________________
રત્નત્રય
આ પ્રમાણે છે : વિનય, સદાચાર, કર્તવ્યપરાયણતા જિતેન્દ્રિયતા વગેરે.
રત્નત્રયમાં તૃતીય સ્થાન સમ્યક્ચારિત્રનું છે અને તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને ધનાદિ-સંગ્રહત્યાગ (અપરિગ્રહ) રૂપ પાંચ નિયમોના પાલનથી પૂર્ણ થાય છે. આ બધા નિયમોના મૂળમાં અહિંસાની ભાવના રહેલી છે અને અહિંસાની પૂર્ણતા પૂર્ણ વીતરાગતા (અપરિગ્રહતા)ની અવસ્થામાં થાય છે. તેથી વીતરાગતારૂપ ચારિત્રના ઉત્તરોત્તર વિકાસની દૃષ્ટિએ સાધુના સમ્યક્ચારિત્રને પાંચ ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે જેને સાધક ક્રમશઃ પ્રાપ્ત કરે છે, સદાચારનું પાલન કરનાર ગૃહસ્થ કે સાધુ સ્ત્રીપુરુષ હોય છે. તેથી આ સદાચારને બે ભાગોમાં પણ વિભક્ત કરવામાં આવે છે ઃ ૧ ગૃહસ્થાચાર ૨
સાધ્વાચાર.
Jain Education International
૨૪૫
ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે કારણ કે ગૃહસ્થ ધીરે ધીરે પોતાના ચારિત્રનો વિકાસ કરતો કરતો સાધુના આચાર પ્રત્યે અગ્રેસર થાય છે. ગૃહસ્થાચાર પાળવાનો ઉપદેશ એમને જ આપવામાં આવે છે કે જે સાધ્વાચારનું પાલન નથી કરી શકતા. તેથી ચારિત્રના સામાયિક આદિ જે પાંચ ભેદ પાડવામાં આવ્યા છે તે સાધુના આચારની જ વિભિન્ન અવસ્થાઓ છે. સામાયિકચારિત્રમાં જે અહિંસાદિ વ્રતોનું સાધુ સૂક્ષ્મરૂપે પાલન કરે છે તે વ્રતોનું પાલન ગૃહસ્થ પોતાના કુટુંબનું પાલનપોષણ કરતાં કરતાં સ્થૂળરૂપે કરે છે તેથી ગૃહસ્થના અહિંસાદિ વ્રત ‘અણુવ્રત’ કહેવાય છે અને સાધુના ‘મહાવ્રત’ અહીં એક વાત વધુ સ્પષ્ટ કરવા ઈચ્છું છું કે ગ્રંથમાં ગૃહસ્થને મુક્તિનો અધિકારી દર્શાવવામાં આવેલ છે તેનું કારણ બાહ્મલિંગ કરતાં આભ્યન્તર શુદ્ધિનું મહત્ત્વ છે. અન્યથા ગૃહસ્થ ગૃહસ્થાવસ્થામાંથી ક્યારેય મુક્ત થઈ ન શકે કારણ કે તે પૂર્ણ વીતરાગી થતો નથી. જ્યાં સુધી ગૃહસ્થ કે સાધુ પૂર્ણ વીતરાગી નહીં થાય ત્યાં સુધી તે મુક્તિનો પણ અધિકારી ન થઈ શકે. એ સાચું છે કે વીતરાગતા કે સદાચારની પૂર્ણતા બાહ્મલિંગથી થતી નથી પણ તે આત્માની શુદ્ધિ ઉપર આધાર રાખે છે. જો કે ગૃહસ્થ કૌટુંબિક પ્રપંચોમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org