________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
ખોવાયેલો રહે છે અને તેથી તેને આત્મશુદ્ધિનો અવસર જ ઓછો મળે છે ; જ્યારે સાધુ સાંસારિક બધા ઝંપચોથી દૂર રહે છે તેથી તેને આત્મવિશુદ્ધિ માટે અધિક અવસર મળે છે. તેથી જ્યારે ગૃહસ્થ ગાર્હસ્થ્ય-જીવનમાં રહેતો હોવા છતાં, તેનાથી એ રીતે અલગ રહે જેમ કે જળમાં રહીને પણ કમળ જળથી ભિન્ન રહે છે ત્યારે તે ગૃહસ્થ વાસ્તવમાં ગૃહસ્થ નથી પણ વીતરાગી જ છે. ગૃહસ્થીમાં રહેવાને કારણે તેનો ગાર્હસ્થ-જીવન સાથે જે સૂક્ષ્મ રાગાત્મક સંબંધ રહે છે તે પણ અંતિમ સમયે (મૃત્યુ વખતે) છૂટી જાય છે; ત્યારે તે પૂર્ણ વીતરાગી થઈ મુક્તિનો અધિકારી બની જાય છે. આ બાબત વિશેષ વિચાર ‘મુક્તિ’ના પ્રકરણમાં કરવામાં આવશે.
આ રીતે આ પ્રકરણમાં સંસારનાં દુ:ખોમાંથી નિવૃત્તિ મેળવવા માટે તથા અવિનશ્વર સુખરૂપ મોક્ષની પ્રાપ્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયનું સંક્ષેપમાં વર્ણન ક૨વામાં આવ્યું છે, પ્રસંગવશ સમ્યજ્ઞાનના પ્રકરણમાં જ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ ગુરુ-શિષ્ય સંબંધો તથા તેમનાં કર્તવ્યો આદિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
ર૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org