________________
પ્રકરણ ૪
સામાન્ય સાધ્વાચાર
જે અહિંસાદિ પાંચ નૈતિક વ્રતોને ગૃહસ્થ અંશતઃ (સ્થૂળરૂપે) પાળે છે તેને જ સાધુ સંપૂર્ણ રીતે (સૂક્ષ્મરૂપે) પાળે છે. સાધુના બાહ્યવેશ વગેરેમાં પરિસ્થિતિ અનુસાર નિયમો અને ઉપનિયમોના સ્વરૂપે ફેરફાર થયા કરે છે. તેનો સ્પષ્ટ સંકેત આપણને કેશિ-ગૌતમ સંવાદમાં મળે છે. તેમા દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન મહાવીરે કયા પ્રકારે ભગવાન પાર્શ્વનાથે પ્રબોધેલા ધર્મમાં દેશકાલાનુરૂપ પરિવર્તન કર્યું. આ પ્રકારનાં પરિવર્તન થવા છતાં પણ સાધુના મૂળ આચારમાં કંઈ ફેરફાર થયો નથી કારણ કે જે પરિવર્તન થયું તે દેશ-કાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર બાહ્ય-ઉપાધિભૂત નિયમો તથા ઉપનિયમોમાં કરવામાં આવ્યું જેથી સાધુ અંતરંગ આત્મવિશુદ્ધિમાં દૃઢ રહે. તેથી ગ્રંથમાં સર્વત્ર બાહ્ય-ઉપાધિની દૃષ્ટિએ અંતરંગ આત્મ-વિશુદ્ધિને શ્રેષ્ઠ દર્શાવવામાં આવેલ છે. સાધુના આચારને સુવ્યવસ્થિત રૂપ આપવા માટે તેને બે ભાગોમાં વિભક્ત કરી શકાય. ૧ સામાન્ય સાધ્વાચાર અને ૨ વિશેષ સાધ્વાચાર.
સામાન્ય સાધ્વાચાર :
સાધુ દ્વારા દરરોજ જે પ્રકારે સદાચારનું સામાન્ય રીતે પાલન ક૨વામાં આવે છે તેને સામાન્ય સાધ્વાચાર કહેવામાં આવે છે. તેમાં મુખ્ય-રૂપે નીચેના વિષયો ઉપર વિચાર કરવામાં આવશે :
૧. દીક્ષાની ઉત્થાનિકા - દીક્ષા પહેલાંની સ્થિતિ
૨. બાહ્ય ઉપકરણ (ઉપધિ) - વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય-સાધન
૩. મહાવ્રત - અહિંસાદિ પાંચ નૈતિક નિયમ
૪. પ્રવચનમાળાઓ (ગુપ્તિ તથા સમિતિ) - મહાવ્રતોની રક્ષા માટે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં સાવધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org