________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨૪૯
ભૃગુ-પુરોહિતના બંને પુત્રો યુવાવસ્થામાં તથા ભૃગુ-પુરોહિત, તેની પત્ની, ઈષકાર રાજા અને તેની પત્ની વગેરે યુવાવસ્થા પછી દીક્ષા લે છે. અરિષ્ટનેમી તથા રાજીમતી વિવાહની મંગળ ઘડીએ જ સંસારથી વિરક્ત થઈ દીક્ષિત થઈ જાય છે'. આ ઉપરાંત, ગ્રંથમાં એક સમયે મુક્ત થનાર જીવોની સંખ્યાગાનાના પ્રસંગે વિભિન્ન સ્થાનો, વિભિન્ન-ધર્માવલંબીઓ અને વિભિન્નલિંગવાળાઓની પૃથક્-પૃથક્ સંખ્યા ગણાવવામાં આવી છે. એ પરથી સ્પષ્ટ છે કે દીક્ષામાં સ્થાન, જાતિ, લિંગ વગેરે કોઈ પ્રતિબંધક કારણ નથી કારણ કે જે મુક્તિ પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ શકે છે તે દીક્ષા લેવાનો અધિકારી કેમ ન થઈ શકે ? તેથી ગ્રંથમાં જન્મથી જાતિવાદનું ખંડન કરી કર્મથી જાતિવાદની સ્થાપના કરતાં લખવામાં આવ્યું છે કે ‘કર્મથી બ્રાહ્મણ, કર્મથી ક્ષત્રિય, કર્મથી વૈશ્ય અને કર્મથી શુદ્ર ગણાય છે”. જો બ્રાહ્મણ નીચ કર્મ કરે તો તે સાચો બ્રાહ્મણ નથી અને સાધુ સાચો સાધુ નથી, કારણ કે બાહ્યશુદ્ધિ કરતાં અંતરંગની શુદ્ધિ દ્વારા અને સત્કાર્યો દ્વારા જ વ્યક્તિ ઉચ્ચ બને છે . તેથી સિદ્ધ થાય છે કે સદાચારપાલન ક૨વાના સામર્થ્યવાળી દરેક વ્યક્તિ જે સંસારના વિષયોથી વિરક્ત થઈ મુક્તિની અભિલાષા રાખે છે તે દીક્ષા લેવાની અધિકારી છે. એમાં કોઈ એકાન્ત નિયમ નથી કે યુવાવસ્થામાં ભોગો ભોગવવા જોઈએ અને પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેવી જોઈએ. જો કે એ સાચું કે યુવાવસ્થામાં યુવકોની ચિત્તવૃત્તિ સાંસારિક વિષય-ભોગો તરફ ખૂબ વધારે આકર્ષિત રહે છે. જેથી એ અવસ્થામાં દીક્ષા લેવી મુશ્કેલ છે પરંતુ એ પણ સાચું કે વૃદ્ધાવસ્થામાં શરીર
૧ જુઓ પરિશિષ્ટ ૨
૨ જુઓ - પ્રકરણ ૬
3 कम्मुणा बम्भणो होइ कम्मुणा होइ खत्तिओ ।
सो कम्मुणा होई सुद्दो हवइ कम्मुणा ।।
૪ જુઓ
૫ ઉ. ૧૪. ૯, ૨૬. ૧૯. ૪૪.
--
Jain Education International
૧૩. ૨૫-૩૩.
પૃ. ૨૩૮. પા. ટિ. ૩; પૃ. ૨૩૯. પા. ટિ. ૧-૩.
For Private & Personal Use Only
www.jainelibrary.org