________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
૩૫
સમય પછીનાં પ્રતીત થાય છે. કારણ કે તૃતીય વાચના વખતે લિપિબદ્ધ કરવામાં આવેલ “સમવાયાંગ-સૂત્રમાં “ઉત્તરાધ્યયન'ના જે ૩૬ અધ્યયનોનાં નામોનો ઉલ્લેખ મળે છે તેની સાથે વર્તમાનમાં ઉપલબ્ધ “ઉત્તરાધ્યયન’નાં નામોમાં જરા તફાવત જોવા મળે છે. આ તફાવત જો કે નગણ્ય છે છતાં, તેનાથી પરિવર્તન અને સંશોધનનો સ્પષ્ટ ખ્યાલ મળે છે.
નિર્યુક્તિકાર (છઠ્ઠી શતાબ્દી) પ્રકૃત ગ્રંથને અનેક કર્તાની રચના તરીકે સ્વીકારે છે છતાં “ઉત્તરાધ્યયન'ની અંતિમ ગાથાના વ્યાખ્યાનમાં તેને ભગવાન મહાવીરના પરિનિર્વાણ સમયનો ઉપદેશ માને છે. વાસ્તવમાં, નિર્યુક્તિકારનું ઉપર જણાવેલ કથન પ્રકત પદ્યની વ્યાખ્યા માત્ર છે. સંભવ છે, કે આ પદ્ય ઉત્તરાધ્યયન'ના મહત્ત્વને પ્રગટ કરવા માટે પાછળથી જોડી દેવામાં આવ્યું હોય અને નિર્યુક્તિકારે પૂર્વ-પરંપરાનો નિર્વાહ કર્યો હોય. ૩૬માં અધ્યયનની અંત ભાગની કેટલીક ગાથાઓ તપાસતાં; તથા ૧૮માં અધ્યયનની ૨૪મી ગાથા સાથે ૩૬મા અધ્યયનની અંતિમ ગાથાને સરખાવતાં ઉપર જણાવેલ કથનની પુષ્ટિ થાય છે. બૃહદ્ વૃત્તિકાર શાંત્યાચાર્ય પણ “ઉત્તરાધ્યયન'ને ભગવાન મહાવીરના પરિનિર્વાણના સમયનો અંતિમ ઉપદેશ ગણાવા પૂર્ણતઃ તૈયાર નથી. માટે એમણે વુિ' શબ્દનો અર્થ “સ્વસ્થ થયેલ” એવો કર્યો છે.
१ इह पाउकरे बुद्धे नायए परिणिव्वुए । विज्जाचरणसंपने सच्चे सच्चपरक्कमे ॥
–૩. ૧૮. ૨૪. આ ઉદાહરાને પૃ. ૧૨ પા. ટિ. ૧ સાથે મેળવી જુઓ. २ अथवा पाउकरे, त्ति प्रादुरकार्षित् प्रकाशितवान्, शेषं पूर्ववत् नवरं परिनिर्वृत : क्रोधादिदहनोपशमत : समन्तात् स्वस्थीभूतः ।
–૩. વૃત્તિ , પત્ર ૭૧ર इत्येवं रूपं 'पाउकरे' त्ति प्रादुकार्षीत प्रकटितवान्... परिनिर्वृत : कषायानल विध्यापनात् समन्तात् शीतीभूत: ।।
–૩. વૃદ્ઘત્તિ, પત્ર ૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org