : १. कायसा वयसा मत्ते वित्ते गिद्धे य इस्थिसु । दुहुओ मलं संचिणइ सिसुणागोव्व मट्ठियं ॥ २ न निविज्जन्ति संसारे सव्वट्टेसु व खत्तिया । 3 नागो जहा पंक जलावसत्रो दडुं थलं नाभिसमेइ तीरं ॥ તથા જુઓ - ઉ. ૧૩. ૧૪, ૨૭, ૩૩, ૧૯. ૨૯, ૮-૬ ४ पंचालराया वि य बम्भदत्तो । साहुस्स तस्स वयणं असाउं ॥ अणुत्तरे भुंजिय कामभोयोगे । अणुत्तरे सा नरए पविट्ठो || ૧૩૯ ૧૩. ૫. ૧૦. ૧૩. ૩. ૫. ૧૩. ૧૩. ૩૦. ५. पासजाइपहे बहू । तिण्णो ह सि अण्णवं महं । - उ. १०. ३४ તથા જુઓ - ઉ. ૪. ૭, ૫-૧, ૬. ૨, ૮. ૧૦, ૧૯-૧૧, ૨૧-૨૪, ૨૨. ૩૧, ૨૩. ૭૩, ૨૫-૪. ૬ ૯. ૭. ૧-૨૪. ૩. ૧૩. ૩૪. —૩. ૬. ૨. Page #164 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ બકરાનું દૃષ્ટાંત : જે પ્રકારે બહારથી આવનાર પ્રિય અતિથિના ભોજનને નિમિત્તે કોઈ બકરાને પોતાના માલિક દ્વારા વિવિધ પ્રકારના પકવાનોથી પાળવામાં તથા પોષવામાં આવે છે અને પછી તે હૃષ્ટપુષ્ટ થઈ જાય ત્યારે તથા અતિથિનું આગમન થાય ત્યારે તેને મારી નાખવામાં આવે છે એ જ પ્રકારે વિષયાસક્ત જીવ પણ મૃત્યુરૂપી અતિથિ આવી ચડે ત્યારે મૃત્યુને પ્રાપ્ત કરીને દુ:ખી થાય છે. ૧૪૦ : ૨ કાકિણી (સહુથી નાનો સિક્કો)નું દૃષ્ટાંત ઃ જેમ એક કાકીના લોભને ખાતર કોઈ જીવ હજારો મુદ્રાઓ ખોઈ નાખે છે તેમ જ થોડા ક્ષણિક-સુખ પાછળ મનુષ્ય હજારગણાં વધારે સુખોને ગુમાવી દે છે. ૩ આમ્રફળનું દૃષ્ટાંત : જેમ કોઈ રાજા ચિકિત્સક દ્વારા વારંવાર મના કરવામાં આવે છતાં અલ્પમાત્ર સ્વાદના લોભને કારણે આમ્રફળ (કેરી) ખાઈને મરી જાય તેમ થોડા સ્વાદના લોભને લીધે જીવ પોતાના બહુમૂલ્ય જીવનને ગુમાવી બેસે છે. ૪ ત્રણ વેપારીનું દૃષ્ટાંત : કોઈ ત્રણ વેપારી વેપાર અર્થે વિદેશમાં જઈ ધન કમાય છે. તેઓમાંથી એક મૂળ ધનને સુરક્ષિત રાખીને, બીજો મૂળધનમાં વધારો કરીને અને ત્રીજો મૂળધનને વિનષ્ટ કરીને પાછા ફરે છે. એ રીતે આ જીવ પણ મનુષ્યજન્મરૂપી મૂળધનને લઈને ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરે છે. જો મૂળધનમાં વૃદ્ધિ કરે તો સ્વર્ગગતિને પામે છે જો મૂળધનનો વિનાશ કરે તો તિર્યંચ કે નકગતિમાં જાય છે. ઉપર્યુક્ત ચાર દૃષ્ટાંતો સમજ્યા પછી પણ જો કોઈ સમ્યક્ આચરણ ન કરે અને વિષયોમાં જ આસક્તિ રાખે તો તે કરુણાયોગ્ય, લજ્જાળુ, દીન અને અપ્રીતિનું પાત્ર બને છે. આ પ્રકારે અન્ય ભારતીય ધાર્મિક-ગ્રંથોમાં છે તેમ પ્રસ્તુત ગ્રંથમાં પા સંસારને દુઃખોથી ભરેલો વ્યક્ત કરવામાં આવેલ છે. એમાં જે સુખની અનુભૂતિ થાય છે તે કાલ્પનિક અને ક્ષણિક છે. ભગવાન બુદ્ધે પણ પોતાનાં ચાર १ आवज्जई एवमणेगरूवे एवंविहे कामगुणेसु सत्तो । अत्र य एयप्पभये विससे कारुण्णदीणे हिरिये वइस्से || ૨ मनुस्मृति ४. १६० ; भर्तृहरि - वैराग्यशतक । ૧૩. ૩૨. ૧૦૩. Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૪૧ આર્યસત્યમાં પ્રથમ સત્ય “સંસારની દુ:ખરૂપતા'ને ગોલ છે. દુઃખરૂપ સંસારની કારણ-કાર્ય પરંપરા : ઉપર્યુક્ત વિવેચનથી જાણી શકાય છે કે આ સંસારમાં દુઃખ જ સત્ય છે. તેમાં જે સુખાનુભૂતિ થાય છે તે માનસિક, ક્ષણિક, કલ્પનાપ્રસૂત અથવા આભાસ માત્ર છે. કારણ વગર તો કાર્ય સંભવે નહીં તેથી આ દુ:ખોનું પણ કારણ તો અવશ્ય હોવું જોઈએ. આ દુઃખોનાં કારણો વિશે વિચાર કરતાં, ગ્રંથમાં વિભિન્ન પ્રકારે તેની કારણ-કાર્ય શૃંખલાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ પ્રતિપાદનમાં, વિભિન્નતા હોવા છતાં પણ એક પ્રકારની એકતા અને સાંમજસ્ય જોવા મળે છે. આ કારણ-કાર્ય-પરંપરા આ પ્રમાણે છે : જન્મ-મરણ - જન્મ-મરણ પ્રાપ્ત કરવા એ સંસારના દુ:ખનું કારણ છે. જો જીવનો જન્મ જ ન થયો હોય તો રોગાદિજન્ય પીડા પણ તેને ન થાય કારણ કે જન્મ પ્રાપ્ત કરનારને માટે દુ:ખ અને મૃત્યુ વગેરે અવશ્યભાવી છે. માટે ગ્રંથમાં રોગાદિજન્મ દુ:ખની જેમ જન્મને પણ દુ;ખરૂપ કહેવામાં આવેલ છે. શુભાશુભ-કર્મબન્ધન - વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ શુભાશુભ-કર્મ (અદશ્ય-ભાગ્ય) પણ આ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. જ્યારે જીવ અહિંસા, દયા, દાન વગેરે સારાં કાર્યો કરે છે ત્યારે તેને પુણ્યના પ્રભાવથી સ્વર્ગાદિમાં જન્મ પ્રાપ્ત થાય છે. જો તે હિંસા, જુઠ, ચોરી વગેરે ખોટાં કાર્યો ૧ જુઓ – પ્રકરણ ૩ २ रागो य दोसो वि य कम्मवीयं कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाई मरणस्स मूलं दुक्खं च जाईमरणं वयंति –૩. ૩૨. ૭. ૩ જુઓ - મૃ. ૧૩૪ પા. ટિ. ૪, ૪ જુઓ - મૃ. ૧૪૧ પા. ટિ. ૨; ૬. ૩. ૨, ૫, ૬, ૪. ૨, ૭. ૯૯, ૧૦. ૧૫, ૧૩-૧૯-૨૦ ૧૪. ૨, ૧૯, ૧૮. ૨૫, ૧૯-૧૦-ર૦, રર. પ૬, ૫૮, ર૦ ૪૭, ૨૧. ૨૪, ૨૫. ૪૧, ૩૨. ૩૩, ૩૩, ૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કરે તો પાપકર્મોના પ્રભાવથી નરકાદિમાં જન્મ લે છે. દુરાત્માની બાબતમાં ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાનો કંઠ કાપનાર દુશ્મન કરતાં પણ પોતાનું અધિક અનિષ્ટ કરે છે. આ હકીકતનો ખ્યાલ મૃત્યુ સમયે જ્યારે તે પશ્ચાતાપથી સંતાપ પામે છે ત્યારે જ તેને આવે છે`. એ સાચું કે પુણ્યકર્મના પ્રભાવથી સાંસારિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે પરંતુ જન્મ-મરણની બાબતમાં તો બંને એટલે કે પાપ-પુણ્યનું કારણપણું એક સરખું છે. મનોજ્ઞામનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષ-બુદ્ધિ- કર્મબન્ધન કેમ થાય છે ? તેનું આ કારણ છે : મનોજ્ઞ (પ્રિય) વસ્તુમાં રાગ (મમત્વ આસક્તિ) અને અમનોજ્ઞ (અપ્રિય) વસ્તુમાં દ્વેષ બુદ્ધિ. જ્યારે જીવ કોઈ વસ્તુમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તે પોતાના રાગ-દ્વેષને કારણે દુ:ખી થાય છેૐ. આમ રાગ-દ્વેષ સાક્ષાત્ દુઃખના કારણ હોવા છતાં કર્મબંધનના કારણ છે કારણ કે રાગદ્વેષને લીધે જીવ હિંસા, અસત્ય, ચોરી આદિ પાપ-ક્રિયાઓ તથા દયા, દાન १. न तं अरी कंठछेत्ता करेइ जं से करे अप्पणिया दुरप्पा । से नाहिई मच्चमुहं तु पत्ते पच्छाणुतावेण दयाविहूणो ॥ ૧૩. ૨૦, ૪૮. ૨ જુઓ – પૃ. ૧૪૧ પા. ટિ. ૨, ઉ. ૪-૧૨-૧૩, ૮. ૨, ૨૯. ૬૨, ૭૧, ૩૦. ૧, ૪, ૩૧. ૩, ૩૨-૯, ૧૯, ૨૫-૩૦, ૩૨. ૩૩, ૩૮. ૩૯, ૪૧, ૪૬, ૫. ૧, ૫૨, ૫૯, ૬૪, ૬૫, ૭૨, ૭૭. ૭૮, ૮૫, ૯૦-૯૧, ૯૮, ૧૦૦-૧૦૧. અહીં ક્યાંક રાગ-દ્વેષ ને પૃથક-પૃથક, ક્યાંક એક સાથે, ક્યાંક મોહાદિની સાથે કર્મના કારણ તરીકે દર્શાવેલ છે. ક્યાંક ક્યાંક રાગ-દ્વેષને સાક્ષાત્ સંસાર કે દુ:ખના હેતુ ગોલ છે. 3 रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे अलोयलोले समुवेइ मच्चुं ॥ जे यावि दोसं समुवेइ तिव्वं तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्दन्तदोसेण सएण जन्तू न किंचि रूवं अवरज्झई से । ---૩. ૩૨. ૨૪. ૨૫. Page #167 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૪૩ વગેરે પુણ્ય-ક્રિયાઓ કરે છે, આ પાપ અને પુણ્ય-ક્રિયાઓ કરવાથી અનુક્રમે પાપ અને પુણ્ય કર્મોનું બંધન થાય છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે દ્વેષના મૂળમાં પણ રાગ જ કારણરૂપે કાર્ય કરે છે કારણ કે અમનોજ્ઞ વસ્તુમાં જે દ્વેષ થાય છે તેના મૂળમાં પણ કોઈને કોઈ પ્રત્યે રાગની ભાવના અવશ્ય રહેલી હોય છે. જે વ્યક્તિએ ક્યારેય કોઈ પ્રત્યે રાગ (પ્રેમ) ન કર્યો હોય અને માત્ર દ્વેષ, ક્રોધ અને ધૃણા જ કરવાનું જાણ્યું હોય તેને પણ પોતાના ક્રોધી સ્વભાવ પ્રત્યે રાગ જરૂર હોય છે નહિ તો તે પોતાની ઈચ્છાથી પ્રતિકૂળ આચરણ કરનાર પ્રત્યે કદિ દ્વેષ ન કરે. ભગવાન મહાવીર પ્રત્યે કરવામાં આવેલ રાગ પણ પુય-કર્મના બંધ માટેનું કારણ છે. તેથી ગ્રંથમાં ગૌતમ ગણધરને અનુલક્ષીને ભગવાને કહ્યું છે “હે ગૌતમ, મારા પ્રત્યે મમત્વ રાખ નહીં.” હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાગ-દ્વેષનું કારણ શું છે ? શું મનોજ્ઞ વસ્તુ રાગનું અને અમનોજ્ઞ વસ્તુ દ્વેષનું કારણ છે ? આ બાબતમાં, ગ્રંથનો સ્પષ્ટ મત છે કે જો કે મનોજ્ઞ અને અમનોજ્ઞ વસ્તુમાં અનુક્રમે રાગ અને દ્વેષની ભાવના ઉત્પન્ન થાય છે પણ આ મનોજ્ઞામનોજ્ઞ વિષય રાગવાનું વ્યક્તિ માટે જ અનુક્રમે રાગ અને દ્વેષનું સર્જન કરે છે, વિતરાગીને રાગ કે દ્વેષ થતાં નથી. આમ, રૂપાદિ વિષય ન તો રાગ-દ્વેષને શાંત કરે છે કે ન તો તેની ઉત્પત્તિમાં કારણ છે પરંતુ જે જીવ આ વિષયોમાં રાગ અથવા દ્વેષ કરે છે તે જ સ્વયંના રાગ અથવા દ્વેષને કારણે વિકૃતિ પ્રાપ્ત કરે છે. તેમાં રૂપાદિ વિષયોનો કોઈ १ वोच्छिदं सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम मा पमायए ॥ –૩. ૧૦. ૨૮. २ चत्तपुत्तकलत्तस्स निव्वारस्स भिक्खुणो । पियं न विज्जइ किंचि अप्पियं पि न विज्जई ॥ एगंतरत्ते रुइरंसि रूवे अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले न लिप्पई तेण मुणी विरागो ।। –૩. ૩૨. ર૬. Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન દોષ નથી. એથી પ્રવ્રજ્યા લેતી વખતે નમિરાજર્ષિને જ્યારે ઈન્દ્ર કહે છે ‘આપનું અંત:પુર સળગી રહ્યું છે’ ત્યારે પણ તે પોતાના સંકલ્પથી ચલિત થતા નથી. જો એમના સ્થાને કોઈ રાગવાન પુરુષ હોત તો અવશ્ય રાગને કારણે અંતઃપુરની રક્ષા વગેરે કરત તથા દ્વેષને કારણે અંતઃપુરમાં આગ લગાડનારને સજા આપવાનો પ્રયત્ન કરત. વળી ક્યા વિષયો મનોજ્ઞ છે અને કયા અમનોજ્ઞ છે ? આનો ઉત્તર આપવો સરળ નથી કારણ કે કોઈ એક વિષય કોઈકને મનોજ્ઞ લાગે અને બીજાને તે જ વિષય અમનોજ્ઞ લાગે તો ત્રીજાને વળી તે ઉપેક્ષણીય પણ લાગે. માટે, મનોજ્ઞામનોશ વિષયોને ક્રમશઃ રાગ અને દ્વેષના કારણ ન માની શકાય. જો આમ ન માનીએ તો વીતરાગી અને મુક્ત જીવને પણ રાગાદિ થવાં જોઈએ કારણ કે મનોશામનોશ વિષયો તેમની સમક્ષ પણ રહેતા હોય છે. આ ઉપરાંત, વ્યક્તિનું કર્મ કરવાના વિષયમાં જે સ્વાતંત્ર્ય છે તે પણ સમાપ્ત થઈ જાય. ૧૪૪ w અજ્ઞાન - જ્યારે મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો અનુક્રમે રાગ અને દ્વેષના કારણ નથી તો પછી તેનું કારણ શું છે ? આ વિષયમાં ગ્રંથનો મત છે કે १. न कामभोगा समयं उवेति न यावि भोगा विगई उवेंति । जे तप्पओसी व परिग्गही य सो तेसु मोहा विगई उवे ॥ —–૩. ૩૨. ૧૦૧. અહીં મનોજ્ઞામનોજ્ઞ વિષયોને જે રાગાદિના અહેતુ દર્શાવ્યા છે તે ઉપાદાનકારણની દૃષ્ટિએ છે કારણ કે તેમાં નિમિત્ત કારણપણું અવશ્ય રહેલું છે. જો એમ ન હોત તો એ વિષયો ઉપસ્થિત થતાં રાગાદિ વિકાર ન થાત. વળી, ગ્રંથકારે કહ્યું છે કે વિષયભોગ ઝેરી ફળ જેવો છે એ કથનની સંગતિ કેવી રીતે બેસત ? ૨ ૬, ૯. ૧૨-૧૬ ૩ જેમ સોળ વર્ષની મૃત્યુ પામેલી સુંદર બાળાને જોઈ કોઈ કામુક યુવક રાગાભિભૂત થઈ કહે છે ‘અહો, કેટલી સુંદર હતી ?', શત્રુ દ્વેષવશ કહે છે, ‘સારું થયું કે મરી ગઈ.’ પણ એક વીતરાગી સાધુ સંસારની અસારતાનો વિચાર કરતાં, ઉપેક્ષાભાવ રાખે છે. આમ એક જ વિષય કામુક વ્યક્તિને મનોજ્ઞ, શત્રુને અમનોજ્ઞ અને વીતરાગી સાધુને ઉપેક્ષણીય લાગે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૪૫ રાગની ઉત્કટ અવસ્થારૂપી મોહ (મૂર્છાભાવ) જ રાગ દ્વેષનો જનક છે. આ મોહ પણ અજ્ઞાનમૂલક રાગની ઉત્કટાવસ્થારૂપ મૂર્છાભાવ સિવાય બીજું કંઈ નથી. મોહ રાગાત્મક હોવાથી ગ્રંથમાં ક્યાંક ક્યાંક રાગ-દ્વેષની સાથે મોહને પણ કર્મબંધ અને દુઃખના કારણ તરીકે દર્શાવવામાં આવેલ છે?. આ મોહ અજ્ઞાનમૂલક હોવાથી મોહના પણ મૂળ કારણ તરીકે અજ્ઞાન (અવિદ્યા)ને સ્વીકારવામાં આવેલ છે. તેથી ગ્રંથમાં કહેવાયું પણ છે કે પુરુષ જ્ઞાન વગરનો છે તે સર્વ દુઃખોત્પત્તિનું સ્થાન બનેલ છે અને તે મૂઢ થઈને અનંત સંસારમાં અનેકવાર (જન્મ-મરણ પામીને) પીડિત થાય છે. જેઓ જ્ઞાનવાળા છે તેઓ બંધનના કારણોને જાણીને સત્યની શોધ કરે છે અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. તૃષ્ણા અને લોભ અજ્ઞાન અને મોહની વચ્ચે જે બે અન્ય કારણોને ગ્રંથમાં દર્શાવવામાં આવ્યા છે તેનાં અનુક્રમે નામ છે : તૃષ્ણા અને લોભTM. १ अमोहणे होइ निरंतराए । – તથા જુઓ - પૃ. ૧૪૧, પા. ટિ. ૨; ૧૪૬ પા. ટિ. ૨; ૩. ૫. ૨૬, ૮. ૩, ૧૪. ૨૦, ૧૯. ૭, ૨૧. ૧૯ વગેરે २. रागं च दोसं च तहेव मोहं उद्धत्तुकामेण समूलजालं । તથા જુઓ પૃ. ૧૪૧ પા. ટિ. ૨; પૃ. ૧૪૫ પા. ટિ. ૪; 3 जावन्ताविज्जा पुरिसा सव्वे ते दुक्खसंभवा । पन्ति बहुसो मूढा संसारम्मि अणन्त ॥ समिक्ख पंडिए तम्हा पासजाइपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेति भूएस कप्पए । जहा वयं घम्ममजाणमाणा पावं पुरा कम्ममकासि मोहा || તથા જુઓ - ઉ. ૨૮. ૨૦, ૨૯-૫-૬, ૭૧ વગેરે ४ दुक्खं हयं जस्स न होइ मोहो मोहो हओ जस्स न होइ तहा तहा हया जस्स न होइ लोहो लोहो हओ जस्स न किंचणाई । • ૧૩. ૩૨. ૧૦૯. ૧૩. ૩૨. ૯. ૩. ૬. ૧-૨. ૧૩. ૧૪. ૨૦. -૩. ૩૨. ૮. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન તૃષ્ણા અને લોભ – એ બન્ને ખરેખર તો રાગાત્મક મોહની જ વિભિન્ન અવસ્થાઓ છે. તણાને ભયંકર ફળ આપનાર લતા તરીકે વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, મોહ અને તૃણા વચ્ચે બીજાંકુરનો સંબંધ પણ દર્શાવવામાં આવ્યો છે – જેમ કે બગલીની ઉત્પત્તિ ઈંડામાંથી અને ઈંડાની ઉત્પત્તિ બગલીમાંથી થાય છે તેમ મોહની ઉત્પત્તિ તૃષ્ણામાંથી અને તૃણાની ઉત્પત્તિ મોહમાંથી થાય છે. આ રીતે જો કે મોહ અને તૃષ્ણા વચ્ચે બીજાંકુર જેવો સંબંધ દર્શાવવામાં આવેલ છે પરંતુ, આગળ ઉપર ગ્રંથમાં જ લખવામાં આવ્યું છે કે – “જેને મોહ નથી તેના દુઃખનો અંત આવી ગયો છે. જેણે તૃષ્ણા ત્યાગી તેણે મોહનો પણ નાશ કરી દીધો છે. જેની પાસે કંઈ સંપત્તિ નથી (અકિંચન) તેણે લોભનો પણ નાશ કરી દીધો છે. અહીં મોહનું કારણ તૃષ્ણાને ગણવામાં આવી છે અને તૃષ્ણાના કારણ તરીકે લોભને દર્શાવવામાં આવેલ છે. આ લોભનો નાશ થતાં તૃષ્ણાદિની પરંપરા તૂટી જાય છે. આ લોભનો વિનાશ અકિંચનભાવ અર્થાતુ...અહીં અકિંચન ભાવ લોભનું કારણ નથી પણ, લોભત્યાગથી અકિંચનભાવની પ્રાપ્તિ થાય છે. આ અકિંચનભાવની પ્રાપ્તિ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનથી લોભાદિમાં પ્રવૃત્તિ થાય છે. આમ અજ્ઞાન જ સર્વ દુઃખોનું મૂળ કારણ છે. અજ્ઞાન દૂર થતાં જ મોહાદિની શૃંખલા તૂટી જાય છે અને તે વખતે જીવ જન્મ-મરણના ચકરાવામાંથી મુક્તિ મેળવી જીવન મુક્ત બને છે. આ રીતે દુ:ખોના કારમભૂત સંસારની જે કારણ १ भवतण्हा लया वुत्ता भीमा भीमफलोदया । –૩. ૨૩. ૪૮. २ जहा य अंडप्पभवा बलागा अंडं बलागुप्पभवं जहा य । __ एमेव मोहाययणं खु तण्हा मोहं च तण्हाययणं वयंति ।। –૨. ૩ર. ૬. ૩ તથા જુઓ - મૃ. ૧૪પ પા. ટિ. ૪. Page #171 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર સંસાર-દુઃખ. કાર્યશ્રૃંખલા દર્શાવવામાં આવી છે તે નીચે પ્રમાણે છે : અજ્ઞાન-લોભ-તૃષ્ણા-મોહ-રાગ-દ્વેષ-કર્મબંધન-જન્મમરણરૂપ અજ્ઞાનથી લોભ, લોભથી તૃષ્ણા, તૃષ્ણાથી મોહ, મોહથી રાગદ્વેષ, રાગદ્વેષથી શુભાશુભ કર્મબંધન, શુભાશુભ કર્મબંધનથી જન્મમરણરૂપ સંસાર, જન્મ-મરણારૂપ સંસારથી દુ:ખ. આ રીતે આ કારણ કાર્યશૃંખલાના મૂળમાં અજ્ઞાન છે, તેને લીધે જીવ હિત કે અહિતનો વિવેક કરી શકતો નથી અને રાગાદિના વશમાં આવીને સંસારના વિષય-ભોગોમાં રચ્યોપચ્યો રહે છે. આ અજ્ઞાન દૂર થતાં, સંસારના વિષયો ઉપરની આસક્તિ નાશ પામે છે અને દુઃખોનો પણ અંત આવે છે. આ માત્ર પુસ્તકિયુ જ્ઞાન નથી પણ આ કારણકાર્યશૃંખલારૂપ સત્યજ્ઞાનનો આત્મસાક્ષાત્કાર આવશ્યક છે. જ્યાં સુધી આ સત્યનું વાસ્તવિક જ્ઞાન નથી થતું ત્યાં સુધી સંસારના વિષયોમાંથી રાગબુદ્ધિ દૂર થઈ શકતી નથી. તેથી બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારની અસારતાને જાણીને પણ સંસારના વિષયોમાંથી વિરકત થતો નથી. આ રીતે, અજ્ઞાન જ મૂળ કારણ છે અને તેનાથી મોહાદિરૂપ અન્ય કારણોની ઉત્પત્તિ થાય છે અને પછી દુ:ખોથી પૂર્ણ સંસારમાં પરિભ્રમણ થાય છે. કર્મ-બન્ધ જન્મ-મરણરૂપ સંસારના પરિભ્રમણમાં કર્મબંધનું વિશેષ મહત્ત્વ રહેલું છે કારણ કે જ્યાં સુધી જીવની સાથે કર્મનું બંધન રહે છે ત્યાં સુધી તે સંસારમાં પરિભ્રમણ કરે છે અને જ્યારે તે કર્મના બંધનમાંથી છૂટકારો મેળવે છે ત્યારે ચતુર્ગતિરૂપ સંસાર-પરિભ્રમણમાંથી પણ મુક્ત થઈ જાય છે. માટે, જીવને થતાં કર્મબંધ વિશે વિચાર કરવો જરૂરી છે. કર્મબન્ધ' શબ્દનો અર્થ : ૧૪૭ કર્મબન્ધ' શબ્દમાં બે શબ્દો છે ઃ કર્મ અને બંધન. ‘કર્મ' શબ્દ દ્વારા સાધારણ રીતે ક્રિયા, પ્રવૃત્તિ કે કાર્યનો બોધ થાય છે તથા ‘બંધન’ શબ્દ દ્વારા ૧ ઉ. ૧૩. ૨૭-૩૦. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ઉત્તરાધ્યયન-સૂત્ર: એક પરિશીલન બે વિશિષ્ટ પદાર્થોના સંબંધ-વિશેષનો બોધ થાય છે. આમ કર્મબન્ધ'નો સામાન્ય અર્થ થાય : “જીવ દ્વારા કરવામાં આવેલ મન-વચન-કાયાની પ્રવૃત્તિ સાથે કર્મ-પરમાણુઓ (કાર્મહાવર્ગલા-રૂપી અચેતન પુદ્ગલ દ્રવ્યવિશેષ)નો દૂધ અને પાણીની જેમ જીવના આત્મ-પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહી (સંબંધ) થવો.” જો કે આ રીતે જીવની પ્રત્યેક ક્રિયાનું નિમિત્ત પ્રાપ્ત કરીને, કર્મપરમાણુઓનો આત્મા સાથે બંધ થઈ શકે છે પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં પ્રત્યેક ક્રિયાના નિમિત્તને કારણે કર્મબંધ થાય એમ સ્વીકારવામાં આવેલું નથી પરંતુ, સંસાર-પરિભ્રમણામાં કારણભૂત રાગ-દ્વેષના નિમિત્તે થનારી મન-વચન-કાયાની ક્રિયા જ જીવની સાથે કર્મપરમાણુઓનો બંધ કરાવે છે. જે ક્રિયાઓની રાગ-દ્વેષની નિમિત્ત કારણતા નથી તે પણ જો કે કર્મ તો છે પણ તે જીવની સાથે બંધને પ્રાપ્ત થતી નથી. આ વિષયને સ્પષ્ટ કરવા માટે ગ્રંથમાં એક દૃષ્ટાંત આપવામાં આવ્યું છે. કોઈ દિવાલ ઉપર એક સાથે માટીના ભીના અને સૂકા બે ઢેફા ફેંકવામાં આવે ત્યારે બંને ઢેફા તે દિવાલ સુધી પહોંચે તો જરૂર છે પણ તે બેમાંથી જે ભીનું ઢેફુ છે તે દિવાલને ચોંટી જાય છે અને જે સુકું ઢેકું છે તે દિવાલને ચોંટતું નથી. તે રીતે, જે જીવ કામ-ભોગોની લાલસા (રાગ-દ્વેષની ભાવના)થી મુક્ત છે તેની પાસે કર્મપરમાણુઓનો બંધ થઈ જાય છે અને જે વીતરાગી છે તેની સાથે કર્મપરમાણુનો બંધ થતો નથી. માટે જેઓ ભોગોની લાલસાવાળા છે તેઓ કર્મબંધને કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે અને જેઓ ભોગોની લાલસાથી રહિત છે તેઓ કર્મબંધથી મુક્ત થઈ જાય છે. માટે ગ્રંથમાં કર્મબંધ દ્વારા એ १ उवलेवो होइ भोगेसु अभोगी नोवलिप्पई । भोगी भमई संसारे अभोगी विप्पमुच्चई ।। उलो सुक्खो य दो छूटा गोलया मट्टियामया । दोवि आवडिया कुड्डे जो उलो सो स्थ लग्गई ।। एवं लग्गन्ति दुम्मेहा जे नरा कामलालसा । विरत्ता उ न लग्गन्ति जहा से सुक्कगोलए । –૩. ૨૫. ૪૧-૪૩. વિશેષ - જો આ દૃષ્ટાંતમાં ભીનાશ અને સૂકાપણું માટીના ઢેફાને બદલે દિવાલમાં દર્શાવેલ હોત તો વધારે ઉચિત ગણાત. Page #173 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૪૯ કર્મોને લક્ષમાં લેવામાં આવ્યા છે કે જે જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી તેની સાથે સંબંધ પામે છે અને જીવને સંસારમાં પરિભ્રમણા કરાવે છે. આ રીતે આપણી પ્રત્યેક માનસિક, વાચિક અને કાયિક ક્રિયા (જેને જૈનદર્શનમાં યોગ' શબ્દ દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે) થી કર્મપરમાણુઓ જીવ પ્રત્યે આકૃષ્ટ થાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ હોય તો કર્મપરમાણુ આત્મા સાથે ચોંટી જાય છે. જો એ સમયે આત્મામાં રાગાદિભાવ ન હોય તો કર્મપરમાણુ આત્માની પાસે આવીને પણ અલગ થઈ જાય છે. આમ જીવની પ્રત્યેક ક્રિયાથી સંચલિત થયા બાદ કર્મપરમાણુઓની નીચે મુજબ ત્રણ અવસ્થાઓ થાય છે : ૧ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોનું નિમિત્ત મેળવી આત્મા સાથે બંધાય છે અને તેને સંસારમાં પરિભ્રમણ કરાવે છે તેને “સક્રિય-બદ્ધ-કર્મ” કહી શકાય. ૨ જે કર્મ-પરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત માત્ર મન-વચનકાયાના પ્રવૃત્તિરૂપ નિમિત્તથી આત્માની પાસે આવીને તેની સાથે બંધાતા નથી અને પોતાનો કોઈ પ્રભાવ પણ પાડતાં નથી તેને “નિષ્ક્રિય-અબદ્ધ-કર્મ” કહી શકાય. ૩ જે કર્મપરમાણુ જીવના રાગાદિ ભાવોથી રહિત મન-વચન-કાયાની સત્યપ્રવૃત્તિ (સદાચાર)ના નિમિત્તે આત્માની પાસે આવી પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય १ अट्ठ कम्माई वोच्छामि आणुपुव् िजहाकर्म । जेहिं बद्धो अयं जीवो संसारे परिवठ्ठई ॥ –૩, ૩૩. ૧. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન કરે છે તેને ગ્રંથમાં દુર્ગતિમાં ન લઈ જનાર કર્મ ગણવામાં આવ્યાં છે. અને તેને “સક્રિય અબદ્ધ-કર્મ” કહી શકાય. આ ત્રણ પ્રકારની કર્મની અવસ્થાઓમાંથી ત્રીજી અવસ્થાવાળા કર્મો વિશે આગળ ઉપર વિચાર કરવામાં આવશે. બીજી અવસ્થાવાળા કર્મોનો પ્રસ્તુત એવો કોઈ ઉપયોગ નથી તેથી પ્રથમ અવસ્થાવાળા કર્મોનો જ વિચાર માત્ર અહીં પ્રસ્તુત છે. પહેલાં જે કર્મોની પરિભાષા આપવામાં આવી છે તે પણ પ્રથમ પ્રકારનાં કર્મોની અવસ્થાને જ દષ્ટિમાં રાખીને આપવામાં આવી છે કારણ કે ગ્રંથમાં કર્મબંધ સંબંધી જે વર્ણન મળે છે તે આ અવસ્થાવાળા કર્મો સાથે સંબંધિત છે. તેથી ગ્રંથમાં કર્મને કર્મગ્રન્થિ, કર્મકંચુક, કર્મગુર૪૧, કર્મગુરુ', કર્મવન વગેરે શબ્દોથી વ્યક્ત કરેલ છે. વિષમતાનું કારણ-કર્મબંધ: જીવે કરેલા કર્મોના પ્રભાવથી ઈષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગ, દુઃખ કે સુખની અનુભૂતિ, સ્વર્ગ કે નરકની પ્રાપ્તિ, જ્ઞાન કે અજ્ઞાનનું આધિપત્ય વગેરે થાય છે. જોત જોતામાં રાજા રંક બની જાય છે અને રંક રાજા બની જાય છે. એક માણસ દિનભર કઠોર પરિશ્રમ કરવા છતાં કંઈ મેળવતો નથી અને બીજો ઘરે બેઠાં બેઠાં અપાર સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. આ માટેનું શું કારણ છે ? એનું કારણ છે આપણા દ્વારા કરવામાં આવેલ (પૂર્વબદ્ધ) કર્મ કે જે આત્મા સાથે १ किं नाम होज्जतं कम्मयं जेणाहं दुग्गइं न गच्छेज्जा । –૩. ૮. ૧. २ अट्ठविहकम्मगंठि निज्जरेइ । –૩. ર૯. ૩૧. अट्ठविहस्स कम्मस्स कम्मगंठिविमोयणाए –૩. ર૯. ૭૧. 3 तवनारायजुत्तेण भेतूण कम्मकंचुयं । –૩. ૯. રર. ४ तवस्सी वीरियं लद्धं संवुडे निडुणे रयं । –૩. ૩. ૧૧. વિદુકદિ પુજે ઉં... -૩. ૧૦. ૧. ५ तओ कम्मगुरू जन्तू । ૩. ૭. ૯. ६ कामभोगे परिच्चज्ज पहाणे कम्ममहावणं । –૩. ૧૮. ૪૯. Page #175 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૫૧ બદ્ધ થઈ સુખ-દુઃખ વગેરેનો અનુભવ કરાવે છે. આ કર્મ એક સાચા ન્યાયાધીશની જેમ જીવની પ્રત્યેક કાર્યવાહીને જાણે કે લખી રાખે છે અને તે અનુસાર તેનાં ફળ પણ આપે છે કારણ કે કર્મ એ સત્ય ઘટના છે. માટે, જે રૂપે કર્મ કરવામાં આવે છે તે રૂપે તેનું ફળ પણ અવશ્ય આપે છે. કર્મોનું ફળ ભોગવ્યા વગર કોઈને છૂટકારો મળતો નથી. જો સારાં કર્મ કરે તો સુખરૂપ સારું ફળ મળે છે. જો ખરાબ કર્મ કરે તો દુ:ખરૂપ ખરાબ ફળ મળે છે. આ કર્મો નિમ્ન કુલ-ગોત્ર-શરીરરચના વગેરે પ્રાપ્ત થાય છે. મરણ પછી પરલોકમાં પણ સાથ આપનાર જો કોઈ હોય તો તે છે જીવ દ્વારા કરવામાં આવેલ શુભાશુભ કર્મ માટે ગ્રંથમાં લખવામાં આવ્યું છે-ભાઈ બંધુ વગેરે કોઈના કર્મના ભાગીદાર બની શકતા નથી અને તેમને કર્મમાંથી છૂટકારો પણ આપી શકતા નથી કારણ કે કર્મ કર્તાનું જ અનુગમન કરે છે'. બીજા માટે કરવામાં ૧ ૬ તુ માડું ર ડું || -૩. ૧૩. ૧૯. कम्मा नियाणप्पगडा तुमे राय विचिन्तिाया । तेसिं फलविवागेण विप्पओगमुवागया ।। –૩. ૧૩. ૮. २ कम्मसच्चा हु पाणिणो। –૩ ૭. ૨૦. सव्वं सुचिण्णं सफलं नराणं । कडाण कम्माण न मोक्ख अस्थि ।। –૩. ૧૩. ૧૦. ૩ શુભકર્મોના શુભફળ માટે જુઓ - ઉ. ૧૩. ૧૦-૧૧, ૧૯-૨૧-૨૨, ૨૦. ૩૩, ર૯-૨૩ વગેરે અશુભ કર્મોના અશુભફળ માટે જુઓ - ઉ. ૩. ૫, ૫. ૧૩, ૮. ૨૫, ૧૯. ૧૯-૨૦, ૩૦, ૬ વગેરે ૪ ઉ. ૩. ૩, ૧૪. ૧-૨ વગેરે ५ न तस्स दुक्खं विभयन्ति नाइओ न मित्तवग्गा न सुया न बन्थ्वा । एक्को सयं पच्चणुहोइ टुक्खं कत्तारमेव अणुजाइ कम्मं ।। चेच्चा दुपयं च चउप्पयं च खेतं गिहं घणधनं च सव्यं । सकम्मबीओ अवसो पमाई परं भवं सुन्दरपावनगं वा ॥ –૩. ૧૩. ર૩-૨૪. તથા જુઓ – પૃ. ૧૩૩, પા. ટિ. ૨. Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આવેલું કર્મ, કર્તા દ્વારા જ ભોગવવાનું હોય છે'. જે રીતે ચોરી કરતો ચોર પકડાઈ જાય પછી બચી શકતો નથી તેમ આ કર્મોથી છૂટવું અસંભવિત છે . સમ્રાટ, ચક્રવર્તી તથા દેવતા વગેરે જ્યારે આ કર્મોનાં ફળ ભોગવવામાંથી બચી શકતા નથી તો પછી અન્ય સામાન્ય જીવ તેનાં ફળ ભોગવવામાંથી કેવી રીતે બચી શકે ? આપણે એમ કહીએ છીએ કે આપણાં માતા-પિતા, ભાઈ-બન્ધુ વગેરે આપણી રક્ષા કરે છે તથા આપણે માટે સુખ-સાધનો મેળવી આપે છે પણ આ પૂર્વભવનાં પોતપોતાનાં કર્મોનું જ ફળ છે. માટે આપણાં સુખ-દુઃખ વગેરેમાં માતા-પિતા, ભાઈ-બન્ધુ વગેરે માત્ર નિમિત્તકારણ છે, ઉપાદાન કારણ તો આપણાં પૂર્વબદ્ધ કર્મો જ છે. નિમિત્તકારણ કર્મો અનુસાર આપોઆપ મળી જાય છે. આ રીતે જીવમાં જે નાનામાં નાની અને મોટામાં મોટી ક્રિયા અથવા સુખદુ:ખની અનુભૂતિ દૃષ્ટિગોચર થાય છે તે સર્વ પોતપોતાનાં પૂર્વબદ્ધ કર્મોના પ્રભાવને લીધે છે. માટે ગ્રન્થમાં બધા સંસારી જીવોને પોતપોતાના કર્મોથી પચ્યમાન (દુઃખ ભોગવનાર) કહેવામાં આવેલ છે”. ૧૫૨ १. संसारमावन परस्स अट्ठा साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले न बंधवा बंधवयं उवेति ॥ २ तेणे जहा संघिमुहे गहीए सकम्मुणा किच्चई पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मुक्ख अस्थि ॥ તથા જુઓ - પૃ. ૧૫૧, પા. ટિ. ૨. 3 थावरं जंगमं चेव धणं धण्णं उक्खरं । पच्चमाणस्स कम्पेहिं नालं दुक्खाउ मोयणे ।। ૧૩. ૪. ૪. ૩. ૪. ૩. –૩. ૬. ૬. Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ; સંસાર કર્મ સિદ્ધાંત એ ભાગ્યવાદ નથી : આ કર્મ-સિદ્ધાન્તથી જો કે ભાગ્યવાદ અથવા અનિવાર્યતાવાદની પુષ્ટિ થાય છે પરંતુ એમ માનવું ઇષ્ટ નથી. કારણ કે જીવને સારું કે ખરાબ કામ કરવામાં પૂર્ણ સ્વતંત્ર માનવામાં આવેલ છે. એ ખરું કે કરેલાં કર્મોનું ફળ ભોગવવું એ જીવના સ્વાતંત્ર્ય પર નિર્ભર નથી કારણ કે કર્મ કર્યા બાદ તેનું ફળ તો ભોગવવું જ પડે છે. આમ હોવા છતાં, જો જીવ પુરુષાર્થ કરે તો તે પોતાના પૂર્વબદ્ધ કર્મોના બંધનને દૂર કરી શકે છે. માટે, આ કર્મ-સિદ્ધાંતને ‘ભાગ્યવાદ’ કહેવા કરતાં, ‘પુરુષાર્થવાદ' કહેવો એ વધારે ઉચિત છે. ‘જેવી કરણી તેવી ભરણી’, ‘કરે તેવું પામે’, ‘વાવે તેવું લણે' વગેરે પ્રચલિત કહેવતોથી આ કર્મસિદ્ધાંતને સારી રીતે સમજી શકાય છે. કર્મોના મુખ્ય ભેદ-પ્રભેદ : જ્યારે કર્મ આત્મા સાથે બંધને પામે છે ત્યારે તે મુખ્યરૂપે આઠ રૂપોમાં પરિવર્તિત થાય છે. આ કર્મોની આઠ અવસ્થા જ કર્મોના પ્રમુખ આઠ ભેદ ગણાય છે. ગ્રન્થમાં તેને ‘મૂળ કર્મપ્રવૃત્તિ’ તથા તેના પેટા પ્રકારોને ‘ઉત્તર કર્મ પ્રવૃત્તિ’ કહેવામાં આવેલ છે`. પ્રકૃતિ એટલે વસ્તુનો સ્વભાવ. માટે બંધને પ્રાપ્ત થનાર કર્મ-પરમાણુઓમાં અનેક પ્રકારના પરિણામોને ઉત્પન્ન કરનાર સ્વાભાવિક શક્તિઓના આવી પડવાને ‘પ્રકૃતિબંધ’ કહેવાય. આ મૂળ આઠ કર્મો અથવા કર્મ પ્રવૃત્તિઓનાં કાર્ય અને નામ નીચે પ્રમાણે છે . ૧. આત્માના જ્ઞાન-ગુણનાં પ્રતિબંધક (જ્ઞાનાવરણીય) ૨. સામાન્ય બોધ કે આત્મબોધનાં પ્રતિબંધક (દર્શનાવરણીય) ૩. સુખદુઃખનો અનુભવ કરાવનાર (વેદનીય) ૪. મોહ અથવા મૂઢતા ઉત્પન્ન કરનાર (મોહનીય) १ एयाओ मूलपयडीओ उत्तराओ य आहिया । २ नाणस्सावरणिज्जं .....अट्ठेव उ समासओ । ૧૫૩ ૧૩. ૩૩. ૧૬. ૧૩. ૩૩. ૨-૩. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૫. જીવની સ્થિતિનાં માપક (આયુ) ૬. શરીરની રચના વગેરેમાં નિમિત્તકારણ (નામ) ૭. ઊંચા કે નીચા કુળ વગેરેની પ્રાપ્તિમાં કારણ (ગોત્ર) ૮. આત્માની વીર્યાદિ શક્તિઓનાં પ્રતિબંધક (અંતરાય) આ આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-આ ચાર કર્મ જીવના અનુજીવી ગુણોને ઢાંકતાં હોવાથી “ઘાતી કર્મ ગણાય છે. એ નષ્ટ થતાં, જીવનાં બાકીનાં ચાર કર્મ આયુષ્ય પૂરું થતાં સ્વતઃ નષ્ટ થઈ જાય છે. કારણ કે અઘાતી કર્મોના પ્રભાવથી જીવના સ્વાભાવિક જ્ઞાન આદિ ગુણોને પ્રકટવામાં કોઈ બાધ આવતો નથી. તેથી તેને એટલે કે બાકીનાં આયુ વગેરે ચાર કર્મોને અઘાતી” કહેવામાં આવે છે. ગ્રંથમાં આ કારણે ચાર ઘાતી કર્મો વિનષ્ટ થતાં જીવ, જીવન્મુક્ત બને છે એમ માનવામાં આવ્યું છે. કારણ કે બાકીનાં ચાર અઘાતીકર્મ આયુષ્ય પૂર્ણ થતાં, એક સાથે, વિશેષ પ્રયત્ન વગર નષ્ટ થાય છે. હવે, ક્રમશઃ આઠેય કર્મોનાં સ્વરૂપાદિનું વર્ણન કરવામાં આવશે. ૧. જ્ઞાનાવરણીય કર્મઃ જે આત્મામાં રહેનાર જ્ઞાનગુણાને પ્રકટ ન થવા દે તેને જ્ઞાનાવરણીય કર્મ કહેવામાં આવે છે. જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકારોને આધારે જ્ઞાનાવરણીય કર્મોના પણ પાંચ પેટા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. આ પેટા પ્રકારો (ઉત્તર પ્રવૃતિઓ)નાં નામ ક્રમશઃ નીચે મુજબ છે. ૧. શ્રત જ્ઞાનાવરણ-શાસ્ત્ર જ્ઞાનને ઢાંકનાર ૨. આભિનિબોધિક જ્ઞાનાવરણ. અથવા મતિજ્ઞાનાવરા-ઇન્દ્રિય જન્ય જ્ઞાનને ઢાંકનાર ૩. અવધિજ્ઞાનાવરા१ पसत्थजोगपडिवने य णं अणगारे अणंतघाईपज्जवे खवेइ । –૩. ર૯. ૭. वेयणिज्जं आउयं नामं गोत्तं च एए चत्तारि कम्मसे जुगवं खवेइ। –૩. ર૯. ૭૨. તથા જુઓ – ઉ. ર૯. ૪૧, ૫૮, ૬૧, ૩૨. ૧૦૯ વગેરે ૨ ૩. ૩૩. ૪. ૩ વ્યાખ્યપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, તત્ત્વાર્થસૂત્ર વગેરે અન્ય જેને ગ્રંથોમાં શ્રુતશ્રાવણ પહેલાં આભિનિબોધિકજ્ઞાનાવરણ (મતિજ્ઞાનાવરણ)નો ઉલ્લેખ મળે છે. જેમ मतिश्रुतावधिमन:पर्ययकेवलानाम् । -ત. . ૮. ૬. WWW.jainelibrary.org Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ઇન્દ્રિયાદિની સહાયતા વગર થનાર રૂપી અચેતન વિષયક (સીમિત પદાર્થોના) યોગિક પ્રત્યક્ષ જ્ઞાનને (આવક) ઢાંકનાર. ૪. મન:પર્યાયજ્ઞાનાવરણ-ઇન્દ્રિયાદિની સહાયતા વગર બીજાના મનોગત ભાવોને જાણનાર જ્ઞાનને ઢાંકનાર` અને ૫. કેવળ જ્ઞાનાવરણ-ઇન્દ્રિયાદિની સહાયતા વગર ત્રિકાલવર્તી સમસ્ત પદાર્થોની સમસ્ત અવસ્થાઓ (પર્યાયો)ના જ્ઞાનને ઢાંકનાર. ૨. દર્શનાવરણીય કર્મ-જે પદાર્થોના સામાન્યજ્ઞાન અથવા આત્મબોધરૂપ દર્શન-ગુણાને પ્રકટ ન થવા દે તેને દર્શનાવરણીય કર્મ કહેવામાં આવે છે. તેના નવ અવાન્તર (પેટા) ભેદ ગણાવવામાં આવ્યા છે. તેમાંના પ્રથમ પાંચ ભેદ નિદ્રા સાથે સંબંધ ધરાવે છે તથા બાકીના ચાર દર્શન સંબંધી છે ઃ ૧. નિદ્રા-જે કર્મના પ્રભાવથી જીવને સામાન્ય નિદ્રા આવે. ૨.. નિદ્રા ૧ મન:પર્યાયજ્ઞાનના સ્વરૂપના સંબંધમાં જૈન શ્વેતાંબરોમાં બે પરંપરાઓ જોવા મળે છે : (ક) મન:પર્યાયજ્ઞાન પકીય મન દ્વારા વિચારાતી બાબતો જાણે છે. (ખ) મન:પર્યાયજ્ઞાન ચિન્તનવ્યાવૃત મનોદ્રવ્યની પર્યાયોને સાક્ષાત્ જાણે છે અને ચિત્યમાન પદાર્થ તો પાછળથી અનુમાન દ્વારા જાણી શકાય છે. કારણ કે નિત્યમાન પદાર્થ મૂર્તની જેમ અમૂર્ત પણ હોઈ શકે છે અને તેને મન:પર્યાયજ્ઞાનનો વિષય ન કહી શકાય. પ્રથમ પરંપરાનું દિગ્દર્શન આપણને ‘આવશ્યક નિર્યુક્તિ’ (ગાથા ૭૬) તથા ‘તત્ત્વાર્થાધિગમભાષ્ય’ (૧, ૨૯)માં થાય છે. બીજી પરંપરાનો ઉલ્લેખ ‘વિશેષાવશ્યકભાષ્ય' (ગાથા ૮૧૪)માં થયેલો છે. શ્વેતાંબર આચાર્ય હેમચંદ્ર બીજી પરંપરા તથા બધા દિગમ્બર જૈન આચાર્યો પ્રથમ પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે. જુઓ – પ્રમાણમીમાંસા, ભાષાટિપ્પણ પૃ. ૬૭. ૬૮ યાકોબીએ (સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૧૯૨-૧૯૩) શબ્દ-સામ્યના ભ્રમથી એનો ‘સત્ય શ્રદ્ધા’નું પ્રતિબંધક એવો અર્થ કર્યો છે. યાકોબીએ કરેલો અર્થ વસ્તુતઃ દર્શનમોહનીયને લાગુ પડે છે તે દર્શનાવરણીય કર્મને લાગુ પડતો નથી. આમ ચક્ષુદર્શનના અર્થમાં પણ તેને ભ્રમ થયેલો છે. ૩ ઉ. ૩૩. ૫-૬. ૧૫૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન નિદ્રા- જ કર્મના પ્રભાવથી જીવને ગાઢ નિદ્રા આવે (એવી નિદ્રાવાળી વ્યક્તિને હલાવવામાં આવે તો પણ મુશ્કેલીથી જાગે છે.) ૩. પ્રચલા’- જે કર્મના પ્રભાવથી ઊભાં ઊભાં કે બેઠાં બેઠાં પણ થોડી થોડી ઊંઘ આવતી રહે. ૪. પ્રચલાપ્રચલા-જે કર્મના પ્રભાવથી ચાલતાં ચાલતાં પણ ઊંઘ આવી જાય. ૫. સ્યાનગૃદ્ધિ-જે કર્મના પ્રભાવથી દિવસે કે રાત્રે સૂતાં સૂતાં જ સ્વપ્નમાં કાર્યોને કરી નાખે. ૬. ચક્ષુદર્શનાવરણ-ચક્ષુ ઇન્દ્રિયથી થનાર દર્શનગુણનો પ્રતિબંધ કરનાર. ૭.અચક્ષુર્દર્શનાવરણ-ચક્ષુ સિવાયની ઇન્દ્રિયો દ્વારા થનાર દર્શનગુણનો પ્રતિબંધ કરનાર. ૮. અવધિદર્શનાવરણ-ઇન્દ્રિયાદિ વિના રૂપી અચેતન પદાર્થોની બાબતમાં થનાર આત્માના દર્શનગુણનો પ્રતિબંધ કરનાર અને ૯. કેવળ દર્શનાવરા-ઇન્દ્રિયાદિ વગર કાલવર્તી સંપૂર્ણ પદાર્થોના એક સાથે થતા દર્શનનો પ્રતિબંધ કરનાર. જ્ઞાનની પહેલાંની અવસ્થાને ‘દર્શન’ કહેવામાં આવે છે. પરંતુ નિદ્રાદિના પાંચ પ્રકારોને ભેળવી દેવાથી નવ પ્રકારો થાય છે. નિદ્રાદિ પ્રમાદરૂપ હોવાથી તેને પણ દર્શનનો પ્રતિબંધ કરનાર ગણવામાં આવેલ છે. પાંચ પ્રકારની નિદ્રાઓમાં સ્થાનગૃદ્ધિ નિદ્રા સહુથી ખરાબ છે. ૩. વેદનીય કર્મ-આ કર્મના પ્રભાવથી સુખ અથવા દુ:ખની અનુભૂતિ થાય છે. સુખરૂપ કે દુઃખરૂપ અનુભૂતિ થતી હોવાથી વેદનીયના બે પ્રકારો પાડવામાં ૧ જો કે ‘ઉત્તરાધ્યયન’માં ‘નિદ્રાનિદ્રા’નો ઉલ્લેખ ‘પ્રચલો' પછી કરવામાં આવેલ છે પરંતુ, ઉત્તરોત્તર નિદ્રાની તીવ્રતાની દૃષ્ટિએ પ્રચલા પહેલાં તેનો ઉલ્લેખ કર્યો છે. ‘તત્ત્વાર્થસૂત્ર' આદિ જૈન ગ્રંથોમાં પણ નિદ્રાઓનો આ જ ક્રમ જોવા મળે છે. चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्रा- प्रचलाप्रचलाप्रचला- स्त्यानगृद्धयश्च । –7. સૂ. ૮. ૭. ૨ સે. બુ. ઈ. ભાગ-૪૫ પૃ. ૧૯૩માં યાકોબીએ ‘પ્રચલા’નો વ્યુત્પત્તિપરક અર્થ (ક્રિયા-activity) આપેલ છે. શ્વેતામ્બર-દિગમ્બર પરંપરાગત અર્થ માટે જુઓ – ‘કર્મપ્રકૃતિ’ પ્રસ્તાવના, પૃ. 23. Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨: સંસાર ૧૫૭ આવ્યા છે. ૧. પ્રાણિ દયા કે પરોપકારાદિ સાથે બંધાનાર સુખરૂપ સાતવેદનીય કર્મ તથા ૨. હિંસાદિ સાથે બાંધનાર દુઃખરૂપ અસાતાવેદનીય કર્મ. આ બંનેના અન્ય અનેક પેટા પ્રકારોનો ગ્રંથમાં માત્ર સંકેત કરવામાં આવ્યો છે. પુણ્યરૂપ અને પાપરૂપ જેટલા કર્મો સંભવે છે તે બધાં આ પેટા પ્રકાર તરીકે ગણી શકાય. આત્માની સ્વાનુભૂતિથી ઉત્પન્ન થનાર સુખ આ કર્મનું પરિણામ નથી કારણ કે આવા પ્રકારનું સુખ એ તો આત્માનો સ્વાભાવિક ગુણ છે. તેથી મુક્ત જીવોમાં અનંત સુખની સત્તા માનીને પણ તેમાં વેદનીય કર્મનો અભાવ માનવામાં આવેલ છે. જો આમ ન માનવામાં આવે તો મુક્ત જીવોને સુખાનુભૂતિ ન થાત. વેદનીય કર્મથી જે સુખાનુભૂતિ થાય છે તે સંસારના રૂપાદિ વિષયોમાંથી ઉત્પન્ન થનારી છે. ૪. મોહનીય કર્મ-જે હેયોપાદેય રૂપ (સ્વ-પરવિવેકાત્મક) ગુણને પ્રકટ ન થવા દે તે મોહનીય કર્મ કહેવાય છે. આ કર્મના પ્રભાવથી જીવ વિષયોમાં આસક્ત (મૂર્શિત) રહે છે અને તેને પોતાની મૂર્ખતા (મૂઢતા)નો ખ્યાલ રહેતો નથી. મોહનીય કર્મ બધા કર્મોમાં પ્રધાન છે. આ કર્મ દૂર થતાં જ અન્ય કર્મ તરત જ પૃથક થઈ જાય છે. આ કર્મના પ્રભાવથીવસ્તુ સ્થિતિનો ખ્યાલ હોવા છતાં આ જીવની સત્ય માર્ગ ઉપર પ્રવૃત્તિ થતી નથી. બ્રહ્મદત્ત ચક્રવર્તી સંસારની અસારતા જાણવા છતાં, આ કર્મના પ્રભાવથી વિષયોમાં આસક્ત રહે છે. તેથી દુઃખના કારણોની પરંપરામાં રાગદ્વેષનું પણ મૂળ કારણ મોહને ગણવામાં આવેલ છે. તત્ત્વોમાં શ્રદ્ધા અને સદાચારમાં પ્રવૃત્તિ ન થવા દેવાને કારણે આના १ वेयणीयं पि य दुविहं सायमसायं च आहियं । सायस्स उ बहू भेया एमेव असायस्स वि ।। –8. ૩૩. ૭. ૨ જુઓ – “કર્મપ્રકૃતિ', પ્રસ્તાવના પૃ. ૨૫. ગ્રંથમાં પણ અસાતાવેદનીય દ્વારા ક્રોધ, માન, માયા અને લોભવેદનીયનો ઉલ્લેખ જોવા મળે છે. -ઉ. ર૯. ૬૭. ૭૦. ૩ ઉ. ર૯. ૫-૬, ર૯, ૭૧. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મુખ્ય બે પ્રકારો પાડવામાં આવ્યા છે. ૧. દર્શનમોહનીય અને ૨. ચારિત્ર મોહનીય. ત્યારપછી, દર્શનમોહનીયના ત્રણ અને ચારિત્રમોહનીયના બે ભેદ પાડવામાં આવ્યા છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયના સ્વરૂપાદિ નીચે મુજબ છે. ૬. દર્શન મોહનીય-અહીં જે ‘દર્શન’ શબ્દનો પ્રયોગ થયો છે તે શ્રદ્ધા સાથે સંબંધ ધરાવે છે. તેથી આ કર્મનો ઉદય થતાં, જીવને ધર્માદિમાં સાચી શ્રદ્ધા થતી નથી. તેના ઉપર ઉલ્લેખવામાં આવેલા ત્રણ ભેદોનાં નામ આ પ્રમાણે છે : ૧ સમ્યક્ત્વમોહનીય-ચંચળતા આદિ દોષોનો સંભવ હોવા છતાં, તત્ત્વોમાં સાચી શ્રદ્ધા થવી. ૨ મિથ્યાત્વમોહનીય-વિરુદ્ધ પ્રકારની શ્રદ્ધા થવી અને ૩ સમ્યક્ત્વ મિથ્યાત્વ મોહનીય-થોડી સાચી અને થોડી ખોટી શ્રદ્ધા થવી. આને મિશ્ર મોહનીય પણ કહી શકાય. આ વિભાજનમાં સમ્યક્ શ્રદ્ધરૂપ સમ્યક્ત્વ મોહનીયને પણ દર્શનમોહનીયના ભેદ તરીકે સ્વીકારવામાં આવેલ છે પણ દર્શનમોહનીય તો સાચી શ્રદ્ધાનો પ્રતિબંધ કરનાર છે. આથી માલુમ થાય છે કે અહીં સાચી શ્રદ્ધા મોહાત્મક, અસ્પષ્ટ અને અસ્થિર, તેનું લક્ષણ કરતી વખતે, લખવામાં આવ્યું છે કે : તેના પ્રભાવથી તત્ત્વશ્રદ્ધામાં ચંચળતા આદિ દોષોની સંભાવના રહેતી હોય છે. કારણ કે શુદ્ધ સાચી શ્રદ્ધા મોહાત્મક, અસ્પષ્ટ અને અસ્થિર રહેતી હશે. માટે કર્મ-ગ્રંથોમાં તેનું લક્ષણ કરતી વખતે, લખવામાં આવ્યું છે કેઃ તેના પ્રભાવથી તત્ત્વશ્રદ્ધામાં ચંચળતા આદિ દોષોની સંભાવના રહેતી હોય છે કારણ કે ‘શુદ્ધ સાચી શ્રદ્ધા' એવો અર્થ કરતાં, તેમાં મોહનીયકર્મતા રહેશે નહિ. મોહ એટલે જડતા, અવિવેક. માટે જે આવી શ્રદ્ધા મોહ, અવિવેક વગેરેથી મુક્ત હોય તે સમ્યકત્વ-દર્શનમોહનીય છે. १. मोहणिज्जं पि दुविहं दंसणे चरणे तहा । दंसणे तिविहं दृतं चरणे दुविहं भवे ॥ તથા જુઓ - ૩. ૩૩. ૯. ૧૦ ૨ ‘કર્મપ્રકૃતિ' પ્રસ્તાવના, પૃ. ૨૩. ૩ જેમ કોઈ રૂપલાવણ્યવતી નાયિકાનું રૂપલાવ્યા તેનાં સ્વચ્છ અને ખૂબ સુંદ૨ વસ્ત્રોમાંથી ઝળકે છે પરંતુ તે રૂપલાવણ્ય અતિ શુભ્ર અને સુંદર વસ્ત્રથી આચ્છાદિત રહેવાને કારણે પૂર્ણ રીતે પ્રતિભાસિત થતું નથી તે રીતે સમ્યકત્વદર્શનમોહનીયમાં સાચી શ્રદ્ધા હોવા છતાં તેના પર મોહનીય કર્મનો ખૂબ સૂક્ષ્મ પડદો પડેલો રહે છે અને તે સામાન્ય રીતે પ્રતિભાસિત થતો નથી. -૩. ૩૩. ૮. Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૫૯ ખ. ચારિત્ર મોહનીય-આ કર્મના ઉદયને લીધે સદાચારમાં પ્રવૃત્તિ થતી નથી. સદાચારમાં મૂઢતા ઉત્પન્ન કરનાર ચારિત્રમોહનીયના જે બે પ્રકારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાં નામ આ પ્રમાણે છેઃ ૧ કષાય (ક્રોધાદિ મનોવિકાર) અને ૨. નોકષાય (ઇષતું મનોવિકાર). કષાયમોહનીય કર્મના પ્રભાવથી આત્માના શાન્ત-નિર્વિકાર સ્વરૂપમાં મલિનતા ઉત્પન્ન થાય છે. કષાયના ક્રોધ, અભિમાન, માયા અને લોભ એવા ચાર મુખ્ય ભેદ છે. તેમાંથી ક્રોધ અને અભિમાન ઠેષરૂપ છે તથા માયા અને લોભ રાગરૂપ છે. ક્રોધાદિ ચાર કષાયોમાં સચ્ચારિત્રને મલિન કરવાની શક્તિની તીવ્રતા અને મંદતાના આધારે પ્રત્યેકના ચાર-ચાર ભેદ પાડતાં કષાયમોનીયના સોળ ભેદ થાય છે. આ ઉપરાંત, નોકષાયમોહનીય પણ સહેજ માનસિક વિકારૂપ હોવાને કારણે કષાયરૂપ જ છે. તેની અંગત કેટલીક વિશેષતા હોવાને કારણે તેને પૃથક્ ગણાવવામાં આવેલ છે. નોકષાયમોહનીયના સાત કે નવ પ્રકારોનો ગ્રંથમાં ઉલ્લેખ જોવા ૧ કષાયમોહનીયના સોળ પ્રકારો નીચે મુજબ છે : ક. ચાર અનંતાનુબંધી - ક્રોધ, માન, માયા, લોભ (દીર્ધકાળ સુધી ચાલે તેવો તીવ્ર ક્રોધ વગેરે કરવા). ખ. ચાર અપ્રત્યાખ્યાનાવરણી - ક્રોધ, માન, માયા, લોભ (અનંતાનુબંધી કરતાં થોડા ઓછા સમય સુધી ક્રોધાદિ કરવાં) ગ. ચાર પ્રત્યાખ્યાનાવરણી - ક્રોધ, માન, માયા, લોભ (અપ્રત્યાખ્યાનાવરણી કરતાં થોડા ઓછા સમય સુધી ક્રોધાદિ કરવાં) ઘ. ચાર સંજ્વલન - ક્રોધ, માન, માયા, લોભ (અત્યંત સ્વલ્પકાળ સુધી ક્રોધ વગેરે કરવા). વિશેષ - કષાયમોહનીયના આ સોળ ભેદોના ચાર પ્રમુખ વિભાગોમાં ચારિત્રને મલિન કરનારી શક્તિ ક્રમશઃ ક્ષીણ થતી ગઈ છે. –ઉ. ૩. ૧૧ (ટીકાઓ) २. कषायसहवर्तित्वात् कषायप्रेरणादपि ।। हास्यादिनवकस्योक्ता नोकषायकषायता । –ડત, મ. ટી., પૃ. ૧૫૩૪. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મળે છે. તેનાં નામ આ પ્રમાણે છેઃ હાસ્ય, રતિ, અસતિ, શોક, ભય, જુગુપ્સા, અને વેદ (સ્ત્રી, પુરુષ અને નપુંસક લિંગ). સ્ત્રીવિષયક માનસિકવિકાર, પુરુષવિષયક માનસિક-વિકાર તથા ઉભય વિષયક માનસિક-વિકાર, પુરુષવિષયક માનસિક-વિકાર તથા ઉભય વિષયક માનસિક-વિકાર એવા પ્રકારે વેદના ત્રણ ભેદ કરવાથી નોકષાયના નવ પ્રકારો પડે છે'. ૫. આયુ કર્મ-જે કર્મના પ્રભાવથી જીવના જીવનની (આવરદાની) અધિ નિશ્ચિત થાય છે તેને આયુકર્મ કહેવામાં આવે છે. ચાર ગતિઓના આધારે, તેના પણ ચાર પ્રકારો પાડવામાં આવ્યા છે`.૧ નકાયુ ૨. તિર્યંચાયુ ૩ મનુષ્યાયુ ૪ દેવાયુ. ગ્રંથમાં સૂત્રાર્થ-ચિંતનનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે સૂત્રાર્થચિંતનથી જીવ આયુકર્મને છોડીને બાકીનાં સાત કર્મોના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે. આ સિવાય, જો આયુકર્મનો બંધ કરે છે તો તે વિકલ્પે કરે છે. ઉપરથી સ્પષ્ટ થાય છે કે આયુકર્મ બાકીનાં સાત કર્મો કરતાં કંઇક જુદું છે. કર્મ-સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગ્રન્થો તથા ‘ઉત્તરાધ્યયન’ ઉપરના ટીકાગ્રંથો વગેરે જોતાં જાણવા મળે છે કે આયુકર્મનો જીવનમાં માત્ર એકવાર બંધ થાય છે જ્યારે, અન્ય કર્મોનો બંધ દરરોજ થતો રહે છે . આ १ सोलसविहभेएणं कम्मं तु कसायजं । सत्तविहं नवविहं वा कम्मं नोकसायजं ॥ कोहं च माणं च तहेव मायं लोहं दुगुछं अरई रई च । हासं भयं सोगपुमित्थिवेयं नपुंसवेयं विविहे य भावे ॥ -૩. ૩૩. ૧૧. ૨ ૩. ૩૩. ૧૨. 3 अणुप्पेहाएणं आउयवज्जाओ सत्तकम्मप्पगडीओ घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ आउयं च णं कम्मं सिया बंधई, सिया नो बंधइ । પરેફ. -૩. ૩૨. ૧૦૨. ૧૩. ૨૯. ૨૨. ત્યારે થાય છે. ૪ આયુકર્મનો બંધ સંપૂર્ણ આવરદાનો ત્રીજો ભાગ બાકી રહે જેમ કે કોઈ જીવની આવરદા ૯૯ વર્ષની હોય તો ૩૩ વર્ષ બાકી રહે ત્યારે જ તે આગલા ભવના આયુકર્મનો બંધ કરશે. જો એ સમયે આયુકર્મના Page #185 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૬૧ ૬. નામ કર્મ-જે શરીર, ઇન્દ્રિય વગેરેની સમ્યક્ કે અસમ્યક રચનાનો હેતુ છે તેને નામ-કર્મ કહેવામાં આવે છે. તેના શુભ અને અશુભના ભેદથી પ્રથમ તો બે પ્રકારો પાડવામાં આવ્યા છે. પછીથી પ્રત્યેકના અનેક ભેદોનો સંકેત કરવામાં આવેલ છે. ૭. ગોત્રકર્મ-જે કર્મના પ્રભાવથી ઊંચી કે નીચી જાતિ, ઊંચા કે નીચા કળ વગેરેની પ્રાપ્તિ થાય તેને ગોત્રકર્મ કહેવામાં આવે છે. તેના ઉચ્ચ અને નિમ્ન એવા બે ભેદ પાડવામાં આવ્યા છે. ત્યાર પછી પ્રત્યેકના આઠ આઠ પ્રકારોનો સંકેત કરવામાં આવેલ છે. ૮. અન્તરાય કર્મ-જે કર્મના પ્રભાવથી, બધાં કારણો અનુકૂળ હોવા છતાં કાર્યસિદ્ધિ થતી નથી તેને અંતરાય કર્મ કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. દાન, લાભ, ભોગ. (જે વસ્તુ એક વાર ભોગવી બંધનું નિમિત્ત ન મળે તો તે જીવ બાકી રહેલ આવરદાના ત્રીજા ભાગમાં (એટલે કે ૧૧ વર્ષ બાકી રહેતાં) આયુકર્મનો બંધ કરશે. આ સમયે વળી આયુકર્મના બંધનું નિમિત્ત ન મળે તો તે જીવ બાકી રહેલ આવરદાના ત્રીજા ભાગમાં(૩ ૨૩ વર્ષ) આયુકર્મનો બંધ કરશે. આ રીતે આયુકર્મના બંધનું નિમિત્ત ન મળે તો આ ક્રમ આવરદાની છેલ્લી ક્ષણ સુધી ચાલ્યા કરશે. વિષ-ભક્ષણ વગેરેથી અકાળમૃત્યુ થતાં, જીવ ઉપર્યુક્ત નિયમનું ઉલ્લંઘન કરીને તે જ ક્ષણે આયુકર્મનો બંધ કરી લે છે. સામાન્ય અવસ્થામાં ઉપર્યુક્ત ક્રમાનુસાર જ આયુકર્મનો બંધ જીવનમાં માત્ર એકવાર થાય છે. આયુકર્મનો બંધ થતાં, જીવનની આવરદાની સીમા વધી-ઘટી શકે છે. પરંતુ, નરકાદિ ચતુર્વિધરૂપે જે આયુકર્મનો બંધ થઈ જાય છે તે બહુ પ્રયત્ન કરવા છતાં પણ અન્યથા કરી શકાતો નથી. -જુઓ ઉ. આ. ટી. પૃ. ૧ર૮૪ ૧ ૩. ૩૩. ૨૩. २ गोयं कम्मं दुविहं उच्चं नीयं च आहियं । उच्चं अट्ठविहं होइ एवं नीयं पि आहियं ।। –૩. ૩૩. ૧૪. ગોત્ર-કર્મના આઠ ભેદ છે : જાતિ, કુળ, બળ, તપ, ઐશ્વર્ય, શ્રત, લાભ અને રૂ૫. ૩ ૩. ૩૩. ૧૫. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન શકાય જેમકે-ફળ વગેરે), ઉપભોગ (જે વસ્તુ અનેકવાર ઉપયોગમાં લાવી શકાય જેમકે સ્ત્રી, વસ્ત્ર વગેરે) અને શક્તિ માટે દાનાદિ કરવાની અભિલાષા વગેરે હોય છતાં પણ દાનાદિ ન કરી શકાય એ અંતરાય કર્મનો પ્રભાવ છે. આ રીતે આઠ પ્રકારનાં મૂળ કર્મોનું તથા તેના પેટા પ્રકારોનું ગ્રંથાનુસારી વર્ણન કરવામાં આવ્યું. દિગંબર અને શ્વેતાંબર કર્મગ્રંથોમાં જો કે મૂળ કર્મના આઠ પ્રકારોમાં કોઈ તફાવત નથી તથાપિ તેના અવાજોર ભેદોના વિભાજન અને સ્વરૂપમાં થોડું અંતર અવશ્ય જોવા મળે છે. આ ઉપરાંત, કર્મ-સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગ્રંથોમાં મૂળ આઠ કર્મોના સ્વરૂપને સમજાવવા માટે દષ્ટાન્તો તથા ક્રમ નિર્ધારણ માટેના તર્ક આપવામાં આવેલ છે. કર્મોનાં સંખ્યા, ક્ષેત્ર, સ્થિતિ-કાળ વગેરે આ બંધ કરનારાં કર્મોના કર્મ-પરમાણુઓની સંખ્યા સંસારી અને મુક્ત બધા જીવોની સંખ્યા કરતાં અનંત છે. હીન અને ક્યારેય મુક્ત ન થનાર અભવ્ય જીવો (ગ્રંથિકસત્વાતીત) કરતાં અનેક ગણી વધારે દર્શાવવામાં આવી ૧ જુઓ – “કર્મપ્રકૃતિ', પ્રસ્તાવના પૃ. ૨૩-૨૫. ૨ ક. આ કર્મોના સ્વરૂપ બાબત નીચેનું દૃષ્ટાંત જોવા મળે છે. ૧ દેવતાના મુખ ઉપર પડેલા વસ્ત્રની જેમ જ્ઞાનને ઢાંકનાર જ્ઞાનાવરણીય ૨ રાજકારે રહેલ છડીદારની જેમ દર્શનને ઢાંકનાર દર્શનાવરણીય ૩ મધ લગાડેલ અસિધારાની જેમ સુખ-દુ:ખના વેદ, વેદનીય, ૪ મદિરાપાનની જેમ હિતાહિતના વિવેકને ઢાંકનાર મોહનીય ૫ શૃંખલાબંધનની જેમ જીવનને માપનાર આયુ ૬ ચિત્રકારની જેમ અનેક પ્રકારના શરીર આદિની રચના માટેના હેતુ એવા નામ ૭ કુંભારના નાનાં મોટાં વાસણોની જેમ ઊંચા અને નીચા કુળને આપનાર ગોત્ર અને ૮ ભંડારી કે કોષાધ્યક્ષની જેમ દાનાદિને ઢાંકનાર અંતરાય. જુઓ - કર્મપ્રકૃતિ - સંસ્કૃત ટીકા (૧. ર૧) પૃ. ૧૫ ખ. આઠ પ્રકારના કર્મોના ક્રમ માટે જુઓ - કર્મપ્રકૃતિ ૧ (૧૭-ર૧) Page #187 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૬૩ છે તે એક સમયમાં બંધાતા કર્મોની સંખ્યાની દૃષ્ટિએ આપવામાં આવેલ છે.કર્મોની સંખ્યા સિદ્ધ જીવો માટે ક્યારેય ઓછી હોતી નથી કારણ કે તેઓ સંસારમાં કોઈ ને કોઈ વખતે કર્મબદ્ધ જરૂર બન્યા હોય છે. જ્યારે સંસાર-સ્થિતિ વગર મુક્ત જીવોની કલ્પના કરવામાં નથી આવી ત્યારે સિદ્ધ જીવોની કર્મોની સંખ્યા કોઈ રીતે ઓછી ન હોઈ શકે. આ ઉપરાંત, જ્યારે એક-એક જીવ સાથે કંઈ કેટલાંય કર્મપરમાણુ બંધાયેલ હોય છે ત્યારે તેમની સંખ્યા ઓછી કેવી રીતે હોઇ શકે ? એક સમયે બંધાતાં કર્મોની આ સંખ્યાને ગ્રંથમાં “પ્રદેશાગ્ર” કહીને દર્શાવવામાં આવેલ છે. પહેલાં જણાવવામાં આવ્યું છે કે કર્મ-પરમાણુઓનો આત્મા સાથે નીર-ક્ષીર જેવો સંબંધ છે તથા આ કર્મપરમાણુ સમસ્ત લોકમાં વ્યાપ્ત છે. માટે બધા આત્માઓ સર્વ પ્રકારના કર્મપરમાણુઓનો સંયમ છએ દિશામાંથી કરી શકે બંધાતાં કર્મ આત્મા સાથે ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલો સમય રહે છે એ બાબતમાં ગ્રન્થનો અભિપ્રાય નીચે મુજબ છે. કર્મોનાં નામ વધુમા વધુ ઓછામાં ઓછો સ્થિતિકાળ સ્થિતિકાળ જ્ઞાનાવરણીય, દર્શના-1 ૩૦ કોટાકોટિસાગરોપમ અંતમુહૂર્ત (લગભગ વરણીય, વેદનીય ? (કરોડ કરોડ = = ૪૮ મિનિટ) અને અંતરાય , કોટાકોટિ). મોહનીય ૭૦ કોટાકોટિસાગરોપમ આયુ ૩૩ સાગરોપમાં નામ અને આયુ ૨૦ કોટાકોટિ સાગરોપમ આઠ મુહૂર્ત १ सव्वेसिं चेव कम्माणं पएसग्गमणंतगं । गंठियसत्ताईयं अंतो सिद्धाण आहियं ।। –૩. ૩૩. ૧૭. ૩ તથા જુઓ – પૃ. ૧૬૫, પા. ટિ. ૧ २ सव्वजीवाण कम्मं तु संगहे छद्दिसागयं . सव्वेसु वि पएसेसु सव्वं सव्वेण बद्धगं ॥ –૩. ૩૩. ૧૮. ૩ ઉ. ૩૩. ૧૯-રર, ત. સૂ. ૮. ૧૪-૨૦. ૪ “તત્ત્વાર્થસૂત્ર' (૮.૧૮)માં વેદનીયની ઓછામાં ઓછી સ્થિતિ એક અંતમુહૂર્તને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કર્મોની આ જે સ્થિતિ દર્શાવવામાં આવી છે તે મૂળ-પ્રકૃતિની અપેક્ષાએ છે. ઉત્તર પ્રકૃતિની અપેક્ષાએ તેની આયુ-સ્થિતિમાં ઓછા-વધતાપણું પણ હોઈ શકે છે. આ કર્મોની ઉત્કૃષ્ટ અને નિમ્ન સ્થિતિ દર્શાવવામાં આવી છે. આ કર્મો આ સીમાની અંદર પોતાનું ફળ આપીને નષ્ટ થઇ જાય છે અને તેના સ્થાને રાગદ્વેષ-રૂપ પરિણામો અનુસાર નવાં નવાં કર્મો આવ્યા કરે છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે આ કર્મ પોતાની આયુસ્થિતિમાં હંમેશાં એકરૂપ રહેતાં નથી પરંતુ, તેમની અવસ્થાઓમાં યથાસંભવ પરિવર્તન વગેરે થયા કરે છે. જેને દર્શનમાં કર્મની આવી દશ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે. આ સ્થિતિ-બંધની સાથોસાથ કર્મોમાં તીવ્ર અથવા મંદ ફળ આપવાની શક્તિ પણ ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થનારી શક્તિને “અનુભાગઅથવા અનુભાગ-બંધ' કહેવામાં આવે છે. કર્મોની સ્થિતિ અને ફળની તીવ્રતા તથા મંદતા, જીવના રાગાદિરૂપ પરિણામોની તીવ્રતા કે મંદતા ઉપર આધાર રાખે છે. ગ્રંથમાં કર્મોના ફળ (અનુભાગ)નું વર્ણન કરતી વખતે કર્મપરમાણુઓની બદલે બાર મુહૂર્ત દર્શાવવામાં આવી છે. મારી દીકરીમુહૂર્તા વેટનીશ' અહીં આત્મારામજી પોતાની ‘ઉત્તરાધ્યયન-ટીકા' (પૃ. ૧૫૪૦-૧૫૪૮)માં પ્રજ્ઞાપના સૂત્રના “સતાવેળmશુ.......નદ વારસમુદત્ત' (૨૩-ર.ર૯૪) પાઠને ઉદ્ધત કરી લખે છે કે “તત્ત્વાર્થસૂત્ર'નાં સાતાવેદનીયની દૃષ્ટિએ જઘન્યસ્થિતિ (ઓછામાં ઓછો કાળ) ૧૨ મુહૂર્ત દર્શાવવામાં આવેલ છે. ૧ વિશેષ માટે જુઓ – પ્રજ્ઞાપના સૂત્રનું પ્રકૃતિ-પદ ૨ કર્મોની ૧૦ અવસ્થાઓ : ૧ કર્મોનો આત્મા સાથે સંબંધ (બંધ), ૨ બંધ પછી તેની સામાન્ય સ્થિતિ (સત્તા કે સત્વ), ૩ સમયે તેનું ફલોન્મુખ થવું (ઉદય), ૪ તપ વગેરેથી તેને સમય પહેલાં ફલોન્મુખ કરવું (ઉદીરણા), ૫ કર્મોની સ્થિતિ અને ફળદાયિની શક્તિમાં વૃદ્ધિ કરવી (ઉત્કર્ષ), ૬ હાસ કરવો (અપકર્ષણ), ૭ સજાતીય કર્મોમાં પરસ્પર પરિવર્તન થવું (સંક્રમણ), ૮ બદ્ધ કર્મોને થોડો સમય ફલોન્મુખ થતાં રોકવા (ઉપશમ), ૯ બદ્ધકર્મોમાં ફલોન્મુખતા કે સંક્રમણ ન થવા દેતાં (નિધત્તિ), ૧૦ કર્મ જે રૂપે બદ્ધ થતાં હોય તેનું તે રૂપમાં જ રહેવું (નિકાચન). -જૈનદર્શન – ડૉ. મોહનલાલ મહેતા પૃ. ૩૫૫, જે. ધ. કે., પૃ. ૧૪૨. Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૬૫ માત્ર સંખ્યાનો નિર્દેશ કરવામાં આવેલો છે. જેમકે કર્મોના પ્રદેશાગ્રના વર્ણનમાં જોવા મળે છે. અહીં એ યાદ રાખવાનું છે કે કર્મોને ફળદાયક બનાવવા માટે કર્મોથી જુદી એવી અન્ય શક્તિની કલ્પના કરવામાં આવી નથી. આ કર્મ અચેતન હોવા છતાં એક સ્વચાલિત યંત્રની જેમ પોતાનું કાર્ય કર્યા કરે છે. કર્મબંધમાં સહાયક લેગ્યાઓ : કર્મો રૂપી હોવા છતાં તેમને નરી આંખે જોવાનું કાર્ય અસંભવિત છે. તો પછી,અમુક કર્મોનો બંધ થયો છે એ રીતે કર્મોના બંધને કેવી રીતે સમજી શકાય ? આ માટે ગ્રંથમાં કર્મ-વેશ્યાઓનું વર્ણન આપવામાં આવ્યું છે. કર્મલેશ્યાનો અર્થ આ પ્રમાણે છે: આત્મા સાથે બંધાયેલ કર્મોના પ્રભાવથી વ્યક્તિમાં ઉત્પન્ન થનાર અધ્યવસાય-વિશેષ અથવા કષાયાદિથી અનુરંજિત મન-વચન-કાયાની પ્રવૃત્તિ, તરતમભાવની દષ્ટિએ વ્યક્તિઓનાં સારા અને ખરાબ આચરણને છ ભાગમાં વહેંચીને તદનુસાર જ છ લેશ્યાઓનું સ્વરૂપ-વર્ણન કરવામાં આવેલ છે. કેવા પ્રકારના આચરણનું ફળ કેટલું મધુર કે કડવું હોય છે, સ્પર્શ કેટલો કર્કશ કે કોમળ હોય છે, ગંધ કેટલી તીવ્ર કે મંદ હોય છે, રંગ કેવા પ્રકારનો હોય છે, વગેરે બાબતોને આ વેશ્યાઓ દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે. આ ઉપરાંત, આ વેશ્યાઓનાં નામકરણ રંગોને આધારે કરવામાં આવેલ છે. તેનાં નામ અનુક્રમે આ મુજબ છે. કૃષ્ણા, નીલ, કપોત, તેજ, પદ્મ, તથા શુકલ. હવે ક્રમશ: એનાં સ્વરૂપાદિનું વર્ણન ગ્રંથાનુસાર કરવામાં આવશે. १ सिद्धाणणंतभागो य अणुभागा हवंति उ । सव्वेसु वि पएसग्गं सव्वजीवेसु इच्छियं ।। –૩. ૩૩. ૨૪. તથા જુઓ - મૃ. ૧૬૩. પા. ટિ. ૧. २ किण्हा नीला य काऊ य तेऊ पम्हा तहेव य । सुक्कलेसा य छट्ठा य नामाइं तु जहक्कम ॥ –૩. ૩૩. ૨૪. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ૧. કૃષ્ણલેશ્યાહિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, ધન-સંગ્રહ વગેરેમાં પ્રવૃત્ત ક્ષુદ્રબુદ્ધિ, નિર્દયી, નૃશંસ, અજિતેન્દ્રિય તથા વગર વિચાર્યું કામ કરનાર પુરુષ કૃષ્ણ લેશ્યાવાળો કહેવાય છે અથવા આવા આચરણમાં પ્રવૃત્તિ કરાવવી એ કુણાલેશ્યાનું સ્વરૂપ છે. આ વેશ્યાનો “રંગ', સજળ, વાદળ, મહિષ શૃંગ, કાજલ અને આંખની કીકી જેવો કાળો હોય છે. તેનો “રસ' કડવા લીમડા કે કટુરોહિણી (એક જાતની વનસ્પતિ)ના રસ કરતાં પણ અનેકગણો વધારે કડવો હોય છે. તેની “ગંધ” મરેલાં ગાય, શ્વાન કે સર્ષ કરતાં પણ વધારે અનેકગણી દુર્ગન્ધવાળી હોય છે. તેનો “સ્પર્શ કરવત, ગોજીભ, અને શાકપત્ર કરતાં પણ અનેકગણો વધારે કર્કશ હોય છે. તેની સામાન્ય સ્થિતિ (સમય) ઓછામાં ઓછું અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે અન્તર્મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને નરક કે તિર્યંચગતિમાં જન્મે છે. આ વેશ્યા સહુથી ખરાબ છે. ૨. નીલલેશ્યાઆ વેશ્યાવાળો જીવ ઇર્ષાળુ, દુરાગ્રહી, અસહિષ્ણુ, અતપસ્વી, મૂર્ખ, માયાવી, બેશરમી, દ્વેષી, રસલોલુપ, શઠ, પ્રમાદી, સ્વાર્થી, કાર્યનો માત્ર આરંભ કરનાર, ક્ષુદ્ર અને સાહસિક હોય છે અર્થાત્ આ ગુણોને १ पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छसुं अविरओ य । तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ निद्धंसपरिणामो निस्संसो अजिइंदिओ। एयजोगसमाउत्तो किण्हलेसं तु परिणमे ।। –૩. ૩૪. ૨૧-રર. તથા જુઓ – ઉ. ૩૪. ૪, ૧૦, ૧૬, ૮, ૨૦, ૩૩-૩૪, ૪૩, ૪૫, પ૬, ૫૮-૬૦. २ इस्सा अमरिस अतवो अविज्जमाया अहीरिया । गेही पओसे य सढे पमत्ते रसलोलुए सायगवेसए य ॥ आरंभाओ अविरओ खुद्दो साहस्सिओ नरो । एयजोगसमाउत्तो नीललेसं तु परिणमे ॥ –૩. ૩૪. ૨૩-૨૪. તથા જુઓ - ઉ. ૩૪. ૫, ૧૧, ૧૬, ૧૮, ૨૦, ૩૩, ૩૫, ૪૨, ૪૬, પ૬, ૫૮-૬૦. Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૬૭ લીધે નીલલેશ્યાવાળા જીવની ઓળખાણ મળી જાય છે. આ લેશ્યાનો ‘રંગ’ કાળા અશોકવૃક્ષ, ચાષ પક્ષીની પાંખ અને સ્નિગ્ધ વૈદૂર્યમણિ (નીલમ)ની જેમ ભૂરો હોય છે. તેનો ‘રસ’ મરચાં સૂંઠ અને ગજપીપર કરતાં પણ અનેકગણો વધારે તીખો હોય છે. તેનાં ગંધ અને સ્પર્શ, કૃષ્ણલેશ્યા જેવાં જ હોય છે પણ તીવ્રતાની માત્રા જરા ઓછી હોય છે. તેની ઓછામાં ઓછી સામાન્ય સ્થિતિ અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સહિત દશ સાગરોપમ હોય છે. આ લેશ્યાવાળો જીવ નરક કે તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થાય છે. ૩. કાપોતલેશ્યા - આ લેશ્યાવાળો જીવ વક્ર બોલનાર, વક્ર આચરણ કરનાર, કપટી, પોતાના દોષને છુપાવનાર, સરળતા વગરનો, મિથ્યાદષ્ટિવાળો, જંગલી, બીજાના મર્મને દુઃખ દેનાર, ચોર અને અસૂયા કરનારો હોય છે. આ લેશ્યાનો ‘રંગ’ અળશીના ફુલ, કોયલના પગ અને કબુતરની ડોક જેવો ભૂખરો હોય છે. તેનો ‘રસ’ કાચી કેરી, તુવેર અને કપિત્થફળના રસ કરતાં પણ અનેક ગણો વધારે ખાટો હોય છે. તેની ‘ગંધ’ નીલલેશ્યા કરતાં તીવ્રતામાં કંઇક ઓછી હોય છે. તેનો ‘સ્પર્શ' પણ નીલલેશ્યા કરતાં તીવ્રતામાં જરા ઓછો તીવ્ર હોય છે. તેની સામાન્ય-સ્થિતિ ઓછામાં ઓછી અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ સહિત ત્રણ સાગરોપમ હોય છે. આ લેશ્યાવાળો જીવ મરીને આચરણની તરતમતા અનુસાર નક કે તિર્યંચગતિ (દુર્ગતિ)માં જન્મ લે છે. ૪. તેજોલેશ્યા – આ લેશ્યાવાળો જીવ નમ્ર, અચપળ, અમાયાવી, કુતૂહલ વગરનો વિનીત, જિતેન્દ્રિય, સ્વાધ્યાયપ્રેમી, તપસ્વી, ધર્મપ્રેમી, પાપભીરુ, સર્વહિતેષી १. वंके वंकसमायारे नियडिले अणुज्जुए । पलिउंचगओवहिए मिच्छदिट्ठी अणारिए || उप्फालगदुट्ठवई य तेणे यावि या मच्छरी । एयजोगसमाउत्तो काऊलेसं तु परिणमे ॥ ૧૩. ૩૪. ૨૫-૨૬. તથા જુઓ - ૩. ૩૪, ૬, ૧૨, ૧૬, ૧૮, ૨૦, ૩૩, ૩૬, ૪૦-૪૧, ૫૦, ૫૬, ૫૮-૬૦. 3 नीयावित्ती अचवले अमाई अकुऊहले । विणीयविणए वंते जोगवं उवहाणवं । Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન વગેરે ગુણોવાળો હોય છે. તેનો “રંગ' હિંગલધાતુ (શિંગરફ), તરુણ સૂર્ય (બપોરનો સૂર્ય), પોપટની ચાંચ અને દીવાની જ્યોત જેવો દીપ્તિમંત હોય છે. તેનો “રસ' અનેકગણો વધારે ખટ-મીઠો હોય છે. તેની “ગંધ” કેવડા વગેરે સુગંધી ફુલ અને ચંદનાદિ સુગંધી દ્રવ્યો કરતાં અનેકગણી વધારે સુગંધી હોય છે. તેનો “સ્પર્શ' વૂર નામની એક વનસ્પતિ, નવનીત અને શિરીષના ફુલ કરતાં અનેકગણો વધારે કોમળ હોય છે. આ વેશ્યાની સામાન્ય સ્થિતિ ઓછામાં ઓછી અધમુહૂર્ત અને વધુમાં વધુ પલ્યોપમના અસંખ્યય ભાગ સહિત બે સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય અથવા દેવગતિ (સુગતિ)ને પ્રાપ્ત કરે છે. ૫. પાલેશ્યા- આ વેશ્યાવાળો જીવ અલ્પ કષાયોવાળો, પ્રશાંતચિત્ત, તપસ્વી, ઓછું બોલનાર, અને જીતેન્દ્રિય હોય છે. તેનો “રંગ' હરતાલ, હળદરના ટૂકડાં, સન અને અસનના ફુલો જેવો પીળો હોય છે. તેનો “રસ', શ્રેષ્ઠ મદિરા, અનેક પ્રકારના આસવ વગેરે કરતાં અનેકગણો વધારે મધુર હોય છે અને તેનો સ્પર્શ તેજલેશ્યાના સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે. આ લેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અત્તર્મુહૂર્ત અને વધારેમાં વધારે અધમુહૂર્ત पियधम्मे दढधम्मेऽवज्जभीरू हिएसए । एयजोगसमाउत्तो तेओलेसं तु परिणमे ।। –૩. ૩૪. ૨૭-૨૮. તથા જુઓ - ઉ. ૩૪, ૭, ૧૩, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૭, ૪૦, પ૧ પ૩, ૫૭-૬૦. १ पयणुकोहमाणे य मयालोभे य पयणुए । पसंतचित्ते दंतप्पा जोगवं उवहाणवं ।। तहा पयणुवाई य उवसंते जिइदिए । एयजोगसमाउत्तो पम्हलेसं तु परिणमे ॥ –૩. ૩૪. ર૯-૩૦. તથા જુઓ - ઉ. ૩૪, ૮, ૧૪, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૮, ૪૦, ૪૫, પ૪, ૫૭-૬૦. Page #193 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૬૯ અધિક દશ સાગરોપમ છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય કે દેવગતિ (સુગતિ)માં જન્મ લે છે. ૬. શુકલેશ્યા'- આ વેશ્યાવાળો જીવ શુભ ધ્યાન કરનાર, પ્રશાંત ચિત્ત, જિતેન્દ્રિય, મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં ચંચળતા વગરનો, અલ્પરાગી, અને અહિંસાપ્રેમી હોય છે. તેનો રંગ” શંખ, અંક (એક પ્રકારનો મહિણ), મુચકુન્દ ફુલ, દૂધની ધાર અને ચાંદીના હાર જેવો શ્વેત (ઉજ્જવળ) વર્ણનો હોય છે. તેનો “રસ ખજૂર દ્રાક્ષ, દૂધ, સાકર વગેરેના મધુર રસ કરતાં અનેક ગણો વધારે મધુર હોય છે. તેની “ગંધ' પબલેશ્યાની ગંધ કરતાં અનેકગણી વધારે સુગંધી હોય છે અને સ્પર્શ પણ પબલેશ્યાના “સ્પર્શ કરતાં અનેકગણો વધારે કોમળ હોય છે. આ વેશ્યાની ઓછામાં ઓછી સ્થિતિ અર્ધમુહૂર્ત અને વધારેમાં વધારે એક મુહૂર્ત અધિક તેત્રીશ સાગરોપમ હોય છે. આ વેશ્યાવાળો જીવ મરીને મનુષ્ય કે દેવગતિને પામે છે. આ લેશ્યા સર્વશ્રેષ્ઠ છે. આ રીતે, આ છયે લેશ્યાઓમાં ઉત્તરોત્તર ચારિત્ર્યનો વિકાસ દર્શાવવામાં આવ્યો છે. પ્રથમ ત્રણ લેશ્યાઓ અશુભ, અધર્મરૂપ અને અપ્રશસ્ત છે. અંતિમ ત્રણ વેશ્યાઓ શુભધર્મરૂપ અને પ્રશસ્ત છે. જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, १. अट्टरुद्दाणि वज्जित्त । घम्मसुक्काणि साहए । पसंतचित्ते दंतप्पा समिए गुत्ते य गुत्तिम् ॥ सरागे वीयरागे वा उवसंते जिइंदिए । एयजोगसमाउत्तो सुक्कलेसं तु परिणमे ॥ –૩. ૩૪. ૩૧-૩૨. તથા જુઓ – ઉ. ૩૪, ૯, ૧૫, ૧૭, ૧૯-૨૦, ૩૩, ૩૯-૪૦, ૪૬, પપ, પ૭-૬૦. २ किण्हा नीला काऊ तित्रि वि एयाओ अहम्मलेसाओ । एयाहि तिहि वि जीवो दुग्गई उववज्जई ।।। तेऊ पम्हा सुक्का तिनि वि एयाओ धम्मलेसाओ । एयाहि तिहि वि जीवो सुग्गइं उववज्जई ॥ --૩. ૩૪. ૫૬-૫૭. તથા જુઓ - ઉ. ૩૪, ૬૧. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગુણરૂપ પરિણામોના તરતમભાવને આધારે ગ્રંથમાં, ત્રણ, નવ, સત્યાવીશ, એકાશી અને બસો તેંતાલીશ અંશોની કલ્પના કરવામાં આવી છે. ગ્રંથમાં આ અંશ-કલ્પનાનું કથન પરિણામદ્વાર દ્વારા કરવામાં આવેલ છે અને તેના પ્રકારોને “સ્થાન” કહેવામાં આવેલ છે. આ વેશ્યાઓનાં “સ્થાન” કેટલા ? આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે-અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળનો જેટલો સમય (ક્ષણ) હોય છે તથા અસંખ્યાત લોકોના જેટલા પ્રદેશ હોય છે તેટલાં જ સ્થાન લેશ્યાઓનાં હોય છે. મૃત્યુ પછી જ્યારે જીવ પરલોકમાં ગમન કરે છે ત્યારે તે કોઈ ને કોઈ લેશ્યા સાથે સંયુક્ત થઇને જ ગમન કરે છે. અહીં એટલી વિશેષતા છે કે, જ્યારે કોઈ નવીન વેશ્યા જીવ સાથે સંબદ્ધ થાય છે ત્યારે તેના પ્રથમ સમયમાં અને જ્યારે કોઈ લેશ્યા કોઈ જીવથી પૃથક થાય છે ત્યારે તેના અંતિમ સમયમાં જીવનું પરલોકગમન થતું નથી, પરંતુ, આગંતુક વેશ્યાનું અંતર્મુહૂર્ત વીતી જાય અને પૃથક્ થનારી લેશ્યાનું અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે જ જીવનું પરલોકગમન થાય ૧ ઉ. ૩૪. ૨૦. “પ્રજ્ઞાપના સૂત્ર” ૧૭-૪-રર૯માં પણ આ રીતે પરિણામકારનું વર્ણન છે. ૨ સંસારમાં સમયસંબંધી અનુક્રમે બે પ્રકારનું ચક્ર ચાલી રહેલું છે. અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણીકાળ. જે કાળે જીવોનાં આયુષ્ય, આકાર, સુખ-સમૃદ્ધિ વગેરેનો ઉત્તરોત્તર હ્રાસ થતો જાય તેને અવસર્પિણી કાળ કહેવામાં આવે છે, તથા જે કાળે જીવોના આયુષ્ય વગેરેની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય તેને ઉત્સર્પિણી કાળ કહેવામાં આવે છે. આયુષ્ય વગેરેના હ્રાસ અને વિકાસને આધારે પ્રત્યેકના છ છ ભાગોમાં (આરાઓમાં) વિભાગ પાડવામાં આવ્યા છે. અવસર્પિણી અને ઉત્સર્પિણી બંને કાળ-ચક્રોનો સમય સરખે સરખો (દશ દશ કોટાકોટિ સાગારોપમ) માનવામાં આવેલો છે. આ અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળ સંબંધી ક્રમ નિરંતર ચાલી રહ્યો છે. -ઉ. આ. ટી., પૃ. ૧૫૭-૧૫૭૮. ૩ ઉ. ૩૪. ૩૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ૧૭૧ છે. જીવના પરલોકગમનના એક અંતર્મુહૂર્ત પહેલાં, વેશ્યાની ઉપસ્થિતિ થવાને કારણે જ કૃષ્ણ અને શુકલ લશ્યાની ઉત્કૃષ્ટ-સ્થિતિ જીવની સામાન્ય ઉત્કૃષ્ટ આયુ કરતાં એક મુહૂર્ત અધિક (એક મુહૂર્ત અધિક ૩ સાગર) દર્શાવવામાં આવી છે. કઇ વેશ્યા કયા જીવમાં કેટલા સમય સુધી રહેશે તે બાબત જીવના આયુષ્ય ઉપર આધાર રાખે છે. તેથી ગ્રંથમાં ચારે ગતિઓના જીવની વેશ્યાઓની જે આયુ દર્શાવવામાં આવી છે તે જીવોના આયુષ્યને આધારે દર્શાવવામાં આવેલ છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવોમાં છએ વેશ્યાઓ સંભવે છે. તેમાં પ્રથમ પાંચની નિકૃષ્ટ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્તનો અડધો ભાગ છે. આ ઉપરાંત શુકલ લેશ્યાની નિકૃષ્ટ સ્થિતિ અર્ધમુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ નવ વર્ષથી ઓછી એક કરોડ પૂર્વની છે. નારકી જીવોમાં પ્રથમ ત્રણ લેશ્યાઓ જ હોય છે. પ્રથમ ત્રણ નરકોમાં કાપોતલેશ્યા, ત્રીજાથી પાંચમામાં નીલલેશ્યા અને પાંચમાંથી સાતમા સુધીમાં કૃણાલેશ્યા જોવા મળે છે. સામાન્ય રીતે દેવોમાં શુભ લેશ્યાઓ જ હોય છે. १ लेसाहिं सव्वाहिं पढमे समयम्मि परिणयाहिं तु । नहु कस्सइ उववत्ति परे भवे अस्थि जीवस्स ।। लेसाहिं सव्वाहिं चरिमे समयम्मि परिणयाहिं तु । न हु कस्सइ उववत्ति परे भवे अस्थि जीवस्स ॥ अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए चेव । लेसाहिं परिणयाहिं जीवा गच्छंति परलोयं ।। –૩. ૩૪. ૫૮-૬૦. ૨ ૩. ૩૪. ૩૪, ૩૯. ૩ ૩. ૩૪. ૪૫, ૪૬. શુક્લ વેશ્યાની ઉત્કૃષ્ટ-સ્થિતિમાં જે નવ વર્ષ ઘટાડવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે, દીક્ષા અંગીકાર કરીને સાધુ જ્યારે ઓછામાં ઓછું એક વર્ષ પૂરું કરે છે ત્યારે આ વેશ્યાની પ્રાપ્તિ સંભવે છે. આ ઉપરાંત, સાધુ બનવા માટે ઓછામાં ઓછી આઠ વર્ષની ઉમર હોવી જરૂરી છે. -ઉ. આ. ટી. પૃ. ૧૫૯૦ ૪ ઉ. ૩૪. ૪૦-૪૪. Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પરંતુ, વનસ્પતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણાદિ ત્રણ અશુભ લેશ્યાઓ પણ હોય છે. આ ઉપરાંત, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, ઔધર્મ અને ઇશાન દેવોમાં તેજોલેશ્યા હોય છે. સનત્કુમારથી માંડી બ્રહ્મ-દેવ સુધીના દેવોમાં પદ્મલેશ્યા હોય છે. લાન્તક દેવોથી માંડી સર્વાર્થસિદ્ધિના દેવોમાં શુકલ-લેશ્યા હોય છે. આ રીતે આ લેશ્યા-વિષયક વર્ણનથી જાણી શકાય છે કે કઈ લેશ્યાવાળા દેવ ક્યાં રહે છે અને કયા કયા જીવ કયાં કયાં કર્મોથી બદ્ધ છે. વળી, કર્મ અને લેશ્યાઓનો અરસપરસ ઘનિષ્ઠ સંબંધ પણ છે. પુણ્યશાળી કર્મોથી શુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે અને પાપી કર્મોથી અશુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે. પુણ્ય અને પાપરૂપ કર્મોથી જે શુભ અને અશુભ લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે તે અનુસાર જીવ આચાર કરવામાં પ્રવૃત્ત થાય છે. પ્રવૃત્તિ ક૨વાથી કર્મ-બંધ થાય છે અને કર્મ-બંધથી વળી લેશ્યાઓની પ્રાપ્તિ થાય છે. આમ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. આ ઉપરથી એમ માનવાનું નથી કે આ ચક્રમાંથી જીવ ક્યારેય છૂટકારો મેળવતો નથી; પરંતુ પ્રયત્ન કરવાથી તે આ ચક્રમાંથી છૂટી પણ શકે છે. વસ્તુત: આ લેશ્યાઓ કર્મ-સિદ્ધાંતની પૂર્તિ કરે છે. કર્મો વિનષ્ટ થતાં, લેશ્યાઓનો પણ અભાવ થાય છે. આત્માની સાથે થતી કર્મ-બંધની પ્રક્રિયાને સમજાવવા માટે આ લેશ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ‘ગોમ્મટસાર'માં લેશ્યાઓનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે કે ‘જે દ્વારા જીવ પુણ્ય અને પાપરૂપ કર્મોથી લેપાય તે લેશ્યા કહેવાય તથા કષાયોદયથી અનુરક્ત મન, વચન અને કાયાની પ્રવૃત્તિને પણ લેશ્યા કહેવાય. આ રીતે. જેનાથી રંજિત થતાં, શુભાશુભ કર્મ આત્મા સાથે બંધ પ્રાપ્ત કરે એ આચરાને લેશ્યાઓ સમજાવે છે. આ લેશ્યા-વિષયક નિરૂપણને લીધે ભારતીય રંગ-વિષયક દૃષ્ટિકોણ પણ જાણવા મળે છે. ૧૭૨ ૧ ૩. ૩૪. ૪૭-૫૫. २ लिंपइ अप्पीकीरइ एदीए णिय अपुण्ण पुण्णं च । તથા જુઓ - ગો. જી. ૫૩૨. ો. ની. ૪૮૮. Page #197 -------------------------------------------------------------------------- ________________ અનુશીલન આ પ્રકરણમાં સંસાર સંબંધી ત્રણા પ્રમુખ સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવી છે. ૧. સસારની દુઃખરૂપતા ૨. સંસાર અથવા દુઃખનાં કારણ અને ૩. કર્મબંધન. આ ત્રણ સિદ્ધાંતોનું વિશ્લેષણા આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરવામાં આવેલ છે અને તે ક્રમશઃ નીચે મુજબ છે: ૧. ભારતીય ધાર્મિક ગ્રંથોની જેમ “ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ જેમાં, જીવ જન્મ-મરણાને પ્રાપ્ત કરે છે એવા સંસારને દુઃખોથી ભરેલો દર્શાવવામાં આવ્યો છે. શરીર નાશવંત હોવાથી તથા ઇચ્છાઓ અનંત હોવાથી આપણને જે સુખ પ્રતીત થાય છે તે ખરેખર તો દુ:ખરૂપ જ છે. દેવ અને મનુષ્ય પર્યાય કે જે સુગતિ રૂપ અને શ્રેષ્ઠ મનાયેલ છે તેને પણ દુર્ગતિરૂપ તરીકે દર્શાવવાનો ઉદ્દેશ્ય એ છે કે જીવોને વિષય-ભોગોમાંથી નિરાસકત કરવા અને અસીમ તથા અનંત સુખ પ્રત્યે પ્રેરિત કરવા. જ્યાં સુધી સાંસારિક વિષયભોગોને દુઃખરૂપ અને નાશવંત તરીકે ન રજુ કરવામાં આવે ત્યાં સુધી તેનાથી વિરક્તિ થાય નહીં. દેવપર્યાયમાં જે દુઃખોનું વર્ણન કરવામાં આવ્યું છે તે એ કારણ કે દેવપર્યાય અને તે દેવિક ભોગ્ય-વિષયો પણા ચિરસ્થાયી નથી. કેટલેક સ્થળે દેવોના એશ્વર્યને શ્રેષ્ઠ ગણાવામાં આવ્યું છે અને તેને શ્રેષ્ઠ ગતિ (સુગતિ) પણ કહેવામાં આવેલ છે. આ સ્થિતિ મનુષ્યગતિના જીવોની પણ છે. આ વિવેચન પરથી, “પ્રસ્તુત ગ્રંથ અવાસ્તવિકતાનું પ્રતિપાદન કરે છે.” એમ સમજવાનું નથી. આપણે જાતે અનુભવીએ છીએ કે વિષય-ભોગોની સીમા અનંત છે અને ગમે તેટલાં સુખસાધન આપણને મળે છતાં શાંતિ મળતી નથી. શાંતિ અને સુખ તો આપણી અંદર રહેલાં છે. જો આપણી ઇચ્છાઓ સીમિત બને તો આપણને સુખ મળે છે અને એમ ન થાય તો આપણો અધિક પ્રાપ્ત કરવા માટે વ્યગ્રતા અનુભવીએ છીએ. આ વિષયભોગ સુખ કે દુ:ખનાં કારણ બને છે. તેથી ગ્રંથમાં આસક્તિ રાખ્યા વગર વિષય-ભોગોના ઉપભોગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આજના વિજ્ઞાનની આટલી ઉન્નતિનું કારણ વિષય-ભોગો પ્રત્યેની આસક્તિ છે, તો પછી વિષય ભોગો પ્રત્યે આસક્તિ ન રાખવી જોઇએ એમ કેમ કહેવાય ? આ બાબતમાં મારું માનવું છે કે પ્રસ્તુત-ગ્રંથ અસીમ અને અનન્ત સુખ પ્રત્યે આપણને લઇ જવા ઇચ્છે છે. તેથી તેમાં જે આધ્યાત્મિક માર્ગનું અનુસરણ દર્શાવવામાં આવ્યું છે તે બરાબર છે. શરીરની નશ્વરતાને જોઇને અને સંસારમાં ફેલાયેલ ભ્રષ્ટાચારને રોકવા માટે આવું માર્ગદર્શન યોગ્ય છે. આજના આ વૈજ્ઞાનિક યુગમાં પણ પ્રસ્તુત ગ્રન્થના આ ઉપદેશને જ વૈજ્ઞાનિક ઢાંચામાં ઢાળીને, સમાજશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રના સ્વરૂપે રજુ કરવામાં આવે છે. જો આપણે પક્ષપાત રહિત દૃષ્ટિથી વિચારીએ તો જરૂર લાગશે કે વિજ્ઞાને આટલી ઉન્નતિ કરી છે છતાં માનવી સુખી નથી બન્યો પણ પહેલાં કરતાં વધારે પરેશાની અનુભવતો તથા દુ:ખી થયો છે. તો પછી, ‘સંસારના વિષયભોગોમાં સુખ મળતું નથી’ એવું ગ્રન્થનું કટુ સત્ય એક પ્રલાપ છે એમ કેવી રીતે કહી શકાય ? આમ વિરોધમાં આજે જે દલીલ કરવામાં આવે તે, પહેલાં પણ થઈ શકતી હતી. પરંતુ જે સત્ય છે તે કાયમ સત્ય જ રહે છે. આ કથનની વાસ્તવિકતા તથા અવાસ્તવિકતાનો વિચાર કરતી વખતે, જે દૃષ્ટિકોણને માધ્યમ બનાવીને આ ગ્રંથ લખવામાં આવ્યો છે તે દૃષ્ટિકોણને આપણે સાથે રાખવો જોઇએ. બૌદ્ધ દર્શનના પ્રવર્તક ભગવાન ગૌતમ બુદ્ધે જે ચાર આર્ય સત્યો શોધ્યાં તેમાંનું પ્રથમ આર્યસત્ય દુ:ખ છે. આ ઉપરાંત, દુ:ખનાં કારણો હાજર છે. દુઃખથી નિવૃત્તિ સંભવે છે અને દુ:ખોમાંથી નિવૃત્ત થવાનો ઉપાય પણ છે. એ ત્રણ આર્યસત્યો છે'. (દુઃખ, સમુદય, નિરોધ-સત્ય, અને નિરોધગામિની પ્રતિપદા). પ્રસ્તુત ગ્રંથમાં જે રીતે પ્રથમ દુ : ખ-સત્યને સ્વીકારવામાં આવેલ છે તે રીતે અન્ય ત્રણ સત્યોને પણ સ્વીકારવામાં આવેલ છે અને તેનો વિચાર આગળનાં પ્રકરણોમાં અવસર આવ્યે કરવામાં આવશે. ૧૭૪ ૨. સાંસારિક દુ:ખોનાં કારણોનો વિચાર કરતી વખતે ગ્રંથમાં જન્મમરણરૂપ સસારનું સાક્ષાત્ કારણ કર્મબંધ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. ૧ જુઓ - પ્રકરણ ૩. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર ત્યાર પછી કર્મબંધનું પણ કારણ રાગદ્વેષ અને તેનું પણ કારણ (મૂળ કારણ) અજ્ઞાનને માનવામાં આવ્યું છે. જો કે રાગ દ્વેષ અને અજ્ઞાન વચ્ચે ક્રમશ: મોહ, તૃષ્ણા અને લોભને પણ કારણ રૂપે દર્શાવેલ છે પરંતુ, મોહ, તૃષ્ણા અને લોભ રાગની જ ઉત્કટ અવસ્થા રૂપ છે. જો તેને પૃથક્ કારણ રૂપે ગણાવવામાં આવે તો સંસારની કાર્ય-કારણ-પરંપરા આ પ્રકારે રજુ થઇ શકેઃ જન્મમરણરૂપ સંસાર-કર્મબંધ-રાગદ્વેષ-મોહ-તૃષ્ણા-લોભ-અજ્ઞાન. ગ્રંથમાં જો કે આ કાર્ય-કારણ શ્રૃંખલાનું સુવ્યવસ્થિત રૂપ જોવા મળતું નથી; કારણ કે ક્યાંક અજ્ઞાનને, ક્યાંક રાગને, ક્યાંક દ્વેષને, ક્યાંક રાષ્લેષને, ક્યાંક પાપકર્મને, ક્યાંક કર્મમાત્રને, ક્યાંક મોહને, ક્યાંક સંસારને, ક્યાંક મનોજ્ઞામનોજ્ઞ વસ્તુઓને, અને ક્યાંક આ સહુને એક બીજા સાથે જોડીને કાર્યકારણનો વિચાર કરવામાં આવ્યો છે. આ કારણે કયું કોનું ખરેખરું કારણ છે અથવા કયું પરંપરાગત કારણ છે તે અંગે સામાન્ય રીતે સ્પષ્ટ પ્રતીતિ થતી નથી. પરંતુ, ધ્યાનપૂર્વક વિચાર કરવાથી આ કાર્યમાં મૂળમાં કાર્યકારણ શૃંખલા જ કાર્ય કરી રહી છે એમ લાગશે. માટે, ગ્રંથમાં ક્યાંક ક્યાંક તેનો આગળ પાછળ કે એકબીજા સાથે સંમિલિત રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનું કારણ એ છે કે અવસર વિશેષ વખતે કારણ વિશેષને મહત્ત્વ આપવું. ‘તત્ત્વાર્થસૂત્ર’માં કર્મબંધનાં કારણોનો વિચાર કરતી વખતે જે પાંચ કારણોને ગણાવવામાં આવ્યાં છે તે તપાસતાં પણ આ કાર્યકારણશ્રૃંખલાનું સમર્થન થાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં દર્શાવવામાં આવેલાં એ પાંચ કારણોનાં નામ નીચે મુજબ છે': ૧ મિથ્યાત્વ (પોતાના આત્મસ્વરૂપને ભૂલીને શરીરાદિ પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ સમજવી-સ્વપરવિવેામાવરૂપ અજ્ઞાન ૨. અવિરતિ (વિષયોમાં રાગદ્વેષ) ૩. પ્રમાદ (અસાવધાનીપણું) ૪. કષાય (કલુષિત ભાવ) ૫. યોગ (મન-વચન-કાયાની પ્રવૃત્તિ). અહીં મિથ્યાત્વ અજ્ઞાનરૂપ જ છે. १. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः । ૧૭૫ —đ. સૂ. ૮. ૧. Page #200 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અવિરતિ અને પ્રમાદ એ રાગ અને મોહને સ્થાને છે. કષાય રાગદ્વેષ અને યોગ પ્રવૃત્તિમાત્રમાં કારણ છે. તેથી ‘ઉત્તરાધ્યયન’માં પણ ક્યાંક ક્યાંક મિથ્યાત્વ અને પ્રમાદને સંસાર અને કર્મબન્ધના હેતુ તરીકે દર્શાવવામાં આવેલ છે. બૌદ્ધ દર્શનમાં આ વિષયની જે કારણ-કાર્યશૃંખલા દર્શાવવામાં આવી છે તેના મૂળમાં પણ અવિદ્યા (અજ્ઞાન) રહેલું છે. અવિદ્યા અને દુઃખ વચ્ચે ગાવવામાં આવેલ કારણોમાં તૃષા, ભવ (સારાં ખોટાં કાર્યો), જાતિ અને જરા-મરણ પણ છેરે. આમ દુઃખોનાં મૂળ કારણની શોધ કરતાં કરતાં બંને દર્શનો એક જ સાથે પહોંચીને અટકે છે. પરંતુ, અજ્ઞાન એટલે શું ? આ વિષયમાં બંને દર્શનોના સિદ્ધાંત જુદા જુદા છે. ગ્રંથમાં જ્યાં અચેતનથી ચેતનના પાર્થક્ય બોધને જ્ઞાન કહેવામાં આવેલ છે ત્યાં બૌદ્ધ દર્શનમાં તે પાર્થક્ય બોધને અજ્ઞાન માનવામાં આવેલ છે કારણ કે બૌદ્ધ દર્શનમાં આત્મા નામના કોઈ સ્થાયી ચેતન દ્રવ્યને સ્વીકારવામાં આવેલ નથી. દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે એ બાબતમાં કદાચ કોઇને વિરોધ નથી. ‘ગીતા’માં પણ મોહનું કારણ અજ્ઞાન છે એમ સ્વીકારવામાં આવેલ છે. ૧૭૬ 3. જે કર્મબંધને સંસાર અથવા દુઃખનું સાક્ષાત્ કારણ માનવામા આવેલ છે તે એક શરીર-વિશેષની રચના કરે છે અને તે વેદાન્ત દર્શનમાં સ્વીકારવામાં આવેલ અને સ્થૂળ શરીરની અંદર રહેલ સૂક્ષ્મ શરીર ́ ના સ્થાને છે. કારણ કે ૧૯. ૨૯, ૫. ૬૦, ૭૧, ૧૦-૧૫. ૨ બૌદ્ધદર્શનમાં દુઃખનાં જે બાર કારણો ગણાવવામાં આવ્યાં છે તેને ભવચક્ર, દ્વાદશ-આયતન અને પ્રતીત્યસમુત્પાદ કહેવામાં આવે છે. તેનાં ક્રમશઃ નામો આ રીતે છે : અવિદ્યા → સંસ્કાર ) વિજ્ઞાન → નામરૂપ → ખડાયતન → (છઃ ઈન્દ્રિયો, મન સાથે) → સ્પર્શ → વેદના → તૃષ્ણા → ઉપાદાન → ભવ (સારા ખોટાં કર્મો) → જાતિ → જરા → મરા → દુઃખ. ૩ અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુઘન્તિ જન્તવઃ । ૪ વેદાન્તસાર, પૃ. ૩૪. -ભા. ૬. બ. પૃ. ૧૫૪. —ગીતા ૫. ૧૫. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ : સંસાર આ કર્મ આત્માની સાથે બંધાઇને સ્થૂળ શરીરથી જુદા એવા એક શરીરની રચના કરે છે. તેને જૈન દર્શનમાં કાર્મા શરીર કહવામાં આવે છે. આ કાર્યશ શરીર સ્થૂળ શરીર નષ્ટ થઈ જાય છતાં નાશ પામતું નથી. આ ઉપરાંત, તે આગલા જન્મમાં સ્થૂળ-શરીરની પ્રાપ્તિમાં કારણ તરીકે પણ નીવડે છે. આ પ્રક્રિયાને સ્પષ્ટ કરવા માટે કર્મબંધમાં સહાયક છ લેશ્યાઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ કર્મ અને લેશ્યાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવાને કારણે જ ગ્રંથમાં લેશ્યાઓને કર્મલેશ્યા કહેવામાં આવેલ છે. આ લેશ્યાઓ અનેક રીતે લેખ દ્રવ્યનું કામ કરે છે અને તેનાથી કર્મ-પરમાણુ આત્મા સાથે ચોંટી જાય છે. શુભાશુભ કર્મોથી જે પ્રકારની લેશ્યાઓ પ્રાપ્ત થાય છે તે અનુસાર જ જીવ કર્મોમાં પ્રવૃત્ત થાય છે. ત્યારબાદ વળી, શુભાશુભ રૂપથી પ્રવૃત્તિ કરવાથી ફરીથી કર્મબંધ થાય છે. આમ અબાધ-સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. કર્મોનો અભાવ થતાં લેશ્યાઓનો પા અભાવ થઇ જાય છે. ગ્રંથમાં આ કર્મ અને લેશ્યા-વિષયક વર્ણન દ્વારા સાંસારિક સુખ અને દુ:ખનાં કારણોનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધાંતનો સ્વીકાર કરી લેવાથી સંસારની વિચિત્રતાની ગૂંચને ઉકેલવામાં ઇશ્વરની કલ્પના જરૂરી રહેતી નથી અને એક સ્વચાલિત યંત્રની જેમ સંસારની પ્રક્રિયા ચાલતી લાગે છે. કર્મકાંડી મીમાંસા દર્શનની જેમ વૈદિક યાગાદિ ક્રિયાઓથી અદૃષ્ટ વિશેષની ઉત્પત્તિ થાય છે અને ત્યારે તેના પ્રભાવથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. પ્રકૃત ગ્રંથ અનુસાર, જીવમાં દરેક ક્ષણે થતી સ્વાસાદિ સૂક્ષ્મહતમ ક્રિયા, મનના વિચાર વગેરે સહુ કર્મનાં કારણ છે. એ બીજી બાબત છે કે બધી ક્રિયાઓ બંધનું કારણ ન બને પરંતુ ક્રિયામાત્ર કર્મ તો જરૂર છે. તેમાંથી માત્ર સરાગ ક્રિયાઓ (સકામ કર્મ) જ કર્મબંધમાં કારણ થાય છે. માટે સંસારના આવાગમનમાં કારણ હોવાથી તેને જ કર્મ શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત, શુભ અને અશુભ-બંને પ્રકારનાં કર્મ, બંધ માટેનાં કારણ હોવાથી હેય તરીકે દર્શાવાયાં છે. સંસારી જીવમાં જોવા મળતી પ્રત્યેક ક્રિયા, સુખદુ:ખાનુભૂતિ, જ્ઞાનાદિની પ્રાપ્તિ, જીવનની સ્થિતિ શુભાશુભ શરીરાદિની પ્રાપ્તિ, લાભાલાભની પ્રાપ્તિ વગેરે બધાં પાસાંઓની વ્યાખ્યા આ કર્મસિદ્ધાંત દ્વારા કરવામા આવી છે ૧૭૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અને આવશ્યકતાનુસાર કર્મોના પેટા પ્રકારોની કલ્પના કરવામાં આવી છે. કર્મનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ હોવાથી આ કર્મસિદ્ધાંતને “જૈન મનોવિજ્ઞાન કહી શકાય છે. આ રીતે, આ પ્રકારણમાં ગ્રન્થાનુસાર સંસારને દુઃખોથી ભરેલો દર્શાવીને તેનાં કારણો વિશે આધ્યાત્મિક દૃષ્ટિથી વિચાર કરવામાં આવ્યો છે. પુનર્જન્મ, પરલોક, વગેરેનો સ્વીકાર કર્યા વગર આ વર્ણનનો મેળ બેસી શકે નહીં. શરીર વગેરેની નશ્વરતા અને જન્મ-મરણની પ્રાપ્તિ જ દુ:ખ છે. આથી સંસારના વિષય ભોગ જન્ય સુખોને પણ દુઃખરૂપ માનવામાં આવેલ છે. સંસારનાં કારણોમાં કર્મબંધનો સ્વીકાર કરીને એમ દર્શાવવામાં આવ્યું છે કે જીવ દ્વારા કરવામાં આવેલ કોઇપણ સારું કે ખરાબ કામ કોઈ રીતે છૂપું રહી શકતું નથી. તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. સંસારમાં સામાજિક વ્યવસ્થા ટકાવી રાખવા માટે તથા અત્યાચાર-અનાચાર વગેરેને અટકાવવા માટે પણ આવું વર્ણન જરૂરી હતું અને આજે પણ છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ રત્નત્રય દુ:ખોની અનુભૂતિ દરેક પ્રાણીને અરુચિકર લાગે છે. તેથી દુ:ખોમાંથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. સાંસારિક પ્રયત્નો તો ક્ષણિક સુખ આપવાને કારણે ખરેખર તો દુઃખરૂપ જ છે, અવિનશ્વર અથવા શાશ્વત સુખની પ્રાપ્તિ માટે ચેતન અને અચેતનના સંયોગ એ વિયોગની આધ્યાત્મિક પ્રક્રિયાને નવ તથ્યો (તત્ત્વો-સત્યો)માં વિભાજિત કરવામાં આવેલ છે અને તે તથ્યોમાં પૂર્ણ વિશ્વાસ (સમ્યગ્દર્શન), તેઓનું પૂર્ણ જ્ઞાન (સમ્યજ્ઞાન) અને તદનુસાર આચરણ (સમ્યારિત્ર) જરૂરી મનાયેલ છે. આમ શાશ્વત સુખની પ્રાપ્તિમાં સહાયક ૧. સમ્યગ્દર્શન (સત્ય-શ્રદ્ધા), ૨. સમ્યજ્ઞાન (અન્યજ્ઞાન) અને ૩. સમ્યક્ચારિત્ર (સત્ આચરણ) આ ત્રણ સાધનોને જ અહીં ‘રત્નત્ર્ય’ શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. આ ત્રણ સાધનો વિશે વિચાર કરતાં પહેલાં, નવ તથ્યોમાં વિભાજિત એવી ચેતન અને અચેતનના સંયોગની અને વિયોગની આધ્યાત્મિક-પ્રક્રિયા વિશે વિચારી લેવું આવશ્યક છે. નવ તથ્યો (તત્ત્વો) : ચેતન તથા અચેતન અને તેના સંયોગ-વિયોગની કારણકાર્ય શૃંખલા ત્રિકાલવર્તી સત્ય હોવાથી, તેને માટે ‘તથ્ય’ શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે. આ નવ તત્ત્વો અથવા તથ્યોનાં નામ આ પ્રમાણે છે` : ૧. જીવ (ચેતન), ૨. અજીવ (અચેતન), ૩. બંધ (ચેતન અને અચેતનની સંબંધાવસ્થા), ૪. પુણ્ય (અહિંસા १. जीवा जीवा य बन्धे य पुण्णं पावाऽऽवो तहा । संवरो निज्जरा मोक्खो संति एए तहिया नव ॥ ૩, ૨૮, ૧૪. Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વગેરે શુભકાર્ય), ૫. પાપ (હિંસા વગેરે અશુભકાર્ય), ૬. આસ્રવ (ચેતન પાસે અચેતન કર્મોને આવવાનું દ્વાર), ૭. સંવર (ચેતન સાથે અચેતનનો સંબંધ કરાવનાર કારણનો નિરોધ, ૮. નિર્જરા (ચેતનથી ચેતનનું સંપૂર્ણ અંશતઃ પૃથક્કરણ) અને ૯. મોક્ષ (અચેતનથી ચેતનનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય). આ નવે તત્ત્વોને મુખ્યત્વે પાંચ ભાગોમાં વહેંચી શકાય : ૧ ચેતન અને અચેતન તત્ત્વ-જીવ અને અજીવ ૧૮૦ ૨ સંસાર અથવા દુ:ખની અવસ્થા-બંધ ૩ સંસાર અથવા દુઃખનાં કારણ-પુણ્ય, પાપ, આસવ ૪ સંસાર અથવા દુઃખમાંથી પૂર્ણ નિવૃત્તિ-મોક્ષ ૫ સંસાર અથવા દુ:ખમાંથી નિવૃત્ત થવાના ઉપાય-સંવર અને નિર્જરા સંસાર અથવા દુઃખનું કારણ કર્મ-બંધન છે અને તેમાંથી છૂટકારો મેળવવો એ મોક્ષ છે. ચેતન જ બંધન અને મોક્ષ પ્રાપ્ત કરે છે અને અચેતન (કર્મ)થી બંધન અને મોક્ષ પ્રાપ્ત થાય છે. પુણ્ય અને પાપરૂપ પ્રવૃત્તિથી પ્રેરિત થઈને અચેતન કર્મ ચેતન પાસે આવીને (આસ્રવિત થઈને) બંધન કરે છે. આ અચેતન કર્મોને આવતાં રોકવાં (સંવર) તથા પહેલાંથી આવેલાં કર્મોને પૃથક્ કરવાં (નિર્જરા) એ મોક્ષ માટે આવશ્યક છે. આમ, બંધ, મોક્ષ, ચેતન, અચેતન, પુણ્ય, પાપ, આસવ, સંવર અને નિર્જરા આ નવ સાર્વભૌમ સત્ય હોવાથી ‘તથ્ય’ (તત્ત્વ) કહેવામાં આવેલ છે. તેમનાં સ્વરૂપ વગેરે નીચે મુજબ છે : ૧ જીવ- ચેતન દ્રવ્ય. તેને જ બંધન અને મોક્ષ થાય છે ૨ અજીવ- અચેતન દ્રવ્ય. ખાસ કરીને આ એવું અચેતન દ્રવ્ય (કર્મપુદ્ગલ) છે જેનો સંબંધ થતાં, ચેતન બંધનને પ્રાપ્ત કરે છે અને તેનો વિયોગ થતાં ચેતન મુક્તિ મેળવે છે. ૩ પુણ્ય- ચેતન દ્વારા કરવામાં આવેલ અહિંસા વગેરે શુભ કાર્ય ૪ પાપ- ચેતન દ્વારા કરવામાં આવેલ હિંસા વગેરે અશુભ કાર્ય ૫ આસવ- મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી પુણ્ય અને પાપરૂપ કર્મોનું ચેતન પાસે આગમન'. આસવ દ્વારા સામાન્ય રીતે પાપાસવને સમજવામાં આવે १. काय वाङ मनः कर्म योगः । स आस्रवः । शुभः पुण्यस्याशुभ: पापस्य । –7. સૂ. ૬. ૧-૩. Page #205 -------------------------------------------------------------------------- ________________ નત્રય ૧૮૧ છે, ગ્રન્થમાં પણ પાપાસવના પાંચ પ્રકારો (હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને ધનસંચય)નો સંકેત કરવામાં આવેલ છે, પરંતુ, પાપાસવની જેમ પુણ્યાસવ પણ મુક્તિ માટે ત્યાજ્ય છે. ૬ બંધ- ચેતન સાથે અચેતન કર્મપરમાણુઓનો સંબંધ થવો તે. ૭ સંવર-પુણ્ય અને પાપરૂપ કર્મોને ચેતનની પાસે આવતાં (આસવ) રોકવાં. ગ્રંથમાં આના પણ પાપાસવ વિરોધ પાંચ પ્રકારોનો સંકેત છે. ફલ-પ્રાપ્તિની અભિલાષા વગર કરવામાં આવતાં સત્કર્મ સંવરૂપ હોય છે. જ્યારે જીવ અહિંસાદિ સત્કાર્યોમાં પ્રવૃત્ત થઈને ફલપ્રાપ્તિની કામના કરે છે ત્યારે તે પુણ્યાસવ થઈને બંધના પણ કારણ બની જાય છે. જેમકે, પૂર્વભવમાં ફલાભિલાષાથી યુક્ત (નિદાનસહિત) બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ફલાભિલાષાથી રહિત ચિત્તમુનિ દ્વારા કરવામાં આવેલ એક સરખાં અહિંસાદિ પુણ્ય-કર્મ પછીના ભવમાં જુદાં જુદાં ફળ-વાળાં થયાં. આ રીતે ફલાભિલાષા (નિદાન) પૂર્વક કરવામાં આવેલ ૧ જુઓ - મૃ. ૧૬૬, પા. ટિ. ૧; ઉ. ૧૯. ૯૪; ૨૦. ૪૫, ર૯. ૧૧. २ अज्झत्यहेउं निययस्स बंधो संसार हेउं च वयंति बन्धं । –૩. ૧૪. ૧૬. मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगा बन्धहेतवः । सकषायत्वाज्जीव: कर्मणो योग्यापुद्गलानादत्ते स बन्धः । –ત. સૂ. ૮. ૨-૨. आत्मकर्मणोरन्योऽन्यप्रदेशानुप्रवेशात्मको बन्धः । –સર્વાર્થસિદ્ધ, પૃ. ૧૪. ૩ ગાઢનિરો: સંવર: | –7. પૂ. ૬. ૧. ४ सुसंवुडा पंचहि संवरेहिं । –૩. ૧૨. ૪૨. ५ कम्मा नियाणपगडा तुमे राय ! विचिंतिया तेसि फलविवागेण विप्पओगमुवागया । ૩. ૧૩. ૮. તથા જુઓ - ઉ. ૧૩. ૧, ૨૮, ૨૯,૩૦. Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન બધાં પુણ્યકર્મ આસ્રવ રૂપ છે અને ફલાભિલાષા વગર કરવામાં આવેલ નિષ્કામ કર્મ સંવરૂપ છે. તેથી અનાસવીની વ્યાખ્યા આપતી વખતે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે – પ્રાણીવધ, અસત્યકથન, ચોરી, મૈથુન, ધનસંગ્રહ, રાત્રિભોજન અને ચાર કષાયોથી રહિત તથા મન, વચન અને કાયાની પ્રવૃત્તિમાં સાવધાન, જિતેન્દ્રિય જીવને અનાસયી કહેવામાં આવે છે`. અર્થાત અશુભ-કાર્યોનો સર્વથા ત્યાગ કરીને શુભ કાર્યોમાં સાવધાનીપૂર્વક ફલની અભિલાષા વગર પ્રવૃત્તિ કરવી એ સંવરનું કારણ છે. ગ્રંથમાં આ પ્રકારના સંવરનું ફળ, આસવિરોધ પછી ઋદ્ધિ-સંપન્ન દેવપદ અથવા સિદ્ધપદ (મોક્ષ) છે એમ દર્શાવવામાં આવ્યું છે. ૧૮૨ ૮. નિર્જરા - પૂર્વબદ્ધ કર્મોને આત્માથી અંશતઃ પૃથક્ કરવાં. આ મોક્ષ માટેનું સાક્ષાત કારણ છે. જોકે પ્રતિક્ષણ કર્મોની કોઈને કોઈ નિર્જરા થયા કરે છે પણ અમુક નિર્જરા તપ વગેરેને કારણે બળપૂર્વક પણ કરવામાં આવે છે. તેથી આ નિર્જરાને બે ભાગમાં વહેંચી શકાય : ૧ સામાન્ય-નિર્જરા અને ૨ વિશેષ-નિર્જરા. પોતાની મેળે સ્વાભાવિક રીતે, પ્રયત્ન વગર, પ્રતિક્ષણ કર્મોનું ફળ આપીને ચેતનથી પૃથક્ થઈ જવું એ સામાન્ય-નિર્જરા કહેવાય, આ પ્રકારની નિર્જરામાં જીવને કોઈ ખાસ પ્રયત્ન કરવો પડતો નથી, તેથી અહીં તેનો વિચાર કરવામાં આવેલ નથી. બીજા પ્રકારની નિર્જરાનો અર્થ આમ થાય : તપ વગેરે સાધનો દ્વારા કર્મોનો બળપૂર્વક ઉદય કરીને તેને ચેતનથી પૃથક કરી દેવાં. આ માટે જૈન ગ્રંથોમાં સામાન્ય-નિર્જરાને સવિપાકનિર્જરા તથા અનૌપક્રમિક-નિર્જરા (અકૃત્રિમ-નિર્જરા) કહેવામાં આવેલ છે. આથી વિરૂદ્ધ, વિશેષ-નિર્જાને १. पाणिवहमुसावाया अदत्तमेहुणपरिग्गहा विरओ । राई भोयणविरओ जीवो भवइ अणासवो || पंचसमिओ तिगुत्तो अकसाओ जिइंदिओ । अगारवो य निस्सल्लो जीवो होइ अणासवो || ૨૩. ૨૬. ૫૫; ૫. ૨૫, ૨૮. 3 एकदेशकर्मसंक्षयलक्षणा निर्जरा । ૧૩. ૩૦. ૨. ૩. --સર્વાર્થસિદ્ધિ ૧. ૪. Page #207 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૮૩ અવિપાક-નિર્જરા અને ઔપક્રમિક-નિર્જરા (કૃત્રિમ-નિર્જરા) કહેવામાં આવેલ ૯ મોક્ષ - બધા પ્રકારનાં કર્મબંધનોથી પૂર્ણ છુટકારો મેળવવો અથવા ચેતન દ્વારા સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરવું એ મોક્ષ. એ જીવનું અંતિમ લક્ષ્ય છે અને તેને પ્રાપ્ત કરી લેતાં, જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને અનંતસુખસંપન્ન તથા શક્તિસંપન્ન બને છે. આ અવસ્થાને પ્રાપ્ત કરી લીધા બાદ ચેતન ફરી ક્યારેય કર્મબંધનમાં પડતો નથી. આ નવ તથ્યોમાંથી પુણ્ય અને પાપ આસવરૂપ હોવાથી “તત્ત્વર્થસૂત્ર'માં તથ્યોની સંખ્યા સાતની જ આપવામાં આવી છે અને તે માટે “તત્ત્વ' શબ્દનો ત્યાં પ્રયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પુણય અને પાપને આસવથી પૃથક ગણાવવામાં આવે છે ત્યારે તેમને માટે જૈન-ગ્રંથોમાં “પદાર્થ' શબ્દનો પ્રયોગ થાય છે. આ ઉપરાંત, જ્યારે માત્ર જીવ અને અજીવનું કથન કરવામાં આવે છે ત્યારે તેમને દ્રવ્ય' કહેવામાં આવે છે. વાસ્તવિક રીતે જે પ્રકારે વૈશેષિકદર્શનમાં “દ્રવ્ય અને “પદાર્થમાં તફાવત છે તે રીતે, જેન ગ્રંથોમાં દ્રવ્ય, તત્ત્વ અને પદાર્થ (તત્ત્વાર્થ, અર્થ કે તથ્ય) આ શબ્દોમાં ભેદ પાડવામાં આવ્યો નથી કારણ કે તે અરસપરસ એકબીજા સાથે મળતા આવે છે. વળી, જૈન ગ્રંથોમાં જીવાદિ પદ્રવ્યોને “તત્ત્વાર્થ' શબ્દથી અને જીવાદિ નવ તથ્થો (પદાર્થો)ને “અર્થશબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. આમ હોવા છતાં પણ ‘દ્રવ્ય” શબ્દથી લોકની ૧ સર્વાર્થસિદ્ધિ ૮. ર૩. २. बन्धहेत्त्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः । –તે. . ૧૦. ૨. 3 जीवाजीवास्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् ।। –ત. સૂ. ૧. ૪. ४ जीवाजीवासवबंवधसंवरो णिज्जरा तहा मोक्खो। तच्चाणि सत्त एदे सपुण्णपावा पयत्था य ।। –રવું-દ્રવ્યસંપ્રદ, જાથી ૩. ५ जीवा पोग्गलकाया घम्माघम्मा य काल आयासं । तच्चस्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ।। –નિયમસાર, થા ૬. जीवाजीवा भावा पुण्णं पावं च आसवं तेसि । संवरणिज्जरबंधो मोक्खो य हवंति ते अट्ठा ॥ વાસ્તિવય, જાથા ૨૦૮. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન રચનાનાં મૂળ ઉપકરણોને સમજવામાં આવે છે તથા “તત્ત્વ' શબ્દથી આધ્યાત્મિક રહસ્યનું ભાવાત્મક વિશ્લેષણ કરવામાં આવે છે. “તત્ત્વ” શબ્દ દ્વારા પ્રતિપાદ્ય અર્થનું જ વિશેષ સ્પષ્ટીકરણ પદાર્થ' શબ્દ દ્વારા કરવામાં આવે છે, “પદાર્થ માટે જ “તથ્ય' શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવે છે, ગ્રંથમાં આ નવ તથ્યોની બાબતમાં એક હોડીનું દૃષ્ટાંત પણ આપવામાં આવ્યું છે. બે છિદ્રોવાળી એક હોડી સંસારરૂપી સાગરમાં તરી રહી છે. તે છિદ્રોમાંના એકમાંથી ગંદુ અને બીજામાંથી સ્વચ્છ પાણી હોડીમાં પ્રવેશી રહ્યું છે તેથી હોડી ડૂબવાની તૈયારીમાં છે. પરંતુ, હોડીનો માલિક તે બંને છિદ્રોને બંધ કરી દે છે અને પછી બંને હાથ વડે અંદર ભરાયેલા પાણીને ઉલેચવા લાગે છે. ધીરે ધીરે હોડીનું પાણી ઉલેચાઈ જવાથી હોડી ખાલી થઈ જાય છે અને હોડી પાણીની સપાટી ઉપર આવીને અભીષ્ટ સ્થાને પહોંચે છે. આમ, આ દૃષ્ટાંતમાં શરીર (અજીવ) તરીકે છે. નાવિક જીવ છે, ગંદુ અને સ્વચ્છ પાણી દાખલ થવા દેનાર છિદ્રો ક્રમશઃ પાપ અને પુણ્યરૂપ છે, જળનો નાવમાં પ્રવેશ એ આસવ છે, જળનું નાવમાં એકત્ર થવું એ બંધ છે, પાણી પ્રવેશવા દેનાર છિદ્રોને બંધ કરવાં એ સંવર છે, પાણીને ઉલેચવું એ નિર્જરા છે અને જળને પૂર્ણરૂપે બહાર કાઢતાં નાવનું પાણીની સપાટી ઉપર આવી જવું એ મોક્ષ છે. १. तत्त्व शब्दो भावसामान्यवाची । कथम् ? तदिति सर्वनामपदम् । सर्वनाम च सामान्ये वर्तते । तस्य भावस्तत्त्वम् । तस्य कस्य ? योऽर्थो यथावस्थितस्तथा तस्य भवनमित्यर्थः। अर्यंत इत्यर्थो निश्चीयत इत्यर्थः । तत्वेनार्थस्तत्त्वार्थः । अथवा भावेन भाववतोऽभिघानं, तदव्यतिरेकात् तत्त्वमेवार्थस्तत्त्वार्थः । –સર્વાર્થસિદ્ધિ ૧. ૨. २ जा उ अस्साविणी नावा न सा पारस्स गामिणी । जा निरस्साविणी नावा सा उ पारस्स गामिणी ।। सरीरमाहु नावत्ति जीवो वुच्चई नाविओ । संसारो अण्णवो वुत्तो जं तरंति महेसिणो । –૩. ૨૩. ૭૧-૭૩. Page #209 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૮૫ ભગવાન બુદ્ધે પણ આ તથ્યનો સાક્ષાત્કાર કરીને તેનો જ ચાર આર્યસત્યના રૂપે ઉપદેશ આપ્યો છે. જોકે બોદ્ધદર્શનમાં કોઈ સ્થાયી ચેતન કે અચેતન પદાર્થનો સ્વીકાર કરવામાં આવેલો નથી તેથી “ઉત્તરાધ્યયનમાં પ્રતિપાદિત નવ તથ્યોને જે પાંચ ભાગમાં વિભક્ત કરવામાં આવેલ છે તેમાંથી પ્રથમ ભાગમાં ગણાવવામાં આવેલ જીવ અને અજીવ સિવાય બાકીનાં સાત તથ્યોને જ ઉપર્યુક્ત ક્રમે નિમ્નોક્ત ચાર આર્ય-સત્યોના રૂપમાં વિભક્ત કરવામાં આવેલ છે. ૧ દુઃખ સત્ય - સંસારમાં જન્મ, મરણ, જરા, ઈષ્ટ-વિયોગ, અનિષ્ટસંયોગ જેવા દુ:ખો જોવા મળે છે માટે દુઃખ સત્ય છે. ૨ દુઃખ-કારણ સત્ય (દુઃખ-સમુદય સત્ય) – જો દુ:ખ છે તો દુઃખના કારણ પણ અવશ્ય છે. ૩ દુઃખ-નિરોધ સત્ય - જો દુઃખ અને દુઃખના કારણો હોય તો કારાનો નાશ થતાં, કાર્યરૂપ દુઃખનો પણ વિનાશ થવો જોઈએ. આમ દુઃખ-નિરોધ પણ સત્ય છે. ૪ દુ:ખ-નિરોધમાર્ગ સત્ય - દુઃખને દૂર કરવાનો માર્ગ પણ છે તેથી દુઃખ-નિરોધમાર્ગ પણ સત્ય છે. આમ, ચેતન-અચેતન દ્રવ્ય છે કે નહીં ? પરમાર્થની દૃષ્ટિએ સુખ છે કે નહીં ? એ બાબતનો કોઈ સમુચિત ઉત્તર ન આપતાં ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું કે ઉપર્યુક્ત ચાર બાબતો સત્ય છે. દુઃખમાંથી છૂટવું હોય તો આ ચાર આર્યસત્યો ઉપર વિશ્વાસ મૂકીને દુઃખનિરોધના માર્ગનું અનુસરણ કરો. દુ:ખનિરોધના માર્ગ વિશે જે ઉપાયો બૌદ્ધદર્શનમાં દર્શાવ્યા છે તે જ ઉપાયો મોટે ભાગે ઉત્તરાધ્યયનમાં પણ દર્શાવેલા છે પરંતુ મુખ્ય તફાવત એ છે કે જ્યાં सत्यान्युत्कानि चत्वारि दु:खं समुदयस्तथा । निरोधो मार्ग एतेषां ययाभिसमयं क्रमः ॥ –મિથર્મો ૬. ૨. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન બૌદ્ધદર્શન મોક્ષ માટે આત્માના અભાવ (નૈરાત્મ્ય)ની ભાવના પર ભાવ મૂકે છે॰. ત્યાં ‘જૈન દર્શન’ આત્માના સદ્ભાવની ભાવના પર ભાર મૂકે છે. મુક્તિનું સાધન - રત્નત્રય ઉપર્યુક્ત નવ તત્ત્વોમાંના ‘સંવર’ અને ‘નિર્જરા' સંસારમાંથી નિવૃત્ત થવાની બાબત સાથે સંકળાયેલા છે. તેમને વિષે દર્શાવવામાં આવ્યું છે તે મુજબ અનુક્રમે, કઈ રીતે આવનારાં નવીન કર્મોને રોકી શકાય અને કઈ રીતે એકત્રિત થયેલાં પુણ્ય કર્મોને નષ્ટ કરી શકાય તે અંગેનો ખ્યાલ આપણને મળે છે. આ રીતે ‘સંવર’ અને ‘નિર્જરા’ આ બંને તત્ત્વો આચરણ યોગ્ય આચારશાસ્ત્ર અથવા ધર્મશાસ્ત્રનું પ્રતિપાદન કરે છે. પરંતુ, આચાર (ધર્મ)ની પૂર્ણતા અને સમ્યરૂપતા માટે આ નવ તથ્યોનું સાચું જ્ઞાન તથા તેમના પરનો દૃઢ વિશ્વાસ જરૂરી છે કારણકે આચારના સમ્યક્ષા માટે તેનું સાચું જ્ઞાન જરૂરી છે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે તે જ્ઞાનની તીવ્ર અભિલાષા સાથે દૃઢ વિશ્વાસ પણ જરૂરી છે. આકથનની પુષ્ટિ કરતાં, ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે સાચા વિશ્વાસ (દર્શન) વિના સાચું જ્ઞાન મળતું નથી, સાચા જ્ઞાન વગર ચારિત્રનું સાચી રીતે આચરણ થતું નથી અને સાચા ચારિત્ર વિના કર્મોમાંથી મુક્તિ મળતી નથી અને १ तस्मादनादिसन्तानतुल्यजातीयबीजिकां । उत्खातमूलाङ्कुरुत सत्त्वदृष्टिमुमुक्षवः । यः पश्यत्यात्मानं तत्राहमिति शाश्वतः स्नेहः । आत्मनिसतिपरसंज्ञा स्वपरविभागात् परिग्रहद्वेषौ । अनयो संप्रतिबद्धाः सर्वे दोषाः प्रजायन्ते || २ एवं लोए पलित्तम्मि जराए मरणेण य । अप्पाणं तारइस्सामि तुमेहिं अणुमनिओ || —પ્રમાળવાન્તિત્ત ૨. ૨૫૭-૨૫૮. —પ્રમાળવાર્તિજ ૨. ૨૮-૨૨૧. -૩. ૧૯. ૨૪. તથા જુઓ - ઉ. ૧૫.૧, ૩,૫,૧૫; ૧૮. ૩૦-૩૧, ૩૩, ૪૯ વગેરે Page #211 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૮૭ મુક્તિ વગર મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાચા વિશ્વાસના અભાવે સમચારિત્ર સંભવતું નથી. આ ઉપરાંત, જ્યાં સાચો વિશ્વાસ છે ત્યાં સાચું ચારિત્ર હોય કે ન હોય છતાં ઉત્તમ કોટિઓ (ભજનીય) સંભવે છે. વળી, સાચો વિશ્વાસ (સમ્યકત્વ કે સમ્યગ્દર્શન) અને સાચું ચારિત્ર સાથે સાથે ઉત્પન્ન થતાં હોય ત્યારે પ્રથમ તો વિશ્વાસ (સમ્યકત્વ) જ ઉત્પન્ન થશે. આ રીતે, મુક્તિ માટે સર્વ પ્રથમ તથ્યોમાં શ્રદ્ધા, પછી તેમનું સમ્યકજ્ઞાન અને તનુસાર આચરણ આવશ્યક છે. જો કે ગ્રંથમાં એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે જ્યાં વિશ્વાસ (શ્રદ્ધા કે સમ્યગ્દર્શન), જ્ઞાન અને સદાચારને પૃથક પૃથક્ રીતે તથા તેમના પ્રત્યેક અંશને (સાક્ષાતુ કે પરંપરાથી) મોક્ષ માટેનાં સ્વતંત્ર કારણો તરીકે દર્શાવવામાં આવેલ છે, ક્યાંક ક્યાંક, આ ત્રણા ઉપરાંત, તપ, ક્ષમા, નિર્લોભતા વગેરે કારણોને પણ પૃથક્ રૂપે જોડીને ચાર, પાંચ કે છ આદિ કારણો ને ગણાવવામાં આવ્યાં છે. પરંતુ, પરીક્ષણ કરતાં જાણી શકાય છે કે જ્યાં જ્યાં પૃથક પૃથક અંશને મુક્તિ માટેનાં કારણ તરીકે વ્યક્ત કરેલ છે ત્યાં ત્યાં તે તે અંશોમાં બીજા અંશોની હાજરી સમજી લેવાની છે અને તે અંશવિશેષનું મહત્ત્વ દર્શાવવા માટે આમ કરવામાં આવેલું છે. એ રીતે, જ્યાં શ્રદ્ધા, જ્ઞાન અને સદાચારની સાથે તપ, ક્ષમા વગેરેનો સંનિવેશ કરવામાં આવ્યો છે ત્યાં પણ તપ વગેરે અંશોનું મહત્ત્વ વધારવા માટે તેને અલગ રીતે જોડવામાં આવેલ છે અન્યથા, તપ, ક્ષમા વગેરે અન્ય બધા કારણો સદાચાર, જ્ઞાન અને વિશ્વાસરૂપ કારણત્રયમાં જ અપાયેલાં છે એમ સમજી શકાય છે. આ કથનની પુષ્ટિ માટે અહીં ઉત્તરાધ્યયનમાંથી કેટલાંક પ્રસંગો ઉદ્ધત કરું છું : १. नस्थि चरितं सम्मत्तविहूणं दंसणे उ भइयव्वं । सम्मत्तचरित्ताइं जुगवं पुव्वं व सम्मतं ।। नादंसणिस्स नाणंनाणेण विणा न हुंति चरणगुणा । अगुणिस्स नस्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ।। -૩. ૨૮. ૨૯-૩૦. તથા જુઓ - ૩૦, અધ્યયન ર૮-ર૯, ૩૧. Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧. ‘કેશિ-ગૌતમ’ સંવાદમાં દર્શાવવામાં આવ્યું છે કે અન્ય બાહ્ય વેષભૂષા વગેરે નહીં પણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ મોક્ષનાં અદ્ભુત સાધનો છે. ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર - એ બંને જૈન ઉપદેશકોની આવી પ્રતિજ્ઞા છે. ૧૮૮ ૨ મોક્ષમાર્ગગતિ નામના અઠ્યાવીસમા અધ્યયનની શરૂઆતમાં કહેવામાં આવ્યું છે : જ્ઞાન અને દર્શન જેનાં લક્ષણ છે એવાં ચાર કારણોથી મુક્ત યથાર્થ મોક્ષમાર્ગની ગતિ વિષે તું મારી પાસેથી સાંભળ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ- આ મોક્ષ-માર્ગ છે. જે આ માર્ગનું અનુસરણ કરે છે તે સુમતિ (મોક્ષ) પ્રાપ્ત કરે છે. આમ ભગવાન જિનેન્દ્રે જણાવ્યું છે . આગળ આ હકીકતનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથમાં લખવામાં આવ્યું છે : જ્ઞાનથી પદાર્થને જાણે છે, દર્શનથી તેના પર શ્રદ્ધા રાખે છે, ચારિત્રથી કર્માસવોને રોકે છે અને તપથી શુદ્ધિ પ્રાપ્ત કરે છે. આ રીતે જેઓ સર્વ પ્રકારનાં દુ:ખોથી છૂટવા ઈચ્છે છે તેઓ સંયમ અને તપથી પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરે છે . કર્મોનો ક્ષય કરવામાં વિશેષ ઉપયોગી હોવાને કારણે અહીં તપને સદાચારથી પૃથક્ ગણાવવામાં १ अह भवे पइन्ना उ मोक्खसव्यभूयसाहणा । नाणं च दंसणं चेव चरितं चैव निच्छिए || ૨ વત્તા મુળઓ પાત્તાઓ, તે નહા—સિદ્ધપુર્દૂ, રેવસુર્ફ, મનુય— મુશર્ર, સુપ<ાયાર્ં । 3 मोक्खमग्गगई तच्चं सुणेह जिणभासियं । चउकारणसंजुत्तं नाणदंसणलक्खणं ।। नाणं च दंसणं चैव चरितं च तवो तहा । एयंमग्गमणुपत्ता जीवा गच्छंति सोग्गइं ॥ ४ नाणेण जाणई भावे दंसणेण य सद्दहे । चरित्तेण निगिण्हाइ तवेण परिसुज्झई ॥ खवेत्ता पुव्वकम्मा संजमेण तवेण य । सव्वदुक्खप्पहीणठ्ठा पक्कमंति महेसिणो ॥ ૧૩. ૨૩. ૩૩. -સ્થાના સૂત્ર ૪. ૧. ૨૯. -૩. ૨૮. ૧-૩. ૩. ૨૮. ૩૫. ૩૬. Page #213 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય આવેલ છે. અન્યથા તપ સદાચારથી જુદું એવું અન્ય કારણ નથી. આ ઉપરાંત, અહીં જ્ઞાન અને દર્શનને મોક્ષમાર્ગનાં લક્ષણ તરીકે દર્શાવવામાં આવેલ છે એ પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાન અને દર્શનના અભાવે કરવામાં આવેલ સદાચાર અભીષ્ટ સાધક નથી. ૩ રથનેમી અધ્યયનમાં જ્યારે અરિષ્ટનેમી દીક્ષા લે છે ત્યારે વાસુદેવ કહે છે : ‘હે જિતેન્દ્રિય, તું તરત જ અભીષ્ટ મનોરથને પ્રાપ્ત ક૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા અને નિર્લોભતાથી વૃદ્ધિને પ્રાપ્ત કર. અહીં, તપ,ક્ષમા અને નિર્લોભતા એ પણ ચારિત્રના જ અંશ છે. ૧૮૯ ૪ જ્યારે મૃગાપુત્ર સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રસંગે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : ‘આ રીતે જ્ઞાન, સદાચાર, વિશ્વાસ, તપ અને વિશુદ્ધ ભાવનાઓ દ્વરા પોતાના આત્માને પરિશુદ્ધ કરીને ઘણાં વર્ષો સુધી સાધુ-ધર્મનું પાલન કરીને તથા એક માસનો ઉપવાસ કરીને તેણે અનુત્તર સિદ્ધ-ગતિ પ્રાપ્ત કરી. અહીં સાધુ-ધર્મનું પાલન, ભાવનાઓનું ચિંતન, ઉપવાસ વગેરે રત્નત્રયની જ વૃદ્ધિમાં સહાયક અંગ છે. ૫ ‘બોધિલાભ’ને ભગવાનની સ્તુતિનું ફળ દર્શાવતાં કહેવામાં આવ્યું છે : ‘જ્ઞાન, દર્શન અને ચારીત્રરૂપ બોધિલાભથી મુક્ત થઈ જીવ સંસારના આવાગમનનો અંત લાવનાર સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે અથવા કલ્પવિમાનવાસી દેવ-પદને પ્રાપ્ત કરે છે. આ રીતે સર્વગુણ સંપન્નતા (જ્ઞાન-દર્શન-ચારિત્ર)નું ફળ અપુનરાવૃત્તિપદ (મોક્ષ)ની પ્રાપ્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છેTM. १. वासुदेवो य णं भणइ लुत्तकेसं जिइंदियं । इच्छियमणोरहे तुरियं पावेसू तं दमीसरा ॥ नाणेणं दंसणेणं च चरितेण तहेव य । खंतीए मुत्तीए वड्ढमाणो भवाहि य ।। ૨૩. ૧૯. ૯૫-૯૯. ૩ ૩. ૨૯. ૧૪. ४ सव्वगुणसंपन्नयाए णं अपुणरावितिं जणयइ । अपुणराविति पत्तए य णं जीवे सारी रमाणसाणं दुक्खाणं नो भागी भवइ । –૩. ૨૨. ૨૫. ૨૬. ૧૩. ૨૯. ૪૪. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૬ પ્રમાદસ્થાનીય અધ્યયનના પ્રારંભમાં સંપૂર્ણ દુઃખોમાંથી મુક્તિ મેળવવાનો એકાંત હિતકારી ઉપાય દર્શાવતાં કહેવામાં આવ્યું છે : “સંપૂર્ણા જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના ત્યાગથી, રાગ અને દ્વેષના ક્ષયથી એકાત્ત સુખરૂપ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે, તે જ તથ્યનું સમર્થન કરતાં આગળ ઉપર લખવામાં આવ્યું છે : “શ્રેષ્ઠ અને વૃદ્ધ લોકો (વિર-મુનિઓ)ની સેવા, મુર્ખ પુરુષોની સંગતિનો ત્યાગ (સમ્યગ્દર્શન), એકાન્તમાં નિવાસ, સ્વાધ્યાય, સૂત્રાર્થ-ચિંતન (સમ્યકજ્ઞાન) અને શૈર્ય એ મોક્ષનો માર્ગ છે. આમ વિશ્વાસ (સમ્યગ્દર્શન-સમ્યકત્વ), જ્ઞાન (સમ્યજ્ઞાન) અને સદાચાર (સમ્યક્રચારિત્ર)રૂપ રત્નત્રય જ મુક્તિ માટેનું પ્રધાન સાધન છે. અહીં એટલી વિશેષતા છે કે આ ત્રણે સંમિલિતરૂપે જ મુક્તિનાં સાધન છે છૂટાં છૂટાં ત્રણ સાધનો નથી. તેથી આ ગીતાના ભક્તિયોગ (વિશ્વાસ-સમ્યકત્વ) જ્ઞાનયોગ (સમ્યકજ્ઞાન) અને કર્મયોગ (સદાચાર)ની જેમ પૃથક પૃથક્ ત્રણ માર્ગો નથી. તત્ત્વાર્થસૂત્રકારે એ માટે રત્નત્રયને મોક્ષનો માર્ગ દર્શાવતાં “માર્ગ' શબ્દનો એક વચનમાં પ્રયોગ કર્યો છે. જ્ઞાનમાત્રથી મુક્તિનો સંભવ નથી જ્ઞાન વગર મુક્તિનો સંભવ નથી. આ વૈદિક-સંસ્કૃતિમાં વિશ્વાસ કરનારા અને જ્ઞાનમાત્રથી મોક્ષ મળે એવું માનનારાઓ १ अच्चतंकालस्स समूलगस्स सव्वस्स दुक्खस्स उ जो पमोक्खो । तं भासओ मे पडिपुण्णचित्ता सुणेह एगग्गहियं हियत्थं ।। नाणस्स सव्वस्स पगासणाए अन्नाणमोहस्स विवज्जप्पाए । रागस्स दोसस्स य संखएणं एगन्तसोक्खं समुवेइ मोक्खं ।। –૩. ૩ર. ૧-૨. ૨ ૩. ૩૨. ૩. ૩ ભ. ઢ. 4., પૃ. ૮૧. ४ सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः । –ત. સૂ. ૧. ૧. ५ तमेव विदित्वाऽतिमृत्युमेति । नान्यः पन्था विद्यतेऽयनाय ।। -તાચતર નિષદ્ ૬. ૧૫. તથા જુઓ : એજન ૩. ૮. Page #215 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૯૧ પ્રત્યે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે : “કેટલાક લોકો એમ માને છે કે પાપાચારનો ત્યાગ કર્યા વગર માત્ર આર્યકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાથી દુઃખોમાંથી છૂટકારો મળી જાય છે. આ રીતે, જ્ઞાન-માત્રથી બંધન અને મોક્ષનું કથન કરનારી આ આચારહીન વ્યક્તિઓ સ્વયંને માત્ર પોતાનાં વચનોથી આશ્વસ્ત કરે છે કારણ કે જ્યારે અનેક પ્રકારની ભાષાઓનું જ્ઞાન રક્ષક થઈ શકતું નથી ત્યારે મંત્રાદિ વિદ્યાઓનું શિક્ષણમાત્ર વિદ્યાનું શાસવ) કેવી રીતે રક્ષક બની શકે ? આમ, પાપ-કર્મમાં નિમગ્ન અને પોતે પોતાની જાતને પંડિત માનનારા લોકો ખરેખર તો મુર્ખ છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનમાત્રથી મુક્તિની કલ્પના કરવી એ મૂર્ખતા છે. વાસ્તવમાં, ચારિત્ર વગર જ્ઞાન પાંગળું અને ભારૂપ છે, જ્ઞાન વગર ચારિત્ર આંધળું છે તથા દઢ વિશ્વાસ વગર જ્ઞાન અને ચારિત્રમાં પ્રાણરૂપતા (દઢતા)નો અભાવ છે. જો આચારૂપ ક્રિયાના અભાવમાં માત્ર જ્ઞાનથી કાર્યસિદ્ધિ થાય એમ માની લેવામાં આવે તો, સર્વ રોગોની દવાનો જાણકાર ડૉક્ટર દવા લીધા વગર જ સ્વસ્થ થઈ જ્યાં જોઈએ. પરંતુ, આવું જોવા મળતું નથી. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે છે – ગ્રંથમાં સંસાર અને દુઃખનું મૂળ કારણ અજ્ઞાન છે એમ દર્શાવવામાં આવ્યું છે તો તેનાથી નિવૃત્ત થવાનો ઉપાય પણ જ્ઞાનની પ્રાપ્તિ જ હોવો જોઈએ, શ્રદ્ધા અને ચારિત્રને માનવાની શી જરૂર છે ? જો કે આ કથન ઠીક છે પરંતુ તે સાચા જ્ઞાનની પ્રાપ્તિ માટે દઢ-શ્રદ્ધા અને આચાર પણ અપેક્ષિત છે. જ્યાં સુધી દઢ-શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ માટેનો ઝોક ન સંભવી શકે તથા જ્યાં સુધી ઈન્દ્રિયોની ચંચળતાને રોકી જ્ઞાન-પ્રાપ્તિ માટે પ્રયત્ન નહીં કરવામાં આવે ત્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. १ इहमेगे उ मनंति अप्पच्चक्खाय पावगं । आयरियं विदित्ता णं सव्वदुक्खा विमुच्चई ।। भणंता अकरेंता य बंधमोक्खपइण्णिणो । वायविरियमेत्तेण समासासेंति अप्पयं ।। न चिन्ता तायए भासाो विज्जाणुसासणं । विसण्णा पावकम्मेहिं बाला पंडियमाणिणो ॥ –૩. ૬. ૯-૧૧. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના આ રીતે જ્ઞાન અને ચારિત્ર બંને સાથે-સાથે આગળ ધપે છે. જ્યારે સાધકને સાચું અને પૂર્ણ જ્ઞાન મળે છે ત્યારે તે સંસારના બંધનથી છૂટકારો પ્રાપ્ત કરે છે કારણ કે જ્યારે સાચું અને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે કોઈ વાર પણ ખોટું આચરણ કરી શકતો નથી. તેથી, ભૃગુપુરોહિતના બંને પુત્રો પોતાના મિત્રોને કહે છે - “જે પ્રકારે અમે ધર્મને ન જાણતાં, અજ્ઞાનવશ (મોહવશ) પહેલાં પાપકર્મ કર્યા હતાં તે પ્રકારે હવે અમે આપના દ્વારા રોકવામાં આવતાં, અને અમારી રક્ષા થતાં, ફરીથી એવાં કર્મો કરીશું નહીં. આ ઉપરાંત, ગ્રંથમાં પૂર્ણજ્ઞાનીને જીવનયુક્ત (કેવલી) કહેવામાં આવેલ છે. આનો અર્થ એવો નથી કે માત્ર જ્ઞાનથી જ મોક્ષ મળી જાય છે કારણ કે પૂર્વબદ્ધ કર્મોનાં ફળ અવશ્ય ભોગવવાં પડતાં હોવાથી પૂર્ણા-મુક્તિ માટે પૂર્ણજ્ઞાન ઉપરાંત સદાચારની પણ જરૂર રહે છે. જો પૂર્ણજ્ઞાન માત્રથી જ મોક્ષ મળે એવું માની લેવામાં આવે તો જિનેન્દ્ર દેવોનો ઉપદેશ પ્રામાણિક ઠરે નહીં કારણ કે પૂજ્ઞાન થતાં તેઓ સંસારમાં નહીં રહે અને પૂજ્ઞાન થવા પહેલાં આપવામાં આવેલો એમનો ઉપદેશ પ્રામાણિક ગણાશે નહીં. આમ, જ્ઞાન વગરનું ચારિત્ર અને ચારિત્ર વગરનું જ્ઞાન એ બંને પંગુ છે. ગ્રંથમાં જ્ઞાન કરતાં ક્યાંક ક્યાંક આચારને પ્રધાનતા દેવાનું મુખ્ય પ્રયોજન એ હતું કે તે સમયે માનવમાત્ર વેદ-જ્ઞાનને મોક્ષનું સાધન માનીને પોતાના આચારની બાબતમાં પતિત થતા હતા. શબ્દજ્ઞાનમાત્રથી ચારિત્ર શુદ્ધ થાય નહીં. તેથી તે જ્ઞાનમાં દૃઢ વિશ્વાસ પણ જરૂરી છે. તેથી જ્ઞાન અને આચારની પહેલાં શ્રદ્ધાપરક સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શન આવશ્યક મનાયેલ છે કારણ કે કોઈ પણ જીવનું જ્ઞાન ગમે તેટલું ઊંચી કોટિનું હોય છતાં તેને સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી તે જ્ઞાન સમ્યક ગણાય નહીં. १ जहा वयं घम्ममजाणमाणा पावं पुरा कम्ममकासि मोहा।। ओरुब्ममाणा परिरक्खियंता तं नेव भुज्जो वि समायरामो ।। –૩. ૧૪. ૨૦. ૨ જુઓ - પ્રકરણ ૬. 3 जीवादीसद्दहणं सम्मतं रूवमप्पणो तं तु । दुरभिणिवेसविमुक्कं णाणं सम्मं खु होदि सदि जम्हि ।। દ્રવ્યસંગ્ર૬, ગાથા ૪૧. Page #217 -------------------------------------------------------------------------- ________________ ત્રિય ૧૯૩ ગ્રંથમાં જો કે છંદોબદ્ધતા અથવા પ્રધાનતા પ્રગટ કરવાને કારણે દર્શન, જ્ઞાન અને ચારિત્રનો વ્યુત્કર્ષથી પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ જ્યાં તેમના ફળનો વિચાર કરવામાં આવ્યો છે ત્યાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે દર્શન વગર જ્ઞાન થાય નહીં, જ્ઞાન વગર સચ્ચારિત્ર થાય નહીં અને સચ્ચારિત્ર વગર કર્મોમાંથી મુક્તિ મળે નહીં. ગીતામાં પણ આ ક્રમ પ્રદર્શિત કરતી વખતે કહેવામાં આવ્યું છે : “શ્રદ્ધાવાન જ પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન-પ્રાપ્તિ કરી લીધા બાદ, સંયતક્રિય (સદાચારમાં પ્રવૃત્તિ કરનાર) બનેછે. આ રીતે, બૌદ્ધદર્શનમાં પણ જ્ઞાન (પ્રજ્ઞા), આચાર (શીલ) અને તપ (સમાધિ)ને રત્નત્રય (ત્રણ રત્ન) ગણવામાં આવેલ છે. તથા આ ત્રણ રત્નોની પ્રાપ્તિ પૂર્વે સમ્યકત્વને આવશ્યક માનવામાં આવેલ છે. આ રીતે દુઃખોમાંથી છૂટકારો મેળવવા માટે રત્નત્રયની સાધના જરૂરી છે.... જૈનદર્શનમાં રત્નત્રય'ના નામથી પ્રસિદ્ધ મોક્ષના આ ત્રણ સાધનોનું સંમિલિત નામ ગ્રંથમાં “ધર્મ” એવું પણ પ્રાપ્ત થાય છે. તેથી “ચતુરંગીય' નામના ત્રીજા ૧ જુઓ - મૃ. ૧૮૭, પા. ટિ. ૧. २ श्रद्धावांलुभते ज्ञानं तत्पर: संयतेन्द्रियः । ज्ञानं लब्धा परां शान्तिमचिरेणाधिगच्छति ।। –ીતા ૪. ૩૯. ૩ સમ્યકજ્ઞાન, સમ્યક સંકલ્પ (દઢ સંકલ્પ), સમ્યક્ વચન (સત્ય વચન), સમ્યક્ કર્માન્ત (હિંસાદિથી રહિત કર્મ), સમ્યક આજીવ (સદાચાર પૂર્ણ જીવિકા), સમ્યક્ વ્યાયામ (ભલાઈ માટે પ્રયત્ન), સમ્યક્ સ્મૃતિ (અનિત્યની ભાવના), તથા સમ્યક સમાધિ (ચિત્તની એકાગ્રતા). આ રીતે સમ્યકત્વ આઠ પ્રકારનું છે. ૪ ભા. . ૨., p. ૧૫૫. ૫ અજ્ઞાનથી ઝેરી ભોજન કર્યા બાદ સ્વાથ્યલાભ માટે રોગીએ સર્વપ્રથમ ડૉક્ટર અથવા દવા ઉપર વિશ્વાસ કરવો જોઈએ. ઔષધિ સેવનની વિધિનું તેને જ્ઞાન હોવું જોઈએ અને તે પ્રમાણો સેવન કરવું જોઈએ. આમાંથી એકની પણ ઉણપ રહે તો જેમ સ્વાથ્યની પ્રાપ્તિ ન થઈ શકે તેમ સંસારના દુ:ખોમાંથી છૂટકારો મેળવવા રત્નત્રયની આરાધના આવશ્યક છે. –જુઓ – સર્વાર્થસિદ્ધિ ૧. ૧. Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અધ્યયનમાં ધર્મના સાધન-ભૂત ઉત્તરોત્તર સર્વશ્રેષ્ઠ ચાર દુર્લભ-અંગોનું પ્રતિપાદન કરતી વખતે આ ત્રણ રત્નોને જ ગણાવવામાં આવેલ છે. તે ચાર દુર્લભ અંગો આ પ્રકારે છે. ૧૯૪ ૧ મનુષ્યત્વ : અહીં મનુષ્યત્વ એટલે શ્રેષ્ઠજાતિ અથવા શ્રેષ્ઠકુળ વગેરેથી સંપન્ન મનુષ્યપર્યાયની પ્રાપ્તિ. મનુષ્યપર્યાયમાં જ પૂર્ણ ચારિત્રનું પાલન કરી શકવું સંભવે તેથી આ પર્યાયની પ્રાપ્તિ દેવાદિ અન્ય પર્યાયની પ્રાપ્તિ કરતાં શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલ છે. માટે પ્રથમ તો મનુષ્ય-જન્મ પ્રાપ્ત કરવો જ મુશ્કેલ છે અને તેમાં પણ શ્રેષ્ઠ કુળ વગેરે પ્રાપ્ત કરવાં એ તો એથી પણ વધુ મુશ્કેલ છે. આ રીતે આ દુલર્ભ-અંગમાં રત્નત્રયરૂપ ધર્મને ધારણ કરનાર અધિકારીની દુર્લભતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૨ શ્રુતિશ્રવણ : શ્રુતિશ્રવણ એટલે શાસ્ત્રજ્ઞાન. જો કોઈ રીતે મનુષ્યત્વની પ્રાપ્તિ થઈ તો પણ ધર્મશાસ્ત્રનું જ્ઞાન મેળવવું બધા માટે સુલભ નથી. આમ અહીં સમ્યજ્ઞાનની દુર્લભતાનું પ્રતિપાદન કરવામાં આવેલ છે કારણકે શાસ્ત્ર જ્ઞાન-પ્રતિમાં સાધન છે. ૩ શ્રદ્ધા : શ્રદ્ધા એટલે શાસ્ત્રજ્ઞાનની સત્યતામાં દઢ વિશ્વાસ હોવો. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત થાય છતાં તેની સત્યતામાં બધાને વિશ્વાસ બેસે એ બાબત મુશ્કેલ છે કારણ કે ઘણા માણસો શાસ્ત્રજ્ઞ હોવા છતાં પણ દઢ-શ્રદ્ધાના અભાવે આચાર-હીન હોય એવા દેખાય છે. અહીં શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન દુર્લભતાનું કથન ક૨વામાં આવ્યું છે. ૪ સંયમમાં પુરુષાર્થ : સંયમમાં પુરુષાર્થ એટલે સદાચારમાં પ્રવૃત્તિ. શાસ્ત્રજ્ઞાન અને તેની સત્યતામાં વિશ્વાસ બેસે છતાં પણ રાગાદિરૂપ પ્રવૃત્તિને લીધે સદાચારનું પાલન કરવું ખૂબ કઠિન છે. અહીં સમ્યક્-ચારિત્રની દુર્લભતાનું કથન કરવામાં આવ્યું છે. આમ ધર્મના સાધનભૂત આ ચાર દુર્લભ અંગોની પ્રાપ્તિમાં જ્ઞાનરૂપ શ્રુતિશ્રવણનું શ્રદ્ધા પહેલાં કથન કરવામાં આવ્યું છે. તેનું કારણ જ્ઞાનની પ્રાપ્તિના સાધનભૂત ૧ જુઓ - પૃ. ૧૦૮, પા. ટિ. ૨; ઉ. ૩. ૮-૧૧; ઞાાસૂત્ર ૨. ૧. Page #219 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૯૫ શ્રુતિ-શ્રવણની દુર્લભતાનું છે કારણ કે શ્રુતિશ્રવણ અને શ્રદ્ધા પછી જ જ્ઞાનની પૂર્ણતા સંભવે છે. શ્રદ્ધા વગર જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન જ ન સંભવે. આ ઉપરાંત એ પણ સાચું છે કે જેમ જેમ જ્ઞાન વૃદ્ધિ પામે છે તેમ તેમ શ્રદ્ધામાં પણ દઢતા આવે છે તથા સદાચાર માટેની પ્રવૃત્તિ પણ વધે છે. જો કે જ્ઞાનની પ્રાપ્તિમાં સદાચાર પણ જરૂરી છે પરંતુ ચારિત્રની પૂર્ણતા જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતાં જ સંભવતી હોવાથી તેને જ્ઞાન કરતાં અધિક દુર્લભ અને શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે. ધર્મના સાધનભૂત આ ચારેય દુર્લભ અંગોની પ્રાપ્તિનું ફળ, મુક્તિ અથવા ઋદ્ધિસંપન્ન દેવ-પદની પ્રાપ્તિ દર્શાવવામાં આવેલ છે. અન્યત્ર પણ મોક્ષનાં સાધનભૂત સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રને “ધર્મ શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. આ “ધર્મ” શબ્દ પ્રથમ પ્રકરણમાં પ્રયુક્ત ગતિસહાયક “ધર્મદ્રવ્ય” કરતાં જુદો છે. આ રત્નત્રયરૂપ “ધર્મને સંસારરૂપી સમુદ્રમાં શરણભૂત-દ્વીપ, પરલોક યાત્રામાં સહાયક પાથેય અને મૃત્યુ સમયનો રક્ષક १ माणुसत्तम्मि आयाओ जो घम्मं सोच्च सद्दहे । तवस्सी वीरियं लद्धं संवुडे निद्भुणेर यं ।। सोही उज्जुयभूयस्स धम्मो सुद्धस्स चिट्ठई । निव्वाणं परमं जाइ घयसित्तिव्य पावए ।। –૩. ૩. ૧૧-૧ર. ૨ સમીવન ઘર્મશાસ્ત્ર ૧. ર-૩. મનુસ્મૃતિ ૨. ૧; વસ્તિવમૂ ૬. ર૬૮. 3 जरामरणवेगेणं वुज्झमाणाण पाणिणं । घम्मो दीवो पइट्ठा गइ सरणमुत्तमं ।। –૩. ૨૩. ૬૮. ४ अद्धाणं जो महंतं तु सपाहेओ पवज्जई । गच्छंतो सो सुही होइ छुहातण्हाविवज्जिओ ॥ एवं धम्मं पि काऊणं जो गच्छइ परं भवं । गच्चंतो सो सुही होइ अप्पकम्मे अवेयणे ।। –૩. ૧૯. ર૧-રર. ५ एक्को हु घम्मो नरदेव ! ताणं न विज्जई अनमिहेह किंचि । –૩. ૧૪. ૪૦. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ગણાવામાં આવેલ છે. જે ધર્મયુક્ત છે તેનું જીવન સફળ છે અને તે સ્વયંનો સ્વામી હોવા ઉપરાંત બીજાનો પણ સ્વામી છે. તે જ સંબોધવે અને નાથનો પણ નાથ (સ્વામી) છે. આથી વિરૂદ્ધ જે ધર્મહીન છે તે અનાથ છે. “ધર્મ” એક રાજમાર્ગ છે અને તેના પર ચાલીને પ્રત્યેક પ્રાણી સુખનો અનુભવ કરે છે અને અધર્મ એક કંટકછાયો માર્ગ છે જે પર ચાલવાથી પ્રાણી મુશ્કેલીઓનો અનુભવ કરે છે. ધર્મ સુંદર છે અને તેનો આશ્રય લેવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ ધર્મ દેદીપ્યમાન અગ્નિની જેમ શુદ્ધ અને સરળ હૃદયમાં જ વસે છે. તેથી તેનું ગ્રહણ કરવામાં વિલંબ ન કરવાનું કહેવામાં આવ્યું છે. १ जा जा वच्चई रयणी न सा पडिनियत्तई । घम्मं च कुणमाणस्स सफला जंति राइओ ॥ –૩. ૧૪. ૨૫. તથા જુઓ : ઉ. ૧૪. ૨૪. ૪. ૧, ૬-૧૧. २. खंतो दंतो निरारम्भो पव्वईओऽणगारियं । तो हं नाहो जाओ अप्पणो य परस्स य ।। –૩. ૨૦. ૩૪-૩૫. 3 तब्भे सणाहा य सबंधवा य जं भे ठिया मग्गि जिणुत्तमाणं । __ तंसि नाहो अणाहाणं सव्वभूयाण संजया ॥ –૩. ર૦. પપ-પ૬. ૪ ૩. ૨૦. ૮-૧૬. ५ जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई ॥ एवं घम्मं विउक्कम्म अहम्मं पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते अक्खे भग्गे व सोयई ।। –૩. ૫. ૧૪-૧૫. તથા જુઓ – પૃ. ૧૩. ર૧. ૬ જુઓ – પૃ. ૧૬૫, પા. ટિ. ૧. 9 घम्मं च पेसलं णच्चा तत्य ठवेज्ज भिक्खु अप्पाणं । –૩. ૮, ૧૬. अज्जेव घम्म पडिवज्जयामो जहिं पवना न पुणब्भवामो । –૩. ૧૪. ૨૮. Page #221 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૯૭ આમ આ ધર્મ શબ્દનો પ્રયોગ અહીં મુક્તિના સાધક રત્નત્રયના અર્થમાં જ કરવામાં આવેલ છે. સામાન્ય વ્યવહારમાં પણ અહિંસાદિ શુભકાર્યો કરવાં એ “ધર્મ' છે એમ કહેવામાં આવે છે. મીમાંસાદર્શનમાં જે વૈદિક યાગાદિ-ક્રિયાને “ધર્મ” શબ્દથી વ્યક્ત કરવામાં આવી છે તે અહીં એક પ્રકારના કર્મ'ના રૂપે સ્વીકારાયેલ છે. ભારતીય ધર્મ-પરંપરામાં માનવામાં આવેલ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ ચાર પ્રકારના પુરુષાર્થોમાં ધર્મનું જ પ્રમુખ સ્થાન છે કારણ કે ધર્મ દ્વારા જ અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ, “ધર્મ” શબ્દનો અર્થ થાય : “મુક્તિનો માર્ગ અને મુક્તિનો માર્ગ છે : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર. હવે, ક્રમશઃ આ ત્રણોનું ગ્રંથાનુસાર વર્ણન કરવામાં આવશે. સમ્યગ્દર્શન (સત્ય-શ્રદ્ધા) સત્યને જોવું” અથવા “સત્યનો સાક્ષાત્કાર કરવો” એવો સામાન્ય રીતે સમ્યગ્દર્શનનો સમ્મિલિત અર્થ થાય છે. સત્યનો પૂર્ણ સાક્ષાત્કાર ચક્ષુ ઈન્દ્રિય દ્વારા સંભવે નહિ તેથી સત્યભૂત જે નવ તથ્ય દર્શાવવામાં આવ્યાં તેમના સભાવમાં વિશ્વાસ કરવો એટલે “સમ્યગ્દર્શન”. આ તથ્યોમાં શ્રદ્ધા રાખવાથી ચેતન-અચેતનનું ભેદજ્ઞાન, સંસારના વિષયોમાંથી વિરક્તિ, મોક્ષ પ્રત્યે અનુરાગ, પરલોકાદિના સદ્ભાવમાં વિશ્વાસ અને ચેતનમાત્ર તરીકે દયાદિભાવ નિશ્ચિત થાય છે. આ પ્રકારના ભાવો ઉત્પન્ન થતાં, જીવ ધીરે ધીરે સત્યનો પૂર્ણ સાક્ષાત્કાર કરે છે. તેથી જૈન દર્શનમાં સમ્યગ્દર્શનના ગુણરૂપ પાંચ ચિહ્ન સ્વીકારવામાં આવેલ છે જેનું ગ્રંથમાં શબ્દ દ્વારા સ્પષ્ટરૂપે કથન નથી કરવામાં ૧ મણ ઘર્ષ યાવિવિ :... “વોનાક્ષળો થ' રૂતિ ! –અર્થ ૬, એનાક્ષીમાક્ષર, પૃ. ૬-૮. २ तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेण सद्दहंतस्स सम्मत्तं तं वियाहियं ।। -૩. ૨૮, ૧૫. तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् । –ત. સૂ. ૧. ૨. તથા જુઓ – પૃ. ૧૮૮, પા. ટિ. ૪. Page #222 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આવ્યું છતાં ઓગણત્રીશમાં અધ્યયનમાં સમ્યક્ત્વના પ્રસંગે તે ચિહ્નોથી યુક્ત ગુણોનું ફળ અવશ્ય દર્શાવવામાં આવેલું છે. સમ્યગ્દર્શનના ચિહ્ન – સમ્યગ્દર્શનનાં ગુણારૂપ ચિહ્નોનાં નામ આ પ્રમાણે ૧૯૮ છે : ૧. સંવેગ (મોક્ષ પ્રત્યે પ્રેમ), ૨. નિર્વેદ (સાંસારિક વિષય-ભોગોમાંથી વિરક્તિ), ૩. અનુકંપા (પ્રાણિપાત્ર પ્રત્યે દયા ભાવ), ૪. આસ્તિક્ય (જીવ, અજીવ, પરલોક વગેરેની સત્તામા વિશ્વાસ) અને ૫. પ્રશમ (રાગ-દ્વેષાત્મક વૃત્તિઓ ઉપસ્થિત રહે છતાં શાંત પરિણામથી વિચલિત ન થવું). સમ્યગ્દર્શનના આ પાંચ ચિહ્નોમાંથી ગ્રંથમાં ‘સંવેગ’, ‘નિર્વેદ’ અને ‘આસ્તિક્ય’ (અનુત્તરધર્મશ્રદ્ધા) પરસ્પર એકબીજાના પૂરક તરીકે દર્શાવી, તૃતીય-જન્મનું અતિક્રમણ કર્યા વગર કર્મોનો ક્ષય કરીને (આત્મ વિશુદ્ધ થઈને) મોક્ષ પ્રાપ્તિનાં અધિકારી દર્શાવવામાં આવેલ છેરે. ક્યાંક ક્યાંક, ગ્રંથમાં, સંવેગ અને નિર્વેદની પ્રાપ્તિને સમ્યક્ત્વની પ્રાપ્તિના રૂપમાં દર્શાવવામાં આવેલ છે . ‘અનુકંપા’ અહિંસાનું જ પ્રતીક છે તથા પ્રશમભાવ વગર સંવેગાદિ ભાવ ન સંભવે કારણ જ્યારે વિત્ત રાગાદિ વૃત્તિઓ ઉપસ્થિત થતાં પોતાનાં શાંત પરિણામો સાથે જોડાયેલ ન રહે ૧ મા. સં. નૈ. પૃ. ૨૪૨; વસ્તિવકૂ, પૃ. ૩૨૩. २ संवेगेणं भंते ! जीवे कि जणयइ ? संवेगेणं अणुत्तरं घम्मसद्धं जययइ । अणुत्तराण घम्मसद्धाए संवेगं हव्वमागच्छइ । अणंताणुबंधिको हमाणमायालोभे खवेइ । नवं च कम्मं न बंधइ । तप्पच्चइयं च मं मिच्छतविसोहिं काऊण दंसणाराहए भवइ । दंसणविसोहीए य णं विसुद्धाए अत्थे गइए तेणेव भवग्गहणेणं सिज्जई । विसोहीए य णं विसुद्धाए तच्च पुणो भवग्गहणं नाइक्कमइ । તથા જુઓ – ઉ. ૨૬. ૨-૩. 3 सोऊण तस्स सोधम्मं अणगारस्स अंतिए । महया संवेगनिव्वेयं समावनो नराहिवो || તથા જુઓ – ૩. ૨૧.૧૦; ૨૯. ૬૦. -૩. ૨૬. ૧. —૩. ૧૮. ૧૮. Page #223 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૧૯૯ ઉભા સુધી પાંચ ગાય અને આ શકે ? આ તો વિષયોમાંથી વિરક્તિ અને સંવેગાદિ ભાવ કેવી રીતે સંભવી શકે ? આ રીતે, સમ્યગ્દર્શન પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ ગુણોથી યુક્ત હોય છે. જ્યાં સુધી પાંચ ગુણોની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકે નહીં. તેથી સમ્યગ્દર્શનનું લક્ષણ આસ્તિષ્પ ગુણા-વિશેષથી માંડી તથ્યોમાં શ્રદ્ધા એમ માનવામાં આવ્યું છે. આગળ ઉપર જૈન દર્શનમાં આ જ શ્રદ્ધા પરક સમ્યગ્દર્શનનું લક્ષણા વ્યાવહારિકસમ્યગ્દર્શન એ નામે વ્યક્ત થવા લાગ્યું તથા સ્વ અને પર (ચેતન તથા અચેતન)નું ભેદજ્ઞાન એટલે નિશ્ચય-સમ્યગ્દર્શન પરમાર્થ-સમ્યગ્દર્શન એમ કહેવાવા લાગ્યું. આ રીતે અપેક્ષા-ભેદથી સમ્યગ્દર્શનના લક્ષણામાં તફાવત રહેવા છતાં પણ ગ્રંથમાં સ્વીકારવામાં આવેલ લક્ષણ સાથે કોઈ વાંધો આવતો નથી. કારણ કે અચેતનથી ચેતનનું પૃથક્ પ્રતીતિરૂપે સ્વ-પરભેદજ્ઞાન સમ્યગ્દર્શનના આસ્તિષ્પગુણનું જ રૂપ-વિશેષ છે. તથા સ્વ-પરભેદજ્ઞાન થયા વિના તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ શકતી નથી. જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં સ્વ-પરભેદજ્ઞાન આપોઆપ થઈ જાય છે. તેથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી એ સમ્યગ્દર્શન છે તથા તેમાં અશ્રદ્ધા થવી એ મિથ્યાત્વ કે મિથ્યાદર્શન છે. આ રીતે જો આપણો બીજા શબ્દોમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ દર્શાવવા માગીએ તો કહી શકાય કે ધર્મ પ્રત્યે પ્રવૃત્ત થવું, સત્યનો બોધ થવો, વિષયો પ્રત્યે વિરક્તિ થવી, શરીરથી પૃથક્ જીવ (ચેતન)ના અસ્તિત્વનો બોધ થવો વગેરે સર્વ સમ્યગ્દર્શન છે. માટે ગ્રંથમાં સંવેગાદિની પ્રાપ્તિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિના અર્થમાં પ્રયોજવામાં આવેલ છે. સખ્યદર્શનનાં આઠ અંગ : સમ્યગ્દર્શન નિમ્નોક્ત આઠ વિશેષ બાબતો પર આધાર રાખે છે અને તે સમ્યગ્દર્શનના આઠ અંગ ગણાય છે. તેમનાં નામ આ પ્રમાણે છે. ૧ છા રૂ. ૧-૩. २ निस्संकिय-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूह-थिरीकरणे वच्छलुपभावणे अठ्ठ । –૩. ૨૮, ૩૧. વિશેષ માટે જુઓ – પુરુષાર્થસિદ્ધયુપાય, શ્લોક ૨૩-૩૦; સમીચીન ધર્મશાસ્ત્ર, શ્લોક ૧૧-૧૮, ર૧. Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧. નિઃશંકિત (તત્ત્વોમાં કોઈ પ્રકારની શંકા ન હોવી) ૨. નિ:કાંક્ષિત (સાંસારિક વિષય-ભોગોની ઈચ્છા ન કરવી) ૩. નિર્વિચિકિત્સા (ધર્મના ફળ બાબત સંદેહ ન કરવો) ૪. અમૂઢ દૃષ્ટિ (અનેક પ્રકારના મતમતાંતરો જોઈને પણ તથ્યોમાં અવિશ્વાસ ન કરવો અર્થાત્ મૂઢતા પામ્યા વગર ધર્મ પ્રત્યે શ્રદ્ધા દઢ રાખવી) ૫. ઉપહાં' (ગુણી પુરુષોની પ્રશંસા કરવી). ૬. સ્થિરીકરણ (ધર્મમાંથી પતિત થનારને સન્માર્ગે દૃઢ રીતે વાળવો). ૨૦૦ ૭. વાત્સલ્ય (સહધર્મિઓ સાથે પ્રેમભાવ રાખવો). ૮. પ્રભાવના (ધર્મના પ્રચાર અને ઉન્નતિ માટે પ્રેમભાવ રાખવો). આમ, આ આઠ અંગોમાં પ્રથમ ચાર નિષેધાત્મક છે અને બાકીનાં ચાર વિધેયાત્મક છે. સમ્યક્ત્વની દૃઢતા માટે ગ્રંથમાં આ ઉપરાંત અન્ય ત્રણ ગુણો પણ આવશ્યક છે એમ દર્શાવવામાં આવ્યું છે”. ૧ જીવાદિ તથ્યોનું પુનઃ પુનઃ અનુચિંતન કરવું. ૨ પરમાર્થદર્શી મહાપુરુષોની સેવા કરવી અને. ૩ સત્યાર્ગમાંથી પતિત અને મિથ્યા ઉપદેશ દેનાર મિથ્યાદષ્ટિવાળાઓના સંપર્કનો ત્યાગ કરવો. ૧ આ ગુણો ઉપરાંત, સમ્યક્ત્વના વિઘાતક જેટલા દોષો સંભવે તે સર્વનો ત્યાગ પણ જરૂરી છે. ગ્રંથમાં સમ્યક્ત્વના વિઘાતક એવા કેટલાક દોષો અંગે પણ જણાવવામાં આવ્યું છે અને તેમનો ત્યાગ કરવો જરૂરી છે, જેમ કે ૧ ‘ઉપબૃહા’ને ‘ઉપમૂહન' પણ કહેવામાં આવે છે. તેનો અર્થ આ પ્રમાણે છે : પોતના ગુણો અને ગુરુ આદિના દુર્ગુણોને પ્રકટ ન કરવા. —સમીવીન ધર્મશાસ્ત્ર,રો, ૧૫. ૨ જેમ કે રાજીમતીએ રથનેમીને ધર્મમાં સ્થિર કરેલો. જુઓ પરિશિષ્ટ ૨. 3 परमत्थसंथवो वा सुदिट्ठपरमत्थसेवणं वावि । बावन्नकुदंसणवज्जणा य सम्मत्तसद्दहणा || ४ दंडाणं गारवाणं च सल्लामं च तियं तियं । जे मिक्खू चयई निच्वं से न अच्छइ मंडले || ૧૩. ૩૧. ૪. તથા જુઓ – ઉ. ૧૯. ૯૦, ૯૨; ૨૭. ૯; ૩૦. ૩; ૩૧. ૧૦. ૩. ૨૮. ૨૮. Page #225 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ર૦૧ મનથી, વચનથી અને કાયાથી બીજાને દુ:ખી કરવાથી ત્રણ પ્રકારનો દંડ (Hurtful acts)માયા (કુટિલતા), નિદાન (પુણ્ય કર્મની ફલાભિલાષા) અને મિથ્યાત્વ એ ત્રણા શલ્ય (Delusive acts); ધન-સંપત્તિ અથવા ઋદ્ધિ આદિની પ્રાપ્તિનો ઘમંડ, રસનેન્દ્રિયની સંતુષ્ટિનો ઘમંડ અને સુખ-પ્રાપ્તિ (સાતા)નો ઘમંડ – આ ત્રણા ગૌરવ (conceited acts) તથા જાતિ, કુળ, સૌંદર્ય, શક્તિ, લાભ (ધનાદિની પ્રાપ્તિ), શ્રુતજ્ઞાન, ઐશ્વર્ય અને તપસ્યા એ આઠ પ્રકારના મદ (Pride) આ ૧૭ પ્રકારના દોષોમાંથી ત્રણ પ્રકારના ગૌરવ તથા આઠ પ્રકારના મદ અહંકારરૂપ છે. ત્રણ પ્રકારના દંડ ક્રોધ-કષાયરૂપ અને ત્રણ પ્રકારના શલ્ય માયા તથા લોભ કષાયરૂપ છે. તેથી સમ્યકત્વની દૃઢતા માટે આ દોષરૂપ કષાયોનો ત્યાગ જરૂરી છે. સમ્યગ્દર્શનના પ્રકારો : સામાન્ય રીતે, કર્મસિદ્ધાંત અનુસાર, સમ્યકત્વ અથવા સમ્યગ્દર્શનની ઉત્પત્તિ દર્શન મહનીય કર્મના ઉદય (ફલોન્મુખ)માં ન હોવાથી (ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમ થવાથી) એક જ પ્રકારે થાય છે. ઉત્પત્તિમાં નિમિત્તકારાની અપેક્ષાએ ગ્રંથમાં સમ્યકત્વના જે દશ પ્રકારો ગણાવવામાં આવ્યા છે તે નીચે મુજબ છે". ૧. નિસર્ગરુચિ : સ્વત: ઉત્પન્ન. ગુરુ વગેરેના ઉપદેશ વિના જ જાતિસ્મરણ આદિ થતાં, સ્વત: જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી અને એમ માનવું કે આ તથ્યો જેવાં જિનેન્દ્ર ભગવાને જોયાં હતાં તેવાં જ છે અન્યથા નથી. १ निसग्गुवएसरुई आणारुई सुत्त बीयरुइमेव । अभिगम वित्याररुई किरिया-संखेव धम्मरुई ॥ –૩. ૨૮, ૧૬. २ भूयत्येणाहिगया जीवाजीवा य पुण्णापावं च । सहसम्मुइयासवसंवरी य रोएइ उ निसग्गो ।। जो जिणदिढे भावे वउविहे सद्दहाइ सयमेव । एमेव नत्रहति य स निसग्गरुइ ति नायव्यो । –૩. ૨૮. ૧૭-૧૮, Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ૨. ઉપદેશરુચિઃ ગુરુ વગેરેના ઉપદેશથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી. તેની ઉત્પત્તિમાં પરોપદેશ એ નિમિત્તકારા છે. ૩. આજ્ઞારુચિ : ગુરુ આદિના આદેશ (આજ્ઞા)થી તથ્યોમાં શ્રદ્ધા થવી અર્થાત્ ગુરુએ આમ કહ્યું છે તેથી સાચું છે એવી શ્રદ્ધા થવી. ઉપદેશરુચિમાં ગુરુના ઉપદેશની પ્રધાનતા રહેલી છે અને આજ્ઞારુચિમાં ગુરુના આદેશની પ્રધાનતા રહેલી છે. ઉપદેશરચિમાં ગુરુ તથ્યોને માત્ર સમજાવે છે અને આજ્ઞારચિમાં આદેશ આપે છે કે તમે આ રીતે શ્રદ્ધા રાખો. આવો બન્નેમાં તફાવત છે. ૪. સૂત્રરુચિ : “સૂત્ર” એટલે અંગ કે અંગબાહ્ય જૈન-આગમ સૂત્ર-ગ્રંથ. તેથી સૂત્ર-ગ્રંથોના અધ્યયનથી જીવાદિ તથ્યોમાં શ્રદ્ધા થવી એ સૂત્રરુચિ છે. ૫. બીજરૂચિ ? જે સમ્યગ્દર્શન એક પદ-જ્ઞાનથી અનેક પદાર્થજ્ઞાનોમાં ફેલાય જાય તેને બીજરુચિ કહેવાય છે. આવા સમ્યકત્વની ઉત્પત્તિ માટે આ यो हि जातिस्मरणप्रतिभादिरूपया स्वमत्याऽवगतान् सद्भूतान् जीवादीन् पदार्थान् श्रद्दधाति स निसर्गरुचिरिति भावः । –ીના સૂત્ર (૧૦. ૭૫૧) વૃત્તિ, પૃ. ૪૭૭. १ एए चेव उ भावे उवइढे जो सद्दहई । छउमत्येण जिणेण व उवएसरुइ ति नायव्यो ।। –૩. ૨૮. ૧૬. २ रागो दोसो मोहो अन्नाणं जस्स अवगयं होइ । आणाए रोयंतो सो खलु आणारुई नाम ।। –૩. ૨૮. ૨૦. जो हेउमयाणंतो आणाए रोयए पवयणं तु । एमेव नबहत्ति य एसो आणारुई नाम ।। –ખરીના સૂત્ર, ૧. ૭૪. ૫ (પૃ. ૧૭૯). 3 जो सुत्तमहिज्जंतो सुएण ओगाहई उ सम्मतं । अंगेण बहिरेण व सो सुत्तरुइ त्ति नायव्यो ।। –૩. ૨૮. ૨૧. ४ एगेण अणेगाइं पयाई जो पसरई उ सम्मतं । उदए ब्व तेलुबिंदु सो बीयरुइ त्ति नायव्यो ।। –૩. ૨૮. રર. Page #227 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૦૩ અંગ અને અંગબાહ્ય આગમ-ગ્રંથોના અધ્યયની જરૂર પડતી નથી પરંતુ, પાણીમાં નાખવામાં આવેલ બીજરૂપ તેલના એક ટીપાંની જેમ થોડાક પદાર્થજ્ઞાનથી તે ઉત્પન્ન થઈ સર્વત્ર ફેલાય જાય છે. ૬. અભિગમરુચિ : અંગ અને અંગબાહ્ય સૂત્ર-ગ્રંથોના અર્થજ્ઞાનથી ઉત્પન્ન થનાર સમ્યગ્દર્શન. સૂત્રરુચિ સમ્યગ્દર્શનમાં અર્થજ્ઞાન અપેક્ષિત નથી જ્યારે અભિગમરુચિમાં સૂત્ર-ગ્રંથોનું અર્થજ્ઞાન પણ અપેક્ષિત છે. એટલો આ બન્નેમાં તફાવત છે. ૭. વિસ્તારરુચિ ? જ્ઞાનના બધા સ્ત્રોતો દ્વારા જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં ઉત્પન્ન થનારું સમ્યગ્દર્શન. આમ, આ વિસ્તાર સાથે જીવાદિ દ્રવ્યોને સમજી લેતાં તે ઉત્પન્ન થાય છે. તેથી અભિગમરુચિ કરતાં આ અધિક વિલંબ પછી પ્રાપ્ત થાય છે. એટલો બન્નેમાં ફેર છે. ૮. ક્રિયારૂચિ : રત્નત્રય સંબંધી ધાર્મિક ક્રિયાઓ કરતા રહેવાથી જે સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તેને ક્રિયારુચિ' કહેવામાં આવે છે. ક્યારેક ક્યારેક, એવું બને છે કે વ્યક્તિ પરંપરાને કારણે અથવા કોઈ અન્ય નિમિતે ધાર્મિક-ક્રિયાઓ કરતી રહે છે પરંતુ તેની શ્રદ્ધા દઢ થતી નથી. ધીરે ધીરે એ ક્રિયાઓ કરતાં १ सो होइ अभिगमरुई सुयनामं जेण अत्यओ दिटुं । एक्कारस अंगाई पइण्णगं दिट्ठिवाओ य ।। –૩. ૨૮, ૨૩. ૧ જ્ઞાનના મુખ્ય બે સ્ત્રોત છે : પ્રમાણ અને નય. વસ્તુના સલદેશ જે પોતાનો વિષય બનાવે છે તે પ્રમાણ” અને એકદેશને વિષમ બનાવે તે નય' કહેવાય છે. જુઓ ત. સૂ. ૧.૬. उ दव्वाण सव्वभाणा सव्वपमाणेहिं जस्स उवलद्धा । सव्वाहिं नयविहीहिं वित्थाररुइ ति नायव्यो ।। –૩. ૨૮. ર૪. ४ दंसणनाणचरित्ते तवविणए सच्चसमिइगुत्तीसु । जो किरियाभावरुई सो खलु किरियाई नाम ।। –૩. ૨૮. ર૫. Page #228 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કરતાં એક દિવસ તેને દઢ-શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે માટે ધાર્મિકક્રિયાઓ કરતા રહેવાથી તેની ઉત્પત્તિ થતી હોવાથી તેને ‘ક્રિયારુચિ' કહેવામાં આવેલ છે. ૨૦૪ ૯. સંક્ષેપરુચિ : અનેક પ્રકારના મતમતાંતરોમાં ન પડીને જૈન પ્રવચનમા શ્રદ્ધા કરવી એ સંક્ષેપરુચિ કહેવાય'. બીજચિમાં સંક્ષેપમાંથી વિસ્તાર પ્રત્યે પ્રવૃત્તિ થાય છે અને સંક્ષેપરુચિમાં વિસ્તાર થતો નથી કારણ કે સંક્ષેપરુચિવાળી વ્યક્તિ અનેક પ્રકારના મતમતાંતરોમાં પડતી નથી તેમ જ તે જિનપ્રવચનમાં પાંડિત્ય પણ મેળવતી નથી જ્યારે બીજરુચિવાળી વ્યક્તિ શીઘ્ર પાંડિત્યને મેળવે છે એટલો આ બન્નેમાં તફાવત છે. ૧૦. ધર્મરુચિ : જિન-પ્રણીત ધર્મમાં શ્રદ્ધા રાખવી એટલે ધર્મરુચિ તેની ઉત્પત્તિ ધાર્મિક વિશ્વાસને કારણે થાય છે`. ક્રિયારુચિમાં ધાર્મિક-ક્રિયાઓનું પ્રાધાન્ય હોય છે અને ધર્મરુચિમાં ધાર્મિક-ભાવનાનું પ્રાધાન્ય હોય છે. એટલો આ બંન્નેમાં તફાવત છે. ઉપર જણાવેલ ૧૦ પ્રકારના સમ્યક્ત્વના ભેદો તપાસતાં જાણાવા મળે છે કે બધા ભેદો ઉત્પત્તિની નિમિત્ત કારાતાને આધારે કરવામાં આવેલા છે. તેની સાથે જે ‘ચિ’ શબ્દ જોડવામાં આવ્યો છે તે શ્રદ્ધાપરક છે કારણ કે સમ્યગ્દર્શનના જે આ દસ ભેદો પાડવામાં આવ્યા છે તે એમ દર્શાવે છે કે નિસર્ગાદિની વિશેષતાવાળા જીવાદિ તથ્યોમાં રુચિરૂપ સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ અને પ્રજ્ઞાપના એ બે સૂત્રગ્રંથોમાં પણ સમ્યગ્દર્શનના આ દસ ભેદોનો આ જ રીતે ઉલ્લેખ છે પરંતુ ત્યાં સામાન્ય સમ્યગ્દર્શનના આ ભેદો १ अणभिग्गाहियकुदिट्ठी संखेवरुइ ति होइ नायव्वो । अविसारओ पवयणे अणभिग्गहिओ य सेसेसु । २. जो अस्थिकायधम्मं सुयधम्मं खलु चरित्तघम्मं च । सद्दes जिणाभिहियं सो घम्मरुइ त्ति नायव्वो । જુઓ - પૃ. ૨૦૧. પા. ટિ. ૨. ૩. ૨૮. ૨૬. ૩. ૨૮. ૨૭. Page #229 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૦૫ ગણાવવામાં નથી આવ્યા પણ સમ્યગ્દર્શનની ધારક સમ્યગ્દષ્ટિના પ્રથમ “સરાગ' અને “વીતરાગ” એવા બે પ્રકારો પાડીને સરાગ-સમ્યગ્દષ્ટિના આ ભેદો ગણાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ દસ ભેદોનું વ્યાખ્યાન કરતી વખતે સ્થાનાંગસુત્રને વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ તથા પ્રજ્ઞાપના-સૂત્રના રચનાકાર શ્રી આર્યશ્યામ ઉત્તરાધ્યયનની ગાથાઓને જેમને તેમ ઉદ્ધત કરે છે. ગુણભદ્રરચિત આત્માનુશાસન'માં પણ સમ્યકત્વના આ દસ ભેદનો ઉલ્લેખ મળે છે. પરંતુ ત્યાં તેની સાથે “રુચિ' શબ્દ જોડવામાં આવેલ નથી તથા તેનાં નામ અને ક્રમમાં પણ અંતર છે. “આત્માનુશાસન'ના હિન્દી ટીકાકાર પં. વંશીધરે આ ભેદોનો આધાર માત્ર ઉત્પત્તિની નિમિત્તકારણતાને ગોલ નથી પણા સ્વરૂપની હીનાધિકતાને પણ કારા તરીકે દર્શાવેલ છે. પણ યાકોબીએ ગ્રંથોક્ત સર્વ ભેદોને ઉત્પત્તિપૂલક જ માન્યા છે'. નિમિત્તકારણની વિવિધતાને કારણે જો કે સમ્યગ્દર્શનના અનેક ભેદો પાડી શકાય તથાપિ ઉત્પત્તિ પ્રત્યે નિમિત્ત કારણની અપેક્ષા અને અનપેક્ષાની દૃષ્ટિએ સંક્ષેપમાં તેને બે ભાગોમાં વહેંચી શકાય: જેમકે સમ્યકત્વની વ્યાખ્યાથી પણ १ दसविघे सरागसम्मइंसणे पत्रत्ते, तं जहानिसग्गुवतेसरुई आणरुती सुत्त बीजरुतिमेव । अभिगम वित्थाररुती किरिया सखेव धम्मरुती ।। –નફિસૂત્ર ૧૦. ૭૫૧ (પૃ. ૪૭૬). से कि तं सरागदंसणारिया ? सरागदंसणारिया दसविहा पन्नता । तं जहा-निसग्गुव. । –પ્રજ્ઞાપના, પદ્ ૧, સૂત્ર ૭૪, પૃ. ૧૭૮. ૨ એજન 3 आज्ञामार्गसमुद्रभवभुपदेशात् सूत्रवीजंसक्षेपात् । विस्तारार्थाभ्यां भवमवपरमावादिगाढे च ।। –માત્માનુરાસન, રોક ૧૧. જુઓ – એ જ શ્લોક ૧ર-૧૪. ૪ માત્માનુરીયન, પૃ. ૧૮. ૫ સે. ૩. , પૃ. ૧૫૪. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સ્પષ્ટ થાય છે. ૧. સ્વતઃ ઉત્પન્ન થનાર અને ૨. પરના નિમિત્તને લીધે ઉત્પન્ન થનાર. તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ જ કહેવામાં આવ્યું છે. જો ઉપર્યુક્ત ૧૦ ભેદોને આ પ્રમાણેના બે વિભાગોમાં વહેંચવામાં આવે તો નિસર્ગરુચિને બાદ કરતાં બાકીનાં બધાં પર-સાપેક્ષ છે. આ ઉપરાંત આવશ્યક કર્મોના ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ (મિશ્ર)ના પ્રકારોને લક્ષમાં લઈએ તો સમ્યગ્દર્શનના બીજા પણ ત્રણ પ્રકારો સંભવે છે. મહત્ત્વ ઃ આ સમ્યગ્દર્શન ધર્મનો મૂળ આધાર છે. તેનો અભાવ હોય તો જ્ઞાન અને ચારિત્ર આધારહીન બને. જો કે એ સાચું કે જ્ઞાન અને ચારિત્રમાં વૃદ્ધિ થતાં સમ્યગ્દર્શનમાં વૃદ્ધિ થાય છે પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં સમ્યકુપણું તો સમ્યગ્દર્શન થાય ત્યારે જ સંભવે. તેથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિને ગ્રંથમાં “બોધિલાભ” શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે. આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતાં, જીવ મુક્તિના માર્ગે અગ્રેસર થાય છે અને ધીરે ધીરે જ્ઞાન અને ચારિત્રની પૂર્ણતાને પ્રાપ્ત કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે. સમ્યગ્દર્શનનું આટલું મહત્ત્વ હોવાને કારણે જ ગ્રંથમાં ર૯માં અધ્યયનનું નામ “સમ્યકત્વ-પરાક્રમ' રાખવામાં આવેલ છે અને તેમાં સમ્યક્ત્વની સાથે જ્ઞાન અને ચારિત્રનું પણ વર્ણન કરવામાં ૧ જુઓ – પૃ. ૧૯૭, પા. ટિ. ૨. तनिसर्गादिधिगमाद्वा । –ત. મૂ. ૧-૩. २ कर्मणां क्षयत: शान्ते: क्षयोपशमतस्तथा । શ્રદ્ધને વિવિધું વાંચ્યું......... – રાસ્તિવમૂ, પૃ. ૩ર૩. ૩ સદંખરા..... સુ ભવે વોહી . –૩. ૩૬. ર૫૬. તથા જુઓ – ઉ. ૩૬. રપ૮. ર૬ર. ४ सम्यग्दर्शनसम्पन्नः कर्मभिर्न निबध्यते । दर्शनेन विहीनस्तु संसारं प्रतिपद्यते । –મનુસ્મૃતિ ૬. ૭૪. ૫ એજન તથા પૃ. ૧૯૮. પા. ટિ. ૨. Page #231 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૦૭ આવેલ છે. પરવર્તી જેન-સાહિત્યમાં તેના મહત્ત્વની પૂરતી ચર્ચા જોવા મળે છે. સમ્યજ્ઞાન (સત્યજ્ઞાન) સમ્યજ્ઞાન એટલે સત્યજ્ઞાન. અહીં ઘટ-પટાદિ સાંસારિક વસ્તુઓને જાણવી એટલો જ સત્યજ્ઞાનનો અર્થ નથી પણ અહીં તો મોક્ષપ્રાપ્તિમાં સહાયક ૯ તત્ત્વોનું જ્ઞાન અભિપ્રેત છે, અર્થાત્ સમ્યગ્દર્શનથી જે નવ તત્ત્વો ઉપર વિશ્વાસ કરવામાં આવેલો તેને વિધિપૂર્વક જાણવાં એવો ભાવ છે. આ ઉપરાંત, સાંસારિક ફલાભિલાષાવાળું જેટલું જ્ઞાન છે તે સર્વ મિથ્યા છે કારણ કે તે દુઃખ-નિવૃત્તિરૂપ મોક્ષ માટે અનુપયોગી છે. તેથી “સ્ત્રી, પુત્ર, ધન વગેરે સુખના સાધન છે” એવું જ્ઞાન પણ મિથ્યા છે. સત્યજ્ઞાન એ જ છે કે જે હંમેશાં ટકી રહે છે. ગ્રંથમાં ઉલ્લેખવામાં આવેલ સાંસારિક વિષયભોગો સાથે સંબંધિત ર૯ પ્રકારનાં મિથ્યાશાસ્ત્રો (પાપગ્રુત-મિથ્યાજ્ઞાનને ઉત્પન્ન કરનારા)થી પણ આ હકીકતને ૧ જુઓ સમીવન થર્મશાસ્ત્ર પૃ. ૩૧-૪૧ ૨ જુઓ – પૃ. ૧૮૮, પા. ટિ. ૪; ઉ. ૨૮. ૫. ૩ ઓગણત્રીશ પ્રકારના મિથ્યાશાસ્ત્ર (પાપકૃત) આ પ્રમાણે છે : (૧) દિવ્ય અટ્ટહાસાદિને દર્શાવનાર (૨) ઉલ્કાપાત વગેરેના ઈષ્ટાનિષ્ટ ફળ દર્શાવનાર (૩) અંતરિક્ષમાં થનાર ચંદ્રગ્રહણ વગરનાં ફળ દર્શાવનાર (૪) અંગફુરણનાં શુભાશુભ ફળ દર્શાનાર () સ્વરોનું ફળ દર્શાવનાર (૬) સ્ત્રી-પુરુષોના લક્ષણોનું શુભાશુભ ફળ દર્શાવનાર (૭) તલ, અડદ વગેરેનું ફળ દર્શાવનાર (૮) ધરતીકંપ-વિષયક શુભાશુભ ફળ દર્શાવનારા આ આઠ પ્રકારનાં શાસ્ત્ર જ મૂળ, ટીકા અને ભાષ્ય (સૂત્ર-વૃત્તિ-વાર્તિક)ના ભેદથી ર૪ પ્રકારનાં થાય છે. (૨૫) અર્થ અને કામ-ભોગના ઉપાયોને દર્શાવનાર અર્થશાસ્ત્ર, કામસૂત્ર વગેરે (ર૬) રોહિણી વગેરે વિદ્યાઓની સિદ્ધિ દર્શાવનાર (ર૭) મંત્રાદિથી કાર્યસિદ્ધિ દર્શાવનાર (૨૮) વશીકરણ : આદિ યોગવિદ્યાને દર્શાવનાર અને (ર૯) જેનેતર ઉપદેશો દ્વારા ઉપદેશવામાં આવેલ હિંસાદિપ્રધાન શાસ્ત્ર. –૩. 1. વૃ,પૃ. ૩૪૬; મા. દિ. પૃ. ૨૪૦૨; શમસૂત્ર, પૃ. ૨૨૨; સમવાયા, समवाय २९. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન પુષ્ટિ મળે છે. આ રીતે જે જ્ઞાન સંસારના વિષયસુખો તરફ લઈ જાય છે તે મિથ્યા છે તથા જે મોક્ષાભિમુખ બનાવે છે તે સત્ય છે. તેનું કારણ એ છે કે સાંસારિક વિષયભોગ અને તજ્જન્ય સુખ અનિત્ય અને આભાસમાત્ર (મિથ્થા) છે અને મુક્તિ તથા જીવાદિ નવતથ્યો તો ત્રણે કાળ માટે સત્ય છે. જ્ઞાનના મુખ્ય પાંચ પ્રકાર : જ્ઞાનના આવરક પાંચ પ્રકારનાં કર્મોનો સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી તે તે આવરક કર્મોના ઉદયમાં ન રહેનારાં એવાં પાંચ પ્રકારના જ્ઞાનને સ્વીકારવામાં આવેલ છે. જેમ કે : ૧. શાસ્ત્રજ્ઞાન (શ્રુતજ્ઞાન) ૨. ઈન્દ્રિય મનોનિમિત્તક જ્ઞાન (આભિનિબોધિક જ્ઞાન - મતિજ્ઞાન) ૩. કેટલીક મર્યાદાવાળા રૂપી પદાર્થ વિષયક પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (અવધિજ્ઞાન) ૪. બીજી વ્યક્તિના મનના વિક્સપોમાં ચિન્તનીય રૂપી પદાર્થને જાણનારું રૂપી-પદાર્થવિષયક પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (મન: પર્યવજ્ઞાન) અને ૫. ત્રિકાળવર્તી સમસ્ત દ્રવ્યોનું પૂર્ણ અને અસીમ પ્રત્યક્ષાત્મક દિવ્યજ્ઞાન (કેવળજ્ઞાન). આમાં, છેવટનાં ત્રણ જ્ઞાન ક્રમશ: ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ દિવ્યજ્ઞાનની અવસ્થાઓ છે તથા એ ત્રણે જ્ઞાનોમાં ઈન્દ્રિયાદિની સહાયતા આવશ્યક થતી નથી. જો કે ગ્રંથમાં તેનો સ્વરૂપાદિ વિષે ખાસ વિચાર કરવામાં આવેલ નથી છતાં, તેની બાબતમાં કેટલાક સંકેતો જરૂર મળે છે જે નીચે મુજબ છે: ૧. શ્રુતજ્ઞાન : તેનો સામાન્ય અર્થ શબ્દજન્ય શાસ્ત્રજ્ઞાન એવો થાય છે. પરંત, સમ્યક શ્રતજ્ઞાન તો એ જ છે કે જે જિનોપદિષ્ટ પ્રામાણિક શાસ્ત્રોમાંથી મળે છે. જિનોપદિષ્ટ પ્રામાણિક ગ્રંથ અંગ (પ્રધાન) અને અંગબાહ્ય (અપ્રધાન) એવા પ્રકારે બે ભેદવાળું છે. તેથી શ્રુતજ્ઞાનના પણ જૈન દર્શનમાં પ્રથમ તો બે પ્રકારો માનવામાં આવેલ છે. અંગગ્રંથોની સંખ્યા બારની હોવાથી અંગ-વિષયક १ पापसुयपसंगेसु –૩. ૩૧. ૧૯. २ तत्थ पंचविहं नाणं सुयं आभिनिबोहियं । ओहिनाणं तु तइयं मणनाणं च केवलं ॥ –૩. ૨૮. ૪. Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન પણ બાર પ્રકારનાં છે તથા અંગબાહ્ય-ગ્રંથોની કોઈ સીમા નક્કી ન હોવાથી અંગબાહ્ય વિષયક શ્રુતજ્ઞાન પણ અનેક પ્રકારનાં છે`. અંગ-ગ્રંથોની પ્રધાનતા હોવાથી ગ્રંથમાં સમસ્ત શ્રુતજ્ઞાનને દ્વાદશાંગના વિસ્તાર તરીકે દર્શાવવામાં આવેલ છે . એ ઉપરાંત, દ્વાદશાંગના જાાકારને ‘બહુશ્રુત’ ગણવામાં આવેલ છે તથા ‘બહુશ્રુત'ના મહત્ત્વને પ્રકટ કરવા માટે ગ્રંથમાં નીચે જણાવેલ ૧૬ દૃષ્ટાંતો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી છે. રત્નત્રય ૧. શંખમાં રાખવામાં આવેલ દૂધના જેવો અનિર્વચનીય શોભાસંપન્ન. ૨. કંબોજ દેશમાં જન્મેલા શ્રેષ્ઠ અશ્વના જેવો કીર્તિસંપન્ન. ૩. શ્રેષ્ઠ અશ્વ પર આરૂઢ થયેલ સુભટના જેવો અપરાજેય. ૪. હાથણીઓથી ઘેરાયેલ સાઈઠ વર્ષના બળવાન હાથીની જેમ પોતાના શિષ્યપરિવારથી ઘેરાયેલો પ તીક્ષ્ણ શીંગડાવાળા અને ઉન્નત સ્કંધવાળા બળદના જેવો શોભાસંપન્ન. ૬. તીક્ષ્ણ દાઢવાળા પ્રબળ સિંહના જેવો પ્રધાન. ૭. શંખ-ચક્ર-ગદા ધારણ કરનાર અપ્રતિહત બળવાન યોદ્ધા વાસુદેવના જેવો વિજેતા. ૮. ચૌદ રત્નધારી અને સમૃદ્ધ સંપન્ન ચક્રવર્તી રાજા જેવો શ્રેષ્ઠ. ૯. હજાર નેત્રોવાળા વજ્ર જેના હાથમાં છે એવા દેવાધિપતિ ઈન્દ્ર જેવો શ્રેષ્ઠ. ૧૦. અંધકાર વિનાશક ઉદીયમાન તેજસ્વી સૂર્યના જેવો તેજસંપન્ન. ૧૧. નક્ષત્રોથી વીંટળાયેલ પૂનમના ચંદ્ર જેવો શોભાસંપન્ન. ૧૨. અનેક પ્રકારના ધન-ધાન્યથી ભરપૂર સુદર્શન નામવાળા જાંબુના વૃક્ષના જેવો શ્રેષ્ઠ. ૧૪. નીલવંત પર્વતમાંથી નીકળેલી અને સમુદ્ર તરફ १ श्रुतं मतिपूर्वं यनेकद्वादशभेदम् । તથા જુઓ ૨ જુઓ 3 जहा संखम्मिपयं निहियं दुहओ वि विराय । एवं बहुस्सु भिक्खू धम्मो कित्ती तहा सुयं ॥ - ―――― પૃ. ૨૦૨, પા. ટિ. ૩; પૃ. ૨૦૨, પા. ટિ. ૧. પૃ. ૩, પા. ટિ. ૨ समुद्द गंभीरसमा दुरासया अचक्किया केणइ दुप्पहंसया । सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्त कम्मं गइमुत्तमं गया ॥ ૨૦૯ —7. સૂ. ૧. ૨૦. —૩. ૧૧. ૧૫-૩૧. Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૧) ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જતી નદીઓમાં શ્રેષ્ઠ “શીતા' નામની નદીની જેમ શોભાસંપન્ન, ૧૫. અનેકવિધ ઔષધિઓથી દેદીપ્યમાન પર્વતોમાં શ્રેષ્ઠ અતિવિસ્તૃત “સુમેરુ' (અંદર) પર્વતની જેમ પ્રધાન અને ૧૬. અક્ષય જળ અને અનેક રત્નોથી પૂર્ણ “સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ગંભીર. આ બધા દષ્ટાંતો સાભિપ્રાય વિશેષણોવાળાં છે અને તે દ્વારા શ્રુતજ્ઞાનીના સ્વાભાવિક ગુણો ઉપર પ્રકાશ પડે છે. જેમ કે શ્રુતજ્ઞાની સમુદ્રની જેમ ગંભીર, હરીફોથી અજેય, અતિરસ્કૃત, વિસ્તૃત શ્રુતજ્ઞાનથી પરિપૂર્ણ, જીવોના રક્ષક, કર્મક્ષયકર્તા, ઉત્તમ અર્થની ગવેષણા કરનાર, અને સ્વ તેમજ પરને મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોય છે. એ રીતે, શ્રુતજ્ઞાનીના અન્ય અનેક ગુણ સ્વતઃ સમજી શકાય છે. સત્યજ્ઞાનની પ્રાપ્તિમાં શાસ્ત્રોનું સ્થાન પ્રમુખ હોવાથી શ્રુતજ્ઞાનીની અનેક સ્થળે પ્રશંસા કરીને તેનું ફળ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે. ૨. આભિનિબોધિક જ્ઞાન ? ચક્ષુ આદિ ઈન્દ્રિયો તથા મનની સહાયતાથી ઉત્પન્ન થનાર જ્ઞાન “આભિનિબોધિક જ્ઞાન' કહેવાય છે. જૈન દર્શનમાં તેનું પ્રચલિત નામ “મતિજ્ઞાન' છે. કારણ કે તે ઈન્દ્રિયાદિની સહાયતાથી પ્રાપ્ત થાય છે. “તત્ત્વાર્થ સૂત્રમાં મતિ (વર્તમાનને વિષય બનાવનારી), સ્મૃતિ (અતીત વિષયક અથવા પૂર્વાનુમતે વસ્તુને યાદ કરાવનારી), સંજ્ઞા (અતીત અને વર્તમાનને વિષય બનાવનારી અથવા “આ તે છે' એ પ્રકારે પ્રત્યભિજ્ઞાનરૂપ), ચિત્તા (તક) અને અભિનિબોધ (સામાન્ય જ્ઞાનરૂપ અનુમાન)ને એકાર્યવાચક દર્શાવવામાં આવેલ છે કારણ કે આ બધાં જ્ઞાનોની ઉત્પત્તિમાં ઈન્દ્રિયાદિની સહાયતા હોય છે. એ રીતે આવશ્યક નિર્યુક્તિમાં પણ અભિનિબોધક માટે ઈહા (પ્રથમ ક્ષણે જોયેલ પદાર્થની બાબતમાં વિશેષ જાણવાની ચેષ્ટારૂપજ્ઞાન) આદિ અનેક પર્યાયવાચી ૧ એજન, તથા ઉ. ૧૧. ૩૨; ૨૯. ૨૪, ૫૯; ૧૦. ૧૮; ૩. ૧, ૨૦. ૨ એજન (ઉ. ૧૧. ૩૧; ૨૯, ૫૯). 3 मति: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यनर्थान्तरम् । –1. નૂ. ૧. ૧૩. Page #235 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય નામો મળે છે. આ પરથી પ્રતીત થાય છે કે ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રાપ્ત થનાર સમસ્ત જ્ઞાન ‘આભિનિબોધિક' જ છે. દિગંબરર અને શ્વેતાંબર પ્રાચીન ગ્રંથોમાં ‘મતિજ્ઞાન'ના અર્થમાં ‘આભિનિબોધિક’ નામ મળે છે તેથી પ્રતીત થાય છે કે તેનું પ્રાચીન પ્રચલિત નામ ‘આભિનિબોધિક’ જ હતું. આ જ્ઞાનના વિષયમાં એક બીજું અંતર દૃષ્ટિગોચર થાય છે તે એ છે કે સામાન્ય રૂપે જૈન દર્શનમાં સર્વત્ર શબ્દજ્ઞાનપૂર્વે ઈન્દ્રિયજ્ઞાન (આબિનિબોધિક-મતિજ્ઞાન)ને સ્વીકારવામાં આવલે છે. જ્યારે પ્રસ્તુત ગ્રંથમાં ઈન્દ્રિયજ્ઞાનની પૂર્વે શબ્દજ્ઞાનને ગણાવવામાં આવ્યું છે. એનું કારણ એ પ્રતીત થાય છે કે ‘શાસ્ત્રજ્ઞાન’નું મહત્ત્વ પ્રગટ કરવા માટે પ્રસ્તુત ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનને પ્રથમ ગણાવવામાં આવ્યું હોય અને પછીથી જ્ઞાનની ઉત્તરોત્તર શ્રેષ્ઠતાને આધારે ક્રમપૂર્વક નિર્ધારિત કરવામાં આવ્યું હોય. એ રીતે તેના આવક કર્મોનાં નામ અને ક્રમમાં પણ અંતર છે. અહીં એક વાત વળી એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે જૈન દર્શનમાં શ્રુતજ્ઞાન અને આભિનિબોધિક જ્ઞાનની ઉત્પત્તિ પર-આપેક્ષ (શાસ્ત્ર અને ઈન્દ્રિયાદિ સાપેક્ષ) હોવાથી એ બન્નેને ‘પરોક્ષજ્ઞાન’ (અપ્રત્યક્ષ) માનવામાં આવેલ છે તથા પછીનાં ત્રણ જ્ઞાનોને સાક્ષાત્ આત્મામાંથી પ્રગટ થતાં હોવાથી (પર-સાપેક્ષ ન હોવાથી) પ્રત્યક્ષ તરીકે સ્વીકારવામાં આવેલ છે . વર્તમાનમાં વ્યવહાર ચલાવવા १. ईहा अपोह वीमंसा मग्गणा य गवेसणा । सणासईई पण्णा सव्वं आभिणिबोहियं ॥ --આવશ્યનિર્મુત્તિ, ગાથા ૧૨. २. भावपमाणं पंचविहं, आभीणिबोहियणाणं सुदणाणं ओहिणाणं मणपज्जवणाणं केवलणाणं चेदि । आभिणिसुदोघिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमदिसुदविभंगाणि य तिणि वि णाणेहिं संजुत्ते || ૩ શ્રુતં મતિપૂર્વ । ૪ આઘે પરોક્ષમ્ । પ્રત્યક્ષમન્યત્ । —ધવહાટીા—પટ્ટુડામ, પુસ્ત ૧ (૧.૧.૧.), પૃ. ૮૦. ૨૧૧ —તા. સૂ. ૧. ૨૦. —હૈં. મૂ. ૧. ૧૧-૧૨. —પાસ્તિાય, ગાથા ૪૧. Page #236 -------------------------------------------------------------------------- ________________ ર૧૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન માટે ઈન્દ્રિયજ્ઞાનને સાંવ્યવહારિક-પ્રત્યક્ષ કહેવામાં આવી રહેલ છે અને પછીના ત્રણ જ્ઞાનો પરમાર્થ (મુખ્ય) પ્રત્યક્ષ. એટલું વિશેષ છે કે સ્મૃતિ વગેરે બધા આભિનિબોધિક જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ માનવામાં આવતા નથી પરંતુ, ઈન્દ્રિય મનોનિમિત્તક વર્તમાન-વિષયક જ્ઞાન (મતિજ્ઞાન)ને જ સાંવ્યવહારિકપ્રત્યક્ષ માનવામાં આવે છે અને બાકીનાં અતીતાદિવિષયક સ્મૃતિ વગેરે બધાં જ્ઞાનોને પરોક્ષ જ માનવામાં આવે છે. ૩. અવધિજ્ઞાન: અવધિનો અર્થ થાય સીમા. તેથી ઈન્દ્રિયાદિની સહાયતા વગર કેટલીક સીમા સુધી જે રૂપી-પદાર્થ વિષયક અંત:સાક્યરૂપ જ્ઞાન થાય છે તેને “અવધિજ્ઞાન” કહેવામાં આવે છે. આ જ્ઞાનમાં અરૂપી દ્રવ્યોનો સાક્ષાત્કાર થતો નથી. આ દિવ્યજ્ઞાનની પ્રથમ અવસ્થા છે. ૪. મનઃ પર્યવજ્ઞાન : બીજાના મનોગત વિચારોને જાણવાની શક્તિને કારણે તેને “મન:પર્યવજ્ઞાન” કહેવામાં આવે છે. આ દિવ્યજ્ઞાનની બીજી અવસ્થા १ तत्प्रत्यक्षं द्विविधम्-सांव्यवहारिकं पारमार्थिकं चेति । तत्र देशतो विशदं सांव्यवहारिक प्रत्यक्षम् ॥ –ચાયવીરપ, પૃ. ૩૧. विशद: प्रत्यक्षम् । प्रमाणान्तरानपेक्षेदन्तया प्रतिभासो वा वैशद्यम् । तत् सर्वथावरणविलिये चेतनस्य स्वरूपाविर्भावो मुख्यं केवलम् । ...तत्तारतम्येऽवधिमन:पर्यायौ च । ...... દ્રિયમનનિમિત્તો દેહાવાયારત્મા સાંવ્યવહારિમા પ્રમાણમીમાંસા ૧. ૧. ૧૩. ર૦. २ अविशदः परोक्षम् । स्मृतिप्रत्यभिज्ञानोहानुमानागमास्तद्विषयः । –પ્રમાણમીમાંસા ૧. ૨. ૧-૨. ૩ રૂપિષ્યવ: | –ત. સૂ. ૧. ૨૭. भवप्रत्ययोऽवधिर्देवनारकाणाम् । क्षयोपशमनिमित्त: षड्विकल्प: शेषाणाम् । –ત. સૂ. ૧. ૨૧-રર. Page #237 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય છે અને અવધિજ્ઞાન કરતાં શ્રેષ્ઠ છે. આ જ્ઞાનની ઉત્પત્તિ ભાવોની વિશેષ નિર્મળતા અને તપસ્યા આદિના પ્રભાવે થાય છે॰. સરળ અને જટિલ એવા બે પ્રકારના વિચારોને જાણવાને કારણે ‘તત્ત્વાર્થસૂત્ર'માં આ જ્ઞાનના બે ભેદ પાડવામાં આવ્યા છે?. એટલું વિશેષમાં કે આ જ્ઞાન દ્વારા બીજાના મનમાં ચિન્તનીય રૂપી-દ્રવ્યોનો જ બોધ થાય છે અરૂપી નો નહીં. ૫. કેવળજ્ઞાન : ત્રિકાળવર્તી સમસ્ત દ્રવ્યો અને તેના સમસ્ત પર્યાયોનું એક સાથે જ્ઞાન થવું તે કેવળજ્ઞાન કહેવાયă. આ દિવ્યજ્ઞાનની સર્વોચ્ચ અવસ્થા છે. આ જ્ઞાન ઉત્પન્ન થતાં ત્રિકાળવર્તી એવું કોઈ દ્રવ્ય નથી રહેતું કે જે આ જ્ઞાનનો વિષય ન બને. આ જ્ઞાન પૂર્ણ અને અસીમ છે. આનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ જ્ઞાન ન હોવાથી ગ્રંથમાં તેને અનુત્તર, અનન્ત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, આવરણ-રહિત, અંધકાર રહિત, વિશુદ્ધ તથા લોકાલોકપ્રકાશક તરીકે દર્શાવવામાં આવેલ છે". આ ઉપરાંત, આ જ્ઞાનને ધારણ કરનારને કેવલી, કેવલજ્ઞાની તથા સર્વજ્ઞ ગાવામાં આવેલ છેÝ. આ જ્ઞાન પ્રાપ્ત થતાં જીવ આકાશમાં સૂર્ય હોય છે તેમ સુશોભિત બની ઊઠે છે. આ જ્ઞાનની પ્રાપ્તિ થતાં જીવ એજ ભવમાં શેષ १. विशुद्धिक्षेत्रस्वामिविषयेभ्योऽवधिमन:पर्यययोः । २ ऋजुविपुलमती मन:पर्यय: विशुद्धयप्रतिपाताभ्यां तद्विशेषः । ૩ જુઓ - પૃ. ૧૫૫, પા. ટિ. ૧ ४ सर्वद्रव्यपर्यायेषु केवलस्य । ૨૧૩ તથા જુઓ ઉ. ૨૩. ૧ વગેરે ७ स णाण नाणोवगए महेसी अणुत्तरं चरिउं घम्मसंचयं । अणुत्तरे नाणघरे जसंसी ओभासई सूरि एवं तलिक्खे ॥ ૧. સૂ. ૧. ૨૯. ૫ તો પછા અનુત્તર, ગળત, સિન, ડિવુાં, નિરાવરળ, નિતિમિર વિશુદ્ધ लोगालोगप्पभावं केवलवरनाणदंसणं समुप्पादेइ । ६ उग्गं तवं चरित्ताणं जाया दोण्णि वि केवली । –7. સૂ. ૧. ૨૫. —đ. સૂ. ૧. ૨૬. ૩. ૨૯, ૭૧. -૩. ૨૨. ૫૦. -૩. ૨૧. ૨૩. Page #238 -------------------------------------------------------------------------- ________________ ર૧૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના કર્મોને નષ્ટ કરીને નિયમપૂર્વક મુક્તિને પ્રાપ્ત કરે છે. આમ, આ પાંચ પ્રકારના જ્ઞાનોમાંથી પ્રથમ બે જ્ઞાન ઈન્દ્રિયાદિની સહાયતાથી ઉત્પન્ન થાય છે અને તે કોઈને કોઈ સ્વરૂપે ઘણું કરીને બધા જીવોમાં હોય છે. - જો આમ ન માનવામાં આવે તો જીવમાં જીવત્વ જ નહીં રહે કારણ કે ચેતનાને જીવના લક્ષણ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને ચેતના દર્શન અથવા જ્ઞાનરૂપ છે એમ સ્વીકારવામાં આવ્યું છે. બાકીના ત્રણ જ્ઞાન દિવ્યજ્ઞાનની ઉચ્ચ, ઉચ્ચતર અને ઉચ્ચતમ અવસ્થાઓ છે. આની પ્રાપ્તિ તપસ્યા વગેરેના પ્રભાવથી કોઈકને જ થાય છે. અહીં એક વાત વળી એ પણ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે જૈન દર્શનમાં આ પાંચ જ્ઞાનમાં જ પ્રમાણતાનો સ્વીકાર થયેલો છે તૈયાયિકોની જેમ ઈન્દ્રિયાર્થ-સંનિકર્ષમાં નહીં. ગુરુ - શિષ્ય સંબંધ : જ્ઞાન પ્રાપ્તિનાં પ્રમુખ સાધન શાસ્ત્ર હતાં અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુની પાસે જવું પડતું. ગુરુ પ્રાય: અરણ્યમાં રહેતા અને તેઓ સાંસારિક વિષય-ભોગોથી વિરક્ત એવા સાધુઓ હતા. વિદ્યાર્થી એમની પાસે રહીને તેમની આજ્ઞાનુસાર અધ્યયન કરતા. એ વિદ્યાર્થીઓમાં કેટલાક વિનમ્ર (વિનીત) અને કેટલાક અવિનમ્ર (અવિનીત) હતા. १ जाव सजोगी भवइ, ताव इरियावहियं कम्मं निबंधइ, सुहफरिस दुसमयठिइयं । तं जहा-पढमसमये बद्धं, विइयसमए वेइयं, तइयसमये निज्जिण्णं, तं बद्धं पुढं उदीरियं वेइयं निज्जिण्णं सेयाले य अकम्मं चावि भवइ । –૩. ર૯. ૭૧. તથા જુઓ – ઉ. ર૯. ૭૨. २ एकादिनी भाज्यानि युगपदेकस्मिन्ना चतुर्थ्य: –. મૂ. ૧. ૩૧. તથા જુઓ – સવાર્થસિદ્ધિ ૧. ૩૧. વિશેષાવશ્યકભાષ્ય, ગાથા ૪૭૪૪૭૬. 3 तत्वप्रमाणे। –ત. . ૧. ૧૦. તથા જુઓ – સવાર્થસિદ્ધિ ૧. ૧૦. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ વિનીત (ઉત્તમ) વિદ્યાર્થીના ગુણ : ગ્રંથમાં ઉત્તમ વિદ્યાર્થીને વિનીત કહેવામાં આવેલ છે અને વિનીત વિદ્યાર્થીમાં નીચે મુજબના પંદ૨ ગુણો આવશ્યક માનવામાં આવેલ છે. ૧. દરેક રીતે નમ્ર ૨. ચંચળતા રહિત ૩. છલ-કપટ રહિત ૪. કૌતુક રહિત ૫. અલ્પભાષી ૬. અતિક્રોધને અધિક સમય ન ધરાવનાર ૭. મિત્રતાનો વ્યવહાર કરનાર ૮. જ્ઞાન પ્રાપ્ત કરી અભિમાન ન કરનાર ૯. બીજાની ખામીઓ જાહેર ન કરનાર ૧૦. મિત્રો પર ક્રોધ ન કરનાર ૧૧. શત્રુ પ્રત્યે પરોક્ષમાં પણ કલ્યાણની ભાવના રાખનાર ૧૨. કલહ, હિંસા ન કરનાર ૧૩. જ્ઞાનની બાબતમાં જાગ્રત રહેનાર ૧૪. લજ્જાશીલ ૧૫, સહનશીલ રહેનાર. આ પંદ૨ ગુણોની જેમ, ગ્રંથમાં ગુરુ પ્રત્યે શિષ્યનાં કેટલાક બીજાં કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. તેને લીધે ઉત્તમ કે વિનીત વિદ્યાર્થીના ગુણો ઉપર પ્રકાશ પડે છે. તે કર્તવ્યો આ પ્રમાણે છે : રત્નત્રય ૧. પૂછયા સિવાય વ્યર્થ ન બોલવું (અલ્પભાષી), ૨. સત્ય બોલવું (ક્રોધાદિથી વશ થઈ કંઈ છુપાવવું નહીં), ૩. ગુરુનાં પ્રિય અને અપ્રિય વચનોને કલ્યાણકારી સમજીને તેને શાંતિથી સાંભળવાં અને કોઈ રીતે પણ એમને ક્રોધિત ન કરતાં, ક્ષમા-યાચના કરવીă, ૪. ગુરુના દોષો ન તપાસવા, ૫. ગુરુની આજ્ઞાનું १. अह पन्नरसहिं ठाणेहिं सुविणीए ति वच्चई । नीयावत्ती अचवले अमाइ अकुऊहले ॥ ૩. ૧૧, ૧૧-૧૩. તથા જુઓ २ नापुट्ठो वागरे किंचि पुट्ठो व नालियं वए । कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं । તથા જુઓ — ઉ. ૧. ૯. ૧૧. ૩૯-૪૦, ૩ એજન ૪ એજન ५ बुद्धोरघाई न सिया न सिया तोत्तगवेसए । —૩. ૧૧. ૧૦. -૩. ૧. ૧૪. ૧૩. ૧. ૪૦. Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગુપ્ત કે પ્રગટરૂપે ક્યારેય ઉલ્લંઘન કર્યા વગર તેમના કહેવા પ્રમાણે એવી રીતે પ્રવૃત્તિ કરવી જેવી રીતે એક તાલીમ પામેલ અશ્વ ચાબુકના ઈશારે પ્રવૃત્તિ કરે, ૬. ગુરુ દ્વારા પ્રેરિત કર્યા વગર જ પ્રેરિત કર્યો હોય એ રીતે ગુરુના ભાવોને જાણીને સદા સુંદર કાર્ય કરવું, ૭. ગુરુની આજ્ઞા વગર કંઈ પણ કાર્ય ન કરવું, ૮. ગુરુના વચનોને સાંભળી બોલાવવામાં આવે ત્યારે જવાબ આપવો (મોન ન રહેવું)*, ૯. ગુરુના ઉપદેશને એકચિત્તે સાંભળી અર્થયુક્ત બાબતોને ગ્રહણ કરી નિરર્થક બાબતો છોડી દેવી', ૧૦. કોઈ પ્રકારની શંકા થાય ત્યારે ગુરુ પાસે સ્પષ્ટ રીતે જણાવવું. ૧૧. ગુરુની સેવા કરતી વખતે ગુરુ ઉપર આવેલ વિનોનું નિવારણ કરવું, ૧૨. પાંચ પ્રકારના વિનય, પાંચ પ્રકારના १ पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइवि ।। –૩. ૧. ૧૭. मा गलियस्सेव कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइण्णे पावगं परिवज्जए ।। –૩. ૧. ૧ર. તથા જુઓ – ઉ. ર૬, ૧૦. २ वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइटुं सुकयं किच्चाई कुव्वई सया ।। –૩. ૧. ૪૪. 3 पुच्छिज्जं पंजलिउडो कि कायद् मए इह । –૩. ર૬. ૯. ४ आपरिएहिं वाहितो तुसिणीओ न कयाइवि । તથા જુઓ ઉ. ૧. ૨૧. –૩. ૧. ૨૦. ५ अट्ठजुत्ताणि सिक्खिज्जा निरट्ठाणि उ वज्जए । ' –૩. ૧. ૮. તથા જુઓ – ઉ. ૨૦. ૧૭. ૩૮; ૩૦. ૧, ૪. ૬ ૩. ૨૩. ૧૩-૧૪; ૨૫. ૧૩. ૭ ૩. ૧ર, ૧૬, ૨૪. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ સ્વાધ્યાય અને દસ પ્રકારના વૈયાવૃત્યમાં યત્નવાન રહેવું, ૧૩. બીજા પાસેથી પોતાની પ્રશંસા સાંભળી અભિમાન કર્યા વગર ખૂબ નમ્ર બનવું જેમ કે મિરાજર્ષિ ઈન્દ્ર દ્વારા સ્તુતિ કરતાં અધિક નમ્ર થયા, ૧૪. ક્ષુદ્ર-જનોનો સંસર્ગ અથવા એમની સાથે હાસ્યાદિ ક્રીડા ન કરવી૩†, ૧૫. ગુરુ કરતાં નીચું આસન ગ્રહણ કરવું, ગુરુની સાવ સામે, દૃષ્ટિથી ઓજલ થઈ, અંગ સ્પર્શીને, અધિક સમીપ, પગ લાંબા કરી, બંને ભુજાઓ જાંઘ ઉપર રાખીને, જાંઘ ઉપર વસ્ત્ર લપેટીને, અતિ સમીપ, અતિ દૂર અને અન્ય એવી રીતે અવિનય-સૂચક રીતે ગુરુ પાસે ન બેસવું†, આ ઉપરાંત જે આસન ઉપર તે બેસે તે ચું ચું એવો અવાજ કરનારું, ચલાયમાન અને અસ્થિર ન હોવું જોઈએ', ૧૬. આસન ઉપરથી નિષ્પ્રયોજન ઊભા ન થઈ જવું, હાથ-પગ ન ચલાવવા તતા ઉત્તર-પ્રત્યુત્તર ન કરવા પરંતુ આવશ્યકતા હોય ત્યારે ઊભા થઈને ગુરુ સાથે વાર્તાલાપ કરવો, ૧૭. શિક્ષાપ્રાપ્તિ પછી એમના ઉપકારની કૃતજ્ઞતા સ્વીકારીને વિનયભાવે સ્તુતિ કરવી વગેરે. ૧ ૩. ૩૦. ૨૨-૨૪. २ नमी नमेई अप्पाणं सक्खं सक्केण चोइओ 1 3 खड्डेहिं सह सेसग्गि हासं क्रीडं च वज्जए । ४ न पक्खओ न पुरओ नैव किच्चाण पिट्ठिओ । न जुंजे ऊरुणा ऊरुं सयणे नो डिस्सु ॥ नेव पल्हत्थियं कुज्जा पक्खपिण्डं च संजए । पाए पसारिए वावि न चिट्ठे गुरुणंतिए || રત્નત્રય ૩. ૨૦. ૭. તથા જુઓ ५ आसणे उवचिट्ठेज्जा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरुट्ठाइ निसीएज्जप्पकुक्कु || ૬ એજન ૭ ૩. ૨૦. ૫૪-૫૬. ૧૩. ૯. ૬૧. ~૩. ૧. ૯. ૩. ૧. ૧૮-૧૯. ૩. ૧. ૩૦. Page #242 -------------------------------------------------------------------------- ________________ ર૧૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ઉપર્યુક્ત બધા ગુણોનો એકત્ર સમાવેશ કરતાં સંક્ષેપમાં ગ્રંથમાં વિનીત શિષ્યનું સ્વરૂપ આ રીતે દર્શાવવામાં આવ્યું છે. “ગુરુની આજ્ઞાનું પાલન કરનાર, તેની સમીપમાં રહેનાર તથા તેના મનોગત ભાવો અથવા કામચેષ્ટા (ઈશારા)ને જાણનાર, વિનયી કહેવાય છે' અર્થાત્ ગુરુના મનોગત ભાવોને જાણીને નમ્રભાવે સદાચારમાં પ્રવૃત્ત રહી અધ્યયન કરનાર શિષ્ય વિનયી કહેવાય છે. અવિનીત વિદ્યાર્થીના દોષ ઃ જે વિનીત શિષ્યના ગુણોથી રહિત હોય તેને અવિનયી' કહેવામાં આવે છે. તેથી ગ્રંથમાં અવિનયી શિષ્યનું સ્વરૂપ દર્શાવતાં કહેવામાં આવ્યું છે – “ગુરુની આજ્ઞાનુસાર ન ચાલનાર, તેની સમીપમાં ન રહેનાર, વિપરીત આચરણ કરનાર તથા વિવેકહીન (જાગત ન રહેનાર) અવિનયી ગણાય છે.” અથાત્ ગુરુના હૃગત ભાવોને ન જાણનાર તેનાથી વિપરીત આચરણ કરનાર તથા સ્વચ્છન્દી વિચરણ કરનાર શિષ્યને અવિનીત કહેવામાં આવે છે. બહુશ્રુત અધ્યયનમાં અવિનીત શિષ્યના ચૌદ દુર્ગુણ ગણાવવામાં આવ્યા છે. ૧. વારે વારે ગુસ્સો કરવો. ૨. ક્રોધને લાંબો સમય ટકાવવો. ૩. મિત્રતાનો ત્યાગ કરવો. ૪. પોતાના જ્ઞાનનું અભિમાન કરવું. પ. બીજાની ખામીઓ શોધવી અને પોતાની છપાવવી. ૬ મિત્રો ઉપર ક્રોધ કરવો. ૭. પ્રિય મિત્રની પરોક્ષમાં નિંદા કરવી. ૮, અસંબદ્ધ તથા અધિક પ્રમાણમાં બોલવું. ૯. દ્રોહ १ आणानिद्देसकरे गुरूणमुववायकारए । इंगियागारसंपने से विणीए त्ति वुच्चई ।। -૩. ૧. ૨. २ आणाऽनिद्देसकरे गुरूणमणूववायकारेए । अडिणीए असंबुद्धे सेविणीए त्ति वुच्चई ।। –૩. ૧. ૩. 3 अह चउद्दसहि ठाणेहिं वट्टमाणे उ संजए । अविणीए वुच्चई सो उ निव्वाणं च न गच्छइ ॥ पइन्नवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे । असंविभागी अवियत्ते अविणीए त्ति वच्चई ।। –૩. ૧૧. ૬-૯. Page #243 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય કરવો. ૧૦ અભિમાન કરવું. ૧૧. લોભ કરવો. ૧૨. ઈન્દ્રિયો ઉપર કાબુ ન રાખતાં સ્વચ્છન્દ આચરણ કરવું. ૧૩. સહપાઠીઓ સાથે સહયોગ ન કરવો. ૧૪. બીજાનું અપ્રિય બોલવું. આ રીતે, અવિનીતના બીજા પણ વધારે દુર્ગુણો હોઈ શકે. ગ્રંથમાં અવિનીત શિષ્યોના આ રીતે કેટલાંક અન્ય કાર્યોનો પણ ઉલ્લેખ થયેલ છે. જે દ્વારા અવિનીત શિષ્યના સ્વરૂપ વિષે બરાબર જાણી શકાય છે, જેમ કે ઃ ૧. ગુરુ જ્યારે ધર્મોપદેશ આપતા હોય ત્યારે વચ્ચે બોલવું, એમના વચનોમાં ખામી કાઢવી અથવા પ્રતિકૂળ આચરણ કરવું, ૨. વિષય-ભોગોમાં રચ્યાપચ્યા રહેવું, ૩. ચિરસ્થાયી ક્રોધ તથા અભિમાન કરવા, ૪. ભિક્ષા લાવવામાં આળસ ક૨વી, ૫. ભિક્ષા માંગવી એ હલકું કામ છે એમ સમજી ભિક્ષા લેવા માટે ન જવું, ૬. દુષ્ટ વૃષભની જેમ કાબુમાં ન રહેવું- જેમ કે કોઈ દુષ્ટ બળદ બળદગાડીમાં જોતરવામાં આવે ત્યારે ગાડીવાન ચલાવે ત્યારે આગળ ન વધે તથા ક્યારેક ઘૂંસરી ઉપર રાખેલ લાકડા કે વાંસના ખીલાને તોડી નાખે છે, ક્યારેક નજીકમાં બેસી જાય છે ક્યારેક પડી જાય છે, ક્યારેક સુઈ જાય છે કયારેક દેડકાની જેમ ઠેકડા મારે છે, ક્યારેક તરુણ ગાયની પાછળ દોડવા માંડે છે, ક્યારેક મરી ગયો હોય એમ સ્થિર થઈ જાય છે, ક્યારેક પાછે પગે ભાગવા માંડે છે, ક્યારેક લગામ તોડી નાખે છે અને પોતાના માલિક (ગાડીવાન)ને १. सो वि अंतरमासिल्लो दोसमेव पवई । आयरियाणं तु वयणं पडिकूलेऽभिक्खणं ॥ २ इड्डीगारविए एगे एगेऽत्थ रसगारवे । सायागारविए एगे एगे सुचिरकोहणे ॥ भिक्खालसिए एगे एगे ओमाणभीरुए । थड्वे एगे अणुसासम्मी हेऊहिं कारणेहि य ।। ૨૧૯ ૩. ૨૭. ૧૧. ૧૩. ૨૭, ૯-૧૦. Page #244 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પણ પીડા પહોંચાડે છે તે રીતે જ અવિનીત શિષ્ય ગુરુ દ્વારા સંયમની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કરવામાં આવે ત્યારે અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરી ગુરુને દુઃખ દે છે. ૭ કોઈ કાર્ય માટે આજ્ઞા કરવામાં આવે ત્યારે અનેક પ્રકારનાં બહાનાં બતાવે જેમ કે અમુક ગૃહસ્થ કે ગૃહિણી મને ઓળખતા નથી તે મને અન્ન વગેરે નહીં આપે, તે ઘરે નહીં હોય, ત્યાં જવું વ્યર્થ છે, જો મોકલવો જ હોય તો કોઈ બીજાને મોકલો, જો કોઈ રીતે જવું જ પડે તો આમ તેમ કરીને પાછા આવી જવું અને પૂછતાં બહાનાં કાઢવાં અથવા રાજાજ્ઞા સમાન અનિચ્છાપૂર્વક ભવાં ચઢાવવાં અને એ રીતે કામ કરવું. ૮ સ્વાદિષ્ટ અન્નને છોડી વિષ્ટા ખાનાર ભૂંડની જેમ સદાચાર છોડીને સ્વચ્છન્દ વિચરણમાં આનંદ મનાવવો અને ૯ તેત્રીશ પ્રકારની અવિનયભૂત અનુશાસન-હીનતાઓ (આજ્ઞાતનાઓ)નું આચરણ કરવું. ૧ ૩. ર૭. ૪-૮; ૧-૧ર. २ न सा ममं वियाणाइ न विसा मज्झ दाहिई । निगाया होहिई मन साहू अन्नोत्थ वज्जउ । पेसिया पलिउंचति ते परियंति समंतओ । रायवेटिं च मनंता करेंति भिउडि मुहे ।। –૩. ર૭. ૧ર-૧૩. તથા જુઓ – ઉ. ર૭. ૧૪. 3 कणकुण्डगं चइताणं विट्ठ भुंजइ सूयरे । एवं सीलं चइत्ताण दुस्सीले रमई मिए ।। –૩. ૧. ૫. ૪ તેત્રીસ પ્રકારની આશાતનાઓ આ પ્રમાણે છે: ૧ ગુરુની આગળ આગળ ચાલવું ૨ ગુરુની સાથો સાથ ચાલવું ૩ ગુરુની પાછળ અવિનયપૂર્વક ચાલવું ૪-૯ ચાલવાની બેસવાની બાબતમાં તથા ઉભા રહેવાની બાબતમાં ત્રણ ત્રણ આશાતનાઓ ૧૦ જો ગુરુ અથવા શિષ્ય એક જ પાત્રમાં જલ લઈ ક્યાંક બહાર ગયા હોય તો ગુરુની પહેલાં એ પાત્રમાંથી જલ લઈ આચમન કરવું ૧૧ બહારથી આવી ગુરુની પહેલાં ધ્યાન કરવા બેસી જવું. ૧૨ ગુરુની (પૃ. રર૧ની ફૂટનોટ) Page #245 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય વિનીત અને અવિનીત વિદ્યાર્થીનો ગુરુ ઉપર પ્રભાવ જ્યારે અવિનીત શિષ્ય પોતાની કુપ્રવૃત્તિઓને કારણે વિનમ્ર અને સરલ સ્વભવવાળા ગુરુને પણ ગુસ્સે કરે છે ત્યારે વિનીત શિષ્ય ગુરુની ઈચ્છા અનુસાર કાર્યને શીઘ્ર અથવા ચતુરાઈથી ૨૨૧ સાથે વાત કરવા કોઈ આવે ત્યારે પહેલાં જાતે જ તેની સાથે વાત કરવી. ૧૩ રાત્રે ગુરુ બોલાવે છતાં ન બોલવું. ૧૪ અન્ન-જળ લાવી પહેલાં નાનાની સામે આલોચના કરવી. ૧૫ અન્ન-જળ લાવી પહેલાં નાનાઓને તે દેખાડવાં. ૧૬ અન્ન-જળની નિમંત્રણા પ્રથમ નાનાંઓને કરી પછીથી ગુરુને કરવી. ૧૭ ગુરુને પૂછ્યા વગર કોઈને સરસ ભોજન આપવું. ૧૮ ગુરુની સાથે ભોજન કરતી વખતે જાતે એકદમ સારુ સારુ ખાઈ જવું. ૧૯ ગુરુ બોલાવે છતાં ન બોલવું. ૨૦ બોલાવે ત્યારે આસન ઉપર બેઠાં બેઠાં જવાબ આપવો. ૨૧ આસન ઉપર બેઠાં બેઠાં એમ પૂછવું કે ‘શું કહો છો?' ૨૨ ગુરુને તુંકારો ક૨વો. ૨૩ સુગુરુ દ્વારા કંઈ કામ ચીંધવામાં આવે ત્યારે ‘તમે જ કરી લો’ એમ કહેવું. ૨૪ ગુરુના ઉપદેશને પ્રસન્નચિત્તે ન સાંભળવા.૨૫ ગુરુના ઉપદેશમાં ભેદબુદ્ધિ પેદા કરવી. ૨૬ કથામાં વિચ્છેદ પાડવો. ૨૭ ગુરુ ઓછી બુદ્ધિના છે એમ દેખાડવા માટે સભામાં એમના દ્વારા પ્રતિપાદિત વિષયનું વિસ્તૃતીકરણ કરવું. ૨૮ ગુરુના આસન (શય્યા-સંસ્તારક) વગેરેને પગ અડી જાય ત્યારે ક્ષમા-યાચના કર્યા વગર ચાલ્યા જવું. ૨૯ ગુરુના આસન ઉપર આજ્ઞા મળ્યા વગર બેસવું. ૩૦ આજ્ઞા ન મળી હોય છતાં ગુરુના આસન ઉપર શયન કરવું ૩૧ ગુરુથી ઊંચે આસને બેસવું. ૩૨ વડીલોની શય્યા ઉપર ઊભા રહેવું અથવા બેસવું. ૩૩ ગુરુના જેવા જ આસન ઉપર બેસવું. આ આશાતનાઓના નામ અથવા ક્રમમા કંઈક ફેરફાર પણ જોવા મળે છે પરંતુ બધાનો સાર સરખો જ છે, તે એ કે ગુરુ પ્રત્યે આદરભાવ ન રાખવો. ૩. આ. ટી. ૩૬-૨૦; ૨૧-૪, ૧૧. શ્રમળસૂત્ર પૃ. ૧૧૬૭-૨૦૨, ૪૨૧-૪૬. समवायाङ्गसूत्र, समवाय ३३. Page #246 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કરીને જ ક્રોધી સ્વભાવવાળા ગુરુને પણ સરળ અને પ્રસન્ન બનાવે છે. ગુરુ પણ આવા વિનીત શિષ્યને પ્રાપ્ત કરીને તેને શિક્ષા આપવામાં, ઉત્તમ અશ્વને પલોટનાર સારથિની જેમ આનંદનો અનુભવ કરે છે. પરંતુ એથી વિપરીત અવિનીત શિષ્યને મેળવીને તેને શિક્ષા આપવામાં અડિયલ ટટ્ટુને પલોટના સારથિની જેમ દુઃખ અનુભવે છે`. આ ઉપરાંત, અવિનીત શિષ્યોને મેળવીને ગુરુ ચિન્તિત થઈ વિચારે છે કે જેમ પાંખ ફૂટતાં હંસ સ્વેચ્છાચારી બને છે તેમ આ શિષ્યોને ભણાવ્યા, પાળ્યા, પોષ્યા અને સર્વ રીતે સાચવ્યા છતાં તેઓ સ્વેચ્છાચારી થઈ ગયા છે, માટે તેમનો ત્યાગ કરવામાં જ કલ્યાણ રહેલું છે. આમ અવિનીત શિષ્ય ગુરુને સદા ચિન્તિત જ કરે છે. ૨૨૨ ગુરુ દ્વારા આપવામાં આવેલ ઉપાલંભ, ભર્ન્સના, દંડ વગેરેને મેળવીને વિનીત શિષ્ય એવું માને છે કે આ ગુરુ મને પોતાનો નાનો ભાઈ, પુત્ર કે સ્વજન સમજી કલ્યાણ માટે જ કહે છે પરંતુ આથી વિપરીત અવિનીત શિષ્યતો ‘આ १. अणासवा थूलवया कुसीला मिडंपि चण्डं पकरंति सीसा । चित्ताणुया लहुदक्खोववेया पसायए ते हु दुरासयपि ॥ २ रमए पंडिए सासं हयं भद्द व वाहए । बालं सम्मइ सासंतो गलियस्सं व वाहए || 3 वाइया संगहिया चेव भत्तपाणेण पोसिया । जायपक्खा जहा हंसा पक्कमंति दिसो दिसिं ॥ अह सारही विचिन्नेइ खलुंकेहि समागओ । किं मज्झ दुट्ठसीसेहिं अप्पा मे अवसीयई । તથા જુઓ ― ૩. ૨૭. ૧૬. —૩. ૧. ૧૩. ૧૩. ૧. ૩૭. ૧૩. ૨૭. ૧૪-૧૫. Page #247 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય રર૩ મારા શત્રુ છે”, “આ મને ગાળો દે છે”, “આ મને ગુલામ સમજે છે” એવો વિચાર કરી સ્વયંને પીડિત કરી ગુરુને પણ હતોત્સાહ કરે છે. શિક્ષાશીલના કેટલાક અન્ય ગુણો - આમ, શિક્ષા એ જ પ્રાપ્ત કરી શકે કે જે વિનીત હોય અને જેમાં વિનીત શિષ્યમાં હોવા જોઈએ એવા બધા ગુણ હાજર હોય. ગ્રંથમાં શિક્ષાશીલના નીચે મુજબ આઠ વિશેષ-ગુણ દર્શાવવામાં આવ્યા છે. ૧ અહસનશીલ, ૨ જિતેન્દ્રિય, ૩ અમર્મભાષી, ૪ અનુશાસનશીલ, ૫ ખંડિત-આચાર રહિત, ૬ અતિલોલુપતા રહિત, ૮ ક્રોધ રહિત, ૮ સત્યવક્તા. આ આઠ ગુણ ઉપરાંત ગ્રંથમાં અન્ય પાંચ ગુણ પણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ૧ ગુરુકુલવાસી, ૨ સદાચારી, ૩ અધ્યયનમાં ઉત્સાહી (ઉપનયન), ૪ પ્રિય કરનાર, પ પ્રિય બોલનાર. આ રીતે સમાધિના ઈચ્છુક સાધુ માટે જે ગુણો ગ્રંથમાં આવશ્યક ગણવામાં આવ્યા છે તે બધા જ્ઞાનાર્થી માટે પણ જરૂરી છે, જેમ કે : ગુરુ અને વૃદ્ધજનોની સેવા, મૂર્ણ જીવોની સોબતનો ત્યાગ, સ્વાધ્યાય, એકાન્ત સેવન, સૂત્રાર્થ-ચિંતન, વૈર્ય, પરિમિત-ભોજન અને નિપુણ १ पुत्तो मे भाय नाइ त्ति साहू कल्लाण मनई । पावदिट्ठी उ अप्पाणं सासं दासि त्ति मनई ॥ –૩. ૧. ૩૯. તથા જુઓ – ઉ. ૧. ર૭-ર૯, ૩૭-૩૮. २. अह अट्टहिं ठाणेहिं सिक्खासीले त्ति वुच्चई । अहस्सिरे सया दंते न य मंममुदाहरे ।। नासीले न विसीले न सिया अइलोलुए । अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई ।। –૩. ૧૧. ૪-૫. 3 वसे गुरुकुले निच्चं जोगवं उवहाण । पियंकरे पियंवाई से सिक्खं लडुमरिहई ।। –૩. ૧૧. ૧૪. Page #248 -------------------------------------------------------------------------- ________________ રર૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સાથીનો સહવાસ'. આ સિવાય, વિદ્યાગ્રહમાં પાંચ પ્રતિબંધક કારણો પણ ગણાવવામાં આવ્યાં છે. એ કારણોને લીધે વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. તેનાં નામ આ મુજબ છે. અહંકાર, ક્રોધ, અસાવધાનતા (પ્રમાદ), રોગ અને આળસ. આ રીતે જે ઉપર્યુક્ત ગુણો ધરાવે છે તે શિક્ષા (જ્ઞાન) પ્રાપ્ત કરી શકે છે. જેનામાં આ ગુણો નથી ને (અવિનીત) શિક્ષા પ્રાપ્ત કરી શકતો નથી તેથી ગ્રંથમાં અવિનીત અને અબહુશ્રુતને જ્ઞાનહીન, અહંકારી, લોભી, ઈન્દ્રિયવશવર્તી અસંબદ્ધપ્રલાપી અથવા બહુ પ્રલાપી કહેવામાં આવે છે. આ સંપૂર્ણ વન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે વિનીત છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જે અવિનીત છે તે જ્ઞાનપ્રાપ્તિ માટે સર્વથા અયોગ્ય છે. તેથી ગ્રંથમાં વિનીત શિષ્યને પ્રાજ્ઞ, મેઘાવી, પંડિત, ઘર, બુદ્ધપુત્ર (મહાવીનો શિષ્ય), મોક્ષાભિલાષી, પ્રસાદપેક્ષી (મોક્ષ પ્રત્યે દષ્ટિ રાખનાર), સાધુ, વિગતભયબુદ્ધ (ભયથી રહિત બુદ્ધિમાન) વગેરે શબ્દોથી તથા અવિનીત શિષ્યને અસાધુ, અજ્ઞ, મન્દ, મૂઢ, બાલ, પાપદષ્ટિ, અબહુશ્રુત વગેરે શબ્દોથી સંબોધિત કરવામાં આવેલ છે. १ तस्सेव मग्गो गुरुविभुसेवा विवज्जणा बालजणस्स दूरा । सज्झायएंगतनिसेवणा य सुत्तत्थ संचितणया धिई य ।। आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्यबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ।। –૩. ૩૨. ૩-૪. २ अह पंचहि ठाणेहि जेहिं सिक्खा न लब्भई । थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ।। –૩. ૧૧. ૩. 3 जे यावि होइ निबिज्जे "अविणीए अवहुस्सुए । –૩. ૧૧. ૨. ૪ ૩. ૧. ૭, ૯, ૨૦-૨૧, ર૭, ર૯, ૩૭, ૩૯, ૪૧, ૪૫. ૫ ૩. ૧. ૨૮, ૩૭-૩૯; ૮. ૫; ૧૧. ૨; ૧ર. ૩૧. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ વિનયના પાંચ પ્રકાર : ગ્રંથમાં ગુરુ પ્રત્યે સમ્માન પ્રગટ કરવાના પાંચ પ્રકાર દર્શાવવામાં આવેલ છે'. ૧ ગુરુના આગમન વખતે ઊભા થવું (અભ્યુત્થાન), ૨ બન્ને હાથ જોડી નમસ્કાર કરવા (અંજલિકરણ), ૩ બેસવા માટે આસન આપવું (આસનદાન), ૪ સ્તુતિ (સમ્માન) કરવી (ગુરુભક્તિ) અને ૫ ભાવપૂર્વક સેવા ક૨વી (ભાવશુશ્રુષા). અવિનય તથા વિનયનું ફળ : ગ્રંથાનુસાર વિનીત અને અવિનીત શિષ્યનાં કર્તવ્યો આદિનું વર્ણન કરી, હવે અવિનીત અને વિનીત શિષ્યોને પ્રાપ્ત થનાર ફળ દર્શાવવામાં આવેલ છે. સર્વ પ્રથમ અવિનીત શિષ્યને મળતા ફળ વિષે જાવે છે : ૧. જે રીતે સડેલ કાનવાળી કૂતરીને દરેક ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે તેમ અવિનીત શિષ્યને પણ સર્વત્ર અપમાનિત કરી છાત્રાવાસમાંથી કાઢી મૂકવામાં આવે છેર. ૨. જેમ કોઈ અડિયલ બળદને ગાડીમાં જોડવામાં આવે પણ જો તે ચાલે નહીં તો તેને ચાબુકથી ફટકારવામાં આવે છે તેમ અવિનીત શિષ્ય ગુરુથી પ્રતાડિત થઈ દુ:ખી થાય છે. ૩. જ્ઞાનાદિને પ્રાપ્ત કરી શકતો નથી . ૪. જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થવાથી મુક્તિનો અધિકારી બનતો નથી . આનાથી વિરુદ્ધ, વિનીત શિષ્ય નીચે જણાવ્યા પ્રમાણેનું ફળ પ્રાપ્ત કરે છે : ૧ જુઓ પ્રકરણ ૫, વિનય-તપ २. जहा सुणी पूइकन्नी निक्कसिज्जई सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जई ॥ રત્નત્રય 3 खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई । असमाहिं च वेएइ तोत्तओ से य भज्जई ॥ ૪ જુઓ - ૫ જુઓ - પૃ. ૨૨૪. પા. ટિ. ૩. પૃ. ૨૮. પા. ટિ. ૩. ૧૩. ૧. ૪. ૧૩. ૨૭. ૩. Page #250 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ દેવ, મનુષ્ય વગેરે પાસેથી સર્વત્ર આદર પ્રાપ્ત કરે છે†. ૨ કીર્તિનો વિસ્તાર કરી, સહુનો આશ્રયદાતા બને છે. ૩ ગુરુ પ્રસન્ન થઈ તેને સમસ્ત જ્ઞાન આપે છે. ૪ સંદેહ-રહિત થઈ, તપ વગેરેનું સેવન કરી દિવ્ય જ્યોતિ પ્રાપ્ત કરે છે . ૫ જેમ સુશીલ બળદને ગાડીમાં જોડવામાં આવે ત્યારે સ્વયંને તથા માલિકને જંગલમાંથી બહાર લઈ જઈ સારા સ્થાને પહોંચાડે છે તે રીતે વિનીત શિષ્ય પણ પોતાનું અને બીજાનું કલ્યાણ કરે છે. ૬ મૃત્યુ પછી કાં તો મોક્ષ પ્રાપ્ત કરે છે અથવા શક્તિશાળી (ૠદ્ધિધારી) દેવ બને છે‘. ૨૨૬ ગુરુનાં કર્તવ્યો : ગ્રંથમાં ગુરુ પાસે આચાર્ય, બુદ્ધ, ગુરુ, પૂજ્ય, ધર્માચાર્ય, ઉપાધ્યાય, ભન્તે, ભદન્ત આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલ છે અને તે ઉપરથી ગુરુના ગુણોનો ખ્યાલ આવે છે. આ પ્રકારના ગુરુને વિનીત કે અવિનીત શિષ્ય મળે १ स दैवगंधव्वमणुस्सपूइए चइन्तु यदेहं मलपंकपुव्वयं सिद्ध वा हवइ सासए देवे वा अप्परए महिडिढए || २ नच्चा नमइ मेहावी लीए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा ॥ 3 पुज्जा जस्स पसीयंति संबुद्धा पुव्वसंयुया । पसन्ना लाभइस्संति विकसं अट्ठियं सुयं ॥ ४ स पुज्जसत्थे सुविणीयसंसए... महज्जुई पंचवयाई पालिया ૫ વળે વમાણસ.....સંસામે અવત્તર્ર | ૬ જુઓ - પા. ટિ. ૧ અને ૪ ૭ આચાર્ય -ઉ. ૮. ૧૩; ૧. ૪૦-૪૧, ૪૩; ૧૭.૪; ૨૭.૧૧ - ૧૩. ૧. ૪૮. ૩. ૧. ૪૫. —૩. ૧. ૪૬. બુદ્ધ - ૧.૮, ૧૭, ૨૭. ૪૦, ૪૨. ૪૬. ગુરુ - ૧. ૨. ૩. ૧૯-૨૦, ૨૬.૮. પૂજ્ય - ૧. ૪૬. ધર્માચાર્ય - ૩૬. ૨૬૬. ઉપાધ્યાય - ૧૪, ૪. - ભત્તે-ભદન્ત ૯. ૫૮; ૧૨-૩૦, ૨૦. ૧૧; ૨૩. ૨૨; ૨૬. ૯. ૨૯મું અધ્યયન ૧૩. ૧. ૪૭. ૧૩. ૨૭. ૨. Page #251 -------------------------------------------------------------------------- ________________ તો તેણે શું કરવું જોઈએ ? આ બાબતમાં, ગ્રંથમાં ગુરુનાં કર્તવ્યો નીચે મુજબ દર્શાવવામાં આવ્યાં છે : ૧ વિનીત શિષ્ય મળે તો ગુરુએ સ્પષ્ટ અને સરળ શબ્દોમાં પોતાની કમજોરી છુપાવ્યા વગર શિષ્યને યથાર્થ જ્ઞાન આપવું જોઈએ†. ૨ સારગર્ભિત પ્રશ્નોના જ ઉત્તર આપવા. અસંબંદ્ધ, અસારગર્ભિત અને નિશ્ચયાત્મક વાણી ન બોલવી. રત્નત્રય ૩ નિપુણ અને વિનીત શિષ્ય મળે એવી અભિલાષા સેવવી. એવા યોગ્ય શિષ્ય ન મળે તો નકામો શિષ્ય-પરિવાર વધાર્યા વગર એકલા ફરવું. ૪ ગુરુનો ઉપદેશ પાપનાશક, કલ્યાાકારક, શાંતિ અને આત્મશુદ્ધિ કરનારો હોય છે. માટે ઉપદેશ આપતી વખતે શિષ્યને પુત્ર-તુલ્ય ગણી તેના લાભને નજર સમક્ષ રાખવો ́. ૫ ઉપદેશનું પાલન ન કરે એવા શિષ્યને ઉપદેશ ન १ एवं विणयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं । पुच्छमाणस्स सीसस्स वागरिज्ज जहासुयं ॥ २ मुसं परिहरे भिक्खू न य ओहारिणी वए । भासादोसं परिहरे मायं व वज्जए सया || न लवेज्ज पुट्ठो सावज्जं न निरहं न सम्मवयं । अप्पणट्ठा परट्ठा वा उपयस्सन्तरेण वा ॥ उन वा लमज्जा निउणं सहायं गुणाहियं वा गुणओ समंवा । एगो वि पावाइ विवज्जयंतो विहरेज्ज पामेसु असज्जमाणो || ૬. ૨૭. ૧૪-૧૭. તથા જુઓ ४ जं मे बुद्धाणुसासन्ति सीएण फरसेण वा । मम ला भोत्ति पेहाए पयौ तं पडिस्सए || તથા જુઓ ―― ――――― ૨૨૭ પૃ. ૨૨૩, પા. ટિ. ૧. ૧૩. ૧. ૨૩. ૩. ૧. ૨૪-૨૫. ૧૩. ૩૨. ૫. -૩. ૧. ૨૭. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ઉતરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આપવો પણ વિનીત શિષ્યને જ ઉપદેશ આપવો. જેમ કે ચિત્તનો જીવ સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તીનો ઉપદેશ આપીને વિચારે છે કે મેં આને નકામો ઉપદેશ આપ્યો કારણ કે એની આના પર કોઈ અસર પડી નહિ. આમ ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનની પ્રાપ્તિ માટે શિષ્યના જે ગુણોને ઉલ્લેખવામાં આવ્યા છે તે બધાનો અંતર્ભાવ વિનમ્રતા, જિતેન્દ્રિયતા તથા જ્ઞાન પ્રાપ્તિ માટે ઉત્કટ-પ્રયત્નશીલતા આ ત્રણ ગુણોમાં થઈ શકે છે. આ ત્રણમાંથી વિનયગુણ શિષ્ય માટે સહુથી વધારે જરૂરી છે કારણ કે વિનમ્રતા જ્ઞાનપ્રાપ્તિ માટે આધારસ્તંભ છે. વળી, અવિનીતને જ્ઞાની બનવા છતાં પણ “અપંડિત' કહેવામાં આવ્યો છે. તથા વિનીતને “પંડિત' ગણવામાં આવેલ છે. ગ્રંથમાં વિનીત શિષ્યના જે ગુણોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે બધા, ગુરુના પૂર્વ અનુશાસનમાં રહેવા, ગુરુની માનપૂર્વક સેવા કરવા, હિત-મિત-પ્રય બોલવા તથા સંકેતમાત્રથી તદનુકૂળ આચરણ કરવારૂપ છે. આ ગુણોથી રહિત સ્વચ્છન્દ વિચરણ કરનાર જે. ઉદંડછત્ર છે તે બધા અવિનીત છે અને જ્ઞાનપ્રાપ્તિ માટે બધી રીતે અયોગ્ય છે. આ ઉપરાંત વિનીત વિદ્યાર્થીએ જ્ઞાનની પ્રાપ્તિ થાય તો પણ વિનયનો ત્યાગ ન કરવો જોઈએ કારણ કે વિનય જ સર્વ પ્રકારની સફળતાનો મૂળ આધાર છે. ગ્રંથનો પ્રારંભ પણ વિનય અધ્યયનથી કરવામાં આવ્યો છે. વળી, વિનય અને ગુરુસેવાને પૃથક-પૃથક તપના રૂપમાં પણ સ્વીકારવામાં આવેલ છે અને તે ઉપર આગળ જતાં વિચારવામાં આવશે. આવા વિનીત અથવા યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરીને ગુરુનું પણ કર્તવ્ય બની રહે છે કે તેણે તેની સાથે પુત્રવતું વ્યવહાર કરવો જોઈએ તથા પોતાનું સમસ્ત જ્ઞાન તેને દેવું જોઈએ. જ્ઞાનનું મહત્ત્વ પ્રગટ કરવા માટે ગ્રંથમાં ગુરુની મહત્તા ઉપર ઘણો ભાર મૂકવામાં આવેલ છે. સમ્યફચારિત્ર (સદાચાર) આચાર એવી બાબત છે કે જેના દ્વારા વ્યક્તિ મહાનમાંથી મહાન અને હલકામાં હલકી બની શકે છે. સદાચાર વ્યક્તિને નીચેથી ઉપર ઉઠાવી ઉચ્ચ १. मोहं कओ एत्तिउ विपलावो गच्छामि रायं आमंतिओ सि । –૩. ૧૩. ૩૩. Page #253 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય રર૯ સિહાસન ઉપર બેસાડે છે અને દુરાચાર ઉચ્ચ સિંહાસન ઉપરથી ઉઠાવી નીચે ખાડામાં ધકેલી દે છે, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા છતાં પણ જો વ્યક્તિમાં સદાચારની ભાવના ન હોય તો તેનાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાર્યસાધક બની ન શકે કારણ કે તે બંનેનું પ્રયોજન વ્યક્તિને સદાચારમાં પ્રવૃત્ત કરવાનું છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વાંચેલા વેદ વ્યક્તિની રક્ષા કરી શકતા નથી. હવે પ્રશ્ન એ થાય કે સદાચાર એટલે શું ? જો સદાચાર વિષે સામાન્યરૂપે એક જ વાક્યમાં કહેવાનું હોય તો કહી શકાય કે બીજાની સાથે આપણે એવો જ વ્યવહાર કરવો જોઈએ જેવો આપણે બીજા પાસેથી સ્વયં પ્રતિ ઈચ્છતા હોઈએ. આ સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખીને જ સદાચારને ગ્રંથમાં અહિંસાના વરૂપે વ્યક્ત કરવામાં આવેલ છે તથા આ અહિંસાની સાથે સત્ય, અચૌર્ય, પ્રહ્મચર્ય અને અપરિગ્રહ (ધન-સંપતિનો ત્યાગ) આ અન્ય ચાર આચારપરક નિયમોને જોડી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, જેટલા નિયમ તથા ઉપનિયમ દર્શાવવામાં આવ્યા છે તેનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે, તે બધા આ પાંચ વ્રતોની જ પૂર્ણતા અને ખામીરહિતતા માટેના છે. જેમ જેમ આ વ્રતોના પાલનથી સદાચારમાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ વ્યક્તિ વીતરાગતા પ્રત્યે આગળ ધપતી જાય છે. જેમ જેમ વીતરાગતા પ્રત્યે તે અગ્રેસર બને છે તેમ તેમ પૂર્વબદ્ધ-કર્મ પણ આત્માથી પૃથક્ થતાં જાય છે અને જેમ જેમ પૂર્વબદ્ધ-કર્મ આત્માથી પૃથક્ થતાં જાય છે તેમ તેમ આત્મા નિર્મળતર અવસ્થાને પ્રાપ્ત કરીને મુક્તિને પ્રાપ્ત કરી લે છે. १ वेया अहीया न हवंति ताणं । –૩. ૧૪. ૧૨. पसुबन्धा सव्वेया जटुं च पावकम्पुणा । न तं तायंति दुस्सीलं कम्माणि बलवंति हि ॥ –૩. ૨૫. ૩. २ चारित्तमायार गुणत्रिए तओ अणुत्तरं संजम पालियाणं । निरासवे संखवियाण कम्पं उवेइ ठाणं विउलुत्तमं धुवं ॥ –૩. ૨૦. પર. તથા જુઓ – ઉ. ૨૮. ૩૩; ૨૯. ૫૮, ૬૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સમ્યચારિત્રના પ્રમુખ પાંચ પ્રકારો : ચારિત્રના વિકાસક્રમને દષ્ટિમાં રાખીને સદાચારને પાંચ વિભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે : ૨૩૦ ૧ અશુભાત્મક પ્રવૃત્તિને રોકીને સમતાભાવમાં સ્થિર થવું. (સામાયિક ચારિત્ર), ૨ પહેલાં લીધેલાં વ્રતોને ફરીથી લેવાં (છેદોપસ્થાપના ચારિત્ર), ૩ આત્માની વિશેષ શુદ્ધિ માટે તપશ્ચરણ કરવું (પરિહારવિશુદ્ધિ ચારિત્ર), ૪ સંસારના વિષયોમાં રાગનું પ્રમાણ અતિઅલ્પ થવું (સૂક્ષ્મ સંપરાય ચારિત્ર) અને ૫ પૂર્ણ વીતરાગી થવું (યથાખ્યાત ચારિત્ર) તેનાં સ્વરૂપ વગેરે આ પ્રમાણે છે : ૧ સામાયિક ચારિત્ર : સમતાભાવમાં સ્થિત થવા માટે પાપાત્મક (હિંસાત્મક) પ્રવૃત્તિઓને રોકીને અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવું. આ સદાચારની પ્રથમ અવસ્થા છે. સદ્ગૃહસ્થનો સદાચાર પણ આ કોટિમાં આવે. સામાજિક સદાચાર-પરક જેટલા નિયમ-ઉપનિયમ છે તે બધાનો સમાવેશ આ ચારિત્રમાં થઈ જાય છે. વાસ્તવિક રીતે, સામાયિક ચારિત્રનો પ્રારંભ સાધુધર્મમાં દીક્ષા લીધા પછી શરૂ થાય છે કારણ કે સામાયિક ચારિત્ર વગેરે જે ચારિત્રના પાંચ પ્રકારો પાડવામાં આવ્યા છે તે બધા સાધુના આચારની અપેક્ષાએ પાડેલા છે. માટે સાધુ બનતાં પહેલાં જે અહિંસાત્મક સદાચાર છે તે પણ સામાયિકચારિત્રની પૂર્વ-પીઠિકરૂપ હોવાથી એની અંદર સમાવિષ્ટ થાય છે. ૨ છેદોપસ્થાપના ચારિત્ર : છેદનો અર્થ થાય ભેદન કરવું અથવા છોડી દેવું. ઉપસ્થાપના એટલે પુનઃગ્રહણ કરવું. અર્થાત્ સામાયિક ચારિત્રનું પાલન કરતી વખતે લીધેલ અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોને પુનઃ જીવનપર્યંત વિશેષરૂપે १. सामाइयस्थ पढमं छेदोवट्ठापणं भवे वीयं । परिहारविसुद्धीयं सुहुमं तह संपरायं च ॥ अकसायमहक्खायं छउमत्यस्स जिणस्स वा । एयं चयरित्तकरं चारित्तं हौइ आहियं ॥ -૩. ૨૮. ૩૨-૩૩. Page #255 -------------------------------------------------------------------------- ________________ Sત્રય ૨૩૧ ગ્રહણ કરવાં. જ્યારે અહિંસાદિ નૈતિક-વતોને ફરીથી ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તેનું વિશેષ સાવધાનીથી પાલન કરવું પડે છે, તેમાં સાધક પ્રથમ ગ્રહણ કરેલ વ્રતોનું છેદન કરી પુનઃ ઉપસ્થાપના કરે છે. માટે તેને છેદોપસ્થાપના ચારિત્ર કહેવામાં આવે છે. આ સદાચારની બીજી અવસ્થા છે. ૩ પરિહારવિશુદ્ધિચારિત્ર એક વિશિષ્ટ પ્રકારના તપશ્ચરણ દ્વારા આત્માની વિશેષ શુદ્ધિ કરવી એને પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવામાં આવે છે. ચારિત્ર તાપ્રધાન હોવાથી આ પરિહારવિશુદ્ધિ ચારિત્રને સ્વીકારવામાં આવેલ છે. આ ચારિત્રની ત્રીજી અવસ્થા છે. ૪ સૂક્ષ્મસંપરાય ચારિત્ર : આ ચારિત્રની ચતુર્થ અવસ્થા છે. આ અવસ્થા સુધી પહોંચતાં સાધકને સાંસારિક વિષયો પ્રત્યે બહુ જ સ્વલ્પ રાગ-બુદ્ધિ રહે છે અને બધા કષાય શાંત પડે છે. સૂક્ષ્મ સંપરાયનો અર્થ “સ્વભેચ્છાની ધારા વહેતી રહેવી' એવો થાય છે. અર્થાત્ આ અવસ્થામાં સ્વલ્પ રાગની ધારા ચાલુ રહેતી હોવાથી કર્મોનું થોડું થોડું અસ્તિત્વ ટકી રહે છે. ૫ યથાપ્યાત ચારિત્ર : આ ચારિત્રની અંતિમ અવસ્થા છે. જ્યારે સ્વલ્પરાગનો પણ અભાવ થઈ જાય છે ત્યારે આ પ્રકારના ચારિત્રની પ્રાપ્તિ થાય છે. અહીં રાગનો અભાવ એટલે સર્વથા તેનો ક્ષય થાય છે એમ માનવાનું નથી પરંતુ, તેની ઉપશાન્ત અવસ્થા પણ સમજવાની છે. તેથી આ ચારિત્રને ધારનાર સર્વજ્ઞ ૧ તપની વિધિ : જ્યારે કોઈ નવ સાધુઓ કોઈ એક તપને સાથે મળીને ૧૮ માસ સુધી કરે છે ત્યારે તેમાંથી ચાર સાધુઓ છ માસ સુધી તપ કરે છે, અન્ય ચાર તેની સેવા કરે છે તથા બાકીનો એક સાધુ નિરીક્ષક (વામનાચાર્ય) થાય છે. છ માસ પછી સેવા કરનાર ચારેય સાધુ તપ કરે છે અને તપ કરનારા ચારેય સાધુઓ તેની સેવા કરે છે. આમ પુનઃ છ માસ વીતી જતાં વામનાચાર્ય છ માસ સુધી તપ કરે છે તથા અન્ય આઠ સાધુઓમાંથી કોઈ એક વામનાચાર્ય બની જાય છે અને બાકીના બધા તેની સેવા કરે છે. આમ આ અઢાર માસના તપની એક વિધિ છે. જુઓ - ઉ. પા. ટિ. પૃ. ૧ર૪૨. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન (જિન)ની જેમ અસર્વજ્ઞ (છદ્મસ્થ-જે પૂર્ણ જ્ઞાની નથી)નો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. આ ચારિત્રને ધારણ કરનાર જિનોપદિષ્ટ ચારિત્રનું જિને કહ્યું હોય તે રીતે પાલન કરે છે તેથી તેને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. આ પૂર્ણ વીતરાગતાની અવસ્થા છે. આ યથાખ્યાત ચારિત્રની પૂર્ણતા થતાં (ચરમાવસ્થામાં) બધાં કર્મો નાશ પામે છે અને ત્યારે સાધક સર્વ પ્રકારનાં દુ:ખોનો અંત લાવીને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે. આ રીતે, સદાચારના આ પ્રકારોને તપાસતાં પ્રતીત થાય છે કે તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. આ સદાચાર અહિંસાની ભાવનાથી શરૂ થાય છે અને પૂર્ણ વીતરાગતાની અવસ્થામાં સંપૂર્ણતાને પામે છે. આ સદાચારના પ્રકારોમાં સંસારના વિષયો પ્રત્યેની રાગની ભાવના ઉત્તરોત્તર ઘટતી જાય છે. વીતરાગતાને સદાચારની પરાકાષ્ઠા તરીકે સ્વીકારેલ હોવાથી “ચગ'ની હીનાધિકતાના આધારે આ ચારિત્રવિભાજન કરવામાં આવેલ છે. જૈન દર્શનમાં રાગની હીનાધિકતાને લક્ષમાં લઈ, અન્ય પ્રકારે પણ જીવની ચોદ અવસ્થાઓ (ગુણસ્થાન) દર્શાવવામાં આવેલ છે, તેમાં જીવના નિમ્નતમ આચારથી માંડી ઉચ્ચતમ આચાર સુધીના વિકાસ-ક્રમને આધ્યાત્મિક પ્રક્રિયા દ્વારા સમજાવવામાં આવેલ છે. જેને સંસારના વિષયોમાં સહુથી વધુ રાગ હોય છે તે સહુથી નિમ્નકોટિની વ્યક્તિ છે અને જેને સંસારના વિષયોમાં સહુથી ઓછો રાગ (અથવા રાગનો અભાવ) છે તે સહુથી ઊંચી કોટિની વ્યક્તિ છે. સામાયિક આદિ પાંચ પ્રકારના ચારિત્રથી આ અવસ્થાઓ સર્વથા ભિન્ન નથી પણ તેમનો જ અહીં ચૌદ અવસ્થામાં વિસ્તાર કરવામાં આવેલો છે. તેમાં એ ૧ જુઓ – પૃ. ર૩૦. પાટ. ટિ. ૧. २ चारित्तपज्जवे विसोहित्ता अहक्खायचरित्तं विसोहेइ । अहक्खायचरित्तं विसोहित्ता चत्तारि कम्मसे खवेइ । तओं पच्छा सिज्झइ, बुज्जइ, मुच्चइ, परिनिव्वयाइ, सव्वदुक्खाणमंत –૩. રૂ. ૧૮, તથા જુઓ - ઉ. ૩૧. ૧, પૃ. રર૯. પાટ. ટિ. ૨. Page #257 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૩૩ દર્શાવવામાં આવ્યું છે કે જીવ કયા પ્રકારે ઘીરે ધીરે ચારિત્રનો વિકાસ કરતાં કરતાં નીચી કોટિમાંથી ઊંચી મોક્ષગામી કોટિ તરફ આગળ ધપે છે ૧ જીવોના આધ્યાત્મિક વિકાસક્રમની ચોદ અવસ્થાઓ (ગુણસ્થાન જીવસ્થાન) આ પ્રમાણે છે : ૧ મિથ્યા દષ્ટિ : સંસારાસક્ત થઈ અધાર્મિક જીવન ગાળનાર. ૨ સાંસાદન : ધાર્મિક જીવનમાંથી અધાર્મિક જીવનમાં પાડનાર અર્થાતુ હજી જે મિથ્યાષ્ટિ નથી પણ મિથ્યાષ્ટિ થવાનો છે. ૩ સમ્યકત્વ મિથ્યાષ્ટિ (મિશ્ર) : કંઈક અંશે ધાર્મિક અને કંઈક અંશે અધાર્મિક જીવન જીવનાર. ૪ અવિરત સમ્યગ્દષ્ટિ : સામાન્ય ગૃહસ્થનું જીવન જે હજી સંસારના વિષયોથી વિરક્ત થયેલ નથી. ૫ વિરતાવિરત (દેશવિરત) : સાંસારિક વિષયોમાંથી અંશત: વિરત અને અંશતઃ અવિરત ગૃહસ્થ. ૬ પ્રમતસંયત : નવદીક્ષિત સાધુ જે સંસારના વિષયોમાંથી સર્વવિરતતો છે પણ ક્યારેક ક્યારેક પ્રમાદી બની જાય છે. ૭ અપ્રમત્તસયત : પ્રમાદરહિત થઈ સદાચારનું પાલન કરનાર. તે પછી આગળ વધવાની બે શ્રેણિયો છે : (ક) ઉપશમશ્રેણી (જેમાં મોહનીય કર્મ ભમાચ્છન્ન અગ્નિની જેમ દબાયેલ રહે છે અને પછી સમય આવતાં ઉદય પામે છે જેથી તે જીવનું નીચે તરફ પતન થાય છે) અને (ખ) ક્ષપક શ્રેણી (જેમાં સદા માટે કર્મોને નષ્ટ કરી દેવામાં આવે છે અને જીવ આગળ પ્રગતિ કરતો રહે છે). ઉપશમ શ્રેણી આઠમા ગુણસ્થાનથી માંડી અગિયારમા ગુણસ્થાન સુધી જ છે તથા ક્ષપક શ્રેણી અંત સુધી છે. તેનાં નામોમાં કોઈ ભેદ નથી માત્ર મોહનીય કર્મને ઉપશમ કે ક્ષમની અપેક્ષાએ જ ભેદ પાડેલ છે. ક્ષપક શ્રેણીવાળા દસમા ગુણસ્થાન પછી સીધા બારમા ગુણસ્થાનમાં પહોંચી જાય છે. ૮ નિવૃત્તિ બાદર (અપૂર્વકરણ) સ્થૂળ કષાયોના ઉપશમ કે ક્ષમને પ્રાપ્ત થયેલ જીવની સ્થિતિ. આ અવસ્થાની પ્રાપ્તિ પહેલાં ક્યારેય ન થઈ હોવાથી તેને “અપૂર્વકરણ” પણ કહેવામાં આવે છે. ૯ અનિવૃત્તિ બાદર (અનિવૃત્તિકરણ) : અપ્રત્યાખ્યાનવાસી (સ્થળ કરતાં કંઈક સૂક્ષ્મ) કષાયો અને નોકષાયોના ઉપશમ કે વિનાશથી પ્રાપ્ત જીવની સ્થિતિ. ૧૦ સૂક્ષ્મ સંપરાય : જેને અત્યંત સૂક્ષ્મ કષાય માત્ર રહેલા હોય છે એવા જીવની સ્થિતિ. ૧૧ ઉપશાન્ત-મોહ : જેણો બધા મોહનીય કર્મોનો ઉપશમ કરેલ છે એવા જીવની Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ચારિત્રના વિભાજનનો બીજો પ્રકાર : સદાચારનું પાલન કરનાર ગૃહસ્થ અને સાધુની દષ્ટિએ ગ્રંથમાં અન્ય રીતે પણ ચારિત્રનું વિભાજન કરવામાં આવેલ છે. તેને ગૃહસ્થાચાર અથવા સાધ્વાચારના નામે પણ વ્યક્ત કરવામાં આવેલ છે. આ પ્રકારના વિભાજનનો અર્થ એવો નથી કે ગૃહસ્થાચાર અને સાધ્વાચાર એક બીજાથી પૃથ-પૃથક્ છે પરંતુ, ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે. ગૃહસ્થ સામાજિક અને કુટુંબ સંબંધી કાર્યો કરે છે જ્યારે સાધુ અહિંસાદિ પાંચ પ્રકારોનું સ્થૂળરૂપે પાલન કરે છે. જ્યારે સાધુ તે અહિંસાદિ વ્રતોનું સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પાલન કરે છે. ગૃહત્યાગી સાધુનો સમાજ કે કુટુંબ સાથે કોઈ ખાસ સંબંધ રહેતો નથી. એ સ્થિતિ (આ ગુણસ્થઆન માત્ર ઉપશમ શ્રેણીવાળા જીવને જ હોય છે). ૧ર ક્ષણ-મોહ : જેણે સંપૂર્ણ મોહનીય કર્મોને હંમેશ માટે નષ્ટ કરેલ છે. ૧૩ સયોગકેવલી : જે મન-વચન-કાયની ક્રિયા યોગ)થી મુક્ત છે એવા કેવળજ્ઞાની (જીવન્મુક્ત)જીવનની સ્થિતિ અને ૧૪ અયોગ-કેવલીઃ બધા પ્રકારની ક્રિયાઓથી રહિત કેવલજ્ઞાની (જીવન્મુક્ત)ની ચરમાવસ્થા. જીવની આ ચૌદ અવસ્થાઓમાંથી મિથ્યાદષ્ટિ બધાથી નીચી કોટિવાળા આચારવાળી વ્યક્તિ છે. તથા અયોગ-કેવલી સર્વોચ્ચ સદાચાર સંપન્ન જીવ છે. તેમાં ઉત્તરોત્તર સંસારના વિષયોમાંથી મમત્વ (મોહ) ઘટતું ગયેલું હોય છે. વસ્તુતઃ સદાચારનો વિકાસ ચોથી અવસ્થાથી શરૂ થાય છે અને ક્ષીણામોહની અવસ્થામાં પૂર્ણ થઈ જાય છે. અંતિમ બે અવસ્થાઓ મન-વચન-કાયની ક્રિયા (યોગ)થી સહિત તથા રહિત એવા બે પ્રકારના જીવન્મુક્તોની છે. આ રીતે સામાયિક ચારિત્ર કથંચિત્ ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં છે, દોષ સ્થાપના ચારિત્ર છઠ્ઠા અને સાતમામાં, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર આઠમા અને નવમામાં, સૂક્ષ્મસંપરાય ચારિત્ર દસમામાં અને યથાખ્યાત ચારિત્ર અગિયારમાથી અંત સુધીમાં પ્રાપ્ત થાય છે. છેવટની બે અવસ્થાઓનું વર્ણન “મુક્તિના પ્રકરણમાં કરવામાં આવશે. हुमो समवा समवाय १४; गोमाट्टसार जीवकाण्ड, परिच्छेद १. Page #259 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય જ અવસ્થા (સાધ્વાચાર) પ્રત્યે પહોંચવાનો ઉદ્દેશ્ય ગૃહસ્થનો પણ હોય છે, પરંતુ ગૃહસ્થ ઉપર ગૃહસ્થીનો ભાર હોવાથી તે એ અવસ્થા સુધી પહોંચવામાં અસમર્થ હોવા છતાં અહિંસાદિ વ્રતોનું સ્થૂળરૂપે પાલન કરે છે. ગૃહસ્થાચાર : જે સાધ્વાચારનું પાલન કરવામાં અસમર્થ છે તેમને જ ગૃહસ્થ-ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ચિત્તનો જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તીને કહે છે, ‘હે રાજન, જો તમે ભોગોને ત્યાગવામાં (સર્વવિરતિરૂપ સાધુધર્મ સ્વીકારવામાં) અસમર્થ હો તો ગૃહસ્થોચિત આર્ય-કર્મ (સદાચાર) કરો તથા ધર્મમાં સ્થિત થઈ સમગ્ર પ્રજા ઉપર અનુકંપા કરવાવાળા થાવ.’↑ અહીં ગૃહસ્થનો આચાર ‘આર્ય-કર્મ’ તથા ‘દયા' છે એમ કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત ગ્રંથમાં ગૃહસ્થના ૧૧ નિયમો (પ્રતિમાઓ) તથા સમ્યકત્વનું પાલન કરવાનો ઉલ્લેખ મળે છે?. નમિ-પ્રવ્રજ્યા નામના અધ્યયનમાં ઈન્દ્ર ગૃહસ્થધર્મમાં સ્થિત વ્યક્તિને ‘ઘોરાશ્રમી’ કહે છે કારણ કે ગૃહસ્થ ઉપર બીજા બધા આશ્રમવાસીઓ તથા કુટુમ્બ વગેરેનો ભાર રહે છે અને તેને સહુનું પાલનપોષણ કરવું પડે છે. આથી અન્ય આશ્રમો કરતાં ગૃહસ્થાશ્રમને અતિ કઠિન ગણવામાં આવેલ છે. १. जड़ तंसि भोगे चइउं असतो अज्जाई काचाई करेइ रायं । घम्मे ठिओ सव्वपाणुकंपी तो होहिसि देवो इओ विउव्वो । તથા જુઓ સાર ધર્મામૃત ૨. ૧. २ अगारि सामाइयंगाई सड्डी काएण फासए । पोसहं दुहंओ पक्खं एगरायं न हवाए ॥ उवासगाणं पडिमासु से न अच्छइ मंडले | ૨૩૫ --૩. ૧૩, ૩૨. ૩. ૧૪. ૨૬-૨૭; ૨૨. ૩૮; ૩૫ાસવા, ૧. ૧૨; 3 घोरासमं चइताणं अनं पत्थेसि आसमं । इहेव पासहरओ भवाहि मणुयाहिवा || -૩. ૫. ૨૩. ૩. ૩૧. ૧૧. ૧૩. ૮. ૪૨. Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ગૃહસ્થ માતા-પિતા વગેરે પરિવારની સાથે પોતાનાં ઘરમાં રહે છે, સાધુઓની ભોજન પાન વગેરેથી સેવા કરે છે અને સ્થૂળરૂપે અહિંસાદિ ધાર્મિક નિયમોનું પાલન કરે છે. તેથી તેને ગ્રંથમાં ગૃહસ્થ, સાગાર, ઉપાસક, શ્રાવક, અસંયત આદિ શબ્દોથી સંબોધિત કરવામાં આવેલ છે. ગૃહસ્થની જે અગિયાર પ્રતિમાઓનો ગ્રંથમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે તેમાં ગૃહસ્થના આચાર-સંબંધી ઉપવાસ, દયા, દાન વગેરે બધાં વ્રતનો સમાવેશ થઈ જાય છે. ટીકા ગ્રંથો તથા ગૃહસ્થાચારના પ્રતિપાદક ગ્રંથોને જોવાથી માલૂમ પડે છે કે ગૃહસ્થ આ અગિયાર પ્રતિમાઓ (નિયમો)ને ક્રમશ: ધારણા કરતાં કરતાં આગળ વધે છે. આગળ-આગળની પ્રતિમાને ધારણ કરનાર ગૃહસ્થ પાછલી પ્રતિમાઓના બધા નિયમોનું પાલન કરતાં કરતાં સાધ્વાચાર તરફ ધપવાનો નિરંતર પ્રયત્ન કરી રહે છે. દિગંબર-પરંપરામાં પણ આ પ્રકારની ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ ગણાવવામાં આવી છે. જો કે તેના ૧ જુઓ પૃ. ર૩૫, પા. ટિ. ર-૩, ઉ. ર૧. ૧-૨, ૫; ર૬. ૪૫. ૨ ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ આ પ્રમાણે છે : ૧ દર્શન : જિનોદિષ્ટ તત્ત્વોમાં વિશ્વાસ. ૨ વ્રત : અહિંસાદિ બાર વ્રતોનું પાલન કરવામાં પ્રયત્નશીલ થવું. તે અહિંસાદિ બાર વ્રત આ પ્રમાણે છે : ધૂળ રૂપે અહિંસાનું પાલન કરવું, સત્ય બોલવું, ચોરી ન કરવી, પરસ્ત્રીસેવન ન કરવું, ધન વગેરેનો અધિક સંગ્રહ ન કરવો, ચારેય દિશામાં ગમનાગમન સંબંધી સીમા નિર્ધારિત કરવી, ભોગ્ય અને ઉપભોગ્ય વસ્તુઓના સેવનની મર્યાદા બાંધવી, સર્વદા અનુપયોગી વસ્તુઓ તથા ક્રિયાઓનો ત્યાગ કરવો, પ્રાત: સાયં તથા મધ્યાહન સમયે આત્મગુણોનું ચિંતન કરતા રહી સમતાભાવમાં સ્થિર થવું (સામાયિક), દેશ તથા નગરમાં પરિભ્રમણની સીમા નક્કી કરવી, માસમાં બે વાર કે ઓછામાં ઓછું એક વાર ઉપવાસ કરવો (પ્રોષધ) અને આગન્તુક દીનદુઃખી કે સાધુ વગેરેની પોતાની શક્તિ અનુસાર દાનાદિથી સેવા કરવી. આમાંથી પ્રથમ પાંચને અવ્રત કહેવાય છે કારણ કે તેમાં અહિંસાદિ પાંચ મહાવ્રતોનું ધૂળ રૂપે પાલન કરવાનું હોય છે. આત્મવિકાસ માટે મૂળભૂત તથા ગુણરૂપ હોવાથી શ્વેતાંબર પરંપરામાં તેને “મૂલગુણા' કહેવામાં આવે Page #261 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૩૭ ક્રમ, નામ અને અર્થમાં થોડો ફેરફાર જોવા મળે છે પરંતુ બન્નેનો ઉદ્દેશ્ય એક છે – આત્મવિકાસ કરતાં કરતાં સર્વવિરતિરૂપ સાધ્વાચારની અવસ્થા પ્રાપ્ત કરવી. ગૃહસ્થાચાર પાલન કરવાનું ફળ ઃ આ પ્રકારના ગૃહસ્થધર્મનું પાલન કરનાર વ્યક્તિ જે ફળને પ્રાપ્ત કરે છે તે તેના આત્મવિકાસની હીનાધિકતા ઉપર આધારિત છે. માટે ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જે ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે તે મનુષ્ય જન્મથી માંડી દેવ અથવા મુક્ત અવસ્થાને પણ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત બાકીનાં સાત વ્રત અહિંસાદિવ્રતોની રક્ષા કરવા માટે છે જે ગુણવ્રત” અથવા “શિક્ષાવ્રત'ના નામે વ્યક્ત થયેલ છે. આ બાર વ્રત આગળની પ્રતિમાઓની દઢતામાં સહાયક-કારણ બને છે. ૩ સામાયિક : સામાયિકવ્રતનું દઢતાથી પાલન કરવું, ૪ પ્રોષધ : પ્રોષધવ્રતનું દઢતાથી પાલન કરવું ૫ નિયમ : રાત્રિભોજન-ત્યાગ વગેરે ખાસ નિયમો લેવા. ૬ બ્રહ્મચર્ય : પૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૭ સચિતવિરત : કંદમૂળ વગેરે લીલી વનસ્પતિનો ત્યાગ કરવો. ૮ આરંભવિરત : જેમાં જીવોની હિંસા થાય એવી સાવઘ (પાપાત્મક) ક્રિયાઓ પોતે ન કરવી. ૯ પૃષારંભવિરત : બીજાને પણ ગૃહસ્થી સંબંધી સાવઘક્રિયાઓ કરવામાં પ્રેરિત ન કરવા. ૧૦ ઉદ્દિષ્ટ ભક્તવિરત : પોતાને માટે બનાવવામાં આવેલ ભોજનાદિ ન ખાવાં અથવા ગૃહસ્થીના કાર્યોની અનુમોદના ન કરવી અને ૧૧ શ્રમણભૂત ઃ જૈન સાધુની જેમ આચરણ કરવું. આ પ્રતિમાધારી ગૃહસ્થ અને સાધુમાં એટલું અંતર છે કે આ પ્રતિમાપારી સ્વ-કુટુંબીજનોને ત્યાંથી જ આહારાદિ લે છે જ્યારે સાધુ સ્વ-કુટુંબ સાથેના પૂર્ણ મમત્વને છોડીને સર્વત્ર વિચરણ કરે છે અને બધી જગાએથી આહાર સ્વીકારે છે. જુઓ દશાશ્રુતસ્કન્દ, દશા ૬-૭; ... સમવાય ૧૧; ઉપાશાં પૃ. ૧૧૫-૧૨૨; નૈન-યોગ (બાર-વિયિમ્સ), પૃ. ૧૧. ૫૬. ૧ દિગંબર : પરંપરામાં ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ ક્રમશ: આ મુજબ છે : દર્શન, વ્રત, સામાયિક, પ્રૌષધ, સચિત્તવિરત, રાત્રિભોજન વિરત, બ્રહ્મચર્ય, આરંભત્યાગ, પરિગ્રહ વિરત, અનુમતિ વિરત તથા ઉદ્દિષ્ટ વિરત. જુઓ : જૈનાચાર ડૉ. મોહનલાલ મહેતા. પૃ. ૧૩૦. Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શકે છે. ગૃહસ્થ અને સાધુના આચારમાં ભેદનું કારણ વીતરાગતા ગૃહસ્થધર્મનું પાલન કરવાથી જે ફળ મળે છે તે મુક્તિનું છે એમ દર્શાવવામાં આવ્યું છે પણ તે સાક્ષાત્ ફળનો સંભવ નથી કારણ કે સિદ્ધાન્ત એવો છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી થતી ત્યાં સુધી મુક્તિ મળી શકે નહીં. એ સંભવ ખરો કે ગૃહસ્થ મૃત્યુના સમયે સંસારના વિષયોથી પૂર્ણ વીતરાગી થઈ જશે ત્યારે તે વસ્તુત: ગૃહસ્થ નહીં રહે. તેથી ગ્રંથમાં સાધુનું સ્વરૂપ દર્શાવતાં લખેલ છે કે જે બાલભાવને છોડી અબાલભાવને ધારણ કરે છે તે સાધુ છે. જે સંસારાસક્ત છે તે બાળ (મૂર્ખ) છે અને જે નિરાસક્ત છે તે અબાલ (પંડિત) છે. માત્ર શિર મુંડાવવાથી શ્રમણા, ઓમકારનો જાપ જપવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ અને કુશ ધારણ કરવાથી તપસ્વી બની શકાય નહીં પરંતુ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપ કરવાથી તપસ્વી થવાય છેૐ. આ ઉપરાંત અંતરંગ શુદ્ધિના અભાવે બાહ્યશુદ્ધિ (બાહ્યલિંગ) ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન १. वेमायाहिं सिक्खाहिं जै नरा गिहिसुव्वया । उवेति माणुस जोणि कम्मसच्चा हु पाणिणो । - તથા જુઓ ઉ. ૫. ૨૪ ; પૃ. ૨૪; પૃ. ૨૩૫, પા. ટિ. ૧-૨. ૨ વિશેષ માટે જુઓ પ્રકરણ ૭. 3 तुलिया न बालमावं अबालं चेव पंडिए । चइऊण बालभावं अबालं सेवए मुनि || न यि मुण्डिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो || समयाए समणो होइ बंभवेरेण बंभणो । नाणेण य मुणी होई तवेण होइ तावसो || जं मग्गहा बाहिरयं विसोहि न तं सुइद्धं कुसला वयंति । ૧૩. ૭. ૨૦. ૩. ૧. ૩૦. –૩. ૨૫-૩૧-૩૨. --૩. ૧૨. ૩૮. Page #263 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય પોલી મુઠી, ખોટા સિક્કા અને કાચના માિની જેમ સારહીન છે'. જેમ પીધેલું અતિતીવ્ર વિષ, ઉલટું પકડેલ હથિયાર અને અવશીકૃત મંત્રાદિનો પ્રયોગ પોતાને મટે વિધાતક બને છે તે રીતે બનાવટી સાધુ ગળું કાપનાર શત્રુ કરતાં પણ વધારે સ્વયંનું અનિષ્ટ કરી પશ્ચાતાપને પામે છે અને નકાદિ યોનિઓમાં જન્મ-મરણ પ્રાપ્ત કરે છે. તેથી કહેવામાં આવ્યું છે કે સંયમહીન સાધુ કરતાં સંયમી ગૃહસ્થ શ્રેષ્ઠ છે. આ રીતે ગૃહસ્થના બધા આચાર સાધ્વાચારની પ્રારંભિક અવસ્થા સ્વરૂપ છે. ગૃહસ્થ ગૃહસ્થીમાં રહીને સામાજિક કાર્યો કરીને અહિંસાદિ બધા નિયમોનું સ્થૂળ રીતે પાલન કરે છે અને તેનું સાધુ વિશેષરૂપે (સૂક્ષ્મતાથી) પાલન કરે છે. અનુશીલન આ પ્રકરણમાં સંસારના દુઃખોમાંથી નિવૃત્તિ પ્રાપ્ત ક૨વાના અને અવિનશ્વર સુખની પ્રાપ્તિના આધ્યાત્મિકમાર્ગનું વર્ણન કરવામાં આવેલ છે. જે રીતે, કોઈ १. पुल्लेव मुट्ठी जह से असारे अयंतिए कूडकहावणे वा ।। राढामणी वेरुलियप्पगासे अमहग्धए होइ हु जाणासु ॥ २ विसं तु पीयं जह कालकूडं हणाइ सत्यं जह कुग्गहीयं । एसो वि घम्मो विसओववन्त्रो हणाइ वेयाल इवाविवनो || ૨૩૯ न तं अरि कंठछित्ता करेइ जं से करे अप्पणिया दुरप्पा | से नाहि मच्चुमुहं तु पत्ते पच्छाणुतावेण दयाविहूणो ॥ 3 नाणासीला अगारत्था विसमसीला य भिक्खुणो ॥ संति गेहिं भिक्खूहं गारत्था संजमुत्तरा ॥ ૩. ૨૦. ૪૨. ૧૩. ૨૦. ૪૪. –૩. ૨૦. ૪૮. ૩. ૫-૧૯. ૧૩. ૫. ૨૦. Page #264 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાર્યની સફળતા માટે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્ન એ ત્રણ બાબતોનો સંયોગ આવશ્યક હોય છે તે રીતે સંસારના દુ:ખોથી નિવૃત્તિ પામવા માટે પણ વિશ્વાસ, જ્ઞાન અને સદાચારના સંયોગની આવશ્યકતા છે. તેને જ ગ્રંથમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના નામે વ્યક્ત કરવામાં આવેલ છે. અહીં એટલી વિશેષતા છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ ગીતાના ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગની જેમ પૃથ-પૃથક્ મુક્તિના ત્રણ માર્ગ નથી પણ ત્રણે મળીને એક જ માર્ગનું નિર્માણ કરે છે. આ ત્રણેનું સંમિલિત નામ ‘રત્નત્રય’ છે. ગ્રંથમાં જો કે ક્યાંક ક્યાંક જ્ઞાનની પહેલાં ચારિત્રનો તથા દર્શન પહેલાં જ્ઞાન અને ચારિત્રનો પણ પ્રયોગ મળે છે પરંતુ તેની ઉત્પત્તિ ક્રમશ: થાય છે. એ ખરું કે વિશ્વાસમાં જ્ઞાન અને ચારિત્રથી, જ્ઞાનમાં વિશ્વાસ અને ચારિત્રથી તથા ચારિત્રમાં જ્ઞાન અને વિશ્વાસથી દૃઢતા આવે છે. આ ઉપરાંત, ગ્રંથમા ક્યાંક દર્શનના એક અંગથી મુક્તિનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. પરંતુ એવું માત્ર તે અંગ-વિશેષનું મહત્ત્વ પ્રગટ કરવા માટે જ કરવામાં આવેલ છે. ૨૪૦ જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થવા છતાં પણ જીવની સંસારમા કેટલોક સમય સ્થિતિ સ્વીકારવામાં આવી છે તેથી અને ફેલાયેલ દુરાચારને રોકવા માટે ચારિત્રને સર્વોપરિ સ્થાન આપવામાં આવેલ છે અન્યથા જ્યારે સંસારનું મૂળ કારણ અજ્ઞાન છે ત્યારે સાચું જ્ઞાન જ મુક્તિનું પ્રધાન કારણ થઈ શકે છે. એ અવશ્ય સાચું કે વિશ્વાસ અને ચારિત્રથી તેમાં દઢતા આવે છે પરંતુ જ્યારે કોઈને સમ્યક્ અથવા પૂર્ણજ્ઞાન થઈ જશે ત્યારે તે દુરાચારમાં શા માટે પ્રવૃત્ત થાય ? દુરાચારમાં પ્રવૃત્તિ ત્યાં સુધી જ સંભવે જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત ન થાય. જો સત્ય-જ્ઞાન થઈ ગયા પછી પણ કોઈ દુરાચારમાં પ્રવૃત્ત થાય તો તે વાસ્તવમાં સાચો જ્ઞાની નથી. તેથી જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતાં કેવળજ્ઞાનીને ‘જીવન્મુક્ત’ માનવામાં આવેલ છે. તથા તે બાકીનાં કર્મોને શીઘ્ર નષ્ટ કરીને નિયમપૂર્વક પૂર્ણ-મુક્ત થઈ જાય છે. માટે જ્ઞાન થઈ ગયા પછી પણ જીવની સ્થિતિ કંઈક સમય સુધી રહેતી હોવાથી ચારિત્રને ત્યાર પછી ગણાવવામાં આવેલ છે. એથી એમ માનવાનું નથી કે જ્ઞાન માત્રથી મુક્તિ મળે છે પણ તેમાં Page #265 -------------------------------------------------------------------------- ________________ રાત્રય ૨૪૧ વિશ્વાસ અને ચારિત્ર પણ અપેક્ષિત છે. તેથી રત્નત્રયની ત્રિપુટી કે જેને મોક્ષના માર્ગ તરીકે દર્શાવવામાં આવેલ છે તે ઉચિત જ છે. આ ત્રણેનું સંમિલિત નામ “ધર્મ' પણ છે અને આ ધર્મ શબ્દ પ્રથમ પ્રકરણમાં વતિ “ધર્મદ્રવ્ય” કરતાં જુદો છે. એ પુણ્યકર્મનો પણ વાચક નથી કારણ કે પુણ્યકર્મ બંધનનું કારણ છે. આ ધર્મ શબ્દ નિષ્કામ અને શુદ્ધ સદાચારના અર્થનો વાચક છે. જો કે વિશ્વાસ અને સત્યજ્ઞાન વિના પૂર્ણ અને શુદ્ધ સદાચાર સંભવે નહીં તેથી અહીં ધર્મ શબ્દનો અર્થ સમ્યગ્દર્શનસમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્ર પરક માનવામાં આવેલ છે. જે આ પ્રકારના ધર્મવાળા છે તે જ “સનાથ' અને ધાર્મિક' છે અને જે આ પ્રકારના ધર્મથી રહિત છે તે “સનાથ” અને “અધાર્મિક છે. આ રીતે આ ધર્મ શબ્દ મીમાંસાદર્શનના યજ્ઞ-યાગાદિક્રિયારૂપ ધર્મ શબ્દથી પણ જુદો છે. શ્રદ્ધાવાન જ પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી સંયતેન્દ્રિય બને છે. એવો ગીતાનો ઉપદેશ અહીં પૂર્ણરૂપે લાગુ પડે છે. રત્નત્રયમાં પ્રથમ સ્થાન સમ્યગ્દર્શનનું છે અને તે ભક્તિ (શ્રદ્ધા) ઉપર આધારિત છે. શ્રદ્ધા વગર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્ત થઈ શકતી નથી. જો કદાચ પ્રવૃત્ત થાય તો તેમાં દઢતાનો અભાવ હોવાથી પતિત થવાની સંભાવના રહે છે તેથી જરૂરી હતું કે જ્ઞાન અને ચારિત્રની પહેલાં શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર સમ્યગ્દર્શનને સ્વીકારવામાં આવે. આ મુક્તિ તરફ આગળ વધવા માટે પ્રથમ સીડી છે તથા જ્ઞાન અને ચારિત્રની આધારશિલા પણ છે. સૃષ્ટિકર્તા તરીકે ઈશ્વરને સ્વીકારવામાં આવેલ નથી એ કારણે તથા પોતાના જ કર્મથી જીવમાં ઉત્થાન અને પતનની શક્તિને માનવાને કારણે જો કે શ્રદ્ધા કે ભક્તિની કોઈ આવશ્યક્તા નહોતી પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં શ્રદ્ધા સિવાય પ્રવૃત્તિ સંભવે નહીં. તેથી સમ્યગ્દર્શનનો અર્થ “ઈશ્વર-ભક્તિ ન કરતાં, જિનપ્રણીત નવ પરમાર્થ સત્યોમાં વિશ્વાસ એવો અર્થ કરવામાં આવે છે. જેને દર્શનમાં જિનેન્દ્રભક્તિને સમ્યગ્દર્શનનું અંગ માનવામાં આવે છે તેનું કારણ એ કે તેનાથી જિનપ્રણીત તત્ત્વોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. અહીં પરમાર્થસત્યનું ૧ ગીતા ૪. ૩૯. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન તાત્પર્ય કોઈ નક્કર દ્રવ્ય સંબંધી નથી પણ ચેતન અને અચેતનમાં થનાર પરસ્પર સંબંધોની કારણકાર્યશૃંખલા સંબંધી છે અને તે બૌદ્ધદર્શનમાં દર્શાવવામાં આવેલ ચાર આર્યસત્યો સાથે સામ્ય ધરાવે છે. બૌદ્ધદર્શનમાં આત્મ-અનાત્મવિષયક કોઈ તફાવત નથી અને તેની પરમાર્થ સત્તા પણ નથી. તેથી તે આર્યસત્યોમાં ચેતન અને અચેતનનો સમાવેશ કરવામાં આવેલ નથી. પરંતુ અહીં આત્મઅનાત્મવિષયક ભેદ અન્ય સત્ય જેટલો જ પરમાર્થસત્ય છે કારણ કે આત્મઅનાત્મને પરમાર્થસત્ય સ્વીકાર્યા વગર કોને બંધન, કોને મુક્તિ, કોનાથી બંધન અને શામાંથી મુક્તિ માનવામાં આવશે ? તેથી ગ્રંથમાં જીવાદિ નવ પરમાર્થ સત્યોમાં વિશ્વાસ કરવો તેને સમ્યગ્દર્શન કહેવામાં આવેલ છે. આ સમ્યગ્દર્શન શબ્દમાં એક બીજો અર્થ પણ રહેલો છે. તે આ પ્રમાણે છે : “સતું દૃષ્ટિને પ્રાપ્ત કરવી.” સહુ દષ્ટિને પ્રાપ્ત કરવી એટલે પરમાર્થમાં સ્થિત થવું. તેથી સમ્યગ્દર્શનને રત્નત્રયનું ઉપલક્ષણ માનીને રત્નત્રયધારીને સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. બૌદ્ધદર્શનમાં પણ મુક્તિના સાધનભૂત પ્રજ્ઞા, શીલ અને સમાધિ પહેલાં આ સત્ દષ્ટિને સ્વીકારવામાં આવેલ છે અને તે બૌદ્ધદર્શનમાં આર્ય-અષ્ટાંગ માર્ગના નામે પ્રસિદ્ધ છે. ગ્રંથમાં સમ્યગ્દર્શનના જે દસ ભેદ ગણાવવામાં આવ્યા છે તે તેની ઉત્પત્તિની નિમિત્તકારાતા રૂપ ઉપાધિની અપેક્ષાએ છે કારણ કે સત દષ્ટિને પ્રાપ્ત કરવી અથવા પરમાર્થસત્યોમાં વિશ્વાસ કરવો એ સર્વત્ર અપેક્ષિત છે. અહીં હું એક બીજી વાત એ સ્પષ્ટ કરવા માંગુ છું કે દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર “દર્શન' ગુણ-વિશેષ શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન નથી કારણ કે શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન દર્શન મોહનીય કર્મના ક્ષયનું પ્રતિફળ છે, દર્શનાવરણીય કર્મના ક્ષયનું પરિણામ નથી. દર્શનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ‘દર્શન' ગુણા-વિશેષ જ્ઞાનની પૂર્વાવસ્થા છે અર્થાત્ વિષય અને વિષયીનો સન્નિપાત થતાં જે સર્વ પ્રથમ નિરાકાર સામાન્ય બોધ થાય છે તેન “દર્શન' કહેવામાં આવે છે અને દર્શન પછી (વિષય-વિષયના સન્નિપાતના ઉત્તરકાળમાં) થનાર સાકાર (વિશેષ) બોધને “જ્ઞાન” કહેવામાં આવે છે. આમ “દર્શન” ગુણનો અર્થ છે નિરાકારાત્મક સામાન્યજ્ઞાન અને સમ્યગ્દર્શન શબ્દનો અર્થ છે “પરમાર્થભૂત સત્યોમાં વિશ્વાસ.” આ ઉપરાંત સમ્યજ્ઞાનનો અર્થ થાય છે : સમ્યગ્દર્શનના Page #267 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય ૨૪૩ દ્વારા શ્રદ્ધા રાખવામાં આવેલ પદાર્થોનું યથાવસ્થિત સાકારાત્મક વિશેષ જ્ઞાન. રત્નત્રયમાં દ્વિતીય સ્થાન સમ્યજ્ઞાનનું છે જેના અભાવમાં સમ્યકુચારિત્ર સ્થિર રહી શકતું નથી કારણ કે જયાં સુધી સત્યજ્ઞાન નહીં થાય ત્યાં સુધી સદાચારમાં સભ્યપ્રવૃત્તિ કેવી રીતે થઈ શકે ? જ્ઞાનના અભાવમાં શ્રદ્ધા પણ ચિરસ્થાયી થઈ શકતી નથી. જ્યારે સત્યજ્ઞાન થાય છે ત્યાર પછી દુરાચારમાં પ્રવૃત્તિ કરવાનું કોઈ કારણ રહેતું નથી કારણ કે દુરાચારમાં પ્રવૃત્તિનું કારણ અજ્ઞાન છે. અહીં ચેતન અને અચેતન વચ્ચેના પાર્થક્યનો બોધ એજ સત્યજ્ઞાન છે જ્યારે બૌદ્ધદર્શનમાં ચેતનની પૃથક પ્રતીતિ થવી એ મિથ્યાજ્ઞાન છે. બૌદ્ધદર્શનમાં ચેતન દ્રવ્યનો સ્વીકાર નથી થયો તેથી “આત્મજ્ઞાન” મિથ્યા કહેવામાં આવેલ છે અને પ્રસ્તુત ગ્રંથમાં અચેતનરૂપ ભૌતિક શરીરાદિથી ચેતનની પૃથક્ પ્રતીતિ કરાવવા માટે “આત્મજ્ઞાનને સમ્યજ્ઞાન માનવામાં આવેલ છે. જ્યાં સુધી ભેદાત્મક આત્મજ્ઞાન નથી થતું ત્યાં સુધી સંસારના વિષયોમાંથી વિરક્તિ થઈ શકતી નથી. તેથી આત્મજ્ઞાનને સત્યજ્ઞાનના રૂપે પ્રદર્શિત કરી જ્ઞાનને આત્માનો સ્વાભાવિક ગુણ માનવામાં આવેલ છે અને તે કર્મરૂપી આવરણ (જ્ઞાનાવરણીય) દૂર થતાં પ્રગટ થાય છે. ઉત્તરાધ્યયનમાં જ્ઞાનનું વિભાજન તેની વિભિન્ન પાંચ અવસ્થાઓના આધારે કરવામાં આવેલ છે. જ્ઞાનના આ વિભાજનમાં એટલી વિશેષતા છે કે શાસ્ત્રજ્ઞાનનું મહત્ત્વ પ્રગટ કરવા માટે પ્રસ્તુત ગ્રંથમાં શ્રુતજ્ઞાનને પ્રથમ ગણાવવામાં આવેલ છે જ્યારે જેનદર્શનમાં શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં મતિજ્ઞાન (આભિનિબોધિકજ્ઞાન)ને નિમિત્ત માનીને મતિજ્ઞાનને શ્રુતજ્ઞાનની પહેલાં દર્શાવવામાં આવેલ છે. ઈન્દ્રિયજન્ય મતિજ્ઞાન બધા સંસારી જીવોમાં હીનાધિકરૂપે અવશ્ય જોવા મળે છે કારણ કે બધા સંસારી જીવોમાં ઓછામાં ઓછી સ્પર્શેન્દ્રિય અવશ્ય હોવાથી તજ્જન્ય જ્ઞાન અવશ્યભાવી છે. તેથી જ્ઞાનને જીવનું સ્વરૂપ માનવામાં ૧ જુઓ – પૃ. ૨૦૮ પા. ટિ. ૧. Page #268 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આવેલ છે. આ ઉપરાંત શ્રુતજ્ઞાન પણ બધા જીવોમાં કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય જોવા મળે છે. તેથી તત્ત્વાર્થસૂત્રમાં કહેવામાં આવેલ છે કે જો કોઈને એક જ્ઞાન થાય તો તે ‘કેવળજ્ઞાન' હશે. અન્યથા સંસારી જીવોને ઓછામાં ઓછાં બે જ્ઞાન (મતિ અને શ્રુતજ્ઞાન) અવશ્ય થાય છે`. આ શ્રુતજ્ઞાન શાસ્ત્રજન્યજ્ઞાન કે આગમજ્ઞાન છે, સમસ્ત શ્રવણેન્દ્રિયજન્યજ્ઞાન નથી કારણ કે શ્રવણેન્દ્રિયજન્ય સામાન્યજ્ઞાન તો મતિજ્ઞાનનો એક ભેદ છે. એ ખરું કે શ્રુતજ્ઞાનમાં સામાન્ય રીતે શ્રવણેન્દ્રિયની અપેક્ષા રહે છે. પરંતુ, સમસ્ત શ્રવણેન્દ્રિયજ્ઞાન શ્રુતજ્ઞાન નથી. અહીં એટલી વિશેષતા છે કે શબ્દ અને શ્રવણેન્દ્રિયનો પ્રથમ સ્પર્શ થતાં જે જ્ઞાન થય છે તે શ્રવણેન્દ્રિયજન્ય મતિજ્ઞાન છે તથા તેના પછી મનની સહાયથી જે અર્થાદિનો વિચાર થાય છે તે શ્રુતજ્ઞાન છે. તેથી શ્રુતજ્ઞાનને જૈનદર્શનમાં અનિન્દ્રિય (મન) નિમિત્તક માનીને તેન મતિજ્ઞાન પહેલાં સ્વીકારવામાં આવેલ છે. આ શ્રુતજ્ઞાન માત્ર અક્ષરાત્મક જ હોય છે એમ નથી. આ શ્રુતજ્ઞાન અનક્ષરાત્મક પણ હોય છે. તેથી એવી સ્થિતિમાં જ આ શ્રુતજ્ઞાન એકેન્દ્રિયદિ જીવોમાં સ્વીકારવામાં આવેલ છે. જ્યાં સુધી સમ્યક્-શ્રુતજ્ઞાનનો પ્રશ્ન છે ત્યાં સુધી તો તે સંજ્ઞા (મનસહિત) પંચેન્દ્રિય જીવોમાં જ સંભવે છે અને તે પણ કોઈ કોઈને થાય છે, બધાને નહીં. ૨૪૪ ગ્રંથમાં શાસ્ત્રજ્ઞાનનું મહત્ત્વ દર્શાવવાનું કારણ એ છે કે આ શાસ્ત્ર સદ્દષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં પ્રમુખ બાહ્ય નિમિત્ત કારણ છે. જે રીતે શાસ્ત્ર સષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કારણ છે તે રીતે શાસ્ત્રજ્ઞાની ગુરુ પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કારણ છે કારણ કે ગુરુનો ઉપદેશ જ શાસ્ત્રજ્ઞાન કે સષ્ટિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં સહાયક બને છે. તેથી ગ્રંથમાં ગુરુના મહત્ત્વને પણ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કરવા માટે શિષ્યે ગુરુ પાસે જવું પડે છે અને ગુરુ પણ વિનીત થવા યોગ્ય શિષ્યને પ્રાપ્ત કરીને તેને સમસ્તજ્ઞાન આપે છે. જે શિષ્ય ગુરુ સાથે અવિનય કરે છે તે આ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતા નથી તેથી જ્ઞાન પ્રાપ્તિ માટે શિષ્ય જે ગુણોથી સંપન્ન થવું પડે તેમાંના કેટલાક ૧ જુઓ - પૃ. ૨૧૪ પા. ટિ. ૨. Page #269 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રય આ પ્રમાણે છે : વિનય, સદાચાર, કર્તવ્યપરાયણતા જિતેન્દ્રિયતા વગેરે. રત્નત્રયમાં તૃતીય સ્થાન સમ્યક્ચારિત્રનું છે અને તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને ધનાદિ-સંગ્રહત્યાગ (અપરિગ્રહ) રૂપ પાંચ નિયમોના પાલનથી પૂર્ણ થાય છે. આ બધા નિયમોના મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે અને અહિંસાની પૂર્ણતા પૂર્ણ વીતરાગતા (અપરિગ્રહતા)ની અવસ્થામાં થાય છે. તેથી વીતરાગતારૂપ ચારિત્રના ઉત્તરોત્તર વિકાસની દૃષ્ટિએ સાધુના સમ્યક્ચારિત્રને પાંચ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે જેને સાધક ક્રમશઃ પ્રાપ્ત કરે છે, સદાચારનું પાલન કરનાર ગૃહસ્થ કે સાધુ સ્ત્રીપુરુષ હોય છે. તેથી આ સદાચારને બે ભાગોમાં પણ વિભક્ત કરવામાં આવે છે ઃ ૧ ગૃહસ્થાચાર ૨ સાધ્વાચાર. ૨૪૫ ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે કારણ કે ગૃહસ્થ ધીરે ધીરે પોતાના ચારિત્રનો વિકાસ કરતો કરતો સાધુના આચાર પ્રત્યે અગ્રેસર થાય છે. ગૃહસ્થાચાર પાળવાનો ઉપદેશ એમને જ આપવામાં આવે છે કે જે સાધ્વાચારનું પાલન નથી કરી શકતા. તેથી ચારિત્રના સામાયિક આદિ જે પાંચ ભેદ પાડવામાં આવ્યા છે તે સાધુના આચારની જ વિભિન્ન અવસ્થાઓ છે. સામાયિકચારિત્રમાં જે અહિંસાદિ વ્રતોનું સાધુ સૂક્ષ્મરૂપે પાલન કરે છે તે વ્રતોનું પાલન ગૃહસ્થ પોતાના કુટુંબનું પાલનપોષણ કરતાં કરતાં સ્થૂળરૂપે કરે છે તેથી ગૃહસ્થના અહિંસાદિ વ્રત ‘અણુવ્રત’ કહેવાય છે અને સાધુના ‘મહાવ્રત’ અહીં એક વાત વધુ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે ગ્રંથમાં ગૃહસ્થને મુક્તિનો અધિકારી દર્શાવવામાં આવેલ છે તેનું કારણ બાહ્મલિંગ કરતાં આભ્યન્તર શુદ્ધિનું મહત્ત્વ છે. અન્યથા ગૃહસ્થ ગૃહસ્થાવસ્થામાંથી ક્યારેય મુક્ત થઈ ન શકે કારણ કે તે પૂર્ણ વીતરાગી થતો નથી. જ્યાં સુધી ગૃહસ્થ કે સાધુ પૂર્ણ વીતરાગી નહીં થાય ત્યાં સુધી તે મુક્તિનો પણ અધિકારી ન થઈ શકે. એ સાચું છે કે વીતરાગતા કે સદાચારની પૂર્ણતા બાહ્મલિંગથી થતી નથી પણ તે આત્માની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. જો કે ગૃહસ્થ કૌટુંબિક પ્રપંચોમાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ખોવાયેલો રહે છે અને તેથી તેને આત્મશુદ્ધિનો અવસર જ ઓછો મળે છે ; જ્યારે સાધુ સાંસારિક બધા ઝંપચોથી દૂર રહે છે તેથી તેને આત્મવિશુદ્ધિ માટે અધિક અવસર મળે છે. તેથી જ્યારે ગૃહસ્થ ગાર્હસ્થ્ય-જીવનમાં રહેતો હોવા છતાં, તેનાથી એ રીતે અલગ રહે જેમ કે જળમાં રહીને પણ કમળ જળથી ભિન્ન રહે છે ત્યારે તે ગૃહસ્થ વાસ્તવમાં ગૃહસ્થ નથી પણ વીતરાગી જ છે. ગૃહસ્થીમાં રહેવાને કારણે તેનો ગાર્હસ્થ-જીવન સાથે જે સૂક્ષ્મ રાગાત્મક સંબંધ રહે છે તે પણ અંતિમ સમયે (મૃત્યુ વખતે) છૂટી જાય છે; ત્યારે તે પૂર્ણ વીતરાગી થઈ મુક્તિનો અધિકારી બની જાય છે. આ બાબત વિશેષ વિચાર ‘મુક્તિ’ના પ્રકરણમાં કરવામાં આવશે. આ રીતે આ પ્રકરણમાં સંસારનાં દુ:ખોમાંથી નિવૃત્તિ મેળવવા માટે તથા અવિનશ્વર સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયનું સંક્ષેપમાં વર્ણન ક૨વામાં આવ્યું છે, પ્રસંગવશ સમ્યજ્ઞાનના પ્રકરણમાં જ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ ગુરુ-શિષ્ય સંબંધો તથા તેમનાં કર્તવ્યો આદિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. ર૪૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ સામાન્ય સાધ્વાચાર જે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોને ગૃહસ્થ અંશતઃ (સ્થૂળરૂપે) પાળે છે તેને જ સાધુ સંપૂર્ણ રીતે (સૂક્ષ્મરૂપે) પાળે છે. સાધુના બાહ્યવેશ વગેરેમાં પરિસ્થિતિ અનુસાર નિયમો અને ઉપનિયમોના સ્વરૂપે ફેરફાર થયા કરે છે. તેનો સ્પષ્ટ સંકેત આપણને કેશિ-ગૌતમ સંવાદમાં મળે છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે કયા પ્રકારે ભગવાન પાર્શ્વનાથે પ્રબોધેલા ધર્મમાં દેશકાલાનુરૂપ પરિવર્તન કર્યું. આ પ્રકારનાં પરિવર્તન થવા છતાં પણ સાધુના મૂળ આચારમાં કંઈ ફેરફાર થયો નથી કારણ કે જે પરિવર્તન થયું તે દેશ-કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર બાહ્ય-ઉપાધિભૂત નિયમો તથા ઉપનિયમોમાં કરવામાં આવ્યું જેથી સાધુ અંતરંગ આત્મવિશુદ્ધિમાં દૃઢ રહે. તેથી ગ્રંથમાં સર્વત્ર બાહ્ય-ઉપાધિની દૃષ્ટિએ અંતરંગ આત્મ-વિશુદ્ધિને શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલ છે. સાધુના આચારને સુવ્યવસ્થિત રૂપ આપવા માટે તેને બે ભાગોમાં વિભક્ત કરી શકાય. ૧ સામાન્ય સાધ્વાચાર અને ૨ વિશેષ સાધ્વાચાર. સામાન્ય સાધ્વાચાર : સાધુ દ્વારા દરરોજ જે પ્રકારે સદાચારનું સામાન્ય રીતે પાલન ક૨વામાં આવે છે તેને સામાન્ય સાધ્વાચાર કહેવામાં આવે છે. તેમાં મુખ્ય-રૂપે નીચેના વિષયો ઉપર વિચાર કરવામાં આવશે : ૧. દીક્ષાની ઉત્થાનિકા - દીક્ષા પહેલાંની સ્થિતિ ૨. બાહ્ય ઉપકરણ (ઉપધિ) - વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય-સાધન ૩. મહાવ્રત - અહિંસાદિ પાંચ નૈતિક નિયમ ૪. પ્રવચનમાળાઓ (ગુપ્તિ તથા સમિતિ) - મહાવ્રતોની રક્ષા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સાવધાની Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના ૫. આવશ્યક – છ નિત્ય-કર્મ ૬. સામાચારી - સમ્યક દિનચર્યા તથા રાત્રિચર્યા ૭. વસતિ અથવા ઉપાશ્રય - રોકાવાનું સ્થાન ૮. આહાર - ખાનપાન વિશેષ સાધ્વાચાર : જે આચારનું સાધુ વિશેષ અવસરોએ આત્માની વિશેષ શુદ્ધિ માટે વિશેષરૂપે પાલન કરે છે તેને વિશેષ સાધ્વાચાર કહેવામાં આવે છે. તેમાં મુખ્યરૂપે નીચેના વિષયો પર વિચાર કરવામાં આવશે : ૧. તપશ્ચર્યા – તપ ૨. પરીષહજય – સુધા વગેરે બાવીશ પ્રકારનાં કષ્ટો સહેવાં ૩. સાધુની પ્રતિમાઓ - મૃત્યુ સમયે વિધિપૂર્વક અનશનવ્રત સાથે શરીરત્યાગ વિષયની અધિકતાને લીધે આ પ્રકરણમાં સાધુના કેવળ સામાન્ય આચારનું જ વર્ણન કરવામાં આવશે અને વિશેષ આચારનું વર્ણન આગલા પ્રકરણમાં કરવામાં આવશે. દીક્ષાની ઉત્થાનિકા આમાં દીક્ષા ગ્રહણ કર્યા પહેલાંની સ્થિતિઓનું પ્રસ્તુતીકરણ કરવામાં આવેલ છે. જેમ કે : દીક્ષા લેવાનો અધિકારી, દીક્ષા પહેલાં માતા-પિતાની અનુમતિ વગેરે. સંસારના વિષયોથી નિરાસક્ત અને મુક્તિનો અભિલાષી દરેક જણ દીક્ષા ગ્રહણ કરી શકે છે. તેમાં જાતિ, કુળ, આયુષ્ય, લિંગ વગેરેનો કોઈ પ્રતિબંધ નથી. સંસારના વિષય-ભોગોમાં આસક્ત વ્યક્તિ શ્રેષ્ઠ જાતિ કે કુળમાં ઉત્પન્ન થઈને પણ એ માટે અયોગ્ય ગણાય છે. તેથી ચાંડાળ જેવી નીચ જાતિમાં ઉત્પન્ન હરિકેશિબળ સંસારના વિષય-ભોગોથી નિરાસક્ત થવાને કારણે સાધુ થઈને દેવાદિ દ્વારા પણ પૂજનીય બને છે. તે રીતે મૃગાપુત્ર, અનાથી અન Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૪૯ ભૃગુ-પુરોહિતના બંને પુત્રો યુવાવસ્થામાં તથા ભૃગુ-પુરોહિત, તેની પત્ની, ઈષકાર રાજા અને તેની પત્ની વગેરે યુવાવસ્થા પછી દીક્ષા લે છે. અરિષ્ટનેમી તથા રાજીમતી વિવાહની મંગળ ઘડીએ જ સંસારથી વિરક્ત થઈ દીક્ષિત થઈ જાય છે'. આ ઉપરાંત, ગ્રંથમાં એક સમયે મુક્ત થનાર જીવોની સંખ્યાગાનાના પ્રસંગે વિભિન્ન સ્થાનો, વિભિન્ન-ધર્માવલંબીઓ અને વિભિન્નલિંગવાળાઓની પૃથક્-પૃથક્ સંખ્યા ગણાવવામાં આવી છે. એ પરથી સ્પષ્ટ છે કે દીક્ષામાં સ્થાન, જાતિ, લિંગ વગેરે કોઈ પ્રતિબંધક કારણ નથી કારણ કે જે મુક્તિ પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ શકે છે તે દીક્ષા લેવાનો અધિકારી કેમ ન થઈ શકે ? તેથી ગ્રંથમાં જન્મથી જાતિવાદનું ખંડન કરી કર્મથી જાતિવાદની સ્થાપના કરતાં લખવામાં આવ્યું છે કે ‘કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી શુદ્ર ગણાય છે”. જો બ્રાહ્મણ નીચ કર્મ કરે તો તે સાચો બ્રાહ્મણ નથી અને સાધુ સાચો સાધુ નથી, કારણ કે બાહ્યશુદ્ધિ કરતાં અંતરંગની શુદ્ધિ દ્વારા અને સત્કાર્યો દ્વારા જ વ્યક્તિ ઉચ્ચ બને છે . તેથી સિદ્ધ થાય છે કે સદાચારપાલન ક૨વાના સામર્થ્યવાળી દરેક વ્યક્તિ જે સંસારના વિષયોથી વિરક્ત થઈ મુક્તિની અભિલાષા રાખે છે તે દીક્ષા લેવાની અધિકારી છે. એમાં કોઈ એકાન્ત નિયમ નથી કે યુવાવસ્થામાં ભોગો ભોગવવા જોઈએ અને પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવી જોઈએ. જો કે એ સાચું કે યુવાવસ્થામાં યુવકોની ચિત્તવૃત્તિ સાંસારિક વિષય-ભોગો તરફ ખૂબ વધારે આકર્ષિત રહે છે. જેથી એ અવસ્થામાં દીક્ષા લેવી મુશ્કેલ છે પરંતુ એ પણ સાચું કે વૃદ્ધાવસ્થામાં શરીર ૧ જુઓ પરિશિષ્ટ ૨ ૨ જુઓ - પ્રકરણ ૬ 3 कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ । सो कम्मुणा होई सुद्दो हवइ कम्मुणा ।। ૪ જુઓ ૫ ઉ. ૧૪. ૯, ૨૬. ૧૯. ૪૪. -- ૧૩. ૨૫-૩૩. પૃ. ૨૩૮. પા. ટિ. ૩; પૃ. ૨૩૯. પા. ટિ. ૧-૩. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન શિથિલ થઈ જતાં ધર્મનું પાલન કરવું ખૂબ જ કઠિન પડે છે, જ્યારે યુવાવસ્થામાં તે પાલન શક્ય છે. યુવાવસ્થાથી જો ધર્મનું પાલન કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ તેને ધારણ કરવાનું સામર્થ્ય ટકી રહે છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જેને મૃત્યુ સાથે મૈત્રી હોય અથવા જે મૃત્યુથી બચી શકે॰ એમ હોય તે જ આવતી કાલની રાહ જુએ. દીક્ષા માટે માતા-પિતાની અનુમતિ દીક્ષા લેતાં પહેલાં માતા-પિતા અને સંબંધીજનોની અનુમતિ લેવી જોઈએ. જો તે ઘરની જ્યેષ્ઠ વ્યક્તિ હોય તો પુત્રાદિને સમૃદ્ધિ વગેરે સોંપીને દીક્ષા લઈ લેવી જોઈએ”. જો માતા-પિતા પુત્રને દીક્ષા માટે અનુમતિ ન આપે અને ભોગો પ્રત્યે લલચાવે તો દીક્ષા લેવા ઈચ્છનારનું પ્રથમ કર્તવ્ય એ છે કે તેણે માતાપિતાને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી આત્મકલ્યાણ માટે દીક્ષા લઈ લેવી જોઈએă. અરિષ્ટનેમી અને રાજીમતીએ દીક્ષા પહેલાં માતા-પિતાની અનુમતિ લીધી હતી કે નહિ તેનું જો કે ગ્રંથમાં વર્ણન નથી પરંતુ, દીક્ષા લીધા પછી વાસુદેવ વગેરે તેના કુટુંબીજન તેને અભિલષિત મનોરથપ્રાપ્તિ માટેના આશીર્વાદ અવશ્ય આપે છે'. તેથી તેમની અનુમતિની પુષ્ટિ મળી જાય છે. દીક્ષા પહેલાં માતા-પિતા પાસેથી આજ્ઞા લેવી એ એમના પ્રત્યે વિનય અને કર્તવ્યપરાયણાતાનું સૂચક છે. પરિવાર અને સાંસારિક વિષય-ભોગોનો ત્યાગ માતા-પિતાની આજ્ઞા લીધા બાદ સાધકે માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્ર વગેરે બધા કુટુંબીજનો તથા સંસારના બધા પદાર્થોને મહામોહ અને મહાભય १ जस्सत्थि मच्चुणा सक्खं जस्स वात्थि पलायणं । जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया || ૨ ૩. ૧૪. ૬-૭, ૧૯. ૧૦-૧૧, ૨૪, ૮૬, ૮૭, ૨૦. ૧૦. ૩૪. 3 पुत्तं ठवे रज्जे अभिणिक्खमई नमी राया । ૪ ૩. અધ્યયન ૧૪, ૧૯. ૫ ૩. ૨૨. ૨૫-૨૬, ૩૧. ૩. ૧૪. ૨૭. ૧૩. ૯. ૨. Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૫૧ પેદા કરનારા જાણીને જેમ હાથી બંધન તોડી વનમાં જતો રહે છે, મનુષ્ય ઓકેલી વસ્તુને છોડી દે છે, સર્પ કાંચળીને છોડી દે છે?, રોહિત જાળને ભેદીને જતું રહે છે*, કપડાં ઉપરથી ધૂળને ખંખેરી નાખવામાં આવે છે, કૌંચ પક્ષી આકાશમાં કોઈ ન રોકે એવી રીતે ઊડી જાય છે, હંસ વિસ્તૃત જાળનું ભેદન કરીને ચાલ્યું જાય છે તે રીતે (બધું) છોડી દેવું જોઈએ. આ ઉપરાંત, દેવ १ नागो ब्व बंधणं छित्ता अप्पणो वसहिं वए । –૩. ૧૪. ૪૮. जीहित्तु संत च महासिलेसं । –૩. ર૧. ૧૧. તથા જુઓ ઉ. ૧-૧; ૯-૧૫, ૬૧; ૧૫. ૯-૧૦, ૧૬; ૧૮. ૩૧; ૧૯. ૯૦; ૩૫. ૨-૩ વગેરે २ चिच्चा ण घणं च भारियं पव्वइओ हि सि अणागारियं । મા વંતિ પળો વિ વિ... –૩. ૧૦. ર૯. તથા જુઓ ઉ. ૧ર. ર૧-રર उ जहा य भोई तणुयं भुयंगो निम्मोयणिं हिच्च पलोइ भुत्तो । મેઘ ગાયા પથતિ મો..... I. –૩. ૧૪. ૩૪. તથા જુઓ ઉ. ૧૯ .૮૭ ४ छिंदित्तु जालं अवलं व रोहिया मच्छा जहा कामगुणे पहाया । –૩. ૧૪. ૩૫. ५ इड्डी वित्तं च मित्ते व पुत्तदारं च नायओ । रेणुअं व पडे लग्गं निद्धणित्ता ण निग्गओ ।। –૩. ૧૯. ૮૮. ६ नहेव कुंचा समइक्कमंता तयाणि जालाणि दलित्तु हंसा । पलेति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणु गमिस्समेकाप ॥ –૩. ૧૪, ૩૬. ૭ એજન Page #276 -------------------------------------------------------------------------- ________________ રપર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વગેરેની પ્રેરણાથી કોઈ અલભ્ય વસ્તુની પણ પ્રાપ્તિ થાય તો તેને પ્રાપ્ત કરવાની મનથી પણ કલ્પના ન કરવી જોઈએ. જો તે રાજા હોય તો તેણે એમ ન વિચારવું જોઈએ કે મારા પછી આ ગૃહ, દેશ, નગર વગેરેની રક્ષા કેમ થશે? કારણ કે વિગતમાંહવાળાને માટે કોઈ કાર્ય કરવું બાકી રહેતું નથી. દીક્ષા લેતી વખતે જો તેનાં આશ્રિત પાણી નિરાશ્રિત થઈ રોકકળ કરવા લાગે તો પણ હું આપની સાથે સારો વર્તાવ નથી કરતો” એમ વિચારી, દીક્ષાનો વિચાર માંડી વાળવો ન જોઈએ, પરંતુ, એમ વિચારવું જોઈએ કે જેમ ફળવાળું વૃક્ષ પડી જાય પછી તેના આશ્રિત જીવો નિરાશ્રિત થઈ જાય ત્યારે વૃક્ષને દોષી ગણવામાં આવતું નથી તે રીતે કોઈ વ્યક્તિ દીક્ષા લે ત્યારે તેના આશ્રિત જીવો નિરાશ્રિત થઈ રડવા માંડે તો દીક્ષા લેનાર ઉપર કોઈ દોષ આવતો નથી. આશ્રિત વ્યક્તિઓના રડવાનું કારણ એમનો પોતાનો સ્વાર્થ છે. તેથી ગ્રંથમાં નમિપ્રવ્રજ્યા અધ્યયનમાં રાજા નમિના હૃદયમાં દીક્ષા સમયે ઉત્પન્ન થનાર આ પ્રકારના અંતર્ધ્વન્દને ઈન્દ્રનમિ સંવાદ દ્વારા સમાધાનના રૂપમાં ઉપસ્થિત કરવામાં આવેલ છે. દીક્ષા પલાયનવાદ નથી ગૃહસ્થાશ્રમની મુશ્કેલીઓથી ગભરાઈને સાધુ-ધર્મમાં દીક્ષિત થવું એ પલાયન નથી. તેથી રાજા નમિની દીક્ષા સમયે જ્યારે ઈન્દ્ર તેમને કહે છે કે ગૃહસ્થાશ્રમને છોડીને અન્ય આશ્રમ (સંન્યાસાશ્રમ)ની પ્રાર્થના કરવા કરતાં ઉત્તમ છે કે આપ ગૃહસ્થોચિત કર્તવ્યો કરો ત્યારે રાજા નમિ ઉત્તર આપે છે કે અજ્ઞાની માસમાં કેવળ એક વાર કુશાગ્ર માપનો આહાર કરે છે તે પણ આ સર્વવિરતિરૂપ સુવિખ્યાત ધર્મ (સંન્યાસાશ્રમ)ની સોળમી કળાને પણ પ્રાપ્ત કરી શકતો १ देवाभिओगेण निओइण्णं दिनासु रना मणसा न झाया । नरिंददेविंदभिवंदिएणं जेणामि वंता इसिणा स एसो ॥ –૩. ૧-૨૧. તથા જુઓ – ઉ. ૧ર-રર Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર રપ૩ નથી. આ પરથી સ્પષ્ટ છે કે દીક્ષા લેવી એ ગૃહસ્થાશ્રમમાંથી પલાયન નથી. જો સન્યાસ લેવા છતાં રાગ-દ્વેષની ભાવના ચાલુ રહેતી હોય તો તેને પલાયન કહી શકાય. તેથી જેન-સાધુ માટે સર્વ પ્રકારનાં મમત્વની સાથે પોતાના દેહ સાથેનું મમત્વ પણ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે. દીક્ષાગુરુ દીક્ષા લેતી વખતે સામાન્ય રીતે દીક્ષા દેનાર ગુરુની પણ આવશ્યક્તા રહે છે. સાધક જેના સાંનિધ્યમાં દીક્ષિત થાય છે તે તેનો “દીક્ષાગુરુ' કહેવાય છે. જો આવા કોઈ દીક્ષાગુરુ ન મળે તો સમર્થ થતાં તે સ્વયં દીક્ષા લઈ શકે છે અને દીક્ષિત થઈ અન્ય લોકોનો પણ દીક્ષાગુરુ બની તેને સાધુધર્મમાં દીક્ષિત કરી શકે છે. જેમ કે રાજીમતી પ્રથમ સ્વયે દીક્ષા લે છે અને પછી અન્ય જીવોની દીક્ષાગુરુ બને છે. અહીં એટલી વિશેષતા છે કે જે ઉંમરમાં મોટો હોય તે જ ગુર બને એમ નથી પણ જે પ્રથમ દીક્ષા લે છે તે ગુર બને છે. જેની દીક્ષા જેટલા અધિક સમયની હોય તેટલો તે અધિક પૂજ્યપણ બને છે. તેથી દીક્ષા લઈ લીધા પછી તે પોતાના માતા-પિતા આદિ બધા કુટુંબીજનો દ્વારા પણ १ मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुंजए । न सो सुक्खायधम्मस्स कलं अग्धइ सोलसिं ।। –૩. ૯. ૪૪. २. जे कम्हिवि न मुच्छिए स भिक्खू । –૩. ૧૫. ૨. वी सट्टकाया सुइचत्तदेहा । –૩. ૧ર. ૪૨. 3 संजओ चइउं रज्जं निक्खंतो जिणसासणे । गद्दभालिस्स भगवओ अणगारस्स अंतिए ॥ –૩. ૧૮. ૧૯. ४ सा पव्वइया संती पव्वावेसी तहिं बहुं । –૩. ૧૨. ૩૨. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પૂજ્ય બની જાય છે. વસ્ત્રાભૂષણનો ત્યાગ અને કેશલોચ દીક્ષિત થનાર સાધકે સર્વપ્રથમ પોતાનાં બધા વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરવો પડે છે. ત્યારપછી પોતાનાં શિર અને દાઢીના વાળને બંને મુઠ્ઠીથી જાતે અથવા બીજાની મદથી ઉખેડી નાખવા પડે છે જેને કેશલોચ કહેવામાં આવે છે. આમ સાધકે દીક્ષા લેતાં પહેલાં સર્વપ્રથમ પોતાનાં કુટુંબીજનોની આજ્ઞા લેવી પડે છે. ત્યાર પછી તે કુટુંબ અને પરિવારના સ્નેહીજનોનો મોહ છોડીને તથા સંસારના વિષયભોગોનો ત્યાગ કરીને દીક્ષાગુરુ પાસે જાય છે. ત્યાં પહોંચીને તે પોતાનાં બધા વસ્ત્ર અને ઘરેણાં વગેરેનો ત્યાગ કરીને બંને હાથે પોતાના વાળને પણ ઉખેડી નાખે છે. ત્યાર પછી તે સાધુના નિયમ વગેરેને ગ્રહણ કરે છે. આ દીક્ષા સંસારના કષ્ટમય જીવનમાંથી કરેલ પલાયન નથી અને તે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. બાહ્ય ઉપકરણ અથવા ઉપધિ ગ્રંથમાં સાધુના બાહ્યવેશ તથા ઉપકરણ વગેરેના વિષયમાં જે સંકેત મળે છે તે પરથી જાણવા મળે છે કે સાધુ ગૃહસ્થો પાસેથી મળેલ સાધારણા વસ્ત્રો १ एवं ते रामकेसवा दसारा य बहूजणा । अरिट्ठनेमि वंदिता अइगया बारगाउरिं ।। –૩. રર. ર૭. २. आभरणाणि य सव्वाणि सारहिस्स पणामई । –૩. ર૨. ર૦. सयमेव लुचई केसे पंचमुट्ठीहिं समाहिओ । –૩. રર. ર૪. તથા જુઓ – ઉ. રર. ૩૦-૩૧. Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર ૨૫૫ પહેરતા તથા પાત્ર વગેરે કેટલાંક બીજાં ઉપકરણ પણ પોતાની પાસે રાખતા. કેટલાક સાધુ વસ્ત્રરહિત પણ રહેતા. કેશિગૌતમ-સંવાદમાં ભગવાન પાર્શ્વનાથની પરંપરાના શિષ્યો અને ભગવાન મહાવીરની પરંપરાના શિષ્યોમાં “સાંતરોત્તર (વસ્ત્રસહિત) અને “અચેલ” ( વરહિત)ના ભેદને અનુલક્ષીને એક સંવાદ ૧ સાંતરોત્તર - કેશિએ ભગવાન પાર્શ્વનાથના ધર્મને જે સંતરુત્તર (સાંતરોત્તર) દર્શાવેલ છે તે વિચારણીય છે કારણ કે આ શબ્દના અર્થની બાબતમાં વિદ્વાનોમાં વિચાર-ભેદ જોવા મળે છે જેમ કે : क सांतराणि - वर्धमानस्वामियत्यपेक्षया मानवर्णविशेषत: सविशेषाणि, उत्तराणि - महामूल्यतया प्रधानानि प्रक्रमात् वस्त्राणि यस्मिनसौ सान्तरोत्तरो धर्म: पार्थेन देशित: । –૩. (૨૩. ૧૩.) . હ. પૃ. ૨૯૫. ख अपगते शीते वस्त्राणि त्याज्यानि अथवा... शीतपरीक्षार्थं च सान्तरोत्तरो भवेत् । सान्तरमुत्तरं - प्रावरणीयं यस्य स तथा क्वचित् प्रावृणोति क्वचित् पार्थवेर्ति बिभर्ति शीताशंकया नाद्यापि परित्यजति, अथवाऽवमचेल एक कल्प-परित्यागात् द्विकल्पधारीत्यर्थः, अथवा शनैः शनै: शीतेऽपगच्छति सति द्वितीयकल्पमपि परित्यजेत् तत एकशाटक: संवृत्त: अथवाऽत्यन्तिके शीतामावे तदपि परित्यजेदतोऽचेलो भवति असौ मुखवस्त्रि कारजोहरणमात्रोपधिः । – વાર મૂત્ર ૨૦ (ત્રવૃત્તિ પૃ. ૨૫૧) The law thaguht by af41 forbids clothes, but that of the great base parsva ...... an under and upper garment. –. . . મારાં : ૪૫. પૃ. ૧ર૩. ભગવાન મહાવીરના ધર્મને “અચલ' (વસ્ત્રરહિત) કહેવાને લીધે પ્રતીત થાય છે કે “સાન્તરોત્તર’નો અર્થ “સચેલ” (વસ્ત્ર-સહિત) હોવો જોઈએ પરંતુ ઉપર્યુક્ત ઉદ્ધરણોને લીધે તથા “સચેલ'ના અર્થમાં “અચલ'ની જેમ “સચેલ” શબ્દનો પ્રયોગ ન કરીને “સાન્તરોત્તર' શબ્દનો પ્રયોગ કરવાથી પ્રતીત થાય છે કે “સાન્તરોત્તર'નો અર્થ ઉત્તરીય-વસ્ત્ર અને અધોવસ્ત્ર-આ બન્ને વસ્ત્રો ધારણ કરવાં એમ થાય છે. આચારાંગ સૂત્ર-વૃત્તિ (અથવા વસ્ત્ર પરિત્યાI દિWથારીત્યર્થ:)થી પણ આ મતની પુષ્ટિ થાય છે. અથવા Page #280 -------------------------------------------------------------------------- ________________ ર૫૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન થાય છે. તેમાં પાર્શ્વનાથની પરંપરાના પ્રધાન શિષ્ય કેશિ-શ્રમણ, મહાવીરના પ્રધાન શિષ્ય ગૌતમને પૂછે છે કે એક જ ધર્મમાં માનનારાઓમાં વસ્ત્ર સંબંધી આ ભેદ કેવો ? તેના જવાબમાં ગૌતમ કહે છે કે વિજ્ઞાનમાંથી જાણીને ધર્મના સાધનભૂત ઉપકરણોને લગતી આજ્ઞા આપવામાં આવે છે. બાહ્યલિંગતો લોકમાં માત્ર પ્રતીતિ કરાવે છે કે અમુક વ્યક્તિ સાધુ છે પરંતુ મોક્ષ પ્રત્યેનાં સદ્ભુત સાધન તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ છે. આમ કહેવાનો આશય એ છે કે આ વસ્ત્ર સંબંધી ભેદ ભગવાન મહાવીરે લોકોની બદલાતી સામાન્ય પ્રવૃત્તિને આચારાંગસૂત્રવૃત્તિ અનુસાર જ સાત્તરોત્તર શબ્દનો આ અર્થ પણ ઉચિત છે કે સાન્તરોત્તર એ સાધુ કહેવાય કે જે વસ્ત્ર રાખે તો છે જ પણ તેનો ઉપયોગ ક્યારેક જ કરે છે. ઉત્તરાધ્યયન-fમવન્દ્રવૃત્તિ અનુસાર “સાન્તરોત્તર' શબ્દનો અર્થ જે (મહાવીરના વસ્ત્રોની દષ્ટિએ) બહુમૂલ્ય અને શ્રેષ્ઠ વસ્ત્ર એમ કરવામાં આવેલ છે તે ઉચિત લાગતું નથી કારણ કે અચેલની સાથે તેની સંગતિ બેસતી નથી. જો કે “અચલ' શબ્દનો અર્થ ટીકાઓમાં “નિમ કોટિનાં વસ્ત્ર” એમ પણ કરવામાં આવેલ છે પણ અહીં “અચલ'નો સાદો અર્થ છે – વસ્ત્રરહિત. જો એવો અર્થ ન હોય તો “સાન્તરોત્તર'ની જેમ અચલ' શબ્દનો પ્રયોગ ન કરીને “અવમચેલ” (જુઓ પૃ. ૨૫૯ પા. ટી. ૨) શબ્દનો પ્રયોગ કરવામાં આવતા અને તેનો અર્થ હરિકેશિબલ મુનિએ કરેલ પણ છે. १ अचेलगो य जो धम्मो जो इमो सन्तरुत्तरो । देसिओ बद्धमाणेण पासेण य महाजसा ।। –૩. ર૩. ર૯. २ वित्राणेण समागम्म धम्मसाहणमिच्छिमं । –૩. ર૩. ૩૧. पच्चयत्थं च लोगस्स नाणाधिहविगप्परणं । जत्तथं गहणत्यं च लोगे लिंगपओयणं । –૩. ૨૩. ૩૨. તથા જુઓ – ઉ. ર૩. ૨૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર ૨૫૭ ધ્યાનમાં રાખીને કરેલ છે. લોકોની બદલાતી પ્રવૃત્તિને દર્શાવતાં લખવામાં આવેલ છે કે પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથના સમયમાં મનુષ્ય સરળ પ્રકૃત્તિનો તથા મૂર્ખ હતો (ગુનડ), ચોવીશમા (અંતિમ) તીર્થકર ભગવાન મહાવીરના સમયમાં મનુષ્ય કુટિલ પ્રકૃતિનો તથા મૂર્ખ (વMS) હતો તથા બંને તીર્થકરોના મધ્યકાળ (બીજાથી માંડી ત્રેવીસમાં તીર્થકરના સમય)માં મનુષ્ય સરળ પ્રકૃતિનો તથા વ્યુત્પન્ન (ગુના) હતો. આનું તાત્પર્ય એ કે મધ્યકાળની વ્યક્તિ સરળ અને વ્યુત્પન્ન હોવાથી ધર્મને સરળતાથી યોગ્ય રીતે સમજી જતી તથા તેમાં કુતર્ક વગેરે ન કરીને યથાવત તેનું પાલન કરતી. તેથી મધ્યકાળમાં વસ્ત્રાદિના નિયમોમાં છૂટછાટ દેવામાં આવી હતી પરંતુ આદિનાથ તથા મહાવીરના કાળમાં વ્યક્તિઓ મૂર્ખ (અલ્પજ્ઞ) હોવાથી એમ સમજીને કે ક્યાંક વસ્ત્રાદિમાં રાગબુદ્ધિ ન કરવા માંડે તેથી વસ્ત્રાદિના વિષયમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવેલ. મહાવીરના કાળમાં એમ કરવું વળી વધારે આવશ્યક હતું કારણ કે એ કાળની વ્યકિત વક્ર હોવાથી કતર્ક દ્વારા ધર્મમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. તેથી મહાવીરના કાળમાં સ્થવિરકલ્પ (અપવાદમાર્ગ)ની દૃષ્ટિએ સાધારણા કોટિનાં વસ્ત્ર ધારણ કરવાની તથા જિનકલ્પ (ઉત્સર્ગમાર્ગ)ની અપેક્ષાએ નગ્ન રહેવાની અનુમતિ આપવામાં આવી. એ પરથી પ્રતીત થાય છે કે સાધુ કાં તો સાધારણ કોટિના વસ્ત્રધારી હતા અથવા નગ્ન હતા. સાધુ માટે સહન કરવાના પ્રમુખ (રર) બાવીશ કષ્ટો (પરીષહો)માં અચેલ હોવાપણાને પણ એક કષ્ટ માનવામાં આવેલ છે જેનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે સાધુએ વસ્ત્ર ફાટી જાય અથવા પોતે નગ્ન બની જાય તો પણ નવાં વસ્ત્રની અભિલાષા ન કરવી. - - १ पुरिमा उज्जुजड्डा वक्कजडा य पच्छिमा । मज्झिमा उज्जुपना उ तेण धम्मे दुहा कए । पुरिमाणं उब्बिसोज्झो उ चरिमाणं दुरणुपालओ । कप्पो मज्झिमगाणं तु सुविसोज्झो सुपालओ ।। –૩. ૨૩. ર૬. ર૭. ૨ જુઓ પૃ. ર૫૫. પા. ટિ.૧. ૩ જુઓ પૃ. ૩૫. પા. ટિ.૨. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જો કે સાધુ બધા પ્રકારના પરિગ્રહથી રહિત હોય છે; તથાપિ જીવિકાનિર્વાહ, ધર્મપાલન તથા લોકમાં પ્રતીતિ કરાવવા માટે તે જે આવશ્યક બાહ્ય ઉપકરણોનું ગ્રહણ કરે છે તેને ઉપધિ અથવા ઉપકરણ કહેવામાં આવે છે. તેને મુખ્યતઃ બે ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. ૧. સામાન્ય ઉપકરણ (ઓધોપધિ) અને વિશેષ ઉપકરણ (ઔપગ્રહિકોપધિ). - સામાન્ય ઉપકરણો જે વસ્ત્રાદિ સાધુના ઉપયોગમાં દરરોજ આવે છે તેને સામાન્ય ઉપકરણ (ઓશોપધિ) કહેવામાં આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સ્થવિરકલ્પી સાધુ માટે વર્તમાનમાં એવાં ચૌદ ઉપકરણ રાખવાની છૂટ છે. પરંતુ ગ્રંથમાં આ પ્રકારના જે ઉપકરણોનો ઉલ્લેખ મળે છે તે આ પ્રમાણે છે. ૧. મુખવસ્ત્રિકા શ્વેત કપડાની પટ્ટી જેને જૈન શ્વેતાંબર સાધુ હંમેશાં પાસે રાખે છે. કેટલાક મુખ ઉપર બાંધી રાખે છે. દિગબર પરંપરાના સાધુ આ ઉપકરણને ધારણ કરતા નથી. १ ओहावहोवग्गाहियं भण्डगं दुविहं मुजी । –૩. ૨૪-૧૩. ૨. એ ચૌદ ઉપકરણ આ પ્રમાણે છે : ૧. પાત્ર, ૨. પાત્રબંધ, ૩. પાત્રસ્થાપન, ૪.પાત્રામાર્શનિકા, પ. પટલ, ૬. રજ સ્ત્રાણા, ૭. ગુચ્છક, ૮-૯ બે ચાદર, ૧૦. ઊનનું વસ્ત્ર (ધાબળો), ૧૧. રજોહરણ, ૧ર. મુખવસ્ત્રિકા, ૧૩. માત્રક (પાત્ર વિશેષ) અને ૧૪. ચોલપટ્ટક (લંગોટી) જે. સા. ઈ. પૂ. ર૪૨. 3 पुब्बिलम्मि चउष्माए पडिलेहिमाण भण्डयं । .... .... .... .... || मुहपोत्ति पडिलेहित्ता पडिलहिज्ज गोच्छगं । गोच्छगलइयंगुलिओ वत्थाई पडिलेहए । –૩. ર૬. ર૧. ર૩. Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સામ્રાચાર ર૫૯ ૨. રજોહરણ (ગોચ્છક) : જીવોની રક્ષા કરવા તથા ધૂળ વગેરેને સાફ કરવાની ખાસ પ્રકારની સાવરણી. એ પણ સાધુ પાસે દરરોજ રાખવામાં આવે છે કારણ કે પ્રત્યેક કાયિક-ક્રિયાના પ્રારંભમાં તેની જરૂર પડે છે. દિગંબરપરંપરાના સાધુઓ માટે પણ આ આવશ્યક ઉપકરણ છે. ૩. પાત્ર (ભાંડક) લાકડું, તુંબડી કે માટી વગેરેનું વાસણ. તેનો ઉપયોગ આહાર, જળ વગેરે લાવવામાં અને રાખવામાં થાય છે.આચારાંગસૂત્રમાં આવશ્યક્તાનુસાર બે ચાર પાત્ર રાખવાનો ઉલ્લેખ મળે છે. આ પણ એક જરૂરી ઉપકરણ છે. દિગંબર પરંપરાના સાધુ માત્ર એક પાત્ર રાખે છે અને તેને કમંડળ” કહેવામાં આવે છે. ૪. વસ્ત્ર પહેરવાનાં કપડાં. આ વસ્ત્ર સાધારણા કોટિનાં હતાં જેથી એ પ્રત્યે મમત્વ ન બંધાય. જો કે મહાવીરે અચેલ ધર્મ (નગ્ન રહેવું)નો ઉપદેશ આપેલો. પરંતુ હરિકેશિબલને “અવમએલએ” (સાધારણ-કોટિના વસ્ત્રવાળા) કહેવામાં આવેલ છે. આ ઉપરાંત, વસ્ત્રોને દરરોજ ઉખેળીને તેને યોગ્ય રીતે તપાસવાં અને રજોહરણથી તેનું પ્રમાર્જન (સફાઈ) કરવાનું વિધાન પણ કરવામાં આવેલ છે. એ પરથી સ્પષ્ટ થાય છે કે સાધુએ વસ્ત્ર રાખવાં એવી છૂટ હતી ખરી પણ એની મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી. ૫. પાદકંબલ તેનો ગ્રંથમાં બે જગ્યાએ ઉલ્લેખ મળે છે. આત્મારામજીએ બંને જગ્યાએ જુદા જુદા બે અર્થ કરેલ છે. ૧. પાદપ્રીંછન (પગ સાફ કરવાનો ૧ ગાવારસૂત્ર ર. ૧. ૬. २ ओमचेलए पंसुपिसायमूए संकरदूसं परिहरिय कण्ठे । -૩. ૧ર. ૬. ૩ જુઓ – પૃ. ૨૫૮. પા. ટિ. ૩. ४ संथारं फलगं पीढं निसिज्जं पायकंबलं । अप्पमज्जियमारुहई पावसमणि त्ति वुच्चइ ।। –૩. ૧૭. ૭. पडिलेहेइ पमत्ते अवउज्झइ पायकंबलं । पडिलेहाअणाउत्ते पावसमणि तिं वुच्चई ।। –૩. ૧૭. ૯. Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૬૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કપડાનો ટૂકડો અને ૨. પાત્ર અને કંબલ. આ બંને અર્થોમાં પ્રથમ અર્થ (પાદપ્રોંછન) અધિક ઉપયુક્ત માલૂમ પડે છે કારણ કે ગ્રંથમાં કહેવામાં આવેલ છે કે જે સાધુ પાદકંબલને યોગ્ય રીતે સાફ કર્યા વગર તેના ઉપર બેસે છે તે પાપશ્રમ’ છે. વિશેષ ઉપકરણ. જે ઉપકરણ ઉપયોગ કર્યા પછી ગૃહસ્થને પાછાં આપવામાં આવે છે અથવા જે ખાસ અવસરે કેટલોક સમય લેવામાં આવે છે તેને વિશેષ ઉપકરણ (ઔપગ્રહિકોપધિ) કહેવામાં આવે છે. જેમ કે. ૧. પીઠ : બેસવા માટે લાકડાનો પાટલો ૨. ફલક : સૂવા માટે લાકડાનું પાટિયું ૩. શય્યા : રહેવા માટેનું સ્થાન (ઉપાશ્રય) ૪. સંસ્તારક : ઘાસ તણખલાં વગેરેમાંથી બનાવેલ આસન (બિસ્તર) આ રીતે સાધુના આ બધાં ઉપકરણોમાં મુખવસ્ત્રિકા, રજોહરણ વગેરે આવશ્યક છે અને પીઠ, ફલક વગેરે વિશેષ. આગમ-ગ્રંથોમાં સ્ત્રીઓ માટે કેટલાંક વધારે ઉપકરણ રાખવાની અનુમતિ આપવામાં આવેલ છે. આ ઉપકરણ સંયમમાં ઉપકારક હોવાથી જ જરૂરી છે. તેનાથી સાધુની ઓળખાણ પણ થાય છે. પાંચ મહાવ્રત સાધુ દીક્ષા લીધા પછી સર્વ પ્રથમ પાંચ નૈતિક મહાવ્રતોને ધારણ કરે છે. આ મહાવ્રત સાધુના સંપૂર્ણ આચારના આધારસ્તંભ છે. તેનાં નામ આ પ્રમાણે છે. ૧ ડૉ. મોહનલાલ મહેતાએ પાદપ્રીંછનનો અર્થ રજોહરણ કરેલ છે. -જુઓ જૈન આચાર પૃ. ૧૬૫ ૨ જુઓ – પૃ. ૨૨૯, પા. દિ. ૪. ૩ એજન ઉ. ૨૫. ૩. ૪ જે. સા.બુ. ઇ. ભાગ - ૨ પૃ. ૨૦૦ ૫ જુઓ પૃ. ૨પ૬ પા. ટિ. ૨ ६ अहिंस सच्चं ध अतेणगं य तत्तो य बंमं अपरिग्गरं च । पडिवज्झिया पंचमहव्वयाणि चरिज्ज घम्मं जिणदेसियं विउ । -૩. ૨૧. ૧ર. તથા જુઓ . ૧ર. ૪૧. Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૧ અહિંસા - મહાવ્રત ઃ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરમવું. મહાવ્રત : સર્વ પ્રકારના અસત્ય કથનથી વિરમવું. ૨ સત્ય ૩ અચૌર્ય - મહાવ્રત : સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરમવું. ૪ બ્રહ્મચર્ય - મહાવ્રત : બધા પ્રકાના યોન સંબંધોથી વિરમવું. ૫ અપરિગ્રહ - મહાવ્રત : સર્વ પ્રકારના ધન વગેરેના સંગ્રહનું વિરમણ. આ પાંચ પ્રકારના વ્રતોનું અતિસૂક્ષ્મરૂપે પાલન કરવું એ જ મહાવ્રત કહેવાય છે. તેનાં સ્વપરૂપાદિ આ પ્રમાણે છે : - અહિંસા મહાવ્રત : મન-વચન-કાયા તથા કૃત-કારિત-અનુમોદનાથી કોઈ પણ પરિસ્થિતિમાં ત્રસ્ત અને સ્થાવર જીવોને દુ:ખિત ન કરવાં એ અહિંસા મહાવ્રત છે'. મનમાં કોઈ બીજાને પીડિત કરવાનું વિચારવું તથા કોઈ બીજા દ્વારા કોઈ અન્યને પીડિત કરવાનું વિચારવામાં આવે ત્યારે તેનું સમર્થન કરવું એ પણ હિંસા છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવેલ છે કે હિંસાની અનુમોદના કરે છે તે પણ તેના ફળને ભોગવ્યા વગર રહી શકતો નથી. ભગવાન અરિષ્ટનેમી જ્યારે પોતાના વિવાહ વખતે જુએ છે કે ઘણાં પશુઓને મારા નિમિત્તે (વિવાહની ખુશીમાં ખાવા માટે) મારવામાં આવશે ત્યારે તેઓ કહે છે કે આ બાબત મારા માટે કલ્યાણપ્રદ નથી. જેઓ હિંસામાં સુખ માને છે તેની બાબતમાં ગ્રંથમાં ખૂબ જ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે સુખ દુ:ખ પોતાના આત્મામાં જ રહે છે તથા બધા જીવોને પોતાના પ્રાણ પ્રિય હોય છે. તેથી હિંસાવૃત્તિ છોડીને તેની १. जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दंडं मणसा वयसा कायसा चैव ॥ - તથા જુઓ ૬. ૧૨. ૩૯, ૪૧; ૨૫. ૨૩ વગેરે २ न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । 3 जइ मज्झ कारणा एए हम्मेति सुबहुजिया । न मे एयं तु निस्सेसं परलोगे भविस्सई || ર૬૧ ૧૩. ૮. ૧૦. ~ ૩. ૮. ૮. --૩. ૨૨. ૧૯. Page #286 -------------------------------------------------------------------------- ________________ ર૬ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન રક્ષા કરવી જોઈએ. અહિંસાવતી સાધુ માટે એટલું જ નહીં પણ પોતાનું પણ અહિત કરનાર પ્રત્યે ક્ષમાભાવ રાખવો, તેને અભયદાન આપવું, સદા વિશ્વમૈત્રી અને વિશ્વકલ્યાણની ભાવના રાખવી તથા કોઈ વધ કરવા માટે તત્પર બને તો પણ એના પ્રત્યે જરા પણ ક્રોધ ન કરવો એ પણ આવશ્યક છે. આ ઉપરાંત, ગૃહનિર્માણ, અન્નપાચન, શિલ્પકળા, જય-વિક્રય, અગ્નિ સળગાવવો વગેરે ક્રિયાઓ પણ અહિંસાવ્રતી સાધુએ પોતે ન કરવી તથા બીજા પાસે કરાવવી પણ નહિ કારણ કે આ ક્રિયાઓ કરતી વખતે સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે. તેથી સાધુએ ભિક્ષા વગેરે લેતી વખતે આ બધા દોષોથી બચવું આવશ્યક છે એમ १ अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ।।। –8. ૬. ૭. તથા જુઓ – ઉ. ૬. ૨; ૧૩, ર૬ વગેરે २ पुव्विं च इणि च अणागयं च मणप्पदोसो न मे अस्थि कोइ । –૩. ૧ર. ૧૩. महप्पसाया इसिणो हवंति न हु मुणी कोवपरा हवंति । – ૩. ૧ર. ૩૧. हओ न संजले भिक्खू मणं पि न पओसए । –૩. ૨. ર૬. मे तिं भूएसु कप्पए । –૩. ૬. ૨. हियनिस्सेसाए सव्वजीवाणं । –૩. ૮. ૩. તથા જુઓ – ઉ. ર-ર૩-ર૭, ૧૩. ૧૫; ૧પ-૧૬, ૧૮. ૧૧. ૧૯. ૯૦, ૯૩, ૨૦. પ૭, ૨૧. ૧૩ વગેરે 3 न सयं गिहाई कुविज्जा णेव अनेहि कारए । गिहकम्मसमारंभे भूयाणं दिस्सए वहो । –૩. ૩૫. ૮. તથા જુઓ – ઉ. ૩૫. ૯-૧૫; ૧૫-૧૬, ૨૧. ૧૩. વગેરે Page #287 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ર૬૩ દર્શાવવામાં આવ્યું છે. મળ-મૂત્ર આદિનો ત્યાગ કરતી વખતે સૂક્ષ્મ જીવોની હિંસા ન થાય તે માટે બહુ નીચે સુધી અચિત્તભૂમિમાં મળ-મૂત્ર વિસર્જન કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. એ સાથે, વૈદિક યાગાદિ ક્રિયાઓ હિંસારૂપ હોવાથી ગ્રંથમાં અહિંસા-યજ્ઞ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ અહિંસાવ્રતનું સારી રીતે પાલન કરવા માટે જરૂરી છે કે અહિંસાવતી પ્રમાદ (અસાવધાની)થી રહિત થઈને આચરણ કરે કારણ કે પ્રમાદપૂર્વક કરવામાં આવેલ આચરણ અહિંસાથી યુક્ત હોવા છતાં પણહિંસારૂપ છે તથા અપ્રમાદપૂર્વક કરવામાં આવેલ આચરણ હિંસાથી યુક્ત હોવા છતાં પણ અહિંસારૂપ છે તેથી પ્રમાદરહિત થઈને આચરણ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તથા અહિંસાવ્રતના પાલનને દુષ્કર દર્શાવવામાં આવ્યું છે*. આ ઉપરાંત ગ્રંથમાં અહિંસાવ્રતનું પાલન કરનારને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે" તથા તેનું પાલન ન કરનારને જન્માંતરમાં નરકની પ્રાપ્તિનું ફળ મળે છે એમ દર્શાવવામાં આવ્યું ૧ જુઓ – એષણા અને ઉચ્ચાર સમિતિ ૨ જુઓ – પ્રકરણ ૭ તથા મારો નિબંધ યજ્ઞ: એક અનુચિત્તન “શ્રવણ - સપ્ટેમ્બર ૧૯૬૬ 3 खिप्पं न सक्केइ विवेगमेउं तम्हा समुट्ठाय पहाय कामे । समिक्ख लोयं समया महेसी अप्पाणरक्खी चरेप्पमत्तो । –૩. ૪. ૧૦. मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स णस्थि बन्धो हिंसामित्तेण समिदस्स ।। –રવૃત સર્વાર્થસિદ્ધિ ૧. ૧૩. જુઓ ઉ. -૨૨; ૪. ૬-૮; ૬. ૧૩; ૧૦. ૧-૩૬; ૨૧. ૧૪-૧૫; ર૬. રર વગેરે ४ समया सव्वभूएसु सत्तमित्तसु वा जगे । पाणाइवायाविरहे जावज्जीवाए दुक्करं ॥ – ૩. ૧૯. ર૬. ५ तस पाणे चियाणेत्ता संगहेण य थावरे । जो न हिंसइ तिविहेण तं वयं बूम माहणं ॥ –૩. ૨૫. ર૩, Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છે. વૈદિક સંસ્કૃતિમાં પણ અહિંસાને સમસ્ત ધાર્મિક-કાર્યોનું શ્રેષ્ઠ અનુશાસન માનવામાં આવેલ છે. આમ, અહિંસાવ્રતી સાધુએ એવી કોઈ પણ ક્રિયા કે માનસિક સંકલ્પ આદિ ન કરવો જોઈએ જે બીજા માટે દુ:ખનો હેતુ બને એનું કારણ એ છે કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ મહાવ્રતોના મૂળમાં તથા સાધુના અન્ય આચારપરક જેટલા નિયમ ઉપનિયમ છે તે બધાનાં મૂળમાં અહિંસા જ રહેલ છે. સત્ય મહાવ્રત ક્રોધ, લોભ, હાસ્ય, ભય અને પ્રમાદ વગેરે અસત્ય બોલવાનાં કારણો હાજર હોય છતાં, મન-વચન-કાયા તથા કૃત-કારિત-અનુમોદનાથી ક્યારેય અસત્ય ન બોલીને દરરોજ સાવધાનીપૂર્વક હિતકારી, આર્થિક અને પ્રિય વચનો જ બોલવાં એ સત્યમહાવ્રત છે. તેથી નિરર્થક અને અહિતકર બોલાયેલું વચન સત્ય હોવા છતાં પણ ત્યાજ્ય છે. આ રીતે સત્ય મહાવ્રતીએ અસત્ય વચન પણ ન બોલવું જોઈએ. આ ઉપરાંત, “ભોજન સરસ બન્યું છે”, “સારી રીતે રાંધવામાં આવેલ છે' એવાં સાવદ્ય વચનો (દોષ યુક્ત વચનો) તથા “આજે હું આ કાર્ય જરૂર કરીશ', “જરૂર આમ થશે’ એવાં નિશ્ચયાત્મક વાક્યો પણ १ पाणवहं मिया अयाणंता मंदा नरयं गच्छति । –૩. ૮. ૭. २ अहिंसयैव भूतानां कार्य श्रेयोऽनुशासनम् । –મનુસ્મૃતિ ૨. ૧૫૯. 3 कोहा व जइ वा हासा लोहा वा जइ वा भया । मुसं न वयई जो उ तं वयं बूम माहणं ।। – ૩. ર૫. ર૪. निच्चकालप्पमत्तेणं मुसावायविवज्जणं । भासियव्वं हियं सच्चं निच्चाउत्तेण दुक्करं ।। –૩. ૧૯. ૨૭. ४ वयजोग सुच्चा न असब्भमाहु । –૩. ૨૧. ૧૪. Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ર૬૫ સાધુએ બોલવાં જોઈએ નહીં. કારણ કે સાવદ્ય વાણી બોલવાથી હિંસાની અને નિશ્ચયાત્મક વાણી બોલવાથી મિથ્યા થવાની આશંકા રહે છે. આમ, સત્યમહાવ્રતી માટે મન-વચન-કાયથી અને કૃત-કારિત-અનુમોદનાથી કોઈ પણ અવસ્થામાં ઉપયોગહીન (નિરર્થક), સાવદ્ય, નિશ્ચયાત્મક અસભ્ય, (અશોભન), અને અહિતકર વચન ન બોલવાં જોઈએ પણ ઉપર્યુક્ત દોષોને બચાવી લેતાં દરરોજ સાવધાનીપૂર્વક હિતકારી, અલ્પ અને પ્રિયવચન જ બોલવાં જોઈએ. ત્રિવિધ સત્ય અને તેનું ફળ : ગ્રંથમાં વચન બોલવાની ક્રમિક ત્રણ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે. ૧ મનમાં બોલવાનો સંકલ્પ (સંરક્ષ્મ), ૨ બોલવાનો પ્રયત્ન (સમારંભ) અને ૩ બોલવાની પ્રવૃત્તિ (આરંભ). વચન બોલવાની આ ત્રણ ક્રમિક અવસ્થાઓમાં સત્ય બોલવારૂપી પ્રવૃત્તિ કરતાં તેનાં જ ક્રમશ: નામો, ભાવસત્ય, કરણસત્ય અને યોગસત્ય છે. અર્થાત્ મનમાં સત્ય બોલવાનો સંકલ્પ કરવો એ “ભાવસત્ય', સત્ય બોલવાનો પ્રયત્ન કરવો એ કરણસત્ય' અને સત્ય બોલવું એ “યોગસત્ય છે. આ ત્રિવિધ સત્યથી જે મૂળની પ્રાપ્તિ થાય છે તે આ પ્રમાણે છે : ૧ ભાવસત્યનું ફળ : ભાવસત્યથી સાધકનું અંત:કરણ વિશુદ્ધ થાય છે અને તે ધર્મનું સેવન કરી આ જન્મને અને આગામી જન્મને પણ સફળ કર છે. १ मुसं परिहरे भिक्खू ण य ओहारिणीं वए । भासा दोसं परिहरे मायं यं वज्जए सया ।। ૩. ૧. ૨૪. सुकडित्ति सुपक्किति सुच्छिण्णे सुहडे मडे । सुणिट्ठिए सुलट्ठित्ति सावज्जं वज्जए मुणी ।। ૩. ૧. ૩૬. २ संरंभसमारंभे आरंभे य तहेव य । वयं पवत्तमाणं तु नियतेज्ज जयं जई ।। ૩. ૨૪. ર૩. 3 ... भावसच्चेण भावविसोहिं जणयइ । भावविसोहीए वट्ठमाणे जीवे अरहंतपत्रतस्य धम्मस्य आराहणयाए अब्भुढेइ । अरहंतपत्रतस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोगधम्मस्स आराहए भवइ । ૩. ર૯. ૫૦. Page #290 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૨ કારણસત્યનું ફળ : આનાથી જીવ સત્યરૂપ ક્રિયા કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને તે જેવું બોલે છે તેવું કરીને પ્રામાણ્વિક પુરુષ થાય છે`. ૩ યોગસત્યનું ફળ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ (ક્રિયા)નું નામ યોગ છે તેથી જે ક્રિયા રૂપે પણ સત્યનું જ પાલન કરે છે તે પોતાના યોગોને વિશુદ્ધ કરે છે. ૨૬૬ આમ, સત્ય મહાવ્રતના મૂળમાં પણ અહિંસાની ભાવના રહેલી છે. તેથી સત્ય એવા અહિતકારી વચન બોલવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસત્ય બોલનાર વ્યક્તિ એક અસત્યને છૂપાવવા માટે અન્ય અનેક અસત્યો બોલે છે અને હિંસા, ચોરી વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ દુ:ખી થાય છે. આથી વિપરીત, સત્ય બોલનાર સાધુ જેવું બોલે છે એવું જ કરે છે અને પ્રામાણિક પુરુષ બની સુખી થાય છે. વૈદિક સંસ્કૃતિમાં પણ સત્યવ્રતને હજારો અશ્વમેઘયજ્ઞ કરતાં ચડિયાતું દર્શાવવામાં આવેલ છે તથા આ સત્યવ્રતનું પાલન કરનારને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ પણ કહેવામાં આવ્યું છે ́. ગ્રંથમાં આ વ્રતથી યુક્ત જીવને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે તથા આ વ્રતનું પાલન કરવું દુષ્કર છે એમ પણ કહેવામાં આવ્યું છેપ. અચૌર્ય મહાવ્રત તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ ન કરવી એ અચોર્ય મહાવ્રત કહેવાય. મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી આ વ્રતનું करणसच्चेणं करणसत्तिं जणयइ । करणसच्चे माणे जीवे जावाई तहाकारी यावि भवइ । जोगसच्चेणं जोगं विसोहेइ । 3 मोसस्स पच्छा य पुरत्ययो य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समायणयंतो रुवे अतित्तो दुहिओ अणिस्सो || ૧ ૨ ૪ ૩. આ. ટી. પૃ. ૧૧૨૨. ૫ જુઓ પૃ. ૨૬૪. પા. ટિ. ૩. ૩. ૨૯. ૫૧. ૩. ૨૯. ૫૨. ૩. ૩૨. ૩૧. Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ર૬૭ પાલન કરવું પણ આવશ્યક છે. આ ઉપરાંત, જે વસ્તુ ગ્રહણ કરવામાં આવે તે નિર્દોષ પણ હોવી જોઈએ. કારણ કે સદોષ વસ્તુ ગ્રહણ કરતાં હિંસાનો દોષ લાગે છે. સાધુ માટે બધી સચિત્ત વસ્તુને ગ્રહણ કરવાનો નિષેધ છે. તેથી, કોઈ સચિત્ત વસ્તુ આપે તો તેને લેવી એ પણ ચોરી છે. સ્વીકૃત વ્રતોનું પાલન ન કરવું એ પણ ચોરી છે. આ અચૌર્યવ્રતની દઢતા માટે ગ્રંથમાં સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે “ધનાદિ ગ્રહણ કરવાં એ નરકનું કારણ છે” (હિંસાદિમાં પ્રવૃત્તિ કરાવે તે કારણે) એવું સમજી સાધુએ એક તણખલું પણ ન લેવું. આહાર વગર શરીરનો નિર્વાહ થઈ શકતો નથી. તેથી પોતાની નિંદા કરતાં કરતાં પાત્રમાં દેવામાં આવેલ નિર્દોષ આહારને જ સ્વીકારવો જોઈએ. વૈદિકસંસ્કૃતિમાં આનું પાલન કરનારને બ્રહ્મત્વ પ્રાપ્ત થાય છે એમ કહેવાયું છે. ગ્રંથમાં આ વ્રતનું પાલન કરનારને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે તથા આ વ્રતનું પાલન કરવું મુશ્કેલ છે એમ દર્શાવવામાં આવેલ છે. બ્રહ્મચર્ય મહાવ્રત મન-વચન-કાય તથા કત-કારિત-અનુમોદનાથી મનુષ્ય, નિયંચ અન દેવ १ दंतसोहणमाइस्स अदत्तस्स विवज्जणं । अणवज्जेसणिज्जस्स गिण्हणा अवि दुक्करं ।। –૩. ૧૯. ૧૮. चित्तमंतमचित्तं वा अप्पं वा जइ वा बाहुं । न गिण्हाइ अदत्तं जे ते वयं बुम माहणं ।। –૩. રપ. રપ. २ आयाणं णरयं दिस्स णायइज्ज तणामवि । दो गुंछी अप्पणो पाए दिण्णं भुंजिज्ज भोयणं ।। ૩. ૬. ૭. ૩ ઉ. વા. ટી. પૃ. ૧૧ર૩ ૪ જુઓ પૃ. ૨૧૯. પાટિ. ૧. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન શરીર સંબંધી સર્વ પ્રકારના મૈથુનસેવનનો ત્યાગ કરવો એ બ્રહ્મચર્ય મહાવ્રત છે'. ગ્રંથમાં તેના અઢાર ભેદોનો સંકેત મળે છેરે. ઔદારિક શરીર (મનુષ્ય અને તિર્યંચ સંબંધી શરીર) અને વૈક્રિય શરીર (દેવ સંબંધી શરીર) સાથે મૈથુન સેવન સંભવતું હોવાથી ટીકાકારોએ આ બંને પ્રકારના શરીરો સાથે મૈથુન સેવનનો કૃતકારિત અનુમોદના તથા મન-વચન-કાયથી ત્યાગ કરવા રૂપ બ્રહ્મચર્યના અઢાર ભેદ ગણાવ્યા છે. બ્રહ્મચર્યના આ જે અઢાર ભેદ ગણાવવામાં આવ્યા છે તે સામાન્ય દૃષ્ટિએ છે. અન્યથા દરેક વ્યક્તિના શરીરભેદથી તેના અનેક પ્રકારો સંભવે છે. આ બ્રહ્મચર્યની રક્ષા માટે નીચે જણાવેલ દસ પ્રકારના સમાધિ સ્થાનોનું અનુપાલન આવશ્યક છે. સમાધિ સ્થાન : બ્રહ્મચર્યની રક્ષા માટે જે દસ વિશેષ બાબતોનો ત્યાગ આવશ્યક દર્શાવવામાં આવેલ છે તેને ગ્રંથમાં ‘સમાધિ સ્થાન'ના નામે વ્યક્ત કરવામાં આવેલ છે”. ચિત્તને એકાગ્ર કરવામાં તેનું વિશેષ મહત્ત્વ હોવાથી તેને સમાધિ સ્થાન કહેવામાં આવેલ છે. સમાધિ સ્થાનના દસ પ્રકારો નીચે મુજબ છે : ૧ સ્ત્રી વગેરેથી સંકીર્ણ સ્થાનના સેવનનો ત્યાગ-સ્ત્રી, પશુ વગેરેનું જ્યાં १. दिव्यमाणुस्सतेरिच्छं जो न सेवइ मेहुणं । मणसा कायवक्केणं तं वयं बूम माहणं ॥ विरई अबंभचेरस्स कामयोगरसनुणा । उग्गं महव्वयं बंमं धारेयव्वं सुदुक्करम् ॥ ૩. ૨૫. ૨૬. ૨ ૩. ૩૧. ૧૪. ૩ એજન. આ. ટી. પૃ. ૧૩૯૬. ४ इमे खलु ते थेरेहिं भगवंतेहि दस बम्भचेरसमाहिठाणा पत्रत्ता, जे भिक्खू सोच्चा निसम्म संजमबहुले संवर बहुले समाहिबहुले गुत्ते गुत्तिंदिए गुत्तबंभचारी सया अप्पमत्ते विहरेज्जा | ૧૩. ૧૯. ૨૯. —૩. ૧૬. ૧. (ઘ) Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર આવાગમન સંભવે છે એવાં મંદિર, સાર્વજનિક સ્થાન, બે ઘરોની સંધિઓ, રાજમાર્ગ વગેરે સ્થાનોમાં સાધુએ એકલા ન રહેવું` કારણ કે સ્ત્રી આદિથી સંકીર્ણ સ્થાનો ઉપરની હાજરીથી તેમની કામક્રીડાઓ જોઈને બ્રહ્મચારીની કામેચ્છા જાગ્રત થઈ શકે છે. પૂર્ણ-સંયમીએ સ્ત્રીના સંપર્કથી બચવું જોઈએ. અન્યથા રેથનેમીની જેમ કામજન્ય ચંચળતા સંભવે છે. જેમ બિલાડીઓ પાસે ઉંદરનું રહેવું ઉચિત નથી તેમ બ્રહ્મચારી પુરુષ સ્ત્રી પાસે (સ્ત્રીએ પુરુષ પાસે) રહેવું ઠીક નથી. તેથી બ્રહ્મચારી સાધુ માટે એકાન્ત સ્થાન જ ઉપયોગી છે . ૨ કામરાગ વધારનાર સ્ત્રીકથાનો ત્યાગ-મનમાં આહ્લાદને ઉત્પન્ન કરનાર તથા કામરાગને વધારનાર સ્ત્રીકથા કહેવા તથા સાંભળવાથી બ્રહ્મચર્ય ટકી શકે નહીં. તેથી બ્રહ્મચારીએ સ્ત્રીકથાથી દૂર રહેવું જોઈએ . જે સ્ત્રીકથાથી ધર્મમાં १. जं विवित्तमणाइनं रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्ठा आलयं तु निसेवर || समरेसु अगारेसु संधीसु य महापहे । एगो एगिथिए सद्धि व चिट्ठे ण संलवे || ૨ જુઓ પરિશિષ્ટ ૨ 3 जहा विराला सहस्स मूले न यूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिलयस्स मज्झे न बंभयारिस्स खमो निवासो || ४ कामं तु देवीहिं विभूसियाहिं न चाइया खोमइउं तिगुत्ता । तहा वि एगंतहियं ति नच्चा विदित्तवासो मुणिणं पत्थो । ५ मणपल्हायजणजी कामरागविवड्ढणी । बम्भररओ भिक्खू यीकहं तु विवज्जए ॥ ૨૬૯ —૩. ૧૬. ૧. ૧૩. ૧. ૨૬. ૩. ૨. ૧૩. ૩. ૩૨. ૧૬. ૧૩. ૧૬. ૨. Page #294 -------------------------------------------------------------------------- ________________ ર૭૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના રુચિ વધે એવી પતિવ્રતા કે બ્રહ્મચારિણી સ્ત્રીની કથા કહી શકાય પરંતુ એવી કથા પણ એકાંતમાં ન કહેવી જોઈએ કારણ કે ક્યારેક તેનો વિપરીત પ્રભાવ પણ સંભવે છે. ૩ સ્ત્રીઓ સાથે એક આસન ઉપર બેસવાનો ત્યાગ-સ્ત્રીઓ સાથે એક આસન ઉપર બેસીને કથા, વાર્તાલાપ, પરિચય વગેરે કરવાથી કામ પીડા ઉત્પન્ન થઈ શકે છે તેથી બ્રહ્મચારીએ સ્ત્રીઓની સાથે પરિચય ન વધારવો જોઈએ અને એમની સાથે એક આસન ઉપર ન બેસવું જોઈએ. વૃત્તિકાર નેમિચન્દ્ર પૂર્વપરંપરાનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે જે સ્થાન ઉપર કોઈ સ્ત્રી બેસી ચૂકી હોય તો તે સ્થાન ઉપર તેના ઊઠી જવા બાદ એક મુહૂર્ત સુધી ન બેસવું જોઈએ કારણ કે તત્કાલ ત્યાં બેસવાથી શંકા વગેરે દોષ થવાની સંભાવના રહે છે. ૪ રાગપૂર્વક સ્ત્રીઓનાં રૂપાદિ-દર્શનનો ત્યાગ-સ્ત્રીઓનાં અંગો (મસ્તક વગેરે), પ્રત્યંગો (સ્તન, પેટ વગેરે), સંસ્થાનો (કેડ વગેરે) તથા અનેક પ્રકારની મનોહર મુદ્રાઓ જોવાથી ચક્ષુરાગ ઉત્પન્ન થાય છે તેથી બ્રહ્મચારીએ ચક્ષુ ઈન્દ્રિયના વિષયભૂત સ્ત્રીરૂપદર્શન કરવું ન જોઈએ. જોવું એ ચક્ષુનો સ્વભાવ છે. તેથી આ પ્રકારનો પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે વીતરાગતાપૂર્વક શુભ ધ્યાન કરવું જોઈએ”. સ્ત્રીઓના રૂપ-લાવણ્યમાં આસક્તિ ન થાય એ માટે ગ્રંથમાં १ तंहा खलु नो निग्गांथे इत्थीहिं सद्धि सन्निसेज्जागए विहरेज्जा । –૩. ૧૬. ૩. તથા જુઓ ઉ. ૧૬. ૩. (ગદ્ય) ૧૧. २ उस्थितास्वपि तासु मुहूर्त तत्र मोपवेष्टव्यमिति सम्प्रदाय । –૩. ૧૩. ૨૩-૨૪. 3 अंगपच्चंगसंठाणं चासलुवियपेहियं । बंभचेररओ थीणं चखुगिज्झं विवज्जए । –૩. ૧૬. ૪. તથા જુઓ ઉ. ૧૬. ૪ (ગદ્ય) ૧૧; ૩૨-૧૪-૧૫, ૩૫, ૧૫. ४ इत्थीजणस्सारियझाण जुग्गं । –૩. ૩૨. ૧૫. Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર ર૭૧ સ્ત્રીઓને “રાક્ષસી” અને “પકભૂત સુદ્ધાં જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. રાક્ષસી સ્ત્રીઓમાં સાધુએ પ્રલોભિત ન થવું જોઈએ કારણ કે તે અનેક પ્રકારના ચિત્તવાળી છે તથા વક્ષસ્થળમાં માંસપિંડ (સ્તન)ને ધારણ કરનારી છે. તે પ્રથમ પુરુષને પ્રલોભિત કરે છે પછી તેની સાથે ગુલામ જેવો વ્યવહાર કરે છે. તેથી તેને કાદવરૂપ જાણીને સાધુએ પોતે પોતાનું હનન ન કરવું તથા આત્મગવેષી બની સંયમનું પાલન કરવું. બ્રહ્મચારી સાધુએ શ્રોત્રેન્દ્રિયગ્રાહ્મ સ્ત્રીઓના કૂજિત (સુરતકાળમાં થનાર કપોતાદિ પક્ષીઓની જેવો અવ્યક્ત અવાજ), રૂદિત (રતિકલહ), ગીત (ગાનયુક્ત અવાજ), હસિત (હાસ્યયુક્ત અવાજ), સ્વનિત (ગંભીર અવાજ અથવા સુરતકાળે થતો સત્કાર), કંદિત (કરુણા રુદન), વિલાપ (પતિવિયોગજન્ય પીડા) વગેરે કામરાગવર્ધક વચનોને સાંભળવા ન જોઈએ કારણ કે આ પ્રકારના કામવર્ધક વચનોનું શ્રવણ કરવાથી મન ચલિત થઈ જાય છે. ૬ પૂર્વાનુભૂત કામક્રીડાના સ્મરણાનો ત્યાગ-બ્રહ્મચારી સાધુએ બ્રહ્મચર્યવ્રત લેતા પહેલાં પૂર્વાનુભૂત કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરવું જોઈએ કારણ કે એમ કરવાથી મન વિચલિત થઈ શકે છે. ૧ કંકુવામો સ્થિો –૩. ૨. ૧૭. नो रक्खसीसु गिज्झेज्जा गंडवच्छासु णेगचित्तासु । जाओ परिसं पलोभित्ता खेलँति जहा व दासेंहिं ।। –૩. ૮, ૧૮. २ कुइयं रुइयं गीयं हसियं थणियकंदियं । बंभयेररओ थीणं सोयगिज्जं वियज्जए ।। -૩. ૧૬. ૫. તથા જુઓ ઉ. ૧૬. ૫. (ગદ્ય), ૧ર. उहासं किड्ड रइंदणं सहसावत्तासियाणि य । बंभचेररओ थीणं नाणुचिंते कयाइवि ॥ –૩. ૧૬. ૬. તથા જુઓ ઉ. ૧૩. ૬. (ગદ્ય), ૧૨, ૩૨. ૧૪. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૭ સરસ આહારનો ત્યાગ-જે પ્રકારે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીગણ પીડિત કરે છે તે રીતે ઘી, દૂધ વગેરે રસવાળાં દ્રવ્યોના સેવનથી કામવાસના ઉદ્દીપિત થઈને પીડિત કરે છે તેથી બ્રહ્મચારી વગેરે માટે સરસ આહારનો ત્યાગ આવશ્યક છે. ૮ અતિભોજનનો ત્યાગ-જે પ્રકારે પ્રચુર બળતણવાળું વન તેમાં ઉત્પન્ન થયેલ દાવાગ્નિજન્ય વાયુના વેગને કારણે શાંત થતું નથી તે રીતે પ્રમાણથી અધિક ભોજન કરનાર બ્રહ્મચારીની ઇન્દ્રિયાગ્નિ (કામાગ્નિ, શાન્ત થતી નથી. તેથી બ્રહ્મચારી સાધુએ બ્રહ્મચર્યની રક્ષા અને ચિત્તની સ્થિરતા માટે થોડો આહાર કરવો જોઈએ. જો અલ્પાહારથી પણ બ્રહ્મચર્યમાં બાધા આવે તો બ્રહ્મચર્યની રક્ષા માટે ક્યારેક ક્યારેક આહારનો ત્યાગ પણ કરવો જોઈએ. તેથી ગ્રન્થમાં સાધુના આહાર ગ્રહણ ન કરવાના કારણોમાં બ્રહ્મચર્યની રક્ષાને પણ એક કારણ માનવામાં આવેલ છે. १ पणीयं भत्तपाणं च खिप्पं मयविवडणं । बंभचेररओ भिक्खू निच्चसो परिवज्जए । –૩. ૧૬. ૭. रसा पगामं न निसेवियव्वा पायं रसा दित्तिकरा नराणं । दित्तं च कामा समभिवंति दुमे जहा साउफलं व पक्खी ।। -૩. ૩૨. ૧૦. તથા જુઓ ઉ. ૧૬. ૭. (ગદ્ય), ૧૨. २ धम्मलद्धं मियं काले जत्तत्थं पणिहाण । नाइमत्तं तु भुंजिल्ला वंभचेररओ सया ॥ –૩. ૧૬. ૮. जहा दवग्गी पउरिंधणे वणे समारूओ नोवसमं उवेइ । एविंदियग्गी वि पगाग्मभोइणो न वंभयारिस्स हियाय कस्सई ।। -૩. ૩૨. ૧૧. તથા જુઓ ઉ. ૧૬. ૮. (ગદ્ય), ૧૩. ૩ જુઓ આહાર પ્રકરણ ૪. Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૭૩ ૯ શરીરની વિભૂષાનો ત્યાગ-શરીરના શૃંગાર કરવાથી કામેચ્છાઓ જાગ્રત થાય છે. તેથી બ્રહ્મચારી સાધુએ મંડન સ્નાન વગેરેથી શરીરને અલંકૃત ન કરવું જોઈએ. ૧૦ શબ્દાદિ પાંચ ઇન્દ્રિય સંબંધી વિષયોના ભોગોપભોગનો ત્યાગ-મધુર શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ-આ પાંચ વિષયોને કામવાસનાને જાગૃત કરવાને કારણે “કામગુણ' કહેવામાં આવે છે તેથી આ બધા પ્રકારના કામગુણોનો બ્રહ્મચારીએ ત્યાગ કરવો જરૂરી છે. આ રીતે, બ્રહ્મચર્યની રક્ષા માટે બ્રહ્મચર્યમાંથી ચલિત કરનાર જેટલાં શંકાસ્થળો છે એ બધાનો ત્યાગ જરૂરી છે કારણ કે એ ઘણા જ થોડા સમયમાં તાલપુટ ઝેર (અતિ કાતીલ ઝેર)ની જેમ બ્રહ્મચારી માટે ઘાતક નીવડે છે. ગ્રંથમાં બ્રહ્મચર્યની રક્ષા માટે જે “સ્ત્રી” શબ્દનો સન્નિવેશ કરવામાં આવ્યો છે તે કામ સંતુષ્ટિનું ઉપલક્ષણ છે. તેથી જેને જે કોઈથી પણ કામ સંતૃષ્ટિ થાય તેનો તેણે ત્યાગ કરવો જોઈએ. આ સમાધિસ્થાનોનું બ્રહ્મચર્યની રક્ષામાં વિશેષ મહત્ત્વ હોવાથી તેને જ બ્રહ્મચર્યની ગુપ્તિઓ કહેવામાં આવેલ છે. દસમું સમાધિસ્થાન १ विभूसं परिवज्जेज्जा सरीरपरिमंडणं । बंभचेररओ भिक्खू सिंगारत्यं न धारए । –૩. ૧૬. ૯. તથા જુઓ ઉ. ૧૬. ૯. (ગદ્ય), ૧૩. २ सद्दे रूवे य गन्धे य रसे फासे तहेव य । पंचविहे कामगुणे निच्चसो परिवज्जए । –૩, ૧૬. ૧૦. તથા જુઓ ઉ. ૧૬. ૧૦. (ગદ્ય), ૧૩. 3 नरस्सऽत्तगवेसिस्स विसं तालउडं जहा । –૩. ૧૬. ૧૩. संकट्ठाणामि सव्वाणि वज्जेज्जा पणिहाणवं । –૩. ૬. ૧૪. ૪ ૩. ૩૧. ૧૦. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અન્ય નવ સમાધિસ્થાનોનો સંગ્રહરૂપ હોવાથી પૃથક્ ન માનતાં નવને જ બ્રહ્મચર્યની ગુપ્તિઓ તરીકે દર્શાવવામાં આવેલ છે. બ્રહ્મચર્યની દુષ્કરતા- બ્રહ્મચર્યને ગ્રન્થમાં અન્ય સર્વ વ્રતો કરતાં અધિક દુષ્કર તરીકે દર્શાવવામાં આવેલ છે. એ એવું અમોઘ કવચ છે જેને ધારણ કરી લેવાથી અન્ય સર્વ વ્રતો ધારણ કરવામાં સરળતા રહે છે. તેથી તેની દુષ્કરતાનું પ્રતિપાદન કરતાં ગ્રન્થમાં લખવામાં આવ્યું છે : મૂર્ખાના મનને હરી લેવામાં સ્ત્રીઓ જેટલું સંસારભીરુ, ધર્મમાં સ્થિત, મોક્ષાભિલાષી મનુષ્ય માટે આટલું દુષ્કર કંઈ નથી. જે તેને પાર કરી લે છે તેને માટે શેષ પદાર્થ સુખોત્તર બની જાય છે. મહા સમુદ્રને પાર કરી લેનાર માટે ગંગા જેવી વિશાલ નદીઓ આસાનીથી પાર કરવા યોગ્ય બની જાય છે. આ દસ્તરતા અધીર પુરુષો માટે જ દર્શાવવામાં આવી છે કારણ કે તેઓ શ્લેષ્મામાં ફસાયેલ માખીની જેમ તેમાં ફસાઈ જાય છે અને પછી જે રીતે કીચડવાળા તળાવમાં ફસાયેલો હાથી કીચડથી રહિત કાંઠાને જોઈ રહે છે અને તેમાંથી બહાર નીકળી શકતો નથી તે રીતે કામાદિમાં આસક્ત એ માણસો કામાદિ વિષયોને છોડી શકતા નથી. આથી વિપરીત, જેમ ફળરહિત વૃક્ષને છોડીને પક્ષીઓ બીજે જતાં રહે છે તેમ આ વિષયભોગ જાતે પુરુષને છોડીને અન્યત્ર જતા રહે છે પણ જે સુવતી સાધુ ૧ એજન આ. ટી. પૃ. ૧૩૯૧. २ मोक्खाभिकंखिस्स उ माणवस्स संसारभीरूस्स ठियस्स धम्मे । नेयारिसं दुत्तरमत्यि लोए जहित्थिओ बालमणोहराओ ।। एए य संगे समइक्कमित्ता सुदुत्तरा चेव भवंति सेसा । जहा महासागरमुत्तरित्ता नई भवे अवि गंगासयाणा ॥ –૩. ૩૨. ૧૭-૧૮. સરખાવો जहा नई वेयरणी दुत्तरा इह संमया । एवं लोगंसि नारीओ दुत्तरा अमईमया ।। –સૂત્રકતાંગ ૩. ૩. ૧૬. તથા જુઓ – પૃ. ર૬૮, પા. ટિ. ૧, ઉ. ૧૩. ર૭, ર૯, ૧૬. ૧૩-૧૪, ૧૬, ૧૯. ર૯, ૩૪. વગેરે. Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર હોય છે તે કુશળ ાિકની જેમ કામભોગરૂપી સમુદ્રને પાર કરી લે છે`. આ રીતે જે આ વ્રતને ધારણ કરવામાં સમર્થ બની જાય છે તે અન્ય વ્રતોને સરળતાપૂર્વક ધારણ કરી લે છે કારણ કે કામવાસના પાંચેય ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરવાથી ઉદ્દીપિત થતી રહે છે. તેથી સમાધિ સ્થાનોની પ્રાપ્તિ માટે પાંચેય ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ આવશ્યક છે એમ કહેવામાં આવ્યું છે. આમ, જ્યારે પાંચેય ઇન્દ્રિયો વશમાં આવી જાય છે ત્યારે તે જિતેન્દ્રિય બની જાય છે અને ત્યારે જિતેન્દ્રિય માટે કોઈપણ વ્રત ધારણ કરવું મુશ્કેલ રહેતું નથી. એથી ગ્રંથમાં અનેક જગાએ પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી પ્રલોભિત ન થઈને જિતેન્દ્રિય, સંયત અને સુસમાહિત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. રથનેમી જેવા સંયમી દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે છતાં પણ રાજીમતી સંયમમાં દૃઢ રહે છે એ વાત તેની બ્રહ્મચર્યવ્રતની દૃઢતા સ્પષ્ટ કરે છે. તે પછી, બ્રહ્મચર્યમાં દૃઢ થઈ બંને અન્ય વ્રતોનું સરળતાથી પાલન કરી મુક્તિને મેળવે છે. જો કે આ વ્રતનો ઉદ્દેશ્ય પણ અહિંસાની ભાવનાને દૃઢ કરવાનો છે તથાપિ તેને સહુથી કઠિન ગાવામાં આવેલ છે તે એટલા માટે કે १. भोगामिसदोसविसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मंदिए मूढे बज्झई मच्छिया व खेलम्म ॥ दुप्परिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं । अह संति सुव्वया साहू जे तरंति अतरं वणिया व ॥ नागो जहा पंकजलावसन्नो दठ्ठे थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुणो मग्गमणुव्वयामो ।। अच्चेइ कालो तरंति राइओ न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयंति दुमं जहा खीणफलं व पक्खी ॥ ૩ જુઓ - પરિશિષ્ટ ૨. ૨ ૩. ૧૨. ૧. ૩, ૧૭, ૧૩. ૧૨, ૧૪. ૪૭, ૧૫. ૨-૪, ૧૫-૧૬, ૧૬.૧૫, ૧૮. ૩૦-૫૧. વગેરે. ૨૭૫ ૧૩. ૮. ૫-૬. ૩. ૧૩. ૩૦-૩૧. Page #300 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના કામસુખથી પ્રેરિત થઈને જીવ મોટે ભાગે હિંસા, અસત્ય, ચોરી, ધનાદિ સંગ્રહ વગેરેમાં પ્રવૃત્ત થઈ ચક્ષુ-દષ્ટ રતિને જ સત્ય ગણાવા લાગે છે. મહત્ત્વ- ગ્રંથમાં તેના મહત્ત્વને પ્રગટ કરવા માટે જ સોળમા અધ્યાયને ગદ્ય તથા પદ્યમાં પુનરાવૃત્ત કરવામાં આવેલ છે. આ વ્રતનું પાલન કરનારને શ્રમણ તથા બ્રાહ્મણ કહેવામાં આવેલ છે. સાધુ માટે જે બાવીશ પ્રકારના પરીષહો (કષ્ટો) ઉપર વિજય મેળવવાનું વિધાન કરવામાં આવ્યું છે તેમાં સ્ત્રી પરીષહ પણ એક છે જે કામજન્ય પીડા ઉપર વિજય મેળવવા માટે છે. આ વ્રતનું પાલન કરવાથી અન્ય વ્રત સુખેથી આચરી શકાય છે અને એ ઉપરાંત જે ગુણોની પ્રાપ્તિ થાય છે તે ગુણો આ પ્રમાણે છે : ૧ આત્મશુદ્ધિમાં પ્રધાનકારણ હોવાથી આત્મ-પ્રયોજનની પ્રાપ્તિ ૨ સાધુ ધર્મ (શ્રામણ્ય)ની સફળતા. ૩ દેવો દ્વારા પણ પૂજ્ય બનવું. ૪ સંવરની આધારશિલા હોવાથી સંયમ બહુલ, સંવર બહુલ, સમાધિ બહુલ મનત્વવચન-કાયથી ગુપ્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી તથા અપ્રમત્તતાની પ્રાપ્તિ. १ न मे दिठे परे लोए चक्खुदिट्ठा इमा रई । –૩. ૫. ૫. તથા જુઓ ઉ. ૫. ૬-૧O. ૨ જુઓ – પૃ. ર૬૮. પા. ટિ. ૧. ૩ જુઓ – પરિષહજય, પ્રકરણ ૫. ४ इह कामणियट्टस्स अत्तढे नावरज्झई । –૩. ૭. ર૬. ५ सुकडं तस्स सामण्णं । –૩. ૨. ૧૬. ६ देवदाणवगंघव्वा जक्खरक्खसकिनरा । बंभयारिं नमसंति दुक्करं जे करंति तं ॥ --૩. ૧૬. ૧૬. ૭ જુઓ પૃ. ર૬૮. પા. ટિ. ૪. Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૭૭. ૫ સંસાર-ભ્રમણાભાવરૂપ મુક્તિની પ્રાપ્તિ'. જે આ વ્રતનું યોગ્ય રીતે પાલન નથી કરતો તે આ ગુણોથી વિપરીત જે દોષોને પ્રાપ્ત કરે છે તે આ પ્રમાણે છે : ૧ આત્મપ્રયોજન (આત્મ કે સુખ)ની પ્રાપ્તિ ન થવી. ૨ અસ્થિરચિત્ત (અસ્થિરાત્મા) થવું. ૩ ધર્મારાધનામાં શંકા વગેરે દોષ ઉત્પન્ન થવા. ૪ સંયમ વિરાધના, ઉન્માદ, દીર્ધકાલીન રોગ વગેરેની પ્રાપ્તિ. પ પરલોક ભય, કર્મ સંયમ, દુ:ખ અને નરકની પ્રાપ્તિ. આ રીતે ગ્રંથમાં અન્ય વ્રતો કરતાં બ્રહ્મચર્ય ઉપર અધિક ભાર મૂકવામાં આવ્યો છે. અહીં એક પ્રશ્ન થાય કે ભગવાન પાર્શ્વનાથે જે ચાર વ્રતોનું પાલન કરવાનો ઉપદેશ આપેલો તેમાં બ્રહ્મચર્ય વ્રત ન હતું તો પછી કયા કારણે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય ઉપર આટલો ભાર મૂક્યો અને તેને સર્વે વ્રતોમાં દુસ્તર કહ્યું ! સાધુને સાન્તરોત્તર વસ્ત્રની જગાએ પુરાણાં વસ્ત્ર (અથવા અચેલ) પહેરવાની બાબતમાં જે તર્ક કરવામાં આવ્યો છે તે આ બાબતમાં અહીં પણ આપેલ છે. એનું તાત્પર્ય એ છે કે મહાવીરના કાળમાં લોકોની પ્રવૃત્તિ १ एस धम्मे दुवे निच्चे सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण सिज्झिस्संति तहा वरे ।। –૩. ૧૬. ૧૭. તથા જુઓ ઉ. ૫. ૩૧. ૧૪. २ इह कामाणियट्टस्स अत्तठे अवरज्झई . –૩. ૭. ૨૫. 3 जइ तं काहिसि भावं जा जा दिच्छसि नारिओ । वायाविद्धो ब्द हडो अट्ठिअप्पा भविस्ससि ।। –૩. રર. ૪૫. ४ आयरियाह-निग्गंयस्स खलु इत्थीपसुपंडगसंसत्ताई सयणासणाई सेवमाणस्स बभयारिस्स बंभचेरे संका वा कंखा वा विइगिच्छा वा समुपज्जिज्जा, भेदं वा लभेज्जा, उम्मायं वा पउणिज्जा, दीहकालियं वा रोगायंकं हवेज्जा, केवलिपत्रताओ धम्माओ वा भंसेज्जा... । –૩. ૧૬. ૧. (IT) | ૫ એજન ૬ ઉ. ૫. પ-૧૧. ૭ જુઓ – પૃ. ૨૫૬. પા. ટિ. ૨, પૃ. ૨૫૭. પા. ટિ. ૧. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કામવાસના પ્રત્યે ખૂબ જ વધી રહી હતી અને એટલે સુધી કે પશુઓ સાથે પણ કામસંતુષ્ટિ કરવામાં તેઓ પ્રયત્નશીલ રહેતા. તેથી બ્રહ્મચર્યના લક્ષણ અને સમાધિસ્થાનોના વર્ણનમાં તિર્યંચ શબ્દને જોડવામાં આવેલ છે. આ ઉપરાંત એ સમયના માણસો વક્રજડ સ્વભાવના હતા તેથી કુતર્ક દ્વારા એમ સિદ્ધ કરવા લાગ્યા હતા કે સ્ત્રી-સેવનનો ત્યાગ જરૂરી નથી અને અપરિગ્રહ વ્રતની અંદર જ સ્ત્રી એક પ્રકારની સંપત્તિ હોવાથી સ્ત્રી-સંપર્કજન્ય મૈથુન સેવનનો ત્યાગ પણ સંત્રિવિષ્ટ હતો. કામવાસના પ્રત્યે માનવોની આવી વધતી પ્રવૃત્તિ જોઈને જ તેને અહિંસાદિ વ્રતોથી પૃથક રૂપે સ્વીકારવામાં આવેલું તથા તેના ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. કામવાસના વધી જવાથી લોકો અહિંસાદિ વ્રતો પ્રત્યે ઉન્મુખ થતા નહિ તેથી અહિંસા અને અપરિગ્રહ વ્રતની સર્વાધિક પ્રધાનતા હોવા છતાં પણ તેનું પાલન કરવામાં કામવાસનાઓ ખૂબ બાધક હતી તેથી બ્રહ્મચર્યને દુસ્તર ગણવામાં આવેલ છે અને અન્ય વ્રતોને સુખોત્તર ગણવામાં આવેલ છે. એ જ રીતે, રાત્રિભોજનની ખૂબ વધતી જતી પ્રવૃત્તિને જોઈને રાત્રિભોજન ત્યાગને પણ મહાવ્રતોની સાથે ઉલ્લેખવાની શરૂઆત થઈ હતી. અપરિગ્રહ વ્રત ધન-ધાન્ય, દાસવર્ગ વગેરે જેટલાં નિર્જીવ અને સજીવ દ્રવ્ય છે તે બધાનો કૃત-કારિત-અનુમોદના અને મન-વચન-કાયથી નિર્મોહી થઈ ત્યાગ કરવો એ અપરિગ્રહ (અકિંચન) મહાવ્રત છે. તેથી સર્વ-વિરત સાધુને માટે જરૂરી છે કે તેણે સુધાશાન્તિ માટે પણ અન્નાદિનો લેશ માત્ર પણ સંચય ન કરવો અને રાત્રિ १ चउविहेडवि आहारे राईभोयणवज्जणा । सनिहीसंचओ चेव वज्जेयव्वो सुदुक्करं । -૩. ૧૬. ૩૧. २ धणधनपेसवग्गेसु परिग्गहविवज्जणं । सव्वारंभपरिच्चागो निम्ममत्तं सुदुक्करं ॥ –૩. ૧૯. ૩૦. તથા જુઓ ઉં. ૮. ૪, ૧ર. ૯, ૧૪. ૪૧, ૪૯, ૨૧. ૨૧, ૨૫. ર૭૮, ૩૫. ૩, ૧૯. વગેરે. Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૭૯ માટે કંઈ સાચવી ન રાખવુંઆ ઉપરાંત, હિરણ્ય આદિની મનથી પણ કામના ન કરવી તથા હિરણ્ય અને પથ્થરમાં સમદષ્ટિ રાખી, પક્ષીની જેમ આશારહિત થઈ અપ્રમત્તભાવે (સાવધાનીપૂર્વક) વિચરણ કરવું. આ રીતે બધા પ્રકારના ધન-ધાન્યાદિનો પરિત્યાગ કરીને તાપાત્રનો પણ સંગ્રહ ન કરવો તથા પાંચે ઈન્દ્રિયો માટેના મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો ઉપસ્થિત થાય તો પણ જળથી ભિન્ન કમળની જેમ તેમાં લિપ્ત (રાગ-દ્વેષ યુક્ત) ન થવું એ જ અપરિગ્રહ મહાવ્રત છે. અપરિગ્રહી જ વીતરાગી છે કારણ કે જ્યાં સુધી વિષયોમાંથી વિરાગ નહિ થાય ત્યાં સુધી જીવ અપરિગ્રહી થઈ શકતો નથી. વિષયો પ્રત્યે રાગબુદ્ધિ (લોભવૃદ્ધિ) થવી એ જ પરિગ્રહ છે. જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભ વધતો જાય છે અને લોભ વધતાં પરિગ્રહ પણ વધી જાય છે. જ્યારે શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શ આ વિષયોથી સંબંધિત સચિત્ત અને અચિત્ત બધાં દ્રવ્યોમાંથી વિરાગ થાય છે ત્યારે તેને માટે સંસારમાં કંઈ દુષ્કર રહેતું નથી. આ નિષ્પરિગ્રહતા કે વીતરાગતા અતિવિસ્તૃત અને સુસ્પષ્ટ १. सत्रिहि च न कुव्वेज्जा लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए । –૩. ૬૧૬. તથા જુઓ ઉ. ૩૫. ૧૩. २ जहा पोमं जले जायं नोवलिप्पइ वारिणा । एवं अलित्तं कामेहि तं वयं बूम माहणं ।। –૩. ૨૧.૨૭. તથા જુઓ ઉ. ૧૦. ૨૮, ૩૨. રર, ૩૫. 3 जहा लाहा तहा लोहो लाहा लोहो पवड्ढई । थोमारुकयं कज्जं कोइए वि न निट्ठियं ।। –૩. ૮. ૧૭. ४ जहा लोए निप्पिवासस्स नस्थि किंचिवि दुक्करं । -૩. ૨૧.૪૬. તથા જુઓ ઉ. ૨૯. ૪૫. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન રાજમાર્ગ છે. આ અપરિગ્રહ વ્રતની સમક્ષ અજ્ઞાનમૂલક જપ-તપાદિ ષોડશીકળાને પણ પ્રાપ્ત કરતાં નથી. જે આ વિષયો પ્રત્યે મમત્વ નથી રાખતો તે આ લોકમાં દુ:ખોથી અલિપ્ત થઈને આનંદમય જીવન વ્યતીત કરે છે તથા પરલોકમાં પણ દેવ કે મુક્તિપદને પામે છે. આ રીતે આ વ્રતને દઢ કરવા માટે આવશ્યક છે કે પાંચેય ઈન્દ્રિયોના તત્તતું વિષયોમાં રાગબુદ્ધિ ન રાખવામાં આવે કારણ કે કોઈ પણ વિષય પ્રત્યે રાગ થતાં તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો પડે છે અને આ વિષયની પ્રાપ્તિના પ્રયત્નમાં હિંસા, અસત્ય, ચોરી વગેરે અનેક પ્રકારના પાપો કરવો પડે છે. તેથી અહિંસાદિ વ્રતોનું પાલન કરવા માટે પણ આવશ્યક છે કે ધન-ધાન્યાદિ ઉપર મમત્વ ન કરવામાં આવે. આ રીતે આ અપરિગ્રહ વ્રતના પણ મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે. રજોહરણ આદિ જે ઉપકરણો સાધુની પાસે રહે છે તેની ઉપર તેને મમત્વ થતું નથી કારણ કે તે ઉપકરણ સંયમની આરાધનામાં સહાયક થાય છે તેથી જરૂરી છે તેથી સર્વવિરત સાધુને તેની પ્રાપ્તિ થતાં હર્ષ કે નષ્ટ થતાં ખેદ થતો નથી. તેથી સાધુ રોહરણ આદિ ઉપકરણોથી યુક્ત હોવા છતાં પણ સર્વવિરત કહેવાય છે. જો સાધુને રજોહરણ આદિ ઉપકરણોમાં પણ મમત્વ થાય તો તે સર્વવિરત ન કહેવાય કારણ કે તે પૂર્ણ અપરિગ્રહ વ્રતનું યોગ્ય રીતે પાલન કરતો નથી. અપરિગ્રહ કે વીતરાગતાની પૂર્ણતા થતાં જીવ મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે વીતરાગી સાધુ, જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધનામાં પ્રવૃત્ત થઈ આઠેય પ્રકારનાં કર્મોના બંધન (ગ્રંથિ)ને ખોલવાનો પ્રયત્ન કરે છે. સર્વ પ્રથમ તે મોહનીય કર્મને પૃથક १. अवसोहिय कंटगापहं ओइण्णेडसि पहं महालयं । –૩. ૧૦. ૩૨. ૨ જુઓ પૃ. ર૫૩. પા. ટિ. ૧. ૩ ઉ. ૪. ૧ર, . ૫, ૭. ર૬-ર૭, ૮. ૪, ૧૪. ૪૪, ર૯. ૩૦, ૩૬, ૩૨. ૧૯, ૨૬, ૩૯. Page #305 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૮૧ કરીને પૂર્ણ વિતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યારે મોહનીય કર્મને પૂર્ણત: નષ્ટ કરીને પૂર્ણ વીતરાગી થઈ જાય છે ત્યાર પછી તે અંતમુહૂર્ત બાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મોને એક સાથે નષ્ટ કરીને સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વતઃ સુખી અને સર્વશક્તિસંપન્ન થઈ જાય છે. આ અવસ્થામાં મન-વચન-કાયની પ્રવૃત્તિ (યોગ) ચાલુ રહેતી હોવાથી તેને સંયોગકેવલી” કહેવામાં આવે છે. તે પછી, આયુ (આયુકર્મ)નું અંતમુહૂર્ત શેષ રહેતાં તે મન-વચન-કાયની પ્રવૃત્તિની સાથે સાથે શ્વાસોશ્વાસરૂપ ક્રિયાનો પણ નિરોધ કરીને અતિ સ્વસ્થ ક્ષણમાં જ અવશિષ્ટ ચાર અઘાતી કર્મોનો ક્ષય થતાં, સિદ્ધ અને મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરીને તથા સર્વ પ્રકારનાં દુ:ખોનો હંમેશ માટે અંત લાવીને કૃતકૃત્ય થતો અનંત સુખને પ્રાપ્ત કરી લે છે. ગ્રંથમાં એવા અનેક રાજાઓ તથા મહાપુરુષોનાં નામ ગણાવવામાં આવ્યાં છે જેમણે સંપત્તિરૂપ વિપુલ સામ્રાજ્યને છોડીને (સર્વવિરત થઈ) મુક્તિને પ્રાપ્ત કરી હતી. આ રીતે, અપરિગ્રહનું તાત્પર્ય જો કે પૂર્ણ વીતરાગતાને લગતું છે પરંતુ બ્રહ્મચર્ય વ્રતને તેનાથી પૃથક્ કરી દેવાને કારણે તે ધન-ધાન્યાદિ અચેતન દ્રવ્ય અને દાસ આદિ સચેતન દ્રવ્યોના ત્યાગ સ્વરૂપે વ્યક્ત થયેલ છે. ગ્રંથમાં આ અપરિગ્રહ વ્રતથી યુક્ત જીવને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે. મહાવ્રતોના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના અહિંસા આદિ જે પાંચ નૈતિક નિયમોને મહાવ્રત શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે તે સહુના મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે તથા આ અહિંસા વ્રતની પૂર્ણતા વિના અપરિગ્રહનો સંભવ નથી કારણ કે સાંસારિક વિષયો પ્રત્યે ૧ ઉ. ર૯. ૭૧-૭૩. ૨ જુઓ – પરિશિષ્ટ ૨. ૩ જુઓ – પૃ. ર૭૬, પા. ટિ. ૨. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મોહ રહે ત્યાં સુધી જ તેની પ્રાપ્તિ માટે જીવોની હિંસાદિ ક્રિયાઓમાં પ્રવૃત્તિ જોવા મળે છે. તેથી પાંચ મહાવ્રતોમા સહુથી પહેલાં અહિંસાને અને અંતમાં અપરિગ્રહને ગણાવવામાં આવેલ છે. મૂળ તો આ બે જ મહાવ્રત છે જે એકબીજાના પૂરક છે. તેનો વિસ્તાર કરીને ભગવાન પાર્શ્વનાથે ચાર મહાવ્રતોના રૂપમાં અને ભગવાન મહાવીરે પાંચ મહાવ્રતના રૂપમાં ઉપદેશ આપ્યો. કેશિગૌતમ સંવાદમાં બ્રહ્મચર્ય મહાવ્રતને પૃથક્ માનવા માટે જે તર્ક (દલીલ) આપવામાં આવ્યો છે તે તર્ક અન્ય વ્રતોને પણ લાગુ પડે છે કારણ કે જે પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી હોય તે અસત્ય, ચોરી, મૈથુન સેવન આદિ અનૈતિક આચરણોમાં ક્યારેય . પ્રવૃત્ત નહીં થાય. જો પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી હોવા છતાં પણ તે અસત્ય, ચોરી વગેરેમાં પ્રવૃત્તિ કરે તો તે વાસ્તવિક રીતે પૂર્ણ અહિંસક અને અપરિગ્રહી નથી. અહિંસા અને અપરિગ્રહ આ બે વ્રતોનું સમ્યક્ રૂપે પૂર્ણત: પાલન કરવું પણ જરૂરી છે. આ સિવાય, આ પાંચ વ્રતોનું જ માત્ર પાલન કરવું જરૂરી નથી, પણ એવાં બીજાં અનેક નૈતિક વ્રતોનું પણ પાલન કરવું આવશ્યક છે. તેથી ગ્રંથમાં વીતરાગી સાધુને હજારો ગુણોને ધારણ કરનારો કહેવામાં આવ્યો છે'. ગ્રંથના એકત્રીશમા અધ્યયનમાં સાધુના જે દશ ધર્મ અને સત્યાવીશ ગુણ દર્શાવવામાં આવ્યા છે તે બધા આ પાંચ મહાવ્રતોના વિસ્તાર રૂપ જ છે?. १ गुणाणं तु सहस्साइं धारेयव्वाइं भिक्खुणा । ~૩. ૧૯. ૨૫. ૨ સાધુના દશ ધર્મ અને સત્યાવીશ ગુણ ટીકા-ગ્રંથો અનુસાર નીચે મુજબ છે ઃ કે સાધુના દશ ધર્મ : ૧. ક્ષમા ૨. મૃદુતા ૩. ઋજુતા (સરળતા) ૪. મુક્તિ (લોભ ન કરવો) ૫. તપ ૬. સંયમ ૭. સત્ય ૮. શોચ (પવિત્રતા) ૯. અકિંચન (અપરિગ્રહ) અને ૧૦. બ્રહ્મચર્ય. ખ સાધુના સત્યાવીશ ગુણ-૧-૫ પાંચ મહાવ્રત ૬. રાત્રભિોજન ત્યાગ ૭-૧૧ પંચેન્દ્રિય નિગ્રહ ૧૨. ભાવસત્ય ૧૩. કરણ સત્ય ૧૪. ક્ષમા.૧૫, વિરાગતા Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર હવે અહીં એ બાબતનો વિચાર કરવાનો છે કે અહિંસા અને અપરિગ્રહ આ બે મહાવ્રતોનો પાંચ મહાવ્રતોના રૂપમાં શા માટે અને કેવી રીતે વિસ્તાર થયો ? અહિંસાથી દ્વેષાત્મક ક્રોધ અને માન કષાયનો તથા અપરિગ્રહથી રાગાત્મક માયા અને લોભ કષાયનો ત્યાગ થઈ જાય છે. રાગ-દ્વેષ રૂપ આ ચાર કષાય જ સંસારના કારણ છે તેથી અહિંસા અને અપરિગ્રહથી જ સંસારના કારણોનો નિરોધ થતાં અન્ય વ્રતોની આવશ્યકતા રહે નહીં પરંતુ જન સામાન્યની બદલાતી કુટિલ મનોવૃત્તિને જોઈને નિયમો અને ઉપનિયમોના રૂપમાં અનેક વ્રતોનો વિસ્તાર કરવામાં આવ્યો. જેમ કે કેશિ-ગોતમ સંવાદ અને યજ્ઞવિષયક સંવાદને આધારે જાણવા મળે છે કે મહાવીરના સમયમાં મનુષ્યોની મનોવૃત્તિ વિષય-ભોગો અને હિંસા પ્રધાન યજ્ઞાદિ ક્રિયાઓ પ્રત્યે વળેલી હતી જેથી તેઓ પોતાના સ્વાર્થમાં આંધળા બની વિશ્વબંધુત્વની ભાવના ભૂલી ગયા હતા અને વિષય-ભોગો તથા હિંસા પ્રધાન યજ્ઞો કરીને જ પોતાનાં કર્તવ્યોની ઈતિશ્રી માનતા હતા. તેથી અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ આવશ્યક બન્યો. પોતાની કુટિલ મનોવૃત્તિને કારણે ક્યારેક અસત્ય બોલીને પોતાના દોષો ન છૂપાવે તથા છાનું છપનું સ્વચ્છન્દ આચરણ ન કરે તેથી સત્ય અને અચૌર્ય એ બે વ્રતોને પણ મૂળ મહાવ્રતોમાં જોડી દેવામાં આવ્યા. તે પછી કામવૃત્તિ તરફ વધેલી મનોવૃત્તિ જોઈને બ્રહ્મચર્યને પણ જુદા મહાવ્રત તરીકે જોડી દેવામાં આવ્યું. આ રીતે મહાવ્રતોની સંખ્યા પાંચની થઈ ગઈ. એ રીતે રાત્રિભોજન ૨૮૩ (લોભત્યાગ), ૧૬-૧૮ મન-વચન-કાય નિરોધ, ૧૯-૨૪ ષટકાય (પૃથ્વી, અર્, તેજ, વાયુ, વનસ્પતિ અને દ્વીન્દ્રિયાદિ ત્રસ)ના જીવોની રક્ષા ૨૫ સંયમ ૨૬ વેદના સહિષ્ણુતા અને ૨૭ મરણાન્તિક સહિષ્ણુતા. આ નામોમાં કેટલોક ફેરફાર પણ જોવા મળે છે. જુઓ ઉ. ૩૧. ૧૦, ૧૮, ને. ટી., પૃ. ૩૪૪, ૩૪૯, આ. ટી., પૃ. ૧૩૯૨. ૧૪૦૧, ભ્રમળસૂત્ર, પૃ. ૧૭૧-૧૭૩, સમવયાજ્ઞ, સમવાય ૨૭. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પ્રત્યે વધતી પ્રવૃત્તિને રોકવા માટે રાત્રિભોજન ત્યાગને પણ મહાવ્રતોની સાથે ઉલ્લેખવામાં આવ્યું. પરંતુ મહાવ્રતોની પાંચની સંખ્યામાં કોઈ પરિવર્તન કરવામાં ન આવ્યું. વેદિક અને બોદ્ધ સંસ્કૃતિમાં પણ પાંચ મહાવ્રતો પ્રત્યે સમાન આદરભાવ જોવા મળે છે. આ પાંચ નૈતિક વ્રતોનું આધ્યાત્મિક દૃષ્ટિએ જેટલું મહત્ત્વ છે એટલું જ વ્યાવહારિક દૃષ્ટિએ પણ છે. અહિંસા, સત્ય અને અચોર્ય આ ત્રણ નૈતિક મહાવ્રત તો સ્પષ્ટરૂપે વ્યવહારમાં આવશ્યક છે. બ્રહ્મચર્ય અને બોધાત્મકરૂપ અપરિગ્રહ વ્રત પણ વ્યભિચાર રોકવા અને વિશ્વબંધુત્વની ભાવના પ્રસારિત કરવા માટે આવશ્યક છે. લોકમાં વ્યસની તથા કંજૂસને હીન દષ્ટિથી જોવામાં પણ આવે છે. જો કે જેટલી સૂક્ષ્મતાથી પ્રસ્તુત ગ્રંથમાં નૈતિક વ્રતોનું પાલન કરવાનું વિધાન કરવામાં આવેલ છે તેટલી સૂક્ષ્મતાથી સામાન્ય વ્યવહારમાં તેનું પાલન અપેક્ષિત નથી અને સંભવે પણ નહિ તથાપિ તેના વ્યાવહારિક મહત્ત્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. ગ્રંથમાં આ મહાવ્રતોનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે તે સાધુઓ માટે છે. ગૃહસ્થને માટે આ વ્રતોનું અંશત: પાલન કરવું આવશ્યક છે જે વિશે પાછલા પ્રકરણમાં દર્શાવવામાં આવેલ છે. આ રીતે, અહિંસાદિ આ પાંચ મહાવ્રતોમાં સાધુના બધા નૈતિક ગુણોનો સમાવેશ કરવામાં આવેલ છે. ગૃહસ્થ અને સાધુનો સંપૂર્ણ આચાર આ પરિઘમાં ઘૂમે છે. પ્રવચન માતાઓ-ગુપ્તિ અને સમિતિ અશુભાત્મક પ્રવૃત્તિને રોકવી અને સદાચારરૂપ શુભાત્મક પ્રવૃત્તિમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્ત થવું એ મહાવ્રતોની રક્ષા અને વિશુદ્ધિ માટે આવશ્યક છે. १. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा : । –પ. યો. ૨. ૩૦. બૌદ્ધોના પંચશીલ માટે જુઓ-ભા. દ. બ. પૃ. ૧૫૬. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૫ મન-વચન અને કાય સંબંધી બધી અશુભાત્મક પ્રવૃત્તિઓને રોકવી એ ‘ગુપ્તિ’ કહેવાય'. શુભાત્મક પ્રવૃત્તિમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી એ ‘સમિતિ’ કહેવાય. ગ્રંથમાં આ બન્નેનું સંમિલિત નામ ‘પ્રવચનમાતા’ એ રીતે જોવા મળે છે. તેને ‘પ્રવચનમાતા’ શા માટે કહેવાય છે એ વિચારણીય મુદ્દો છે. પ્રવચનનો અર્થ છે કે જિનદેવ-પ્રણીત સિદ્ધાન્ત, ‘માતા’ શબ્દનો અર્થ છે : માતાની જેમ સંરક્ષક અને ઉત્પાદક. જિનદેવ-પ્રણીત સિદ્ધાંત (પ્રવચન) બાર-અંગ ગ્રંથોમાં સમાવિષ્ટ છે. ગુપ્તિ અને સમિતિનું સમ્યક્ રૂપે પાલન કરનાર સાધુ જ ગુરુ પરંપરાથી દ્વાદશાંગરૂપ સમસ્ત શાસ્ત્રજ્ઞાન (પ્રવચન)ને સુરક્ષિત રાખી શકે છે. તેથી ગ્રંથમાં ‘ગુપ્તિ’ અને સમિતિના સમુચ્ચને ‘પ્રવચન માતા’ કહેવામાં આવેલ છે અથવા સમસ્ત દ્વાદશાંગ ગુપ્તિ અને સમિતિઓમાં સમાવિષ્ટ હોવાને લીધે ‘પ્રવચન માતા' શબ્દ સાર્થક છેૐ. નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિની પ્રધાનતા છે કારણ કે સાવધાનીપૂર્વક શુભાચારમાં પ્રવૃત્તિ કરવાથી અશુભાચારમાંથી સ્વતઃ નિવૃત્તિ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર १ गुत्ती नियत्तणे वुत्ता असुभत्येसु सव्वसो । सम्यग्योगनिग्रहो गुप्तिः । २ एयाओ पंच समिईओ चरणस्स य पवत्तणो । સમિતિ-સમ-જીમાવેન, કૃતિ-પ્રવૃત્તિ: સમિતિ:-શોમનેત્રપ્રરિામવેછેત્યર્થ:। 3 अट्ठ पवयणमायाओ समिई गुत्ती तहेव य । पंचेव य समिईओ ओगुत्तीउ आहिया || इरियाभासेसणादाणे उच्चारे समिई इय । मत्ती वयगुत्ती कायगुत्ती य अट्ठमा ॥ एयाओ अट्ठ समिईओ समासेण वियाहिया । दुवालसंग जिणक्खायं मायं जत्थ उ पवयणं । તથા જુઓ ૩. ૨૯. ૧૧. -૩. ૨૪. ૨૬. –૧. સૂ. ૯. ૪. -૩. ૨૪. ૨૬. —શ્રમળસૂત્ર, પૃ. ૧૫૦. ૧૩. ૨૪. ૧-૩. Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન થઈ જાય છે. તેથી ગ્રંથમાં પ્રવચનમાતાને ‘સમિતિ’ શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવેલ છે. ગુપ્તિ અને સમિતિના પ્રમુખ આઠ ભેદ હોવાથી પ્રવચનમાતાઓની સંખ્યા પણ આઠની માનવામાં આવેલી છે. ગ્રંથમાં તેની બાબતમાં સાવધાન રહેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તથા તેના સમ્યક્ પાલનનું જ્ઞાન સંસારમાંથી શીઘ્ર મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે૩૧. હવે, ગુપ્તિઓ અને સમિતિઓનો ક્રમશઃ પૃથક્ પૃથક્ વિચાર કરવામાં આવશે . ગુપ્તિઓ : પ્રવૃત્તિ-નિરોધ મન, વચન અને કાય-સંબંધી અશુભ પ્રવૃત્તિ નિરોધરૂપ ગુપ્તિનું જે લક્ષણ દર્શાવવામાં આવ્યું છે તેમાં અશુભ પ્રવૃત્તિ એટલે સાંસારિક વિષય-ભોગો પ્રત્યે ઉન્મુખ થનારી પ્રવૃત્તિ. કષાયરૂપી શત્રુના આક્રમણાથી બચવા માટે આ ગુપ્તિઓને અમોઘ શસ્ત્ર (અજેય શસ્ત્ર) ગણવામાં આવેલ છે. પ્રવૃત્તિ મન, વચન અને કાયથી સંભવતી હોવાથી ગુપ્તિના પણ ત્રણ ભેદ પાડવામાં આવેલ છે. મનોગુપ્તિ, ૧ એજન यत्तु भेदेनोपादानं तत् समितीनां प्रविचाररूपत्येन गुप्तीनां तु प्रवीचाराङप्रवीचारात्मकत्वेन कथञ्चित् भेदख्यापनार्थम् ।... सर्वा अप्यमूश्चारित्ररूपाः, ज्ञानदर्शनाङविनाभावि च चारित्रम्, न चैतस्त्र्यातिरिक्तमन्यदर्थतो द्वादशाङ्गमित्येतासु प्रवचनं मातमुच्यते । ૨ એજન 3 अट्ठसु पवयणमायासु उवउत्ते । ४ एयाओ पवयणमाया जे सम्म आयरे मुणी । सो खिप्पं सव्वंसारा विप्पमुच्चइ पंडिए । ५ सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं । खंति निउणपागारं तिगुत्तं दुप्पधंसयं ॥ —૩. ને. રૃ., પૃ. ૩૦૨. ૧૩. ૨૯. ૧૧. ૧૩. ૨૪. ૨૭. ૧૩. ૯. ૨૦. Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૮૭ વચનગુપ્તિ અને કાયગુપ્તિ. તેને જ યોગદર્શનના શબ્દોમાં અનુક્રમે મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહી શકાય કારણ કે યોગદર્શનમાં ચિત્તવૃત્તિના નિરોધને “યોગ' શબ્દથી વ્યક્ત કરેલ છે. આમ યોગદર્શનનો આ “યોગ” શબ્દ જૈન દર્શનના “યોગ' શબ્દથી ભિન્ન છે કારણ કે જૈન દર્શનમાં પ્રવૃત્તિ માત્રને યોગ કહેવામાં આવેલ છે તથા તેના નિરોધને “ગુપ્તિ' કહેવામાં આવે છે. ૧ મનોગુપ્તિ ઃ સંરક્ષ્મ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનના વ્યાપારને રોકવાની એ “મનોગુપ્તિ’ છે. કોઈને મારવાની ઈચ્છા કરવી એ “સરસ્મ', મારવાના સાધનો અંગે વિચાર કરવો એ “સમારંભ” અને મારવાની ક્રિયા પ્રારંભ કરવાનો વિચાર એ “આરંભ” કહેવાય છે. મનના આ ક્રમિક ત્રણ વિકલ્પો છે. તેથી એ ત્રણેને રોકવા જરૂરી છે. મનના વિચારોની પ્રવૃત્તિ સત્ય, મિશ્ર (સત્ય અને અસત્યથી યુક્ત) અને અનુભય (સત્યાસત્યથીરહિત)-આ ચાર વિષયોમાં સંભવતી હોવાથી મનોગુપ્તિના ચાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. ૧ સત્યમનોગુપ્તિ (સદ્ભુત પદાર્થોમાં પ્રવર્તમાન મનની પ્રવૃત્તિને રોકવી), ૨ અસત્યમનોગુપ્તિ (મિથ્યા પદાર્થોમાં પ્રવર્તમાન મનની પ્રવૃત્તિને રોકવી), ૩ સત્યમૃષામનોગુપ્તિ (મિશ્ર-સત્ય અને અસત્યથી મિશ્રિત મનના વિચારોને રોકવા) અને ૪ અસત્યમૃષામનોગુપ્તિ (અનુભય-સત્ય, અસત્ય અને સત્યાસત્યથી રહિત ૧ જુઓ – પૃ. ૨૮૫, પા. ટિ. ૩, ઉ. ૯. ૨૦, ૧૨. ૩, ૧૭, ૧૯. ૮૯, ૨૪. ૧, ૧૯, ૨૬. ૩૫, ૩૦, ૩, ૩૨. ૧૬. વગેરે. २ योगश्चित्तवृत्तिनिरोध: -. યો. ૧. ૨. 3 संरंभरसमारंभे आरंभे य तहेव य । मणं पवत्तमाणं तु नियतेज्ज जयं जई ।। –૩. ૨૪. ર૧. ४ सच्चा तहेव मोसा य सच्चमोसा तहेव य चउत्थी असच्चमोसा य मणगुत्तीओ चउबिहा ॥ -૩. ૨૪. ૨૦. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મનના વિચારોને રોકવા)". મનને એકાગ્ર કરૂં (પક્ષ મન: ત્રિવે) અને મનને સમાધિસ્થ કરવું (મન: સમાધાર) આ બન્ને મનોગુપ્તિના જ પ્રતિફળ છે. એકાગ્ર મનઃ સત્રેવેશ વગેરેથી ધ્યાન, તપમાં સહાયતા મળે છે. ૨ વચનગુપ્તિ : સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત થયેલ વચનના વ્યાપારને રોકવો એ વચનગુપ્તિ છે. વચનના સત્યાદિ ચાર પ્રકાર સંભવતા હોવાથી મનોગુપ્તિની જેમ તેના પણ ચાર ભેદ દર્શાવવામાં આવ્યા છે. તેના નામો ક્રમશ: આ પ્રમાણે છે: ૧ સત્યવાગુપ્તિ, ૨ મૃષાવાગુપ્તિ, ૩ સત્યમૃષાવાગુપ્તિ (મિશ્ર) અને ૪ અસત્યમૃષાવાગુપ્તિ. આ વચનગુપ્તિ વિશેષ કરીને સત્ય મહાવ્રતની રક્ષા કરે છે. વાકસમાધારણા (વાણીને સમધિસ્થ કરવી) એ વચનગુપ્તિનું જ પ્રતિફળ છે. ૩ કાયગુપ્તિ : ઊભા થવામાં, બેસવામાં, શયન કરવામાં, ત્વપરિવર્તનમાં, લાંઘવામાં, પ્રલંઘન કરવામાં, ઈન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ કરવામાં–આવા કાર્યોમાં શરીરની જે પ્રવૃત્તિ સંરંભ, સમારંભ અને આરંભરૂપ હોય છે તેને રોકવી એ “કાયગુપ્તિ' કહેવાય છે. અર્થાત્ શરીર સંબંધી વ્યાપારને રોકવો એ કાયમુર્તિ છે. કાયસમાધારણ એ કાયગુપ્તિનું પ્રતિફળ છે. તેનાથી કાયોત્સર્ગ 4 First three refer to assertions and fourth to injunctions. –શે. ૩. રૂં, મા-૪૫, પૃ. ૧૫૦. ૨ ઉ. - ર૯. રપ-ર૬, પ૬, ૬૨-૬૬. ૩ જુઓ – પૃ. ર૬પ, પા. ટ. ૨. ४ सच्चा तहेव मोसा य...वइगुत्ती वउविहा ।। -૩. ૨૪. રર. ૫ ૩. ર૬. પ૭. ६ ठाणे निसीयणे चेव तहेव य तुयट्टणे । कायं पवत्तमाणं तु नियतेज्ज जयं जइ ॥ –૩. ૨૪. ૨૪-૨૫. Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૮૯ (શરીરનું મમત્વ છોડી નિયલ થવું) તપમાં સહાયતા મળે છે. મનોગુપ્તિ અને વચનગુપ્તિની જેમ કાયુગપ્તિના સ્વાદિની દષ્ટિએ ચાર પ્રકારો ગણાવવામાં આવ્યા નથી. આ રીતે ગુપ્તિમાં માત્ર અશુભ-પ્રવૃત્તિનો નિરોધ જ દર્શાવેલ નથી પરંતુ, જે કંઈ પ્રવૃત્તિ છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. તેથી પૂર્વોલ્લિખિત ગુપ્તિના લક્ષણમાં અવ્યાપ્તિદોષ (લક્ષણલક્યના સર્વ અંશોમાં ન જોવા મળે) આવે છે. માલૂમ થાય છે કે વ્યવહારની દૃષ્ટિએ પ્રધાનતા અશુભાર્થોમાં વિરોધમાં જ હોવાથી ગુપ્તિનું લક્ષણા માત્ર અશુભ અર્થોમાં પ્રવૃત્ત મન, વચન અને કાયના વ્યાપારનો નિરોધ એમ દર્શાવવામાં આવેલ છે. જો જે કંઈ પ્રવૃત્તિ (શુભાશુભ) છે તેનો વિરોધ કરી દેવામાં આવે તો કોઈ પણ ક્રિયામાં પ્રવૃત્તિ ન થતી હોવાથી સદાચારરૂપ મહાવ્રતોનું પાલન કરવું પણ સંભવશે નહીં વળી, શ્વાસાદિ ક્રિયાનો પણ વિરોધ કરી દેવાથી જીવનધારણ કરવું પણ અસંભવિત થશે. તેથી ગુપ્તિનું કાર્ય પ્રવૃત્તિ-નિરોધરૂપ હોવા છતાં પણ પ્રધાનરૂપે અશુભ-પ્રવૃત્તિને રોકવાનું છે. જો શુભ કાર્યોમાં પ્રવૃત્તિની આવશ્યકતા પડે તો હવે પછી કહેવામાં આવનાર “સમિતિ'નો આશ્રય લેવો જોઈએ. તેથી નેમિચંદ્રાચાર્યે પોતાની વૃત્તિમાં લખે છે કે સમિતિ અને ગુપ્તિનું જે તફાવત પૂર્વક કથન કરવામાં આવ્યું છે તે સમિતિઓ કેવળ પ્રવૃત્તિરૂપ (પ્રવિચાર) હોવાથી અને ગુપ્તિઓ પ્રવૃત્તિ તથા નિવૃત્તિ એમ ઉભયરૂપ હોવાથી બન્નેમાં તફાવત છે એમ દર્શાવવા માટે (તે કથન) કરવામાં આવ્યું છે. આ ગુપ્તિઓ અને સમિતિઓ ચારિત્રરૂપ છે અને તે ચારિત્ર જ્ઞાન અને દર્શન થતાં જ સંભવે છે (અવિનાભાવી). આમ નેમિચંદ્રાચાર્ય અનુસાર ગુપ્તિઓ માત્ર અશુભ-અર્થોમાં નિવૃત્તિરૂપ જ નથી પરંતુ શુભ અર્થોમાં પ્રવૃત્તિરૂપ પણ છે. ગુપ્તિ શબ્દ રક્ષાર્થક ગુરૂ ધાતુ પુરક્ષ) માંથી બનેલ છે. - ૧ ઉ. ર૯, ૫૮. २. गुत्ति' त्ति गुप्तयो निवर्तनडप्युत्काः, 'असुभत्येसु' त्ति 'अशुभार्येभ्यः' अशोभनमनोयोगादिभ्यः । 'सव्वसो' त्ति सर्वेभ्यः अपि शब्दात् चरणप्रवर्तनेडपीति सूत्रार्थः । –૩. ને. વૃ, પૃ. ૩૦૪. તથા જુઓ પૃ. ૨૮૬, પા. ટ. ૧. Page #314 -------------------------------------------------------------------------- ________________ ર૯૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન એથી સિદ્ધ થાય છે કે જે રત્નત્રયની રક્ષા કરે છે તે ગુપ્તિયુક્ત છે. રત્નત્રયની રક્ષા માટે અશુભાચારને રોકીને શુભાચારમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. આમ ગુપ્તિઓ અશુભ અર્થોમાંથી નિવર્તક અને શુભ અર્થોમાં પ્રવર્તક પણ છે. શુભ મન, વચન અને કાયના વ્યાપાર રૂપ બત્રીશ પ્રકારના “યોગ સંગ્રહ"ની બાબતમાં પ્રયત્નશીલ થવાનું વિધાન ગ્રંથમાં કરવામાં આવ્યું છે. તે પરથી પણ પ્રતીત થાય છે કે આ ગુપ્તિઓ મુખ્યરૂપે અશુભ અર્થોમાંથી નિવૃત્તિ પમાડનારી છે. આ દષ્ટિએ ગ્રંથમાં ગુપ્તિઓને અશુભ-અર્થોમાંથી નિવર્તક તરીકે દર્શાવવામાં આવેલ છે. ગ્રંથમાં મનોગુપ્તિ વગેરેનું જુદું જુદું ફળ દર્શાવતાં લખવામાં આવ્યું છે કે મનોગુપ્તિથી જીવ ચિત્તને એકાગ્ર કરીને સંયમનો આરાધક બની જાય છે. વચનગુપ્તિથી નિર્વિકારતાને પ્રાપ્ત કરીને ચિત્તની એકાગ્રતા (અધ્યાત્મયોગ)ને પ્રાપ્ત કરે છે અને કાયગુપ્તિથી બધા પ્રકારના પાપાસવોને રોકીને સંવરયુક્ત બને છે. આ ઉપરથી પ્રતીત થાય છે કે ગુપ્તિઓનું પ્રધાનકાર્ય અશુભ-અર્થોમાં પ્રવૃત્ત મન, વચન અને કાયની પ્રવૃત્તિઓને રોકવાનું છે. આ રીતે જ્યારે અશુભાત્મક પ્રવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે, ત્યારે રત્નત્રયરૂપ શુભઅર્થોમાં પ્રવૃત્તિ કરતો સાધક ધીરે ધીરે આયુષ્યના અંતિમ સમયે શુભઅર્થોમાં પ્રયુક્ત મન, વચન અને કાયની પ્રવૃત્તિઓનો પણ વિરોધ કરીને મુક્ત બને છે. તેથી ગ્રંથમાં ગુપ્તિનું ફળ કર્મક્ષય બાદ સંસારમાંથી પ્રાપ્ત થતી મુક્તિ એમ દર્શાવવામાં આવેલ છે. જો પરમાર્થરૂપે વિચાર કરવામાં આવે તો સર્વ પ્રકારના શુભાશુભ અર્થોમાં થનારી શુભાશુભ પ્રવૃત્તિને રોકવી એ ગુપ્તિ છે. १ योगे' त्ति सूचकत्वात् सूत्रस्य योगसङ्ग्रहा यैः योगा: शुभमनोवाक्कायव्यापार: सङ्गह्यन्तेस्वीक्रियन्ते, ते च द्वात्रिंशद् । -૩. રે. . પૃ. ૩૫૦. તથા જુઓ – સમવાયા, સમવાય ૩૨, શામળસૂત્ર, પૃ. ૧૯૬. ૨ ઉ. ૩૧. ૨૦. ૩ ઉ. ૨૯- ૨૩-પપ. ४ चारित्तगुत्ते य णं जीवे विवित्ताहारे दढचरित्ते एगंतरए मोक्खभावपडिवन्ने अट्ठविहकम्मगंठि નિષ્ણરેડ્ડા ૩. ર૯. ૩૧. Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય કાવાયા ર૯૧ ૨૯૧ સમિતિઓ – પ્રવૃત્તિમાં સાવધાની : ગમન આદિ ક્રિયાઓ કરતી વખતે સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવી એ “સમિતિ કહેવાય છે. અર્થાત્ સાધુ જે કાંઈ ક્રિયા કરે તેમાં પ્રમાદ ન કરતાં સાવધાની રાખે પરિણામે જીવાદિની હિંસા ન થાય. સાધુને પ્રતિદિન સામાન્યરૂપે જે ગમનાદિ ક્રિયાઓ કરવી પડે છે તેને પાંચ ભાગોમાં વહેંચીને સમિતિના પણ પાંચ ભેદ ગણાવવામાં આવ્યા છે. તેનાં નામ નીચે મુજબ છે. ૧ ગમન ક્રિયામાં સાવધાની (ઈર્ષા સમિતિ), ૨ વચન બોલવામાં સાવધાની (ભાષા સમિતિ), ૩ આહારાદિ સાધન-સામગ્રીના અન્વેષા ગ્રહણ અને ઉપભોગમાં સાવધાની (એષણા સમિતિ), ૪ વસ્ત્રાદિ ઉઠાવીને રાખવા વગેરેના કાર્યમાં સાવધાની (આદાન નિક્ષેપ સમિતિ) અને પ મળમૂત્રાદિનો ત્યાગ કરતી વખતે રાખવાની સાવધાની (ઉચ્ચાર સમિતિ). ૧ ઈર્ષા સમિતિ : વર્ષાકાળને છોડીને બાકીના સમયમાં સાધુએ પોતાના શિષ્ય-પરિવાર સાથે અથવા એકલા (પક્ષીની જેમ નિરપેક્ષી થઈ) પ્રામાનુગ્રામ વિચરણ કરવું એવું વિધાન છે. તેથી માર્ગમાં ગમન કરતી વખતે જે પ્રકારની સાવધાની જરૂરી હોય છે તેને ઈર્ષા સમિતિ કહેવામાં આવે છે. આ સમિતિની પરિશુદ્ધિ માટે ચાર બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ૧ આલંબન, ૨ સમય, ૩ માર્ગ અને ૪ ઉપયોગ (સાવધાની). તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે ૧ જુઓ પૃ. ૨૮૫, પા. ટિ. ૩, ઉ. ૧૨. ૨, ૧૯. ૮૯, ૨૦. ૪૦, ૨૪. ૧, ર૬, ૩૦. ૩. २. विगिंच कम्मणो हेउं कालकंखी परिव्वए । -૩. ૬. ૧૫. चिच्चा गिहं एगचरे स भिक्खू । ૩.૧૫. ૧ मग्गगामी महामुणी। –૩. ૨૫. ૨. તથા જુઓ ઉ. ૧૦. ૩૬, રર. ૩૩, ૨૩. ૩, ૭. વગેરે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કે સાધુએ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આલંબન કરીને, દિવસે ઉત્પથ (ઊંચાનીચા) રહિત માર્ગમાં ચાર હાથ પ્રમાણ ભૂમિને આંખથી એકાગ્રચિત્તે સાવધાનીપૂર્વક જોતાં જોતાં ચાલવું જોઈએ જેથી જીવોની હિંસા ન થાય. ચાલતી વખતે સાવધાની ટકી રહે એ માટે જરૂરી છે કે રૂપાદિ વિષયો તથા અધ્યયન (સ્વાધ્યાય)માં ચોંટેલી ચિત્તવૃત્તિને ત્યાંથી દૂર કરી ચાલવામાં જ ચિત્તવૃત્તિને સાવધાનીથી પરોવવી જોઈએ`. આમ કરવાથી અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ઈન્દ્રનમિ સંવાદમાં ઈર્યાસમિતિને ધનુષ્યની પાછ કહેવામાં આવી છેરે. તે ઉપરથી તેની ઉપયોગિતા તથા મહત્ત્વ અંગે જાણવા મળે છે. ૨૯૨ ૨ ભાષા સમિતિ : ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, વાચાળતા અને વિકથા (ધર્મવિરુદ્ધ કથા) આ આઠ દોષોથી રહિત સમયાનુકૂળ અદુષ્ટ અને પરિમિત વચન બોલવું એ ભાષા સમિતિ છે”. અર્થાત્ સાવધાનીપૂર્વક १. आलंबणेण कालेण मग्गेण जयणाइ य । चउकारणपरिसुद्धं संजए इरियं रिए || तत्थ आलंबणं नाणं दंसणं चरणं तहा । काले य दिवसे वुत्ते मग्गे उप्पह वज्जिए || दव्वओ चक्खूसा पेहे जुगमित्तं च खेतओ । कालओ जाव रीइज्जा उवउत्ते य भावओ || इंदियत्थे विवज्जित्ता सज्झायं चेव पञ्चहा । ती तप्रकारे उवउत्ते रियं रिए || તથા જુઓ ઉ. ૨૦. ૪૦, ૨૫. ૨, ૨૬. ૩૩. વગેરે. २ धणु परक्कम किच्चा जीवं च ईरियं सया । घिई च केयणं किच्चा सच्चेण परिमंथए । 3 कोहे माणे य मायाए लोभे य उवउत्तया हासे भये मोहरिए विकहासु तहेव य ।। एयाइं अट्ठ ठाणाइं परिवज्जित्तु संजए । असावज्जं मियं काले भासं भासिज्ज पत्रवं ॥ ૧૩. ૨૪. ૪-૮, —૩. ૯. ૨૧. ૧૩. ૨૪. ૯. ૧૦, Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ર૯૩ સમયને અનુકૂળ, હિત-મિત-પ્રિય અને સત્ય વચન બોલવું એ સત્ય મહાવ્રતનું પાલન કરવામાં સહાયક થાય છે. ૩ એષણા સમિતિ : જો કે સાધુ સર્વ પ્રકારની ધન-સંપત્તિનો ત્યાગ કરી દે છે પરંતુ જીવન-નિર્વાહ માટે આહારાદિની આવશ્યક્તા રહે છે. તેથી તે ગૃહસ્થના ઘરેથી નિયમાનુકૂળ આહારાદિને માગીને પોતાનો જીવન-નિર્વાહ ચલાવે છે. આ આહારાદિની પ્રાપ્તિમાં અને તેના ઉપભોગ આદિમાં જે પ્રકારની સાવધાની આવશ્યક હોય છે તેને એષણ સમિતિ કહેવામાં આવે છે. આ બાબતમાં ગ્રંથમાં સામાન્યરૂપે દર્શાવવામાં આવ્યું છે કે સાધુએ આહાર, ઉપકરણ (વસ્ત્ર, પાત્ર વગેરે) અને શય્યા (ઉપાશ્રય-નિવાસ સ્થાન) આદિની ગવેષણ કરતી વખતે ગવેષણાના ઉદ્દગમ અને ઉત્પાદન સંબંધી, ગ્રહણ કરવાની ગ્રહણષણા સંબંધી અને ઉપભોગ કરવાની પરિભોગેષણા સંબંધી દોષોથી બચવું જોઈએ. એટલે કે આહારાદિને શોધવા સંબંધી, ગ્રહણ કરવા સંબંધી અને ઉપભોગ કરવા સંબંધી શાસ્ત્રોક્ત બેંતાલીશ દોષો-જેનાથી સાધુ હિંસાદિ દોષોનો ભાગીદાર બની શકે છે તેમાંથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ. १ गवसणाए गहणे य परिभोगेसणा य जा। आहारोवहिसेज्जाए एए तिनि विसोहए ।। उग्गमुप्पायणं पढमे बीए सोहेज्ज एसणं । परिभोयम्मि चउक्कं विसोहेज्ज जय जई ।। -૩. ૨૪. ૧ર-૧૩. ૨ એષણા સમિતિમાં ધ્યાનમાં રાખવા યોગ્ય છેતાલીશ દોષો આ પ્રમાણે છે : ક ગવેષણ સંબંધી બત્રીશ દોષ-આમાંથી સોળ દોષ ઉદ્દગમ-સંબંધી છે જેને માટે ગૃહસ્થ જવાબદાર છે તથા બાકીના સોળ ઉત્પાદન સંબંધી છે. જેના નિમિત્ત સાધુ બને છે. જેમકે: ઉદ્ગમ સંબંધી સોળ દોષ-૧. આઘાકર્મ (સાધુને ઉદ્દેશીને બનાવવામાં આવેલ આહારાદિ), ઓદ્દેશિક (સામાન્ય વાચકોને ઉદ્દેશીને બનાવવામાં આવેલ), ૩. પૂર્તિકર્મ (શુદ્ધ આહારને આધાકર્માદિથી મિશ્રિત કરીને બનાવવામાં આવેલ. ૪. મિશ્રજાત (સ્વયંને અને સાધુને એક સાથે અનુલક્ષીને બનાવવામાં આવેલ, ૫. સ્થાપના (સાધુ માટે અલગ સુરક્ષિત રાખવામાં આવેલ), ૬. પ્રાભૃતિકા કોઈ જમણવાર Page #318 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૪ આદાન નિક્ષેપ સમિતિ : આદાન એટલે કોઈ વસ્તુને લેવી અને નિક્ષેપ એટલે કોઈ વસ્તુને મૂકવી. તેથી સાધુ પાસે જે કંઈ રજોહરણ આદિ ઉપકરણ ૨૯૪ માટે બનાવવામાં આવેલ), ૭. પ્રાદુષ્કરણ (અંધકારયુક્ત સ્થાનમાંથી દીવા વગેરેનો પ્રકાશ કરી લાવવામાં આવેલ). ૮. ક્રીત (ખરીદીને લાવવામાં આવેલ), ૯. પ્રામિત્ય (ઉધાર માંગીને લાવવામાં આવેલ), ૧૦. પરિવર્તિત (ફેરફાર કરીને લાવવામાં આવેલ), ૧૧. અભિકૃત (બીજી જગાએથી લાવવામાં આવેલ), ૧૨. ઉભિન્ન (બંધ પાત્રનું મુખ ઉઘાડીને લાવવામાં આવેલ), ૧૩. પાલાપલ (ઉપરથી ઉતારીને લાવવામાં આવેલ), ૧૪. આચ્છેદ્ય દુર્બળ પાસેથી આંચકીને લાવવામાં આવેલ), ૧૫. અનિસૃષ્ટ (ભાગીદાર પાસેથી પૂછ્યા વગર હિસ્સાનો ભાગ લાવવામાં આવેલ), ૧૬. અધ્યવપૂરક (સાધુને ગામમાં આવેલ જાણીને પોતાને માટે બનાવવામાં આવતા ભોજનની માત્રા વધારી દેવી). ઉત્પાદન-સંબંધી સોળ દોષ-૧. ધાત્રીકર્મ (આયાની જેમ ગૃહસ્થના બચ્ચાને ખવડાવીને આહારાદિ પ્રાપ્ત કરવા), ૨. દૂતીકર્મ (દૂતની જેમ સંદેશવાહક બનીને, ૩. નિમિત્ત (શુભાશુભ નિમિત્ત દર્શાવીને), ૪. આજીવ (પોતાની જાતિ, કુળ વગેરે બતાવીને), ૫. વનીપક (ગૃહસ્થની પ્રશંસા કરીને), ૬. ચિકિત્સા (બિમારીની દવા બતાવીને), ૭.ક્રોધપિંડ (ક્રોધ પ્રદર્શિત કરીને), ૮. માન-પિંડ (પોતાનું પ્રભુત્વ જમાવીને), ૯. માયા પિંડ (છળ, કપટ પૂર્વક), ૧૦. લોભપિંડ (સરસ અને સુંદર ભોજનની અભિલાષાથી વધારે દૂર જઈ માંગી લાવવામાં આવેલ), ૧૧. સંસ્તવપિંડ (સંસ્તુતિ કરીને), ૧૨. વિદ્યાપિંડ (વિદ્યાના જોરથી), ૧૩. મંત્ર દોષ (મંત્ર પ્રયોગથી), ૧૪. ચૂર્ણયોગ (વશીકરણ-ચૂર્ણ આદિનો પ્રયોગ કરીને), ૧૫. યોગ-પિંડ (યોગવિદ્યા વગેરેનો) પ્રયોગ કરીને, ૧૬. મૂલકર્મ (ગર્ભ-સ્તંભન વગેરેનો પ્રયોગ બતાવીને). ખ ગ્રહણૈષણા-સંબંધી દશ દોષ-જેમકે: ૧. શંકિત (આધાકર્માદિ દોષની શંકા થતી હોય તો પણ આહારિ લેવાં), ૨. ભ્રક્ષિત (સચિતથી મુક્ત), ૩. નિક્ષિપ્ત (સચિત્ત વસ્તુ ઉપર રાખેલ), ૪. પિહિત (સચિત્ત વસ્તુથી ઢંકાએલ), ૫. સંહત (કોઈ પાત્રમાં પહેલાંથી રાખી મુકેલ અકલ્પનીય પદાર્થને કાઢીને Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ર૯૫ હોય છે તેને સારી રીતે જોઈને મૂકવાં એ “આદાન-નિક્ષેપ' સમિતિ છે. અર્થાત્ પાત્રાદિ ઉપકરણોને લેતી વખતે અને મૂકતી વખતે તેની સારી સંભાળ (પ્રતિલેખના) લઈ પ્રમાર્જન કરી લેવું જોઈએ. જેથી જીવોની હિંસા ન થાય. આ રીતે આ સમિતિનું સમ્યક્ રૂપે પાલન કરવા માટે પ્રતિલેખના (નિરીક્ષણ) અને પ્રમાર્જના (ધૂળ વગેરે સાફ કરવાં)ને સમજી લેવાં જરૂરી છે. પ્રતિલેખના અને પ્રમાર્જના : પ્રતિલેખનાનો અર્થ : આંખેથી જોઈ લેવું અને પ્રમાર્જનાનો અર્થ સાફ કરવું એવો થાય છે. આ બન્ને ક્રિયાઓ સાધુએ દરરોજ સવારે અને સાંજે કરવી પડે છે એ સિવાય, પાત્ર વગેરે ઉપકરણો લેતી અને મૂકતી વખતે પણ એ ક્રિયાઓ કરવાની હોય છે. એ ક્રિયાઓ કરવાથી ષકાયના જીવોની રક્ષા થાય છે અને પછી તે પાત્રમાંથી દેતાં), ૬. દાયક (શરાબી, ગર્ભિણી વગેરે અનધિકારી વડે દેવામાં આવે ત્યારે), ૭. ઉન્મિશ્ર (શુદ્ધ અને અશુદ્ધ ભેગાં કરી દેતાં), ૮. અપરિણીત (શાકાદિ પૂરેપૂરાં રંધાયાં ન હોય ત્યારે), ૯. લિપ્ત (દૂધ, દહીં વગેરેથી ખરડાયેલ પાત્રમાંથી કે એવા હાથે દેવામાં આવે ત્યારે), ૧૦. છર્દિત (જેના અન્નકણ નીચે પડી રહ્યાં હોય). ગ પરિભોગેષણા (ગ્રામૈષણા) સંબંધી ચાર દોષ-આનો નિમિત્ત સાધુ જ હોય છે, જેમકે : ૧. સંયોજના (સરસ બનાવવાના લોભથી દૂધ ખાંડ વગેરે પરસ્પર મેળવી ખાવું), ૨. અપ્રમાણ (પ્રમાણાથી વધારે ખાવું), ૩. અંગાર (સરસ ખોરાક હોય ત્યારે દાતાના વખાણ કરીને અને નીરસ હોય ત્યારે નિદા કરીને ખાવું) અને ૪. અકારણ (બળવૃદ્ધિ વગેરેની ભાવનાથી ખાવું). –જુઓ - એજન ટીકાઓ, શ્રમણાસૂત્ર પૃ. ૪૩૧-૪૩૫. १ चक्खुसा पडिलेहित्ता पमज्जैज्ज जयं जई । आइए निक्खिवेज्जा दुहओवि समिए सया ॥ –૩. ૨૪. ૧૪. તથા જુઓ ઉ. ૨૪. ૧૩, ૨૦. ૪૦, ૧૨. ૨. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ન કરવાથી એ જીવોની હિંસા સંભવે છે. તેથી અહિંસાવ્રતનું પાલન કરનાર સાધુએ તે ક્રિયાઓ કરવી જ જોઈએ. જે સાધુ પ્રતિલેખના અને પ્રમાર્જનાને ઉચિતરૂપે નથી કરતો અને પોતાનાં ઉપકરણોને જ્યાં ત્યાં મૂકી દે છે તથા શપ્યા આદિ ઉપર ધૂળવાળા પગ હોય છતાં સૂઈ જાય છે તે સાચો સાધુ નથી. જે સમયસર પ્રતિલેખના અને પ્રમાર્જના કરે છે તેનાં જ્ઞાનાવરણીયાદિ કર્મો નષ્ટ થાય છે. પ્રતિલેખના અને પ્રમાર્જનાની વિધિ : સાધુએ સમયનું અતિક્રમણ કર્યા સિવાય પોતાનાં બધાં ઉપકરણોની પ્રતિલેખના અને પ્રાર્થના કરવાં જોઈએ. પ્રતિલેખન કરતી વખતે સર્વ પ્રથમ મુખવસ્ત્રિકાની અને પછી રજોહરણ (ગોચ્છકોની પ્રતિલેખના કરવી જોઈએ. તે પછી આંગળીથી રજોહરણને લઈને વસ્ત્રોની પ્રતિલેખના કરવી જોઈએ. વસ્ત્રોની પ્રતિલેખના કરતી વખતે વસ્ત્રોને ભૂમિથી ઊંચા રાખી, મજબૂત રીતે હાથમાં પકડી ઝડપ કર્યા વગર સાવધાની પૂર્વક પ્રથમ તો વસ્ત્રનું નિરીક્ષણ કરવું જોઈએ. તે પછી યત્નપૂર્વક વસ્ત્રને ઝાપટવાં જોઈએ જેથી જીવજંતુ નીકળી જાય. જો ન નીકળે તો યત્નપૂર્વક હાથેથી લઈને જીવજંતુને એકાંત સ્થળે ફેંકી દેવા જોઈએ. આ કામ કરતી વખતે શરીર અને વસ્ત્ર આદિને આમ તેમ નચાવવાં ન જોઈએ. વસ્ત્ર ક્યાંયથી વળેલું ન હોવું જોઈએ. આ કામ સાવધાનીથી એકદમ ન કરવું જોઈએ. દીવાલ વગેરેનો સંપર્ક ન થવો જોઈએ. આ ઉપરાંત જે વસ્ત્રની પ્રતિલેખના કરવામાં આવી રહી હોય તેના ત્રણ ભાગ કરી પ્રત્યેક ભાગને બન્ને બાજુથી જોવાં १ पुढवी आउक्काए तेउ-वाऊ-वणस्सइ-तसाणं । पडिलेहणा आउत्तो छण्हं संरक्खओ होइ ॥ –૩. ર૬. ૩૦-૩૧. ૨ તથા જુઓ પૃ. ૨૫૬, પા. ટિ. ૪, ઉ. ૧૭, ૧૦, ૧૪. ૩ ઉ. ૨૯. ૧૫. ૪ જુઓ – પૃ. ૨૫૮, પા. ટિ. ૩. Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨૯૭ જોઈએ અથવા પછી પ્રત્યેક ભાગને ત્રણ ત્રણ વાર (પરિમ નવરોટ) તપાસવાં જોઈએ. છતાં તેમાં જીવજંતુ રહ્યાં હોય તો હાથથી કાઢીને જીવની રક્ષા કરવી જોઈએ. આમ સાવધાનીપૂર્વક કરવામાં આવેલ પ્રતિલેખના અને પ્રમાર્જના પ્રશસ્ત કહેવાય છે અને અસાવધાનીપૂર્વક કરવામાં આવેલ પ્રતિલેખના અને પ્રમાર્જના અપ્રશસ્ત ગણાય છે. ગ્રંથમાં અપ્રશસ્ત પ્રતિલેખનાના કેટલાક પ્રકાર દર્શાવવામાં આવ્યા છે જેનો ત્યાગ જરૂરી છે. અપ્રશસ્ત પ્રતિલેખનાના કેટલાક પ્રકારો આ પ્રમાણે છે : ૧ આરબીટા (જની પ્રતિલેખના થતી હોય તે વસ્ત્રને પૂર્ણ પ્રતિલેખના કર્યા વગર જ વચ્ચે બીજા વસ્ત્રની પ્રતિલેખના કરવાની શરૂઆત કરવી), ૨ સમ્મદ (વસ્ત્રના છેડાને પકડીને અથવા વસ્ત્ર ઉપર બેસીને પ્રતિલેખના કરવી), ૩ મોસલી (વસ્ત્રને ભીંત વગેરેના ટેકાથી ઉપર નીચે તથા ત્રાંસુ કરીને પ્રતિલેખના કરવી), ૪ પ્રસ્ફોટના (વસ્ત્રને જોરથી ઝાપટવું), ૫ વિક્ષિપ્તા (પ્રતિલેખના કર્યા વગરના અને પ્રતિલેખના કરેલા વસ્ત્રને ભેગાં કરી દેવા), ૬ વેદિકા (ઘૂંટાની ઉપર નીચે ત્રાંસુ રાખી અથવા વચ્ચે રાખી પ્રતિલેખના કરવી), ૭ પ્રશિથિલ (વસ્ત્રને ઢીલી રીતે પકડવું), ૮ પ્રલંભ (વસ્ત્રના એક ખૂણાને પકડી १. उड्ढं थिरं अतुरियं पुव्वं ता वत्यमेव पडिलेहे । तो बिइयं पप्फोडे तइयं च पुणो पमज्जिज्ज || अणच्चावियं अकलियं अणाणुबंधिममोसलि चेव । छप्पुरिमा नव खोडा पाणीपाणिविसोहणं ।। –૩. ર૬. ૨૪-૨૫. તથા જુઓ - કમળસૂત્ર, પૃ. ૪૦૯-૪૧૦. २ आरभडा सम्म्दा वज्जेयव्वा य मोसली तइया । पप्फोडणा चउत्यो विक्खिता वेइया छट्ठी । पसिढिलपलंबलोला एगामोसा अणेगरूवधुणा । कुणइ पमाणे पमायं संकियगणणोवगं कुज्जा ।। –૩. ર૬. ર૬-ર૭. पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ जणवयकहं वा । देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। –૩. ર૬. ર૯. Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૯૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન બાકીના ભાગને લટકતો રાખવો), ૯ લોલ (વસ્ત્રને જમીન ઉપર લટકતું રાખવું), ૧૦ એકામર્ષા (વસ્ત્રને ઢસરડવું), ૧૧ અનેકરૂપધૂના (અનેક રીતે વસ્ત્રને હલાવવું), ૧ર પ્રમાણ-પ્રમાદ (પ્રતિલેખનાના પ્રમાણમાં પ્રમાદ કરવો), ૧૩ શંકિતે ગણાનોપયોગ (કેટલી વાર પ્રતિલેખના થઈ ચૂકી છે એવા પ્રમાણમાં શંકા થતાં ફરી આંગળીથી ગણવા માંડવું), ૧૪ આદત્તચિત્ત (પ્રતિલેખના કરતી વખતે વાર્તાલાપ, કથા, નિત્યકર્મ, પઠન-પાઠન વગેરમાં ધ્યાન આપવું), ૧૫ જૂનાધિક (કોઈ ભાગમાં ઓછી કે વધારે વાર પ્રતિલેખના કરવી). આમ, ઓછી, વધારે અને વિપરીત પ્રતિલેખના ન કરીને, શાસ્ત્રોક્ત વિધિથી જ પ્રતિલેખના કરવી એ પ્રશસ્ત છે અને બાકીની બીજી બધી અપ્રશસ્ત છે. તેથી પ્રશસ્ત પ્રતિલેખના માટે સર્વ પ્રકારની સાવધાની જરૂરી છે જેથી જીવોની હિંસા પણ ન થાય અને શાસ્ત્રોક્ત વિધિમાં પ્રમાદ પણ ન થાય. ૫ ઉચ્ચાર સમિતિ - મળ (ઉચ્ચાર), મૂત્ર (પ્રસવણ) વગેરે (મુખનો મેલ, નાકનો મેલ, શરીરની ગંદકી, ફેંકી દેવા જેવો આહાર, ઉપયોગહીન ઉપકરણા, નખ) વગેરે ફેંકી દેવા લાયક પદાર્થોને વિધિપૂર્વક ફેંકવા યોગ્ય (ભુત્સર્જન યોગ્ય) એકાન્ત જગ્યાએ છોડી દેવા એ ઉચ્ચાર સમિતિ છે. એટલે કે મલમૂત્રાદિ ત્યાગવા લાયક ધૃણિત પદાર્થોને એવી જગાએ છોડી દેવા જોઈએ જેથી જીવોની હિંસા પણ ન થાય અને કોઈને એથી ધૃણા પણ ન થાય. १ अणूणाइरित्तपडिलेहा अविवच्चासा तहेव य । पढमं पयं पसत्यं सेसाणि उ अप्पसत्थाई ।। –૩. ર૬. ૨૮. २ उच्चारं पासवणं खेलं सिघाणजल्लियं । आहारं उवहि देहं वावि तहाविहं ।। –૩. ર૪. ૧૫. Page #323 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪: સામાન્ય સાધ્વાચાર, ર૯૯ વ્યુત્સર્જન યોગ્ય (ઈંડિલ) ભૂમિ ? ત્યાજ્ય પદાર્થોને ફેંકી દેવા યોગ્ય સ્થાન આ પ્રકારનું હોવું જોઈએ". ૧ આવાગમન જ્યાં સાવ ન થતું હોય જ્યાં કોઈ આવતું ન હોય તથા દૂરથી તે જગ્યાને કોઈ જોઈ શકે એમ ન હોય અર્થાતુ જે અનાપાત અસંલોક હોય. એ સિવાય એવું પણ ન હોવું જોઈએ કે જ્યાં કોઈ આવતું તો ન હોય પણ દૂરથી જોઈ રહ્યું હોય. અનાપાત સંલોક-અથવા કોઈ આવી પણ રહ્યું હોય અને કોઈ પણ રહ્યું હોય. આપાતસંલોક-આમ આવાગમથી સર્વથા શૂન્ય એવું તે સ્થાન હોવું જોઈએ. ૨ જ્યાં ક્ષુદ્ર જીવાદિની પણ હિંસા સંભવતી ન હોય, ૩ સમતળ હોય, ૪ ઘાસ વગેરેથી પથરાયેલ ન હોય, ૫ વધારે સમય પહેલાં અચિત કરવામાં આવેલ સ્થાનમાં જીવાદિની ઉત્પત્તિ સંભવતી હોવાથી જે સ્થાનને થોડા સમય પહેલાં જ અચિત કરવામાં આવેલ હોય, ૬ વિસ્તૃત હોય, ૭ ખૂબ નીચે સુધી અચિત હોય, ૮ ગામ વગેરેની પાસે ન હોય, ૯ છિદ્રરહિત હોય અને ૧૦ ત્રસ જીવ અને અંકુરોત્પન્ન કરનાર શાલ્ય વગેરના બીજ વગરની હોય. આમ આ પાંચ પ્રકારની સમિતિઓ સાધુને સાવધાનીપૂર્વક સદાચારમાં પ્રવૃત્તિ કરવાની શિક્ષા આપે છે. જીવોની હિંસા ન થાય અને અહિંસાદિ વ્રતોનું યોગ્ય રીતે પાલન થઈ શકે તે માટે આ સમિતિઓ અને તે સાથે જ ગુપ્તિઓનું પ્રતિપાદન કરવામાં આવેલ છે. ગ્રંથમાં સમિતિવાળા સાધુનું લક્ષણ કહેતી વખતે જણાવવામાં આવ્યું છે કે જે કોઈના પ્રાણનો ઘાત નથી કરતો તથા તેની રક્ષા કરવામાં તત્પર રહે છે તે સમિતિવાળો કહેવાય છે. તેની પાસે પાપ કર્મ, ઉચ્ચ સ્થાનમાં રહેલ પાણીની જેમ ટકતું નથી. સમિતિવાળા સાધુનું સંસારભ્રમણ १. अणावायमसंलोए अणावाए चेव होइ संलोए । आवायमसंलोए आवाए चेव संलोए । अणावायमसंलोए परस्सणुवघाइए । समे अज्झुसिरे यावि अचिरकालकयम्मि य ।। विच्छिण्णे दूरमोगाढे नासने बिलवज्जिए । तसपाणबीरहिए उच्चाराईणि वोसिरे ॥ –૩. ૨૪. ૧૬-૧૮. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના અટકી જાય છે અને સમિતિથી રહિત સાધુ સંસારમાં ભટકતો રહે છે. આમ ગુપ્તિ અને સમિતિરૂપ આઠ પ્રવચન માતાઓ મહાવ્રતોનાં રક્ષામાં તથા મુક્તિમાર્ગને પ્રાપ્ત કરવામાં પ્રમુખ હેતુ છે. ષ-આવશ્યક વૈદિક સંસ્કૃતિમાં જેમ બ્રાહ્મણ માટે પ્રાત:કાળે અને સંધ્યાકાળે સંધ્યાવંદન વગેરે નિત્યકર્મ જરૂરી છે તે રીતે જૈન સાધુએ પણ સામાયિક આદિ છે નિત્યકર્મ કરવાનાં હોય છે. અવશ્યકરણીય નિત્યકર્મ હોવાથી તેને “આવશ્યક કહેવામાં આવેલ છે. આ છ આવશ્યકોનાં નામ વગેરે આ પ્રમાણે છે : ૧ સમતાભાવ રાખવો (સામાયિક). ર ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી (ચતુર્વિશતિસ્તવ) ૩ ગુરુની વંદના કરવી (વંદન) ૪ સદાચારમાં લાગેલ દોષોનું પ્રાયશ્ચિત કરવું (પ્રતિક્રમણ) ૫ ચિત્તને એકાગ્ર કરી શરીર પરના મમત્વને દૂર કરવું (કાયોત્સર્ગ) ૬ આહાર આદિનો ત્યાગ કરવો (પ્રત્યાખ્યાન). ૧ સામાયિક આવશ્યક : સ + ગાય + 3 = સામાયિક અર્થાતુ રાગ, દ્વેષથી રહિત થઈ સમતાભાવમાં સ્થિર થવું. આથી જીવ બધા પ્રકારની પાપાત્મક १ आउत्तया जस्स न अस्थि कावि इरियाइ भासाइ तहेसणाए । आयाणनिक्खेवदुगंछणाए न वीरजायं अणुजाई मग्गं ।। –૩. ૨૦. ૪૦. पाणे य नाइवाएज्जा से समीय ति वच्चई ताई। तओ से पावयं कम्मं निज्जाइ उदगं व थलाओ ॥ –૩. ૮. ૬. તથા જુઓ ઉ. ૧ર. ૧૭, ૩૧. ૭, ૩૪. ૩૧. २ अवश्यं कर्तव्यं आवश्यकं, श्रमणादिभिरवश्यं उभयकालं क्रियते । –ગાવપૂત્ર, મતf, પૃ. ૮૬. તથા જુઓ – મૂલાવાર, ધશ્નર ૭; માપૂર્વ, પૃ. ૮૩-૮૫. ૩ ઉ. ર૯. ૮-૧૩. Page #325 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૦૧ પ્રવૃત્તિઓ (સાવદ્ય-યોગ)માંથી વિરક્ત થઈ જાય છે. જિનભદ્ર સામાયિકને ચૌદ પૂર્વો (જિનવાણી)ના સાર તરીકે દર્શાવેલ છે. ૨ ચતુર્વિશતિસ્તવ આવશ્યક ઃ જૈન ધર્મના પ્રવર્તક ચોવીશ તીર્થકરો અને સિદ્ધોની સ્તુતિ કરવી એને ચતુર્વિશતિસ્તવ આવશ્યક કહેવામાં આવે છે. તેનાથી જીવ દર્શનની વિશુદ્ધિ કરે છે. આ આવશ્યકમાં જૈન તીર્થંકરોની જે સ્તુતિ કરવાનું વિધાન કરવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે તેમના ગુણોનું ચિંતન કરી પોતાની અંતધ્યેતના જાગૃત કરી શકાય કારણ કે જૈન તીર્થકર વીતરાગ હોવાને કારણો ઉપાસકનો કોઈ પ્રકારનો ઉપકાર કરતા નથી. ૩ વંદન આવશ્યક : ગુરુનું અભિવાદન કરવું એ વંદન આવશ્યક છે. જો ગુરુ ઉપસ્થિત ન હોય તો તેમનો મનમાં સંકલ્પ કરીને અભિવાદન કરવું જોઈએ. ગ્રંથમાં, પ્રત્યેક આવશ્યકની પહેલાં અને પછી ગુરુની વંદના અવશ્યકરણીય ગણવામાં આવી છે. આ વંદનઆવશ્યકનું ફળ દર્શાવતાં લખવામાં આવ્યું છે કે “ગુરુવંદનાથી જીવ નીચ ગોત્રકર્મનો ક્ષય કરી ઉચ્ચ ગોત્રકર્મનો બંધ કરે છે અને અપ્રતિહત સૌભાગ્યશાળી તથા સફળ આજ્ઞાવાળો બની સર્વત્ર આદર પ્રાપ્ત કરે છે. १. सामाइएणं सावज्जजोगविरई जणयइ । –૩. ર૯. ૮. २ सामाइयं संखेवो चोद्दसपृव्वत्थापिंडोत्ति । –વિશેષાવશ્યમાષ્ય, ગાથા ર૭૯૬. 3 चउव्वीसस्थएणं दंसणविसोहि जणयइ । –૩. ૨૯. ૯. જુઓ – ગોવર્ધન, ગાથા ૧૦૭૬. थयथुइमंगलेण नाणदंसणचरित्त बोहिलाभं जणयह ।....यणं जीवे अंतकिरियं कप्पविमाणोववत्तियं आराहणं आरोहेइ । –૩. ર૯. ૧૪. ૪ જુઓ - સામાવાની ! ५ वंदणएणं नीयागोयं कम्मं खवेइ । उच्चागोयं कम्मं निबंधइ । सोहग्गं च णं अपडिहयं आणाफलं निव्वत्तेइ । दाहिणभावं च णं जणयइ । –૩. ર૯. ૧૦. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૪ પ્રતિક્રમણ આવશ્યક : “પ્રતિ' ઉપસર્ગપૂર્વક ગમનાર્થક “ક્રમે ધાતુમાંથી પ્રતિક્રમણ શબ્દ નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે : પ્રતિકૂળપાદનિક્ષેપ-અર્થાત્ સદોષ આચરણમાં જેટલા આગળ વધેલ તેટલું જ પાછા જઈ સ્વસ્થાન ઉપર આવવું. એટલે પ્રતિક્રમણનો દોષોનું પ્રાયશ્ચિત (પશ્ચાતાપ) કરવું એવો અર્થ થાય. આ પ્રતિક્રમણ સવારે તથા સાંજે કરવામાં આવે છે એ ઉપરાંત દૈનિક નાનામાં નાની ક્રિયા કરતી વખતે તથા વિશેષ અવસરે પણ કરવામાં આવે છે. ગ્રંથમાં તેના ફળનું વર્ણન કરતાં લખવામાં આવ્યું છે કે પ્રતિક્રમણથી જીવ વ્રતોના છિદ્રો (દોષો)ને દૂર કરે છે પછી શુદ્ધવ્રતધારી થઈ કર્માસવોને રોકીને તથા આઠ પ્રવચનમાતાઓ દ્વારા સાવધાન થઈ વિશુદ્ધ ચારિત્રને પ્રાપ્ત કરી સંયમમાં વિચરે છે. આ પ્રતિક્રમણ આવશ્યક પ્રાયશ્ચિત તપનો એક ભેદ વિશેષ છે જેનું આગળ ઉપર તપના પ્રકરણમાં વર્ણન કરવામાં આવશે. પ્રતિક્રમણ એક નાનું પ્રાયશ્ચિત છે અને એ “મારું પાપ મિથ્યા થાય” (મિચ્છામિ દુક્કડ) એટલું કહેવા માત્રથી પૂર્ણ થાય છે. અર્થાત્ સ્વયંના દોષને સ્વયં સમક્ષ કહીને આત્મનિન્દા કરવામાં આવે છે. આ આત્મનિન્દારૂપ પશ્ચાત્તાપથી જીવ પક શ્રેણી (કરણગુણ શ્રેણી)ને પ્રાપ્ત કરી મોહનીય કર્મનો ક્ષય કરે છે. પ્રતિક્રમનું જૈન શાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ છે તેથી સમસ્ત આવશ્યક ક્રિયાને માટે “પ્રતિક્રમણ' શબ્દનો પણ પ્રયોગ થાય છે. १ प्रतीयं क्रमणं प्रतिक्रमणं, अयमर्थ : शुभयोगेभ्योडशुभयोगान्तरं क्रान्तस्य शुभेषु एव क्रमणात्प्रतीयं क्रमणम् । -हेमचन्द्रकृत योगशास्त्र-स्वोपत्रवृत्ति, तृतीय प्रकाश । ૨ જુઓ - સામારી; અવશ્ય નિર્યુ,િ ગાથા ૧૨૪૪. 3 पडिक्कमणेणं वयछिद्दाणि पिहेइ । पिहियवयछिद्दे पुण जीवे निरुद्धासवे असबलचरिते अटुसु पवयणमायासु उवउत्ते अपुहत्ते सुप्पणिहिए विहरइ । –૩. ર૯. ૧૧. ૪ જુઓ પૃ. ર૩૩, પા. ટિ. ૧. ૫ ઉ. ર૯. ૬. ૬ જુઓ – મળમૂત્ર, પૃ. ૨૨૯-૨૧). Page #327 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૦૩ ૫ કાયોત્સર્ગ આવશ્યક : આમાં બે શબ્દો છે – કાય અને ઉત્સર્ગ. તેનો અર્થ છે શરીરનો ત્યાગ કરવો અર્થાત્ શરીરના મમત્વને છોડી તથા સ્વસ્વરૂપમાં લીન થઈ નિયળ થવું તેને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. આ પણ એક પ્રકારનું તપ છે જેનું આગળ ઉપર વર્ણન કરવામાં આવશે. કાયોત્સર્ગથી સાધક પ્રતિક્રમણાની જેમ અતીતના તથા વર્તમાનના દોષોનું શોધન કરે છે પછી પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધ થઈ કર્મભારને હળવો કરે છે. ત્યાર પછી તે ચિત્તારહિત થઈ શુભ (પ્રશસ્ત) ધ્યાનમાં લાગીને સુખપૂર્વક વિચરણ કરે છે. તેથી આ કાયોત્સર્ગને સર્વ પ્રકારના દુઃખોમાંથી છોડાવનાર પણ ગણવામાં આવેલ છે. સામાયિક અને કાયોત્સર્ગ વચ્ચે આ તફાવત છે. સામાયિકમાં સાધુ હલનચલન વગેરે ક્રિયાઓ કરી શકે છે. પરંતુ કાયોત્સર્ગમાં હલન-ચલન કરી શકતો નથી. ૬ પ્રત્યાખ્યાન આવશ્યક : પ્રત્યાખ્યાન શબ્દનો અર્થપરિત્યાગ કરવો. જો કે સાધુ સર્વવિરત હોય છે છતાં પણ આહારાદિનો અમુક સમયવિશેષ માટે ત્યાગ કરવો એ પ્રત્યાખ્યાન આવશ્યક છે. એ કરવાથી મન, વચન અને કાયની દૂષિત પ્રવૃત્તિઓ અટકે છે અને પછી કર્મોનો આસવ દ્વાર પણ બંધ થઈ જાય છે. ગ્રંથમાં “સમ્યકત્વ-પરાક્રમ” અધ્યયનમાં કેટલાંક પ્રત્યાખ્યાનોનું પાલન કરવાનું ફળ દર્શાવવામાં આવેલ છે જેમ કે : (ક) સંભોગ પ્રત્યાખ્યાન - સાધુઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ ભોજનને એક સાથે ગોળાકાર બેસી ખાવાનો ત્યાગ કરવો. આમ કરવાથી જીવ સ્વાવલંબી १ काउस्सग्गेणं तीयपडुप्पत्रं पायच्छित्तं विसोहेइ । विसुद्धपायच्छित्ते य जीवे मिव्वुयहियए ओहरियभरूव्व भारवहे पसत्थज्झाणोवगए सुहं सुहेणं विहरइ । –૩. ર૯. ૧ર. २ काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं । –૩. ર૬. ૩૯. તથા જુઓ – ઉ. ર૬. ૪૨. 3 पच्चक्खाणेणं आसवदाराइ निरूभइ । –૩. ર૯. ૧૩. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન થાય છે અને પછી પોતાને થયેલ લાભથી જ સંતુષ્ટ રહે છે. (ખ) ઉપધિ પ્રત્યાખ્યાન - વસ્ત્રાદિ ઉપકરણોનો ત્યાગ કરવો. આમ કરવાથી સ્વાધ્યાય વગેરે કરવામાં નિર્વિનતાની પ્રાપ્તિ થાય છે તથા આકાંક્ષા રહિત થવાથી વસ્ત્રાદિ માગવા, તેની રક્ષા કરવી વગેરે બાબતનું કષ્ટ થતું નથી. (ગ) આહાર પ્રત્યાખ્યાન - આહારનો ત્યાગ કરવાથી જીવન પ્રત્યેનું મમત્વ રહેતું નથી અને નિર્મમત્વ થતાં, આહાર વગર પણ તેને કોઈ પ્રકારનું કષ્ટ થતું નથી. (૧) યોગ પ્રત્યાખ્યાન - મન, વચન અને કાય સંબંધી પ્રવૃત્તિ (યોગ)ને રોકવી એ યોગ પ્રત્યાખ્યાન છે. તેનાથી જીવ જીવન્મુક્ત (અયોગી)ની અવસ્થાને પ્રાપ્ત કરે છે તથા નવીન કર્મોનું બંધન ન કરતાં પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરે. (ડ) સદ્ભાવ પ્રત્યાખ્યાન - તેનો અર્થ છે : સર્વ પ્રકારની પ્રવૃત્તિને ત્યાગીને પૂર્ણ વિતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરવી. આમ થવાથી જીવ બધાં પ્રકારનાં કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ જાય છે". १ संभोगपच्चक्खाणेणं आलंवणाई खवेइ ।...सएणं लाभेणं संतुस्सइ परलाभं નો માસાઃ | –૩. ર૯. ૩૩. २ निरूवहिए णं जीवे निक्कंखी उवहि मंतरेणं य न संकिलिस्सई । –૩. ર૯. ૩૪. 3 आहारपच्चरखाणेणं जीवियासंसप्पओगं वोच्छिदइ । –૩. ર૯. ૧૫. ४ जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगी णं जीवे नवं कम्मं न बंधइ, पृवबद्धं निज्जरेइ । –૩. ર૯. ૩૭. ५ सम्भावपच्चक्खाणेणं अणियट्टि जणयइ...सव्वदुक्खाणमंतं करेइ । –8. ૨૯. ૪૧. તથા જુઓ ઉ. ૨૯. ૪૨, ૪૫. વગેરે. Page #329 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઃ સામાન્ય સાધ્વાચાર ૩૦૫ (ચ) શરીર પ્રત્યાખ્યાન તેનો અર્થ-શરીરનું મમત્વ દૂર કરવું, સંસારી અવસ્થામાં જીવ દરેક સમયે કોઈને કોઈ પ્રકારે શરીરથી યુક્ત રહે છે અને જ્યારે તે શરીરનું પ્રત્યાખ્યાન કરે છે ત્યારે અશરીરીસિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. 1 (છ) સહાય પ્રત્યાખ્યાન પોતાના કાર્યમાં કોઈની સહાયતા ન લેવી એ સહાય પ્રત્યાખ્યાન કહેવાય. તેનાથી જીવન એકત્વભાવને પ્રાપ્ત કરે છે. એકત્વભાવ પ્રાપ્ત કરી લેતાં તે અલ્પ શબ્દવાળો, અલ્પ કલહવાળો અને અલ્પ કષાયવાળો થઈ સંયમબહુલ, સંવરબહુલ અને સમાધિબહુલ બની જાય છે. (જ) કષાય પ્રત્યાખ્યાન - જો કે સાધુ સામાન્ય રીતે રાગ, દ્વેષરૂપકષાયથી રહિત હોય છે છતાં પણ રાગ, દ્વેષનો પ્રસંગ આવતાં સંયમથી ભ્રષ્ટ ન થવું અર્થાત્ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને જીતવા એ કષાય પ્રત્યાખ્યાન છે. તેથી સાધક તત્તત્ કર્મોનો બન્ધ ન કરીને પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરી ક્રમશ: ક્ષમા, મૃદુતા, ઋજુતા અને નિર્લોભતાને પ્રાપ્ત કરી લે છે. ક્ષમાથી બધા પ્રકારના કષ્ટોને સહન કરે છે. આર્દવ (મૃદુતા)થી અભિમાન રહિત થઈ મદના આઠ સ્થાનોનો ક્ષય કરે છે. આર્જવ (ઋજુતા)થી સરળ પ્રકૃતિનો બની ધર્મનું પાલન કરે છે. નિર્લોભતાથી અકિંચનભાવ (અપરિગ્રહ પણું) પ્રાપ્ત કરી વિષયોથી લોભાતો નથી. આ રીતે આ કષાયો ઉપર વિજય મેળવવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. વીતરાગપુરુષ સુખ અને દુઃખમાં સમાન સ્થિતિવાળો હોય છે. તેને મનોજ્ઞામનોજ્ઞ વિષયો પ્રત્યે મમત્વ કે દ્વેષ રહેતાં નથી . - १. सरीरपच्चक्खाणेणं सिद्धाइसगुणत्तणं निव्वत्तेइ | २ सहायपच्चक्खाणेणं एगीभावं जणयइ... संवरबहुले समाहिए यावि भवइ । ૩ ૩. ૨૯. ૬૭-૭૦. ४ कासायपच्चक्खाणेणं वीयरायभावं जणय ... समसुहदुक्खे भवइ । ૧૩. ૨૯. ૩૮. —–૩. ૨૯. ૩૯. તથા જુઓ ઉ. ૨૯. ૪૫-૪૬, ૯. ૫૭-૫૮, ૩૧. ૩, ૭. --૩. ૨૯. ૩૬. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના આ રીતે ગ્રંથમાં કેટલાંક પ્રત્યાખ્યાનોના પ્રકાર અને તેના ફળ દર્શાવવામાં આવેલ છે. આ રીતે પ્રત્યાખ્યાન આવશ્યકના અન્ય પ્રકારો સમજી લેવા જોઈએ. ઉપર જણાવેલ સામાયિક આદિ છ આવશ્યકોનાં નામ “અનુયોગદ્વારમાં જુદી રીતે જોવા મળે છે અને તેમાંથી તેના સ્વરૂપ વિશે જાણી શકાય છે. તેનાં નામ ક્રમશ: આ પ્રમાણે છે : ૧ સાવદ્યયોગવિરતિ (સામાયિક), ૨ ઉત્કીર્તન (ચતુર્વિશતિસ્તવ), ૩ ગુણવતપ્રતિપત્તિ (વંદન), ૪ સ્મલિતનિંદા (પ્રતિક્રમણ), ૫ વ્રણચિકિત્સા (કાયોત્સર્ગ), ૬ ગુણધારણ (પ્રત્યાખ્યાન). “આવશ્યક' નામનો એક સૂત્ર ગ્રંથ પણ છે અને તેમાં આ છ આવશ્યકોનું જ વિશેષ વર્ણન કરવામાં આવેલ છે. આ છ આવશ્યકો ઉપરાંત એક આવશ્યક ક્રિયા છે અને તેનું નામ છે : વસ્ત્રાદિકની પ્રતિલેખના અને પ્રમાર્જના. આ પ્રતિક્રમણ આવશ્યકમાં જ સમાવિષ્ટ છે. આ છે નિત્યકર્મોની આવશ્યક” એવી સંજ્ઞા દઢ છે અન્યથા, ગ્રંથમાં સાધુના અન્ય નિત્યકર્મો પણ દર્શાવાયાં છે અને તેનું સ્પષ્ટીકરણ આગળ ઉપર દર્શાવવામાં આવેલ સાધુની દિન તેમ જ રાત્રિચર્યા દ્વારા થશે. વસ્તુતઃ આ છે આવશ્યક અથવા નિત્યકર્મ સાધુના સામાન્ય નિત્યકર્મ છે અને અધ્યયન, મનન વગેરે વિશેષ કાર્ય છે. સામાચારી દરરોજ સાધુએ જે પ્રકારનાં આચરણ કરવાં પડે છે તેને “સમાચારી કહેવામાં આવે છે. “સામાચારી' શબ્દનો સામાન્ય અર્થ : સમ્યફચર્યા અથવા આચરણ. ગ્રંથમાં “સામાચારીના દશ અંગો દર્શાવાયાં છે તેનું પાલન કરવાથી ૧ વિશેષ માટે જુઓ – પાવતીસૂત્ર ૭. ૨. २ सावज्जोगविरई उक्कित्तण गुणवओय पडिवत्ती । खलिचस्स निंदणा वणतिगिच्चछ गुणधारणा चेव ।। –અનુયોદર, પૃ. ૩૦. Page #331 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર સાધુ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે'. સામાચારીનાં દશ અંગો સંસારરૂપી સમુદ્રને પાર કરાવનાર સામાચારીના દશ અંગો આ પ્રમાણે છેરે. ૧ આવશ્યકી - નિવાસસ્થાન (ઉપાશ્રય)માંથી બહાર જતી વખતે જરૂરી કામે બહાર જઈ રહ્યો છું એ માટે ‘આવસહી’ એમ કહેવું. ૨ નૈષેધિકી - બહારથી ઉપાશ્રયની અંદર આવતી વખતે ‘સિદ્દી’ એમ કહેવું. ૩ આપૃચ્છના - ગુરુ વગેરેને પોતાનું કાર્ય કરવા માટે પૂછવું અથવા આજ્ઞા લેવી. ૪ પ્રતિકૃચ્છના - બીજાના કાર્ય માટે ગુરુને પૂછવું. ૫ છંદના - ભિક્ષા દ્વારા પ્રાપ્ત દ્રવ્ય સાધર્મીઓને આપવા માટે આમંત્રવા. ૬ ઈચ્છાકાર - ગુરુ આદિની ઈચ્છા જાણી તદ્દનુકૂળ કાર્ય કરવાં. ૭ મિથ્યાકાર - કોઈ અપરાધ થતાં પોતાની નિન્દા કરવી. 309 ૮ તથાકાર - ગુરુનાં વચનો સાંભળી ‘તહત્તિ' (જેવી આપની આજ્ઞા) એમ કહી આદેશ સ્વીકારવો. - ૯ અભ્યુત્થાન - સેવા યોગ્ય ગુરુ વગેરેની સેવા-શુશ્રુષા કરવાં. ૧૦ ઉપસમ્યદા – જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે કોઈ અન્ય ગુરુના શરણમાં જવું. १. सामायारि पवक्खामि सव्वदुक्खविमोक्खणिं । जे चरित्ताण निग्गंथा तिण्णा संसारसागरं ॥ તથા જુઓ ઉ. ૨૬. ૫૩. २ पढमा आवस्सिया नाम बिइया य निसीहिया । एवं दुपंच संजुत्ता सामायारी पवेइया || -૩. ૨૬. ૧. ૧૩. ૨૬. ૨. ૭. Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન વટ્ટકેરકત દિગંબર ગ્રંથ “મૂલાચારમાં તથા શ્વેતાબંર ગ્રંથ “ભગવતીસૂત્ર'માં પણ આ દશ અવયવોવાળી “સામાચારી”નું વર્ણન મળે છે. પ્રસ્તુત ગ્રંથમાં સામાન્યરૂપે સામાચારીનાં દશ અવયવોનું વર્ણન છે તે સાથે સાધુના દિન અને રાત્રિના સામાન્ય કાર્યોનું પણ સમયવિભાગાનુસાર વર્ણન મળે છે. દિનચર્યા અને રાત્રિચર્યા : સાધુએ સર્વ પ્રથમ દિવસ અને રાતને સામાન્યરૂપે ચાર-ચાર ભાગોમાં વહેંચી નાખવા જોઈએ. તે પછી પ્રત્યેક ભાગમાં પોત પોતાનાં કર્તવ્યો (ઉત્તરગુણો)નું પાલન કરવું જોઈએ. ગ્રંથમાં પ્રત્યેક ભાગને પોષી (પ્રહર) શબ્દથી વ્યક્ત કરેલ છે. પ્રત્યેક પ્રહરમાં કરવામાં આવતાં સાધુનાં સામાન્ય કર્તવ્યો આ પ્રમાણે છે : દિવસનો પ્રથમ પ્રહર : આ સામાન્યતઃ સ્વાધ્યાય (અધ્યયન)નો સમય છે. આ પ્રહરના શરૂઆતના ચતુર્થ ભાગમાં વસ્ત્ર, પાત્ર (ભાંડ) વગેરેની પ્રતિલેખના १ इच्छामिच्छाकारो तथाकारोयआसिआणिसिही । आपुच्छापडिपुच्छाछंदणसणिमंतणाय उवसंपा ॥ –મૂલીવાર, ધિક્કાર ૪. ૧રપ. दसविहा सामायारी पनता तं जहा...। –ાવતી, ર૫. ૭. ૧0૧. २ दिवस्स चउरो भागे भिक्खू कुज्जा वियक्खणो । तओ उत्तरगुणे कुज्जा दिणभागेसु चउसु वि ।। –૩. ર૬. ૧૧. તથા જુઓ ઉ. ર૬. ૧૭. ૩ ઉ. ર૬. ૧૩-૧૬, ૧૯-ર૦. ४ पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए भिक्खायरियं पुणो चउत्थीइ सज्झायं ।। –૩. ર૬. ૧ર. पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए निद्दमोक्खं तु चउत्थी भुज्जो वि सज्झायं ।। –૩. ર૬. ૧૮. તથા જુઓ ઉ. ર૬. ૩૬-પર. Page #333 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૦૯ કરવી, પછી ગુરુને નમસ્કાર કરી પૂછવું કે હે ભદન્ત, હું સ્વાધ્યાય કરું? કે વૈયાવૃત્ય ? (સેવા શુશ્રુષા), પછી ગુરુ જે આજ્ઞા આપે તેનું ગ્લાનિરહિત થઈ પાલન કરવું. દિવસનો બીજો પ્રહર - આ પ્રહરમાં સાધુએ ચિત્તને એકાગ્ર કરી ધ્યાન કરવું આ ધ્યાનનું વર્ણન આગળ “તપશ્ચર્યાની ચર્ચા વખતે કરવામાં આવશે. દિવસનો ત્રીજો પ્રહર – આમાં સાધુએ ભોજન-પાન (આહાર) માટેની ગવેષણાર્થે ગૃહસ્થોને ઘરે જવું જોઈએ અને ગૃહસ્થના ઘરેથી પ્રાપ્ત થયેલ આહારનો ઉપયોગ કરવો જોઈએ. ભિક્ષાર્થે જતી વખતે પોતાનાં પાત્રોની ફરીથી પ્રતિલેખના કરી લેવી જોઈએ તથા ભિક્ષા માટે પરમાદ્ધ-યોજન પ્રમાણ (બે કોશ-અડધો યોજન) ક્ષેત્ર સુધી જ જવું જોઈએ. દિવસનો ચોથો પ્રહર - આ પ્રહરમાં સાધુએ પુન: સ્વાધ્યાય કરવો. જ્યારે આ પ્રહરનો ચતુર્થાશ બાકી રહે (લગભગ ૪૫ મિનિટ) ત્યારે ગુરુની વંદના કરવી પછી શયા અને “ઉચ્ચારભૂમિ' (મલ-મૂત્રાદિ ત્યાગવાનું સ્થાન)ની પ્રતિલેખના કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં લાગેલ દિવસ સંબંધી અતિચારો (દોષો)નું ચિંતન કરી ગુરુ વંદના, કાયોત્સર્ગ, સ્તુતિમંગલ (ચતુર્વિશતિસ્તવ), પ્રતિક્રમણ વગેરે આવશ્યકો કરવાં. ગુરુ વંદના પ્રાયઃ પ્રત્યેક આવશ્યક ક્રિયા પછી કરવી પડે છે. રાત્રિનો પ્રથમ પ્રહર – આ વખતે સાધુએ પુન: સ્વાધ્યાય કરવો. રાત્રિનો બીજો પ્રહર- દિવસના બીજા પ્રહરની જેમ આ સમયે પણ સાધુએ ધ્યાન કરવું. રાત્રિનો ત્રીજો પ્રહર - આ સમયે નિદ્રાનો ત્યાગ કરવો. અર્થાત આ પ્રહરમાં નિદ્રા લીધા બાદ પ્રહરના અંતે જાગી જવું. જો કે ગ્રંથમાં સાક્ષાત્ નિદ્રા લેવાનું કથન કરવામાં આવ્યું નથી પરંતુ નિદ્રાનો ત્યાગ નિદ્રા વિના સંભવે १. वेयावच्चे निउत्तेण कायव्वं अगिलायओ। सज्झाए वा निउत्तेण सव्वदुक्खवियोक्खणे ॥ –૩. ર૬. ૧૦. તથા જુઓ ઉ. ર૬. ૮-૯, ૧૨, ૨૧-રર. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન નહિ. નિદ્રા પ્રમાદરૂપ હોવાથી સાક્ષાત્ નિદ્રાનું કથન ન કરતાં, નિદ્રા ત્યાગનું કથન કરવામાં આવ્યું છે. શરીરની સ્વસ્થતા તથા સ્વાધ્યાય વગેરે કરવા માટે પણ નિદ્રા જરૂરી છે. રાત્રિનો ચોથો પ્રહર - એ સમયે રાત્રિ સંબંધી પ્રતિલેખના કરી, મુખ્યત્વે પુન: સ્વાધ્યાય કરતી વખતે ગૃહસ્થોને જગાડવા નહીં. જ્યારે આ પ્રહરનો ચતુર્થાશ બાકી રહે ત્યારે ગુરુની વંદના કરી, પ્રાત:કાળ સંબંધી પ્રતિલેખના કરવી. પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપમાં લાગેલ રાત્રિ સંબંધી દોષોનું ચિંતન કરતાં કરતાં ગુરુવંદના કાયોત્સર્ગ, જિનેન્દ્રસ્તુતિ, પ્રતિક્રમણ વગેરે આવશ્યકો કરવાં. તે પછી ફરીથી આગલા દિવસની ક્રિયાઓમાં પૂર્વવત્ પ્રવૃત્તિ કરવી. આ રીતે, અહીં સાધુની દિન અને રાત્રિચર્યાની સાથે દશ અવયવોવાળી સામાચારીનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે સામાન્ય દૃષ્ટિએ કરવામાં આવેલ છે તેમાં સમયાનુસાર પરિવર્તન પણ કરી શકાય છે. વસતિ અથવા ઉપાશ્રય સાધુના રોકાવાના સ્થાનને વસતિ કે ઉપાશ્રય કહેવામાં આવે છે. આ ઉપાશ્રય ઘણું કરીને નગરની બહાર બગીચા વગેરેના રૂપમાં હોય છે. સાધુને કોઈ એક નિશ્ચિત ઉપાશ્રયમાં દરરોજ રોકાઈ રહેવાનો આદેશ નથી, પણ તેને માટે દરરોજ (વર્ષાકાળ સિવાય) એક ગામથી બીજે ગામ ઈન્દ્રિય નિગ્રહપૂર્વક વિચરણ કરવાનો ઉલ્લેખ મળે છે. સાધુના રોકાવાના સ્થાનના અર્થમાં ઉપાશ્રય ૧ વિશેષ માટે જુઓ – દશાશ્રુતસ્કન્ધ (આચારદશા), પર્યુષણા કલ્પ; કલ્પસૂત્ર, સામાચારી પ્રકરણ ! २ इंदियग्गामनिग्गाही मग्गगामी महामुणी । गामाणुगामं रीयंते पत्तो वाणारसिं पुरि । वाणारसीए बहिया उज्जाणम्मि मणोरमे । फासुए सेज्जसंथारे तत्थ वासमुवागए । –૩. ૨૫. ૨-૩. તથા જુઓ . ર૩. ૩-૪, ૭-૮. Page #335 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર સિવાય શય્યા શબ્દનો પણ પ્રયોગ જોવા મળે છે`. શય્યા શબ્દનો અર્થ : જ્યાં આસન (વિસ્તર) પાથરી શકાય એવું સ્થાન. આચારાંગસૂત્રમાં પણ આ અર્થમાં ‘શય્યા’ નામનું અધ્યયન છે . નિવાસ યોગ્ય ભૂમિ કેવી હોય ? પ્રસ્તુત ગ્રંથમાં સાધુના નિવાસને માટેની યોગ્ય ભૂમિ (ઉપાશ્રય) વિષે જે સંકેત મળે છે તે નીચે મુજબ છે ઃ : ૧ જે રમણીય અને સુસજ્જિત ન હોય : મનને લોભાવનાર ચિત્રોથી સુશોભિત, પુષ્પમાળાઓથી અને અગરચંદનાદિ સુગંધી દ્રવ્યોથી સુવાસિત, સુંદર વસ્ત્રોથી સુસજ્જિત અને સુંદ૨ દરવાજાઓથી શણગારવામાં આવેલ ઉપાશ્રય સાધુના નિવાસ માટે યોગ્ય નથી કારણ કે આવા ઉપાશ્રયમાં રહેવાથી ભોગોમાં આસક્તિ વધે છે અને પછી ઈન્દ્રિયોને કાબુમાં રાખવી મુશ્કેલ બને છે . : ૨ જે સ્ત્રી, પશુ વગેરેથી સંકીર્ણ ન હોય ઃ સ્ત્રી, પશુ વગેરેના આવાગમનથી સંકીર્ણ સ્થાનમાં નિવાસ કરવાથી તેમની કામચેષ્ટાઓ જોવા અને સાંભળવા મળે તેથી બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવામાં બાધા આવે તેથી સાધુએ સ્ત્રી, પશુ વગેરેના આવાગમનથી રહિત સ્થાનમાં જ રોકાવું જોઈએ . ૧ એજન ૨ આવારા૬; ૨.૧.૨. 3 मणोहरं चित्तघरं मल्लघूवेण वासियं । सकवाडं पंडुरुल्लोयं मणसावि न पत्थए ।। इंदियाणि उ भिक्खुस्स तारिसम्मि उवस्सए । दुक्कराइं निवारेउं कामराग विवड्ढणे ॥ ४ फायम्मि अणाबाहे इत्थीहिं अणभिहुए । तत्य संकप्पए वासं भिक्खू परमसंजए || તથા જુઓ ઉ. ૩૦. ૨૮. ૩૧૧ –૩. ૩૫. ૪-૫. ૧૩. ૩૫. ૭. Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૩ જ્યાં જીવાદિ ઉત્પન્ન થવાની સંભાવના ન હોય ? જો ત્યાં શુદ્ર જીવોને ઉત્પન્ન થવાની સંભાવના હશે તો અહિંસા મહાવ્રતનું પાલન કરવામાં બાધા પડશે. તેથી જ્યાં સુદ્ર જીવો ઉત્પન્ન થતા ન હોય એ જ સ્થાન સાધુને રોકાવા માટે યોગ્ય છે. ૪ જે છાણ વગેરેથી લીંપેલ ન હોય તથા બીજ વગેરેથી રહિત હોય ? સાધુ રોકાવાના છે તે કારણે તે સ્થાનને લીંપીને સાફ ન કરવામાં આવેલું હોવું જોઈએ. વળી તે અંકુરોત્પાદક બીજથી છવાયેલ પણ ન હોવું જોઈએ. આનાથી ભિન્ન પ્રકારના વિરોધી પ્રકારના) ઉપાશ્રયમાં રહેવાથી સાધુ હિંસાના દોષોનો ભાગીદાર થાય છે. તેથી જે ઉપાશ્રયને સાધુના નિમિત્તે લીંપવામાં ન આવ્યું હોય ત્યાં જ સાધુએ રોકાવું. આમ કહેવાનું તાત્પર્ય એવું નથી કે તે સ્થાન ગંદુ હોવું જોઈએ; તે સ્વચ્છ તો હોવું જોઈએ પરંતુ સાધુને નિમિત્તે તેને સ્વચ્છ કરવામાં આવેલ ન હોવું જોઈએ. ૫ જે એકાન્ત હોય જે નગર અને ગૃહસ્થાદિના, ઘનિષ્ઠ સંપર્કથી રહિત સ્મશાન, ઉદ્યાન, શૂન્યગૃહ, વૃક્ષ, લતા મંડપના તળિયાનો ભાગ વગેરે એકાંત સ્થળો છે ત્યાં તે હોવું જોઈએ. સાધ્વીઓની બાબતમાં, બૃહત્કલ્પનાં દ્વિતીય ઉદ્દેશમાં લખવામાં આવ્યું છે કે સાધ્વીઓએ ધર્મશાળા (આગમનગૃહ) અમુક ભાગ પડી ગયો હોય એવું મકાન (વિકૃતિ-ગૃહ)-વૃક્ષમૂળ અને ખૂલ્લા આકાશ નીચે (અબ્રાવકાશ) ન રહેવું. આનું કારણ એ છે કે એવાં એકાન્ત સ્થાનો ઉપર સાધ્વીઓ સાથે પુરુષો દ્વારા બળાત્કાર થવાનો સંભવ છે. ૬ જો પરકૃત હોય ? જે ઉપાશ્રય સાધુના નિમિત્તે બનાવવામાં ન આવેલ હોય અર્થાત્ જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવ્યું હોય કારણ કે સાધુને ૧ એજન તથા પૃ. ૩૧૦, પા. ટિ. ૨. २ विवित्तलयणाई भइज्जताई निरोवलेवाइं असंथडाइं । –૩. ર૧. રર. 3 सुसाणे सुनगारे वा रूक्खमूले व इक्कओ । पइरिक्के परकडे वा वासं तत्थाभिरोय।। –૩. ૩૫. ૬. તથા જુઓ ઉ. ૨. ર૦, ૧૮. ૪-૫, ૨૦. ૪, ૨૩. ૪, ૨૫. ૩. ૪ એજન Page #337 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર ૩૧૩ નિમિત્તે ઉપાશ્રય બનાવવામાં આવે તો સાધુને હિંસાદિ દોષોના ભાગીદાર બનવું પડશે. આ રીતે સાધુએ સુસજ્જિત, રમણીય, સ્ત્રી વગેરેથી સંકી તથા જીવાદિની ઉત્પત્તિની સંભાવનાવાળા સ્થાનમાં ન રહેતાં નગરની બહાર એકાન્ત જંગલમાં રહેવું. એવું એકાન્ત સ્થળ જ સાધુને રહેવા માટે લાયક છે. તેથી હિંસા આદિ વ્રતોનું પાલન કરવામાં અગવડ રહે છે. તેથી જે સ્થાનમાં રહેવાથી વ્રતોનું પાલન કરવામાં વિઘ્ન ન નડે તે જ સ્થાન સાધુ માટે રહેવા લાયક છે. ગ્રંથમાં શધ્યા-પરીષદના પ્રસંગે કહેવામાં આવ્યું છે કે સ્થાન સમ કે વિષમ હોય તેથી સાધુએ ગભરાવું નહિ પરંતુ, સર્વ પ્રકારનાં કષ્ટો સહન કરતાં કરતાં પોતાના કર્તવ્યપથ ઉપર તેણે દઢ રહેવું. આ પ્રકારના એકાન્ત સ્થાનમાં રહેવું એ વિવિક્ત શયનાસન (સંલીનતા) નામનું એક પ્રકારનું તપ પણ છે. આહાર ભોજન વિના કોઈ પણ કાર્ય કરવું સંભવે નહીં કારણ કે ભોજનથી જ ઈન્દ્રિયો પુષ્ટ થઈ જોવા, સાંભળવા અને વિચાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તેથી સાધુ માટે દિવસનો ત્રીજો પ્રહર ભોજન-પાન માટે નક્કી કરવામાં આવેલ છે. ભોજન કઈ પરિસ્થિતિમાં કરવું જોઈએ ? કઈ પરિસ્થિતિમાં ન કરવું જોઈએ ? કેવા પ્રકારનો આહાર કરવો જોઈએ ? વગેરે બાબતો અંગે અહીં વિચાર કરવામાં આવશે. કઈ પરિસ્થિતિઓમાં આહાર ગ્રહણ કરવો ! મોક્ષાભિલાષી સાધુએ નીચે જણાવેલ છે કારણો ઉપસ્થિત હોય તો જ ભોજન-ગ્રહણ કરવું. ૧ જુઓ પ્રકરણ ૫, શય્યા પરીષહ. ૨ જુઓ પ્રકરણ ૫, તપશ્ચર્યા. 3 वेयण वेयावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छ8 पुण धम्मचिंताए । –૩. ર૬. ૩૩. તથા જુઓ ઉ. ૨. ર૯, ૬. ૧૪, ૮, ૧૦-૧ર, ૧ર. ૩૫, ૧૫. ૧૨, ૨૫. ૩૯-૪૦, ર૬. ૩૨, ૩૧. ૮. Page #338 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ ક્ષુધા : વેદનાની શાંતિ માટે જો કે સાધુ માટે ક્ષુધા-પરીષહજયનું વિધાન કરવામાં આવેલ છે પરંતુ એવું વિધાન તપ કરતી વખતે તથા નિર્દષ્ટ આહાર ન મળે ત્યારની અવસ્થા માટે છે અન્યથા, ક્ષુધાની વેદનાથી ન તો મન સ્થિર થાય, અને ન જોવાનું, સાંભળવાનું કે ધ્યાનઆદિ કરવાનું સામર્થ્ય જ પ્રાપ્ત થઈ શકે. તેથી ક્ષુધા-વેદનાની શાન્તિ માટે આહાર કરવો જોઈએ. ૩૧૪ ૨ ગુરુ આદિની સેવા કરવા માટે : ગુરુની સેવા કરવી એ એક પ્રકારનું તપ છે. જો શરીરમાં સામર્થ્ય ન હોય તો ગુરુની સેવા વગેરે કાર્યો થઈ ન શકે. તેથી ગુરુની સેવા ક૨વા માટે આહાર લેવો જોઈએ. ૩ ઈર્યાસમિતિનું પાલન કરવા માટે : ભોજન ન કરવામાં આવે તો આંખોનું તેજ ક્ષીણ થઈ જાય છે. એવી સ્થિતિમાં ગમનાગમન કરતી વખતે સાવધાની કેવી રીતે રાખી શકાય ? તેથી ગમનાદિ ક્રિયા કરતી વખતે ઈર્યાસમિતિનું પાલન કરવા માટે પણ ભોજન લેવું જરૂરી છે. ૪ સંયમની રક્ષા કરવા માટે : સંયમ હોય તો જ બધા પ્રકારનાં વ્રતો ધારણ કરી શકાય છે અને સર્વ પ્રકારના ઉપસર્ગો (કષ્ટો)ને સહન કરી શકાય છે. તેથી સંયમમાં દૃઢ રહીને સાધુએ ભિક્ષા માટે પ્રવૃત્ત રહેવું એવો આદેશ છે. વસ્તુત: સાધુએ સંયમ પાલન માટે જ ભોજન કરવું જોઈએ. ૫ જીવન રક્ષા માટે : જીવનનું અસ્તિત્વ હોય તો જ સંયમ આદિનું પાલન કરવું સંભવે છે તથા જીવન (પ્રાણ) આહાર વગર ટકી શકે નહીં. તેથી સાધુએ જીવન રક્ષા કરવા માટે નીરસ ભોજન કરવું એવો આદેશ છે. ૬ ધર્મ ચિંતન કરવા માટે : શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે શરીર સુસ્થિ રહે એ જરૂરી છે. સુધા વગેરેની પીડા પણ ન હોવી જોઈએ કારણ કે શરીર શિથિલ રહે અથવા ભૂખથી વ્યાકુળ રહે તો કાંઈ પણ ચિંતન વગેરે જેવી ધાર્મિક ક્રિયા થઈ ન શકે. તેથી ધાર્મિક ક્રિયાઓ કરવા માટે પણ આહાર કરવો જોઈએ. ન Page #339 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૧૫ આ રીતે આ છ પરિસ્થિતિઓ હોય તો જ સાધુએ આહારનું ગ્રહણ કરવું જોઈએ. આ બધાના મૂળમાં સંયમનું પાલન કરવું એ પ્રધાન કારણ છે કારણ કે સંયમનું પાલન ન કરવામાં આવે તો વૈયાવૃત્ય, ઈર્યાસમિતિ અને ધર્મ ચિંતન પણ થઈ શકે નહીં. પ્રાણ રક્ષા અને સુધા-વેદનાની શાંતિ પણ સંયમની રક્ષા માટે જ છે. એનું સ્પષ્ટીકરણ આહાર ન કરવામાં નીચે જણાવેલ કારણોથી થઈ જાય છે. કઈ પરિસ્થિતિઓમાં આહાર ન લેવો જોઈએ ? ઉપર જણાવેલ છયે કારણો હાજર હોય છતાં નીચે જણાવેલ છે કારણોમાંથી કોઈ પણ એક કારણ ઉપસ્થિત થાય તો સાધુએ આહારનો ત્યાગ કરી દેવો જોઈએ અને જયાં સુધી આહાર ન કરવાનું કારણ દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ અવસ્થામાં આહાર લેવો ન જોઈએ. ભલે પછી પ્રાણનો ત્યાગ પણ કરવો પડે. આહાર ન કરવાનાં તે છ કારણો નીચે મુજબ છે. ૧ ભયંકર રોગ થાય તો : અસાધ્ય રોગ થાય તો આહારનો ત્યાગ કરવો જોઈએ. સાધુ માટે તો રોગાદિની શાન્તિ માટે ઔષધ સેવાનો પણ નિષેધ છે. તો પછી એવી પરિસ્થિતિમાં આહાર લેવાની અનુમતિ કેમ આપી શકાય ? ૨ આકસ્મિક સંકટ (ઉપસર્ગ) આવી જાય : કોઈ આકસ્મિક વિકટ સંકટ ઉપસ્થિત થાય તો સાધુએ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી દેવો જોઈએ. ૩ બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટે જો ભોજનથી ઈન્દ્રિયો પ્રદીપ્ત થઈ કામવાસના પ્રત્યે વળે તો ભોજનનો ત્યાગ કરવો જોઈએ. અહીં બ્રહ્મચર્યની રક્ષા દ્વારા સંયમની રક્ષા અભિપ્રેત છે કારણ કે આત્મ સંયમના અભાવમાં જ બ્રહ્મચર્યમાંથી પતન સંભવે છે. १ आर्यके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु । पाणिदया तवहेउं सरीरवोच्छेयणट्ठाए । –૩. ર૬. ૩૫. ૨ ઉ. ૧૯. ૭૬-૭૭, ૧૫. ૮. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૪ જીવોની રક્ષા માટે : જો ભોજન લેવાથી અહિંસા મહાવ્રતના પાલન કરવામાં બાધા આવે તો ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. આ કથન ખાસ તો વર્ષાકાળની દષ્ટિએ કરવામાં આવ્યું છે કારણ કે ચોમાસામાં ઘણા મુદ્ર જીવોની ઉત્પત્તિ થાય છે અને સાધુ ભિક્ષાર્થે જાય ત્યારે તેની હિંસા થાય છે. પ તપ કરવા માટે : અનશન વગેરે તપ કરવા માટે ભોજનનો ત્યાગ જરૂરી છે. તપ કરવું પણ જરૂરી છે કારણ કે તે કર્મોની નિર્જરામાં પ્રધાન કારણ છે. ૬ સમતાપૂર્વક જીવનનો ત્યાગ (સંલ્લેખના) માટે : મૃત્યુ નજીક આવે ત્યારે નિર્મમત્વ-અવસ્થાની પ્રાપ્તિ માટે બધા પ્રકારના આહારનો ત્યાગ જરૂરી છે. કેવા પ્રકારનો આહાર લેવો ? ભોજન લેવાનાં પ્રતિકૂળ કારણો હાજર ન હોય અને અનુકૂળ કારણો હાજર હોય તો સાધુએ કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ ? આ બાબતમાં ગ્રંથમાં નીચે મુજબ કહેવામાં આવેલ છે : ૧ જે અનેક ઘરોમાંથી ભિક્ષા દ્વારા માગીને લાવવામાં આવેલ હોય - સાધુ ભિક્ષા દ્વારા મળેલ અન્નનું જ સેવન કરે છે તે ભિક્ષાત્ર માત્ર કોઈ એક ઘરેથી અથવા પોતાના સંબંધીજનો પાસેથી લાવવામાં આવેલ ન હોવું જોઈએ પરંતુ, અનિન્દિતકુલવાળા અજ્ઞાન ઘરમાંથી થોડું થોડું માગીને લાવવામાં આવેલ હોવું જોઈએ. ખાસ પરિસ્થિતિમાં, તે આહાર યજ્ઞમંડપ તથા નાનાંકુળ (પ્રાન્તકુળ) વાળાં ઘરોમાંથી પણ લાવી શકાય. પરંતુ કોઈ એક ઘરમાંથી પૂરેપૂરો આહાર લાવવો ન જોઈએ કારણ કે એમ કરવાથી ગૃહસ્થને ફરીવાર ભોજન બનાવવાની તકલીફ પડે જેથી સાધુના અહિંસા વ્રતમાં દોષ આવે. १ समुयाणं उद्दमेसिज्जा जहासुत्तमणिंदियं । लाभालाभम्मि संतुढे पिंडवायं चरे मुणी ।। –૩. ૩૫. ૧૬. તથા જુઓ ઉ. ૧૪. ર૬, ૧૫. ૧, ૧૭. ૧૯, ૨૫. ૨૮. ૨ ઉ. ૧૫. ૧૩, રપ. ૫. Page #341 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૨ જે ગૃહસ્થને માટે જ (પોતાને માટે) તૈયાર કરવામાં આવેલ હોય (પરભૃત) : જો ભોજન સાધુને નિમિત્તે બનાવવામાં આવેલ હોય તો સાધુને હિંસાદિની અનુમતિનો દોષ લાગશે. જો અતિથિના નિમિત્તે બનાવવામાં આવેલ હોય તો અતિથિનો હિસ્સો ઓછો થશે. તેથી જે ભોજનને ગૃહસ્થે સ્વયં માટે તૈયાર કર્યું હોય તેમાંથી થોડું લેવું જેથી ગૃહસ્થ ભૂખ્યો પણ ન રહે અને તેને ફરીવાર ભોજન તૈયાર કરવાનો પ્રયત્ન પણ ન કરવો પડે. આ રીતે મળેલ ભોજનને ગ્રંથમા ‘પર-ત’ કહેવામાં આવલે છે. તેનો અર્થ : પર્ (સાધુથી ઈતર ગૃહસ્થ)ને નિમિત્તે બનાવવામાં આવેલ અર્થાત્ જેને ગૃહસ્થે પોતાને માટે બનાવ્યું હોય. ૩ ગૃહસ્થના ભોજન બાદ શેષ બચેલું હોય : ગૃહસ્થના ભોજન કરી લીધા બાદ સામાન્ય રીતે દરેક ઘરમાં એક બે રોટલીઓ વધેલી હોય છે. તેથી સાધુએ તે શેષાવશેષ અન્ન જ લેવું. જેથી ગૃહસ્થ ભૂખ્યો ન રહે અને તેને ફરીવાર ભોજન તૈયાર કરવાનો પ્રયત્ન પણ ન કરવો પડે. આ વિષયના સ્પષ્ટીકરણ માટે ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ઉપસ્થિત હરકેશિબલ મુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષનાં વચનોને ઉદ્ધૃત કરું છું - ‘હું સંયત, બ્રહ્મચારી, ધનસંગ્રહ અને અન્નાદિ રાંધવાની ક્રિયાથી વિરક્ત સાધુ છું (શ્રમણ) છું પર માટે બનાવવામાં આવેલ આહારની પ્રાપ્તિ માટે ભિક્ષા લેવાના સમયે હું અહીં આવ્યો છું. આપની પાસે આ ઘણું ખાવા લાયક અન્ન છે જે આપ વહેંચી રહ્યા છો, ખાઈ રહ્યા છો તથા ઉપભોગ કરી રહ્યા છો. મને ભિક્ષા દ્વારા જીવન વીતાવનાર તપસ્વી યોગી સમજો તથા એમ જાણીને જે કાંઈ બાકી વધેલું હોય તે અન્ન મને આપો. જો કે જૈન સાધુ આ રીતે ભિક્ષાન્નની યાચના કરતા નથી છતાં પણ યક્ષના મુખે જે १. फासूयं परकडं पिंडं । તથા જુઓ ૩. ૧૨. ૯, ૨૦. ૪૭. २. समणो अहं संजओ बंभयारी विरओ घणपयणपरिग्गहओ । परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ मि || वियरिज्जइ खज्जइ भुज्जई अत्रं पभूयं भवयाणमेयं । जाणाहि मे जायणजीविणु त्ति सेसावसेसं लभउ तवस्सी || તથા જુઓ ૩. ૬. ૧૫. ૩૧૭ ૧૩. ૧. ૩૪. -૩. ૧૨. ૯-૧૦. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન આમ કહેવરાવવામાં આવ્યું છે તેનું કારણ છે-સાધુના આહાર લેવા સંબંધી વિષયનું સ્પષ્ટીકરણ. ૪ જે નિમંત્રણ વગેરેથી પ્રાપ્ત ન થયેલ હોય : સાધુએ ગૃહસ્થ દ્વારા નિમંત્રણ મળતાં પ્રાપ્ત થયેલી ભિક્ષા ન લેવી જોઈએ કારણ કે એવો આહાર લેતાં ગૃહસ્થ સાધુના નિમિત્તે પાચન ક્રિયા કરશે જેથી સાધુને હિંસાની અનુમતિનો દોષ લાગશે. આ ઉપરાંત, જ્યાં પંક્તિબદ્ધ થઈ પ્રીતિભોજન આપવામાં આવી રહ્યું હોય ત્યાં પણ ભિક્ષા માટે ઊભા ન રહેવું. હરિકેશિબલ મુનિ બ્રાહ્મણો દ્વારા પ્રાર્થના થતાં જે યજ્ઞાન્ન લે છે તે નિમંત્રણાપૂર્વક લેવાયેલ આહાર નથી કારણ કે હરિકેશિબલ ભિક્ષા લેવાના સમયે યજ્ઞમંડપમાં ભિક્ષાર્થે જાય છે અને ત્યાં પહેલાંથી તૈયાર કરેલ ભોજનને બ્રાહ્મણો ઉપર અનુગ્રહ કરવા માટે જ સ્વીકારે છે. તેથી ત્યાં આમંત્રણ જન્ય દોષ નથી. ૫ જે સરસ અને પ્રયાણથી વધારે ન હોય ? સંયમના નિર્વાહ માટે જ ભોજન લેવું એવું સાધુ માટે વિધાન છે, રસના ઈન્દ્રિયની સંતુષ્ટિ માટે નહીં. તેથી સાધુએ સરસ આહારની અભિલાષાથી બહુ ફરવું નહીં, તેને જે નીરસ આહાર મળે તેનો તિરસ્કાર ન કરતાં તે સ્વીકારવો. આ ઉપરાંત સરસ આહાર લેવાથી ઈન્દ્રિયો કામાદિ ભોગોના સેવન માટે ઉદ્દીપ્ત થઈ જાય છે. १ उद्देसियं कीयगडं नियागं न मुच्चई किंचि अणेसणिज्जं । अग्गी विवा सव्वभक्खी भवित्ता इओ चुओ गच्छइ कट्ट पावं ।। –૩. ૨૦. ૪૭. २ परिवाडीए न चिट्ठज्जा । –૩. ૧. ૩૨. ૩ ઉ. ૧૨. ૪-૭, ૧૬, ૧૮-૨૦, ૩૫. આ રીતે જયઘોષ મુનિ માટે જુઓ - ઉ. ૨૫-૯, ૩૯-૪૦. ૪ જુઓ – પૃ. ૩૧૬, પા. ટિ. ૧, ૨, ૩૯, ૮. ૧૧, ૧૫. ૨, ૧૨, ૧૮. ૩૦, ૨૧. ૧૫, ર૩.પ૮, ૨૫. ૨. Page #343 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર તેથી પક્ષીગાથી પીડિત સુસ્વાદુ ફળવાળા વૃક્ષની જેમ સાધુ દુ:ખી થઈને સંયમની આરાધના કરી શકતો નથી'. પ્રમાણથી વધારે ભોજન કરવાથી પ્રચુર ઈન્ધનવાળા વનમાં ઉત્પન્ન થયેલ દાવાગ્નિની જેમ ઈન્દ્રિયો શાંત થતી નથી?. તેથી સાધુનો આહાર નીરસ અને ઓછો હોવો જોઈએ. :: સાધુના જીવન-યાપન માટે નીરસ આહારની બાબતમાં ગ્રંથમાં કેટલીક વીગત મળે છે. જેમ કે ઃ ૧ સ્વાદહીન (પ્રાન્ત), ૨ ઠંડો (શીતપિંડ), ૩ જુના અડદ, મગ વગેરે (પુરાણ કુમ્માસ), ૪ મગની ઉપરનાં છોતરાં (વુક્કસ), ૫ સૂકા ચા વગેરે (પુલાગ), ૬ બોરનો ભૂકો (મંથુ), ૭ શાક કે ચોખાનું ઊકાળેલું પાણી (આયામગ), ૮ જવનું ભાત (યવોદન), ૯ શીતળ કાંજી (સૌવીર), ૧૦ જવનું પાણી વગેરે. આમ સાધુએ જીવનનિર્વાહ માટે નીરસ આહાર લેવાનું વિધાન છે તેનું તાત્પર્ય એ નથી કે સાધુ ઘી, દૂધ વગેરે સરસ આહાર નથી લઈ શકતો પણ સરસ આહારની પ્રાપ્તિમાં આસક્તિ ન રાખીને આ પ્રકારનો નીરસ આહાર મળે ત્યારે તેણે ઉપેક્ષા ન કરવી. જો સરસ આહાર ગ્રહણ કરવાથી સંયમપાલનમાં બાધા આવે તો તેણે એવો આહાર ન લેવો જોઈએ. તેથી ગ્રંથમાં સાધુને લાભાલાભમાં દરરોજ સંતુષ્ટ રહેવાનું કહેવાયું છે . ૬ જે અચિત્ત, પ્રાસુક અને શુદ્ધ હોય : સાધુ જે પ્રકારનો આહાર ગ્રહણ કરે તે અચિત્ત, પ્રાસુક અને શુદ્ધ હોવો જોઈએ' કારણ કે એમ ન હોય તો ૧ ૩. ૩૨. ૧૦. ૨૩. ૩૨. ૧૧. 3 पंताणि चेव सेवेज्जा सीयपिंडं पुराणकुम्मासं । अदु बुक्कसं पुलागं वा जवजट्ठाए निसेवर मंथु || आयामगं चेव जवोदणं च सीयं सोवीरजवोदगं च । न हीलए पिण्डं नीरसं तु पंतकुलाई परिव्वए स भिक्खू ॥ ૩૧૯ ૪ જુઓ પૃ. ૩૧૬, પા. ટિ. ૧, ઉ. ૧૫. ૧૧. ૫ ઉ. ૧૩૨, ૩૪, ૧૫, ૮. ૧૧, ૩૨. ૪. વગેરે. ૩. ૮. ૧૨. ૩. ૧૫. ૧૩. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન હિંસાદિ દોષ થાય છે. તેથી ગ્રંથમાં કહેવાયું છે કે જે અનેકણીય (સચિત્ત) આહાર ગ્રહણ કરે છે તેને અગ્નિની જેમ સર્વભક્ષી હોવાથી સાધુ ન કહેવાય. આહાર વિષયક કેટલીક જ્ઞાતવ્ય વાતો : સાધુ જ્યારે ગૃહસ્થ પાસેથી ભોજન સ્વીકારે તથા જ્યારે તેનો ઉપભોગ કરે ત્યારે તેણે નીચે જણાવેલ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ. ૧ ભોજન આપતી વખતે દાતા ગૃહસ્થ સાધુ કરતાં ખૂબ ઊંચા કે ખૂબ નીચા આસને ન હોવો જોઈએ તથા ખૂબ પાસે કે ખૂબ દૂર પણ ન હોવો જોઈએ. ૨ જો કોઈ બીજો ભિક્ષુ પહેલાંથી કોઈ ગૃહસ્થ પાસેથી આહાર લઈ રહ્યો હોય ત્યારે ગૃહસ્થની એકદમ નજીક આંખો સામે કે ખૂબ દૂર ઊભા ન રહેવું જોઈએ. ભિક્ષુનું ઉલ્લંઘન કરી ઘરમાં પણ દાખલ થવું નહિ પરંતુ ચૂપચાપ બહાર ઊભા રહેવું. પ્રથમ આવેલ ભિક્ષુ આહાર લઈ પાછો ન આવે ત્યાં સુધી રાહ જોવી. આમ કરવું જરૂરી છે કારણ કે પ્રથમ આવેલ ભિક્ષુ પોતાની પૂરેપૂરી ભિક્ષા પ્રાપ્ત કરી શકે. કદાચ એવું પણ બને કે ગૃહસ્થ બીજા ભિક્ષુને જોઈ પ્રથમ આવેલને ઓછી ભિક્ષા આપે અથવા જરાય પણ ન આપે. ૩ જો સાધુને ભિક્ષા ન મળે તો પણ તેણે ક્રોધાદિ ન કરવાં પણ હરિકેશિબલ મુનિની જેમ લાભાલાભમાં સંતુષ્ટ રહેવું. ૪ આહર વગેરેની પ્રાપ્તિ અને જીવિકા-નિર્વાહ માટે કોઈ પણ પ્રકારની વિદ્યા કે મંત્રાદિ શક્તિઓનો પ્રયોગ ન કરવો જોઈએ. વિદ્યા કે મંત્રાદિ શક્તિઓના પ્રયોગથી પ્રાપ્ત થયેલ આહારાદિમાં તે બધા હિંસાદિ દોષ સાધુને ૧ જુઓ પૃ. ૩૧૮, પા. ટિ. ૧. २ नाइउच्चे व नीए वा नासन्ने नाइदूरओ । -૩. ૧. ૩૪. 3 नाइदूरमणासने नत्रेसिं चखु फासओ । –૩. ૧. ૩૪. एगो चिट्ठज्ज भत्तट्ठा लंघित्ता तं नइक्कमे । –૩. ૧. ૩૩. ૪ જુઓ પૃ. ૩૧૬, પા. ટિ. ૧, પૃ. ૩૧૮, પા. ટિ. ૩. ૫ ઉ. ૮. ૧૩, ૧૫. ૭. Page #345 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩ર૧ લાગે છે કે જે તે વસ્તુના ક્રય-વિક્રય કરવામાં ગૃહસ્થને લાગેલા હોય છે. એમ કરવાથી સાધુ ક્રય-વિક્રય દ્વારા જીવિકા-નિર્વાહ કરનાર ગૃહસ્થ બની જાય છે તેથી એ પ્રકારના પ્રયોગનો નિષેધ કરવામાં આવે છે. ૫ જ્યાં બેસી સાધુ ભોજન કરે તે સ્થાન ચારેય બાજુએથી ઢંકાયેલું, ત્રસ જીવોના નિવાસ વગરનું અને સ્વચ્છ હોવું જોઈએ. આ ઉપરાંત ભોજન કરતી વખતે ભોજનને જમીન ઉપર પડવા ન દેવું જોઈએ. “આ ભોજન સારી રીતે રાંધેલ છે”, “સારી રીતે છોતરાં દૂર કરેલ છે”, “મધુર છે”, “ખરાબ છે વગેરે સાવદ્ય વચનોનો પણ પ્રયોગ ન કરવો જોઈએ. તે ઉપરાંત, દિવસમાં એક જ વાર ભોજન કરવું જોઈએ. ૬ ભિક્ષાર્થે જતી વખતે પોતાનાં પાત્રોની સંભાળ સાધુએ લેવી જોઈએ તથા ભિક્ષા લેવા માટે અડધા યોજન (પરમાદ્ધ-યોજન) જેટલું જ દૂર જવું જોઈએ. તે ઉપરાંત, ભોજન માટે જે સમય (તૃતીય પોષી) નિયત છે તેમાં જ ભોજન કરવું જોઈએ. રાત્રે ક્યારેય ભોજન ન લેવું જોઈએ. આ રીતે સાધુએ આહાર-ગ્રહણમાં ઘણાં મુશ્કેલ નિયમોનું પાલન કરવું પડે છે. ભિક્ષાચર્યા નામના તપના પ્રસંગે કેટલાક અન્ય વિશેષ નિયમોનું વર્ણન કરવામાં આવશે. આ આહાર સંબંધી વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે કે સાધુ હિંસાદિ દોષોને બને ત્યાં સુધી રક્ષવા માટે કોશિશ કરે. એ ઉપરાંત, સરસ ભોજનની લાલસા ન કરતાં, અલ્પ, નીરસ તથા ગૃહસ્થના ભોજનના શેષાત્ર (જે અનેક ઘરોમાંથી ભિક્ષા દ્વારા લાવવામાં આવેલ હોય) તેનો સંયમની રક્ષા अप्पपाणेडप्पबीयम्मि पडिच्छनम्मि संवुडे । समयं संजए भुंजे जयं अपरिसाडियं ।। सुक्कडित्ति सुपक्कित्ति सुच्छिन्ने सुहडे मडे । सुणिट्ठिए सुलट्ठिसत्त सावज्जं वज्जए मुणी ।। –૩. ૧. ૩૫-૩૬. २ अवसेसं भंडगं गिज्झ चक्खुसा पडिलेहए । परमद्धजोयणाओ विहारं विहरए मुणी ॥ –૩. ર૬. ૩૬. Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન માટે સમતાપૂર્વક ઉપભોગ કરવો જોઈએ. જ્યારે એમ લાગે કે સંયમનું પાલન કરવું સંભવશે નહીં અથવા ભયાનક રોગ થયો હોય અથવા બીજી કોઈ આપત્તિ આવી પડી હોય જેનાથી બચવું અશક્ય હોય ત્યારે સર્વ પ્રકારના આહારનો ત્યાગ કરી અનશન તપ કરવું જોઈએ. અનુશીલના જ્યારે મુક્તિનો સાધક ધીમે ધીમે પોતાના ચારિત્રનો વિકાસ કરતો કરતો ગૃહસ્થ ધર્મની અંતિમ અવસ્થા પ્રાપ્ત કરી લે છે અથવા સંસારના વિષયભોગમાંથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે જ્ઞાનની પ્રાપ્તિ તથા ચારિત્રના વિકાસ માટે માતા-પિતા પાસેથી આજ્ઞા લઈ સર્વ પ્રકારના પારિવારિક સ્નેહ બંધનો તોડીને જંગલમાં ચાલ્યો જાય છે અને કોઈ ગુરુ પાસેથી દીક્ષા લઈ અથવા ગુરુ ન મળે તો સ્વયં સાધુધર્મનો અંગીકાર કરી લે છે. જો કે ગૃહસ્થાવસ્થામાં પણ જ્ઞાન અને ચારિત્રની સાધના કરી શકાય છે પરંતુ ઘરમાં અનેક પ્રકારનાં સાંસારિક કાર્યો થતાં હોવાથી ધર્મની સાધના કરવામાં ઘણાં વિનો નડે છે. તેથી પ્રાયઃ બધાં ભારતીય દર્શનોમાં ધર્મની સાધના કરવા માટે સન્યાસાશ્રમની વ્યવસ્થા જોવા મળે છે. તે આશ્રમમાં સાધક બધા પ્રકારના સાંસારિક બંધનોથી દૂર રહી ગૃહસ્થ આપેલ ભિક્ષાત્રના આધારે જીવન-જાવન કરતાં કરતાં એકાન્તમાં આત્મચિંતન કરે છે. આ રીતે “ઉત્તરાધ્યયન'માં પણ ચારિત્ર અને જ્ઞાનના વિકાસની પૂર્ણતા માટે સન્યાસાશ્રમને આવશ્યક ગણવામાં આવેલ છે આ આશ્રમમાં રહેનાર સાધકને “સાધુ” કે “શ્રમણા” કહેવામાં આવે છે. ભિક્ષાન્ન દ્વારા જીવન-યાપન કરવાને કારણે તેને ભિક્ષુ' પણ કહેવામાં આવે છે. આ ભિક્ષાની પ્રાપ્તિ સંબંધી ઘણા કઠોર નિયમો છે જેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે. સાધુના આચાર સંબંધી જેટલા નિયમો છે તે બધાના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે. આ બધા નિયમોનું પાલન કરવાનું પરંપરાગત કે સાક્ષાત્ ફળ કર્મનિર્જરા બાદ મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩ર૩ દીક્ષા સમયે સાધુ જે પાંચ મહાવ્રતોનું ગ્રહણ કરે છે તેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના વિદ્યમાન છે. અહિંસા અને અપરિગ્રહના પણ મૂળમાં અહિંસા છે તથા આ અહિંસાની પૂર્ણતા અપરિગ્રહ વિના સંભવે નહિ. અહીં અપરિગ્રહ એટલે માત્ર ધનના સંગ્રહનો ત્યાગ એમ સમજવાનું નથી પરંતુ યાવન્માત્ર સાંસારિક વિષયોનો ત્યાગ એમ સમજવાનું છે. તેને સર્વવિરતિ કે વીતરાગતા એ શબ્દોથી પણ વ્યક્ત કરી શકાય. જેમ કે કેશિગૌતમ-સંવાદ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જન સામાન્યની બદલાતી પ્રવૃત્તિને કારણે મહાવ્રતોની સંખ્યામાં વધારો થયો તથા અપરિગ્રહ શબ્દ ધન-સંગ્રહ ત્યાગ રૂપ અર્થમાં રૂઢ થયો, સંસારના વિષયોમાં આસક્તિ હોવાને કારણે જીવ ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્ત થાય છે અને તે માટે હિંસા, અસત્ય, ચોરી વગેરે અનૈતિક ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરતો કરતો એથી પણ વધારે ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્ત થાય છે. આ રીતે, સંસારાસક્તિ, લોભ, ધનાદિના સંગ્રહમાં પ્રવૃત્તિ એ બધાં સર્વ પ્રકારનાં અનૈતિક કાર્યોમાં પ્રવૃત્તિ કરાવનાર છે. તેથી તે મુક્તિના માર્ગમાં પણ પ્રતિબંધક છે. તેથી ગ્રંથમાં લાભને લોભનો જનક દર્શાવતાં સંસારાસક્તિથી વિરક્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ધર્મના નામે યજ્ઞમાં થનારી હિંસા જોઈને તથા વિશ્વબંધુત્વની ભાવનાથી પ્રેરિત થઈ અહિંસાને બધાં વ્રતોના મૂળ આધાર તરીકે માનવામાં આવી તથા સાધુની પ્રત્યેક ક્રિયામાં અહિંસાપૂર્વકની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો. સ્ત્રી-સંપર્ક ત્યાગરૂપ બ્રહ્મચર્ય પહેલાં અપરિગ્રહ અંતર્ગત ગણાતું પણ પછી, લોકોની વધતી કામાસક્તિ જોઈને ભગવાન મહાવીરે તેને પૃથક્ મહાવ્રતના રૂપે બદલી નાખ્યું તથા અન્ય વ્રતો કરતાં તેને સહુથી વધારે મુશ્કેલ પણ ગયું. આ રીતે ગ્રંથમાં અહિંસા, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ ત્રણ મહાવ્રતો ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે. તે ઉપરાંત, સત્ય અને અચોર્ય એ બે નૈતિક વ્રતોને મેળવી મહાવ્રતોની સંખ્યા પાંચની નિયત કરવામાં આવી. સત્ય અને અચૌર્ય એ બે વ્રતોના મૂળમાં પણ અપરિગ્રહની ભાવના રહેલી છે. આ બન્નેને મહાવ્રતોમાં Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગણાવવાનું કારણ એ છે કે સાધુ પોતાની ખોટી પ્રતિષ્ઠા માટે ખોટું ન બોલે તથા લીધેલાં વ્રતોનું છૂપી રીતે અતિક્રમણ ન કરે. તેથી ગ્રંથમાં સાધુને નિશ્ચયાત્મક અને ઉપયોગહીન વાણી બોલવાનો તથા તૃણાદિ સમાન તુચ્છ વસ્તુને પણ આજ્ઞા વગર લેવાનો સ્પષ્ટ નિષેધ ફરમાવવામાં આવ્યો છે. આ રીતે આ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવાથી જ સાધુનો આચાર પૂર્ણ થઈ જાય છે પરંતુ આ પાંચે વ્રતોનું અતિ સૂક્ષ્મ રૂપે પાલન કરવામાં આવે તો જીવ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી ન શકે કારણ કે મન, વચન અને કાયની પ્રવૃત્તિ થતાં સૂક્ષ્મ હિંસા થાય એ સ્વાભાવિક છે. તેથી આ વિષયમાં કેટલાક ખાસ નિયમો બતાવવામાં આવ્યા છે જે અનુસાર પ્રવૃત્તિ કરવાથી હિંસાદિ દોષોની સંભાવના રહેતી નથી. આ બધા નિયમોના મૂળમાં સાવધાનીપૂર્વક (પ્રમાદરહિત) સમ્યક-પ્રવૃત્તિ રહેલી છે કારણ કે પ્રમાદ કે અસાવધાનીપૂર્વક કરવામાં આવેલ નિર્દોષ એવી પ્રવૃત્તિ પણ દોષજનક છે એમ દર્શાવવામાં આવ્યું છે. તેથી ગ્રંથમાં ગૌતમને અનુલક્ષીને વારેવારે અપ્રમત્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. પ્રમાદપૂર્વક પ્રવૃત્તિ કેવી રીતે સંભવે એ બાબત સમજાવવા માટે સમિતિઓનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે સાધુ ગમનાગમનમાં, વચન બોલવામાં, ભિક્ષાદિની પ્રાપ્તિમાં, વસ્તુઓ લેવા મૂકવામાં તથા ત્યાજ્ય વસ્તુઓનો ત્યાગ કરવામાં કેવી રીતે પ્રવૃત્તિ કરે તેથી તે હિંસાદિ દોષોનો ભાગીદાર ન બને. જ્યારે પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા ન હોય ત્યારે તે સમયે મન, વચન અને કાયની પ્રવૃત્તિને ગુપ્ત રાખવા માટે ત્રણ ગુપ્તિઓ દર્શાવવામાં આવેલ છે. આ ત્રણ ગતિઓને અને પાંચ સમિતિઓને જ ગ્રંથમાં પ્રવચનમાતા” કહેવામાં આવેલ છે. સમસ્ત જૈન-ગ્રંથોનું પ્રવચન (ઉપદેશ) શામાં પ્રવૃત્તિ અને શામાં નિવૃત્તિ એ દર્શાવવા માટેનું છે. આ રીતે સમસ્ત જૈન પ્રવચન ગુપ્તિ અને સમિતિમાં સમાવિષ્ટ હોવાથી તેને પ્રવચનમાતા કહેવામાં આવે છે. એ ઉપરાંત ગુપ્તિ અને સમિતિમાં સાવધાન વ્યક્તિ જ જૈન ગ્રંથોના પ્રવચનને સુરક્ષિત રાખી શકે છે તેથી આ દૃષ્ટિએ પણ તેને “પ્રવચનમાતા” Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૨૫ કહેવામાં આવે એ ઉચિત છે. સંયમમાં પ્રવૃત્તિ અને અસંયમમાંથી નિવૃત્તિ તેનો (સમિતિ અને ગુપ્તિનો) મૂળ-મંત્ર છે. રાગ-દ્વેષથી થનાર મન, વચન અને કાય-સંબંધી સ્વચ્છન્દ-પ્રવૃત્તિને સમ્યક રૂપે રોકવી એ સંયમ કહેવાય તથા સંસારના વિષયોમાં થનાર સ્વચ્છન્દ પ્રવૃત્તિને થવા દેવી એ અસંયમ છે. સંયમમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવાથી તથા બધા પ્રકારની અસંયમિત પ્રવૃત્તિઓને રોકવાથી પાંચેય મહાવ્રતોની રક્ષા થાય છે. તેથી મહાવ્રતોની રક્ષા માટે સમિતિ અને ગુપ્તિરૂપ પ્રવચનમાતાઓનું પાલન કરવું આવશ્યક છે. હવે અહીં એ વિચારવાનું છે કે સાધુના આચાર બાબત જે અન્ય નિયમોનું વર્ણન કરવામાં આવ્યું તેમાં કેવા પ્રકારે અને ક્યાં સુધી ઉપર્યુક્ત પાંચ નૈતિક મહાવ્રતોની ભાવના રહેલી છે ? સાધુ પાસે ન તો કોઈ અંગત વસ્તુ હોય છે અને ન તો તેને તેમાં મમત્વ હોય છે. છતાં પણ, જીવન-નિર્વાહ અને સંયમનું પાલન કરવા માટે તે કેટલાંક ઉપકરણોને પોતાની પાસે રાખે છે તથા ભિક્ષાત્રનું ભક્ષણ કરે છે. સાધુની પાસે જે કાંઈ વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ હોય છે તે બધાં ગૃહસ્થ દ્વારા આપવામાં આવેલાં હોય છે અને ઘણાં સસ્તાં હોય છે જેથી તે કદાચ ખોવાઈ જાય તો દુઃખ ન થાય. તેનાથી સાધુની અપરિગ્રહની ભાવના સુરક્ષિત રહે છે. સાધુ આ ઉપકરણોની પ્રાપ્તિ માટે કોઈ પ્રકારનો ક્રય-વિજ્ય કે કોઈ પ્રકારનું ઉત્પાદન વગેરે કરતો નથી જેથી હિંસાદિ દોષોની સંભાવના રહે, આ ઉપરાંત, સાધુ ગૃહસ્થને આ ઉપકરણો દેવા માટે ફરજ પણ પાડતો નથી અને પોતાને નિમિત્તે તૈયાર કરવામાં આવેલ ઉપકરણોને જ લેતો નથી. પણ, આવશ્યક્તા થતાં, ગૃહસ્થ સ્વેચ્છાએ આપે તો જ તે લે છે. તેથી હિંસાદિ દોષોની સંભાવના રહેતી નથી. આહાર પ્રાપ્તિના વિષયમાં, જે દોષોને બચાવવાનો અને જે નિયમોનું પાલન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બધાં વસ્ત્રાદિ ઉપકરણોની પ્રાપ્તિની બાબતમાં પણ લાગુ પડે છે. આહારની બાબતમાં સ્પષ્ટરૂપે દર્શાવવામાં આવ્યું છે કે સાધુએ સંયમ અને જીવન-નિર્વાહ માટે જ આહારનું ગ્રહણ કરવું જોઈએ. જે આહારમાં હિંસાદિ દોષોની જરાય સંભાવના Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩ર૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન રહેતી હોય તેનું તેણે ગ્રહણ કરવું ન જોઈએ. જો કે આહારાદિની ઉત્પત્તિમાં ગૃહસ્થ દ્વારા થોડી સૂક્ષ્મ હિંસા થાય છે પરંતુ તે હિંસાનો ભાગીદાર સાધુ થતો નથી. કારણ કે તે સૂક્ષ્મ હિંસાને ગૃહસ્થ પોતાના નિમિત્તે કરે છે, સાધુના નિમિત્તે નહીં. તેથી ગ્રંથમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે પોતાના નિમિત્તે બનાવેલ આહારનું સાધુએ ગ્રહણ ન કરવું જોઈએ. વળી ચોરી વગેરે અન્ય અનૈતિક ઉપાયોથી ઉત્પન્ન કરેલ હોય તેવા આહારને પણ તે લેવો ન જોઈએ. વળી તેને જે કંઈ લખુ સૂકું ભોજન વગેરે મળે તેમાં ઉપેક્ષાભાવ (સમભાવ) રાખીને તેણે લેવું જોઈએ. તેણે મંત્રાદિ શક્તિઓના પ્રયોગનો પણ વિનિયોગ ન કરવો જોઈએ એમ કહેવાનું એ કારણ છે કે તેના મૂળમાં પણ અહિંસા અને અપરિગ્રહની ભાવના રહેલી છે કારણ કે મંત્રાદિ તંત્રાદિ શક્તિઓનો જીવનનિર્વાહ માટે પ્રયોગ કરવાથી સાધુ ક્રય-વિક્રય કરનાર ગૃહસ્થ બની જશે અને ત્યારે તે સાધુ કય-વિયથી બધા હિંસાદિ દોષોનો ભાગીદાર પણ બની જશે. તેથી આહારાદિ ગ્રહણ કરતી વખતે અહિંસાદિ વ્રતોને ધ્યાનમાં રાખીને જ સાધુએ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ રીતે વસ્ત્રાદિ ઉપકરણ અને આહારાદિની બાબતમાં જે કંઈ નિયમ, ઉપનિયમ છે જે બધાના મૂળમાં અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોની ભાવના રહેલી છે. જંગલ જેવા એકાન્ત સ્થાનમાં નિવાસ એટલા માટે આવશ્યક છે કે નગરમાં નિવાસ કરવાથી ધર્મ-સાધના નિર્વિને થતી નથી કારણ કે ત્યાં અનેક પ્રકારના હિંસાદિ કાર્યો થતાં રહે છે તથા સ્ત્રીઓના અનેક પ્રકારના હાવ-ભાવ નજરે ચઢે છે જેથી સંયમમાં સ્થિર રહેવું મુશ્કેલ બને છે. ગૃહસ્થના ઘરમાં ચોરી વગેરે થતાં, સાધુને પણ શંકાના કારણે પકડી લેવામાં આવે એમ પણ બની શકે. તેથી મહાવ્રતોની રક્ષા માટે સાધુએ સ્ત્રી આદિના આવાગમનથી રહિત અરણય વગેરે એકાન્ત સ્થળે રહેવું એવું વિધાન કરવામાં આવ્યું છે. ચિત્તની એકાગ્રતારૂપ તપ વગેરે પણ એકાંતમાં જ સંભવે છે. સાધુએ એક સ્થળે ન રહેતાં, દેશદેશાન્તરમાં વિહાર કરવો જોઈએ કારણ કે એક સ્થળે સ્થિર રહેવાથી મોહ જન્મે. વર્ષાકાળમાં જો કે શુદ્ર જીવો ખૂબ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જાય છે તેથી તે Page #351 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૩૨૭ સમયે એક સ્થળે સાધુએ રહેવું એમ કહેવામાં આવ્યું છે. આમ થવાથી તે જવાના કાર્યને લીધે થતી હિંસાના દોષનો ભાગીદાર બનતો નથી. સામાચારીના પ્રકરણમાં સામાચારીના જે દશ અવયવો દર્શાવ્યા છે તે દ્વારા સાધુ પોતાની જાતને સંયમિત કરે છે અને ગુરુના અનુશાસનમાં રહીને વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે. તેથી તેના મહાવ્રતોમાં કોઈ અતિચાર થતો નથી. એ પ્રકરણમાં સાધુની સ્વસામાન્યરૂપે જે દિન અને રાત્રિચર્યા વર્ણવવામાં આવી છે તેમાં “આહાર” અને “નિદ્રા માટે ખૂબ જ સ્વલ્પ તથા ધ્યાન અને સ્વાધ્યાય માટે સર્વાધિક સમય નિયત કરવામાં આવેલ છે. દિવસ અને રાત્રિના ચોવીસ કલાકોમાંથી બાર કલાક સ્વાધ્યાય માટે, છ કલાક ધ્યાન માટે, ત્રણ કલાક ભિક્ષાત્ર પ્રાપ્તિ માટે તથા ત્રણ કલાક શયન માટે નિયત થયેલા છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે સાધુએ પોતાનો વધારેમાં વધારે સમય અધ્યયન અને આત્મચિંતનરૂપ ધ્યાનમાં પસાર કરવો જોઈએ. સ્વાધ્યાય અને ધ્યાન કરવાથી મન, વચન અને કાય એકાગ્ર થઈ તપ પ્રત્યે અગ્રેસર થશે અને ત્યારે હિંસાદિ સાવદ્ય પ્રવૃત્તિઓ અટકી જશે. - સાધુ માટેના જે છ નિત્યકર્મ (આવશ્યક) દર્શાવવામાં આવ્યાં છે તે દ્વારા પણ સાધુ પોતાની જાતને સંયમિત કરે છે. ગુરુ આદિની સ્તુતિ કરવાથી તથા આત્મગત દોષોની આલોચના કરવાથી અજ્ઞાનમાં થયેલ ક્ષુદ્ર હિંસાદિ દોષોની વિશુદ્ધિ થઈ જાય છે. વસ્ત્ર, પાત્ર વગેરેનો ઉપયોગ કરતી વખતે તેને સારી રીતે તપાસવાથી (પ્રતિ લેખના અને પ્રમાર્જના) તેમાં રહેલ ક્ષુદ્ર જન્તુઓની હિંસા થતી નથી. તે ઉપરાંત, સાધુ નિત્યકર્મોમાં દરરોજ સતર્ક રહેવાની પ્રેરણા પણ મેળવે છે. આ રીતે કેશને હાથેથી ઊખાડવા, શ્રેષ્ઠ વસ્ત્રાદિ ન પહેરવાં વગેરે નિયમોપનિયમથી પણ અહિંસાદિ વ્રતોની રક્ષા બાબતનું ધ્યાન રાખવામાં આવે છે. આમ, સાધુના સંપૂર્ણ આચાર અહિંસા અને અપરિગ્રહરૂપ પાંચ નૈતિક મહાવ્રતોના રૂપમાં ચિત્રિત કરવામાં આવેલ છે. “પતંજલ યોગદર્શન'માં પણ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અહિંસાદિ આ પાંચ નૈતિક વ્રતોને મહાવ્રતના રૂપમાં ઉલ્લેખવામાં આવેલ છે. યોગ દર્શનમાં અહિંસા-વિરોધી હિંસાના કૃત, કારિત અને અનુમોદનાના ભેદને કારણે ત્રણ પ્રકારો પાડવામાં આવેલ છે. તે પછી મૃદુ, મધ્ય અને અધિમાત્રના ભેદથી પ્રત્યેકના વળી ત્રણ-ત્રણ પ્રકારો કરવાથી હિંસાના નવ પ્રકારો પડે છે. આ નવ પ્રકારની હિંસાના પણ તે ક્રોધ, લોભ અને મોહપૂર્વક હોવાથી હિંસાના અનેક ભેદોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ બધા પ્રકારની હિંસાના નિરોધથી અહિંસાના પણ અનેક પ્રકારો પડે છે. “યોગદર્શન'માં, અહિંસાનું તેનો આટલો અધિક વિસ્તાર હોવા છતાં આટલી સૂક્ષ્મતાથી પાલન કરવાનું દર્શાવ્યું નથી જેટલું પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ છે. અહીં એક વાત આ પ્રસંગે વળી એ પણ સ્પષ્ટ કરવા માગું છું કે જેમ “ઉત્તરાધ્યયન'માં સર્વે વ્રતોના મૂળમાં અહિંસાને સ્વીકારવામાં આવેલ છે તેમ “યોગદર્શનમાં ભાષ્યકારે પણ લખ્યું છે કે સત્યાદિ અન્ય સર્વ વ્રત અને નિયમોપનિયમ આ અહિંસાની પુષ્ટિ કરનારા છે. આ રીતે આ મહાવ્રતોની સાર્વભૌમિકતા ખૂબ જ સ્પષ્ટ રીતે સિદ્ધ થઈ જાય છે. જે રીતે તેની સુરક્ષા સંભવે તે રીતે કરવામાં આવેલ આચરણ જ સાધુનો સદાચાર છે. આ પાંચ નૈતિક વ્રતોનું વ્યવહારમાં પણ મહત્ત્વ છે અને તે મહાવ્રતોની ચર્ચા વખતે સ્પષ્ટ કરવામાં આવેલ છે. १ अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमा: । जातिदेशकाल-समयानवच्छिन्ना : सर्वभौमा महाव्रतम् । –.યો. ર-૩૦-૩૧. २ वितर्काहिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वकाः मृदुमध्याधिभात्रा: दु:खाज्ञानान्तफला इति प्रतिपक्षभोवनम् । –પાડયો. ૨-૩૪. 3 तत्राहिंसा सर्वथा सर्वदा सर्वभूतानामनभिद्रोह उत्तरे च समनियमास्तन्मूलासात्सिद्धिपरतयैव तत्प्रतिपादनाय प्रतिपाद्यन्ते । –આ. યો. (-૩૦) વ્યાસભાષ્ય પૃ. ૯૧. Page #353 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ વિશેષ સાધ્વાચાર પાછળના પ્રકરણમાં જણાવવામાં આવ્યું છે કે વિશેષ અવસરોએ કર્મોની વિશેષ નિર્જરા કરવા માટે સાધુ જે પ્રકારના સદાચારનું વિશેષ પાલન કરે છે તેને અહીં વિશેષ સાધ્વાચાર'ના નામે રજુ કરેલ છે. આ વિશેષ સાધ્વાચાર સાધુના સામાન્ય આચાર કરતાં સર્વથા નિરાળા નથી પણ જ્યારે સાધક પોતાના સામાન્ય સાધ્વાચારનું જ વિશેષ રૂપે દઢતાપૂર્વક સર્વ પ્રકારનાં કષ્ટો સહી પાલન કરે તો તેને તપશ્ચર્યા વગેરે રૂપે વિશેષ સાધ્વાચારના નામે વ્યક્ત કરવામાં આવે છે. વિષયની દૃષ્ટિએ તેને નીચે જણાવેલ ચાર રીતે વિભક્ત કરવામાં આવે છે. ૧. તપ-તપશ્ચર્યા ૨. પરીષહજય-તપશ્ચર્યા વગેરેમાં પ્રાપ્ત થયેલ કષ્ટો ઉપર વિજય ૩. સાધુની પ્રતિમાઓ-તપ વિશેષ ૪. સલ્લેખના-મૃત્યુ સમયની વિશેષ તપશ્ચર્યા હવે ક્રમશ: આના પર પ્રસ્થાનુસાર વિચાર કરવામાં આવશે. તપશ્ચર્યા-તપગ્રન્થમાં ક્યાંક ક્યાંક ચારિત્રથી પૃથક તપનો જે ઉલ્લેખ કરવામાં આવેલ છે તે તેના મહત્ત્વને પ્રગટ કરવા માટે થયેલો છે. તપ એક પ્રકારનો અગ્નિ છે અને તેના દ્વારા સેંકડો પૂર્વ-જન્મોમાં સંચિત (પૂર્વબદ્ધ) કર્મોને શીધ્ર બાળી નાખી શકાય છે. કર્મ કે જે આત્મા સાથે સંબંધ ધરાવે છે તેની સંખ્યા એટલી બધી વધારે છે કે તેને આયુષ્યના અલ્પકાળમાં ભોગવીને નષ્ટ કરી શકાય તેમ નથી. તેથી વિશાળ તળાવના જળને સુકવવા માટે જેમ જળના પ્રવેશવાના દ્વારને Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલન બંધ કરી દેવામાં આવે છે, જળને ઉલેચી નાખવામાં આવે છે, અને સૂર્ય આદિના તાપથી સુકવવાની આવશ્યકતા રહે છે તેમ સાધુને પણા પૂર્વ સંચિત કર્મોની નિર્જરા કરવા માટે અહિંસાદિ વ્રતો ઉપરાંત તપની પણ જરૂર રહે છે. આ ઉપરાંત કષાય રૂપી શત્રુઓના આક્રમણ વખતે તેના પર વિજય પ્રાપ્ત કરવા માટે તપને બાણ અથવા અર્ગલા રૂપ પણ ગણવામાં આવેલ છે. આમ તપ પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરવામાં અગ્નિરૂપ છે તથા હવે પછી બંધાનાર કર્મોને રોકવા માટે બાણ અને અર્ગલા (આગળીયો) રૂપ પણ છે. તપના આ મહત્ત્વને કારણે ગ્રંથમાં તપને ક્યાંક ક્યાંક ચારિત્રથી જુદું દર્શાવેલ છે. વસ્તુતઃ તપ ચારિત્રથી સર્વથા જુદું નથી કારણ કે તપનું જે વર્ણન કરવામાં આવેલ છે તે સાધુના સામાન્ય આચારનું જ અભિન્ન અંગ છે. સાધુના સામાન્ય આચાર સાથે સંબંધ રાખનાર કેટલીક વિશેષ ક્રિયાઓને જ અહીં તપના રૂપે દર્શાવેલ છે. ચારિત્રની આધારશિલા રૂપ આત્મસંયમથી તપ જુદું નથી પણ તદ્રુપ જ છે. ખરેખર તો તપને કઠોર અથવા દઢ આત્મસંયમ કહી શકાય. તપના પ્રકારો બાહ્ય અને આત્યંતરના ભેદથી સર્વપ્રથમ તપને બે ભાગમાં વહેંચવામાં આવેલ છે, પછી બાહ્ય તપ અને આત્યંતર તપને વળી છ-છ વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલ છે. આ રીતે ગ્રન્થમાં કુલ બાર પ્રકારનાં તપોનું વર્ણન १ जहा महातालयस्य निरुद्ध जलागमे । उस्सिवणाए तवणाए कमेणं सोसणा भवे ।। एवं तु संजयस्सावि पावकम्मनिरासवे । भवकोडिसंचियं कम्मं तवसा निज्जरिज्जइ ।। –૩. ૩૦. ૫-૬. તથા જુઓ – ઉ. ૩. ૨૦, ૨૫.૪૫, ૨૮. ૩૬, ૩૬, ર૯. ર૭, ૩૦. ૧, ૪ વગેરે ૨ જુઓ – પૃ. ૨૮૬. પા. ટિ. ૪. Page #355 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૩૧ આપવામાં આવેલ છે. તે બાર પ્રકારનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે: ૧. અનશન (બધા પ્રકારના આહારનો પૂરેપૂરો ત્યાગ), ૨. ઊણોદરી (અવમોદર્ય-ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું), ૩. ભિક્ષાચર્યા (ભિક્ષાટનના નિશ્ચિત નિયમોનું પાલન કરતાં કરતાં ભિક્ષાત્ર દ્વારા જીવન-યાપન કરવું), ૪. રસ-પરિત્યાગ (ઘી વગેરે સરસ દ્રવ્યોનો ત્યાગ), ૫. કાય કલેશ (શરીરને કષ્ટ પડે તેવા યોગાસનાદિ કરવા), ૬. સંલીનતા અથવા વિવિક્તશયનાસન (એકાન્ત અથવા નિર્જન જગાએ નિવાસાદિ કરવાં), ૭. પ્રાયશ્ચિત (પાપાચારનું શોધન), ૮. વિનય (ગુરુજનો આદિ પ્રત્યે વિનમ્રતાનો ભાવ), ૯. વૈયાવૃત્ય (ગુરુજનો વગેરેની સેવા-સુશ્રુષા કરવાં), ૧૦. સ્વાધ્યાય (જ્ઞાનાર્જન કરવું), ૧૧. ધ્યાન (ચિત્તને એકાગ્ર કરવું), ૧૨. વ્યુત્સર્ગ અથવા કાયોત્સર્ગ (શરીર ઉપરના મમત્વને દૂર કરવું). ઉપર્યુક્ત બાર પ્રકારનાં તપના પ્રકારોમાં અનશન આદિ પ્રથમ છ તપ શરીરની બાહ્ય ક્રિયા સાથે અધિક સંબંધ ધરાવે છે. તેથી તેને બાહ્યતપ કહેવામાં આવે છે. તથા પ્રાયશ્ચિત આત્મા સાથે સંબંધિત હોવાથી તેને આભ્યતર તપ કહેવામાં આવે છે. બાહ્ય તપોનું પ્રયોજન આત્યંતર તપોને પુષ્ટ કરવાનું છે. તેથી આત્યંતર તપોનું પ્રાધાન્ય છે. બાહ્ય તપ આવ્યેતર તરફ લઈ જવામાં માત્ર સહાયક છે. વૈયાવૃત્ય અને કાયોત્સર્ગ (વ્યસર્ગ) જો કે ઉપર છલ્લી દષ્ટિએ બાહ્ય તપ જેવો લાગે છે પરંતુ વૈયાવૃત્ય સેવાભાવ રૂપ હોવાથી અને કાયોત્સર્ગ શરીરના મમત્વ-ત્યાગરૂપ હોવાથી તેમાં બાહ્યપણું નથી. બાહ્ય તપોને अणसणमूणोयरिया भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ । –૩. ૩૦. ૮. पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झाओ । झाणं च विउस्सग्गो एसो अभितरो तवो । –૩. ૩૦. ૩૦. તથા જુઓ - ઉ. ૩૦. ૭, ૨૯, ૨૮. ૩૪, ૧૯. ૮૯. Page #356 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જેટલી સરળતાથી તપ કહી શકાય એટલી સરળતાથી વૈયાવૃત્ય વગેરેને ન કહી શકાય. તેથી તે ભાવ-પ્રધાન હોવાથી આપ્યંતર તપ ગણાય છે. હવે, ક્રમશઃ એ બધા પ્રકારનાં તપોનું ગ્રન્થાનુસાર વર્ણન કરવામાં આવશેઃ ૩૩૨ બાહ્ય તપ : પહેલાં જણાવવામાં આવ્યું છે કે શારીરિક બાહ્ય ક્રિયા સાથે ખાસ સંબંધ રાખવાને કારણે અનશન આદિ છ બાહ્ય તપ ગણાય છે. એમ કહેવાનું તાત્પર્ય એવું નથી કે તેનું આત્યંતર શુદ્ધિ સાથે કોઈ પ્રયોજન નથી તેને બાહ્ય તપ કહેવાનું મૂળ પ્રયોજન એ છે કે આ અત્યંતર શુદ્ધિ કરતાં બાહ્યશુદ્ધિ પ્રત્યે અધિક જાગૃતિ પ્રદર્શિત કરે છે. તેનાં સ્વરૂપાદિ આ પ્રમાણે છે : ૧. અનશન તપ ઃ બધા પ્રકારનાં ભોજન-પાનનો ત્યાગ કરવો એ અનશન તપ છે. આ કેટલાક સમય માટે અથવા જીવનપર્યન્ત પણ કરી શકાય છે. તેથી તેના બે ભેદ પાડવામાં આવ્યા છે.૧. ઇત્વરિક અનશન તપ (કેટલાક સમય માટે ક૨વામાં આવેલ-સાધિક) તથા ૨. મરણકાળ અનશન તપ (જીવન-પર્યન્ત માટે કરવામાં આવેલ-નિરવધિક). ક ઇત્યકિ અનશન તપ (સાવકાંક્ષ-અસ્થાયી)-આ તપને કરનાર સાધક એક નિશ્ચિત અવધિ બાદ ભોજન ગ્રહણ કરે છે. તેથી ગ્રન્થમાં આ તપને ‘સાવકાંક્ષ' (જેમાં ભોજનની આકાંક્ષા ટકી રહે છે) કહેવામાં આવેલ છે. સંક્ષેપમાં તેના અવાન્તર છ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે, વિસ્તારથી જોઇએ તો મનોનુકૂળ અનેક પ્રકારો સંભવે. અવાન્તર છ પ્રકારો આ પ્રમાણે છે: ૧. શ્રેણીતપ-એવી રીતે ઉપવાસ કરવો કે જેથી એક શ્રેણી (હારમાળા) બની જાય. જેમકે-બે દિવસનું, ત્રણ દિવસનું, ચાર દિવસનું, પાંચ દિવસનું વગેરે ક્રમે १ इत्तरिय मरणकाला य अणसणा दुविहा भवे । इत्तरिय सावकंखा निरवकंखा उ विहज्जिया || તથા જુઓ - ઉ. ૩૦. ૧૦-૧૩, ૨૬. ૨૫. ૧૩. ૩૦. ૬. Page #357 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્યાચાર ૩૩૩ કરવાં. ૨. પ્રતર તપ (સમ-ચતુર્ભુજાકાર)-સમાનાકાર ચાર ભુજાઓની જેમ જ્યારે શ્રેણીતપ ચાર વખત પુનરાવૃત્ત થાય છે ત્યારે તેને સોળ ઉપવાસ પ્રમાણ પ્રતર તપ કહેવામાં આવે છે. ૩. ઘન તપ-પ્રતર તપને જ્યારે શ્રેણી તપથી ગુણવામાં આવે છે ત્યારે તેને (૧૬૮૪૬૬૪ ઉપવાસ પ્રમાણ) ઘન તપ કહેવામાં આવે છે. ૪ વર્ગ તપ-ઘન તપને જ્યારે ઘનતપથી ગણવામાં આવે છે ત્યારે તેને (૬૪૮૬૪=૪૦૯૬ ઉપવાસ પ્રમાણ) વર્ગતપ કહેવામાં આવે છે. પ. વર્ગ વર્ગ તપ-વર્ગ તપને જ્યારે વર્ગ તપથી ગુણાવામાં આવે છે ત્યારે તેને (૪૦૯૪૪૯૬૪=૧૬૧૭૭ર૧૬ ઉપવાસ પ્રમાણ) વર્ગ-વર્ગ તપ કહેવામાં આવે છે. ૬. પ્રકીર્ણ તપ-શ્રેણી આદિની નિયત રચનાથી રહિત પોતાની શક્તિ અનુસાર યથાકથંચિત અનશન તપ કરવામાં આવે છે તેને પ્રકીર્ણ તપ કહેવામાં આવે છે. આ રીતે, ઇત્વરિક અનશન તપના આ છ ભેદોમાં પ્રથમ પાંચ નિયતક્રમ રૂપતાની અપેક્ષા રાખે છે જ્યારે અંતિમ છઠ્ઠો ભેદ ક્રમરૂપતાથી રહિત છે. ઉપર શ્રેણીતપને જે ચાર ઉપવાસ પ્રમાણ માનીને પ્રતર તપ આદિનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે નેમિચંદ્રની વૃત્તિને આધારે દૃષ્ટાંતરૂપે રજુ કરેલ છે. તેથી એ પ્રકારે પાંચ કે છ ઉપવાસ-પ્રમાણ શ્રેણી તપ માનીને આગળની તપોના ઉપવાસ-પ્રમાણને સમજી લેવું જોઇએ. ખ મરણકાલ અનશન તપ (નિરવકાંક્ષ-સ્થાયી)-આ આયુષ્ય પર્યત કરવામાં આવે છે. તેમાં ભોજન-પાનની આકાંક્ષા ન રહેતી હોવાથી તે નિરવકાંક્ષ અથવા સ્થાયી કહેવાય છે. આ તપ મૃત્યુની અત્યંત સમિક્ટ (અવયંભાવી) હોવાથી શરીરત્યાગ (સલ્લેખના) માટે કરવામાં આવે છે. ગ્રંથમાં નીચે જણાવેલ ત્રણ અપેક્ષાઓથી તેના ભેદોનો વિચાર કરવામાં આવે છે. ૧. શરીરની ચેષ્ટા અને નિષ્ઠતાની અપેક્ષાએ “સવિચાર' (જેમાં શરીરની હલન-ચલનરૂપ ક્રિયા થાય છે) અને “અવિચાર (શરીરની ચેષ્ટાથી રહિત) એવા બે ભેદ છે. ૧ ૩. ને. , પૃ. ૩૩૭; છે. ૩. ડું. મા-૪૫, પૃ. ૧૭૫. Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૨. સેવા કરાવવી અને ન કરાવવી એ દૃષ્ટિએ “સપરિકર્મ” (જેમાં બીજા દ્વારા સેવા કરાવવામાં આવે છે) અને “અપરિકર્મ' (જેમાં સેવા કરાવવામાં આવતી નથી) એવા બે ભેદ છે. - ૩. તપ કરવાના સ્થાનની દષ્ટિએ “નીહારી' (પર્વત, ગુફા, વગેરેમાં લેવામાં આવેલ મરાકાલિક અનશન તપ) અને “અનીહારી” (ગાય, નગર વગેરેમાં લેવામાં આવેલ) એવા બે ભેદ છે. બંને તપોમાં આહાર-ત્યાગ આવશ્યક ૨. ઊણોદરી (અવમોદર્ય) તપ : ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું એ ઊણોદરી તપ છે. ગ્રંથમાં તેનો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને પર્યવચરકની દૃષ્ટિએ વિચાર કરવામાં આવેલ છે. તેથી તેના દ્રવ્ય ઊણોદરી આદિ પાંચ ભેદ થાય છે. તેનાં સ્વરૂપાદિ આ પ્રમાણે છે. ક દ્રવ્ય ઊણોદરી : જેનો જે સ્વાભાવિક આહાર છે તેમાં ઓછામાં ઓછો એક કોળીઓ ઓછો ખાવો એ દ્રવ્ય ઊણોદરી છે. આ ક્ષેત્ર ઊણોદરી : તેનું બે પ્રકારે વર્ણન કરવામાં આવેલું છે. ૧. ગાય, નગર, રાજધાની, ઘર વગેરે ક્ષેત્રની સીમા નિશ્ચિત કરી લેવી કે અમુક-અમુક ક્ષેત્રમાંથી મળેલ ભિક્ષાન્ન દ્વારા જ પેટ ભરીશ. ૨. અમુક પ્રકારના ક્ષેત્રવિશેષમાંથી પ્રાપ્ત ભિક્ષાત્ર દ્વારા જ જીવનયાપન કરીશ. આમાં બીજા પ્રકારનાં ક્ષેત્ર, ઊણોદરી તપના દષ્ટાન્ત રૂપે ગ્રંથમાં છ પ્રકારો ગણાવેલ છે. જેમકે ૧ પેટા (પેટિકા જેવા આકારવાળા ઘરોમાંથી આહાર લેવો) ૨. અર્ધપેટા (અર્ધપેટિકા જેવા આકારવાળા ઘરોમાંથી આહાર લેવો) ૩. ગોમૂત્રિકા (ગોમૂત્ર જેમ વક્ર આકારે ભિક્ષાર્થે જઇને આહાર લેવો) ૪. પતંગ વિથિકા (વચ્ચે વચ્ચે કેટલાક ઘર છોડીને ભિક્ષા લેવી). ૫. શંબૂકાવર્ત (શંખની જેમ ચક્રના આકારે જઈ આહાર લેવો) અને ૬. આચન ગત્વા પ્રત્યાગતા (પહેલાં અન્ન લીધા સિવાય १ ओमोयरणं पंचहा समासेण वियाहियं । दव्वओ खेत्तकालेणे भावेणं पज्जवेहि य ।। –૩. ૩૦. ૧૪. તથા જુઓ - ઉ. ૩૦. ૧૫-૨૪. Page #359 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૩૫ સીધા દૂર સુધી જતા રહેવું અને પછી પાછા વળતી વખતે ભિક્ષા લેવી). આ બધા ભેદ ક્ષેત્ર-સંબંધી નિયમોને આધારે દર્શાવેલ છે. ક્ષેત્ર-ભેદની અપેક્ષાએ તેના અન્ય અનેક ભેદ પડી શકે છે. આ બધાનું તાત્પર્ય એટલું જ છે. કે આહાર પ્રાપ્તિના ક્ષેત્રને સીમિત (ન્યૂન) કરી લેવું જેથી ઓછો આહાર મળે. ક્ષેત્રની ન્યૂનતા થતાં, ક્યારેક ક્યારેક સંભવે કે ભરપેટ ભોજન મળી જાય તેવી ક્ષેત્રની ન્યૂનતા એટલી અવશ્ય રહેવી જોઇએ જેથી ભરપેટ ભોજન ન મળે. ગ કાલ ઊણોદરી : સામાન્ય રીતે દિવસમાં બારથી ત્રણ વાગ્યાની વચ્ચે (તૃતીય પૌરુષી) ભિક્ષાર્થે જવાનું વિધાન છે. ભિક્ષા ગ્રહણ કરવાના આ નિશ્ચિત સમયના પ્રમાણને કંઇક ઓછું કરવું એ કાલ ઊણોદરી કહેવાય અર્થાત એવો નિયમ લેવો કે તૃતીય પૌરુષીનો ચતુર્થાંશ વીતી ગયા બાદ ભિક્ષા લઇશ અથવા બીજી રીતે સમય નક્કી કરવો જે સામાન્ય રીતે નિશ્ચિત સમયના પ્રમાણથી કંઇક ઓછો હોય જ. ભિક્ષા ગ્રહણ કરવાના સમયની ન્યૂનતા થવાથી ભોજનની પ્રાપ્તિમાં કમી થવાનો સંભવ છે. તેથી તેને કાલ-ઊણોદરી કહેવામાં આવે છે. ઘ ભાવ ઊણોદરી : ભાવ પ્રધાન હોવાથી તેને ભાવ ઊણોદરી કહેવામાં આવે છે. તેમાં ભિક્ષાર્થે જતી વખતે એવો નિયમ કરવામાં આવે છે કે સ્ત્રી કે પુરુષ, અલંકૃત કે અનલંકૃત, યુવા કે બાળક, સૌમ્યાકૃતિવાળા કે અન્ય કોઈ વિશેષ પ્રકારનો ભાવ-ભંગિમાવાળા દાતા મળે તો જ ભિક્ષા લઇશ, નહીતર નહીં લઉં. આ પ્રકારનો નિયમ લેનાર સાધુ બધી જગાએથી ભિક્ષા ન મળવાને કારણે ભૂખ્યો રહે એવો સંભવ છે તેથી તેને ભાવ ઊણોદરી કહેવામાં આવે છે. ૬. પર્યાવચરક ઊણોદરી : ઉપર જણાવેલ ચારેય પ્રકારથી ન્યૂનવૃત્તિ હોય તેને પર્યવચરક ઊણોદરી કહેવામાં આવે છે. અર્થાતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એ ચારેય પ્રકારે ઊણોદરી વ્રતનું પાલન કરવામાં આવે તે પર્યવચરક ઊણોદરી કહેવાય છે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૩ ભિક્ષાચર્યા તપ : ભિક્ષા દ્વારા પ્રાપ્ત ભોજન-પાનથી જીવનયાપન કરવું એ ભિક્ષાચર્યા તપ છે. ગ્રન્થમાં ભિક્ષાચર્યાને વિભિન્ન સ્થાને ગોચરી (ગાય જેવું આચરણ), મૃગચર્યા (મૃગ જેવું આચરણ) અને કપોત વૃત્તિ (કબુતર જેવું આચરણ) પણ કહેવામાં આવેલ છે. તે પરથી ભિક્ષાચર્યાના સ્વરૂપ વિશે જાણવા મળે છે. જેમ કે ૧ ગોચરી જે રીતે ગાય તૃષાદિનું થોડું થોડું ભક્ષણ કરતી તેને જડમાંથી ઊખેડી નાખતી નથી તે રીતે ભિક્ષાચર્યાવાળો સાધુ આહારની ગવેષણા કરતી વખતે ગૃહસ્થને પુનઃ ભોજન રાંધવા માટે મજબૂર કરતો નથી પણ થોડો થોડો આહાર સ્વીકારે છે. ૨ મૃગચર્યા કે જે રીતે મૃગ અનેક સ્થળોએ ભ્રમણ કરીને પોતાના ઉદરનું પોષણ કરે છે તથા રોગાદિ થતાં પણ ઔષધિ વગેરેનું સેવન ન કરી એકલો જ સર્વત્ર વિચરણ કર્યા કરે છે તે રીતે ભિક્ષાચર્યાવાળો સાધુ કોઈ એક ખાસ ઘરેથી નહીં પણ અનેક ઘરોમાંથી થોડી થોડી ભિક્ષા લાવી ઉદર-પોષણ કરે છે. તથા માંદગી વખતે દવાના ઉપચારની ઇચ્છા ન કરીને એકલો ફરે છે. ૩ કપોતવૃત્તિ ઃ જેમ કબુતર કાંટા છોડી પરિમિત અન્નકણોને ચણો છે તે રીતે એષણા- સમિતિ-સંબંધી દોષોને રક્ષીને સાધુ પરિમિત અને શુદ્ધ (એષણય) આહાર સ્વીકારે છે. આ રીતે ભિક્ષા દ્વારા જ જીવન-યાપન કરવાને કારણે સાધુને ભિક્ષુ” શબ્દથી પણ વ્યક્ત કરવામાં આવે છે. આ ભિક્ષાયચર્યા તપની ચર્ચા વખતે - १. जहा भिए एग अणेगचारी अणेगवासे धुवगोअरे य । ‘एवं मुणी गोयरियं पविढे नी हीलए नोवि य खिसएज्जा ॥ –૩. ૧૬. ૮૪. ર એજન ઉ. ૧૯, ૭૭-૮૯. ૩ વોય ના રૂમ વિત્તી || –૩. ૧૬. ૩૪. Page #361 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર. ૩૩૭ ગ્રંથમાં આઠ પ્રકારની ગોચરી, સાત પ્રકારની એષણા તથા અન્ય નિયમ વિશેષો (અભિગ્રહ)નું પાલન કરવાની રીતને ભિક્ષાચર્યા કહેવામાં આવેલ ૧. આઠ પ્રકારની ગોચરી : ક્ષેત્ર ઊણોદરીની ચર્ચા વખતે કહેવામાં આવેલા પેટા, અર્ધપેટા વગેરે છ પ્રકારોને અહીં આઠ પ્રકારની ગોચરીના રૂપમાં વર્ણવેલ છે. જેમકેઃ પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, અને પતંગવીથિકા-આ પ્રકાર જેમના તેમ છે. એ ઉપરાંત, “શંખૂકાવર્ત'ના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે તથા “ગાયત જતા પ્રત્યાતિ’ના પણ જુગતિ (સીધા જઈ સીધા પાછા ફરવું) અને વક્રગતિ (વક્રગતિએ જઈ તે જ રીતે પાછા ફરવું) એવા બે ભેદ પાડેલ છે. આ રીતે ભિક્ષા માટે જતી વખતે ક્ષેત્ર સંબંધી નિયમવિશેષ લેવા એ આઠ પ્રકારની ગોચરી કહેવાય. ૨. સાત પ્રકારની એષણાઓ (અન્નાદિ ગ્રહણ કરવાના નિયમો) : (૧) સંસૃષ્ટા (ભોજનની સામગ્રીથી પાત્ર ભરેલું હોય તોજ) ભિક્ષા લેવી. (૨) અસંસૃષ્ટા-પાત્ર ભોજનની સામગ્રીથી ભરેલું ન હોય તો જ ભિક્ષા લેવી (૩) ઉદ્ધતા-જે ભોજન રસોડામાંથી બહાર લાવી ગૃહસ્થ થાળી વગેરેમાં પોતાને માટે પીરસેલું હોય તેમાંથી લેવું (૪) અલ્પલંપિકા-ભૂજેલા ચણા વગેરે લેવા (૫) ઉદ્દગૃહીતા-(ભોજનના સમયે ખાનારને પીરસવા માટે જે ભોજન સામગ્રી વગેરેથી કાઢીને જુદું રાખેલ હોય તે લેવું (૬) પ્રગૃહીતા (ભોજનાર્થીને દેવા માટે ઉદાત દાતાના હાથમાં રહેલ સામગ્રી લેવી) અને (૭) ઉક્કિતધર્મા-(સારહીન લુખ્ખો આહાર લેવો). ૩. અન્ય અભિગ્રહ (ખાસ નિયમ) : પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ નિયમ લેવો- અમુક પરિસ્થિતિ હશે તો જ આહાર લઇશ. જેમકે: ૧. દ્રવ્યાભિગ્રહ (કોઈ ખાસ પાત્રમાં રાખેલ કોઈ વિશેષ પ્રકારના આહારને લેવાની પ્રતિજ્ઞા) ૨. ક્ષેત્રાભિગ્રહ-(જો ઉંબરો દાતાની વચ્ચે રહે એમ દાતા ઊભો હોય તો જ આહાર લેવો એવી) ક્ષેત્ર સંબંધી પ્રતિજ્ઞા. ૩. કાલાભિગ્રહ-જ્યારે બધા સાધુ ભિક્ષા લઇ આવશે ત્યારે ભિક્ષાર્થે જતાં જે મળશે તે લેવાની પ્રતિજ્ઞા અને ૪. ભાવાભિગ્રહ (જો કોઈ હસતાં હસતાં કે રડતાં રડતાં દેશે તો લઇશ એવી પ્રતિજ્ઞા આ રીતે અન્ય વિવિધ પ્રતિજ્ઞાઓ સમજી શકાય. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના છે. ટીકા ગ્રંથોને તપાસતાં જાણવા મળે છે કે આ ગોચરી આદિ કેટલાક ખાસ નિયમો છે અને તેનો સંકલ્પ કરીને સાધુ ભિક્ષા માટે જાય છે. જો એ લીધેલા સંકલ્પો અનુકૂળ ભિક્ષા મળે તો સાધુ તેને સ્વીકારે છે અને જો તે સંકલ્પો અનુસાર ન મળે તો તે અનશન તપ કરે છે. - આ રીતે ભિક્ષાચર્યા અને ઊણોદરી તપમાં અનેક સ્થળે સમાનતા જોવા મળે છે કારણ કે નિયમ વિશેષ લેવાથી ઓછું ભોજન મળે એ સ્વાભાવિક છે. આમ થવા છતાં પણ, ભિક્ષાચર્યા એ સામાન્ય તપ છે અને ઊણોદરી એ વિશેષ તપ છે. ઊોદરીમાં ભૂખ્યા હોઇએ તે કરતાં ઓછું ખાવાની બાબત મુખ્ય છે જ્યારે ભિક્ષાચર્યામાં ભિક્ષા લેવા સંબંધી ખાસ નિયમોની પ્રધાનતા છે. તેથી ભિક્ષાચર્યામાં સાધુ પેટ ભરીને ભોજન કરી શકે છે. તેને લગતા જે નિયમો છે તે પોતાની ઇન્દ્રિયોની સ્વચ્છન્દ પ્રવૃત્તિઓને રોકવા માટે છે. ભિક્ષાચર્યા એ સાધુનું સામાન્ય તપ છે અને તેનું તે દરરોજ પાલન કરે છે અને ઊણોદરી એ વિશેષ તપ છે અને તેનું પાલન ક્યારેક ક્યારેક કરવાનું હોય છે. તેથી ગ્રન્થમાં સાધુના જીવનને ભિક્ષાચર્યાના રૂપમાં પ્રદર્શિત કરવામાં આવેલ છે. ભૃગુ પુરોહિતની પત્ની ભિક્ષાચર્યાની કઠોરતાનું વર્ણન કરતી વખતે કહે છે કે “ધર્યશીલ અને તપસ્વી જ આ (ભિક્ષાચર્યા)ને ધારણ કરી શકે છે. આ રીતે ભદ્રા (સોમદેવની સ્ત્રી) રાજકુમારી ભિક્ષાર્થે આવેલ હરિકેશિબલ મુનિની ઉપર ક્રોધિત થનારા બ્રાહ્મણોને કહે છે કે ભોજનાર્થ ઉપસ્થિત થયેલા સાધુનો તિરસ્કાર કરવો અથવા તેને મારવા એ નખથી પર્વત ખોદવા સમાન, દાંતથી લોખંડ ચાવવા સમાન, અગ્નિને પગથી છૂંદવા સમાન અને પતંગીયા દ્વારા આગમાં ઝંપલાવી १ अट्ठविहगोयरग्गं तु तहा सत्तेव एसणा । अभिग्गहा य जे अन्ने भिक्खायरियमाहिया ।। –૩. ૩૦. ૨૫. ૨ એજન 3 धीरा हु भिक्खारियं वरंति ।। –૩. ૧૪. ૩૫. Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર તેને ઓલવવા સમાન ઉપહાસને પાત્ર છે. ૪ રસ-પરિત્યાગ તપ : દૂધ, દહીં, ઘી વગેરે સરસ પદાર્થોના સેવનનો ત્યાગ કરવો એ રસ પરિત્યાગ નામનું તપ છેઅે. સામાન્ય રીતે સાધુ માટે નીરસ આહાર કરવાનું વિધાન છે અને જો તેને સરસ આહાર મળી જાય તો તે તેને પણ લઇ શકે છે. પરંતુ, રસ-પરિત્યાગ તપને આચરનારો સાધુ રસના ઇન્દ્રિયને મધુર લાગનારા દૂધ, દહીં, ઘી વગેરે તથા તેનાથી બનેલ સરસ ભોજનાદિને પ્રાપ્ત કરે તો પા તેને ખાઈ શકતો નથી. આ રીતે, આ તપ કરવાથી સાધુની ઇન્દ્રિયાગ્નિ ઉદ્દીપ્ત થતી નથી અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવામાં સહાય મળે છે. માટે સાધુ આહાર એ સંયમનું પાલન કરવા માટે છે. શરીરની પુષ્ટિ કે રસાસ્વાદનો અનુભવ કરવા માટે નથી. તેથી આ તપનું આચરણ પણ જરૂરી બને છે. ૫ કાયકલેશ તપ : સુખાવહ વીરાસન વગેરે (પદ્માસન, ઉત્કટાસન વગેરે)માં શરીરને સ્થિત રાખવું એ કાયકલેશ તપ છે. કાયકલેશ તપના આ લક્ષણમાં ‘જીવને સુખ આપનાર' (સુખાવહ) એવું વિશેષણ લગાડવાથી એ બધાં કુત્સિત તપોનું કે જે १. गिरि नहेहिं खणह अयं वंतेहिं खायह । जायतेयं पाएहिं हणह जे भिक्खुं अवमन्त्रह || તથા જુઓ - ઉ. ૧૨. ૨૭. २ खीरदहिसप्पिमाई पाणीयं पाणभोयणं । परिवज्जणं रसाणं तु भणियं रसविवज्जणं ॥ 3 ठाणा वीरासणाईया जीवस्स उ सुहावहा । उग्गा जहा धरिज्जंति कायकिलेसं तमाहियं ॥ ૩૩૯ ૧૩. ૧૨. ૨૬. –૩. ૩૦. ૨૬. ૧૩. ૩૦. ૨૭. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ઐહિક વિષયાભિલાષા અથવા ક્રોધાદિને કારણે કરવામાં આવે છે તેનું ખંડન થઇ જાય છે. જે કેશલોચ સાધુને કરવો પડે છે તે પણ એક પ્રકારનું કાયકલેશ તપ છે. કેશલોચ સાધુ માટે આવશ્યક ગણાય છે કારણ કે કેશ રાખવાથી તેમાં “જુ' જેવાં જીવોની ઉત્પત્તિ સંભવે છે. તેથી એક નિશ્ચિત સમયની અંદર કેશને ખેંચી નાખવા પડે છે. દિગંબર-પરંપરામાં સાધુના અઠ્યાવીશ મૂળ ગુણો (પ્રધાન ગુણો)માં કેશલોચને પણ એક મૂળગુણ માનવામાં આવે છે. કેશ ખેંચી કાઢવા એ કાર્ય ખૂબ જ કઠીન પણ છે. આમ વીરાસન આદિમાં સ્થિર રહેવાથી શરીરને ખૂબ કષ્ટ પડે છે તેથી તેને કાયકલેશતપ કહેવામાં આવે છે. આનાથી શરીરમાં નિશળતા અને અપ્રમત્તતા આવે છે. ૬ પ્રતિસંલીનતા (સંલીનતા અથવા વિવિક્તશયનાશન તપ) સ્ત્રી-પશુ આદિની સંકીર્ણતાથી રહિત એકાન્તસ્થાન (ગુફા, શૂન્યવર વગેરે)માં નિવાસ (શયન અને આસન)કરવું એ વિવિક્તશયનાસન તપ છે અર્થાતુ અરણ્યાદિ એકાત્તસ્થાન (વિવિક્તસ્થાન)માં નિવાસ કરવાનો હોય છે. સાધુએ સામાન્ય રીતે એકાન્ત સ્થાનમાં રહેવું એવું વિધાન છે. અહીં તેને તપના રૂપમાં વર્ણિત કરવામાં આવેલ છે. આ વિવિક્તશયનાસનને જ સંલીનતા કે પ્રતિસલીનતા તપ-ના નામે ઉલ્લેખવામાં આવેલ છે. જો કે ગ્રન્થમાં બાહ્ય તપના ભેદોને ગણાવતી વખતે આ તપનું “સંલીનતા” એવું નામ આપવામાં આવ્યું છે પરંતુ १ स्थानानि वीरासनादीनी, लोचाधुपलक्षणं चैतत् । -એજન ને. વૃ. પૃ. ૩૪૧. २ वदसमिदिदियरोघो लोचावस्सयमचेलमण्हाणं । खिदिसदणमयंतयणं ठिदिमोयणमेगभत्तं च । एदे खलु मूलगुणा समणाणं जिणवरेहिं पण्णत्ता । –અવવનસાર, ૩. ૮-૬. 3 केसलोओ अं दारूणो । –૩, ૧૬. ૩૪. ४ एगंतमणावाए इत्थीपसुविवज्जिए ।। सयणासणसेवणया विवित्तसयणासणं ।। –૩. ૩૦. ૨૮. Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૪૧ તેનું લક્ષણ આપતી વખતે તેને “વિવિક્તશયનાસન' શબ્દથી વ્યક્ત કરેલ છે. વાસ્તવિક રીતે, વિવિક્તશયનાસન સંલીનતાનો એક વિશેષ ભેદ છે. તેનું ફળ દર્શાવતાં, ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે વિવિક્તશયનાસનથી જીવ ચારિત્રની ગુપ્તિને રોકે છે અને પછી એષણીય આહારવાન, દઢચારિત્ર્યવાન, એકાન્તપ્રિય અને મોક્ષાભિમુખ થઈ આઠેય પ્રકારનાં કર્મબંધનોને તોડી નાંખે છે. ઉપર જણાવેલ બાહ્ય તપના ભેદોમાં પ્રથમ ચાર તપ આહાર સંબંધી છે તથા છેવટનાં બે તપ ક્રમશ: કઠોર શારીરિક આસનવિશેષ અને એકાન્તવાસ સાથે સંબંધિત છે. જો સાધુની દષ્ટિએ આ બાહ્ય તપના ક્રમિક-વિકાસ ઉપર વિચાર કરવામાં આવે તો તેનો આ પ્રકારનો ક્રમ ઉચિત લાગશે. ૧. ભિક્ષાચર્યા ૨. ઊણોદરી ૩. રસપરિત્યાગ ૪. અનશન ૫. સંલીનતા અને ૬ કાયકલેશ. પ્રત્યેક સાધુ સામાન્ય રીતે ભિક્ષાચર્યાનું પાલન કરે છે. તેથી ક્રમિક વિકાસની દૃષ્ટિએ તેનું સ્થાન પ્રથમ હોવું જોઇએ. તેના પછી ઓછું ખાવા રૂપ ઊણોદરી, પછી સરસ પદાર્થોના ત્યાગરૂપ રસ-પરિત્યાગ અને પછી સર્વ પ્રકારના આહારપાનના ત્યાગ રૂપ અનશન તપ કરવાનો અભ્યાસ સંભવે છે. કાયકલેશ તપમાં એકાન્તસેવન સમાવેશ પામે છે તથા સાધુ માટે દરરોજ એકાન્તસેવન આવશ્યક પણ છે જ્યારે કાયકલેશતપ એટલું આવશ્યક નથી. તેથી પ્રતિસંલીનતા બાદ કાયકલેશ તપનો અભ્યાસ સંભવે છે. અપેક્ષા-ભેદ થતાં આ ક્રમમાં ફેરફાર પણ કરી શકાય. “તત્ત્વાર્થ સૂત્રમાં પણ જો કે ઉપર જણાવેલ ક્રમ નથી છતાં પણ ત્યાં કાયમલેશની પહેલાં સંલીનતા (વિવિક્તશયનાસન)ને ગણાવવામાં આવેલ છે. ૧ એજન ટીકાઓ ૨ ૩. ર૬. ૩૧. 3 अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविवित्तशय्यासनकायवलेशा बाह्यं तपः । –ત. મૂ. ૬. ૧૬. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આવ્યંતર તપ : અંતઃશુદ્ધિ સાથે વિશેષ સંબંધ રાખવાને કારણે પ્રાયશ્ચિત વગેરે તપ આવ્યેતર ગણાય છે. તેનું તાત્પર્ય એ નથી કે તેનો બાહ્ય શારીરિક ક્રિયા સાથે કોઈ સંબંધ નથી પણ બાહ્ય અને આત્યંતર રૂપ તપોનું વિભાજન પ્રધાનતા અને અપ્રધાનતાની દૃષ્ટિએ કરવામાં આવેલ છે. આત્યંતર છ તપોનાં સ્વરૂપાદિ આ મુજબ છે: ૧ પ્રાયશ્ચિત્ત તપ : આચારમાં દોષ લાગતાં તે દોષની શુદ્ધિ માટે કરવામાં આવેલ દંડ રૂ૫ પશ્ચાતાપ એ પ્રાયશ્ચિત તપ છે. આ તપના ગ્રન્થમાં દશ પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં તેના નામો ગણાવાયાં નથી. ટીકાઓમાં તેનાં નામાદિ આ પ્રકારે ગણાવેલ છે: - ક આલોચના : ગુરની સમક્ષ દોષને સ્પષ્ટ રીતે કહી દેવા માત્રથી જે દોષની શુદ્ધિ થઇ જાય છે તેને “આલોચના' દોષ કહેવામાં આવે છે તથા તે દોષને છુપાવ્યા વિના ગુરુની સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કથન કરવું એ આલોચના પ્રાયશ્ચિત છે. આલોચનાથી જીવ અનન્ત-સંસારને વધારનાર તથા મુક્તિમાં વિનરૂપ માયા, નિદાન (પુણ્યકર્મની ફલાભિલાષા) અને મિથ્યાદર્શનરૂપ શલ્યોને દૂર કરી સરળતાને પ્રાપ્ત કરે છે, પછી સ્ત્રી વેદ અને નપુંસક વેદ (મોહનીય નોકષાયકર્મ)નો બન્ધ ન કરી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરે છે. ગર્તા (આત્મગહ) પણ આલોચના રૂપ જ છે. તેનાથી જીવ આત્મનમ્રતા (અપુરસ્કારો પ્રાપ્ત કરે છે. પછી અપ્રશાસ્ત-યોગ (મન, વચન અને કાયની અશુભ-પ્રવૃત્તિ)થી વિરક્ત થઈ પ્રશસ્ત-યોગને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી પ્રશસ્ત-યોગવાળો સાધુ અનન્ત १. आलोयणारिहाईयं पायच्छित्तं तु दसविहं । जं भिक्खू वहई सम्मं पायच्छित्तं समाहियं ।। –૩. ૩૦. ૩૧. ૨ ઉ. ૨૯. ૫. Page #367 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૪૩ ઘાતી કર્મ-પર્યાયોને નષ્ટ કરે છે. ખ પ્રતિક્રમણ : પ્રમાદથી જે દોષ થયો હોય તે મિથ્યાભાવ” (મિચ્છામિ ૩૬) એ પ્રકારની માનસિક પ્રતિક્રિયા પ્રગટ કરવી એ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત તપ છે. સાધુ આ પ્રાયશ્ચિત્તને દરરોજ કરે છે તેથી તેને છ આવશ્યકોમાં ગણાવવામાં આવેલ છે. ગ તદુભય : આલોચના અને પ્રતિક્રમણ આ બંને પ્રકારના પ્રાયશ્ચિત્તો કરવાથી જે દોષની શુદ્ધિ થાય તેને “તદુભયાહ’ દોષ કહેવામાં આવે છે તથા આ દોષની શુદ્ધિ કરવી એ તદુભય પ્રાયશ્ચિત્ત કહેવાય છે. ઘ વિવેક ઃ જો અજ્ઞાનથી સદોષ આહારાદિ લેવામાં આવ્યા હોય તો પછી જ્ઞાન થતાં તેનો ત્યાગ કરવો એ વિવેકપ્રાયશ્ચિત્ત છે. કે વ્યુત્સર્ગ ઃ શરીરના બધા પ્રકારના હલનચલનરૂપ વ્યાપારોને ત્યાગીને એકાગ્રતાપૂર્વક સ્થિર થવું અર્થાતુ “કાયોત્સર્ગ' કરવો એ વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત છે. આ કાયોત્સર્ગ રૂ૫ વ્યુત્સર્ગ છ આવશ્યકોમાં પણ ગાવાયેલ છે તથા આત્યંતર તપના છ ભેદોમાં એક સ્વતંત્ર તપ પણ છે. ચ તપ ઃ જે દોષની શુદ્ધિ અનશન વગેરે તપ કરવાથી થાય તેને “તપાઈ' દોષ કહેવામાં આવે છે; તથા તેની શુદ્ધિ માટે અનશન વગેરેનું તપ કરવું એ તપપ્રાયશ્ચિત છે. છ ભેદ : સાધુની દીક્ષાના સમયને ઘટાડી (છેદ) દેવો એ છેદ પ્રાયશ્ચિત છે. છેદ પ્રાયશ્ચિત પહેલાં તેને નમસ્કાર આદિ કરનારા અને જેની દીક્ષાની અવધિ તેના કરતાં વધારે હોય છે તેવા સાધુઓને પણ, જેની દીક્ષાનો સમય ઘટાડી દેવામાં આવ્યો હોય તેણે નમસ્કાર વગેરે કરવા પડે છે. ૧ ઉ. ર૯. ૭. ૨ માની લ્યો કે કોઈ સાધુને દીક્ષા લીધે ચાર વર્ષ પૂરાં થઈ ગયા છે. કોઈ અપરાધને કારણે એક દિવસ ગર તેની દીક્ષાના સમયને એક વર્ષ ઘટાડી (દ) નાખે છે. આના પરિણામે હવે તેણે જેની દીક્ષાનો સમય ત્રણ વર્ષ કરતાં વધારે હોય છે તે બધાની (સાધુઓની) વૈયાવૃત્ય વગેરે કરવી પડે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન જ મૂળ દે દોષના પ્રાયશ્ચિત્તમાં સંપૂર્ણ (મૂળસહિત) દીક્ષાના સમયને છેદી નાંખવામાં આવે છે તેને મૂલ પ્રાયશ્ચિત્ત કહે છે. આના ફળ સ્વરૂપે તેને ફરીવાર દીક્ષા લેવી પડે છે. “તત્ત્વાર્થ સૂત્ર'માં આને ઉપસ્થાપના પ્રાયશ્ચિત પણ કહે છે. ઝ અનવસ્થાપના : દોષના પ્રાયશ્ચિતરૂપ, ગુરુએ દર્શાવેલ અનશન વગેરે તપ ન કરે ત્યાં સુધી તેની દીક્ષાના સમયને સંપૂર્ણ છેદી નાંખવામાં આવ્યો હોય એવો સાધુ ફરીથી દીક્ષા લેવા યોગ્ય બનતો નથી. અનવસ્થાપના પ્રાયશ્ચિત્તથી તે ફરીવાર દીક્ષા માટે યોગ્ય બને છે. ગ પારાંચિક : સહુથી મોટા અપરાધ માટે કરવામાં આવતા સર્વાધિક કઠોર પ્રાયશ્ચિત્ત વિશેષને પારાચિક પ્રાયશ્ચિત્ત કહે છે. ઉપર જણાવેલ દશ પ્રકારનાં પ્રાયશ્ચિતોમાં જો પ્રતિક્રમણ બાદ આલોચના પ્રાયશ્ચિત્તને રાખવામાં આવે તો આ પ્રાયશ્ચિત્ત ક્રમશ: ઉત્તરોત્તર ગુરુતર અપરાધ (દોષ)ની શુદ્ધિમાં નિમિત્ત બનશે. પ્રતિક્રમણ સામાન્ય દોષ માટે કરવામાં આવે છે તથા આલોચના તેથી ભારે અપરાધ માટે કરવામાં આવે છે. તેથી પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તમાં ગુરુની સમીપે દોષોને કહ્યા સિવાય જ સ્વત: પશ્ચાત્તાપ રૂપ માનસિકપ્રતિક્રિયા પ્રગટ કરવામાં આવે છે જ્યારે આલોચનામાં ગુરુની સમક્ષ દોષો કહેવા પડે છે. “જતકલ્પ સૂત્ર'માં તેનું વિસ્તૃત વર્ણન મળે છે. “તત્ત્વાર્થસૂત્રમાં આ તપના નવ ભેદ ગણાવવામાં આવ્યા છે, તેમાં અનવસ્થાપન અને પારાંચિક એ બે ભેદ નથી. એ સિવાય, તેમાં “પરિહાર' (કેટલોક સમય સંઘમાંથી હકાલપટ્ટી) નામના એક અન્ય પ્રાયશ્ચિત્તને ગણાવવામાં આવેલ છે. ૨ વિનય તપ : ગુરુ પ્રત્યે નમ્રતાનો વ્યવહાર કરવો એ વિનય તપ છે. આ વિનમ્રતા પાંચ રીતે પ્રદર્શિત કરી શકાય છે. ૧ અભ્યથાન (ગુરુના આગમન સમયે ઊભા १ आलोचनाप्रतिक्रमणतदुभयविवेकव्युत्सर्गतपश्चेदपरिहारोपस्थापना : । ત. પૂ. ૬. રર. ૨ એજન Page #369 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૪૫ થવું), ૨. અંજલિકરણ (હાથ જોડી નમસ્કાર કરવા, ૩. આસનદાન (ઊંચું આસન આપવું), ૪. ગુરુભક્તિ (ગુરુ પ્રત્યે અનુરાગ) અને ૫. ભાવ શુશ્રુષા (ગરની અંત:કરણથી સેવા કરવી). આ જ વિનયતપના પાંચ પ્રકારો છે. ધર્મબુદ્ધિ અને જ્ઞાનપ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યે કરવામાં આવેલી વિનયપ્રવૃત્તિ જ અહીં વિનય-તપ છે. ધનપ્રાપ્તિ વગેરે માટે કરવામાં આવેલ વિનય અહીં અભિપ્રેત નથી. સાધુ માટે આ તપ આવશ્યક છે. તેથી જ આવશ્યકોમાં “વંદન” નામના એક આવશ્યકને ગણવામાં આવ્યું છે. આ અંગેનો વિશેષ વિચાર અગાઉ વિનીત શિષ્યની ચર્ચા સમયે કરવામાં આવેલ છે. ૩ વૈયાવૃત્ય તપ : આહાર-પાન વગેરે દ્વારા (ગ્લાની સિવાય) ગુરુજનોની યથાશક્તિ સેવાશશ્રષા કરવી એ વૈયાવૃત્ય તપ કહેવાય છે. ગુરજનોની સેવા કરવી એ સાધુનું દરરોજનું સામાન્ય કાર્ય છે. આ અંગે “સાધુની દિનચર્યામાં કહેવાઈ ગયેલ છે. જો કે વિનય તપના ભાવ-શુશ્રુષા નામના પાંચમા ભેદમાં આ તપનો સમાવેશ થઈ જાય છે પરંતુ, અહીં તેનું સ્વતંત્ર પરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. તેનું કારણ તેના ઉપર વિશેષ ભાર મૂકવા માટેનું છે. દીક્ષાગુરુ વગેરે સેવાયોગ્ય પાત્રો (વ્યક્તિઓ)ની અપેક્ષાએ આ તપના દશ ભેદો ગણાવવામાં આવ્યા १ अब्भुट्ठाणं अंजलिकरणं तहेवासणदायणं । गुरुभत्तिभावसुस्सूसा विणओ एस वियाहिओ ।। –૩. ૩૦. ૩ર. ૨ સેવા યોગ્ય દશ પાત્રો આ મુજબ છે : (૧) દીક્ષાગુરુ (આચાર્ય), (ર) જ્ઞાન દેિનાર અધ્યાપક (ઉપાધ્યાય), (૩) જ્ઞાનવયોવૃદ્ધ સાધુ (સ્થવિર), (૪) ઉગ્ર તપ કરનાર (તપસ્વી), (૫) રોગાદિથી પીડિત સાધુ (ગ્લાન), (૬) નવદીક્ષિત સાધુ (શૈક્ષ), (૭) સહધર્મી (સાધર્મિક), (૮) એક જ દીક્ષાગુરુનો શિષ્ય સમુદાય (કુળ), (૯) અનેક દીક્ષાગુરુઓના શિષ્યઓનો સમુદાય (ગણ) અને (૧૦) સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકાનો સમુદાય (સંઘ). Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છે. આ તપનું ફળ દર્શાવતાં ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તેનાથી આશાતના રહિત (ઉશૃંખલતાથી રહિત) વિનયની પ્રાપ્તિ થાય છે, તે પછી તે ચારેય ગતિઓના કર્મબંધને રોકીને તીર્થંકર (જેના પ્રભાવથી જીવ ધર્મ પ્રવર્તન કરી સિદ્ધ બને છે) નામના ગોત્ર કર્મનો બંધ કરે છે. આ ઉપરાંત બધા પ્રકારનાં વિનયમૂલક પ્રશસ્ત-કાર્યો કરતો કરતો અન્ય જીવોને પણ વિનય ધર્મમાં પ્રવૃત્ત કરાવે છે. આમ આ તપથી વિનયતપ સમૃદ્ધ થાય છે. - ૪ સ્વાધ્યાય તપ કે જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું એ સ્વાધ્યાય તપ છે. દિવસ અને રાત્રિના કુલ આઠ પ્રહરોમાંથી સાધુએ ચાર પ્રહારોમાં (એટલે કે બાર કલાક) સ્વાધ્યાય કરવો એવું વિધાન છે. આ સ્વાધ્યાય તપના પાંચ પ્રકારો છે અને તેનાથી યુક્ત અધ્યયન સ્વાધ્યાય કહેવાય છે. તે પાંચ પ્રકારો નીચે મુજબ છે : ક વાચના : શાસ્ત્રો (સગ્રંથો)નું પઠન, પાઠન એ “વાચનાતપ” છે. વાચનાથી કર્મોની નિર્જરા થાય છે તથા શાસ્ત્રો સુરક્ષિત રહે છે. વળી, સાધક વાચનાનો અભ્યાસ કરી મહાપર્યવસાન (મોક્ષ) પ્રાપ્ત કરે છે. १ आयरियमाईए वेयावच्चम्मि दसविहे । आसेवणं जहाथामं वेयावच्चं तमाहियं ।। –૩. ૩૦. ૩૩. તથા જુઓ - ઉ. ૧ર. ર૪, ર૬. ૯-૧૦, ૩૩. २ वेयावच्चेणं तित्थयरनामगोत्तं कम्मं निबंधइ । –૩. ર૯, ૪૩. તથા જુઓ - ઉ. ૨૯. ૪. 3 वायणा पुच्छणा चेव तहेव परियट्टणा । अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे ॥ –૩. ૩૦. ૩૪. તથા જુઓ ઉ. ૨૪. ૮. ૪ ઉ. ર૯. ૧૯. Page #371 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ખ પૃચ્છના અથવા પ્રતિપૃચ્છના : વિશેષ જ્ઞાન પ્રાપ્તિ માટે તથા સૂત્રાર્થમાં સંદેહ ઉત્પન્ન થતાં ગુરુને પ્રશ્ન પૂછવો એ ‘પૃચ્છના' છે. તેથી જીવ સૂત્ર અને અર્થ (શબ્દાર્થ)નું સ્પષ્ટ અને સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરે છે તથા સંદેહ અને મોહને ઉત્પન્ન કરનાર કર્મ (કાંક્ષા મોહનીય)ને નષ્ટ કરી દે છે?. :: ગ પરિવર્તના : જ્ઞાનને સ્થિર બનાવવા માટે વાંચેલ વિષયને પુનઃ પુનઃ પુનરાવૃત્ત કરવો એ ‘પરિવર્તના' કહેવાય છે. તેથી જીવને એક અક્ષરની સ્મૃતિથી તદનુકૂળ અન્ય સેંકડો અક્ષરોની સ્મૃતિ (વ્યંજનલબ્ધિ) થઇ જાય છે તથા તે સ્મૃતિપટલ ઉપર સ્થિર થઈ જાય છે. ૫ અનુપ્રેક્ષા : સૂત્રાર્થનું ચિંતન અને મનન કરવું એ અનુપ્રેક્ષા છે. તેનાથી જીવ આયુકર્મ ઉપરાંતનાં શેષ સાત કર્મોના ગાઢ બંધનોને શિથિલ કરી દે છે, દીર્ઘકાળની સ્થિતિવાળાં કર્મોને હ્રસ્વ કાળની સ્થિતિવાળાં કરે છે, તીવ્ર ફલદાયી શક્તિને અલ્પ ફળ-દાયી શક્તિવાળાં કરે છે, બહુ પ્રદેશીને અલ્પપ્રદેશી કરે છે. આયુકર્મનો પુન: બંધ થાય કે ન થાય પરંતુ દુ:ખ દેનારાં (અસાતા વેદનીય) કર્મોને તે વારે વારે બંધ કરતો નથી તથા અનાદિ-અનંત, દીર્ઘમાર્ગી તથા ચતુર્ગતિરૂપ સંસાર-કાંતારને (વનને) ઝડપથી પાર કરે છે. ૐ ધર્મકથા : પ્રાપ્ત કરેલા જ્ઞાનને ધર્મોપદેશ દ્વારા વ્યક્ત કરવું (ધર્મોપદેશ આપવો) એ ધર્મકથા છે. તેનાથી જીવ કર્મોની નિર્જરા કરીને ધર્મસિદ્ધાંતની ઉન્નતિ (પ્રવચન-પ્રભાવના) કરે છેૐ. તદન્તર ભવિષ્યમાં સુખકર શુભકર્મોનો જ બંધ કરે છે. આમ આ પાંચેય અંગો સાથે સ્વાધ્યાય તપ કરવાથી જીવ જ્ઞાનને આવૃત્ત કરનાર જ્ઞાનાવરણીય કર્મને નષ્ટ કરી નાંખે છે. પછી, સર્વ પ્રકારના પદાર્થોનો ૧ ૩. ૨૯. ૨૦. ૨ ૩. ૨૯. ૨૧. ૩ ૯. ૨૯. ૨૨. ૪ ૬, ૨૯. ૨૩. ૩૪૭ Page #372 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન જ્ઞાતા બની મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી ગ્રંથમાં તેને સર્વ પ્રકારના પદાર્થો (ભાવો)ને પ્રકાશિત કરનાર તથા બધાં પ્રકારનાં દુઃખોમાંથી છુટકારો અપાવનાર ગણવામાં આવેલ છે. ૩૪૮ ૫ ધ્યાન તપ : ચિત્તને એકાગ્ર કરવું એ ‘ધ્યાન’ છેૐ. આલંબન વિષયની દૃષ્ટિએ તેના ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં શરૂઆતનાં બે ધ્યાનોમાં અશુભાલંબન હોય છે અને છેવટનાં બેમાં શુભાલંબન હોય છે. તેથી શરૂઆતનાં બે ધ્યાન અપ્રશસ્ત અને અનુપાદેય છે તથા છેવટનાં બે ધ્યાન પ્રશસ્ત અને ઉપાદેય છે. શુભાલંબનવાળાં પ્રશસ્ત ધ્યાન જ અહીં ધ્યાનતપના રૂપે સમજવાનાં છે. ધ્યાનના એ ચાર પ્રકારો નીચે મુજબ છેઃ કે આર્તધ્યાન : ઇષ્ટ-વિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે સાંસારિક દુઃખો (આર્ટ)થી ઉત્પન્ન વિકળતારૂપ સતત ચિન્તનને આર્તધ્યાન કહેવામાં આવે છે. ખ રૌદ્ર ધ્યાન ઃ હિંસાદિમાં પ્રવૃત્તિ કરાવનાર, ક્રૂર (રોદ્ર) વિચારોનું સતત ચિંતન ક૨વું એ રૌદ્રધ્યાન કહેવાય છે. ગ ધર્મધ્યાન ઃ કોઈ એક ધાર્મિક વિષય ઉપર ચિત્તને એકાગ્ર કરવું એ ધર્મધ્યાન કહેવાય છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં વિષયની દૃષ્ટિએ તેના ચાર ભેદ ગણાવવામાં १. सज्झाएणं नाणावरणिज्जं कम्म खवेइ || सज्झाए वा निउत्तेण सव्वदुक्खविमोलक्खणे । તથા જુઓ - ૩. ૨૬. ૨૧, ૨૯. ૨૪. २ जीवस्स एगस्स - जोगाभिणिवेसो झाणं । 3 अट्ठरुद्दाणि वज्जित्ता झाएज्जा सुसमाहिए । धम्मसुक्का झाणाई झाणं तं जु बुहा वए || તથા જુઓ - ઉ. ૩૧. ૬, ૨૯. ૧૨, ૩૪. ૩૧. ૧૩. ૨૯. ૧૮. —ડવૃત, ભ્રમળસૂત્ર, પૃ. ૧૩૬. ૧૩. ૨૬. ૧૦. ૧૩. ૩૦, ૩૫. Page #373 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૪૯ આવ્યા છે. એકાગ્રચિત્તે સ્વાધ્યાય કરવો એ પણ ધર્મધ્યાન છે. તેથી ગ્રંથમાં સ્વાધ્યાયથી સંયુક્ત ગર્દભાલિ મુનિને ધર્મધ્યાન કરનાર ગણવામાં આવેલ છે. ઘ શુકલધ્યાન : શુદ્ધ આત્મ-તત્ત્વમાં ચિત્તને સ્થિર કરવું એ શુકલધ્યાન છે. શોક (શુચ)ને દુર (કલામના) કરનાર ધ્યાન શુકલધ્યાન છે. “તત્ત્વાર્થસૂત્ર'માં તેના ઉત્તરોત્તરના વિકાસક્રમને આધારે ચાર ભેદ પાડવામાં આવ્યા છે. તે ચાર ભેદ આ પ્રમાણે છે : ૧ પૃથકતવિતર્ક સવિચાર : શ્રુતજ્ઞાન (વિતર્ક)નું આલંબન લઈ ભેદપ્રધાન (પૃથકત્વ) ચિંતન કરવું એ “પૃથકત્વ વિતર્ક' કહેવાય છે. તેમાં ભેદપ્રધાન ચિંતનની અવિચ્છિન્ન ધારા રહેતી હોવા છતાં પણ વિચારોનું સંક્રમણ પરિવર્તન) થતું રહે છે. તેથી તેને પૃથકત્વ વિતર્ક સવિચાર ધ્યાન કહેવામાં આવે છે. ૨ એકત્રવિતર્ક નિર્વિચાર : શ્રુતજ્ઞાન (વિતર્ક)નું આલંબન લઈ અભેદ (એકત્વ અથવા અપૃથકત્વ) પ્રધાન ચિંતન એ “એકત્વ વિતર્ક' કહેવાય છે. તેમાં વિચારોનું સંક્રમણ થતું નથી. તેથી તેને એકત્વ વિતર્ક નિર્વિચાર ધ્યાન કહેવામાં આવે છે. ૩ સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ ઃ શ્વાસોચ્છવાસ જેવી અત્યંત સૂક્ષ્મ ક્રિયા ચાલુ રહેવાથી તથા અપતનશીલ (અપ્રતિપાતી) હોવાથી તેને સૂક્ષ્મ ક્રિયાપ્રતિપાતિ ધ્યાન કહેવામાં આવે છે. તેમાં મનોયોગ, વચનયોગ અને કાયયોગનો ક્રમશ: નિરોધ થાય છે. આ ધ્યાનની પ્રાપ્તિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી આયુનું અન્તર્મુહૂર્ત પ્રમાણ બાકી રહે ત્યારે થાય છે. આ ધ્યાનમાં શ્વાસોચ્છવાસને છોડીને પૂર્ણ નિષ્ઠાવસ્થા રહે છે. ૪ સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ: શ્વાસોચ્છવાસ ક્રિયા પણ શાંત થતાં, જે પૂર્ણ १ आज्ञाडपाविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य । –1. સૂ. ૯. ર૭. २ सज्झायज्झाणसंजुत्तो धम्मज्झाणं झियायइ । –૩. ૧૮. ૪. 3 शुचं शोकं क्लामयतीति शुक्लं । –૩ (૩૦. ૩૫.) ભાવનયટી ४ पृथक्त्वैकत्व-वितर्क सूक्ष्मक्रियाप्रतिपाति-व्युपरतक्रियानिवर्तीनि । –તું. પૂ. ૯. ૩૯. ૫ ઉ. ર૯, ૭૨. Page #374 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન નિશ્ચલ અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને સમુચ્છિન્નક્રિયાઽનિવૃત્તિ ધ્યાન કહેવામાં આવે છે. અસ્વસ્થાની પ્રાપ્તિ પછી પુનઃ સંસારમાં આવાગમન થતું નથી. આ અવસ્થાની સ્થિતિ ઞ, રૂ, ૩, ક્રૂ અને ? એ પાંચ હ્રસ્વાક્ષરોના ઉચ્ચારણ પ્રમાણની માનવામાં આવેલ છે. તેના પછી અશિષ્ટ બધાં અઘાતી કર્મોને નષ્ટ કરી જીવ મુક્ત થઈ જાય છે`. આ ધ્યાનની સર્વોચ્ચ અને અંતિમ અવસ્થા ૩૫૦ છે. આ ચાર પ્રકારનાં શુકલધ્યાનોમાં પ્રથમ બે ધ્યાન આલંબન સહિત હોવાથી શ્રુતજ્ઞાનધારી (પૂર્વધર)ને થાય છે તથા બાકીનાં બે ધ્યાન આલંબનરહિત હોવાથી કેવળજ્ઞાની જીવન્મુક્તને થાય છે. આમ આ પ્રમુખ ચાર પ્રકારનાં ધ્યાનોમાં આર્ત અને રૌદ્ર ધ્યાન મુક્તિમાં સાધક ન હોવાથી ત્હડાજ્ય છે તથા ધર્મ અને શુકલધ્યાન ઉપાદેય છે. ધર્મધ્યાનનું પ્રયોજન શુકલધ્યાનની અવસ્થાને પ્રાપ્ત કરાવવા માટેનું છે. ગ્રંથમાં સાધુની દિવસની અને રાત્રિની ચર્યાના આઠ પ્રહરોમાંથી બે પ્રહ૨ ધર્મ અને શુકલ આ બે ધ્યાનોને દૃષ્ટિમાં રાખીને નિશ્ચિત કરવામાં આવેલ છે. એકાગ્રમન: સન્નિવેશ (મનને એકાગ્ર કરવું), મન:સમાધારણ, મનોગુપ્તિ વગેરે બધાં આ ધ્યાનની પ્રાપ્તિમાં કારણ છે. ૬ કાયોત્સર્ગ અથવા વ્યુત્સર્ગ તપ : શયન કરતી વખતે, બેસતી વખતે તથા ઊભા રહેતી વખતે શરીરને આમતેમ ન હલાવવું અને સ્થિર રાખવું એ કાયોત્સર્ગ તપ છેૐ. સાધુ સામાન્ય રીતે વ્યુત્કૃષ્ટકાય (શરીરના મમત્વથી રહિત) થઇને જ વિહાર કરે છેř. છ આવશ્યકોમાં કાયોત્સર્ગ એક આવશ્યક (નિત્યકર્મ) પણ છે. પ્રાયશ્ચિત તપના ભેદોમાં પણ તેને ગણાવવામાં આવેલ છે. અહીં તેનું પૃથક્ કથન ખાસ ભાર મૂકવા માટે ૧ ૬. ૨૯. ૭૧, ૪૧ ૨ જુઓ - પ્રકરણ ૪, મનોગુપ્તિ. 3 सयणासणठाणे वा जे उ भिक्खू न वावरे । कायस्स विउस्सग्गो छठ्ठो सो परिकित्तिओ || ૪ ૩. ૩૫. ૧૫. -૩. ૩૦, ૩૬. Page #375 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર કરવામાં આવ્યું છે. આ રીતે, આ બધાં આભ્યન્તર તપના ભેદોમાં એવું કોઇ તપ નથી જેને સાધુ કોઈ ને કોઈ રીતે દરરોજ ન કરતો હોય. આ આભ્યન્તર તપોની ક્રમ રૂપતાનો જો વિચાર કરવામાં આવે તો વિનય તપની પહેલાં વૈયાવૃત્ય તપ તથા ધ્યાનની પહેલાં વ્યુત્સર્ગ તપ આવવાં જોઇએ. વૈયાવૃત્ય તપથી વિનયની પ્રાપ્તિ થાય છે તથા વિનય તપમાં વૈયાવૃત્યતપનો સમાવેશ થઇ જ જાય છે. એ રીતે ધ્યાન તપમાં કાયોત્સર્ગ થઇ જ જાય છે. કારણ કે કાયોત્સર્ગ વિના ધ્યાન સંભવતું જ નથી. આ સિવાય કાયોત્સર્ગ નિષેધાત્મક છે જ્યારે ધ્યાન વિધાનાત્મક છે. વિનય, વૈયાવૃત્ય, અને સ્વાધ્યાય વિશેષ કરીને જ્ઞાનની પ્રાપ્તિ સાથે સંબંધ રાખે છે. પ્રાયશ્ચિત આચારગત દોષોની શુદ્ધિ સાથે તથા કાયોત્સર્ગ અને ધ્યાન તપ, મન, વચન અને કાયની પ્રવૃત્તિની સ્થિરતા સાથે સંબંધ રાખે છે. આમ આ બાહ્ય અને આભ્યન્તર બંને પ્રકારનાં તપોનું વર્ણન કરવામાં આવ્યું. યોગ દર્શન તથા બૌદ્ધદર્શનમાં પણ આ તપો (વિશેષ કરીને ધ્યાન)નું સમાધિના રૂપમાં વર્ણન મળે છે`. પ્રકૃત ગ્રન્થમાં તપનું મુખ્ય પ્રયોજન (ફળ) પૂર્વસંચિત સેંકડો ભવોમાં ભોગવવાના કર્મોથી આત્માને પૃથક્ (નિર્જીર્ણ) કરવાનો છે. એ ઉપરાંત, તપ સાધુ જીવનની એક સંપત્તિ છેરું. તપથી ૠદ્ધિ આદિની પ્રાપ્તિ થાય છે અને વળી તપસ્વીની સેવા ક૨વામાં દેવતા પણ પોતાનું ૧ વિશેષ માટે જુઓ - વિશુદ્ધિ, પરિચ્છેદ્ર ૩, ૪, ૧૧. પાતંજલ યોગદર્શન તથા આ પ્રકરણનું અનુશીલન. २ विरत्तकामाणं तवोघणाणं । 3 इड्ढी वावि तवस्सिणो । તથા જુઓ - ૩. ૧૨. ૩૭. ૩૫૧ -૩. ૧૩. ૧૭. ૧૩. ૨. ૪૪. Page #376 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અહોભાગ્ય સમજે છે`. આ તપ આત્મશક્તિના વિકાસ અને વિશુદ્ધિની પરીક્ષા માટે કસોટીરૂપ પણ છે. તેનાથી સ્વર્ગ અથવા સંસારમાંથી પૂર્ણ નિવૃત્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છેરે. આ રીતે આ તપોનો કર્મો ને બળપૂર્વક ઉદયમાં લાવી નિર્જીર્ણ કરવામાં તથા સંસારમાંથી મુક્તિ અપાવવામાં પ્રમુખ હાથ હોવાથી તેમનું ચારિત્રથી જુદું નિરૂપણ કરવામાં આવ્યું છે. તપની સરળતા માટે જરૂરી છે કે શરીર સુકાઈ જાય તો પણ તપશ્ચરણમાંથી વિચલિત ન થવું તથા તપના ફળની ઇચ્છા પણ ન કરવી. ૩૫૨ પરીષહ-જય સાધુને પોતાની સાધનાના માર્ગમાં અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં પડે છે કારણ કે તેનું સંપૂર્ણ જીવન તપોમય છે તથા તપની સફળતા કષ્ટો સહન કર્યા વિના સંભવતી નથી. સાંસારિક વિષયોમાં આસક્તિ હોવી એ જ આ કષ્ટોનું કારણ છે તથા સાંસારિક વિષયભોગોમાં નિરાસક્તિ એ કષ્ટો ઉપરનો વિજય છે. આ કષ્ટ મનુષ્યકૃત, તિર્યંચકૃત, કે દેવકૃત હોઈ શકે છે. આ કષ્ટોથી ન ગભરાવું એ સાધુનું કર્તવ્ય છેTM. સાધુ મુખ્ય રૂપે જે ક્ષુધાદિ કષ્ટોને સહન કરે છે તેને માટે ગ્રન્થમાં પરીષહ શબ્દનો પ્રયોગ છે. તેના જ અર્થમાં ૧૩. ૧૨. ૩૬-૩૭. २ एवं तवं तु दुविहं जे सम्मं आयरे मुणी । सो खिप्पं सव्वसंसारा विप्पमुच्चइ पंडिओ || 3 कालीपव्वंगसंकासे किसे धमणिसंतए । मायने अणपाणस्स अदीणमणसो चरे ॥ ૩. ૨. ૩. ४ जे भिक्खू सोच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयंतो पुट्ठो नो विनिहन्त्रेज्जा | તથા જુઓ ૩. ૨૧. ૧૮, ૨૦. -૩. ૩૦, ૩૭. -૩. ૨. ૧-૩. (ઘ). Page #377 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ‘ઉપસર્ગ’ શબ્દનો પણ પ્રયોગ મળે છે. આ કષ્ટો (ઉપસર્ગ અથવા પરીષહ)ને જીતવાં એ ‘પરીષહજય' કહેવાય છે અને જે એના પર વિજય પ્રાપ્ત કરે છે તે સંસારમાં ભ્રમણ કરતો નથી. પરીષહજયના ભેદ અને સ્વરૂપ : આ પરીષહોની સંખ્યા અનન્ત હોઈ શકે છે પણ ગ્રન્થમાં તેના બાવીશ પ્રકારો પાડવામાં આવેલા જોવા મળે છે. તેનાથી પીડિત થઈ ધર્મમાંથી ભ્રષ્ટ ન થવું એ પરીષહજય કહેવાય. તે બાવીશ પરીષહજય આ મુજબ છે. ૧ ક્ષુધા પરીષહજય : ભૂખથી વ્યાકુળ થતાં તથા શરીર અત્યંત શ થઈ જાય તો પણ ક્ષુધાની શાંતિ માટે સ્વયં ફલાદિને ન તોડવાં, બીજા પાસેથી ન તોડાવવાં, રાંધવું નહિ. બીજા પાસે રંધાવવું નહિ પરંતુ ક્ષુધાજન્ય કષ્ટને સર્વ પ્રકારે સહી લેવું એ ક્ષુધાપરીષહજય કહેવાય છે. ૨ તૃષા પરીષહજય : તરસથી મુખ સુકાઈ જાય તો પણ તથા નિર્જન સ્થાન હોય તો પણ શીતળ (સચિત્ત) જળનું સેવન ન કરતાં અચિત્ત જળની પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો એ તૃષાપરીષહજય છે . ૩ શીત પરીષહજય : ગ્રામાનુગ્રામ વિચરણ કરતી વખતે જો શીતજન્ય १. दिव्वे य जे उवसग्गे तहा तेरिच्छमाणुसे । जे भिक्खू सहइ निच्चं से न अच्छइ मंडले ।। एगवीसाए सबले बाबीसाए परीसहे । जे भिक्खू जयई निच्चं से न अच्छइ मंडले | २ इमे खलु ते बावीसं परीसहा.... तं जहा - दिगिंछापरीसहे पिवासापरीसहे .... अत्रापरीसहे दंसणपरीसहे । ૩ જુઓ પૃ. ૩પર. પા. ટિ. ૩. ઉ. ૨, ૧૯. ૩૨. ४ सीओदगं न सेवेज्जा वियडस्सेसणं चरे । તથા જુઓ ઉ. ૨. ૫. ૩૫૩ ૧૩. ૩૧. ૫. —૩. ૩૧. ૧૫. —૩. ૨. ૩-૪. (ઘ). –૩. ૨. ૪. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કષ્ટ લાગવા માંડે તો શીત નિવારક સ્થાન અને વસ્ત્રાદિ ન હોય તો પણ અગ્નિ આદિના સેવનનું ચિંતન ન કરતાં તજ્જન્ય કષ્ટને સહન કરવું એ શીત પરીષહજય છે. ૪ ઉણપરીષહજય : તેને આતપ (ધૂપ) પરીષહજય પણ કહેવામાં આવે છે. ગર્મી અથવા અગ્નિથી અત્યંત તાપ લાગે તો પણ સ્નાન કરવું, મુખે પાણી છાંટવું, પંખો વીંઝવો વગેરે પરિતાપ-નિવારક ઉપાયો દ્વારા શાંતિની અભિલાષા ન કરવી એ ઉષ્ણ પરીષહજય છે. ૫ દંશમશક પરીષહજય દંશમશક આદિ (સર્પ, વીંછી, મચ્છર) જંતુઓ ડંખે તો પણા સંગ્રામમાં આગળ રહેનાર હાથીની જેમ અડગ રહેવું અને તે રુધિરમાંસ ખાનારાઓને દ્વેષ-બુદ્ધિથી હટાવવાં પણ નહિ અને પીડિત પણ ન કરવાં એ દંશમશક-પરીષય કહેવાય છે. ૬ અચેલ પરીષહજય : વસ્ત્રરહિત અથવા અલ્પ વસ્ત્રસહિત થઈ જતાં કોઈ પ્રકારની ચિંતા ન કરવી એ અચેલ પરીષહજ કહેવાય છે. અહીં વસ્ત્રસાહિત અને વસ્ત્રરહિત એ બંને અવસ્થાઓમાં અચેલ પરીષહ દર્શાવેલ છે. એ પરથી પ્રતીત થાય છે કે સાધુ બે પ્રકારના હતા. એક એવા કે જે વસ્ત્ર १ चरंतं विरयं लूहं सीयं फुसइ एगया । अहं तु अग्गि सेवामि इह भिक्खू न चिंतए । ૩. ૨. ૬-૭. २ प्रिंसु वा परियावेणं सायं नो परिदेवए । –૩. ૨૮. તથા જુઓ - ઉ. ૧૯. ૩૨. 3 पुट्ठो य दंसमसएहि समरे व महामुणी । -૩. ૨. ૧૦. તથા જુઓ - ઉ. ૨. ૧૧, ૧૯. ૩૨. ૪ જુઓ – પૃ.૩૨, પા. ટિ. ૨. Page #379 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૫૫ ધારણા કરતા હતા (સ્થવિર કલ્પી અથવા શ્વેતાંબર) અને બીજા એવા કે જે વસ્ત્રથી રહિત રહેતા હતા (જિન કલ્પી અથવા દિગંબર)".એવી સ્થિતિમાં જ વસ્ત્ર રહિત કે વસ્ત્ર સહિત એવી ઉભય અવસ્થાઓમાં આ પરીષહ સંભવે છે. ૭ અરતિ પરીષહજય : રામાનુગ્રામ વિચરણ કરતી વખતે સાધુ સાધુવૃત્તિને લીધે ઉદાસ થાય એ શક્ય છે. તેથી આવી ઉદાસી ન થવા દેવી તથા ધર્મનું પાલન કર્યા કરવું એ અરતિ પરીષહજય છે. આમ અરતિ એટલે સાધુવૃત્તિમાં અરૂચિ થવી અને તે અરૂચિને ઉત્પન્ન ન થવા દેવી એ અરતિ પરીષહજય કહેવાય છે. ૮ સ્ત્રી પરીષહજય : સ્ત્રી વગેરેને જોઈ કામવિલ્વલ ન થવું એ સ્ત્રી પરીષહજય કહેવાય. અહીં “સ્ત્રી' શબ્દ કામવાસનાનું ઉપલક્ષણ છે. તેથી પુરુષને જોઈ સાધ્વીનું કામવિલ્વલ ન થવું એ પણ સ્ત્રી પરીષહજય છે. રથનેમી રાજીમતીને એકાંતમાં નગ્ન જોઇને તથા સ્ત્રી પરીષહથી પરાજિત થઇ જ્યારે કામવિલ્વલ થઈ જાય છે ત્યારે રામતી તેને સદુપદેશ દ્વારા સન્માર્ગે સ્થિર કરે છે. તે પછી બંને સંયમમાં સ્થિત થઈ સ્ત્રી પરીસહજય કરે છે. ૯ ચર્યા પરીષહજય : અહીં ચર્યા એટલે ગમન. તેથી કોઈ ગૃહસ્થ કે ગૃહાદિમાં આસક્તિ ન કરતાં પ્રામાનુગ્રામ વિચરણ કરતી વખતે ઉત્પન્ન થતાં બધાં પ્રકારનાં કષ્ટોને સહેવાં એ ચર્યા પરીષહજય છે. ૧૦ નૈષધિથી પરીષહજય : સ્મશાન, શૂન્યગૃહ, વૃક્ષમૂળ વગેરે સ્થાનોમાં ૧ ફુટ્ય સ્થવિરન્ધિમત્રત્યાર્નપરીષદ ડા:...... –એજન નેમિચંદ્રવૃત્તિ પૃ. ર. ૨ ૩. ૨. ૧૪-૧૫. 3 संगो एस मणुस्साणं जाओ लोगम्मि इथिओ । जस्स एया परित्राया सुकडं तस्स सामण्णं ॥ –૩. ૨, ૧૬. તથા જુઓ ઉ. ૨. ૧૭. ૪ ૩. ર૧. ૨૧. ૫ ૩. ૨. ૧૮-૧૯. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ધ્યાનસ્થ બેસી રહેતાં જો કોઈ કષ્ટ છે કે ભયાદિ થાય તો તે સ્થાને બેસી રહી તે ઉપસર્ગ (આપત્તિ) સહન કરી લેવો તે નૈષિધિની પરીષહજય છે. ૧૧ શય્યા પરીષહજય : ઊંચી નીચી પથારી મળતાં એમ વિચારવું કે એક રાતમાં શું થઈ જવાનું છે ? અને કર્તવ્યનું પાલન કરતાં રહેવું એ શવ્યાપરીષહજય ૧૨ આક્રોશ પરીષહજય : દારુણ કંટક સમાન મર્મભેદી કઠોર વચનો સાંભળી પણ ચૂપ રહેવું તથા એવું બોલનાર તરફ જરાય ક્રોધ ન કરવો એ આક્રોષ પરીષહજય છે. ૧૩ વાપરીષહજય : કોઈ મારવા માટે (પ્રાણઘાત માટે) તૈયાર થાય ત્યારે એમ વિચારવું કે આ જીવનો ક્યારેય વિનાશ નથી થતો તથા ક્ષમા સહુથી મોટો ધર્મ છે, અને મારનાર ઉપર મનથી પણ દ્વેષ ન કરવો અને ધર્મનું ચિંતન એ કરવું એ વધપરીષહજય કહેવાય છે. ૧૪ યાચના પરીષહજયઃ સાધુની પાસે જે કંઈ વસ્તુઓ હોય છે તે બધી ગૃહસ્થ પાસેથી માંગેલી હોય છે તેની પાસે ન માંગેલી હોય એવી પોતીકી કોઈ १ अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं । –૩. ૨. ૨૦. તથા જુઓ ઉ. ૨. ર૧, ર૧. રર. २ उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं । -૩. ૨. રર. किमेगराइं करिस्सइ एवं तत्थऽहियासए । –૩. ૨. ર૩. તથા જુઓ ઉ. ૧૯. ૩૨. 3 अक्कोसेज्जा परे भिक्खुं न तेसिं पडिसंजले । -૩. ૨. ૨૪. તથા જુઓ ઉ. ૨. ર૫, ૧ર. ૩૧-૩૩, ૧૯. ૩૨, ૮૪, ર૧. ર૦ વગેરે. ४ हओ न संजले भिक्खू । ૩. ૨. ર૬. તથા જુઓ 1. ૨. ૨૭, ૧૯. ૩૩. Page #381 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩પ૭ વસ્તુ હોતી નથી. તેથી ગૃહસ્થો પાસેથી દરરોજ આહારાદિ માંગવા કરતાં ઘરમાં રહેવું સારું છે' એવો યાચનાજન્ય દીનતા ભાવ આવવા ન દેવો એ યાચના પરીષહજય છે. - ૧૫ અલાભ પરીષહજય : આહારાદિની યાચના કરતાં, ક્યારેક તેની પ્રાપ્તિ ન પણ થાય, તેથી તેવી પરિસ્થિતિમાં દુઃખી ન થતાં એમ વિચારવુંઆજે ભિક્ષા ન મળી, કાલે મળશે” એ અલાભ-પરીષહજય છે. ૧૬ રોગપરીષહજય : શરીરમાં કોઈ પ્રકારનો રોગ થાય ત્યારે દવાનું સેવન (ચિકિત્સા) ન કરતાં સમતાપૂર્વક રોગજન્ય કષ્ટને સહન કરવું એ રોગપરીષહજય છે. મૃગાપુત્ર, સાધુના આ પરીષહજયની બાબતમાં મૃગનું દૃષ્ટાંત આપે છે-“જેમ મૃગને રોગાદિ થાય પણ કોઈ તેની દવા વગેરે આપી સેવા કરતું નથી અને થોડા સમય પછી તે સાજું થઈ જાય છે અને અન્યત્ર ફરે છે તેમ સાધુએ રોગાદિ થતાં ઔષધીની કામના ન કરવી જોઇએ. ૧૭ વણસ્પર્શ પરીષહજય : ઘાસ પર શયન કરતી વખતે અચેલ સાધુનું શરીર વિકૃત થાય એ શક્ય છે. તેથી એવી અવસ્થામાં પણ વસ્ત્રાદિની અભિલાષા ન કરવી એ તૃણાસ્પર્શ પરીષહજય છે. १ गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवासुत्ति इह भिक्खू न चिंतए । –૩. ૨. ર૯. તથા જુઓ ઉ. ૨. ૨૮; ૧૯. ૩૩. २ अज्जेवाहं न लभाभि अवि लाभो सुए सिया । जो एवं पडिसंचिक्खे अलाभो तं न तज्जए । –૩. ૨. ૩૧. તથા જુઓ ઉ. ૨. ૩૦, ૧૯. ૩૩. 3 तेगिच्छं नाभिनंदेज्जा संचिक्खडत्तगवेसए । –૩. ૨. ૩૩. તથા જુઓ ઉ. ૨. ૩ર. ૧૫. ૮. ૪ ૩. ૧૯, ૭૬-૭૭. ५ एवं नच्चा न सेवंति तंतुजं तणतज्जिया । –૩. ૨. ૩૫. તથા જુઓ ઉ. ૨. ૩૪. ૧૯. ૩૨. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૮ જલ્લ પરીષહજયઃ પરસેવો, કીચડ, ધૂળ વગેરે શરીર ઉપર જમા થતાં તેને દૂર કરવાનો પ્રયત્ન ન કરવો એ જલ્લ પરીષહ જય છે. અર્થાત્ ધૃણિત વસ્તુઓનો સંપર્ક થતાં તેની ધૃણા ન કરવી તથા શરીરના સંસ્કાર (જ્ઞાન) આદિની અભિલાષા ન રાખવી એ જલ્લ પરીષહજય કહેવાય છે. ૧૯ સત્કાર પુરસ્કાર પરીષહજય : અભિવાદન, નમસ્કાર, નિમંત્રણ વગેરેથી કોઈ અન્ય સાધુનું સંમાન થતું જોઇને તથા પોતાનું સન્માન ન થતું હોય ત્યારે ઈર્ષાભાવ ન રાખતાં વીતરાગી રહેવું એ સત્કાર-પુરસ્કાર પરીસહજય કહેવાય છે. ૨૦ પ્રજ્ઞા પરીષહ જય : પ્રજ્ઞાની પ્રાપ્તિ થઈ જાય પછી કોઇએ પૂછેલા પ્રશ્નનો જવાબ ન દઇ શકાય તો “આ કર્મોનું ફળ છે” એવો વિચાર કરવો એ પ્રજ્ઞા પરીષહજય કહેવાય છે. ૨૧ અજ્ઞાન પરીષહજય : બધા પ્રકારના સાધુ-ધર્મનું પાલન કરવા છતાં, પણ અજ્ઞાનતા દૂર ન થાય તો હું નકામો ભોગોથી નિવૃત્ત થયો, જ્ઞાનની પ્રાપ્તિ તો ન થઈ” એવું ન વિચારવું એ અજ્ઞાન પરીષહજયે કહેવાય છે. અર્થાત્ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો પણ ધર્મમાં દઢ રહેવું એ અજ્ઞાન પરીષહજય છે. १ जाव सरीरभेओत्ति जल्लं काएण धारए । –૩. ર. ૩૭. તથા જુઓ ઉ. ૨. ૩૬, ૧૯. ૩ર. २ अभिवायणमभूट्ठाणं सामी कुज्जा निमंतणं । जे ताइं पडिसेवंति न तेसि पीहए मुणी ॥ –૩. ૨. ૩૮. તથા જુઓ ઉ. ૨. ૩૯, ૨૧. ૨૦. 3 से नूणं मए पुव्वं कम्माडणाणफलाकडा । जेणाहं नाभिजाणामि पुट्ठो केणइ कण्हुई ॥ –૩. ર. ૪૦. તથા જુઓ ઉ. ૨. ૪૧. ४ निरट्ठगम्मि विरओ मेहुणाओ सुसंवुडो । जो सक्खं नाभिजाणामि धम्मं कल्लाणपावगं ।। ૩. ૨. ૪૨. તથા જુઓ ઉ. ૨. ૪૩. Page #383 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૫૯ રર દર્શન પરીષહજય : ‘પરલોક નથી, તપથી ૠદ્ધિની પ્રાપ્તિ થતી નથી, હું તો ભિક્ષાધર્મ લઇને છેતરાયો, તીર્થંકર (જિન) હતા નહિ, છે નહિ અને થશે નહિ.’ આમ બોલી ધર્મમાં અવિશ્વાસ ન થવા દેવો એ દર્શન પરીષહજય છે'. એટલે કે દરેક પરિસ્થિતિમાં ધર્મમાં દઢ વિશ્વાસ રાખવો. જ્યાં સુધી એવી દૃઢ શ્રદ્ધા નહીં થાય ત્યાં સુધી સાધુ અન્ય પરીષહોને જીતી શકતો નથી કારણ કે શ્રદ્ધાના પાયા ઉપર તો ધર્મની ઇમારત ઊભી છે. પરીષહજયની કઠોરતા : ઉપર જણાવેલ બાવીશ પ્રકારે સાધુએ પરીષહોને સહન કરવા એવું વિધાન પ્રસ્તુત ગ્રંથમાં છે. આ પરીષહો ઉપર કેવી રીતે વિજય પ્રાપ્ત કરવો જોઇએ એ બાબત લખવામાં આવ્યું છે કે સાધુએ પૂર્વબદ્ધ કર્મોનું ફળ જાણી, ધૈયર્યપૂર્વક યુદ્ધ ભૂમિમાં ઊભેલ હાથીની જેમ, વાયુના પ્રચંડ વેગથી કંપિત ન થનારા મેરુ પર્વતની જેમ અને ભય ન પામતા સિંહની જેમ અડગ અને આત્મગુપ્ત રહીને આ પરીષહોને સહન કરવા. આમ આવા પરીષહો આવે ત્યારે અડગ રહેવું એ ખૂબ કઠિન કાર્ય છે. આ પરીષહજયના વર્ણનથી સાધુનાં કર્તવ્યોનો બોધ થાય છે. અચેલ અને તૃણાસ્પર્શ પરીષહ જય ખાસ કરીને જિન કલ્પી અથવા દિગંબરને અનુલક્ષીને છે કારણ કે વસ્ત્રરહિતને આ પરીષહોની સંભાવના વધારે રહે છે. કેટલાક પરીષહો એક સાથે આવે છે. સાધુ દરરોજ કોઈ ને કોઈ પરીષહ અવશ્ય સહન કરતો જ હોય છે. જેમકે : ક્ષુધા, તૃષા, તૃણસ્પર્શ, યાચના, જલ્લ, શીત, ઉષ્ણ વગેરે. આ પરીષહોની સંખ્યા દેશ-કાળની પરિસ્થિતિ અનુસાર નક્કી કરવામાં આવી છે એમ જાણી શકાય છે. જેમકે: અરતિ, દર્શન, પ્રજ્ઞા, અજ્ઞાન વગેરે પરિસ્થિતિ અનુસાર ઉમેરવામાં આવેલ પરીશહો છે. વસ્તુતઃ પરીષહજય એટલે १. नत्थि नूणं परे लोए इड्डी वावि तवस्सिणो । अदुवा वंचिओमिति इह भिक्खू न चिंतए || ૨ તથા જુઓ ઉ. ૨. ૪૫. તથા જુઓ ઉ. ૨૧. ૧૭, ૧૯, ૧૯. ૩૨-૩૩, ૯૨. વગેરે. ૧૩. ૨. ૪૫. Page #384 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન નિન્દા-પ્રશંસા, લાભ-અલાભ, સુખ-દુ:ખ, માન-અપમાન વગેરે અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સમભાવ રાખી પોતાના કર્તવ્યપથ ઉપર દૃઢ રહેવું. ‘સ્ત્રી પરીષહ’ ઉપરથી તે સમયના પુરુષોની પ્રભુસત્તાનો ખ્યાલ આવે છે. નહીંતર તો ‘કામ' એવું પરીષહનું નામ રાખવામાં આવ્યું હોત. ૩૬૦ સાધુની પ્રતિમાઓ એક વિશેષ પ્રકારના તપનો નિયમ લેવો એ ‘પ્રતિમા’ શબ્દનો અર્થ થાય છે. ગ્રન્થમાં સાધુની પ્રતિમાઓનો માત્ર બે વખત ઉલ્લેખ થયો છે. આ પ્રતિમાના પાલનથી સંસારનું ભ્રમણ નાશ પામે છે'. બારની સંખ્યા ચર્ચતી વખતે તેનો ઉલ્લેખ થયો છે તેથી તેની સંખ્યા બારની છે. જો કે ગ્રન્થમાં તેનાં નામ વગેરેનો ક્યાંય કોઈ ઉલ્લેખ નથી છતાં, ટીકા-ગ્રંથોમાંથી નીચે મુજબની માહિતી મળે છેઃ પ્રતિમા-અનશન તપ વિશેષનો અભ્યાસ : ટીકા-ગ્રંથોમાં દશાશ્રુતસ્કન્ધના સાતમા અધ્યાય (ઉદ્દેશ) અનુસાર જે બાર પ્રતિમાઓનો ઉલ્લેખ ક૨વામાં આવ્યો છે તેનું પરિશીલન કરતાં જાણવા મળે છે કે આ પ્રતિમાઓનાં નામ સમયની સીમાના આધારે પાડવામાં આવ્યાં છે તથા તેમાં એક નિશ્ચિત ક્રમ અનુસાર અનશન અને ઊણોદરી તપનો અભ્યાસ કરવામાં આવે છેરે. આ પ્રતિમાઓ વસ્તુતઃ અનશન તપના અભ્યાસ માટે १. पडिमं पडिवज्जओ । भिक्खू पडिमा य । —૩. ૩૧. ૧૧. ૨ સાધુની બાર પ્રતિમાઓ આ મુજબ છે : ૧ એક માસિકી - એક માસ સુધી અન્નની અને જળની એક એક દત્તિ ગ્રહણ કરવી અને આવી પડનારાં બધાં કષ્ટો સહન કરવાં, ૨ દ્વિમાસિકી - બે માસ સુધી અન્ન અન જળની બે બે દત્તિઓ ગ્રહણ કરવી, ૩ ત્રિમાસિકી - ત્રણ માસ સુધી ત્રણ ત્રણ દૃત્તિ લેવી, ૪ ચતુર્માસિકી - ચાર મહિના સુધી ચાર ચાર દત્ત લેવી - ૫ પંચમાસિકી - પાંચ માસ સુધી પાંચ પાંચ દત્ત લેવી, ૬ ષટ્નાસિકી - છ ૧૩. ૨. ૪૩. Page #385 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર પ્રકાર-વિશેષ છે.વ્યવહાર સૂત્ર’માં અન્ય પ્રકારે પણ સાધુની પ્રતિમાઓનો ઉલ્લેખ જોવા મળે છે` પણ બધાનું તાત્પર્ય એક જ છે-અનશન તપનો અભ્યાસ. દિગંબર પરંપરામાં સાધુની પ્રતિમાઓનું વર્ણન મળતું નથી. આમ આ સાધુની પ્રતિમાઓ ગૃહસ્થની અગિયાર પ્રતિમાઓ કરતાં જુદી છે. આ પ્રતિમાઓનું પાલન કરતી વખતે ક્ષુધા વગેરે પરીષહોને પણ સહન કરવા પડે છે. સમાધિમરણ-સલ્લેખના સમાધિમરણ (સલ્લેખના)નો અર્થ આ મુજબ છે-મૃત્યુ સમીપમાં આવે ત્યારે ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરીને આત્મધ્યાન કરતાં કરતાં પ્રસન્નતાપૂર્વક પ્રાણનો ત્યાગ કરવો. આ માટે ગ્રન્થમાં ‘પંડિત મરણ' અથવા ‘સકામમરા’ શબ્દોનો પણ પ્રયોગ થયો છે કારણ કે તેની પ્રાપ્તિ વિષયાદિથી વિરક્ત માસ સુધી છ દત્ત લેવી, ૭ સપ્તમાસિકી - સાત માસ સુધી સાત સાત દત્તિ લેવી, ૮ પ્રથમ સપ્ત ઓહોરાત્રિકી - સાત દિવસ રાત સુધી નિર્જળઉપવાસ (ચતુર્થભક્ત) કરતાં ધ્યાન કરવું, ૯ દ્વિતીય સપ્ત ઓહોરાત્રિકી - સાત દિવસ રાત કોઈ અન્ય આસન-વિશેષથી ધ્યાન કરવું, ૧૦ તૃતીય સપ્ત અહોરાત્રિકી - સાત દિવસ રાત કોઈ અન્ય આસન-વિશેષથી ધ્યાન કરવું, ૧૧ અહોરાત્રિકી - બે નિર્જળ ઉપવાસ (ષષ્ઠ ભક્ત) કરવા અને ૧૨ રાત્રિકી - એક રાત્રિ પર્યન્ત નિર્જળ ઉપવાસ કરવા. (અષ્ટભક્ત). અહીં ‘દત્તિ’ શબ્દનો અર્થ આ પ્રમાણે છે. એક જ સમયે સતત ધારા તૂટે નહિં એ રીતે જેટલો આહાર કે પાણી સાધુના પાત્રમાં નાખવામાં આવે તેને એક ‘દત્તિ’ કહેવાય. ૧ વ્યવહારસૂત્ર, દેશ-૧૦. २ इत्तो सकाममरणं पंडियाणं सुणेह मे । ૩૬૧ તથા જુઓ ઉ. ૫. ૨, ૩૫. ૨૦, ૩૬. ૨૫૧-૨૫૨, ૨૬૩ વગેરે. ૩. ૫. ૧૭. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સમાધિસ્થ વિદ્વાનોને ઇચ્છાપૂર્વક (સકામ) થાય છે તથા તેઓ મૃત્યુ સમયે પણ અન્ય સમયે હોય એવા પ્રસન્ન જ રહે છે. રોગાદિ કે અન્ય કોઈ ઉપસર્ગ (આપત્તિ) આવતાં તેઓ પોતાના કર્તવ્યપથ ઉપરથી વિચલિત થતા નથી અને કોઈ પ્રકારના કષ્ટથી દુઃખી થતાં નથી. આમ પંડિતમરા (સલ્લેખના)નો અર્થ આ પ્રમાણે છે-મૃત્યુને નજીક આવેલ જાણી પ્રસન્નતાપૂર્વક બધા પ્રકારના આહારનો ત્યાગ કરી આત્માનું ધ્યાન કરતાં કરતાં મૃત્યુનું સ્વાગત કરવું. આ પંડિત મરણ યાવત્કાલિક અનશનતાપૂર્વક થાય છે. સમાધિમરણ આત્મહનન નથી આ પ્રકારના મરણાને આત્મહત્યા ન કહી શકાય કારણ કે આ તો મૃત્યુ કે અન્ય કોઈ દુઃસાધ્ય આપત્તિ આવી પડતાં પ્રસન્નતાપૂર્વક શરીર ત્યાગ કરવાની પ્રક્રિયા છે. આ એક પ્રકારનું શુભ-ધ્યાન (ધર્મ કે શુકલધ્યાન) છે. જો પ્રસન્નતાપૂર્વક મૃત્યુનું સ્વાગત નહીં કરવામાં આવે તો મૃત્યુનો ભય સમજાશે જેથી અશુભધ્યાન (આર્ત અને રૌદ્ર ધ્યાન)ની પ્રાપ્તિ થશે અને તે તો દુર્ગતિનું કારણ છે. તેથી સાધુના આહાર ન કરવાનાં કારણોમાં એક કારણ તરીકે સલ્લેખનાને પણ ગણાવવામાં આવ્યું છે. સાધુ અને ગૃહસ્થ બંનેને આ પ્રકારના મરણનો સ્વીકાર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો ભય કે દુઃખ વગેરેથી પ્રેરિત થઈ આહારત્યાગ કરવામાં આવશે તો તે સમાધિમરણ (સલ્લેખના) ન કહેવાતાં આત્મહનન કહેવાશે. ૧ મરપિ..વિપસમાધાવે ! ૩. ૫. ૧૮. न संतसंति मरणंते सीलवंता वहुस्सुया । –૩. ૫. ર૯. તથા જુઓ ઉ. ૫. ૩૧. २ न इमं सव्वेसु भिक्खूसु न इमं सब्बेसु गारिसु । –૩. ૫. ૧૯. Page #387 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૬૩ સમાધિમરણના ભેદ : ગ્રંથમાં આ સમાધિમરણના ત્રણ ભેદોનો સંકેત જોવા મળે છે. તેમાંથી - કોઈ એકનો આશ્રય લઈ શરીરનો ત્યાગ કરવો આવશ્યક મનાયો છે. ક્રિયાને માધ્યમ બનાવી કરવામાં આવેલ આ ત્રણ ભેદોમાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ (અનશન તપ) આવશ્યક છે. તેનાં નામ નીચે મુજબ છે : ૧ ભક્તપ્રત્યાખ્યાન : ગમનાગમનની બાબતમાં કોઈ નિયમ લીધા સિવાય ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી શરીરનો ત્યાગ કરવો એ ભક્તપ્રત્યાખ્યાન નામનું સમાધિમરણ છે. તેનાથી જીવ સેંકડો ભવના કર્મોને નિરુદ્ધ કરે છે. ૨ ઇંગિનીમરણ : ઇંગિત એટલે સંકેત. તેથી ગમનાગમનની બાબતમાં ભૂમિની સીમાનો સંકેત કરી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરતાં કરતાં શરીરનો ત્યાગ કરવો એ ઇંગિનીમરણ છે. ૩ પાદપોગમન પાદપ એટલે વૃક્ષ. તેથી પાદપોગમન નામના સમાધિમરણામાં ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરી વૃક્ષમાંથી કાપેલી શાખાની જેમ એક જ સ્થાને નિશ્ચલ રહી શરીરનો ત્યાગ કરવામાં આવે છે. આ ત્રણ ભેદોમાંથી ભક્તપ્રત્યાખ્યાનમાં ગમનાગમન સંબંધી કોઈ નિયમ રહેતો નથી, ઇંગિનીમરામાં ક્ષેત્રની સીમા નિયત હોય છે. તથા પાદોપગમનમાં ગમનાગમન ક્રિયા હોતી નથી. તેથી ભક્તપ્રત્યાખ્યાન અને ઇંગિનીમરામાં સવિચાર અને સપરિકર્મ નામનાં મરણકાલિક અનશનતપ કરવામાં આવે છે १ अह कालम्मि संपत्ते आधायाय समुस्सयं । सकाममरणं मरई तिण्हमनयरं मुणी ।। –૩. ૫. ૩૨. ' ૨ એજન આ. ટી. પૃ. ર૩૮. 3 भत्तपच्चक्खाणेणं अणेगाइं भवसयाइं निरूंभइ ।। –૩. ર૯. ૪૦. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કારણ કે તેમાં ક્રિયા વર્તમાન રહે છે. પાદપોગમનમાં ક્રિયા સંભવતી ન હોવાથી તેમાં ‘અવિચાર’ અને ‘અપરિકર્મ' નામનાં મરણકાલિક અનશન તપ કરવામાં આવે છે. સમાધિમરણની અવધિ : જો કે સામાન્ય રીતે સમાધિમરણની અધિકતમ સીમા બાર વર્ષ, ન્યૂનતમ સીમા છ માસ તથા મધ્યમ સીમા એક વર્ષની દર્શાવવામાં આવી છે પરંતુ આ કથન પોતાનું મૃત્યુ ક્યારે થશે એ જાણનારની અપેક્ષાએ કરવામાં આવ્યું હોય એમ જાણાવા મળે છે. જો એમ ન હોય તો, તેની ન્યૂનતમ સીમા અન્તર્મુહૂર્ત તથા મધ્યમ સીમા ઉચ્ચત્તમ અને ન્યૂનતમ સીમાની વચ્ચે ક્યાંક હોઈ શકે છે. સમાધિમરણનું એટલું જ તાત્પર્ય સમજવાનું છે કે મૃત્યુને પાસે આવેલ જાણી પ્રસન્નતાપૂર્વક કોઈ જાતની અભિલાષા રાખ્યા વગર બધા પ્રકારના આહારનો ત્યાગ કરી શરીરને ચેતનાશૂન્ય કરવું. સમાધિમરણની વિધિ : સમાધિમરણની બાર વર્ષના પ્રમાણની ઉચ્ચત્તમ સીમાને દૃષ્ટિ સમક્ષ રાખી તેની વિધિ આ પ્રમાણે દર્શાવવામાં આવી છે. સર્વપ્રથમ સાધકે ગુરુની સમીપ જઈ પ્રથમ ચાર વર્ષોમાં ઘી, દૂધ, વગેરે વિકૃત પદાર્થોનો ત્યાગ કરવો. આગળના ચાર વર્ષોમાં અનેક પ્રકારની તપશ્ચર્યા કરવી. તે પછી બે વર્ષ સુધી ક્રમશ: એક દિવસ ઉપવાસ (અનશન) અને બીજે १. बारसेव उ वासाई संलेहुक्कोसिया भवे । संवच्छरं मज्झिमिया छम्मासा य जहनिया ॥ २ पढमे वासचउक्कम्मि विगई निज्जूहणं करे । बिए वासचक्कम्मि विचित्तं तु तवं चरे ॥ ..... कोडीसहियमायामं कट्टु संवच्छरे मुणी । मासद्धमासिएणं तु आहारेणं तवं चरे ॥ તથા જુઓ ઉ. ૫. ૩૦. ૩૧. -૩. ૩૬. ૨૫૨. ૧૩. ૩૬. ૨૫૩-૨૫૬. Page #389 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૬૫ દિવસે નીરસ અલ્પાહાર (આયંબિલ-આચરણ) કરવો. ત્યારપછી છ માસ સુધી કોઈ કઠિન તપશ્ચર્યા ન કરતાં, સાધારણ તપ કરવાં પછી છ માસ સુધી કઠોર તપશ્ચર્યા કરી અને નીરસ અલ્પાહાર લઈ અનશન વ્રતને પૂરું કરવું (પારણાં કરવાં). તે પછી અવશિષ્ટ એક વર્ષમાં કોટિ સહિત તપ (જે અનશન તપના આદિ અને અન્ત એક સમાન હોય તેવું) કરતાં કરતાં એક માસ કે પંદર દિવસ મૃત્ય આડા રહે ત્યારે બધા પ્રકારના આહારનો ત્યાગ કરવો. આ વિધિમાં આવશ્યકતાનુસાર સમય-સંબંધી પરિવર્તન કરી શકાય છે. આ ઉત્કૃષ્ટ સલ્લેખનાની પૂર્ણ વિધિ દર્શાવવામાં આવી છે તે સામાન્ય અપેક્ષાએ દર્શાવેલ છે. સમાધિમરણની સફળતા : સલ્લેખનાની સફળતા માટે, બધા પ્રકારની અશુભ ભાવનાઓ તથા નિદાન (ફલાભિલાષા) વગેરેનો ત્યાગ કરી જિન વચનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે. ગ્રન્થમાં પાંચ પ્રકારની અશુભ ભાવનાઓ દર્શાવેલ છે જેનાથી જીવ સલ્લેખનાના ફળને પ્રાપ્ત ન કરતાં દુર્ગતિને પ્રાપ્ત કરે છે. તેનાં નામ વગેરે આ પ્રકારે છે : ૧. કન્દપ ભાવના-(કામચેષ્ટા-પુનઃ પુનઃ હસવું, મુખ વગેરે વિકૃત કરી બીજાને હસાવવા વગેરે), ૨. અભિયોગ ભાવના-(વશીકરણ મંત્રાદિનો પ્રયોગવિષયસુખની અભિલાષાથી વશીકરણ મંત્રાદિનો પ્રયોગ કરવો), ૩. કિલ્વિષિકી ભાવના-(નિંદા કરવી,-કેવળજ્ઞાની, ધર્માચાર્ય, સંઘ, સાધુ વગેરેની નિન્દા કરવી), ૪. મોહ ભાવના-(મૂઢતા-શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, અગ્નિપ્રવેશ, જલપ્રવેશ, નિષિદ્ધ વસ્તુઓનું સેવન વગેરે કરવું) અને ૫. આસુરી ભાવના (ક્રોધ કરવો १ कंदप्पमाभिओगं च किविसियं मोहमासुरत्तं च । एयाउ दुग्गईओ मरणम्मि विराहिया होति । –૩. ૩૬. રપ૭. તથા જુઓ ઉ. ૩૬. ૨૫૮-ર૬૮. ૨ એજન Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના નિરંતર ક્રોધ કરવો તથા શુભાશુભ ફળોનું કથન કરવું). સમાધિમરણમાં મૃત્યુ સમયે આ ભાવનાઓના ત્યાગને લીધે સ્પષ્ટ થાય છે કે આ પ્રકારનું મરણ આત્મહનન નથી. આ પ્રકારના મરણાને પ્રાપ્ત કરનાર જીવ વારે વારે જન્મ મરણને પ્રાપ્ત કરતો નથી પરંતુ બે ચાર જન્મોમાં બધાં પ્રકારનાં દુઃખોથી મુકત થઇ જાય છે. જો કારણવશ બધા પ્રકારનાં કર્મો નાશ પામે તો મહાસમુદ્ધિશાળી દેવપર્યાયની પ્રાપ્તિ થાય છે. આમ કહેવાનું તાત્પર્ય એ નથી કે માત્ર મૃત્યુ સમયે સલ્લેખના ધારણ કરી લેવી જોઇએ. પછી ભલે શેષ જીવન વિષયભોગોમાં પસાર થયું હોય. આનું કારણ એ છે કે પ્રારંભથી જ જો સદાચારનો અભ્યાસ કરવામાં આવ્યો હોય તો જ જીવ સમાધિમરણને પ્રાપ્ત કરે છે. તેથી કહેવામાં આવ્યું છે કે જે કાર્ય પ્રારંભમાં (યુવાનીમાં) શક્તિ હોય ત્યારે કરી શકાય છે તે વૃદ્ધાવસ્થામાં શરીર જી શી થાય ત્યારે થઈ શકતું નથી. જેઓ મિથ્યાદર્શનમાં (મિથ્યાભાવે) અનુરક્ત છે, નિદાનપૂર્વક કર્માનુષ્ઠાન કરે છે, હિંસા તથા કૃષ્ણલેશ્યામાં અનુરક્ત છે એવા જીવો જિનવચનમાં શ્રદ્ધા ન રાખતાં, “અકામમરણ” (સભયમરા) કે બાલમરણ (મૂર્ખાઓનું મૃત્યુ)ને વારે વારે પ્રાપ્ત કરે છે. એથી વિરુદ્ધ જેઓ સમ્યગ્દર્શનમાં અનુરક્ત છે, નિદાનસહિત કર્માનુષ્ઠાન નથી કરતા, શુકલેશ્યાથી યુક્ત છે તથા જિનવચનમાં શ્રદ્ધા રાખે છે તેઓ અલ્પસંસારી હોય છે. १ बालाणं अकामं तु मरणं असइं भवे । पंडियाणं सकामं तु उक्कोसेण सई भवे ।। –૩. ૫. ૩. सव्वदुक्खपहीणे वा देवे वावि महिड्ढिए । –૩. ૫. રપ. २ स पुव्वमेवं न लभेज्ज पच्छा एसोवमा सासय वाइयाणं । विसीयई सिढिले आउयम्मि कालोवणीए सरीरस्स भए । –૩. ૪૯. ૩ જુઓ પૃ. ૩૬૫. પા. ટિ. ૧. Page #391 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૬૭ આ પ્રકારના સમાધિમરણાથી વિરુદ્ધ, જે મરણ ધન અને સ્ત્રીઓમાં આસક્ત થઇ હિંસાદિ પાપ-ક્રિયાઓ કરતાં કરતાં થાય છે તેને “બાલમરા” અથવા “અકમમરણ” (અનિચ્છા પૂર્વકનું મરણ) કહેવામાં આવે છે. આવું મરણ જીવોને અનેકવાર પ્રાપ્ત થાય છે કારણ કે આ પ્રકારના મરણને પ્રાપ્ત કરનારા જીવો ગાડરિયા પ્રવાહથી પ્રભાવિત થઇ માટીને એકઠી કરનાર શિશુનાગની જેમ કર્મ-મળનો સંગ્રહ કરે છે. તેથી આ પ્રકારનું અકામમરણ ત્યાજય છે. આ રીતે આ સમાધિમરણ કે સલ્લેખના સાધનાપથનું ચરમ કેન્દ્રબિન્દુ છે. જો સાધક તેમાં સફળ થાય છે તો તે પોતાની સંપૂર્ણ સાધનાનું અભીષ્ટ ફળ પ્રાપ્ત કરે છે, નહીંતર તેને સંસારમાં ભટકવું પડે છે. સમાધિમરણામાં મૃત્યુ સમયે સંસારના બધા વિષયોમાંથી પૂર્ણા-વિરક્તિ જરૂરી છે. તેથી તે સમયે આહાર વગેરે બધી ક્રિયાઓને છોડી દેવામાં આવે છે. આ સમયે સાધકને જીવનની આકાંક્ષા પણ રહેતી નથી અને મૃત્યુની કામના પણ હોતી નથી. આ પ્રકારનાં મરણમાં શરીર અને કષાયો કૃશ થતાં તેને “સલ્લેખના', વિદ્વાનોતી પ્રશસિત થવાથી “પંડિત મરણ' તથા પ્રસન્નતાપૂર્વક મૃત્યુને સ્વીકારવાને કારણે “અકામમરણ' કહેવામાં આવે છે. બીજે તેને માટે “સંથારા” (સંસ્તારક) શબ્દનો પણ પ્રયોગ થયો છે કારણ કે આમાં એકાન્ત સ્થાનમાં તૃણાશધ્યા (સંસ્તારક) બીછાવીને તથા આહારાદિનો ત્યાગ કરી આત્મધ્યાન કરવામાં આવે છે. આથી વિપરીત, અજ્ઞાનીઓના અનિચ્છાએ થતા મરણને “બાલમરણ” કે “અકામમરણ” કહેવામાં આવે છે. ૧ ઉ. ૫. પ૭, ૯-૧૦; પૃ. ૩૬૬, પા. ટિ. ૧. २ जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई ॥ –૩. ૫. ૧૪. તથા જુઓ ઉ. ૫. ૧૫-૧૬. ૩ વન માર€. મોદના મેદતા, પૃ. ૧ર૦. Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના અનુશીલન આ પ્રકરણમાં સાધુના વિશેષ પ્રકારના આચારનું વર્ણન કરવામાં આવ્યું છે. તે દ્વારા જીવ પૂર્વબદ્ધ કર્મોને જલદી નષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. આ એક વિશેષ પ્રકારનો આચાર છે તેને તપશ્ચર્યા કહેવામાં આવે છે. આ તપશ્ચર્યાની પૂર્ણતા માટે સાધકે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવો પડે છે જેને પરીષહજય કહેવામાં આવે છે. સાધ્વાચારનું પાલન કરવાની દુષ્કરતાનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે પણ આ તપની અપેક્ષાએ થયેલ છે. તપ, સાધુના સામાન્ય સદાચારથી સર્વથા પૃથક નથી પરંતુ સામાન્ય સદાચારમાં જ વિશેષ દૃઢતા રાખવી એ તપ છે. તેથી ગ્રંથમાં તપના જે ભેદ ગણાવેલ છે તે બધા સાધુના સામાન્ય આચાર સાથે સંબંધ રાખે છે. તપ સાધુના આચારની કસોટી છે અને તેનાથી તેના આચારની શુદ્ધિ (ખરાખોટાપણું)ની પરીક્ષા થાય છે. ક્રિયાઓ તપ નથી પણ કેટલીક વિશેષ ક્રિયાઓ જ વિશેષ નિયમોને લીધે તપની કોટિને પામે છે. તપને બાહ્ય અને આત્યંતરના ભેદથી બે ભાગોમાં વહેંચવામાં આવે છે. જે તપ કેવળ બાહ્ય ક્રિયા સાથે સંબંધ રાખે છે તથા આવ્યંતર આત્માના પરિણામોની વિશુદ્ધિમાં કારણ નથી તે અભીષ્ટસાધક તપ નથી પણ તેનાથી વિપરીત જે આત્માના પરિણામોની વિશુદ્ધિમાં કારણ છે અને આવ્યંતર ક્રિયા સાથે સંબંધ રાખે છે તે અભીષ્ટસાધક છે. તથા તે જ વાસ્તવિક તપ પણ છે. તે માટે ગ્રંથમાં અનેક સ્થળોએ બાહ્ય લિંગાદિની અપેક્ષાએ ભાવ લિંગાદિની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આવા પ્રતિપાદન માટેનું કારણ એ હતું કે સાધક માત્ર બાહ્ય ક્રિયાઓથી જ ઇતિશ્રી સમજતો હતો અને જે જેટલું વધારે શરીરને કષ્ટ દેનારું તપ કરતો હતો તે એટલો જ વધારે મોટો તપસ્વી સમજવામાં આવતો હતો. તેથી આ શરીરને પીડિત કરનાર તપ જ વાસ્તવિક તપ નથી પણ જ્ઞાનાદિની પ્રાપ્તિમાં સહાયક તપ જ વાસ્તવિક તપ છે. આ સિદ્ધ કરવા માટે તપને બાહ્ય અને આત્યંતરના ભેદથી બે ભાગોમાં વહેંચીને આત્યંતર તપને શ્રેષ્ઠ દર્શાવવામાં આવ્યું છે. Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૩૬૯ ભિક્ષાચર્યા એ સાધુનો સામાન્ય આચાર છે. જો તેમાં કેટલાક વિશેષ નિયમો ઊમેરી લેવામાં આવે તો તે તપની કોટિમાં આવી જાય છે. આમ, ભૂખ હોય તે કરતાં ઓછું ખાવું, સરસ પદાર્થોનું સેવન ન કરવું તથા બધા પ્રકારના આહારનો ત્યાગ કરવો એ સાધુનું આહાર સંબંધી તપ છે. તેનાથી રસના ઇન્દ્રિય ઉપર સંયમ લાવી શકાય છે. આ તપ એટલા માટે પણ આવશ્યક છે કે તેનાથી આહારાદિ સંબંધી સૂક્ષ્મ હિંસા આદિ દોષોનો પરિહાર કરી શકાય છે. સાધુના સામાન્ય આચારની ચર્ચા વખતે તેને માટે એકાન્ત નિવાસનું વિધાન કરવામાં આવેલ છે. તેથી સાધુ જો વિશેષ રૂપે આત્મધ્યાનાદિ માટે એકાન્ત નિવાસનો આશ્રય લે તો તે પણ એક પ્રકારનું તપ (સંલીનતા) છે. પદ્માસન, ખગાસન, વગેરે આસન વિશેષમાં સ્થિર રહેવું એ સ્પષ્ટ રૂપે જ કાયકલેશરૂપ તપ છે. આમ આ છયે પ્રકારનાં તપ બાહ્ય શારીરિક-ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. દોષોની પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ, ગુરુ પ્રત્યે વિનય, સેવાભક્તિ, અધ્યયન, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અંતરંગ-ક્રિયા સાથે સંબંધ ધરાવે છે તેથી આવ્યંતર તપ ગણાય છે. તેમનું આધ્યાત્મિક મહત્ત્વ તો છે જ પણ સાથોસાથ વ્યાવહારિક મહત્ત્વ પણ છે. આ આત્યંતર તપોમાં પ્રાયશ્ચિત તપ એક પ્રકારે અપરાધી દ્વારા સ્વયં સ્વીકૃત સજા છે. તેનાથી આચારમાં લાગેલ દોષોની વિશુદ્ધિ થાય છે. સાધુ પ્રતિદિન પ્રતિક્રમણ આવશ્યક’ કરતી વખતે આ તપને કરે જ છે. ગુરુ પ્રત્યે વિનય, તેમની સેવા તથા સ્વાધ્યાય-આ જ્ઞાનપ્રાપ્તિ માટે આવશ્યક છે. ધ્યાનતપથી સાધક અશુભ-વ્યાપારો પ્રત્યે ઢળતી ચિત્તવૃત્તિને રોકીને આત્માના ચિંતનમાં પ્રયોજે છે. તેથી આ ધ્યાનતપ યોગદર્શનમાં પ્રતિપાદિત ચિત્તવૃત્તિ નિરોધ રૂપ સમાધિસ્થાન છે. કાયોત્સર્ગ તપ ધ્યાનાવસ્થાની પ્રાપ્તિ માટે પ્રારંભિક કર્તવ્ય છે કારણ કે શરીરના મમત્વને છોડી તેને એકાગ્ર નહીં કરવામાં આવે ત્યાં સુધી ધ્યાનની પ્રાપ્તિ ન થઇ શકે. આમ આપણો જોઈ શકીએ છીએ કે સાધક આ છયે આભ્યન્તર તપોને કોઈ ને કોઈ રૂપે પ્રતિદિન અવશ્ય કરે છે. તેને સામાન્ય સદાચારથી પૃથક્ દર્શાવવાનું કારણ એ છે કે સાધક પતાના Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ઉત્તરાધ્યયન-સૂચઃ એક પરિશીલન સદાચારમાં પ્રમાદ ન કરતાં શીઘાતીશીધ્ર પોતાનું અભીષ્ટ ફળ પ્રાપ્ત કરે છે. આ તપશ્ચર્યાના પ્રસંગે યોગદર્શનમાં દર્શાવેલ સમાધિનું વર્ણન કરવું અનાવશ્યક નથી સમજતો કારણ કે અહીં તપશ્ચર્યાની ચર્ચા વખતે ધ્યાનનું જે સ્વરૂપ દર્શાવેલ છે તે તેની સાથે ઘણું મળતું આવે છે. યોગદર્શનમાં સમાધિ (યોગ)ના બે પ્રકારો છે : ૧. સંપ્રજ્ઞાત સમાધિ અને ૨. અસંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ “આલબ” અને “સબીજ હોય છે કારણ કે તેમાં કોઈ એક વિષય ઉપર ચિત્તને સ્થિર કરવામાં આવે છે. એથી વિપરીત અસંપ્રજ્ઞાત સમાધિ નિરાલંબે' અને “નિર્બીજ હોય છે કારણ કે તેમાં ચિત્તની સમસ્ત વૃત્તિઓ નિરુદ્ધ થઇ જાય છે. પ્રજ્ઞાત સમાધિમાં ધ્યેય, ધ્યાન અને ધ્યાતાનો ભેદ રહે છે પણ અસંપ્રજ્ઞાતમાં ધ્યેય, ધ્યાન અને ઘાતા એકાકાર થઈ જાય છે; તેમાં ભેદ પરિલક્ષિત હોતો નથી. તેથી તેને અપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવેલ છે. આ ધ્યાનની ચરમાવસ્થા છે. આ સમાધિની અવસ્થામાં પહોંચતાં આત્મા પોતાની વિશુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરે છે. તેથી તેને “કૈવલ્યની અવસ્થા કહેવામાં આવે છે. એવી જ સ્થિતિ પ્રસ્તુત ગ્રંથમાં શુકલધ્યાનની છે. શુકલધ્યાનના પ્રથમ બે ભેદ આલંબનસહિત હોવાથી પ્રજ્ઞાત સમાધિરૂપ છે તથા પછીના બે ભેદ નિરાલંબ અને નિર્ભુજ હોવાથી અસંપ્રજ્ઞાત સમાધિરૂપ છે. કેવલ્યની અવસ્થા ૧ જુઓ - ભા. દ. બ., પૃ. ૩૫૮. २ क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येपु तत्स्थतदजनता समापत्तिः । -. યો. ૧. ૪૧. ता एव सबीज: समाधिः । –પ.વો.વ. ૪૬. 3 तस्यापि निरोधे सर्वनिरोधात्रिर्बीज: समाधिः । -. યો. ૧. પ૧. ४ तस्मित्रिवृत्ते पुरुषः स्वरूपमात्रप्रतिष्ठोडतः शुद्ध केवली मुक्त इत्युच्यत इति । -એજન ભાષ્ય, પૃ. ૫૦. Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫: વિશેષ સાધ્વાચાર બંનેમાં સમાન છે. એ ઉપરાંત, ધ્યાન અને સમાધિના અન્ય અવાન્તર ભેદોમાં કંઇક ભિન્નતા હોવા છતાં પણ પૂરતી સમાનતા છે તથા નામોમાં પણ એકરૂપતા છે પણ તે સ્વતંત્ર ચિંતનનો વિષય છે. ૩૭૧ આ તપશ્ચરણમાં મુખ્ય રૂપે જે બાધાઓનો સામનો કરવો પડે છે તેને માટે ગ્રંથમાં ‘પરીષહ’ શબ્દનો પ્રયોગ થયો છે. તેની સંખ્યા બાવીશની દર્શાવેલ છે પણ તેની ઇયત્તા મર્યાદિત નથી કારણ કે પરિસ્થિતિ અનુસાર તેની સંખ્યામાં ફેરફારને અવકાશ છે. આ બધા પરીષહો આવે તો પણ પોતાના કર્તવ્યમાંથી સ્મૃત ન થવું એ પરીશહજય કહેવાય. સાધનાના માર્ગમાં ઘણું કરીને એક સાથે અનેક પરીશહો આવ્યા કરે છે. એમના ઉપર વિજય પ્રાપ્ત ક૨વાથી તપ સફળ થાય છે. જો સાધક એમના ઉપર વિજય ન મેળવી શકે તો તે પોતાના તપમાંથી ચૂત થઇ જાય છે અને અભીષ્ટ ફળને મેળવી શકતો નથી. તેથી આ પરીષહજય સત્યતાની તપાસ માટે કસોટીરૂપ છે. આમ જીવનપર્યંત તપોમય જીવન-યાપન કરતા રહેવા છતાં, જો સાધુ મૃત્યુ સમયે એક નિશ્ચિત અનશન રૂપ તપવિશેષ (સમાધિમરણ અથવા સલ્લેખના)નું અનુષ્ઠાન ન કરે તો તેને અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય નહીં. મૃત્યુ સમય કે જે તપશ્ચર્યાની ફળ પ્રાપ્તિનું ચરમબિંદુ છે તે વખતે સાધુ પૂર્વવત મક્કમ રહી તપપૂર્વક (સલ્લેખનાપૂર્વક) શરીરનો ત્યાગ કરે તો અભીષ્ટ ફળને મેળવે છે. આ દ્વારા, ગ્રંથમાં જેનો અંત સારો તેનું સઘળું સારું' એ કહેવતને ચરિતાર્થ કરવામાં આવી છે. મૃત્યુના સમયે અનશનતપ એટલા માટે આવશ્યક છે કે સાધુ પૂર્ણ વિરતિની અવસ્થાને પ્રાપ્ત કરે. આ અનશન દ્વારા શરીર ત્યાગ આત્મહનન નથી પણ મૃત્યુ જેવા ભયાનક ઉપસર્ગના આગમન વખતે પણ હસતાં હસતાં વીરની જેમ પ્રાણનો ત્યાગ કરવાનો હેતુ છે. સાધુને આ સમયે પોતાના પ્રાણનો પણ મોહ રહેતો નથી અને તે હસતાં હસતાં મૃત્યુનું સ્વાગત કરે છે. એનું એ તાત્પર્ય નથી કે તે મૃત્યુની પ્રાર્થના કરે છે પણ જીવન અને મૃત્યુની કામના ન કરતાં પ્રસન્નતાપૂર્વક શરીરનો ઉત્સર્ગ કરે છે તેથી એક પ્રકારના આત્મબળની પ્રાપ્તિ થાય છે. મૃત્યુને સમયે પણ પેતાના કર્તવ્યપથ ઉપર પૂર્ણ દૃઢ રહેવું અને સમસ્ત પ્રકારના આહારપાન વગેરેનો ત્યાગ કરી Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું એ આ સમાધિમરણનું લક્ષ્ય છે. આમ સાધુનું સંપૂર્ણ જીવન વીરોની જેમ વીરતાપૂર્વક પસાર થાય છે. તેથી ગ્રન્થમાં સાધુ-ધર્મની સંગ્રામસ્થ વીર રાજાનાં કર્તવ્યો સાથે તુલના કરવામાં આવી છે. તેથી, જેમાં આત્મબળ છે તે જ તેનું પાલન કરી શકે છે, બાકીના તેનું પાલન કરવામાં અસમર્થ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે આ સાધુ-ધર્મ સંસારના દુઃખોને સહન ન કરી શકવાને કારણે પલાયન નથી પણ એક પ્રકારના કષાયરૂપી શત્રુઓ સાથેનું યુદ્ધ છે. કષાયરૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરીને કર્મબંધનને તોડવા એ આ તપશ્ચર્યાનું પ્રયોજન છે. જે પ્રકારે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે તે રીતે સાધુએ પણ કષાય રૂપી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક તપશ્ચર્યાનો આશ્રય લેવો પડે છે. પ્રાયઃ ભારતીય બધા ધર્મોમાં આ તથ્યને સ્વીકારવામાં આવ્યું છે અને તપશ્ચર્યા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ઉપર સાધુનો આદિથી અંત સુધીનો જે આચાર દર્શાવેલ છે તે કેટલો મુશ્કેલ છે એ પ્રત્યેક જિજ્ઞાસુ સમજી શકે તેમ છે. ગ્રન્થમાં તેની કઠિનતાનું પ્રતિપાદન સંવાદોના રૂપે ઘણી જગાએ કરવામાં આવેલ છે. તેની મુશ્કેલીનું કથન ખાસ કરીને એમને માટે છે કે જેઓ સુકોમળ છે, વિષયાસક્ત છે પણ જે સુવતી, તપસ્વી, કર્મઠ અને વિષયાભિલાષાથી રહિત છે તેને માટે કશું મુશ્કેલ નથી. ગ્રન્થમાં તેની દુષ્કરતા અંગેનાં કેટલાંક દષ્ટાંતો પણ આપવામાં આવ્યાં છે. જેમકેઃ ૧. લોહભાર-વહન, ૨. ગંગાનો સ્ત્રોત અને પ્રતિસ્ત્રોતનિરોધ ૩. ભુજાઓથી સમુદ્રતરા, ૪. રેતીના કોળીયાનું ભક્ષણા, ૫. તલવારની ધાર ઉપર ચાલવું, ૬. લોઢાના ચણા ચાવવા, ૭. સર્પની એકાગ્ર દૃષ્ટિ, ૧ જુઓ - ક્ષત્રિયનો પરિચય, પ્રકરણ ૭. २ इल लोए निप्पिवासस्स नस्थि किचिवि दुक्करं । –૩. ૧૯, ૪૫. 3 गुरूओ लोहमारुब्ब...होइ दुव्यहो । –૩. ૧૯. ૩૬. તથા જુઓ ઉ. ૧૯. ૩૭. ૪૩. Page #397 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ : વિશેષ સાધ્વાચાર ૮. પ્રજ્વલિત અગ્નિશિખાનું પાન, ૯. વાયુ સામે બાથ ભરવી, ૧૦. ત્રાજવાથી મેરુ પર્વત તોળવો. આમ જે રીતે ઉપર જણાવેલ બાબતો દુષ્કર અને અસંભવ જેવી છે તેમ સાધ્વાચારનું પાલન કરવું પણ કઠિન છે. આ દુષ્કર સાધ્વાચારનું પાલન કરનાર સાચો સાધુ ભાઈ-બાંધવ, માતાપિતા, રાજા તથા દેવેન્દ્ર વગેરેથી પણ સ્તુત્ય બને છે'. એટલે સુધી કે તેનું પ્રત્યેક અંગ પૂજનીય બને છે. તે સહુનો નાથ બને છે. કઠિનતાથી પ્રાપ્ત થનાર મુક્તિ તેને માટે સુલભ થઇ જાય છે કારણ કે દીક્ષાનું પ્રયોજન સાંસારિક વિષયોની પ્રાપ્તિ નથી પણ મુક્તિરૂપ પરમસુખની પ્રાપ્તિ છે એ ઉપરાંત મુક્તિનો સાધક સાધુ પુણ્યક્ષેત્રવાળો કહેવાય છે અને તેને આપવામાં આવેલ દાન પણ પુણ્ય-ફળવાળું બને છે”. તપ વગેરેના પ્રભાવથી તેને અલૌકિક શક્તિઓની પ્રાપ્તિ થઇ જાય છે. આ અલૌકિક, શક્તિઓના પ્રભાવથી તે ગુસ્સે થતાં સંપૂર્ણ લોકને ભસ્મીભૂત કરવા તથા અનુગ્રહથી ઇચ્છિત ફળ દેવા માટે સામર્થ્યવાળો બને છે'. તેના સંયમની પ્રશંસા કરતી વખતે લખવામાં આવ્યું છે કે એમનો ૧ જુઓ - પૃ. ૨૫૪. પા. ટિ. ૧, ૩. ૨૨. ૨૭, ૯-૫૫-૬૦, ૧૨-૨૧, ૨૦. ૫૫-૫૬, ૨૫-૩૭, ૩૫. ૧૮. २ अच्चेमु ते महाभाग न ते किंचि न अच्चिमो । ૩ જુઓ - પૃ. ૧૯૬. પા. ટિ. ૨-૩. ४ आराहए पुण्णमिणं खु खित्तं । तहिवं गंधोदय पुप्फवासं दिव्वा तहिं वसुहरा य वुट्ठा । पहयाओ दुंदुहीओ सुरेहि आगासे अहो दाणं च घुटं ॥ ५ महाजसो एस महाणुभावो घोरव्वओ घोरपक्कमो य । मा एयं हीलेइ अहीलणिज्जं मा सव्वे तेएण मे निद्दहेज्जा | जइ इच्छह जीवियं वा घणं वा लोगंपि एसी कुविओ डहेज्जा । ૩૭૩ ૧૩. ૧૨. ૩૪. —૩. ૧૨. ૧૨. ૩. ૧૨. ૩૬. ૧૩. ૧૨. ૨૩. ૩. ૧૨. ૨૮. Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન સંયમ દરરોજ આપવામાં આવેલ દસ લાખ ગૌદાન કરતાં પણ અધિક શ્રેષ્ઠ હોય છે. આમ આ સાધ્વાચારનો માર્ગ વિશુદ્ધ અને કંટકાદિથી રહિત રાજમાર્ગ છે તથા દુષ્કર હોવા છતાં પણ સુખાવહ છે. આ સાધુનો સદાચાર છે અને એ જ તેનું તપ છે. १ जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए । तस्सावि संजमो सेओ अदितस्स वि किंचण ।। –૩. ૯. ૪૦. २ अवसोहिय कंटगापहं ओइण्णोऽसि पहं महालयं । –૩. ૧૦. ૩૨. 3 भिक्खवत्ती सुहावहा । –૩. ૩૫. ૧૬. તથા જુઓ ઉ. ૯. ૧૬. Page #399 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ મુક્તિ સર્વ પ્રકારનાં કર્મબંધનમાંથી છુટકારો પામવો એનું નામ મુક્તિ. અન્ય ભારતીય ધાર્મિક ગ્રંથોની જેમ ‘ઉત્તરાધ્યયન’નું ચરમ લક્ષ્ય પણ જીવોને મુક્તિ પ્રત્યે અગ્રેસર કરવાનું છે. પહેલાં દર્શાવેલ નવ પ્રકારના તત્ત્વોમાં આ અંતિમ તત્ત્વ છે. મુક્તિના અર્થમાં પ્રયોજાયેલ કેટલાક શબ્દો : પ્રસ્તુત ગ્રંથમાં મુક્તિના અર્થને અભિવ્યક્ત કરનાર કેટલાક શબ્દોના પ્રયોગ જોવા મળે છે તે ઉપરથી તેના સ્વરૂપના વિષયમાં જાણકારી પ્રાપ્ત થાય છે. * ૧ મોક્ષ` : ‘મુત્તુ' ધાતુમાંથી મોક્ષ શબ્દ બને છે. મોક્ષ શબ્દનો અર્થ છે કોઈથી છુટકારો મેળવવો. અધ્યાત્મવિષય હોવાથી અહીં સંસારના બંધનભૂત કર્મોમાંથી છુટકારો અભિપ્રેત છે. જીવનો કર્મોના બંધનથી છૂટકારો થાય છે તથા કર્મબંધનથી રહિત સ્વ-સ્વરૂપમાં પ્રતિષ્ઠિત જીવને ‘મુક્ત જીવ' કહેવામાં આવેલ છે. તેથી મોક્ષનો અર્થ થાય : ‘સર્વ પ્રકારના બંધનમાંથી રહિત જીવ દ્વારા સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ.’ ૨ નિર્વાણ : તેનો અર્થ થાય સમાપ્તિ. અહીં સમાપ્તિ દ્વારા ચેતનના અભાવને સમજવાનો નથી કારણ કે મોક્ષની પ્રાપ્તિ થતાં ચેતનનો વિનાશ થતો નથી. પરંતુ તેને સ્વ-સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેથી અહીં નિર્વાણ એટલે ‘કર્મજન્ય સાંસારિક અવસ્થાઓનું સદા માટે સમાપ્ત થવું'. બૌદ્ધદર્શનમાં આ १. बंधमोक्खपइण्णिणो । २ नायए परिनिव्वुए । नत्थि अमोक्खस्स निव्वाणं । ૧૩. ૬. ૧૦. ૧૩. ૩૬, ૨૬૯. ૧૩. ૨૮. ૩૦. Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના મુક્તિ-વાચક પ્રચલિત શબ્દ છે. પરંતુ ત્યાં અર્થ જુદો છે. ૩ બહિ:વિહાર : અહીં વિહાર શબ્દનો અર્થ છે જન્મ-મરણથી વ્યાપ્ત સંસાર. તેથી બહિ:વિહારનો અર્થ થાય-સંસારના આવાગમનથી રહિત સ્થાન અથવા જન્મ-મરણારૂપ સંસારની બહાર. મોક્ષની પ્રાપ્તિ થઈ જતાં, જીવનું સંસારમાં આવાગમન થતું નથી તેથી તેને બહિ:વિહાર કહેવામાં ઉપયુક્તા છે. ૪ સિદ્ધલોક : મોક્ષને પ્રાપ્ત કરનાર જીવ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ પોતાના અભીષ્ટને પ્રાપ્ત (સિદ્ધ) કરી લે છે. તેથી મુક્ત થનાર જીવને “સિદ્ધ” તથા જ્યાં તેનો નિવાસ છે તેને “સિદ્ધલોક' (સિદ્ધશિલા) કહેવામાં આવે છે. ૫ આત્મવસતિ': મુક્ત થવાનો અર્થ થાય : આત્મસ્વરૂપની પ્રાપ્તિ. તેથી આત્મવસતિ કે આત્મપ્રયોજનની પ્રાપ્તિનો અર્થ મોક્ષની પ્રાપ્તિ એવો થાય. ૬ અનુત્તરગતિ', પ્રધાનગતિ, વરગતિ, અને સુગતિ - સામાન્યરૂપે ચાર ગતિઓ માનવામાં આવી છે અને તે સંસાર-ભ્રમણમાં કારણ છે પરંતુ १ बहिं विहाराभिनिविट्ठचित्ता । –૩. ૧૪. ૪. संसारपारनिस्थिण्णा । –૩, ૩૬. ૬૭. ૨ જુઓ – પૃ. ૫૭, પા. ટિ. ૧, ઉ. ૨૩. ૮૩, ૧૦. ૩૫. ૩ કપ વર્દ વU I –૩. ૧૪. ૪૮. તથા જુઓ – ઉ. ૭. ૨૫. ४ पत्तो गई मणुत्तरं । –૩. ૧૮. ૩૮. તથા જુઓ - ઉ. ૧૮. ૩૯-૪૦, ૪૨-૪૩, ૪૮ વગેરે. ५ गइप्पहाणं च तिलोयअविस्सुतं ।। –૩. ૧૯, ૯૮. ६ सिद्धि वरगई गया । -૩. ૩૬. ૬૭. ७ जीवा गच्छंति सोग्गई। ૩. ૨૮. ૩. Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઃ મુક્તિ મોક્ષ એવી ગતિ છે જેને પ્રાપ્ત કરી લેતાં પુનઃ સંસારમાં આવાગમન થતું નથી. તેનાથી શ્રેષ્ઠ કોઈ ગતિ નથી. તેથી તેને ‘અનુત્તરગતિ' કહેવામાં આવેલ છે. દેવ અને મનુષ્યગતિને ગ્રંથમાં ક્યાંક ક્યાંક ‘સુગતિ’ કહેવામાં આવેલ છે. તે સંસારાપેક્ષાએ છે. વસ્તુતઃ સુગતિ મોક્ષ જ છે અને તે સંસારની ચાર ગતિઓથી ભિન્ન હોવાને કારણે ‘પંચમગતિ’ છે. ૭ ઊર્ધ્વદિશા' : મુક્ત જીવ સ્વભાવથી ઊર્ધ્વગમન-વાળા હોય છે અને તેઓ જ્યાં નિવાસ કરે છે તે સ્થાન લોકના ઉપરના ભાગમાં છે. તેથી ઊર્ધ્વદિશામાં ગમન એટલે મોક્ષની પ્રાપ્તિ. ‘તત્ત્વાર્થસૂત્ર’માં મુક્તાત્માઓના ઊર્ધ્વગમન સ્વભાવની બાબતમાં કેટલાંક દૃષ્ટાંત આપવામાં આવેલ છેરે. આ ઊર્ધ્વગમન લોકના અગ્રભાગ સુધી જ થાય છે કારણ કે અલોકમાં કોઈ પણ તત્ત્વની સત્તા માનવામાં આવી નથી. ૩ ૮ દુરારોહ : મુક્તિ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન હોવાથી તેને ‘દુરારોહ’ કહેવામાં આવે છે. ૯ અપુનરાવૃત્ત અને શાશ્વત : અહીં આવ્યા બાદ જીવ ક્યારેય સંસારમાં આવતો નથી. તેથી મુક્તિ ‘અપુનરાવૃત્ત' છે તથા નિત્ય હોવાથી ‘શાશ્વત’ (ધ્રુવ) પણ છે. ૩૦૭ १. उड्डुं पक्कमईदिसं । ~૩. ૧૯, ૮૩, २ पूर्वप्रयोगादसंगत्वाद्द्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च । आविद्धकुलालचक्रवद्व्यपगतलेपालाबुवदेरण्डबीजवदग्निशिखावच्च । 3 अस्थि एगं धुवं ठाणं लोगग्गम्मि दुरारुहं । जत्थं नत्थि जरामच्चू वाहिणो वेयणा तहा ।। निव्वाणंति अबाहंति सिद्धी लोगग्गमेव य । खेमं सिवं अणावाहं जं चरंति महेसिणो ॥ ૪ એજન, ઉ. ૨૯. ૪૪, ૨૧. ૨૪. વગેરે. —7. પૂ. ૧૦. ૬-૭. -૩. ૨૩. ૮૧. -૩. ૨૩. ૮૩. Page #402 -------------------------------------------------------------------------- ________________ 3७८ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ૧૦ અવ્યાબાધ ? સર્વ પ્રકારની બાધાઓથી રહિત હોવાથી તથા અત્યન્ત સુખરૂપ હોવાથી તેને “અવ્યાબાધ' કહેવામાં આવેલ છે. ૧૧ લોકોત્તમોત્તમ : ત્રણે લોકોમાં સર્વશ્રેષ્ઠ હોવાથી તેને લોકોત્તમોત્તમ કહેવામાં આવેલ છે. મોક્ષમાં જીવની અવસ્થા : મુક્તિની અવસ્થા જરા-મરણથી રહિત, વ્યાધિથી રહિત, શરીરથી રહિત, અત્યંત દુઃખાભાવરૂપ, નિરતિશય સુખરૂપ, શાન્ત, ક્ષેમકર, શિવરૂપ, ઘનરૂપ, વૃદ્ધિ-હાસથી રહિત, અવિનશ્વર, જ્ઞાનરૂપ, દર્શનરૂપ (સામાન્યબોધ), પુનર્જન્મરહિત તથા એકાન્ત અધિષ્ઠાનરૂપ છે. આ મુક્તાવસ્થાને પામેલ આત્મા સ્વ-સ્વરૂપને પ્રાપ્ત કરે છે એ કારણે પરમાત્મા બને છે. આત્મા અને પરમાત્મામાં ભેદ રહેતો નથી. બંને સમાન સ્થિતિવાળા થઈ પૃથક પૃથક્ અસ્તિત્વ રાખે છે, અત-વેદાન્તની જેમ એકરૂપ થતા નથી. જ્ઞાન અને દર્શનરૂપ ચેતના કે જે જીવનું સ્વરૂપ છે તેનો અભાવ થતો નથી કારણ કે એમ થતાં, જીવપણાનો જ અભાવ થશે અને સત્ દ્રવ્યનો ૧ એજન ઉ. ર૯. ૩. २ लोगत्तमुत्तमं ठाणं । –૩. ૯, ૫૮. તથા જુઓ - ઉ. ૨૦. પર. 3 अरुविणो जीवघणा नाणदंसणसनिया । अउलं सुहंसंपत्ता उवमा जस्स नत्थि उ ।। –૩. ૩૬. ૬૬. तओ पच्छा सिज्झइ, बुज्झइ, मुच्चइ परिनिव्वायइ, सव्वदुक्खाणमंतं करेइ । –૩. ર૯. ૨૮. एगंत अहिड्डिओ भयवं । ૩. ૯, ૪. તથા જુઓ - ઉ. ૨૯. ૪૧, ૫૮, પૃ. ૩૭૭, પા. ટિ. ૩. Page #403 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઃ મુક્તિ ૩૭૯ પણ વિનાશ થવા માંડશે. તેથી આ અવસ્થાને શુદ્ધ જ્ઞાન અને દર્શનરૂપ કહેવામાં આવેલ છે. અહીં દર્શનનો અર્થ “શ્રદ્ધા' નથી જેમ કે યાકોબીએ પોતાના અનુવાદમાં લખેલ છે તેમ અહીં દર્શનનો અર્થ “શ્રદ્ધા' નથી. પરંતુ, દર્શનાવરણીય કર્મના અભાવથી પ્રગટ થનાર સામાન્યબોધરૂપ આત્માનો સ્વાભાવિક ગુણ છે. “શ્રદ્ધા” દર્શનમોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થનાર ગુણ છે જે મોહાભાવરૂપ છે. કર્મોનો પૂર્ણ અભાવ થઈ જતાં, તજન્ય શરીર, જરાવ્યાધિ, રૂપ, દુ:ખ, વૃદ્ધિ-હાસ વગેરે કાંઈ રહેતાં નથી કારણ કે તે બધા કર્મોના સંપર્કને કારણે રહેનારા છે. ભૌતિક શરીર અને રૂપાદિ ન રહેતાં જીવનો અભાવ થતો નથી. તેથી તેને ઘનરૂપ કહેવામાં આવેલ છે. આમ કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષ અભાવરૂપ નથી પરંતુ ભાવાત્મક છે. મુક્ત થતાં પહેલાં જીવ જે શરીર સાથે જોડાયેલ હોય છે તે શરીરનો જેવડો આકાર (ઊંચાઈ અને પહોળાઈ) હોય છે તેનાથી તૃતીયભાગ ન્યૂન (ઊંચાઈ આદિ) વિસ્તાર (અવગાહના) બધા મુક્ત જીવોનો હોય છે કારણ કે શરીર ન હોવાથી મુક્તાવસ્થામાં નાસિકા વગેરેનાં છિદ્રભાગો ઘનરૂપ થઈ જાય છે. શરીર-પ્રમાણ : જીવના સ્વરૂપની ચર્ચા વખતે દર્શાવવામાં આવેલું છે કે જીવ જેવા શરીરનો આકાર પ્રાપ્ત કરે છે તે અનુસાર સંકોચ અને વિસ્તાર પ્રાપ્ત કરે છે. તેથી આ શંકા થાય એ સ્વાભાવિક છે ત્યારે તો મુક્ત જીવને કાંઈ શરીર ન હોવાથી આત્મપ્રદેશો કાંતો સઘન થઈ અણુરૂપ થઈ જવા જોઈએ અથવા સર્વત્ર ફેલાઈ જવા જોઈએ તો પછી ક્યા કારણે મુક્તાત્માઓનો વિસ્તાર પૂર્વજન્મના શરીર કરતાં તૃતીય ભાગ ન્યૂન દર્શાવવામાં આવેલ છે ? એનું કારણ એ છે કે સંસારાવસ્થામાં જીવને શરીર-પ્રમાણ માનવામાં આવેલ છે, ન અણુરૂપ અને ન વ્યાપક. તેથી આવશ્યક બને છે કે મુક્તાવસ્થામાં પણા જીવને સર્વથા અણુરૂપ કે વ્યાપક ન માનીને કેટલાક વિસ્તારવાળો માનવામાં આવે. આત્મામાં જે સંકોચ વિકાસ માનવામાં આવે છે તે કર્મજન્ય શરીરના ફળ સ્વરૂપે ૧ ઉ. ૩૬, ૬૬-૬૭ (સે. બુ. ઈ., ભાગ-૪૫) २ उस्सेहो जस्स जो होइ भवम्मि चरिमम्मि उ । तिभागहीणो तत्तो य सिद्धाणोगाहणा भवे ।। -૩. ૩૬. ૬૪. Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના માનવામાં આવે છે. મુક્તાત્માઓને શરીર ન હોવાથી તેજજન્ય સંકોચ-વિકાસ હોવાનો પણ સંભવ નથી. તેથી મુક્તાત્માઓની આકૃતિ (અવગાહના) વગેરેની કલ્પના અંતિમજન્મના શરીરને આધારે કરવામાં આવે છે. જો કે આ મુક્ત જીવ રૂપાદિથી રહિત હોય છે તથાપિ આ આત્મ પ્રદેશોના આ જે વિસ્તારની કલ્પના કરવામાં આવી છે તે આકાશપ્રદેશમાં રહેલ આત્માના અદશ્ય પ્રદેશોની અપેક્ષાએ કરેલ છે. અપૂર્વ હોવાથી એક આત્માના પ્રદેશોમાં અન્ય આત્માનો પ્રદેશ પણ રહી શકે છે. સુખ : “કર્મના પ્રકરણમાં દર્શાવવામાં આવેલું કે સુખ અને દુઃખનો અનુભવ પોતાનાં સંચિત વેદનીય કર્મો અનુસાર થાય છે. તેથી શંકા થાય છે કે જો આ મુક્તાત્માઓ કમરહિત હોય તો પછી તેને સુખનો અનુભવ કેવી રીતે થાય ? સુખ અને દુઃખ કર્મજન્ય હોવાથી કર્મરહિત મુક્તાત્માઓમાં દુઃખાભાવની જેમ સુખનો પણ અભાવ માનવો જોઈએ. આના ઉત્તરમાં એ કહેવું પૂરતું છે કે મુક્તાત્માઓમાં જે સુખની કલ્પના કરવામાં આવી છે તે અલૌકિક સુખ છે, વેદનીય કર્મજન્ય સાંસારિક સુખ નથી. તેથી ગ્રંથમાં આ સુખને અનુપમેય સુખ કહેવામાં આવેલ છે. મુક્તાત્માઓને શરીર કે ઈન્દ્રિયાદિ ન હોવાથી તેનું સુખ કર્મજન્ય હોઈ શકતું નથી. આત્માનો સ્વભાવ સુખરૂપ માનવાથી તથા માનવની પ્રવૃત્તિ સુખપ્રાપ્તિની દિશામાં હોવાથી મોક્ષાવસ્થામાં અવિનશ્વર અને અનુપમેય સુખની કલ્પના કરવામાં આવી છે. અહીં વસ્તુત: બધા પ્રકારનો દુઃખાભાવ જ અલૌકિક સુખાનુભાવ છે કારણ કે જીવ પોતપોતાની અનુભૂતિ અનુસાર જ સુખ અને દુઃખની કલ્પના કરે છે. જ્યાં કોઈ ઈચ્છા જ નથી ત્યાં દુ:ખ કેવું? જ્યાં કોઈ વિષયની ઈચ્છા હોય છે ત્યાં દુ:ખ છે અને જ્યાં પૂર્ણતા છે ત્યાં માનો તો અલૌકિક સુખ છે અને ન માનો તો સુખ કે દુઃખ કંઈ નથી. આ મુક્તિ પૂર્ણ નિષ્કામ અવસ્થા છે. દુ:ખાભાવ હોવાથી તથા જીવનું સ્વરૂપ સુખસ્વભાવ માનવાથી અહીં અલોકિક સુખની કલ્પના કરવામાં આવી છે. ૧ જુઓ – પૃ. ૩૭૭, પા. ટિ. ૩-૪. Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૮૧ પ્રકરણ ૬: મુક્તિ મુક્તાત્માઓમાં ચેતના રહેતી હોવાથી તેમની દુઃખાભાવ અને સુખાભાવરૂપ પાષાણવત્ સ્થિતિ હોય એમ ન કહી શકાય. તેથી તેમને શાન્ત, શિવરૂપ અને સુખની અવસ્થાવાળા કહેવામાં આવ્યા છે. આ અવસ્થાનો ક્યારેય વિનાશ પણ થતો નથી તથા તેમાં ક્યારેય પરિવર્તન થતું નથી. તેથી આ અવસ્થાને અવિનશ્વર કહેવામાં આવે છે. અવિનશ્વર હોવા છતાં પણ સ્વાભાવિકરૂપે દ્રવ્યમાં થનાર ઉત્પાદ, ભય અને ધ્રોવ્યરૂપ પરિણમન તો થયા જ કરે છે કારણ કે એ તો દ્રવ્યનો સ્વભાવ છે જે પ્રત્યેક દ્રવ્યમાં હોય છે પરંતુ વૃદ્ધિ-હાસરૂપ અસમાનાકાર પરિણામન થતું નથી. મુક્તોના એકત્રીશ ગુણો : ગ્રંથમાં ચરણવિધિ નામના એકત્રીશમા અધ્યયનમાં સિદ્ધ જીવોના એકત્રીશ અતિશય ગુણો દર્શાવવામાં આવેલ છે. પરંતુ ત્યાં તેમનાં નામો ગણાવવામાં આવ્યાં નથી. ટીકા ગ્રંથોમાં બે પ્રકારે તેની સંખ્યા ગણાવવામાં આવી છે જે પરથી પ્રતીત થાય છે કે આ બધા ગુણો અભાવાત્મક છે. મુક્તજીવ બધા પ્રકારના કર્મો તથા રૂપાદિથી રહિત હોય છે. તેથી પ્રથમ પ્રકારમાં અમૂર્તત્વની અપેક્ષાએ તથા દ્વિતીય પ્રકારમાં કર્માભાવની અપેક્ષાએ મુક્ત જીવોના ગુણાની ગણના કરવામાં આવી છે. આ બંને પ્રકારોમાં કોઈ ખાસ ફેર નથી કારણ કે મુક્ત જીવ બધાં પ્રકારનાં કર્મોથી તથા રૂપાદિથી રહિત હોય છે. કર્માદિથી રહિત હોવાને કારણે તેમના પુનર્જન્મ આદિ અંગે પણ પ્રશ્ન ઊભો થતો નથી. ૧ સિદ્ધાળગોળ................ -૩. ૩૧. ર૦ ૨ સિદ્ધોના એકત્રીશ ગુણોના બે પ્રકાર આ પ્રમાણે છે. પ્રથમ પ્રકાર : પાંચ સંસ્થાનાભાવ, પાંચ વભાવ, બે ગંધાભાવ, પાંચ રસાભાવ, આઠ સ્પર્શાભાવ, ત્રણ વેદાભાવ (પુરુષ, સ્ત્રી અને નપુંસક લિંગથી રહિત), અકાયત્વ, અસંગત તથા અજન્મસ્વરૂપ. બીજો પ્રકાર : પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, બે વેદનીય, બે મોહનીય, ચાર આયુ, બે ગોત્ર, બે નામ તથા પાંચ અન્તરાય કર્માભાવરૂપ. -એન ટીકાઓ. Page #406 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સાદિમુક્તતા : એવો કોઈ સમય ન હતો, નથી અને હશે નહિ કે જ્યારે કોઈ જીવ મોક્ષને પ્રાપ્ત ન કરતો હોય, આ ઉપરાંત, એ પણ નિશ્ચત છે કે કોઈ પણ જીવ અનાદિમુક્ત નથી કારણ કે મુક્તાવસ્થાની પહેલાં સંસારાવસ્થા અવશ્ય સ્વીકારવામાં આવી છે. ગ્રંથમાં એટલે મુક્ત જીવોને ઉત્પત્તિની અપેક્ષાએ ‘સાદિ’ તથા આ અવસ્થાનો ક્યારેય વિનાશ ન થતો હોવાથી ‘અનન્ત’ કહેવામાં આવે છે`. સમુદાયની અપેક્ષાએ મુક્ત જીવોની ઉત્પત્તિને તો અનાદિ કહેવામાં આવેલ છે. તેનું એ તાત્પર્ય નથી કે કેટલાક એવા પણ જીવ છે જે ક્યારેય સંસારી ન રહ્યા હોય, તેમ કહેવાનું તાત્પર્ય તો માત્ર એટલું જ છે કે ઘણા મુક્ત જીવ એવા પણ છે જેમની ઉત્પત્તિનો પ્રારંભિક કાળ દર્શાવી શકાતો નથી. આ અનાદિ કાળમાં મુક્ત જીવ ક્યારે ક્યાં હતા એ દર્શાવવું માનવની કલ્પનાથી પર છે તેથી તેમને અનાદિ કહેવામાં આવ્યા છે. પરંતુ તે બધા કોઈ સમવિશેષમાં જ મુક્ત થયા છે કારણ કે અનાદિ મુક્ત માનવાથી સૃષ્ટિકર્તા ઈશ્વરની પણ કલ્પના કરવી પડે પણ તે અભીષ્ટ નથી તે ઉપરાંત, મુક્ત જીવોને સર્વથા અનાદિ માનવાથી સ્વયંના ઉત્થાન અને પતનમાં વ્યક્તિના સ્વાતંત્ર્યના સિદ્ધાંતને પુષ્ટિ નહીં મળે.. ૩૮૨ મુક્તાત્માઓનો નિવાસ : મુક્તાત્માઓનો નિવાસ લોકના ઉપરના ભાગમાં માનવામાં આવ્યો છે. એ લોકાગ્રવર્તી ‘સિદ્ધશિલા'ના નામે પ્રસિદ્ધ છે. જીવ ઊર્ધ્વગમનના સ્વભાવવાળો છે અને તે ઊર્ધ્વગમન લોકાન્ત સુધી જ સંભવે છે કારણ કે અલોકમાં ગતિ આદિમાં સહાયક ધર્માદિ દ્રવ્યનો સદ્ભાવ સ્વીકારવામાં આવ્યો નથી. જો કે મુક્તાત્માઓ સર્વશક્તિ સંપન્ન હોવાથી ગતિમાં સહાયક ધર્માદિ દ્રવ્યોનો અભાવ १ एगत्तेण साइया. ..પુત્તળ અળાયા । ૨ એજન ૩ જુઓ - પૃ. ૫૬, પા. ટિ. ૩, પૃ. ૫૭, પા. ટિ. ૧. ૩. ૩૬. ૬૬. Page #407 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬: મુક્તિ ૩૮૩ ન હોય તો પણ અલોકમાં જઈ શકે પરંતુ તેને કોઈ અભિલાષા ન હોવાથી તેઓ લોકની સીમાનું ઉલ્લંઘન કરતા નથી. આ મુક્તાત્માઓ ત્યાં જ સ્થિત થઈ લોકાલોકને જાણે છે. એવી અવસ્થા જો ન માનવામાં આવે તો મુક્તાત્માઓ ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સતત આગળ વધતાં દૂર ને દૂર જાય અને એક ક્ષણ પછી મુક્ત થયેલ આત્મા પૂર્વવર્તી મુક્તાત્માઓથી દરરોજ પાછળ રહી જાય. તેથી લોકાગ્રભાગમાં જ મુક્તાત્માઓનો નિવાસ માનવામાં આવેલ છે. મુક્તિ કોને, ક્યારે અને ક્યાંથી ? ગ્રંથમાં, મુક્તિનું દ્વાર, બધા જીવો માટે બધા ક્ષેત્રોમાં અને બધા સમય માટે ઉઘાડું છે એમ કહેવામાં આવ્યું છે. એક સમયે વધારેમાં વધારે જીવ કેટલી સંખ્યામાં એક સાથે મુક્ત થઈ શકે એ બાબતમાં ગ્રંથમાં નીચે મુજબની વિગત જાણાવા મળે છે. મુક્ત થનાર જીવ પુરુષ સ્ત્રી નપુંસક જૈન સાધુ (સ્વ લિંગી) જૈનેતર સાધુ (અન્ય લિંગી) ગૃહસ્થ શરીરની સર્વાધિક ઊંચાઈ વાળા ૧ ૩. ૩૬. ૪૯-૫૪. અધિકતમ સંખ્યા ૧૦૮ ૨૦ ૧૦ ૧૦૮ ૧૦ ૪ મુક્ત થનાર જીવ શરીરની સહુથી ઓછી ઊંચાઈવાળા મધ્યમ ઊંચાઈવાળા ઊર્ધ્વલોકમાંથી મધ્યલોકમાંથી (તિર્યલોક) અઘોલોકમાંથી નદી વગેરે જળાશયોમાંથી ર સમુદ્રમાંથી ૨ આ આંકડાઓ જોતાં જાણવા મળે છે કે મુક્ત થવાની સર્વાધિક યોગ્યતા મધ્યલોકવર્તી મધ્યમ શરીરની અવગાહના (ઊંચાઈ) વાળા સાધુમાં છે. એ પર થી એ પણ પ્રતીત થાય છે કે વીતરાગતાની પૂર્ણતા જે જીવને જે સ્થાનમાંથી જે પ્રકારના નાના મોટા શરીરનું અસ્તિત્વ રહેતાં થઈ જાય તો એ જ સ્થાનમાંથી અધિકતમ સંખ્યા ૪ ૧૦૮ ૪ ૧૦૮ ૨૦ ૩ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન એજ શરીરથી મુક્ત થઈ શકે છે. અહીં દેવ, નરક અને તિર્યંચ ગતિમાંથી મુક્ત થનારા જીવોની સંખ્યાનો વિશેષ રૂપે ઉલ્લેખ ન કરી સામાન્યરૂપે પુરુષ, સ્ત્રી અને નપુંસક લિંગીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યગતિનો જીવ જ સીધો મુક્ત થઈ શકે છે, અન્ય દેવાદિગતિવાળા જીવ મનુષ્યપર્યાય-પ્રાપ્તિ પછી જ મુક્ત થઈ શકે છે. તેથી સર્વાર્થસિદ્ધિવાળા દેવને પણ મનુષ્યપર્યાયની પ્રાપ્તિ પછી જ મુક્તિના અધિકારી દર્શાવ્યા છે. ઊર્ધ્વલોક અને અદ્યોલોકમાંથી મુક્તિની સંખ્યાનું જે કથન કરવામાં આવ્યું છે તે ત્યાં રહેલ મનુષ્યગતિના જીવોની સ્થિતિની દૃષ્ટિએ જ છે. એ જીવો કોઈ કારણવશ ત્યાં પહોંચી ગયેલા છે. આમ મનુષ્યને જ સાક્ષાત્ મુક્તિ પ્રાપ્ત કરવાના અધિકારી તરીકે દર્શાવેલ છે. જો કે અન્ય ગતિના જીવ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પણ તેને માટે તેમણે પહેલાં મનુષ્યગતિમાં આવવું પડે છે. દિગંબર પરંપરામાં માત્ર મનુષ્યગતિની પુરુષજાતિને જ તેના સાક્ષાત્ અધિકારી તરીકે દર્શાવેલ છે. સ્ત્રી અને નપુંસક લિંગીને નહીં. ગૃહસ્થ અને જૈનેતર સાધુને મુક્તિના અધિકારી ગણ્યા છે તે બાહ્ય ઉપાધિની અપેક્ષાએ છે કારણ કે ભાવાત્મક રીતે તો બધાએ પૂર્ણા વીતરાગી થવું જરૂરી છે ગૃહસ્થ અને જૈનેતર સાધુઓમાં વિરલ જ કોઈ જીવ એવા હોય છે કે જે મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તેથી એક સમયે અધિકમાં અધિક મુક્ત થનાર એવા જીવોની સંખ્યા જૈન સાધુઓ કરતાં ઓછી દર્શાવેલ છે. અહીં એક સમયે વધારેમાં વધારે સિદ્ધ થનાર જીવોની જે સંખ્યા દર્શાવેલ છે તે એ અર્થમાં છે કે જો એક જ કાળમાં જીવ વધુમાં વધુ સિદ્ધ થાય તો તે ૧૦૮ જ હોય તેથી વધારે નહીં. ઓછામાં ઓછા કેટલા સિદ્ધ થાય એ બાબતમાં કોઈ સંખ્યા નિયત નથી. તેથી સંભવ છે કે કોઈ સમયે એકેય જીવ સિદ્ધ ન થાય અને એવું જૈન ગ્રંથોમાં १ भुङ्क्ते न केवली न स्त्रीमोक्षमेति दिगम्बर: । ___प्राहुरेषामयं भेदो महान् श्वेताम्बरः सह ।। -જિનદત્તસૂરિ, ૨ ત. સૂ, પં. કેલાસચંદ્રકૃત ટીકા, પૃ. ૨૩૮. વૃત, મ. સ. ૧, પૃ. ૧૧૬. Page #409 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬: મુક્તિ ૩૮૫ માનવામાં આવેલ છે. આ સંખ્યા આટલી જ નિશ્ચિત કેમ કરવામાં આવી છે તે બાબતમાં નિશ્ચયપૂર્વક કંઈ કહી શકાય તેમ નથી પરંતુ જૈન ધર્મમાં ૧૦૮ની સંખ્યા ધાર્મિક-ક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. મુક્ત જીવોની એકરૂપતા : મુક્ત જીવોમાં કોઈ પ્રકારનો ભેદ હોતો નથી કારણ કે બધા સર્વજ્ઞ, સર્વદર્શી, સકળ કર્મોના બંધનની રહિત, અશરીરી તથા અનુપમેય સુખાદિથી યુક્ત છે. છતાં પણ ગ્રંથમાં મુક્ત જીવોના જે અનેક ભેદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંતિમ જન્મની ઉપાધિની દષ્ટિએ કરેલ છે. જેમ કે પુરુષ, સ્ત્રી આદિના પર્યાયથી મુક્ત થનાર જીવ. “તત્ત્વાર્થસૂત્ર'માં આ વિષયમાં એક સૂત્ર છે જેમાં દર્શાવેલ છે કે સિદ્ધાંતોમાં કિંચિત ભેદ સંભવે છે. વાસ્તવિક રીતે સિદ્ધ જીવો અશરીરી હોવાથી પુરુષ, સ્ત્રી, નપુંસક જેવા ભેદો નથી. જીવન્મુક્તિ : ગ્રંથમાં જીવન્મુક્તિની સત્તાને સ્વીકારવામાં આવી છે. જીવન્મુક્તિનો અર્થ: જે હજી પૂર્ણ મુક્ત તો થયેલ નથી પણ શીઘ જ નિયમાનુસર મુક્ત થનાર છે અર્થાત્ સંસારમાં રહેતા હોવા છતાં જેમનું સંસારભ્રમણ અટકી ગયું છે અને જે અશરીરી અવસ્થામાં જ પૂર્ણમુક્તિના દ્વારે ઊભા છે. ગ્રંથમાં જીવન્મુક્તિને સંસારરૂપી સમુદ્રના તીર (કિનારા)ની પ્રાપ્તિ તથા પૂર્ણ મુક્તિ (વિદેહમુક્તિ)ને પાર (સંસાર સમુદ્રને પેલે પારોની પ્રાપ્તિ દર્શાવેલ છે. વિદેહમુક્તિનું વર્ણન ઉપર થઈ ગયેલ છે. હવે ગ્રંથ પ્રમાણે જીવન્મુક્તિનું વર્ણન કરવામાં આવશે. ગ્રંથમાં જીવન્મુક્તિનાં તથ્ય : જ્યારે કેશિકુમાર મુનિ ગૌતમ મુનિને પૂછે છે - “સંસારમાં ઘણા જીવ પાશબદ્ધ જોવા મળે છે પરંતુ તમે મુક્તપાશ અને લઘુભૂત થઈને કેવી રીતે વિચરણ કરો છો ?' ત્યારે ગૌતમ મુનિ કેશિમુનિને ૧ જુઓ – પૃ. ૩૮૩. २ क्षेत्रकालगतिलिंगतर्थचारित्रप्रत्येकबुद्धबोधितज्ञानावगाहनान्तरसंख्याल्पबहुत्वत: साध्यः । –. સૂ, ૧૦. ૯. ૩ ઉ. ૧૦. ૩૪, પૃ. ૩૭૬, પા. ટિ, ૧. Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કહે છે – “હે મુનિ, હું એ બધા પાશોને કાપીને અને ઉપાયપૂર્વક નષ્ટ કરીને મુક્તપાશ અને લઘુભૂત થઈને વિહાર કરું છું.” કેશિમુનિએ અનેકવાર પાશો બાબત પૂછ્યું ત્યારે ગૌતમ મુનિ કહે છે કે અત્યંત ભયંકર રાગ-દ્વેષાદિદરૂપ સ્નેહપાશોને વિધિપૂર્વક કાપીને ક્રમાનુસાર વિહાર કરું છું. અહીં સંસારના બધા જીવોને પાશબદ્ધ ન કહેતાં, ઘણા જીવોને પાશબદ્ધ કહેવામાં આવ્યા છે તથા ગૌતમ મુનિને “મુક્તપાશ’ અને ‘લઘુભૂત” કહેવામાં આવ્યા છે તે હકીકત એમ સિદ્ધ કરે છે કે સંસારમાં કેટલાક એવા પણ જીવ છે કે જે બંધનથી રહિત (પાશયુક્ત) છે અને તેમાંના એક ગૌતમ મુનિ પણ છે. તેથી જે પાપમુક્ત અને કર્મજ દૂર થવાથી લઘુભૂત છે તે બધા “જીવન્મુક્ત છે. રાગ-દ્વેષવશ, વિષયભોગો પ્રત્યે રાખવામાં આવેલી આસક્તિ (સ્નેહ કે મોહ) જ પાશ છે અને રાગ-દ્વેષથી રહિત થઈ વીતરાગી થયેલ છે તે બધા મુક્તપાશ છે. બ્રાહ્મણનું લક્ષણ દર્શાવતાં ગ્રંથમાં બ્રાહ્મણને “પ્રાપ્તનિર્વાણ' (જેણે નિર્વાણ પ્રાપ્ત કરેલ છે) ગણવામાં આવેલ છે. એ પરથી “જીવન્મુક્ત'નું ગ્રહણ થાય છે. આ રીતે સિદ્ધ થાય છે કે ગ્રંથમાં જીવન્મુક્તોની સત્તામાં વિશ્વાસ ધરાવવામાં આવ્યો છે. આ જીવન્મુક્ત જળથી ભિન્ન કમળની જેમ સંસારમાં રહેવા છતાં તેનાથી અલિપ્ત રહે છે. આ જીવન્મુક્ત જીવ જ પ્રાણીમાત્ર માટે હિતોપદેષ્ટા છે કારણ કે વિદેહમુક્ત (સિદ્ધ) જીવોની સંસારમાં સ્થિતિ ન હોવાથી તથા તેઓ બધા પ્રકારની ઈચ્છાઓથી રહિત હોવાથી તેઓ હિતોપદેષ્ટા ન થઈ શકે પણ તેઓ પોતે પહેલાં કરેલાં શુભ-કાર્યોથી જ જીવોના પથ-પ્રદર્શક બને છે. આમ પ્રાણીમાત્રના કલ્યાણ માટેનો હિતોપદેશ આપવાને કારણે જીવન્મુક્તોને જૈન ગ્રંથોમાં સિદ્ધ કરતાં પહેલાં નમસ્કાર કરવામાં આવે છે. १ दीसंति बहवे लोए पासबद्धा सरीरिणो.......मुक्कपासो लहुड्भूओ ॥ -૩. ૨૩. ૪૦. २ सुव्वयं पत्तनिव्वाणं तं वयं बूम माहणं । –૩. રપ. રર. 3 णमो अरिहंताणं णमो सिद्धाणं णमो आइरियाणं । णमो उवज्झायाणं णमो लोए सव्व-साहूणं ।। १ ।। –ામ, પુસ્ત, પૃ૮. Page #411 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬: મુક્તિ ૩૮૭ જીવન્મુક્તોના પ્રકાર : ગ્રંથમાં એ બધા જીવોને જીવન્મુક્ત ગણવામાં આવ્યા છે જેઓ મુક્તિના માર્ગે અગ્રેસર થઈ ચૂક્યા છે. આ જીવન્મુક્ત બે પ્રકારના છે : ૧ જેઓ જીવન્મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે અને જે પૂર્ણ જીવન્મુક્ત થઈ ચૂક્યા છે. પ્રથમ પ્રકારના જીવન્મુક્તો તેઓ છે જે હજી પૂર્ણ જીવન્મુક્ત તો નથી થયા પણ મુક્તિ તરફ ધપી રહ્યા છે. તેમને ગ્રંથમાં અલ્પસંસારી (પરીતસંસારીઅલ્પપાશબદ્ધ) કહેવામાં આવ્યા છે. તેઓ કાં તો આ ભવમાં અથવા કેટલાક જન્મો બાદ અવશ્ય જ મુક્ત થઈ જાય છે. આમ તેઓ વાસ્તવિક રીતે પૂર્ણ જીવન્મુક્ત તો નથી છતાં પણ જીવન્મુક્તિની નજીક હોવાથી તેમને ઓપચારિક રીતે જીવન્મુક્ત કહેવામાં આવે છે. આ શ્રેણીમાં એવા બધા જીવ આવે જે પ્રથમ દર્શાવેલ “ક્ષપક શ્રેણીનો આશ્રય કરી મુક્તિ તરફ આગળ વધી રહ્યા છે. આ ક્ષપક શ્રેણી એટલે જે કર્મોને સદા માટે નષ્ટ કરતો કરતો આગળ વધે છે. તેથી આ શ્રેણી માટે ગ્રંથમાં “અલ્લેવર શ્રેણી” (શરીર રહિત શ્રેણી), “ઋજુશ્રેણી” (સીધી શ્રેણી) અને “કરણગુણ શ્રેણી” (જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરવાની શ્રેણી) આદિ શબ્દોનો પ્રયોગ થયો છે. તેનો આશ્રય લેનાર જીવ તરત જ મુક્તિને પ્રાપ્ત કરે છે. તેથી દ્રુમપત્રક અધ્યયનમાં ગૌતમને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે કે “હે ગૌતમ, અફ્લેવરશ્રેણીને ઉચ્ચ કરતો ક્ષેમકર, શિવરૂપ અનુત્તર સિલોકને પ્રાપ્ત કર. તેમાં ક્ષણમાત્રનો પણ વિલંબ ન કર.' બીજા પ્રકારના જીવન્મુક્ત તેઓ છે કે જેમણે ચાર પ્રકારના ઘાતકર્મોનો નાશ કર્યો છે અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત કરેલ છે તથા આ असत्यर्हत्याप्तागमपदार्थावगमो न भवेदस्मदादीनाम्, संजातश्चैतत्प्रसादादित्युपकारापेक्षया वादावर्हनमस्कारः क्रियते । - પSીમ, વસ્ત્રાટ, પૃ. ૫૩-૫૪. १ ते होति परित्तसंसारी। –૩. ૩૬. ર૬૧. २ अकलेवरसेणि भूसिया । –૩. ૧૦. ૩૫. તથા જુઓ - પૃ. ર૩૩, પા. ટિ, ૧. ૩ એજન, ઉ. ૧૦. ૩૫. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ભવમાં પૂર્ણ મુક્ત થવાના છે. તેઓને “કેવલી” અથવા “જિન” કહેવામાં આવે છે. આ ઉપાધિ (ડીગ્રી) પ્રાપ્ત કરનારા સ્નાતક છાત્રની જેમ, મુક્તિને પ્રાપ્ત કરનાર સ્નાતક કેવલીની અવસ્થા છે. ગ્રંથમાં જીવન્મુક્તો માટે “સ્નાતક' શબ્દનો પ્રયોગ પણ કરવામાં આવેલ છે. આ જીવન્મુક્ત જીવ સંસારમાં રહીને અવશિષ્ટ આયુકર્મોનો ઉપભોગ કરતાં કરતાં આકાશમાં રહેલા સૂર્યની જેમ કેવળ જ્ઞાનથી સુશોભિત થાય છે. તે પછી આયુષ્ય પૂરું થતાં, અવશિષ્ટ બધાં અઘાતી કર્મોને એક સાથે નષ્ટ કરી નિયમપૂર્વક તે ભવમાં પૂર્ણ મુક્ત થઈ જાય છે. આ જીવન્મુક્તોની ગ્રંથમાં બે અવસ્થાઓ દર્શાવેલ છે. ૧. સયોગ કેવલી – મન, વચન અને કાયની ક્રિયાથી યુક્ત અને ૨. અયોગ કેવલી - મન, વચન અને કાયની ક્રિયાથી રહિત. આ બંને પ્રકારના જીવન્મુક્તોમાં “સંયોગ કેવલી” જ હિતોપદેશથી પ્રાણીમાત્રનું કલ્યાણ કરે છે કારણ કે તેઓ મન, વચન અને કાયની ક્રિયાથી મુક્ત હોય છે. મન, વચન અને કાયની ક્રિયાથી રહિત “અયોગ કેવલીની અવસ્થા વિદેહમુક્ત (સિદ્ધ)ના જેવી હોય છે. તેઓ કેટલીક ક્ષણોમાં શરીરને છોડી અનુત્તર સિદ્ધલોક (મોક્ષ)ને પ્રાપ્ત કરી પૂર્ણ મુક્ત થઈ જાય છે. આ રીતે ગ્રંથમાં મુક્તિના બે રૂપો જોવા મળે છે ? ૧. જીવન્મુક્તિ તથા ૨. વિદેહ મુક્તિ. જીવન્મુક્તિ વિદેહમુક્તિની પૂર્વાવસ્થા છે તથા વેદેહમુક્તિ પૂર્ણ નિયલ ચરમાવસ્થા છે. ગ્રંથનું પ્રધાન લક્ષ્મ જીવોને મુક્તિ પ્રત્યે અભિમુખ કરવાનું છે. અનુશીલના આ પ્રકરણમાં “ઉત્તરાધ્યયન’ના પ્રધાન લક્ષ્ય “મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તેની પ્રાપ્તિ માટે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયની સાધના આવશ્યક છે. ચાર્વાકદર્શન સિવાય બાકીના બધા ભારતીય દર્શનોનું પણ પ્રધાન લક્ષ્મ જીવોને મુક્તિ પ્રત્યે દોરવાનું છે. પરંતુ મુક્ત જીવોની કેવી અવસ્થા १ जेहिं होइ सिणायओ। –૩. રપ. ૩૪ २ अणुत्तरे नाणधरे जसंसी ओभासइ सूरि एवंऽतलिक्खे ॥ –૩. ૨૧. ર૩. ૩ ઉ. ર૯. ૭૧-૭૩. Page #413 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ : મુક્તિ ૩૮૯ હોય છે ? મુક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે ? આદિ વિષયમાં મતભેદ હોવા છતાં, મૂળ ઉદ્દેશ્યમાં સમાનતા છે. આ મૂળ ઉદ્દેશ્ય છે : જીવોને દુ:ખમાંથી છૂટકારો અપાવવો. પ્રસ્તુત ગ્રંથમાં આ મુક્તિની બે અવસ્થાઓ જોવા મળે છે ઃ ૧. જીવન્મુક્તિ અને ૨. વેદેહમુક્તિ. જીવન્મુક્તિ વિદેહમુક્તિની પૂર્વાવસ્થા છે. જીવન્મુક્તિ સંસારમાં રહેવા છતાં પ્રાપ્ત થાય છે અને વિદેહમુક્તિ સંસારથી પર થતાં મૃત્યુ બાદ મળે છે. જીવન્મુક્તિ પછી વિદેહમુક્તિ અવશ્યભાવી છે. જીવન્મુક્ત તથા વિદેહમુક્ત - બંને સંસારમાં ક્યારેય જન્મ લેતા નથી. જીવન્મુક્તોને નિષ્ક્રિય કેટલાંક અઘાતી કર્મોનું ફળ ભોગવવા માટે કેટલાક સમય સંસારમાં રોકાવું પડે છે પરંતુ વિદેહમુક્ત બધા પ્રકારના બંધનથી રહિત થઈ જવાને લીધે લોકાત્તમાં સ્થિર રહે છે. વિદેહમુક્ત જીવો સાથે માનવનું સાક્ષાત્ કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેમની સ્થિતિ સ્વાન્તઃસુખાય હોય છે. આવી સ્થિતિ માનવની અલ્પબુદ્ધિથી પર છે. વિદેહમુક્ત જીવોને મળતા સુખની કલ્પના ગાઢ નિદ્રામાંથી જાગૃત થનારને મળતા સુખાનુભવ જેવી કરવામાં આવી છે. અહીં મુખ્ય તફાવત એટલો ખરો કે મુક્તોની સુખાનુભૂતિ જાગ્રતાવસ્થાની છે તથા અવિનશ્વર છે જ્યારે સુતેલ વ્યક્તિની સુખાનુભૂતિ સુષુપ્તિ અવસ્થાની છે તથા ક્ષણિક છે. શરીરને કર્મજન્ય સ્વીકારવાને કારણે વિદેહમુક્ત જીવોને “અશરીરી માનવામાં આવેલ છે. જીવ (આત્મા)નો સ્વભાવ જ્ઞાન અને દર્શનરૂપ હોવાથી મુક્ત જીવોને જ્ઞાન અને દર્શનરૂપ ચેતનાગુણાવાળા સ્વીકારવામાં આવેલ છે. આ મુક્ત જીવોના જ્ઞાન, દર્શન, સુખ વગેરે સર્વ અલૌકિક જ છે કારણ કે તેમનાં જ્ઞાનાદિ શરીર અને ઈન્દ્રિયાદિની સહાયતા વગર જ થાય છે. આ રીતે વિદેહમુક્તોની આ અવસ્થા જ્ઞાન, દર્શન અને સુખાદિથી મુક્ત હોવા છતાં પણ ભાવાત્મક જ છે. બોદ્ધોની જેમ અભાવાત્મક, નૈયાયિકોની જેમ માત્ર દુઃખાભાવરૂપ તથા વેદાન્તીઓની જેમ બ્રહ્મક્ય રૂપ નથી હોતી. આ અવસ્થા લગભગ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન સાંખ્યદર્શનના મુક્ત પુરુષ જેવી છે જે અચેતન (પ્રકૃતિ)ના પ્રભાવથી સર્વથા રહિત છે. જીવન્મુક્તોને વ્યવહારની દૃષ્ટિથી મુક્ત કહેવામાં આવે છે કારણ કે તેઓ હજી પૂર્ણ મુક્ત થયા નથી પરંતુ તુરત જ નિયમપૂર્વક મુક્તિ પ્રાપ્ત કરવાના છે. માનવનું કલ્યાણ અને વિશ્વબંધુત્વની ભાવનાનો પ્રસાર એમના દ્વારા સંભવે છે. તેઓ સંસારમાં રહેનારા આપ્ત પુરુષ (મહાપુરુષ) છે. જીવના સ્વાભાવિક જ્ઞાનાદિ ગુણોના પ્રતિબંધક બધાં ઘાતી કર્મોને નષ્ટ કરી દેવાને કારણે તેમની મુક્તિ અવસ્થંભાવી છે. તેથી અઘાતી (નિષ્ક્રિય) કર્મોનો સદ્ભાવ રહેવા છતાં, તેમને જીવન્મુક્ત કહેવામાં આવ્યા છે. કેવળ જ્ઞાનથી યુક્ત (સર્વજ્ઞ) હોવાને કારણે તેમને કેવલી' કહેવામાં આવે છે. આ જીવન્મુક્તો સયોગી અને અયોગી એવા ભેદને કારણે બે પ્રકારના છે. જ્યાં સુધી તેઓ મન, વચન અને કાયની ક્રિયાઓથી યુક્ત રહે છે ત્યાં સુધી “સયોગી' અને મન, વચન અને કાયાની ક્રિયાથી રહિત થતાં “અયોગી” કહેવાય છે. અયોગ કેવલીની સ્થિતિ વિદેહમુક્તોની જેવી જ હોય છે કારણ કે તેઓ પણ વિદેહમુક્તોની જેમ મન-વચન-કાયની ક્રિયાઓથી રહિત હોય છે. જો કે ગ્રંથમાં સામાન્ય સાધુઓ માટે પણ જીવન્મુક્ત શબ્દનો વ્યવહાર થયો છે પણ આવું કથન મુક્તિના માર્ગમાં પ્રવેશ કરવાને કારણે વ્યવહારની દૃષ્ટિએ થયું છે. તેથી બધા સાધુ જીવન્મુક્ત નથી હોતા છતાં જેમણે બધાં મોહનીય કર્મોનો સમૂળગો વિનાશ કર્યો છે અને જે સર્વજ્ઞ થઈ ચૂક્યા છે તેઓ જ વાસ્તવમાં જીવન્મુક્ત કહેવાય છે. આમ, ગ્રંથમાં મુક્તિની જે અવસ્થા ચિત્રિત કરવામાં આવી છે તે એક અલૌકિક અવસ્થા છે. ત્યાં ન તો સ્વામી સેવકભાવ છે અને નથી કોઈ ઈચ્છા. તેને પ્રાપ્ત કરી લેતાં જીવ ક્યારેય સંસારમાં પાછો ફરતો નથી. તે કર્મબંધનથી પૂર્ણ મુક્ત થઈ જાય છે. આ આત્માના નિર્લિપ્ત સ્વ-સ્વરૂપની સ્થિતિ છે. અહીં બધાં પ્રકારના સાંસારિક બંધનોનો સદા માટે અભાવ હોવાથી તેને મુક્તિ કહેવામા આવેલ છે. ૧ જુઓ - સરક્યુરિમ, ૬૫. Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ સમાજ અને સંસ્કૃતિ કોઈ પણ સાહિત્ય તત્કાલીન સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, રાજનૈતિક, ભૌગોલિક આદિ વિવિધ પરિસ્થિતિઓથી પ્રભાવિત થયા સિવાય રહી શકે નહીં. તેથી સાહિત્યને સમાજનું દર્પણ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન, જેમાં પ્રધાનરૂપે ધર્મ અને દર્શનનું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેમાં પણ જેન શ્રમણ (સાધુ) સંસ્કૃતિના કમિક-વિકાસની સાથે સામાજિક જીવનનો પણ પ્રભાવ પરિલક્ષિત થાય છે અને તે ભારતીય ઈતિહાસની દષ્ટિએ ઓછો મહત્ત્વપૂર્ણ નથી. તેથી ઉત્તરાધ્યયનને કેવળ શુષ્ક ધર્મ અને દર્શનનો જ પ્રતિપાદક ગ્રંથ ન કહી શકાય. તેમાં આપેલ સામગ્રીને આધારે તત્કાલીન સામાજિક ચિત્રણ સંક્ષેપમાં નીચે પ્રમાણે પ્રદર્શિત કરી શકાય છે. વર્ણાશ્રમ - વ્યવસ્થા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનમાં વર્ણ અને આશ્રમ વ્યવસ્થાનું વિશેષ મહત્ત્વ હતું. જે જાતિ કે વર્ણમાં વ્યક્તિ ઉત્પન્ન થતી તે તેની જાતિ કે વવાળી કહેવાતી. વર્ણ અને જાતિ ઉપર આધારિત સમાજ સાંસ્કૃતિક દૃષ્ટિથી જીવનના ચાર આશ્રમોમાં વિભક્ત હતો. આ રીતે સંપૂર્ણ સમાજ અને સંસ્કૃતિ વર્ણ અને આશ્રય-વ્યવસ્થા ઉપર નિર્ભર હતા. જાતિ અને વર્ણ – વ્યવસ્થા તે સમયે આર્ય અને અનાર્યના ભેદથી બે પ્રમુખ જાતિઓ અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શૂદ્રના ભેદથી ચાર વર્ણો હતા. વૈદિક સાહિત્ય અનુસાર Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આર્ય વિજેતા તથા ગૌર વર્ણવાળા હતા પરંતુ અનાર્ય તેમને અધીન તથા કૃષ્ણ વર્ણના હતા. આમ તેમનામાં શારીરિક રૂપનો ભેદ હતો. “ઉત્તરાધ્યયન'માં પણ બ્રાહ્મણોની કંઈક આ પ્રકારની ઘારણાનો સંકેત મળે છે. તેથી હરિકેશિબલ મુનિને કુરૂપ જોઈ તેઓ તેનો નિરાદર કરે છે. આ પ્રકારની ધારણાના વિરોધમાં ગ્રંથમાં સદાચારીને આર્ય અને સદાચારથી હીન હોય તેને અનાર્ય માનીને જેનધર્મને આર્યધર્મ અને હિંસાદિમાં પ્રવૃત્ત બ્રાહ્મણોને પણ અનાર્ય કહેવામાં આવ્યા છે. આ રીતે બ્રાહ્મણોના જાતિભેદના વિરોધમાં કર્મથી જાતિવાદની સ્થાપના કરતાં કહેવામાં આવ્યું છે કે : “કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી જ જીવ શૂદ્ર બને છે. કેવળ મસ્તક મુંડાવવાથી શ્રમણ, ૐ કારનો જાપ કરવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ અને કુરાચીવર પહેરવાથી તપસ્વી થવાતું નથી. પણ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ જ્ઞાનથી મુનિ તથા તપ કરવાથી તપસ્વી થવાય છે. આ રીતે જન્મથી જાતિવાદ કે વર્ણવાદના આધારે થયેલ સામાજિક સંગઠનના વિરોધમાં તથા કર્મથી જાતિવાદ કે વર્ણવાદના પ્રચારમાં જૈન તથા કર્મથી જાતિવાદ કે વર્ણવાદના પ્રચારમાં જૈન તથા બૌદ્ધ ધર્માનુયાયીઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. ઉત્તરાધ્યયનમાં ૧ જે. ભા. સ., પૃ. રર૧. २. कयरे आगच्छइ दित्तरूवे काले विकराले फोक्कनासे । -૩. ૧ર. ૬. ओमचेलया पंसुपिसायभूया गच्छाक्खलाहि किमिहं ठिओ सि । –૩. ૧૨, ૭. 3 उवहसंति अणारिया । –૩. ૧ર. ૪. रमइ अज्जवयणम्मि तं वयं बूम माहणं । –૩. ર૫. ૨૦. चारित्ता धम्ममारियं । –૩. ૪. ર૫. १ न दीसई जाइविसेस कोई । –૩. ૧ર. ૩૭. તથા જુઓ – પૃ. ૨૪૯, પા. ટિ. ૩, પૃ. ૨૩૮, પા. ટિ. ૩. ૫ યુનિપાત ૧. ૭. ૩. ૯, મજૂમદાર–કોરપોરેટ લાઈફ ઈન એશિયન્ટ ઈન્ડિયા, પૃ., ૩પ૪-૩૬૩. Page #417 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૩૯૩ બ્રાહ્મણ આદિ ચારેય વર્ણો અને કેટલીક પ્રમુખ જાતિઓની સ્થિતિનું ચિત્રણ આ પ્રમાણે થયેલું છે ? બ્રાહ્મણ : સામાન્ય રીતે જૈન તથા બૌદ્ધ ગ્રંથોમાં બ્રાહ્મણને ક્ષત્રિય કરતાં હીન દર્શાવેલ છે. સંભવતઃ એ માટે બધા જેન તીર્થકરોને ક્ષત્રિયકુળમાં ઉત્પન્ન થયેલા દર્શાવ્યા છે. ભગવાન મહાવીર જે પહેલાં બ્રાહ્મણીના ગર્ભમાં અવતરિત થયા હતા તેઓને પછીથી ઈન્દ્ર દ્વારા ક્ષત્રિયાણી ત્રિશલાના ગર્ભમાં પરિવર્તિત કરવામાં આવ્યા. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં બ્રાહ્મણને ક્યાંય પણ ક્ષત્રિય કરતાં નીચી કોટિના દર્શાવેલ નથી પરંતુ સર્વત્ર બ્રાહ્મણોના પ્રભુત્વને સ્વીકારવામાં આવ્યું છે. તેથી ગ્રંથમાં બ્રાહ્મણને સદાચાર-પરાયણ, વેદવિંદ જ્યોતિષવિદ્, સ્વ-પરના કલ્યાણકર્તા તથા પુણ્યક્ષેત્રી ગણવામાં આવેલ છે. અહીં એટલું વિશેષમાં છે કે ગ્રંથમાં સાચા બ્રાહ્મણનું લક્ષણો દર્શાવતી વખતે જૈન સાધુના સામાન્ય સદાચારને જ પ્રગટ કરવામાં આવ્યા છે. જેમ કે : જે પાપરહિત હોવાથી સંસારમાં અગ્નિની જેમ પૂજનીય શ્રેષ્ઠ પુરુષો (કુશળ પુરુષો) દ્વારા પ્રશાસિત, સ્વજનોમાં આસક્તિ ન રાખનાર, પ્રવજ્યા લઈ શોક ન કરનાર, આર્યવચનોમાં રમણ કરનાર, કાલિમાથી રહિત સુવર્ણની જેમ ૧ જે. ભા. સ., પૃ. રર૪. २ जे य वेयविऊ विप्पा जवट्ठा य जे दिया । जोइसंगविऊ जे य जे य धम्माण पारगा ।। जे समत्था समुद्धतुं परमप्पाणमेव य । तेसिं अनमिणं देयं भो भिक्खू सव्वकामियं ।। –૩. રપ. ૭-૮. जे माहणा जाइ विज्जोववेया ताई तु खेत्ताइं सुपेसलाई । –૩. ૧ર. ૧૩. તથા જુઓ – ઉ. ૧ર.૧૪-૧૫, રપ. ૩૫, ૩૮. 3 जहित्ता पुनसंजोगंनाइसंगे य बंधवे । जो न सज्जइ भोगेसु तं वयं बूम माहणं ।। –૩. ૨૫. ર૧. તથા જુઓ – ઉ. ૨૫. ૧૯-૨૮, ૩૪. Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના રાગ-દ્વેષ અને ભય આદિ દોષોથી રહિત, તપસ્વી, કૃશ, દમિતેન્દ્રિય, સદાચારી, નિર્વાભિમુખ, મન-વચન-કાયાથી ત્રસ અને સ્થાવર જીવોની હિંસાથી રહિત, ક્રોધાદિને વશ થઈ મિથ્યા વચન ન બોલનાર, સચિત્ત અથવા અચિત્ત વસ્તુને થોડી ને વધારે માત્રામાં દીધા સિવાય ગ્રહણ ન કરનાર, મન-વચન-કાયાથી કોઈ પ્રકારે મૈથુનનું સેવન ન કરનાર, જળમાં ઉત્પન્ન થવા છતાં જળથી ભિન્ન કમળની જેમ કામભોગો (ધનાદિનો પરિગ્રહ)માં અલિપ્ત, લોલુપતાથી રહિત, મુધાજીવી (ભિક્ષાત્રજીવી), અનગાર, અકિંચનવૃત્તિ યુક્ત, ગૃહસ્થોમાં અસક્ત, બધા પ્રકારના સંયોગો (માતા, પિતા વગેરેના સંબંધો)થી રહિત તથા બધા પ્રકારના કર્મોથી મુક્ત (જીવન્મુક્ત) છે તે બ્રાહ્મણ છે.' આ રીતે સાચા બ્રાહ્મણનું સ્વરૂપ દર્શાવતાં જૈન સાધુના સામાન્ય સદાચારને પ્રગટ કરવામાં આવેલ છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું તથા તેઓ જનતામાં પૂજ્ય પણા હતા પરંતુ તેઓ પોતાની ફરજમાંથી પતિત થઈ રહ્યા હતા. તેથી સદાચાર-પરાયણ વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે. ગ્રંથમાં બ્રાહ્મણને માટે “મા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનો અર્થ થાય-હિંસા ન કરો. બ્રાહ્મણની પાસે જે કંઈ ધન હતું તે રાજા વગેરે દ્વારા દાન-દક્ષિણામાં આપવામાં આવેલ હતું. તેથી તેના ધનને લેવું એ વમન કરેલા પદાર્થને લેવા જેવું ગણાતું. બ્રાહ્મણ અને ક્ષત્રિય બંનેનો ઉચ્ચ કુળમાં સમાવેશ થતો. તેથી બ્રાહ્મણ અને ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થનારા ઈષકાર દેશવાસી છે જીવોને ઉચ્ચકુલોત્પન્ન કહેવામાં આવ્યા છે. નમિરાજર્ષિ દીક્ષિત થતી વખતે વિશાળ જનસમુદાય નિરાશ્રિત થઈ રડે છે તથા ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ૧ એજન २ वंतासी पुरिसो रायं न सो होइ पसंसिओ । महणेण परिच्चतं धणं आयाउमिच्छसि ।। –૩. ૧૪. ૩૮. તથા જુઓ - ઉ. ૯. ૩૮. 3 सकम्मसेसेण पुराकएणं कुलेसुदग्गेसु य ते पसूया । –૩, ૧૪. ૨. તથા જુઓ - ઉ. ૧૪. ૩. Page #419 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૩૯૫ લઈ તેની પરીક્ષા કરે છે. તેથી પણ બ્રાહ્મણ અને ક્ષત્રિય જાતિની શ્રેષ્ઠતા અંગેનો ખ્યાલ મળે છે. જો કે યજ્ઞાદિ ધાર્મિક કાર્યોનું સંપાદન શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા જ થતું. પણ કેટલાક બ્રાહ્મણો પોતાનાં કર્તવ્યો ભૂલીને તથા જાતિનું અભિમાન કરીને હિંસાદિમાં પ્રવૃત્ત રહેતા હતા. એવા બ્રાહ્મણોને જ અનાર્ય બ્રાહ્મણ કહેવામાં આવ્યા છે. તેઓ પોતાની જાતને ઉચ્ચ તથા અન્યને નીચા સમજતા હતા. તે ઉપરાંત, તેઓ યજ્ઞોમાં પશુહિંસાનું પ્રતિપાદન કરતા હતા તથા જૈન શ્રમણોના યજ્ઞમંડપમાં આવતાં તિરસ્કાર કરતા હતા. એવા અનાર્ય બ્રાહ્મણોને ગ્રંથમાં વેદપાઠી હોવા છતાં પણ સમ્યક્ અર્થથી હીન હોવાને કારણે વેદવાણીના ભારવાહક કહેવામાં આવેલ છે. ક્ષત્રિય ઃ દેશ ઉપર શાસન કરનારા ક્ષત્રિયો જ હતા. ગ્રંથમાં એવા કેટલાય ક્ષત્રિય રાજા અને રાજકુમારોનો ઉલ્લેખ મળે છે જેમણે સંસારના વૈભવને છોડીને તથા શ્રમણદીક્ષા લઈને મુક્તિને પ્રાપ્ત કરી હતી. ઈન્દ્ર-નમિ સંવાદમાં જૈન સાધુના કર્મ-શત્રુઓ ઉપરના વિજયનું વર્ણન કરતી વખતે રૂપક દ્વારા ક્ષત્રિયના યુદ્ધ-વિજયનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે. તેથી ક્ષત્રિયોના પ્રભુત્વનો તથા તેમની યુદ્ધકળાનો ખ્યાલ મળે છે. અહીં દર્શાવવામાં આવ્યું છે કે એક ક્ષત્રિય રાજા સાધુ થઈ કઈ રીતે કર્મશત્રુઓ સાથે યુદ્ધ કરવા માટે સજ્જ થાય છે ! જેમ કે : આ આધ્યાત્મિક સંગ્રામમાં શ્રદ્ધા નગર છે, તપ-સંવર १ सक्को माहणरूवेणं इमं वयणमब्बवी । –૩. ૯. ૬. તથા જુઓ - ઈન્દ્ર-નમિસંવાદ २ के इत्थ खत्ता उवजोइया वा अज्झावया वा सह खंडिएहि । एवं खु दंडेण फलएण हंता कंठम्मि घेत्तूण खलेज्ज जो णं ।। ... –૩ ૧૨-૧૮. 3 तुभेत्थ भो भारधरा गिराणं अटुं न जाणेह अहिज्ज वेए । –તે. સૂ. ૧ર. ૧૫. ૪ જુઓ – પરિશિષ્ટ ૨. Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના આગળીઓ (અર્ગલા) છે, શાંતિ (પ્રાકાર) કિલ્લો છે, ત્રણ ગુપ્તિઓ શતની (હથિયાર) છે. સંયમમાં ઉદ્યમ ધનુષ્ય છે, ઈર્યાસમિતિ પ્રત્યંચા છે, ઘેર્ય કેતન છે, સત્ય ધનુષ્ય ઉપર બાંધવાની દોરી છે, તપ બાણ છે, શ્રુતજ્ઞાનની ધારા કવચ છે, અવશીકૃત આત્મા સહુથી મોટો શત્રુ છે, પાંચ ઈન્દ્રિયોના વિષયોની સાથે ક્રોધાદિ કષાય તથા નોકષાય વગેરે શત્રુની સેના છે. આના પર વિજય મેળવવો એ સુભટ યુદ્ધાઓ ઉપરના વિજય કરતાં પણ મુશ્કેલ છે. વશીકૃત આત્મા દ્વારા તેને જીતી શકાય છે. તેમાં ક્ષમા, મૃદુતા, ઝ૨જુતા, નિર્લોભતા તથા સંયમથી ક્રમશ: ક્રોધ, માન, માયા, લોભ તથા ઈન્દ્રિયોના વિષયોને જીતી શકાય છે. આ રીતે વશીકત આત્મા દ્વારા અવશીકત આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. તેનું ફળ કર્મગ્રંથનું ભેદન કરી પરમસુખની પ્રાપ્તિ છે. આ વિજયના વિષયમાં ઈન્દ્ર પણ આશ્ચર્ય પ્રગટ કરે છે. તેથી આ જ સાચો અને સહુથી મોટો વિજય છે'. આ વિવેચન ઉપરથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયનું મુખ્ય કાર્ય યુદ્ધ કરવું અને પ્રજાનું રક્ષણ કરવું એ હતું. વેશ્ય : તેઓ પ્રાયઃ પ્રચુર ધન સંપત્તિના સ્વામી હતી તથા દેશ-વિદેશમાં વ્યાપાર કરતા હતા. વ્યાપાર કરવાને કારણે તેમને ‘વણિક' કહેવામાં આવતા. પાલિત વણિક હોડી દ્વારા સમુદ્રની પાર વિહુડ નગર તરફ વ્યાપાર કરવા જાય છે અને ત્યાં કોઈ વણિક દ્વારા રૂપવતી કન્યા પરણાવતાં તેને લઈ પોતાના १ अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो । अप्पादंतो सुही होइ अस्सि लोए परस्थ य ।। –૩. ૧. ૧૫. एगप्पा अजिए सत्तू कसाया इंदियाणि य ।। –૩. ૨૩. ૩૮. તથા જુઓ - ઉ. ૯. ર૦-રર, ૩૪-૩૬, ૫૬-૫૮, ૨૩. ૩૬, ૧. ૧૬, ૨૯. ૧૭, ૪૬-૪૯, ૬-૭૦, પૃ. ર૯૨, પા. ટિ. ૨, પૃ. ૨૮૬, પા. ટિ. ૪. ૨ ચંપાઈ પણ નામ.....સાવ મસ વાળI –૩. ર૧. ૧. Page #421 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૩૯૭ દેશમાં આવે છે. તેઓ બોંતેર કલાઓનું તથા નીતિશાસ્ત્ર આદિનું પણ અધ્યયન કરતા હતા. ગ્રંથમાં વણિકને “શ્રાવક' પણ કહેવામાં આવ્યો છે. તેથી તેમના જૈન ગૃહરથ હોવાનું પ્રમાણ મળે છે. કેટલાક વણિક જૈન દીક્ષા પણ લેતા હતા. આ રીતે એમનું મુખ્ય કાર્ય વ્યાપાર કરવાનું હતું તથા ધનાદિથી સંપન્ન હોવાને કારણે તેઓ “શ્રેષ્ઠિ' કહેવાતા હતા. ગ્રંથમાં “બહુશ્રુત'ની પ્રશંસામાં અનેક પ્રકારના ધનધાન્યાદિથી પરિપૂર્ણ સામાજિકો (ધાન્યપતિ)થી સુરક્ષિત કોઠારની ઉપમા આપવામાં આવી છે. તે પરથી પ્રતીત થાય છે કે લોકો ધનાદિથી તો સંપન્ન હતા જ સાથે સાથે સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા હોવાથી “સામાજિક” પણ કહેવાતા હતા. અનાથી મુનિના પિતાનું નામ અત્યધિક ધનસંયમ કરવાને કારણે “પ્રભૂતધનસંચય” પડ્યું હતું. તે અંગનાઓની સાથે દેવોના જેવા સુખોનો ભોગ પણ ભોગવતા હતા. શૂદ્ર ઃ એમની સ્થિતિ ખૂબ જ શોચનીય હતી. તેમની સાથે ગુલામો જેવો વર્તાવ કરવામાં આવતો હતો. તેઓ હલકી કક્ષાનાં કાર્યો કરતા હતા અને તેથી તેમનો સર્વત્ર નિરાદર (અનાદર) થતો હતો. કેટલાક શૂદ્રો પોતાના ગુણોને १ पोएण बवहरते पिहुंडं नगरमागए । तं ससत्तं पइगिज्झ सदेसमह पत्थिओ ।। –૩. ૨૧. ર-૩. તથા જુઓ ઉ. ૩૫. ૧૪. २ बावत्तरीकलाओ य सिक्खिए नीइकोविए । –૩. ર૧. ૬. ૩ જુઓ – પૃ. ૩૯૬, પા. ટિ. ૨. ૪ જુઓ – પરિશિષ્ટ ૨. ५ जहा से सामाइयाणं कोट्ठागारे सुरक्खिए । नाणाधनपडिपुण्णे एवं हवइ बहुस्सुए । –૩. ૧૧. ર૬. ૬ એવી નામ ચરી...મૂર્ષાિવનો ! -૩. ૨૦. ૮. ७ तस्स रूववइं भज्जं पिया आणेइ रूविणीं । पासाए कीलए रम्मे देवो दोगुंदगो जहा ॥ –૩. ર૧. ૭. Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કારણે ઉચ્ચ પદને પણ પ્રાપ્ત કરતા હતા. જેમ કે : ચાંડાલ (શ્વપાક) જાતિમાં ઉત્પન્ન હકેિશિબલે જૈન દીક્ષા ગ્રહણ કરી સમૃદ્ધિ વગેરે મેળવ્યાં હતાં. પૂર્વભવમાં ચાંડાલ કુલોત્પન્ન ચિત્ત અને સંભૂતે તપસ્યા કરી દેવલોકને પ્રાપ્ત કર્યો હતો”. હકેિશિબલ જેવા કેટલાક શૂદ્ર કુલમાં જન્મેલા ચાંડાલો પણ તપ કરીને પોતાનું પ્રભુત્વ જમાવતા હતા. પણ એવા માણસો ઘણા જ થોડા હતા અને તેમનો સમાદર પ્રાયઃ સર્વત્ર થતો નહીં. વિભિન્ન જાતિઓ અને ગોત્રાદિ : ઉપર જણાવેલ જાતિઓ અને વર્ગો ઉપરાંત તે સમયે પોતપોતાનાં કાર્યો અનુસાર અન્ય ઉપજાતિઓ પણહતી. જેમ કે : સારથિÝ, લુહારપ, સુતાર, ગોપાળ, કોષાધ્યક્ષ, ભારવાહક, રોગોનો १. तीसे य जाईइ उ पावियाए वुच्छासु सोवागनिवेसणेसु । સવ્વસ્વ હોયચ્છ ટુરાંઈનિષ્ના....... તથા જુઓ - ઉ. ૧૩. ૧૮. २ सोवागकुलसंभूओ गुणुत्तरघरो मुणी । ૩ ૬. ૧૩. ૬-૭. ४ अह सारही विचिंतेइ । તથા જુઓ - ઉ. ૨૨. ૧૫, ૧૭. ૫. જ્મારેહિં ગયું પિવ । તાડિયો ટ્ટિયો..... ६ वड्डुईहिंदुमो विव । ७ गोवालो भंडवालो वा जहा तद्दव्वणिस्सरो । ૮ એજન ८ अबले जह भारवाहए । તથા જુઓ - ઉ. ૨૯.૨. ૧૩. ૧૩. ૧૯. ૧૩. ૧૨. ૧. -૩. ૨૭. ૧૫. ૧૩. ૧૯. ૬૮. ૧૩. ૧૯. ૬૭. ૧૩. ૨૨. ૪૬. ૩. ૧૦. ૩૩. Page #423 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૩૯૯ ઈલાજ કરનાર ચિકિત્સાચાર્ય, હોડી ચલાવનાર નાવિક, અશ્વની સવારી કરનાર સવાર, ખેડૂત તથા અનેક પ્રકારના શિલ્પી:વગેરે કેટલીક વર્ણસંકર જાતિઓમાં વણકર અને ચાંડાલ જાતિઓનો પણ ઉલ્લેખ મળે છે. આ જાતિઓ ઉપરાંત, ગોત્રોમાં કાશ્યપ, ગૌતમ, ગર્ગ તથા વસિષ્ઠ ગોત્રનો, કુળોમાં અગન્ધન, ભોગ, ગન્ધન તથા પ્રાન્તકુળોનો (નીચ કુળ, ગરીબોનાં કુળ) તથા વંશોમાં ઈશ્વાકુ તથા યાદવ વંશનો ઉલ્લેખ મળે છે. આમ તે સમયે સામાજિક સંગઠન વર્ણ, જાતિ, ગોત્ર, કુલ અને વંશને આધારે અનેક રીતે વિભક્ત હતું. આશ્રમ વ્યવસ્થા : વર્ણ અને જાતિ ઉપર આધારિત સમાજમાં સાંસ્કૃતિક સંગઠનની દષ્ટિએ આશ્રમ વ્યવસ્થા પણ હતી. જીવનની વિભિન્ન અવસ્થાઓના વિકાસક્રમ અનુસાર તેને ચાર ભાગોમાં વહેંચવામાં આવી હતી જેમ કે: ૧ બ્રહ્મચર્યાશ્રમ, ૨ગૃહસ્થાશ્રમ, HAL | १ विज्जामंततिगिच्छगा। –૩. ર૦. રર. २ जीवो वुच्चइ नाविओ। –૩. ર૩. ૭૩. 3 हयं भदं व वाहए। -૩. ૧. ૩૭. ४ थलेसु बीयाइ ववंति कासगा। –૩. ૧ર. ૧૨. ५ माहणभोइय विविहा य सिप्पिणो । –૩. ૧૫. ૯. ૬ જુઓ - પૃ. ૩૯૮, પા. ટિ. ૨, ઉ. ૩. ૪, જે. ભા. સ., પૃ. રર૩. ૭ ઉ. અધ્યયન ર૯ પ્રારંભિક ગઘ, ૧૮. રર, રર. ૫, ર૭. ૧, ૧૪. ર૯. ૮ ઉ. રર. ૪૨, ૪૪, ૧૫. ૯, ૧૩. ૯ ઉ. ૧૮. ૩૯, રર. ર૭. Page #424 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ૩ વનપ્રસ્થાશ્રમ તથા ૪ સન્યાસાશ્રમ. ૧ બ્રહ્મચર્યાશ્રમ : આ જીવનની પ્રારંભિક અવસ્થા હતી અને આ અવસ્થા ગાર્હસ્થ જીવનમાં પ્રવેશ કરવાની અવસ્થા સુધી રહેતી હતી. આમાં વ્યક્તિ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરતાં કરતાં મુખ્યત્વે વિદ્યાધ્યયન કરતી હતી. ૨ ગૃહસ્થાશ્રમ : વિદ્યાધ્યયન બાદ બ્રહ્મચર્યાશ્રમમાંથી વ્યક્તિ, ગાર્હસ્થજીવનમાં પ્રવેશતી હતી. ગ્રંથમાં ગૃહસ્થાશ્રમીને “ધોરાશ્રમી' કહેવામાં આવેલ છે. કારણ કે આ આશ્રમમાં રહેનાર વ્યક્તિએ ચારે આશ્રમવાળી વ્યક્તિઓનું ભરણ પોષણ કરવું પડતું. આમ આ આશ્રમસ્થ વ્યક્તિ ઉપર ચારેય આશ્રમવાળી વ્યક્તિઓનો ભાર રહેતો હોવાથી આ આશ્રમ ઘણો કઠિન હતો. તેનું યોગ્ય રીતે પાલન કરવાનું કામ ક્ષત્રિયોનું જ હતું. તેથી જ્યારે નમિ રાજર્ષિ ગૃહસ્થાશ્રમ છોડી સન્યાસાશ્રમમાં પ્રવેશવા તત્પર થયા હતા ત્યારે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર ગૃહસ્થાશ્રમની કઠોરતા આદિનું કથન કરી આ આશ્રમ ન છોડવા જણાવે છે. ૩ વાનપ્રસ્થાશ્રમ : ગૃહસ્થાશ્રમ બાદ વ્યક્તિ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરતી હતી. તેમાં તે મુખ્યરૂપે સન્યાસાશ્રમમાં પ્રવેશ કરવાનો અભ્યાસ કરતી હતી. ૪ સન્યાસાશ્રમ : આમાં વ્યક્તિ ગાર્હસ્થજીવનથી પૂર્ણ મુક્ત થઈ સાધુ બની જતી અને તપાદિની સાધના કરતી. આમ તે સમયની સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા વર્ણાશ્રમ-વ્યવસ્થા ઉપર નિર્ભર હતી તથા પ્રત્યેક વર્ણ અને આશ્રમવાળી વ્યક્તિઓનાં કાર્યો જુદાં જુદાં હતાં. પારિવારિક જીવન તે સમયે સમાજ વર્ણાશ્રમ ઉપરાંત અનેક પરિવારોમાં કુટુંબોમાં) વિભક્ત હતો. આ પરિવાર નાના-મોટા બધી જાતના પ્રકારના હતા. સામાન્યરૂપે એક પરિવારમાં માતા-પિતા, પુત્ર અને પુત્રવધૂઓ રહેતી. કોઈ કોઈ પરિવારમાં ૧ જુઓ - પૃ. ૨૩૫, પા. ટિ. ૩. Page #425 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ અન્ય સંબંધીજનો પણ રહેતા. આ બધા પરિવારોમાં મુખ્યરૂપે પુરુષ શાસક હતો અને નારી શાસિત હતી. પરિવારોના કેટલાક પ્રમુખ સભ્યોની સ્થિતિ આ મુજબ હતી. માતા, પિતા અને પુત્ર ? પરિવારમાં માતાપિતાનું સ્થાન સર્વોપરિ હતું. તેથી દીક્ષા લેતી વખતે સાધકે માતાપિતાની આજ્ઞા લેવી પડતી. પિતા બધાનું પાલન પોષણા કરતા. વૃદ્ધાવસ્થા આવતાં, તે પોતાનો ભાર પુત્રને સોંપી દેતો. પોતાના પુત્રની રક્ષા માટે તે બધું ન્યોછાવર કરવા તૈયાર રહેતા. માતાને મન પુત્ર અત્યંત પ્રિય હતો. તેથી જ્યારે પુત્ર દીક્ષા લેવા તૈયાર થતો ત્યારે માતાપિતા બહુ જ દુઃખી થતા. એવે સમયે કોઈ કોઈ વાર માતાપિતા પણ દીક્ષા લેતાં. એમની દૃષ્ટિમાં પુત્રથી જ ઘરની શોભા વધતી. ભૃગુ પુરોહિતના બંને પુત્રો જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તે પ્રથમ તેમને સાંસારિક ભોગો પ્રત્યે પ્રલોભિત કરે છે પરંતુ જ્યારે તેના પ્રલોભનની અસર થતી નથી ત્યારે ભગુ પુરોહિત કહે છે : “જેમ વૃક્ષ પોતાની શાખાઓથી શોભા પ્રાપ્ત કરે છે તેમ અને શાખાઓ કપાઈ જતાં શોભાહીન સ્થાણુ (ઠુંઠું) માત્ર બની જાય છે તે રીતે માતાપિતા પોતાના પુત્રોથી શોભે અને તેમના અભાવમાં નિસહાય બની જાય છે. આ રીતે જેમ પક્ષ (પાંખોથી વિહીન પક્ષી, યુદ્ધસ્થળમાં તેનાથી વિહીન રાજા, વહાણ ડૂબવાથી ધનરહિત વૈશ્ય નિસ્સહાય થઈ જાય છે તેમ હું પણા પુત્ર વગર નિસ્સહાય છું. તેથી મારું १. माया पिया ण्हुसा माया भज्जा पुत्ता य ओरसा । –૩. ૬. ૩. २ पिया मे सव्वसारंपि दिज्जाहि मम कारणा । –૩. ૨. ર૪. ૩ માયા વિ છેપુખ્તમોગક્રિયા ! –૩. ૨૦. ૨૫. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન ઘરમાં રહેવું ઉચિત નથી. આમ માતા જ્યારે પુત્ર કે પતિને દીક્ષિત થતા જોતી ત્યારે ક્યારેક ક્યારેક તે સ્વયં પણ તેમનું અનુસરણ કરતી હતી કારણ કે સ્ત્રી માટે ઘરની શોભા પતિ અને પુત્રને લીધે જ હતી. ભાઈબધું પ્રાયઃ ભાઈબધુઓમાં ચિરસ્થાયી પ્રેમ હતો એમ જોવા મળે છે. ચિત્ત અને સંભૂત નામના બે ભાઈ પાંચ પાંચ જન્મ સુધી સાથે સાથે જન્મ્યા પછી છઠ્ઠા જન્મમાં પોતપોતાના કર્મોના વિપાકથી પૃથક પૃથક રીતે આવિર્ભાવ પામ્યા. તેમનાથી જ્યારે એક ભાઈને જાતિ-સ્મરણ થયું ત્યારે તે પોતાના બીજા ભાઈની તપાસ માટે પ્રયત્ન કરે છે તથા તેને પણ પોતાની જેમ ઉચ્ચ વૈભવશાળી બનવા ઈચ્છે છે. જયઘોષ મુનિ પોતાના ભાઈ વિજયઘોષના કલ્યાણ માટે તેને સદુપદેશ આપી સન્માર્ગ સ્થાપે છે. ઈષકાર દેશના છ જીવ પણ આ રીતે પૂર્વ જન્મ (ના ખ્યાલ) દ્વારા સંબંધ જાળવે છે. નારી : નારી પોતાના અનેક સ્વરૂપે આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. જેમ કે : માતા, પત્ની, બહેન, વધૂ, પુત્રી, પુત્રવધૂ વેશ્યા વગેરે. ગ્રંથોમાં નારીની આ १ पहीणपुत्तस्स हु नस्थि वासो वासिट्टि भिक्खायरियाइ कालो । साहाहि रूक्खी लहइ समाहिं छित्राहि साहाहि तमेव खाणं ॥ पंखाविहणो व्व जहेह पक्खी भिच्चाविहूणो व्ब रणे नरिंदो। विवित्रसारो वणिओ व्व पोए पहीणपुत्तोमि तहा अहंपि ।। –૩. ૧૪. ર૯-૩૦. २ पलेत्ति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का । –૩. ૧૪. ૩૬. 3 आसिमो भायरा दीवि अन्त्रमनवसाणुगा । –૩. ૧૩. ૩. તથા જુઓ - પરિશિષ્ટ ૨. ૪ ઉ. અધ્યયન ૨૫. ૫ ઉ. અધ્યયન ૧૪. Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૦૩ બધી અવસ્થાઓમાં બે રૂપો જોવા મળે છે : ૧ પતિતરૂપ તથા ૨ આદર્શરૂપ. બંને અવસ્થાઓમાં નારી પ્રાયઃ પુરુષાધીન રહી છે. પતિતરૂપ ? સંયમમાંથી પતિત કરવામાં પ્રધાન કારણ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રતના પ્રસંગે સાધુને સ્ત્રીઓના સંપર્કથી સદાય દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે. આ ઉદ્દેશ્યથી ત્યાં સ્ત્રીઓને રાક્ષસી, પંકભૂત, ઉરસ્થળમાં માંસના બે લોચા ધારણ કરનારી તથા અનેક ચિત્તવાળી કહેવામાં આવી છે. તે પ્રથમ પોતાના હાવ-ભાવ દ્વારા પુરુષોને આકર્ષિત કરે છે અને પછી તેમની સાથે ગુલામો જેવો વ્યવહાર કરે છે. પતિ મરી જાય પછી કોઈ કોઈ સ્ત્રી અન્ય દાતાર સાથે ચાલી પણ નીકળતી. ટીકાઓમાં તથા અન્ય જૈન-આગમોમાં નારીના આ પતિતરૂપનાં સંપૂર્ણ વર્ણન મળે છે. નારીનું આ પતિતરૂપ પુરુષોની સામાન્ય મનોવૃત્તિનું પરિણામ છે. જો કે નારી પુરુષાધીન હતી તથાપિ પોતાના હાવ-ભાવો દ્વારા પુરુષોને આકર્ષવાની શક્તિ તેનામાં અધિક હતી. તેથી આ સ્ત્રીઓ પોતાના કૂજિત, રુદિત, ગીત, હાસ્ય, સ્વનિત, ક્રન્દિત, વિલાપ આદિથી યુક્ત વચનો દ્વારા પુરુષોને આકર્ષિત કરતી. સ્ત્રીઓને પ્રાય: ઘરેણાં વહાલાં હતાં. સાધુ તેમાં આસક્ત ન થાય તે માટે સ્ત્રીઓના આ પતિતરૂપને ચિત્રિત કરવામાં આવ્યું છે. બ્રહ્મચર્યવ્રતને બધા વ્રતોમાં દુષ્કર દર્શાવવાથી સ્પષ્ટ છે કે તે સમયે પુરુષોની આસક્તિ સ્ત્રીઓ પ્રત્યે ખૂબ જ હતી અને તેઓ પ્રત્યે આકર્ષાઈને પુરુષો પોતાનો વિવેક ગુમાવતા. આદર્શરૂપ : આ પ્રકારની સ્ત્રીઓ ઘણી ઓછી હતી. પાતિવ્રત્ય એમનો પ્રમુખ ધર્મ હતો. ગૃહસ્થાવસ્થામાં અનાથી મુનિને જ્યારે અસહ્ય ચક્ષુવેદના થાય છે ત્યારે તેમની પત્ની અત્યન્ત સ્નેહને લીધે પોતાના પતિની જાગ્રત અને १ तओ तेणज्जिए दब्वे दारे य परिरक्खिए । कीलंतिज्ने नरा रायं हहतुट्ठमलंकिया । –૩. ૮. ૧૬. ૨ જે. ભા. સ., પૃ. ૨૪૫-૨૫૦. Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન મૂર્શિત અવસ્થામાં પણ શરીરની જાળવણી માટે અન્નપાનાદિનું સેવન પણ કરતી નથી અને સ્નાન, વિલેપન, માલાધારણ આદિ દ્વારા શરીરનો શૃંગાર પણ કરતી નથી. ક્ષણભર માટે પણ પતિથી વિખુટી પડ્યા વગર વિલાપ કરે છે. ક્યારેક ક્યારેક આવી પતિવ્રતા પત્નીઓ સદુપદેશ દ્વારા પોતાના પતિને તથા અન્ય માણસોને પણ સન્માર્ગે વાળતી હતી. આવી પતિવ્રતા પત્ની માટે પતિ જ સર્વસ્વ હતો. પતિના અભાવમાં તેનું જીવન ખૂબ જ કષ્ટમય બની જતું. રાજીમતીનું ઉદાત ચરિત્ર એ માટે એક ઉજ્જવળ ઉદાહરણરૂપ છે. વિવાહની મંગળ વેળાએ જ્યારે તે એમ સાંભળે છે કે પાતાનો થનાર પતિ અરિષ્ટનેમી દીક્ષા લઈ રહ્યો છે ત્યારે તેના મુખની કાંતિ તથા મુખનું હાસ્ય અલોપ થઈ જાય છે. રાજકન્યા રાજીમતીમાં સ્ત્રી-ઉચિત બધા સારા ગુણો વિદ્યમાન હતા. જો તે ઈચ્છતા તો કોઈ પણ મનપસંદ રાજકુમાર સાથે પરણી શકી હોત પણ એકવાર અરિષ્ટનેમીને પતિ તરીકે પિતાની પ્રેરણાથી પસંદ કરી લીધા પછી બીજા રાજકુમાર સાથે તે લગ્ન કરવાનું ઈચ્છતી નથી અને બાલબ્રહ્મચારિણી રહી પતિના માર્ગનું અનુસરણ કરે છે. પોતે દીક્ષા લીધા પછી તે અન્ય સ્ત્રીસમાજને પણ શ્રમણધર્મમાં દીક્ષિત કરે છે. એકવાર જ્યારે રાજીમતી રેવતક પર્વત ઉપર જઈ રહી હતી ત્યારે વર્ષોથી વસ્ત્રો ભીંજાઈ જતાં તે પાસે આવેલ અંધકારપૂર્ણ ગુફામાં વસ્ત્રો ઉતારી સૂકવવા માંડે છે. એ સમયે પહેલાંથી ત્યાં १ भारिया मे महाराय ! अणुरत्ता अणुव्वया । अनं पाणं च ण्हाणं च गंधमालविलेवणं । मए नायमनायं वा सा बाला नेव मुंजई ॥ –૩. ૨૦. ૨૮-ર૯. તથા જુઓ – ઉ. ૨૮. ૩૦. २ सोऊण रायकत्रा पव्वज्जं सा जिणस्स उ । णीहासा उ निराणंदा सोगेण उ समुच्छिया ।। राईमई विचिंतेई धिगत्यु मम जीवियं । जाऽहं तेणं परिच्चता सेयं पव्वइउं मम ॥ –૩. રર. ર૯-૩૦. Page #429 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૦૫ રહેલ અરિષ્ટનેમીનો ભાઈ રથનેમી તેને નગ્નરૂપે જોઈ કામ-વિહુવલ બની જાય છે અને તેને કામભોગ ભોગવવા માટે વિનવે છે. જ્યારે રામતી ત્યાં પર-પુરુષને જુએ છે કે તરત જ કાંપતા કાંપતા, પોતાનાં ગોપનીય અંગોને છૂપાવી દે છે અને તક મળતાં વસ્ત્રથી પોતાના શરીરને આચ્છાદિત કરી દે છે. પછી, પોતાનું કુળ, શીલ વગેરેની રક્ષા કરતી, રથનેમીને પણ કુલોચિત સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળે છે. આમ તે સ્વયંને તથા રથનેમીને પણ પતિત થતાં બચાવે છે. રાજીમતીની જ જેમ ઈષકાર દેશના રાજા વિશાલકીર્તિની પત્ની કમલાવતી પણ રાજાને સદુપદેશ દ્વારા સન્માર્ગે વાળે છે. આ રીતે સિદ્ધ થાય છે કે તે સમયે સ્ત્રીઓ માત્ર પતિવ્રતા જ ન હતી પણ પુરુષોને પણ સદુપદેશ દ્વારા સન્માર્ગ વાળતી હતી અને સ્વયં દીક્ષા લઈ અન્ય સ્ત્રીઓને પણ દીક્ષિત કરતી હતી. તેઓ શાસ્ત્રોનું પણ અધ્યયન કરતી હતી તેથી રાજીમતીને “બહુશ્રુતા” કહેવામાં આવી છે. તેઓ સ્નાન, માલાધારણા, વિલેપન આદિ દ્વારા શરીરનો શણગાર સજતી હતી. કાંસકી વગેરેથી વાળને સંસ્કારતી હતી. શ્રેષ્ઠ રાજકન્યાઓને રાજાઓ દ્વારા વિવાહાથે માંગવામાં આવતી. આ રીતે નારીની આદર્શ અને સ્વતંત્ર સત્તા વિશે પણ જાણવા મળે ૧ એજન પરિશિષ્ટ ૨. ૨ એજન 3 सा पव्वईया संती पव्वावेसी तहिं बहुं । सयणं परियणं चेव सीलवंता बहुस्सुआ । –૩. રર. ૨૩. તથા જુઓ - પરિશિષ્ટ ૨. ૪ એજન ૫ જુઓ - પૃ. ૪૦૪, પા. ટિ. ૧. ६ अह सा भमरसंनिभे कुच्चफणगप्पसाहिए । –૩. રર. ૩૦. ७ तस्स राईमई कनं भज्जं जायइ केसवो । –૩. રર. ૬. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ ઉત્તરાધ્યયન-સૂત્ર એક પરિશીલન છે છતાં સામાન્ય રીતે તે પુરુષાધીન થઈ રહેતી અને પુરુષની સંપત્તિ મનાતી હતી. રીતિ-રિવાજ અને પ્રથાઓ ગ્રંથમાં કેટલાક સાંસ્કૃતિ અને કેટલાક સામાજિક રીતિ-રિવાજો અને પ્રથાઓનો ઉલ્લેખ મળે છે. તે પરથી તત્કાલીન સામાજિક તથા સાંસ્કૃતિક જીવનની બાબતમાં કેટલીક જાણકારી પ્રાપ્ત થાય છે. કેટલાક મુખ્ય રીતિ-રિવાજો અને પ્રથાઓ નીચે પ્રમાણેનો ખ્યાલ આપે છે : યજ્ઞ : ધાર્મિક-ક્રિયાઓમાં વૈદિક-યજ્ઞોનું પૂરતું પ્રચલન હતું તે યજ્ઞો બે પ્રકારના હતા : ૧ પશુ હિંસાવાળા ૨ પશુ હિંસા વગરના. આમાંથી જે યજ્ઞો મોટા પાયા ઉપર થતા તેમાં ખૂબ જ ખર્ચ થતો. આ યજ્ઞોનું સંપાદન વેદ-વિદ્ બ્રાહ્મણો કરતા પણ તેનો ખર્ચ યજમાન ભોગવતો. યજ્ઞની સમાપ્તિ થતાં, બ્રાહ્મણ વગેરેને યજ્ઞાન્ન વહેંચવામાં આવતું. તેથી નમિ રાજર્ષિને ઈન્દ્ર કહે છે કે વિસ્તૃત યજ્ઞ કરીને તથા શ્રમણ-બ્રાહ્મણોને ભોજન કરાવીને દીક્ષા આપવી. યમયજ્ઞ અથવા ભાવયજ્ઞ : અજ્ઞાનમૂલક પશુહિંસાપ્રધાન યજ્ઞો પ્રત્યેની માનવોની ચિત્તવૃત્તિને વાળવા માટે ગ્રંથમાં યજ્ઞની ભાવાત્મક (આધ્યાત્મિક १ घणं पभूयं सह इत्थियाहि । –૩. ૧૪. ૧૬. તથા જુઓ - ઉ. ૧૯. ૧૭. વગેરે २ वियरिज्जई खज्जई भुज्जई अनं पभूयं भवयाणभेयं । –૩. ૧ર. ૧૦. ૩ એજન ઉ. ૧ર. ૧૧, ૨૫. ૭-૮. ४ जईत्ता विउले जने भोइत्ता समणमाहणे । दत्ता भोच्चा य जिट्ठा य तओ गच्छसि खत्तिया । –૩. ૯. ૩૮. Page #431 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ४०७ અહિંસાપ્રધાન) વ્યાખ્યા કરવામાં આવી છે. તેને માટે ગ્રંથમાં “યમયજ્ઞ’નું નામ આપવામાં આવ્યું છે. યમને મૃત્યુના દેવ માનવામાં આવેલ છે. સંસારમાં એવું કોઈ પ્રાણી નથી જે આ મૃત્યુરૂપી યમ દેવતા દ્વારા પ્રસિત ન થતું હોય ? તેથી જે યજ્ઞમાં મૃત્યુને જીતવામાં આવે અથવા મૃત્યુનો હવન કરવામાં આવે તેને યમયજ્ઞ' કહેવામાં આવે છે. જ્યારે બ્રાહ્મણો જૈન મુનિ હરિકેશિબલ તથા જયઘોષને કર્મવિનાશક યજ્ઞની પ્રક્રિયા અંગે પૂછે છે ત્યારે તેઓ એવા યજ્ઞની પ્રક્રિયા અંગે જણાવે છે તથા તેને સર્વશ્રેષ્ઠ યજ્ઞ તરીકે ઓળખાવે છે. આ યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા ઉપરથી સ્પષ્ટીકરણ માટે યજ્ઞીય અધ્યયનમાંથી એક પ્રસંગ ઉધૃત કરવામાં આવે છે: જયઘોષ નામનો એક જૈન મુનિ વિહાર કરતી વખતે પોતાના ભાઈ વિજયઘોષ બ્રાહ્મણના યજ્ઞમંડળમાં પહોંચે છે અને ત્યાં બ્રાહ્મણ યાજકો પાસેથી યજ્ઞાન્નની યાચના કરે છે. આ સાંભળી જ્યારે બ્રાહ્મણો કહે છે કે આ યજ્ઞાત્રને માત્ર વેવિ, યજ્ઞકર્તા, જ્યોતિષાંગવિદ્, ધર્મશાસ્ત્રજ્ઞાતા તથા સ્વ-પર કલ્યાણકર્તા બ્રાહ્મણ જ પ્રાપ્ત કરી શકે છે ત્યારે મુનિ તેના જવાબમાં કહે છે કે આપ લોકો વેદાદિના મુખને જ જાણતા નથી. આ સાંભળી જ્યારે બ્રાહ્મણ પૂછે છે કે વેદાદિના મુખને કોણ જાણે છે અને વેદાદિનું મુખ શું છે ? ત્યારે મુનિ વૈદિક તથા જેન દૃષ્ટિએ સમન્વિત અને ગંભીર અર્થ યુક્ત ધયર્થક ભાષામાં આમ કહે છે : વેદોનું મુખ : અગ્નિહોત્ર વેદોનું મુખ છે અર્થાત્ જે વેદમાં અગ્નિહોત્રનું પ્રાધાન્યતાથી વર્ણન હોય તે જ વેદ, વેદોનું મુખ છે. વેદોમાં આ અગ્નિહોત્રની १ जायाइ जमजबम्मि जयघोसि त्ति नामओ। –૩. ૨૫. ૧. સુસંવડા હિં સંહિ....મહાગયે નય નસટું –૩. ૧ર. ૪૨. ૨ એજન ગ્રંથમાં ત્રણ જગાએ આ યજ્ઞનું વર્ણન છે. ૧ ઈન્દ્રનમિ સંવાદ (૯મું અધ્યયન) ૨ હરિકેશિબલ મુનિ અને બ્રાહ્મણોનો સંવાદ (૧રમું અધ્યયન) અને ૩ જયઘોષ મુનિ અને બ્રાહ્મણોનો સંવાદ (૨૫મું અધ્યયન) ૩ ઉ. રપ. ૧-૧૮. Page #432 -------------------------------------------------------------------------- ________________ ४०८ ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલન પ્રધાનતા હોવાથી અગ્નિના સંસ્કારને યજ્ઞ કહેવામાં આવે છે. વૈદિક, દૈવિક અને ભૌતિક અગ્નિમાં વૈદિક યજ્ઞને યજુ' કહેવામાં આવે છે. આમ વેદાનુસાર અર્થ સંગત થાય છે પણ મુનિને અહીં પરૂપ અગ્નિ અભિપ્રેત છે, તે તપાગ્નિથી કર્મરૂપી મહાવન ધ્વસ્ત કરવામાં આવે છે. યજ્ઞોનું મુખ : જેનાથી કર્મોનો ક્ષય થાય તે યજ્ઞોનું મુખ છે. આ ભાવયજ્ઞ કર્મોનો ક્ષય કરનાર છે અને તે ઉપરાંત અન્ય હિંસાપ્રધાન વૈદિક યજ્ઞ કર્મક્ષયમાં કારણ ન થતાં કર્મબંધમાં કારણ થાય છે. તેથી શાસ્ત્રોમાં યમયજ્ઞોનું વિધાન છે. તેને વેદ કહેવામાં આવે છે અને આવા યજ્ઞો કરનાર યાજક કહેવાય છે. નક્ષત્રોનું મુખ : ચંદ્ર નક્ષત્રોનું મુખ (પ્રધાન) છે. નક્ષત્ર, ચંદ્ર મંડળ વગેરે જ્યોતિષ શાસ્ત્રનો વિષય છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર નક્ષત્રોમાં ચંદ્રની પ્રધાનતા છે. ધર્મોનું મુખ : કાશ્યપગોત્રીય ભગવાન ઋષભદેવ ધર્મોનું મુખ છે. જૈન ધર્મના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ કાશ્યપગોત્રી હતા. બ્રહ્માંડપુરાણ અને આરણ્યક વગેરેમાં પણ ઋષભદેવની સ્તુતિ જોવા મળે છે. સ્વ-પરનો કલ્યાણકર્તા-અહિંસારૂપ યમયજ્ઞનું અનુષ્ઠાન કરનાર યાજક જ સ્વ-પરનો કલ્યાણકર્તા છે. આ રીતે મુનિએ આ ઉત્તર દ્વારા પોતાની જાતને વેદાદિના વેત્તા તથા બ્રાહ્મણોને વેદાદિના અવેત્તા પણ સિદ્ધ કર્યા છે. ભાવયજ્ઞના ઉપકરણો અને વિધિ : આ ભાવયજ્ઞમાં દ્રવ્ય-યજ્ઞમાં આવશ્યક એવાં કયા ઉપકરણો હોય છે તથા આ યજ્ઞને સંપન્ન કરવાની વિધિ કેવી છે ? બ્રાહ્મણો દ્વારા આવો પ્રશ્ન પૂછાતાં હરિકેશિબલ મુનિ આ પ્રમાણે ઉત્તર આપે છે: ૧ જુઓ – ઉ. આ. ટિ., પૃ. ૧૧૧૪-૧૧૧૫. २ तपो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसंगं । कम्मेहा संजमजोगसंती होमं हुणामि इसिणं पसत्यां ।। धम्मे हरये बम्मे संतितित्ये अणाविले अत्तपसत्रलेसे ।। –૩. ૧૨. ૪૪-૪૬. તથા જુઓ - ઉ. ૧ર. ૪૨-૪૩, ૪૭, ૯, ૪૦, મારો નિબંધ – “યર: # કવિત’ શમા, સપ્ટે. ઓક્ટો. ૧૯૬૬. Page #433 -------------------------------------------------------------------------- ________________ ૧ અગ્નિ પ્રકરણ ૭ દ્રવ્યયજ્ઞ : સમાજ અને સંસ્કૃતિ ૮ જલાશય (સ્નાન માટે) ૯ શાંતિતીર્થ (સોપાન) ૧૦ જળ (જેથી કર્મરજ દૂર થાય) ૨ અગ્નિકુંડ (અગ્નિ પેટાવવા માટેનું ૨ જીવાત્મા સ્થાન) ૩ સરવો (જેનાથી ઘી વગેરેની આહુતિ ૩ ત્રિવિધ યોગ (કારણ કે આહુતિ આપવામાં આવે છે) તરીકે આપેલ બધાં શુભાશુભ કર્મેન્શનોનું આગમન યોગ દ્વારા જ થાય છે) 2 ૪ કરીયાંગ (જેનાથી અગ્નિ પ્રજ્વલિત ૪ શરીર (કારણ કે તપાગ્નિ એનાથી થાય છે જેમ કે ઘી વગેરે) પ્રદીપ્ત થાય છે) ૫ સમિધા (શમી, પલાશ, આદિ ૫ શુભાશુભ કર્મ (કારણ કે તેને જ લાકડાં) તપાગ્નિમાં લાકડાંની જેમ ભસ્મીભૂત કરવામાં આવે છે) ૬ સંયમ-વ્યાપાર (તેનાથી જીવોને શાંતિ મળે છે) ૬ શાન્તિપાઠ (દુઃખ દૂર કરવા) ૭ હવન (જેથી અગ્નિ પ્રસન્ન થાય છે) ૭ ચારિત્ર ભાયજ્ઞ ૧ તપ (જ્યોતિરૂપ-કારણ કે અગ્નિની જેમ તપમાં કર્મમળને ભસ્મીભાત કરવાની શક્તિ છે.) ૮ અહિંસા ધર્મ ૯ બ્રહ્મચર્ય તથા શાંતિ ૪૦૯ ૧૧ નિર્મળતા (સ્નાનાંતે પ્રાપ્ત થતી શુદ્ધિ) ૧૧ ૧૨ ગૌદાન (યજ્ઞને અંતે આપેલ દાન) ૧૨ ૧૦ ક્લેષભાવથીરહિત શુભલેશ્યાવાળો આત્મા (કારણ કે એવા તીર્થ જળમાં સ્નાન કરવાથી કર્મરજ દૂર થાય) અંતરંગાત્મા નિર્મળ અને સ્ફૂર્તિલો બને છે. સંયમ-પાલન (આ હજારો ગૌદાન કરતાં ચડિયાતું છે) આ રીતે આ ભાવયજ્ઞમાં જીવાત્મારૂપી અગ્નિકુંડમાં શરીરૂપી કરીષાંગથી તપરૂપી અગ્નિને પ્રજ્વલિત કરીને કર્મરૂપી ઈન્ધનને યોગરૂપી સરવા પડે હવન Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન કરવામાં આવે છે. સંયમ-વ્યાપારૂપી શાંતિપાઠને વાંચવામાં આવે છે. બ્રહ્મચર્યરૂપી શાંતિ-તીર્થમાં સ્નાન કરવામાં આવે છે. સંયમનું પાલન કરવું એજ ગૌદાન છે. આમ આ યજ્ઞને સંપન્ન કર્યા બાદ અધ્યાત્મ જલાશયમાં સ્નાન કરવાથી કર્મફળ ધોવાઈ જાય છે અને આત્મા નિર્મળ થઈ મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો જ યજ્ઞ ઋષિઓ દ્વારા પ્રશસ્ત અને ઉપાદેય છે. વિવાહ-પ્રથા : વિવાહ સ્ત્રી અને પુરુષના મધુર મિલનને એક સૂત્રમાં બાંધનાર સામાજિક પ્રથા છે. “ઉત્તરાધ્યયન'માં વિવાહ-સંબંધી જે જાણકારી મળે છે તેનો નિષ્કર્ષ નીચે મુજબ છે : ૧ સાધારણ રીતે વર અને કન્યા - બંને પક્ષોના માતાપિતા કે એમનાં અગ્ર જ સંબંધીઓ પહેલાં વિવાહ-સંબંધ નક્કી કરતાં, તે પછી, વિધિપૂર્વક લગ્નની ક્રિયા થતી. ભગવાન અરિષ્ટનેમી યુવાન થાય છે (વિવાહ-યોગ્ય થાય છે) ત્યારે તેમના અગ્ર જ કેશવ (શ્રી કૃષ્ણ) વિવાહ-સંબંધ માટે ઉગ્રસેનની પુત્રી રાજીમતીની યાચના કરે છે. ત્યારે ઉગ્રસેન કહે છે કે કુમાર અહીં આવે અને વધૂનું ગ્રહણ કરે ત્યારબાદ વરવધૂને બધી રીતે અલંકૃત કરવામાં આવે છે. વર પોતાના રાજસ્વી વૈભવ સાથે શ્રેષ્ઠ ગંધગજ ઉપર સવાર થઈ ચતુરંગિણી સેના અને વાજિંત્રોના અવાજ વચ્ચે સપરિવાર નગરમાંથી પ્રસ્થાન કરે છે. રક્યારેક એમ પણ બનતું કે વિદેશમાંથી વ્યાપાર વગેરે માટે આવેલ વરના ગુણોથી આકૃષ્ટ થઈ પુત્રીનો પિતા તેને પોતાની કન્યા પરણાવતો. ત્યાર પછી ૧ એજન ૨ જુઓ – પૃ. ૩૯૭, પા. ટિ. ૭, પૃ. ૪૦૫, પા. ટિ. ૭. 3 इहागच्छतु कुमारो जा से कत्रं ददामि हैं । –૩. રર. ૮. તથા જુઓ – પૃ. ૪૧૧, પા. ટિ. ૩. Page #435 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ઈચ્છા મુજબ ત્યાં રહી તેની સાથે આનંદ પ્રમોદ કરી તેને લઈ તે સ્વદેશ પાછો ફરતો. ૩ ક્યારેક માતાપિતા ક્યાંકથી મનપસંદ સુંદર કન્યા લાવીને પુત્રને તેની સાથે પરણાવતાં. તે સમયે નારીને સંપત્તિ માનવામાં આવતી તેથી ઉપર મુજબ બનતું ત્યારે માબાપ કન્યાને ખરીદીને કે એવા કોઈ અન્ય ઉપાયે તેને લઈ આવતા. ૪ જ્યારે વર પતિના રૂપમાં જાન લઈને કન્યાને ઘરે જતો ત્યારે તેને અનેક પ્રકારના ઘરેણાથી શાગારવામાં આવતો તથા દેશ અને કુળ વગેરેને અનુરૂપ કૌતુકમંગળ વગેરે કાર્ય પણ કરવામાં આવતાં. જાનમાં ઊંચનીચ બધા પ્રકારના માણસો જતા અને તેમને માટે ભોજનાદિનો પ્રબંધ કરવામાં આવતો. ૫ ક્યારેક દેવતાની પ્રેરણાથી રાજકન્યાઓ વરને સોંપવામાં આવતી . ૬ શ્રેષ્ઠ ગુણ કે રૂપસંપન્ન રાજકન્યાઓ રાજકુમારો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છતાં ખુબ મુશ્કેલીથી પ્રાપ્ત થતી. જો કોઈને એવી રાજકન્યા રાજા સ્વયં આપતો તો તેને ખુબ જ નસીબદાર સમજવામાં આવતો. તેથી ભદ્રા રાજકુમારી ઉગ્ન તપસ્વી હરિકેશિબલમુનિને મારનાર બ્રાહ્માને કહે છે ; ‘આ મુનિ ઉગ્ર તપસ્વી તથા બ્રહ્મચારી છે. સ્વયં મારા પિતા કૌશલ નરેશે દેવતાની પ્રેરણાથી મને એમને આપવામાં આવી તો પણ તેમણે મને સ્વીકારી નથી". આ રીતે સર્વગુણ સંપન્ન રાજકુમાર અરિષ્ટનેમીને યાચના કરવા છતાં રાજા ઉગ્રસેન ૧ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૧. ૨ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૭. 3 सव्वोसहीहिं हविओ कयकोऊयमंगलो । दिव्वजुयलपरिहिंओ आभरणेहिं विभूसिओ ।। तुज्झं विवाहकज्जंमि भोयावेउं बहुं जणं ॥ ४ देवाभिओगेण निओइएणं दिन्नासु रन्ना मणसा न झाया । ૪૧૧ ..... जो मे तया नेच्छई दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना ।। ૫ એજન ૧૩. ૨૨. ૯-૧૭. ૩. ૧૨. ૨૧-૨૨. Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૧ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પોતાની કન્યા રાજીમતી દેવા તૈયાર થતો નથી. પછી જ્યારે અરિષ્ટનેમીનો મોટોભાઈ કેશવ એમ સ્વીકારે છે કે તે વરની સાથે જાન લઈ કન્યાગૃહે આવશે ત્યારે જ ઉગ્રસેન તૈયાર થાય છે. આ ઉપરથી એ પણ સિદ્ધ થાય છે કે કેટલાક માણસો રાજકુમારો માટે રાજકન્યાઓ ભેટ સ્વરૂપે પણ આપતા. તેથી જ્યારે કેશવ અરિષ્ટનેમી માટે રાજીમતીની યાચના કરે છે ત્યારે રામતીના પિતા એમ કહે છે કે રાજકુમાર અહીં આવે અને કન્યાને લઈ જાય આ હકીકત સિદ્ધ કરે છે કે શ્રેષ્ઠ કન્યાઓ વિવાહોત્સવપૂર્વક સસન્માન આપવામાં આવતી હતી તથા કેટલીક સાધારણ કન્યાઓ સંભવત: ભેટ સ્વરૂપે મોકલી આપવામાં આવતી. ૭ પ્રાય: બહુપત્નીત્વની પ્રથા પણ હતી. રાજાઓ અને સંપન્ન કુળોમાં એક કરતાં વધારે પત્નીઓ રાખવામાં આવતી, જેમ કે રાજા વાસુદેવને રોહિણી અને દેવકી એવી બે પત્નીઓ હતી. મૃગાપુત્રના પિતા બલભદ્રરાજાને મૃગા નામની પટરાણી હતી. ૮ આ વિવાહ સંબંધો સિવાય, ક્યારેક પતિના મૃત્યુબાદ કેટલીક વિધવાઓ હૃષ્ટ-પુષ્ટ પુરુષોની સાથે ક્યારેક ચાલી પણ નીકળતી. સૌન્દર્ય-પ્રસાધન : તે સમયે વસ્ત્ર અને આભૂષણો ઉપરાંત સ્નાન, માલાધારણ, વિલેપન વગેરે દ્વારા શરીરનો શણગાર કરવામાં આવતો હતો. કાંચકીથી વાળને શણગારવામાં આવતા તથા કાનમાં કુંડળ ધારણ કરવામાં આવતા. આમ આ ઘરેણાં વગેરે સૌન્દર્ય પ્રસાધન તરીકે ઉપયોગમાં લેવાતાં હતાં. ૧ જુઓ – પૃ. ૪૧૦, પા. ટિ. ૩. २ तस्स भज्जा दुवे आसी रोहिणी देवई तहा । –૩. રર. ૨. તથા જુઓ – પૃ. ૪૦૩, પા. ટિ, ૧, પરિશિષ્ટ ૨. ૩ જુઓ – પૃ. ૧૩૩. પા. ટિ. ૨, પૃ. ૪૦૩, પા. ટિ. ૧. ૪ જુઓ – પૃ. ૪૦૪, પા. ટિ. ૧, પૃ. ૪૧૧. પા. ટિ. ૩. ૫ એજન, ઉ. ૯. ૬૦. Page #437 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણા ૭ : સમાજ અને સંસ્કૃતિ દાહ સંસ્કાર ઃ કોઈ પિરવારમાં કોઈનું મૃત્યુ થતાં, પરિવરના માણસો કેટલોક સમય શોક કરતાં અને મૃત પ્રાણીને ઘરમાંથી બહાર લઈ જઈ સળગતી ચિત્તા ઉપર મૂકી તેનો દાહસંસ્કાર કરતા. આ ક્રિયા પિતાના મૃત્યુ વખતે પુત્ર, પુત્રના મૃત્યુ સમયે પિતા તથા અન્ય સંબંધીઓ મરતાં, તેમનાં સંબંધીઓ કરતા. પછી જ્યાં કામ ધંધો હોય ત્યાં શેઠની પાછળ જતા . પશુપાલન : તે સમયે પશુનો સમાવેશ સંપત્તિમાં થતો. તેમાંથી કેટલાંક પશુઓ યુદ્ધસ્થળમાં પણ ઉપયોગી નીવડતા. યુદ્ધમાં હાથી અને અશ્વ ખૂબ જ ઉપયોગમાં આવતા. ગ્રંથમાં આ પ્રાણીઓનો ઘણી જગાએ ઉલ્લેખ મળે છેૐ. કંબોજ-દેશોત્પન્ન અશ્વ સુશિક્ષિત, યુદ્ધોપયોગી અને શ્રેષ્ઠ હતા૪. હાથીઓમાં ગન્ધહસ્તીઓનો ઉલ્લેખ મળે છે, તેના પર સવાર થઈને અરિષ્ટનેમિ વિવાહાર્થે ગયા હતા. જ્યારે કોઈવાર હાથી બંધન તોડી ભાગી જતો ત્યારે મહાવત તે મદોન્મત હાથીને ૧ એજન २ गवासं मणिकुंडलं पसवो दासपोरुसं । તથા જુઓ - ઉ. ૯. ૪૯, ૧૩, ૨૪, ૨૦. ૧૪. વગેરે 3 नागो संगामसीसे वा सूरो अभिहणे परं । जहा से कंबोयाणं आइण्णे कंथए सिया । आसे जवेण पवरे.. .II ૪૧૩ ~૩. ૬. ૫. ૧૩. ૧૧. ૧૬. તથા જુઓ - પૃ. ૩૯૯, પા. ટિ. ૩. ઉ. ૧૩. ૩૦, ૧. ૧૨, ૨૩. ૫૮. ૪ એજન ५ मत्तं च गंधहस्थि च वासुदेवस्स जिट्ठयं । ૩. ૨. ૧૦. ૧૩. ૨૨. ૧૦. Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અંકુશ દ્વારા વશમાં લાવતો. યુદ્ધમાં હાથીઓ આગળ રહેતા તેથી ગ્રંથમાં હાથીને સંગ્રામ-શીર્ષ બની શત્રુઓને જીતનાર ગણવામાં આવ્યા છે. હાથી અને અશ્વોને પશુઓમાં શ્રેષ્ઠ માનવામાં આવતા. શ્રેણિક રાજા આનાથી મુનિને પોતાનો પરિચય આપતી વખતે આ બંને પશુઓનો ઉલ્લેખ કરે છે. કૂતરો અને સૂવર – એ બંને પશુઓ શિકારમાં કામ આવતાં. બકરાને મહેમાનોના ભોજન માટે સારા આહાર તરીકે માનવામાં આવતો. આ યજ્ઞમાં પણ પશુઓ બલી તરીકે કામ આવતાં. તેથી યજ્ઞમાં પશુ હિંસાનો નિષેધ કરવામાં આવેલ પશુઓ ઉપરાંત પક્ષીઓને પણ પાંજરામાં રાખીને પાળવામાં આવતાં. ગ્રંથમાં અનેક પંખીઓનાં નામો મળે છે પણ તે બધાંને પાળવામાં આવતા નહિ. પશુઓ અને પંખીઓને પકડવા અને પાળવા માટે અનેક પ્રકારની જાળ તથા પાંજરાનો પ્રયોગ કરવામાં આવતો હતો. १ अंकुसेण जहा नागो । –૩. રર. ૪૭. તથા જુઓ – ૧૪. ૪૮. ૨ તથા જુઓ – પૃ. ૪૧૩, પા. ટિ. ૩. 3 अस्सा हत्थी मणुस्सा मे ।। –૩. ૨૦. ૧૪. ४ कुवंतो कोल-सुणएहिं सबलेहिं य । –૩. ૧૯. પપ. તથા જુઓ - ૧૯. ૬૬. ૫ ગય જ્જર મોડું ...... પ્રણે વ ાઈ | –૩. ૭. ૭. ६ नाहं रमे पक्खिणि पंजरे वा । –૩. ૧૪. ૪૧. ૭ જુઓ - મરર તિર્યગ્ન, પ્રકરણ ૧. ८ पासेहिं कूडजालेहिं मिओ वा अवसो अहं । वीदंसएहिं जालेहिं लेप्पाहि सउणो विव ।। –૩. ૧૯. ૬૪-૬૬. તથા જુઓ - ઉ. ૧૯. ૫૩, ૨૩. ૪૦-૪૩, ૩ર. ૯, રર. ૧૪, ૧૬, પૃ. ૪૧૪, પા. ટિ. ૬. –૩. ૨૮. ૯. Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ખાન પાન : તે સમયે ઘી, દૂધ આદિના આહાર ઉપરાંત મદિરા અને માંસભક્ષણનો પણ પૂરતી માત્રામાં પ્રયોગ થતો હતો. અરિષ્ટનેમીના વિવાહ અવસરે ઘણા માણસોના ભોજન માટે અનેક પશુઓને એક વાડાની અંદર પૂરવામાં આવ્યા હતા. અહીં ઘણાં માણસો અંગે કહેવાનું પ્રયોજન એ છે કે અધિકાંશ માણસો માંસભક્ષણ કરતા હતા અને ઘણા થોડા માણસો માંસભક્ષણ કરતા ન હતા. મૃગ, મત્સ્ય, બકરાં, મહિષ વગેરેનું માંસ અધિક પ્રચલિત રહ્યું હશે. કારણ કે ગ્રંથમાં શિકારના પ્રસંગે ભૃગ-હનન, મહેમાનના ભોજન માટે બકરાનુંપાલન તથા મહિષને અગ્નિમાં રાંધવાનો ઉલ્લેખ મળે છે. મત્સ્યને પકડવા માટે જાળનો પ્રયોગ થતો હતો. સાધુઓનો આહાર નિરામિષ અને નીરસ હતોTM. ગ્રંથમાં મદિરાના પાંચ પ્રકારોનો ઉલ્લેખ મળે છે−: ૧ સુરા ૨ સીધુ (તાડી) ૩ મેરક (દૂધ વગેરે ઉત્તમ પાર્થોમાંથી બનેલ) ૪ મધુ (મહુડામાંથી બનાવેલ) – १. वाडेहिं पंजरेहिं य संनिरुद्धा य अच्छहिं । - ૩. તથા જુઓ - પૃ. ૪૧૧, પા. ટિ. २ हुआसणे जलंतम्मि चिआसु महिसो विव । તથા જુઓ - પૃ. ૪૧૪, પા. ટિ. ૮. ઉ. ૧૯. ૭૦-૭૧, ૫. ૯, ૧૮. ૩-૬. વગેરે 3 रागाउरे वडिस विभिन्नकाए मच्छे जहा आमिसभोग गिद्धे । તથા જુઓ - ઉ. ૧૯. ૬૫. ૪ જુઓ - આહાર, પ્રકરણ ૪. ५ तुहं पिया सुरा सीहू मेरओ य महूणि य । वर वारुणीए व रसो विविहाण व आसवाण जरिसओ । महुमेरयस्स व रसो.. 11 ૪૧૫ —૩. ૨૨. ૧૬. -૩. ૧૯. ૫૮. ૧૩. ૩૨. ૬૩. ૧૩. ૧૯, ૭૧. -૩. ૩૪. ૧૪. Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ ઉત્તરાધ્યયન-સુત્ર : એક પરિશીલના ૫ વારુણી (શ્રેષ્ઠ મદિરા). આ ઉપરાંત અન્ય વિવિધ પ્રકારના આસવ (મદ્ય) પણ પ્રચલિત હતા. પરસોમાંના કેટલાકનો ઉલ્લેખ મળે છે અને તેનો અનુભવ મોટે ભાગે બધાને થયેલો હતો. તે રસો આ પદાર્થો હતા : શર્કરા, ખાંડ, દ્રાક્ષ, ખજુર, આમ્ર, તુવેર, લીંબુ, ત્રિકટુ, શેરડી, કટુ રોહિણી (ક્તનાશક ઓષધી), કપિત્થ વગેરે. આ ખાદ્ય અને પેય પદાર્થો ઉપરાંત ગ્રંથમાં કેટલીક કંદ-મૂળ વગેરે વનસ્પતિઓનો પણ ઉલ્લેખ મળે છે અને તેનો સામાન્ય રીતે આહારમાં ઉપયોગ થતો. મનોરંજનનાં સાધન મનોરંજનનાં સાધનોમાં તે વખતે નૃત્ય, ગીત વાદ્ય વગેરે ઉપરાંત મૃગયા, ઘુતક્રીડા અને ઉદ્યાન-વિહાર વગેરેનો સમાવેશ થતો. તે વિશેની વિશેષ માહિતી નીચે મુજબ છે : ક મૃગયા ? રાજા વગેરે પોતાનાં મનોરંજન માટે મૃગયા માટે જતા, તે સમયે રાજા અશ્વ ઉપર આરૂઢ થઈને જતો તથા તેની સાથે સેનાની ટૂકડી જતી. રાજા સંજય મૃગયા માટે જતી વખતે ચતુરંગિણી સેનાને પણ સાથે લઈ ગયો હતો. ખ ધૂતક્રીડા : શિકારની જેમ ધૂતક્રીડા પણા ઋગ્લેદકાળમાં પણ ભારતમાં વિદ્યમાન હતી. મહાભારતનું યુદ્ધ ધૃતક્રીડાનું જ પરિણામ છે. ગ્રંથમાં અકામ ૧ એજન ૨ જુઓ - યા, પ્રકરણ ૨,ઉ. ૨૪. ૧૦-૧૩. ૧૫, ૧૯. ૫૯. ૩ જુઓ - વનસ્પતિ નીવ, પ્રકરણ ૧, ઉ. ૩૪. ૪, ૧૧, ૧૯, રર. ૪૫. ४ नामेणं संजओ नाम मिगव्वं उवणिग्गए –૩. ૧૮, ૧. તથા જુઓ - ઉ. ૧૮. ર-૬. ૫ ઋવે, મારું ૨૦, સૂજી રૂ૪. Page #441 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ઃ સમાજ અને સંસ્કૃતિ ૪૧૭ મરણાને પ્રાપ્ત કરનાર જીવની ઉપમા જુગારમાં હારેલા જુગારીની આપવામાં આવી છે. તેથી ધૂતક્રીડા અને ધૃતક્રીડામાં હારેલ વ્યક્તિની સ્થિતિનું જ્ઞાન થાય ગ ઉદ્યાનમાં વિહાર-યાત્રા : પ્રાય: નગરોની પાસે ઉદ્યાનો તૈયાર કરાવવામાં આવતાં. તે અનેક પ્રકારનાં પુષ્પો, ફળો, વૃક્ષો અને લતામંડપોથી સુશોભિત હતાં. તેમાં રાજાઓ અનેક પ્રકારનો આનંદ પ્રમોદ કરતા. તેને વિહાર-યાત્રા કહેવામાં આવે છે. આ ઉદ્યાનોમાં આવી સાધુઓ પોતાની સાધના પણ કરતા હતા. १ धुत्तेव कालिणा जिए। ૩. ૫. ૧૬. ૨ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફૂલોનાં નામ – અતસી (૧૯. ૫૬, ૩૪. ૬), અસન, સણ (૩૪. ૮), મુચકુન્દ કે કુન્દ (૩૪. ૯, ૩૬-૬૧), શિરીષ (૩૪-૧૯) વગેરે. ૩ ગ્રંથમાં ઉલિખિત કેટલાંક ફળોનાં નામ - કેરી, કપિત્થ, (૭. ૧૧, ૩૪. ૧૨-૧૩) બીલું (૧ર-૧૮), કિંપાક (૩ર-૨૦, ૧૯. ૧૮), તાલપુટ (૨૩ ૪૫, ૯-૫૩, ૧૬-૧૩) વગેરે. ૪ ગ્રંથમાં ઉલ્લિખિત કેટલાંક વૃક્ષોનાં નામ - ચૈત્ય (૯. ૯-૧૦ન, તિન્દુક (૧ર. ૮), જાંબુડો-સુદર્શન (૧૧-૨૭), શીમળો (૧૨-૫૩, ૨૦. ૩૬), અશોક (૩૪. ૫.) કિંપાક (૩૨. ૨૦). ૫ ગોવમંડમિ | –૩. ૧૮. ૫. ६ नाणादुमलयाइनं नाणापक्खिनिसेवियं । नाणाकुसुमसंछनं उज्जाणं नंदणोवमं ॥ तत्य सो पासई साहुं संजयं सुसमाहियं । તિવ્ર મૂત્રપિ.....................! –૩. ર૦. ૩-૪. તથા જુઓ - ઉ. ૨૫. ૩, ૧૮. ૬, ર૩. ૪, ૮, ૧૯, ૧. ७ विहारजत्तं निज्जाओ मंडिकुच्छिसि चेइए । –૩. ૨૦. ૨. ૮ જુઓ – પૃ. ૪૧૭, પા. ટિ, ૬. Page #442 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગ્રંથમાં એવા કેટલાય ઉદ્યાનોનો ઉલ્લેખ મળે છે . એક સ્થળે તેને માટે ‘ચૈત્ય’ શબ્દનો પણ પ્રયોગ થયો છે?, અનેક માાસો એકત્રિત થઈ શકે એવાં કેટલાંક વિશાળ ઉદ્યાનો પણ હતાં. જેમ કે : શ્રાવસ્તી નગરીની પાસે આવેલ ‘તિન્દુક’ ઉદ્યાનમાં કેશિકુમાર તથા ‘કોષ્ટક’ ઉદ્યાનમાં ગૌતમ પોતપોતાની શિષ્યમંડળી સાથે રોકાયા હતા. આ દરમ્યાન ગોતમ જૈનધર્મના વિષયમાં ઉત્પન્ન થયેલી શંકા (શિષ્યમંડળીની)ના નિરાકરણ માટે પોતાની શિષ્યમંડળી સાથે તિન્દુક ઉદ્યાનમાં ગયા હતા. તે સમયે ત્યાં બંનેની શિષ્યમંડળી તથા અન્ય અનેક દેવદાનવો તથા હજારોની સંખ્યામાં પાખંડીઓ, કૌતુકીઓ અને ગૃહસ્થો પણ એકત્રિત થયા હતા. ૪૧૮ વ્યાપાર અને સમુદ્ર યાત્રા : વૈશ્યોનો મુખ્ય ધંધો વેપાર કરવાનો હતો અને તેઓ વેપાર ક૨વા વિદેશ પણ જતા . વેપાર કરવાને કારણે તેમને ‘વિષ્ણ’ કહેવામાં આવતા હતા. વિષ્ણનું અપભ્રંશ રૂપ ‘વાણિયા’ આજે પણ વેપારીઓ માટે પ્રયોજાય છે. મોટે ભાગે સમુદ્રપાર જવાનું કાર્ય વણિકો કરતા. તેથી સમુદ્રપાર કરવાની બાબતમાં વિક્નું દૃષ્ટાંત આપવામાં આવે છે‘. સમુદ્રપાર જતી વખતે હોડીઓ અથવા ૧ જેમ કે કાંપિલ્ય નગરનું કેશરી ઉદ્યાન (૧૮. ૩-૪), શ્રાવસ્તીનું તિન્દુક અને કોષ્ટક (૨૩. ૪, ૮, ૧૫), બનારસનું મનોરમ (૨૫-૩), મગધનું મંડિકુક્ષિક (૨૦. ૨-૩), દેવલોકનું નંદન (૨૦-૩, ૩૬) ૨ જુઓ - પૃ. ૪૧૭, પા. ટિ. ૬-૭. 3 समागया बहू तत्थ पासंडा कोउगासिया । गिहत्थाणं अणेगाओ साहस्सीओ समागया ॥ તથા જુઓ - ૩. ૨૩. ૪-૧૮, ૨૦. ૪ જુઓ - પૃ. ૩૯૭, પા. ટિ. ૧. પૃ. ૪૧૯, પા. ટિ. ૨. ५. किणतो कइयो होइ विक्किणंतो य वाणिओ । ६ जे तरंति अंतरं वणिया व । ૧૩. ૨૩. ૧૯. –૩. ૩૫. ૧૪. તથા જુઓ - પૃ. ૪૦૨, પા. ટિ. ૧, પૃ. ૩૯૭, પા. ટિ. ૧. ૧૩. ૮. ૬. Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ વહાણોનો ઉપયોગ કરવામાં આવતો. ક્યારેક ક્યારેક વ્યાપારમાં એમને ખોટ પણ થતી અને ક્યારેક મૂળ રકમ પણ માંડ પ્રાપ્ત થતી. વસ્તુને ખરીદવા માટે સિક્કાઓનો પણ પ્રયોગ થતો. ગ્રંથમાં સિક્કા માટે ‘કાકિણી'નો ઉલ્લેખ મળે છે. એ તે વખતનો સહુથી નાનો સિક્કો હતો. તોલવા માટે માપીયાં અને ત્રાજવાનો પ્રયોગ થતો. વેપારાર્થે સમુદ્રપાર જતી વખતે વ્યાપારીઓને ખૂબ ડ૨ રહેતો કારણ કે સમુદ્રમાં ભરતી ઓટ વખતે બચવા માટેના ઉચિત સાધનો ન હતાં. સમુદ્રયાત્રાએથી પાછા સલામત રીતે આવી જવું એ સદ્ભાગ્ય મનાતું ? તેથી પાલિત વણિક્ વિદેશથી હોડી દ્વારા ઘરે પાછો આવે છે ત્યારે ‘કુશળતાપૂર્વક આવી ગયા ?’ એમ પૂછવામાં આવે છે". વિદેશમાં ક્યારેક વિક્ લગ્ન પણ કરી લેતા. પછી કેટલાક દિવસ ત્યાં રહી પત્ની સાથે ઘરે પાછા ફરતા. સમુદ્રયાત્રા દરમ્યાન વહાણામાં ગર્ભવંતી સ્ત્રીઓને પ્રસુતિ પણ થતી. સમુદ્રયાત્રા કે અન્ય કોઈ લાંબી યાત્રાએ જતી વખતે પાથેય (ભાતું) લઈ જવાનો રિવાજ ૧ એજન - ઉ. ૨૩. ૭૦-૭૩. २ एगोत्थ लहई लाभं एगो मूलेण आगओ । एगो मूलंपि हारिता आगओ तस्थ वाणिओ || 3 जहा कागिणिए हेउं सहस्सं हारए नरो । ४ जहा तुलाए तोलेउं । ५ खेमेण आगए चंपं । ६ अह पालियस्स धरणी समुद्दम्मि पसवइ । તથા જુઓ - પૃ. ૩૯૭. પા. ટિ. ૨. ૪૧૯ ૧૩. ૭. ૧૪-૧૫. ૩. ૭. ૧૧. ૩. ૧૯. ૪૨. ૧૩. ૨૧. ૫. ૩. ૨૧. ૪. Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના હતો. તેથી માર્ગમાં સુધાજન્ય કષ્ટ નડતુ નહિ'. સામાન્ય યાત્રામાં તથા માલ વગેરે વહેવામાં બળદગાડી અથવા રથ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. રોગોપચાર : ગ્રંથમાં રોગ તથા તેના ઔષધોપચારની બાબતમાં સામાન્ય માહિતી મળે છે. રોગોનો ઈલાજ કરવા માટે અનેક ચિકિત્સાચાર્યો હતા. તેઓ વમન, વિરેચન, ઔષધિસેવન, ધૂમ્રપ્રદાન, નેત્રસ્નાન, સર્વોષધિસ્નાન, મંત્રવિદ્યા વગેરેદ્વારા રોગોનો ઈલાજ કરતા. જૈન સાધુઓ માટે રોગોનો ઈલાજ ત્યાજ્ય ગણાતો". રોગોનો ઈલાજ કરતી વખતે ચતુષ્પાદચિકિત્સા કરવામાં આવતી. આ ચિકિત્સાના ચાર અંગો છે. જેવા કે : ૧ શ્રેષ્ઠ વૈદ્ય કે ચિકિત્સક ર શ્રેષ્ઠ ઔષધી સેવન १. अद्धाणं जो महंतं तु सपाहेज्जो पवज्जई । गच्छंतो सो सुही होई छुहातहविवज्जिओ ।। –૩, ૧૯. ર૧. २ अवसो लोहरहे जुत्तो जलंते समिलाजुए । चोइओ तुत्तजुत्तेहिं रोज्झो वा जह पाडिओ ।। –૩. ૧૯. પ૭. તથા જુઓ – ઉ. ૯. ૪૬, ૫. ૧૪, ૨૭. ર-૮. ૩ ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે એવા કેટલાક રોગોનાં નામો, આમય (૩ર. ૧૧૦), વ્યાધિ (૩૨-૧૨), આતંક (૧૦. ર૭, ૫. ૧૧, ર૧-૧૮, ૧૯. ૭૯, ર૩. ૩૫), વિસૂચિકા, અરઈ ચિત્તોદ્વેગ, ગંડ જેમાં ડોક ફૂલી જાય છે (૧૦. ર૭), અક્ષિવેદના (૨૦-૧૯. ર૧) ४ मंतं मूलं विविहं वेज्जचितं वमणविरेयणधूमणेत्तसिणाणं । आउरे सरणं तिगिच्छयं च तं परिनाय परिव्वए स भिक्खू ।। –૩. ૧૫. ૮. તથા જુઓ - ઉ. ર૦. રર, ૧૯. ૭૬-૭૭, ૭૯, ૧૨. ૫૦, રર. ૯, જે. ભા. સ. પૃ. ૩૧૧-૩૧૮. ૫ એજન પરીપત્રય વ મિલાવ તપ, જુઓ ६ ते मे तिगिच्छं कुव्वंति चाउप्पायं जहाहियं । –૩. ર૦. ર૩. 'चाउप्पायं' त्ति 'चतुष्पादां' भिषग्भेषजातुरप्रतिचारकात्मकचतुर्भाग चतुष्टयत्मिकां यथाहितं', हिताऽनतिक्रमेण । –એજન, ને. વૃ, ૫, ર૬૯. Page #445 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૩ રોગી દ્વારા ઈલાજ કરાવવાની ઉત્કટ અભિલાષા અને ૪ રોગીના સેવક. મંત્રશક્તિ અને શુકનમાં વિશ્વાસ : પ્રાચીન કાળથી જ ભારતીય સમાજને મંત્ર-તંત્ર શક્તિમાં તથા શુભાશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રોમાં વિશ્વાસ રહેલો છે. તેથી જૈન સાધુએ આ બધી મંત્રતંત્ર શક્તિ તથા શુભાશુભ ફળ દર્શાવનાર શાસ્ત્રોનો જીવિકા વગેરે માટે પ્રયોગ ન કરવો એમ કહેવામાં આવ્યું છે'. શ્રેષ્ઠ સાધુ મંત્રાદિ શક્તિઓ વાળા હતા અને તેમની આ શક્તિને કારણે જનતામાં સાધુના પ્રકોપનો મોટો ભય રહેતો. તેથી મુનિના શરણે આવેલ મૃગને મારવાને કારણે રાજા સંજય ભયભીત બને છે અને ક્ષમા માંગે છેરે. આ રીતે, હરિકેશિબલ મુનિનો તિરસ્કાર કરનાર બ્રાહ્મણોને ભદ્રાકુમારી કહે છે કે આ મુનિ ઘોરપરાક્રમી તથા આશીવિષ લબ્ધિવાળા (મનઃ શક્તિવિશેષ યુક્ત) છે. તે ક્રોધિત થતાં તમને બધાને તથા સંપૂર્ણ લોકને પણ ભસ્મીભૂત કરી શકે છે. તેમની નિન્દા કરવી એટલે નખોથી પર્વત ખોદવો, દાતથી લોખંડ ચાવવું, પગથી અગ્નિને છૂંદવો તેથી જો જીવન અને ધન વગેરેની અભિલાષા કરતા હો તો તમે બધા એમના શરણમાં જ થઈ માફી માંગો. આટલું કહી તે પોતે પણ મુનિની ક્ષમા માંગે છેૐ. અરિષ્ટનેમીના વિવાહ વખતે કૌતુક મંગળ કરવામાં આવે છે જે શુભાશુભ શુકનોમાં વિશ્વાસ દર્શાવે છે. આ રીતે રોગોપચારમાં પણ મંત્રાદિ શક્તિઓનો પ્રયોગ થતો હતો. ગ્રંથમાં આ પ્રકારની નીચે જણાવેલ વિદ્યાઓનો ઉલ્લેખ મળે છે. ૧ જુઓ - આહાર, પ્રકરણ ૪. २ विणण वंदए पाए भगवं एत्थ मे खमे । ૪૧ ૩ જુઓ - પૃ. ૩૭૩, પા. ટિ. ૫, ઉ. ૧૨. ૨૩, ૨૬-૨૮, ૩૦. ૪ જુઓ - પૃ. ૪૧૧, પા. ટિ. ૩. ૫ જુઓ - પૃ. ૪૨૦, પા. ટિ. ૪. ૬ ૬. ૧૫. ૭, ૨૦. ૪૬, ૨૨. ૫, ૩૬. ૨૬૭, ૮. ૧૩. ૩. ૧૮. ૮. Page #446 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧ છિન્નવિદ્યા (વસ્ત્ર કે લાકડું કાપવાની વિદ્યા) ૨ સ્વરવિદ્યા (સંગીતના સ્વરોનું જ્ઞાન) ૩ ભૂકંપવિદ્યા ૪ અન્તરિક્ષવિદ્યા ૫ સ્વપ્નવિદ્યા ૬ લક્ષાવિદ્યા (સ્ત્રી કે પુરુષનાં ચિહ્નો અને રેખાઓનું જ્ઞાન) ૭ દંડવિદ્યા ૮ વાસ્તુવિદ્યા ૯ અંગવિચારવિદ્યા (અંગો ફરકે તેનું જ્ઞાન) ૧૦ પશુ-પક્ષીઓના સ્વરોનીવિદ્યા ૧૧ કૌતુકવિદ્યા (કૃતુહલ ઉત્પન્ન કરવાની વિદ્યા) ૧૨ કુહેટકવિઘા (નવાઈ ઉત્પન્ન કરવાની વિદ્યા) ૧૩ નિમિત્તવિદ્યા (ત્રિકાળમાં શુભાશુભ ફળ દર્શાવનાર વિદ્યા) આ ઉપરાંત અભીષ્ટ સિદ્ધિ માટે મંત્ર તથા ભૂતિકર્મ (ભસ્મનો લેપ) નો પણ પ્રયોગ ક૨વામા આવતો. તેને મંત્ર-તંત્ર કે જાદુની શક્તિ કહી શકાય. એની સિદ્ધિ તપ વગેરેના પ્રભાવથી થતી. તેથી સાધુને તપના પ્રભાવથી સિદ્ધ થનાર શક્તિઓ પ્રત્યે નિ:સ્પૃહ રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ રીતે આ વિવિધ રીતિ-રિવાજો અને પ્રથાઓના આધારે તે સમયના ભારતીય સમાજ તથા સંસ્કૃતિ અને ઉદ્યોગ-વ્યાપાર વગેરેની માહિતી મળે છે. કોઈ પણ સમાજની અથવા સંસ્કૃતિની સ્થિતિને બરાબર જાણવા માટે આ રીતિ-રિવાજો તથા પ્રથાઓનું મહત્ત્વનું સ્થાન છે. ૪૨૨ રાજ્ય વ્યવસ્થા અને માનવ પ્રવૃત્તિઓ ‘યથા રાજા તથા પ્રજા’ની કહેવત ઘણી જાણીતી છે. એ પણ જાણીતું છે કે દેશકાળની પરિસ્થિતિ અનુકૂળ જનસામાન્યની પ્રવૃત્તિઓ પણ બદલાતી રહે છે અને તે બદલાતાં તત્કાલીન રાજ્ય-વ્યવસ્થાની સાથે ધાર્મિક કે દાર્શનિક સંપ્રદાયો ઉપર પણ પ્રભાવ પડે છે. પ્રસ્તુત-ગ્રંથમાં રાજ્ય-વ્યવસ્થા આદિ અંગે જે માહિતી મળે તે આ પ્રમાણે છે. १ मंताजोगं काउं भूईकम्मं च जे पउंजंति । -૩. ૩૬. ૨૬૫. Page #447 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ રાજ્ય વ્યવસ્થા : પ્રજા ઉપર શાસન કરવાનું કામ ક્ષત્રિયનું હતું અને જે શાસક હતો તે રાજા કહેવાતો. સામાન્ય રીતે રાજાની મૃત્યુવેળા બાદ તેનો પુત્ર રાજ્યનો ઉત્તરાધિકારી થતો. તેથી રાજાઓ પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીક્ષા ગ્રહણ કરતા. જે સંપત્તિનો કોઈ ઉત્તરાધિકારી ન થતો તેનો ઉત્તરાધિકારી રાજા થતો. તેથી ભૃગુ પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી ત્યારે ઈયુકાર દેશના રાજાએ તેની મિલકત ઉપર પોતાનો અધિકાર દર્શાવ્યો . - રાજાઓનું ઐશ્વર્ય : રાજાઓનું એશ્વર્ય દેવો જેવું હતું. તેના મહેલોના તળીયે મણિ-રત્નો વગેરે જડવામાં આવતા. મસ્તક ઉપર છત્ર-ચામર ઢોળવામાં આવતા'. તેઓ નૃત્ય, ગીત, વાદ્ય વગેરે સંગીત સામગ્રીથી યુક્ત થઈ નારીઓ સાથે આનંદ પ્રમોદ કરતા. યુદ્ધમાં કુશળતા પ્રાપ્ત કરવા માટે ક્યારેક ક્યારેક १ पुत्तं रज्जे ठवित्ता णं । તથા જુઓ - ઉ. ૯. ૨, ૧૮. ૪૭. २ पुरोहियं तं ससुयं सदारं सोच्चाऽभिनिक्खम्म पहाय भए । कुटुंबसार विउलुत्तमं च रायं अभिक्खं समुवाय देवी || 3 सो देवलोगसरिसे अंते उरवरगओ वरे भोए । भुंजित्तु नमी राया बुद्धे मागे परिच्चयई । તથા જુઓ - ઉ. ૯. ૫૧. ४ मणिरयणकुट्टिमतले पासायालोयणे ठिओ । आलोएइ नगरस्स चउक्कत्तिय चच्चरे ॥ ५ अह ऊसिएण छत्तेण चामराहि य सोहिओ । नहिं गोएहिं य वाइएहिं नारीजणाइं परिवारयंतो । તથા જુઓ - પૃ. ૪૨૩, પા. ટિ. ૩. ૪૨૩ -૩. ૧૮. ૩૭. ૩. ૧૪, ૩૭. ૩. ૯. ૩. ૧૩. ૧૯. ૪. ૧૩. ૨૨. ૧૧. ૧૩. ૧૩. ૧૪. Page #448 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન તેઓ સૈન્યદળ સાથે શિકારે પણ જતા હતા . તેઓ સુકુમાર, સુસજ્જિત અને સુખી હતા. ભોગ-વિલાસને કારણે ક્યારેક કોઈ રાજા પોતાનું રાજ્ય પણ હારી જતો. પ્રધાન અથવા સાર્વભૌમ રાજાને અધીન અન્ય અનેક રાજાઓ હતા અને તેઓ પોતપોતાના દેશના સ્વામી હતા . રાજાની દીક્ષાનો પ્રસંગ દર્શનીય રહેતો. રાજાઓનું આટલું પ્રભુત્વ અને ઐશ્વર્ય હોવા છતાં રાજાની આજ્ઞા બધા પ્રસન્નતાપૂર્વક સ્વીકારતા નહિ પણ પરાણે અને ભયને કારણે તેની આજ્ઞાઓ માનતા. તેથી ગ્રંથમાં અવિનીત શિષ્ય દ્વારા ગુરુની આજ્ઞાનું પાલન કરવાની બાબતમાં રાજાની આજ્ઞાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. રાજાઓનાં મુખ્ય કાર્યો : રાજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કરવા તથા દુશ્મનોના આક્રમણ સામે રાજ્યની સુરક્ષા કરવા માટે યુદ્ધ કરવું પડતું. રાજાનું મુખ્ય બળ સેના ગણાતું અને તે યુદ્ધ સ્થળમાં સેનાથી શોભતો. સેના ચાર ભાગો (હાથી, ઘોડા, રથ અને પાયદળ)માં વિભક્ત રહેતી અને તેને ચતુરંગણી ૪૨૪ ૧ જુઓ - પૃ. ૪૧૬, પા. ટિ. ૪. २ सुहोइओ तुमं पुत्ता सुकुमालो सुमज्जिओ । 3 अपत्थं अंबगं मोच्चा राया रज्जं तु हारए । ४ जे केइ पत्थिवा तुज्झं नानमंति नराहिया । वसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया || અત્રિયો રાયસદસ્મુત્તિ સુરી............ ५ कालोहलगभूयं आसी मिहिलाए पव्वयंतम्मि । ६ रायवेट्टिं च मन्त्रंता करेति भिउडिं मुहे । ૭ જુઓ - પૃ. ૪૦૨, પા. ટિ. ૧. ૧૩. ૧૯. ૩૫. ૧૩. ૭. ૧૧. ૧૩. ૯. ૩૨. ૧૩. ૧૮, ૪૩. –૩. ૯. ૫. ૧૩. ૨૭. ૧૩. Page #449 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૨૫ સેના કહેવામાં આવતી`. હાથી અને ઘોડા યુદ્ધમાં મુખ્ય સહાયક હતા. તેમાં હાથી સહુથી આગળ રહેતો. શત્રુના પ્રહારોને રોકવા માટે અશ્વોને કવચ પહેરાવવામાં આવતાં. વિજેતા મુખ્ય સૈનિકનાં બધા વખાણ કરતા . રાજ્યની દઢતા અને પોતાનું પ્રભુત્વ ટકાવી રાખવા માટે રાજાનાં કેટલાંક કર્તવ્યોનો ઉલ્લેખ ઈન્દ્ર-નમિ-સંવાદમાં મળે છે. જેમ કે : ૧ રાજ્યમાં પ્રજાને કોઈ પ્રકારનું દુ:ખ ન થાય તેથી નીતિમાન શાસકે પ્રજા પર અનુકંપા કરવી જોઈએ. આ માટે ઈન્દ્ર રાજાનમિની દીક્ષા વખતે પૂછે છે કે આજે મિથિલામાં આટલો કોલાહલ શામાટે છે ? મહેલોમાં ભયંકર શબ્દો શા માટે ઉચ્ચારાય છેપ? ચિત્ત મુનિ પણ બ્રહ્મદત્ત ચક્રવર્તીને બધી પ્રજા ઉપર અનુકંપા કરવા તથા ધર્મસ્થ થઈ આર્યકર્મ કરવાનો ઉપદેશ આપે છે. ૨ અંતઃપુર, મંદિર વગેરેને સળગતાં જોઈ તેની સુરક્ષા કરવી જોઈએ. તેથી ઈન્દ્ર એ બાબત બીજો પ્રશ્ન પૂછે છે. १ चउरंगिणीए सेणाए रइयाए जहक्कमं । तुडियाणं सन्निनाणं दिव्वेणं गगणंफुसे || તથા જુઓ - પૃ. ૪૧૬, પા. ટિ. ૪. ૨ જુઓ - પૃ. ૪૫૩, પા. ટિ. ૩; ઉ. ૨૧. ૧૭. 3 आसे जहा सिक्खिय वम्मधारी ४ जहाइण समारूढे सूरे दढपरक्कमे । उभओ नंदिघोसेणं एवं हवइ बहुस्सुए || ૫ જિષ્ણુ મો અન્ન.. .. सुव्वंति दारुणा सद्दा । ९ अज्जाई कम्माई करेहिं रायं धम्मे ठिओ सव्वपयाणुकम्पी । ७ एस अग्गी य वाउ य......कीसं णं नावपेक्खह । ૧૩. ૨૨. ૧૨. ~૩. ૪. ૮. ૩. ૧૧. ૧૭. ૧૩. ૯. ૭. ૩. ૧૩. ૩૨. —૩. ૯. ૧૨. Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪ર૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ૩ શત્રુઓના આક્રમણાથી રાજ્યની સુરક્ષા કરવા માટે કિલ્લા, ગોપુર (કિલ્લાના દરવાજા), અટારીઓ, ખાઈ, ઉસૂલકા (કિલ્લાની ખાઈ), શતની (બંદૂક), ધનુષ, અર્ગલા, નગર, કેતન, તીર વગેરે બનાવવાં જોઈએ. આ ઉપરાંત, રાજાએ અન્ય શસ્ત્રાદિનું પણ નિર્માણ કરાવવું પડતું હતું. ગ્રંથમાં એવાં અનેક શસ્ત્રોનો ઉલ્લેખ મળે છે. જેમ કે : અસિ (અતસી પુષ્પના રંગની તલવાર),કરપત્ર (કરવત), કકચ (ખાસ પ્રકારની કરવત), કુહાડી, કલ્પની, ગદા, ત્રિશૂળ, સૂરિકા, મુસલ, મુગર, ભાલા, પરશુ, અંકુશ (હાથીને કાબુમાં રાખવા), તૂરી (વાજિંત્ર), લોહરથ, રથની ઘરી વગેરે. ૪ વાસ્તુકળા વગેરના વિકાસ માટે વિવિધ પ્રકારના અલંકૃત મહેલોનું નિર્માણ પણ રાજાઓ કરાવતા. રાજ્યમાં વાસ્તુકળાનો વિકાસ કરાવવામાં રાજા જ સમર્થ હતો કારણ કે આવા મહેલો ખૂબ જ ખર્ચ કરવાથી નિર્મિત થતા. એવા કેટલાક મહેલોનો ઉલ્લેખ ગ્રંથમાં પણ મળે છે. ૫ ચોરી કરનારા (આમોષ), ડાકુ, રસ્તામાં લૂંટ ચલાવનાર લુંટારા, તથા તસ્કર વગેરેથી નગરનું રક્ષણ કરવાની ફરજ પણ રાજાની હતી. ગ્રંથમાં १ पागारं कारइत्ता णं गोपुरट्टालगाणि य । उस्सूलग सयग्धीओ तओ गच्छसि खत्तिया ।। –3. ૯. ૧૮. તથા જુઓ ઉ. ૯, ૨૦-રર. ૨ ઉ. ૧૯. ૩૮, પર, ૫૬-૫૭, ૬૦, ૬-૬૩, ૬૭-૬૮, ૬૯, ૧૪. ર૧, ૨૦. ૪૭. ૪૭, ૨૧. પ૭, રર. ૧ર, ૨૭. ૪, ૭, ૩૪. ૧૮. 3 पासाए कारइत्ताणं बद्धमाणगिहाणि य ।। रालग्ग पोइयाओ य तओ गच्छसि खत्तिया ।। –૩. ૯. ૨૪. ૪ એજન, ઉ. ૯. ૭, ૩૫. ૪, ૧. ર૬, ૧૯. ૩-૪, ૧૩. ૧૩. ५ आमोसे लोमहारे य गंठिभेए य तक्करे । नगरस्स खेमं काऊणं तओ गच्छसि खत्तिया ।। –૩. ૯. ૨૮. Page #451 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૨૭ ઉલ્લેખ છે કે દયુ અને પ્લેચ્છોની સંખ્યા ખુબ પ્રમાણમાં જોવા મળતી હતી. ચોર દિવાલ કોરીને ચોરી કરતા હતાં. પકડાયેલ ચોરને રાજા શિક્ષા કરતો. ફાંસીની સજા કરતાં પહેલાં અપરાધીને અમુક નિશ્ચિત પ્રકારનો પહેરવેશ પહેરાવવામાં આવતો જેથી માણસો તેને ઓળખી શકે. તેથી સમુદ્રપાલ જ્યારે વધસ્થાને લઈ જવાતા વધયોગ્ય ચિહનવાળા ચોરને જુએ છે ત્યારે વૈરાગ્ય ધારણ કરે છે. કોઈ કોઈ વાર સાચો અપરાધી છટકી જતો અને નિરપરાધીને સજા થતી. ૬ રાજ્યનો વિસ્તાર કરવા માટે તથા પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ઉદંડ રાજાઓને વશ કરવા માટે (મોટો) રાજા પ્રયત્ન કરતો. ૭ લોક હિતકારક મોટા મોટા યજ્ઞો પણ રાજા કરાવતા અને શ્રમણબ્રાહ્મણોને ભોજન-પાન કરાવતા. ૮ રાજા સ્વ-પરાક્રમથી પ્રાપ્ત થયેલ વસ્તુનો જ ઉપભોગ કરતો. તેથી ઈન્દ્ર નમિરાજાને કહે છે કે આપ ગૃહસ્થાશ્રમમાં જ રહો, અન્ય (સન્યાસ) આશ્રમની અભિલાષા ન રાખો કારણ કે સન્યાસાશ્રમમાં યાચનાપૂર્વક જીવન પસાર કરવું પડે છે. બીજા પાસે યાચના કરવી એ ક્ષત્રિયધર્મથી વિરુદ્ધ છે. १ बहवे दसुया मिलेक्खुया । –૩. ૧૦. ૧૬. २ तेणे जहा संधिमुहे गहीए । –૩. ૪. ૩. 3 वज्झमंडणसोभागं वज्झं पासइ वज्झगं । -૩. ૨૧. ૮. ४ असई तु मणुस्सेहिं मिच्छादंडो पजुञ्जई । अकारिणोऽत्य बझंति मुच्चई कारओ जणो । –૩. ૯. ૩૦. ૫ જુઓ – પૃ. ૪૨૪, પા. દિ. ૪. ૬ જુઓ – પૃ. ૪૦૬, પા. દિ. ૪. ૭ જુઓ – પૃ. ૨૩૫, પા. ટિ. ૩. Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૯ રાજ્યકોશની વૃદ્ધિ કરવી એ પણ રાજાની ફરજ છે. રાજાએ કોશવૃદ્ધિ કરવી જરૂરી હતી કારણ કે કોશ ન હોય તો રાજ્ય ચિરસ્થાયી ન બની શકે. તેથી ઈન્દ્ર રાજાને જણાવે છે કે હિરણ્ય, સુવર્ણ, મણિ, મુક્તા, કાંસુ, વસ્ત્ર, વાહન, વગેરેથી કોશવૃદ્ધિ કરવી. કોશવૃદ્ધિમાં સતત પ્રયત્નશીલ રહેવાથી ગ્રંથમાં પૃથ્વીના બધા પદાર્થો મળે છતાં અતૃપ્ત રહેનારના દષ્ટાંત તરીકે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ૧) શરણાગતને અભયદાન આપવાનું કાર્ય રાજાઓ કરતા. તેથી મુનિના શરણે આવેલ મૃગને મારનાર રાજા સંજયમુનિની ક્ષમા માંગે છે. આ રીતે તત્કાલીન રાજ્યવ્યવસ્થાની કંઈક ઝાંખી ગ્રંથને આધારે દશ્યમાન થાય છે. માનવ – પ્રવૃત્તિઓ : તે સમયે જન-સામાન્યની પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હતી ? આ બાબતમાં કેશિ-ગૌતમસંવાદમાં એક ઉલ્લેખ મળે છે. તેમાં દર્શાવેલ છે કે આદિકાળ (ઋષભદેવનો સમય)ના જીવ ‘ઋજુ જડ” હતા. એટલે કે તેઓ સરળ પ્રકૃતિના તો હતા પણ તેમને અર્થબોધ બહુ કઠિનતાથી થઈ શકતો અર્થાત્ તે સમયની વ્યક્તિ વિનીત હોવા છતાં વિવેકરહિત હતી. તે પછી મધ્યકાળ (શષભદેવ પછી અને મહાવીર સ્વામીના આવિર્ભાવ પહેલા)ના જીવ “જુપ્રાજ્ઞ” હતા. એટલે કે સરળ પણ હતા અને પ્રાજ્ઞ પણ હતા. અર્થાતુ થોડા સંકેત માત્રથી સમજી જતા તથા વિનીત પણ હતા. પરંતુ મહાવીર સ્વામીના સમયના એટલે કે જ્યારે ઉત્તરાધ્યયનસૂત્રનું સંકલન થયું તે સમયના જીવ “વક્રજડ' હતા. એટલે કે તેઓ કુતર્ક કરનારા તથા વિવેકહીન હતા. તેઓ ધાર્મિક ઉપદેશને १ हिरण्णं सुवण्णं मणिमुत्तं कंसं इसं च वाहणं । कोसं वड्डावइत्ताणं तओ गच्छसि खत्तिया ।। –૩. ૯, ૪૬. २ न निविज्जति संसारे सबढेसु व खत्तिया । ૩. ૩. ૫. તથા જુઓ - ઉ. ૯. ૪૯ ૩ જુઓ – પૃ. ૪ર૧, પા. ટિ. ૨. ઉ. ૧૮. ૭, ૧૧. Page #453 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪ર૯ કુતર્ક દ્વારા ખંડિત કરનારા અને વિવેકરહિત હતા. આ કથનનો અર્થ એ થયો કે ગ્રંથના રચનાકાળમાં જનતાનો ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જતો હતો અને તેઓ સંસારના ભોગોમાં અટવાયે જતા હતા. હિંસા, અસત્ય, લૂંટફાટ, ચોરી, કપટ, શઠતા, કામાસક્તિ, પરિગ્રહ, મદ્યમાંસભક્ષણ, પરદમન, અહંકાર, લોલુપતા વગેરે ખરાબ પ્રવૃત્તિઓમાં જનતા ફસાતી જતી હતી. આમ કહેવાનું તાત્પર્ય એ કે ઘણાખરા માણસો દુરાચારી હતા અને બહુ જ લઘુમતી સદાચારી હતી જેમને પોતાના કુળ, જાતિ વગેરેની પ્રતિષ્ઠા પણ પ્યારી હતી. તેથી રાજીમતી સંયમમાંથી પતિત થનાર રથનેમીને કુળનું સ્મરણ કરાવી તેને અને પોતાની જાતને સંયમમાં અડગ બનાવે છે. પણ આવી વ્યક્તિઓ ઘણી ઓછી હતી. આ કારણો ગ્રંથમાં અનેક સ્થળે, દ્રવ્યયજ્ઞ કરતાં ભાવયજ્ઞ, બાહ્યશુદ્ધિ કરતાં અંતરંગશુદ્ધિ, બાહ્યલિંગ (વેશભૂષા) કરતાં આંતરિક લિંગ, દ્રવ્યસંયમ કરતાં ભાવ સંયમ વગેરેની પ્રધાનતા પ્રદર્શિત કરવામાં આવી છે અને ભાવ સંયમથી હીન વ્યક્તિની નિન્દા પણ કરવામાં આવી છે. ધાર્મિક અને દાર્શનિક સંપ્રદાય : ધાર્મિક અને દાર્શનિક સંપ્રદાયોના સંચાલક મોટે ભાગે સાધુ હતા. જન સામાન્યની જેમ તેઓ પણ સંયમથી પતિત થઈ વિષયો પ્રત્યે ઉન્મુખ થઈ રહ્યા હતા. કામાસક્તિનું જોર બહુ હતું. તેથી ગ્રંથમાં બ્રહ્મચર્યવ્રતને સહુથી વધુ કઠિન દર્શાવી અપરિગ્રહથી પૃથક્ સ્વતંત્રવ્રતના રૂપમાં માન્ય કરવામાં આવેલું હતું. એ સિવાય બીજી અનેક કુપ્રવૃત્તિઓ સાધુ સંપ્રદાયમાં વધી રહી હતી. ૧ જુઓ – પૃ. ૨૫૭, પા. ટિ. ૧. ૨ ઉ. ૫. પ-, ૯-૧૦, ૭. પ-૭, રર, ૧૦. ૨૦, ૧૭. ૧, ૧૪, ૧૬, ૩૪. ૨૧-૩૨ વગેરે 3 अहं च भोगरायस्स तं चासि अंधगवण्हिणी । मा कुले गंधणा होमो संजमं निहुओ चर ।। –૩. રર. ૪૪. તથા જુઓ – પૃ. ર૩૮, પા. ટિ. ૩. પૃ. ૨૩૯, પા. ટિ. ૧-૩. નારીત્રની પ્રકરણ ૫. Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના તેથી ગ્રંથમાં, વારે વારે સાધુને સચેત રહેવાનું કહેવામાં આવેલ છે. સત્તરમાં અધ્યયનમાં પતિત-સાધુઓના કંઈક એવા જ ક્રિયા-કલાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક સંપ્રદાયોમાં જો કે પ્રસ્તુત ગ્રંથમાં તો જેન શ્રમણોના આચારનું જ વર્ણન મળે છે પણ કેટલાક એવા સંકેતો પણ મળે છે જે દ્વારા અન્ય ધાર્મિક સંપ્રદાયોની સ્થિતિનો પણ ખ્યાલ આવે છે. ગ્રંથમાં એમને અસતુ અર્થની પ્રરૂપણા કરનાર, મિથ્યાદષ્ટિ, પાખંડી જેવા શબ્દોથી સંબોધવામાં આવેલ છે. એ સંપ્રદાયોના નામ આ પ્રમાણે છે: ૧ ક્રિયાવાદી (માત્ર ક્રિયાથી મોક્ષ મળે એમ માનનારા), ૨ અક્રિયાવાદી (આત્માની ક્રિયાશીલતામાં વિશ્વાસ ન કરનારા), ૩ વિનયવાદી (પશુ-પક્ષી વગેરે સહુ પ્રત્યે વિનયભાવ રાખનાર), ૪ અજ્ઞાનવાદી (મોક્ષ માટે જ્ઞાનની અપેક્ષા ન સ્વીકારનારાઓ), ૫ શાશ્વતવાદી (વસ્તુને નિત્ય માનનારા). આ સંપ્રદાયોનો ઉલ્લેખ જૈન આગમોમાં વિસ્તૃત રીતે મળે છે. આવા દાર્શનિક સંપ્રદાયો ઉપરાંત, ગ્રંથમાં બાહ્ય વેશભૂષાના આધારે પાંચ પ્રકારના સાધુ-સંપ્રદાયનો પણ ઉલ્લેખ છે. જેમ કે : ૧ ચીરાજિન (વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરનાર) ૨ નગ્ન (નગ્ન રહેનાર જૈનેતર સાધુઓ) ૩ જટાધારી १ कुतिस्थिनिसेवए जणे। –૩. ૧૦. ૧૮. पासंडा कोउगासिया ॥ –૩. ર૩. ૧૯. તથા જુઓ - ઉ. ૧૮. ર૬-ર૭, પર. २ किरियं अकिरियं विणयं अनाणं च महामुणी । एएहि चउहि ठाणेहिं मेयने कि पभासई ॥ –૩. ૧૮, ૨૩. स पुव्वमेवं न लभेज्ज पच्छा एसोवमा सासय वाइयाणं । –૩. ૪. ૯. ૩ જુઓ – જે. ભા. સ., પૃ. ૩૭૯, ૪૮, સૂત્રકૃત સૂત્ર ૧. ૧ર. ૧. ४ चीराजिणं नगिणिणं जडी संघाडि मुंडिणं । एयणि वि न तायंति दुस्सीलं परियागयं ।। –૩. ૫. ર૧. Page #455 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૩૧ ૪ સંઘાટી (ગોદડીને વસ્ત્ર તરીકે રાખનારા) ૪ મુંડિત (મસ્તક મુંડાવનારા જૈનેતર સાધુઓ). આ સંપ્રદાયો ઉપરાંત તે સમયે બીજા પણ અનેક સંપ્રદાયો અસ્તિત્વમાં હશે પણ તેનો ઉલ્લેખ મળતો નથી. કેશિ-ગૌતમ સંવાદ પરથી સ્પષ્ટ થાય છે કે જેન શ્રમણોમાં પણ બે સંપ્રદાયો હતા. ૧ સચેલ (પાર્શ્વનાથની પરંપરાના શિષ્ય) અને ૨ અચેલ (મહાવીરની પરંપરાના શિષ્ય). આ જ બંને સંપ્રદાય સમય જતાં શ્વેતાંબર (સ્થવિરકલ્પ) અને દિગંબર (જિનકલ્પ) એવા સંપ્રદાય રૂપે પ્રસિદ્ધ થયા. અનુશીલના સામાજિક-વ્યવસ્થાની દષ્ટિએ તે સમયે જાતિ અને વના આધારે સામાજિક સંગઠન થયેલું હતું. જાતિઓમાં ભેદભાવ ખૂબ જ વધેલો હતો. શૂદ્રોની સ્થિતિ અત્યંત દયનીય હતી. તેઓ દાસ તરીકે કામ કરતા હતા અને તેમનું સર્વત્ર અપમાન થતું હતું. બ્રાહ્મણોનું આધિપત્ય હતું અને તેઓ ઘર્મના નામે યજ્ઞોમાં અનેક મૂક-પશુઓની હિંસા કરી પોતાનું ઉદર-પોષણ કરતા હતા. તેઓ વેદોના વાસ્તવિક અર્થને સમજતા ન હતા. જેનોનો તેમની સામે વાદ-વિવાદ થતો. અધિકાંશ ક્ષત્રિય અને વૈશ્ય પૂરતા ધનથી સમૃદ્ધ હતા. ક્ષત્રિય પ્રજા ઉપર શાસન કરતા અને ભોગવિલાસમાં ડૂબેલા હતા. કેટલાક ક્ષત્રિય રાજાઓએ શ્રમણદીક્ષા પણ વધી હતી. વૈશ્યો વિદેશોમાં પણ વેપાર કરવા જતા અને નિમિત્ત મળે ત્યારે શ્રમહાદીક્ષા પણ લેતા હતા. પરિવારમાં માતા-પિતાનું સ્થાન સર્વોપરિ હતું. પિતા પરિવારનું પાલનપોષણ કરતો. પરિવારમાં પુત્ર સહુને પ્રિય હતો. પુત્રના અભાવે ઘરમાં રહેવું નિરર્થક છે એમ માતા-પિતા માનતા. પરિવારમાં પુત્રથી જ માતા-પિતા શોભતાં. તેથી પુત્ર જો દીક્ષા લે તો મતા-પિતા ખૂબ જ ચિંતિત બનતાં અને ક્યારેક તો બંને પણ પુત્રની સાથે જ દીક્ષા પણ લઈ લેતા. પિતાના મૃત્યુ બાદ પરિવારની લગામ પુત્ર સંભાળતો. સાધારણ રીતે પત્નીનું જીવન પતિ-ભક્તિમય રહેતું. Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન તેથી ક્યારેક ક્યારેક પતિ દીક્ષા લે ત્યારે પત્નીઓ પણ તેને અનુસરતી. પતિ માટે પત્નીઓ માટે ભાગે ભોગવિલાસનું સાધન હતી. કેટલીક પત્નીઓ પતિને પણ પ્રબોધિત કરતી. ભાઈઓ વચ્ચે પરસ્પર પ્રેમભાવ રહેતો. નારી જો કે પરિવારનું જ એક અંગ હતી પણ તેની સ્થિતિ અતિ દયનીય રહેતી. તેની સાથે પુરુષ ફાવે તેવો વ્યવહાર કરી શકતો. પુરુષોને પોતા પ્રત્યે આકર્ષ સંયમમાંથી પતિત કરવામાં નારી જ કારણરૂપ રહેતી. પરંતુ આ પુરુષની એકાંગી ધારણા હતી કારણ કે તે પોતાની જાતને સંયમિત ન કરી શકવાને લીધે નારીને દોષ દેતો હતો અને તેને સારું ખોટું સંભળાવતો. અન્યથા, રાજીમતી, કમલાવતી જેવી શ્રેષ્ઠ નારીઓની પણ કમીના ન હતી. આ નારીઓએ પુરુષોને સંયમને માર્ગે સ્થિર કર્યા હતા. એ સાચું કે આવી શ્રેષ્ઠ નારીઓ બહુ ન હતી અને મોટાભાગની સ્ત્રીઓ પરાપેક્ષી અને ભોગવિલાસમાં જ ડૂબેલી રહેતી. પિતા દ્વારા જેને તે આપવામાં આવતી તેનું તે સર્વસ્વ ગણાતી. પતિ દીક્ષા લે ત્યારે કેટલીક સ્ત્રીઓ તેને અનુસરતી તો કેટલીક વિધવા થતાં અન્ય પુરુષનો પણ સહારો લેતી. આ રીતે સ્ત્રીઓની સ્વતંત્ર સ્થિતિનો મોટે ભાગે અભાવ હતો. ધાર્મિક પ્રથાઓમાં યજ્ઞનું અત્યધિક પ્રચલન હતું. યજ્ઞોમાં અનેક મુંગા પશુઓની બલિ રૂપે હિંસા થતી. કેટલાક એવા યજ્ઞો પણ થતા જે ઘી વગેરેથી સંપન્ન કરવામાં આવતા. તેમાં હિંસા ન થતી અને એવા યજ્ઞમંડપોમાં જૈન શ્રમણો પણ ભિક્ષાર્થે જતા. ક્યારેક ત્યાં તેમનો તિરસ્કાર પણ થતો છતાં, પણ ત્યાં તેઓ શાંત રહેતા અને તક મળે તો યજ્ઞની ભાવપરક આધ્યાત્મિક વ્યાખ્યા પણ કરતા. સ્ત્રી અને પુરુષનો સંબંધ બાંધવા માટે વિવાહની પ્રથા પ્રચલિત હતી. તેમાં મોટે ભાગે પિતા જ સર્વોપરિ રહેતા. તેથી પુત્ર કે પુત્રીના મોટા ભાગના સંબંધો પિતા જ નક્કી કરતો. શ્રેષ્ઠ કન્યાઓનો વિવાહ ખૂબ ઉત્સવ સાથે થતો. Page #457 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ. ૪૩૩ વર જાન સાથે કન્યાના ઘરે જતો પણ દરેક વિવાહ સંબંધે વર જાન લઈ કન્યાના ઘરે જાય છે એમ ન પણ બનતું. તેથી રાજીમતીના પિતા ઉગ્રસેન કેશવને જાન લઈ આવવાનું જણાવે છે. વર જ્યારે જાન સાથે પ્રસ્થાન કરતો ત્યારે તેને અનેક પ્રકારના ઘરેણાં પહેરાવી શણગારવામાં આવતો તથા દેશ અને કુળની પરંપરા અનુસાર કોતક મંગળ આદિ કાર્ય પણ કરવામાં આવતાં. કેટલીક કન્યાઓ રાજાઓને ભેટ તરીકે પણ આપવામાં આવતી. વેપાર માટે વિદેશ ગયેલા વૈશ્યપુત્ર ક્યારેક વિદેશમાં જ વિવાહ કરી લેતા તથા કેટલોક સમય ઘરજમાઈ તરીકે રહી પોતાને ઘરે પાછા ફરતા. તે સમયે બહુપત્નીવ્રતની પ્રથા પણ હતી. ક્યારેક પુત્ર માટે ક્યાંકથી સુંદર કન્યા પિતા પણ લઈ આવતો. આવા સંબંધ ખરીદીને લાવેલ, ભેટરૂપે આપવામાં આવેલ, અથવા બળજબરીથી છીનવી લાવેલ કન્યાઓ સાથે થતા. તત્કાલીન જૈન આગમગ્રંથોમાં ધન દઈ કન્યાઓને ખરીદવાના ઉલ્લેખો મળે છે. ક્યારેક ક્યારેક વિવાહ-સંબંધ દેવની પ્રેરણા વગેરે દ્વારા પણ બાંધવામાં આવતા હશે. આમ સ્ત્રી અને પુરુષને એક બંધનમાં બાંધવા માટે કોઈ એક નક્કી રિવાજ ન હતો પરંતુ યથાસુવિધા આ સંબંધો બંધાતા. પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે તેનો દાહ-સંસ્કાર કરવાનો રિવાજ હતો. દાહ-સંસ્કાર મોટે ભાગે પુત્ર કે પિતા દ્વારા થતો. તે પછી કેટલાક દિવસો તેના બધા સંબંધીઓ શોક કરી પોતપોતાના કાર્યોમાં યથાસ્થાન પરોવાઈ જતા. જીવિકા-નિર્વાહ તથા યુદ્ધ આદિમાં ઉપયોગ માટે પશુ-પક્ષીઓનું પાલન કરવામાં આવતું. પશુઓમાં હાથી, ઘોડા, ગાય, બકરાં, વગેરે મુખ્ય હતા. ખાન-પાનમાં ઘી, દૂધ, ફળ, અન્ન,માંસ-મદિરા વગેરેનો સામાન્ય-રિવાજ હતો. બકરાનું માંસ શોખથી પ્રેમપૂર્વક ખવાતું. તેથી “એલય” અધ્યયનમાં “કર્કર એવો અવાજ કરતાં કરતાં બકરાના માંસભક્ષા અંગેના ઉદાહરણો આપવામાં આવેલ ૧ જુઓ - જે. ભા. સ., પૃ. ૨૫૫. Page #458 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ક્ષત્રિય રાજાઓ યુદ્ધ-કૌશલ્ય તથા મનોરંજન આદિ માટે ચતુરંગિણી સેના સાથે મૃગયા-વિહાર કરવા જતા. તેઓ શહેરની પાસે રહેલાં ઉદ્યાનોમાં જઈ સ્ત્રીઓ સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરી મનોરંજન મેળવતા. ધનિક વેપારીઓ હોડી દ્વારા સમુદ્રપાર કરી વિદેશમાં વેપાર કરવા જતા. સમુદ્રયાત્રામાં વિઘ્નોની સંભાવના રહેતી. આવી સમુદ્રયાત્રા કરવાનું સામર્થ્ય મોટે ભાગે વેપારીઓમાં જ હતું. કોઈ કોઈ વાર વિક સ્ત્રીઓ પણ સમુદ્રયાત્રા કરતી હતી. સમુદ્રયાત્રામા એટલો સમય લાગતો કે કોઈ કોઈ વાર ગર્ભવતી સ્ત્રીઓને માર્ગમાં પ્રસુતિ પણ થતી. ૪૩૪ રોગાદિનું નિવારણ ઔષધિસેવન ઉપરાંત મંત્ર, તંત્રની શક્તિઓથી પણ કરવામાં આવતું. ઈલાજ કરનાર ઘણા ચિકિત્સકો સમાજમાં હતા અને તેઓ વમન વગેરે ઉપચારોથી ઈલાજ કરતા. મંત્ર-તંત્રની શક્તિમાં જનતાને પૂરતો વિશ્વાસ હતો. કેટલાક માણસો તપના પ્રભાવથી મંત્રાદિ શક્તિ પ્રાપ્ત કરી જીવિકા પણ ચલાવતા. જનતામાં અન્ધવિશ્વાસ પણ ખૂબ હતો. શુભાશુભ શુકનો અંગે પણ વિચારવામાં આવતું. જૈન શ્રમણોને આ બધાથી અળગા રહેવાનું વિધાન કરવામાં આવેલ જોવા મળે છે. સમાજમાં સુખ શાન્તિ ટકાવી રાખવા માટે શાસન-વ્યવસ્થા હતી. શાસનનો અધિકાર ક્ષત્રિયોના હાથમાં હતો. શાસન કરનારને ‘રાજા’ કહેવામા આવતો. તે મોટે ભાગે એક એક દેશના સ્વામી હતા અને પોતાના દેશની ઉન્નતિ વગેરે માટે પ્રયત્ન કરતા. બધા દેશો ઉપર એક છત્ર રાજ્ય કરનારને ‘ચક્રવર્તી’ ગણવામાં આવતો અને તેને બધા રાજાઓ નમસ્કાર કરતા. રાજગાદી પ્રાપ્ત કરવાનો અધિકારી સામાન્યરૂપે રાજાનો પુત્ર હતો. વારસદાર ન હોય તેવી વ્યક્તિની સંપત્તિ રાજાની ગણાતી. એમનું એશ્વર્ય દેવો જેવું હતું. તેઓ ઘણું કરી અંત:પુરની રાણીઓ વગેરે સાથે ભોગવિલાસમાં તલ્લીન રહેતા. કોઈ કોઈ વાર રાજાઓ શ્રમાદીક્ષા પણ લેતા. જ્યારે કોઈ યોગ્ય શાસક દીક્ષા લેતો ત્યારે સર્જાતું દશ્ય ખૂબ જ દર્શનીય બનતું અને કારુષ્ટિક પણ લાગતું. શત્રુઓનું આક્રમણ થયા કરતું હોવાથી રાજાઓ સદૈવ સૈન્યદળ વધારવા માટે તથા Page #459 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ ૪૩૫ કોષની વૃદ્ધિ કરવા માટે તત્પર રહેતા. આ ઉપરાંત તેઓ અનેક પ્રકારના અસ્ત્રો તથા શસ્ત્રો પણ બનાવરાવતા. સમાજમાં ચોર અને ડાકુઓનો પણ ઉપદ્રવ રહેતો.તેમને પકડવા અને સજા કરવા માટે ન્યાયની વ્યવસ્થા હતી. અપરાધીને મૃત્યુદંડ પણ આપવામાં આવતો. અપરાધીને વધસ્થાને લઈ જતી વખતે તેને ખાસ પ્રકારનો પહેરવેશ પહેરાવી શહેરમાં ફેરવવામાં આવતો જેથી તેને જોઈ સમાજમાં દાખલો બેસે. શરણાગતની રક્ષા કરવામાં આવતી, રાજાની આજ્ઞાને બધા માણસો પ્રસન્નતાથી સ્વીકારતા નહિ. નાટ્યકળા, સ્થાપત્યકળા, સંગીતકળા, ચિત્રકળા આદિ લલિત કળાઓનો વિકાસ મોટે ભાગે રાજાઓ દ્વારા થતો. જનસામાન્યની પ્રવૃત્તિ ધર્મ કરતાં ભોગવિલાસ પ્રત્યે અધિક હતી. જો કે શ્રેષ્ઠ સાધુગણ જનસામાન્યને ધર્મમાં સ્થિર કરવા પ્રયત્નશીલ હતો. છતાં માણસો પોતાના આચારની દૃષ્ટિએ ખૂબ પતિત થઈ ગયા હતા. આચારથી ભ્રષ્ટ થયેલા સાધુઓ કુતર્ક કરી આચાર્ય તથા ગુરુની અવહેલના કરતા. ધાર્મિક તથા દાર્શનિક સાધુઓના અનેક સંપ્રદાયો હતા. આ બધામાં જૈન શ્રમણો તથા બ્રાહ્મણોનું આધિપત્ય હતું. શ્રેષ્ઠ સાધુઓનો સત્કાર સર્વત્ર થતો. તેમના ગુસ્સાથી રાજાઓ પણ ડરતા. જૈન શ્રમણોમાં બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારેય જાતિની વ્યક્તિઓ હતી. મોટે ભાગે તેમાં ક્ષત્રિયો હતા. જેન શ્રમણોના પણ બે સંપ્રદાયો હતા. તેમને શ્રાવસ્તી ઉદ્યાનમાં ભરાયેલા એક સંમેલન દ્વારા એકમેકમાં ભેળવી દેવામાં આવેલ પણ સમય જતાં તેઓ પુનઃ શ્વેતાંબર અને દિગંબરના રૂપે પ્રગટ થયા હતા. આ રીતે ઉત્તરાધ્યયનમાં સમાજ અને સંસ્કૃતિનું જે સામાન્ય ચિત્ર મળે છે તે તત્કાલીન અન્ય ગ્રંથોનું અવલોકન કર્યા વિના પૂર્ણ ગણાય નહિ. એ ઉપરાંત ઉત્તરાધ્યયન મુખ્યત્વે ધાર્મિક ગ્રંથ હોવાથી તથા કોઈ એક કાળ વિશેષની રચના ન હોવાથી તેમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિમાંથી જો કે કોઈ એક કાળવિશેષનું પૂર્ણ ચિત્ર ઉપસ્થિત થતું નથી છતાં તત્કાલીન સમાજ અને સંસ્કૃતિની એક ઝાંખી અવશ્ય પ્રાપ્ત થાય છે. Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન આ સઘળા વિવેચન ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે તે સમયે સમાજ ચાર વર્ણો તથા ચાર આશ્રમોમાં વિભક્ત હતો. જાતિપ્રથાનું જોર હતું, બ્રાહ્મણોનું આધિપત્ય હતું, વૈદિક યજ્ઞોની બોલબાલા હતી, જેને શ્રમણોનું જીવન કષ્ટપ્રદ હતું છતાં તેનો પ્રસાર થઈ રહ્યો હતો. સમુદ્રપાર વહાણો દ્વારા વેપાર ચાલતો. રાજાઓ રાજ્યના વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા પરિણામે ઘણીવાર યુદ્ધની નોબત વાગતી, શુદ્રોની સ્થિતિ દયનીય હતી, નારી વિકાસ પ્રતિ કદમ માંડી રહી હતી, સમાજ ભોગવિલાસ પ્રતિ ગતિશીલ હતો. ધર્મ પ્રત્યે જનતાની અભિરુચિ ઓછી હતી તથા ધાર્મિક અને દાર્શનિક મતમતાંતરો પૂરતા પ્રમાણમાં હતા. Page #461 -------------------------------------------------------------------------- ________________ ૪૩૭ પ્રકરણ ૮ ઉપસંહાર ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક ધાર્મિક કાવ્યગ્રંથ છે. આ કોઈ એક વ્યક્તિની કોઈ એક સમયની રચના નથી પણ તેમાં મુખ્યત્વે ભગવાન મહાવીર-પરિનિવાના સમયે આપવામાં આવેલ ઉપદેશોનું વિભિન્ન સમયે કરવામાં આવેલ સંકલન છે. ભગવાન મહાવીરના શિષ્યોએ એમના જે ઉપદેશને ગ્રંથોના રૂપમાં નિબદ્ધ કર્યો એ બધા ગ્રંથો અંગ અને અંગબાહ્ય આગમ (શ્રુત) કહેવાય છે. આ ગ્રંથોમાંના જે સાક્ષાત્ મહાવીરના શિષ્યો (ગણધરો) દ્વારા રચાયા છે તે “અંગ” અને તદુત્તરવર્તી પૂર્વાચાર્યો (શ્રુતજ્ઞો) દ્વારા રચાયા છે તે “અંગબાહ્ય” કહેવાય છે. આ કારણે અંગ ગ્રંથો પ્રાધાન્ય ધરાવે છે. અંગબાહ્યના ઉપાંગ, મૂલસૂત્ર જેવા પ્રકારો છે તેમાં ઉત્તરાધ્યયન મૂલસૂત્ર વિભાગમાં સ્થાન પામેલ છે. જો કે મૂલસૂત્ર શબ્દનો અર્થ વિવાદાસ્પદ છે. પરંતુ ઉત્તરાધ્યયન પ્રાચીનતા, મૂળરૂપતા, મૌલિકતા વગેરે બધી દષ્ટિએ “મૂલસૂત્ર' ગણાવાને માટે યોગ્ય છે. ઉત્તરાધ્યયનનો સમાવેશ “અંગબાહ્ય' ગ્રંથોમાં થાય છે છતાં તે “અંગ’ ગ્રંથોથી જરાય ઓછા મહત્ત્વનો ગ્રંથ નથી. ભાષા અને વિષયની પ્રાચીનતાની દૃષ્ટિએ અંગ અને અંગબાહ્ય બધા આગમ ગ્રંથોમાં તેનું ત્રીજું સ્થાન છે. મૌલિકતા, મૂલરૂપતા, વિષય-પ્રતિપાદન શૈલીની સુબોધતા વગેરેને કારણે તે ચારેય મૂલસૂત્રોમાં અગ્રગણ્ય છે. વિન્ટરનિટુડ્ઝ જેવા વિદ્વાનોએ તેની તુલના ધમ્મપદ, સુત્તનિપાત, જાતક, મહાભારત તથા અન્ય ગ્રંથો સાથે કરી છે. આ મહત્ત્વને કારણે સમય જતાં તેના ઉપર વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય લખવામાં આવ્યું અને આજે પણ લખાય છે. દિગંબર પરંપરામાં પણ ઉત્તરાધ્યયનનો સવિશેષ ઉલ્લેખ મળે છે પણ વર્તમાનમાં ઉપલબ્ધ ઉત્તરાધ્યયનને તેઓ અન્ય આગમ ગ્રંથોની જેમ પ્રામાણિક માનતા નથી. આવી માન્યતા ધરાવવાનું મુખ્ય કારણ તેમાં પ્રતિપાદિત સાધુના Page #462 -------------------------------------------------------------------------- ________________ ૪૩૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સામાન્ય આચાર સંબંધી કેટલાક સૈદ્ધાત્તિક મતભેદો છે. પરંતુ, ગ્રંથમાં નિરૂપિત કેશિ-ગૌતમસંવાદ તથા અન્ય વીગતો જોતાં જાણવા મળે છે કે આ બાહ્ય સૈદ્ધાત્તિક મતભેદ ખાસ મહત્ત્વ ધરાવતો નથી. ગ્રંથમાં સર્વત્ર બાહ્યોપચાર કરતાં આભ્યન્તરિક ઉપચાર અને વીતરાગ પણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ હકીકત શ્વેતાબંર અને દિગંબર એ બંને સંપ્રદાયોને માન્ય છે. એ ખરું કે મહાવીરના પરિનિર્વાણ બાદ લગભગ હજાર વર્ષ દરમ્યાનના ગાળામાં ‘ઉત્તરાધ્યયન'માં પણ અન્ય આગમગ્રંથોની જેમ પરિવર્તન અને સંશોધન થયાં હશે છતાં તે પોતાના મૂળરૂપમાં સુરક્ષિત રહેલ છે. જે રીતે, “મૂલસુત્ર' શબ્દના અર્થમાં મતભેદ છે તે રીતે ઉત્તરાધ્યયનના નામકરાની બાબતમાં પણ નિશ્ચિત મત મળતો નથી. નિર્યુક્તિકાર અનુસાર ઉત્તરાધ્યયનનો અર્થ આ પ્રમાણે છે : “આચારાંગ આદિ અંગ-ગ્રંથો બાદ જેનું અધ્યયન કરવું જોઈએ તે ગ્રંથ.” શ્રી કાનજીભાઈ પટેલે પોતાના લેખ : ઉત્તરધ્યયન-મૂત્ર એક ધાર્મિક કાવ્યગ્રંથ'માં લાયમનના મત ને ટાંકતા “Later reading'ના અર્થ “અંતિમ રચના” કરેલ છે. જો કે Later readingનો આ અર્થ સંદિગ્ધ છે છતાં એવો એક વિકલ્પ માની લઈએ તો કાંઈ વિરોધ સંભવતો નથી. આ બંને મત સયુતિક પ્રતીત થાય છે કારણ કે ઉત્તરાધ્યયનના અધ્યયનોના અધ્યયનની પરંપરા આચારાંગાદિ અંગ-ગ્રંથો પછીની રહી છે તથા તેની રચના પણ ભગવાન મહાવીરના ઉત્તરકાળ (પરિનિર્વાણાના સમય)માં થઈ છે. ઉત્તર” શબ્દનો અર્થ ‘ન પૂછેલા પ્રશ્નોનો ઉત્તર’ એમ કરીને, અથવા ઉત્તરોત્તર અધ્યયનોની શ્રેષ્ઠતા” એમ કરીને જેમાં પ્રશ્નો પૂછળ્યા સિવાય ઉત્તરો આપવામાં આવ્યા હોય અથવા જેનાં અધ્યયનો ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય તે ઉત્તરાધ્યયન એવી માન્યતા વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથને આધારે યોગ્ય કહેવાશે નહિ કારણ કે પ્રસ્તુત ગ્રંથમાં એવો કોઈ સંકેત પ્રાપ્ત થતો નથી. ઉત્તરાધ્યયનમાં છત્રીશ અધ્યયનો છે અને તેમાં મુખ્યરૂપે નવદીક્ષિત જૈન સાધુના સામાન્ય આચાર-વિચારની સાથે જૈન દર્શનના મૂળભૂત દાર્શનિક સિદ્ધાંતોની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે. આમ હોવા છતાં પણ આપણે તેને માત્ર સાધુઓના આચાર-વિચાર તથા શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનો પ્રતિપાદક નીરસ Page #463 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ : ઉપસંહાર ૪૩૯ ગ્રંથ કહી શકીએ એમ નથી કારણ કે તેમાં સાધુઓના આચાર-વિચાર વગેરેનું મુખ્યરૂપે ઉપદેશાત્મક તથા આજ્ઞાત્મક શૈલીમાં પ્રતિપાદન તથા અનેક સ્થળે વિષયનું પુનરાવર્તન જોવા મળે છે છતાં તેમાં સાહિત્યિક ગુણોનો અભાવ વર્તાતો નથી. જોકે કેટલાક અધ્યયનો શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાને કારણે નીરસ પ્રતીત થાય છે પણ અન્યત્ર ઉપમા, દૃષ્ટાંત, રૂપક વગેરે અલંકારો તથા સુભાષિતોથી મિશ્રિત કથાત્મક તથા સંવાદાત્મક સરસ શૈલીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેને કારણે ક્યાંક ક્યાંક સાહિત્યિક ગુણોનો ઉત્કર્ષ પણ થયો છે. આ ગ્રંથમાં અધ્યયનોને વિષય-શૈલીની દષ્ટિએ ત્રણ ભાષામાં વિભાજિત કરી શકાય છે. જેમ કે : ૧ શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોના પ્રતિપાદક અધ્યયન, ૨ નીતિ અને ઉપદેશ પ્રધાન અધ્યયન અને ૩ આખ્યાનાત્મક અધ્યયન. આ વિભાજન પ્રધાનતાની દૃષ્ટિએ જ સંભવે છે કારણ કે પ્રાયઃ સર્વત્ર સૈદ્ધાંતિક ચર્ચા કરવામાં આવી છે. કર્મથી જાતિવાદની સ્થાપના, બાહ્યશુદ્ધિ કરતાં આવ્યંતર શુદ્ધિની પ્રધાનતા, દેશ-કાળને અનુરૂપ ધાર્મિક નિયમોમાં પરિવર્તન, જ્ઞાનની પ્રાપ્તિ માટે વિનમ્રતા, યજ્ઞની આધ્યાત્મિક વ્યાખ્યા, વ્યક્તિનું પૂર્ણ સ્વાતંત્ર્ય અને પરમાત્મા બનવાની ક્ષમતા, દેવોના કરતાં મનુષ્યોના જન્મની શ્રેષ્ઠતા, સુખ-દુ:ખની પ્રાપ્તિમાં વ્યક્તિએ પોતે કરેલા સારા-ખરાબ કર્મોની કારણતા, વશીકત આત્મા દ્વારા અવશીકૃત આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરવાનો આધ્યાત્મિક સંગ્રામ, ગુરુશિષ્યના પરસ્પરના સંબંધ, દરેક મુશ્કેલીઓનો મક્કમતાથી સામનો, બ્રાહ્મણનું આદર્શ સ્વરૂપ, અહિંસા-સત્ય અચૌર્ય-બ્રહ્મચર્ય-અપરિગ્રહ: આ પાંચ નૈતિક નિયમોની સૂક્ષ્મ વ્યાખ્યા, સંસારની અનાદિતા તથા સંસારના વિષય-ભોગોની અસારતા વીતરાગતાનો ઉપદેશ, વિશ્વબંધુત્વની ભાવના, ચેતન તથા અચેતનનું વિશ્લેષણ, પુનર્જન્મ, સ્ત્રી-મુક્તિ તથા જીવન્મુક્તિમાં વિશ્વાસ, અનાદિ મુક્ત ઈશ્વરની સત્તામાં અવિશ્વાસ, જીવનનું અંતિમ લક્ષ્ય-મુક્તિ, મુક્તિનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ વગેરે પ્રસ્તુત ગ્રંથમાં વિશેષ પ્રતિપાદ્ય એવા વિષયો છે. આ વિષયોના પ્રતિપાદનમાં નમિ-પ્રવજ્યા આદિ માર્મિક અને આધ્યાત્મિક સંવાદાત્મક આખ્યાનો તથા ઉપમા આદિ અલંકારોના પ્રયોગથી જે આધ્યાત્મિક માર્ગનું Page #464 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વિવેચન કરવામાં આવ્યું છે તેને એક મુમુક્ષુ એને તત્ત્વજિજ્ઞાસુની દૃષ્ટિએ નીચે મુજબ અભિવ્યક્ત કરી શકાય છે. ૪૪૦ આ પ્રત્યક્ષ દશ્યમાન વિશ્વ અસીમ છે. આપણા દ્વારા તેની કલ્પના કરવી અશક્ય છે. આ અસીમ વિશ્વમાં સર્વત્ર સૃષ્ટિ નથી પણ તેના ઘણા ઓછા ભાગમાં સૃષ્ટિ છે અને તેમાં પણ માનવીય સૃષ્ટિ બહુ જ અલ્પ ભાગમાં છે. છતાં પણ માનવનું સૃષ્ટિ-સ્થળ આપણી દૃષ્ટિએ ઘણું વિશાળ છે. સામાન્ય રીતે જ્યાં માનવનો નિવાસ છે તેની ઉપર દેવોનો અને નીચે નારકીય જીવોનો નિવાસ છે. તિર્યંચો સર્વત્ર રહેલ છે. આમ આ વિશ્વ એક સુનિયોજિત શૃંખલાથી બદ્ધ છે. તેનું સંચાલક કોઈ ઈશ્વર વગેરે સર્વશક્તિમાન તત્ત્વ નથી. આ વિશ્વમાં કુલ છ દ્રવ્ય છે જેમાં માત્ર આકાશ જ એવું દ્રવ્ય છે જેનો સર્વત્ર સદ્ભાવ જોવા મળે છે. બાકીના પાંચ દ્રવ્યો આકાશના એક સીમિત પ્રદેશમાં જ જોવા મળે છે. આકાશના જે ભાગમાં જીવાદિ છ દ્રવ્યોની સત્તા છે અથવા સૃષ્ટિ છે તેને લોક અથવા લોકાકાશ કહેવામાં આવે છે તથા જ્યાં સૃષ્ટિનો અભાવ છે માત્ર આકાશ છે તેને અલોક અથવા અલોકકાશ કહેવામાં આવે છે. તેમાં પૃથ્વી, અપુ, તેજ, વાયુ વગેરે કોઈની સત્તા નથી. ત્યાં માત્ર આકાશ હોવાથી તેને અલોકાકાશ કહેવામાં આવે છે. આ લોકમાં જે છ દ્રવ્યોની સત્તા સ્વીકારવામાં આવી છે તેના નામો આ પ્રમાણે છે : ૧ જીવ (આત્મા-ચેતન), ૨ પુદ્ગલ (રૂપીઅચેતના), ૩ ધર્મ (ગતિનું માધ્યમ), ૪ અધર્મ (સ્થિતિનું માધ્યમ), ૫ આકાશ, ૬ કાળ. ચૈતન્યના સદ્ભાવ અને અસદ્ભાવની દૃષ્ટિએ તેને જીવ અને અજીવ (પુદ્ગલ વગેરે પાંચ દ્રવ્ય)ના ભેદથી બે ભાગોમાં પા વિભક્ત કરવામાં આવે છે. આ વિભાજન ચૈતન્ય નામના ગુણના સદ્ભાવ અને અસદ્ભાવની દૃષ્ટિએ ક૨વામાં આવેલ છે. આમ અન્ય ગુણ-વિશેષના સદ્દભાવ અને અસદ્ભાવની અપેક્ષાએ પણ ગ્રંથમાં દ્રવ્યને રૂપી-અરૂપી, અસ્તિકાય-અનસ્તિકાય, એકત્વ સંખ્યા વિશિષ્ટબહુત્વ સંખ્યા વિશિષ્ટ વગેરે પ્રકારે વિભાજિત કરવામાં આવેલ છે. ચેતન (આત્મા) જીવ છે. પૃથ્વી વગેરે સમસ્ત દશ્યમાન વસ્તુઓ પુદ્ગલ રૂપી અચેતન છે. જીવાદિની ગતિનું પ્રેરક માધ્યમ ધર્મ છે અને અપ્રેરક માધ્યમ અધર્મ છે. Page #465 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ : ઉપસંહાર સર્વે દ્રવ્યોને રહેવાનું સ્થાન આકાશ છે અને વસ્તુમાં પ્રતિક્ષણે થનાર પરિવર્તનનું કારણ કાળ છે. આ રીતે લોકમાં આ છ દ્રવ્યોના સંયોગ અને વિયોગથી આ સૃષ્ટિનું યંત્રવત્ સંચાલન થયા કરે છે. તે માટે ઈશ્વરતત્ત્વની આવશ્યકતા નથી. ઈશ્વરતત્ત્વને ન સ્વીકારવાને કારણે ધર્માદિ દ્રવ્યોની કલ્પના કરવી પડી છે. જીવ પોતાનાં કર્તવ્યોનું સારી રીતે પાલન કરી પરમાત્મા બની શકે છે અને અકર્તવ્ય કર્મોનું પાલન કરી અધમ બની શકે છે. પરમાત્મા-અવસ્થામાં જીવ સર્વે પ્રકારના કર્મોથી પર થઈ તટસ્થ બની જાય છે. એકેન્દ્રિયના જીવોની સત્તા કણકણમાં સ્વીકારવામાં આવી છે અને તેઓ સર્વલોકમાં વ્યાપ્ત છે. જીવોનું વિભાજન પાશ્યાત્મદર્શનના લીનીઝના જીવાણુબાદ અને બર્ગેસાના રચનાત્મક વિકાસ વાદ સાથે મળતું આવે છે. આ રીતે યથાર્થવાદનું ચિત્રણ કરવાને કારણે દ્રવ્યનું સ્વરૂપ પણ એકાન્તરૂપે નિત્ય કે એકાન્ત રૂપે ક્ષશિક ન માનતાં, અનિત્યથી અનુસ્મૃત નિત્ય માનવામાં આવેલ છે. દ્રવ્યમાં પ્રતિક્ષણ થનાર પરિવર્તન તથા તેમાં રહેલ એક સામંજસ્યનો સ્વીકાર કરતાં દ્રવ્યનું સ્વરૂપ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યાત્મક (નિત્ય) માનવામાં આવેલ છે. ચૈતન્ય આદિ જીવના નિત્યધર્મ (ગુણ) છે અને મનુષ્ય, દેવ વગેરે તેની વિભિન્ન અવસ્થાઓ (પર્યાયો) છે. નિત્યતા દ્રવ્યોનો ગુણ (નિત્ય-ધર્મ) છે અને અનિત્યતા તેની ઉપાધિ (પર્યાય-અનિત્ય ધર્મ) છે. ગુણા અને પર્યાયો (અનિત્યધર્મ)ને દ્રવ્યથી સર્વથા પૃથક્ ન પાડી શકાય તેમ જ ગુણ અને પર્યાયોના સમૂહને જ દ્રવ્ય પણ ન કહી શકાય. તેથી ગુણ અને પર્યાય યુક્તને દ્રવ્ય કહેવામાં આવેલ છે. આ રીતે આ દ્રવ્ય (આધાર વિશેષ) ગુણ અને પર્યાયોથી સર્વથા ભિન્ન ન હોતાં કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છે. આમ વિશ્વની રચના અને તેમાં વર્તમાન સૃષ્ટિ-તત્ત્વોનું વર્ણન કરી, ગ્રંથમાં ચેતન અને અચેતન પુદ્ગલના પરસ્પર સંયોગની અવસ્થાને સંસાર કહેવામાં આવેલ છે. જ્યાં સુધી ચેતનની સાથે અચેતન પુદ્ગલનો સંબંધ રહે છે ત્યાં સુધી તે સંસારી કહેવાય છે. જ્યાં સુધી જીવ સંસારી અવસ્થામાં રહે છે પછી ૪૪૧ Page #466 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ભલે ને દેવ કેમ ન હોય ! ત્યાં સુધી તે પોતાનાં શુભાશુભ કર્મોના પ્રભાવથી સાંસારિક સુખ-દુઃખ ભોગવતો જન્મ-મરણને પ્રાપ્ત કરે છે. વાસ્તવમાં જીવ સંસારમાં જન્મ-મરણજન્ય અનેક પ્રકારના દુઃખોને જ પ્રાપ્ત કરે છે. તેને જ ક્ષણિક સુખાનુભૂતિ થાય છે તે પણ દુ:ખરૂપ જ હોય છે કારણ કે સંસારી વ્યક્તિનું તે ભૌતિક સુખ કેટલીક ક્ષણો બાદ જ નષ્ટ થનારું છે. તેથી બૌદ્ધદર્શનની જેમ પ્રસ્તુત ગ્રંથમાં સંસારને દુ:ખોથી પૂર્ણ દર્શાવવામાં આવ્યો છે. વ્યક્તિ દ્વારા અજ્ઞાનવશ રાગાદિથી વશીભૂત થઈ કરવામાં આવેલ શુભાશુભ કર્મ ઉપર જણાવેલ દુઃખનું કારણ બને છે. જો કે આ કર્મો અચેતન છે છતાં સજાગ પ્રહરીની જેમ તે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક ક્રિયાનું અધ્યયન કરી રહે છે અને સમય આવતાં, તેનું શુભાશુભ ફળ પણ આપે છે. આ કર્મ વેદાન્તદર્શનમાં સ્વીકત સ્થૂળ શરીરની પ્રાપ્તિમાં કારણ બને છે. કોઈ રૂપી અચેતન (પુદ્ગલ) દ્રવ્ય જ કર્મનું રૂપ ધારણ કરી યંત્રવતું કાર્ય કરે છે. આ કર્મ પુદ્ગલો (કાર્મણવર્ગણા)નો જીવ સાથે સંબંધ કરાવવામાં વેશ્યાઓ કારણ બને છે. લેશ્યાઓ જીવના રાગાદિરૂપ પરિણામ છે. આ કર્મ અને લેશ્યા વિષયક વર્ણન દ્વારા ગ્રંથમાં સંસારના સુખો અને દુઃખોનું સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. આમ, સંસારના વૈચિત્ર્યની ગાંઠ ઉકેલવામાં કોઈ ઈશ્વર વગેરે નિયત્તાની કલ્પના કરવી પડતી નથી. જો કે આ કર્મોનું ફળ ભોગવ્યા વગર કોઈ પણ જીવ બચી શકતો નથી છતાં પણ, જીવ ઈચ્છે તો ઉપાયપૂર્વક પૂર્વબદ્ધ કર્મોને શીઘ્ર વેગથી નષ્ટ કરી શકે છે અને આગામી કાળમાં કર્મોના બંધનને રોકી શકે છે. કર્મોના બંધનને ન થવા દેવા માટે ગ્રંથમાં જે ઉપાય દર્શાવવામાં આવ્યો છે તે જૈનદર્શનમાં “રત્નત્રય'ના નામે પ્રસિદ્ધ છે. જિનેન્દ્રિય દેવ પ્રણીત નવતથ્યોમાં દઢ વિશ્વાસ (સતુ-દષ્ટિ), તે તથ્યોનું સાચું જ્ઞાન અને તદનુસાર સદાચારમાં પ્રવૃત્તિ-આ ત્રણ રત્નત્રય છે જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકુચારિત્રના નામે પ્રસિદ્ધ છે. ભગવદ્ગીતાનો ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ એ Page #467 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ : ઉપસંહાર ૪૪૩ ત્રણનો સમ્યક્ સમુચ્ચય જ અહીં રત્નત્રયરૂપે છે. આ ત્રણોની પૂર્ણતા થતાં સાધક કર્મોમાંથી પૂર્ણ છૂટકારો પ્રાપ્ત કરી સંસારમાંથી મુક્ત થાય છે. આ ત્રણોની પૂર્ણતા ક્રમશઃ થાય છે. તેમાં અંદરોદર કારણકાર્યસંબંધ પણ છે. તથ્થોમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો જ તેનું સાચું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય અને સાચું જ્ઞાન મળે તો જ સદાચારમાં પ્રવૃત્તિ થાય કારણ કે કર્મોનાં બંધનું કારણ અજ્ઞાન હોવાથી તેમાંથી મુક્તિનો ઉપાય પણ જ્ઞાન પ્રાપ્તિ જ હોય છતાં સદાચારની પૂતા થતાં જે મુક્તિ સ્વીકારવામાં આવેલ છે તેનું કારણ પૂર્વકૃત કર્મોનું ફળ ભોગવવું એ છે. તેથી પૂર્ણ જ્ઞાન (કેવળ જ્ઞાન) થઈ જતાં જીવને જીવન્મુક્ત માનવામાં આવેલ છે. સદાચાર ઉપર વિશેષ ભાર મૂકવાનું બીજું કારણ લોકોમાં ફેલાયેલ દુરાચારને રોકવાનું પણ હતું. સદાચારની પૂર્ણતા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (ધનાદિ-સંગ્રહની પ્રવૃત્તિનો ત્યાગ) રૂપ પાંચ નૈતિક વ્રતોનું પાલન કરવાથી થાય છે. આ પાંચ નતિક વ્રતોનું પાલન કરવા ઉપરાંત, સાધકે અન્ય કેટલાંક નૈતિક વ્રતોનું પણ પાલન કરવું પડે છે અને તે વ્રતો અહિંસાદિ મૂળ નૈતિક વ્રતોના જ પોષક છે. આ અહિંસાદિ પાંચ વ્રતોના મૂળમાં પણ અહિંસા છે અને તેની પૂર્ણતા અપરિગ્રહની ભાવના ઉપર નિર્ભર છે. સદાચારના ઉત્તરોત્તર વિકાસક્રમને આધારે ચારિત્રને સામાયિક આદિ પાંચ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. સદાચારનું પાલન કરનાર ગૃહસ્થો તેમ જ સાધુઓ હોય છે. તેથી તેમની દૃષ્ટિએ સદાચારને બે ભાગોમાં વિભક્ત કરેલ છે. ગૃહસ્થાચાર અને સાધ્વાચાર. ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે. તેમાં ગૃહસ્થ ગાઉંસ્થજીવન પસાર કરતાં પૂળ રૂપે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું યથાસંભવ પાલન કરે છે તથા ધીમે ધીમે આત્મવિકાસ કરતાં કરતાં સાધુના આચાર પ્રત્યે અગ્રેસર થાય છે. તેથી ગૃહસ્થાચારનું પાલન કરવાનો ઉપદેશ, સાધ્વાચારનું પાલન જે નથી કરી શકતા એમને જ માટે છે. ગૃહસ્થાચાર સંબંધી અહીં એક વાત વિશેષ ધ્યાન આપવા યોગ્ય છે કે ગ્રંથમાં ગૃહસ્થાચારનું પાલન કરનારને Page #468 -------------------------------------------------------------------------- ________________ ४४४ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન દેવત્વની સાથે મુક્તિપદનો પણ અધિકારી ગણવામાં આવ્યો છે. જો કે તે પૂર્ણ વીતરાગી પણ બન્યો નથી તથા પાંચ નૈતિક વ્રતોનું સૂક્ષ્મરૂપે પાલન પણ કરતો નથી. આનું કારણ બાહ્યશુદ્ધિ કરતાં આત્યંતરિક શુદ્ધિ વધારે મહત્ત્વની છે એ દર્શાવવાનું છે. તાત્પર્ય એ કે આત્યંતરિક શુદ્ધિરૂપ વીતરાગતા જેમ અને જ્યાં સંભવે ત્યાં તે રીતે આત્મવિકાસ કરતાં કરતાં સાધના કરવી કારણ કે બાહ્યલિંગાદિ તો માત્ર બાહ્યરૂપનો જ ખ્યાલ આપે છે અને તે કાર્યસાધક બનતાં નથી. તેથી ગૃહસ્થ હોવા છતાં પણ વ્યક્તિ આત્યંતરિક શુદ્ધિની દષ્ટિએ કેટલાક સમય માટે પૂર્ણ વીતરાગી પણ બની શકે છે. વાસ્તવમાં એવી વ્યક્તિ ગૃહસ્થ હોવા છતાં વીતરાગી સાધુ જ છે કારણ કે વીતરાગતામાં જ સાધુતા રહેલી છે. વીતરાગતા, આત્મવિકાસ અને જ્ઞાનાદિની સાધના ગૃહસ્થજીવન કરતાં ગૃહત્યાગ કરનાર સાધુના જીવનમાં વધારે સંભવે છે કારણ કે સાધુ સાંસારિક મોહમમતા વગેરેથી ઘણો દૂર હોય છે. તેથી ગ્રંથમાં એક સમયે મુક્ત થનાર જીવોની સંખ્યા-ગણનાના પ્રસંગે સાધુઓ કરતાં ગૃહસ્થોમાં તથા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વીતરાગતા વગેરેની યોગ્યતા ઓછી હોવાથી સાધુ કે પુરુષની સરખામણીમાં અનુક્રમે ગૃહસ્થ તથા સ્ત્રીની સંખ્યા ઓછી દર્શાવવામાં આવી આ રીતે આત્મવિકાસ કરતાં કરતાં, મુક્તિનો સાધક ગૃહસ્થ-ધર્મની ચરમ અવસ્થામાં પહોંચી જ્યારે સૂક્ષ્મરૂપે અહિંસાદિ વ્રતોનું પાલન કરવા લાગે છે ત્યારે તે સાધ્વાચારમાં પ્રવેશે છે. તે પછી તે જ્ઞાન અને ચારિત્રની અધિક ઉન્નતિ માટે માતા-પિતા વગેરેની આજ્ઞા લઈ બધા પ્રકારના કોટુંબિક સ્નેહબંધનો તોડીને કોઈ ગુરુ પાસેથી અથવા ગુરુ ન મળે તો જાતે જ સાધુ-ધર્મનો સ્વીકાર કરે છે. આ સમયે તેણે પોતાનાં બધાં વસ્ત્રાભૂષણોનો ત્યાગ કરવો પડે છે અને મસ્તક તથા દાઢીના વાળને પણ ઉખેડી નાખવા પડે છે. તે પછી તે નિયમાનુકૂળ ભિક્ષા દ્વારા મળેલ વસ્ત્ર અને આહાર આદિનો ઉપભોગ કરીને એકાન્તમાં રહી આત્મચિંતન કરે છે. ભિક્ષાત્ર દ્વારા જીવન પસાર કરવાનું હોવાથી સાધુને ‘ભિક્ષુ' કહેવામાં આવે છે. આ ભિક્ષાત્ર વગેરેની પ્રાપ્તિ બાબતમાં નિયમો ઘણા જ કઠોર હોય છે અને તેના મૂળમાં અહિંસા આદિ પાંચ નૈતિક મહાવ્રતોની Page #469 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ : ઉપસંહાર ૪૪૫ રક્ષા કરવાની ભાવના રહેલી હોય છે. સાધુ જે કંઈ નિયમ કે ઉપનિયમ સ્વીકારે છે તેનું ફળ સાક્ષાત્ કે પરંપરાથી કર્મ-નિર્જરા અથવા મુક્તિ છે એમ દર્શાવવામાં આવ્યું છે. એટલી વિશેષતા છે કે કોઈ એક નિયમનું પાલન કરતાં અન્યસર્વે નિયમોનું પા પાલન કરવું જરૂરી બની જાય છે. સાધુ જે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોનું સૂક્ષ્મરૂપે પાલન કરે છે તેના મૂળમાં અહિંસા અને અપરિગ્રહની ભાવના નિહિત છે કારણ કે અહિંસા એટલે મન, વચન, કાયથી તથા કૃત-કારિત-અનુમોદનાથી કોઈને જરાય કષ્ટ ન દેવું તે. અસત્ય-ભાષણ, ચોરી, સ્ત્રી-સેવન અને ધનાદિ સંગ્રહમાં બનવા જોગ છે કે કોઈને કોઈ રૂપે હિંસાનો દોષ લાગે તેથી સત્યાદિ વ્રતોના લક્ષણોમાં પણ અહિંસાની ભાવનાને ધ્યાનમાં લેવામાં આવેલ છે. આ અહિંસાની પૂર્ણતા અપરિગ્રહ (વીતરાગતા)ની ભાવના ઉપર આધાર રાખે છે કારણકે બધી શભાશુભ પ્રવૃત્તિઓનું કારણ રાગ છે. રાગને વશ થઈ જીવ ધનાદિ-સંગ્રહ અને હિંસાદિમાં પ્રવૃત્ત થાય છે. તેથી સાધુને પોતાની અશુભાત્મક પ્રવૃત્તિને રોકવા માટે ગુપ્તિઓનો અને શુભ-વ્યાપારમાં સાવધાનીપૂર્વક પ્રવૃત્તિ કરવા માટે સમિતિઓનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ આ પાંચ નૈતિક વ્રતોની રક્ષા કરતાં કરતાં આચરણ કરવું એ સાધુનો સદાચાર છે. આમ જો કે સાધુનો સદાચાર પૂર્ણ થઈ જાય છે પરંતુ સેંકડો ભવોથી સંચિત પૂર્વબદ્ધ કર્મોને નષ્ટ કરવા માટે એક વિશેષ કર્તવ્ય-કર્મ કરવું પડે છે અને તેનું નામ છે : તપ, તપ કર્મોને નષ્ટ કરવા માટે એક પ્રકારનો અગ્નિ છે અને તે સાધુના સામાન્ય સદાચારથી પૃથક નથી કારણ કે તપમાં જે બાહ્ય અને આત્યંતરિક ક્રિયાઓનું પાલન કરવાનું કહેલ છે તે બધી ક્રિયાઓ સાધુએ દરરોજ કરવી પડે છે. તેથી એ બધી ક્રિયાઓના નિયમોનું પાલન કરવામાં દઢ આત્મસંયમથી વર્તવું પડે છે અને એ જ તપ કહેવાય છે. બાહ્ય અને અત્યંતરના ભેદથી તપના મુખ્ય બે પ્રકારો પડે છે. બંનેમાં પ્રધાનતા અત્યંતર તપની છે. આત્યંતર તપોમાં જ્ઞાનની પ્રાપ્તિ માટે મુખ્યરૂપે આત્મચિંતન કરવામાં આવે છે. તપ કરતી Page #470 -------------------------------------------------------------------------- ________________ ૪૪૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વખતે ક્ષુધા, તૃષા આદિ સંબંધી જે જે વિઘ્નો (પરીષહ) આવે છે તે બધા ઉપર વિજય મેળવવો જરૂરી છે. વીર યોદ્ધાની જેમ આયુષ્યની અંતિમ ક્ષણ સુધી સંયમમાં અડગ રહેવું પડે છે. સાધુના સદાચારની પરીક્ષા માટે તપ કસોટીરૂપ છે. સાધ્વાચારના પાલનની જે દુષ્કરતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે આ તપની દૃષ્ટિએ થયેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં વર્ણિત તપનું સ્વરૂપ વિશેષ કરીને ધ્યાન તપનું વર્ણન યોગદર્શન અને બૌદ્ધદર્શનમાં વર્ણવેલ સમાધિ સાથે મળતું આવે છે. આ રીતે સાધુ જીવન-પર્યન્ત તપોમય જીવન પસાર કરીને મૃત્યુ સમયે બધા પ્રકારના આહારાદિનો ત્યાગ કરી સમાધિમરણપૂર્વક શરીરનો ત્યાગ કરે છે. આ શરીર ત્યાગ પછી તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને ‘મુક્તિ’ કહેવામાં આવે છે. આ મુક્તિની અવસ્થા બધા પ્રકારના કર્મબંધનોથી રહિત, અશરીરી, અત્યંત દુઃખાભાવરૂપ, નિરતિશય સુખરૂપ અને અવિનશ્વર છે. તેને પ્રાપ્ત કર્યા બાદ જીવને ફરીવાર સંસારમાં આવાગમન કરવું પડતું નથી. તેનો નિવાસ લોકના ઉપરિતમ પ્રદેશમાં (સૌથી ઉપરના પ્રદેશમાં) માનવામાં આવેલ છે. અંતિમ જન્મની ઉપાધિની અપેક્ષાએ તેમાં ભેદ સંભવતો હોવા છતાં પણ કોઈ તાત્ત્વિક ભેદ રહેલો નથી. ગ્રંથમાં જે મુક્તિની અવસ્થા ચિત્રિત કરવામાં આવી છે તે અલૌકિક છે. તેમાં સ્વામી-સેવકભાવ નથી, કોઈ અભિલાષા પણ નથી. તે પૂર્ણ નિષ્કામ અને સંસારથી પર ચેતન જીવની સ્વ-સ્વરૂપની સ્થિતિ છે. આ અવસ્થામાં બધા પ્રકારના બંધનોનો અભાવ થઈ જતો હોવાથી તેને મુક્તિ કહેવામાં આવે છે. ગ્રંથમાં જો કે વિદેહ-મુક્તિનું જ વર્ણન કરવામાં આવેલ છે પરંતુ જીવન્મુક્તિ વિશે પણ જણાવેલ છે. કેવલી કે કેવળજ્ઞાનીની જે સ્થિતિ છે તે જીવન્મુક્તિની અવસ્થા છે કારણ કે સંસારમાં રહીને પણ તેઓ જળથી ભિન્ન કમળની જેમ તેનાથી અલિપ્ત રહે છે તથા મૃત્યુ બાદ નિયમપૂર્વક તે જ ભવમાં વિદેહમુક્તિ મેળવે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રકારના જાતિ, આયુષ્ય કે સ્થાન વગેરેનું કોઈ મહત્ત્વ નથી. તે દ્વાર બધા માટે સદાકાળ ખુલ્લું છે. મુક્તિની બાબતમાં એટલું ખાસ છે કે બધા મુક્ત જીવો પોતાના પુરુષાર્થથી જ મુક્ત થયેલ છે. તેમાં એવો કોઈ જીવ નથી કે જે અનાદિ મુક્ત હોય અથવા પુરુષાર્થ વગર ઈશ્વર આદિની કૃપાથી મુક્ત થયો હોય. Page #471 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ : ઉપસંહાર ૪૪૭ જ આ રીતે ‘ઉત્તરાધ્યયન'માં તત્ત્વજિજ્ઞાસુ અથવા મુમુક્ષુ માટે જે તત્ત્વજ્ઞાન, મુક્તિ અને મુક્તિના માર્ગનું વર્ણન જોવા મળે છે તે વિશેષ કરીને સાધુના આચાર સાથે સંબંધ રાખે છે. તેનું તાત્પર્ય એવું નથી કે આ ગ્રંથ માત્ર સાધુઓ માટે જ ઉપયોગી છે કારણ કે તેમાં સરળ, સાહિત્યિક અને કથાત્મક શૈલીમાં વ્યવહારોપયોગી ગૃહસ્થ-ધર્મનું પણ પ્રતિપાદન કરવામાં આવેલ છે તેથી તે જનસામાન્ય માટેપણ અનેક દૃષ્ટિએ ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ છે. તેમાં ચિત્રિત સમાજ અને સંસ્કૃતિના આધારે ઘણી મહત્ત્વપૂર્ણ બાબતો અંગે જાણી શકાય છે. જેવી કે : વર્ણાશ્રમ-વ્યવસ્થા, બ્રાહ્મણોનું પ્રભુત્વ અને તેમનું સદાચરણમાંથી પતન, કર્મથી જાતિવાદની સ્થાપના, યજ્ઞોનું પ્રાધાન્ય, વિભિન્ન મતમતાંતર, રાજ્યવ્યવસ્થા, સમુદ્રયાત્રા, વ્યાપાર, ખેતી, વિવાહ, દાહ-સંસ્કાર, પશુપાલન વગેરે. આ રીતે ધર્મ કે દર્શન ઉપરાંત સાહિત્ય, ઈતિહાસ, ભૂગોળ, ભાષાવિજ્ઞાન અને તત્કાલીન ભારતીય સમાજ તથા સાંસ્કૃતિક આદિની દૃષ્ટિએ પણ આ ગ્રંથનું ઘણું મહત્ત્વ છે. આ કારણે જૈન અને જૈનેતર બધા વિદ્વાનોએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરી છે અને તેના ઉપર વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય લખાયું છે અને હજી પણ લખાતું રહેશે. Page #472 -------------------------------------------------------------------------- ________________ ૪૪૮ ઉત્તરાધ્યયન-સૂત્ર: એક પરિશીલન પરિશિષ્ટ વગેરે પરિશિષ્ટ : ૧ કથા-સંવાદ પરિશિષ્ટ : ૨ વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય પરિશિષ્ટ : ૩ સાધ્વાચાર સંબંધી અન્ય તથ્ય પરિશિષ્ટ : ૪ દેશ તથા નગર Page #473 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ કથા-સંવાદ અત્યંત પ્રાચીન કાળથી જ કોઈ પણ વિષયને રોચક, પ્રેરણાદાયક અને પ્રભાવોત્પાદક બનાવવા માટે ઉપમા, દૃષ્ટાંત વગેરે અલંકારોના પ્રયોગ ઉપરાંત કથા અને સંવાદોનો પણ પ્રયોગ થતો રહ્યો છે. ઉપદેશાત્મક તથા ધાર્મિક ગ્રંથોમાં આવો પ્રયોગ નિતાંત જરૂરી પણ છે. પ્રાચીન જૈન આગમોમાં આ દૃષ્ટિએ ‘જ્ઞાતૃધર્મકથા’નું ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. તે પછી બીજું સ્થાન ‘ઉત્તરાધ્યયન'નું છે'. કથાઓનું વિભાજન સામાન્યરૂપે ચાર ભાગમાં કરવામાં આવે છે : જેમ કે ૧ અર્થકથા, ૨ કામકથા, ૩ ધર્મકથા અને ૪ સંકીર્ણકથાઅે. ઉત્તરાધ્યયનની કથાઓ ધર્મકથાના વિભાગમાં આવે છે કારણ કે ઉત્તરાધ્યયન એક ધાર્મિક કાવ્ય-ગ્રંથ છે અને તેમા ઉપમા, દૃષ્ટાંત, સંવાદ, કથા વગેરે દ્વારા ધર્મ અને વૈરાગ્યનું વિશેષ કરીને ઉપદેશાત્મક કથન થયેલ છે. તેની કથાઓ, ઉપદેશ અને સંવાદ, જાતક, મહાભારત વગેરેની કથાઓ આદિ સાથે ઘણી રીતે મળતાં આવે છે. ઉત્તરાધ્યયનની કથાઓ મૂળરૂપે સંક્ષિપ્ત અને સંકેતાત્મક છે અને તેમનો વિસ્તાર ટીકા-ગ્રંથોમાં પર્યાપ્ત રૂપે થયો છે. અહીં મૂળ ગ્રંથાનુસાર હૃદયસ્પર્શી તથા રોચક સંવાદો અને કથાઓ રજુ કરવામાં આવેલ છે. કેશિ-ગૌતમ સંવાદ : ત્રેવીશમાં તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના શિષ્ય કેશિકુમાર શ્રમણ અને ચોવીશમા તીર્થંકર ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ એ બંને એક ગામથી ૧ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ પૃ. ૩૫૭ ૨ એજન પૃ. ૩૬૦-૩૬૧ ૩ ઉ. અધ્યયન ૨૩. ૪૪૯ Page #474 -------------------------------------------------------------------------- ________________ ૪૫૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન બીજે ગામ ફરતાં સંયોગવશ એક સમયે શ્રાવસ્તી નગરીમાં આવ્યા. પોતપોતાના શિષ્યો સાથે કેશિ ‘તિન્દુક’ ઉદ્યાનમાં અને ગૌતમ ‘કોષ્ટક' ઉદ્યાનમાં રહ્યા. બંને જ્ઞાની અને સદાચાર સંપન્ન હતા. તેમના શિષ્યોએ જ્યારે એકબીજાના બાહ્યવેશ અને મહાવ્રતોના વિષયમાં તફાવત જોયો ત્યારે તેઓને શંકા થઈ. તેમણે વિચાર્યું બંને એક જ ધર્મમાં માનનારા છે તો પછી આવો તફાવત કેમ ? શિષ્યોની આ શંકા જાણીને બંનેએ પરસ્પર મળવાની ઈચ્છા કરી. કેશિને જ્યેષ્ઠકુળના જાણીને ગૌતમ પોતાના શિષ્ય-પરિવાર સાથે તિન્દુક ઉદ્યાનમા ગયા. ગોતમને આવતા જોઈ કેશિએ તેમનો ઉચિત સત્કાર કર્યો. આસન ઉપર બેઠેલા તે બંને સૂર્ય અને ચંદ્ર જેવા શોભતા હતા. તેમના સમાગમને જોઈ ઘણા ગૃહસ્થો, દેવો, દાનવો, યક્ષો, રાક્ષસો અને પાંખડી આદિ હજારોની સંખ્યામાં ત્યાં એકઠા થયા. તે પછી કેશિએ શિષ્યોની શંકા દૂર કરવા માટે ગૌતમની અનુમતિ લઈ કેટલાક પ્રશ્નો પૂછ્યા અને ગૌતમે તેના દેશ-કાળ અનુરૂપ સયુક્તિક ઉત્તરો આપ્યા. કેશિ : જ્યારે બંને તીર્થંકરોના ઉદ્દેશ્ય સમાન જ છે ત્યારે પાર્શ્વનાથના ચતુર્યામરૂપ ધર્મને મહાવીરે પંચયામ (પાંચ મહાવ્રત)માં શામાટે પરિવર્તિત કર્યો છે ? ગૌતમ : જ્ઞાનથી ધર્મ-તત્ત્વનો નિશ્ચય કરી તથા દેશકાળ અનુસાર બદલાતી જતી જન સામાન્યની પ્રવૃત્તિઓને` ધ્યાનમાં રાખીને ધર્મમાં આ આચાર વિષયક પરિવર્તન કરવામાં આવ્યું છે. જો એમ ન કરવામાં આવે તો ધર્મ સ્થિર ન રહી શકે. કેશિ : પાર્શ્વનાથના સાન્તરોત્તર (સચેલ) ધર્મને મહાવીરે અચેલ ધર્મમાં કેમ પરિવર્તિત કર્યો છે ? ગૌતમ : બાહ્યવેશ-ભૂષા તો લોકમાં માત્ર પ્રતીતિ કરાવવામાં કારણ છે. બંનેના મતમાં મોક્ષના અદ્ભુત સાચા સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ૧ જુઓ પ્રકરણ ૭, પૃ. ૪૨૮-૪૨૯ Page #475 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૫૧ સમ્યકુચારિત્ર છે. આ વસ્ત્ર વિષયક પરિવર્તનનું કારણ પણ પૂર્વવત છે. કેશિ : તમારા ઉપર આક્રમણ કરનારા શત્રુઓને કે જેની વચ્ચે તમે રહેલા છો તેને તમે જાણો છો ? તમે તેમને કેવી રીતે જીત્યા ? ગૌતમ : હા, એ શત્રુઓને જાણું છું. તે અનેક શત્રુઓમાંથી સહુથી પહેલાં મેં અવશીકૃત આત્મારૂપી એક પ્રધાન શત્રુને વશીકૃત આત્મા દ્વારા જીત્યો. તે પછી કષાય, ઈન્દ્રિય, નોકષાય આદિ અન્ય અનેક શત્રુઓને ક્રમાનુસાર જીત્યા. કેશિ : સંસારમાં ઘણા જીવો પાશબદ્ધ છે તો તમે કેવી રીતે પાશમુક્ત થયા ? ગૌતમ સંસારમાં રાગદ્વેષરૂપી ભયંકર સ્નેહપાશ છે. તે પાશોને યથાન્યાય (જિનપ્રવચન અનુસાર-વીતરાગતાથી) જીતીને હું પાશરહિત થઈ રહું છું. કેશિ : હૃદયમાં ઉત્પન્ન થયેલ વિષ-લતાને તમે કેવી રીતે ઉખાડી ? ગૌતમ પરિણામે ભયંકર ફળવાળી તૃષ્ણારૂપી એક લતા છે. તે લતાને યથાવાય (નિર્લોભતા દ્વારા) જળમૂળથી ખેંચીને હું તેના વિષફળભક્ષણથી મુક્ત થયો છું. કેશિ ઃ શરીરમાં પ્રજવલિત અગ્નિને કેવી રીતે શાન્ત કર્યો ? ગૌતમ : કષાયરૂપી અગ્નિઓનું જિનેન્દ્રરૂપી મહામેવથી ઉત્પન્ન શ્રુતજ્ઞાનરૂપી જળધારાથી નિરંતર સિંચન કરવાથી તે મને દઝાડતા નથી. કેશિ ઃ સાહસિક, દુષ્ટ અને ભયંકર અશ્વ ઉપર બેઠેલા તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ? ગૌતમ : ધર્મશિક્ષા તથા ધૃતરૂપી લગામ દ્વારા હું મનરૂપી દુષ્ટ અશ્વને કાબુમાં રાખું છું અને તેથી ઉન્માર્ગે ન જતાં સન્માર્ગે જ સ્થિર રહું છું. કેશિ : સંસારમાં અનેક ઉન્માર્ગ હોવા છતાં તમે સન્માર્ગમાં કેવી રીતે સ્થિર રહ્યા છો ? ગૌતમ ઉન્માર્ગ અને સન્માર્ગને સારી રીતે જાણું છું. તેથી સન્માર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. જિનેન્દ્રનો માર્ગ સન્માર્ગ છે અને બાકીના બધા ઉન્માર્ગ છે. Page #476 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કેશિ : વિપુલ જળપ્રવાહમાં વહેતાં પ્રાણીઓ માટે શરરૂપી બેટ કયો છે ? ગૌતમ : જરા-મરણરૂપી જળપ્રવાહમાં ડૂબતાં પ્રાણીઓ માટે શરારૂપ અને સંસારરૂપી સમુદ્રની વચ્ચે આવેલો એક ઉત્તમ બેટ છે અને તેનું નામ છે ધર્મ. ત્યાં મહાન જળપ્રવાની જરા પણ ગતિ નથી. ૪૫૨ કેશિ : મહાપ્રવાહવાળા સમુદ્રમાં વિપરીત વહેતી (તરતી) નોકા ઉપર સવાર થઈને તમે સામે પાર (કાંઠે) કેવી રીતે જશો ? ગૌતમ ઃ જે નૌકા છિદ્રરહિત (નિરાસવ-જલાગમથીરહિત) હોય છે તે કાંઠે પહોંચે છે. હું છિદ્રરહિત નૌકા ઉપર સવાર થયો છું તેથી કાંઠે પહોંચીશ. અહીં શરીર નૌકા છે, જીવ નાવિક છે, સંસાર સમુદ્ર છે, કર્મ જળ છે અને મુક્તિ કિનારો છે. કેશિ : ઘણાં ય પ્રાણીઓ ઘોર અંધકારમાં રહેલાં છે. તેમને કોણ પ્રકાશ આપશે ? ગૌતમ : મિથ્યાત્વરૂપી અજ્ઞાનાન્ધકારમાં રહેલાં પ્રાણીઓને પ્રકાશિત કરનાર સર્વજ્ઞ જિનેન્દ્રરૂપી નિર્મળ સૂર્યનો ઉદય થઈ ચૂક્યો છે તે તેમને પ્રકાશ આપશે. કેશિ : શારીરિક અને માનસિક દુઃખોથી પીડિત પ્રાણીઓ માટે શિવરૂપ અને બાધારહિત સ્થાન કયું છે ? ગૌતમ : લોકાગ્રમાં જરા-મરણરૂપી સમસ્ત બાધાઓથી રહિત તથા શિવરૂપ એક સ્થાન છે અને તેને (નિર્વાણ) સિદ્ધલોક કહેવામાં આવે છે. આ રીતે સર્વશ્રુતપારગામી ગૌતમ પાસેથી પોતાના બધા પ્રશ્નોના સમુયુક્તિક ઉત્તર પામીને કેશિએ ગૌતમને વંદન કર્યા તથા પોતાની શિષ્યમંડળી સાથે મહાવીર પ્રણીત ધર્મનો અંગીકાર કર્યો . ત્યાં ઉપસ્થિત જનમેદનીએ બંનેની ૧ પાર્શ્વનાથ અને મહાવીરના શિષ્યો વચ્ચે થયેલ આ પ્રકારના પરિસંવાદોનો ઉલ્લેખ અન્ય આગમ-ગ્રંથો અને ટીકા-ગ્રંથોમાં પણ મળે છે. જુઓ - આચાર્ય તુલશી. ઉ. ભાગ ૧, પૃ. ૨૯૯-૩૦૦ Page #477 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૫૩ સ્તુતિ કરી. આ મિલન પછી બંને મહર્ષિઓ વચ્ચે ત્યાર બાદ પણ મેળાપો થયા અને તેમા સૂત્રાર્થનો નિર્ણય અને રત્નત્રયનો ઉત્કર્ષ થયેલો. આમ, આ પરિસંવાદમાં બાર પ્રશ્નો પૂછાયા જેમાં પ્રારંભના બે પ્રશ્નો મુખ્ય છે અને તે જ આ પરિસંવાદના કારણરૂપ છે. બાકીના બધા પ્રશ્નો અને ઉત્તરો ઉપસ્થિત જનતાના કલ્યાણ માટે પ્રતીકાત્મક રૂપક અલંકારની શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા. આ પરિસંવાદમાં જે મહત્ત્વપૂર્ણ વાતોનો સંકેત મળે છે તે આ પ્રમાણે છે : ૧ કોઈ પણ બાબતમાં મતભેદ થાય ત્યારે અરસપરસ મળીને તેનું સમાધાન શોધવું અને દુરાગ્રહ કર્યા સિવાય સાચા માર્ગને અનુસરવો. ૨ બાહ્યવેશભૂષા વગેરે ઉપર વિશેષ ધ્યાન ન દેતાં, અંતરંગ શુદ્ધિના સાધનભૂત રત્નત્રયની આરાધના કરવી. ૩ પોતાના આત્માને સંયમિત રાખવો. ૪ જ્યેષ્ઠકુળનું ધ્યાન રાખવું. ૫ અતિથિનો યોગ્ય રીતે સત્કાર કરવો. ૬ અનુમતિ મળ્યા સિવાય પ્રશ્ન ન પૂછવા. ૭ સમુચિત જવાબ મળે ત્યારે તેની પ્રશંસા કરવી. ૮ પરિસ્થિતિ અનુસાર ધર્મમાં પરિવર્તન કરવું. ૯ શ્વેતાંબર-દિગંબર મતભેદનો અહીં સંકેત મળે છે ૧૦ પાર્શ્વનાથ અને મહાવીરના ધર્મોપદેશનો ભેદ જોવા મળે છે. ઈન્દ્ર-નમિ સંવાદ દેવલોકમાંથી મૂત થઈ રાજા નમિએ મિથિલા નગરીમાં જન્મ લીધો. રાણીઓ સાથે દેવલોક સદશ આનંદ મેળવીને જ્યારે તેને એક દિવસ જાતિસ્મરણ થયું ત્યારે તેણે પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીધો અને પોતે દીક્ષા લેવા નીકળ્યા. તે સમયે સમગ્ર નગરમાં શોક છવાયો. તે સમયે દેવાધિપતિ ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને સંયમની દઢતા અંગે કસોટી કરવા તેમણે નમિને ૧ ઉ. અધ્યયન ૯. Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના પ્રશ્નો પૂછળ્યા. રાજાએ પણ બધા પ્રશ્નોના અધ્યાત્મપ્રધાન સયુક્તિક જવાબો આપ્યા. ઈન્દ્ર ઃ આજે મિથિલામાં કોલાહલ શા માટે છે ? નમિ ઃ આજે મિથિલામાં શીતલ છાયા, પત્ર-પુષ્પ અને ફળાદિથી યુક્ત (અનેક ગુણ સંપન્ન) મનોરમ ચૈત્યવૃક્ષ (રાજર્ષિનમિ), વાયુ (વૈરાગ્ય)ના વેગથી પડી ગયું છે. (પોતે ગૃહત્યાગ કરેલ છે). તેથી તેના (વૃક્ષરૂપ રાજાના) આશ્રિત જીવો (પક્ષી-પ્રાણી) નિ:સહાય થઈ સ્વાર્થવિષયક વિલાપ કરી રહ્યા છે. તેમાં મારો કોઈ દોષ નથી. ઈન્દ્ર : તમારાં અંતઃપુર વગેરે અગ્નિથી સળગે છે છતાં તમે એ બાજુ ધ્યાન કેમ આપતા નથી ? નમિઃ સર્વવિરત સાધુને માટે કંઈ પ્રિય કે અપ્રિય નથી. તેથી આત્માનુપ્રેક્ષી હું એવા ઉપર ધ્યાન શા માટે આપું ? ઈન્દ્ર : ક્ષત્રિય ધર્માનુસાર તમારી પ્રજાની રક્ષા કરવા માટે પ્રાકાર, ગોપુર, અટારિયો, ખાઈ વગેરે બનાવીને દીક્ષા લ્યો. નમિ : કર્મશત્રુથી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે મેં આધ્યાત્મિક તૈયારીઓ કરી લીધી છે. ઈન્દ્રઃ મહેલ વગેરે બનાવરાવીને પછી દીક્ષા લેવી જોઈએ. નમિ : સંશયાળુ વ્યક્તિ જ માર્ગમાં મહેલ વગેરે બનાવે છે. સંસારમાં સ્થાયી નિવાસ ન હોવાથી હું સ્થાયી નિવાસભૂત મોક્ષમાં જ મહેલ બનાવીશ. ઈન્દ્ર : ચોરોથી નગરની રક્ષા કરીને દીક્ષા લેવી જોઈએ. નમિ : ઘણીવાર ચોર બચી જાય છે અને ચોરી ન કરનાર પકડાય જાય છે. તેથી ક્રોધાદિ સાચા ચોરોને સજા કરવી ઉચિત છે. ઈન્દ્ર : નમસ્કાર ન કરનારા રાજાઓને જીતી દીક્ષા લેવી જોઈએ. નમિઃ હજારો સુભટોને જીતવા કરતાં અવશીકૃત એક આત્માને જીતવો એ સર્વોત્કૃષ્ટ વિજય છે અને તે જ સુખ છે. ઈન્ટ : યજ્ઞ કરાવી, દાન દઈ, ભોગ ભોગવી દીક્ષા લેવી જોઈએ. નમિ : દસ લાખના ગોદાન કરતાં સંયમ શ્રેષ્ઠ છે તેથી તે સંયમને ધારણા કરવો ઉચિત છે. ૧ જુઓ - પ્રકરણ ૭, પૃ. ૩૯૫-૩૯૬. Page #479 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૫૫ ઈન્દ્રઃ ગૃહસ્થાશ્રમ છોડી સન્યાસાશ્રમમાં જવું યોગ્ય નથી. નમિ : સર્વવિરતિરૂપ શ્રમહાદીક્ષા કરતાં ચડિયાતો કોઈ ધર્મ નથી. ઈન્દ્ર : કોશવૃદ્ધિ કર્યા પછી દીક્ષા લેવી જોઈએ. નમિ : અનંત ધન પ્રાપ્ત કર્યા છતાં લોભીની ઈચ્છાઓ શાંત પડતી નથી. તેથી ધનસંગ્રહ કરવાનું શું પ્રયોજન ? ઈન્દ્ર : અસત અને અપ્રાપ્ત ભોગોની લાલસા કરતાં મેળવેલા અદ્ભુત ભોગોને ત્યાગવા ઉચિત નથી. નમિ : કામ-ભોગોની લાલસાથી મેં મેળવેલ ભોગોને છોડ્યા નથી કારણ કે એની ઈચ્છા માત્ર દુર્ગતિનું કારણ છે. આ રીતે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર રાજા નમિની શ્રમણ ધર્મમાં દઢ આસ્થા જોઈ પોતાનું વાસ્તવિક રૂપે પ્રગટ કર્યું અને મધુર વચનોથી રાજા નમિના આશ્ચર્યકારી ગુણોની સ્તુતિ કરતાં કરતાં તેને વંદન કર્યા. ઈન્દ્ર દેવલોકમાં ગયો અને નમિ વધારે નમ્ર બન્યો. પછીથી નમિએ શ્રમહાદીક્ષા લીધી અને નિર્વાણ પદને મેળવ્યું. આ પરિસંવાદમાંથી નીચેની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર પ્રકાશ પડે છે ? ૧ શ્રમણધર્મ એ ગૃહસ્થાશ્રમમાંથી કરવામાં આવેલ પલાયન નથી. ૨ દીક્ષાર્થીએ ગૃહ-કુટુંબની ચિંતા ન કરવી. ૩ અવશીકૃત આત્મા ઉપર મેળવેલ વિજય સહુથી મોટો છે. ૪ સંસારના વિષયભોગ વિષફળ જેવા છે. તે અનંતની સંખ્યામાં મળે તો પણ સુખ આપતા નથી. ૫ શ્રમણધર્મની શ્રેષ્ઠતા અને તેનું પ્રયોજન વ્યક્ત થાય છે. ૬ અહીં દીક્ષાર્થીના મનમાં ઉત્પન્ન થનાર અંતર્લૅન્ડનું સફળ ચિત્રણ થયેલ ૭ અહીં સહેતુક પ્રશ્નોના એવા જ સહેતુક ઉત્તરો આપવામાં આવ્યા છે તેથી એવા પ્રશ્નોના ઉત્તર એ રીતે આપવા જોઈએ. ચિત્ત-સંભૂત સંવાદ : ચિત્ત અને સંભૂત નામના બે ચાંડાળો હતા. તે બંને મરીને દેવ થયા. તે બંનેમાંથી સંભૂતનો જીવ દેવલોકમાંથી મૂત થઈ કાંપિલ્ય નગરમાં રાણી ચૂલણીના ૧ ઉ. અધ્યયન ૧૩. Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૫૬ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ગર્ભદ્વારા બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે આવિર્ભાવ પામ્યો અને ચિત્તનો જીવ પુરિમતાલ નગરમાં એક વિશાળ શ્રેષ્ઠીના કુળમાં જન્મ્યો. ચિત્તનો જીવ ધર્મનું શ્રવણ કરી સાધુ બન્યો પરંતુ સંભૂતનો જીવ (બ્રહ્મદત્ત) ભોગોમાં આસક્ત રહ્યો. સંયોગવશ ચિત્તમુનિ એક દિવસ ગ્રામાનુગ્રામ ફરતા કાંડિલ્ય નગરમાં પધાર્યા. ત્યાં એક બીજાને જોઈ તેમને જાતિસ્મરણ થયું. ત્યાર પછી સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તમુનિનો સત્કાર કરીને બોલ્યા : સંભૂત (બ્રહ્મદત્ત) : પરસ્પર પ્રેમ ધરાવનાર આપણે બંને ભાઈ પૂર્વભવોમાં ક્રમશઃ દશાર્ણા દેશમાં દાસરૂપે, કલિંજર પર્વત ઉપર મૃગરૂપે, મૃતગંગાના કાંઠે હંસરૂપે, કાશીમાં ચાંડાલરૂપે અને દેવલોકમાં દેવરૂપે એક સાથે જન્મેલા પછી આ છઠ્ઠા ભવમાં આપણે કેમ વિખૂટા પડી ગયા ? ચિત્ત (ચિત્તમુનિ) : હે રાજા, આપણે બંને સરખા કર્મ કરવાને કારણે પાંચ ભવ સુધી તો એક સાથે જન્મ્યા પણ આ છઠ્ઠા ભવમાં વિખૂટા પડી ગયા કારણ કે તેં ચાંડાલ તરીકેના ભવમાં જે પુણ્ય કર્મ કરેલાં તે ભોગોની અભિલાષાને કારણે કરેલાં એટલે કે અશુભ નિદાનપૂર્વક કરેલાં અને મેં અભિલાષારહિત (નિદાનરહિત) થઈને કરેલાં. આ કારણે એક સરખાં કર્મ કરવા છતાં આપણે બંને ભાઈઓ આ ભવમાં વિખૂટા પડ્યા. સંભૂત ઃ હું પૂર્વ ભવના પુણ્યકર્મોનું શુભ ફળ સર્વ પ્રકારે ભોગવું છું. શું તમે એ જ પ્રમાણે અનુભવ કરો છો ? ચિત્તઃ મને પણ તારી જેવો જ સમજી લે. હું એક મહા અર્થ ધરાવતી ગાથા સાંભળી પ્રવ્રજિત થયો છું. સંભૂત હે ભિક્ષુ ! આ મારું ઘર સર્વ પ્રકારે સમૃદ્ધ છે. તે પણ યથેચ્છ તેનો ઉપભોગ કર. ભિક્ષાચર્યા તો ખૂબ કઠિન છે. ચિત્ત : હે રાજા ! સંસારના બધા ક્ષણિક ભોગો ક્ષણિક અને સુખાભાસરૂપ છે. દીક્ષામાં એ કરતાં અનેકગણું આર્થિક સુખ છે. તું પણ મારા જેવો બની જા. સંભૂત હે મુનિ ! હું પણ આપની જેમ જ સમજું છું પણ ચાંડાલ તરીકેના ભવમાં (હસ્તિનાપુરમાં રાજાના એશ્વર્યને જોઈને) કરવામાં આવેલ નિદાનબંધને Page #481 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૫૭ કારણે વસ્તુથતિને જાણતો હોવા છતાં હું કાદવમાં ફસાયેલ હાથી કાંઠાને જોયા છતાં જેમ બહાર નીકળી શકતો નથી તેમ કામભોગોને છોડી શકતો નથી. ચિત્ત ઃ જો તું ભોગોને ત્યાગવામાં અસમર્થ હો તો દયા વગેરે સારા કર્મો કર જેથી તને દેવત્વની પ્રાપ્તિ થાય. આ રીતે નેહવશ કલ્યાણની ભાવનાથી આપવામાં આવેલ સદુપદેશનો બ્રહ્મદત્ત ઉપર જરાય પ્રભાવ ન પડ્યો ત્યારે મુનિએ ફરીથી કહ્યું, “તારી ભોગોને છોડવાની ઈચ્છા નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ આટલો પ્રલાપ કર્યો. હવે હું જાઉં છું.” ત્યાર બાદ બ્રહ્મદત્ત ભોગોની આસક્તિથી અનુત્તર (સાતમા) નરકમાં ગયો અને કામ-ભોગથી વિરક્ત ચિત્તમુનિ અનુત્તર સિદ્ધગતિ (મોક્ષ)ને પામ્યો. આ પરિસંવાદમાં ઉપરથી નીચે મુજબની બાબતો ઉપર પ્રકાશ પડે છે. ૧ જો કોઈ વ્યક્તિ સાધુ ન બની શકે તો તેણે ગૃહસ્થાધર્મનું પાલન કરવું. ૨ જે ગ્રહણ કરે તેને જ ઉપદેશ આપવો જોઈએ. ૩ કર્મની વિચિત્રતા જોવા મળે છે. ૪ નિદાનબંધનું પરિણામ ખરાબ હોય છે. ૫ વિષય-ભોગો અસાર છે. મૃગા પુત્ર અને માતા-પિતા સંવાદ : સુગ્રીવ નગરમાં બલભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણીનું નામ મૃગાવતી હતું. તેનો એક પ્રિય પુત્ર નામે બલશ્રી, મૃગાપુત્ર તરીકે જાણીતો થયો. તે સુરમ્ય મહેલોમાં રાણીઓની સાથે દેવ સદશ ભોગો ભોગવતો હતો અને દરરોજ પ્રસન્નચિત્તવાળો જણાતો હતો. એક દિવસ જ્યારે તે રત્નજડિત મહેલમાં બેઠો બેઠો ઝરુખામાંથી નગર તરફ નજર ફેંકતો હતો ત્યારે તેણે અચાનક એક સંયત સાધુને જોયા. તેને અનિમેષ દૃષ્ટિથી જોઈ તેને વિચાર થયો કે મેં પહેલાં પણ ક્યારેક આવું રૂપ જોયેલ છે. પછી સાધુ-દર્શન તથા ૧ ઉ. અથ્યયન ૧૯ Page #482 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પવિત્ર ચિંતનથી તેને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણ થતાં તેને પોતાના પૂર્વભવના શ્રમણપણાનું સ્મરણ થયું અને તે જ વખતે તેનું અંતઃકરણ વૈરાગ્યથી ભરાઈ ગયું. ત્યાર પછી તે પોતાના માતા-પિતા પાસે જઈ આ પ્રમાણે કહેવા લાગ્યોઃ મૃગાપુત્ર : હે માતા-પિતા ! મેં ભોગો ભોગવી લીધા છે. સંસાર અનિત્ય અને દુઃખોથી પૂર્ણ છે. તેથી હવે હું દીક્ષા લેવા ઈચ્છું છું. માતા-પિતા : સમુદ્રને હાથેથી તરવો જેટલો દુષ્કર છે તેટલી જ દીક્ષા પણ કઠિન છે. તેમા હજારો ગુછ્યો અપનાવવા પડે છે. જેમ કે : જીવનપર્યંત અહિંસાદિ પાંચ મહાવ્રતોનું પાલન, રાત્રિભોજનનો ત્યાગ, શત્રુ-મિત્ર પ્રત્યે સમતા, કેશલોચ વગેરે. હે પુત્ર ! તું હજી કોમળ છે. તેથી હજી ભોગોને ભોગવ, પછી દીક્ષા લે જે. મૃગાપુત્ર : હે માતા-પિતા ! આપ કહો છો તે સાચું છે પણ જેની ભોતિક સુખો માટેની તૃષા શાંત થઈ ચૂકી છે તેને માટે કશું કઠિન નથી. એ ઉપરાંત, મેં પૂર્વભવમાં પ્રત્યક્ષ દશ્યમાન દુઃખો કરતાં અનેક ગણાં વધારે નારકીય દુઃખો ભોગવ્યાં છે. માતા-પિતા : હે પુત્ર ! જો તારી એવી જ ઈચ્છા હોય તો પ્રવ્રજ્યા લે પણ એટલું ધ્યાનમાં રાખજે કે પ્રવ્રુજિત થયા પછી રોગોનો ઈલાજ કરાવવામાં આવતો નથી અને એ પરિસ્થિતિ ખૂબ જ કઠિન છે. મૃગાપુત્ર : હે માતા-પિતા ! આપ જે કહો છો તે સાચું છે પણ હરણ રોગાદિનો ઈલાજ કરાવ્યા વગર એકલું જ અનેક સ્થળોએથી ખાન-પાન લે છે, અનેક સ્થળે રહે છે અને ગોચરી દ્વારા જીવન પસાર કરે છે, સાધુ પણ એમ જ કરે છે. તેથી આપની પાસેથી દીક્ષા માટે અનુમતિ ઈચ્છું છું. -પિતા : તને જેમ આનંદ થાય તેમ જ કર. માતા આ રીતે માતા-પિતા દ્વારા અનેક પ્રકારે પ્રલોભિત કરવામાં આવ્યો છતાં મૃગાપુત્ર સંયમમાં દૃઢ રહ્યો અને માતા-પિતાને પ્રબોધિત કરી તેણે દીક્ષા લીધી. પછી અનેક વર્ષો સુધી કઠોર શ્રમણાધર્મનું પાલન કરી સમાધિમરણપૂર્વક તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો. Page #483 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ઃ કથા-સંવાદ ૪પ૯ આ પરિસંવાદમાં નીચે જણાવેલ વિષયોની ચર્ચા કરવામાં આવી છે ? ૧ વિષયાસક્ત જીવોને જ પ્રવજ્યા કઠિન લાગે છે, બીજાને નહીં. ૨ મૃગચર્યા (સાધ્વાચાર) કઠોર છે પણ તેનું ફળ મોક્ષ છે. ૩ સંસારના દુઃખ અને તેની અસારતા ૪ બધા જીવોને અનેક પ્રકારના ભોગોનો સુખ-દુ:ખરૂપ અનુભવ. શ્રેણિક-અનાથી સંવાદ મગધ દેશના રાજા શ્રેણિક પાસે પ્રચુર માત્રામાં રત્નો હતાં. એક વાર તે વિવિધ પ્રકારના પુષ્પો તથા ફળોથી યુક્ત નન્દનવન જેવા રમણીય મંડિકુક્ષ નામના ઉદ્યાનમાં વિહારયાત્રાએ ગયો. ત્યાં ફરતાં ફરતાં તેણે એક ધ્યાનસ્થ સૌમ્ય આકૃતિવાળા મુનિને જોયા. તેમનામાં રૂપ, લાવણ્ય, સૌમ્યતા, નિર્લોભતા અને ભોગોથી અનાસક્તિ જેવા અનેક દુર્લભ ગુણોને એક સાથે રહેલા જોઈ રાજાને નવાઈ લાગી. “અનાથી” નામથી પ્રસિદ્ધ તે મુનિ પ્રત્યે આકર્ષાયેલા રાજાએ મુનિના ચરણોમાં વંદન કર્યા. પછી મુનિની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એવા સ્થાને બેસી રાજાએ હાથ જોડી કહ્યું : શ્રેણિક રાજા હે આર્ય ! વિષય-ભોગો ભોગવવા યોગ્ય આ યુવાવસ્થામાં આપ શા માટે પ્રવૃજિત થયા છો ? અનાથીમુનિ મહારાજ ! હું અનાથ છું. મારો કોઈ નાથ (સ્વામી, રક્ષક) નથી. કોઈ દયાળુ મિત્ર કે બંધુ પણ નથી. તેથી પ્રવ્રજિત થયો છું. રાજા (હસીને) : આપના જેવા સૌભાગ્યશાળી વ્યક્તિનો કોઈ નાથ નથી એ બાબત કેવી રીતે સંભવે ? હે ભદન્ત ! હું આજથી તમારો નાથ બનું છું. હવે તમે યથેચ્છ દુર્લભ ભોગો ભોગવો. મુનિ : હે મગધાધિપ ! તમે ખુદ અનાથ છો તેથી તમે મારા કે બીજાના નાથ કેવી રીતે થઈ શકો ? રાજા (મુનિનાં અશ્રુતપૂર્વ વચનો સાંભળી ખૂબ જ નવાઈ પામતા)ઃ મારી પાસે બધા પ્રકારના ઉત્કૃષ્ટ ભોગ સાધનો છે છતાં હું અનાથ કઈ રીતે ? હે ૧ ઉ. અધ્યયન ૨૦ Page #484 -------------------------------------------------------------------------- ________________ ૪૬૦ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ભદન્ત ! આપ મિથ્યા બોલવું બંધ કરો. મુનિ હે રાજા ! તું મેં પ્રયોજેલ “અનાથ” અને “સનાથ' શબ્દોનો સાચો અર્થ જાણતો નથી. તેથી ધ્યાનપૂર્વક મારા પૂર્વવૃત્તને સાંભળ. દીક્ષા લીધી તે પહેલાં હું અપાર ધનસંપત્તિવાળા મારા પિતાની સાથે કૌશાંબી નગરીમાં રહેતો હતો. એક વાર મને અસહ્ય ચક્ષુરોગ થયો. તે રોગ મટાડવા માટે અદ્વિતીય ચિકિત્સાચાર્યોએ બધા પ્રકારે મારી ચિકિત્સા કરી પણ તેઓ મારા રોગને દૂર કરી શક્યા નહીં, પિતાએ ખૂબ જ રકમ ખર્ચા પણ તેઓ મારા રોગજન્ય દુઃખને દૂર કરી શક્યા નહીં. રડતી માતા, બહેન, પત્ની વગેરે સંબંધીજનો પણ મને દુ:ખમાંથી મુક્ત કરી શક્યા નહીં. આ મારી અનાથતા છે. આમ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છતાં જ્યારે મારો રોગ દૂર ન થયો ત્યારે મેં એક દિવસ સંકલ્પ કર્યો કે જો હું આ રોગથી મુક્ત થઈશ તો સાધુ બની જઈશ. આવો સંકલ્પ કરી હું સૂઈ ગયો. જેમ જેમ રાત્રિ પસાર થઈ તેમ તેમ રોગ શાંત થતો ગયો અને પ્રાત:કાળે હું સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો. સંકલ્પ અનુસાર મેં પણ માતા-પિતા પાસેથી અનુમતિ લઈ પ્રવજ્યા લીધી. ત્યારથી હું મારો અને બીજાનો નાથ બની ગયો છું. આ મારી સનાથતા છે. જેઓ આત્માને સંયમિત કરી શ્રમણધર્મનું સમ્યક પાલન કરે છે તેઓ સનાથ છે અને જેઓ શ્રમણા હોવા છતાં વિષયાસક્ત રહે છે અને ધર્મનું વિધિપૂર્વક પાલન કરતા નથી તેઓ અનાથ છે.” રાજા (સનાથ અને અનાથ વિષયક આ અશ્રુતપૂર્વ અર્થ સાંભળી પ્રસન્ન થતાં હાથ જોડીને) : હે ભગવાન ! આપે મને અનાથ અને સનાથ એ બે શબ્દોના યોગ્ય અર્થ સમજાવ્યા. આપનો મનુષ્યજન્મ સફળ થયો છે. આપ સનાથ અને સબાંધવ છો. એટલું જ નહીં આપ તો નાથના પણ નાથ છો. હું આપના દ્વારા ધર્મમાં અનુશાસિત થવા ઈચ્છું છું. મેં આપને ભોગો માટે નિમંત્રણ આપીને તથા પ્રશ્નો પૂછી આપનો અપરાધ કર્યો છે તે બદલ ક્ષમા આપો. આ પછી રાજા પોતાના બંધુજનો સાથે ધર્મમાં દીક્ષિત થયો અને મુનિને વંદન કરી પાછો ફર્યો. મુનિ પણ નિર્મોહી ભાવે અન્યત્ર વિહારાર્થે ગયા. Page #485 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૬૧ આ રીતે આ પરિસંવાદમાં અનાથ શબ્દની ખૂબ જ રોચક અને સટીક વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવી. એ પરથી નીચે જણાવેલ બાબતો પણ પ્રકાશ પાડે છે : ૧ ધર્માચરણથી યુક્ત વ્યક્તિ સનાથ છે અને ધર્મહીન અનાથ છે. ર ધનાદિથી કોઈ સનાથ થતું નથી. ૩ બાહ્યલિંગ કરતાં આવ્યંતર શુદ્ધિની પ્રધાનતા. ૪ વિનીત વ્યક્તિનું સ્વરૂપ ૫ સ્વલ્પ અપરાધ માટે પણ ક્ષમાયાચના. ઈષકારીય આખ્યાન ? દેવલોકના એક જ વિમાનમાં રહેનારા છ જેવો અવશિષ્ટ (બાકી રહેલ) પુણ્ય કર્મોનો ઉપભોગ કરવા માટે ઈષકાર નગરમાં ઉત્પન્ન થયા. તે જ જીવો આ પ્રમાણે હતા : ૧ પુરોહિત, ૨ પુરોહિતની પત્ની યશા, ૩-૪ પુરોહિતના બે પુત્રો, ૫ રાજા વિશાલકીર્તિ (ઈષકાર) અને ૬ રાજાની પત્ની રાણી કમલાવતી. સંયોગવશ એક દિવસ પુરોહિતના બંને પુત્રોને જાતિસ્મરણ થયું અને તેમનું અંત:કરણ વૈરાગ્યની ભાવનાથી સભર થયું. તે પછી તે બંને દીક્ષા માટે અનુમતિ લેવા માતા-પિતા પાસે જઈને આ પ્રમાણો કહેવા લાગ્યા : પુત્રઃ આ જીવન વિનોથી ભરેલું અને દુઃખમય છે. અમારું આયુષ્ય ખૂબ અલ્પ છે. અમને ઘરમાં આનંદ મળતો નથી. માટે દીક્ષાર્થે અનુમતિ આપો. પિતા : પુત્ર વગર સદ્ગતિ મળતી નથી એમ વેદવિદ્ બ્રાહ્મણો કહે છે. તેથી પ્રથમ વેદનું અધ્યયન કરો. બ્રાહ્મણોને ભોજન આપો. સ્ત્રીઓ સાથે આનંદ કરો. સંતાન ઉત્પન્ન કરો. પછી દીક્ષા લેજો. પુત્રઃ વેદાધ્યયન, બ્રાહ્મણ-ભોજન, વગેરે રક્ષા કરતાં નથી. એ ઉપરાંત વિષય-ભોગો ક્ષણિક સુખરૂપ અને અનર્થોની ખાણરૂપ છે. ૧ ઉ. અધ્યયન ૧૪. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૪૬૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન પિતા : માણસો જે મેળવવા માટે તપ કરે છે તે પ્રચુર ધન, સ્ત્રીઓ વગેરે તમને મળેલ જ છે તો પછી દીક્ષા લેવા માટેનું શું પ્રયોજન છે ? પુત્ર ઃ પિતાજી ! તારૂપી ધર્મધુરા ધારણ કરનારને ધનદિનું શું પ્રયોજન હોય ? અમે તો ગુણસમૂહને ધારણ કરવા માટે દીક્ષા લેવાની ઈચ્છા રાખીએ છીએ. પિતા : હે પુત્રો ! જે પ્રકારે અવિદ્યમાન એવો અગ્નિ અરણિમાંથી, ધી દૂધમાંથી, તેલ તલમાંથી ઉત્પન્ન થાય છે તે રીતે અવિદ્યમાન જીવ પણા શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને શરીર નષ્ટ થતાં નાશ પામે છે. પુત્ર ઃ જીવ અમૂર્ત સ્વભાવનો હોવાથી મૂર્ત ઈન્દ્રિયો દ્વારા જોઈ શકાતો નથી. અમૂર્ત હોવાથી તે નિત્ય પણ છે. તે ઉત્પન્ન પણ થતો નથી અને તે નાશ પપા પામતો નથી. તે બાબતનું સમ્યક્ જ્ઞાન ન હોવાથી અમે અત્યાર સુધી ઘરમાં રહી પાપ કર્મો કર્યા. તેથી હવે વિલંબ કરવો ઉચિત નથી. પિતા : આ લોક કોનાથી પીડિત છે ? કોનાથી ઘેરાયેલ છે ? અને અમોઘા કોણ છે ? એ જાણવા હું ઉત્સુક છું. પુત્ર ઃ આ લોક મૃત્યુથી પીડિત છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલ છે, અને રાત્રિ અમોઘા છે, ધર્મ કરનારની બધી રાત્રિઓ સફળ છે અને અધર્મ કરનારની બધી રાત્રિઓ અસફળ છે. પિતા : પહેલાં તો આપણે બધા ગૃહસ્થ-ધર્મનું પાલન કરીએ પછી દીક્ષા લઈશું. પુત્ર : જેને મૃત્યુ સાથે મૈત્રી હોય, જે બચી શકે એવો હોય, અને જેને વિશ્વાસ હોય કે પોતે મરવાનો નથી તે જ આવતી કાલનો વિચાર કરે. અમે બંને તો આજે જ દીક્ષા લઈશું. આ રીતે પુરોહિતના બંને પુત્રો જ્યારે પોતાના વિચારમાંથી ન ડગ્યા ત્યારે તેણે પણ પુત્રહીન તરીકેની દયનીય સ્થિતિનો વિચાર કરી દીક્ષા લેવા વિચાર્યું અને પોતાની પત્નીને કહેવા લાગ્યો : પુરોહિત : હે વાસિષ્ઠી ! હવે મારો ભિક્ષાચર્યાનો સમય આવી પહોંચ્યો છે કારણ કે શાખાવિહીન વૃક્ષની જેમ પુત્રવિહીનનું ઘરમાં રહેવું નિરર્થક છે. Page #487 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૬૩ વાસિષ્ઠી : ઉપલબ્ધ એવા આ પ્રચુર માત્રાના ભોગો ભોગવી લીધા પછી દીક્ષા લઈશું. પુરોહિત : આપણે ભોગ ભોગવી લીધા. આયુષ્ય ક્ષીણ થતું જાય છે તેથી હવે હું સંયમ ધારણ કરવા માટે ભોગો છોડવા ઈચ્છું છું. વાસિષ્ઠી : હજી મારી સાથે આનંદ કરો. કયાંક એવું ન થાય કે પ્રતિસ્રોતમાં તરતા વૃદ્ધ હંસની જેમ દીક્ષા લીધા પછી બંધુઓને યાદ કરીને પસ્તાવો કરવો પડે. પુરોહિત : જ્યારે પુત્રોએ નિર્મમભાવે ભોગોને છોડી દીધા છે ત્યારે હું પણ તેમને કેમ ન અનુસરું ? આ રીતે પુત્ર અને પતિનો દઢ નિશ્ચય જોઈ વાસિષ્ઠી પણ વિચારે છે કે જેમ ક્રેચ પક્ષી જાળ ભેદીને ઊડી જાય છે તેમ જ મારા પુત્રો અને પતિદેવ જઈ રહ્યા છે. તો હું પણ એમનું અનુગમન કેમ ન કરું? આમ વિચારી તે પણ તેઓને અનુસરે છે. આ રીતે પુરોહિતે સપરિવાર દીક્ષા લીધી તેથી તે દેશના રાજા ઈષકારે રાજધર્માનુસાર તેના ધનને લેવા ઈચ્છા વ્યક્ત કરી ત્યારે રાણી કમલાવતીએ કહ્યું, “જેમ વમન પદાર્થને ખાનારની કોઈ પ્રશંસા કરતું નથી તેમ જ બ્રાહ્મણના ત્યજેલા ધનને લેનારની પણ પ્રશંસા થશે નહીં. ધનથી તૃપ્તિ પણ થતી નથી અને રક્ષણ પણ મળતું નથી. રક્ષણ કરનાર તો એક માત્ર ધર્મ જ છે. તેથી ધર્મનું આચરણ કરવું ઉચિત છે.” આમ વિવિધ રીતે કમલાવતીએ સમજાવ્યું ત્યારે રાજાએ પણ પોતાની પત્ની સાથે દીક્ષા લઈ લીધી. અંતે શ્રમધર્મનું પાલન કરી છયે જીવ મુક્ત થયા. આ પરિસંવાદ નીચે જણાવેલ બાબતો પર પ્રકાશ પાડે છે : ૧ વિષયભોગોની અસારતા અને દુ:ખરૂપતા. ૨ વેદાધ્યયન, બ્રાહ્મભોજન, પુત્રોત્પત્તિ વગેરે રક્ષક નથી. રક્ષક એકમાત્ર ધર્મ છે. ૩ તપનું પ્રયોજન ભોગ-પ્રાપ્તિનું નથી પણ ગુણ ધારણ કરવાનું છે. ૪ આત્માની સિદ્ધિ અને તેની અજરા-અમરતા. ૫ આવતી કાલની તે જ રાહ જુએ કે જે મૃત્યુથી બચી શકતો હોય. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૪૬૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના ૬ પુત્રના અભાવમાં માતા-પિતાની દયનીય સ્થિતિ. ૭ પરિત્યક્ત ધનનું ગ્રહણ અને વમિત પદાર્થોનું ભક્ષણ સરખા છે. ૮ બિનવારસી ધનનો અધિકારી રાજા છે. ૯ શ્રમધર્મના અંગીકારનું ફળ. હરિકેશિબલ આખ્યાન : હરિકેશિબલ મુનિનો જન્મ ચાંડાળ કુટુંબમાં થયો હતો. એમણે જેન શ્રમણા બની ઉગ્ર તપ કર્યું. તપના પ્રભાવથી એક તિત્કવૃક્ષવાસી યક્ષ એમની સેવા કરવા લાગ્યો. તેમનો રંગ કાળો હતો. ઉગ્ર તપ કરવાથી તેમનું શરીર કૃશ થઈ ગયું હતું અને વસ્ત્રાદિ ઉપકરણો જીર્ણ-શીર્ણ તેમ જ મલીન થઈ ગયાં હતાં. તેમનું રૂપ વિકરાળ હતું છતાં તપના પ્રભાવથી તેઓ તેજવી લાગતા હતા. એક સમયે ભિક્ષા માટે તેઓ યજ્ઞમંડપમાં ગયા. ત્યાં અજિતેન્દ્રિય અને અજ્ઞાની બ્રાહ્મણોએ હલકી જાતિના તેમને આવતા જોઈ નિંદાયુક્ત વચનો કહ્યાં : બ્રાહ્મણ ઃ હે જુગુપ્સિત રૂપવાળા ! તું કોણ છે ? શા માટે અહીં આવેલ છે ? અહીં કેમ ઊભો છે ? અહીંથી દૂર જતો રહે. (તે વખતે પેલા યક્ષે મુનિના શરીરમાં પ્રવેશ કર્યો) યક્ષ (મુનિના શરીરમાં છૂપાઈને) હું ધનાદિના સંગ્રહથી વિરત સંયમી શ્રમણા છું. ભિક્ષાત્ર પ્રાપ્ત કરવા અહીં આવેલ છું. આપ ઘણું ભોજન વહેંચી રહ્યા છો તેથી બાકી રહેલ અન્ન મને પણ આપો. બ્રાહ્મણ ? આ ભોજન માત્ર બ્રાહ્મણો માટે છે. અમે તને કંઈ નહીં આપીએ. અહીં કેમ ઊભો છે ? યક્ષ ઃ જેમ ખેડૂત સારી ઉપજની આશાથી ઊંચીનીચી બધી જગાએ બી વાવે છે તેમ જ પુણ્યાભિલાષી તમે મને અન્ન આપો. આ પુણ્યક્ષેત્ર છે. અહીં આપેલ દાન વ્યર્થ નહીં જાય. બ્રાહ્મણ : પુણ્યક્ષેત્ર તો શ્રેષ્ઠ જાતિ અને વિદ્યાથી યુક્ત બ્રાહ્મણ જ છે. યક્ષઃ ક્રોધાદિ કરનારા બ્રાહ્મણ પાપક્ષેત્ર છે. તેઓ વેદોનું પઠન ભલે કરતા હોય પણ તેના અર્થને સમજતા નથી. બધા કુટુંબોમાં ભિક્ષા માટે જનારો શ્રમણા જ પુણ્યક્ષેત્ર છે. ૧ ઉ. અધ્યયન ૧ર. Page #489 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૬૫ બ્રાહ્મણ : હે નિર્પ્રન્થ ! બકવાસ ન કર. આ અન્ન ભલે નાશ પામે પણ તને તે નહીં આપવામાં આવે. યક્ષ : જો જિતેન્દ્રિય એવા મને આ અન્ન નહીં આપો તો આ યજ્ઞથી તમને શો લાભ મળશે ? ત્યાર પછી બ્રાહ્મણની આજ્ઞાથી તેના ઘણા શિષ્યો મુનિને મારવા લાગ્યા. આ જોઈ રાજા કૌલિકની પુત્રી ભદ્રા (બ્રાહ્મણની પત્ની) શિષ્યોને શાંત પાડતાં બોલી : ‘આ ૠષિ ઉગ્ર તપસ્વી તથા બ્રહ્મચારી છે. એ રાજાઓ અને ઈન્દ્ર વગેરેથી પણ પૂજિત છે. એક વાર દેવતાની પ્રેરણાથી સ્વયં મારા પિતાએ મને તેને સોંપી પણ તેણે મને મનથી પણ ઈચ્છી નથી. એ અચિંત્યશક્તિ ધારણ કરે છે. તેમનો તિરસ્કાર કરવાથી તેઓ તમને બધાને તો શું સમગ્ર સંસારને પણ બાળી નાખવા સમર્થ છે. જો તમે જીવન અને ધનની અભિલાષા રાખતા હો તો એમના શરણે જઈ માફી માંગો.’ આ દરમ્યાન, મુનિની સેવા કરનાર યક્ષે પોતાના સાથીઓ સાથે મળીને શિષ્યોને ખૂબ પ્રહારો કર્યા. આ બધું જોઈ તે બ્રાહ્મણે ભદ્રા સાથે મુનિ પાસે જઈ માફી માંગી. તેમણે કહ્યું : ‘હે ભન્ન ! મૂઢ બાળકોએ અજ્ઞાનવશ થઈ આપનો અપરાધ કર્યો છે તો ક્ષમા કરો. મુનિ કોઈ ઉપર ક્રોધ કરતા નથી અને તેઓ હંમેશા પ્રસન્ન રહે છે. આપના બધાં અંગો પૂજનીય છે. આ પુષ્કળ અન્ન-પાનનું ગ્રહણા કરી અમારા ઉપર અનુગ્રહ કરો.' આ સાંભળી મુનિ બોલ્યા, ‘મારા મનમાં પહેલાં પણ કોઈ દ્વેષ ન હતો, અત્યારે પણ નથી અને પછી પણ નહીં હોય. કુમારોને જેણે માર્યા છે તે મારી સેવા કરનાર યક્ષનું કામ છે.' પછી મુનિએ એક માસનો ઉપવાસ કરી તેના ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી અન્ન-પાનનું ગ્રહણ કર્યું. આ જોઈ દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને ‘આશ્ચર્યકારકદાન’ એવા ઉદ્ગારો સાથે વાજિંત્રવાદન કર્યું. પછી મુનિએ બ્રાહ્મણોના કલ્યાણ માટે ભાવયજ્ઞનું વ્યાખ્યાન આપ્યું. આ કથાનક ઉપરથી નીચેની બાબતો જાણવા મળે છે. ૧ શ્રેષ્ઠ જાતિમાં જન્મ મળવો એ શ્રેષ્ઠતાનું સૂચક નથી પણ કર્મથી શ્રેષ્ઠતા પ્રાપ્ત થાય છે. Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૬૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૨ તપસ્વનો મહિમા. ૩ દાનનું માહાત્મ અને દાનને માટેના સુપાત્ર વ્યક્તિ. ૪ ભાવયજ્ઞની શ્રેષ્ઠતા. પ મુનિનું સ્વરૂપ. જયઘોષ-વિજયઘોષ આખ્યાન ? જયઘોષ અને વિજયઘોષ નામના બે વિદવિદ્ બ્રાહ્મણો હતા. તેમાંથી જયઘોષ શ્રમણા બની ગયો અને વિજયઘોષ વૈદિક યજ્ઞો કરતો વારાણસીમાં રહેવા લાગ્યો. એક સમયે ઈન્દ્રિયનિગ્રહી અને કર્મ વિનાશક યમયજ્ઞને કરનાર મહાયશસ્વી જયઘોષ-શ્રમણ પ્રામાનુગ્રામ ફરતાં ફરતાં વારાણસીમાં આવી પહોંચ્યા. ત્યાં તે શહેરની બહાર પાક (જીવરહિત) શધ્યા અને સંસ્તારક લઈ “મનોરમ” ઉદ્યાનમાં રોકાયા. તે સમયે ત્યાં વિજયઘોષ વૈદિક યજ્ઞ કરી રહ્યો હતો. જયઘોષ મુનિ એક માસના અનશન તપના પારણાં કરવા વિજયઘોષના યજ્ઞમંડપમાં ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે યજ્ઞકર્તા વિજયઘોષે કહ્યું : વિજયઘોષ ઃ હે ભિક્ષુ ! હું તને ભિક્ષા નહીં આપું. તું બીજે જઈને ભિક્ષા માંગ. આ યજ્ઞાન્ન તો માત્ર વેદવિદ્, યજ્ઞવિદ્, જ્યોતિષાંગવિદ્દ, ધર્મશાસ્ત્રવિદ્ અને સ્વ-પરકલ્યાણકર્તા માટે જ છે. જયઘોષ (વિજયઘોષનું કલ્યાણ કરવા માટે, નહીં કે અન્ન-પાનાદિની અભિલાષાથી સમતાપૂર્વક) : આપ લોકો વેદાદિના સમ્યક અર્થને જાણતા નથી. જો જાણતા હો તો કહો. વિજયઘોષ (ઉત્તર આપવામાં અસમર્થ થતાં હાથ જોડીને) આપ જાતે જ વેદાદિનો સાચો અર્થ જણાવો. આ સાંભળી જયઘોષ મુનિએ વેદોનું મુખ, યજ્ઞોનું મુખ, નક્ષત્રોનું મુખ, ધર્મોનું મુખ, સ્વ-પરનો કલ્યાણકર્તા, સાચા બ્રાહ્મણનું સ્વરૂપ, બાહ્યલિંગ કરતાં આત્યંતર લિંગની શ્રેષ્ઠતા, જન્મથી જાતિવાદનું ખંડન, કર્મથી જાતિવાદની સ્થાપના, વગેરે વિવિધ વિષયોનું સ્પષ્ટીકરણ કર્યું. ૧ ઉ. અધ્યયન ૨૫. Page #491 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૬૭ વિજયઘોષ (પ્રસન્ન થઈ) : આપે મને બ્રાહ્મણત્વનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. આપ વેદવિદ્દ, યજ્ઞવિદ્, જ્યોતિષાંગવિદ્, ધર્મવિ, તથા સ્વપરકલ્યાણકર્તા છો. હે ભિક્ષુ શ્રેષ્ઠ ! આપ મારા ઉપર અનુગ્રહ કરી યજ્ઞાન્ન સ્વીકારો. જયઘોષ : ભિક્ષા માગવી એ જ મારું પ્રયોજન નથી. તું સંસારરૂપી સાગરને તરી જવા માટે મુનિધર્મનો સ્વીકાર કર. આ પછી વિજયઘોષ પણ પ્રવ્રજિત થયો અને બંનેએ સંયમ અને તપની આરાધના કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. આ આખ્યાન ઉપરથી નીચેની બાબતો પર પ્રકાશ પડે છે ? ૧ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ. ૨ વેદાદિનું મુખ. ૩ જન્મથી જાતિ કરતાં કર્મથી જાતિમાં માનવું શ્રેષ્ઠ છે. ૪ બાહ્ય શુદ્ધિ કરતાં આંતરિક શુદ્ધિની શ્રેષ્ઠતા. પ વૈદિક દ્રવ્યયજ્ઞ કરતાં યમયજ્ઞની શ્રેષ્ઠતા. ૬ અનુકૂળ તથા પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં મુનિ-ધર્મ સમતા. ૭ મુનિના ઉપદેશનું પ્રયોજન-પરકલ્યાણ. રાજીમતી-નેમિ આખ્યાન : શૌર્યપુર નગરમાં રાજા વસુદેવ અને રાજા સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. વસુદેવને બે પત્ની હતી રોહિણી અને દેવકી. આ બંને પત્નીઓથી ક્રમશ: બે પુત્રો થયા: રામ (બલરામ) અને કેશવ (કા). રાજા સમુદ્રવિજયની પત્નીનું નામ શિવા હતું. તેના એક પુત્રનું નામ અરિષ્ટનેમિ હતું અને બીજાનું નામ રથનેમિ હતું. તે સમયે દ્વારકાપુરીમાં ભોગરાજ (ઉગ્રસેન) રાજ્ય કરતો હતો. તેની પુત્રીનું નામ હતું રાજીમતી. તે રાજકન્યાઓમાં બધાં શ્રેષ્ઠ લક્ષણોથી યુક્ત, ચમકતી વિજળીની પ્રભા જેવી તેજસ્વી, ચારુ રૂપવાળી અને સુશીલ હતી. સમુદ્રવિજયનો પુત્ર અરિષ્ટનેમી પણ આ રીતે સર્વગુણ સંપન્ન હતો. તે શ્યામ ૧ ઉ. અધ્યયન ૨૨ Page #492 -------------------------------------------------------------------------- ________________ ૪૬૮ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વનો હતો. સંહનન “વજવૃષભ” હતું. સંસ્થાન “સમચતુરસ' હતું. પેટ માછલીના પેટ જેવું હતું. અરિષ્ટનેમિ અને રાજીમતી યુવાન થયાં ત્યારે કેશવે ભોગરાજ પાસે તે બંનેના વિવાહ અંગેનો પ્રસ્તાવ મૂક્યો. ભોગરાજની અનુમતિ મળતાં બંને પક્ષે વિવાહની તૈયારીઓ થવા લાગી. વૃષ્ણિપુંગવ અરિષ્ટનેમિને શુભ મુહૂર્તમાં સર્વ ઔષધિઓથી સ્નાન કરાવવામાં આવ્યું. કૌતુક અને મંગળ કાર્યો પણ કરવામાં આવ્યા. બે દિવ્ય વસ્ત્રો (ઉત્તરીય અને અધ:) પહેરાવવામાં આવ્યા. ઘરેણાથી શણગાર સજવામાં આવ્યો. વાસુદેવના મદયુક્ત મોટા ગંધગજ ઉપર તેને બેસાડવામાં આવ્યો. ગંધગજ ઉપર રહેલો તે મસ્તક ઉપર રહેલ ચૂડામણિની જેમ સુશોભિત લાગતો હતો. તેની ઉપર છત્ર અને ચામર ઢોળવામાં આવતાં હતા. તેની ચારેય બાજુએ દશાર્વચક્ર (સમુદ્રવિજય આદિ દશ યાદવોનો પરિવાર) શોભતું હતું. ગગનસ્પર્શી દિવ્ય વાજિંત્રો વાગતાં હતાં. શુભ મુહૂર્તમાં અરિષ્ટનેમિ વરના રૂપમાં પોતાના ભવનમાંથી નીકળ્યા અને ચતુરંગિણી સેના સાથે ભોગરાજના ઘર તરફ તેમણે પ્રયાણ કર્યું. દ્વારકા પહોંચી તેમણે પાંજરા તથા વાડાઓમાં પૂરેલાં તથા ભયભીત પંખીઓ અને પશુઓને જોયાં. દયાર્દૂ થઈ તેમણે પોતાના મહાવતને આ માટેનું કારણ પૂછ્યું. મહાવતે કહ્યું, “આ પ્રાણીઓને તમારા વિવાહની ખુશાલીમાં માણસોને ખવડાવવા માટે અહીં બાંધેલ છે. મહાવતના આ વચનો સાંભળી અરિષ્ટનેમિએ વિચાર્યું, “મારે નિમિત્તે જો આ અનેક પ્રાણીઓને મારી નાખવામાં આવશે તો તે મારે માટે પરલોકમાં કલ્યાણકારી નીવડશે નહીં.” આમ વિચારી તેમણે પોતાના બધાં વસ્ત્રાભૂષણો ઉતારી મહાવતને આપી દીધાં. અને પોતે દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તરત જ દેવતા ગણા અરિષ્ટનેમિના અભિનિષ્ક્રમણ મહોત્સવને ઊજવવા માટે પધાર્યા. તે પછી હજારો દેવ અને માણસોથી ઘેરાયેલા અરિષ્ટનેમિએ ચિત્રા નક્ષત્રમાં અભિનિષ્ક્રમણ કર્યું. તે સમયે તેઓ રત્નનિર્મિત પાલખીમાં બેસી ગિરનાર પર્વત પર ગયા. ત્યાં જઈને તરત જ તેમણે પોતાના સુગંધી વાળને હાથેથી ઊખાડી નાખ્યા. વાસુદેવે અભીષ્ટ સિદ્ધિ માટે આશીર્વાદ આપ્યા. તે પછી બલરામ, કેશવ વગેરે બધા અરિષ્ટનેમીને વંદન કરીને ગયા. Page #493 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ ૪૬૯ જ્યારે રાજીમતીએ પોતાના થનાર પતિની પ્રવ્રજ્યાના સમાચાર સાંભળ્યા ત્યારે તે સૂનમૂન થઈ ગઈ. પછી તેણે પણ વિચાર્યું, “પતિએ જેને ત્યજી દીધી છે એવી મને ધિક્કાર છે. મારે માટેપણ પ્રવ્રજ્યા લેવી ઊચિત છે. ત્યાર પછી મક્કમ નિશ્ચયવાળી, ધૃતિમતી રાજીમતીએ પણ પોતાના સુવાસિત વાળને પોતાના હાથ વડે ઊખેડી નાંખ્યા અને સ્વયં પ્રવ્રજિત થઈ તેણે બીજા અનેક સ્વજનોને પણ પ્રવ્રજિત કર્યા. આ જોઈ વાસુદેવે બહુશ્રુતા રાજીમતીને પણ અભીષ્ટ સિદ્ધિ માટેના શુભ આશીર્વાદ આપ્યા. પ્રવ્રજિત થઈ જ્યારે રાજીમતી એક દિવસ રેવતક પર્વત તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક વર્ષ થવાથી તે ભીંજાઈ ગઈ. વરસાદ અને અંધકાર જોઈ રાજીમતીએ પાસે રહેલી ગુફામાં જઈ વસ્ત્રો ઉતાર્યા અને તેમને સૂકવવા લાગી. આ દરમ્યાન, પહેલાંથી ત્યાં રહેલો રથનેમિ રાજીમતીને યથાકાત (નગ્ન) સ્વરૂપે જોઈ ગયો અને અસ્થિર ચિત્તવાળો બન્યો. રાજીમતી પણ ત્યાં રથનેમિને જોઈ ભયભીત થઈ ગઈ અને ધ્રુજતી તેણે પોતાના ગોપનીય અંગોને ઢાંક્યા. પછી ભયભીત રાજીમતી પાસે રથનેમિએ સાંત્વના-ભર્યા શબ્દોમાં પ્રણય નિવેદન કર્યું. આમ રથનેમિને અસંયમિત જોઈ રાજીમતી પોતાના દેહને વસ્ત્રોથી ઢાંકતાં બોલી, “જો તું રૂપમાં: વૈશ્રવણ, લાલિત્યમાં નલકુબર કે સાક્ષાત્ ઈન્દ્ર હો તો પણ હું તને ચાહતી નથી. હે યશ કામી, વમિત વસ્તુને ખાવા ઈચ્છનાર તને ધિક્કાર છે. એ કરતાં તો મરવું સારું.” તે પછી તેણીએ બંનેના કુળની શ્રેષ્ઠતા વગેરે દર્શાવતાં ફરીવાર કહ્યું, “જો તું સ્ત્રીઓને જોઈ રાગભાવ પ્રકટ કરીશ તો અસ્થિરાત્મા (ચંચળ ચિત્તવૃત્તિવાળો) બનીને શ્રમણ બનવાના લાભને પ્રાપ્ત નહીં કરી શકે.” આ રીતે સંયમિની રાજીમતીના સુભાષિત વચનો સાંભળી રથનેમિ સંયમમાં અંકુશથી મદોન્મત હાથીની જેમ દઢ બન્યો. તે પછી બંનેએ નિલભાવે આજીવન દઢ સંયમનું પાલન કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. Page #494 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન આ પ્રભાવોત્પાદક આખ્યાનમાંથી નીચેની બાબતો પર પ્રકાશ પડે છે : ૧ વિભિન્ન પરિસ્થિતિઓમાં નારીનું કર્તવ્ય અને શીલરક્ષા. ૨ રાજીમતી, રથનેમિ અને અરિષ્ટનેમિના ઉદાત્ત-ચરિત્રો. ૩ રીતિ-રિવાજ અને રાજ્યવ્યવસ્થા વગેરેના ચિત્રો. ૪૭૦ ૪ પશુ-હિંસામાં નિમિત્તમાત્ર બનવાનું પરિણામ. ૫ કૃષ્ણ વગેરે ઐતિહાસિક મહાપુરુષોનો સર્વપ્રથમ ઉલ્લેખ. સંજય આખ્યાન' : એક સમયે દેવલોકમાંથી ચુત થઈ રાજા સંજયે કાંપિલ્ય નગરમાં જન્મ લીધો. એકવાર તે અશ્વ ઉપર આરૂઢ થઈ ચતુરંગિણી સેના સાથે ‘કેશર’ ઉદ્યાનમા શિકાર ખેલવા ગયો. ત્યાં તેણે ગભરાયેલ હરણોને માર્યા. તે ઉદ્યાનના અપ્કોવમંડપ (લતા મંડપ)માં તપસ્વી ગર્દભાલીમુનિ ધ્યાનમગ્ન હતા. આમ તેમ ફરતા રાજાએ પછીથી તે લતાંમડપની પાસે પહેલાં મરેલ હરણો જોયાં, એ પછી ધ્યાનસ્થ મુનિને જોયા. મુનિને જોઈ રાજાને બીક લાગી. તેણે વિચાર્યું કે રસલોલુપ એવા મેં અહીંનાં હરણો મારીને મુનિનો અપરાધ કર્યો છે તેથી મુનિના કોપથી ડરેલો રાજા એકદમ અશ્વ ઊપરથી ઉતર્યો અને વિનયપૂર્વક બોલ્યો, ‘હે ભગવાન ! આ બાબતમાં મને માફ કરો.' મુનિ એ સમયે ધ્યાનમગ્ન હતા. તેથી તેણે કોઈ જવાબ ન આપ્યો. તેથી રાજાને વધારે ભય લાગ્યો. પછી રાજાએ પોતાનો પરિચય આપી ફરીથી વિનતિ કરી. ધ્યાનસ્થ મુનિએ મોનનો ભંગ કરતાં કહ્યું, ‘હે રાજા ! તને અભય હો. તું પણ બીજાને અભય આપનારો થા. તું શા માટે હિંસા કરે છે ? આ સંસાર અસાર અને અનિત્ય છે. એક દિવસ તારે પણ બધું અહીં છોડીને પરલોક જવું પડશે.’ આ રીતે વિવિધ પ્રકારે મુનિ દ્વારા સમજાવવામાં આવેલો રાજા સંજય રાજ્ય છોડીને તેમની સમીપે જ જીનશાસનમાં દીક્ષિત થઈ ગયો. એક દિવસ સંજયમુનિના ૧ ઉ. અધ્યયન ૧૮. Page #495 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ સૌમ્યરૂપને જોઈ કોઈ ક્ષત્રિય મુનિએ પૂછ્યું : ક્ષત્રિય મુનિ : તમારું નામ અને ગોત્ર જણાવો. તમે શા માટે મુનિ થયા છો ? આચાર્યની સેવા કેવી રીતે કરો છો અને વિનીત કઈ રીતે બન્યા છો ? સંજય મુનિ : નામે હું સંજય છું. મારું ગોત્ર ગૌતમ છે. ગર્દભાલી મુનિ મારા આચાર્ય છે. મુક્તિ માટે હું મુનિ બન્યો છું અને આચાર્યના ઉપદેશાનુસાર સેવા કરું છું તેથી હું વિનીત છું. સંજયમુનિના આ ઉત્તરથી આકર્ષાઈને ક્ષત્રિય મુનિએ પૂછ્યા વિના જ અનેક બાબતો દર્શાવી અને પ્રસંગવશ ભરત, સગર વગેરે અનેક મહાપુરુષોનાં ઉદાહરણો આપ્યાં અને જણાવ્યું કે એમણે વિપુલ સમૃદ્ધિ છોડીને જિનદીક્ષા લીધી હતી અને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. આ રીતે આ આખ્યાન નીચેની બાબતો ઉપર પ્રકાશ પાડે છે : ૧ દીક્ષા લેવાનું પરિણામ - મુક્તિ ૨ સંસારની અસારતા ૩ હિંસાવૃત્તિનો ત્યાગ ૪ અભયદાતા બનવું. ૧ ઉ. અધ્યયન ૨૧. ૪૭૧ સમુદ્રપાલ આખ્યાન : ચંપા નગરીમાં ભગવાન મહાવીરનો શિષ્ય નામે પાલિત વિક રહેતો હતો. તે નિર્પ્રન્થ-પ્રવચનમાં વિશારદ હતો. એકવાર વેપાર માટે હોડીમાં બેસીને પિઠુંડનગર ગયો. ત્યાં કોઈ શેઠે પોતાની કન્યા તેની સાથે પરણાવી. કેટલોક સમય ત્યાં રહીને પછી તે પોતાની ગર્ભવતી પત્નીને લઈ સ્વદેશ પાછો ફર્યો. માર્ગમાં તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો. સમુદ્રમાં જન્મેલો હોવાથી તેનું નામ ‘સમુદ્રપાલ’ રાખવામાં આવ્યું. ધીમે ધીમે યુવાન થતાં તેણે બોંતેર કળાઓમાં તથા નીતિશાસ્ત્રમાં પાંડિત્ય પ્રાપ્ત કર્યું. એકદિવસ તેના પિતાએ તેનાં લગ્ન રૂપિણી નામની કન્યા સાથે કર્યાં. તેની સાથે તે સુરમ્ય મહેલોમાં દેવદશ Page #496 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલના ભોગો ભોગવવા લાગ્યો. એક દિવસ જ્યારે તે ઝરૂખામાં બેઠો હતો ત્યારે તેની દષ્ટિ વધભૂમિ તરફ લઈ જવાતા એક માણસ ઉપર અચાનક પડી. તેને જોઈ સમુદ્રપાલનું હૃદય વૈરાગ્યથી ભરાઈ ગયું. તે વિચારવા લાગ્યો, “અહો, અશુભ કર્મોનું ફળ ખરાબ હોય છે. તે પછી તેણે માતા-પિતા પાસેથી અનુમતિ લઈ શ્રમધર્મનો અંગીકાર કર્યો. શ્રમફાઈનું સમ્યક પાલન કરી તેણે પોતાનાં બધાં કર્મો નષ્ટ કર્યા અને વિશાળ સંસારરૂપી સમુદ્રને પાર કરીને મોક્ષને પામ્યો. આ આખ્યાન પરથી નીચેની બાબતો જાણવા મળે છે. ૧ શ્રમણધર્મનું પાલન કરવાનું ફળ – મોક્ષ ૨ વ્યાપાર અને સજાની વ્યવસ્થા ૩ કર્મોનું ફળ આ રીતે બધા કથાત્મક સંવાદોમાં મુખ્યતરૂપે ધાર્મિક ચર્ચા કરવામાં આવી છે. આને મળતાં આવે એવાં કથાનકો અને સંવાદો મહાભારત તથા બૌદ્ધગ્રંથોમાં પણ જોવા મળે છે. ૧ જુઓ – પ્રાસ્તાવિક પૃ. ૪૫-૪૬, ૬. સમી. અધ્યયન ખંડ-૨, પ્રકરણ ૧. Page #497 -------------------------------------------------------------------------- ________________ ૪૭૩ પરિશિષ્ટ ૨ વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ગ્રંથમાં ઉલ્લેખિત નીચે જણાવેલ બધી વ્યક્તિઓ કઈ ઐતિહાસિક નથી છતાં વિષયને રોચક અને પ્રભાવોત્પાદક બનાવવા માટે સંવાદોમાં અને કથાઓમાં તેમને સામેલ કરવામાં આવેલ છે. અનાથી મુનિ : પ્રભૂતધનસંચય પિતાનો પુત્ર જીવનની પ્રથમ અવસ્થામાં જ ચક્ષુરોગથી પીડિત થયો. અનેક પ્રયત્નો કર્યા છતાં જ્યારે રોગ શાંત ન થયો ત્યારે તે જેનશ્રમણ બન્યો. તેનો રાજા શ્રેણિક સાથે વાર્તાલાપ થયો. તેમાં તેણે ધર્મહીનને અનાથ' અને ધાર્મિક આચરણ કરનારને “સનાથ' કહ્યા. તેનું રૂપ તથા તેજ આશ્ચર્યકારી હતાં. તેણે અનાથતાનું વર્ણન કર્યું તેથી તે “અનાથીમુનિ' કહેવાયા. અર (અરહનાથ) : તે સાતમા ચક્રવર્તી રાજા અને અઢારમા તીર્થંકર હતા. ૧ જુઓ – પરિશિષ્ટ ૧પૃ. ૪૫૯. ૨ ઉ. ૧૮.૪૦. ૩ બાર ચક્રવર્તી રાજાઓ આ પ્રમાણે છે : ભરત, સગર, મઘવા, સનકુમાર, શાન્તિ, કુંથુ, અરહ, સુભૂમ, મહાપદ્મ, હરિષેણ, જય અને બ્રહ્મદત્ત. ૪ જેન ધર્મમાં ચોવીશ તીર્થંકરો આ પ્રમાણે છે : ૧ ત્રીષભ, ર અજિત, ૩ સંભવ, ૪ અભિનંદન, પ સુમતિ, ૬ પખંભ, ૭ સુપાર્શ્વ, ૮ ચંદ્રપ્રભ, ૯ પુષ્પદન્ત (સુવિધિ), ૧૦ શીતલ, ૧૧ શ્રેયાંસ, ૧ર વાસુપૂજ્ય, ૧૩ વિમલ, ૧૪ અનન્ત, ૧૫ ધર્મ, ૧૬ શાંતિ, ૧૭ કુન્યુ, ૧૮ અર (અર), ૧૯ મલ્લિ, ૨૦ મુનિસુવ્રત, ૨૧ નમિ, રર નેમિ, ૨૩ પાર્થ અને ર૪ મહાવીર. Page #498 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન અન્ધકવૃષ્ણિ : તે સમુદ્રવિજય, વસુદેવ, અરિષ્ટનેમિ, કૃષ્ણ વગેરેના પૂર્વજ છે તેમના નામે પછીથી એમના કુળનું નામ અન્ધકવૃષ્ણિ પડ્યું. અરિષ્ટનેમિ : તે બાવીશમા તીર્થંકર છે. તે શૌર્યપુરના રાજા સમુદ્રવિજયની પત્ની શિવાના પુત્ર હતા. તે કૃષ્ણવર્ણના હતા અને મહાપુરુષોચિત ૧૦૦૮ લક્ષણોથી સંપન્ન હતા. તેમના શરીરનું બંધારણ વિશેષ પ્રકારનું હતું. જ્યારે તેઓ રાજીમતી સાથે વિવાહ કરવા માટે જાન સાથે જઈ રહ્યા હતા ત્યારે વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેમણે દીક્ષા લઈ લીધી. તેમને વૃષ્ણિપુંગવ (યાદવવંશી રાજાઓમાં પ્રધાન) કહેવામા આવેલ છે. ૪૭૪ ઈપુકાર : તેઓ કુરુ જનપદના ઈષુકાર નગરના રાજા હતા. પોતાની પત્ની કમલાવતી દ્વારા પ્રબોધિત થતાં તેમણે જિનદીક્ષા લીધી અને કર્મો નષ્ટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. બૃહદ્વૃત્તિમાં તેમનું મૂળ નામ ‘સીમંધર’ છે તથા બૌદ્ધ ગ્રંથોમાં ‘એષકારી’ નામે તેમનો ઉલ્લેખ થયો છે . ઈન્દ્ર' ઃ તે દેવોના શાસક છે. તેમને શક્ર અને પુરંદર એવાં નામો પણ મળેલાં છે. તેમણે બ્રાહ્મણવેશે રાજા નમિની દીક્ષા વખતે રાજાનાં કર્તવ્યોનો ઉલ્લેખ કરી સંયમની દઢતા જાણવા માટે નમિને કેટલાક પ્રશ્નો પૂછ્યા. પછી નમિએ આપેલ સયુક્તિક ઉત્તરો સાંભળી તેમની ઈન્દ્રે સ્તુતિ કરી. ૧ જુઓ - ઉ. સૌ. અધ્યયન પૃ. ૩૯૯. ૨ જુઓ - રાજીમતી આખ્યાન પરિ.૧. ૩ . ૧૪. ૩, ૪૮. ૪ ઉ. વૃવૃત્તિ પત્ર ૩૯૪, હસ્તિપાલ જાતક ૫૦૯. ૫ ઉ. અધ્યયન ૯. Page #499 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૫ ઉદાયન : એ સૌવિર (સિંઘ) દેશના રાજા હતા. તેમણે મહાવીર સ્વામી પાસેથી દીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરી. બ8ષભ : તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થકર છે. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમને ધર્મોનું મુખ ગણવામાં આવેલ છે. ઈન્દ્રાદિ દેવો તેમની પૂજા કરે છે. તેમનો ધર્મ ભગવાન મહાવીરના ધર્મની જેમ પાંચ મહાવ્રતવાળો હતો. કપિલર : તેઓ “ઉત્તરાધ્યયન'ના આઠમા અધ્યયનના આખ્યાતા છે. તેઓ વિશુદ્ધ પ્રાજ્ઞ હતા. ટીકાકારોએ લખ્યું છે કે એક દાસી સાથે પ્રેમ થતાં તેઓ તે દાસીની અભિલાષા પૂરી કરવા માટે રાજદરબારમાં યાચના માટે ગયા. સંયોગવશ રાજાએ પ્રસન્ન થઈ તેમને યથેચ્છ ધન માગવા કહ્યું. તે સમયે એમને લોભની અસીમતાનો ખયાલ આવ્યો અને બધું છોડીને તેઓ સાધુ બન્યા. કમલાવતી : તે ઈષકાર દેશના રાજાની ધર્મપત્ની હતી. તેના ઉપદેશથી રાજાને બોધ પ્રાપ્ત થયો અને પછી બંનેએ દીક્ષા લઈ કર્મોનો ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. કરકંડૂ ઃ તેઓ કલિંગ દેશના રાજા હતા. તેમની ગણના “પ્રત્યેકબુદ્ધોમાં થાય છે. તેમણે પુત્રને રાજ્ય કારભાર સોંપ્યો હતો અને જિનદીક્ષા લઈ મોક્ષ મેળવ્યો. ૧ ક. ૧૮. ૪૮ ૨ ઉ. ૨૫. ૧૧, ૧૪, ૧૬, ર૩. ૮૭. ૩ ઉ. ૮. ૨૦ અને ટીકાઓ ૪ ઉ. ૧૪. ૩, ૩૭. ૫ ઉ. ૧૮. ૪૬-૪૭. ૬ બોધિ પ્રાપ્ત કરનારા મુનિ ત્રણ પ્રકારના હોય છે. ૧ સ્વયંબુદ્ધ (જાતે જ બોધિપ્રાપ્ત કરે છે) ૨ પ્રત્યેક બુદ્ધ (કોઈ એક ઘટનાને નિમિત્તે બોધિ પ્રાપ્ત કરે છે) ૩ બુદ્ધબોધિત (બોધિ-પ્રાપ્ત વ્યક્તિઓના ઉપદેશથી બોધિ પ્રાપ્ત કરે છે) –આચાર્ય તુલસી ઉ. ભાગ ૧. પૃ. ૧૦૫. Page #500 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કાશીરાજ : ટીકાઓમાં તેમને ‘નન્દન’ નામવાળા સાતમા બલદેવ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. તેમણે કામભોગો છોડી જિનદીક્ષા લીધી હતી. ૪૭૬ કુન્થુ : તેઓ છઠ્ઠા ચક્રવર્તી તથા સત્તરમા જૈન તીર્થંકર હતા. ઈક્ષ્વાકુ કુળમાં તેઓ વૃષભ સમાન શ્રેષ્ઠ અને વિખ્યાત યશ સંપન્ન હતા. કેશવ : તેઓ શૌર્યપુરના રાજા વસુદેવના પુત્ર વાસુદેવ (કૃષ્ણ) છે. તે અંતિમ (નવમા) વાસુદેવ છે". તે શંખ, ચક્ર તથા ગદા ધારણ કરતા હતા. તેઓ અપ્રતિહત યોદ્ધા પણ હતા. તેમની માતાનું નામ દેવકી હતું. તેમણે જ અરિષ્ટનેમિના લગ્ન માટે ભોગરાજની પુત્રી રાજીમતીની યાચના કરી હતી અને તેમના જ મદોન્મત્ત હાથી ઉપર આરૂઢ થઈ અરિષ્ટનેમિ વિવાહાર્થે જતા હતા. જ્યેષ્ઠ હોવાથી તેમણે અરિષ્ટનેમિને અભીષ્ટ ફલ પ્રાપ્તિનો આશીર્વાદ ૧ ૩. ૧૮. ૪૯. ૨ નવ બલદેવ આ પ્રમાણે છે : અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ (રામચંદ્ર) અને રામ (બલરામ). ૩ ૬. ૧૮. ૩૯. ૪ ૯. ૨૨. ૨, ૬. ૮, ૨૭, ૧૧. ૨૧. ૫ વાસુદેવને બલદેવના નાના ભાઈ ગાવામાં આવે છે. વાસુદેવની સંખ્યા નવની છે અને તેમના શત્રુ પ્રતિવાસુદેવોની સંખ્યા પણ નવની છે. તેમના નામો આ પ્રમાણે છે : નવ વસુદેવો : ત્રિપૃષ્ઠ, પુરુષોત્તમ, દત્ત, નવ પ્રતિ વાસુદેવો અશ્વગ્નીવ, મધુકેટભ, પ્રહ્લાદ, દ્વિપૃષ્ઠ, પુરુષસિંહ, નારાયણ (લક્ષ્મણા), તારક, નિશુંભ, રાવણ, સ્વયંભૂ, પુરુષપુંડરિક, કૃષ્ણ (કેશવ) મેક, બિલ, જરાસંઘ. Page #501 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૭ આપ્યો અને દીક્ષા લીધેલ અરિષ્ટનેમિને વંદન પણ કર્યા. સંભવત: કૃષ્ણાનું ચરિત્ર જૈન-ગ્રંથોમાં સર્વ પ્રથમ અહીં પ્રાપ્ત થાય છે. તેઓ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ થતા હતા. ફેશિકુમાર શ્રમણ : તેઓ પાર્શ્વનાથના મહાયશસ્વી શિષ્ય (ચોથા પટ્ટધર) હતા. તેઓ શિષ્યો સાથે પ્રામાનુગ્રામ વિહરતા શ્રાવસ્તીના “તિન્દુક' નામના ઉદ્યાનમાં રોકાયા. ત્યાં તેમણે ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમ સાથે ધર્મ-ભેદવિષયક શિષ્યોની શંકા દૂર કરવા માટે ચર્ચા કરી તેમને અવધિજ્ઞાન થયેલું. કોશલ રાજા : તેઓ કોશલ દેશના પ્રખ્યાત રાજા હતા. યક્ષદેવતાની પ્રેરણાથી તેમણે પોતાની કન્યા ભદ્રાને હરિકેશિબલ સાથે પરણાવવા ઈચ્છા કરી હતી પણ હરિકેશિબલે તેનો સ્વીકાર ન કર્યો. ક્ષત્રિય મુનિ ? તેમણે રાજપાટ છોડીને જિનદીક્ષા લીધી હતી. સંજય ઋષિ સાથે તેમણે વાર્તાલાપ કર્યો અને તેમાં જિનદીક્ષા લઈ મુક્તિ પ્રાપ્ત કરનાર અનેક ધાર્મિક મહાપુરુષોના દૃષ્ટાંતો આપવામાં આવ્યાં. આત્મારાજીએ તેમને મહાવીર સ્વામીના સમ-સમયવર્તી ગણ્યા છે. ગર્ગાચાર્ય મુનિ : તેમણે અવિનીત શિષ્યોને સમાધિમાં બાધક માની તેમનો ત્યાગ કર્યો અને પોતે પૃથ્વી ઉપર એકલા વિચરવા લાગ્યા. ગર્દભાલી મુનિ : તેઓ ઉગ્ર તપસ્વી હતા. એકવાર તેઓ કાંપિલ્ય નગરના “કેશર' ઉદ્યાનમાં ધર્મધ્યાન કરતા હતા ત્યારે તેમની પાસે આવેલ મૃગોમારનાર રાજાએ તેમની માફી માંગી અને જિનદીક્ષા લીધી. ૧ ઉ. અધ્યયન ર૩ ૩ ઉ. ૧૯-ર૦, ૨૪ ૫ ઉ. ર૭, ૧, ૧૬-૧૭ ૨ ઉ. ૧૨. ૨૦, રર. ૪ એજન ટીકા, પૃ. ૭૪ર ૬ ઉ. ૧૮, ૯, ૧૯, રર. Page #502 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગૌતમ ઃ તેઓ મહાવીરના પ્રથમ ગાધર (પ્રમુખ શિષ્ય) હતા . એમનો સમય ઈ. પૂ. ૬૦૭નો લગભગ મનાય છે. એકવાર તેઓ પોતાના શિષ્ય પરિવાર સાથે ગ્રામાનુગ્રામ ફરતાં શ્રાવસ્તીના ‘કોષ્ટક' ઉદ્યાનમાં રોકાયા. ત્યાં કેશિકુમાર સાથે થયેલ ધર્મ-ભેદ વિષયક તત્ત્વર્ચામાં તેમણે સમાધાનાત્મક ઉત્તરો આપ્યા. અને બંને પરંપરાઓમા ઉપર છલ્લા દેખાતા મતભેદોને દૂર કર્યા. પછી કેશિકુમારે પોતાના શિષ્ય પરિવાર સાથે એમણે દર્શાવેલ માર્ગનું અનુસરણ કર્યું. દશમા અધ્યયનમાં ગૌતમને લક્ષ્ય કરીને અપ્રમત્ત થવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. તેમને ‘ભગવાન’ જેવા, શબ્દોથી સંબોધવામાં આવે છે. એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ૪૭૮ ચિત્ત મુનિ : તેઓ પુરિમતાલ નગરના વિશાળ શ્રેષ્ઠિકુળમાં ઉત્પન્ન થયા હતા. પછીથી જૈન શ્રમણા થયા. તેઓ પોતાના પાછલા પાંચ જન્મોમાં ક્રમશઃ દશાર્ણા દેશમાં દારૂપે, કલિંજર પર્વત ઉપર મૃગરૂપે, મૃતગંગાના કાંઠે હંસરૂપે, કાશીમાં ચાંડાલરૂપે અને દેવલોકમાં દેવરૂપે પોતાના ભાઈ સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી) સાથે ઉત્પન્ન થયા હતા. પા છઠ્ઠા જન્મમાં જ્યારે બંને કાંપિલ્ય નગરમાં મળ્યા ત્યારે બંનેએ પોતપોતાના સુખ દુ:ખનો એકબીજાને ખ્યાલ આપ્યો. બ્રહ્મદત્તે પોતાનો વૈભવ ચિત્તમુનિને આપવા ઈચ્છા કરી પણ ચિત્તમુનિએ તેનો સ્વીકાર કર્યો નહિં. તેમણે બ્રહ્મદત્તને ધર્મોપદેશ આપ્યો પણ જ્યારે તેના ઉપર ઉપદેશની કોઈ અસર ન થઈ ત્યારે તેઓ ઉપદેશ આપવો વ્યર્થ છે એમ માની જતા રહ્યા. પછી ઉગ્ર તપ કરી મોક્ષ મેળવ્યો. ૧ ઉ. અધ્યયન ૧૦ બ. ૨૩, ૨ ગૌતમ પોતાના (શિષ્ય પરિવાર સાથે મહાવીરના શિષ્ય કેવી રીતે બન્યા ? જુઓ - વિશેષાવવમાઘ્યમાં ગણધરવાદ ૩ જુઓ - ચિત્તસંભૂત સંવાદ પા. ટિ. ૧. Page #503 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૭૯ ચલણી રાણી : એ બ્રહ્મદત્ત ચક્રવર્તીની માતા હતી. જય : એ અગિયારમો ચક્રવર્તી રાજા હતો. તેમણે અનેક રાજાઓ સાથે રાજ્ય છોડી જિનદીક્ષા લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. જયઘોષ : તેઓ જાતિએ બ્રાહ્મણ હતા પછી જૈનમુનિ બની એમણે યમયજ્ઞ કર્યો. એકવાર જ્યારે તેઓ પોતાના ભાઈ વિજયઘોષના યજ્ઞમંડપમાં પહોંચ્યા ત્યારે બ્રાહ્મણો સાથે થયેલા સંવાદમાં તેમણે યજ્ઞ અને બ્રાહ્મણનું સાચું સ્વરૂપ દર્શાવ્યું. તેમના ઉપદેશના પ્રભાવથી વિજયઘોષ પણ જૈનશ્રમણ બન્યો. પછી બંનેએ મોક્ષ પ્રાપ્ત કર્યો. દશાર્ણભદ્ર : દશાર્ણાદેશનો રાજા હતો. ઈન્દ્રની પ્રેરણાથી તેમણે જિનદીક્ષા લીધી હતી. દ્વિમુખ' : પાંચાલ દેશનો રાજા હતો. પુત્રને રાજ્ય દઈ તેમણે દીક્ષા લીધી. દેવકી : તે રાજા વસુદેવની પત્ની અને કૃષ્ણની માતા હતી. દોગુન્દુક દેવ : નિત્ય પ્રસન્નચિત્ત અને સ્વર્ગના સુખોનો અનુભવ કરનાર દેવ હતો. નગતિ : ગાંધાર દેશનો રાજા હતો. પુત્રને રાજ્ય સોંપી તેણે દીક્ષા લીધેલી. નમિ : તેઓ વિદેહના રાજા હતા. તેમની રાજધાની મિથિલા હતી. દીક્ષાના સમયે બ્રાહ્મણ વેશધારી ઈન્દ્ર સાથે એમનો સંવાદ થયો અને તેમાં તેમણે પોતાનો દૃઢ ૧ ૬. ૧૩. ૧. ૩ ૯. ૨૫. ૧, ૩૬ ૫ ઉ. ૧૮. ૪૬-૪૭ ૭ ઉ. ૧૯. ૩. ૨ ૬. ૧૮. ૪૩. ૪ ૬, ૧૮. ૪૪. ૬ ૩. ૨૨. ૨-૩. ૮ ઉ. ૧૮. ૪૬-૪૭. Page #504 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સંયમનો પરિચય આપ્યો. અંતમાં પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો . ૪૮૦ નલકુબર : લીલા-વિલાસની બાબતમાં પ્રસિદ્ધ દેવ-વિશેષનું નામ છે. પાલિત વણિક : આ ભગવાન મહાવીરનો શિષ્ય ચંપા નગરમાં રહેતો હતો. એકવાર તે પિઠુંડ નગરમાં વેપાર કરવા ગયો. ત્યાં કોઈ એક શેઠે તેની સાથે પોતાની કન્યા પરણાવી. તેમાંથી તેને થયેલ પુત્રનું નામ ‘સમુદ્રપાલ’ પાડવામાં આવ્યું. પાર્શ્વનાથ : તેઓ ત્રેવીશમા તીર્થંકર અને ઐતિહાસિક વ્યક્તિ હતા. તેમનો સમય મહાવીર સ્વામીના સમય પહેલાં ૨૫૦ વર્ષનો અને આઠમી સદીનો માનવામાં આવે છે. તેમનો ધર્મ ચતુર્યામ અને સાન્તરોત્તર હતો. તેમના શિષ્ય ‘કેશિ’ પ્રખ્યાત છે. પ્રભૂતધનસંચય" : તે કોશામ્બીમાં રહેતો હતો. અનાથી મુનિ તેમના પુત્ર થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તી૬ : તે પાંચાલ દેશનો રાજા હતો. તે ચિત્તમુનિનો પૂર્વભવનો ભાઈ સંભૂત હતો અને પાંચ ભવ સુધી પોતાના ભાઈ ચિત્તની સાથોસાથ જન્મેલો. પૂર્વજન્મમાં નિદાનબંધને કારણે તે છઠ્ઠા ભવમાં પોતાના ભાઈથી વિખૂટો પડ્યો અને ૧ વિદેહદેશમાં બે મિ નામના રાજા થયા. તેમાંથી એક એકવીશમા તીર્થંકર થયા. અને બીજા પ્રત્યેકબુદ્ધ થયા. અહીં જે નમિનો ઉલ્લેખ છે તે પ્રત્યેકબુદ્ધ હતા, તીર્થંકર નહી.. જુઓ - આચાર્ય તુલશી ઉ. ભાગ ૧. પૃ. ૧૦૭. ૨૯. ૨૨. ૪૧ ૩૬. ૨૧. ૧-૪. ૪ ૯. ૨૩. ૧, ૧૨, ૨૩, ૨૯. ૫ ૩. ૨૦. ૧૮. પ્રભુતધનસંચય એ નામ છે કે વિશેષણ તે બાબતમાં મતભેદ છે. જાણવા મળે છે કે તેમના પુત્ર ‘અનાથી’ની જેમ તેમનું નામ પણ પુષ્કળ ધન એકઠું કરવાને કારણે આ રીતનું પડ્યું હોય. ૬ જુઓ - ચિત્ત-સંભૂત સંવાદ, પરિ-૧. Page #505 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ચૂલણી રાણીની કૂખે ઉત્પન્ન થઈ આઠમા ચક્રવર્તી તરીકે ખ્યાતિ પામ્યો. તેને ચિત્તમુનિ સાથે વાર્તાલાપ થયો હતો. ધર્મનું પાલન ન કરવાને લીધે તે સાતમા નરકમાં ગયો. ભદ્રા : સુંદર અવયવો અને તેવા જ ગુણોવાળી ભદ્રા કોશલ દેશના રાજાની પુત્રી હતી. હરિકેશિબલ મુનિને મારનારા બ્રાહ્મણોને તેણે મુનિમા તપોબળનો પરિચય આપી મારતાં અટકાવેલા. પહેલાં દેવની પ્રેરણાથી ભદ્રાને તે મુનિને આપવામાં આવેલી પણ વીતરાગી મુનિએ તેની કામના ન કરી. ટીકાકારોએ તેને રાજા સોમદેવની પત્ની તરીકે વર્ણવી છે. ભરત : તેઓ ભગવાન ઋષભદેવના પ્રથમ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી રાજા હતા. તેમના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. તેમણે રાજ્ય છોડી જિનદીક્ષા લીધી હતી. ભૃગુપુરોહિત અને તેના બે પુત્રો : આ ત્રણે પૂર્વજન્મમાં દેવ હતા. સ્વર્ગમાંથી ચૂત થઈ ઈકાર નગરમાં બ્રાહ્મણના કુળમાં તેઓ જન્મ્યા. ભૃગુપુરોહિતના બંને પુત્રો જ્યારે જૈન શ્રમણ બનવા માટે પિતાની આજ્ઞા લેવા આવ્યા ત્યારે પિતાએ તેમને ભોગવિલાસની લાલચ આપી પણ તેમણે પોતાના પ્રભાવથી માતા-પિતાને પા ભોગોમાંથી વિરક્ત કરી દીધા. બધાએ સાથે દીક્ષા લીધી. મૂળ ગ્રંથાં પુરોહિત અને તેના પુત્રોનાં નામ આપેલ નથી. અહીં પુરોહિતનું ‘ભૃગુ' નામ ટીકા-ગ્રંથોને આધારે આપવામાં આવેલ છે. ભોગરાજ તેઓ રાજીમતીના પિતા નામે ઉગ્રસેન હતા. કેશવે અરિષ્ટનેમિની સાથે વિવાહ કરવા માટે તેમની પાસેથી રાજીમતીની યાચના કરી હતી. મઘવા" : આ ત્રીજા ચક્રવર્તી હતા. તેમણે રાજ્ય છોડી દીક્ષા લીધેલી. ૪૮૧ ૧ ૩. ૧૨-૨૦, ૨૨, ૨૪, ૨૫. ૩ જુઓ - ઈષુકાર આખ્યાન પરિ-૧. ૫ ઉ. ૧૮. ૩૬. ૨ ૬. ૧૮. ૩૪. ૪ ૯. ૨૨. ૮, ૪૪. Page #506 -------------------------------------------------------------------------- ________________ ૪૮૨ ઉત્તરાધ્યયન-સૂત્રઃ એક પરિશીલન મૃગા ? એ સુગ્રીવ નગરના રાજા બલભદ્રની પટરાણી અને મૃગાપુત્રની માતા હતી. મૃગાપુત્ર’ : તેમનું મૂળનામ “બલશ્રી' હતું પણ તે મૃગાપુત્ર તરીકે જાણીતા થયા. તેઓ પિતા તથા માતાનું પ્રિય સંતાન હતા. મહેલમાં સ્ત્રીઓ સાથે આનંદપ્રમોદમાં લીન રહેતા. એકવાર ગવાક્ષમાંથી એક સાધુને જોઈ તેમને પૂર્વજન્મનું જ્ઞાન થયું અને તેમણે માતા-પિતા પાસેથી જિનદીક્ષા લેવા માટે રજા માગી. પ્રથમ તો માતા-પિતાએ તેમને સંસારમાં ભોગોની લાલચ આપી પણ પછી તેમનો દઢ સંયમ જોઈ દીક્ષા માટે અનુમતિ આપી. અંતમાં તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. માતાપિતા સાથે થયેલ સંવાદમાં તેમણે નરકોનાં કષ્ટો અને સાધુધર્મનું વર્ણન કર્યું. મહાવીર : તેઓ અંતિમ (ચોવીશમા) તીર્થંકર છે. તેમનો સમય આજથી અઢી હજાર વર્ષ પહેલાંનો એટલે કે ઈ. પૂ. છઠ્ઠી સદીનો હતો. તેમણે દેશકાળનો વિચાર કરી, પાર્શ્વનાથના “ચાતુર્માસ” તથા “સાન્તરોત્તર ધર્મને “પંચયામ” અને “અચલકના સ્વરૂપે પરિવર્તન કર્યો. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમને ગ્રંથોમાં વરદર્શી (પ્રધાનદર્શી), જ્ઞાનપુત્ર, જિન, વર્ધમાન, વીર, બુદ્ધ વગેરે નામો દ્વારા સંબોધવામાં આવેલ છે. તેમના પિતાનું નામ “સિદ્ધાર્થ અને માતાનું નામ “ત્રિશલા હતું. ૧ ઉ. ૧૯. ૧-૨. ૨ જુઓ – મૃગાપુત્ર આખ્યાન, પરિ-૧. ૩ ઉ. ૨૩. ર૩, ર૯, ૩૬. ર૬૯, વગેરે ૪ કાશ્યપ ૨-૪૬, જ્ઞાનપુત્ર ર૬. ર૬૯, બુદ્ધ ૧૮. ૩૨, ૨૫. ૩૪, ૩૫. ૧, વરદર્શી ૨૮. ૨, વીર ર૦. ૪૦, જિન ર. ૬, ૧૦. ૩૨, ૧૪. પર, ૧૮, ૧૯, ૩૨, ૪૩, ૪૭, ૨૧. ૧૨, ૨૨. ૨૮, ૩૮, ૨૪. ૩, ૨૮૧-૨, ૧૮-૧૯, ૨૭, ૩૬. ૬૦, ર૬૧, ર૬ર, વર્ધમાન ૨૩. ર૯. Page #507 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૮૩ મહાપદ્મ : તેઓ નવમા ચક્રવર્તી રાજા હતા. તેમણે રાજ્ય છોડી જિનદીક્ષા લીધેલી અને તપશ્ચર્યા કરેલી. મહાબલ રાજા : તેમણે ઉગ્ર તપ કરી મોક્ષ પ્રાપ્ત કરેલો. યશા (વાસિષ્ઠી) : તે ભૃગુપુરોહિતની ધર્મપત્ની હતી. પતિ અને પુત્ર દીક્ષા લીધી પછી તે પણ સાધ્વી બની. વસિષ્ઠ કુળમાં ઉત્પન્ન થવાને કારણે તેને વાસિષ્ઠી પણ કહેવામાં આવે છે. રથનેમિક: તેઓ અરિષ્ટનેમિના નાના ભાઈ અને સમુદ્રવિજયના પુત્ર હતા. તેમના કુળનું નામ અગત્પન હતું. સમય મળતાં તેમણે દીક્ષા લીધી હતી. એક સમયે રાજીમતીને અંધારી ગુફામાં નગ્ન જોઈ તેમણે તેની સાથે કામવિલાસ કરવા પ્રાર્થના કરી. પછી રાજીમતી દ્વારા પ્રબોધિત કરવામાં આવતાં તેઓ સંયમમાં દઢ બન્યા અને મુક્તિ મેળવી. રાજીમતી : એ ભોગરાજ (ઉગ્રસેન)ની સર્વગુણ સંપન્ન કન્યા હતી. અરિષ્ટનેમિ માટે વાસુદેવે તેની યાચના કરેલી. થનાર પતિ અરિષ્ટનેમિ દીક્ષિત થતાં રાજીમતીએ પણ દીક્ષા લઈ લીધી અને સુંદર વાળને પોતાના હાથ વડે ઊખેડી નાંખ્યા. પછી અન્ય સ્ત્રીઓને પણ દીક્ષા આપી. રથનેમિ જેવા તપસ્વી દ્વારા પ્રાર્થિત કરવામાં આવી છતાં તે સંયમમાં દઢ રહી અને રથનેમિને પણ સંયમમાં દઢ કર્યો અને મોક્ષ પ્રાપ્ત કર્યો. તેના દ્વારા પ્રદર્શિત પતિવ્રતાધર્મ તથા બ્રહ્મચર્યવ્રત એક ઉદાત્ત આદર્શ ગણાય છે. ૧ ઉ. ૧૮. ૪૧. ૨ ઉ. ૧૮. પ૧, ૩ ઉ. ૧૪. ૩, ર૯. ૪ જુઓ - રાજીમતી આખ્યાન પરિ ૧, જે. ભા. સં. પૃ. ૫૦૦-૫૦૧. ૫ એજન Page #508 -------------------------------------------------------------------------- ________________ ४८४ ઉત્તરાધ્યયન-સંશઃ એક પરિશીલન રામ (બલરામ) : તેઓ યદુવંશી વસુદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ રોહિણી હતું. તેમના ભાઈનું નામ કેશવ હતું અને તે નવમા બલદેવ હતા. રૂપિણી : તે સમુદ્રપાલ વણિકની રૂપવતી પત્ની હતી. રોહિણી : તે પ્રસિદ્ધ યદુવંશી રાજા વસુદેવની પત્ની હતી. તેના પુત્રનું નામ રામ (બલરામ) હતું. બલભદ્ર : તે સુગ્રીવ નગરનો રાજા હતો. “મૃગા” તેની પટરાણી હતી અને મૃગાપુત્ર (બલશ્રી) તેમનો પ્રિય પુત્ર હતો. વસુદેવ : તેઓ શૌર્યપુરના યદુવંશી રાજા હતા. તેમની બે રાણીઓનાં નામ રોહિણી અને દેવકી હતા. તેનાથી તેમને અનુક્રમે “રામ” અને “કેશવ' નામના બે પુત્રો થયા. સમુદ્રવિજય એમનો ભાઈ હતો. વાસુદેવ* : આ કેશવ (કૃષ્ણ)નું જ બીજું નામ છે. વિજય : આ બીજો બલદેવ છે. તે કીર્તિશાળી રાજા હતો. તેણે રાજ્ય વૈભવ છોડી જિનદીક્ષા લીધી હતી. વિજયઘોષ૧૦ : તે જયઘોષ બ્રાહ્મણનો ભાઈ હતો. તે બનારસમાં વૈદિક યજ્ઞો કરતો હતો. પછીથી જયઘોષ મુનિની પ્રેરણાથી દીક્ષા લઈ તેણો મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. ૧ ઉ. રર. ૨, ૨૭. ૩ ઉ. ર૧. ૭ ૫ ઉ. ૧૯-૧-. ૭ જુઓ-જ. ભા.સં.પૃ. ૫૦૦-૫૦૧ ૯ ઉ. ૧૮. ૫૦. ૨ જુઓ – પૃ. ૪૭૬, પા. ટિ. ૨-૫ ૪ ઉ. રર-ર-૩. ૬ ઉ. રર-૧-૩. ૮ ઉ. રર-૮. ૧૦ ઉ. ૨૫. ૪-૫, ૩૬. ૪૫. Page #509 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય વૈશ્રવણ દેવ : આ એક સૌંદર્યશાળી દેવ-વિશેષ છે. રાજીમતીએ પોતાના સંયમની દઢતા પ્રદર્શિત કરતી વખતે આ દેવનો ઉલ્લેખ કરેલો. શાન્તિ : આ શાન્તિ આપનાર પાંચમા ચક્રવર્તી રાજા અને સોળમા પ્રખ્યાત જૈન તીર્થંકર છે. શિવા : એ રાજા સમુદ્રવિજયની પત્ની તથા અરિષ્ટનેમિની માતા હતી. શ્રેણિક : જ એ મહાવીરનો સમકાલીન મગધ જનપદનો રાજા હતો. જૈન, બૌદ્ધ અને વૈદિક - એ ત્રણે પરંપરાઓમાં આ રાજાનો સવિશેષ ઉલ્લેખ મળે છે. એ કા ધર્મમાં માનતો એ બાબત વિદ્વાનોમાં ઘણો મતભેદ છે. જૈન ગ્રંથોમાં તેને ભાવિ તીર્થંકર માનવામાં આવેલ છે અને તેનો ખાસ ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે. આ રાજાના ત્રણે પરંપરાઓમાં અનેક નામો મળે છે. જેમ કે : જૈન પરંપરામાં શ્રેણિક અને ભંભસાર, બૌદ્ધ પરંપરામાં શ્રેણિક અને બિમ્બિસાર, પુરાણોમાં અજાતશત્રુ અને વિધિસાર'. મંડિકુક્ષિ ઉદ્યાનમાં તેનો અનાથીમુનિ સાથે ‘અનાથ’ વિષય ઉપર સંલાપ થયો હતો. પછી તેણે દીક્ષા લીધી હતી. સગર : આ ચતુર્થ ચક્રવર્તી રાજા હતો. તેણે પણ પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લીધી અને તપ કર્યું. સનત્કુમાર : આ ચતુર્થ ચક્રવર્તી રાજા હતો. તેણે પણ પુત્રને રાજ્ય સોંપી જિનદીક્ષા લીધી અને તપ કર્યું. ૧ ૩. ૨૨. ૪૧ ૩ ૬. ૨૨. ૪ ૫ વિશેષ - ઉ. સમી. અધ્યયન પૃ. ૩૯૨-૩૯૬ ૪૮૫ ૬ ૩. ૧૮. ૩૫ ૨ ૬. ૧૮-૩૮. ૪ ૩. ૨૦, ૨, ૧૦, ૧૪, ૧૫, ૫૪ ૭ ૬. ૧૮-૩૭ Page #510 -------------------------------------------------------------------------- ________________ ૪૮૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સંજય : એ કાંડિલ્ય નગરનો રાજા હતો. આત્મારામજીએ તેને મહાવીરનો સમસામયિક ગણ્યો છે. એકવાર તે ચતુરંગિણી સેના સાથે મૃગયા માટે ગયો. ત્યાં અજાણતાં, મુનિને શરણે આવેલ હરણોને તેણે મારી નાખ્યાં અને પછી મુનિ પાસેથી ક્ષમા માંગી. મુનિએ ઉત્તર ન આપ્યો તેથી તે ભય પામ્યો. પછી તેણે ગર્દભાલિ મુનિ પાસેથી દીક્ષા લીધી. પછી તેનો ક્ષત્રિય મુનિ સાથે મેળાપ થયો. તેથી તે સંયમમાં વધારે દૃઢ થયો. ક્ષત્રિયમુનિ પણ તેનાથી પ્રભાવિત થયા. સમુદ્રપાલ : એ પાલિત વણિકનો પુત્ર હતો. તેની માતા પિહુડનગરની હતી. સમુદ્રયાત્રા કરતી વખતે જન્મેલ હોવાથી તેનું નામ “સમુદ્રપાલ” રાખવામાં આવ્યું. પિતા દ્વારા લાવવામાં આવેલ રૂપવતી “રૂપિણી” નામની સ્ત્રી સાથે તે દેવોને છાજે તેવો ભોગો ભોગવતો હતો. એકવાર વધ સ્થાને લઈ જવાતા વધયોગ્ય વસ્ત્રોવાળા ચોરને જોઈ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેણે માતા-પિતા પાસેથી અનુમતિ મેળવી જિનદીક્ષા લઈ લીધી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. સમુદ્ર વિજય : તે શીયપુરના રાજા હતા. તેની પત્ની શિવા' અને પુત્ર “અરિષ્ટનેમિ” હતા. “રથનેમિ’ એમનો પુત્ર હતો. એ “અંધકવૃ”િ કુળના નેતા હતા. આ કુળ શ્રેષ્ઠ ગણાતું. તેથી રાજીમતી રથનેમિને સંયમ ત થતો જોઈ તેને આ કુળની યાદ અપાવે છે. હરિકેશિબલ મુનિ : આ ચાંડાળના કુળમાં જન્મેલ ઉગ્ર તપસ્વી જૈન મુનિ હતા. એક યક્ષ તેમની સેવા કરતો. યક્ષ દેવતાની પ્રેરણાથી કોશલ રાજાએ જ્યારે પોતાની કન્યા “યશા” તેમને સોંપી ત્યારે તેમણે તેની કામના કરી નહીં. એકવાર જ્યારે તે ભિક્ષાર્થે યજ્ઞમંડપમાં ગયા ત્યારે બ્રાહ્મણોએ તેમના કુત્સિત રૂપને જોઈ તેમની ૧ જુઓ – સંજય આખ્યાન પરિ-૧. ૩ ઉ. રર. ૩, ૩૬. ૪૩. ૪૪. ૨ જુઓ - સમુદ્રપાલ પરિ-૧. ૪ ઉ. ૧ર. ૧, ૩, ૪, ૬. ૧૭, ૨૧, ૨૨, ૨૩, ૩૭, ૪૦. Page #511 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨ : વિશિષ્ટ વ્યક્તિઓનો પરિચય ૪૮૭ નિન્દા કરી અને માર્યા. આ જોઈ યક્ષે તેમની રક્ષા કરી. પછી બ્રાહ્મણ પત્ની યશાએ પરિવાર સાથે માફી માગી ત્યારે મુનિએ યજ્ઞાત્ર સ્વીકાર્યું અને ભાવયજ્ઞનું પ્રતિપાદન કર્યું. હરિષેણ : એ મનુષ્યોમાં ઈન્દ્ર સમાન, શત્રુઓનું માનમર્દન કરનાર, દસમો ચક્રવર્તી રાજા હતો. તેણે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો. આ રીતે આ મહાપુરુષોમાંના કેટલાક ક્ષત્રિય છે કેટલાક જૈન મુનિ છે કેટલાક બ્રાહ્મણો છે તો કોઈ દેવ અને તીર્થંકર છે. ઋષભ, પાર્શ્વ, મહાવીર, શ્રેણિક, ઉદાયન વગેરે ઐતિહાસિક મહાપુરુષો છે?. ૧ ૬. ૧૮. ૪૨. ૨ જુઓ – જૈ. ભા. સં. પરિ-૨. Page #512 -------------------------------------------------------------------------- ________________ ४८८ પરિશિષ્ટ ૩ સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ઉત્તરાધ્યયનના ચરણવિધિ નામના એકત્રીશમા અધ્યયનમાં સાધુઓને કેટલીક બાબતોમાં વિવેકી થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેનું ફળ મુક્તિ છે એમ પણ કહેવામાં આવ્યું છે. મૂળ ગ્રંથમાં એ બાબતોની માત્ર સંખ્યા ગણાવવામાં આવી છે. ટીકા-ગ્રંથોમાં તેની વિસ્તૃત રજુઆત થઈ છે. સાધ્વાચારની ચર્ચા પ્રસંગે જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે સિવાયની બાબતોને મુખ્યત્વે બે ભાગોમાં વિભક્ત કરી શકાય : ૧ ત્યાજ્ય સંજ્ઞાદિ દોષ અને ૨ અધ્યયનીય ગાથાદિ ગ્રંથાધ્યયન. ત્યાજ્ય : ત્યાજ્ય સંજ્ઞાદિ દોષ આ પ્રમાણે છે : સંજ્ઞાઓ (Expressions of emotions) : સંવેદનાત્મક ચિત્તવૃત્તિ અથવા ભાવના-વિશેષને “સંજ્ઞા' કહેવામાં આવે છે. તેના આહાર, ભય, મૈથુન તથા પરિગ્રહના ભેદથી ચાર પ્રકારો પાડવામાં આવે છે. સાંસારિક બધા વિષયોની અભિલાષારૂપ ચિત્તવૃત્તિથી વિરક્ત હોવાને કારણે સાધુએ આ બધાથી વિરક્ત થવું આવશ્યક છે. ક્રિયાઓ (Actions) : વ્યાપાર-વિશેષને “ક્રિયા' કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧કાયચેષ્ટારૂપ સામાન્ય ક્રિયા (કાયિકી), ૨ ખડુગાદિ સાધન સાથે કરવામાં આવેલી ક્રિયા (આધિકરણિકી), ૩ દ્વેષભાવ જન્ય ક્રિયા (પ્રાષિકી), ૪ કષ્ટ દેનારી ક્રિયા (પારિતાપનિકી) અને ૫ પ્રાણવિનાશક ક્રિયા (પ્રાણાતિપાતિક). સાધુએ અહિંસા મહાવ્રતની રક્ષા માટે આ બધી ક્રિયાઓનો ત્યાગ કરવો જરૂરી છે. ૧ ઉ. ૩૧. ૬, સમવા. સમવાય ૪. ૨ ઉ. ૩૧. ૭, સમવા. સમવાય ૫. Page #513 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૮૯ ભયસ્થાન'(causes of danger) : ચિત્તોદ્વેષનું નામ ભય છે. તેના સાત પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧ સ્વજાતીય જીવને સ્વજાતીય જીવથી થતો ભય (ઈહલોક ભય), ૨ પરલોકભય, ૩ ધનના વિનાશનો ભય, ૪ અકસ્માત પોતાની જાતે જ સશંક થવું (અકસ્માત ભય), ૫ આજીવિકાનો ભય, ૬ અપયશનો ભય અને ૭ મૃત્યુનો ભય. ભયવાળી વ્યક્તિ સદાચારમાં પ્રવૃત્ત થઈ શકતી નથી. તેથી સાધુએ બધા પ્રકારના ભયનો ત્યાગ કરવો જરૂરી છે. ક્રિયાસ્થાન (Actions-Productive of Karman) : જે પ્રવૃત્તિથી કર્મોનો : આસવ થાય તેને ક્રિયાસ્થાન શબ્દથી વ્યક્ત કરવામાં આવે છે. તેના તેર પ્રકારો ૧ પ્રયોજનપૂર્વક કરવામાં આવેલ હિંસાદિમાં પ્રવૃત્તિ, ૨ પ્રયોજન વગર કરવામાં આવેલી હિંસાદિમાં પ્રવૃત્તિ, ૩ પ્રતિપક્ષીને મારવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિ, ૪ અજાણે થયેલી પ્રવૃત્તિ (અકસ્માતક્રિયા), ૫ મતિભ્રમથી કરવામાં આવેલ હિંસાદિમાં પ્રવૃત્તિ (દષ્ટિવિપર્યાસક્રિયા), ૬ અસત્ય બોલવું, ૭ ચોરી કરવી, ૮ બાહ્ય નિમિત્તના અભાવમાં શોકાદિ કરવાં (આધ્યત્મિકક્રિયા), ૯ માનક્રિયા, ૧૦ પ્રિયજનોને કષ્ટ દેવું, ૧૧ માયાક્રિયા, ૧૨ લોભક્રિયા, ૧૩ સંયમપૂર્વક ગમન. આમાં શરૂઆતના બાર ક્રિયાસ્થાન હિંસાદિરૂપ હોવાથી સર્વથા ત્યાજ્ય છે અને અંતિમ ક્રિયાસ્થાન સમિતિરૂપ હોવાથી ઉપાદેય છે પરંતુ સદાચારની ચરમાવસ્થા (અયોગ કેવલીની અવસ્થા)માં તે પણ ત્યાજ્ય જ છે કારણ કે પ્રત્યેક ક્રિયાથી શુભ અથવા અશુભ કર્મોનો આસ્રવ તો થાય જ છે. તેથી ધ્યાન-તપની ચરમાવસ્થામાં શ્વાસોચ્છવાસ જેવી સૂક્ષ્મ ક્રિયાનો પણ નિરોધ દર્શાવવામાં આવેલ છે. છે અસંયમ† (Neglect of self-control) : સંયમ એટલે સાવધાની (નિયંત્રણ) અને અસંયમ એટલે અસાવધાની (અનિયંત્રણ). અસાવધાનીમાં ૧ ઉં. ૩૧. ૯, સમવા. સમવાય ૭. ૨ ૩. ૩૧. ૧૨, સમવા. સમવાય ૧૩. ૩ ૬. ૩૧. ૧૩, સમવા. સમવાય ૧૭. Page #514 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ‘સમિતિ’નું પાલન નથી થઈ શકતું અને સમિતિનું પાલન ન કરવાથી પાંચ મહાવ્રતોની રક્ષા થઈ શકતી નથી. તેથી બધા પ્રકારના અસંયમનો ત્યાગ કરવો જરૂરી છે. તેના સત્તર પ્રકારો ગણાવવામાં આવ્યા છે. ૧-૯ પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રયકાળના જીવોની રક્ષામાં અસાવધાની, ૧૦ અચેતન વસ્તુઓને ગ્રહણ કરવામાં અસાવધાની, ૧૧ યોગ્ય રીતે ન જોવું, ૧ર ઉપેક્ષાપૂર્વક વસ્ત્રાદિની પ્રતિલેખના કરવી, ૧૩ અવિધિપૂર્વક મૂત્રાદિનો ત્યાગ કરવો, ૧૪ પાત્રાદિનું યોગ્ય રીતે પ્રમાર્જન ન કરવું, ૧૫-૧૭ મન, વચન અને કાયને વશમાં ન રાખતાં હિંસાદિમાં પ્રવૃત્ત થવું. અસમાધિસ્થાન' (causes of not concentrating) : ચિત્તની એકાગ્રતાને સમાધિ (ધ્યાન) કહેવામાં આવેલ છે. તેથી અસમાધિસ્થાન એટલે એવી બાબત કે જેનાથી ચિત્તમાં એકાગ્રતાની પ્રાપ્તિ ન થાય. તેનાં વિશ સ્થાનો ગણાવવામાં આવેલ છે ઃ ૧ ઉતાવળે ચાલવું, ૨ રજોહરણથી માર્ગને પ્રમાર્જિત કર્યા વગર ચાલવું, ૩ ખરાબ રીતે પ્રમાર્જના કરી ચાલવું, ૪ વધારે સમય શયન કરવું, ૫ ગુરુ વગેરે સાથે વિવાદ કરવો, ૬ ગુરુ વગેરેને મારવાનો વિચાર ક૨વો, ૭ પ્રાણીઓને મારવાનો વિચાર કરવો, ૮ પ્રતિક્ષણ ગુસ્સો કરવો, ૯ સામાન્ય પ્રકારનો ક્રોધ કરવો, ૧૦ પિશુનતા આચરવી, ૧૧ પુનઃ પુનઃ નિશ્ચયાત્મક ભાષા બોલવી, ૧૨ નવી નવી રીતે ક્રોધ કરવો, ૧૩ શાંત પડેલ ક્રોધને પુનઃ જાગૃત કરવો, ૧૪ સચિત્ત ધૂળ આદિથી હાથ-પગ ભરેલા હોય છતાં અયત્નપૂર્વક પથારીમાં સૂવું, ૧૫ નિશ્ચિત સમયે સ્વાધ્યાય ન કરવો, ૧૬ વ્યર્થ અવાજ ક૨વો, ૧૭ ક્લેશ કરવો, ૧૮ સંઘભેદ કરવો, ૧૯ રાત્રિભોજન કરવું અને ૨૦ એષણાસમિતિનું પાલન ન કરવું. શબલદોષ (Forbidden actions) : સદાચારને મલિન કરવામાં કારણ હોવાથી તેને શબલદોષ કહેવામાં આવે છે. જો કે ક્રોધાદિ અને સમાધિસ્થાન ૪૯૦ ૧ ૩. ૩૧. ૧૪, સમવા. સમવાય ૨૦. ૨ ૩. ૩૧. ૧૫. Page #515 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ઃ સાપ્તાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૯૧ વગેરે પણ સદાચારને મલિન કરનારા છે પરંતુ અહીં રૂઢિની દષ્ટિએ એકવીશ શબલદોષ ગણાવવામાં આવ્યા છે : ૧ હસ્તમૈથુન, ૨ સ્ત્રીસ્પર્શપૂર્વક મૈથુન, ૩ રાત્રિભોજન, ૪ સાધુને નિમિત્ત ગણી બનાવવામાં આવેલ ભોજનનું ગ્રહણ, ૫ રાજપિંડ લેવો, ૬ ભાવતાલ નક્કી કરેલ આહાર લેવો, ૭ ઉધાર લીધેલ આહાર લેવો, ૮ બહારથી ઉપાશ્રયમાં લાવવામાં આવેલ આહાર લેવો, ૯ નિર્બળ પાસેથી આંચકેલો આહાર લેવો, ૧૦ ત્યાગેલ વસ્તુને વ્રતભંગ કરી વારેવારે ખાવી, ૧૧ છ માસની અંદર એક ગણ છોડી બીજા ગણમાં જવું, ૧ર એક માસમાં ત્રણવાર જલપ્રવેશ તથા ત્રણવાર માયાસ્થાનોનું સેવન, ૧૩ હિંસા કરવી, ૧૪ ખોટું બોલવું, ૧ અદત્તવસ્તુ લેવી, ૧૬ સચિત્તભૂમિ પર બેસવું, ૧૭ સચિત્ત રજ કે ઉધઈવાળા લાકડા ઉપર બેસવું, ૧૮ ઈંડા હોય એવી જગાએ બેસવું, ૧૯ કંદમૂળાદિ લીલી વનસ્પતિઓ ખાવી, ૨૦ એક વર્ષમાં દસ વાર જલપ્રવેશ અને દસવાર માયાસ્થાનોનું સેવન કરવું અને ર૧ સચિત્ત જળ વગેરેથી ભીંજાયેલ હાથ દ્વારા આપવામાં આવેલ ભોજન-પાનનું ગ્રહણ કરવું. મોહસ્થાન*(causes of delusion): મોહનાં ત્રીસ સ્થાન ગણાવવામાં આવેલ છે : ૧ ત્રસાદિ જીવોને પાણીમાં ડુબાડી મારી નાખવા, ૨ હાથ વગેરેથી મોં બંધ કરી મારવું, ૩ માથાને બાંધીને મારવું, ૪ હથિયારથી મારવું, ૫ શ્રેષ્ઠ નેતાને મારવો, ૬ પોતાના આશ્રયે આવેલ રોગીનો ઈલાજ ન કરવો, ૭ ભિક્ષા આદિ માટે આવેલ સાધુને મારવો, ૮ મુક્તિના માર્ગે જઈ રહેલ સાધુને પથભ્રષ્ટ કરવો, ૯ ધર્માદિની નિન્દા કરવી, ૧૦ આચાર્ય વગેરેની યોગ્ય સેવા ન કરવી, ૧૧ આચાર્ય વગેરે ઉપર ક્રોધ કરવો, ૧ર વારે વારે વિકથાનો પ્રયોગ કરવો, ૧૩ જાદુ આદિ વિદ્યાઓનો પ્રયોગ કરવો, ૧૪ વિષય-ભોગોનો ત્યાગ કરી ફરીથી તે પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવી, ૧૫ બહુશ્રુત હોવા છતાં પણ વારે વારે પોતાને બહુશ્રુત કહેવરાવવો, ૧૬ તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહેવરાવવો, ૧૭ અગ્નિના ધૂમાડામાં ફૂંક મારવી, ૧૮ સ્વયં પાપ કરી બીજાને માથે ઓઢાડવું, ૧ ઉ. ૩૧. ૧૯ શ્રમણ સૂત્ર પૃ. ૧૯૪. Page #516 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ૧૯ છળ કપટથી છેતરવું, ર૦ બીજાને ખોટું બોલનાર કહેવો, ર૧ બીજાને દુ:ખ દેવું, રર રસ્તામાં માણસોના ધનને લૂંટવું, ર૩ પરસ્ત્રીને વિશ્વાસમાં લઈ છૂપી રીતે અનાચારનું સેવન કરવું, ૨૪ બાલબ્રહ્મચારી ન હોવા છતાં પણ બાલબ્રહ્મચારી કહેરાવવું, રપ બ્રહ્મચારી ન હોવા છતાં “છું” એમ કહેવું, ર૬ આશ્રયદાતાનું ધન ચોરવું, ર૭ જેના પ્રભાવથી ઉન્નતિ થઈ હોય તેની ઉન્નતિમાં વિન નાખવાં, ૨૮ નાયક કે શેઠ વગેરેની હત્યા કરવી, ર૯ દેવદર્શન ન કરવા છતાં “કરું છું” એમ કહેવું અને ૩૦ દેવોની નિન્દા કરવી. અધ્યયનીય ? અધ્યયનીય ગાથાદિ ગ્રંથાધ્યયન આ પ્રમાણે છે : ગાથા-ષોડશક: “સૂત્ર કતાંગ'ના પ્રથમ ભાગ (શ્રુતસ્કન્ધ)ના ગાથાઅધ્યયન પર્યન્ત સોળ અધ્યયનને અહીં ગાથાષોડશક શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. એ ઉત્તરાધ્યયન કરતાં પણ પ્રાચીન ગ્રંથ છે. યાકોબીએ ઉત્તરાધ્યયનની સાથે તેનો પણ અનુવાદ કર્યો છે. જ્ઞાતાધ્યયન : અહીં જ્ઞાતાધ્યયન દ્વારા જ્ઞાતૃધર્મકથાના પ્રથમ ભાગના ઓગણીશ અધ્યયન અભિપ્રેત છે. તેમાં નીતિપ્રદ કથાઓ દ્વારા ધર્મોપદેશ આપવામાં આવેલ છે. १ 'गाथाभिधानमध्ययनं षोशं येषां तानि, गाथा षोडशकानि' सूत्रकृताङ्गप्रथम श्रुतस्कन्धाध्ययनानि तेषु । –૩. ૩૧. ૧૩. ભાવવિજય ટીકા. गाहाए सह सोलस अज्झयणा तेसु सुत्तगडपढमसुतस्कंध अज्झयणेसु इत्यर्थः । –ડત શ્રમણ સૂત્ર પૃ. ૧૮૦. ૨ જુઓ - સે. બુ. ઈ. ભાગ-૪૫ ૩ ઉ. ૩૧. ૧૪, સમવા. સમવાય ૧૯. Page #517 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩: સાધ્વાચાર સંબંધી અન્ય જ્ઞાતવ્ય હકીકતો ૪૯૩ સૂત્રકતાંગના ત્રેવીશ અધ્યયન': અહીં સૂત્રકૃતાંગના બંને ભાગોનાં ત્રેવીશ અધ્યયન અભીષ્ટ છે. તેમાં ગાથા-ષોડશક સંબંધી સોળ અધ્યયન પણ સંમિલિત છે. દશાદિ ઉદ્દેશઃ દશાશ્રુત સ્કન્ધના દસ ઉદ્દેશ, બૃહત્કલ્પના છ ઉદ્દેશ અને વ્યવહારસૂત્રના દસ ઉદ્દેશ અહીં ‘દશાદિ' શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. પ્રકલ્પ : સાધુના આચારનું પ્રતિપાદક આચારાંગસૂત્ર અહીં “પ્રકલ્પ” શબ્દથી વ્યક્ત કરવામાં આવેલ છે. એટલું વિશેષમાં કે અહીં આચરાંગસૂત્રમાં નિશીથ'ને પણ ભેળવી દેવામાં આવેલ છે જો કે તે આચારાંગના પરિશિષ્ટ (ચૂલિકા)ના રૂપે લખાયેલ છે. આનું કારણ એ છે કે “પ્રકલ્પ' શબ્દનો ઉલ્લેખ અઠ્યાવીશ સંખ્યાના ક્રમમાં આવેલ છે જ્યારે આચારાંગમાં કુલ પચીશ અધ્યયન છે. તેથી આ સંખ્યાની પૂર્તિ માટે નિશીથસૂત્રને પણ સંમિલિત કરવામાં આવેલ છે. જો કે આ નિશીથસૂત્ર બહુ જ વિશાળ છે અને અનેક ભાગોમાં વિભક્ત કરેલ છે છતાં સંપૂર્ણ નિશીથને ત્રણ ભાગોમાં વહેંચી અઠ્યાવીશની સંખ્યા પૂરી કરવામાં આવી છે. સમવાયાંગસૂત્રમાં “આચાર પ્રકલ્પ' શબ્દ આવે છે અને તેમાં તેના અન્ય પ્રકારે ભેદો પાડવામાં આવ્યા છે. આ બધા ગ્રંથોમાં સાધુનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી ધાર્મિક અને દાર્શનિક વિષયોનું જ વિશેષરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. દશાશ્રુતસ્કલ્પ આદિ છેદસૂત્રોમાં મુખ્યરૂપે આચારાદિમાં લાગેલા દોષોની પ્રાયશ્ચિતવિધિનું ૧ ઉ. ૩૧. ૧૬, સમવા, સમવાય ૨૩. ૨ ઉ. ૩૧. ૧૭, સમવા, સમવાય ર૬. 3 'प्रकृष्ट: कल्पः' यतिव्यवहारो यत्र स प्रकल्प-, स चेहाचाराङ्गमेवशास्त्रपरिज्ञाद्यष्टाविंशत्यध्ययनात्मकम् । –૩. ૩૧. ૧૮. ભાવવિજય ટીકા. आचारप्रथमाङ्ग तस्य प्रकल्प: अध्ययनविशेष निशीथमित्यपरामिधानम् । आचारस्य वा साध्वाचारस्य ज्ञानादिविषयस्य प्रकल्पो व्यवस्थापनमिति आचारप्रकल्प: । –Sત શ્રમણાસૂત્ર પૃ. ૧૮૯. ૪ સમવા, સમવાય ૨૮. Page #518 -------------------------------------------------------------------------- ________________ ૪૯૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન વર્ણન છે. આ રીતે આ ગ્રંથોના અધ્યયનમાં યત્નવાન થવાથી ચારિત્ર મલિન થતું નથી. તેથી ગ્રંથમાં આ બાબતમાં સાધુએ પ્રયત્નશીલ રહેવું જોઈએ એમ કહેવામાં આવ્યું છે. આમ કહેવાનું તાત્પર્ય એ નથી કે આનું જ અધ્યયન કરવું જોઈએ. બીજાનું નહિ, પરંતુ આના જેવા બીજા ગ્રંથોનું પણ અધ્યયન કરવું જોઈએ અને તદ્નુસાર પ્રવૃત્તિ પણ કરવી જોઈએ. Page #519 -------------------------------------------------------------------------- ________________ ૪૯૫ પરિશિષ્ટ ૪ દેશ તથા નગર ઉત્તરાધ્યયનમાં વિવિધ સ્થળોએ કેટલાક દેશો તથા નગરોનો ઉલ્લેખ થયો છે. આ દેશ તથા નગર ભૌગોલિક દષ્ટિએ મહત્ત્વપૂર્ણ તથા વિચારણીય છે. મોટાભાગના દેશો તથા નગરો કે જે તે સમયે ખૂબ સમૃદ્ધ હતા તે આજે ખંડેર બની ગયેલ છે. કેટલાંકના નામોમાં ફેરફાર થઈ ગયો છે અને કેટલાકની સાચી સ્થિતિ વિશે આજે પણ સંદેહ થાય છે. કેટલાક પોતાની પ્રાચીન ગરિમાને આજે પણ કોઈને કોઈ રૂપે જાળવી રહેલ છે. ઉત્તરાધ્યયનમાં જેનો ઉલ્લેખ છે તે દેશો અને નગરોનો અકારાદિ ક્રમે નીચે પ્રમાણે પરિચય આપવામાં આવેલ છે : ઈષકાર નગર : આ નગરના રાજાનું નામ ઈષકાર હતું. તે નગરનું પ્રાકૃત નામ “ઉસુયાર છે નિયુક્તિકારે તેને “કુરુ જનપદનું એક નગર માનેલ છે. “રાજતરંગિણી'માં પણ હુશપુરનો ઉલ્લેખ થયો છે. સંભવતઃ કાશ્મીરની ખીણમાં વહટ' નદીના પૂર્વ કિનારે આવેલ “હુશકાર’ (ઉસકાર) નગર જ તે સમયનું ઈષકાર (ઉસુયાર) હશે એમ માની શકાય. ૧ ઉ. ૧૪. ૧. ૨ ઉ. નિ. ગાથા ૩૬૫ ૩ ત ઉ. સમી. પૃ. ૩૭૭-૩૭૮ ૪ ઉત્તરાધ્યયનના ઈષકાર આખ્યાન સાથે સામ્ય ધરાવનાર બૌદ્ધજાતકની (૫૦૯) ઈષકાર કથા'માં એષકાર રાજાને વારાણસીના રાજા તરીકે દર્શાવેલ છે. એ પરથી પ્રતીત થાય છે કે વારાણસી અથવા તેની આસપાસનો પ્રદેશ “ઈપુકાર' તરીકે જાણીતો હશે. પરંતુ આવી ધારણા બ્રાન્ત છે. કારણ કે ઈષકાર અને વારાણસી એક નથી. ઈષકાર કોઈ સમૃદ્ધ નગર હોવું જોઈએ. Page #520 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન કંબોજ' : ઉત્તરાધ્યયનમાં કંબોજ (કાંબોજ) દેશના “કંથક' અશ્વની સરખામણી દ્વારા બહુશ્રુત” (સાધુ)ની પ્રશંસા કરવામાં આવી છે. તે પરથી લાગે છે કે ત્યાંના અશ્વો તે સમયે પ્રસિદ્ધ રહ્યા હશે. આચાર્ય બુદ્ધઘોષે કંબોજને “અશ્વોનું ઘર' કહેલ છે. મહાભારતમાં પણ આવો ઉલ્લેખ મળે છે. એ અફઘાનીસ્તાનની આસપાસ (કાશ્મીર)માં હિમાલય અને સિધુ નદીની વચ્ચે (ગાંધારનો પશ્ચિમ પ્રદેશ) આવેલ જનપદ હોવો જોઈએ. બૌદ્ધ સાહિત્યના સોળ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ થયો છે તથા તેની રાજધાની દ્વારકા દર્શાવવામાં આવી છે પરંતુ જેન-સૂત્રોમાં ઉલ્લેખિત સોળ જનપદોમાં તેનો ઉલ્લેખ થયો નથી”. કલિંગ: અહીંનો રાજા કરકુંડ હતો. વર્તમાન ઓરિસ્સાના દક્ષિણ ભાગને કલિંગ કહેવામાં આવતો. જૈન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલ સાડા પચ્ચીશ ૧ ઉ. ૧૧. ૧૬. ૨ સુમંગાર્દવાસિની ભાગ ૧ પૃ.. ૧૨૪. ૩ જુઓ - મહાભારત નામાનુક્રમણિકા પૃ. ૬૩ ૪ બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લેખવામાં આવેલ સોળ મહાજનપદો : ૧ અંગ, ૨ મગધ, ૩ કાશી, ૪ કોસલ, ૫ વર્જિ, ૬ મલ્લ, ૭ ચેતિ, ૭ વંસ, ૯ કુર, ૧૦ પંચાલ, ૧૧ મચ્છ, ૧ર સૂરસેન, ૧૩ અસ્સક, ૧૪ અવંતિ, ૧૫ ગંધાર અને ૧૬ કંબોજ. જૈનસૂત્રોમાં ઉલ્લેખવામાં આવેલ સોળ જનપદ આ પ્રમાણે છે : ૧ મગધ, ૨ અંગ, ૩ બંગ, ૪ મલય, ૫ માલવય, ૬ અચ્છ, ૭ વચ્છ, ૮ કોચ્છ, ૯ પાઢ, ૧૦ લાઢ, ૧૧ વર્જિ , ૧ર મોલિ (મલ્લ), ૧૩ કાશી, ૧૪ કોસલ, ૧૫ અવાહ, ૧૬ સંભુત્તર (સુહ્યોતર) જુઓ - જે. ભા. સ. પૃ. ૪૬૦, પાદરિપ ૧, બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૭. ૨૧. ૫ ઉ. ૧૮, ૪૫. Page #521 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે ? દેશ તથા નગર ૪૯૭ આર્યદેશોમાં તેની ગણના કરવામાં આવે છે પણ બૌદ્ધ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવેલ સોળ મહાજનપદોમાં તેનો ઉલ્લેખ થયો નથી. જેના સૂત્રો અનુસાર તેની રાજધાની કાંચનપુર (ભુવનેશ્વર) હતી. આ જનપદનું બીજું મહત્ત્વપૂર્ણ સ્થળ પુરી” (જગન્નાથપુરી) હતું. કાંડિલ્ય નગર : અહીંના રાજાનું નામ બ્રહ્મદત્ત ચક્રવર્તી હતું. સંજય રાજાએ પણ અહીં શાસન કરેલું. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લામાં કાયમગંજ સ્ટેશન (હાથરસની પાસે)થી આઠ માઈલ દુર ગંગાના સામીપ્યમાં આવેલ ૧ સાડા પચ્ચીશ આર્યદેશો અને તેમાની રાજધાની આ પ્રમાણે છે : જનપદ રાજધાની જનપદ રાજધાની અંગ ચંપા પાંચાલ કાંપિલ્યપુર કલિંગ કાંચનપુર બંગ તામ્રલિપ્ત કાશી વારાણસી ભંગિ પાપા (પાવાપુરી) કુણાલ શ્રાવસ્તી મધ રાજગૃહ (ઉત્તર કોસલ) મસ્ય વેરાટ કુશાર્ત સોરિય (શૌર્યપુર) મલય ભદ્રિલપુર કુર હસ્તિનાપુર લાઢ કોટિવર્ષ કેકય (અ) જૈતિકા વન્સ કૌશાંબી (શ્રાવસ્તીથી વિટ્ટા માસપુરી પૂર્વ નેપાલ વરણા અચ્છા બાજુમાં) વિદેહ મિથિલા કોશલ સાકેત શારિડલ્ય નન્દિપુર ચેદિ શક્તિમતી શૂરસેન મથુરા જંગલ અહિચ્છત્રા સિંધુ સૌવીર વીતીભયપટ્ટન દશાર્ણ મૂત્તિકાવતી સૌરાષ્ટ્ર દ્રારવતી (દ્વારકા) ઉદ્દધૃત : જે. ભા. સં. પૃ. ૪૫૯ ૨ જે. ભા. સં. પૃ. ૪૬૬ ૩ ઉ. ૧૩. ૨, ૧૯. ૧ ૪ મહાભારતના (શાંતિપર્વ) ૧૩૯.૫માં પણ આવો ઉલ્લેખ મળે છે. જુઓ - મહા. ના., પૃ. ૬૩ Page #522 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ‘કાંપિલ’ ગામ સાથે તેનું સામ્ય ગણવામાં આવે છે. આ નગર દક્ષિણ પાંચાલની રાજધાની હતું. મહાભારત અનુસાર અહીં દ્રુપદ રાજા રાજ્ય કરતો હતો. આ જૈન માટેનું તીર્થક્ષેત્ર છે કારણ કે અહીં તેરમા તીર્થંક૨ ‘વિમલનાથ'ના ચાર કલ્યાણકો (અતિશય) થયા હતા. કાશી : અહીંની ભૂમિ ઉપર જ ચિત્ત અને સંભૂત નામના બે ચાંડાળો જન્મેલા. અહીંના રાજા કાશીરાજનો પણા ગ્રંથમાં ઉલ્લેખ મળે છે. આ જનપદની રાજધાની વારણસી હતી. જૈન-બૌદ્ધ બંને સાહિત્યમાં તેનો સમાનરૂપે ઉલ્લેખ થયેલો છે. તેમાં વારાાસી, મિર્જાપુર, ગાજીપુર, જેનપુર તથા આજમગઢ જિલ્લાનો ભાગ ગણાય છે. તેની પૂર્વમાં મગધ, પશ્ચિમમાં વત્સ, ઉત્તરમાં કોશલ અને દક્ષિણમાં સોન નદી હતી. કાશી અને કોશલ જનપદની સીમાઓમાં ક્યારેક ક્યારેક ફેરફારો પણ થતા. ૪૯૮ કોશલ" : તેનું પ્રાચીન નામ ‘વિનીતા’ હતું. વિવિધ વિદ્યાઓમાં કુશળતા પ્રાપ્ત કરવાને કારણે તેને ‘કુશલા' (કોશલ) કહેવાની શરૂઆત થઈ. ઉત્તરાધ્યયનમાં કોશલરાજની પુત્રી ‘ભદ્રા’નો ઉલ્લેખ આવે છે. બૌદ્ધ સાહિત્ય અનુસાર એ જનપદની રાજધાની શ્રાવસ્તી હતી. તેમાં લખનઉ, અયોધ્યા વગેરે નગરો હતાં. જૈન સાહિત્ય અનુસાર કોશલ (કોશલપુર-અવધ)ની રાજધાની ‘સાકેત’ (અયોધ્યા) હતી. કનિંગહામે વાયુપુરાણ અને રત્નાવલીના આધારે તેનું સ્થાન દક્ષિણ ભારતમાં નાગપુરની આસપાસ માનેલ છે. ૧ એજન ૨ જૈન તીર્થંકરોના પાંચ કલ્યાણકારોના નામ આ પ્રમાણે છે : ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન અને મોક્ષ ૩ . ૧૩. ૬. ૧૮. ૪૮ ૪ ૩. સમી. પૃ. ૩૭૬ ૫ ઉ. ૧૨. ૨૦, ૨૨. ૬ જૈ. ભા. સ. પૃ. ૪૬૮-૬૯ ૭ Ancient Geography of India, p. 438. Page #523 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ દેશ તથા નગર ૪૯૯ કૌશાંબી : એ જૈનોનું પ્રમુખ કેન્દ્ર ગણાતું. “ઉત્તરાધ્યયન'માં તેને માટે “પુરાણપુરિની શબ્દનો પ્રયોગ થયો છે. “અનાથી મુનિના પિતા પ્રભૂતધનસંચય” અહીં જ રહેતા હતા. ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ-કાનપુર રેલ્વે લાઈન ઉપર ભરવાટી સ્ટેશનથી વીસ-પચીસ માઈલ દૂર (પ્રયાગથી બત્રીસ માઈલ દૂર) ફફોસા' નામનું ગામ છે. ત્યાંથી ચાર માઈલ છેટે “કુશવા” (કોસમ) નામનું ગામ છે. તે કૌશાંબી હોવું જોઈએ. તેને છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભનું જન્મસ્થાન પણ માનવામાં આવે છે. કનિંગહામે તેને બોદ્ધ અને બ્રાહ્મણોનું કેન્દ્ર માન્યું છે? આ “વત્સ” જનપદની રાજધાની હતી. ગાન્ધાર : અહીના રાજાનું નામ હતું. નગતિ' તેમાં પશ્ચિમ પંજાબ અને પૂર્વ અફઘાનીસ્તાનનો સમાવેશ થતો હતો. સ્વાતથી જેલમ નદી વચ્ચેનો પ્રદેશ આ જનપદમાં આવતો હતો. મહાભારતની નામાનુક્રમણીમાં તેની સીમા સિન્ધ અને કુનર નદીથી માંડી કાબુલ નદી સુધી તથા પેશાવર તથા મુલ્તાન સુધી દર્શાવવામાં આવેલ છે. જેને સાહિત્યમાં તેની રાજધાની પુરૃવર્ધન” (પૂર્વ બંગાળ) દર્શાવેલ છે અને બોદ્ધ સાહિત્યમાં “તક્ષશિક્ષા'. આચાર્ય તુલસીએ જણાવ્યું છે કે ઉત્તારપથનું આ પ્રથમ જનપદ હતું. ચંપા : આ વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું. અહીંના વેપારીઓ મિથિલા, પિહુંડ વગેરે સ્થાનોએ વેપાર કરવા જતા. પાલિત વણિકુ અને તેનો પુત્ર સમુદ્રપાલ અહીં રહેતા. આ અંગે જનપદ (જિલ્લો ભાગલપુર)ની રાજધાની હતી. બિહાર પ્રાન્તમાં ભાગલપુર સ્ટેશનથી ચોવીશ માઈલ પૂર્વમાં આવેલ ૧ ઉ. ૨૦. ૧૮ 2 Ancient Geography of India, p. 330. ૩ જે. ભા. સ. પૃ. ૪૭૫ ૪ ઉ. ૧૮. ૪૫ ૫ મહા. ના. પૃ. ૧૦૧ ૬ ઉ. સમી. પૃ. ૩૭૮ ૭ ઉ. ર૧. ૧, ૫ ૮ જે. ભા. સ. પૃ. ૪૬૫ Page #524 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ચંપાપુર (ચંપાનગર)ની આસપાસનો પ્રદેશ આ નગર તરીકે ગણાતો હશે એમ માનવામાં આવે છે. આ જેનોનું તીર્થસ્થાન પણ છે કારણ કે અહીંથી બારમા તીર્થકર વાસુપૂજ્ય મોક્ષ પામ્યા હતા. દશાર્ણ : અહીંના રાજાનું નામ “દશાર્ણભદ્ર' હતું. ચિત્ત અને સંભૂત નામના જીવ પૂર્વભવમાં દાસરૂપે અહીં જન્મેલા. કાલિદાસે દશાર્ણ જનપદની રાજધાની વિદિશા' હતી એમ જણાવેલ છે. જૈન અને બૌદ્ધ એ બંને સાહિત્યમાં આ જનપદનો ઉલ્લેખ મળે છે. મધ્ય પ્રદેશનો ઘસાન નદીની આસપાસનો પ્રદેશ આ નામે ઓળખાતો હશે એમ માનવામાં આવે છે. દશા નામના બે જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે જેમ કે : ૧ પૂર્વ દિશા (મધ્યપ્રદેશના છત્તીસગઢ જિલ્લા)માં અને ૨ પશ્ચિમ દશાર્ણા (ભોપાલ અને પૂર્વ માળવાનો પ્રદેશ). જૈન ગ્રંથો અનુસાર તેની રાજધાની મૃત્તિકાવતી (માલવામાં બનાસ નદી પાસે) હતી. દશાપુર અને દશપુર (મંદસોર) આ જનપદનાં મુખ્ય નગરો હતાં. દ્વારકા : ભોગરાજ (ઉગ્રસેન) અહીંનો રાજા હતો. અહીંથી રેવતક પર્વત બહુ દૂર ન હતો. તેથી અરિષ્ટનેમિએ દીક્ષા લઈ રૈવતક પર્વત ઉપર કેશલોચ કરેલો. આ સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) જનપદની રાજધાની ગણાતી". ઉત્તરાધ્યયનના રાજીમતી-નેમિ આખ્યાન ઉપરથી પ્રતીત થાય છે કે અન્ધકવૃષ્ણિ, કૃષ્ણ, દશાહ વગેરે આ નગરની આસપાસ રહેતા હતા. પાંચાલ: ઉત્તરાધ્યયનમાં પાંચાલના બે રાજાઓનો ઉલ્લેખ છે. ૧બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ૨ દ્વિમુખ. આ જનપદ કુરુક્ષેત્રના પશ્ચિમોત્તર ભાગમાં હતું. ૧ ૧ ઉ. ૧૩. ૬, ૧૮. ૪૪. ૨ મેધદૂત રો ર૩-૨૪ ૩ ઉ. સમી. પૃ. ૩૭૬ ૪ ઉ. રર. રર, ર૭ ૫ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૨૧ ૬ ઉ. પ૩. ર૬, ૧૮. ૪૫. Page #525 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૪ : દેશ તથા નગર ૫૦૧ સીમામાં બદાયું, એટા, મૈનપુરી, ફરુખાબાદ અને તેની આસપાસના પ્રદેશનો સમાવેશ થતો. ગંગા નદીને કારણે પાંચાલ બે ભાગોમાં વહેંચાયેલ હતું. દક્ષિણ અને ઉત્તર. મહાભારત અનુસાર દક્ષિણ પાંચાલની રાજધાની કાંડિલ્ય હતી અને ઉત્તર પાંચાલની અહિચ્છત્રા". મહાભારતમાં પાંચાલનો અનેક સ્થળે ઉલ્લેખ થયો છે. પાંચાલમાં ઉત્પન્ન થવાને કારણે રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીને પાંચાલી કહેવામાં આવે છે. પિહુંડ નગર : ચંપા નગરીનો પાલિત નામે વણિક હોડી દ્વારા સમુદ્ર ઓળંગી આ નગરમાં વેપાર કરવા આવેલો અને અહીં લગ્ન કરી પાછો ફરેલો. તે પરથી પ્રતીત થાય છે કે આ ભારતની સમીપમાં આવેલ સમુદ્રના કિનારે આવેલો કોઈ પ્રદેશ હોવો જોઈએ. શાપેન્ટિયરે આને બર્મા (Burma)નો તટવર્તી પ્રદેશ માનેલ છે. આ નગરના સ્થાન અંગે વિદ્વાનોમાં મતભેદ છે. ડૉ. જગદીશચંદ્ર જેને આને ચિકાકોલ અને કલિંગપટ્ટમનો એક પ્રદેશ માનેલ પુરિમતાલ નગર: ચિત્તમુનિ આ નગરમાં જન્મેલા. હેમચંદ્રાચાર્યે તેને અયોધ્યાનું શ્રેષ્ઠ પરું (શાખાનગર) માનેલ છે. ડૉ. નેમિચંદ્ર શાસ્ત્રીએ તેના ' સ્થાન તરીકે કાશી-કોશલની વચ્ચેની જગાને માનેલ છે. મગધ : રાજા શ્રેણિક મગધનો રાજા હતો. દક્ષિણ બિહાર અથવા બિહાર પ્રાન્તના ગયા અને પટના જિલ્લાના ભૂભાગને મગધ જનપદ ગણવામાં આવતું. તેની ઉત્તરે ગંગા, પશ્ચિમમાં સોણ નદી, દક્ષિણમાં વિધ્યાચલ પર્વત : 55 ૧ જે. ભા. સ. પૃ. ૪૭૦ ૨ ઉ. ૨૧. ૬. ૩ ઉ. શા. પૃ. ૩૫૭ ૪ જુઓ - ઉ. સમી. પૃ. ૩૮૧ ૫ જે. ભા. સ. ૪૬૫ ૬ ઉ. ૧૩. ૨. ७ त्रिषष्टिशलाकापुरुषचरित १. 3. 3८८ ૮ પુરાણમાં ભારત પૃ. ૮૯-૯૦ ૯ ઉ. ૨૦. ૧. Page #526 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન તથા પૂર્વમાં ચંપા નદી હતી. આર. ડેવિડ્સે લખ્યું છે કે ભગવાન બુદ્ધના સમયે આ જનપદમાં એંશી હજાર ગામો હતાં અને તેનું ક્ષેત્રફળ લગભગ બે હજાર ત્રણસો માઈલ ચોરસ હતું. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં આ જનપદ જૈનો અને બૌદ્ધોનું પ્રમુખ કેન્દ્ર હતું. તેથી રાજધાની રાજગૃહ (રાજગિર) હતી. મગધની બીજી રાજધાની પાટલિપુત્ર (પટા) હતી. ૫૦૨ મિથિલા : રાજર્ષિ નમિની પ્રવ્રજ્યાને સમયે અહીં ઈન્દ્ર સાથે તેનો સંવાદ થયો હતો. આ એક સમૃદ્ધ અને આનંદોલ્લાસવાળું નગર હતું. તેથી ઈન્દ્રે મિથિલામાં કોલાહલ સાંભળી રાજર્ષિ નમિત્તે તેનું કારણ પૂછ્યું. તે વિદેહ જનપદની રાજધાની હતી. અહીં ઓગણીશમા મલ્લિનાથ અને એકવીશમા નમિનાથ તીર્થંકરનો જન્મ થયેલો. બિહાર પ્રાન્તમાં મુજફ્ફરપુર અને દરભંગા જિલ્લાની નેપાલ સીમાની પાસે આવેલ જનકપુરને મિથિલા કહેવામાં આવેલ છે. આર. ડેવિડ્સે ‘તિરહત’ના સ્થળે મિથિલા નગરી હતી એમ જણાવ્યું છે. મિથિલા શબ્દનો પ્રયોગ જનપદ અને રાજધાની એ બંને માટે થયેલ છે. તેથી વિદેહરાજની પુત્રી વૈદેહી (સીતા)ને ‘મૈથિલી' કહેવામાં આવે છે. વાણારસી (વારાણસી)† : અહીં જયઘોષ અને વિજયઘોષ વચ્ચે સંવાદ થયો હતો. આ કાશી જનપદની રાજધાની હતી. આજે પણ તેને કાશી, બનારસ અને વારાણસી કહેવામાં આવે છે અહીં સાતમા સુપાર્શ્વનાથ અને ત્રેવીશમાં પાર્શ્વનાથ તીર્થંકર જન્મ્યા હતા. ‘વરુણ્ણા’ અને ‘અસિ’ નામની બે નદીઓની વચ્ચે આવેલ હોવાથી તેને વારાણસી કહેવામાં આવે છે. વારાણસી ગંગા નદીના ડાબે કાંઠે ધનુષાકારે રહેલ છે. જૈન, બૌદ્ધ અને હિન્દુઓનું આ પવિત્ર તીર્થસ્થળ છે. મહાભારત અનુસાર અહીં પ્રાણોત્સર્ગ કરનારને મોક્ષ મળે છે. રાજા દિવોદાસે ઈન્દ્રની આજ્ઞાથી તેનું નિર્માણ કર્યું હતું અને ભગવાન ૧ જે. ભ. સ. પૃ. ૪૬૨ ૨ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૧૭ ૩ ઉ. ૯-૪-૧૪ ૪ બુદ્ધિસ્ટ ઈન્ડિયા પૃ. ૨૭ ૫ મહા. ના. પૃ. ૨૫૬ ૬ ૯. ૨૫. ૨-૩ Page #527 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ છે ? દેશ તથા નગર ૫૦૩ કૃષ્ણ તેને પ્રદીપ્ત કરી હતી'. વિદેહ : આ જનપદનો રાજા નામે નમિ હતો. તેની રાજધાની મિથિલા હતી. ભગવાન મહાવીરની જન્મભૂમિ વિદેહ જ હતી. તેને અત્યારનું તિરહુત’ માનવામાં આવેલ છે. આ પૂર્વોત્તર ભારતનું એક સમૃદ્ધ જનપદ હતું. તેની સીમા ઉત્તરમાં હિમાલય, દક્ષિણમાં ગંગા, પશ્ચિમમાં ગંડકી અને પૂર્વમાં મહી નદી સુધી હતી. વૈશાલી (જિલ્લો મુજફ્ફરપુર) વિદેહની બીજી આગત્યની રાજધાની હતી. શૌર્યપુરઃ અહીં વસુદેવ અને સમુદ્રવિજય રાજ્ય કરતા હતા. ઉત્તર પ્રદેશમાં આગ્રાની પાસે (મૈનપુરી જિલ્લામાં) શિકોહાબાદ નામના સ્થળથી દસ બાર માઈલ દૂર યમુના નદીને કિનારે વટેશ્વર ગામ છે. તેની પાસે એક સૂર્યપુર નામનું ગામ છે. તે જ આ શૌર્યપુર હોવું જોઈએ એ કુશાર્ત જનપદની રાજધાની હતી. અહીં આજે પણ વિશાળ મંદિર છે. કૃષ્ણ અને તેના પિતરાઈ ભાઈ અરિષ્ટનેમિ (બાવીસમા તીર્થંકર)ની આ જન્મભૂમિ હતી. શ્રાવસ્તી : અહીં કેશિ અને ગોતમ વચ્ચેનો સંવાદ થયો હતો. અહીં તે સમયે બે મોટા ઉદ્યાનો હતાં : ૧ કોષ્ટક અને ૨ તિન્દ્રક. ઉત્તર પ્રદેશમાં બહરાઇચથી ઓગણત્રીસ માઈલ દૂર (ફેજાબાદથી ગોંડા રોડ ઉપર એકવીસ માઈલ દૂર બલરામપુર છે અને ત્યાંથી દસ માઈલ દૂર) એક “સહેટ મહેટ' નામનું ગામ છે. તે પહેલાનું શ્રાવસ્તી હોવું જોઈએ આજે પણ અહીં તે સમયના ખંડેરો છે. તેને ત્રીજા તીર્થકર સંભવનાથની જન્મભૂમિ માનવામાં આવે છે. જેના ૧ મહા. ના. પૃ. ૩૦૪ ૨ ઉ. ૮. ૪૫ ૩ ઉ. સમી. પૃ. ૩૭૧ ૪ જે. ભા. સ. પૃ. ૪૭૪ ૫ ઉ. રર. ૧. ૬ ઉ. ૨૩. ૩. Page #528 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ગ્રંથો અનુસાર કુણાલ (ઉત્તર કોશલ) જનપદની એ રાજધાની હતી. સુગ્રીવ નગર? એ વિષે નક્કી કંઈ કહી શકાય તેમ નથી. રાજા બલભદ્ર અને તેનો પુત્ર બલશ્રી (મૃગાપુત્ર) અહીં રહેતા. આ નગર રમણીય અને વનોપવનથી સુશોભિત હતું. સૌવીર: પ્રાચીન સમયમાં સિધુ-સૌવીર એક પ્રસિદ્ધ જનપદ હતું. અહીં ઉદયન નામે રાજા હતો. “સિન્ધ-સૌવીર' એવું સંયુક્ત નામ જ પ્રચલિત છે. આદિપુરાણામાં પણ તેનો ઉલ્લેખ થયેલ. સોવીર જનપદ સિધુ નદી અને ઝેલમ નદીની વચ્ચેનો ભૂભાગ હતો. અભયદેવ અનુસાર સિધુ નદીની પાસે હોવાથી સૌવીર (સિન્ધ)ને સિન્થસૌવીર કહેવામાં આવતો. તેની રાજધાની જૈન ગ્રંથો અનુસાર વતિભય પટ્ટન હતી. બૌદ્ધ ગ્રંથોમાં સિન્થ અને સૌવીરને પૃથક પૃથક્ માનીને સૌવીરની રાજધાની તરીકે “રોરુક'ને દર્શાવવામાં આવેલ છે. હસ્તિનાપુર : બ્રહ્મદત્ત ચક્રવર્તીના પૂર્વભવના (સંભૂત)ના જીવે અહીં નિદાનબંધ કરેલો જેના પ્રભાવથી તે આગલા ભવમાં વસ્તુસ્થિતિને જાણવા છતાં પણ વિષયભોગો છોડી ન શક્યો. મેરઠથી બાવીશ માઈલ (ઉત્તરપૂર્વ)માં દૂર રહેલ હસ્તિનાપુર ગામને જ પહેલાનું હસ્તિનાપુર માનવામાં આવેલ છે. જેનોનું આ તીર્થક્ષેત્ર છે. તે કુરુ જનપદની પ્રસિદ્ધ રાજધાની હતી. અહીં સોળમા, સત્તરમા અને અઢારમા તીર્થંકરના ચાર-ચાર કલ્યાણકો થયેલાં. આદિપુરાણમાં તેને “ગજપુર' કહેવામાં આવેલ છે. મહાભારત અનુસાર એ કૌરવોની રાજધાનીનું નગર હતું અને કોઈ સમયે અહીં રાજા શાન્તનું રાજ્ય કરતા હતા. સુહોત્રના પુત્ર રાજા હસ્તીએ તે વસાવેલું તેથી તેનું નામ હસ્તિનાપુર (હસ્તિપુર) પડ્યું છે. ૧ ઉ. ૧૯. ૨ ઉં, ૧૮. ૪૮ ૩ આપુિરાણ ૧૫. ૧૫૫ ૪ જે. ભા. સ. પૃ.૪૮૨ ૫ ઉ. ૧૩. ૧ ૬ આદિપુરાણ ૪૭. ૧૨૮ ૭ મહા. ના. પૃ. ૪૦૪ Page #529 -------------------------------------------------------------------------- ________________ लेखक परिचय नाम : डॉ० सुदर्शन लाल जैन पद : प्रोफेसर एवं पूर्व विभागाध्यक्ष संस्कृत विभाग, काशी हिन्दू विश्वविद्यालय जन्मतिथि : ई०१.४.१९४४ जन्मस्थान : मंजला ग्राम, जिला सागर (मध्य प्रदेश) वंश एवं गोत्र: दिगम्बर जैन, बड्कुल, गोहल्ल गोत्र शैक्षणिक योग्यता: एम०ए० (संस्कृत), पी-एच०डी०, आचार्य (जैनदर्शन, प्राकृत एवं साहित्य), जैन न्यायतीर्थ, हिन्दी साहित्यरत्न शिक्षण संस्थान: जैन विद्यालय कटनी, मोराजी सागर, स्याद्वाद महाविद्यालय, पार्श्वनाथ विद्याश्रम तथा काशी हिन्दू विश्वविद्यालय, वाराणसी प्रकाशित ग्रन्यादि: ग्रन्थ लेखन- १. उत्तराध्ययनसूत्र : एक परिशीलन (उ०प्र० सरकार से पुरस्कृत), २. तर्क संग्रह, ३. संस्कृत प्रवेशिका, ४. प्राकृत दीपिका, ५. कर्पूरमञ्जरी, ६. देव, शास्त्र और गुरु (उ०प्र० सरकार से पुरस्कृत), ७. मुनिसुव्रतकाव्य हिन्दी अनुवाद (उ०प्र० सरकार से पुरस्कृत)। सम्पादन सहायक- कसायपाहड भाग १६, आचाराङ्गन्सूत्र एक परिशीलन, तीन अभिनन्दन ग्रन्थ। लेख- पचपन लेख प्रकाशित। सेमिनार- सेमिनारों का आयोजन, निबन्ध-वाचन एवं अध्यक्षता। पदाधिकारीः विश्वविद्यालयों की कमेटियों के सदस्य तथा जैन संस्थाओं के पदाधिकारी व सदस्य। मन्त्री, अ०भा०दि० जैन विद्वत्परिषद् । शैक्षणिक,सामाजिक,धार्मिक आदि कार्यों में सक्रिय योगदान। Jamme de alion International TFORPrivate & Personal use only gy.org Page #530 -------------------------------------------------------------------------- ________________ Our Important Publications 1. Studies in Jaina Philosophy Dr. Nathamal Tatia 100.00 2. Jaina Temples of Western India Dr. Harihar Singh 200.00 3. Jaina Epistemology Dr. I.C. Shastri 150.00 4. Concept of Pancasila in Indian Thought Dr. Kamla Jain 50.00 5. Concept of Matter in Jaina Philosophy Dr. J.C. Sikdar 150.00 6. Jaina Theory of Reality Dr. J.C. Sikdar 150.00 7. Jaina Perspective in Philosophy & Religion Dr. Ramji Singh 100.00 8. Aspects of Jainology (Complete Set : Vols. 1 to 7) 2200.00 9. An Introduction to Jaina Sadhana Prof. Sagarmal Jain 40.00 10. Pearls of Jiana Wisdom Dulichand Jain 120.00 11. Scientific Contents in Prakrit Canons Dr. N.L. Jain 300.00 12. The Heritage of the Last Arhat : Mahavira Dr. C. Krause 20.00 13. The Path of Arhat T.U. Mehta 100.00 14. Multi-Dimensional Application of Anekantavada Ed. Prof. S.M. Jain & Dr. S.P. Pandey 500.00 15. The World of Non-living Dr. N.L. Jain 400.00 16. अष्टकप्रकरण अनु.-डॉ.अशोक कुमार सिंह 200.00 17. जैन साहित्य का बृहद् इतिहास (सम्पूर्ण सेट सात खण्ड) 630.00 18. हिन्दी जैन साहित्य का इतिहास (सम्पूर्ण सेट चार खण्ड) 760.00 19. जैन प्रतिमा विज्ञान डॉ. मारुतिनन्दन तिवारी 150.00 20. महावीर और उनके दशधर्म प्रो. भागचन्द्र जैन 80.00 21. वज्जालग्गं (हिन्दी अनुवाद सहित) पं. विश्वनाथ पाठक 80.00 22. प्राकृत हिन्दी कोश सम्पा.-डॉ. के.आर. चन्द्र 400.00 23. जैन धर्म और तान्त्रिक साधना प्रो. सागरमल जैन 350.00 24. गाथा सप्तशती (हिन्दी अनुवाद सहित) पं. विश्वनाथ पाठक 60.00 25. सागर जैन-विद्या भारती (तीन खण्ड) प्रो. सागरमल जैन 300.00 26. गुणस्थान सिद्धान्त : एक विश्लेषण प्रो. सागरमल जैन 60.00 27. भारतीय जीवन मूल्य प्रो. सुरेन्द्र वर्मा 75.00 28. नलविलासनाटकम सम्पा.- डॉ. सुरेशचन्द्र पाण्डे 60.00 29. अनेकान्तवाद और पाश्चात्य व्यावहारिकतावाद डॉ. राजेन्द्र कुमार सिंह 150.00 30. दशाश्रुतस्कन्धनियुक्ति : एक अध्ययन डॉ. अशोक कुमार सिंह 125.00 31. पञ्चाशक-प्रकरणम् (हिन्दी अनुवाद सहित) अनु.- डॉ. दीनानाथ शर्मा 250.00 32. सिद्धसेन दिवाकर : व्यक्तित्व एवं कृतित्व डॉ. श्रीप्रकाश पाण्डेय 100.00 33. जैनधर्म की प्रमुख साध्वियाँ एवं महिलाएँ हीराबाई बोरदिया 50.00 34. मध्यकालीन राजस्थान में जैन धर्म डॉ. (श्रीमती) राजेश जैन 160.00 35. भारत की जैन गुफाएँ डॉ. हरिहर सिंह 150.00 36. महावीर की निर्वाणभूमि पावा : एक विमर्श भगवतीप्रसाद खेतान 65.00 37. मूलाचार का समीक्षात्मक अध्ययन डॉ. फूलचन्द जैन 80.00 38. जैन तीर्थों का ऐतिहासिक अध्ययन डॉ. शिवप्रसाद 100.00 39. बौद्ध प्रमाण-मीमांसा की जैन दृष्टि से समीक्षा डॉ.धर्मचन्द्र जैन 200.00 40. अचलगच्छ का इतिहास डॉ. शिवप्रसाद 300.00 Parswanatha Vidyapitha, Varanasi-221005 INDIA