________________
૨૪૮
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના
૫. આવશ્યક – છ નિત્ય-કર્મ ૬. સામાચારી - સમ્યક દિનચર્યા તથા રાત્રિચર્યા ૭. વસતિ અથવા ઉપાશ્રય - રોકાવાનું સ્થાન ૮. આહાર - ખાનપાન
વિશેષ સાધ્વાચાર : જે આચારનું સાધુ વિશેષ અવસરોએ આત્માની વિશેષ શુદ્ધિ માટે વિશેષરૂપે પાલન કરે છે તેને વિશેષ સાધ્વાચાર કહેવામાં આવે છે. તેમાં મુખ્યરૂપે નીચેના વિષયો પર વિચાર કરવામાં આવશે :
૧. તપશ્ચર્યા – તપ ૨. પરીષહજય – સુધા વગેરે બાવીશ પ્રકારનાં કષ્ટો સહેવાં
૩. સાધુની પ્રતિમાઓ - મૃત્યુ સમયે વિધિપૂર્વક અનશનવ્રત સાથે શરીરત્યાગ
વિષયની અધિકતાને લીધે આ પ્રકરણમાં સાધુના કેવળ સામાન્ય આચારનું જ વર્ણન કરવામાં આવશે અને વિશેષ આચારનું વર્ણન આગલા પ્રકરણમાં કરવામાં આવશે.
દીક્ષાની ઉત્થાનિકા આમાં દીક્ષા ગ્રહણ કર્યા પહેલાંની સ્થિતિઓનું પ્રસ્તુતીકરણ કરવામાં આવેલ છે. જેમ કે : દીક્ષા લેવાનો અધિકારી, દીક્ષા પહેલાં માતા-પિતાની અનુમતિ વગેરે.
સંસારના વિષયોથી નિરાસક્ત અને મુક્તિનો અભિલાષી દરેક જણ દીક્ષા ગ્રહણ કરી શકે છે. તેમાં જાતિ, કુળ, આયુષ્ય, લિંગ વગેરેનો કોઈ પ્રતિબંધ નથી. સંસારના વિષય-ભોગોમાં આસક્ત વ્યક્તિ શ્રેષ્ઠ જાતિ કે કુળમાં ઉત્પન્ન થઈને પણ એ માટે અયોગ્ય ગણાય છે. તેથી ચાંડાળ જેવી નીચ જાતિમાં ઉત્પન્ન હરિકેશિબળ સંસારના વિષય-ભોગોથી નિરાસક્ત થવાને કારણે સાધુ થઈને દેવાદિ દ્વારા પણ પૂજનીય બને છે. તે રીતે મૃગાપુત્ર, અનાથી અન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org