________________
૨૫૦
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
શિથિલ થઈ જતાં ધર્મનું પાલન કરવું ખૂબ જ કઠિન પડે છે, જ્યારે યુવાવસ્થામાં તે પાલન શક્ય છે. યુવાવસ્થાથી જો ધર્મનું પાલન કરવાનો પ્રયત્ન કરવામાં આવે તો વૃદ્ધાવસ્થામાં પણ તેને ધારણ કરવાનું સામર્થ્ય ટકી રહે છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે જેને મૃત્યુ સાથે મૈત્રી હોય અથવા જે મૃત્યુથી બચી શકે॰ એમ હોય તે જ આવતી કાલની રાહ જુએ.
દીક્ષા માટે માતા-પિતાની અનુમતિ
દીક્ષા લેતાં પહેલાં માતા-પિતા અને સંબંધીજનોની અનુમતિ લેવી જોઈએ. જો તે ઘરની જ્યેષ્ઠ વ્યક્તિ હોય તો પુત્રાદિને સમૃદ્ધિ વગેરે સોંપીને દીક્ષા લઈ લેવી જોઈએ”. જો માતા-પિતા પુત્રને દીક્ષા માટે અનુમતિ ન આપે અને ભોગો પ્રત્યે લલચાવે તો દીક્ષા લેવા ઈચ્છનારનું પ્રથમ કર્તવ્ય એ છે કે તેણે માતાપિતાને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી આત્મકલ્યાણ માટે દીક્ષા લઈ લેવી જોઈએă. અરિષ્ટનેમી અને રાજીમતીએ દીક્ષા પહેલાં માતા-પિતાની અનુમતિ લીધી હતી કે નહિ તેનું જો કે ગ્રંથમાં વર્ણન નથી પરંતુ, દીક્ષા લીધા પછી વાસુદેવ વગેરે તેના કુટુંબીજન તેને અભિલષિત મનોરથપ્રાપ્તિ માટેના આશીર્વાદ અવશ્ય આપે છે'. તેથી તેમની અનુમતિની પુષ્ટિ મળી જાય છે. દીક્ષા પહેલાં માતા-પિતા પાસેથી આજ્ઞા લેવી એ એમના પ્રત્યે વિનય અને કર્તવ્યપરાયણાતાનું સૂચક છે.
પરિવાર અને સાંસારિક વિષય-ભોગોનો ત્યાગ
માતા-પિતાની આજ્ઞા લીધા બાદ સાધકે માતા-પિતા, ભાઈ, પત્ની, પુત્ર વગેરે બધા કુટુંબીજનો તથા સંસારના બધા પદાર્થોને મહામોહ અને મહાભય
१ जस्सत्थि मच्चुणा सक्खं जस्स वात्थि पलायणं ।
जो जाणे न मरिस्सामि सो हु कंखे सुए सिया ||
૨ ૩. ૧૪. ૬-૭, ૧૯. ૧૦-૧૧, ૨૪, ૮૬, ૮૭, ૨૦. ૧૦. ૩૪. 3 पुत्तं ठवे रज्जे अभिणिक्खमई नमी राया ।
૪ ૩. અધ્યયન ૧૪, ૧૯.
૫ ૩. ૨૨. ૨૫-૨૬, ૩૧.
Jain Education International
૩. ૧૪. ૨૭.
For Private & Personal Use Only
૧૩. ૯. ૨.
www.jainelibrary.org